________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૧ તેઓ – જેમણે સહજ ખીલેલી અનેકાંતદષ્ટિ વડે સમસ્ત એકાંતદષ્ટિના પરિગ્રહના આગ્રહો (પકડો) પ્રક્ષણ કર્યા છે એવા – મનુષ્યાદિ ગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર- મમકાર નહિ કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા (અનુભવતા થકા), અવિચલિતચેતના વિલાસમાત્ર આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા, રાગદ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે પરમ ઉદાસીનતાને અવલંબતા થકા, સમસ્ત પરદ્રવ્યની સંગતિ દૂર કરી હોવાને લીધે કેળવ સ્વદ્રવ્ય સાથે સંગતપણું હોવાથી ખરેખર સ્વસમય થાય છે અર્થાત્ સ્વસમયરૂપે પરિણમે છે.
માટે સ્વસમય જ આત્માનું તત્ત્વ છે.
ભાવાર્થ- “હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું, સ્ત્રી – પુત્ર-ધનાદિકના ગ્રહણત્યાગનો હું સ્વામી છું” વગેરે માનવું તે મનુષ્યવ્યવહાર (મનુષ્યરૂપ વર્તન) છે; “માત્ર અચલિત ચેતના તે જ હું છું’ એમ માનવું – પરિણમવું તે આત્મવ્યવહાર (આત્મારૂપ વર્તન) છે.
જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીણી થાય છે અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે; અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે, તે અનેકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિં કરતાં આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીણી થતા નથી અર્થાત્ પરમ ઉદાસીન રહે છે અને એ રીતે પારદ્રવ્યરૂપ કર્મ સાથે સંબંધ નહિ કરતાં કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય છે. ૯૪.
--
-
--
-
-
--
--
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-
-
--
--
-
-
-
--
-
-
-
-
--
-
-
-
-
-
--
--
-
-
-
--
-
-
---
-
---
--
--
-
૧. પરિગ્રહુ – સ્વીકાર; અંગીકાર. ૨. સંચારિત-લઈ જવામાં આવતા. (જેમ જુદા જુદા ઓરડામાં લઈ જવામાં આવતો રત્નદીપક એકરૂપ જ છે, તે બિલકુલ ઓરડારૂપ
થતો નથી અને ઓરડાની ક્રિયા કરતો નથી, તેમ જુદા જુદા શરીરમાં પ્રવેશતો આત્મા એકરૂપ જ છે, તે બિલકુલ શરીરરૂપ નથી
અને શરીરની ક્રિયા કરતો નથી – આમ જ્ઞાની જાણે છે.) ૩. ઉન્મેષ-પ્રગટ થવું તે; પ્રાકટય; ફુરણ. ૪. જે જીવ સ્વ સાથે એકતાની માન્યતાપૂર્વક (સ્વ સાથે ) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com