________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૫ પ્રવચન : તા. ૩૧. ૫. ૭૯
“પ્રવચનસાર ૯૪ ગાથા. ફરીને ટીકા (લઈએ) “જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – એમ કેમ ન લીધું (કે) જીવની પર્યાયને પકડતાં – પર્યાબુદ્ધિવાળા (જીવો) પર્યાયને પકડતાં – એમ ન લીધું કેમકે પર્યાયને પકડી શકતો નથી અજ્ઞાની, એથી ભગવાન અમૃતચંદ્રાચાર્ય (અહીંયાં એમ લીધું કે) પર્યાયબુદ્ધિવાળાની દષ્ટિ, એ અસમાનજાતીય પુદ્ગલ (શરીર) ઉપર જાય છે, એને એ દેખી શકે, માની શકે, જાણી શકે (છે). આહા.... હા....! નહીંતર, પર્યાય બુદ્ધિમાં તો – દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય એમ આવ્યું ને..! અને આ તો (પર્યાયબુદ્ધિવાળાને) અસમાનજાતીયને મિથ્યાત્વમાં નાખે છે. પર્યાયબુદ્ધિમાં નહીં... શું કહ્યું? સમજાણું? રાતે કહ્યું હતું કે પર્યાય એક સમયની છે એને (એ જીવ) પકડી શકે નહીં, એથી પર્યાયદષ્ટિવાળાની દૃષ્ટિ શરીર - અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) ઉપર જાય છે. એથી એને પર્યાયબુદ્ધિવાળાને, પર્યાયની દષ્ટિ છે એમ ન લેતાં, પર્યાયબુદ્ધિવાળાને અસમાનજાતીય (દ્રવ્યપર્યાય ) એટલે શરીરની દૃષ્ટિ છે એમ લીધું છે, આહા... હા ! સમજાય છે કાંઈ ? અમૃતચંદ્રાચાર્ય (ટીકાકાર), એમાં એમની ભૂલ કાઢવી કે એમણે આમ કેમ ન કહ્યું ! આહા..નહીંતર પર્યાય (એની છે) પાઠ તો એવો લીધો પહેલી ગાથામાં (“જ્ઞય અધિકાર" ટીકા ગાથા-૯૩ “આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખોય) વિસ્તારસામાન્યસમુદાયાત્મક અને આયતસામાન્યસમુદાયાત્મક (દ્રવ્યથી રચાયેલો હોવાથી) દ્રવ્યમય છે. અનંત ગુણનો આધાર તે દ્રવ્ય એટલે ગુણાત્મક (છે.) એ દ્રવ્ય-ગુણ (કહ્યા) અને પર્યાય બેયથી ઉત્પન્ન થયેલી (કહ્યું) એ તો પોતાની પર્યાય, પોતાથી- દ્રવ્ય-ગુણથી (ઉત્પન્ન) થયેલી છે. તો (અહીંયાં) પર્યાયદષ્ટિ (વાળા જીવને) પર્યાયદષ્ટિ ન લેતાં અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) હોવા છતાં - શરીર (ઉપર દૃષ્ટિ છે, દેહાધ્યાસ છે) લીધું એ યથાર્થપણે લીધું છે, આહા.... હા! કેમકે અજ્ઞાની પર્યાયદષ્ટિ- અજ્ઞાની પણ એક સમયની પર્યાય પકડી શકતો નથી. એથી અહીં પર્યાયથી લંબાઈને શરીર ઉપર એની દષ્ટિ જાય છે. આહા.... હા.... હા! સમજાય છે કાંઈ ?
(અહીંયાં કહે છે કે, “જેઓ જીવપુદ્ગલાત્મક અસમાન જાતીય દ્રવ્યપર્યાયનો – પર્યાયમાં આ' દ્રવ્યપર્યાય લીધી, એની પોતાની (જીવની) દ્રવ્યપર્યાય-વ્યંજન (પર્યાય) કે અર્થપર્યાય ન લીધી. ભાઈ ! નહીંતર દ્રવ્યપર્યાય વ્યંજન પર્યાય છે. કેવળીની જ્યાં વાત લીધી છે (પ્રવચનસાર” ગાથા-૮૦) ‘નો નાદિ અરહંત દ્રવ્ય [Wત્તપનયહિં” ત્યાં એની (કેવળીની) પર્યાય આમ વ્યંજનપર્યાય છે એ લીધી છે. અને અર્થપર્યાય (પણ) લીધી છે. - કેવળ જ્ઞાન આદિ. આહા... હા! અહીંયાં તો કહેવામાં એમનો (અમૃતચંદ્રાચાર્યનો) આશય આ છે કે ભાઈ ! જેને દ્રવ્યસ્વભાવ- ત્રિકાળીની દૃષ્ટિ નથી જ્ઞાયકધુવસ્વરૂપ પ્રભુ, પરમાનંદની મૂર્તિ, નિત્યાનંદ પરમસ્વભાવભાવ, એની જેને દૃષ્ટિ નથી એની દષ્ટિ શરીર ઉપર જાય છે. આહા.... હા! સમજાણું કાંઈ ? જે પોતાની જાત નથી એવું આ જડ (શરીર), એની જાત આત્માની જાત (કરતાં) બીજી જાત છે, આહા... હા! “જેઓ જીવપુદ્ગલસ્વરૂપ અસમાન જાતીય દ્રવ્યપર્યાય એને (અસમાનજાતીયને) દ્રવ્યપર્યાય કીધી. ઓલામાં (ગાથા-૯૩માં) ગુણાત્મક દ્રવ્યપર્યાય કહી હતી. ‘દ્રવ્ય” એને કહીએ કે સામાન્ય – વિશેષ, ગુણ અને પર્યાયનો પિંડ તે “દ્રવ્ય' (છે). ગુણ એને કહીએ કે – જે અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com