________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૪૪ કારણથી થઈ છે. આવું (જ) ઉપાદાન - નિમિત્તનું સ્વરૂપ છે. નિશ્ચયથી વિકારી પર્યાય કે અવિકારીપર્યાય પ્રત્યેક દ્રવ્યમાં એક-એક સમયમાં સ્વતંત્ર (પોતાના ) પકારકથી થાય છે. આ ભગવાનની વાણી છે.!! (શ્રોતા ) પોતાના જ કારકથી પોતાની પર્યાય થાય છે...! (ઉત્તર) આત્માની પર્યાય વિકારી હો કે અવિકારી હો, કે કર્મની પયાય વિકારી હો કે એક પરમાણુની નિર્મળ કે વિકૃત પર્યાય હો – એક પરમાણુ છૂટો રહે તે તેની સ્વાભાવિક પર્યાય છે. – પરમાણુની વિભાવિક પર્યાય એટલે બે પરમાણુનો સ્કંધ થાય છે ત્યારથી વિભાવપર્યાય થાય છે. પરમાણુના, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની પર્યાય થાય છે તે પોતાના પક્કરકથી થાય છે (અને આત્માના જ્ઞાન, દર્શન, આનંદ (આદિ) ની પર્યાય થાય છે તે પોતાના પકારકથી થાય છે. પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન, પર્યાય અધિકાર. આહ...હા... (એ) પકારક (છે).
જુઓ “જીવ, ભાવ૫ર્યાય પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો” પોતાની પર્યાય આત્મા (ની) વિકારીપણે કે અવિકારી પરિણમે, તો તે પોતાના કારણે છે. બહુ જ જોરથી કર્મનો ઉદય આવ્યો તો આત્માને વિકાર થયો. એ વાત વીતરાગમાર્ગમાં ત્રણ કાળમાં નથી. સમજાણું કાંઈ? આ વાત તો અમે ૭૧ (ની સાલ) થી કહેતા આવ્યા છીએ. ૭૧ ની સાલ. ચોસઠ વર્ષ થયાં. છાસઠ તો આ દીક્ષા લીધી, આ દુકાન છોડયા પછી (થયા). છાસઠ વર્ષ તો દુકાન છોડયા ને થયા, દીક્ષા લીધી ૭) ની સાલ (માં) ૭૧ (ની સલ) લાઠીમાં અમારું ચોમાસું હતું ત્યારથી અમે (આ વાત ) કહીએ છીએ કે વિકાર જે થાય તે પોતાની પર્યાયથી થાય છે, પોતાના અપરાધથી થાય છે. કર્મથી બિલકુલ નહીં, (બીજા ગુરુભાઈ હતા) વિપરીત....! ગરબડ થઈ, તકરાર થઈ હતી, ગુરુ હતા તે તો બહુ સમજતા, બીજા એક શેઠ હતા. દસ, લાખ (રૂપીયા) તે વખતે (તેમની પાસે હતા). તેમણે કહ્યું: “આ ક્યાંથી, આ વળી ક્યાંથી કાઢયું..? અમે તો ક્યાંય સાંભળ્યું નથી, અમારા ગુરુ તો કહેતા નથી.” કહ્યું: સિદ્ધાંત એમ કહે છે. ભગવાનની વાણી: સિદ્ધાંત એમ કહે છે કે આત્મામાં વિકાર થાય છે તે પટ્ટારકની પરિણતિ પોતાથી થાય છે. કર્મના કારણે નહીં, કર્મની પર્યાય તે તેના પકારકથી થાય છે, આત્માથી નહીં, (શ્રોતા:) નિમિત્તથી થાય તો સ્વભાવ થઈ જાય...? (ઉત્તર) નહીં. એ વિભાવ પણ સ્વભાવ છે. એ આપણે આવી ગયું છે. આમાં (આ ગાથાની ટીકામાં) આપણે આવી ગયું છે. સ્વભાવવિશેષો – આ રાગપર્યાય પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે. એ આપણે આવી ગયું છે જુઓ: “સ્વભાવવિશેષરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવ૫ર્યાય છે” –સ્વભાવવિશેષરૂપ અનેકત્વ આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે. એ આવી ગયું છે. સ્વભાવ છે. “સ્વભવને સ્વભાવઃ” પોતાની પર્યાયમાં થયું તો સ્વનું ભવન તે સ્વભાવ' (છે). સ્વભાવનો અર્થ અહીંયાં નિર્મળ જ ન લેવો. પોતાની પર્યાયમાં વિભાવિક – શક્તિથી વિભાવ થયો. આત્મામાં એક વૈભાવિક ગુણ છે. અનાદિ – અનંત છે. એ વૈભાવિકગુણ નિમિત્તને આધિન પોતાથી થાય ત્યારે વિકાર થાય છે. કર્મથી વિકાર નહીં. આકરું કામ છે ભાઈ...! આ તો અમારી (વાત) ૭૧ની સાલથી – ૬૪ વર્ષ થયાં – બહાર વાત પાડી ” તી. જૈનમાં કર્મથી વિકાર થાય છે એવું કહેવામાં આવે છે એ વાત જૂઠી છે. જૈન પરમેશ્વર એમ કહેતા નથી. સમજાણું કાંઈ...? “પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયની અવસ્થા એ પોતાના દ્રવ્ય - ગુણથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com