________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
- પ્રવચનસાર પ્રવચનો ૪૨ (સર્વજ્ઞ ભગવાનનું તત્ત્વજ્ઞાન) જગતથી ઊંધું છે બાપા! (શ્રોતા ) પૈસા આપવા પડે છે ને...! (ઉત્તર) પૈસા કોણ આપે ? પૈસા તે તો પમાણની પર્યાય (છે). એક જગાએથી બીજે જાય તે તેની (પરમાણુની) પર્યાય છે. તે તેના દ્રવ્ય-ગુણથી થાય છે. (તે) જાય છે, આપનાર હાથ છે માટે જાય છે? એમ પણ નથી (પરમાણુની યોગ્યતાથી જાય છે). (શ્રોતા.) દરજી વગર ટોપી થઈ.?! (ઉત્તર:) : દરજી કોણ? દરજીના આત્માની પર્યાય, તેમાં જે (ટોપી બનાવવાના) રાગાદિ થયા તે તેના દ્રવ્ય-ગુણથી થયા છે, અને કપડાની (ટોપીરૂપ) પર્યાય થઈ તે તેના દ્રવ્ય-ગુણથી થઈ છે. (કોઈ કોઈનો કોઈ કર્તા નથી). (આ) દાગીના – ઝવેરાત (ઘરેણાં) કુંડલ, કડાં સોનેથી થયા નથી, કુંડલ, કડાં થયા તે તેના (સોનાના) દ્રવ્ય - ગુણથી થયા છે. આહા.... હા! આવી વાત છે. (ઘરેણાં) હથોડાથી, એરણથી પણ થયા નથી. આવી વાત છે.
અહીંયાં એ કહે છે: પરમેશ્વરી વ્યવસ્થા-પ્રત્યેક દ્રવ્યને પ્રત્યેક ગુણ – પોતાનામાં છે એ કારણથી એ સમયમાં (જે) પર્યાય (ઉત્પન્ન થાય છે) – દ્રવ્યાત્મ કહો કે ગુણપર્યાય કહો. પણ પોતાના દ્રવ્ય-ગુણથી થાય છે. પરથી બિલકુલ નહીં. આહા.... હા! લોકોને આ (વસ્તુસ્થિતિ સમજવી કઠણ પડે છે!) (શ્રોતા:) સંસારીને શાક-ભાજી લાવવા..ને! (ઉત્તર) શાક કોણ લાવે ને.. કોણ દેવ? દૂધી જે (આવી) છે. તે પૈસાથી શાક આવ્યું નથી, પોતાના હાથથી આવ્યું નથી. (પણ) દૂધીના જે પરમાણુ છે તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (ગુણ છે ) તે ગુણથી દૂધીની પર્યાય થઈ છે. તો એ (દૂધીના પરમાણું) ની પર્યાયથી એ અહીં આવી છે. આવી વાત, જગતથી ઊંધી છે! અને જે (દૂધીનું શાક ) પાકે છે તે અગ્નિથી નહીં, પાણીથી નહીં. શાકના જે પરમાણુ છે તેના દ્રવ્ય – ગુણથી તેની (શાકની) પાકવાની પર્યાય થઈ છે. અગ્નિથી, પાણીથી, સ્ત્રથી બિલકુલ નથી થઈ. આવી પદાર્થ વ્યવસ્થા (સર્વજ્ઞ) ભગવાનના મુખથી આવી છે. આહા! (ગળે ઉતારવું) આકરું કામ છે. પ્રભુએ કહ્યું: પદાર્થ અનંત છે, અનંત છે. (એ) અનંત અનંતપણે ક્યારે રહે? કે પોતાના કારણથી દ્રવ્ય-ગુણપર્યાય હોય તો અનંત અનંતપણે રહે. બીજાને કારણે પોતાની પર્યાય થાય, તો પર્યાય વિનાનું પોતાનું દ્રવ્ય થઈ ગયું (અથવા બીજાનું થઈ ગયું) તો દ્રવ્ય-ગુણ-પર્યાય યથાર્થમાં રહ્યા નહીં. પરના કારણે કોઈ (પણ દ્રવ્યની) પર્યાય થાય તો પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું. પરથી પર્યાય થઈ ? ( શ્રોતા:) નિમિત્તથી તો થાય ને? (ઉત્તર) બિલકુલ નહીં. નિમિત્ત હો! પણ નિમિત્તથી થતું નથી. નિમિત્ત છે ખરું, પણ નિમિત્તથી પરમાં પર્યાય થાય છે એમ ત્રણ કાળમાં નથી. હવે આવી વાતું છે! પ્રભુના ઘરની બાપા !
આ “ય અધિકાર” છે ને.! શેય અધિકાર છે, જેટલાં શેય છે તે પ્રત્યેક શેય, સ્વતંત્ર, પોતાનું દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, અને સમયે-સમયે જે પર્યાય થાય છે દ્રવ્ય-ગુણથી તે સ્વતંત્ર (ઉત્પન્ન) થાય છે. પરના કારણે, પરની પર્યાય થાય એ ત્રણ કાળમાં વીતરાગમાર્ગમાં નહીં..આહા... હા....! આવું (આકરું) કામ છે..! (શ્રોતા:) અહીંયા તો સ્વ-પરના કારણે કહ્યું ને...! (ઉત્તર:) એ તો (આત્મા) દ્રષ્ટા છે. નિમિત્તથી કથન કર્યું. વિભાવિક પર્યાય માટે (કથન કર્યું છે). (શ્રોતા ) અહીં સ્વ-પર કારણ કહ્યું છે ને...? (ઉત્તર) એ વિભાવિકપર્યાય છે. માટે સ્વ ઉપાદાન છે તો થવાવાળું થશે જ. ત્યાં નિમિત્ત બીજી ચીજ છે માટે વિભાવ કહેવામાં આવ્યો છે બસ! સ્વ-ઉપાદાન પોતાની પર્યાય છે. પોતાની પર્યાયથી ક્રમબદ્ધમાં, દ્રવ્યની પર્યાય, થવાવાળી થઈ ત્યાં બીજી ચીજ નિમિત્ત છે તો સ્વ-પરથી છે તેમ કહેવામાં આવ્યું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com