________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૪૩ ( ક્રમબદ્ધ પર્યાય) થઈ છે તો પોતાથી જ થઈ છે, નિમિત્ત તો સાથમાં ઉપસ્થિત છે. એ નિમિત્તથી પર્યાય પણ પોતાના - (નિમિત્તના) દ્રવ્ય-ગુણથી એ પર્યાય થઈ છે. નિમિત્ત (એટલે) નિમિત્ત દ્રવ્ય જે છે તો પોતાના દ્રવ્ય- ગુણથી પોતાની પર્યાય થઈ છે.
જુઓ..! આ લાકડી છે. લાકડી આમ (થી) આમ ચાલે છે. તો એના (લાકડીના પરમાણુ) ના દ્રવ્ય-ગુણને કારણે એની પર્યાય થાય છે. આ આંગળીઓથી નહીં અને આંગળીને આધારે એ (લાકડી) રહી છે એમ નહીં. એમાં પર્યાયના પકારક છે. જડની પર્યાય હો કે ચેતનની પર્યાય હો, દરેકની પર્યાયમાં પકારક છે. પકારક એટલે શું..? [ કર્તા: જે સ્વતંત્રતાથી પોતાના પરિણામ કરે તે કર્તા છે. કર્મ (કાર્ય) કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. કરણ: તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. સંપ્રદાનઃ કર્મ (-પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે. અપાદાનઃ જેમાંથી કર્મ કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. અધિકરણ: જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે. સર્વદ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એકસાથે વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઇ કારકો (કારણો) ની અપેક્ષા રાખતા નથી – “પંચાસ્તિકાય” ગાથા-૬ર સં. ટીકા ]
આહા...હા...! પર્યાય પર્યાયની કર્તા, પર્યાયનું કાર્ય, પર્યાય પર્યાયનું સાધન – કરણ, પર્યાય પર્યાયનું સંપ્રદાન, પર્યાયનું અપાદાન, પર્યાય પર્યાયનો આધાર. “પંચાસ્તિકાય” ગાથા – ૬ર (માં પાઠ છે) “નિશ્ચયનયે અભિન્ન કારક હોવાથી પરમાણુ જીવ સ્વયં પોતાના સ્વરૂપના કર્તા છે.” કર્મની પર્યાય પોતાથી થાય છે. કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે ગમે તે હો એ કર્મનાં પરમાણુથી તે પર્યાય (સ્વયે) થઈ છે. એ કર્મની પર્યાય (પોતાના) કારકથી થઈ છે. ઝીણી વાત બહુ બાપુ..! કર્મના રજકણ બાપુ..! (સ્વતંત્ર દ્રવ્ય છે) છ કારણે જ્ઞાનાવરણીય (દર્શનાવરણીય) કર્મ બંધાય છે. છે કારણ આવે છે ને.. જ્ઞાનની અશાતના, જ્ઞાનનો નિવ્વ ( પ્રદોષ, નિનવ, માત્સર્ય, અંતરાય, આસાદન, ઉપઘાત- “તત્ત્વાર્થસૂત્ર” અ. ૬. સૂત્ર. ૧૦) એ છ કારક (કારણ) છે વિકારી પર્યાયના, એ પકારક વિકલ્પ પોતાથી છે. અને જ્ઞાનાવરણીયની જે પર્યાય થઈ છે એ પોતાના પકારકથી કર્મના પકારકથી ઉત્પન્ન થઈ છે. રાગથી (વિકલ્પથી) ઉત્પન્ન થઈ નથી. આહા... હા...! આવી વાતું છે!! જગતમાં વીતરાગનો મારગ કોઈ જુદી જાતનો છે. ‘તત્ત્વાર્થસૂત્ર” શાસ્ત્રમાં આવે છે ને ? જ કારણથી જ્ઞાનાવરણીય બંધાય. આવે છે ને ? એ છ કારકી વિકારની જીવમાં પોતાને કારણે ઉત્પન્ન થઈ છે, અને જ્ઞાનાવરણીય (કર્મ) ની જે પર્યાય થઈ એ પણ કર્મ (રૂપ) જે જ્ઞાનાવરણીય પરમાણુ છે, એ પરમાણમાં એ પર્યાય થઈ (છે). એ પકારકી પોતાથી થઈ છે. આહા.. હા. બહુ આકરું કામ આ. આ તો ત્રણ લોકના નાથની આ વાણી છે. અત્યારે તો ગરબડ ચાલી છે ગરબડ બધી. પંડિત લોકો પણ કહે છે કે નિમિત્તથી (કાર્ય) થાય છે. નિમિત્તથી જ થાય છે. જો નિમિત્તથી થાય છે તો પરની પર્યાયે (તે સમયે) શું કર્યું? ઉપાદાને શું કર્યું...? અને નિમિત્તે શું કર્યું.....? નિમિત્તે પરની પર્યાય કરી તો પોતાની પર્યાય કરી કે નહીં ? (એક સમયમાં એક દ્રવ્યને બે પરિણામ હોય નહીં) નિમિત્તમાં પણ પોતાના દ્રવ્ય-ગુણથી પોતાની પર્યાય થઈ છે, અને ઉપાદાનની પર્યાય પણ પોતાના દ્રવ્ય-ગુણના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com