________________
૪
ગુરૂભગવતેાની નિશ્રા અને તેમના પ્રતિનુ સર્વાંગી સમર્પણુ, આત્મ-કલ્યાણાર્થે અનિવાય છે. આત્મ-કલ્યાણું-સાધક એવી આ અનિવાય આવશ્યકતાની પૂર્તિ સાથે, ઉપકારક અને પ્રબુદ્ધ ગુરૂભગવ તાએ આપેલ શીક્ષા-દીક્ષાનું યથાર્થ સ્વરૂપે પાલન કરવુ એટલુ જ જરૂરી છે. અન્યથા, દુલ ભ અને હાથ આવેલે આત્મ-હિત-સાધનાનો અપૂર્વ અવસર એળે ગયા વગર રહેતા નથી. વળી, ‘સુખ રસકા રસ ’વગરની રસવતી [ અલૂણી રસોઈ] આરગ્યા પછી પણ નિરસતાના વસવસો રહી જાય છે તેમ આરાધનામાર્ગ અને તેના માદક એવા ગુરૂભગવત પ્રાપ્ત થવા છતાં પણ, જે તેમના પ્રતિ સર્વાંગી સમર્પણભાવ ઉત્પન્ન થાય નહીં તે। આરાધના-મગના ‘ સમ રસ ’ રૂપી ‘સ્વસ્વરૂપાભિમુખતા’ને શ્રેયકારક રસાસ્વાદ પ્રાપ્ત થતે! નથી.
અણુમેલ અવસરની પ્રાપ્તિ
મ્હારાં પરમ પુણ્યાયે આજથી લગભગ ચાપન વર્ષ પહેલાં પરમકૃપાળુ પૂજ્યપાદ્ ગુરૂદેવેશ આ. ભ. શ્રી. વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના દર્શનસ'પક થતાં, તેએશ્રીના પુણ્ય-પ્રભાવ અને અમીદ્રષ્ટિથી તથા વડીલ ભ્રાતા પૂ. મુનિરાજ શ્રી ખાન્તિવિજયજી મહારાજની પ્રેરણાથી ચારિત્ર અ‘ગીકાર કરવાની ભાવના થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org