________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) ગણાય છે. અધ્યાત્મજ્ઞાનિ શ્રીવીતરાગદેવનાં વચનને અમૃતસમાન ગણે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કર્યા કરે છે. અધ્યાત્મજ્ઞાનિયાને ધર્મપ્રેમ પણ ઉચ્ચમાં ઉચ્ચ રહે છે અને તેઓ કષાયના તીવ્ર પરિણામને, ભાવના ભાવીભાવીને મન્દ કરી દે છે. બાહ્યદૃષ્ટિધારક મનુ
ને વ્યાપાર તો બાહ્ય હોય છે; પણ અધ્યાત્મજ્ઞાનિયનો વ્યાપાર તે અત્તરમાં સગુણની પ્રાપ્તિ કરવા માટે ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે. બાહ્યદષ્ટિધારકે ક્રોધાદિકના પરિણામની તોપ પિતાના તરફ ખડી કરીને ફેડે છે અને અત્તરદષ્ટિધારક અધ્યાત્મજ્ઞાનીઓ તો સમભાવરૂપ તોપવડે મેહશત્રુને મારે છે. બાહ્યદષ્ટિધારકે ગમે તે રીતે સ્વાર્થીદિના પ્રિય એવા ગ્રથિલની પેઠે અનીતિ તરફ વૃત્તિ કરે છે અને અધ્યાત્મજ્ઞાનીઓ વિવેકના ચક્ષુવડે મોક્ષપભ્ય તરફ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મજ્ઞાની વિચારે છે કે, પોતાની શુદ્ધ ભાવનાવડે પોતાના આત્માને પોષવાને છે.” આ સંસારમાં કઈ વસ્તુ પેતાની નથી, સંધ્યારાગની પેઠે પદાર્થોની અનિત્યતા છે. જે જડ પદાર્થો માટે મારી મથવામાં આવે છે તે જડ પદાર્થો કદી પરભવમાં પોતાની સાથે આવતા નથી. જડ પદાર્થોને પોતાના મનાવનારી મમત્વની કલ્પના ખરેખર અનેક પ્રકારનાં દુખે દેવા સમર્થ થાય છે. અનેક પ્રકારમાં મનુષ્ય રાત્રીદિવસ મરી મથે છે, પણ તે વ્યાપારથી મનુષ્યના આત્માને ખરી શાંતિ, ખરું સુખ મળતું નથી, ત્યારે શા માટે બાહ્યપદાર્થોના વ્યાપારમાંજ આયુષ્યની પરિસમાપ્તિ કરવી જોઈએ? જે જે વસ્તુઓને માટે પ્રાણું પાથરવામાં આવે છે તે તે વસ્તુઓ પ્રાણ પાથરનારના આત્માની કિસ્મત કરવાને શક્તિમાન નથી એવું, પ્રત્યક્ષ જાણતાં છતાં કોણ મનુષ્ય સંસારની વસ્તુઓમાં મમત્વ કપીને ખરી શાન્તિને શોધ ન કરે? જગતના જડ પદાર્થોમાં મમત્વ કયાથી તે પદાર્થોના સેવક બનીને, શ્રેષ્ઠતાથી ભ્રષ્ટ થઈ તેઓનું રક્ષણ કરવું પડે છે. જે જે પદાર્થોવિના ચાલતું નથી અને જે જે પદાર્થોને સાથે રાખવાની આવશ્યકતા સિદ્ધ કરે છે, તે તે પદાર્થો અન્તરદષ્ટિથી જુવે તો પોતાની પાસે છે. જે પદાર્થો ખપ કરતાં વિશેષ હોય અને જેઓને પોતાની પાસે રાખવાથી અને હરક્ત થતી હોય તે પદાર્થોને પિતે રાખી મૂકીને અન્યોને ન આપતા હય, તેઓ અધ્યાત્મદષ્ટિથી દયાનું સમ્યક્તત્વ અવેલેકવાને સમર્થ થતા નથી.
આ પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિચાર કરીને પરિગ્રહાદિમાં મમત્વથી બંધાતું નથી. તે શરીરમાં તથા સંસારમાં છતાં સર્વ પદાર્થોથી પિતાને
For Private And Personal Use Only