________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વામાં તેની મહત્તા જણાઈ આવે છે. અધ્યાત્મજ્ઞાની ચારે તરફ વિષયોના સંયોગેથી ઘેરાયેલું હોવા છતાં તેમાં આમિકતાને નિશ્ચય કરતો નથી, તેથી પૌગલિક સૃષ્ટિના પદાર્થોથી તે બંધાતો નથી. અધ્યાત્મજ્ઞાની પોતાના આત્માની અનન્તશક્તિ જાણે છે તેથી તે આલસ્યાદિ પ્રમાદના વશમાં આવતા નથી અને અમુક આત્મધર્મની પ્રાપ્તિ અશક્ય છે એમ તે માની શકતું નથી. અધ્યાત્મજ્ઞાની કેવલ બાહ્યથીજ વસ્તુનું સ્વરૂપ દેખી શકે છે એટલું જ નહિ પરંતુ વસ્તુનું અંતર સ્વરૂપ દેખી શકે છે તેથી તે પોતાનામાં (આત્મામાં) રહેલી અનન્ત રૂદ્ધિને દેખી તેને નિશ્ચય કરે છે, અને તે દીનભાવનો તે રૂમમાં પણ આશ્રય લેતો નથી; આવી તેની અન્તરની દશા થવાથી તે પરના આધારે પરતંત્ર થવાનું કબુલ કરતા નથી. તે પોતાના ગુણેનેજ આશ્રય કરીને સ્વાશ્રયી, બનીને અન્યને પણ સ્વાશ્રયી બનાવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મજ્ઞાની સાત પ્રકારના ભયથી પિતાના ધર્મને ભિન્ન જાણે છે તેથી તે સાત પ્રકારના ભયમાં પણ નિર્ભયી રહેવા માટે મનને ગુરૂ બનીને મનને ઉપદેશ આપીને, નિર્ભય દેશ તરફ ગમન કરી નિર્ભય પરિણામને સેવે છે.
અધ્યાત્મધ્યાનીઓ મનના ઉપર ચઢેલા આર્તધ્યાન અને રૌદ્રધ્યાના
અનન્તગુણ ભારને ત્યજી દે છે અને હલકા થઈ શાંતિ અભિનવ વિ
પામે છે. તાજી હવાને પ્રાપ્ત કરીને મગજ જેમ ચારે.
પ્રફુલ્લ બને છે તેમ અધ્યાત્મજ્ઞાનિયે અભિનવ અનુભવજ્ઞાનના વિચારોથી તાજા બને છે અને આનન્દની લહે. રમાં આન્તરજીવનને વહે છે. અધ્યાત્મજ્ઞાનિ પ્રતિદિન અભિનવજ્ઞાનના તાજા વિચારને, ધ્યાન ધરીને પ્રાપ્ત કરે છે. હાથીની પાછળ કૂતરાં જેમ શેરબકોર કરી મૂકે છે છતાં હાથી કંઈ તે તરફ લક્ષ દેતે નથી, તત્ અધ્યાત્મજ્ઞાનીએ દુનિયાના મનુષ્યના ભિન્ન ભિન્ન આક્ષેપથી-તિરસ્કારથી-ઉપાધિયોથી, પિતાનું લક્ષ તે તરફ આપતા નથી. કદાપિ તેઓ આર્તધ્યાનાદિના ઝપાટામાં આવી જાય છે તો પણ તેઓ જ્ઞાનબળના પ્રતાપે પાછા પોતાના સ્વભાવમાં આવી જાય છે.
અધ્યાત્મજ્ઞાનીઓ જગની શાન્તિ સદાકાલ ઈક્યા કરે છે. કેઈપણ અપરાધી જીવને દુઃખ દેવાની તેઓના મનમાં ઈચ્છા થતી નથી. અધ્યાત્મજ્ઞાનીઓ કોઈનાં મર્મ હણાય એવું બોલતા નથી તેમ લખતા પણ નથી. અધ્યાત્મજ્ઞાનીઓ મન વાણું અને કાયાની શક્તિોને ઉચ્ચમાં ઉચ્ચ સદુપયેાગ કરે છે, તેથી તેઓ જગતૂના મહાત્માએ
For Private And Personal Use Only