________________
૩૧
ગાથા : ૭
યોગદષ્ટિ સમુચ્ચય सर्वथा तत्परिच्छेदात्, साक्षात्कारित्वयोगतः ।
तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥ ગાથાર્થ = જો સર્વથા સમ્યગ્દર્શનાદિનો શાસ્ત્રયોગથી જ પરિચ્છેદ થતો હોય તો તે જ કાલે સાક્ષાત્કાર થવાના કારણે તે જીવને ત્યાં જ સર્વજ્ઞતા થવાથી ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થશે. (એવો દોષ આવશે.) liણા
ટીકા - “સર્વા'- સર્વે પ્ર ક્ષેપત્નસાધત્વલિમિઃ “તત્વરિષ્ઠતા'शास्त्रादेव सिद्धयाख्यपदसम्प्राप्तिहेतुभेद-परिच्छेदात् किमित्याह "साक्षात्कारित्वયોતિ:- રેવન્નેનૈવ સાક્ષાત્કારિત્વેન ચોરતું, તત્વવંતifસદ્ધ ''श्रोतृयोगिसर्वज्ञत्वसंसिद्धेः, अधिकृतहेतुभेदानामनेन सर्वथा परिच्छेदयोगात्, ततश्च "तदा श्रवणकाल एव, “सिद्धि-पदाप्तितः'मुक्तिपदाप्तेः, अयोगिकेवलित्वस्यापि शास्त्रादेव सद्भावावगतिप्रसङ्गादिति ॥७॥
વિવેચન :- કેરી, દૂધ, અને સાકર ઇત્યાદિ પદાર્થો કેવા રસવાળા હોય છે ? તેના ગુણધર્મો શું હોય છે ? તે દ્રવ્યો શરીરને કેવાં પુષ્ટિકારક છે ? ઇત્યાદિ વર્ણન શાસ્ત્રથી જ્યારે ચાલતું હોય ત્યારે તે શાસ્ત્રશ્રવણથી શ્રોતાને તે તે દ્રવ્યની શક્તિનું જ્ઞાન અવશ્ય થાય છે. પરંતુ અનુભવ થતો નથી. અનુભવ તો આ સાંભળ્યા પછી ભોજનકાલ ખાય ત્યારે જ થાય છે. અને તે અનુભવ કરવા માટે ભોજન કરવું જ પડે છે. અન્યથા અનુભવ થતો નથી. જો વિના ભોજને શ્રવણમાત્રથી શ્રવણકાલે રસાસ્વાદનો અનુભવ થતો હોય તો શ્રવણ માત્રથી જ શરીરની વૃદ્ધિ-પુષ્ટિ-આનંદ-થવા જોઈએ અને શ્રવણ પછી કરાતી ભોજનક્રિયા નિરર્થક જ બની જાય, પરંતુ એમ બનતું નથી. માટે શ્રુતજ્ઞાન પરોક્ષ જ છે. પ્રત્યક્ષ નથી. અર્થાત્ શ્રવણકાલે વિષયનું પરોક્ષ એવું શ્રુતજ્ઞાન જ થાય છે. પરંતુ ઇન્દ્રિયોના વિષયજન્ય એવું અનુભવાત્મક પ્રત્યક્ષજ્ઞાન થતું નથી. એ જ રીતે શાસ્ત્રયોગકાળે પણ સિદ્ધિપદની પ્રાપ્તિના કારણભૂત સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું શ્રુતજ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. અનુભવ કરવા માટે શાસ્ત્રયોગને ઓળંગીને સામર્થ્યયોગમાં જવું જ પડે છે. જો શાસ્ત્રયોગ-કાળે જ અનુભવ થાય છે એમ માનીએ તો જે દોષ આવે છે તે આ ગાળામાં સ્પષ્ટ કરે છે
શાસ્ત્રયોગના શ્રવણકાલે જ મુક્તિ નામના પદની પ્રાપ્તિના હેતુભૂત એવાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રાદિ રત્નત્રયીનો આક્ષેપ ફળ સાધક તરીકે (વિલંબ વિના તુરત જ ફળ સિદ્ધિ કરાવે તેવા પ્રકારના) સાક્ષાત્કાર (અર્થાત્ અનુભવ) જો સર્વથા શાસ્ત્રોના શ્રવણમાત્રથી શ્રોતાને થતો હોય તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org