________________
૪૯૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭૬-૧૭૭ સ્થિર રહેનારા એવા ત્રિકાળવર્તી મુક્તિપદનો જે ઉત્તમોત્તમ માર્ગ તે દુવાધ્વા. આ અસંગાનુષ્ઠાન મુક્તિપદ સ્વરૂપ સ્થિરસ્થાનનો રાજમાર્ગ હોવાથી ધ્રુવાધ્વા એવું આ નામ પણ યથાર્થ જ છે. મુક્તિપદ વિના સંસારના સર્વે પણ શુભ-અશુભભાવો કર્મસાપેક્ષ હોવાથી નાશવંત અસ્થિર-અધુવ છે.
આ પ્રમાણે અન્ય અન્ય દર્શનશાસ્ત્રોમાં પણ તે તે યોગી મહાત્માઓ વડે આવા આવા પ્રકારનાં જે જે નામો કહેવાયાં છે. તે તે સર્વે નામો આ અસંગાનુષ્ઠાનની સાથે અર્થની સમાનતા હોવાના કારણે તે તે નામવાળું જે પદ તે અસંગાનુષ્ઠાન જ જાણવું. જો અર્થભેદ ન હોય તો શબ્દભેદનો ઝઘડો કરવો- એ મહાત્માઓને માટે શોભાસ્પદ નથી. [ ૧૭૬ ||
एतत्प्रसाधयत्याश, यद्योग्यस्यां व्यवस्थितः ।
પતાવ, તત્તàતિ મતા / ૨૭છા ગાથાર્થ = આ પ્રભાષ્ટિમાં રહેલા યોગી જે કારણથી આ અસંગાનુષ્ઠાનને જલ્દી-જલ્દી સાધે છે. તથા આ પ્રભા દૃષ્ટિ જ આ સત્યવૃત્તિપદને આપનારી છે. તે કારણથી આ સત્યવૃત્તિપદના ઇચ્છુકોને તે પદ પ્રાપ્ત કરવા માટે આ પ્રભાષ્ટિ જ ઈષ્ટપણે મનાયેલી છે. તે ૧૭૭ |
ટીકા-“ સફનુષ્ઠાન” “સાથ ત્યા!” શીર્ષ, “વોયચ્ચ” દ ““વ્યવસ્થિતઃ' સન “તત્વવર્સિવ'' દૃષ્ટિ, ‘‘તત્તર્ગતદિતાં Hd fu '' | ૨૭૭
| વિવેચન - આ સાતમી પ્રભાષ્ટિ આવે છતે તેમાં વર્તતા યોગિરાજ ઉપરોક્ત અર્થવાળા અને દર્શનાત્તરકારો વડે કથિત એવા ભિન્ન-ભિન્ન યથાર્થ નામવાળા એવા આ અસંગાનુષ્ઠાનને જલ્દી-જલ્દી સાધે છે. તથા આ પ્રભાદષ્ટિ જ (અલ્પકાળમાં) (જેનો અર્થ ૧૭પમા શ્લોકમાં આવી ગયો છે તેવા પદને) સત્યવૃત્તિપદને પ્રાપ્ત કરાવનાર છે આ બે કારણોને લીધે સત્યવૃત્તિપદના જાણકાર (ઇચ્છુક) મહાત્માઓને તે પદ મેળવવા માટે આ પ્રભાષ્ટિ જ અત્યન્ત પ્રિય છે.
પ્ર :- યોગી મહાત્માઓને આ પ્રભાદષ્ટિ શા માટે અતિશય માનનીય છે?
ઉત્તર :- તેનાં બે કારણો છે. (૧) આ દષ્ટિ અસંગાનુષ્ઠાનને તુરત સાધી આપે છે તથા (૨) સત્યવૃત્તિ પદને પણ આ જ દષ્ટિ (સુરત) પ્રાપ્ત કરાવનાર છે. માટે યોગી મહાત્માઓને તે સત્યવૃત્તિપદ મેળવવા માટે આ દૃષ્ટિ અતિશય માન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org