________________
૫૮૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨૭ ગાથાર્થ = આ ગ્રંથ પ્રત્યે કરાયેલી અલ્પ પણ “અવશા” મહા-અનર્થને માટે થાય છે. આ કારણથી તે મહા-અનર્થના પરિહાર માટે અમે નિષેધ કર્યો છે. પરંતુ અત્તરના ઢેષભાવથી નિષેધ કર્યો નથી. | ૨૨૭ll.
ટીકા-“મવાદ'' યોગદષ્ટિસમુથાર્થે પળે, “ત્તપિત્તિ” સ્વરૂપેn | “ચ” – સ્મત ! “વનય નાય” મહાવિષયત્વેન ! “સતસ્તત્વરિદ્વાર न पुनर्भावदोषतः" क्षुद्रतया हरिभद्र इदं प्राहेति ॥ २२७॥
- વિવેચન :- યોગદૃષ્ટિ સમુચ્ચય નામના આ ગ્રંથને વિષે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા મહા અનર્થ માટે થાય છે. કારણ કે આ ગ્રંથનો વિષય મહાન્ (અતિશય કિંમતી) છે. આત્માની દૃષ્ટિમાત્રને બદલી નાખનાર આ ગ્રંથ છે. અને એકવાર દૃષ્ટિ જો બદલાય, સંસારસુખ તરફની દૃષ્ટિ બદલીને આત્માર્થસાધના તરફની દૃષ્ટિ થઈ જાય તો બેડો પાર થયો જ સમજો. આ કારણથી આ ગ્રંથ અતિમહાનું છે. તેથી તેની અલ્પ અવજ્ઞા પણ બહુ જ નુકશાન કરનારી છે. સામાન્ય માણસ ઘેર આવે અને અવજ્ઞા કરીએ તો એટલું નુકશાન ન થાય કે રાજા-મહારાજા-કે જમાઈ જેવા મહેમાન ઘેર આવે અને જો તેઓની અલ્પ પણ અવજ્ઞા કરીએ તો જેટલું મોટું નુકશાન થાય. તેવી રીતે આ ગ્રંથ મહાન્ કિંમતી આત્માર્થતા સાધક વિષયવાળો હોવાથી તેની અલ્પ પણ અવજ્ઞા વિષની જેમ સ્વરૂપે જ અનર્થ કરનારી છે. જેમ વિષ અલ્પ હોય તો પણ વિષનું સ્વરૂપ જ એવું હોવાથી પ્રાણહાનિ રૂપ મહા-અનર્થને કરનાર છે. તેવી રીતે આ અવજ્ઞાનું સ્વરૂપ જ એવું છે કે તે અલ્પ હોય તો પણ ભવપરંપરા વધારવા સ્વરૂપ મહા અનર્થ કરે જ છે. તેથી આ ગ્રંથનો અલ્પ પણ અનાદર, અલ્પ પણ અવજ્ઞા, અલ્પ પણ અવિનય, અલ્પ પણ આશાતના અને અલ્પ પણ અભક્તિભાવ સેવવો નહીં. જો અવજ્ઞા આદિ સેવવામાં આવે તો અનંત ભવભ્રમણની પરંપરા વધારવા સ્વરૂપ મહાદુઃખદાયી ભયંકર ફળ આપે છે.
જો અલ્પ અવજ્ઞા પણ આવું જયેષ્ઠ ફળ આપનાર છે તો વિશેષ અવજ્ઞા કરવામાં આવે તો તો પૂછવું જ શું? અયોગ્ય આત્માના હાથમાં જો સન્શાસ્ત્ર આપવામાં આવે તો તેઓ પોતાની અયોગ્યતાના કારણે અવજ્ઞા-આશાતના-અનાદર આદિ કરે તેવો સંભવ છે. આમ અવજ્ઞા આદિથી તેઓને મહા અનર્થ ન થઈ જાય, તે જીવોની ભવપરંપરા ન વધી જાય, સંસારચક્રમાં રખડી ન પડે તેવી ભાવકરુણા હૃદયમાં રાખીને તે દોષના પરિવાર માટે જ પરમયોગી અને અતિશય સંવેગ પરિણામી એવા “મિદ્ર રૂર્વ પ્રતિ''=આ હરિભદ્ર આ નિષેધ (અયોગ્યને ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org