Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 620
________________ ગાથા : ૨૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૮૫ આપવાની વાતો જણાવે છે. પરંતુ તેઓના પ્રત્યે દ્વેષથી કે મત્સરભાવથી કે ઇર્ષ્યાઅસૂયારૂપ ભાવદોષ (હૃદયની અંદર રહેલી મલીનતા) સ્વરૂપ ક્ષુદ્રતાથી એટલે કે તુચ્છતાથી આ નિષેધ કરતા નથી. આ નિષેધ પણ તેઓ પ્રત્યેની હિતબુદ્ધિથી જ કર્યો છે. એકાન્ત નિષ્કારણ કરુણાભાવથી જ આ નિષેધ કર્યો છે. ખસના દરદી હાથની બધી જ આંગળીઓમાં વારંવાર ખણવાને ઇચ્છતો જ હોય છે. જો વારંવાર ખણજ ખણે તો રોગ વધે, પણ જાય નહીં. તેથી તેના હિત માટે જ તેને ખણવાનો નિષેધ કરવામાં આવે છે. બન્ને હાથે કપડાની કોથળીઓ બાંધવામાં આવે છે. આ સર્વ નિષેધ તેઓ પ્રત્યેની કરુણાથી છે. ખણવાનો નિષેધ સાંભળીને ખસના દરદીએ ખોટું લગાડવું જોઇએ નહીં, કે નિષેધક ઉપર રીસ કરવી જોઇએ નહીં પરંતુ ખસનો રોગ ઔષધોથી મટાડીને ગમે તેટલું ખણીએ તો પણ ખસનો રોગ થાય જ નહીં, તેવી યોગ્યતા મેળવવા પ્રયાસ કરવો જોઇએ. તેવી જ રીતે પઠન-પાઠન અને શ્રવણનો નિષેધ સાંભળીને અયોગ્ય આત્માઓએ પણ ગ્રંથકાર પ્રત્યે ખોટું લગાડવાનું કે રીસ-દ્વેષ કે કષાય કરવો જોઇએ નહીં. પરંતુ પોતાની અયોગ્યતા દૂર કરી યોગ્યતા મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. અને પોતાની અયોગ્યતાના કાળે આ ગ્રંથશ્રવણનો નિષેધ જાણી, અવજ્ઞા દ્વારા બંધાતા તીવ્રકર્મોમાંથી બચાવનારા એવા આ ગ્રંથકર્તા પ્રત્યે પારમાર્થિક ઉપકારનો ભાવ રાખવો જોઈએ. ર૨૭ી. इत्थं चैतदङ्गीकर्तव्यम् । यत एवाहઆ હકીકત આ પ્રમાણે અંગીકાર કરવા જેવી છે. એથી જણાવે છે કે योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनाऽन्वितैः । मात्सर्यविरहेणोच्चैः, श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८॥ ગાથાર્થ = માત્સર્યભાવનો અત્યન્ત ત્યાગ કરીને, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિનોની અત્યન્ત શાન્તિ માટે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવા યોગાચાર્યો વડે પ્રયત્નપૂર્વક (ઉપયોગપૂર્વક) યોગ્ય આત્માઓને આ ગ્રંથ આપવા યોગ્ય છે. ૨૨૮ ટીકા-‘સોચ્ચસ્તુ'' શ્રોતૃષ્ણ | ‘પ્રયત્નન” યોજારે, “જેવું વિધિના'' શ્રવUવિરેન ! “મનિસ્તે.” યુવતૈ:, રોષોડચથી પ્રત્યવાયસમાવિત્યાર . “પત્મિવિરામલ્સિમાવેન, “કુરૈ: શ્રેયવિઝ-પ્રશાન્ત' पुण्यान्तरायप्रशान्त्यर्थमिति ॥ २२८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630