Book Title: Yogadrushti Samucchay
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001092/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યાકિની મહત્તારાસૂ-સૂરિપુરંદર તાર્કિક શિરોમણિ પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત રવોપજ્ઞ ટીકા સંયુક્ત ૧ મિત્રા ૯ પુરા રમ ( સમાધિ આસંગ પ્રવૃત્તિ આતષ ( ૭ પ્રભા : ધ્યાન રોગ ૨ GIFA પ્રતિપત્તિ જિજ્ઞાસા / ઉદ્વેગ નિયમ / | શુભૂષા ૬ કાન્તા), અથ૬/ 'મીમાંસા ha TaalB - આસન ( ૩ બલી Brokટોરે Pojito / law જવણી MA / IP ) / Helkallalk IK 3 અનુવાદક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education Interational P les Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | આચાર્ય શિરોમણિ-તર્કસમાચાકિનીમહારાસૂનું સુગૃહીતનામધેય-સુરિપુરન્દર-પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય આચાર્યદેવેશ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી રચિત સ્વોપજ્ઞ ટીકા સંયુક્ત છે. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ૦ આ....વા...દ... • ધીરૂOHIH Iધ્યાપIH ITI = પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ (INDIA) ફોન : ૬૮૮ ૯૪૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસાટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (INDIA) ફોન : ૬૮૮ ૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા શ્રી યશોવિજયજી જૈન ૭૦૨, રામસા ટાવર, સંસ્કૃત પાઠશાળા ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, અડાજણ પાટીયા, મહેસાણા. (ઉત્તર ગુજરાત) સુરત-૩૯૫ ૦૦૯ (INDIA) (INDIA) ફોન : ૬૮૮૯૪૩ ફોન : પ૧૩૨૭ (પ્રાપ્તિસ્થાન સુઘોષા કાર્યાલય સરસ્વતી પુસ્તક ભંડાર શેખને પાડો, ઝવેરીવાડની સામે, હાથીખાના, રતનપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ (INDIA) અમદાવાદ-૩૮૦ ૦૦૧. (INDIA) ફોન : ૨૧૩૧૪૧૮ ફોન : પ૩પ૬૬૯૨ સોમચંદ ડી. શાહ સેવંતીલાલ વી. જૈન જીવન નિવાસ સામે, પાલિતાણા ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઇ દ્વિતીય આવૃત્તિ કિંમત વિ. સં. ૨૦૧૭ વીર સં. ૨૫૨૭ દ્વિતીય આવૃત્તિ ઇ.સ. ૨૦૦૦ રૂ. ૨૫૦-૦૦ કમ્પોઝ-પ્રિન્ટીંગ-બાઇન્ડીંગ ભરત ગ્રાફીક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૧. ફોન : (૦.) ૨૧૩૪૧૭૬, (R) ૨૧૨૪૭૨૩. Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનાધિષ્ઠાયિકા ભગવતી શ્રી સરસ્વતી દેવી यस्याः प्रसादपरिवर्धितशुद्धबोधाः, पारं व्रजन्ति सुधियः श्रुततोयराशेः । सानुग्रहा मम समीहितसिद्धयेस्तु. सर्वज्ञशासनरता श्रुतदेवतासौ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ માં દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી રચિત આવું જ જ નામ બહાર પડતાંની સાથે જ જે ગ્રંથો ભણવા માટે અને વાંચવા માટે હૃદય તલસતું હોય છે. જેમના ગ્રંથો પ્રત્યે જૈન-જૈનેતર સમાજને ઘણો જ આદરભાવ શું છે. દેશ વિદેશોમાં જેના નામ માત્રથી કૃતિઓ અલભ્ય બની જાય છે. એવું & જ કંઇક આ શ્રી યોગદષ્ટિસમુચ્ચયમાં થયું છે. અમે વિક્રમ સંવત-૨૦૧૬માં (ગઇ સાલમાં) આ ગ્રંથની ૧૨૦૦ નકલ (પ્રથમાવૃત્તિ) પ્રકાશિત કરી હતી. ફક્ત છ મહીનાના ટૂંકા ગાળામાં આ બધી જ આવૃત્તિઓ સમાપ્ત થતાં અને મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી આદિ સર્વે સંપ્રદાયો તરફથી સતત માંગ આવતાં 6 માત્ર છ જ મહીના જેવા ટુંકા સમયમાં આ બીજી આવૃત્તિની (૧૦૦૦ કોપી) > પ્રકાશિત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. દિલ્હી બનારસ અને રાજસ્થાન જેવા હિંદીભાષી પ્રદેશોમાંથી પણ 3 આ પુસતકની માંગ સતત ચાલુ જ છે. તેના કારણે બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની આવશ્યક્તા ઊભી થઈ છે. પૂજય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ( મહારાજશ્રીએ અનેકગ્રંથો રચીને જગતના યથાર્થ સ્વરૂપને તથા (ાં જૈનદર્શનકારોએ જણાવેલા સારભૂત તત્ત્વને સમજાવવામાં અથાગ પ્રયત્ન છે સ કરેલો છે. તેમાં પણ અધ્યાત્મની દૃષ્ટિને વિકસાવતા અને વૈરાગ્ય રસની જ # પુષ્ટિ કરતા શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક શ્રીયોગદષ્ટિસમુચ્ચય અને તેને ૪ શ્રી યોગબિંદુ આ ચાર ગ્રંથો રચીને તો કમાલ જ કરી છે. આત્માથી છે જીવોનાં હૈયાં એવાં આકર્ષી લીધાં છે કે જે શબ્દોથી વર્ણવી શકાતાં નથી. કે. છે ગ્રંથો માથા ઉપર મૂકીને પૂજ્યભાવપૂર્વક હર્ષાવેશ સહિત આત્મા જાણે છે આનંદસભર નાચતો કુદતો જ હોય એવું લાગે. આવું અમૂલ્ય અમૃતપાન 6 કરાવવા બદલ જૈનશાસનનો ઊંડો સાર આપણા હૃદયમાં ઉતારવા બદલ છે. તેઓશ્રીને ભાવથી જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. લધુ હરિભદ્રસૂરીજીના ઉપનામથી પંકાયેલા પૂજ્ય STE, મિ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી તથા ગ્રંથકારશ્રીએ જ છે છિી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ છે આ આ ગ્રંથોની ટીકાઓ બનાવીને કંઇક અર્થો સ્લેટ ફર્યા છે ત્યારે જ વિઝ તો તે ગ્રંથોમાં આપણા જેવા અલ્પજ્ઞોનો કંઈક ચંચપ્રવેશ માત્ર 8 થઇ શક્યો છે. બાકી તો આ ગ્રંથો જાણવા અતિદુર્ગમ છે. તે જૈન સમાજના બધા જ ફિરકાઓમાં તથા જૈનેતર સમાજમાં પણ આ છે ગ્રંથો બહુ જ આદરમાનપૂર્વક ભણાય છે અને વંચાય છે. આઠ દૃષ્ટિઓ સ્વરૂપે શું આધ્યાત્મિક વિકાસ સમજાવવાનો ગ્રંથકારશ્રીનો આ અથાગ પુરુષાર્થ અતિશય * પ્રશંસનીય અને અનુમોદનીય છે. અમેરિકા કેનેડા જેવા વિદેશોમાં પણ ઘણા આત્માઓ આ ગ્રંથોનું અધ્યયન કરે છે. છેલ્લા થોડાક વર્ષોમાં આ યોગના ગ્રંથો ઉપર વર્તમાન સાધુસંત મહાત્માઓએ પણ જુદી જુદી સુંદરશૈલીથી વિવેચનો કે લખ્યાં છે અને સારી રીતે પ્રકાશિત કરીને યોગનું તત્ત્વ જગતના જીવોને સમજાવવા દ્વારા જૈનશાસનની અનુપમ સેવાભક્તિ કરી છે. અમે અમારા ક્ષયોપશમ મુજબ અને સાધુમહાત્માઓના પરિચય » અનુસાર શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક અને શ્રીયોગદૃષ્ટિસમુચ્ચય એમ યોગસંબંધી આ ત્રણ ગ્રંથોના અભ્યાસની દૃષ્ટિને પુરેપુરી ધ્યાનમાં રાખીને વિવેચનો લખ્યાં છે. આ ત્રણે ગ્રંથોની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી છે. યોગદષ્ટિ સમુચ્ચય તો એટલો બધો લોકભોગ્ય બન્યો છે કે જે અમારી પણ કલ્પના બહાર છે. આત્માર્થી મુમુક્ષુ જીવોને ખાસ વિનંતિ છે કે આવા ગ્રંથોનું વાંચન મનન અને શ્રવણ સદાય કરવા જેવું છે. મનની પરિણતિને નિર્મળ $ બનાવવામાં આવા ગ્રંથો મહા ઉપકાર કરનારા બને છે. આ ગ્રંથોના વિવેચનોમાં છદ્મસ્થતાના કારણે તથા અનુપયોગિતાના છે છે કારણે જે કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તેની શ્રી ચતુર્વિધ સંઘ અમને ક્ષમા આપજો. અને તે ભૂલ સત્વરે અમને જણાવશો એવી વિનંતિ છે. શ્રી યોગવિંશિકા શ્રી યોગશતક અને શ્રી યોગદષ્ટિસમુચ્ચયની બીજી છે છે આવૃત્તિ અત્યારે ઉપલબ્ધ છે. જીડ એજ લિ. ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા 9 અડાજણ પાટીયા, સુરત-૯ (INDIA) ફોન : (૦૨૬૧) ૬૮૮૯૪૩ જીરૂ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિની પ્રસ્તાવના બા સંસારમાં અનંતાનંત જીવો છે. તે સર્વે જીવોનું સાધ્ય સુખ છે ને સાધન સુખના ઉપાયો છે. સુખ બે પ્રકારનું છે એટલે સુખના ઉપાયો પણ બે પ્રકારના છે. એક સુખ પાંચ ઇન્દ્રિયોના ભોગોનું સુખ કે જેને કામસુખ કહેવાય છે. તેના ઉપાયો રૂપે પ્રધાનપણે અર્થ અને સ્ત્રી આદિ છે. અને બીજું સુખ છે આત્માના ગુણોનું સુખ, કે જેને મોક્ષસુખ કહેવાય છે. તેના ઉપાયો રૂપે પ્રધાનપણે રત્નત્રયીની આરાધના સ્વરૂપ ધર્મ છે. આ રીતે કામસુખ અને મોક્ષસુખ એમ બે પ્રકારનાં સુખો જુદા જુદા જીવોને આશ્રયી સાધ્ય છે અને અર્થપ્રાપ્તિનો પુરુષાર્થ તથા ધર્મપ્રાપ્તિનો પુરુષાર્થ એ બન્ને સાધન રૂપ છે. સુખ બે પ્રકારનાં છે એટલે તે સુખના અર્થી જીવો પણ બે પ્રકારના છે. કામસુખના અર્થી જીવોને ભવાભિનંદી અર્થાત્ ભોગી જીવો કહેવાય છે. આવા જીવો કામસુખના ઉપાયભૂત એવા અર્થ-સ્ત્રી આદિમાં પ્રવર્તે છે. અને મુક્તિસુખના અર્થી જીવોને મુમુક્ષુસાધક અર્થાત્ યોગીજીવો કહેવાય છે. આવા જીવો મોક્ષસુખના ઉપાયભૂત એવા ધર્મકાર્યાદિ સાધનામાં વર્તે છે. ઉપરની વાતનું સામાન્ય ચિત્ર આ પ્રમાણે છે. | જીવન | સાધના | (૧) ભવાભિનંદીજીવો | અર્થ-સ્ત્રી આદિમાં પ્રવર્તે | કામસુખ (ભોગી જીવો) - સાધ્ય (૨) મુમુક્ષજીવો (યોગીજીવો) સાધકજીવો | ધર્મકાર્યાદિ સાધનામાં પ્રવર્તે મોક્ષસુખ સર્વે સંસારી જીવો ઉપર મોહરાજાનું પ્રાબલ્ય અનાદિકાળથી છે જ. તેના કારણે કામસુખની આસક્તિ અને તેના ઉપાયભૂત અર્થોપાર્જન અને સ્ત્રી આદિના વ્યવહારોની પ્રવૃત્તિ સહજપણે સવિશેષ હોય છે. આ પ્રવૃત્તિ અને પરિણતિ કોઇને પણ સમજાવવી પડતી નથી. જેમ જેમ વય:પરિપકવતા થતી જાય છે. અને જ્ઞાનસંજ્ઞા વધતી જાય છે. તેમ તેમ અનાયાસે કામસુખના ઉપાયોમાં પ્રવૃત્તિ અને કામસુખની પરિણતિ આવતી જ જાય છે. અને વધતી જ જાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૬ પરંતુ મોક્ષના સુખ ઉપર અને તે તરફના લક્ષ્ય ઉપર સહજપણે દ્વેષભાવ જ વર્તે છે. તેથી નથી તો આ સુખ તરફ પ્રીતિ, રુચિ, કે સદ્ભાવ તથા આ તરફની કોઇપણ જાતની નથી ગમતી વાર્તા કરવી કે સાંભળવી. તો તેના ઉપાયો તરફની પ્રવૃત્તિની વાત કરવાની તો રહેતીજ નથી. તે માટે જીવોને આ સુખ તરફનો દ્વેષ ઘટાડવા, પ્રીતિ સંપાદન કરાવવા ઉપદેશ આપવો જ પડે છે. ઉપદેશ આપવા છતાં પણ ફળ આવે કે ન પણ આવે, પરંતુ ફળ પ્રાપ્તિની સંભાવનાથી ઉપદેશ આપવો અનિવાર્ય જ બને છે. કામસુખો ક્ષણિક છે. નાશવંત છે. પરાધીન છે. મોહ ઉત્પાદક છે. વિકારકારક છે. બહુ બહુ ઉપાધિઓથી ઘેરાયેલાં છે. નરક-નિગોદના ભવો અપાવનારાં છે. દારુણ વિપાકોદયવાળાં છે. તથા અનેકજાતની લાચારી અને દીનતાવાળાં છે. જ્યારે મોક્ષનું સુખ સ્થિર રહેનારૂં છે. નિત્ય છે, સ્વાધીન છે. મોહરહિત છે. નિર્વિકારી ભાવવાળું છે. નિરુપાધિક છે. ભવાન્તર જ ન કરવો પડે તેવું છે. શુદ્ધસ્વભાવની ૨મણતાવાળું છે. તેથી પરોપકાર પરાયણ પરમર્ષિઓએ સર્વે જીવોના હિત માટે મુક્તિના સુખનો ઉપદેશ વર્ણવ્યો છે. અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોએ આપેલી ધર્મદેશનાના આધારે ગણધરભગવન્તોએ દ્વાદશાંગી રચી. પરંતુ તેટલા સૂક્ષ્મ ભાવો જાણવાને અને સમજવાને અસમર્થ તથા અનધિકારી જીવોના ઉપકાર માટે ત્યાર પછીના મહાશ્રુતધર મહાત્માઓએ પ્રાકરણિક અનેક ગ્રંથો બનાવ્યા છે. તેવા ગ્રંથો બનાવનારાઓમાં યાકિની મહત્તરાસૂનુ એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા, ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા, તાર્કિક શિરોમણિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના નામથી આ જગતમાં કોણ અજાણ હશે ! જેઓ જાતે બ્રાહ્મણ હતા, રાજપુરોહિત હતા, ભૂતકાળમાં જૈનધર્મના કટ્ટરદ્વેષી હતા, પરંતુ યાકિની નામનાં સાધ્વીજી મહારાજશ્રી તથા સાધ્વીજી મ.શ્રીના ગુરુ એવા આચાર્ય મહારાજશ્રી જિનદત્તસૂરિજી દ્વારા વિચારધારા બદલાઇ, જૈન શાસન પામ્યા. દીક્ષિત બન્યા અને કાલક્રમે મહાસમર્થ આચાર્ય અને જૈનશાસનના પ્રભાવક પુરુષ થયા. આ મહર્ષિએ એટલું બધું વિપુલ સાહિત્યસર્જન કર્યું છે અને તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કથાનુયોગ ઇત્યાદિ એટલા બધા વિષયો ઉપર સૂક્ષ્મ ચિંતન મનન- પૂર્વકનું આબાલ-વિદ્વદભોગ્ય અને પંડિતોની પર્ષદાને પણ પ્રેરણા તથા ચમત્કાર કરે તેવું શાસ્ત્રસર્જન કર્યું છે. જે જોતાં સેંકડો વખત તન-મન ઝૂકી જાય એવું છે. આવી ઉત્તમ સાહિત્યરચનામાં મુક્તિસુખના અર્થી જીવોના ઉપકાર માટે મુક્તિસુખની પ્રાપ્તિના પ્રાણભૂત-મૂલાધાર સ્વરૂપ અધ્યાત્મગ્રંથોની રચનામાં યોગવિષયને સમજાવવાનું કામ આ મહિર્ષએ જેવું કર્યું છે. તેવું કામ અન્યવ્યક્તિએ કોઇએ કર્યું હોય એવું જાણવા Page #10 -------------------------------------------------------------------------- ________________ મળ્યું નથી. આ આત્માને “મોક્ષની સાથે જોડે તે યોગ” એવી વ્યાખ્યા લખીને યોગના નિરૂપણ માટે બનાવેલા તેઓશ્રીના ગ્રંથોમાં “શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય” નામના ગ્રંથનું યશોગાન અને મૂલ્યાંકન અધિકાધિક સર્વત્ર જોવા અને સાંભળવા મળે છે. શ્રી યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિન્દુ અનુક્રમે ૨૦, ૧૦૦, ૨૨૮ અને પર૭ ગાથાના યોગવિષયક ચાર ગ્રંથો બનાવ્યા છે. પ્રથમના બેનું વિવેચન પ્રકાશિત કરીને આ ત્રીજા ગ્રંથનું વિવેચન પ્રકાશિત કરાય છે. અનાદિકાળથી આ જીવ મોહની પારતંત્રતાના કારણે કામસુખનો જ અર્થી હતો અને તેના કારણે કામસુખના ઉપાયભૂત અર્થ (ધન) અને સ્ત્રી આદિની પ્રાપ્તિમાં રસિક હતો. તે તરફ જ સુખ-બુદ્ધિ હોવાથી તેની પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં સદા શોક છે. આ સર્વે “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. ભવાભિનંદી જીવોમાં આ દૃષ્ટિની જ પ્રધાનતા હોય છે. જ્યારે આ જીવ ચરમાવર્તમાં આવે છે. અને તથાભવ્યત્વનો કંઈક પરિપાક થાય છે. ત્યારે તે જીવમાં ઉત્તમ ગુરુ આદિના યોગે મોહની તીવ્રતા કંઈક મન્દ થાય છે. ધર્મતત્ત્વ ઉપર જે દ્વેષ હતો તે મોળો પડતાં મુક્તિ તરફ અષમાર્ગ આવે છે. “આત્મા” જેવું શરીરમાં એક ભિન્નતત્ત્વ છે. ઇત્યાદિ માર્ગ સમજાય છે. અને તે તરફ પ્રવર્તવાની ઇચ્છા થાય છે. આવી જે દૃષ્ટિ બદલાઈ તેને “યોગની દૃષ્ટિ” કહેવાય છે. મુક્તિ તરફની ભાવના જેમ જેમ વધતી જાય છે. તેમ તેમ આ દૃષ્ટિ તીવ્ર બને છે. તેના શાસ્ત્રકાર મહર્ષિએ આઠ ભાગ પાડ્યા છે. જે આઠ દૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન આ ગ્રંથમાં છે. આ કારણથી જ આ ગ્રંથનું નામ “શ્રી યોગદષ્ટિ સમુચ્ચય” રાખવામાં આવ્યું છે. (૧) મિત્રાદષ્ટિ આત્માને મિત્રની જેમ હિત-કલ્યાણ તરફ જે દોરે તે મિત્રાદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં મુક્તિ પ્રત્યે અદ્વેષભાવ પ્રવર્તે છે. ગાઢ અંધકારમાં જેમ અલ્પ પ્રકાશ પણ માર્ગદર્શક થાય તેમ આત્મહિત માટેનો અલ્પ બોધ કે જે તૃણના અગ્નિના પ્રકાશ સમાન છે. તે પ્રવર્તે છે. હિંસા-જુઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહસ્વરૂપ પાંચ પ્રકારના પાપના દેશથી અથવા સર્વથી ત્યાગ સ્વરૂપ પાંચ યમધર્માત્મક પ્રથમ યોગ અંગ પ્રવર્તે છે. તથા ધર્મક્રિયા કરવામાં ખેદ દોષ દૂર થાય છે. આ દૃષ્ટિ આવતાં જ આ જીવનું ચિત્ત પરમાત્મા પ્રત્યે બહુમાનવાળું સંશુદ્ધ કુશળ બને છે. ભાવવાહી સ્તુતિઓ દ્વારા વચનથી નમસ્કાર કરે છે. કાયાથી શુદ્ધ પ્રણામ કરે છે. સહજપણે જ ભવ તરફ ઉદ્વેગ પ્રવર્તે છે. આ બંધનોમાંથી ક્યારે છુટું ? દ્રવ્યથી નાના-મોટા અભિગ્રહો ધારણ કરી વ્રતપાલન તરફ આગળ વધે છે. શાસ્ત્ર પ્રત્યે હાર્દિક પ્રેમ અને તેનું વધારે પ્રસારણ કરે છે. દુઃખી જીવો ઉપર કરુણાભાવ, મહાત્માઓ પ્રત્યે અષ, સર્વત્ર ઉચિતાચરણનું સેવન, ક્રમશઃ યોગાવંચક, Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવંચક અને ફલાવંચકભાવની પ્રાપ્તિ, આવા પ્રકારના ઉત્તમ-ઉત્તમ ભાવો પ્રથમદષ્ટિમાં આવે છે. જેનું વર્ણન ગાથા ૧થી૪૦માં કરવામાં આવ્યું છે. (૨) આ પ્રમાણે તારાદષ્ટિનું વર્ણન ગાથા ૪૧ થી ૪૮માં છે. (૩) ત્રીજી બલાદૃષ્ટિનું વર્ણન ગાથા ૪૯ થી પ૬માં છે. (૪) ચોથી દીપ્રાદષ્ટિનું વર્ણન ગાથા ૫૭ થી ૧૫૩માં છે. (૫) પાંચમી સ્થિરાદષ્ટિનું વર્ણન ગાથા ૧૫૪ થી ૧૬ ૧માં છે. (૬) છઠ્ઠી કાન્તાદૃષ્ટિનું વર્ણન ગાથા ૧૬૨ થી ૧૬૯માં છે. (૭) સાતમી પ્રભાષ્ટિનું વર્ણન ગાથા ૧૭૦ થી ૧૭૭માં છે. (૮) આઠમી પરાષ્ટિનું વર્ણન ગાથા ૧૭૮ થી ૨૨૮માં છે. એકેક દૃષ્ટિનું વર્ણન ત્યાં સવિસ્તરપણે લખેલું જ હોવાથી અહીં પ્રસ્તાવનામાં તેનો વિસ્તાર કરતા નથી. આ વર્ણન એટલું બધું રસપ્રદ અને અધ્યાત્મદષ્ટિપ્રેરક છે કે જે કોઇ વાંચશે તે પુસ્તક પૂર્ણ કર્યા વિના મૂકશે જ નહીં એ વાત નિર્વિવાદ છે. આ આત્માને સંવેગ-નિર્વેદયુક્ત પરિણતિ પ્રાપ્ત કરવામાં આ ગ્રંથ અનુપમ સાધન છે. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સમ્યકત્વ પ્રાપ્ત થવાથી ચોથું ગુણઠાણું આવે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં દેશવિરતિ અને સર્વવિરતિધર્મ આવે છે. સાતમી પ્રભા દૃષ્ટિમાં ક્ષપકશ્રેણી, ૮થી ૧૨ ગુણસ્થાનક, અને સામર્થ્યયોગનો પ્રથમભેદ ધર્મસત્યાસયોગ પ્રાપ્ત થાય છે. અને આઠમી પરાદષ્ટિમાં સામર્થ્યયોગનો બીજો ભેદ “યોગસન્યાસ” પ્રાપ્ત થાય છે અને સર્વજ્ઞકેવલી અવસ્થા તથા અયોગી ગુણસ્થાનક આવે છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આ યોગના ગ્રંથોમાં આત્મસાધનાનો જે સુંદર માર્ગ બતાવ્યો છે. તથા આત્માની પરિણતિને નિર્મળ કરવાનો સર્વોત્તમ ઉપાય બતાવ્યો છે તે સર્વે સાધક-અધ્યાત્મી-મુમુક્ષુ આત્માઓએ વાંચવા યોગ્ય છે અને ભણવા યોગ્ય છે. આ ગ્રંથમાં યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચકનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રોગી અને નિષ્પન્નયોગીનું સ્વરૂપ સમજાવ્યું છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, અને સામર્થ્યયોગનું સ્વરૂપ સમજાવ્યું છે. આ ગ્રંથ ભણવાના અધિકારી અને અનધિકારીનું વર્ણન પણ કરેલ છે. ભવાભિનંદી જીવનું, દીક્ષાના અધિકારી જીવનું પણ વર્ણન છે. એકાન્ત ક્ષણિકવાદ અને એકાન્તનિત્યવાદનું માર્મિક ભાષામાં નિરસન કરેલ છે. તથા ૧ થી૪ દૃષ્ટિઓ ચરમાવર્તના કાળમાં મિથ્યાત્વ ગુણઠાણે આવે છે. પરંતુ તેમાં મિથ્યાત્વ મંદ-મંદ થતું જાય છે. જેથી મિથ્યાત્વ અવસ્થામાં વાસ્તવિક ગુણસ્થાનકતા ચોથી દૃષ્ટિ કાળે જ સંભવે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અ યોગદષ્ટિસમુચ્ચય ઉપર પૂ. ગ્રન્થકર્તા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.શ્રીની જ બનાવેલી સ્વપજ્ઞ ટીકા છે. તથા ગુજરાતી વિવેચનોમાં... (૧) શ્રી દેવવિજયજી ગણિવર (કેશરસૂરીશ્વરજી મ. સા. વાળા)નું ભાષાન્તર છે. (૨) પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.નું વ્યાખ્યાનાત્મક શૈલીવાળું ભાષાન્તર છે. (૩) પૂ. યુગભૂષણવિજયજી મ. સા. (પંડિત મહારાજશ્રી)નું સા. શ્રી લલિતપ્રભાશ્રીજી મ.સાહેબે સંકલન કરેલું વિવેચન છે. (૪) હમણાં જ પ્રકાશિત થયેલું પૂ. આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. સાહેબે કરેલ ભાવાનુવાદવાળું વિવેચન છે. (૫) પૂ. ગણિવર્ય શ્રીમુક્તિદર્શનવિજયજી મ. સા. દ્વારા લખાયેલા “આઠદષ્ટિનાં અજવાળાં ભાગ-૩, તથા... (૬) પંડિતજી શ્રી ડૉ. ભગવાનદાસ મનસુખલાલજીએ કરેલું અતિશય વિસ્તૃત વિવેચન છે. આ વિવેચન કરનારાઓએ જુદી-જુદી શૈલીથી વિવેચન કર્યું છે. અધ્યયન કરનારા જીવોને મૂળગાથા તથા સ્વપજ્ઞટીકાનાં પદો સરળ રીતે બેસે, તેમાંના પદાર્થો અધ્યયનના અર્થી જીવો બરાબર સમજી શકે અને બીજાને સમજાવી શકે તેવા પ્રકારનું લક્ષ્ય રાખીને “પાઠ્યપુસ્તક” રૂપે મેં આ ભાવાનુવાદ તૈયાર કર્યો છે. ગ્રંથકારશ્રીના આશયને અને ટીકાનાં પદોને સ્પષ્ટ કરવા પુરતું જરૂરી જ વિવેચન કર્યું છે. તથા વિષયાન્તર ન થઈ જાય તેની યથાયોગ્ય કાળજી રાખી છે. ગ્રંથકર્તા પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સાહેબના જીવન વિષેની ઘણી ઘણી વાતો પૂર્વે પ્રકાશિત કરેલા “યોગશતક' નામના ગ્રંથની પ્રસ્તાવનામાં મેં આપેલી છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. તેઓનું વધારે જીવનચરિત્ર “પ્રભાવક ચરિત્ર”માંથી જાણી લેવા વિનંતિ છે. આ ગ્રંથનું વિવેચન લખવામાં ઘણા મુનિ ભગવન્તોની તથા પાઠશાળામાં ભણતાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીઓની બહુ પ્રેરણા કારણભૂત છે. તથા વિદેશમાં વસતા ભાઈઓની પણ સતત પ્રેરણાથી આ કાર્ય કરવાનું મેં સાહસ કર્યું છે. દેવ-ગુરુ-ધર્મની કૃપાથી તથા શ્રી સરસ્વતીદેવીની અમીદ્રષ્ટિથી આ કાર્ય ત્રણ વર્ષે નિર્વિઘ્ન પૂર્ણ થયેલ છે. આ ગ્રંથ ઘણો જ ગહન છે. ગંભીર છે. સૂક્ષ્મ અર્થ યુક્ત છે. તેથી ઘણો ઘણો ઉપયોગ રાખવા છતાં ભૂલો થવાનો સંભવ છે. તેથી લખેલું લગભગ બધું જ મેટર મેં પૂજ્ય આચાર્યદેવ શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીને, તથા પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સાહેબને વંચાવેલ છે. તેઓશ્રી શાસનનાં નાનાં-મોટાં અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મારા ઉપર Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બહુ લાગણીના કારણે તથા આ ગ્રંથ ઉપરના બહુપ્રેમના કારણે એકાન્તાવસ્થામાં જાણે બેઠા હોય તેમ સંપૂર્ણ ધ્યાન અને કાળજી રાખીને આ મેટર તે બન્ને મહાત્માઓએ વાંચી આપ્યું છે અને યથાસ્થાને અનેકવિધ સુધારા પણ સૂચવ્યા છે. તે બદલ હું તે બન્ને મહાત્મા પુરુષોનો ત્રિવિધ ઉપકાર માનું છું. સમય ન હોવા છતાં આ કામ માટે સમય ફાળવ્યો છે તે બદલ ઘણો જ તેઓશ્રીનો આભાર માનું છું. કોઇ કોઇ વિષયનાં ઘણાં ખરાં આ મેટરનાં પાનાં પૂ. આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન શ્રી રશ્મિરત્નવિજયજી મ. તથા તેઓશ્રીની પાસે અધ્યયન કરતા મુનિવર્ગે પણ તપાસ્યાં છે. અને કેટલાંક સૂચનો પણ કર્યાં છે. તથા ત્રિસ્તુતિક સંઘના આચાર્ય મહારાજશ્રી પૂ. જયન્તસેનસૂરીશ્વરજી મ.શ્રીએ પણ કેટલોક ભાગ તપાસી આપ્યો છે. આ સર્વે ઉપકારી મહાત્મા પુરુષોનો ઘણો જ આભાર માનું છું. આ સર્વે મહાત્માઓનાં સૂચનો ધ્યાનમાં રાખી આ ગ્રંથ તૈયાર કરેલ છે. પંડિતજી શ્રી છબીલદાસભાઇએ પણ હૃદયની પૂર્ણ લાગણીપૂર્વક વિવિધ સૂચનો કર્યાં છે. તે બદલ તેઓનો પણ હું ઋણી છું બહુ જ ઉપયોગ રાખીને આ વિવેચન લખ્યું છે. છતાં છદ્મસ્થતાના કારણે, પ્રમાદના કારણે, તથા અનુપયોગદશાના કારણે કંઇ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો તે બદલ સંઘ સમક્ષ ક્ષમા-યાચના માગું છું. તથા કોઇપણ ક્ષતિ જણાય તો તુરત જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. આ પુસ્તકના પ્રકાશનમાં સુંદર પ્રૂફરીડીંગ કરવા બદલ પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશીનો ઘણો જ આભાર માનું છું કે જેઓએ માત્ર પ્રૂફરીડીંગ જ કર્યું નથી. પરંતુ આ ગ્રંથનું વિવેચન જાણે તેઓએ પોતે જ લખ્યું છે એમ પોતાનું માનીને રાતદિવસનો સમય જોયા વિના અંતરની ઉર્મિથી આ કામ કર્યું છે. તથા વાકયરચના આદિના ઘણા ઘણા સુધારા સૂચવ્યા છે. તથા સુંદર છાપકામ, સુંદર બાઇન્ડીંગ અને સુંદર ટાઇપસેટીંગ કરવા બદલ “ભરત ગ્રાફિક્સ”નો પણ આભાર માનું છું. જેઓએ આટલું મોટું દળદાર પુસ્તક ટૂંક સમયમાં બીજાં કામો ગૌણ કરીને પણ તૈયાર કરી આપ્યું છે. આ ગ્રંથ અતિશય મનન-ચિંતન કરવાપૂર્વક વાંચવા જેવો છે વારંવાર વાગોળવા જેવો છે. શ્રી ચતુર્વિધ સંઘ તથા અન્ય આત્માર્થી-૫૨માર્થાભિલાષી જીવો આ ગ્રંથ પુનઃ પુનઃ વાંચે, ભણે અને સર્વે આત્માઓ આત્મકલ્યાણ પ્રાપ્ત કરે એજ આશા. સ્થાન : ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ (INDIA) ફોન : ૬૮૮ ૯૪૩. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #14 -------------------------------------------------------------------------- ________________ ( વિષયાનુક્રમણિકા | છે ને ? ૫૮ ૧૫ ૭) ८८ ૯૯ ૧૦૫ ૧૦૮ ૧૪) ૧૪૬ ૧પપ વિષય ગાથા નં. મંગલાચરણાદિ ૧-૨ ઇચ્છાયોગાદિનું વર્ણન ૩થી૮ સામર્થ્યયોગના બે ભેદનું વર્ણન ૯થી૧૨ આઠ દૃષ્ટિઓનાં નામ તથા અર્થો ૧૩-૧૪ ઉપમાપૂર્વક આઠ દૃષ્ટિઓ રૂપ બોધનું વર્ણન યોગાંગ, દોષ પરિહાર અને ગુણપ્રાપ્તિપૂર્વક આઠ દૃષ્ટિનું વર્ણન ૧૬ દષ્ટિ શબ્દનો અર્થ ૧૭-૧૮ પ્રતિપાતી-અપ્રતિપાતીપણે દૃષ્ટિઓનું વર્ણન, વચ્ચે થતો દેવભવ વિશ્રામ સમાન ૧૯-૨૦ મિત્રાદૃષ્ટિનું વર્ણન ૨૧ યોગબીજનું વર્ણન ૨૨થી ૨૮ યોગબીજથી થતા લાભો ૨૯થી૩૧ ચરમાવર્તનું વર્ણન ૩૨-૩૩ ત્રણ અવંચક યોગનું વર્ણન, ચરમયથાપ્રવૃત્તકરણ વગેરેનું વર્ણન ૩૪થી૪૦ તારાષ્ટિનું વર્ણન, તેમાં પ્રાપ્ત થતા યોગાગાદિનું તથા બીજા ગુણોનું વર્ણન ૪૧થી ૪૮ બલાદષ્ટિનું વર્ણન તથા તેમાં આવતા યોગાંગ, ગુણ અને દોષહાનિનું વર્ણન ૪૯થીપ૬ દીપ્રાષ્ટિનું વર્ણન તથા તેમાં આવતા યોગાંગ, ગુણો અને દોષ-હાનિનું વર્ણન ૫૭થી ૬૦ તત્ત્વશ્રવણગુણનું તથા તેના ફળનું વર્ણન ૬૧થી૬૩ ગુરુની ભક્તિનો તથા સમાપત્તિનો અર્થ ૬૪ સૂક્ષ્મબોધનું લક્ષણ તથા દીપ્રામાં તેનો અભાવ ૬૫થી૬૯ સ્થિરાદિ દષ્ટિમાં આવનારા વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી પાપમાં તHલોહપદન્યાસવત્ પ્રવૃત્તિ ૭૦થી૭૧ અવેદ્યસંવેદ્યપદ એ વાસ્તવિક પદ જ નથી ૭૨ વિદ્યસંવેદ્ય પદનો અર્થ ૭૩થી૭૪ અવેદ્યસંવેદ્યપદનો અર્થ ભવાભિનંદી જીવનું લક્ષણ ૭૬ ભવાભિનંદી જીવનું અશુભ પરિણામના કારણે અનુચિત જીવનનું વર્ણન ૭૭થી૮૪ ૧૭૪ ૨૦૧ ૨૨૧ ૨૩૧ ૨૩૮ ૨૪૧ ૨૫૪ ર૬૨ ૨૬૩ ૭૫ ૨૭૦ ૨૭૪ ૨૭૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય અવેદ્યસંવેદ્યપદ જીતવાનો ઉપદેશ અવેદ્યસંવેદ્યપદ જીતાવાથી થતા લાભો કુતર્કનું વર્ણન અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન આગમથી જ થાય ઉત્તમતત્ત્વની પ્રાપ્તિ આગમ, અનુમાન અને યોગાભ્યાસના રસથી થાય ૧૨ સર્વે સર્વજ્ઞો સર્વજ્ઞપણાથી એકજ છે. તેની ચર્ચા સર્વ સર્વજ્ઞો એક સરખા સમાન છે તેનું શાસ્ત્રગર્ભિતયુક્તિથી વર્ણન ઇષ્ટાપૂર્ણાદિકાર્યોના અર્થ તથા વર્ણન બુદ્ધિ, જ્ઞાન, અને અસંમોહ એમ ત્રિવિધ બોધનું વર્ણન સદનુષ્ઠાનનનું લક્ષણ ત્રિવિધ બોધ પૂર્વક કરાયેલાં અનુષ્ઠાનોના ફળનું વર્ણન મુમુક્ષુ યોગીઓનું લક્ષણ મુક્તિનો માર્ગ એક છે. મુક્તિ પણ એક છે. સર્વે સર્વજ્ઞો નામભેદ હોવા છતાં એક-સમાન છે. તેનું વર્ણન સર્વે સર્વજ્ઞોના સિદ્ધાન્તમાં ભેદ નથી. પરંતુ વિનેયાનુગુણ્યતાદિ કારણોથી દેશના ભેદ હોય છે. સર્વજ્ઞોની દેશનાનો વિરોધ કરવો તે ઉચિત નથી. અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન યોગિજ્ઞાનથી થાય છે. - પરંતુ અનુમાનાદિથી થતું નથી. મુમુક્ષુ જીવોએ શુષ્ક તર્કને ત્યજીને મહાત્માઓના માર્ગને જ અનુસરવું જોઇએ મહાત્મા પુરુષોના માર્ગનું વર્ણન સ્થિરાદષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતાં યોગાંગ, ગુણ અને દોષહાનિ ઇત્યાદિ ભાવોનું વર્ણન કાન્તાદૃષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષ હાનિ ઇત્યાદિ ભાવોનું વર્ણન પ્રભા દૃષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષહાનિનું વર્ણન અસંગાનુષ્ઠાનનું વર્ણન અસંગાનુષ્ઠાનનાં દર્શનભેદે નામ ભેદ તથા તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો આવશ્યક ગાથા નં. ૮૫ ૮૬ ૮૭થી૯૮ ૯૯થી૧૦૦ ૧૦૧ ૧૦૨થી૧૦૯ ૧૧૦થી૧૧૪ ૧૧૫થી૧૧૮ ૧૧૯થી૧૨૨ ૧૨૩ ૧૨૪થી૧૨૬ ૧૨૭ ૧૨૮થી૧૩૩ ૧૩૪થી૧૩૮ ૧૩૯થી૧૪૩ ૧૪૪થી૧૪૬ ૧૪૭થી૧૪૯ ૧૫૦થી૧૫૩ ૧૫૪થી૧૬૧ ૧૬૨થી૧૬૯ ૧૭૦થી૧૭૪ ૧૭૫ ૧૭૬થી૧૭૭ પૃષ્ઠ ૨૯૯ ૩૦૫ ૩૧૧ ૩૪૪ ૩૪૯ ૩૫૨ ૩૬૭ ૩૭૩ ૩૭૮ ૩૮૪ ૩૮૭ ૩૯૫ ૩૯૭ ૪૦૭ ૪૨૨ ૪૨૯ ૪૩૫ ૪૩૯ ૪૫૦ ૪૭૨ ૪૮૩ ૪૯૦ ૪૯૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિષય ગાથા નં. પૃષ્ઠ પરાષ્ટિનું વર્ણન તથા તેમાં પ્રાપ્ત થતા યોગાંગ, ગુણપ્રાપ્તિ અને દોષહાનિનું વર્ણન તથા પરાષ્ટિમાં વર્તતા જીવનું સ્વરૂપ ૧૭૮થી૧૮૬ ૪૯૬ મુક્તગત આત્મા કેવો હોય તેનું વ્યાધિમુક્તના ઉદાહરણથી વર્ણન ૧૮૭થી૧૮૯ ૫૧૦ દોષવાન્ આત્મા જ દોષવિગમથી નિર્દોષ બને છે. તેનું વર્ણન ૧૯૦થી૧૯૧ ૫૧૮ સ્વ-આત્માનું ભાવ હોવા પણું તે જ આત્માની સત્તા છે. એમ માનવું જ ઉચિત છે. ૧૯૨થી૧૯૩ ૫૨૧ अन्यथा भवतिनी म स एव न भवति से પણ વિરુદ્ધ જ છે. એમ કહીને જુદી જુદી યુક્તિઓથી એકાક્ષણિકવાદનું ખંડન ૧૯૪થી૧૯૭ પ૨૫ એકાન્તનિત્યપક્ષમાં સંસારી અને મુક્ત એમ બે અવસ્થાનો અસંભવ ૧૯૮થી૨૦૩ ૫૩૪ જેમ વ્યાધિયુક્ત જીવ જ સદુપાયોથી વ્યાધિમુક્ત બને છે. તેમ ભવરોગી આત્મા જ મુક્ત બને છે. ૨૦૪થી ૨૦૬ ૫૪૨ અનેક યોગગ્રન્થોમાંથી આ ગ્રન્થનું ઉદ્ધરણ ૨૦૭ પ૪૬ કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગી જ આ ગ્રંથના અધિકારી છે. પરંતુ શેષ નહીં ૨૦૮થી૨૦૯ ૫૫૦ કુલ યોગીનું વર્ણન ૨૧થી ૨૧૧ ૫૫૨ પ્રવૃત્તચક્રોગીનું વર્ણન ૨૧૨ કેવા જીવો આ યોગના પ્રયોગ માટે અધિકારી છે? ૨૧૩ પ૬૧ પાંચ યમ તથા તેના ઇચ્છાદિ ચાર ભેદો ૨૧૪ પ૬૨ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર યમનું વર્ણન ૨૧પથી ૨૧૮ પ૬૪ ત્રણ પ્રકારના અવંચક ભાવોનું વર્ણન ૨૧૯થી ૨૨૧ પ૬૯ આ ગ્રંથથી કુલયોગી આદિ પરને થતા ઉપકારનું વર્ણન ૨૨૨ પ૭૪ તાત્વિકપક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયામાં તફાવત કેટલો? તેનું વર્ણન ૨૨૩થી ૨૪ પ૭૬ યોગ્ય આત્માને આ ગ્રન્થના શ્રવણની વિનંતિ કરવી ન પડે ૨૨૫ ૫૭૯ અયોગ્ય આત્માને આ ગ્રંથ ન આપવો, એવો ઉપદેશ ૨૨૬થી ૨૨૭ ૫૮૧ યોગ્ય આત્માને વિધિપૂર્વક આ ગ્રંથ અવશ્ય ભણાવવો ૨૨૮ ૫૮૫ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. વિરચિત આઠદષ્ટિની સઝાય - ૫૮૮-૫૯૨ ૫૫૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધનાનું ત્રીજું પરિમાણ ઊપસાવી આપતો ગ્રંથ : યોગદૃષ્ટિ સમુચ્ચય વર્ષો પહેલાંની એક ઘટના છે. દેખાવમાં સાવ નાની, પણ સંવેદનાના તારને રણઝણાવી મૂકે તેવી ઘટના. પાંજરાપોળ (અમદાવાદ)નો ઉપાશ્રય છે. સાંજ ઢળી ચૂકી છે. રાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. પ્રતિક્રમણની વેળા પણ થઈ ગઈ છે. એવે ટાણે, બે વ્યક્તિઓ પ્રતિક્રમણ કરી રહી છે. એક પરમ પૂજ્ય પરમદયાળુ સંઘનાયક આચાર્યભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, અને બીજો આ લખનાર, પડાવશ્યકની કરણી સમાપ્ત થઈ. પરમાત્મ-સ્તવન આદિ પણ થયું. સઝાયનો અવસર આવ્યો. આદેશ માંગીને સઝાય ગાવાની શરૂ કરી. તારા'દૃષ્ટિની એ સજ્જાય હતી. “મન મોહન મેરેની દેશી હતી. તે જ દિવસે કઠે કરેલી. પૂજ્યશ્રીને નવી નવી ઢાળો બોલાય તે બહુ ગમતું, એટલે સઝાય સંભળાવવાનો હરખ પણ હતો. બોલ્યો. ના, ગાઈ. દસેક મિનિટે પૂરી થઈ. ટેવ એવી કે આંખો બંધ કરીને જ ગાઉં. પરિણામે આજુબાજુમાં તે પળોએ શું થાય છે તેની ખબર ન પડે. સઝાય પૂર્ણ થતાં જ આંખો ખોલી. પૂજયશ્રી આગળનો આદેશ માગે તેની પ્રતીક્ષા કરવા માંડી. પળો વહેવા લાગી. પણ તેમણે આદેશ ન માગ્યો. કદી પળનોયે વિલંબ ન થાય, તેને બદલે અનેક પળો વહી ગઇ ! પળભર થયું કે સાહેબજી ઢાળના ચિંતનમાં ગરકાવ થયા લાગે છે. લાવ, યાદી આપું. પણ કંઈ બોલું ત્યાં તો એકાએક એક ડૂસકું સંભળાયું. હું તો સ્તબ્ધ ! ધારીને જોયું તો તેઓશ્રીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. કશી જ સમજ ન પડી. પૂછવાની હિંમત ન ચાલે. કાંઈ ભૂલ મેં કરી હશે! પૂજ્યશ્રીને દૂભવ્યા હશે ! તેવી દહેશતે હૈયું ફફડી ઊઠ્યું. પણ બોલ્યા વિના હવે ચાલે પણ કેમ ! હતી એટલી હિંમત ભેગી કરીને ખૂબ જ વિનયભર્યા સ્વરે પૂછ્યું: સાહેબજી! શું થયું ! અસ્વસ્થતા થઈ છે ! એ સાથે જ ચશ્મા ઊતારી, આંખો લૂછી, પૂજ્યશ્રી બોલ્યા. એ જે બોલ્યા, તે મારા માટે તે ભવનું ભાતું બની રહ્યું છે. તેમણે ફરમાવ્યું: “આ ઢાળમાં ઉપાધ્યાયજી મહારાજે કેવી સરસ વાતો કહી છે ! તારા દૃષ્ટિમાં વર્તતા જીવનું સ્વરૂપ કેવું હોય તે આમાં બતાવ્યું છે. એને સમક્તિ પ્રાપ્ત થયું નથી, ને તે પહેલાં એની સ્થિતિ કેવી હોય ! તો એ “અનુચિત તે નવિ આચરે, વાળ્યો વળે જિમ હેમ.” Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અને હવે આપણી સ્થિતિ જોઇએ. આપણે છઠ્ઠા અને ચોથા ગુણઠાણે હોવાનું માનીને ચાલીએ ભલે. પણ આ ‘તારાદૃષ્ટિ'ની ભૂમિકા પણ આપણા ચિત્તે પ્રાપ્ત કરી છે ખરી! અને આટલું યે આપણામાં ન હોય તો પછી આપણે ચોથા અને છટ્ઠા ગુણઠાણાનો દાવો કેવી રીતે કરી શકીએ! આ તું ઢાળ બોલતો હતો, ત્યારે મને આ ચિંતન ચાલતું હતું. તેથી આવું બની ગયું. ચાલો, આગળ ચાલીએ.'' હું દિગ્મૂઢ. શાસનના ધોરી મહાપુરુષનું હૃદય આટલું બધું કોમળ ! આવી મોટી વ્યક્તિ અને આ લઘુતા ! કેવું સ્વદોષચિંતન ! કેવી ઉદાત્ત પરિણતિ ! કેવી નિર્મળ ભદ્રિકતા ! આ પ્રસંગ તો પતી ગયો, પરંતુ એ પ્રસંગ મારા માટે તો એક અમીટ છાપ પાડી જનારી ઘટના જ બની રહ્યો. તે દહાડે પહેલીવાર મને ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ પરત્વે અકથ્ય અને અદમ્ય આકર્ષણ જાગ્યું. મને લાગ્યું કે એ ગ્રંથ માત્ર અધ્યયન માટેનો, પદાર્થોને જાણવા માટેનો, પદાર્થોના જ્ઞાન વડે બીજાને હતપ્રભ કરવા માટેનો ગ્રંથ નથી. એ ગ્રંથ તો પોતાના, પોતાની કક્ષાના અને સ્વરૂપના તાદેશ કે યથાતથ દર્શન કરાવનાર દર્પણ સમાન ગ્રંથ છે. મેં નક્કી કર્યું કે આ ગ્રંથ કંઠે કરીશ, વાંચીશ, સમજવા મહેનત કરીશ, અને આના પડછે જ જીવનને તથા તત્ત્વદર્શનને મૂલવતો રહીશ. (૨) વર્ષો પછી આ ગ્રંથ, તેની ટીકા, તેના અનુવાદ વગેરે વાંચવાનો યોગ તો અવશ્ય લાધ્યો. કંઠે કર્યો ને ભૂલાઇ પણ ગયો. અવસરે અવસરે તેના સંદર્ભોનો ઉપયોગ પણ થયા કરે. પરંતુ હજી સતત લાગ્યા કરે કે આ ગ્રંથના સ્થૂલ અર્થ વિવેચન સુધી જ હજી પહોંચાય છે, તેના આંતરિક મર્મો સુધી હજી આપણી પહોંચ નથી. આપણા સંઘના આ કાળના શ્રેષ્ઠ આત્મસાધક સંત મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજને મેં વિનંતિ કરેલી કે આ ગ્રંથ ઉપર આપ એક મર્મગામી વિવેચનગ્રંથ આપો. ત્યારે તેમણે જણાવેલું. ‘આ ગ્રંથના મર્મ સુધી પહોંચવાનું મારું ગજું નથી, માત્ર ભણી ગયા એટલે તેનું વિવેચન લખવું તે અનધિકારચેષ્ટા બની રહે.’ જો આવા યોગમાર્ગના પ્રવાસી પુરુષ પણ, આ રીતે, આ ગ્રંથને મૂલવતા હોય તો આપણે તો તેનું અનુસરણ જ કરવું કહ્યું. (૩) એક અત્યંત આનંદની ઘટના છે કે છેલ્લા શતકમાં આવા યોગ-ગ્રંથોનું અધ્યયન આપણા સંઘમાં વધતું જ ગયું છે. સૌ પ્રથમ આ ગ્રંથનું પ્રકાશન સૂરિસમ્રાટ્ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કરાવ્યું. પ્રકાશિત થતાં જ તે પ્રત્યે સૌને આકર્ષણ થયું અને તેનું વાંચન-અધ્યયન વધ્યું. એ પછી તો આ ગ્રંથ અનેક સ્થળેથી પ્રકાશન પામ્યો છે. તે પર અનેક વિવેચનો લખાયાં તથા છપાયાં છે. તે પર પ્રવચનો પણ થતાં આવ્યાં છે. અને જૈનદર્શનના સિદ્ધાંતોને તથા તત્ત્વજ્ઞાનને સમજવા-સમજાવવા માટે આ ગ્રંથ એક નવું જ પરિમાણ પૂરું પાડે છે, જે આજે તો અનિવાર્ય બની ગયું છે. તત્ત્વદર્શનનો પાયો છે અનાગ્રહભાવ. જ્યાં આગ્રહ બંધાય છે, ત્યાં તત્ત્વદર્શન નથી હોતું, ત્યાં હોય છે માત્ર ઓઘદર્શન. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે “દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફેરેરે,' તેનું તાત્પર્ય પણ આ જ જણાય છે. જૈનદર્શન એ તત્ત્વદર્શન છે. કારણ કે તે અનાગ્રહભાવના પાયા ઉપર ઊભું છે. હરિભદ્રસૂરિ મહારાજે જૈનદર્શનની સર્વોચ્ચતા સ્થાપિત કરી છે, તે પણ તેના અનાગ્રહભાવને કેંદ્રમાં રાખીને જ. આગ્રહ હોય ત્યાં અનેકાન્ત ન હોય. આગ્રહ બંધાય તો અન્યદર્શનો અને જૈનદર્શન વચ્ચે કોઇ તફાવત જ ન રહે. આગ્રહ હોય ત્યાં કુતર્ક અવશ્ય હોવાનો. કુતર્ક વળી વિતંડાનો પ્રણેતા બને. અને કુતર્ક તથા વિતંડા હોય ત્યાં તત્ત્વ શું સંભવે! એથી તદન ઊલટું, અનાગ્રહ-પૂત દર્શન હંમેશાં તર્ક શુદ્ધ હોવાનું. તર્ક તત્ત્વનો જનક બને. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે આ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કુતર્કનો છેદ ઉડાડીને તર્કની પ્રતિષ્ઠા કરી છે, પરંતુ તેથીયે ઉચ્ચાસને તેમણે “યોગ'ની સ્થાપના કરી છે. એકલું શાસ્ત્ર અને કેવળ તર્ક, તત્ત્વ સુધી પહોંચાડવા અસમર્થ છે, “યોગ ભળે ત્યારે જ પ્રજ્ઞાનો તત્ત્વ-પ્રવેશ થાય, આ તેઓની સ્થાપના છે, જે ખરે જ અનેકાન્તદૃષ્ટિની પરમ સૂક્ષ્મતા તરફ આપણને દોરી જાય છે. અલબત્ત, આમાં ખંડન-મંડનની વાતો સાવ નથી એવું તો નથી જ. પરંતુ તેનું લક્ષ્ય કોઇને ઊતારી પાડવાનું કે ખોટા પાડવાનું નથી, પણ તત્ત્વની મધ્યસ્થભાવયુક્ત પ્રતિષ્ઠાનું છે. અનેકાન્ત એ એકાન્તને ઉતારી ન પાડે, પરંતુ તેને અનેકાન્તમાં ફેરવી આપે. એ નીતિ અહીં પ્રયોજાઇ હોવાનું સમજાય છે. આ મુદ્દો સમજવા માટે ગ્રંથનું સમગ્રલક્ષી અવલોકન કરવું પડે અને કેટલાયે પદ્યો કે પદ્યાશોને નજર સમક્ષ રાખવા પડે. યોગદષ્ટિ સમુચ્ચય ઉપર અનેક ભાષા-વિવેચનો લખાયાં-છપાયાં છે. ડૉ. ભગવાનદાસ મહેતા, આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજી, આ. શ્રી ભુવનભાનુસૂરિજી, આ. શ્રી રાજશેખરસૂરિજી વગેરેએ પોતપોતાની રીતે આ ગ્રંથને વાગોળ્યો છે અને વિવરણો આપ્યાં છે. આ શૃંખલામાં આ એક નવું વિવેચન ઉમેરાય છે. આટલાં બધાં વિવેચનો ભાષામાં થવાં તે જ આ યોગગ્રંથ આપણે ત્યાં કેટલો આદેય અને આદરપાત્ર બની ગયો છે તેનો માપદંડ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ - ૧૭ . એક સુશ્લિષ્ટ, પૂર્વાપર શ્લોકોના તંતુને સરળ અને તર્કગમ્ય રીતે જોડી આપતા વિવેચનની મોટી ખોટ આપણે ત્યાં કાયમ વર્તાતી હતી. અમુક વિવેચન વધુ પડતાં અવતરણો તથા લાંબા લાંબા પ્રસ્તારને કારણે, તો અમુક વળી વ્યાખ્યાનાત્મક હોઇ સળંગ સૂત્રતાના અભાવે, અને અમુક વિવેચન વાજબી અર્થ ઘટનની ઊણપને કારણે અભ્યાસીઓ તથા તત્ત્વજિજ્ઞાસુઓ માટે ઝટ ઉપાદેય નહોતાં બનતાં. વળી, અમેરિકા વગેરે વિદેશોમાં તથા આપણા દેશમાં પણ ઘણા જિજ્ઞાસુ જીવો છે જેમને બાળભોગ્ય ભાષા-શૈલીમાં આ ગ્રંથના પદાર્થો સમજવામાં ઊંડો રસ હતો. તેવા આત્માઓને નજર સામે રાખી ૫. ધીરૂભાઈએ આ વિવેચન લખ્યું છે, જે ખપી આત્માઓને ખૂબ જ ઉપકારક બની રહે તેમ છે. શ્રાવક પંડિત ધીરૂભાઈ સૌમ્ય પ્રકૃતિ અને પદ્ધતિના જૈન વિદ્વાન છે. જૈનસંઘમાં જૂની ઘાટીના અથવા પરંપરાગત શૈલીના જે ગણ્યા-ગાંઠ્યા ચાર-પાંચ પંડિત શ્રાવકો બચ્યા છે, તેમાંના એક ધીરૂભાઈ છે. સંકડો સાધુ-સાધ્વીજીઓને તેમજ સેંકડો ગૃહસ્થોને તેમણે ગ્રંથો ભણાવ્યા છે, અને હજી પણ ભણાવે છે. શાંત અને સરળ પદ્ધતિએ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, મોટાં નિશ્ચય-વ્યવહારનાં સ્તવનો, ન્યાયવ્યાકરણના ગ્રંથો, કર્મસાહિત્ય વગેરે તે ભણાવે છે અને ભણનારા તેમનાથી વધુ શ્રદ્ધાળુ તથા શાસનસમર્પિત બને છે. મારા હિસાબે તેમના જીવનની આ મોટી ઉપલબ્ધિ ગણાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી પં. ધીરૂભાઇએ બે વિશેષ પ્રકલ્પો આરંભ્યા છે. એક, પરદેશના જૈનોને તત્ત્વજ્ઞાન ભણાવવું, અને બીજું વિવિધ ગ્રંથોનો સ્વાધ્યાય કરી તેના વિવેચનાત્મક અનુવાદો લખવા. એ આનંદની વાત છે કે આ બન્ને બાબતે તેઓને ધારી સફળતા પ્રાપ્ત થઈ છે. આપણે આશા રાખીએ હજી આવા અનેક અનુવાદો તેમની પાસેથી મળ્યા જ કરો. આ ગ્રંથ પરનું તેમનું મોટા ભાગનું વિવેચન જોવાની મને તક મળી છે. એ બહાને મારે ફરીવાર આ ગ્રંથનો સ્વાધ્યાય થયો તે મારા માટે ઉપકારક થયો છે. વિવેચન સુગમ, બાળભોગ્ય અને ગ્રંથકારના આશયને વફાદાર જણાયું છે. પોતાનો મત સ્થાપવાની, પંથ કાઢવાની તથા કોઈને જૂઠા પાડવાની વૃત્તિપ્રવૃત્તિ ન હોવાથી તેઓ ગ્રંથ તથા ગ્રંથકારને બરાબર વફાદાર રહી શક્યા છે તથા ન્યાય આપી શકયા છે. મધ્યસ્થભાવે અને બહુમાનપૂર્વક લખાયેલા ગ્રંથો જ ચિરસ્થાયીરૂપે ઉપાદેય બને છે. આ વિવેચનગ્રંથનો અભ્યાસ અનેક અનેક આત્માઓ કરે, તેના માધ્યમથી પોતાની કક્ષા તથા ભૂમિકાની સતત ચકાસણી/પરીક્ષણ કરે, અને પોતાની ત્રુટીઓને જુએ, ધૂએ તથા એક પછી એક દોષને નિવારતાં એકેકા ગુણને વિકસાવે અને માનવીય, નૈતિક, ધાર્મિક અને પછી આત્મિક ગુણોની શ્રેણિ પર આરૂઢ થાય તેવી શુભાશંસા સાથે વિરમું છું. શીલચંદ્રવિજય શ્રી નંદનવનતીર્થ ફાગણ શુદિ ૯, ૨૦૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ બે બોલ છે પોતાની અંતરાત્મ શક્તિનો અભ્યદય કરાવી શુદ્ધાત્મપરિણામો સાથે આત્માનો સંગમ કરાવી આપે તે યોગ છે. યોગ એક શક્તિ છે. પોતાને પોતાના ભણી લઇ જનારા રે ભાવોની પરમ વિકસિત સ્થિતિ એ યોગની ચરમ સ્થિતિ છે. સંક્ષેપમાં કહી શકાય કે જે સંસારભાવથી મુક્ત અને મુક્તભાવોથી સંયુક્ત કરાવે એને યોગ કહેવાય. વૈભાવિક સ્થિતિ સાથે અનાદિથી જોડાયેલો, સંકળાયેલો જગતમાં રહેલો સંસારી આત્મા જે સ્વાભાવિક શાશ્વત સત્ય છે. એને સમજી શકતો નથી. અથવા ગ્રહી શકતો નથી. યોગદષ્ટિ જાગતાં સંયોગદષ્ટિનું સમીકરણ સ્વતઃ થવા માંડે છે. દષ્ટિને નિર્મળ કરનાર યોગ છે અને એ યોગ જેટલી સીમામાં પ્રગટ થાય છે એટલી અસીમ દૃષ્ટિનો ઉદ્દઘાટક બનતો જાય છે. સાધક આત્મપ્રગતિના ઉચ્ચસ્થાનનો અધિકારી બની જાય છે. ઇચ્છાયોગથી પોતાનું જીવન પ્રવર્તન કરતો જીવાત્મા જ્યારે શાસ્ત્રયોગને મેળવે છે ત્યારે તેનામાં સામર્થ્યયોગનું પ્રગટીકરણ થાય છે. એજ જીવાત્માનું પોતાનું સાચું સ્વરૂપ પામવામાં પરમ નિમિત્ત બની જાય છે. અનુભવજ્ઞાન પામવા માટેનું એજ શ્રેષ્ઠ સાધન બને છે. અને એ જ બને છે ચિંતન, કથન, મનન, કરણ અને આચરણ, જે સંપૂર્ણરૂપે અશ્મ પણ હોય છે. યોગની આધ્યાત્મિક ભૂમિકા સમજાવનાર યાકિની મહત્તાસૂન આચાર્યપ્રવર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીનું સ્મરણ કરતાં હૈયું હેજે નમી પડે છે. એ આચાર્યપ્રવરના શ્રી ચરણોમાં જેમણે યોગના સાથે અધ્યાત્મને સમજાવવા સફળ પુરુષાર્થ કર્યો છે એટલું જ નહિ પરંતુ યોગના વિસ્તૃત સ્વરૂપને પ્રસ્તુત કરી લોકોત્તર વ્યવહારનું સુંદરતમ નિરૂપણ કર્યું છે. તેઓશ્રીએ આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ બનાવી નિશ્ચયથી આત્માની અભુત્થાનથી લઈ ચરમ અને પરમ સ્થિતિ સમજાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીમા-દૃષ્ટિઓમાં જીવ કેવી રીતે ક્રમશઃ ઊર્ધ્વગમન કરતો ઉત્થાનનો અધિકારી બને છે અને ત્યાંથી અંતે સ્થિરા, કાન્તા, પ્રભા, પરા દૃષ્ટિને મેળવી યા પ્રગટ કરી પોતાને કેવો સ્વસ્થાનના સમીપ લઈ જાય છે. સ્વરૂપનું વાંચન અને ચિંતન ખરેખર ભયથી મુક્ત કરી નિર્ભીક સ્થિતિને પામવા માટે પરમ આલંબન બની જાય છે. પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ એ શ્રીમદ્ભા યોગ ગ્રંથોના પૂર્ણ અભ્યાસી છે અને સાચા વિવેચક છે જેને મેં મારા અનુભવોથી જાણ્યું અને અનુભવ્યું છે. તેઓશ્રીએ પ્રસ્તુત આ યોગદષ્ટિ સમુચ્ચય' ઉપર જે વિવેચનાત્મક, ચિંતનાત્મક આલેખન કર્યું છે જે ખરેખર પ્રત્યેક સુજ્ઞ જને વાંચવા લાયક, ચિન્તનયોગ્ય છે જે આપણા હૃદય પટ પર છવાયેલ અનેક ભવોનાં પડલોને વિખેરી નાખવા સબળ સહાયક છે. પંડિતજીના પ્રયત્નની ખૂબ ખૂબ અનુમોદના કરું અને આવું ચિંતનાત્મક આલેખન ભવિષ્યમાં પણ આપતા રહે એવી કામના કરૂં છું. બરવાળા તા. ૨૫-૩-૨૦૦૦ લિ. જયનસેનસૂરિ Page #22 -------------------------------------------------------------------------- ________________ છું અજવાળા યોગ-દ્રષ્ટિના ફુલ જેવી દૃષ્ટિ તેવું દર્શન, બહારની દૃષ્ટિથી બહારનું દર્શન થાય; આંતર દૃષ્ટિથી અંદરનું દર્શન. - સંત રાબીયા જ્યારે અંધ બન્યા ત્યારે કો'ક વૈદ્યરાજે તેને કહ્યું, “મારી પાસે જડીબુટ્ટી છે, તારે દેખતા થવું છે.” રાબીયાએ કહ્યું, “આજ સુધી બહારનું ઘણું જોયું, કંઈ લાભ થયો નહીં. પ્રભુએ સમજીને જ મારાં નયન લઈ લીધાં છે. હવે અંદરની દુનિયા, અંદરનું સૌંદર્ય જાણવાની-માણવાની તક મળી છે તેને ગુમાવવી નથી. બહારનાં નયનની હવે મારે જરૂર નથી.” વૈદ્ય અવાચક થઇ ગયો. ચક્ષરૂપે સમાન લાગવા છતાં વ્યક્તિએ, વ્યક્તિએ બાહ્યદૃષ્ટિના પણ અસંખ્ય ભેદ છે. કારણ, દર્શનકળા દરેકની ભિન્ન છે. તો આંતરદૃષ્ટિની તો વાત જ શું કરવી? અહીં સર્વત્ર ‘દષ્ટિ' તરીકે આંતરદૃષ્ટિ જ ગ્રહણ કરવાની છે. વ્યક્તિભેદે દૃષ્ટિના અસંખ્ય ભેદ છે, છતાં સામાન્યરૂપે વિચારતાં જણાય છે કે ત્રણ ભેદમાં સમસ્ત જીવો સમાવિષ્ટ થઇ જાય. ઓઘદૃષ્ટિ, ભોગદષ્ટિ, યોગદૃષ્ટિ. ઓઘદૃષ્ટિઃ-વર્તમાનકાલીન, શરીર ટકાવવા માટેની સામાન્ય સંજ્ઞા. ખાવું-પીવું-તડકામાંથી છાયામાં આવવું. પ્રતિકૂળતા ત્યજી અનુકૂળતા તરફ સહજ વહેવું. જ્યાં ભૂત-ભાવીનો વિચાર ન હોય, જ્યાં હિતાહિતનો વિચાર ન હોય, જ્યાં આલોક-પરલોકનો વિચાર ન હોય, પૂલ જ્ઞાન, અવ્યક્તબોધ, વર્તમાન દશામાં જ જીવવાનું. ભોગદષ્ટિ -ચૈતન્યના વિકાસની સાથે ધર્મબોધના અભાવવાળા જીવો ભાગ-વાસનાના પ્રવાહમાં તણાઇ જાય છે. વિશ્વના તમામ પદાર્થોને ભોગની ઉપયોગિતાના માપદંડથી જોતા હોય છે. અરે! કયારેક તો ધર્મસાધન કે ધર્મસાધનાને પણ ભોગાયતન બનાવી દેવામાં આવે છે. આજે ઘણા કપોલકલ્પિત ધર્મો ફાટી નીકળ્યા છે. જેમાં નથી ધર્મનો બોધ, નથી ધર્મનું આચરણ, માત્ર આત્મા, ધ્યાન કે સમાધિ જેવા રૂપકડા શબ્દોની માયાજાળ રચી ભોળા લોકોને ફસાવવાના હોય છે. શરીર-સંપત્તિ-સમયને ઘસ્યા વગર ધર્મ થતો હોય તો કોને ના ગમે? જે ખાવું-પીવું હોય તે ખાઓ, પીઓ. ભોગવવું હોય તે ભોગવો. બધા મોજમજા, એશ-આરામ, જલસા કરવાની છૂટ, “માત્ર આત્માનું ધ્યાન કરો, સ્વાધ્યાય કરો.” એનાથી મોક્ષ થઈ જ જવાનો. પ-ત્યાગ, ધર્મક્રિયાઓ, અનુષ્ઠાનો, વૈરાગ્ય વગેરે ઉચ્ચતત્ત્વની સાધના વિના આંખ બંધ કરી પલાઠી વાળવા માત્રથી મુક્તિ થઇ જતી હોય તો કોણ છોડે? સબૂર! આ ભ્રામક માયાજાળ નહિ, મૃત્યુજાળ છે. ધર્મના નામે તમામ ધતિંગો પોપવાની ક્ષુદ્રદષ્ટિ છે. તપ-ત્યાગ-ક્રિયા-આચરણ વગર મોક્ષ થતો હોત તો તીર્થકર ભગવંતો શા માટે તપત્યાગ કરે છે? શા માટે ચારિત્રની કષ્ટદાયક ઉગ્ર સાધના કરે છે! હમણાં એક શ્રાવક મળ્યા, કહે, “મહારાજ સાહેબ! મારા દિકરાને કો'ક ભગવાને મેસ્મરાઇઝ કર્યો છે. એને બચાવો, અમારું જીવતર ઝેર થઇ ગયું છે.” તેમના શબ્દો જોઇએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨ ) આ એવા ભગવાન છે, જેને મોટર ગાડી છે, બંગલા છે, ધંધા-ધાપા છે, પત્ની છે, દીકરાઓ છે, રાજવી ભોગો છે, વૈભવી જીવન છે,” ભગવાનની પૂજા લોકોને છોડાવી દે છે. પોતે જ ભગવાન છે- એમ ભોળા લોકોના મગજમાં ઠસાવી પોતાની નવાંગી પૂજા કરાવે છે.” બહેનો, યુવાન દિકરીઓ આ ભગવાનનો સ્પર્શ કરીને નવાંગી પૂજા કરે, (ભગવાન તો વીતરાગી હોય ને, તેમને સ્ત્રીના સ્પર્શથી વાસના-વિકાર થોડા ઉઠવાનાં?) પંચમહાવ્રતધારી ગુરુઓથી વિમુખ કરી લોકોને નગુરા બનાવે છે. પરમાત્માના કલ્યાણકની નહીં, પોતાના જન્મદિવસની શાનદાર ઉજવણી કરાવે છે. સત્સંગના નામે ભક્તોના ઘરે જઇ શાહી માનપાન ભોગવે છે. ભક્તોની મા-બહેનો તેમના પગ ધૂએ છે. તેમનું એઠું પ્રસાદ માનીને ખાય છે. (કદાચ એટલે જ આવા પાગલ થઈ જતા લાગે છે!) આ તો બધી જનરલ વાત થઇ. મારો કેશ સાંભળો. આવા બની બેઠેલા ભગવાન મારા દિકરાને બળાત્કારે પાછળ પડીને કહી રહ્યા છે કે, “તું સાત વર્ષથી બંધ પડેલી મારી ફેક્ટરીને ખોલ. જંગી નુકશાનીમાંથી મને બહાર લાવ.” અને મારો છોકરો એમની પાછળ પાગલ છે, તે કરોડો રૂપિયા લગાવવા તલપાપડ છે. તમે જ કહો, ભગવાનને ફેકટરી હોય? ધંધા હોય? રૂપિયાની આસક્તિ હોય? ભક્તોને શીશામાં ઉતારવાના હોય? પત્ની હોય? અબ્રહ્મનું સેવન હોય? તેય સીમંધર સ્વામીના નામે. મહારાજ સાહેબ! કોઈ રસ્તો બતાવો, અમને બચાવો. ભાઇની વાત હું સાંભળતો જ રહ્યો. ધર્મના નામે ભોગવાદને પોષનારા સંપ્રદાયો અને સંસ્થાપકો આજે કીડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે. સાવધાન થઇ જવાની જરૂર છે. ચાલો, પ્રસ્તુત વિષય વિચારીએ, ચૈતન્યના વિકાસ સાથે સબુદ્ધિનો અભાવ જીવને ભોગવાસનાના પ્રવાહમાં ઢસડી જાય છે. હા! ભોગદષ્ટિમાં પણ ઓઘદૃષ્ટિ તો છે જ. પણ અહીં ભોગની પ્રધાનતા હોઈ ભોગદષ્ટિની વાત કરી છે. જીવન માઇપીને જલસા માટે છે. ભોગવાય એટલું ભોગવી લો. કાલ કોણે દીઠી છે.” પાંચે ઇન્દ્રિયોના વિષયોમાંથી ચૂસી ચૂસીને રસ કાઢી લેવામાં જ આ ભોગ-ભૂખ્યા ભ્રમરોને રસ હોય છે. પરલોકની તમા નથી, પાપનો ભય નથી, પરિણામની ચિંતા નથી. તે ભોગ દૃષ્ટિ. યોગદષ્ટિઃ- પુદ્ગલભાવનાથી પર બની આત્મભાવનામાં લીન બનાવતી દૃષ્ટિ તે યોગદષ્ટિ. જયાં શરીર, સ્ત્રી, ખાન-પાન, માન-સન્માન વગેરે ભોગો પ્રત્યે ઉદાસીનતા હોય અને આત્મિક સામ્રાજ્યમાં મહાલવાની મહેચ્છા હોય છે. વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલા, ૧૪૪૪ ગ્રંથોના સર્જક શ્રીહરિભદ્રસૂરિ મ. જ જીવોના આત્મિક વિકાસક્રમને આધારે આઠ દૃષ્ટિઓ બતાવે છે. તેમણે જીવોની અચરમાવર્ત અવસ્થાને ઓઘ દૃષ્ટિ કહી છે. અને ચરમાવત અવસ્થાને યોગદૃષ્ટિ કહી છે. જૈનેતરદર્શનમાં પણ યોગ ઉપર ઢગલાબંધ ગ્રંથોના સર્જન થયાં. જૈન-જૈનેતર તમામ યોગગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ-અનુભાવન કરી શ્રીહરિભદ્રસૂરિ મ. એ યોગદષ્ટિસમુચ્ચય નામના એક વિલક્ષણ અને વિશાળ ગ્રંથની રચના કરી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ યોગ એટલે મોક્ષ સાથે આત્માનું connection કરાવી આપે તે અનુષ્ઠાન, આવા અસંખ્ય યોગ છે. જીવે જીવે “યોગ” બદલાતો રહે છે. જીવોની પરિણતિ, કર્મ-સ્થિતિ, ભવિતવ્યતા, રાગ-દ્વેષની ગુરુલઘુતા, ગુણ-દોષની પારાશિશિ વગેરે અવસ્થાઓ ઉપર યોગદષ્ટિનો આધાર છે. દૃષ્ટિ એટલે બોધ. પણ આ બોધ એ શુષ્ક માહિતીઓના ખડકલા રૂપ નહિ પણ આધ્યાત્મિક વિકાસ સ્વરૂપ લેવાનો છે. બોધનું કાર્ય છે આત્મિક ઉત્ક્રાંતિ. આથી જ નવપૂર્વથી અધિક બોધવાળા અભવ્યો-દુર્ભવ્યોનો એકેય દૃષ્ટિમાં સમાવેશ કરાયો નથી. કારણ, તેમની પાસે જાણકારી છે, આત્મિક વિકાસ નથી. અને માત્ર અષ્ટપ્રવચનમાતા કે “માતુષ' પદના જાણકારની સ્થિરાદિ ઉત્તમ દૃષ્ટિમાં સમાવેશ કરાયો છે. કારણ, જાણકારી ભલે ન હો પણ સરળતા અને સમર્પણભાવ દ્વારા અધ્યાત્મના ઊંચા શિખરો તેમણે સર કરી લીધાં હોય છે. એટલે બોધવૃદ્ધિથી નહિ પણ આધ્યાત્મિક વિકાસવૃદ્ધિથી દષ્ટિનો પારો ઊંચે ચડે છે. જૈનેતર યોગગ્રંથોના પદાર્થોને પણ જૈન યોગદૃષ્ટિમાં અદ્ભુત રીતે સમન્વિત કરવામાં આવ્યા છે. દષ્ટિ મિત્રા |તારા | બલા | દીપ્રા | સ્થિરા | કાંતા | પ્રભા યોગાંગ | યમ | નિયમ | આસન, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા | ધ્યાન | ગુણ અદ્રષ | જિજ્ઞાસા| શુશ્રુષા | શ્રવણ બોધ | મીમાંસા / પરિશુદ્ધ પ્રતિપત્તિ | પ્રવૃત્તિ | ખેદ | ઉગ | ક્ષેપ | ઉત્થાન | ભ્રમ અન્યમુદ્ | જ આસંગ બોધ કોની | તૃણના | ગોમયના કાષ્ઠના દીપકના | રત્નની |તારાની સૂર્યની ચંદ્રની પ્રભા જેવો? અગ્નિ | અગ્નિ | અગ્નિ | પ્રકાશ | કાન્તિ | કાન્તિ | કાન્તિ કાન્તિ તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય તુલ્ય પરા | સમાધિ દોષ કઈ દૃષ્ટિમાં કયું યોગગ હોય? કયા ગુણની પ્રાપ્તિ હોય? અને ક્યા દોષનો બ્રાસ હય? એ બોધ શેના જેવો હોય? એ ઉક્ત કોઠા ઉપરથી જાણી શકાય છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે વર્ષો સુધી કરેલ જૈન શાસ્ત્રોનું પરિશીલન, જૈનેતરદર્શનનો અભ્યાસ અને અનુભવનો અર્ક આ એક નાનકડા કોષ્ટકમાં ઠાલવી દીધો છે. ઓઘદૃષ્ટિમાં સમજણનો અભાવ હોઇ કરાતાં ધર્માનુષ્ઠાન પણ વિકાસ સાધક બનતાં નથી. સહજમલના બ્રાસથી ચરમપુગલ પરાવર્તમાં પ્રવેશ થાય છે. તથાભવ્યત્વનો પરિપાક થાય છે. ત્યારે મિત્રા વગેરે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. જે અવસ્થાએ મિત્રાદિ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. ત્યારથી જ ગુણસ્થાનકની ગણત્રી થાય છે. પ્રથમ ગુણસ્થાનકના પણ અસંખ્ય ભેદ છે. મિત્રાથી પ્રારંભી ચોથી દીપ્રાદષ્ટિ પહેલા ગુણસ્થાનકે હોય છે. દીપ્રાનું પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ ગુણસ્થાનક જાણવું. દૃષ્ટિના વિકાશથી ગુણસ્થાનકનો પણ ક્રમિક વિકાશ થતો જાય છે. પ્રથમની ચાર દૃષ્ટિ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નથી, કારણ સૂક્ષ્મબોધ નથી. સમકિત સૂક્ષ્મબોધને આભારી છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રથમની ચારદૃષ્ટિમાં યોગ નથી પણ યોગબીજો છે. ઉત્તરોત્તર દૃષ્ટિમાં આ યોગબીજની કમિક શુદ્ધિ-વૃદ્ધિ થતી જાય છે. મિત્રાદેષ્ટિમાં બતાવેલ યોગબીજ, જેવા કે પ્રભુ ભક્તિ, ભાવાચાર્યની સેવા, સાધુવૈયાવચ્ચ, ભવવૈરાગ્ય, દ્રવ્ય અભિગ્રહ પાલન, સંલેખના, કથાપ્રીતિ વગેરે જોતાં લાગે કે પ્રથમ ગુણસ્થાનકે પણ કેવા ઉચ્ચ ગુણોની વાત છે? પ્રથમની ચાર દષ્ટિમાં મિથ્યાત્વનો અંશ હોવાથી યથાર્થ સંવેદન ન હોઇ તેને અવેદ્યસંવેદ્યપદવાળી, સદોપ અને અસ્થિર કહી છે. બાકીની ચારમાં વિષયોનું યથાર્થ અને ઉત્તરોત્તર સૂક્ષ્મ સંવેદન છે માટે તેને વેદ્યસંવેદ્યપદવાળી, સ્થિર અને નિર્દોષ કહી છે. સૂક્ષ્મબોધની પ્રાપ્તિ પાંચમી સ્થિરા દષ્ટિમાં થાય છે. આત્મસ્વરૂપની ઝંખના થાય છે. પણ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ છઠ્ઠી દૃષ્ટિમાં છે. અહીં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઝળહળતો વિરાગ હોય છે. નિરતિચાર-ચારિત્રપાલન હોય છે. સાતમી પ્રભાદષ્ટિમાં, સામર્થ્યયોગના પ્રથમ ભેદરૂપ ધર્મસત્યાસ યોગની પ્રાપ્તિ થાય છે. ક્ષપકશ્રેણીનો પ્રારંભ અહીંથી થાય છે. ૮થી૧૩ ગુણસ્થાનક સુધીનું અવસ્થાન હોઇ બીજું અપૂર્વકરણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ દૃષ્ટિમાં છે. આઠમી પરાષ્ટિમાં સામર્થ્યયોગનો બીજો ભેદ, યોગસયાસરૂપ યોગ, શૈલેશીકરણ, યોગનિરોધ, ૧૪મું ગુણસ્થાનક વગેરે પ્રાપ્ત કરી જીવનો મોક્ષ થઇ જાય છે. પ્રથમની ચારદૃષ્ટિ પ્રતિપાતિ કે અપ્રતિપાતિ પણ હોય, અંત્ય ચાર દૃષ્ટિ અપ્રતિપાતિ જ હોય છે. નિયમ મોક્ષ અપાવે જ છે. આઠ દૃષ્ટિના વિવેચન સાથે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સંલગ્ન અનેક વિષયોની છણાવટ કરી છે. જેમકે• આઠદષ્ટિ કયા યોગમાંથી નીકળી છે? • યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચકની સ્પષ્ટતા. • ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રોગી, નિષ્પન્નયોગીની વિવેચના. • ય ગ મ પ ગ ના અધિકારી • ભવાભિનંદીનું સ્વરૂપ • દીક્ષાના અધિકારી • અદ્યસંવેદ્યપદ-વેદ્યસંવેદ્યપદ.. આત્મતત્ત્વની વિચારણા.. • એકાંત-અનિત્યવાદની પોકલતા.. • સર્વતંત્રસાધારણ અહિંસાદિ પાંચ યમ, તેનું સ્વરૂપ.. • ઇચ્છા, પ્રવૃત્તિ-સ્થિરતા-સિદ્ધિ વગેરે યોગસાધનાનાં લક્ષણો.. • સર્વજ્ઞતત્ત્વ-સર્વશમાં અભેદ, સર્વજ્ઞની દેશના, સર્વાવાદ.. • ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગરૂપ યોગના ત્રણ ભેદ. સામર્થ્યયોગના ધર્મસત્યાસ અને યોગસથાસે. અને બીજા પણ ઢગલાબંધ પદાર્થોને પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથમાં વણી લીધા છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી કયો વિષય વણખેડયો રાખ્યો છે? એ જ એક સવાલ છે. યોગવિષયક યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ય, યોગશતક, યોગવિંશિકા જેવા ગ્રંથો રચ્યા છે. ષોડશક ગ્રંથમાં પ્રકરણ ૧૦-૧૪-૧૬માં યોગની છણાવટ કરી છે. યોગદષ્ટિસમુચ્ચયમાં યોગ વિષયક એક નૂતન દૃષ્ટિકોણ દૃષ્ટિગોચર થાય છે. સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, અતદર્શન, ચાર્વાકદર્શન, બૌદ્ધદર્શન વગેરે અનેક દર્શન અને મતોની સમાલોચના અત્રે કરવામાં આવી છે. જે હરિભદ્રસૂરિ મ.ના સર્વદર્શનોના સૂક્ષ્મબોધ અને અવગાહનની સાક્ષિરૂપ છે. અહીં દર્શાવેલ આધ્યાત્મિક વિચારધારા યોગબિંદુ અને ષોડશક ગ્રંથથી ભિન્નરૂપે રજુ કરાઇ છે. ૨૨૮ મૂળશ્લોક અને તેના ઉપર ૧૧૭૫ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ વૃત્તિ રચી યોગમાર્ગનું Page #26 -------------------------------------------------------------------------- ________________ વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વના કોઇપણ જૈન-જૈનેતર ગ્રંથોમાં આ રીતનો મિત્રાદિ દૃષ્ટિનો અધિકાર જોવા મળતો નથી. એટલે આઠ યોગાંગને આધારે રચેલ આ દૃષ્ટિઓની છણાવટભરી કૃતિના આદ્યપુરસ્કર્તા પૂ. હરિભદ્રસૂરિ જ કહી શકાય. મહોપાધ્યાય યશોવિજયજી મ.શ્રીએ પોતાની દ્વાત્રિશત્ દ્વિત્રિંશિકાની ૨૧મી ને ૨૪મી બત્રીશીમાં આના આધારે જ આઠદષ્ટિના વિષયનું દિગ્દર્શન કરાવ્યું છે. આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય રચી આ જ વિષયોની વિશદ છણાવટ કરી છે. અહીં હરિભદ્રસૂરિ મહારાજે માત્ર જૈન માર્ગાનુસા૨ે યોગનું વર્ણન કરી આત્મસંતોષ માન્યો નથી. પણ પાતંજલ યોગસૂત્રમાં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાને સરખાવી પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો રસાસ્વાદ કરાવ્યો છે. તેમણે ૧૪૪૪ ગ્રંથો રચ્યાનો ઉલ્લેખ અનુયોગદ્વારમાં તો છે જ પણ વર્તમાનકાળે ઉપલબ્ધ અનેક વિષયક, અને અત્યંત ઉપયોગી સાહિત્ય પણ અઢળક છે. જેમકે... • દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ • • અનેકાંતવાદ પ્રવેશ ♦ લલિતવિસ્તરા ♦ અનેકાંત જયપતાકા સ્વોપજ્ઞ ♦ લોક તત્ત્વ નિર્ણય • અનુયોગદ્વાર વૃત્તિ આવશ્યક બૃહદ્વૃત્તિ ♦ ઉપદેશપદ ♦ દશવૈકાલિક વૃત્તિ ♦ ધર્મબિંદુ પ્રકરણ ♦ ધર્મસંગ્રહણી • નંદીસૂત્ર લઘુવૃત્તિ પંચાશકજી • • પંચવસ્તુ ટીકા · પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા ર૩ ♦ ષહ્દર્શનસમુચ્ચય શાસ્ત્રવાર્તાસમુચ્ચય શ્રાવક પ્રજ્ઞપ્તિ સમરાઇચ્ચ કહા સંબોધ સપ્તતિકા કથાકોશ ૭ ♦ ♦ કર્મસ્તવવૃત્તિ ક્ષેત્રસમાસવૃત્તિ ♦ ચૈત્યવંદન ભાષ્ય ♦ ♦ ♦ જંબૂદીપ પ્રજ્ઞપ્તિ ટીકા જંબુદ્રીપ સંગ્રહણી જીવાભિગમ લઘુવૃત્તિ તત્ત્વાર્થ લઘુવૃત્તિ દર્શનશુદ્ધિ પ્રકરણ યોગદૃષ્ટિસમુચ્ચય • યોગબિંદુ • યોગશતક વિંશતિવિંશિકા આ વિરાટ ગ્રંથસર્જન જ તેમની સર્વવિષયક વિદ્વત્તાનો બોલતો પુરાવો છે. પંડિતવર્ય ધીરૂભાઇ મહેતાએ યોગદૃષ્ટિસમુચ્ચય ઉપર યથામતિ ભાવાનુવાદનું સર્જન કરી યોગ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. શ્રીસંઘની સુંદર શ્રુતસેવા કરી છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો પણ આ ભાવાનુવાદના અધ્યયનના આધારે યોગમાર્ગમાં અચૂક વિકાશ સાધી શકશે. મુક્તિને નિકટ કરી શકશે. શાસનદેવતા પંડિતવર્યને હજી સવિશેષ શ્રુતસેવા કરવાની શક્તિ આપે એ જ એક અભ્યર્થના. પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી : મુનિ કલ્યાણબોધિવિજય દ ન્યાયાવતાર વૃત્તિ ♦પંચસંગ્રહ ♦ પંચલિંગી પ્રકરણ પિંડનિર્યુક્તિવૃત્તિ ♦ પ્રતિષ્ઠા કલ્પ • યતિદિનકૃત્ય • મુનિપતિ ચરિત્ર • યશોધર ચિરત્ર લગ્ન શુદ્ધિ ♦ લઘુક્ષેત્ર સમાસ લોકબિંદુ વ્યવહાર કલ્પ શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિ ૭ સર્વજ્ઞસિદ્ધિ પ્રકરણ Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક કિચ્ચન ૩૬ વીર નિર્વાણ સવંત ૧૦OOમાં આર્ય સત્યમિત્ર છેલ્લા પૂર્વધર થયા. ત્યારબાદ એક ઉલ્લેખ પ્રમાણે (જોકે એમાં મતાંતરો છે.) ૧૪૪૪ ગ્રંથોના સર્જક મહાનું સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો સ્વર્ગવાસ થયો. આ ઐતિહાસિક તથ્યથી આપણે જાણી શકીએ કે સૂરિ પુરંદર પૂર્વધર સમકાલીન હતા..માટેસ્તો એમના ગ્રંથોમાં બીજે કયાંય ન જોવા મળે એવા અદ્ભુત પદાર્થો વાંચવા મળે છે. યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિંદુ આ તમામ યોગગ્રંથોમાં પદાર્થોની નવીનતા છે. યોગદષ્ટિસમુચ્ચયમાં આવેલ મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા આ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ અને વિશદ વર્ણન અન્યત્ર ગ્રંથોમાં દુર્લભ છે. To Read Between the lines સૂરિપુરંદરની પંક્તિઓના મર્મને પકડીએ તો ઘણું જાણવા મળી શકે છે. સંપૂર્ણ ગ્રંથની સંક્ષિપ્ત summery હાઇલાઇટ્સ સાથે જોઇએ. પ્રથમ શ્લોકમાં માંગલિક કરી ૧૧મા શ્લોક સુધી ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, અને સામર્થ્યયોગની સરસ, અને સુંદર વ્યાખ્યા કરી ધર્મસંન્યાસ અને યોગસંન્યાસનું સ્થાન બતાવ્યું. બારમા-તેરમા શ્લોકમાં યોગત્રયીમાંથી ઉદ્ધવેલી ૮ દૃષ્ટિઓનો નામનિર્દેશ પછીના શ્લોકોમાં વારાફરતી ગૂઢ ગંભીર ક્રીમ જેવી વાતો મૂકતા ગયા, Examples દાખલાઓ પણ ગળે સોંસરા ઉતરી જાય તેવા બતાવ્યા. - આઠેય દૃષ્ટિને સમજાવવા તૃણથી માંડીને ચંદ્ર સુધીની ઉપમાઓ.. 36 ચરમાવતના લક્ષણ (૩૨માં ગ્લાક) B ત્રણ અવચકની વાત (૩૪માં શ્લોક) ૯ ૫૯મા શ્લોકમાં ધર્મને મિત્રની ઉપમા આપીને જણાવ્યું કે પરભવમાં આ જ મિત્ર સહાયક બનશે. અલ ૭૦મા શ્લોકમાં સાધકનું ચિત્ત કેવું હોવું જોઇએ. તે માટે એક સરસ શબ્દ મૂકયો છે. તHલોહપદન્યાસ. સાધક પાપ કરે નહિ. પણ કદાચ કરવું પડે તો ગરમાગરમ લોઢાના તવાપર ચાલવા જેમ રાચી-માચીને ન કરે ગા. ૮૦માં “ ત્યમામતિ છુટૂથબ્રાવિત્' આ વાકયમાં વરસમાં ૩૬૫ દિવસ વાગોળવા જેવો પ્રસંગ જણાવ્યો છે. oasis જેવા રણપ્રદેશમાં બાળકનો જન્મ થયો, જન્મતાની સાથે જ તેને ખસની બિમારી એવી ભયંકર થઈ ગઈ છે. કે એ બાળક ૧૦ વર્ષનો થતાં-ર આખા શરીરે ઉઝરડા થયા છે. હાથના નખ પણ ઘસાઇ ગયા છે. લોહી-લુહાણ થાય ત્યારે ફરી કયારેય ખજવાળ ખણીશ નહિ એ દેઢ નિર્ણય કરે છે. પણ ખણજ ઉપડતાં જ બધું ભૂલી જાય છે. એક દિવસ માથે સળેખડીઓ લઈ એક માણસ ત્યાંથી પસાર થાય છે. તે બાળક સળેખડી માંગે છે. બહુ મજા આવી ગઇ, વધુ માંગે છે. એ ભાઈ વૈદ્યરાજ હતા. બાળકની દશા જોઈને દયા આવી ગઈ “હે! દુ:ખી બાલક! તારું દુઃખ મારાથી જોવાતું નથી. તારા દુ:ખને દૂર કરવા તને ઔષધનાં પડીકાં આપું, તેથી તારા દુઃખનું મૂળ જ દૂર થઇ જશે. ચળ ઉપડશે જ નહિ, પછી તારે ખણવું જ ન પડે. ખણશે નહિ તો શરીર લોહી-લુહાણ થશે નહિ.” હવે એ બાળક જવાબ આપે છે “મારું દુઃખ દૂર કરો. એમાં હું રાજી છું. પણ તું ચળ જ મટાડી દે તે તો ન ચાલે”. મને તો ચળ ખણવાની ખૂબ જ મજા આવે છે. જેમ પેલો મૂર્ખશિરોમણિ અકૃત્યને કૃત્ય માને છે, તેમ અજ્ઞાની જીવ ભોગસુખોને સારા માને છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તેનાથી આવતાં ભયંકર દુ:ખો તરફ એ આંખ આડા કાન કરે છે. આંખ-મિંચામણાં કરે છે, ‘‘પડશે તેવા દેવાશે’'ની વૃત્તિ કેળવે છે. ભગવાન એ ધન્વંતરી વૈદ્ય છે એ ભવરોગને દૂર કરવા તૈયાર છે. શરત ફક્ત એટલી જ કે પરેજી સાથે ઔષધ લે. માટેસ્તો ૧૩૬મી ગાથામાં સૂરિપુરંદરે જણાવ્યું કે તે મહાત્માનો મવવ્યાધિ-મિષવા'' આ મહાપુરુષો ભવવ્યાધિને દૂર કરવામાં ધન્વંતરી વૈદ્ય જેવા છે. ૧૪૧મી ગાથામાં ટંકાર કરતાં આ મહાપુરુષ જણાવે છે કે, સર્વજ્ઞનો અપવાદઃ નિંદા કરવી તે જિલ્લાછેદથી પણ અધિક છે. ૧૬૪મી ગાથામાં કાંતાદૃષ્ટિનું વિવેચન કરતાં કેટલું સરસ કહ્યું છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત, તિમ શ્રુતધર્મે મન દૃઢ કરે, જ્ઞાનાક્ષેપકવંતરે. ધન. યો. દ. સઝાય- ૬-૭ ગા. ૧૮૮મા કહ્યું કે, “મવ ાત્ર મહાવ્યાધિ: ભવ એજ મહાવ્યાધિ છે. ગા.૨૦૬મા મવરો વ્યેવ તુ તથામુક્ત: ’' ભવરોગ જેનો દૂર થયો છે એ જ મુક્ત '' છે. ગા. ૨૦૮-૨૦૯મા કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી, ગોત્રયોગી અને સિદ્ધયોગીની વાત કરી, અહીં આદ્ય બે જ અધિકારી છે એ'ય યુક્તિ-પ્રયુક્તિઓથી જણાવ્યું. ગા. ૨૨૮મી છેલ્લી ગાથામાં પૂજ્યપાદ સૂરિપુરંદરે જણાવ્યું કે આ ગ્રંથ યોગ્યને જ આપવો. માત્સર્યવિરહ શબ્દ મૂકી દરેક ગ્રંથની પાછળ વિરહ શબ્દ મૂકવાની નેમ પણ પૂરી કરી છે. આ તમામ વર્ણનોમાં આઠદૃષ્ટિઓનું વર્ણન સુવિસ્તૃતપણે લીધું છે. પ્રથમ ચાર દૃષ્ટિઓ પહેલા ગુણઠાÂ હોય છે. ક્રમશઃ મિથ્યાત્વ મંદ-મંદતર થતું જાય જીવમાં ગુણો પ્રગટ થતા જાય. દોષો નિવૃત થતા જાય. એક-એક દૃષ્ટિના વર્ણનમાં દર્શન, યોગાંગ, દોષત્યાગ, ગુણપ્રાપ્તિ, યોગબીજગ્રહ પ્રાપ્તિક્રમ, સમય, ગુણસ્થાનક આદિના વિવેચન વડે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગળની દૃષ્ટિઓ સમ્યગ્દષ્ટિને હોય છે. સાચું નૈૠયિક વૈદ્યસંવેદ્યપદાયિક સમ્યક્દષ્ટને હોય છે. આવા ગ્રંથોનો સ્વાધ્યાય સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા તમામને માટે સુલભ બને તે હેતુથી સરળ-સુબોધ શૈલીમાં ગ્રંથકારના આશયને સ્પષ્ટ કરતા મૂળગામી અનુવાદો હાલ તૈયાર થઇ રહ્યા છે. તે પૈકી આ એક અદ્ભુત ગ્રંથ છે. ૫ શ્રી ધીરૂભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને જૈન-ન્યાય અને યોગના ગ્રંથોનો અભ્યાસ કરાવી રહ્યા છે. આજે આવા ગ્રંથોને હૃદયંગમ કરી વિનિયોગ કરનારાઓનો ખરેખર દુકાળ વર્તે છે. એવા સમયમાં સ્વાધ્યાયરસિકોને સહાયક બનવાની એમની વૃત્તિ ખરેખર અનુમોદનીય છે. પ્રશંસનીય છે. ફળસ્વરૂપ જૈન-ન્યાય અને યોગના ગ્રંથોના અનુવાદો તેઓ તૈયાર કરી શકયા છે. ઓઘદૃષ્ટિમાં ભૂલી પડેલી ભોગવાદી પ્રજા યોગદૃષ્ટિને પામે. જાણે, ઓળખે અને મુક્તિના મંગલસ્થાને પહોંચે. વિશ્વના તમામ જીવો ભવના વિરહને પ્રાપ્ત કરે તેવા શુભાશય સાથે અત્રે વિરમું છું. સ્થળ : અઠવાલાઇન્સ, સુરત સ. ૨૦૧૬ ૧૬૫ દીક્ષાના અજોડ દાનવીર યુવક-જાગૃતિપ્રેરક ૫. પૂ. આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પંન્યાસ રશ્મિરત્નવિજય. Page #29 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી અર્હમ્ નમઃ । ૐ નમઃ શ્રી વીતરાગાય ॥ યાકિની મહત્તરાસૂનુ (ધર્મપુત્ર) તાર્કિક શિરોમણિ આચાર્યપુરંદર ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મ. સા. વિરચિત...સવૃત્તિ યોગદૃષ્ટિસમુચ્ચય-યોગ વિષયક મહાગ્રંથ ઉપર ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-યોગ ધર્મશાસ્ત્રાદિના ઉંડાણપૂર્વકના અભ્યાસી અને તદ્વિષયક લેખનકાર, પ્રવચનકાર, પંડિતવર્ય શ્રી ધીરજલાલ ડાહ્યાભાઇ મહેતાએ કરેલ માતૃભાષામાં પરિવર્તન તેના ભાવાનુવાદને આશ્રયીને અલ્પજ્ઞ એવા મારું અલ્પકથન વર્તમાનકાળે શ્રુત-આગમ-સમુદ્રસમાન પરમ પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી (હુલામણા નામ તરીકે સાગરજી) મ. સા. વ્યાખ્યાનનો જ્યારે જ્યારે પ્રારંભ કરે ત્યારે એમ બોલતા. ‘શાસ્ત્રકાર ભગવાન્ હિરભદ્રસૂરીજી મહારાજા ફરમાવે છે કે''- આવા વચનોથી આપણા ખ્યાલમાં આવી શકે તેમ છે કે પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. શાસ્ત્રકાર મહા આગમધર પુરુષ થયા. તેઓશ્રીના ગુરુદેવે આપેલા પ્રાયશ્ચિત્તને શિરોમાન્ય કરીને વિશાળ સાહિત્ય રચનાની તક મેળવી તેઓશ્રીએ ૧૪૪૪ ગ્રંથની રચના કરી છે. તેમાં ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-ધર્મશાસ્ત્ર અને યોગના વિષયમાં ઘણું સૂક્ષ્મતાભર્યું ખેડાણ કરેલ છે. તેમાં તેઓશ્રીના યોગના વિષયને આશ્રયીને રચાયેલા ગ્રંથમાંના વર્તમાનમાં ઉપલબ્ધ ૪ ગ્રંથો વધારે પ્રચલિત છે. (૧) યોગદૃષ્ટિસમુચ્ચય (૨) યોગવિંશિકા (૩) યોગશતક (૪) અને યોગબિંદુ. આ યોગના વિષયના મહા અર્થગંભીર મહાકાયગ્રંથો અલ્પબોધવાળા મોક્ષાભિલાષી જીવોને આસશમોક્ષમાર્ગગામી બનાવવામાં અનુપમ સાધનરૂપે બની શકે. તે માટે ગુજરાતી અનુવાદભાવાનુવાદ કરવાનો પંડિતવર્ય શ્રી ધીરૂભાઇને હૃદયંગમ ઉલ્લાસ ઉઠ્યો. તેમાંના યોગક્વિંશકા અને યોગશતક બે ગ્રંથો પ્રકાશિત કર્યા. અને આ ત્રીજો ગ્રંથ યોગદૃષ્ટિસમુચ્ચય પ્રગટ થઇ રહ્યો છે. પંડિતશ્રીએ ભારતભરમાં સમ્યજ્ઞાનદાત્રી તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં ન્યાય-વ્યાકરણ-સાહિત્ય ધર્મશાસ્ત્રનો અભ્યાસ તો કર્યો. પણ તેના કરતાંય વિશિષ્ટ અભ્યાસુ અનેક પંડિતો અને પ. પૂ. મુનિભગવંતો પાસે પૂજ્યભાવ અને વિનમ્રભાવ રાખી ઘણો બહોળો અનુભવ મેળવ્યો, એટલું જ નહિં પણ વિદેશમાં અમેરિકા-લંડન વગેરે પ્રદેશોમાં પણ પોતાના જ્ઞાનનો આબાલ-વૃદ્ધ સહુ સમજી શકે તેવો સભ્યજ્ઞાનાધ્યાપનનો લાભ આપ્યો. તેથી આવા મહાન્ ગ્રંથોનો અનુવાદ કર્યો એટલું જ નહિં, નામ પ્રમાણે ખૂબ ધીરજ પૂર્વક સમજણ આપવા સાથે તેની સૂક્ષ્મતા તરફ લઇ જવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. યોગદૃષ્ટિસમુચ્ચયઆ મહાગ્રંથમાં ક્રમિક મોક્ષતરફ આત્માને વિકસિત કરતી આઠદષ્ટિનો સમાવેશ કર્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ (૧) મિત્રા (૨) તારા. (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા (૮) પરા. આ આઠેય દૃષ્ટિઓના શબ્દ પ્રમાણેનો અર્થ-ભાવ. કયા યોગના અંગ રૂપે છે. કયા દોષોને ત્યાગ કરાવનારી, કયા ગુણોને પ્રાપ્ત કરાવનારી છે. અને દુન્યવી કઇ ઉપમા આપી ઘટાવી શકાય. તેમજ તે કયા ગુણસ્થાને હોય આ બધી જુદી જુદી રીતે વિસ્તારથી સમજાવવાનો અને કોષ્ટક આપીને પણ ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે અતિ પ્રશંસનીય અને અતિ અનુમોદનીય છે. આ યોગદૃષ્ટિસમુચ્ચય મહાગ્રંથનું પ્રકાશન ઘણા વર્ષો પહેલાં શાસનસમ્રાટ્નીએ કરાવેલ અને તે પ્રકાશનમાં આવતાં આ મહાગ્રંથને જાણવા ભણવા ભણાવવાને લગતી ઘણા મુમુક્ષુઓની હૃદયંગમ સુરુચિ પેદા થઇ. અને લગભગ તેજ અરસામાં ગચ્છનાયક શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી)ગણિના પરિવારના યોગનિષ્ઠ આ. શ્રી કેશરસૂરિજી મહારાજ સાહેબે અનુવાદભાવાનુવાદરૂપે બહાર પાડ્યો. આમ આ ગ્રંથના જુદી જુદી રીતે પ્રકાશનો અને વિવેચનો અનેક આત્માઓએ લખેલ સાંભળવામાં આવ્યાં છે. વર્તમાનમાં કર્મસાહિત્યના પ્રખરજ્ઞાની પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પરિવારના ૫. પૂ. આચાર્ય શ્રીમદ્વિજય રાજશેખરસૂરિ મ. સાહેબે સંક્ષિપ્ત ભાવાનુવાદ પ્રગટ કરેલ છે. જે ગ્રંથ વાંચનાર, લખનારને સારા આધારરૂપ એટલે માર્ગે ચાલવામાં સડકરૂપ બને તેમ છે. ત્યારપછી હાલમાં આ વસ્તુને પંડિતશ્રીએ ગ્રંથમાં ઘણી રીતે ઉકેલવાપૂર્વક બાલ અને વિદ્વાન બધાને ભોગ્ય બની શકે તેવું સરળ અને સુંદર સ્વરૂપમાં લખાણ કર્યું હોઇ પંડિતજીને આવા ગ્રંથો લખવા માટે ધન્યાતિધન્ય શબ્દથી નવાજી શકાય. પંડિતવર્ય શ્રી ધીરૂભાઇ મહેતા આબાલ-વૃદ્ધ સમજી શકે તેવી સરલ તેમજ વિદ્ભોગ્ય અંતરના ઉદ્ગારવાળી-ભાષામાં વિવેચન લખી આ ગ્રંથ પ્રગટ કરી રહ્યા છે. જેને યોગના ગ્રંથનું સામાન્ય સ્વરૂપ જાણવું હશે. તેને અને વિશિષ્ટરૂપે સૂક્ષ્મતા તરફ જવું હશે તેને એટલે બાલથી માંડીને વિદ્વાનોને પણ અતિ ઉપયોગી થઇ શકે તેમ છે. આપણે અહિં એ વિચારવા-ચિંતન કરવા યોગ્ય છે કે આ યોગદૃષ્ટિસમુચ્ચય મહાગ્રંથનો મુખ્ય પ્રતિપાદન કરવા યોગ્ય વિષય મોક્ષપ્રાપ્તિનો છે. જેમ ભગવાન્ ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થાધિગમ-મોક્ષશાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદન કરવા યોગ્ય વિષય મોક્ષ છે તેમ.. આ વિષય સંબંધે આપણે દરેક પ્રાણીની દૃષ્ટિએ ચિંતન કરીએ તો પ્રાણીઓ અનંત છે. અને બધા જ પ્રાણીઓ સુખને ઇચ્છે છે. પણ સુખની કલ્પના બધાની એક સરખી હોતી નથી. છતાં વિકાસના ઓછાપણા અને વધતાપણાના કારણે પ્રાણીઓના અને એમના સુખના ટૂંકાણમાં બે વિભાગમાં વહેંચણી કરી શકાય છે. એમાં પહેલા વર્ગમાં અલ્પાતિ-અલ્પ વિકાસવાળા અને અલ્પવિકાસવાળા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આવા અતિ-અલ્પ અને અલ્પ વિકાસવાળા પ્રાણીઓના સુખની કલ્પના માત્ર બાહ્ય સાધનો સુધી જ પહોંચે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ બીજા વર્ગમાં અધિક, અધિકાધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે. આવા બીજા વર્ગના પ્રાણીઓ બાહ્ય-ભૌતિક સાધનોની સંપત્તિમાં સુખ ન માનતાં ફક્ત આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિમાં જ સુખ માને છે. ૨૮ ઉપરોક્ત બંને વર્ગ માનેલા સુખમાં તફાવત એ છે કે પહેલું સુખ પરાધીન છે. જ્યારે બીજું સુખ સ્વાધીન છે. પરાધીનસુખ કામ અને સ્વાધીનસુખ મોક્ષ છે. અને એ બેજ સાચા અર્થમાં પુરુષાર્થ છે. લોક વ્યવહારમાં ચાર પુરુષાર્થ કહેવાય છે. પણ તેમાં સાધ્ય તો કામ અને મોક્ષ બે જ છે. અને તેજ પુરુષાર્થ છે. અર્થ અને ધર્મ તો ઉપરોક્ત બે પુરુષાર્થોના વિશિષ્ટ સાધનરૂપે હોઇ ઔપચારિક પુરુષાર્થ કહેવાય છે. એમાં અર્થ એ કામનું અને ધર્મ એ મોક્ષનું સાધન છે. આ બાબતને વિશિષ્ટ રીતે સમજવા માટે આ ગ્રંથ યોગદૃષ્ટિસમુચ્ચય. જીવોનો ક્રમિક વિકાસ કેવી કેવી રીતે થાય છે. તેમાં પહેલી ચાર દૃષ્ટિ સુધી તો જીવ ક્રમે ક્રમે વિકાશ સાધતો જઇ પાંચમીદૃષ્ટિથી મોક્ષાભિમુખ દૃષ્ટિમાં આવી ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ સાધતો જતો આઠમી (૮) દૃષ્ટિમાં સંપૂર્ણ વિકાસ સુધી પહોંચ છે. મોક્ષ જે મુખ્ય ધ્યેય છે. ત્યાં સુધી પહોંચી શકે છે. ચૌદશો ચુમ્માલીશ (૧૪૪૪) ગ્રંથના પ્રણેતા આ મહાનું શાસ્ત્રકાર ભગવાનનો માધ્યસ્થભાવ, દર્શનશાસ્ત્રના પણ જ્ઞાનરુચિ પુરુષો પ્રત્યે કેવો વિશિષ્ટ ભાવ છે કે યોગદર્શનના લખનાર મહાવિદ્વાન્ પતંજલિમુનિ માટે “ભગવાન્ પતંજલિ” આવા શબ્દોનું ઉચ્ચારણ પોતાના યોગબિંદુગ્રંથના ગાથા ૨૦૦ની ટીકામાં કર્યું છે. અને આ ગ્રંધની પણ ૧૦૦મી ગાથાની ટીકામાં તેમના પ્રત્યે “મહામતિ પતંજલિ'' એવું ઉચ્ચારણ કર્યું છે. તે તેઓશ્રીનો અન્ય જ્ઞાનીઓ પ્રત્યેનો કેટલો હાર્દિક પ્રેમ ભરેલો છે. તે સૂચવે છે. પંડિતશ્રીએ આ બાબતનું પણ સૂક્ષ્મ ચિંતન કરી અન્ય મુમુક્ષુ જીવોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ અનેકાનેક રીતે પંડિતજીના લખાણ પ્રત્યે ખૂબ અનુમોદના થાય તેમ હોઇ. અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ. મુમુક્ષુ જીવો પંડિતજીના આવા સુંદર લખાણને વાંચે, વિચારે અને અધ્યયનઅધ્યાપનમાં લઇ સભ્યજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે, પંડિતજી પણ આમ પૂર્વાચાર્યોના ગ્રંથમાં અથાગ મહેનત લઇ જૈન શાસનને અતિ ઉપયોગી ગ્રંથો પ્રકાશમાં લાવતા જ રહે. તે માટે તેમની શારીરિક અને બૌદ્ધિક-શક્તિઓમાં સહાયક થવા શ્રી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ...એજ...શુભાભિલાષી છદ્મસ્થભાવના કારણે જે ક્ષતિઓ થઇ હોય તેની ક્ષમા ચાહવા સાથે... ૩૫ ‘શત્રુંજય” ગોપીપુરા. કાજીનું મેદાન...સુરત... છબીલદાસ કેશરીચંદ સંઘવીના સબહુમાન...જયજિનેન્દ્ર... Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રાક કથન 8 દરેક આસ્તિક દર્શનકારો આત્માને માને છે. અને મોક્ષને પણ સ્વીકારે છે. પરંતુ સ્વબુદ્ધિ અનુસારે તેની પ્રરૂપણા કરવાના કારણે તેના સ્વરૂપને સમજવા-સમજાવવામાં સફળ બની શકયા નથી. જ્યારે અસીમ જ્ઞાનના સ્વામી શ્રી તીર્થંકર પરમાત્માએ અતીન્દ્રિય એવાં આ બંને તત્ત્વોને કેવળજ્ઞાનના બળે યથા-સ્વરૂપે જાણ્યાં છે અને જગતના જીવોના કલ્યાણ માટે તેની પ્રરૂપણા કરી છે. એ પ્રરૂપણાને અનુસારે અનેક પૂર્વાચાર્ય ભગવંતોએ ભિન્ન-ભિન્ન ગ્રંથોની રચના કરી છે. તેઓમાંના એક ચતુર્દશ શતાધિક ગ્રંથોના રચયિતા પૂજયવર્ય આ.શ્રી શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ યોગદષ્ટિ ગ્રંથની રચના કરી છે. નિગોદ એ પ્રત્યેક આત્માની અનાદિકાલીન સ્થિતિ છે. એક આત્મા જ્યારે પોતાની પૂર્ણાવસ્થા-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યારે એક આત્મા અનાદિ નિગોદમાંથી બહાર નીકળી પૃથ્વીકાયાદિના ભવોમાં ભ્રમણ કરે છે. આ આત્મા વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય છે. વ્યવહાર રાશિમાં આવેલ આત્મા પંચેન્દ્રિયપણું અને મનુષ્યાદિ ભવ પ્રાપ્ત કરે, છતાં જો તે જીવની તથાભવ્યતાનો પરિપાક ન થયો હોય તો તેની આત્મોન્નતિનો પાયો રચાતો નથી. આ રીતે અનન્ત પુદ્ગલ પરાવર્તનો પસાર થયા પછી જીવને જયારે અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ એક પુદ્ગલપરાવર્તન કાળ ભવ-ભ્રમણનો બાકી રહે છે ત્યારે જીવ ચરમાવર્તમાં આવ્યો કહેવાય છે. અભવ્ય આત્માઓ કયારેય શરમાવર્તમાં આવતા નથી. ચરમાવર્નમાં આવેલ જીવને પણ તરત મોક્ષની તો શું! ધર્મની રુચિ પણ જાગતી નથી. ચરમાવમાં આવ્યા પછી ધીમે ધીમે એને આત્માના વિકાસની વાતો ગમે છે. ધર્મપ્રત્ય પણ રુચિ જાગે છે. અને મોક્ષનું સ્વરૂપ સાંભળવા-સમજવા તત્પર થાય છે. જ્ઞાની ભગવંતોએ આત્માની વિકાસ યાત્રા ભિન્ન-ભિન્ન ગ્રંથોમાં ભિન્ન-ભિન્ન સ્વરૂપે જણાવેલ છે. કયાંક ચૌદ ગુણસ્થાનકના સ્વરૂપની પ્રરૂપણા દ્વારા મુક્તિનો માર્ગ બતાવ્યો છે. તો કોઈક ગ્રંથોમાં ધ્યાનના સ્વરૂપને સમજાવવા દ્વારા મુક્તિની પ્રાપ્તિ કહેલ છે. કયાંક વળી બહિરાત્મદશાના ત્યાગથી અન્તરાત્મદશામાં સ્થિર બની પરમાત્મદશાની સાધના દ્વારા મુક્તિમાર્ગનું નિરૂપણ કર્યું છે. મુક્તિની પ્રાપ્તિ અનેક માર્ગોથી થઈ શકે છે. પણ તે માર્ગો પરસ્પર વિરુદ્ધ ભાવથી નહિ. સાપેક્ષભાવે સ્વીકારવાથી થઈ શકે છે. આ યોગદષ્ટિ ગ્રંથની અંદર યોગમાર્ગની સાધના દ્વારા મુક્તિપદ પ્રાપ્તિનો માર્ગ કંડારેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈનદર્શનમાં ભિન્ન-ભિન્ન સંદર્ભમાં યોગ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થ જણાવેલ છે. યોગદષ્ટિકારે ‘‘મોક્ષેળ યોનનાવ્ યોળઃ '' એવી વ્યુત્પત્તિ કરી મોક્ષની સાથે સંયોજન કરી આપે એવા વ્યાપારને યોગ કહેવાય એવી સમજણ આપી મન-વચન-કાયાના પરમાત્મ ભક્તિ આદિ સર્વ પ્રશસ્ત વ્યાપારને યોગ અન્તર્ગત ગણેલ છે. જેથી યોગની પ્રરૂપણા સાપેક્ષભાવે અનેકરીતે થઇ શકે છે. ગ્રંથકારે (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ એ ત્રણ પ્રકારે પણ યોગનું વર્ણન કરેલ છે. અથવા (૧) યોગાવંચક (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક એમ પણ ત્રણ અવંચકયોગ જણાવ્યા છે. દૃષ્ટિ-સમજણ. આજ સુધી આ આત્માની સમજણ સંસાર સાથે સંબંધ, સુખ સાથે સંબંધ કેવી રીતે થાય? ઇન્દ્રિયજન્ય વિષયસુખ કેમ પ્રાપ્ત થાય? એ અંગેના જ્ઞાનવાળી હતી. પરંતુ હવે જેનું મન સંસારથી ઉભગી ગયું છે. વિષયો અસાર લાગ્યા છે. અને મન મુક્તિ તરફ વળવા લાગ્યું છે એવા જીવને આ યોગદૃષ્ટિ-મુક્તિ સાથે સંબંધ કરાવે તેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર મહર્ષિએ આવી યોગદૃષ્ટિઓ અસંખ્ય હોવા છતાં તેને આઠ વિભાગમાં વહેંચી બધી યોગદૃષ્ટિઓનો આ આઠમાં સમાવેશ કર્યો છે. યોગદૃષ્ટિની જેમ આત્માના દોષો પણ અનંત છે અને ગુણો પણ અનંત છે. પણ મુખ્યતયા આઠ ગુણ-અને આઠ દોષનું વર્ણન કરી એક-એક દૃષ્ટિની સાથે એક-એક ગુણની પ્રાપ્તિ અને એક-એક દોષનો ત્યાગ જણાવેલ છે. વળી એક-એક દૃષ્ટિની સાથે આત્માના જ્ઞાનગુણનો વિકાસ કેવો થાય છે? તે પણ ઉપમા સહ બતાવતાં. યોગનાં આઠ અંગો પણ જણાવેલ છે. આ વિષય બહુ ગંભીર છે. વાંચન કરવાથી આ ગ્રંથના વિષયનો બોધ ક્ષયોપશમના અનુસારે જરૂર થશે, પરંતુ આન્તરસ્પર્શી બોધ તો ગીતાર્થ ગુરુની નિશ્રાએ વધારે થવા સંભવ છે. અન્યથા કદાચ દોષો લાગવાનો પણ સંભવ છે. આ જ કારણથી પૂ. આચાર્યદેવશ્રીએ (૧) ગોત્રયોગી (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગી અને (૩) નિષ્પન્નયોગી એમ યોગિઓના ચાર ભેદ જણાવી ગાથા ૨૨૨થી ૨૨૬ સુધીમાં આ ગ્રંથ કોને આપવો અને કોને ન આપવો તેની ભલામણ કરી છે. આવો આ ગંભીર ગ્રંથ પં. શ્રી ધીરજલાલભાઇએ ખૂબ સરળ ગુર્જરભાષામાં ઉતારી શ્રીસંઘ સમક્ષ રજુ કર્યો છે. પંડિતજીએ કઠિનપદાર્થો વિશિષ્ટ પ્રજ્ઞાબળે ખૂબ સરળતાથી રજુ કર્યા છે. તેથી યોગદૃષ્ટિના અભ્યાસકોને આ અનુવાદ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વધારવામાં જરૂર સહાયક થશે. પરંતુ આ ક્ષયોપશમ તે તે આત્માના મોહનો ક્ષયોપશમ કરવામાં સહાયક બની ક્રમશઃ યોગદૃષ્ટિઓના વિકાસ સાથે આત્મવિકાસની યાત્રા સંપૂર્ણ કરવામાં સહયોગી બને તો ગ્રન્થાનુવાદ-કર્રાનો પ્રયત્ન પણ સાફલ્યને પામે. અજ્ઞાનવશ યા ભ્રાન્તિવશ કંઇપણ આજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો ‘મિચ્છામિ દુક્કડં” રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળા Page #34 -------------------------------------------------------------------------- ________________ બે બોલ આસન્ન ઉપકારી પ્રભુ મહાવીરના શાસનમાં ચૌદપૂર્વનું જ્ઞાન અને દૃષ્ટિવાદ વિચ્છેદ થયા પછી પણ પૂર્વ મહર્ષિઓએ પોતાની પાસે જે જ્ઞાન બચ્યું તે શાસ્ત્રારૂઢ કર્યું, આવા ગ્રંથો સવિશેષ ઉપયોગી થાય એ હેતુથી તેની ઉપર ચૂર્ણિ-ટીકા-ભાષ્ય આદિ બનાવ્યાં. શાસ્ત્રારૂઢ થયેલા આગમગ્રંથો ભણવા માટે અધિકારી જીવોના ઉપકાર માટે પૂર્વાચાર્યોએ આગમગ્રંથોના સાર રૂપે અનેક પ્રાકરણિક ગ્રંથો બનાવ્યા. તે ગ્રંથકારોમાં એક મહાન્ વિભૂતિ સ્વરૂપ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ. પણ છે. જેઓએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી છે આજે તેઓના ૫૦-૬૦ ગ્રંથો ઉપલબ્ધ છે. તે પૈકી યોગવિષયક ચાર ગ્રંથો પ્રાપ્ય છે. આ યોગદૃષ્ટિ ગ્રંથ પણ તે ચારમાંનો એક છે. “મોક્ષની સાથે ક્રમરાઃ જોડાણના વિષયવાળો ગ્રંથ છે. અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરતા આત્માને જ્યાં સુધી ઓઘદૃષ્ટિ જતી નથી અને યોગદૃષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આ આત્મા શાશ્વતસુખનો સ્વામી બની શકતો નથી. મન, વચન અને કાયા દ્વારા આત્મામાં પ્રવર્તતો વ્યાપાર તે યોગ કહેવાય છે. પરંતુ તે કર્મબંધનો હેતુ હોવાથી અહીં વિવક્ષિત નથી. કર્મક્ષયના હેતુભૂત સમ્યગ્ બોધવ્યાપાર તે અહીં યોગ છે. અભ્યન્તર દૃષ્ટિ ખોલનારા એવા મહર્ષિ શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથને સામાન્ય જ્ઞાનવાળા જીવો પણ કંઇક જાણી શકે, પામી શકે તે હેતુથી મારા વડીલ બંધુ શ્રી ધીરૂભાઇએ ભાષાનુવાદ સાથે ભાવાનુવાદ તૈયાર કરી બાલભોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમાં ક્રમશઃ આત્મિક વિકાશ સૂચવતી આઠ દિષ્ટ ઉપર શબ્દાર્થ-ભાવાર્થ અને સારાંશ સાથે જૈનદર્શનને નહીં પામેલા જીવો પણ સમજી શકે તે રીતે વર્ણન કરેલ છે. શ્રી ધીરૂભાઇએ લખેલા કેટલાક ભાવાનુવાદો દેશ-વિદેશમાં લોકોને સમ્યજ્ઞાનનું કારણ બન્યા છે અને બને છે. બીજા પણ આવા ભાવાનુવાદો લખીને પ્રકાશિત કરે એવી આકાંક્ષા સાથે તેમના પ્રયત્નને બિરદાવવાપૂર્વક વિરમું છું. એજ લિ. મહેતા રસિકલાલ શાન્તિલાલ-સુરત Page #35 -------------------------------------------------------------------------- ________________ (અંતરની ઉર્મિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનો શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ અનુવાદ કરી અભ્યાસકવર્ગની જીજ્ઞાસા પૂર્ણ કરવા સારો પ્રયાસ કરેલ યોગદષ્ટિસમુચ્ચય નામના આ ગ્રંથના અભ્યાસથી અને પરિશીલનથી સાચી સમજણ મેળવવા દ્વારા સંસારમાં પરિભ્રમણ કરતા જીવો આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરે છે. મિત્રા વગેરે આઠ દૃષ્ટિમાંથી જીવ પોતે કઈ દૃષ્ટિમાં છે પરાષ્ટિ કયારે પ્રાપ્ત થાય! તે સમજ આવે છે. દર્પણમાં પોતાના પ્રતિબિંબનું દર્શન થાય છે તેમ જીવ પોતે કયાં છે તે સમજાય છે. યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના અભ્યાસથી જૈનદર્શનના અનેકાન્તવાદને સમજી કદાગ્રહ દૂર કરી મૈત્રીભાવ પ્રાપ્ત કરી પરમાત્મા પ્રત્યે બહુમાન થવા સાથે “ગુણાનુરાગ” પ્રગટ થવામાં આ ગ્રંથનો અભ્યાસ કારણ બને છે. શ્રી ધીરૂભાઇએ દ્રવ્યાનુયોગ, વ્યાકરણ, ન્યાય અને ધાર્મિક વિષયોનું સારું અધ્યયન કરી વર્ષો સુધી સારી રીતે અધ્યાપનનું કાર્ય કરાવેલ છે. વિદેશમાં જૈનધર્મના તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવતાં દિવસે મળતા સમયમાં આ ગ્રંથનો અનુવાદ કરી પદાર્થોનું સરળ ભાષામાં રજુઆત કરવા દ્વારા શ્રુતજ્ઞાનની સુંદર ભક્તિ કરી છે. આ સુંદર કાર્ય કરવા બદલ શ્રી ધીરૂભાઇ ડાહ્યાભાઇને અભિનંદન આપું છું. શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનાં કેટલાક પાનાં મેં વાંચેલ છે. તેથી અભ્યાસકવર્ગને આ ગ્રંથનો અભ્યાસ કરવા ભલામણ કરું છું. આવા ગ્રંથના અભ્યાસથી જીવો ગુણો પ્રાપ્ત કરી ગુણાનુરાગ પ્રાપ્ત કરવા સાથે આધ્યાત્મિક વિકાસ કરવા સમર્થ બને એવી આશા રાખું છું. શ્રી ધીરૂભાઇ આધ્યાત્મિક વિષયના બીજા ગ્રંથોનું સંપાદન કરી અભ્યાસક વર્ગની જિજ્ઞાસા પૂરી કરે તેવી આશા રાખું છું. તા. ૨૧-3-૨૦OO. ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. લિ. માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી Page #36 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી વીતરાય નમઃ || યાકિનીમહત્તરાસૂનુ-તર્કસમ્રાટ્-અધ્યાત્મચોગી સુરિપુરન્દર-આચાર્યમહર્ષિ-શ્રી હરિભદ્રસૂરિજી વિરચિત સ્વોપજ્ઞટીકા સંયુક્ત શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ઉપોદ્ઘાત “આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ” અર્થાત્ આત્માનો આન્તરિક આધ્યાત્મિક વિકાસ ક્રમ. તેને યોગ કહેવાય છે. આ યોગ આત્મા ઉપર અનાદિકાળના લાગેલાં કર્મોનો ક્ષય કરનાર છે. કર્મગ્રંથ, કમ્મપયડી આદિ ગ્રંથોમાં મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિને જે યોગ કહેવાય છે. તે યોગ કર્મબંધનો હેતુ છે તે ગ્રંથોમાં યોગ એટલે યુંજન-સ્ફુરણ-પ્રવૃત્તિ કાયાદિ દ્વારા આત્મપ્રદેશોનું આન્દોલન એવો અર્થ છે. જે આત્માપ્રદેશોની અસ્થિરતા દ્વારા કર્મબંધ કરાવે છે. અને અહીં વપરાતો યોગશબ્દ કર્મક્ષય કરાવનાર છે તેથી બન્ને જગ્યાએ “યોગ” શબ્દનો પ્રયોગ સમાન હોવા છતાં પણ અર્થ ભિન્ન-ભિન્ન છે. આત્મા ઉપર લાગેલાં કર્મોના વાદળને દૂર કરી પ્રગટ થયેલી ગુણવત્તા-ગુણોનો વિકાસ, ગુણોનો આવિર્ભાવ-પોતાના નિર્મળ સહજસ્વરૂપની પ્રાપ્તિ તરફનું જે ગમન તેને અહીં યોગ કહેવામાં આવશે. મોક્ષેળ યોનનાવિતિ યો:- આવો યોગ જે મહાત્મામાં હોય તે યોગિ કહેવાય છે. તત્ત્વનો સાચો બોધ તે સમ્યજ્ઞાન તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ જ સભ્યશ્ચારિત્ર છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું પ્રથમ જરૂરી છે કે જેથી તે વસ્તુ ઉપકારી છે એમ જણાય તો પ્રવૃત્તિ કરી શકાય અને તે વસ્તુ અપકારી છે એમ જણાય તો નિવૃત્તિ કરી શકાય, માટે પ્રથમ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી “આ વસ્તુ આમ જ છે” એવી રુચિ-પ્રીતિ-વિશ્વાસ કરવો આવશ્યક છે. રુચિને સમ્યગ્દર્શન કહેવાય છે કે જેનાથી નિવૃત્તિ-પ્રવૃત્તિ નિર્ભયપણે અદમ્ય ઉત્સાહથી થાય છે. જ્ઞાન તથા રુચિ મેળવ્યા પછી કરાતી નિવૃત્તિ-પ્રવૃત્તિને “સમ્યક્ચારિત્ર” કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્નાન-સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીનો મૂલ આધાર “જ્ઞાન” જ છે. આ જ્ઞાનને (સમજણશક્તિને) શાસ્ત્રોમાં બોધ કહેવાય છે. અને જે બોધ છે તે જ દૃષ્ટિ કહેવાય છે. આ આત્માની જે તરફ દૃષ્ટિ ઢળે છે તે તરફ જ વધારે ને વધારે રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ હોય છે. યો. ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ઉપોદ્ઘાત વળી જે આત્માની જે બાજુની દૃષ્ટિ (જ્ઞાન-બોધ) જેટલી જોરમાં હોય છે. તે આત્માની તે બાજુની રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ તેટલી જ જોરથી હોય છે. માટે દૃષ્ટિ (જ્ઞાન-બોધ) એ જ રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિનો (એટલે કે દર્શન અને ચારિત્રનો) મૂલાધાર છે માટે જ આ ગ્રંથમાં દૃષ્ટિઓનું વર્ણન કરવામાં આવે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોની દૃષ્ટિ બે જાતની હોય છે. (૧) સાંસારિક સુખો તરફ અર્થાત્ ભોગ સુખ તરફ દૃષ્ટિ અને (૨) મોક્ષ તરફ દૃષ્ટિ અર્થાત્ આત્માના ગુણવિકાસના સુખ તરફ. પ્રથમ દૃષ્ટિ પ્રાય સર્વજીવોમાં હોય જ છે. અનાદિકાલીન મોહની પરવશતાના લીધે પૌદ્ગલિક સુખોની તીવ્ર ઘેલછા, અને દુઃખોથી ભયભીતતા સર્વજીવોમાં સદા સહજ હોય છે તેને જ ભવાબિનન્દિતા પણ કહેવાય છે. આવી દષ્ટિના કારણે જીવ સદા સાંસારિક સુખનો રાગી, સુખનાં સાધનોનો રાગી, સુખનાં સાધનોના પરિગ્રહવાળો, અને સુખ કે સુખનાં સાધનોમાં વિક્ષેપ કરનારા ઉપર સદા દૈષવાળો હોય છે તથા દુઃખ ઉપર, દુઃખનાં સાધનો ઉપર, કે દુઃખ આપનાર ઉપર સદા હૈષવાળો હોય છે. અને દુઃખ કે દુઃખનાં સાધનો દૂર કરનાર-કરાવનાર ઉપર સદા રાગવાળો હોય છે. આ રીતે આ જીવ સદા રાગ-દ્વેષ યુક્ત હોવાના કારણે તેનું ચિત્ત સદા કલેશ-કંકાસકડવાશ અને આવેશોથી ઘેરાયેલું જ રહે છે. આવી સંસારાભિમુખ દૃષ્ટિને “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. આ જે દૃષ્ટિ છે તે આ આત્માને દુઃખ ન જ આવે એવા સદાકાળના સુખને આપનારી બનતી નથી. આવા જીવો પત્થર એટલા દેવ માનીને પૂજે, ધર્મ કરે, બાધા-નિયમો કરે, મંત્ર તંત્ર જડીબુટ્ટી કરે. પરંતુ ભોગાભિલાષક દૃષ્ટિ હોવાથી તે ધર્મારાધન પણ પૌદ્ગલિક સુખની લિપ્સાથી અને દુઃખના ભયથી જ કરેલું છે તેથી તે આત્મિક સુખને આપનાર બનતું નથી માટે ભોગસુખ તરફની દૃષ્ટિ એ “ઓઘદૃષ્ટિ” કહેવાય છે સંસારના અર્થી એવા સર્વજીવોમાં તરતમભાવે આ દષ્ટિ હોય છે. આ દૃષ્ટિ જીવને સદા સુખદાયી બનતી નથી. કારણકે સંસારનું પૌદ્ગલિક સુખ દુઃખથી મિશ્રિત જ હોય છે અને અંતે પણ દુઃખ આપનારૂં જ થાય છે તેથી આ શાસ્ત્રમાં આવી ઓઘદૃષ્ટિનું વર્ણન બહુ આવશે નહીં. આ ઓઘ દૃષ્ટિ કોઇને સમજાવવી પડતી જ નથી. અર્થનું સંવર્ધન કેમ કરવું ? અને ભોગસુખો કેવી રીતે મેળવવા અને ભોગવવા ? તેની સમજ કોઈને આપવી પડતી નથી તથા તે સદા સુખદાયી પણ નથી. મોહની પરવશતાથી સહેજે આવડી જ જાય છે. પુણ્યના યોગે પ્રાથમિક અલ્પ પૌલિક સુખ આપે તો પણ સંરક્ષણકાળ અને વિયોગાદિકાળે દુઃખમાં જ પરિણામ પામે છે. બીજી જે દૃષ્ટિ છે. તે પુલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક ગુણોના વિકાસની, અને તેના સુખના આનંદવાળી દૃષ્ટિ છે. તે દૃષ્ટિ આ આત્માને કાળક્રમે મોક્ષની સાથે મુંજન (જોડાણ) કરનાર હોવાથી “યોગદૃષ્ટિ” કહેવાય છે. આ દૃષ્ટિ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમ- અને ક્ષયથી આવે છે. એટલે સમજાવવી પડે છે. આ દૃષ્ટિના અનાદિકાળના સંસ્કાર ન હોવાથી તેના માટે પુરુષાર્થ કરવો પડે છે. માટે જ પૂર્વના મહાગીતાર્થ આચાર્યો આ યોગની દૃષ્ટિઓને સમજાવતા આવ્યા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્ઘાત યોગદષ્ટિ સમુચ્ચય દૃષ્ટિ=(બોધ=જ્ઞાન) ઓઘદૃષ્ટિ યોગદૃષ્ટિ I ભવાભિનંદીપણું મોક્ષાભિલાષા પરભાવદશા સ્વભાવદશા તેથી જ લેશ-કષાય-આવેશ પુગલના સુખની ઘેલછા ગુણોના સુખની ઘેલછા પુગલના સુખનાં સાધનોની ઇચ્છા ગુણપ્રાપ્તિનાં સાધનોની ઇચ્છા સુખનો રાગ અને દુઃખનો દ્વેષ સર્વત્ર રાગ-દ્વેષનો અભાવ તેથી જ વીતરાગતા અને સર્વશતા અનંત જન્મ-મરણની પરંપરા શૈલેશી અવસ્થા-મોક્ષ આ રીતે ઓઘદૃષ્ટિવાળો જીવ (મોહને પરવશ થયો છતો) સંસાર તરફ આગળ વધે છે અને અંતે અનંત જન્મ-મરણની ગર્તામાં ધકેલાઈ જાય છે. જ્યારે યોગદષ્ટિ યુક્ત જીવ ગુણવિકાસ કરતો છતો કદાપિ દુઃખ ન જ આવે એવા શાશ્વત સુખને પામે છે. તેવી દૃષ્ટિને “યોગદષ્ટિ” કહેવાય છે. જેનું વર્ણન આ ગ્રંથમાં સવિસ્તરપણે આવશે. ચરમ પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશેલા જીવને ત્યાંથી પ્રારંભીને આ યોગદૃષ્ટિ (સાચો બોધ-સાચી જ્ઞાનદશા) અંશે અંશે પ્રાપ્ત થતી જાય છે જે તેરમા-ચૌદમા ગુણસ્થાનકે પરિપૂર્ણ ચરમ સીમાને પામે છે. તે યોગદષ્ટિના પ્રત્યેક જીવવાર, અને પ્રત્યેક ગુણસ્થાનક વાર, તરતમભાવેaહીનાધિકભાવે અસંખ્ય ભેદો થઇ શકે છે. એક જ ગુણસ્થાનકવર્તી જીવોમાં પણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમની હીનાધિતાના કારણે અસંખ્ય-અસંખ્ય ભેદો આ યોગદષ્ટિના થાય છે. તથાપિ સર્વજીવોને સરળતાથી સમજાય તે માટે ગ્રંથકારશ્રી આ ગ્રંથમાં યોગદૃષ્ટિના આઠ ભેદ પાડીને તેમાં સર્વ પ્રતિભેદોનો સમાવેશ કરીને આપણને સમજાવે છે. યોગની પ્રથમદષ્ટિમાં જીવને થયેલો બોધ (જ્ઞાન) બહુ જ નિસ્તેજ અને દુર્બળ હોય છે. મોહનાં પ્રબળ કારણો આવે છતે જ્ઞાન દબાઇ જાય છે. તે બોધને સમજાવવા “તૃણના અગ્નિની” ઉપમા આપી કલ્પિતદષ્ટાન્તથી ગ્રંથકારશ્રી સમજાવે છે કે - જેમ તૃણના અગ્નિનું તેજ અલ્પ અને દુર્બળ હોય છે. થોડો પણ પવન આવતાં અથવા સહેજે સહેજે જલદી બુઝાઈ જાય છે. તેવું જ્ઞાન (તેવો બોધ) પ્રથમદષ્ટિ-કાળે હોય છે. ત્યારપછીની દૃષ્ટિઓમાં જ્ઞાન-બોધની તીવ્રતા Page #39 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ઉપોદ્ઘાત અને બળવત્તરતા વૃદ્ધિ પામતાં તે જ્ઞાન ધીરે ધીરે અપરાભવનીય બને છે. માટે આગળ આવતી દૃષ્ટિઓમાં છાણાનો અગ્નિ, કાષ્ઠનો અગ્નિ અને દીપકનો અગ્નિ ઇત્યાદિ ઉપમાઓ આપી બોધની તેજસ્વિતા અને પ્રબળતા ગ્રંથકારશ્રી સમજાવે છે. આઠ દૃષ્ટિઓમાં રહેલા બોધને (જ્ઞાનને) તીવ્ર-તીવ્રતર પ્રકાશવાળી આઠ ઉપમાઓથી અહીં સમજાવાશે. જેમ જેમ સાચી દૃષ્ટિનો (સાચા બોધનો) વિકાસ થતો જાય છે તેમ તેમ આ જીવમાંથી તે તે દૃષ્ટિના (જ્ઞાનના) પ્રભાવે સહેજે-સહેજે ધર્મકાર્ય કરવામાં ખેદ (અરુચિ) ઉદ્વેગ (કંટાળો) અને લેપ (ચિત્તનું બીજે મૂકવું) ઈત્યાદિ દોષો નષ્ટ થતા જાય છે. ખેદ-ઉદ્વેગ-ક્ષેપ વગેરે જે ચિત્તના આઠ દોષો છે તે દોષો દૃષ્ટિઓના પ્રભાવે દૂર થતા જ જાય છે. અને જેમ વસ્ત્રનો મેલ દૂર થતાં તેમાં ઉજ્વળતા સ્વતઃ જ ચમકે છે ઉજ્જવલતા લાવવી પડતી નથી તથા વાસણનો કાટ દૂર થતાં તેમાં ચમક આપોઆપ સ્વતઃ જ આવે છે, સુવર્ણમાં મિશ્ર કરેલો ત્રાંબા-રૂપાનો (પરદ્રવ્યનો) અંશ દૂર થતાં સુવર્ણ આપોઆપ સ્વત: જ ઝળકે છે તેમ યોગદષ્ટિઓના પ્રતાપે ખેદ-ઉગ-ક્ષેપ આદિ મેલ-કાટ-પરભાવદશારૂપ દોષો દૂર થયે છતે અખેદ (ધર્મકાર્યોમાં રુચિ) તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની ઇચ્છા), અને તત્ત્વશુશ્રુષા (એટલે તત્ત્વ ની ઇચ્છા) ઇત્યાદિ ગણોરૂપી ચમક આપોઆપ સ્વતઃ જ ઝળકે છે. જેમ જેમ આત્મામાંથી દોષો દૂર થાય છે અને ગુણો પ્રગટે છે તેમ તેમ યોગનાં યમ-નિયમ-આસન અને પ્રાણાયામ આદિ અંગો પ્રાપ્ત થતાં જાય છે કે જેથી છેલ્લી દૃષ્ટિ આવતાં યોગ પૂર્ણપણે ખીલતાં આ આત્મા પૂર્ણ સમાધિ રૂપ ફળ પ્રાપ્ત કરે છે. આ રીતે આ ગ્રંથમાં યોગની આઠ દૃષ્ટિ, તેમાં થતા બોધને સમજાવવા આઠ ઉપમા, આઠ દોષોનો નાશ, આઠ ગુણોની પ્રાપ્તિ, અને યોગનાં ક્રમશઃ આઠ અંગોનું યંજન વર્ણવવામાં આવશે. યોગની દૃષ્ટિઓનું ચિત્ર ક્રમ | યોગદૃષ્ટિ | યોગાગ | દોષત્યાગ ગુણ-સ્થાન બોધ-ઉપમા | વિશેષતા ૧. | મિત્રા | યમ | ખેદ તૃણાગ્નિકણ | | મિથ્યાત્વ તારા નિયમ ઉગ જિજ્ઞાસા ! ગોમય અગ્નિકણ અદ્વેષ = બલા આસન ક્ષેપ શુશ્રુષા | કાષ્ઠ અગ્નિકણ $T દીમા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપપ્રભા 5 | સ્થિરા પ્રત્યાહાર ભ્રાંતિ 8 | બોધ રત્નપ્રભા સમ્યક્ત્વ કાંતા ધારણા મીમાંસા તારાપ્રભા પ્રભા ધ્યાન સમાધિ અન્યમુદ્ | રુમ્ (રોગ) આસંગ પ્રતિપત્તિ પ્રવૃત્તિ સૂર્યપ્રભા ચંદ્રપ્રભા ૮. પરા Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપોદ્યાત યોગદૃષ્ટિ સમુચ્ચય યાકિની મહત્તા સૂનુ” નામને ધારણ કરનાર અને ૧૪૪૪ અદ્ભુત ગ્રંથોના રચયિતા સૂરિપુંગવ શ્રી હરિભદ્રસૂરિજીએ જૈનશાસ્ત્રોના અભ્યાસની સાથે અન્યદર્શનનાં પણ શાસ્ત્રોનું સચોટ અભ્યાસ કરી તેના નવનીત રૂપ યોગવિષયકદાર્શનિક સર્વ શાસ્ત્રોનો સમન્વય કરનાર અનાદિકાલીન મોહનિદ્રાનો ત્યાગ કરાવી આ આત્માને યોગમાર્ગમાં સબળ પ્રવેશ કરાવનાર, અને યોગમાર્ગમાં પ્રવેશેલા જીવોને સ્થિર કરી વિકાસ સધાવનાર મહામૂલ્યવાનું ગ્રંથ બનાવ્યો છે. યોગના વિષય ઉપર શાસ્ત્રો લખનારા અન્યદર્શનકારો (જેમકે પતંજલિઋષિ, ગોપેન્દ્રમુનિ ઇત્યાદિ યોગાચાર્યો) પ્રત્યે પણ અત્યંત બહુમાન યુક્ત, આદરભાવવાળી આ ગ્રંથકર્તાની જે દૃષ્ટિ છે તે સાચે જ તેઓશ્રીની ઉદારતા, દીર્ઘદૃષ્ટિતા અને પરમકૃતજ્ઞતા જણાવે છે. (જુઓ આ જ ગ્રંથની ગાથા-૧૦૮ની ટીકા તથા વદિ મહાતિઃ તૠત્વિઃતથા યોગબિન્દુ ગાથા ૨૦૦ની ટીકા વિદ્ધિઃ-વિવક્ષ:, ગોપેન્દ્ર-યોજાશાસ્ત્રકૃતીઇત્યાદિ) આ આચાર્યશ્રીએ યોગના અભ્યાસી જીવોના કલ્યાણ માટે યોગના વિષયને સમજાવતા ૪ ગ્રંથો બનાવ્યા છે. (૧) વિંશતિવિંશિકામાં યોગવિંશિકા, (૨) યોગશતક સ્વપજ્ઞ ટીકા સહિત, (૩) યોગદૃષ્ટિ સમુચ્ચય સ્વોપજ્ઞ ટીકા સહિત, અને (૪) યોગબિંદુ. આ ચારે ગ્રન્થો ઉત્તરોત્તર અનુપમ વિષયવાળા મહાકાય ગ્રંથો છે. જે ચાર ગ્રંથોમાંથી પ્રથમના બે યોગગ્રંથો, તથા તેની ટીકાનું સરળ ગુજરાતી ભાષાન્તર લખી પ્રકાશિત કર્યા બાદ હવે આ તેઓશ્રીનો ત્રીજો યોગદૃષ્ટિ સમુચ્ચય” નામનો જે યોગગ્રંથ છે તેનું, તથા તેની ટીકાનું શકય બને તેટલું સરળ બનાવીને આ ગુજરાતી ભાષાન્તર અમે લખ્યું છે. જે અમારા અને અભ્યાસકવર્ગના ક્ષયપશમની વૃદ્ધિ કરનારૂં બનજો. પરંપરાએ બન્નેના કલ્યાણનું કારણ થજો. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. ૩૦૨, રામસા ટાવર્સ, અડાજણ પાટીયા. સુરત-૩૯૦ ૦૯. ફોન : ૬૮૮૯૪૩ ઉપોદ્યાત સંપૂર્ણ ઉપોદરા Page #41 -------------------------------------------------------------------------- ________________ मङ्गलाचरणम् । स्तौमि सर्वज्ञवामेयं, शङ्केश्वरविराजितम् । अश्वसेनकुले जातं, पद्मावतीसुसेवितम् ॥१॥ उत्तमयोगसाम्राज्यं, प्राप्यावयं बुधैरपि । पवित्रं जीवनं यस्य, जगदाश्चर्यकारकम् ॥२॥ यस्य योगप्रभावेण, गाढं वैरं हि नश्यति । वैरिणां जन्मजातानां, घनं सूर्यात्तमो यथा ॥३॥ कनकासनभापुञ्ज-च्छत्रचामरवानपि । अलिप्तोऽयं महायोगी, सेव्यमानोऽमरैरपि ॥४॥ महोपसर्गकर्ताऽयं, प्रनष्टो मेघमाल्यपि । ईदृशं योगमाहात्म्यं, को हि वर्णयितुं क्षमः ॥५॥ मोक्षेण योजनाद् योगश्चित्रा सा मोहमन्दता । आत्मनोऽध्यवसायोऽयं, दृष्टिभेदेन चाष्टधा ॥६॥ मिथ्यादृष्टिगुणस्थानात्स्थानं यावच्चतुर्दशम् । उत्तमात्मविकासोऽयमूर्ध्वारोहेण दर्शितः ॥७॥ दृष्टिरेव प्रधानात्र, संसारमुक्तिहेतवे । प्रथमौघा परा योगा, हेयोपादेयभाविनी ॥ ८॥ अनादिमोहमालिन्यं, योगाभावे न नश्यति । तीव्रत्वाद् दीपलक्षैर्हि, सूर्यनाश्यं तमो यथा ॥ ९॥ योगो महौषधिख्यातो, योगो हि परमामृतम् । योगो दुःखक्षयायालं, योगश्च मुक्तिसाधनम् ॥१०॥ तत्प्राप्त्यै कृतयत्ना हि, धैर्यधनामहाजनाः। योगाभिलाषमात्रेण, भवात्तरन्त्यसंशयम् ॥११ ।। शास्त्रोदधेरसौ नीतः, श्रीहरिभद्रसूरिभिः । अल्पाक्षरमहार्थत्वात्, दुर्बोध्यः कोविदैरपि ॥ १२॥ संस्कृतप्राकृताख्यानां, भाषाणां लुप्तभावतः । कालदोषेण तस्यार्थः, कर्तव्यो मातृभाषया ॥१३॥ योगाध्ययनरागेण, स्वकर्मक्षयहेतवे । प्रारब्धोऽयं महायासो, प्रसन्नास्तु सरस्वती ॥ १४॥ क्व चाल्पविषया मे धीः, हरिभद्रेश्च वाक् क्व च । तथापि भक्तिरागेण, समाप्तौ मे न संशयः ॥१५॥ श्रीयोगविंशिकायोगशतका) विवेच्य तु । प्रारप्स्येऽहं महाग्रन्थं, योगदृष्टिसमुच्चयम् ॥ १६॥ तुष्यन्तु सज्जनास्तत्र, परमार्थाभिलाषिणः । स्वपरेभ्यो हितायायं, भवितात्र न संशयः ॥१७॥ स्खलीभूतं यदत्र स्यात्, छद्मस्थत्वप्रमादतः । अनुपयोगभावेन, तच्छोध्यं च सुबुद्धिभिः ॥ १८॥ -ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ગ્રંથ-પ્રારંભ योगतन्त्रप्रत्यासन्नभूतस्य योगदृष्टिसमुच्चयस्य व्याख्या प्रारभ्यते । इह चादावेवाचार्यः (१) शिष्टसमयप्रतिपालनाय (२) विघ्नविनायकोपशान्तये (३) प्रयोजनादिप्रतिपादनार्थं श्लोकसूत्रमुपन्यस्तवान् - યોગના સિદ્ધાંતને સમજાવનારા અર્થાત્ “યોગ”ના વિષયને સમજાવનારા અન્ય શાસ્ત્રોમાં અતિશય પ્રધાન હોવાથી નિકટતમ બનેલા એવા આ યોગદષ્ટિસમુચ્ચયની ટીકા શરૂ કરાય છે. અહીં પ્રારંભમાં જ આચાર્યશ્રી (૧) શિષ્ટપુરુષોની સમયમર્યાદા-શાસ્ત્રીય આચાર મર્યાદાનું પાલન કરવા, (૨) વિપ્નોના સમૂહની શાન્તિ કરવા, અને (૩) વિદ્વાન પુરુષોની પ્રવૃત્તિ કરાવવા પ્રયોજનાદિ જણાવવા સારુ શ્લોકસૂત્રને (પ્રથમગાથાને) ઉપન્યસ્ત (રજુ) કરે છે. ભાવાર્થ :- યોગના વિષયને સમજાવતા જૈનદર્શનમાં તથા અન્ય દર્શનમાં અનેક ગ્રંથી અનેક મહાત્માઓએ બનાવ્યા છે. પરંતુ સર્વના સારભૂત હોય તેવો, સર્વ દર્શનકારોનો સમન્વય કરે તેવો, સર્વને ઉપાદેય લાગે તેવો, અને સર્વને પ્રીતિ પ્રાપ્ત કરાવનારો એવો આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ છે. તેથી જ આ ગ્રંથ યોગના વિષયવાળાં અન્ય શાસ્ત્રોમાં આસન્નતમ = પ્રધાનતમ = નિકટતમ બનેલો છે. તેની આ ટીકા લખાય છે. કોઇ પણ ગ્રંથ પ્રારંભાય ત્યારે પ્રારંભમાં સર્વે ગ્રંથકર્તાઓ (૧) મંગલાચરણ, (૨) વિષય, (૩) સંબંધ અને (૪) પ્રયોજન આ ચાર ભાવો પહેલી જ ગાથામાં જણાવે છે. તેમ અહીં પણ ગ્રંથકારશ્રી ગ્રંથની આદિમાં જ મંગલાચરણાદિ ચારને જણાવતી પ્રથમ ગાથા રજુ કરે છે. જે મંગલાચરણાદિ ચાર ભાવો જણાવાય છે તેનાં મુખ્યત્વે ત્રણ કારણો છે. (૧) શિષ્ટ પુરુષોના આચારનું પાલન (૨) વિનોના સમૂહની શાન્તિ, અને (૩) વિદ્વાન્ પુરૂષોનો ગ્રંથ પ્રવેશ. આ ત્રણે કારણો આગળ સમજાવવામાં આવે જ છે. नत्वेच्छायोगतोऽयोगं, योगिगम्यं जिनोत्तमम् । वीरं वक्ष्ये समासेन, योगं तद्दृष्टिभेदतः ॥१॥ ગાથાર્થ :- (કર્મબંધમાં હેતુભૂત એવા મન-વચન અને કાયાના યોગથી રહિત હોવાથી) અયોગિ, તથા યોગિઓ વડે જ પ્રાપ્ય, અને જિનોત્તમ એવા વીર પ્રભુને ઇચ્છાયોગથી નમસ્કાર કરી તે યોગની દૃષ્ટિઓના ભેદથી હું સંક્ષેપમાં યોગને સમજાવીશ. ૧. Page #43 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય था:१ टी (१) तत्र शिष्टानामयं समयो यदुत "शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते" । अयमप्याचार्यो न हि न शिष्ट इति, अतस्तत्समयप्रतिपालनाय । तथा चोक्तम् शिष्टानामेषसमयस्ते सर्वत्र शुभे किल । प्रवर्तन्ते सदैवेष्ट-देवतास्तवपूर्वकम् ॥१॥ इत्यादि । (२) तथा “श्रेयांसि बहुविघ्नानि, भवन्ति" इति, उक्तं च श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि ।। अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥१॥ इति ॥ इदं प्रकरणं तु सम्यग्ज्ञानहेतुत्वाच्छ्योभूतम् । अतो "मा भूद् विघ्न" इति विघ्नविनायकोपशान्तये। (३) तथा प्रेक्षावतां प्रवृत्त्यर्थं प्रयोजनादिप्रतिपादनार्थं च । तथा चोक्तम् - सर्वस्यैव हि शास्त्रस्य, कर्मणो वापि कस्यचित् । यावत्प्रयोजनं नोक्तम्, तावत्तत्केन गृह्यते ॥१॥ न चाप्यविषयस्येह, शक्यं वक्तुं प्रयोजनम् । काकदन्तपरीक्षादेस्तत्प्रयोगाप्रसिद्धितः ॥२॥ अस्येदं फलमित्येवं, योग: सम्बन्ध उच्यते । तदुक्त्यन्तर्गतत्वेन, न पृथक् कैश्चिदिष्यते ॥३॥ इत्यादि ॥ વિવેચન :- (૧) “શિષ્ટ પુરુષો કોઈ પણ ઈષ્ટકાર્યમાં પ્રવર્તતા છતા ઈષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે” આવા પ્રકારનો શિષ્ટપુરુષોનો આ આચાર જ છે એટલે કે મહાત્મા પુરુષોનો સહજસિદ્ધ આ આચાર છે કે કોઇપણ ઇષ્ટકાર્યમાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરવી. યોગદષ્ટિસમુચ્ચય નામના આ મહાગ્રંથનો આરંભ કરનાર આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નહીં અર્થાત્ શિષ્ટ જ છે. આ કારણથી શિષ્ટ પુરુષોના આચારનું પાલન કરવા સારુ પ્રારંભમાં મંગલાચરણ કરે છે. અન્યશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “શિષ્ટ પુરુષોનો આ આચાર જ છે કે તેઓ સર્વ શુભ કાર્યમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવા પૂર્વક જ પ્રવૃત્તિ કરે છે.” મંગલાચરણનું આ એક કારણ (શિષ્ટાચારનું પાલન) પ્રથમ સમજાવ્યું. Page #44 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧ યોગદષ્ટિ સમુચ્ચય (૨) મંગલાચરણનું બીજું કારણ એ છે કે “કલ્યાણકારી કાર્યો સદા બહુવિઘ્નોવાળાં હોય છે.” માટે કલ્યાણકારી એવા આ મહાગ્રંથના આરંભમાં વિઘ્નોના વિધ્વંસ માટે પણ મંગલાચરણ કરવું જોઈએ. આ માટે અન્યત્ર પણ કહ્યું છે કે “મહાત્મા પુરુષોને પણ લ્યાણકારી કાર્યો બહુવિદનવાળાં હોય છે. અને અકલ્યાણકારી કાર્યોમાં પ્રવર્તેલાઓને” તો વિનો (આપોઆપ) ક્યાંય ચાલ્યાં જાય છે. “આ કલિકાલનો દુષ્યભાવ કહી શકાય” તેથી વિદ્ગવિનાશ માટે પણ મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણનું આ (વિપ્નવિનાશ એ) બીજુ કારણ સમજાવ્યું. (૩) મંગલાચરણનું ત્રીજું કારણ એ છે કે વિદ્વાન્ માણસોની પ્રવૃત્તિને માટે પણ પ્રારંભમાં મંગલાચરણ કરવું જોઇએ અને પ્રયોજનાદિ પણ પ્રતિપાદન કરવાં જોઇએ, કારણ કે વિદ્વાન્ પુરુષો (એટલે કે વિચાર પૂર્વક કાર્ય કરનારાઓ) જે ગ્રંથમાં મંગલપ્રયોજન-વિષય અને સંબંધ હોતા નથી તેવા ગ્રંથોમાં પ્રવેશ કરતા નથી. પ્રયોજન = આ ગ્રંથ શા માટે બનાવ્યો ? બનાવવાનું કારણ શું ? વિષય = આ ગ્રંથમાં કયો વિષય ચર્ચાશે ? શું સમજાવાશે ? સંબંધ = આ ગ્રંથમાં સમજાવાતો વિષય કયા ગ્રંથોના આધારે સમજાવાશે ? ગ્રંથના આરંભમાં આ ત્રણે બાબતો પણ જણાવવી જરૂરી છે. તો જ પોતાને આવશ્યક અને ઉપયોગી લાગવાથી વિદ્વાન્ પુરુષો તે તે ગ્રંથને ભણે, વાંચે, વંચાવે, અને જ્ઞાન પ્રસારણ કરે. માટે પ્રથમ શ્લોકમાં મંગલાદિ ચારે કહેવાં જોઇએ. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે – સર્વે શાસ્ત્રોમાં અથવા કોઇ પણ વિવક્ષિત કાર્યમાં પ્રયોજન આદિ જ્યાં સુધી કહેવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તે શાસ્ત્ર અથવા તે કાર્ય કોના વડે સ્વીકારાય ? અર્થાત્ તે શાસ્ત્રને કોણ વાંચે ? કોઈ વાંચે નહીં. તથા તે કાર્યને કોઈ કરે નહીં. જે શાસ્ત્ર વિષય વિનાનું હોય છે. તેનું પ્રયોજન કહેવું શક્ય નથી. જેમ કાગડાને દાંત હોતા જ નથી, તો તેની પરીક્ષાદિના પ્રયોગોની પણ અપ્રસિદ્ધિ છે. સારાંશ કે દાંત હોય તો તેની પરીક્ષા કરવાનું પ્રયોજન સંભવી શકે કે તે દાંત સફેદ છે કે શ્યામ છે ? અણીદાર છે કે સ્થૂલ છે ? સવિષ છે કે નિર્વિષ છે ? ઇત્યાદિ પરીક્ષા તો જ સંભવે કે જો દાંત રૂપ વિષય હોય તો, પરંતુ જ્યાં દાંત જ નથી = અર્થાત્ અવિષય છે ત્યાં પરીક્ષાના પ્રયોગો થતા નથી. તેમ જે શાસ્ત્રોમાં અભિધેયરૂપ વિષય ન હોય તે શાસ્ત્રોની પરીક્ષાદિના પ્રયોગો કેમ સંભવે ? માટે ગ્રંથમાં વિષય અવશ્ય કહેવો જોઇએ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧ આ ગ્રંથનું આ ફળ છે” ઇત્યાદિ રૂપ ગ્રંથ એ વાચક છે અને તેનાથી થતું જ્ઞાનરૂપ જે ફળ તે વાચ્ય છે. એમ વાચ્ય વાચક સ્વરૂપ જે યોગ તેને જ સંબંધ કહેવાય છે. વા-વાચકભાવને જ ઉપય-ઉપાય અથવા સાધ્ય-સાધન રૂપ સંબંધ પણ કહેવાય છે. તે સંબંધ જુદો જણાવવો જોઈએ. છતાં વાચક રૂપે લખાતા-કહેવાતા આ ગ્રંથના વચનોમાં જ અંતર્ગત હોવાથી ભિન્નરૂપે કોઈ કોઈ ગ્રંથકારો વડે તે સંબંધ કહેવાતો નથી. આ ત્રણે ગાથા અનુક્રમે પ્રયોજન-વિષય અને સંબંધને સમજાવનારી છે. આ પ્રમાણે શિષ્ટ પુરુષોના આચાર પાલન માટે, નિર્વિન ગ્રંથ સમાપ્તિ માટે, અને વિદ્વર્ગના પ્રવેશ માટે પૂજ્ય ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજશ્રી પણ પ્રથમ શ્લોકમાં મંગલપ્રયોજન-વિષય-અને સંબંધ જણાવે છે तत्र “नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमं वीरं'' इत्यनेनेष्टदेवतास्तवमाह । "वक्ष्ये समासेन योगं तद् दृष्टि भेदतः' इत्यनेन तु प्रयोजनादित्रयमिति श्लोकसूत्रसमुदायार्थः ॥ આ પ્રથમ ગાથામાં ગ્રંથકારશ્રીએ નત્વા થી આરંભીને વીર સુધીના પદોવડે વિદ્ગવિનાયકની ઉપશાન્તિ માટે, ગ્રંથસમાપ્તિ માટે અને શિષ્ટાચારના પાલન માટે, ઇષ્ટદેવતાની સ્તુતિ કરવા રૂપ મંગલ કહ્યું છે. તથા વચ્ચે થી આરંભીને દક્િત: સુધીનાં પદોવડ પ્રયોજનાદિ ત્રણનું (પ્રયોજન-વિષય અને સંબંધનું) પ્રતિપાદન કરેલ છે. પૂર્વાર્ધવડ મંગલ, અને ઉત્તરાર્ધવડે પ્રયોજનાદિ ત્રણ, એમ ચારે બાબતો પ્રથમ ગાથામાં કહી છે. આ સંક્ષિપ્ત અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ હવે આવે જ છે. એટલે અહીં અમે વધારે ચર્ચા કરતા નથી. अवयवार्थस्तु नत्वा-प्रणम्य, वीरं इति योगः । कथमित्याह-इच्छायोगतः इति क्रिया-विशेषणमाह- "इच्छायोगेन" शास्त्रयोग-सामर्थ्ययोगव्यवच्छेदार्थमेतत् । इष्टव्यव-च्छेदश्चायं तदनधिकारित्वेन प्रकरणारम्भे मृषावादपरिहारेण सर्वत्रौचित्यारम्भप्रवृत्ति- प्रदर्शनार्थः । एतेषां च त्रयाणामपि योगानां स्वरूपमनन्तरमेव वक्ष्यति । किंविशिष्टं वीरमित्याह-"जिनोत्तमं" इति वस्तुविशेषणम्। इह रागादिजेतृत्वात् सर्व एव विशिष्ट - श्रुतधरादयो जिना उच्यन्ते, तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायज्ञानजिनाः, केवलिजिनाश्च, तेषामुत्तमः केवलित्वात्तीर्थकरत्वाच्च। अनेन भगवतस्तथाभव्यत्वाक्षि-प्तवरबोधिलाभगर्भार्हद्वात्सल्योपात्तानुत्तरपुण्यस्वरूपतीर्थकरनामकर्मविपाकफलरूपां परम्परार्थसम्पादनीं कर्मकायावस्थामाह । પ્રથમ શ્લોકના એકેક અવયવનો (પદનો) અર્થ આ પ્રમાણે છે –ા વીર=yUTA વી મહાવીર પરમાત્માને પ્રણામ કરીને, દૃષ્ટિઓના ભેદથી યોગનું હું વર્ણન કરીશ એમ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧ ૧ યો. એટલે આવા અર્થનો બોધ કરવા માટે સ્ત્રી પદનો વીર પદની સાથે યોગ (સંબંધ) કરવો. વાથમિદ = મહાવીર પ્રભુને નમસ્કાર કેવી રીતે કરીશ? તેનો ઉત્તર આપે છે કે છાત: = મારી પોતાની અંતરિચ્છાથી હું મહાવીર પ્રભુને પ્રણામ કરીને દૃષ્ટિઓના ભેદથી આ યોગનું વર્ણન કરીશ. અહીં “ઇચ્છાયોગ” શબ્દ વાપરીને ગ્રંથકારશ્રી પોતાનો સાચો નિષ્કપટ ભક્તિભાવ, પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ, નિરભિમાનતા, નિખાલસતા, પરમઉદારતા, અને ઔચિત્યાચરણતા ધ્વનિત કરે છે. જૈનશાસ્ત્રોમાં (૧) ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારનો યોગ આવે છે. (જેનું વર્ણન ગાથા ૨ થી ૫ માં કહેવાશે) તેમાંથી પોતાનો આત્મા શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માટે અનધિકારી છે. તેથી તે બન્ને વ્યવચ્છેદ માટે આ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આવા મહાનું શાસ્ત્રકર્તા પણ પોતાના આત્માને શાસ્ત્રયોગાદિ માટે અનધિકારી કહે છે. તે કેટલી નિરભિમાનતા અને નિખાલસતા કહેવાય ? તો સામાન્ય માનવીને અભિમાન કરવું કેમ શોભાસ્પદ કહેવાય ? (૧) વીતરાગ પ્રભુ પ્રત્યે પોતાની ભાવ નમસ્કાર કરવાની પરમ ઇચ્છા છે. હાર્દિક- વાસ્તવિક ઇચ્છા છે. અલ્પ પણ માયા વિના, બાહ્ય માનાદિની લેશમાત્ર પણ વૃત્તિ રાખ્યા વિના નમસ્કાર કરવાની ઇચ્છા છે. માટે સાચો નિષ્કપટ ભક્તિભાવ સિદ્ધ થાય છે. (૨) સંસારમાં અનેક દેવ-દેવી છે. તે સર્વને ત્યજીને હું તો વીરપ્રભુને જ નમવા ઇચ્છું છું. કારણ કે તે જ યથાર્થ જ્ઞાની અને સાચા વીતરાગ છે આવા પ્રભુ પ્રત્યે પોતાના પરમપ્રેમ છે. (૩) બહુશાસ્ત્રજ્ઞ, અનેકગ્રંથકર્તા, પરમયોગી અને પરમસંવેગનિર્વેદવાનું હોવા છતાં પણ પોતાની જાતને નમસ્કારના વિષયમાં માત્ર ઇચ્છાયોગના જ અધિકારી ગણાવે છે તે કેટલી નિરભિમાનતા, કેવી નિખાલસતા અને નિરવધિક કેવી પરમ ઉદારતા કહેવાય ? અલ્પ પણ મહત્તા દર્શાવવાનું મન નથી. અતિશય પરમ લઘુતા જણાવી છે. (૪) પોતાની લઘુતા બતાવવા પૂર્વક પ્રવૃત્તિ કરતા હોવાથી ઉચિત આચરવાળા છે. આવા ગુણોથી ગુણ્ડિત એવા શ્રીહરિભદ્રસૂરિજી વીરપ્રભુને નમસ્કાર કરીને હવે યોગનું સ્વરૂપ સમજાવે છે. શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ માટે પોતાનો આત્મા પોતાને હજુ યોગ્ય (અધિકારી) ન લાગવાથી અર્થાત્ અનધિકારી લાગવાથી જ આ ઇચ્છાયોગનું કથન ઇષ્ટવ્યચ્છેદ રૂપ છે. એટલે કે જે વિષયમાં પોતાની યોગ્યતા પોતાને જણાતી નથી તેનો વ્યવચ્છેદ કરવો તે ઉચિત જ છે. એટલા માટે આ શબ્દપ્રયોગ કર્યો છે. જો એમ ન કરે તો એટલે કે જે વિષયમાં પોતાની યોગ્યતા (અધિકારિતા) ન હોય તેમાં પોતાની જાતને જણાવે તો પ્રકરણના આરંભમાં જ મૃષાવાદ બોલવાનો દોષ લાગે. તેવા પ્રકારના મૃષાવાદ બોલવાના દોષનો પ્રકરણારંભમાં પરિહાર કરવો છે. એટલા માટે આ વ્યવચ્છેદ કર્યો છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧ વળી જેટલી પોતાની યોગ્યતા હોય તેટલા જ વિષયમાં પ્રવૃત્તિ કરવી એ જ “ઉચિતાચરણ” કહેવાય છે. ઉત્તમપુરુષોએ સર્વત્ર ઉચિત આચરણથી જ પ્રવૃત્તિ કરવી જોઇએ. આ અર્થદર્શન માટે પણ આ ઈચ્છાયોગ શબ્દનો પ્રયોગ કરીને ઇતરનો વ્યવચ્છેદ જણાવ્યો છે. પોતે મહાજ્ઞાની, મહાયોગી, મહાત્મા, અને મહાસંત હોવા છતાં પોતાને અલ્પ પણ મૃષાવાદનો દોષ ન લાગી જાય તે માટે અને સજ્જન પુરુષોએ સર્વત્ર ઉચિત જ (પોતાના અધિકાર પ્રમાણે જ) પ્રવૃત્તિ કરવી જોઇએ આવો ગંભીર સંકેત જણાવવા ગ્રંથકારશ્રીએ “ઇચ્છાયોગ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેષાંક આ ત્રણે યોગોનું વર્ણન હમણાં જ ગાથા ૨ થી ૫ માં જણાવાશે. વિવિશિષ્ઠ વીfમર્યાદિ-ગ્રંથકારશ્રી જે વીરપરમાત્માને નમસ્કાર કરવા ઇચ્છે છે તે વીરપરમાત્મા કેવા છે? તે જણાવવા માટે ગ્રંથકારશ્રી વીરપ્રભુનાં ત્રણ વિશેષણો જણાવે છે १ अयोग, २ योगिगम्य, ३ जिनोत्तम (૧) ત્યાં પ્રથમ જિનોત્તમ વિશેષણનો અર્થ પ્રગટ કરે છે કે આ નિરોત્તમ વિશેષણ વીરપરમાત્માનું જે “શુદ્ધાત્મદ્રવ્ય” છે, તેનું છે. આ સંસારમાં જે જે આત્માઓ “રાગાદિ દોષોને” જીતે છે. તે સર્વે જિન કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે વિશિષ્ટશ્રુતજ્ઞાની (શ્રુતકેવલી) આદિ અનેક મહાત્મા પુરુષો પોતપોતાની ભૂમિકા પ્રમાણે ઉત્તરોત્તર અધિક-અધિકપણે દોષોને જીતે જ છે. તેથી વિશિષ્ટશ્રુતજ્ઞાની હોય અને શ્રુતજ્ઞાનના બળે મોહાદિ દોષોને જીતતા હોય એવા તે શ્રુતકેવલી આદિ પણ શ્રુતજિન કહેવાય છે. એવી જ રીતે અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, અને કેવલજ્ઞાની મહાત્માઓ પણ પોતાના ઉત્તમ સમ્યજ્ઞાનાદિગુણો દ્વારા રાગાદિ દોષોને જીતે જ છે તેથી તેઓને પણ અવધિજિન, મન:પર્યવજિન અને કેવલીજિન કહેવાય છે. તેવા તેવા અનેક પ્રકારના જિનોમાં મહાવીર પ્રભુ સર્વથી ઉત્તમ છે. માટે મહાવીર પ્રભુને જિનોત્તમ એવા વિશેષણથી વિશેષ નમસ્કરણીય તરીકે ભિન્ન જણાવે છે. જિનોત્તમ કહેવાનાં બે કારણો છે. (૧) કેવલિ હોવાથી, અને (૨) તીર્થકર હોવાથી વીરપ્રભુ જિનોત્તમ છે. મૃતજિન, અવધિજિન, અને મન:પર્યવજિનથી વીરપ્રભુને ઉત્તમ કહેવામાં વનિત્વાન્ (કેવલી હોવાથી) એ હેતુ લગાડવો અને કેવલીજિનની અંદર ઉત્તમ કહેવામાં તીર્થરત્વત્ (તીર્થંકર હોવાથી) આ હેતુ લગાડવો. પ્રશ્ન = સામાન્ય કેવલી અને તીર્થકર કેવલી આ બન્ને પ્રકારના કેવલીઓમાં સર્વજ્ઞતા અને વીતરાગતા એક સરખી છે તથા બન્ને કેવલીઓ મોક્ષે જાય છે અને અશરીરી બને જ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૩ છે. તથા આઠેકર્મોના ક્ષય જન્ય શુદ્ધાત્મદ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિ સમાન જ હોય છે. તો મહાવીર પ્રભુને કેવલીઓમાં (કેવલિજિનોમાં) ઉત્તમ એમ કહેવાનો શો અર્થ છે ? ઉત્તર = આ વિશેષણ મોક્ષાવસ્થાગત અશરીરી અવસ્થાને આશ્રયી નથી. પરંતુ તેરમા ગુણસ્થાનકવર્તી સશરીરી અવસ્થાને આશ્રયી કર્મકાયાવસ્થા (પરોપદેશ આપવા રૂપ વર્મ કાર્ય કરતી વાય કાયાવાળી વસ્થાન અવસ્થા)ને આશ્રયી છે. પ્રશ્ન = તેરમાં ગુણસ્થાનકે પણ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મોનો ક્ષયજન્ય અનંતજ્ઞાનાદિ ચાર અનંત ચતુટ્યરૂપ આત્મગુણો બન્ને કેવલીઓમાં સમાન જ હોય છે. અલ્પ પણ ભેદ નથી તો તેરમા ગુણસ્થાનકને આશ્રયી પણ “જિનોત્તમ” વિશેષણ કેમ ઘટે ? ઉત્તર = બન્ને કેવલીઓમાં ઘાતિકના ક્ષયજન્યગુણોની સમાનતા હોવા છતાં પણ “અઘાતિકર્મોના” ઉદયજન્ય પુણ્યાઇ હીનાધિક હોય છે. તીર્થંકર પરમાત્માઓની તીર્થંકરનામ કર્મના ઉદયજન્ય વિશિષ્ટ પરોપકાર કરનારી કાયા હોય છે. તેને આશ્રયી આ “જિનોત્તમ” વિશેષણ સાર્થક છે. અને માવત: = આ વિશેષણ વડે ભગવાનની આવી કર્મકાયાવસ્થા ગ્રંથકારશ્રીએ જણાવી છે. પ્રશ્ન = આવા પ્રકારનું તીર્થકર નામકર્મ કેવી રીતે પ્રાપ્ત થાય છે ? ઉત્તર = તથાભવ્યત્વક્ષિણ-ત્યાદ્રિ જેમ બીજમાં ઉત્પત્તિકાળથી જ અંકુરોયાદનની યોગ્યતા હોય છે. સ્ત્રીજીવમાં ગર્ભકાળથી જ ગર્ભાધાનાદિની યોગ્યતા હોય છે. તેમ આ જીવ સંસારમાં જયારથી છે ત્યારથી અર્થાત્ અનાદિકાળથી આત્મામાં પારિણામિકભાવે રહેલી તેવા પ્રકારની જે યોગ્યતા તેને તથાભવ્યતા કહેવાય છે. આવા પ્રકારની તથાભવ્યતા પાકવાથી (તેનો કાળ પૂર્ણ થવાથી) આ જીવે તિબંધક-સકૃબંધક-અપુનબંધક-ચરમ યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ--અનિવૃત્તિકરણ અને અંતરકરણ આદિ યોગ્ય પ્રક્રિયા કરવા દ્વારા મક્ષિણ = પ્રાપ્ત કરેલા વિરોધનામાર્ગ = શ્રેષ્ઠ સમ્યકત્વરૂપ વરબોધિના લાભથી ગર્ભિત એવો વાત્સલ્ય = અરિહંતાદિ પરમ ઉપકારી વીશસ્થાનકો પ્રત્યે જે પરમવાત્સલ્યભાવ= પરમ ભક્તિભાવ છે તેના કારણે, તથા સંસારમાં પરિભ્રમણ કરતા સર્વજીવોને હું ધર્મ રસિક કરૂં. કલ્યાણના માર્ગે ચડાવું એવી પરમકરૂણામય પરોપકારની ભાવનાના કારણે ૩પત્તાનુત્તરપુષ્યસ્વરૂપ= બાંધેલા અદ્વિતીય પુણ્યસ્વરૂપ એવા તીર્થકર નામકર્મના વિપાકોદયના ફળસ્વરૂપ, અને અવર્ણનીય એવા પરોપકાર કરનારી તથા તેરમા ગુણસ્થાનકે જ આવનારી, સંસારીજીવોને તારવામાં પ્રવહણ સમાન તથા તીર્થની સ્થાપના કરવા રૂપ કાર્ય કરનારી એવી કાયાની જે અવસ્થા છે. તેવી કાયાવસ્થાવાળા ભગવાન છે. એમ આ વિશેષણ વડે સૂચવવામાં આવ્યું છે. આવી પુણ્યાઇ સામાન્ય કેવલી ભગવંતોમાં તીર્થંકરનામ કર્મના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧ વિપાકોદયના અભાવે સંભવતી નથી. માટે તીર્થક્ષરત્વત્ આ હેતુ જિનોત્તમમાં જે જણાવ્યો છે તે બરાબર ઉચિત જ છે. યમેવ વિશિષ્ટતે “ગયો'' કૃતિ “યવાનન: યો:” વિદ્યमान-योगोऽ योगः, तम् । अनेन च भगवतः शैलेश्यवस्थोत्तरकालभाविनी समस्तकर्मापगमरूपां तथाभव्यत्वपरिक्षयोद्भूतपरमज्ञानसुखलक्षणां कृतकृत्यतया निष्ठितार्था परमफलरूपां तत्त्वकायावस्थामिति । (૨) વળી આ જ મહાવીર પ્રભુનું બીજું વિશેષણ કહેવા દ્વારા જિનોત્તમમાં પણ વિશેષતા જણાવે છે કે “યો' કાયા-વચન-અને મનની શુભ-અશુભ જે છે. પ્રવૃત્તિચેષ્ટા તે આત્માને કર્મની સાથે જોડનાર હોવાથી યોગ કહેવાય છે. કે જે યોગ કર્મબંધનું કારણ છે. આવા પ્રકારનો યોગ જે મહાત્માઓને વિદ્યમાન નથી, અર્થાત્ કર્મબંધના કારણભૂત ત્રણે પ્રકારના યોગનો જેઓએ નિરોધ કર્યો છે તેવા વીરપ્રભુને હું પ્રણામ કરું છું. આ વિશેષણ વડે શેલેશી અવસ્થા (ચૌદમા ગુણસ્થાનક) પછીના કાળે આવનારી, ઘાતીઅઘાતી એમ સર્વે કર્મોના અપગમ (વિનાશ) રૂપવળી તથાભવ્યત્વના પરિક્ષયથી ઉત્પન્ન થયેલા પરમજ્ઞાનાનંદરૂપ, કૃતકૃત્ય થવાથી સમાપ્ત થયેલા પ્રયોજનવાળી પરમપ્રકર્ષાત્મક ફળવાળી એવી ભગવાનની તત્ત્વકાયાવસ્થા (શુદ્ધ આત્મતત્ત્વ માત્ર વાળી અવસ્થા) જણાવી છે. ગયો વિશેષણ વડે સિદ્ધાવસ્થા જણાવી છે. તે કાલે પ્રભુનો માત્ર શુદ્ધ આત્મા જ હોય છે. એટલે આત્મતત્ત્વ એ જ જાણે કાયા હોય તેવી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકારવાળી આત્માની “તત્ત્વકાયાવસ્થા” જણાવી છે. આ અવસ્થામાં પ્રભુને મન-વચન- અને કાયા એમ ત્રણમાંથી એક પણ પ્રકારનો યોગ હોતો નથી. આ અવસ્થા કેવી છે ? તે પાંચ વિશેષણો વડે સમજાવાય છે. (૧) આ અવસ્થા ચૌદમા ગુણસ્થાનકરૂપ શૈલેશી અવસ્થા આવ્યા પછી જ આવે છે. (૨) સર્વકર્મોના અપગમથી જ જન્ય છે. (૩) અનાદિકાળથી આ જીવમાં મોક્ષે જવાની “યોગ્યતા” રૂપ જે તથાભવ્યતા હતી, તે આ જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે નષ્ટ થાય છે. એટલે તથાભવ્યત્વના પરિક્ષયથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના પરમાનંદરૂપ સુખમય આ અવસ્થા છે. (૪) જે જે કાર્ય કરવાનાં હતાં તે તે તમામ કાર્યો (ક્ષપકશ્રેણિ-મોહનાશ-ઘાતકર્મનાશ-સર્વજ્ઞતા-અબંધકતા-સર્વસંવરભાવ-શૈલેશીકરણ મુક્તિપ્રાપ્તિ આદિ સર્વકાર્યો) કરાયાં હોવાથી નિષ્ક્રિતાર્થ સમાપ્ત પ્રયોજનવાળી આ અવસ્થા છે. (૫) તથા પરમફલસ્વરૂપsઉત્કૃષ્ટફલાત્મક અંતિમ સાધ્યની સિદ્ધિસ્વરૂપ એવી આ અવસ્થા છે. આ પ્રમાણે અયોગ વિશેષણથી પરમાત્માની આવા પ્રકારનાં પાંચ વિશેષણોવાળી તત્ત્વકાયાવસ્થા જણાવી છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ગાથા : ૧ યોગદૃષ્ટિ સમુચ્ચય अत एवाह “योगिगम्यं" इति, योगिनां गम्य: योगिगम्यः, तम् । योगिनोऽत्र श्रुतजिनादयो गृह्यन्ते, अनेनापि भगवतोऽयोगिमिथ्यादृष्टिगम्यत्वव्यवच्छेदमाह । एतजिज्ञासाया अपि चरमयथाप्रवृत्तकरणभावित्वादन्यदा तदनुपपत्तिरिति । (૩) હવે મહાવીર પ્રભુના “યોગિગમ્ય” એવા ત્રીજા વિશેષણની સાર્થકતા સમજાવે છે કે- આ કારણથી જ (એટલે કે મન-વચન અને કાયાના યોગથી રહિત એવા અયોગિ ભગવાન્ હોવાથી જ) તેમનું સ્વરૂપ યોગિઓજ માત્ર જાણી શકે છે. યોગદશા ન પામેલા જીવો પરમાત્માના સ્વરૂપને જાણી-ઓળખી શકતા નથી. યોગશતકમાં અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશચારિત્રવાનું અને સર્વચારિત્રવાર્ એમ ચાર પ્રકારના યોગીપુરુષો કહ્યા છે. આ ચારે પ્રકારના યોગિ અહીં લેવાના નથી. પરંતુ તેમાં જે શ્રુતજિન આદિ વિશિષ્ટ યોગિ પુરુષો છે. તે જ અહીં લેવાના છે. તેથી કહે છે કે અહીં શ્રુતજિન આદિ યોગિઓ જ લેવાના છે. તેઓની જ દૃષ્ટિ આત્મતત્ત્વ તરફ વિકસિત હોવાથી તેઓને જ “શુદ્ધાત્મતત્ત્વનું સ્વરૂપ સમજાય છે. અચરમાવત આદિ ગાઢ મિથ્યાત્વીજીવોને તો ભવાભિનંદિતા જ હોય છે. તેથી તેઓ તો આત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસાવાળા પણ હોતા નથી. તો જાણપણું આવવાની વાત તો ઘણી દૂર છે. માટે મનાઈપ = યોગિગમ્ય એવા આ વિશેષણ વડે અયોગિ એવા (જેનામાં યોગદશા નથી પ્રગટી એવા અર્થાત્ ગાઢ) મિથ્યાત્વી જીવોને ભગવાનના સ્વરૂપના જાણપણાનો વ્યવચ્છેદ સૂચવે છે. શુદ્ધાત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસા પણ ચરમ યથાપ્રવૃત્તકરણ કાલથી જ (જે યથાપ્રવૃત્તકરણ કર્યા પછી અપૂર્વ-અનિવૃત્તિ-અંતરકરણ અને સભ્યત્વ નિયમા થવાનું જ છે તેવા યથાપ્રવૃત્તકરણ કાલથી) સંભવે છે. તેનાથી અન્યકાલે (પૂર્વકાલે ગાઢ મિથ્યાત્વકાલે) શુદ્ધાત્મતત્ત્વની જિજ્ઞાસાની પણ અનુપપત્તિ છે. ચરમ યથાપ્રવૃત્તકરણ આવ્યા પહેલાં મિથ્યાત્વાદિ દોષોનું પ્રાબલ્ય એવું હોય છે કે શુદ્ધ આત્મતત્ત્વના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી. તો તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા અને પુરુષાર્થની તો વાત જ કેવી? એમ જણાવવા આ ત્રીજું વિશેષણ કહ્યું છે. જિનોત્તમ, કાયાદિના યોગથી રહિત, અને યોગિગમ્ય એવા વીરપ્રભુને નમીને હું યોગ સમજાવીશ. "वीरं" इति चान्वर्थसंज्ञेयं, महावीर्यराजनात्तपःकर्मविदारणेन कषायादिशत्रुजयात्केवल-श्रीस्वयंग्रहणेन विक्रान्तो वीरः, तम् । इत्थमनेन यथाभूतान्यासाधारणगुणोत्कीर्तनरूपत्वाद् भावस्तवस्येष्टदेवतास्तवमाहेति । इष्टत्वं च गुणप्रकर्षरूपत्वाद् भगवतः, देवतात्वं च परमगत्यवाप्त्येति । Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧ ચોવીસમા તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવને પ્રણામ કરીને હું આ ગ્રંથ કહીશ. અહીં ચોવીસમા તીર્થંકર પ્રભુનું “વીર” એવું જે નામ છે તે આ નામ પણ સાચે જ અન્વર્થક (અથયુક્ત) સંજ્ઞાવાળું છે. અર્થ રહિત આ નામ નથી. વીર શબ્દની વીર ધાતુ ઉપરથી, અથવા વિ ઉપસર્ગ પૂર્વક ર્ ધાતુ ઉપરથી ઇત્યાદિ અનેક પ્રકારે અન્યશાસ્ત્રોમાં કહેલી સમસ્ત વ્યુત્પત્તિઓથી થતા અર્થો તેઓમાં ઘટે છે. (૧) ઉત્કૃષ્ટ આત્મવીર્ય વડે બીરાજમાન હોવાથી. (૨) તપશ્ચર્યા દ્વારા કર્મોનું વિદારણ કરનાર હોવાથી, (૩) કષાયાદિ ભાવશત્રુઓનો વિજય કરનાર હોવાથી, (૪) કેવલજ્ઞાન રૂપ લક્ષ્મીને સ્વયં વર્યા હોવાથી=અર્થાત્ સ્વયંસંબુદ્ધ હોવાથી. આવા પરાક્રમવાળા જે વીરપ્રભુ થયા, તેમને હું નમસ્કાર કરું છું. યથાભૂત = યથાર્થ, પ્રભુમાં સાચે સાચ ગુણો છે. અને તેવા યથાભૂત = સાચા ગુણો ગાવા એજ ભાવસ્તવનરૂપ છે. તથા અન્ય દેવોમાં (અન્યદર્શનોને માન્ય દેવોમાં) ન સંભવી શકે તેવા અસાધારણ ગુણો પ્રભુમાં છે. તેથી તેવા ગુણો ગાવા એ જ પરમાત્માના ભાવસ્તવનું સ્વરૂપ છે. માટે અહીં પણ જિનોત્તમ, અયોગ, અને યોગિગ આદિ વિશેષણો વડે તથા વીર શબ્દના વિવિધ અર્થો કરવા રૂપ મહાવીર પ્રભુના યથાર્થ અને અસાધારણગુણોનું ઉત્કીર્તન કરવા દ્વારા “ઇષ્ટદેવતાની સ્તુતિ કરવા રૂપ” મંગલાચરણ કર્યું છે. પ્રશ્ન - ગ્રંથકારશ્રીને પ્રભુ મહાવીરસ્વામીમાં જ ઈષ્ટદેવતાપણું કેમ દેખાયું ? અન્ય દેવો કરતાં પ્રભુ મહાવીરસ્વામીમાં જ ઇષ્ટદેવત્વ કલ્પવાનું કારણ શું ? ઉત્તર- TUIDર્ષપર્વાત્માવતરૂછત્વમ્ = અન્ય સર્વે દેવો કરતાં પ્રભુ મહાવીરસ્વામીમાં “ગુણપ્રકર્ષ” ગુણોનો પ્રકર્ષ = અતિશય ગુણો હોવાથી તેમના પ્રત્યે ઈષ્ટવ ગ્રંથકારને યોગ્ય લાગ્યું છે. સજજનોની આ જ નીતિ-રીતિ છે કે ગુણવાનું વ્યક્તિ હોય તેના પ્રત્યે આકર્ષાવું, તેનો જ પક્ષ કરવો, તેને જ ઇષ્ટ માનવા. તેથી મહાવીર પ્રભુમાં આવો ગુણોત્કર્ષ હોવાના કારણે ગ્રંથકારે ઇષ્ટત્વ માન્યું છે. તથા પરમત્યિવાન્યા તેવત્વમ્ પ્રભુ પરમગતિને = મુક્તિગતિને પામ્યા હોવાથી તેઓમાં દેવપણું માન્યું છે. સંસારની ચારગતિમાં વધુ સુખ-આનંદનું જે ક્ષેત્ર છે. તેમાં વર્તતા જીવોને જેમ “દેવ” કહેવાય છે. તેમ મુક્તિ સહિત પાંચગતિ પૈકી આત્મિક પરમ સુખ અને પરમાનંદનું ક્ષેત્ર મુક્તિ માત્ર હોવાથી તેમાં રહેલા જીવોને પણ દેવ કહેવાય છે. એટલે પરમગતિની પ્રાપ્તિની અપેક્ષાએ પ્રભુમાં દેવત્વ કહ્યું છે. આ પ્રમાણે Page #52 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨ યોગદષ્ટિ સમુચ્ચય ૧૭ ઇષ્ટત્વ અને દેવત્વ માનવાનાં કારણો સમજાવ્યાં છે. ગ્રંથના પ્રારંભમાં મંગળ કર્તવ્ય છે. તે સંબંધી ચર્ચા સમાપ્ત થઈ. "वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः" इत्यनेन तु प्रयोजनादित्रयमाह । વાઘ- મિત્તે-વચ્ચે અથાણ્યે-યોf=fમત્રાવિત્નક્ષvi, “તમારે' સંક્ષેપે, विस्तरेण तु पूर्वाचायैरेवायमुक्तोऽप्युत्तराध्ययन-योगनिर्णयादिषु "तद्दृष्टिभेदतः" इति योगदृष्टिभेदेन । तदत्र समासतो योगाभिधानं कर्तुरनन्तरं प्रयोजनम्, परम्पराप्रयोजनं तु निर्वाणमेव । शुद्धाशयतस्तथा सत्त्वहितप्रवृत्तेरस्याश्चावन्ध्यनिर्वाणबीजत्वादिति । મધ્યેય રો:' ઈવ | નાટ્યસાધનનક્ષ: સમ્બન્ધઃ રૂતિ ક્ષાર્થ मार्गः। श्रोतृणां त्वनन्तरप्रयोजनं प्रकरणार्थपरिज्ञानं, परम्पराप्रयोजनं त्वमीषामपि निर्वाणमेव । प्रकरणार्थपरिज्ञानादौचित्येनाऽत्रैव प्रवृत्तेरस्याश्चाप्यवन्ध्यनिर्वाणबीजत्वाલિતિ છે ! મંગળની વાત પૂર્ણ કરીને હવે વિષય-સંબંધ અને પ્રયોજન એ ત્રણને સમજાવતાં કહે છે કે- “યોગ સંબંધી મિત્રાદિ આઠ દૃષ્ટિઓના ભેદથી હું તમને સંક્ષેપમાં યોગ કહીશ” આ પદવડે પ્રયોજન આદિ ત્રણ કહ્યાં છે આ ઉત્તરાર્ધવાળા અર્ધપદવડે પ્રયોજનાદિ ત્રણ કેવી રીતે કહેવાય છે ? તે વાત સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે (૧) વચ્ચે મિથા = હું કહીશ, આ પદ ક્રિયાપદ માત્ર છે. (૨) યો-મિત્રાવિત્ન = મિત્રા-તારા-બલા આદિ દૃષ્ટિરૂપ યોગ. (૩) સમાન સંક્ષેપ = અતિશય સંક્ષિપ્ત રીતે કહીશ. અહીં “સમાન' પદથી ગ્રંથકાર એમ સૂચવે છે કે અલ્પજ્ઞજીવોનું પણ કલ્યાણ થાય તે માટે આ ગ્રંથમાં સંક્ષેપથી જ આઠ દૃષ્ટિઓ દ્વારા યોગ સમજાવાશે, કારણ કે વિસ્તારરુચિ જીવોના કલ્યાણ માટે પૂર્વાચાર્યો વડે આ જ યોગ વિસ્તારથી ઉત્તરાધ્યયન અને યોગનિર્ણય આદિ મહાગ્રંથોમાં કહ્યો જ છે. તેથી હું તો સંક્ષિપ્તરુચિજીવોના કલ્યાણ માટે સંક્ષેપથી જ કહીશ. અને તે પણ મિત્રા-તારા-બલા-દીપ્રા આદિ આઠ દૃષ્ટિઓના ભેદો દ્વારા સમજાવીશ. અહીં “સંક્ષેપથી યોગનું કથન” એ ગ્રંથકર્તા શ્રી હરિભદ્રસૂરિજીનું અનંતર પ્રયોજન છે. ગ્રંથરચનાની પાછળ તુરંત ફળ આપે એવો આશય આ જ છે. અને પરંપરા પ્રયોજન નિર્વાણ મુક્તિની પ્રાપ્તિ કરવી એ જ છે. કારણકે શુદ્ધાશયથી (માન-પાન-પ્રતિષ્ઠા-પુણ્યબંધસ્વર્ગ કે યશાદિની કામના વિના) સ્વ-પરના હિતરૂપે કરાતી આ પ્રવૃત્તિ શુદ્ધાત્માર્થે હોવાથી ચો. ૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨ નિર્વાણ પ્રાપ્તિનું અવસ્થ=નિષ્ફળ ન જાય તેવું બીજ હોવાથી અવશ્ય કારણ થાય જ છે. જેમ અવધ્ય બીજ હોય તો કાળ પાકે છતે તે બીજ શાખા-પ્રશાખા-ફૂલ-ફળરૂપે ફાલ્યું ફૂલ્યું થાય જ છે. તેમ આ યોગ એ નિર્વાણનું અવધ્ય બીજ છે. અને મુક્તિ એ તેનું ફળ છે. “યોગ” એ આ ગ્રંથનું અભિધેય છે અર્થાત્ વિષય છે. આ ગ્રંથમાં યોગનું જ વર્ણન આવશે. એટલે તેના જ અર્થી વિદ્વાનો આ ગ્રંથ સુખે સુખે પ્રીતિપૂર્વક ભણે-ગણે, વાંચે અને વંચાવે. આવા ગ્રંથોમાં “સાધ્યસાધનભાવવાળો” સંબંધ હોય છે. આ માર્ગ ક્ષણ પ્રસિદ્ધ જ છે. અર્થાત્ પરિચિત છે અભ્યસ્ત છે. એટલે કે કોઇક ગ્રંથોમાં ગુરુપર્વક્રમ સંબંધ જેમ હોય છે તેમ કોઈ કોઈ ગ્રંથોમાં (ગ્રંથમાં લખાયેલ) શબ્દ સમૂહ એ સાધન (વાચક-ઉપાય) અને તેનાથી પ્રાપ્ત થતું જ્ઞાન એ જ સાધ્ય (વાચ્ય-ઉપય) એમ સાધ્યસાધનભાવવાળો (અર્થાત્ વાચ્યવાચક ભાવવાળો કે ઉપેય-ઉપાયભાવવાળો) સંબંધ પણ હોય છે એ વાત સલ્લાસ્ત્રોમાં ઘણી જ જાણીતી છે. માટે અહીં તે સંબંધ સમજી લેવો. શ્રોતાનું અનંતર પ્રયોજન પ્રકરણના અર્થનું જ્ઞાન મેળવવું એ છે અને પરંપરા પ્રયોજન શ્રોતાનું પણ મોક્ષ જ છે એમ સમજવું. કારણ કે આવા પ્રકારના યોગપ્રકરણના ગ્રંથોનું અધ્યયન કરવાથી આત્માર્થી મુમુક્ષુ જીવો (યોગ અમારા જીવનમાં કેમ જલ્દી આવે ? ) એવી ઉચિત પ્રવૃત્તિ જ આચરે છે. અને ઉચિત આચરણ આચરવા વડે યોગમાં જ કરાયેલી આ પ્રવૃત્તિ અવશ્ય મુક્તિ પ્રાપ્તિનું અવસ્થબીજ બને જ છે. તેનાથી નિશ્ચિત મુક્તિ પ્રાપ્તિ થાય જ છે. આ પ્રમાણે આ પ્રથમગાથામાં મંગળ, કર્તાનું અનંતર-પરંપર પ્રયોજન, વિષય= અભિધેય, સંબંધ અને શ્રોતાનું અનંતર-પરંપર પ્રયોજન ઇત્યાદિ પ્રાસંગિક વાતો કહી. ૧// एवं सम्पादितेष्टस्तवः प्रयोजनाद्यभिधाय प्रकरणोपकारकं प्रासङ्गिकमभिधातुमाह આ પ્રમાણે હાર્દિક ભાવથી સંપાદન કર્યું છે (પ્રાપ્ત કર્યું છે) ઈષ્ટ દેવતાનું સ્તવન જેઓએ એવા શ્રી હરિભદ્રસૂરિજી પ્રયોજનાદિને કહીને યોગદષ્ટિસમુચ્ચય નામના આ મૂલગ્રંથમાં ઉપકારક એવું ઇચ્છાયોગાદિ યોગત્રયનું પ્રાસંગિક કંઈક સ્વરૂપ સમજાવવા માટે કહે છે કે इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते । योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥२॥ ગાથાર્થ - અહીં જ (પ્રારંભમાં જ યોગની ભૂમિકા મજબૂત કરવા માટે) યોગ સમજાવવાનો પ્રસંગ હોવાથી ઇચ્છાયોગાદિ ત્રણયોગનું સ્વરૂપ યોગિ પુરુષોના ઉપકાર માટે સ્પષ્ટપણે કહેવાય છે. રા Page #54 -------------------------------------------------------------------------- ________________ ગાથા: ૨ યોગદષ્ટિ સમુચ્ચય ટીકા -“વ''તિ પ્રણે, વિનિત્યાદ-“ફચ્છાવિયોગન'' રતિ રૂછાયોशास्त्रयोगसामर्थ्ययोगानाम्, किमत आह-"स्वरूपमभिधीयते" इति स्वलक्षणमुच्यते। किमर्थमेतदित्याह-"योगिनामुपकाराय" इति । योगिनोऽत्र कुलयोगिनः प्रवृत्तचक्रा गृह्यन्ते वक्ष्यमाणलक्षणाः, न निष्पन्नयोगा एव, तेषामत उपकाराभावात्, तदितरेषामेवोपकारार्थम्। उपकारश्चातो योगहृदयावबोधः । कथमभिधीयत इत्याह “વ્યક્તિ સ્પષ્ટ, વાછતમÀવિત્યાદ “સોગઠ્ઠાતિ મિત્રપ્રિન प्रसङ्गाख्य-तन्त्रयुक्त्याक्षिप्तमित्यर्थः ॥२॥ વિવેચન = “દૈવ" એટલે આ જ પ્રકરણમાં અર્થાત્ આ જ ગ્રંથના પ્રારંભમાં (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ. એમ યોગત્રયનું સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપ એટલે સ્વલક્ષણ ત્રણે યોગનાં પોતપોતાના શું શું લક્ષણો છે? તે કહેવાય છે. કારણ કે આ યોગત્રયનું સ્વરૂપ કથન યોગિઓને ઉપકાર કરનારું છે. આ ગ્રંથમાં કહેવાતું યોગાત્રયનું સ્વરૂપ જાણીને પોતાની સાધકદશામાં વિકાસ પામી પૂર્ણપણે યોગ પ્રગટ કરી યોગિ બની શકે તે માટે અમે અહીં પ્રારંભમાં જ યોગત્રયનું સ્વરૂપ કહીશું. તે પ્રશ્ન = યોગિઓના પ્રકાર કેટલા ! અને કયા યોગિઓના ઉપકાર માટે તમે આ યોગત્રયનું સ્વરૂપ લખો છો ! ઉત્તર = યોગિઓના કુલ ચાર ભેદ છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગિ, અને (૪) નિષ્પન્નયોગી, (જુઓ આ જ ગ્રંથની ગાથા ૨૦૮થી ૨૧૨) તે ચાર યોગીનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) ગોત્રયોગી = અહીં ગોત્ર એટલે નામમાત્ર, જેઓ નામમાત્રથી યોગિ છે. પરંતુ યોગિની સાથે જેઓને કંઈ સંબંધ નથી. અથવા જેના પૂર્વજો કેટલાક વર્ષો પહેલાં યોગિ થયા હોય તેના ગોત્રમાં=કુળમાં જેઓ જન્મ્યા છે. પરંતુ અંશમાત્રથી પણ યોગની અપેક્ષા જેમનામાં નથી તે ગોત્રયોગી કહેવાય છે. નામમાત્રથી જ જે યોગિ છે તે. (૨) કલયોગી = જેઓ યોગિઓના પ્રસિદ્ધકુળમાં જન્મ્યા છે. યોગદશા અમારામાં કેમ આવે ? એવી ભાવનાવાળા છે અને યોગપ્રાપ્તિના પ્રવેશને યોગ્ય (૧) સર્વત્ર અદ્વેષ, (૨) ગુરુપ્રિય (૩) દેવપ્રિય, (૪) દ્વિજપ્રિય, (૫) દયાવાન, (૬) વિનીત, (૭) જ્ઞાનવાનું અને (૮) ઇન્દ્રિયદમન આદિ ગુણગણગુણ્ડિત છે તે કુલયોગી કહેવાય છે. સારાંશ કે જેઓ યોગ દશા પ્રાપ્ત કરવાના અર્થી છે તે કુલયોગી છે. (૩) પ્રવૃત્તશયોગિ = જે યોગદશા સાધવાના ચક્રોમાં (સાધનોમાં) પ્રવૃત્તિશીલ Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩ છે. અને ઇચ્છાયોગ તથા પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે તથા સ્થિરતા અને સિદ્ધિયોગના જે અર્થી છે અર્થાત્ યોગદશા સાધવામાં બુદ્ધિના શુશ્રુષા આદિ આઠગુણો પૂર્વક જેઓ સતત પ્રવૃત્તિશીલ છે કે તે પ્રવૃત્તચક્રયોગિ કહેવાય છે. યોગદશાની સાધનામાં વર્તનારા તે પ્રવૃત્તચક્રયોગિ જાણવા. (૪) નિષ્પન્નયોગી જેઓ યોગદશા સાધી ચુક્યા છે. સાધવાનું પ્રયોજન જેનું સમાપ્ત થયું છે. જેને નિષ્પન્નયોગી કહેવાય છે. ૨૦ આ ચાર પ્રકારના યોગિમાંથી અહીં કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગિ જ ગ્રહણ કરાય છે. કારણ કે ગોત્રયોગી તો નામમાત્રથી જ યોગિ છે. પરંતુ તેઓને યોગદશાની સાથે કંઇ જ સંબંધ નથી. યોગ સાધવાની અલ્પ પણ મનોવૃત્તિ નથી. તેઓ આ ગ્રંથ ભણવાના અર્થી નથી. તેથી તેઓને આ ગ્રંથથી ઉપકાર થવાનો નથી. તથા મૂળશ્લોકમાં ‘‘યોગિનામુપાય'' પદમાં ‘યોગિઓના ઉપકાર'' માટે એમ જે લખ્યું છે, તેથી જેઓ યોગિ બની ચૂક્યા છે. એવા નિષ્પન્ન યોગિ જ લેવાની શંકા થાય. તેવા નિષ્પન્નયોગી પણ અહીં લેવાના નથી. કારણ કે તેઓએ તો યોગ સાધી લીધેલ હોવાથી આ ગ્રંથથી તેઓને પણ ઉપકાર થવો અસંભવિત છે. માટે તે બન્નેથી ઇતર એવા કુલયોગી (યોગમાર્ગમાં પ્રવેશ પામતા એવા યોગિ)અને પ્રવૃત્તચક્રયોગિ (યોગમાર્ગને સાધવામાં વિકાસ પામેલા એવા યોગિ)ના ઉપકાર માટે જ અહીં પ્રારંભમાં ઇચ્છાયોગાદિનું સ્વરૂપ સમજાવાય છે. (ટીકામાં - નિષ્પન્નયો વપદમાં લખેલો ત્ત્વ શબ્દ ત્તિ અર્થમાં જાણવો.) = પ્રશ્ન = યોગિઓના ઉપકાર માટે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ તમે કહો છો ત્યાં ‘ઉપકાર'' એટલે શું ? વળી ઇચ્છાદિયોગોનું સ્વરૂપ તમે કેવી રીતે કહેશો ? શું સ્પષ્ટસમજાય તેમ કહેશો કે અસ્પષ્ટ ? વળી મિત્રાદિ આઠ દૃષ્ટિઓ કહેવાનો આ ગ્રંથમાં પ્રસંગ છે. કારણ કે ગ્રંથનું નામ યોગદૃષ્ટિ સમુચ્ચય છે તો આઠદૃષ્ટિઓના વર્ણનના પ્રસંગે અપ્રાસંગિક એવું આ ઇચ્છાયોગાદિનું સ્વરૂપ કેમ કહો છો ? ઉત્તર યોગના મર્મનો બોધ થવો તે જ ઉપકાર કહેવાય છે. જે કુલયોગી છે અને પ્રવૃત્તચક્રયોગિ છે. તેઓને યથાર્થ યોગનો મર્મયોગદશાનું હાર્દ સમજાય તેના દ્વારા તેઓ નિષ્પન્નયોગી બની શકે, એ જ સાચો તેઓનો ઉપકાર છે. તે માટે અમે આ વર્ણન કરીશું. તથા વ્યવન્ત = સ્પષ્ટપણે વર્ણન કરીશું. બરાબર યથાર્થ બોધ થાય તે રીતે જ અમે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ સમજાવીશું. પરંતુ જરા પણ અસ્પષ્ટ નહી કહીએ. સ્પષ્ટ અર્થબોધ થાય તેમજ સમજાવીશું. તથા અમે અહીં જે આ ઇચ્છાયોગાદિનું સ્વરૂપ કહીએ છીએ તે કંઇ અપ્રાસંગિક નથી. પરંતુ પ્રાસંગિક જ છે. કારણકે ઇચ્છાયોગાદિ આ યોગત્રયને મિત્રાદિ આઠ યોગદૃષ્ટિઓની સાથે અતિશય નિકટપણે સંબંધ છે. તે આઠે દૃષ્ટિઓ આ યોગત્રયમાં = Page #56 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૩. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૧ અંતર્ભાવ પામે છે. મિત્રાદિ આઠ યોગની દૃષ્ટિઓનું વર્ણન કરવું એ જ આ ગ્રંથનો વિષય છે. પ્રસંગ છે. આખો આ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ યોગના જ પ્રસંગોને સમજાવનારો ગ્રંથ છે. તેથી પ્રસન્ન મિત્રા આદિ યોગની દૃષ્ટિઓનું નિરૂપણ કરવાનો પ્રસંગ (અવસર) છે. તો તે પ્રસંગે=અવસરે ઇચ્છાયોગાદિ યોગોનું પણ નિરૂપણ કરવું તે યોગ્ય ગણાય. આવા પ્રકારની “પ્રસંગ” નામની શાસ્ત્રીય યુક્તિ (નીતિ-રીતિ)થી આક્ષિપ્ત એટલે વર્ણન માટે પ્રાપ્ત થયેલા એવા તે યોગોનું વર્ણન કરીશ. સારાંશ કે આ ગ્રંથ યોગના પ્રસંગને સમજાવનારો છે. અને આઠ દૃષ્ટિઓ ઇચ્છાયોગાદિની સાથે સંબંધવાળી છે. માટે આઠ દૃષ્ટિઓના પ્રસંગે ત્રણ યોગના કથનનો પ્રસંગ પણ પ્રાપ્ત જ છે. इच्छायोगस्वरूपप्रतिपादनायाह ત્યાં પ્રથમ ઇચ્છાયોગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે જણાવે છે कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः। विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥३॥ ગાથાર્થ ધર્મ કરવાની જેની પૂર્ણ ઇચ્છા છે. તથા આગમના = શાસ્ત્રોના અર્થો જેણે સાંભળ્યા છે. તથા જે જ્ઞાની છે તેવા આત્માનો પ્રમાદવશથી જે અપૂર્ણ ધર્મયોગ છે તે ઇચ્છાયોગ કહેવાય છે. . ટીકા = “adછો.” ત્રિવ્યનમેવ તથવિષયોપભાવેન, अयमेव विशिष्यते किंविशिष्टस्यास्य चिकीर्षोः ? "श्रुतार्थस्य"-श्रुतागमस्य, अर्थशब्दस्याग-मवचनत्वात् । अर्थ्यतेऽनेन तत्त्वं इति कृत्वा । अयमपि कदाचिदज्ञान्येव भवति, क्षयोपशमवैचित्र्यात् अत आह "ज्ञानिनोऽपि"अवगतानुष्ठेयतत्त्वार्थस्यापीति । एवम्भूतस्यापि सतः किमित्याह "प्रमादतः"-प्रमादेन विकथादिना विकल: असम्पूर्णः कालादिवैकल्यमाश्रित्य धर्मयोगो धर्मव्यापारः "यः" इति योऽर्थः वन्दनादिविषयः “स इच्छायोग उच्यते," इच्छाप्रधानत्वं चास्य तथाऽकालादावपि करणादिति ॥३॥ વિવેચન :- વિકલ (અપૂર્ણ-ખોડખાંપણવાળી-ખામીવાળો કંઈક કંઈક અવિધિ દોષવાળો) એવો જે ધર્મયોગ તે ઈચ્છાયોગ કહેવાય છે. દર્શન-વંદન-પૂજા-ભક્તિ-સેવા-વૈયાવચ્ચ આદિ કોઈ પણ જાતની ધર્મની ક્રિયા વિના માત્ર ધર્મની ઇચ્છા તે ઇચ્છાયોગ નથી, તથા ઇચ્છા વિના પરની પરાધીનતાથી કે દંભાદિથી Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩ કરાયેલો ધર્મ તે પણ ઇચ્છાયોગ નથી, માત્ર ઇચ્છા કે માત્ર ધર્મક્રિયા તે ઇચ્છાયોગ નથી. પરંતુ નીચેના ચાર વિશેષણોવાળા આત્માનો વિકલ (અપૂર્ણ-કંઇક દોષવાળો) એવો ધર્મયોગ= ધર્મક્રિયા, તેને ઇચ્છાયોગ કહેવાય છે. યોગમાર્ગ માટે આ ઇચ્છાયોગ એ પ્રથમ સોપાન છે. ૨૨ (૧) તુમિચ્છો:= ધર્મ કરવાની નિષ્કપટપણે અંતરંગ સાચી ઇચ્છા જેને થઇ છે તેવા આત્માના ધર્મવ્યાપારને ઇચ્છાયોગ કહેવાય છે. તેવા પ્રકારના મોહનીયકર્મના ક્ષયોપશમને લીધે સંસારના સુખનો રાગ કંઇક મંદ પડવાથી કપટ વિના, માન-મોભાની ઉત્કંઠા વિના, ધર્મી દેખાવાની કે ગણાવાની લાલસા વિના વંદન-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવાની સાચા ભક્તિભાવપૂર્વકની જે ઇચ્છા થવી તેને ઇચ્છાયોગ કહેવાય છે. ધર્મપ્રવેશમાં આ પ્રથમ સોપાન છે. ઇચ્છાપૂર્વકની જે પ્રવૃત્તિ કરાય છે. તે સાધક દશામાં આવતાં તમામ વિઘ્નોને પણ જીતીને (અવગણીને) ફળ સિદ્ધિ અપાવનાર બને છે. અન્યથા કરાયેલી ધર્મક્રિયા ‘છાર પર લીંપણ'' જેવી બને છે. (૨) શ્રૃતાર્થસ્થ ધર્મ ક૨વાની ઇચ્છાવાળો આ પુરુષ કેવો હોવો જોઇએ ? તે વાત બીજા વિશેષણવડે વિશેષિત કરે છે. એટલે કે કેવા વિશેષણવાળો પુરુષ ધર્મ કરવાની ઇચ્છા યુક્ત હોય તો તેનો ધર્મયોગ તે ઇચ્છાયોગ કહેવાય ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે ધર્મયોગને સમજાવનારાં એવાં આગમો ગુરુગમથી જેણે સાંભળ્યાં છે તેવા શ્રુતજ્ઞાની આત્માનો જે ધર્મયોગ તે ઇચ્છાયોગ કહેવાય છે. અહીં શ્રૃતાર્થ શબ્દમાં અર્થ શબ્દ આગમ અર્થને સૂચવનારો છે. તેની વ્યુત્પત્તિ પણ તે પ્રમાણે જ છે કે ‘‘અર્થતેનેન તત્ત્વ'' જેના વડે (સત્ય) તત્ત્વ જણાય તે અર્થ=આગમ, જે મુમુક્ષુ આત્માર્થીએ સદ્ગુરુમુખે સત્શાસ્ત્રોના અર્થના શ્રવણ દ્વારા આગમોના અર્થ સાંભળેલા છે. એવા શ્રુતજ્ઞાની અહીં સમજવા. તેથી સ્વચ્છંદમતિવાળા, અને મનમાન્યા અર્થ કરનારા, સ્વાર્થને સાધવા અને સ્વદોષને આચ્છાદિત કરવા કપોલકલ્પિત કલ્પનાઓ કરનારા, તથા સ્વતંત્રપણે આગમની પંક્તિઓનો અર્થભેદ કરીને જૈનશાસનની પરંપરાને ભાંગીને ભુક્કો કરનારાઓનો વ્યવચ્છેદ જાણવો. (૩) જ્ઞાનિનોપિ = પ્રથમ બે વિશેષણવાળો એટલે મોહનીયકર્મના ક્ષયોપશમયુક્ત હોવાથી ધર્મ કરવાની ઇચ્છાવાળો, અને સદ્ગુરુ મુખે અનેક આગમોના અર્થ જેણે સાંભળ્યા છે તેવો જીવ પણ પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાની પણ હોઇ શકે છે. અર્થાત્ જ્ઞાન વિનાનો અથવા મિથ્યાજ્ઞાનવાળો પણ હોઇ શકે છે કારણકે કર્મોનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોય છે. કોઇને મોહનીયકર્મનો ક્ષયોપશમ હોય, પરંતુ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન પણ હોય. જેમકે વિધિ આદિના અજાણ જીવો. તથા કોઇને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય, પરંતુ મોહનીયનો ક્ષયોપશમ ન હોય, જેમકે નવ પૂર્વધર મિથ્યાદૃષ્ટિ આદિ. આ કારણથી આવા અજ્ઞાની જીવોમાં એટલે મિથ્યાજ્ઞાનવાળા Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧ યોગદષ્ટિ સમુચ્ચય અજ્ઞાનીઓમાં અને આત્માર્થ સાધવાના જ્ઞાન વિનાના અજ્ઞાનીઓમાં આ ઇચ્છાયોગનો વ્યવચ્છેદ કરવા માટે ત્રીજું વિશેષણ ટાંકે છે. કે આ આત્મા સમ્યજ્ઞાની-સમ્યગ્દર્શની હોય, આત્મજ્ઞાની હોય, આત્માને બરાબર ઓળખી આત્માર્થતા સાધવાની પૂર્ણ અપેક્ષાવાળો એવો જ્ઞાની આત્મા અહીં લેવો. સારાંશ કે આગમશાસ્ત્રોનું વિશાલ જ્ઞાન ભલે ન હોય પરંતુ આત્માર્થ સાધવાનું જ્ઞાન જેઓને વર્તે છે તેવા જીવો અહીં લેવા. જે આત્માએ અનુa =પોતાના આત્માને શુદ્ધ બુદ્ધ કરવા માટે પોતાને શું શું કરવું જોઇએ એમ કર્તવ્યપણા વડે ગવત = જામ્યો છે તવાર = તત્ત્વભૂત સાર જેણે એવા આત્મા અહીં લેવા. માત્ર શાસ્ત્રો ભણી વિદ્વાન્ થઈ ભાષણ આપનારા આત્મા ન સમજવા. પરંતુ યોગ્ય આચારવાળા લેવા. (૪) પ્રતિ = આવો આત્મા દર્શનમોહનીયના ક્ષયોપશમવાળો હોવાથી સમ્યજ્ઞાની છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળો હોવાથી શ્રુતજ્ઞાની પણ છે અને અનંતાનુબંધી કષાયાત્મક ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી ધર્મ કરવાની ઇચ્છાવાળો પણ છે. તો પણ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન કષાય અને નવ નોકષાયરૂપ ચારિત્રમોહનીયનો હજુ ઉદય હોવાથી પ્રમાદને વશ પૂર્ણ ધર્મયોગ સાધી શકતો નથી. અહીં પ્રમાદનો અર્થ આળસુ-ઉંઘણશી-નિદ્રાવણ એટલો જ માત્ર અર્થ ન કરવો. પરંતુ વિકથા આદિ રૂપ પ્રમાદ સમજવો. જે પ્રમાદને લીધે આ આત્મા-આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થાય, પતન પામે એવી રાજ્યકથા-ભક્તકથા-દેશકથા-સ્ત્રીકથા આદિ જે ભાવો છે તે અહીં પ્રમાદ કહેવાય છે આ આત્મા ધર્મ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં પણ યોગ્યકાલે જ ભણવું. વિનયપૂર્વક જ ભણવું ઈત્યાદિ પંચાચારના જે ૮+૮+૮+૧૨+૩=૩૯ આચારો છે તે સાચવવામાં આવા પ્રમાદના કારણે વિકલ-અધૂરો-અપૂર્ણ હોય છે. તેથી આવા આત્માનો વિકલતાવાળો જે ધર્મયોગ તેને ઇચ્છાયોગ કહેવાય છે. ઇચ્છાયોગમાં આવેલો જીવ ધર્મ કરવાની તાલાવેલીવાળો છે એટલે વાતાદ્રિસૈન્યમાશ્રિત્ય=dhત્તે વિણ વદુકાળ ઇત્યાદિ ગાથામાં કહેલા “યોગ્ય કાલે જ ભણવું” વગેરે કાલ-વિનય-બહુમાન આદિ આચારોની વિકલતાને આશ્રયી કરાતો જે ધર્મયોગ (ચૈત્યવંદન-સ્વાધ્યાય-પ્રતિક્રમણાદિ જે ધર્માનુષ્ઠાન) તે ઇચ્છાયોગ જાણવો. આ જીવમાં એટલી બધી ધર્મ કરવાની ઇચ્છાની તીવ્રતા છે કે જેને લીધે તે અકાલે પણ (ધર્મ કરવાના અયોગ્યકાલે પણ) ધર્મ કરવા તત્પર થઈ જાય છે. યોગ્ય કાલાદિ સાચવી શકતો નથી. જેમ જેમ ઇચ્છાની પ્રબળતા વધે છે તેમ તેમ સાંસારિક ભાવોને ગૌણ કરીને તે જીવ ધર્મ કરવા પ્રેરાય છે. પરંતુ ઇચ્છાની અતિશયતાના લીધે તે જીવ અતિચાર સેવી બને છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪ મોહનીયકર્મના ક્ષયોપશમપૂર્વકની ધર્મ કરવાની જે ઈચ્છા એ જ યોગનું પ્રથમ પગથીયું છે. અતિશયજ્ઞાનીનો યોગ થતાં અથવા પ્રમાદ દૂર થતાં જે અવિધિ દોષ છે તે તો ટાળી શકાય છે. કારણ કે આવા જીવોને અવિધિનો રસ હોતો નથી પરંતુ ધર્મયોગનો રસ હોય છે. માટે જ વિધિ સાપેક્ષ જીવનો ધર્મયોગનો અવિધિદોષ એટલો આકરો નથી કે જેટલો વિધિનિરપેક્ષ જીવનો ધર્મયોગનો અવિધિદોષ આકરો છે. ઉત્કટ ઇચ્છા એ જ ચારિત્રમોહનીયના ક્ષયોપશમરૂપ ધર્મબીજ આંશિક પ્રાપ્ત થયું છે તો કાલ પાકતાં જ્ઞાની ગુરુ મળતાં અવિધિદોષ અવશ્ય જશે જ. એમ જાણવું. અહીં પ્રમાદના કારણે “અવિધિદોષ” સેવાય છે. જે સમયે જે ધર્માનુષ્ઠાન આચરવું જોઈએ તે ધર્માનુષ્ઠાન તે સમયને બદલે સમયાન્તરે કરે. ધર્માનુષ્ઠાનોનો જે શાસ્ત્રીય ક્રમ હોય તેને બદલે શાસ્ત્રીયક્રમને ઓળંગીને પૂર્વાપરપણે કાર્ય કરે. પાછળ કરવાનું કાર્ય આગળ કરે અને આગળ કરવાનું કાર્ય પાછળ કરે. આવા પ્રકારનો અવિધિદોષ સેવ છે. પરંતુ ધર્માનુષ્ઠાન આચરવાની મનોવૃત્તિ તીવ્ર હોય છે. ધર્માનુષ્ઠાનનું આચરણ એ ઇચ્છાયોગ નથી. પરંતુ ધર્માનુષ્ઠાન આચરવાની જે હૃદયગત મહેચ્છા તે ઇચ્છાયોગ છે. ઘણી વખત આ જીવ કુલપરંપરાના કારણે, કૌટુંબિક કે સામાજિક રીત-રીવાજના કારણે, અથવા સાંસારિક સુખોના પ્રલોભનના કારણે ધર્માનુષ્ઠાન આચરી લે છે. પરંતુ ધર્માનુષ્ઠાન હિતકારી હોવાથી મારે પ્રતિદિન આચરવું જ જોઇએ એવી મનોવૃત્તિ જામતી નથી. તેથી તે કરાતી ધર્મક્રિયા કાળાન્તરે શાસ્ત્રયોગાદિનું કારણ બનતી નથી. માટે “યોગ” કહેવાતો નથી. જ્યારે ધર્માનુષ્ઠાન એ સુખ અને કલ્યાણનો હેતુ છે, નિર્જરાનું કારણ છે. એમ સમજીને તે આચરવા માટેની (ન થઈ શકતું હોય તો પણ) જે મહેચ્છા તે ઇચ્છાયોગ છે. જે યથાશક્તિ ધર્માનુષ્ઠાન કરવામાં પ્રેરક બને છે અને કાલાન્તરે શાસ્ત્રયોગાદિની પ્રાપ્તિ પણ કરાવે છે. અહીં ઇચ્છાયોગમાં મુખ્ય મુખ્ય બાબતો આ પ્રમાણે છે. (૧) ધર્માનુષ્ઠાન આચરવાની તીવ્ર ઇચ્છા. (૨) ધર્માનુષ્ઠાન વિધિયુક્ત થાય તેવી અપેક્ષા હોવાથી ગુરુ પાસે સતત શાસ્ત્રશ્રવણ, (૩) જે ધર્માનુષ્ઠાન કરવું છે તેના સંબંધી કાલાદિ વિધિની જાણકારી. (૪) પ્રમાદના કારણે ખામીવાળું ધર્માનુષ્ઠાન આ ચાર બાબતોવાળા ધર્માનુષ્ઠાનને ઇચ્છાયોગ કહેવાય છે. ૩. शास्त्रयोगस्वरूपाभिधित्सयाहશાસ્ત્રયોગનું સ્વરૂપ સમજાવવાના આશયથી જણાવે છે કે Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગાથા : ૪ યોગદૃષ્ટિ સમુચ્ચય शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ॥४॥ ગાથાર્થ = પ્રમાદરહિત અને શ્રદ્ધાવંત એવા શ્રાદ્ધને શાસ્ત્રીય સૂકમબોધના કારણે આગમવચનોની સાથે અખંડ (અનુકૂલ) તથા તે જ કારણે અતિચાર રહિત એવો યથાશક્તિ કરાતો જે ધર્મયોગ તે શાસ્ત્રયોગ જાણવો. ૪ ટીકા =“શાસ્ત્રયોાતુ શાસ્ત્રપ્રથાનો યોગ. શાસ્ત્રોના પ્રશ્નમર્િ થર્મવ્યાપાર પવા તુ પુનઃ, “દ'યોગતિ, “યો' વિયઃ વચ્ચે શીત્યાદ"यथाशक्ति शक्त्यनुरूपं, अप्रमादिनः विकथादिप्रमादरहितस्य । अयमेव विशिष्यते "श्राद्धस्य'' तथाविधमोहापगमात्सम्प्रत्ययात्मिकादिश्रद्धावतः, “તો ''-પક્વોયેન દેતમૂન, “વફા''શ્નામેન, “વિ7: _૩મ :, તથા વાતાવૈચાવાયા, “ર પટોતિચારતોષજ્ઞા” તિ જા વિવેચન = (૧) ધર્મ કરવાની ઇચ્છાવાળો, (૨) કંઇક શ્રુતજ્ઞાનવાળો, (૩) સમ્યજ્ઞાની અને (૪) કંઈક પ્રમાદી આવા વિશેષણોવાળા મુમુક્ષુ આત્માનો ખામીવાળો જે ધર્મવ્યાપાર તે ઇચ્છાયોગ કહેવાય છે એ વાત બરાબર સમજાવીને હવે બીજા નંબરનો “શાસ્ત્રયોગ” આ ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. શાસ્ત્રની પ્રધાનતાવાળો જે યોગ તે શાસ્ત્રયોગ. અહીં ધર્મવ્યાપારનો પ્રસંગ ચાલે છે. માટે યોગ એટલે ધર્મવ્યાપાર જ જાણવો. રૂદ એટલે અહીં યોગસંબંધી શાસ્ત્રોમાં યોગનું વર્ણન કરનારા ગ્રંથોમાં શાસ્ત્રોના અભ્યાસની પટુતા પૂર્વકની જે જે ધર્મક્રિયા કરાય તેને શાસ્ત્રયોગ કહેવાય છે. શાસ્ત્રોનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અભ્યાસ, તથા તે વિષયની અતિશય પટુતાના કારણે “ત્રેિ વિUIવહુમાળ' ઇત્યાદિ ગાથામાં કહેલા આચારપૂર્વક જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું જ્યાં વિધિપૂર્વક સેવન હોય કે જેમાં અતિચારો કે દોષો લાગે નહીં. તેથી જ વિકલતા-ખામી વિનાનો શાસ્ત્રાભ્યાસની પટુતાવાળો જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ કહેવાય છે. આ શાસ્ત્રયોગ કોને (કયા જીવને) હોય ? અને કેવા પ્રકારનો હોય ? તેનો ઉત્તર આપે છે કે મvમનિઃ " આ યોગ અપ્રમાદી જીવને હોય છે. શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસના કારણે આ જીવ નિંદા-વિકથા-આદિ પ્રમાદોથી રહિત હોય છે તે કારણે તેનો સઘળો ધર્મવ્યાપાર દોષ વિનાનો, નિરતિચાર, ખામી વિનાનો અને અવિકલ એવો આ યોગ હોય છે. આવો ઉત્તમ આ શાસ્ત્રયોગ કેવા અપ્રમાદીને હોય છે ? તે વધારે સ્પષ્ટ કરે છે કે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૫ શ્રદ્ધ0'=શ્રદ્ધાનંત આત્માર્થી આત્માને હોય છે. અર્થાત્ તેવા પ્રકારનો દર્શનમોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ વિશેષ થવાથી “સંપ્રત્યય''=સમ્યમ્ (દઢ) પ્રતીતિ (વિશ્વાસ) અત્યન્ત વિશ્વાસ તથા આદિ શબ્દથી અત્યન્ત પ્રેમ અને અત્યન્ત રુચિ પૂર્વકની શ્રદ્ધાવાળાને તીવ્રબોધ થવા દ્વારા, શાસ્ત્રોના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થોની પટુતા યુક્ત બોધ થવાના કારણે વસા = તે આગમોના વચનોના આધારે વિન:= અલ્પ પણ અપૂર્ણતા કે વિકલતા વિનાનો, અર્થાત્ કાલ-વિનય-બહુમાન આદિ આચારોની વિકલતાના કારણે જે બાધા (દોષ-અતિચાર) આવી શકે તેવા પ્રકારના દોષ અને અતિચાર રૂપ બાધા વિનાનો જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ સમજવો. - જે જે આત્માઓ શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસમાં અપટુ =કુશળતા વિનાના હોય છે તેઓ પોતાની યોગદશામાં ક્યારે ક્યારે કેવા કેવા અતિચાર-દોષો લાગી જાય તેની જાણકાર હોતા નથી. તેથી અપટુ આત્માઓ દોષ સેવનારા બની જાય છે. પરંતુ આ યોગમાં આવેલા જીવો તીવ્રબોધવાળા=પટુ ક્ષયોપશમવાળા કુશળતાવાળા હોવાથી પોતાની યોગદશાની સાધનામાં ક્યારે ક્યાંય પણ અલ્પદોષ ન લાગી જાય તેની સંપૂર્ણ સાવધાની (કાળજી) યુક્ત હોય છે. આ પ્રમાણે (૧) અપ્રમાદી, અને શ્રદ્ધાયુક્ત આત્માનો શાસ્ત્રીય-તીવ્રબોધના કારણે અપૂર્ણતા-વિકલતા વિનાનો યથાશવિત = પોતાની શારીરિકાદિ શક્તિને અનુસાર કરાતો જે જે ધર્મવ્યાપાર હોય છે. તે સર્વ ધર્મવ્યાપારને શાસ્ત્રયોગ કહેવાય છે. યથાવિત = કોઈપણ ધર્માનુષ્ઠાન શક્તિને અનુસાર કરવાં જોઈએ. યથાશક્તિના બે અર્થો છે. એક શક્તિ છુપાવવી નહિં. અને બીજો શક્તિ ઉપરાંત કરવું નહીં. અહીં પહેલો અર્થ તો સામાઃિ = શબ્દથી જ આવી જાય છે. એટલે મુખ્યતાએ બીજો અર્થ લેવો. શક્તિ ઉપરાંત કરવાથી આર્ત-રૌદ્રધ્યાન થવા દ્વારા વધુ નુકશાન થાય. માટે યથાશક્તિ જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રયોગ જાણવો. ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગમાં મુખ્ય મુખ્ય તફાવત આ પ્રમાણે છે. પહેલામાં ઇચ્છાની પ્રધાનતા છે. પ્રમાદનો સદ્ભાવ છે. અપૂર્ણ ધર્મવ્યાપાર છે. અને અવિધિદોષ છે. જ્યારે શાસ્ત્રયોગમાં શાસ્ત્રની પ્રધાનતા છે પ્રમાદનો અભાવ છે. પરિપૂર્ણ ધર્મવ્યાપાર છે. અને વિધિયુક્ત ધર્મવ્યાપાર છે. - શાસ્ત્રયોગમાં મુખ્ય મુખ્ય બાબતો આ પ્રમાણે છે. (૧) શાસ્ત્રીય સૂક્ષ્મબોધ, (૨) પ્રમાદનો અભાવ, (૩) શ્રદ્ધાયુક્તતા, (૪) આગમાનુસારી વિધિસાપેક્ષતા, (૫) પરિપૂર્ણ (ખામીરહિત) ધર્મવ્યાપાર. (૬) યથાશક્તિ. (શક્તિ ઓળંગ્યા વિના) આ છ બાબતોવાળું Page #62 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫ યોગદૃષ્ટિ સમુચ્ચય જે ધર્માનુષ્ઠાન તે શાસ્ત્રયોગ જાણવો. I૪ सामर्थ्ययोगलक्षणमाह હવે ત્રીજા સામર્થ્યયોગનું લક્ષણ જણાવે છે. शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥ ગાથાર્થ :- સામાન્યપણે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયોવાળો, અને (૨) વિશિષ્ટ પ્રકારની શક્તિની અતિશય પ્રબળતાને લીધે શાસ્ત્રના વિષયથી પર, એવો આ ત્રીજો સામર્થ્યનામનો ઉત્તમ યોગ છે. અને ત્રણે યોગમાં આ સર્વોત્તમયોગ છે. પ ૨૭ ટીકા =‘શાસ્ત્રસવૃશિતોષાયઃ '' કૃતિ સામાન્યેન શાસ્ત્રાભિહિતોપાય: સામાન્યેન शास्त्रे तदभिधानात् । " तदतिक्रान्तगोचरः" इति शास्त्रातिक्रान्तविषयः । कुत इत्याह- शक्त्युद्रेकाद् इति शक्तिप्राबल्यात् । "विशेषेण" इति न सामान्येन शास्त्रातिक्रान्तगोचरः, सामान्येन फलपर्यवसानत्वाच्छास्त्रस्य । "सामर्थ्याख्योऽयं " इति सामर्थ्ययोगाभिधानोऽयं योगः " उत्तमः " = सर्वप्रधानः तद्भावभावित्वात्, अक्षेपेण प्रधानफलकारणत्वादिति ॥ ५ ॥ = વિવેચન જે યોગની પ્રાપ્તિમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ પ્રધાન છે તે યોગને સામર્થ્યયોગ કહેવાય છે. આ યોગમાં પ્રવેશ કરવાના ઉપાયો શાસ્ત્રોમાં સામાન્યથી જણાવ્યા હોય છે.પરંતુ વિશેષે તો પોતાના આત્મબળથી (અનુભવબળથી) જ તેમાં પ્રવેશ કરાય છે, જેમ કે-માર્ગના અજાણ એવા કોઇક મુસાફરે માર્ગના જાણકારને માર્ગ પૂછ્યો, ત્યારે જાણકારે આંગળી ચીંધીને તે અજાણ મુસાફરને માર્ગ બતાવ્યો, એટલે કે આગળ જતાં જમણા અથવા ડાબા વળવાનો ઇત્યાદિ માર્ગ બતાવ્યો, પરંતુ તે જણાવ્યા પ્રમાણેના માર્ગમાં ચાલવાનું, આગળ વધવાનું, અને જેમ જેમ માર્ગ સાંપડતો જાય તેમ તેમ અદમ્ય ઉત્સાહપૂર્વક આગળ આગળ ચાલવામાં તેને પોતાને જ અપૂર્વ શક્તિ પ્રગટ થાય છે. અને તે પોતાની શક્તિ જ કામ આવે છે. તેવી રીતે શાસ્ત્રોમાં સામર્થ્યયોગ પ્રાપ્ત કરવાના સામાન્યથી ઉપાયો બતાવ્યા છે. પરંતુ તેમાં જણાવેલી દિશા પ્રમાણે ચાલતાં ચાલતાં સ્વયં માર્ગ દેખાવા લાગે છે. તેથી તેનામાં પોતાનામાં જ અધિક સામર્થ્ય (બળ) પ્રગટ થઇ જાય છે. આગળ વધવાનો ઉત્સાહ સાંપડે છે. માર્ગ ભૂલી ગયાનો ભય નષ્ટ થઇ જાય છે. સંદેહ દૂર થઇ જાય છે. પોતાનો આત્માનુભવ જ વધુ વિકાસમાં શક્તિ અર્પે છે. જ્યારે “આત્માનુભવ”નો જ સહારો મળી જાય છે ત્યારે શાસ્ત્રની આવશ્યક્તા પણ રહેતી નથી. તેથી જ શાસ્ત્રના Page #63 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય વિષયથી અતિક્રાન્ત વિષયવાળો આ યોગ બને છે. કારણ કે જે માર્ગ પહેલાં દૂર-દૂર, લાંબો-લાંબો, અને મુશ્કેલ દેખાતો હતો તે જ માર્ગ હવે નજીક, ટૂંકો અને સરળ દેખાવા લાગે છે. મોહનીયકર્મનો વિશિષ્ટ વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી શક્તિનો ઉદ્રેક થાય છે. તેથી આત્માનુભવના બળે જ શ્રેણિમાં આરૂઢ થાય છે. તે જ આ સામર્થ્યયોગ છે. અતિશય શક્તિનો આવિર્ભાવ થવામાં અત્યાર સુધી કરેલી શાસ્ત્રાનુસારી યોગસાધના જ પ્રધાન કારણ છે. તે કારણથી અત્યારે આત્માનુભવ જ બળવાન હોવાથી આ આત્મા શાસ્ત્રના વિષયથી વિશેષે કરીને પર છે તો પણ સામાન્યથી શાસ્ત્રના વિષયનું ઉલ્લંઘન કરવાના વિષયવાળો આ યોગ હોતો નથી. અત્યાર સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ જે સેવ્યો, તેનું ફળ અંતે આ જ આવવાનું હતું કે પ્રથમના બે યોગના બલિષ્ઠ આસેવનથી સામર્થ્યયોગમાં આ જીવ આરૂઢ થાય. એટલે શાસ્ત્રયોગ અંતે તો આમાં જ (જીવને સામર્થ્યયોગમાં લઇ જવામાં જ) ફળ-પર્યવસાન પામનાર હતો. અને અંતે તે જ ફળ આવ્યું. માટે સામાન્યથી આ યોગ શાસ્ત્રાતિક્રાન્ત વિષયવાળો નથી. શાસ્ત્રાનુસારી જ છે. પરંતુ વિશેષે વિચારીએ તો આ યોગ શાસ્ત્રના વિષયથી પર છે. ૨૮ આ સામર્થ્યયોગ એ ત્રણે યોગમાં પ્રધાન છે. શ્રેષ્ઠ છે. શિરોમણિ છે. કારણ કે “આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ'' એવો યોગશબ્દનો જે અર્થ છે. તમાવ = તેવા પારમાર્થિક અર્થના ભાવથી ‘“માવિત્ચાત્' યુક્ત- વાસિત આ સામર્થ્યયોગ છે. તેથી અવશ્ય અને અલ્પકાળમાં જ સિદ્ધિરૂપ પ્રધાનફળનું કારણ હોવાથી આ યોગ સર્વોત્તમ યોગ છે. પ્રધાન ફળ જે મુક્તિ છે તેનું વિના વિલંબે, કાલક્ષેપ કર્યા વિના આ યોગ કારણ છે. સારાંશ કે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ એ પણ મુક્તિનાં કારણ તો છે જ, પરંતુ સામર્થ્યયોગ લાવવા દ્વારા કારણ છે એટલે પરંપરા કારણ હોવાથી તેમાં વિલંબ-કાળક્ષેપ થાય છે. જ્યારે આ સામર્થ્યયોગ પછી કોઇ પણ યોગની રાહ જોવાની નથી. તેથી તુરત જ વિલંબ વિના અને અવશ્ય મુક્તિ થતી હોવાથી આ સામર્થ્યયોગ મુક્તિનું પ્રધાનતમ કારણ છે. તેથી આ યોગ સર્વોત્તમ-પ્રધાનયોગ છે. ઇચ્છાયોગમાં ઇચ્છાની અને શાસ્ત્રયોગમાં જેમ શાસ્ત્રની પ્રધાનતા છે. તેમ આ યોગમાં સામર્થ્યની (આત્માનુભવની) પ્રધાનતા છે. પહેલા યોગો પછી પછીના યોગોનું કારણ છે. અને પછીના યોગો આગળના યોગોનું કાર્ય છે. સામર્થ્યયોગની મુખ્ય બાબત ખાસ એ છે કે તેનામાં અનંત૨૫ણે અને શીઘ્રપણે ફળ નિષ્પાદકતા છે. આજ તેની વિશેષતા છે. પા एतत्समर्थनायैवाह— આ જ વાતના સમર્થન માટે ગ્રંથકાર જણાવે છે કે ગાથા : ૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬ યોગદૃષ્ટિ સમુચ્ચય सिद्ध्याख्यपदसम्प्राप्तिहेतुभेदा न तत्त्वतः 1 शास्त्रादेवावगम्यन्ते, सर्वथैवेह योगिभिः ॥૬॥ ગાથાર્થ :-“મુક્તિ” નામના પદની પ્રાપ્તિમાં દર્શન-જ્ઞાન-અને ચારિત્રાદિ કારણભેદો, (કારણો), યોગિઓ વડે પરમાર્થથી સર્વથા શાસ્ત્રદ્વારા જ જણાય એવો નિયમ નથી. II૬॥ ટીકા -‘સિયાપક્ષપ્રાપ્તિòતુમેતા: '’-મોક્ષાભિધાનપવસમ્રાપ્તિાવિશેષા: सम्यग्दर्शनादयः, किमित्याह - " न तत्त्वतः " न तत्त्वभावेन परमार्थतः, ‘‘શાસ્ત્રાदेवावगम्यन्ते " । न चैवमपि शास्त्रवैयर्थ्यमित्याह, "सर्वथैवेह योगिभिः " इति सर्वैरेव प्रकारैरिह लोके साधुभिः, अनंतभेदत्वात्तेषामिति ॥ ६ ॥ વિવેચન : - “સિદ્ધિ” એટલે સર્વકર્મક્ષયજન્ય જે મુક્તિપદ છે તે. તેની સમ્યગ્ પ્રકારે પ્રાપ્તિ કરાવવામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિ જે જે કારણો શાસ્ત્રોમાં કહ્યાં છે. તે તે સર્વ કારણોના તરતમભાવે થતા અનંત ભેદો, તથા પ્રતિભેદો, આ સર્વે પરમાર્થપણે શાસ્ત્રના આલંબનથી જ જણાય એવો નિયમ નથી. કારણ કે શાસ્ત્ર તો દિશાસૂચક છે. દિશા દેખાડીને શાસ્ત્ર અટકી જાય છે. શાસ્ત્રની ત્યાં મર્યાદા આવી જાય છે. પછી તો આત્માના અનુભવરૂપ આત્મ-સામર્થ્યથી જ આગળ વધવાનું હોય છે. દર્શનજ્ઞાન અને ચારિત્રાદિરૂપ મુક્તિનાં કારણો અને તે કારણોનું જ્ઞાન જ્ઞાનાવરણીય અને મોહનીયના ક્ષયોપશમની હીનાધિક્તા પ્રમાણે અનંત ભેદાત્મક છે પદાર્થને જણાવનારી શબ્દરચના અને વાકચરચના આયુષ્યની પરિમિતતાના કારણે અને જિલ્લાના ક્રમવર્તિપણાના કારણે મર્યાદિત છે. આયુષ્ય પણ મર્યાદિત છે. અને ભાષા માટે વપરાતી જિલ્લા ક્રમશઃ જ ભાવો કહી શકે છે. આ બધુ જોતાં જીભ વડે કે શાસ્ત્રવડે અપરિચિત અનંતભેદો કેમ વર્ણવી શકાય ? માટે વચન અગોચર એવા રત્નત્રયીના પ્રકારો આ યોગિમહાત્મા આત્માના અનુભવરૂપ સામર્થ્યથી જ જાણે છે. શાસ્ત્રયોગની સીમા પૂર્ણ થાય ત્યાંથી તે શાસ્ત્રયોગ દ્વારા જ પિરપક્વ બનેલો આ આત્મા સામર્થ્યયોગવાળો બને છે. સર્વથી શ્રેષ્ઠ શક્તિ સંપન્ન અને અન્ય કોઇથી પણ અપરાભવનીય એવો આ સામર્થ્યયોગ જ આત્માને શીઘ્ર ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ કરાવે છે અને કેવલજ્ઞાનની તથા અંતે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે અને અંત સુધી સાથે રહે છે. સંસારમાં કોઇ પણ કાર્યમાં જ્યારે આત્મા પોતે જ નિષ્ણાત બને છે. પોતાનો અનુભવ જ બહોળો થાય છે ત્યારે તે તે કાર્યમાં કોઇ અન્યની સહાયની આવશ્યકતા રહેતી નથી. તેમ અહીં પણ સમજવું. અધ્યાત્મોપનિષમાં પૂ. શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મ. શ્રીએ કહ્યું છે કે ૨૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭ पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुनेः पार्श्वमाकैवल्यं न मुञ्चति ॥ અર્થ - શાસ્ત્રયોગ દિશા દેખાડ્યા પછી એક પગલું પણ આગળ આવતો નથી અને સાથે રહેતો નથી. પરંતુ જ્ઞાનયોગ જ (સામર્મયોગ-અનુભવયોગ જ) કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી મુનિમહાત્માનું પડખું ત્યજતો નથી. એટલે કે મુનિના પડખે રહે છે. યોગિરાજ શ્રી આનંદઘનજી મ.શ્રીએ પણ વીરપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત . કારજ સાધક-બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત છે વીર૦ || અહો ચતુરાઈ રે અનુભવમિત્તની, અહો તસ પ્રીત પ્રતીત | અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત | વીર૦ ૫. અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ || નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ | વીર૦ || શાસ્ત્રયોગ પછી આ યોગિનો આત્મા સામર્થ્યયોગના બળે જ ઉત્કટ વીર્યવાનું થયો છતો કેવલશ્રી વરે છે એટલે શાસ્ત્રયોગ નિષ્ફળ છે એમ ન સમજવું. કારણ કે સામર્થ્યયોગની પાસે પહોંચાડવાનું કામ તો આ શાસ્ત્રયોગે જ કર્યું છે. માત્ર ૬ આ સંસારમાં મુક્તિના કારણભૂત દર્શન-જ્ઞાન અને ચારિત્રને સર્વપ્રકારો દ્વારા અર્થાત્ સર્વભેદ-પ્રતિભેદ દ્વારા સાધુપુરુષો કેવળ એકલા શાસ્ત્રયોગથી પામી શકતા નથી. કારણ કે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે રત્નત્રયીના અનંત ભેદો છે. જ્યારે શાસ્ત્રયોગ તો પરિમિત છે. તેથી શાસ્ત્રયોગ દિશામાત્ર સૂચવે છે ત્યારબાદ યોગી મહાત્મા અનુભવ બળે જ વિકાસ પામે છે. રત્નત્રયી સ્વરૂપ મુક્તિનાં કારણોના અનંતભેદો હોવાથી બધા જ ભેદો શાસ્ત્રોથી ન જાણી શકાય, તો પણ ઘણા ભેદો જણાવનાર હોવાથી અને સામર્થ્યયોગ પાસે લઈ જનાર હોવાથી શાસ્ત્રયોગ પણ સફળ છે. તે પણ પરંપરાએ મુક્તિનું કારણ છે. પરિમિતવિષયવાળું હોવાથી સામર્થ્યયોગ જેટલું પ્રબળ કારણ નથી. I૬ सर्वथा तत्परिच्छेदे शास्त्रादेवाभ्युपगम्यमाने दोषमाह | મુક્તિનાં કારણોનો બોધ સર્વથા શાસ્ત્રયોગથી જ થાય છે. એમ જો સ્વીકારવામાં આવે તો જે દોષ આવે છે તે દોષ કહે છે Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ગાથા : ૭ યોગદષ્ટિ સમુચ્ચય सर्वथा तत्परिच्छेदात्, साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥७॥ ગાથાર્થ = જો સર્વથા સમ્યગ્દર્શનાદિનો શાસ્ત્રયોગથી જ પરિચ્છેદ થતો હોય તો તે જ કાલે સાક્ષાત્કાર થવાના કારણે તે જીવને ત્યાં જ સર્વજ્ઞતા થવાથી ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થશે. (એવો દોષ આવશે.) liણા ટીકા - “સર્વા'- સર્વે પ્ર ક્ષેપત્નસાધત્વલિમિઃ “તત્વરિષ્ઠતા'शास्त्रादेव सिद्धयाख्यपदसम्प्राप्तिहेतुभेद-परिच्छेदात् किमित्याह "साक्षात्कारित्वયોતિ:- રેવન્નેનૈવ સાક્ષાત્કારિત્વેન ચોરતું, તત્વવંતifસદ્ધ ''श्रोतृयोगिसर्वज्ञत्वसंसिद्धेः, अधिकृतहेतुभेदानामनेन सर्वथा परिच्छेदयोगात्, ततश्च "तदा श्रवणकाल एव, “सिद्धि-पदाप्तितः'मुक्तिपदाप्तेः, अयोगिकेवलित्वस्यापि शास्त्रादेव सद्भावावगतिप्रसङ्गादिति ॥७॥ વિવેચન :- કેરી, દૂધ, અને સાકર ઇત્યાદિ પદાર્થો કેવા રસવાળા હોય છે ? તેના ગુણધર્મો શું હોય છે ? તે દ્રવ્યો શરીરને કેવાં પુષ્ટિકારક છે ? ઇત્યાદિ વર્ણન શાસ્ત્રથી જ્યારે ચાલતું હોય ત્યારે તે શાસ્ત્રશ્રવણથી શ્રોતાને તે તે દ્રવ્યની શક્તિનું જ્ઞાન અવશ્ય થાય છે. પરંતુ અનુભવ થતો નથી. અનુભવ તો આ સાંભળ્યા પછી ભોજનકાલ ખાય ત્યારે જ થાય છે. અને તે અનુભવ કરવા માટે ભોજન કરવું જ પડે છે. અન્યથા અનુભવ થતો નથી. જો વિના ભોજને શ્રવણમાત્રથી શ્રવણકાલે રસાસ્વાદનો અનુભવ થતો હોય તો શ્રવણ માત્રથી જ શરીરની વૃદ્ધિ-પુષ્ટિ-આનંદ-થવા જોઈએ અને શ્રવણ પછી કરાતી ભોજનક્રિયા નિરર્થક જ બની જાય, પરંતુ એમ બનતું નથી. માટે શ્રુતજ્ઞાન પરોક્ષ જ છે. પ્રત્યક્ષ નથી. અર્થાત્ શ્રવણકાલે વિષયનું પરોક્ષ એવું શ્રુતજ્ઞાન જ થાય છે. પરંતુ ઇન્દ્રિયોના વિષયજન્ય એવું અનુભવાત્મક પ્રત્યક્ષજ્ઞાન થતું નથી. એ જ રીતે શાસ્ત્રયોગકાળે પણ સિદ્ધિપદની પ્રાપ્તિના કારણભૂત સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું શ્રુતજ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. અનુભવ કરવા માટે શાસ્ત્રયોગને ઓળંગીને સામર્થ્યયોગમાં જવું જ પડે છે. જો શાસ્ત્રયોગ-કાળે જ અનુભવ થાય છે એમ માનીએ તો જે દોષ આવે છે તે આ ગાળામાં સ્પષ્ટ કરે છે શાસ્ત્રયોગના શ્રવણકાલે જ મુક્તિ નામના પદની પ્રાપ્તિના હેતુભૂત એવાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રાદિ રત્નત્રયીનો આક્ષેપ ફળ સાધક તરીકે (વિલંબ વિના તુરત જ ફળ સિદ્ધિ કરાવે તેવા પ્રકારના) સાક્ષાત્કાર (અર્થાત્ અનુભવ) જો સર્વથા શાસ્ત્રોના શ્રવણમાત્રથી શ્રોતાને થતો હોય તો. Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮ (૧) શાસ્ત્ર સાંભળતાં જ તેના શ્રવણકાળે જ તે તે ગુણોનો સાક્ષાત્કાર (સાક્ષાત્ અનુભવ) થવો જોઈએ. જેમ સાકર ચાખીએ તે વખતે જેવી મધુર લાગે તેવી મધુરતા સાકરના વર્ણનના શ્રવણકાલે લાગવી જોઇએ. તેમ અહીં પણ ગુણોના વર્ણનના શ્રવણકાલે જ ગુણોનો અનુભવ થવો જોઈએ. (૨) અને જો એમ થાય તો સાકરનું વર્ણન સાંભળવા માત્રથી જ તૃપ્તિ થવી જોઈએ. તેના આસ્વાદની આવશ્યક્તા જ ન રહેવી જોઈએ. તેમ શાસ્ત્રશ્રવણકાલે જ રત્નત્રયીનો સાક્ષાત્ અનુભવ થાય છે એમ જો માનીએ તો તે કાળે જ (અર્થાત્ શ્રવણકાલે જ) સાક્ષાત્કારિપણાના યોગથી (એટલે કે રત્નત્રયીનો આત્મ અનુભવ થવા રૂપ સાક્ષાત્કારિપણું થવાના કારણથી) જ તે જ કાળે તે શ્રોતાને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે. શાસ્ત્રોના અર્થોનું શ્રવણ કરનારા તે તે શ્રોતાયોગીને ત્યાં (શાસ્ત્ર સાંભળતાં) જ સર્વશપણાની પ્રાપ્તિ થશે. કારણકે પ્રસ્તુત જે મુક્તિપદ, તેના હેતુભૂત જે રત્નત્રયી, તેના સર્વભેદો સર્વપ્રકારે આ શ્રોતાયોગીવડે તે જ કાલે (શ્રવણ કાલે જ) સાક્ષાત્કાર કરાયા છે. માટે સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. (૩) તતશ્ચ= તેમ થવાથી રત્નત્રયીનું વર્ણન શાસ્ત્રો દ્વારા સાંભળવાના કાળે જ સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થવાથી ત્યારે જ (અર્થાત્ તે જ ભવમાં તુરત જ) મુક્તિપદની પ્રાપ્તિ પણ થઇ જ જશે. કારણકે રત્નત્રયીના ભેદોનું વર્ણન સાંભળતાં જેમ તે સાક્ષાત્કાર (અનુભવાત્મક) બને છે. તે જ રીતે શાસ્ત્રોથી જ્યારે અયોગિ કેવલીગુણસ્થાનકનું વર્ણન સંભળાતું હોય ત્યારે તે ગુણસ્થાનકનો પણ સાક્ષાત્ અનુભવ થઈ જવાનો પ્રસંગ પણ આવે જ, એટલે કે ગુણસ્થાનકના વર્ણન પ્રસંગે જ અયોગીકેવલી બનવાનો પણ પ્રસંગ આવશે, અને તેથી ત્યાં જ શીધ્ર મુક્તિ પ્રાપ્ત થવાનો પણ પ્રસંગ આવશે. આવી આપત્તિ આવશે. પરંતુ આમ બનતું નથી. જ્યારે જે વસ્તુનું વર્ણન શાસ્ત્રથી સંભળાતું હોય છે ત્યારે તેનું જ્ઞાન માત્ર (શ્રુતજ્ઞાન માત્ર) જ થાય છે. અનુભવ થતો નથી. આ કારણથી જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. એ જ રીતે શાસ્ત્રયોગથી મુક્તિપદની પ્રાપ્તિનાં કારણોનું જ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો એ જ સામર્થ્યયોગ છે. આ રીતે સામર્મયોગનું સમર્થન (સિદ્ધિ) કર્યું. સારાંશ કે જેમ ડૉકટરને બધી દવાઓનું જ્ઞાન છે, પરંતુ સ્વાનુભવ નથી. સ્વાનુભવ તો ત્યારે જ થાય છે કે જ્યારે પોતે દવા લે છે. તેમ અહીં શાસ્ત્રશ્રવણકાલે વિષયનું શાસ્ત્રીય જ્ઞાન (શ્રુતજ્ઞાન) થાય છે. પરંતુ સ્વાનુભવ થતો નથી. સ્વાનુભવ તો જ્ઞાન પછી કરવો પડે છે. જો જ્ઞાનકાલે જ સ્વાનુભવ માનીએ તો તેરમા-ચૌદમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૩ ગુણસ્થાનકના વર્ણનના શ્રવણકાલે જ સાક્ષાત્કાર થવાથી કેવલજ્ઞાન, અયોગિદશા અને મુક્તિપદની પ્રાપ્તિ થવાની આપત્તિ આવે. ૭ી. स्यादेतत्-अस्त्वेवमपि का नो बाधा, इत्याह અહીં કોઇ શિષ્ય એવી શંકા કરે કે- ભલે એમ હો, અર્થાત્ શ્રવણકાલે જ અનુભવ હો, અયોગિગુણસ્થાનકનું સ્વરૂપ સાંભળતાં જ શ્રોતા શ્રવણકાળે જ અયોગિ બની જાય અને મુક્તિપદ પામી જાય. એમ અમે માની લઇશું. તો તેમાં શું ક્ષતિ (દોષ) આવશે ? તે કહે છે न चैतदेवं यत्तस्मात्, प्रातिभज्ञानसङ्गतः । सामर्थ्ययोगोऽवाच्योऽस्ति, सर्वज्ञत्वादिसाधनम् ॥८॥ ગાથાર્થ = ય = જે કારણથી આમ બનતું નથી, તે કારણથી પ્રતિભ જ્ઞાનથી યુક્ત અને શબ્દોથી અવાચ્ય એવો સામર્થ્યયોગ છે જ, કે જે યોગ સર્વજ્ઞતાદિનું પ્રધાન સાધન બને છે. llટા ટીકા -“વૈતવં' અનન્તરોનિતં, શાસ્ત્રાવિલિત્વીવાડપિ સિદ્ધચसिद्धेः । यद्-यस्मादेवं "तस्मात्प्रातिभज्ञानसङ्गतो" मार्गानुसारिप्रकृष्टोहाख्य-ज्ञानयुक्तः। किमित्याह "सामर्थ्ययोगः" सामर्थ्यप्रधानो योगः सामर्थ्ययोगः प्रक्रमाद् धर्मव्यापार एव क्षपक-श्रेणिगतो गृह्यते, अयं “अवाच्योऽस्ति" तद्योगिनः स्वसंवेदनसिद्धेः, “સર્વજ્ઞાતિ-સાયન'' અક્ષેપે તિ: સર્વજ્ઞત્વસિદ્ધઃ વિવેચન -અનંતર ગાથામાં જે કહ્યું તે વાસ્તવિકતાએ એમ બનતું નથી. અર્થાત્ શાસ્ત્રોના અર્થોનું ગુરુમુખે શ્રવણ કરે તે કાલે અયોગિ ગુણસ્થાનકનું સ્વરૂપ સમજાવા છતાં તે ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી અને તેનો અનુભવ થઈ જવા રૂપ જે સિદ્ધિ છે. તેની અસિદ્ધિ છે. એટલે કે એમ બનતું નથી અર્થાત્ મોક્ષ પમાતો નથી. જેમ કે સાકર કે શેરડીના ગુણધર્મનું વર્ણન સાંભળતાં તેના રસાસ્વાદનો અનુભવ કંઈ થઈ જતો નથી, જો થતો હોય તો તેનાથી શરીરવૃદ્ધિ-પુષ્ટિ-સુખાનંદ થવાં જોઇએ અને તેના ઉત્તરકાલે તેના ભોજનની આવશ્યક્તા પણ ન રહેવી જોઈએ. સ્ત્રીભોગના સુખનું વર્ણન સાંભળવાથી સ્ત્રીભોગના સુખનો અનુભવ થતો નથી. અન્યથા એટલે કે જો થતો હોય તો ગર્ભાધાનાદિ ફળ પ્રાપ્તિ પણ થવી જોઇએ. માટે નિશ્ચિત થાય છે કે કોઈ પણ વસ્તુનું વર્ણન તે વસ્તુના જ્ઞાનને કરાવે છે અનુભવને કરાવતું નથી. શ્રુતજ્ઞાન પરોક્ષ છે. માટે શ્રુતજ્ઞાન થયા પછી તેના ઉત્તરકાળમાં તે તે વસ્તુનો તેવો તેવો અનુભવ કરવા માટે શ્રોતાએ યો. ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮ પોતે જ પોતાના સામર્થ્યથી તે વિષયમાં આગળ વધવું પડે છે. તો જ અનુભવ થવા દ્વારા તે તે વસ્તુની સિદ્ધિ થાય છે. ય-યમવું = જે કારણથી શ્રવણકાલે શાસ્ત્રમાત્રથી જ્ઞાન પ્રાપ્ત થવા છતાં અનુભવ થતો નથી. તે કારણથી શાસ્ત્ર-શ્રવણકાલે “સયોગી-અયોગી” ગુણસ્થાનકનું સ્વરૂપ જાણ્યા પછી જાણેલા તે સ્વરૂપને માણવા માટે આ યોગિ પોતાનું વીર્ય ફોરવે છે. પોતાનું સામર્થ્ય પ્રગટાવે છે. જે શબ્દોથી વર્ણવી શકાતું નથી. તે માણવાપણું શબ્દોથી અગોચર છે. તેથી સામર્થ્યતાની પ્રધાનતાવાળો માત્ર સ્વાત્માનુભવગોચર જ એવો યોગ પ્રગટે છે. તે યોગ કેવો હોય છે ? તે જાણવા માટે યોગનું એક વિશેષણ લખે છે કે “પ્રાતિજજ્ઞાનથી યુક્ત એવો યોગ” પ્રાતિજજ્ઞાન એટલે પ્રતિભાથી થયેલું-પ્રગટેલું જ્ઞાન, અલ્પમાત્ર પણ મર્યાદાને ઓળંગ્યા વિના યથાર્થ મુક્તિના માર્ગને જ અનુસરનારૂં એવું પ્રકૃષ્ટ = શ્રેષ્ઠતમ = અપૂર્વ તત્ત્વચિંતન નામનું વિશિષ્ટ જ્ઞાન. તેનાથી યુક્ત એવો સામર્થ્યની જ પ્રધાનતાવાળો આ યોગ, અહીં ધર્મવ્યાપારનો જ પ્રસંગ ચાલે છે માટે જે જે ધ્યાનતત્ત્વચિંતન-આત્મભાવની જ એકાગ્રતા-દેહાતીતતાનું અપૂર્વચિંતન. ઇત્યાદિ સ્વરૂપ ઉત્કટ ધર્મવ્યાપાર તે જ સામર્થ્યયોગ સમજવો. આવો ઉત્કૃષ્ટ ધર્મવ્યાપાર ક્ષપકશ્રેણિમાં જ ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં જ આવે છે. જે શ્રુતજ્ઞાનથી પર અને કેવલજ્ઞાનની પૂર્વવર્તી પ્રભાતના સમય તુલ્ય છે. તે યોગ અહીં લેવાનો છે. આવા યોગને જ સામર્થ્યયોગ કહેવાય છે. ક્ષપકશ્રેણિમાં જ આવતો, સામર્થ્ય માત્રરૂપ આ અનુભવયોગ શબ્દાત્મક વાણીથી અગોચર છે. જેમ સાકર અને શેરડી મધુર છે એટલું જ શબ્દથી વર્ણવી શકાય. પરંતુ તે મધુરતા કેવી છે ? અને કેટલી છે ? તે શબ્દથી અગોચર છે. જે ખાય, જે ચાવે, જે વાગોળે, તેને જ અનુભવરૂપે અને વાણીથી અગોચરપણે જણાય છે. તેવી જ રીતે આ અનન્ય તત્ત્વચિંતનરૂપ સામર્થ્યયોગ તો શાસ્ત્રયોગ આવ્યા પછી ક્ષપકશ્રેણિમાં વર્તતા યોગિ મહાત્માને અનુભવરૂપે પ્રગટે છે. સ્વયં સંવેદનરૂપે સિદ્ધ થાય છે. આ પ્રગટ થયેલા અદ્ભુત અને અવાચ્ય એવા સામર્થ્યયોગથી જ આ જીવ મોહનો ક્ષય કરે છે. અને કેવલી થાય છે. પ્રાતિજજ્ઞાનથી યુક્ત, વાણીથી અગોચર એવો આ અનુભવાત્મક સામર્થ્યયોગ કેવલજ્ઞાનાદિનું પ્રબળ સાધન બને છે. અલ્પ પણ વિલંબ વિના આ યોગથી સર્વજ્ઞપણાની (તરમાં ગુણસ્થાનકની) સિદ્ધિ થાય છે. સારાંશ કે ગુરુમુખે શાસ્ત્રશ્રવણથી શ્રોતા શ્રવણકાલે મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિ ત્રણે ગુણોનું સ્વરૂપ જાણીને જ્ઞાનમાત્ર મેળવે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮ અનુભવ મેળવી શકતો નથી. પરંતુ તે ઉપાયોનું બરાબર જ્ઞાન થવાથી તેનો અનુભવ પ્રાપ્ત કરવા માટે અદમ્ય ઉત્સાહથી આત્માનુભવનો અસાધારણ પ્રકાશ ચમકે છે. અસાધારણ અને શબ્દોથી અવાચ્ય એવી ચૈતન્યશક્તિ અંતરમાં સ્કુરાયમાન છે, તેને જ પ્રાતિભજ્ઞાન કહેવાય છે. તેવા જ્ઞાનપૂર્વક પોતાના આત્મવીર્યને મોહના નાશમાં પ્રયુંજતો આ જીવ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થાય છે અને પ્રાતિભજ્ઞાનયુક્ત એવા આત્માનુભવરૂપ અપૂર્વ-તત્ત્વચિંતનમય સામર્થ્યયોગના બળે મોહસાગર તરી, ક્ષીણમોહગુણસ્થાનકે આવી ઘનઘાતીકર્મો ખપાવી તેરમે ગુણસ્થાનકે જઇને કૈવલ્યાવસ્થાને અક્ષેપે પ્રાપ્ત કરે છે. आह- " इदमपि प्रातिभं श्रुतज्ञानमेव, अन्यथा षष्ठज्ञानप्रसङ्गः । न चैतत् केवलं, सामर्थ्ययोगकार्यत्वादस्य । एवं च सिद्धयाख्यपदसम्प्राप्तिहेतुभेदास्तत्त्वतः शास्त्रादेवा - वगम्यन्त इति" । अत्रोच्यते न चैतत्श्रुतं, न केवलं, न च ज्ञानान्तरमिति, रात्रिंदिवा-रुणोदयवत् । अरुणोदयो हि न रात्रिंदिवातिरिक्तो, न च तयोरेकमपि वक्तुं शक्यते । तत्काल एव तथोत्कृष्टक्षयोपशमवतो भावात् श्रुतत्वेन तत्त्वतोऽसंव्यवहार्यत्वान्न श्रुतं क्षायोपशमिकत्वादशेषद्रव्यपर्यायाविषयत्वान्न केवलमिति । इष्टं चैतत्तारकनिरी-क्षणादिज्ञानशब्दवाच्यमपरैरपि इत्यदोषः ॥८ ॥ ૩૫ અહીં કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે- આ પ્રાતિભજ્ઞાન પણ શ્રુતજ્ઞાન જ હોવું જોઇએ, જો શ્રુતજ્ઞાનથી ભિન્ન આ પ્રાતિભજ્ઞાન છે એમ કહીએ તો કુલ પાંચ જ્ઞાનને બદલે છ જ્ઞાન માનવાનો પ્રસંગ આવે. અને તે છમાં આ પ્રાતિભજ્ઞાન એ છઠ્ઠું જ્ઞાન છે એમ માનવું પડે. જે શાસ્ત્ર- સમ્મત નથી. તથા આ પ્રાતિભજ્ઞાન એ કેવલજ્ઞાન છે એમ પણ કહી શકાય નહીં. કારણ કે કેવલજ્ઞાન એ તો પ્રાતિભજ્ઞાનયુક્ત એવા સામર્થ્યયોગનું કાર્ય છે. આ રીતે કાર્ય-કારણ ભાવ હોવાથી પ્રાતિભજ્ઞાન અને કેવલજ્ઞાન એક નથી. પ્રાતિભજ્ઞાન ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે અને તેના કાર્ય રૂપે પ્રગટ થતું કેવલજ્ઞાન તો ૧૩મા ગુણસ્થાનકે આવે છે. આ પ્રમાણે જૈનદર્શનમાં છ જ્ઞાન પણ નથી અને આ પ્રાતિભજ્ઞાનનો સમાવેશ કેવલજ્ઞાનમાં પણ સંભવતો નથી. તેથી નક્કી થાય છે કે આ પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાન જ છે. માટે સિદ્ધિ નામના પદની પ્રાપ્તિમાં હેતુભૂત એવા સમ્યગ્દર્શનાદિ ઉપાયભેદો તત્ત્વથી વિચારતાં શ્રુતજ્ઞાનમાં જ સમાવિષ્ટ થવાથી શાસ્ત્રો દ્વારા જ જણાય છે. માટે શાસ્ત્રયોગથી અધિક આ પ્રાતિભજ્ઞાન કે સામર્થ્યયોગ શું છે? અર્થાત્ કંઇ જ નથી. ઉત્તર- ઉપરની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ પ્રાતિભજ્ઞાન એ નથી શ્રુતજ્ઞાન, નથી કેવલજ્ઞાન અને નથી જ્ઞાનાન્તર અર્થાત્ છઠ્ઠું જ્ઞાન, પરંતુ રાત્રિ Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય અને દિવસના મધ્યવર્તી અરુણોદય જેવું સીમાડારૂપ જ્ઞાન છે. જો કે તત્ત્વથી વિચારતાં આ શ્રુતજ્ઞાન જ છે. તો પણ અપૂર્વ-અદ્વિતીય અનુભવાત્મક એવું આ જ્ઞાન મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમયુક્ત એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમવાળું હોવાથી અતિ વિશિષ્ટશ્રુત છે. માટે સામાન્ય શ્રુતરૂપ નથી એમ કહ્યું છે. ૩૬ શાસ્ત્રશ્રવણથી વસ્તુનું સ્વરૂપ જે જણાય છે. તે શ્રુતજ્ઞાન કહેવાય છે. એવું શ્રુતજ્ઞાન પાંચમે-છઢે-સાતમે ગુણસ્થાનક થાય છે. જ્યારે આ પ્રાતિભજ્ઞાન સ્વરૂપ અમૂલ્ય તત્ત્વચિંતન એ જ્ઞાનાવરણીય ઉપરાંત મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમબળે અને ક્ષયબળે થાય છે. અને તેથી જ ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં અને તે પણ ક્ષપકશ્રેણિમાં જ થાય છે. તેથી વસ્તુના સ્વરૂપને જાણવા માત્ર રૂપ પાંચમા-છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી શ્રુતજ્ઞાન કરતાં અનુભવાત્મકરૂપે અધિક હોવાથી આ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, પરંતુ શ્રુતજ્ઞાનથી અધિક, અર્થાત્ શ્રુતજ્ઞાનના અન્તિમ સીમાડાવર્તી છે. કારણ કે અરુણોદય (સૂર્ય ઉગ્યા પહેલાં પથરાતો પ્રકાશ) રાત્રિ કે દિવસથી તદન ભિન્ન ત્રીજો પદાર્થ પણ નથી. તથા તે અરુણોદય રાત્રિ સ્વરૂપ જ છે કે દિવસ સ્વરૂપ જ છે એમ કોઇપણ એક સ્વરૂપાત્મક જ છે. એવું કહેવું પણ શક્ય નથી. ગાથા : ૯ એવી જ રીતે ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણિકાલે જ આત્માનુભવ-ગોચર અને શબ્દોથી અવાચ્ય, જ્ઞાનાવરણીય અને મોહનીય એમ ઉભયકર્મોના ક્ષયોપશમજન્ય તથા મોહનીય કર્મના ક્ષય જન્ય જે આત્માનુભવ થાય છે. તેનો સ્વાનુભવ તે કાળે જ થાય છે અને આવા ઉત્કૃષ્ટ ક્ષયોપશમવાળા અને મોહના ક્ષયવાળા જીવને જ થાય છે. તેથી અત્યારે ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં (માત્ર એકલા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય જ શ્રુતજ્ઞાન ન હોવાથી) તાત્ત્વિકપણે તે(પ્રાતિભજ્ઞાન)નો શ્રુતજ્ઞાન તરીકે વ્યવહાર થતો નથી. સારાંશ કે તે જ્ઞાન છે તો શ્રુતજ્ઞાન જ, માટે જ છ જ્ઞાન માનવાનો પ્રસંગ આવતો નથી પરંતુ મોહના ક્ષયોપશમથી અને ક્ષયથી ભરપૂર હોવાના કારણે ઉત્તીર્ણાવસ્થારૂપ હોવાથી તાત્ત્વિકપણે તેનો શ્રુતજ્ઞાન તરીકે વ્યવહાર થતો નથી. પ્રાતિભજ્ઞાનરૂપે તેનું નામાન્તર કરેલું છે. તથા ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણિગત આ યોગિ મહાત્મા જ્ઞાનાવરણીયકર્મના હજુ ક્ષયોપશમભાવવાળા જ હોવાથી, તથા સર્વદ્રવ્યો અને સર્વપર્યાયોના જ્ઞાની ન હોવાથી, (તેમનું જ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાય વિષયક ન હોવાના કારણે અને હજુ ક્ષાયિકભાવ અપ્રાપ્ત હોવાથી) આ પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાન પણ નથી. અરુણોદય એ પ્રકાશના વિસ્તારરૂપ હોવાથી અંધકારમય રાત્રિ પણ નથી અને આતપરૂપ ન હોવાથી દિવસ પણ નથી, બન્નેના વચ્ચેના Page #72 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮ યોગદૃષ્ટિ સમુચ્ચય સીમાડારૂપ છે. તેમ અહીં પણ સમજવું. આવું પ્રાતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનના અન્તિમભાગવર્તી છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાલવર્તી છે. અમે (જૈનદર્શનકારો) જ આ પ્રાતિજજ્ઞાન માનીએ છીએ એવું નથી. પરંતુ અન્યદર્શનકારોએ પણ તેઓના સ્વ-સ્વદર્શનગતશાસ્ત્રોમાં “તારક” અને “નિરીક્ષણ” આદિ શબ્દોથી વાચ્ય એવું આ અપૂર્વજ્ઞાન સ્વીકાર્યું છે. માત્ર તેમનામાં અને અમારામાં શબ્દભેદ જ છે. અર્થ ભેદ નથી. માટે આવું આ પ્રાતિજજ્ઞાન કહેવામાં કોઈ દોષ નથી. અધ્યાત્મોપનિષદ્ધાં પૂ. યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે योगजादृष्टिजनितः, स तु प्रातिभसंज्ञितः । सन्ध्येव दिन-रात्रिभ्यां, केवलश्रुतयोः पृथक् ॥ ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના ગાઢ સંસ્કારોથી ઉત્પન્ન થયેલ એવા વિશિષ્ટ અદષ્ટ (ક્ષયોપશમ) જન્ય પ્રાતિભ સંજ્ઞાવાળો જે બોધ છે તે રાત્રિ અને દિવસથી સધ્યા જેમ ભિન્ન છે તેમ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી ભિન્ન છે. તો सामर्थ्ययोगभेदाभिधानायाह આ પ્રમાણે પ્રાતિજજ્ઞાનયુક્ત સામર્મયોગની સિદ્ધિ કરીને હવે આ સામર્મયોગના ભેદો કહેવા માટે ગ્રંથકાર કહે છે द्विधायं धर्मसन्यास, योगसन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥९॥ ગાથાર્થ = આ સામર્થ્યયોગ (૧) ધર્મસન્યાસ, અને (૨) યોગસન્યાસ એવા નામોથી બે ભેદવાળો છે. અહીં ક્ષાયોપથમિક ભાવોના ભેદો એ ધર્મ સમજવા. અને કાયાદિ ત્રણની ક્રિયા એ યોગ સમજવા લા ટીકા - “દ્ધિા- UિR:, યં સમર્થકો | નિત્યાદ"धर्मसन्न्यासयोग-सन्न्याससंज्ञितः" इति । धर्मसन्याससंज्ञा संजाताऽस्येति धर्मसन्याससंज्ञितः, “तारकादिभ्यो इतच्" । एवं योगसन्याससंज्ञा संजाताऽस्येति योगसन्याससंज्ञितः । संज्ञा चेह "तथा संज्ञायत" इति कृत्वा, सा तत्स्वरूपमेव પૃદ્યતે | વ તે થH, કે વા યોગા ? રૂાદ-“યોપfમા થr'. ક્ષથો શનિવૃત્તા: ક્ષાત્યાયઃ, “યો: યાલિઈ તુ' ચો: પુનઃ શાયદ્વિવ્યાપાર : વાયોત્સર વિયઃ (રૂતિ) રા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯ વિવેચન :- આ સામર્મયોગ દ્વિધા છે અર્થાત્ બે પ્રકારનો છે. (૧) ધર્મસન્યાસ એવી સંજ્ઞાવાળો, અને (૨) યોગસન્યાસ એવી સંજ્ઞાવાળો, બન્ને શબ્દોની સંસ્કૃતભાષાને અનુસારે વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. થર્મસન્યાસ-સંજ્ઞા સાતથ તિ=ધર્મનો સન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે (ઉત્પન્ન થઇ છે) જે યોગને તે યોગ ધર્મસન્યાસસંશિત, એવી જ રીતે યોગાસંન્યાસ-સંજ્ઞા સન્નતા મચ રૂતિ યોગનો સન્યાસ (ત્યાગ) એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ છે જેને તે યોગસન્યાસસંશિત, આ બન્ને વ્યુત્પત્તિમાં સંજ્ઞા શબ્દથી સન્નાત અર્થમાં તારવદ્રિષ્ય રૂતમ્ (પાણિની વ્યાકરણ)થી રૂતર્ પ્રત્યય થયો છે. અને સંજ્ઞા શબ્દના મા નો લોપ થઈ અંદર રૂત પ્રત્યય મળેલ છે. બન્ને પ્રકારના સામર્થ્યયોગમાં વપરાયેલ જે સંજ્ઞા શબ્દ છે તે જ્ઞાનવાચક છે. તથા સંજ્ઞાતે કૃતિ સંજ્ઞા તે તે રૂપે જે જણાય અર્થાત્ જે જે વસ્તુ જે જે નામવાળી હોય છે તે તે વસ્તુ તે તે સ્વરૂપે જણાય છે. તેથી વસ્તુના સ્વરૂપને જણાવનારા જ્ઞાનને "સંજ્ઞા' કહેવાય છે. અહીં પણ ધર્મસન્યાસ અને યોગસન્યાસ આ સંજ્ઞા આ જ અર્થમાં વપરાયેલ છે. અહીં ધર્મસન્યાસ શબ્દમાં ધર્મ એટલે શું? અને સન્યાસ એટલે શું? એવી જ રીતે યોગસન્યાસ શબ્દમાં યોગ એટલે શું ? અને સન્યાસ એટલે શું ? તે સ્પષ્ટ કરે છે કે થઈ એટલે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થતા મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનો, ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શન, મોહનીયકર્મના ક્ષાયોપશમિક ભાવવાળા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ ગુણો તથા લાયોપશમિક ભાવની દાનાદિ પાંચ લબ્ધિ ઇત્યાદિ તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં જણાવેલા જે ૧૮ ભેદો છે. તે ધર્મો અહીં જાણવા. સન્યાસ એટલે ત્યાગ કરવો, દૂરથી ફેંકી દેવું. સમુ અને નિ ઉપસર્ગપૂર્વક સ્ (ગણ-૪ અર્થ- ફેંકવું) ધાતુથી ભાવમાં મ પ્રત્યય લાગી રહ્યું ના મેં ની વૃદ્ધિ થઈને સન્યાસ શબ્દ બનેલ છે. યોr= કાયાદિની જે ક્રિયા, કાયાદિના જે વ્યાપારો, જેમકે આહાર-નિહાર-વિહારાદિ કરવાં, કાયોત્સર્ગ કરવો તે કાયયોગ, ધર્મોપદેશ આપવો તે વચનયોગ, દૂર દેશથી જ્ઞાનીઓ પ્રશ્ન પૂછે તેનો મનથી ઉત્તર આપવો તે મનોયોગ ઇત્યાદિ. કાયા-વચન અને મનની જે પ્રવૃત્તિ, તે યોગ સમજવો. લયોપશમ એટલે ઉદિતકર્મના રસને તીવ્રમાંથી મંદ કરી ભોગવી ક્ષય કરવો તે ક્ષય અને તે કાળે અનુદિત કર્મ ઉદીરણા આદિના બળે ઉદયમાં આવી શકે તેમ છે. તેને ત્યાંજ દબાવવું અર્થાત્ ઉદયમાં ન આવે એવી સ્થિતિમાં મૂકવું તે ઉપશમ. એમ ક્ષય તથા ઉપશમ બન્ને જ્યાં સાથે છે તે ક્ષયોપશમ. Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૯ હવે ભાવાર્થ વિચારીએ-જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતકર્મો જેવા પ્રકારના તીવ્ર રસે બાંધ્યાં હોય છે. તેવા પ્રકારના તીવ્ર રસે ઉદયમાં આવે અને તેવા તીવ્રરસે ભોગવાય તે ઔદયિકભાવ કહેવાય છે. તે કાલે પૂર્વબદ્ધ કર્મોના તીવ્રરસનો ઉદય હોવાથી આત્માના ગુણો આવૃત થઇ જાય છે. અને પ્રતિસ્પર્ધી વિકારો ઉત્પન્ન થાય છે. જે વિકારો નવાં કર્મો બંધાવે છે અને દીર્ઘ સંસારને વધારે છે. જેમ કે અજ્ઞાન, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભાદિકષાયો, વિષયવાસના આદિ આ ઔદયિકભાવ છે. આ ઔદયિકભાવ એ આત્માનું સ્વરૂપ નથી. વિભાવદશા છે. આત્માના સ્વરૂપને રોકનારા દુર્ગુણો છે. ત્યજવા લાયક છે. તેથી તેને દૂર કરવા સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ-નિર્વેદ પરિણામવાળા મુનિઓનું વ્યાખ્યાન- શ્રવણ, શાસ્ત્રાભ્યાસ, પ્રભુને પ્રતિમાનાં દર્શન- વંદન-પૂજનનો યોગ. ઇત્યાદિ શુભ આલંબનો દ્વારા ઉદિતકર્મોમાં રહેલો જે તીવ્રરસ છે તેને હણીને મંદ કરવામાં આવે કે. જેથી તે કર્મો ઉદિત થવા છતાં આત્માના ગુણોને આવૃત કરવા સમર્થ થતાં નથી. માત્ર ઉત્પન્ન થયેલા ગુણોમાં દોષો-કલંકો અતિચારો લાવવા જેટલી જ શક્તિવાળાં રહે છે. તેને ક્ષયોપશમ ભાવ કહેવાય છે. જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતી કર્મોના ક્ષયોપશમથી અનુક્રમે મતિ આદિ ચાર જ્ઞાનો, ચક્ષુદર્શન આદિ ત્રણ દર્શનો, સમ્યત્વ, ક્ષમા, માર્દવતા, આર્જવતા, સંતોષ અને દાનાદિ પાંચ લબ્ધિઓ વગેરે ગુણો અંશતઃ આ આત્મામાં ઉત્પન્ન થાય છે. ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી આટલો લાભ તો અવશ્ય થાય જ છે કે જે ગુણો કર્મોના ઉદયથી આવૃત છે તે ગુણો કર્મોનો ક્ષયોપશમ થવા દ્વારા પ્રગટ થાય છે. પરંતુ તેમાં પણ હજુ ભય તો છે જ, કારણ કે મંદરસવાળાં પણ કર્મોનો ઉદય ચાલુ હોવાથી અતિચારો અને દોષો તો લાગે જ છે. વળી કર્મને મંદરસવાળાં કરવામાં જો પ્રમાદ આવી જાય અને તીવ્રરસવાળાં (જેવાં પ્રથમ હતાં તેવાં) ઉદયમાં આવી જાય તો પ્રાપ્તગુણો પણ પાછા આવૃત થઈ જાય. ઔદયિકભાવ કરતાં ક્ષયોપશમભાવ અવશ્ય સારો, કારણ કે અંશતઃ ગુણો પ્રગટે છે. પરંતુ ક્ષયોપશમભાવ પણ ભયમુક્ત તો નથી જ. ક્ષયોપશમકાલે પણ મંદ રસોદયવાળું કર્મ પ્રાપ્તગુણોમાં કાંટા-કાંકરા તો ઉછાળે જ. અને આ ગુણો ક્યારે આવૃત થઈ જાય તે કંઈ કહી શકાય નહીં. તેથી મંદરસવાળાં અર્થાત્ ક્ષયોપશમભાવવાળાં એવાં પણ આ કર્મ નો મૂળથી જ નાશ (ક્ષય) કરવામાં આવે તો જ આ આપત્તિ=ભય દૂર થાય. તેટલા માટે જ ચારે ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા જ્ઞાન-દર્શન-સમ્યત્વ-ક્ષમા- નમ્રતા-દાનાદિ લબ્ધિ આદિ જે ગુણો છે તે ગુણો ગુણો હોવા છતાં પણ ભયમુક્ત કે દોષ મુક્ત તો નથી જ. તેથી ક્ષયોપશમભાવના ગુણો રૂપ જે ધર્મો છે તે ધર્મોનો આ સામર્થ્યયોગના બળે આ જીવ સન્યાસ–ત્યાગ કરે છે. કારણ કે તીવ્ર કે મંદ કોઈ પણ પ્રકારના રસવાળાં ચાર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ ઘાતકર્મોનો ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં વર્તતો જીવ સંપૂર્ણપણે નાશ જ કરતો જાય છે. જેથી ચારે ઘાતી કર્મોના મંદ ઉદયજન્ય પણ અતિચારયુક્ત અને ભયયુક્ત ગુણો રૂપ જે ક્ષાયોપથમિક ધર્મો હતા, તે નાશ પામી જાય છે. તેનું જ નામ ધર્મસન્યાસયોગ કહેવાય છે. અને તે ગુણો જવાથી આત્મા નિર્ગુણ-કે નિધર્મી થતો નથી. પરંતુ નિરતિચાર અને નિર્દોષ ગુણોવાળો આત્મા બને છે. જેને શાસ્ત્રોમાં ક્ષાયિકભાવ કહેવાય છે અને ક્ષયોપશમભાવ કરતાં ક્ષાયિકભાવ સદા શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કર્મ સર્વથા નષ્ટ થવાથી સંપૂર્ણતયા ભયમુક્ત ગુણો (ધર્મો)નો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનકમાં પ્રથમ મોહનીયકર્મનો ક્ષય કરવાથી મોહનીયના ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક (ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ રૂપ) ચારિત્ર ધર્મોનો આ યોગી આત્મા સન્યાસ (ત્યાગ) કરીને ક્ષાયિક ગુણો (ધર્મો) પ્રાપ્ત કરે છે. જે ભયમુક્ત છે અને એ જ રીતે ૧૨મા ગુણઠાણે શેષ ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરવા દ્વારા મતિ આદિ ચાર જ્ઞાન, ચક્ષુ આદિ ત્રણ દર્શન અને દાનાદિ પાંચ લબ્ધિરૂપ ક્ષાયોપથમિક ભાવના ૧૨ ધર્મોનો સન્યાસ (ત્યાગ) કરવા દ્વારા ક્ષાયિક ભાવનું કેવલજ્ઞાન, કેવલદર્શન, અને ક્ષાયિકભાવની દાનાદિ પાંચ લબ્ધિ આ જીવ પ્રાપ્ત કરે છે. જેથી જીવમાં પ્રગટ થયેલા આ ગુણો ભયમુક્ત અને દોષમુક્ત બને છે. આ પ્રમાણે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના બળથી ઔદયિકભાવને દૂર કરી લાયોપથમિકભાવ વધારે છે અને સામર્થ્યયોગના પ્રથમભેદ દ્વારા ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં રહેલો આ યોગી મહાત્મા ભય અને દોષથી ભરેલા ક્ષયોપશમભાવના આ ધર્મોનો ત્યાગ કરી નિર્ભય અને નિર્દોષ એવા ક્ષાયિકભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે. આ રીતે ધર્મસન્યાસરૂપ સામર્થ્યયોગ સમજાવ્યો. હવે તેમાં ગુણસ્થાનકે આરૂઢ થયેલા આ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઘાતકર્મોના ક્ષયવાળા હોવાથી આત્માના જ્ઞાનાદિ ચાર ગુણો તો ક્ષાયિકભાવના જ પામેલા છે. તેથી તે બાબતમાં તો નિર્ભય અને નિર્દોષ છે. પરંતુ અઘાતી કર્મોનો ઉદય હજુ ચાલુ જ છે. તે કર્મોનો ક્ષયોપશમભાવ હોતો જ નથી. અને ઉદય હોય ત્યાં સુધી આ આત્માની શુદ્ધાવસ્થા રૂપ મુક્તિ સંભવતી નથી. વળી તે અઘાતી કર્મોમાં પણ નામકર્મના ઉદયજન્ય મન-વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ (પછી ભલે તે શુભ પ્રવૃત્તિ હોય તો પણ તે) કર્મબંધના હેતુભૂત યોગ હોવાથી કર્મોનો બંધ-આશ્રવ કરાવે જ છે. અને જ્યાં સુધી આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. તે માટે આ મહાત્મા હવે મન-વચન અને કાયાની (શુભ) પ્રવૃત્તિ રૂપ પણ જે યોગ છે તેનો સન્યાસ = નિરોધ કરે છે. એવો અપૂર્વ સામર્થ્યયોગ ફોરવે છે કે જેનાથી આહાર-નિહાર અને વિહારરૂપ કાયયોગ, ધર્મદેશના આપવા રૂ૫ વચનયોગ અને Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦ યોગદષ્ટિ સમુચ્ચય ૪૧ મનથી પ્રત્યુત્તર આપવા રૂપ મનોયોગ એમ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરી અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એવા પ્રકારના આ સામર્મયોગનું નામ યોગસન્યાસયોગ છે. જેનુ ફળ અયોગી અવસ્થાની પ્રાપ્તિ છે. ત્યાં શેષ રહેલાં કર્મોને સમાપ્ત કરી આ યોગી મુક્ત થાય છે. યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ આવવાથી આત્મપ્રદેશોની ચંચલતા (અસ્થિરતા) પણ અટકી જાય છે તેથી આ આત્મા સર્વથા આશ્રવ રહિત થયો છતો અત્યંત સ્થિરાવસ્થા-શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. lleો एवमेष द्विधा सामर्थ्ययोग इति यो यदा भवति तं तदाभिधातुमाह આ પ્રમાણે આ બન્ને પ્રકારનો સામર્થ્યયોગ કહ્યો. તે બે ભેદોમાં જે યોગ જ્યારે સંભવી શકે છે. તે સમજાવતાં કહે છે કે द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्ध्वं, द्वितीय इति तद्विदः ॥१०॥ ગાથાર્થ - પ્રથમ ધર્મસન્યાસયોગ તાત્વિકરૂપે બીજા અપૂર્વ કરણકાળ હોય છે. અને બીજો યોગસન્યાસયોગ એ આયોજિક કરણ કર્યા પછીના કાળે સર્વજ્ઞ પરમાત્માને હોય છે. એમ યોગના સ્વરૂપને જાણનારા પુરુષો કહે છે. તે ૧oll ટીકા “ક્રિયા પૂર્વારૂતિ, સ્થિમેનિન્યનાથમાપૂર્વવUવ્યવછેરાઈ द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्ययोगाऽसिद्धेः । अपूर्वकरणं त्वपूर्वपरिणामः, शुभोऽनादावपि भवे तेषु तेषु धर्मस्थानेषु वर्तमानस्य तथाऽसंजातपूर्वो ग्रन्थिभेदादिफल उच्यते । तत्र प्रथमेऽस्मिन् ग्रन्थिभेदः फलं, अयं च सम्यग्दर्शनफलः, सम्यग्दर्शनं च प्रशमादिलिङ्ग आत्मपरिणामः । यथोक्तं - "प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याfમવ્યક્તિનક્ષi તન્નાઈશ્રદ્ધાનં સયન'' (તત્ત્વાર્થ ભાષ્ય-૧-૨) રૂતિ, યથાप्राधान्यमयमुपन्यासः, चारुश्च पश्चानुपूर्धेति समयविदः ।। વિવેચન - સામર્થ્યોગના બે ભેદ છે. (૧) ધર્મસન્યાસ અને (૨) યોગસન્યાસ. આ બન્ને પ્રકારનો સામર્થ્યયોગ જીવને કયારે ક્યારે હોય તે આ ગાળામાં સમજાવે છે કે આ બેમાં પ્રથમ સામર્થ્યયોગ ધર્મસન્યાસ નામનો છે કે જે તાત્ત્વિકપણે બીજા અપૂર્વકરણકાલે હોય છે. અપૂર્વકરણ આ સંસારમાં જીવને બે વાર આવે છે. એક તો અનાદિ મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યગ્દર્શન પામે તે કાલે પહેલે ગુણઠાણે પ્રન્થિભેદ થવામાં કારણભૂત એવું જે પ્રથમ અપૂર્વકરણ થાય છે, તે અહીં લેવાનું નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ તેથી તેના વ્યવચ્છેદ માટે મૂલગાથામાં “દ્વિતીય” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. કારણકે પ્રથમ અપૂર્વકરણકાલે ક્ષપકશ્રેણિના કાળ જેટલી વિશુદ્ધિ ન સંભવતી હોવાથી પ્રસ્તુત એવો આ સામર્થ્યયોગ પણ સંભવતો નથી. બીજું અપૂર્વકરણ શ્રેણિકાલે સંભવે છે. તેમાં પણ ક્ષપકશ્રેણિ કાલે જ આ સામર્થ્યયોગ પ્રગટે છે. તેથી મૂલગાથામાં દ્વિતીય શબ્દનો ઉલ્લેખ કર્યો છે. અપૂર્વકરણ એટલે અપૂર્વ એવો શુભ આત્મપરિણામ. અનાદિકાળમાં આ જીવ તેવા તેવા પ્રકારના ધર્મસ્થાનોમાં વર્તતો હોવા છતાં કદાપિ પૂર્વે ન પ્રવર્તેલો એવો શુભ આત્મપરિણામ ક્યારેક પામી જાય છે કે જેના ફળરૂપે ગ્રન્થિભેદાદિ (આદિ શબ્દથી અનિવૃત્તિકરણ-અંતરકરણ વગેરે) કાર્ય અવશ્ય કરી શકે છે. આવા અપૂર્વકાર્યને કરવાવાળો જે શુભ આત્મપરિણામ તે અપૂર્વકરણ કહેવાય છે. અપૂર્વકરણ એ એક અદ્વિતીય “આત્મપરિણામ” જ છે. જેનું ફળ (એટલે કાર્ય) ગ્રંથિભેદ છે અને ગ્રંથિભેદનું ફળ સમ્યગ્દર્શન છે. અનાદિકાળથી આ જીવને ભારે રાગ-દ્વેષ વર્તે છે. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ, અને તેના જ કારણે સુખનાં સાધનોનો રાગ, અને દુઃખનાં સાધનોનો દ્વેષ સદા વર્તે છે. તે ગાઢ છે. દુર્ભેદ્ય છે. ઘનીભૂત છે. તે કારણથી વિશિષ્ટ વૈરાગ્યમય એવા આ અપૂર્વકરણરૂપ આત્મ-પરિણામ દ્વારા જ જીવ આ ગ્રન્થિનો ભેદ કરે છે. આ ગ્રંથિભેદ એવો થાય છે કે ફરી આ ગ્રન્થિ કદાપિ સંધાતી નથી. ફરીથી આવા સ્વરૂપવાળા રાગદ્વેષ આ આત્માને થતા નથી. આ આત્માને ફરીથી તેવા તીવ્રકષાયોનો ઉદય, અને તીવ્રકર્મોન બંધ કદાપિ થતો નથી. આ ગ્રન્થિભેદ એ જ મુક્તિના બીજભૂત સમ્યગ્દર્શનનું અવધ્ય કારણ બને છે. ગ્રન્થિભેદ થયા પછી સમ્યગ્દર્શન અવશ્ય થાય જ છે અને તેના વડે જગના પદાર્થોનું યથાર્થરુચિ સ્વરૂપ જ્ઞાન પણ થાય છે, અને તેનાથી તે જીવને પરમ આનંદ (આલ્હાદ) પ્રગટ થાય છે. જેમ ચક્ષુર્વિહીન પુરુષને ચક્ષુ પ્રાપ્ત થતાં, અને રોગવ્યાપ્તદેહવાળાને નિરોગિતા પ્રાપ્ત થતાં જે અપૂર્વ આનંદ પ્રસરે છે, તેવો અપૂર્વ આનંદ આ આત્માને અપૂર્વકરણ દ્વારા ગ્રન્થિભેદ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિકાળે થાય છે. આ સમ્યગ્દર્શન (મુક્તિબીજ) આવવાથી આત્મામાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા ગુણો પ્રગટે છે. આ ગુણો એ સમ્યગ્દર્શનનાં લિંગો (ચિહ્નો) છે. એટલે પ્રશમાદિ પાંચ લિંગો દ્વારા જણાતો પરમાત્માએ પ્રકાશિત કરેલ તત્ત્વો ઉપરની યથાર્થ રુચિરૂપ જે આત્મપરિણામ એ જ સમ્યગ્દર્શન છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરના સ્વોપલ્લભાષ્યમાં પૂ. શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે પ્રશમાદિભાવોની અભિવ્યક્તિ (આવિર્ભાવ-પ્રગટતા) થવી એ જેનું લક્ષણ છે. એવી તત્ત્વભૂત પદાર્થોની રુચિ (રુચિરૂપ જે આત્મપરિણામ) તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આ આત્માને અવર્ણનીય આનંદ પ્રસરે છે. આત્મસ્વરૂપની અપૂર્વ અનુભૂતિ થાય છે. અને તેનાથી સંસાર નિશ્ચિતરૂપે સીમિત થાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦ યોગદષ્ટિ સમુચ્ચય ૪૩ (૧) પ્રશમ = કષાયોની ઉપશાન્તિ, અપરાધી પ્રત્યે પણ અવૈરભાવ. (૨) સંવેગ = મોક્ષાભિલાષ. ભુખ્યા અને થાકેલા બ્રાહ્મણને આપેલા ઘેબરના ભોજનથી પણ મુક્તિની અધિક અભિલાષા. (૩) નિર્વેદ = સંસારનાં સુખોને પણ બંધન સમજી તેનાથી ઉગ. (૪) અનુકંપા = સ્વદયા અને પરદયા, જીવોનાં બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારનાં દુઃખો દૂર કરવાની મનોવૃત્તિ. (૫) આસ્તિક્તા= વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માઓએ જે કંઈ કહ્યું છે તે તેમજ છે. અલ્પ પણ અન્યથા નથી એવો દઢ વિશ્વાસ જેમ પર્વતની ખીણમાં આગ પ્રસરી હોય તો તેને જણાવનાર તેમાંથી જ જન્મેલો ધૂમ લોકોને આકાશમાં દેખાય છે. તેથી તે તેનું લિંગ (લક્ષણ) છે. તેવી જ રીતે આત્મામાં સમ્યકત્વ પ્રગટ થયું હોય તો તેનાથી જ પ્રાપ્ત થયેલા ભાવો એ સમ્યત્વનાં લક્ષણો છે. સમ્યકત્વપ્રાપ્તિની નિશાની રૂપ છે. યથાપ્રાધાન્યમમુપચાસ: ચાશ પશ્ચાનુપૂલૈંતિ સમવિ=પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ પાંચલક્ષણોનો આ ઉપન્યાસ (ક્રમસર કથન) જે રીતે પ્રધાન છે. તે રીતે કરેલ છે. એટલે કે પાંચે લક્ષણોમાં “પ્રશમ” એ સૌથી વધુ પ્રધાન છે કારણ કે અત્તે પ્રશમભાવ જ વીતરાગતા રૂપે પરિણામ પામે છે. તથા પ્રશમભાવ જ અંતે ઉપાદેય છે. તેથી સૌથી વધુ પ્રધાન હોવાથી તેનું પ્રથમ કથન છે. તેના પછી શેષ ચારમાં સંવેગ પ્રધાન છે. તેથી તેનું બીજા નંબરે કથન છે. ત્યારબાદ શેષ ત્રણમાં નિર્વેદ પ્રધાન છે. એમ અનુકંપા અને આસ્તિક્તા પણ શેષ શેષમાં પ્રધાન છે એમ સમજવું. પરંતુ આ લક્ષણોની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વીએ થાય છે સૌથી પ્રથમ આસ્તિકતા લક્ષણ આવે છે. આસ્તિકતા આવવાથી સ્વ-પરની દ્રવ્ય-ભાવ કરુણા આવે છે. તેનાથી નિર્વેદ આવે છે. સંસાર ઉપર નિર્વેદ આવવાથી મોક્ષાભિલાષરૂપ સંવેગ પ્રગટે છે. અને નિર્વેદ તથા સંવેગ આવવાથી તત્ત્વ સમજાતાં અને કષાયો ઉપર વિજય પ્રાપ્ત થતાં પ્રશમગુણ પ્રગટે છે. આ રીતે પ્રાપ્તિક્રમને આશ્રયી પશ્ચાનુપૂર્વીએ આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા વ્યવસ્થિત હોવાથી ચારૂ (સુંદર) છે. આ પ્રમાણે શાસ્ત્રકારો જણાવે છે. - આ પાંચ લક્ષણો વાળો આત્મપરિણામ એ જ અનુપમ મુક્તિબીજ રૂ૫ “સમ્યગ્દર્શન” છે જે ગ્રન્થિભેદજન્ય છે. અને ગ્રન્થિભેદ પ્રથમાપૂર્વકરણજન્ય છે. આવા પ્રકારના સમ્યગ્દર્શન-કાળે કષાયોના ઉદયની તીવ્રતાને બદલે મંદતા થાય છે. એટલે Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ વિપાકોદયને બદલે પ્રદેશોદય થાય છે. ઉપશમ સમ્યત્વકાળે ચાર અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોય છે. અને અંતર્મુહૂર્ત બાદ ક્ષયોપશમ સમ્યકાળે મિથ્યાત્વમોહનીયનો પણ ક્ષયોપશમ (પ્રદેશોદય) થાય છે. આ મંદ એવો પણ કષાયોદય હોવાથી આ સમ્યગ્દર્શન નિરતિચાર તો નથી જ. હવે આપણે બીજા અપૂર્વકરણ વિષે વિચારીએ द्वितीये त्वस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसङ्ख्येयसागरोपमातिक्रमभाविनि "प्रथमस्तात्त्विको भवेत्" इति, "प्रथमः पारमार्थिको भवेत्, क्षपक श्रेणियोगिनः क्षायो-पशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः, अतोऽयमित्थमुपन्यास इति । अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति, प्रवृत्तिलक्षणधर्मसन्यासायाः प्रव्रज्याया: ज्ञानयोगप्रतिपत्तिरूपत्त्वात्। अत एवास्या भवविरक्त एवाधिकार्युक्तः, यथोक्तम्-" પ્રથમ અપૂર્વકરણકાલે આયુષ્ય વિના શેષ ૭ કર્મોની સ્થિતિ તૂટીને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થયેલી જ છે. તથા વિધવસ્થિતૈઃ = તેવા પ્રકારની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણે બનેલી તે કર્મ સ્થિતિ થકી તેવા પ્રકારનાં સંખ્યામાં સાગરોપમ જેટલી સ્થિતિનો ઘાત (અતિક્રમ) થયે છતે જ આવનારા એવા બીજા અપૂર્વકરણકાલે (ક્ષપકશ્રેણિગત આઠમા ગુણસ્થાનકાદિવાળા કાળે) સામર્થ્યયોગનો જે પ્રથમભેદ= ધર્મસંન્યાસયોગ હોય છે તે તાત્ત્વિક–પારમાર્થિક પણે પ્રાપ્ત થાય છે. કારણ કે ક્ષપકશ્રેણિગત મહાત્મા યોગી પુરુષને ક્ષાયોપથમિકભાવવાળા (મંદરસોદયવાળા) પણ કર્મોદયસાપેક્ષ એવા ક્ષમાદિ ધર્મોની પણ નિવૃત્તિ કરીને મંદ કે તીવ્ર કોઈ પણ પ્રકારના કર્મોદયની અપેક્ષા વિનાના સર્વથા મૂળમાત્રથી કર્મોના નાશથી જન્ય એવા ક્ષાયિકભાવવાળા, ભાવિમાં કદાપિ પતન પામવાના ભયથી મુક્ત અને સર્વથા નિરતિચાર એવા ક્ષમાદિ આત્મગુણોની પ્રાપ્તિ થાય છે. અત: અસ્થિકુપચાસ:- આ કારણથી જ આ રીતે આ ઉપન્યાસ (ક્રમ) જણાવ્યો છે. અર્થાત્ પ્રથમાપૂર્વકરણકાલે ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે. પરંતુ ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી પર એવો સામધ્યયોગ તે કાળે પ્રગટ થતો નથી. માત્ર સમ્યગ્દર્શન આવવાથી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ પ્રગટી શકે છે. પરંતુ સામર્થ્યયોગ તે કાળે પ્રગટી. શકતો નથી. તેથી પ્રથમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હોય છે. અને ૮ થી ૧૨માં સામર્થ્યયોગ હોય છે. માટે આ ક્રમ કહ્યો છે. પ્રશ્ન :- ચારથી સાત ગુણસ્થાનકે જો ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હોય છે એમ કહો છો તો છટ્ટા-સાતમે ગુણસ્થાનકે આરંભ-સમારંભવાળાં જે ધર્મકાર્યો જેવાં કે પ્રભુપૂજા Page #80 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૫ સાધર્મિકવાત્સલ્ય, પૌલિકદાન, દ્રવ્ય અનુકંપા આદિ ધર્મયોગોનો સંન્યાસ(ત્યાગ) પણ હોય છે. તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે પણ ધર્મસંન્યાસ નામવાળો સામર્થ્યયોગ કહેવો જોઇએ. શા માટે ક્ષપકશ્રેણિગત દ્વિતીયાપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકથી ધર્મસન્યાસયોગ જણાવો છો ? ઉત્તર - સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગ સંન્યાસ નામના બે ભેદો પૈકીનો ધર્મસંન્યાસ” નામનો જે પ્રથમ ભેદ છે. તે બે પ્રકારની હોય છે. (૧) તાત્ત્વિક અને (૨) અતાત્ત્વિક. છટ્ટા-સાતમા ગુણસ્થાનકે (અને પાંચમા ગુણસ્થાનકે અંશમાત્રથી) જો કે ધર્મ સન્યાસ યોગ અવશ્ય હોય છે. પરંતું તે અતાત્ત્વિક છે. અને ક્ષપકશ્રેણિગત દ્વિતીયાપૂર્વકરણ કાલે જે ધર્મસન્યાસ યોગ થાય છે. તે તાત્ત્વિક છે. જેમાં તીવ્ર કે મંદ એમ બન્ને પ્રકારના કર્મોનો ઉદય અટકી ગયો છે. ક્ષાયોપથમિકભાવો નિવર્યમાન છે. જેમાં અતિચાર કે પતનના ભયો નથી. જે ક્ષાયિકભાવ રૂપે પ્રગટ થઈ રહ્યો છે. એવો ધર્મસંન્યાસ નામનો જે સામર્થ્યયોગ છે. એ જ સાચો, તાત્ત્વિક, પારમાર્થિક યથાર્થ, અનૌપચારિક, અને પ્રધાનયોગ કહેવાય છે. આવો પ્રધાન-તાત્ત્વિક સામર્થ્યયોગ અપૂર્વકરણકાલે ક્ષપકશ્રેણિમાં પ્રારંભાય છે. પરંતુ અતાત્ત્વિક (ઔપચારિક) સામર્થ્યયોગ પ્રવ્રજ્યાકાલે પણ (છટ્ટા-સાતમા ગુણસ્થાનકે પણ) હોય છે. કારણકે આરંભયુક્ત એવાં પ્રભુ પૂજાદિ શુભ ધર્માનુષ્ઠાનોમાં “પ્રવૃત્તિ” રૂપ ધર્મોના સંન્યાસાત્મક (ત્યાગમય) પ્રવ્રજ્યા છે. અને એવા પ્રકારના જ્ઞાનયોગની પ્રાપ્તિરૂપ પ્રવ્રજ્યા છે. પ્રવ્રજ્યા શબ્દમાં પ્ર ઉપસર્ગ અને ન ધાતુ છે. આરંભ-સમારંભ રૂપ પાપોમાંથી નીકળીને પ્રકૃષ્ટ રીતે જ્ઞાનયોગ અને ચરણયોગમાં જે વજન (ગમન) કરવું તે જ પ્રવ્રજ્યા કહેવાય છે. એટલે આ પ્રવ્રજ્યા આરંભ-સમારંભવાળા ધર્મકાર્યોની પ્રવૃત્તિના સન્યાસ સ્વરૂપ છે. તેથી પ્રવ્રયાકાળે પણ પ્રભુપ્રતિમાની પૂજા, સાધર્મિકવાત્સલ્ય, દ્રવ્યાનુકંપા, પુદ્ગલવિષયકદાન, ઇત્યાદિ શુભકાર્ય રૂ૫ ધર્મપ્રવૃત્તિનો સન્યાસ (ત્યાગ) હોય જ છે. તથાપિ તે ધર્મસન્યાસ ક્ષયોપશમભાવવાળો છે. ભાવિના પતનના ભયોવાળો છે. વર્તમાનકાલમાં સાતિચાર છે. મંદ કર્મોદયજન્ય છે. કર્મોના ઉદયની અપેક્ષાવાળો છે. માટે તાત્ત્વિક નથી. ઔપચારિક છે. ગૌણ છે. અપ્રધાન છે. તેના વ્યવચ્છેદ માટે જ “તાત્ત્વિ' શબ્દ મૂલગાથામાં કહેલ છે. પ્રવ્રજ્યકાલે આરંભ-સમારંભવાળી ધર્મપ્રવૃત્તિનો ત્યાગ છે. જ્ઞાનયોગની પ્રતિપત્તિ કરવાની છે. પ્રવ્રજિત થયેલા મહાત્માઓ જેમ સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગી છે. તેમ આરંભ-સમારંભવાળી ધર્મપ્રવૃત્તિઓના પણ અવશ્ય ત્યાગી છે. પરંતુ એટલામાત્રથી અટકી જવાનું નથી. સતત જ્ઞાનમાર્ગની ઉપાસના આદરવાની છે. જૈન આગમશાસ્ત્રોનો, અધ્યાત્મશાસ્ત્રોનો, અને યોગશાસ્ત્રોનો સુંદર અને પરિપક્વ અભ્યાસ કરવો, કરાવવો એ Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ જ આ પ્રવ્રજ્યાવાળા જીવનનું કર્તવ્ય છે. જેનાથી આ આત્મા તીવ્રાતિતીવ્ર વૈરાગ્યવાળો બનતો જાય. ઠરેલ-ગંભીર-શાન્ત અને ઉદાત્ત થતો જાય, જ્ઞાનમાર્ગની સતત ઉપાસના એ જ ચારિત્રમાર્ગનું પરમ કર્તવ્ય છે. ઘણી વખત આ જીવ પ્રવ્રજ્યા સ્વીકારીને પોતાની જાતને કૃતકૃત્ય માની, જ્ઞાનની ઉપાસના છોડી, બાહ્યભાવોમાં ઘણો જ રાચ્યો માચ્યો થઇ જાય છે. માન-પાન-પ્રતિષ્ઠા મોટાઇ અને બાહ્યવ્યવહારોની ચમકમાં ઢસડાઇ જાય છે. જે ભાવથી પતનનું કારણ બને છે. જ્ઞાનાદિ ગુણોની ઉપાસના વિના સાધુવેષ એ જૈનશાસનનો વિડંબક બની જાય છે. માટે જ પૂ. હિરભદ્રસૂરિજી મ. ટકોર કરતાં જણાવે છે કે આ માર્ગ જ્ઞાનયોગની પ્રતિપત્તિરૂપ છે. પૂર્ણ વૈરાગ્યવાસિત આત્મા જ જ્ઞાનયોગમાં લીન રહી શકે. આ કારણથી અસ્યાઃ- આ પ્રવ્રજ્યાના અધિકારી ભવિરક્ત આત્મા જ છે. જે જે આત્માઓ માનાદિ કષાયોથી યુક્ત છે તેને આ સંયમ પારમાર્થિકપણે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિનો હેતુ થતો નથી. પરમપદ કે નિર્જરાનો હેતુ બનતો નથી. તેથી ભવથી વિરકત જીવ જ આ પ્રવ્રજ્યાને યોગ્ય ગણાય છે. ૪૬ પ્રશ્ન :- પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળા માટે શાસ્ત્રોમાં શું કંઇ યોગ્યતા વર્ણવેલી છે ? કે ઇચ્છામાત્ર થાય એટલે પ્રવ્રજ્યા લઇ શકાય અને આપી શકાય ? ઉત્તર ઃ- હા. જૈન આગમશાસ્ત્રોમાં પ્રવ્રજ્યાના અર્થી જીવોની યોગ્યતાને સૂચવતાં ૧૬ લક્ષણો જણાવ્યાં છે. તે ૧૬ લક્ષણોનું વર્ણન આ પ્રમાણે છે અથ પ્રવ્રખ્યાઢું:-(૧) આર્યવેશોત્વનઃ, (૨) વિશિષ્ટનાતિ જ્ઞાન્વિત:, (રૂ) क्षीणप्रायकर्ममल:, (४) तत एव निर्मलबुद्धि:, (५) "दुर्लभं मानुष्यं, जन्ममरणनिमित्तं, सम्पदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोग:, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः" इत्यवगतसंसारनैर्गुण्यः, (६) तत एव तद्विरक्तः, (७) પ્રતનુંષાય:, (૮) અલ્પજ્ઞાચાવિઃ, (૧) કૃતજ્ઞ:, (૨૦) વિનીતઃ, ( ૨૧ ) પ્રાપિ ( રાજ્ઞામત્યપૌરનનવહુમતઃ, (૧૨) અદ્રોદારી, (૧૨) ત્યાળાŞ:, (૨૪) શ્રાદ્ધ:, ( ૧ ) સ્થિર:, ( ૬ ) સમુપસંપનશ્ચ કૃતિ'' । ન જીનીદશો જ્ઞાનયોગમારાધતિ, ન चेदृशो नाराधयतीति भावनीयम् । सर्वज्ञवचनमागमः, तन्नायमनिरूपितार्थ इति । પ્રવ્રજ્યાને યોગ્ય આત્માનાં ૧૬ લક્ષણો (ગુણો) શાસ્ત્રોમાં કહ્યા છે. તે આ પ્રમાણે છે. (૧) આર્યદેશમાં જન્મ પામેલ. જેના લીધે જન્મથી જ લોહીમાં ધર્મના સંસ્કાર હોય. (૨) વિશિષ્ટ જ્ઞાતિ અને કુલથી યુક્ત. ઉચ્ચકુલ અને ઉચ્ચજાતિ એ જન્મથી જ ઉચ્ચ સંસ્કારોનું બીજ છે. કુલીન અને ઉચ્ચ જાતિવાળા આત્માને કદાચ તીવ્રકર્મોદય આવે Page #82 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ४७ તો પણ લજ્જા આદિના કારણે સંયમમાં સ્થિર થઈ જાય છે. સંસ્કારી દેશમાં અને સંસ્કારી જ્ઞાતિ-કૂળમાં ગળથુથીથી જ ઉત્તમસંસ્કારો લોહીના કણેકણમાં વણાયેલા હોય છે. કે જે સ્વીકૃત પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતાં અટકાવે છે. (૩) પ્રાયઃ ક્ષીણ થયો છે કર્મ મેલ જેમનો એવો જીવ. અર્થાત્ લઘુકર્મી, મંદકર્મી જીવ. (૪) ક્ષીણપ્રાયઃકર્મી હોવાથી જ નિર્મળબુદ્ધિવાળો અને લઘુકર્મવાળો બનવાથી જ ભવસુખ, વિષયવાસના અને કષાયોવાળી મતિ નિવૃત્ત થઈ છે જીવ. જેની એવો. (૫) જે મહાત્માએ નીચે મુજબ ભવની (સંસારની) નિર્ગુણતા જાણી છે તે. | (૧) નિગોદ-નરક-એકેન્દ્રિયાદિ અનેકભવોમાં જન્મ મરણના ફેરા ફરતાં મનુષ્યભવની પ્રાપ્તિ મહાદુર્લભ છે. (૨) જો ચેતવામાં ન આવે તો વિવિધ પાપો કરવા વડે અનેક જન્મ અને મરણોની પરંપરા વધારવામાં આ મનુષ્યજન્મ નિમિત્ત બની જાય છે. ધન-યૌવન-ગાડી-વાડી આદિ સાંસારિક સંપત્તિઓ વાદળ વિખેરાય તેમ, અથવા વિજળીના ચમકારાની જેમ ચંચળ છે. જીવતાં જીવતાં પણ ચાલી જાય છે અથવા તેને મૂકીને આપણે જવું પડે છે. (૪) પાંચે ઇંદ્રિયો અને ઇષ્ટ-અનિષ્ટ વિષયો દુઃખના જ હેતુઓ છે. ખસના રોગીને ખંજવાળની જેમ માત્ર પરિણામે પીડાકારી જ છે. (૫) માતા-પિતા-પુત્ર-ધન-યૌવન આદિ સાંસારિક સુખનાં સાધનોના સંયોગો અવશ્ય વિયોગ પામનારા જ છે. શરીર પણ વિયોગ ધર્મવાળું જ છે. માત્ર તે સર્વેના સંયોગજન્ય પાપો જ સાથે આવનાર છે. (૬) મૃત્યુ ક્ષણે ક્ષણે સમીપ આવી રહ્યું છે. જેમ જેમ વયમાં મોટા થઇએ તેમ તેમ જીવનમાં નાના થઈ રહ્યા છીએ. મૃત્યુ તમારું કાર્ય (પૂર્ણ) કરાયું છે કે નથી કરાયું તેની એક ક્ષણ પણ રાહ જોતું નથી. (૭) આ ભવમાં કરેલા કષાયો-પાપો-આરંભ-સમારંભ આદિ દુષ્કૃત્યોના વિપાકો (પરભવમાં-નરકાદિમાં) ભયંકર દુઃખદાયી છે. આ પ્રમાણે સતત વધતા વૈરાગ્ય વડે આ સંસારની અસારતા, તુચ્છતા-નિસ્સારતા જાણી છે જેણે એવો મહાત્મા પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૬) ઉપર મુજબ ભવની અસારતા (તુચ્છતા) જાણવાથી જ અતિશય વિરક્ત બનેલો (વૈરાગ્યવાનું બનેલો) આત્મા પ્રવ્રયાને યોગ્ય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ (૭) વૈરાગ્યની પ્રબળતાના કારણે અત્યંત પાતળા બન્યા છે કષાયો જેના એવો મહાત્મા પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૮) કષાયોનો વિપાક ભયંકર છે એમ જાણવાથી જ જેના હાસ્યાદિ (હાસ્ય-રતિ-અરતિ -શોક વગેરે) નવ નોકષાયો મંદ નિર્બળ થઈ ગયા છે. તે (૯) કૃતજ્ઞ= જે જે મહાપુરુષોએ પોતાના ઉપર ઉપકાર કર્યો હોય તે તે ઉપકારીના ઉપકારને બરાબર જાણનાર. જેથી ગુરુ-તથા વડિલો આદિ પ્રત્યે વિનય-વિવેક ભક્તિ-સેવા અને વૈયાવચ્ચમાં સદા અપ્રમત્ત રહેનાર. (૧૦) વિનીત=વિનયગુણવાળો, નમ્રતાયુક્ત, નિરભિમાની, માનનીયપુરુષોને માન આપનારો, પોતાની લઘુતાને જાણનારો. (૧૧) દીક્ષા લીધા પહેલાં પણ રાજા-પ્રધાન અને પૌરજનો વડે બહુમાનને યોગ્ય. અર્થાત્ જેનું સંસારી જીવન ચોરી-વ્યભિચાર, ખુન કે દુષ્ટવ્યસનો વડે કલંકિત કે કલુષિત બન્યું નથી. અને તેથી રાજાદિ લોકો જેના પ્રત્યે સદ્ભાવ અને બહુમાનથી જુએ છે તેવો. (૧૨) અદ્રોહકારી = વિશ્વાસઘાત ન કરનારો, કોઈની પણ વિશ્વસનીયતાનો ભંગ ન કરનાર, વિશ્વાસઘાત કરવાના વિચારમાત્રને મહાપાપ સમજનાર, પ્રારંભથી જ વિશ્વાસઘાતનો ત્યાગી. (૧૩) કલ્યાણકારી છે શરીર જેનું એવો, ખામી વિનાના શરીરવાળો, સર્વ અંગોથી પરિપૂર્ણ શરીરવાળો એટલે કે લુલો, લંગડો, આંધળો, કાણો, બહેરો લકવા આદિથી પીડાતો, ઇત્યાદિ ખામીઓથી રહિત, કલ્યાણ અંગ યુક્ત. (૧૪) શ્રાદ્ધ :- શ્રદ્ધાવાળો, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે, અને તેમની વાણી પ્રત્યે અમાપ શ્રદ્ધાવાળો, જેથી જીવનમાં અતિચારો ન લગાડે તેવો. (૧૫) સ્થિર પરિણામવાળો, પ્રાણ પ્રતિજ્ઞાને વહન કરવામાં સ્થિરતાવાળો, અચલ, ચંચળતા વિનાનો, ઉપસર્ગ અને પરિષહોની સામે ધીરજવાળો. (૧૬) સમુપપન્ન એટલે શરણે રહેનાર, ગુરુજીના શરણને વિષે સમર્પિત થઈને રહેનાર, સામે ન બોલનાર, સામે ન થનાર, ગુરુજીની આજ્ઞાને સંપૂર્ણપણે વફાદાર રહેનાર, હૃદયથી ગુરુજીની નિકટવર્તી. ઉપર સમજાવાયેલા ૧૬ લક્ષણો (ગુણો)વાળો આત્મા જ પ્રવ્રજ્યાનો અધિકારી છે. તે દિગનીદશો જ્ઞાનયોરામારધતિ = જે પ્રવજ્યાર્થી કે પ્રવ્રજિત આત્મા આવો (૧૬ લક્ષણોવાળો) નથી તે પ્રવ્રજિત જીવનમાં જ્ઞાનયોગ આરાધી શકતો નથી. કારણ કે તેનું ચિત્ત મોહમયવૃત્તિમાં અને પૌગલિક વાસનાઓમાં જ ભટકતું હોય છે. અર્થ અને કામની વાસનાઓ બહારથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૯ ત્યજેલી હોવા છતાં અર્થ અને કામની વાસનાઓમાં જ તેનું ચિત્ત રમતું હોય છે. તેથી જ તેને અર્થવાનું (ધનિક) અને કામવાનું લોકો (સારું ગાનારા-વગાડનારા-નૃત્યકરનારા- રૂપછટા કરનારા અને સ્વાદવાળાં ભોજન બનાવનારા જ) ગમતા હોય છે. જ્ઞાન તો માથાનો દુઃખાવો લાગતો હોય છે. એટલે જો કોઈ જ્ઞાની આવે તો તે આત્મા અપ્રસન્ન બની જાય, તેની સાથે બોલવાનો કે વાર્તાલાપ કરવાનો સમય જ હોતો નથી. આવો વિષયવ્યસની જીવ જ્ઞાનયોગ આરાધી શકતો નથી. નર ફુદો જ મારાથતિ રૂતિ છે અને આવા પ્રકારના ૧૬ લક્ષણોવાળો મહાત્મા જ્ઞાનયોગને નથી આરાધતો એમ નહીં અર્થાત્ આરાધે જ છે. ગુણીયલ આત્માને જ્ઞાનાદિ ગુણોની સદા તમન્ના હોય છે. માટે પ્રવ્રજ્યાના અર્થી જીવમાં આ ૧૬ ગુણો હોવા જરૂરી છે. કૃતિ માવતીય એમ સમજવું. ઉપર જણાવેલા ગુણોવાળો, વિશિષ્ટ વૈરાગ્યથી વાસિત હૃદયવાળો પ્રવ્રજ્યાનો અર્થી મહાત્મા પ્રવ્રજ્યા સ્વીકારીને દત્તચિત્તવાળો બનીને જ્ઞાનયોગ આરાધી શકે છે. આ આગમો એ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. તેનો પરિપૂર્ણ પુરુષાર્થ સાથે જ્ઞાનાભ્યાસ કરવામાં આવે તો જ તેનો સાચો મર્મ અને અર્થ જાણી શકાય છે. આ આગમ એ કંઈ અનિરૂપિતાર્થ નથી. એટલે કે કેવલજ્ઞાનથી બરાબર જોયેલા, તપાસેલા, પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અબાધિતપણે પરીક્ષા કરાયેલા એવા અર્થોને કહેનારું આ આગમ છે. નિરૂપિત કરાયા વિનાના, મનની કલ્પના માત્રથી કલ્પના અર્થને કહેનાર નથી. માટે આવા જ્ઞાનયોગને સાધવા દુન્યવી ભાવોથી પર બનવું જ પડે છે. પ્રબળ પુરુષાર્થ પ્રગટ કરવો જ પડે છે. તન્મયચિત્તવાળા થવું જ પડે છે. માટે તેવો જીવ જ પ્રવ્રજ્યાને યોગ્ય જાણવો. આ પ્રમાણે દીક્ષાકાળે અને દીક્ષિત જીવનમાં છટ્ટા-સાતમા ગુણસ્થાનકે સારંભ ધર્મોનો સન્યાસ અવશ્ય છે જ. પરંતુ તે ઔપચારિક હોવાથી અતાત્ત્વિક છે. અને આઠમા ગુણસ્થાનકથી લાયોપથમિકભાવવાળા ધર્મોનો સન્યાસ (ત્યાગ) એ વાસ્તવિક (તાત્ત્વિક) ધર્મસંન્યાસ છે. આ પ્રમાણે “સામર્થ્યયોગ”નો પ્રથમભેદ જે “ધર્મસંન્યાસ” યોગ તાત્વિકપણે જ્યારે હોય છે ? તે સમજાવીને હવે તેનો બીજો ભેદ “યોગસન્યાસ” નામનો યોગ ક્યારે હોય છે ? તે સમજાવે છે “માચાર ” - વનમોોનારિન્યવીતિયા “જગ્ય'तथा तथा तत्कालक्षपणीयत्वेन भवोपग्राहिकर्मणस्तथावस्थानभावे "करणं" कृतिरायोज्यकरणं शैलेश्यवस्थाफलमेतत् । अत एवाह-"द्वितीय इति तद्विदः" = योगसन्याससंज्ञितः सामर्थ्ययोगः इति तद्विदोऽभिदधति, शैलेश्यवस्थायामस्य भावात्। सर्वमिदमागमिकं वस्तु तथा चैतत्संवाद्यार्षम्યો. ૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦ - કેવલજ્ઞાન પામેલા તીર્થકર કેવલી અને અતીર્થંકર-કેવલી પોતાનું મનુષ્યભવનું શેષ આયુષ્ય આ તેરમા ગુણસ્થાનકે ધર્મદેશના આપવા દ્વારા વિહાર કરતા છતા અનુભવે છે. એમ કરતાં જ્યારે મનુષ્યાયુષ્ય અંતર્મુહૂર્ત માત્ર શેષ રહે ત્યારે આયોજિકાકરણ કરે છે. આ આયોજિકારણનું જ આવશ્યક કરણ, આવર્જિતકરણ અથવા આયોજ્ય કરણ એવાં પણ નામ છે. આ બધાં પર્યાયવાચી નામ છે. કેવલીભગવંતો પોતાનું અચિન્હ સામર્થ્ય ફોરવવા દ્વારા ભવાપગ્રાહી (અઘાતી વેદનીયાદિ) કર્મોને તેવા તેવા પ્રકારો વડે ખપાવવા માટે કેવલજ્ઞાન દ્વારા તે કાલે તેવા તેવા ભાવે જે પ્રયત્નવિશેષ “કરે” તેને આયોજ્યકરણ કહેવાય છે. આ મર્યાદાપૂર્વક યોગ્ય= વીર્ય ફોરવવા દ્વારા વરyi= જે પ્રયત્નવિશેષ કરવો તે. અસાધારણ વીર્યવિશેષવડે શુભયોગોનું જે પ્રવર્તન તે આયોજિકાકરણ કહેવાય છે. દરેક કેવલીભગવંતો કેવલીસમુદ્ધાત કરે જ એવો નિયમ નથી તેથી કરે અથવા ન પણ કરે, પરંતુ આ આયોજિકાકરણ તો અવશ્ય કરે જ છે માટે આનું બીજું નામ આવશ્યકકરણ પણ કહેવાય છે. તથા પોતાના કર્મોને ખપાવવા જાણે આત્મા પોતાના તરફ આવર્જિત = સન્મુખ કરાયો હોય એવી આ પ્રક્રિયા છે તેથી તેનું ત્રીજું નામ આવર્જિતકરણ પણ છે. પ્રત્યેક કેવલીભગવંતો આ આયોજ્યકરણ કર્યા પછી તેમાંથી કોઇક કેવલીભગવંતો (કે જેઓને આયુષ્યકર્મ અલ્પ હોય અને શેષ વેદનીયાદિ ૩ કર્મો અધિક હોય તેઓ) જ કેવલી મુઘાત કરે છે. જે કેવલી ભગવંતોને વેદનીયાદિ ૩ કર્મો આયુષ્યકર્મની સમાન તુલ્ય હોય છે. તે કેવલીભગવંતો કેવલીસમુઘાત કરતા નથી. પરંતુ આયોજ્યકરણ તો અવશ્ય કરે જ છે. બલાત્કારે એકીસાથે કર્મોનો નાશ કરવો તે સમુદ્ધાત કહેવાય છે. શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી પ્રથમ સમયે ઊર્ધ્વ-અધો ચૌદરાજલોક પ્રમાણ દંડ કરે છે. દ્વિતીય સમયે બે દિશામાં કપાટ રચે છે. ત્રીજા સમયમાં બાકીની બે દિશામાં મંથાન રચે છે. ચોથા સમયમાં આંતરામાં આત્મપ્રદેશો લંબાવીને લોકવ્યાપી ભગવાન્ બને છે. એ જ રીતે આત્મપ્રદેશોનું પાંચમા સમયે આંતરામાંથી સંહરણ, છઠ્ઠા સમયે મંથાનમાંથી સંહરણ, સાતમા સમયે કપાટમાંથી સંહરણ, અને આઠમા સમયે દંડમાંથી સંહરણ કરે છે. આવા પ્રકારની કેવલીભગવંતની અચિંત્યવીર્ય ફોરવવા દ્વારા થયેલી પ્રક્રિયા જ સંપૂર્ણ કર્મક્ષયનો હેતુ બને છે. અને શેષવેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યકર્મની સાથે સમાન થાય છે, આ કેવલી સમુઘાત કહેવાય છે. તેની પૂર્વે આયોજ્યકરણ કરે છે. અને કેવલીસમુદ્ધાત પછી યોગનિરોધ કરે છે મન-વચન અને કાયાના યોગોને અટકાવવારોકવા તે યોગનિરોધ કહેવાય છે. તે યોગો વિદ્યમાન હોતે છતે સાતવેદનીયનો આશ્રય ચાલુ રહે છે. આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. એટલા માટે “યોગનિરોધ” Page #86 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય કરવો આવશ્યક છે. આ યોગોને અટકાવવા અર્થાત્ કાયાદિ યોગોનો સન્યાસ (ત્યાગ) કરવો એ જ યોગસન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ છે. આ યોગનિરોધરૂપ સામર્થ્યયોગ એ આયોજ્યકરણ (અને કેવલીસમુદ્દાત) પછી જ આવે છે. અને તે યોગનિરોધ સ્વરૂપ યોગસન્યાસ નામના સામર્થ્યયોગમાંથી શૈલેશી અવસ્થા સ્વરૂપ ફળ પ્રગટ થાય છે. એથી જ મૂળગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે કે આ યોગનિરોધ એ સામર્થ્યયોગનો બીજો ભેદ છે કે જેની “યોગસન્યાસ' એવી સંજ્ઞા વર્તે છે. એમ યોગના સ્વરૂપને જાણનાર જ્ઞાનીપુરુષો કહે છે. મન-વચન અને કાયાના સૂક્ષ્મ-બાદર સર્વપ્રકારે યોગોના ત્યાગથી પ્રગટ થતું યોગસન્યાસ નામનું સામર્થ્યયોગાત્મક આ અસાધારણ આત્મવીર્ય છે. કે જેના ફલસ્વરૂપે શૈલેશી અવસ્થા છે. આ પરમાત્મા મેરૂપર્વત જેવા સર્વથા નિષ્પકંપ, અનાશ્રવભાવવાળા, સર્વસંવરભાવયુક્ત, અયોગી કેવલી નામે મહાયોગી બને છે. કે જેની પછી તુરત જ મુક્તિપદ પામે છે. (૧) પ્રથમ અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ, તેનું ફળ સમ્યગ્દર્શન. (૨) દ્વિતીય અપૂર્વકરણનું ફળ ધર્મસન્યાસ. તેનું ફળ કેવલજ્ઞાન. (૩) આયોજિકા કરણનું ફળ યોગનિરોધ-યોગસન્યાસ અને શૈલેશીકરણ, તેનું ફળ મુક્તિ છે. આ સર્વ હકીક્ત આગમાનુસારી છે ‘આ વિષયમાં અલ્પ પણ અમારી કપોલકલ્પિત કલ્પના નથી. કારણ કે ઉપર લખેલી હકીક્તને સંવાદન કરતી (જણાવતી) પૂ. શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજીની રચેલી, વિશેષાવશ્યકમહાભાષ્યમાં આવતી શાસ્ત્રીયગાથાઓ (આર્ષવચન) આ પ્રમાણે છે ગાથા : ૧૧ करणं अहापवत्तं, अपुव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करणं ति परिणामो ॥ १२०२ ॥ जा गण्ठी ता पढमं, गण्ठिं समइच्छओ भवे बीअं । अणियट्टिकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥ १२०३ ॥ गण्ठित्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगण्ठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥११९५ ॥ एत्तो विवज्जओ खलु, भिन्ने एयम्मि सम्मणाणं तु । थोवं पि सुपरिशुद्धं, सच्चासम्मोहहेउ ति ॥ सम्मत्तंम उ लद्धे, पलियपुहत्तेण सावओ होइ । चरणोवसमखयाणं, सागरसंखन्तरा होन्ति ॥ १२२२ ॥ इत्यादि लेशतः परिभावितार्थमेतत् ॥१०॥ ૫૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એમ ત્રણ પ્રકારનું કરણ ભવ્યજીવોને હોય છે. ઇતર (એવા અભવ્ય)જીવોને પ્રથમ યથાપ્રવૃત્તિ)કરણ જ થાય છે. (તે અભવ્યજીવોને શેષ બે કરણો હોતાં નથી) અહીં કરણ એટલે આત્મપરિણામ કહેવાય છે. ||૧| ૫૨ આ આત્મા ગ્રન્થિદેશ પાસે આવે છે ત્યાં સુધી પ્રથમકરણ કહેવાય છે. ગ્રંથિદેશનું (ભેદ કરવા દ્વારા) અતિક્રમણ કરતાં બીજું કરણ થાય છે. અને સમ્યક્ત્વ અત્યન્ત પુરસ્કૃત (નજીક) બને ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. ।।૨।। ગ્રંથિ એટલે કે અતિશય દુર્ભેદ્ય, કર્કશ, ઘન, રૂઢ, એવી ગૂઢગાંઠની જેવો જીવનો કર્મોદયજન્ય તીવ્ર રાગ-દ્વેષવાળો આત્મપરિણામ તેને જ ગાંઠ કહેવાય છે. ૩।। ઘનીભૂત રાગદ્વેષાત્મક આ પરિણામથી વિપરીત પરિણામના (તીવ્રવૈરાગ્યાત્મક પરિણામના) બળ વડે આ ગાંઠ ભેદાયે છતે આ જીવને સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે સમ્યજ્ઞાન અલ્પ હોય તો પણ અત્યંત પરિશુદ્ધ હોય છે. અને તે જ અવ્યામોહનું= નિર્મોહતાનું અર્થાત્ આકુલ-વ્યાકુલતા રહિત સ્થિર પરિણામનું કારણ બને છે. ૪ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પૂર્વબદ્ધકર્મોની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમમાંથી પલ્યોપમ પૃથક્ત્વ ઓછી થયે છતે આ જીવ શ્રાવક (દેશવિરતિધર) થાય છે. અને તેમાંથી સંખ્યાત સંખ્યાત સાગરોપમ પ્રમાણ સ્થિતિ તૂટે છતે અનુક્રમે સર્વવિરતિ ચારિત્ર, ઉપશમશ્રેણિ, અને ક્ષપકશ્રેણિ પામે છે. ઇત્યાદિ આ અર્થ પૂર્વવિવેચનમાં સમજાવાઇ ગયો છે. પા यत आयोज्यकरणादूर्ध्वं द्वितीय: જે કારણથી આયોજિકા કરણ પછી આ યોગસન્યાસ નામનો બીજો સામર્થ્યયોગ આવે છે. માટે તે જ શ્રેષ્ઠયોગ છે. એ સમજાવે છે अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । મોક્ષયોનનમાવેન, સર્વસન્યાસતક્ષળઃ શ્॥ ? ગાથાર્થ = આ કારણથી જ (કાયાદિ) ત્રણે યોગોના અભાવાત્મક એવો સર્વના સન્યાસવાળો (એટલે કે ઔયિકભાવના અધર્મો અને ક્ષાયોપમિકભાવના ધર્મો એમ ઉભયના) સંન્યાસવાળો આ યોગ અલ્પકાળમાં આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી ઇચ્છાદિ ત્રણ યોગોમાં તથા મિત્રાદિ આઠ દૃષ્ટિસ્વરૂપ યોગોમાં આ સામર્થ્યયોગ સર્વશ્રેષ્ઠ યોગ કહ્યો છે. ।। ૧૧॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૩ ટીકા - ગત વ શનૈશ્યવસ્થા યોસિન્યાસરિત્ “અયો''-થો માવ:, “યોનાં''= મિત્રાતીનામ “મધ્યે” ત મુખ્યતે, કિમિત્યાદિ-“યો: ૨:' પ્રધાન: उदाहृतः इति । कथमित्याह-"मोक्षयोजनभावेन" हेतुना योजनाद् योग इति कृत्वा, स्वरूपमाह "सर्वसन्न्यासलक्षण:"-अधर्मधर्मसंन्यासयोरप्यत्र परिशुद्धिभावादिति ॥११॥ વિવેચન :-આયોજિકાકરણ અને કેવલીસમુઘાત કર્યા પછી આ આત્મા “યોગનિરોધ” કરે છે. કાયાદિ ત્રણે યોગોનો વિરોધ કરતાં કરતાં સર્વથા યોગનિરોધ થયા પછી એના ફળરૂપે શૈલેશી અવસ્થા પ્રગટે છે. જે અવસ્થા મન-વચન અને કાયા સંબંધી યોગોના સર્વથા અભાવાત્મક છે. આત્મ-પ્રદેશોની અત્યંત નિષ્પકંપ અવસ્થા છે. આવા પ્રકારની યોગના અભાવાત્મક શૈલેશીકરણવાળી અવસ્થા એ મિત્રા-તારા-બલા આદિ યોગોમાં પરમ યોગદશા, સર્વોત્તમ શ્રેષ્ઠ યોગદશા જ્ઞાનીઓએ કહી છે. અયોગ રૂપ જે યોગ અવસ્થા” આ વાક્યમાં વપરાયેલા બન્ને યોગશબ્દના અર્થો ભિન્ન ભિન્ન છે. “અયોગ”માં વપરાયેલા યોગ શબ્દનો અર્થ મન-વચન-કાયાના યોગો સમજવાના છે. જે આ ત્રણે યોગો આત્મ-પ્રદેશોની ચંચળતા-અસ્થિરતા રૂપ છે. અને તેથી જ કર્મબંધના કારણરૂપ છે. આશ્રવ છે. હેય છે. તેથી જ તેવા યોગોનો અહીં સંન્યાસ (ત્યાગ) કરવામાં આવ્યો છે. માટે યોગ વિનાના અર્થાત્ આશ્રવના હેતુભૂત એવા યોગ વિનાના તે ગયો અને પાછળના “યોગ” શબ્દનો અર્થ “જોડવું” કરવાનો છે જે અવસ્થા આ આત્માને વિના વિલંબે મોક્ષની સાથે જોડી આપે તે યોગ. એવો અર્થ સમજવાનો છે. આ યોગ સર્વથા અનાશ્રવ રૂપ છે. સર્વ સંવરભાવ રૂપ છે. આત્મપ્રદેશોની મેરૂપર્વતની જેમ સર્વથા નિષ્પકંપ અવસ્થા સ્વરૂપ છે. માટે જ ઉપાદેય છે. આ યોગ પામ્યા પછી પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણકાળમાત્રમાં જ આ આત્મા મુક્તિપદ પામે છે. માટે સર્વશ્રેષ્ઠ-સર્વથી પ્રધાનયોગ છે. ઇચ્છાયોગથી મુક્તિનગરના પ્રવેશ માટે જે યાત્રા આરંભેલી તે યાત્રા અહીં સમાપ્ત થાય છે. ભયંકર અટવીમાં ફસાયેલા માણસને “મને કોઈ સપુરુષ માર્ગ દેખાડે” એવી તીવ્ર ઇચ્છા હોય છે. મહારોગીને મને કોઈ રોગમુક્ત કરે એવી તીવ્ર ઇચ્છા વર્તે છે ગ્રીષ્મઋતુમાં મારવાડ જેવા શુષ્કપ્રદેશમાં તૃષાતુર પુરુષને “મને શીતલ જલ પાનાર કોઈ મળે” એવી તીવ્ર ઇચ્છા હોય છે. તેવી રીતે સંસારરૂપી મહાટવીમાં, મહારોગમાં અને શુષ્કમરૂભૂમિમાં ફસાયેલા આ જીવને આ દુઃખોમાંથી “કોઈ પુરુષ મને છોડાવનાર મળે અને દુ:ખરહિત અવસ્થાવાળા મુક્તિપદે લઈ જાય” તેવી તેની તીવ્ર ઇચ્છા હૃદયમાં વર્તે છે સંસાર ઉપર અત્યન્ત તિરસ્કાર અને મુક્તિની પરમ ઝંખના રૂપ નિર્વેદ અને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ . યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧ સંવેગ ગુણ વર્તે છે. આ પ્રથમ ઇચ્છાયોગ થયો. એમ ઇચ્છાની તીવ્રતાના કારણે શોધતાં શોધતાં પરમ સદ્ગુરુનો યોગ સાંપડે છે. તેમને પામીને તેમની પાસે વારંવાર વ્યાખ્યાન શ્રવણ કરવા દ્વારા આ આફતમાંથી નીકળવાનો રસ્તો જાણે છે અને જાણીને તેના ઉપર પરમ રુચિ કરે છે. વારંવાર વ્યાખ્યાન શ્રવણથી પોતે પણ આ માર્ગનો કંઈક જ્ઞાતા (શ્રુતજ્ઞાની) બને છે. સદ્ગુરુએ બતાવેલા અને પોતાના અનુભવથી જણાયેલા માર્ગે ચાલવા તે પ્રયત્ન આદરે છે. પરંતુ અનાદિની મોહની વાસનાના જોરના લીધે તથા માર્ગની પણ કઠીનાઈ લાગવાના કારણે, વળી પોતાનો અભ્યાસ હજુ તાજો અને કાચો હોવાના કારણે ચાલવાની પ્રવૃત્તિ ધીમી (મંદો પડી જાય છે. પ્રમાદ આવી જાય છે. વેગ મંદ થઈ જાય છે. અલ્પકાળ બાદ ગતિ વેગવાળી પણ બને છે એમ ઇચ્છાયોગી જીવ સદ્ગુરુએ બતાવેલા માર્ગે શ્રદ્ધાપૂર્વક અભ્યશ્રુતજ્ઞાનના આધારે વિકાસ સાધીને ૧ થી ૫ ગુણસ્થાનકો પસાર કરે છે. અને શાસ્ત્રયોગમાં પ્રવેશ કરે છે. - ત્યારબાદ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે કાળક્રમે શાસ્ત્રજ્ઞાન અવિકલપણે પ્રગટે છે. આ જ્ઞાનગુણરૂપ ભોમીયો સદા તેની સાથે રહે છે. તેથી શાસ્ત્રજ્ઞાનરૂપ ભોમીયાના જણાવ્યા પ્રમાણે મોહરૂપ મહાટવીના ભયોને પસાર કરતો, ભોમીયો સાથે હોવાથી કંઈક નિર્ભય થયો હતો, અને તેના જ કારણે વધ્યો છે ઉત્સાહ જેનો એવો તે વેગવતી ગતિ દ્વારા મુક્તિનગર તરફના ધોરીમાર્ગ તરફ જવા માટે પ્રબળ પુરુષાર્થ આદરે છે. એવામાં શાસ્ત્રજ્ઞાનરૂપ ભોમીયાએ કરેલ દિશા સૂચનને અનુસાર રસ્તા ઉપર શ્રદ્ધાપૂર્વક વેગથી ચાલતાં (અર્થાત્ દોડતાં) ધોરીમાર્ગ ઉપર આ જીવ ચડી જાય છે. તેનો ઉત્સાહ અદમ્ય બની જાય છે. આનંદ-આનંદનો કોઈ પાર જ રહેતો નથી. મોક્ષનગરનો રાજમાર્ગ પોતાની આંખે પોતાને જ દેખાવા લાગે છે. અને દોટ મૂકવાની તાલાવેલી હૃદયમાં થઈ આવે છે. અહીં સુધી સાતમું ગુણસ્થાનક અને શાસ્ત્રયોગ સમજવો. ત્યારબાદ શાસ્ત્રજ્ઞાન રૂ૫ ભોમીઓ જ તેને કહે છે કે હે પાથ ! હવે રાજમાર્ગ સીધો છે. તેને પોતાને સ્પષ્ટપણે આંખે દેખાય તેમ છે. તારો પોતાનો ઉત્સાહ જ હવે માર્ગ કાપવામાં કારણ બનશે. હવે મારી આવશ્યક્તા નથી. મેં બતાવેલા, અને તેને પોતાને બરાબર દેખાતા આ સીધા માર્ગે જ ચાલવાનું છે. જેથી અંતે મુક્તિનગર આવશે. આ રીતે શાસ્ત્રયોગ સમાપ્ત કરીને આ જીવ સામર્થ્યયોગમાં પ્રવેશ પામે છે. પોતાના જ આત્મસામર્થ્યના બળથી જ વધતા સંવેગપૂર્વક મહાનિર્વેદયુક્ત જલ્દી જલ્દી વેગવતી ગતિ દ્વારા દોડતો દોડતો આગળ-આગળનો રસ્તો સ્વયં પોતે જ દેખતો જાય છે. નિર્ભય બનતો જાય છે. મોહને ચકચૂર કરતો જાય છે. આ જ પ્રાતિભજ્ઞાન કહેવાય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨ યોગદષ્ટિ સમુચ્ચય ૫૫ ક્ષપકશ્રેણિ કહેવાય છે. ૮ થી ૧૨ ગુણસ્થાનક જેટલો રસ્તો આ આત્મા આ રીતે સ્વાનુભવ-બળે જ સમાપ્ત કરે છે. અત્યાર સુધીની આ દોટમાં (ક્ષપકશ્રેણિમાં) લાયોપથમિક ભાવવાળા ધર્મોનો પણ ત્યાગ કરતો જાય છે. એટલે કે પૂર્વકાળમાં ઔદયિકભાવોના ત્યાગકાલે જે ક્ષાયોપથમિક ભાવના ધર્મો ઉપાદેય હતા તેનો પણ હવે ત્યાગ કરે છે. અને ક્ષાયિક ભાવના ધર્મો પ્રાપ્ત કરે છે. આ કાલે સામર્થ્યયોગનો ધર્મસંન્યાસ નામનો પ્રથમ ભેદ પ્રવર્તે છે. તેમાં પ્રથમ મોહનીય, અને પછી શેષ ત્રણ ઘાતી કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરી આ આત્મા કેવલજ્ઞાની બને છે. અત્યારસુધી મુક્તિનગરનો ધોરીમાર્ગ બરાબર દેખાતો હતો, તે માર્ગ ઉપર આ જીવ દોડતો હતો, પરંતુ મુક્તિનગર સાક્ષાત્ દેખાતું ન હતું, તેથી દોડવાનો પ્રબળ પુરુષાર્થ કરતો અહીં આવ્યો ત્યારે કેવલજ્ઞાન થવાથી સર્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોનો સાક્ષાત્કાર થવાથી (મુક્તિનગર સામે જ દેખાઈ જવાથી) પ્રબળ પુરુષાર્થ આદરવા રૂપ પ્રથમ સામર્થ્યયોગ સમાપ્ત થાય છે. હવે જાણે મુક્તિનગરના ઉપનગરમાં આવી પહોંચ્યો છે. એટલે દોડવાની આવશ્યક્તા નથી. મુક્તિનગરના બાકી રહેલા રસ્તાને ચાલવા દ્વારા ન્યૂન કરવા સ્વરૂપ શેષ રહેલ આયુષ્યકર્મને ભોગવીને સમાપ્ત કરવું પડે છે કારણકે આ આયુષ્યકર્મ અનપવર્તનીય છે. આ કાળે હવે પોતાનો ઉપકાર કરવાનો વિશેષ બાકી રહેતો નથી. તેથી ઉદિતકર્મોને ભોગવીને સંપૂર્ણ કરવા રૂપ સ્વ ઉપકાર કરતો થકો આ જીવ ધર્મદેશના અને ગ્રામાનુગ્રામ વિહાર કરવા દ્વારા વિશેષ કરીને યથાશક્ય પરોપકાર કરે છે. ચાલતાં ચાલતાં મુક્તિનગરનો શેષ રસ્તો સમાપ્ત થવા આવે તેમ આયુષ્યની મુદત પૂર્ણ થવા આવતાં કાયાદિના ત્રણ યોગો, અને તજ્જન્ય સાતવેદનીયનો આશ્રવ અટકાવવા માટે આયોજિકાકરણ, કેવલી સમુદ્યાત અને યોગનિરોધ કરવા દ્વારા મુક્તિનગરનો શેષ રસ્તો કાપીને મુક્તિ નગરના દરવાજા પાસે આવીને આ જીવ ઉભો રહે છે. અહીં યોગ સન્યાસ એવો બીજો સામર્થ્યયોગ પ્રગટે છે. સંપૂર્ણ અનાશ્રુવાવસ્થા, સર્વસંવરભાવ, આત્મપ્રદેશોની નિપ્રકંપાવસ્થા, અને શૈલેશીકરણ ઈત્યાદિ રૂપ મુક્તિનગરનું દ્વારોદ્ઘાટન, યોગસંન્યાસ એવા સામર્થ્યયોગના ફળસ્વરૂપે આ જીવ કરે છે. ત્યારબાદ સર્વથા નિશ્ચિતપણે નિર્ભય બનેલો આ આત્મા સાદિ અનંત સ્થિતિવાળા પરમસુખને આ નગરમાં રહ્યો છતો અનુભવે છે. જો કે ઘાતી કર્મોના ક્ષયજન્ય અનંત ચતુષ્ટયનું સુખ તેરમેથી જ અનુભવે છે તો પણ શુદ્ધ - બુદ્ધ-નિરંજન એવો આ આત્મા સર્વકર્મોના ક્ષયજન્ય “સાદિ અનંત” સુખ મુક્તાવસ્થામાં હવે અનુભવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨ આ પ્રમાણે ઈચ્છાયોગથી આરંભેલી મુક્તિનગરની પ્રાપ્તિની યાત્રા અહીં સમાપ્ત થાય છે. આ યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ જ આ જીવને અલ્પકાળમાં જ મુક્તિની સાથે મુંજે છે અને નિયમો મુંજે (જોડે) છે. તેથી આ યોગને “સર્વન્યાત્મ:' એટલે કે “સર્વનો પણ ત્યાગ” એ સ્વરૂપ યોગ પ્રવર્તે છે. અને આ આત્મા મહાયોગી બને છે. ઇચ્છાયોગકાલે અને શાસ્ત્રયોગકાલે પૂર્વબદ્ધકર્મોના ઉદયજન્ય ક્રોધ-માન આદિ અધર્મોનો ત્યાગ કરવા માટે ક્ષાયોપથમિકભાવોના ક્ષમા-માર્દવતા આદિ ધર્મોનો આશ્રય સ્વીકાર્યો હતો. પરંતુ આત્મવિકાસ વધતાં હવે તેની આવશ્યકતા નથી તેમ જણાતાં ક્ષાયિકભાવના ક્ષમા આદિ ધર્મો પ્રાપ્ત કરવા સારું “ધર્મસન્યાસ યોગકાળે” લાયોપથમિકભાવના ક્ષમાદિ ધર્મોનો પણ ત્યાગ કરે છે આ રીતે તેરમા ગુણઠાણે આવેલા આત્મામાં ઔદયિકભાવ જન્ય અધર્મોનો અને ક્ષાયોપથમિકભાવ જન્ય ધર્મોનો ત્યાગ હોય છે. જેથી ક્ષાયિકભાવના અનંતચતુણ્યનો પરમાનંદ વર્તે છે છતાં અઘાતી કર્મોનો ઉદય ચાલુ હોવાથી આત્માની નિષ્પકંપાવસ્થા નથી. તે પ્રાપ્ત કરવા માટે “યોગસન્યાસ” આદરે છે. અને અંતે સર્વગુણસંપૂર્ણ પરિપૂર્ણનિષ્પકંપાવસ્થા પામીને જ જંપે છે અન્તિમસામર્થ્યયોગથી આત્માની પરિપૂર્ણ શુદ્ધદશા શીધ્ર અને નિયમો પ્રાપ્ત થાય છે તેથી તે યોગસન્યાસ યોગ સર્વોત્તમ યોગ કહ્યો છે. ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિજી મ. મિત્રા-તારા-બલા આદિ યોગસંબંધી આઠ દૃષ્ટિઓનું આ ગ્રંથમાં વર્ણન કરવાના છે. તે આઠ દૃષ્ટિઓનું વર્ણન કરતાં પહેલાં મંગલાચરણ કરતી વેળાએ પોતે “ઈચ્છાયોગથી” પ્રથમ ગાથામાં પરમાત્માને વંદન કરે છે. તેથી પ્રસંગવશથી ઈચ્છાયોગાદિ ત્રણ યોગનું વર્ણન આદિમાં સમજાવ્યું છે. તથા આ આઠ દૃષ્ટિઓ એ ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગમાંથી જ ઉત્પન્ન થયેલી છે. માટે પણ ઇચ્છાયોગાદિ ત્રિવિધ યોગનું વર્ણન પ્રથમ કર્યું છે. આ રીતે યોગધર્મ સમજાવવા માટે પ્રથમ પીઠિકા મજબૂત કરીને હવે આઠ દૃષ્ટિઓ સમજાવવાનો પ્રારંભ કરે છે. ૧૧// एवमेतत्स्वरूपमभिधाय प्रकृतोपयोगमाह આ પ્રમાણે આ ઇચ્છાયોગાદિ ત્રણનું સ્વરૂપ સમજાવીને હવે પ્રસ્તુત મિત્રા-તારાબલા આદિ આઠ દૃષ્ટટ્યાત્મક પ્રસ્તુત તત્ત્વનું સ્વરૂપ સમજાવે છે. एतत्त्रयमनाश्रित्य, विशेषेणैतदुद्भवाः । योगदृष्टय उच्यन्ते, अष्टौ सामान्यतस्तु ताः ॥१२॥ ગાથાર્થ = આ ઈચ્છાયોગાદિ ત્રણ પ્રકારના યોગનો આશ્રય કર્યા વિના વિશેષ Page #92 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૭ કરીને આ ત્રણમાંથી જ જન્મેલી એવી મિત્રાદિ યોગની દૃષ્ટિઓ કહેવાય છે. તે સામાન્યથી આઠ છે. ||૧૨। ગાથા : ૧૩ :: ' ટીકા " एतत्त्रयं "- इच्छायोगादिलक्षणं, अनाश्रित्यानङ्गीकृ त्य विशेषेणास्मादिय - मित्येवंलक्षणेन । किमित्याह - " एतदुद्भवाः योगदृष्ट्य उच्यन्ते " મિત્રાઘા:, ‘‘અષ્ટૌ સામાન્યતસ્તુ તા: '' હ્દય કૃતિ ॥૨॥ વિવેચન :- હવે કહેવાતી મિત્રા-તારા- બલા આદિ યોગની આઠ દૃષ્ટિઓ આ ઇચ્છાયોગાદિ ત્રિવિધ યોગમાંથી જ વિશેષપણે ઉત્પન્ન થયેલી છે. તેની સાથે સંબંધવાળી છે. તે ત્રણ યોગનો જ આ વિસ્તાર છે. આ આઠ દૃષ્ટિઓ એ જાણે નદીઓ હોય, અને ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગ એ તેની ઉત્પત્તિના મૂલસ્થાનભૂત ગિરિસ્થળ હોય તેમ છે. તેથી જ આઠ દૃષ્ટિઓ સમજાવતાં પહેલાં આ ત્રણ યોગનું સવિસ્તર વર્ણન કરવા રૂપ “પીઠિકા” મજબૂત કરવામાં આવી છે. હવે જ્યારે આ યોગદૃષ્ટિઓ સમજાવાય છે ત્યારે આ ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગનું આલંબન લેવાશે નહીં. અર્થાત્ ઇચ્છાયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે. શાસ્ત્રયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે અને સામર્થ્યયોગમાંથી આટલી દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે. એમ કયા યોગમાંથી કેટલી અને કઇ કઇ દૃષ્ટિઓ ઉત્પન્ન થઇ છે એમ વિશેષપણે ઇચ્છાયોગાદિનું આલંબન લીધા વિના જ આ દૃષ્ટિઓ કહેવાશે. ઇચ્છાયોગાદિ ત્રિવિધયોગમાંથી જ ઉત્પન્ન થયેલી હોવા છતાં તેનો સીધે સીધો આશ્રય લીધા વિના જ આ દૃષ્ટિઓ સમજાવાશે. - પ્રશ્ન :- િિમત્યાહ્ન=જો એમ ઇચ્છાયોગાદિનું આલંબન લઇને નહીં કહેવાય તો કેવી રીતે કહેવાશે! અર્થાત્ આ આઠદૃષ્ટિઓનું વર્ણન આ ત્રણ યોગના આલંબન વિના કેવી રીતે કહેવાશે ! ઉત્તર ઃ- સ્વતંત્રપણે, ભિન્નપણે આ દૃષ્ટિઓ સમજાવાશે. જો કે આ આઠે દૃષ્ટિઓ તદ્રુમવા: આ ઇચ્છાયોગાદિમાંથી જ ઉત્પન્ન થયેલી છે. તો પણ ભિન્નપણે સ્વતંત્ર રીતે આ આઠ દૃષ્ટિઓ સમજાવાશે. તે દૃષ્ટિઓ પ્રત્યેક જીવ વાર જુદી જુદી છે તેથી અનેક છે. છતાં પણ સામાન્યથી મિત્રા-તારા-બલા આદિ જે આઠ દૃષ્ટિઓ છે. તેનું વર્ણન હવે પછીની ગાથાથી શરૂ થાય છે, એટલે અહીં વધુ વિસ્તાર કરતા નથી. ૧૨॥ ताश्चैताः = તે આઠ દૃષ્ટિઓ નીચે મુજબ આ પ્રમાણે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪ मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीनां, लक्षणं च निबोधत ॥१३॥ ગાથાર્થ = (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દીપા, (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા, અને (૮) પરા એમ યોગની આઠ દૃષ્ટિઓનાં આ આઠ યથાર્થ નામો છે. હવે તેઓનાં લક્ષણો (જે કહેવાય છે તે) તમે સાંભળો. તે ૧૩ ટીકા - તત્ર મિત્રેવ મિત્રા, તાવ તારેત્યાતિ, યથાર્થીચેવ નામન યોદણીનામ્ નક્ષvi વાસ વસ્યા નિક્ષUf, “નિનીયત'-પુત્યર્થ રૂા વિવેચન - યોગની આઠ દૃષ્ટિઓનાં મિત્રો આદિ જે જે નામો છે તે સાર્થક નામો છે. અર્થથી યુક્ત નામો છે. જેમકે મિત્રની જેવી જે દૃષ્ટિ તે મિત્રા દૃષ્ટિ, તારાના જેવી જે દૃષ્ટિ તે તારાદષ્ટિ એમ આઠ દૃષ્ટિઓનાં નામો અર્થયુક્ત છે. અને તે તે અર્થો તે તે દૃષ્ટિઓના વર્ણન પ્રસંગે સમજાવાશે. તથા તે આઠ દૃષ્ટિઓનાં લક્ષણો (સ્વરૂપ) જે હમણાં કહેવાય જ છે તે હે શ્રોતાગણ ! તમે સાંભળો. I/૧૩ રૂપદgવ્યવચ્છતાર્થ યોગદપ્રિમિતિ તાપધાતુમદ-અહીં મૂલગાથામાં જે “યોગદૃષ્ટિ” શબ્દનું ગ્રહણ કર્યું છે તે ઓઘ દૃષ્ટિના વ્યવચ્છેદ માટે છે. તેથી પ્રથમ તે ઓઘદૃષ્ટિ જ સમજાવે છે. समेघामेघरात्र्यादौ, सग्रहाद्यर्भकादिवत् । ओघदृष्टिरिह ज्ञेया, मिथ्यादृष्टीतराश्रया ॥१४॥ ગાથાર્થ = મેઘસહિત અને મેઘરહિત રાત્રિ તથા દિવસમાં, ગ્રહયુક્ત કે ગ્રહવિના, બાલકને કે અબાલને, મિથ્યાષ્ટિને કે ઇતરને (અમિથ્યાષ્ટિને) જેમ તરતમતાવાળી દૃષ્ટિ હોય છે. તેમ અહીં ઓઘદૃષ્ટિ જાણવી. ૧૪ ટીકા - રૂદષ્ટિજ્ઞનાવરીયાર્ષિક્ષયપામવૈચિષ્યિત્રા, સધાયું ર तद्रात्र्यादि च आदिशब्दाद् दिवसपरिग्रहः तस्मिन् । सग्रहादिश्चासौ अर्भकादिश्चेति વિપ્ર, પ્રથમવિશદ્વાદિપરિપ્રદ, દિતીયદિશાર્મિપરિપ્રદ: | “મયદિ:” सामान्यदर्शनं भवाभिनन्दिसत्त्वविषया, मिथ्यादृष्टिश्चेतरश्च मिथ्यादृष्टीतरौ, तदाश्रया, काचाद्युपहतो मिथ्यादृष्टिः, तदनुपहतस्त्वितर इत्यक्षरगमनिका । વિવેચન :- યોગની દૃષ્ટિ શરૂ થતાં પહેલાં અનાદિ મિથ્યાત્વી જીવની પ્રથમ Page #94 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૯ “ઓઘદૃષ્ટિ” હોય છે. જ્યારે મિથ્યાત્વ ઘણું મંદ પડે છે. અને આ આત્મા અપુનર્બન્ધક બને છે. ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે. તેથી તે યોગદષ્ટિ શરૂ થાય તેના પૂર્વકાળમાં પ્રવર્તતી એવી પ્રથમ “ઓઘદૃષ્ટિ” આ ગાથામાં પ્રારંભમાં સમજાવે છે. અનાદિકાળથી સર્વસંસારી જીવોને જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાન, અને મોહનીયકર્મના ઉદયથી સંસારના સુખનો રાગ, અને સુખના પ્રતિબંધક તત્ત્વો ઉપર દ્વેષ વર્તે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાનાવરણીયકર્મ, અને અચક્ષુ-દર્શનાવરણીય કર્મનો સર્વજીવોને અલ્પ યા અધિક પ્રમાણમાં ક્ષયોપશમ પણ સદા હોય જ છે. કારણકે આ કર્મો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવવાળાં જ સદા હોય છે. તેથી નિગોદથી પ્રારંભીને સર્વેજીવોની જ્ઞાનમાત્રા કંઇકને કંઇક અંશે અવશ્ય ખુલ્લી જ હોય છે. વસ્તુને જાણવાની આત્માની અનાવૃત (પ્રગટ) રહેલી જે ચૈતન્ય શક્તિ તેને દૃષ્ટિ કહેવાય છે. સંસારમાં સર્વેજીવોની આ ચેતનાશક્તિ=જ્ઞાનશક્તિ રૂપ દૃષ્ટિ હંમેશાં મોહના ઉદયના કારણે સામાન્યથી પુગલોના સુખ તરફ જ હોય છે. સંસારના વિષય સુખમાં જ આનંદ માનનારી હોય છે. તે સુખો કેમ મળે ? મળેલાં સુખો કેમ વૃદ્ધિ પામે ? ચિરંજીવી કેમ બને ? કદાપિ દુઃખો ન આવે ? આવી પુદ્ગલાનંદી જ દૃષ્ટિ સામાન્યપણે પ્રવર્તે છે તેને “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. ઓઘ એટલે સામાન્યથી અને દૃષ્ટિ એટલે જ્ઞાન, બોધ, આશય અર્થાત્ પુદ્ગલોના સુખ તરફની અપેક્ષા. એવો ઓઘદૃષ્ટિનો અર્થ જાણવો. પાંચે ઇંદ્રિયોનાં વિષયસુખો પ્રાપ્ત કરવાની, તેમાં જ આનંદ માનવાની અને તેની જ વૃદ્ધિ કરવાની જે દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ પ્રવર્તતી હોય ત્યારે આ જીવને આત્મા, આત્માની નિર્મળતા, મુક્તિ, મુક્તિની પ્રાપ્તિ અને મુક્તિના ઉપાયોનું લક્ષ્ય બીલકુલ આવતું નથી. તે તરફનું જ્ઞાન, પ્રીતિ, કે પ્રયત્ન કંઈ જ નથી. માટે તેને “યોગદૃષ્ટિ” કહેવાતી નથી. કારણકે આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, અને તે તરફની દૃષ્ટિ તે યોગદષ્ટિ કહેવાય છે. તેવી યોગની દૃષ્ટિ આવા પુદ્ગલાનંદી જીવને અલ્પ અંશે પણ સંભવતી નથી. મોહનીયકર્મના ઉદયને લીધે આ આત્માની આવા પ્રકારની પુદ્ગલોના સુખ તરફની જે દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ જાણવી. નિગોદની અવસ્થા કરતાં પૃથ્વીકાયાદિના ભવમાં, પૃથ્વીકાયાદિના ભવ કરતાં બેઇદ્રિય-ઇંદ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયાદિના ભવોમાં જાતિનામકર્મના ઉદયના સહારાથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાનદૃષ્ટિ અધિક-અધિક વિકસે છે. પરંતુ મોહનીયકર્મનો ઉદય તો સર્વત્ર સાથે જ રહે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતા (હીનાધિકતા)ને લીધે જીવની આ ઓઘદૃષ્ટિ પણ ચિત્ર-વિચિત્ર બને છે. તે ઓઘદૃષ્ટિકાળે બોધ કેવો હીનાધિક હોય છે તે દષ્ટાન્ત આપીને સમજાવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪ (૧) સમેઘા રાત્રિમાં દ્રષ્ટા (૬) ગ્રહાલેશરહિત દ્રષ્ટા. (૨) અમેઘા રાત્રિમાં દ્રષ્ટા (૭) અર્ભક દ્રષ્ટા. (૩) સમેઘ દિવસમાં દ્રષ્ટા (૮) અનર્ભક દ્રષ્ટા. (૪) અમેઘ દિવસમાં દ્રષ્ટા (૯) કાયાદિ ઉપહત નેત્ર યુક્ત દ્રષ્ટા. (૫) પ્રહાવેશયુક્ત દ્રષ્ટા (૧૦) કાયાદિ અનુપહત નેત્ર યુક્ત દ્રષ્ટા. જેવી રીતે ઉપર્યુક્ત દ્રષ્ટાઓમાં શેય વસ્તુને જોવાની દૃષ્ટિ હીનાધિક હોય છે. તેવી રીતે લૌકિક પ્રવાહને અનુસરનારા પ્રાકૃત જીવોની લૌકિક પદાર્થો તરફની આ ઓઘદૃષ્ટિ પણ હીનાધિક=તરતમતાવાળી હોય છે. આ લોકના સુખના કારણભૂત શરીરપરિવાર - ધનાદિરૂપ પુદ્ગલસુખની દૃષ્ટિ પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને લીધે અને મોહનીયકર્મના ઉદયને લીધે તરતમતાવાળી હોય છે. (૧) સમેઘા રાત્રિ = એટલે વાદળોથી ઘેરાયેલી રાત્રિ. (૨) અમેઘા રાત્રિ = એટલે વાદળોથી રહિત રાત્રિ. (૩) સમેઘ દિવસ = એટલે વાદળોથી છવાયેલો દિવસ. (૪) અમેઘ દિવસ = એટલે વાદળોથી રહિત દિવસ. (પ) ગ્રહાવેશયુક્તદ્રષ્ટા = એટલે ભૂત-પ્રેત-પિશાચાદિથી યુક્ત દ્રષ્ટા. (૬) ગ્રહાલેશરહિતદ્રષ્ટા = એટલે ભૂત-પ્રેત-પિશાચાદિથી રહિત દ્રષ્ટા. (૭) અર્ભકદ્રષ્ટા = જોનાર બાળક હોય તેની દ્રષ્ટિ. (૮) અનર્ભકદ્રષ્ટા = જોનાર બાળક ન હોય પણ યુવાનું હોય તેની દૃષ્ટિ. (૯) મિથ્યાદૃષ્ટિ = આંખમાં ઝામર-મોતીયો આદિ કાચ=દોષથી જેની દૃષ્ટિ મિથ્યા-વિપરીત બની છે તે. (૧૦) ઇતર-અમિથ્યાષ્ટિ = આંખમાં ઝામર-મોતીયો આદિ કોઈ પણ જાતના (કાચાદિ) દોષોથી જેની દૃષ્ટિ હણાઈ નથી તે. રશ્ચિતિ માં જે આદિશબ્દ છે તેનાથી દિવસ અર્થ સમજી લેવો. સાત્રિ અને ૩૫ર્મવતિ આ બન્ને શબ્દોનો દ્વન્દ્રસમાસ થયેલો છે તેથી તેને અનુરૂપ વિગ્રહ કરવો. સહતિમાં જે માત્ર શબ્દ છે તેનાથી તેનો પ્રતિપક્ષી ૩૬ શબ્દ સમજવો. અને કર્મક્ષત્રિમાં જે બીજીવાર મારિ શબ્દ છે. તેનાથી તેના પ્રતિપક્ષભૂત નર્મળ શબ્દ સમજી લેવો. મૂલશ્લોકમાં કહેલ મોયદષ્ટિનો અર્થ સામાન્યપણે લૌકિક શેય પદાર્થોને જાણવાની જે જ્ઞાનશક્તિ એવો અર્થ કરવો. આ દૃષ્ટિ ભવાભિનન્દી એટલે સંસારમાં જ સુખ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૬ ૧ પૌદ્ગલિક સુખ એ જ સુખ છે એમ માનનારા જીવો વિષયક હોય છે. મોહનીયકર્મના ઉદયથી બાહ્યદૃષ્ટિપ્રધાન જીવોને આ દૃષ્ટિ હોય છે. મિથ્યાદિષ્ટ અને રૂતર શબ્દોનો પણ દ્વન્દ્રસમાસ છે. તેથી તેને અનુસરનારો વિગ્રહ કરવો. સારાંશ કે મિથ્યાદષ્ટિ અને અમિથ્યાષ્ટિના આશ્રયવાળી જે જ્ઞાનદૃષ્ટિ તે ઓઘદષ્ટિ કહેવાય છે. અહીં મિથ્યાષ્ટિ શબ્દ સાંભળવાથી મિથ્યાદષ્ટિગુણસ્થાનકવાળી દૃષ્ટિ અને રૂતર શબ્દ સાંભળવાથી તેનાથી વિપરીત અર્થાત્ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકવાળી દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ એવો અર્થ થઈ જવાનો સંભવ છે. પરંતુ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે ઓઘદૃષ્ટિ કદાપિ હોતી નથી. પ્રથમ ગુણસ્થાનકે જ અપુનબંધકાવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે જ આ જીવને ઓઘદૃષ્ટિ સમાપ્ત થઈ જાય છે અને યોગની દૃષ્ટિ શરૂ થાય છે. તો અહીં તર શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ આમ કથન કેમ કર્યું? આવી શંકા થવી સંભવિત છે. પરંતુ તેનો ખુલાસો ગ્રંથકારશ્રી પોતે જ ટીકામાં આપે છે કે મિથ્યાષ્ટિ અને ઇતર શબ્દનો અર્થ મિથ્યાદષ્ટિગુણસ્થાનક અને સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાનક ન કરવો. પારિભાષિક પ્રસિદ્ધ અર્થ અહીં ન સમજવો. પરંતુ કાચાદિ દોષોથી (ઝામર-મોતીયો આદિ આંખના જે રોગો તે કાચાદિદોષો છે. તેનાથી) જેની આંખો હણાયેલી છે. અને તેથી જ જેને મિથ્યા (વિપરીત-આછું પાતળું- અસ્પષ્ટ) દેખાય છે તે મિથ્યાદષ્ટિ. અને જેની આંખો આવા પ્રકારની કાચાદિદોષોથી ઉપહત નથી અર્થાત્ નિર્મળ ચહ્યું છે. તે સ્પષ્ટ દેખતા હોવાથી અમિથ્યાદષ્ટિ અર્થાત્ આંખના દોષ વિનાના સમજવા. આવો અર્થ અહીં લેવો. જેથી આ દશે પ્રકારની તરતમતા ઓઘદૃષ્ટિમાં જ જાણવી. આ શબ્દાર્થમાત્ર સમજાવ્યો છે. ભાવાર્થ ગ્રંથકારશ્રી પોતે જ ટીકામાં લખે છે. તેથી વધારે ભાવાર્થ ત્યાં જ સમજાવીશું. भावार्थस्तु- एका समेघायां रात्रौ दृष्टिः किञ्चिमात्रग्राहिणी, अपरा त्वमेघायां मनागधिकतरग्राहिणीति, आदिशब्दाद्दिवसग्रहः इति । तदेका समेघे दिवसे तथाऽपराऽमेघ इति । अस्ति चानयोर्विशेषः । इयमपि सग्रहस्य द्रष्टुः । आदिशब्दादग्रहस्य च, भवत्यनयोरपि विशेषः । चित्रविभ्रमादिभेदात् । इयमप्यर्भकस्य द्रष्टुः । आदिशब्दादनर्भकस्य च । अस्त्यनयोरपि भेदो विवेकवैकल्यादिभेदात् । इयमपि मिथ्यादृष्टेः काचाद्युपहतलोचनस्य । इतरस्य तदनुपहतलोचनस्येति । મેઘલી (વાદળવાળી) રાત્રિમાં “આ કંઈક છે” એવી વિષયને કિંચિત્માત્ર રૂપે જ ગ્રહણ કરનારી જે દૃષ્ટિ તે અલ્પતર ક્ષયોપશમવાળી હોવાથી પ્રથમ એક ઓઘદૃષ્ટિ સમજવી. કારણ કે રાત્રિ હોવાથી અને તેમાં પણ વાદળ હોવાથી અતિશય અલ્પ જ દેખાય છે. તેના જેવી અલ્પ ક્ષયોપશમવાળી પ્રથમ ઓઘદૃષ્ટિ છે. તેના કરતાં કંઈક અધિકતર વિષયને જણાવનારી અમેઘલી (વાદળ વિનાની) રાત્રિમાં જે દૃષ્ટિ તે અધિક શક્તિવાળી બીજી ઓઘદૃષ્ટિ સમજવી. અહીં રાત્રિ માં લખેલા આદિ શબ્દથી દિવસ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪ સમજી લેવો. મેઘયુક્ત દિવસમાં વસ્તુને અસ્પષ્ટ દેખનારી દૃષ્ટિ અને મેઘરહિત દિવસમાં કંઈક વધુ સ્પષ્ટ દેખનારી દૃષ્ટિ ત્રીજી અને ચોથી ઓઘદૃષ્ટિસ્વરૂપે ભિન્ન ભિન્ન જાણવી. કારણ કે આ બન્ને દૃષ્ટિમાં પણ તરતમતા હોય છે. જ્ઞેયતત્ત્વને હીનાધિકપણે જણાવનારી આ દૃષ્ટિઓ છે આ સમેઘરાત્રિકાલે, અમેઘરાત્રિકાલે, સમેઘદિવસ કાલે, અને અમેઘદિવસકાલે પણ શેયને જોનારા દૃષ્ટાઓમાં જો ગ્રહ (ભૂત-પ્રેત-પિશાચ) જેને વળગેલ હોય અને તેના કારણે તેની દૃષ્ટિ પરાધીન બનેલી હોય એવા સગ્રહદ્રષ્ટાની દૃષ્ટિ, અને આદિશબ્દથી આવા પ્રકારના ભૂત પિશાચ વિનાના સ્વતંત્ર દ્રષ્ટાની દૃષ્ટિ પણ તફાવતવાળી હોય છે. આવા પ્રકારના બન્ને દ્રષ્ટાઓમાં પણ દૃષ્ટિની (વસ્તુતત્ત્વ દેખવાની) વિશેષતા હોય છે. કારણ કે જે ગ્રહાદિથી પરવશ છે તેને ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારના વિભ્રમો (વિશેષ ભ્રમો) થાય છે. તેવા ચિત્ર-વિચિત્ર વિભ્રમો ભૂતાવેશરહિત દ્રષ્ટાને થતા નથી. તેથી અનેક પ્રકારના વિભ્રમોના ભેદથી આ બન્ને દ્રષ્ટામાં પણ દૃષ્ટિભેદ છે. વળી આવા પ્રકારની (ઉપર કહ્યા મુજબ) ચાર પ્રકારની વસ્તુસ્થિતિ જોવા માટેની ચારે દૃષ્ટિઓ જોનારા એવા બાળકને પણ હોય છે. અને આદિશબ્દથી જોનારા એવા યુવાનને પણ હોય છે. તેમાં પણ દૃષ્ટિ ભેદ પડે છે. બાલક વિવેકનિકલ હોય છે. યુવાન પુરુષ વિવેકયુક્ત હોય છે. બાળક બીન અનુભવી હોય છે. યુવાન અનુભવી હોય છે, આવા પ્રકારના ભેદથી જોનારા બાળક અને યુવાનમાં પણ દ્રષ્ટિ ભેદ થાય છે, તથા જોનાર પુરુષ યુવાન હોય તો પણ કાચાદિ (મોતીયો-ઝામર- આદિ દોષો)થી જેની આંખ ઉપહત થઇ ગઇ (હણાઈ ગઈ) છે તેવા દ્રષ્ટાની, અને કાચાદિ તે દોષોથી જેની દૃષ્ટિ અનુપહત છે એવા દ્રષ્ટાની દૃષ્ટિમાં પણ ભેદ હોય છે. કારણ કે એક દ્રષ્ટાની આંખ દોષયુક્ત છે. તેથી મિથ્યા દેખનાર છે. અથવા વક્રભાવે દેખનાર છે. એવી દષ્ટિ ઇતરની (દોષમુક્ત નેત્રવાળાની) નથી. ભિન્ન-ભિન્ન ઉપર્યુક્ત દ્રષ્ટાઓમાં જેમ દૃષ્ટિભેદ છે. તેમ ઓઘદૃષ્ટિ પણ તરતમતાવાળી છે. તે આગળ સમજાવે છે. यथैष दृष्टिभेद एकस्मिन्नपि दृश्ये चित्रोपाधिभेदात् । तथा पारलौकिकेऽपि प्रमेये क्षयोपशमवैचित्र्यतश्चित्रः प्रतिपत्तिभेद इति । एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्ययं स्थिरादिदृष्टिमतां भिन्नग्रंथीनां योगिनां यथाविषयं नयभेदावबोधभावादिति । प्रवृत्तिरप्यमीषां परार्थं शुद्धबोधभावेन विनिवृत्ताग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वात् चारिचरकसंजीवन्यचरकचारणनीत्येत्यलं प्रसङ्गेन ॥१४॥ ઓઘદૃષ્ટિના ઉપર્યુક્ત ભેદો સમજાવવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે. (૧) Page #98 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય દર્શનનો કાળ, (૨) દેખનાર વ્યક્તિ, (૩) દેખવાના સાધનભૂત લોચન. પ્રથમના ચાર ભેદો કાળના ભેદને આશ્રયી છે. પાંચથી આઠ સુધીના ભેદો દેખનાર વ્યક્તિને આશ્રયી છે. અને છેલ્લા બે ભેદો લોચનને આશ્રયી છે. ભવાભિનંદીજીવો સંસારસુખના રસીયા હોય છે. તેઓને સંસારના સુખમાં જ મઝા પડે છે. સંસારના પૌદ્ગલિક સુખ કરતાં ભિન્ન એવા આધ્યાત્મિક સુખની તો તેઓને કલ્પના સરખી પણ હોતી નથી. તેઓ ધર્મ કરનારા પણ હોય છે. ધર્મશ્રદ્ધાળુ પણ હોય છે. આત્મા-પરલોક-આ લોક-મોક્ષ-પુણ્યપાપના અભ્યાસી અને વાતો કરનારા પણ હોય છે. પરંતુ તે બધુ શબ્દમાત્રરૂપ જ હોય છે તે સર્વકાર્યવાહી કરતી વખતે પણ તેની દૃષ્ટિ ભૌતિક સુખમાં જ હોય છે. નવ પૂર્વે જેટલું શાસ્ત્રજ્ઞાન પામે છે. માખીની પાંખ પણ ન દુભાય એવુ સંયમ પણ પાળે છે પરંતુ તે બધાની પાછળ દૃષ્ટિ સાંસારિક સુખની જ સવિશેષ હોય છે. પુદ્ગલોના સર્વથા અભાવમાં રહેલું આધ્યાત્મિક સુખ કે જે ધર્મનો મર્મ છે. ધર્મનો સાર છે. અવ્યાબાધ અનંતગુણોનું આત્મિક સુખ છે તેની કલ્પના તેઓ કરી શકતા નથી. તે સુખને તેઓ સમજી શકતા નથી. આ જ મહાનું અજ્ઞાન છે ઓઘદૃષ્ટિમાં રહેલા જીવો આવા અજ્ઞાનવાળા છે. તે વાત અત્યન્ત સ્પષ્ટ કરે છે કે દૂર દૂર રહેલા ઘટ-પટ-સ્ત્રી-પુરુષ આદિ કોઈ પણ દેખવા યોગ્ય એવા પૌદ્ગલિક એક પદાર્થ પ્રત્યે મેઘલી રાત્રિ, અમેઘલી રાત્રિ, સમેઘ દિવસ, અને અમેઘદિવસ, ગ્રહયુક્તદષ્ટા અને ગ્રહરહિતદષ્ટા, અર્ભક અને અનર્ભક, કાચાદિથી ઉપડતનેત્ર અને કાચાદિથી અનુપહિતનેત્ર એમ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની ઉપાધિઓના ભેદને લીધે તરતમતાવાળો આ દૃષ્ટિભેદ હોય છે. તેવી જ રીતે પારલૌકિક પ્રમેય પદાર્થોમાં (આત્માના સ્વરૂપમાં તેના કર્તૃત્વ-ભોક્તૃત્વમાં, તેના નિયત્વ અને અનિત્યત્વમાં, તેના સર્વવ્યાપિત અને શરીરવ્યાપિત્વમાં, તેની મુક્તિમાં અને મુક્તિના ઉપાયોમાં, જગત્ ઇશ્વરકર્તક છે કે ઇશ્વરકર્તક છે તેમાં, આવા આવા અનેકવિષયોમાં) પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની ચિત્ર-વિચિત્રતાથી (હીનાધિકપણે તરતમતા હોવાથી) અને દર્શનમોહનીયકર્મના ઉદયના સહારાથી વસ્તુતત્ત્વને સ્વીકારવાનો “માન્યતાભેદ” ચિત્ર-વિચિત્ર હોય છે. તેથી જીવો ભિન્ન-ભિન્નપણે વસ્તુતત્ત્વ સ્વીકારનારા બને છે. દૂર પડેલ ઘટ-પટ દશ્ય વસ્તુ એક જ છે અને તે જેવી છે તેવી છે પરંતુ સમેઘ અને અમેઘ રાત્રિ આદિ દશવિધ ચિત્ર-વિચિત્ર ઉપાધિઓના નિમિત્તથી જોનારા દષ્ટાને ભિન્ન ભિન્ન રીતે દેખાય છે. જોવામાં સ્પષ્ટ-અસ્પષ્ટપણે હીનાધિક્તાનો ભેદ પડે છે. એવી જ રીતે પારલૌકિક પદાર્થો જોવામાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને મિથ્યાત્વ Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય મોહનીયના ઉદયના સહારાથી જોનારામાં ભેદ પડે છે. જેને જેવું દેખાય છે તે તેવું સ્વીકારવા માંડે છે. પોતાને જે રીતે જે પદાર્થ સમજાય છે તે પદાર્થ તે રીતે જ પોતે કલ્પે છે સમજે છે અન્યને સમજાવે છે. અને તર્કથી તેમજ સિદ્ધ કરે છે તથા તેનાથી ઉલટી માન્યતાવાળાનું તે ખંડન પણ જોરદાર રીતે કરે છે. ત્રિવન્યનોથં વર્ઝનમેટ્ઃ-આ જ કારણથી દર્શનોનો આ ભેદ થાય છે એમ યોગાચાર્ય મહાત્માઓ કહે છે. ૬૪ જેમ કે- ચાર્વાક દર્શન પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ એ પાંચ ભૂતો સાથે મળવાથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. પરંતુ ચૈતન્યગુણવાળો સ્વતંત્ર આત્મા નામનો પદાર્થ નથી, અને તેથી જ પૂર્વભવથી આવવાનું કે પરભવમાં જવાનું રહેતું જ નથી, માટે આત્મા, પૂર્વભવ, પરભવ, મુક્તિ જેવાં કોઇ તત્ત્વો છે જ નહીં, આવું તે ચાર્વાક સમજે છે. આવા પ્રકારની તેઓની સમજ પણ તેઓના તેવા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને લીધે અને દર્શન મોહના ઉદયને લીધે જ છે. ગાથા : ૧૪ સાંખ્યદર્શનકાર કપિલમુનિ “આત્મા અને પ્રકૃતિ” એમ મૂલભૂત બે જ તત્ત્વ છે. એમ સમજે છે અને સ્વીકારે છે. આત્મા ફૂટસ્થ નિત્ય છે અકર્તા અને અભોક્તા છે. એમ માને છે કારણ કે જો કર્તૃત્વ અને ભોક્તૃત્વ માનીએ તો પૂર્વકાલમાં અકર્તૃત્વાવસ્થામાંથી કર્તૃત્ત્વાવસ્થાવાળો બન્યો એમ અર્થ થાય, અને એમ થતાં ફૂટસ્થ નિત્યત્વ લોપાઇ જાય. તથા પ્રકૃતિ એ સત્ત્વ-૨જસ્ અને તમની બનેલી છે. તેથી પરિણામી છે અને તે જ કર્તા-ભોક્તા છે. આમ સમજે છે. તે તેઓનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ (અને દર્શનમોહનો ઉદય) તેવા પ્રકારનો છે એમ જ સમજવું. આના કારણે જ તેઓની આવી પ્રતિપત્તિ (સ્વીકૃતિ) છે. બૌદ્ધદર્શનકારો પર્યાય તરફની વિશેષ દૃષ્ટિવાળા છે તેથી સર્વવસ્તુઓ ક્ષણિકમાત્ર છે. કોઈ પણ પદાર્થ ક્ષણદ્રયસ્થાયી નથી એમ માને છે. પછી સંસારમાં સંભવતા વ્યવહારોનું સંકલન કરવા વાસના (સંતાન)ની કલ્પના કરે છે. તેઓનો પણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તેવો છે. એમ ન્યાય– વૈશેષિક-મીમાંસક આદિ સર્વદર્શનકારો માટે સમજવું. પ્રશ્ન :- ઓઘદૃષ્ટિમાં સમેઘ-અમેઘ રાત્રિ-દિવસના કારણે તરતમતાવાળી પણ ઘટપટાદિ વસ્તુઓ સાક્ષાત્-નજરોનજર હીનાધિકપણે જેમ દેખાય છે અને તેનાથી દૃષ્ટિભેદ કહેવાય છે. તેમ આ દર્શનકારોને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે અને મોહના ઉદયના કારણે પારલૌકિક પદાર્થો હીનાધિકપણે પણ શું પ્રત્યક્ષ દેખાતા હશે ? કે જેથી તેઓમાં દર્શનભેદ તમે સમજાવો છો ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪ યોગદષ્ટિ સમુચ્ચય ઉત્તર :- પારલૌકિક પદાર્થો અતીન્દ્રિય છે. કેવલજ્ઞાન વિના કોઇને અલ્પ પણ દેખાતા નથી. માટે અહીં દર્શનશબ્દનો અર્થ દેખવું-જોવું ન કરતાં પ્રતિપત્તિ માન્યતા-કલ્પના - સ્વીકાર એવો અર્થ કરવો. તેથી જ ગ્રંથકારે પ્રતિપત્તિમે એવો શબ્દપ્રયોગ કર્યો છે. ઓઘદૃષ્ટિમાંથી જીવ જ્યારે બહાર આવે છે ત્યારે જ યોગની દૃષ્ટિ શરૂ થાય છે. ભવાભિનંદી જીવને જ્યારે પૌદ્ગલિક સુખમાં કંઈક અંશે દુઃખરૂપતા ભાસે છે. આ સુખ અનેક ઉપાધિઓવાળું અને પરવશ હોવાથી ખસના રોગથી ઉપડેલી ખણજને ખણવા બરાબર દુઃખના પ્રતિકાર માત્ર રૂપ છે. વાસ્તવિક સુખ આ પુલોથી પર રહેવામાં જ છે આવી દષ્ટિ જ્યારે આવે છે ત્યારે આ જીવ ચરમાવર્તિમાં પ્રવેશ કરે છે અને ક્રમશ: અપુનબંધક બને છે. તેથી તે કાલથી મોક્ષ તરફ મીટ માંડે છે. અને પરને દુઃખ ન આપવું. પાપ કરવું પડે તો પણ તીવ્રભાવે પાપ ન કરવું. ઈત્યાદિ યોગની મિત્રાદિ દૃષ્ટિઓ શરૂ થાય છે. ધર્મ-કર્મ-આત્મા-પરભવ-પૂર્વભવ-મોક્ષ ઇત્યાદિ સમજે છે. સ્વીકારે છે. પ્રતિપત્તિ કરે છે. પરંતુ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોવાથી અને સાથે દર્શનમોહના ઉદયનો સાથ હોવાથી) આ બધા પારલૌકિક પદાર્થોમાં પ્રતિપત્તિ કરવા છતાં પણ પોતાની માન્યતા (કલ્પના) પ્રમાણે સ્વીકાર કરતો હોવાથી દર્શનભેદ રહે છે. અનેક પ્રકારનાં દર્શનો બનવાનું આ જ કારણ છે. અચરમાવર્તમાં ઓઘદૃષ્ટિ હોય છે. ચરમાવર્તના પૂર્વના અર્ધભાગમાં મિત્રાદિ પ્રથમની ચારદૃષ્ટિ હોય છે. આ બન્ને કાળે (અચરમાવર્તિમાં અને ચરમાવર્તના પૂર્વાર્ધમાં) આ જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમની તરતમતાના કારણે અને મિથ્યાત્વના ઉદયના કારણે દર્શનભેદ અર્થાત્ પ્રતિપત્તિ ભેદ થાય છે. ન ઉત્કર્થ = પરંતુ રાગ-દ્વેષની ગાંઠ જેણે ભેદી છે. અપૂર્વકરણાદિ કરીને જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે. એવા સમ્યગૃષ્ટિ જીવો કે જે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં વર્તનારા છે તથા ચરમાવર્તના પાછળના અર્ધભાગમાં વર્તનારા છે. તેવા યોગી મહાત્માઓને આવો દર્શનભેદ (પ્રતિપત્તિભેદો હોતો નથી. જો કે આ જીવો પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમવાળા જ છે. ક્ષાયિકભાવવાળા નથી. તથા ક્ષયોપશમભાવ પણ તરતમતાવાળો જ છે. તથાપિ દર્શનમોહનીયના ઉદયને બદલે દર્શનમોહનીયનો પણ લયોપશમ છે. તેથી જે વિષય નયભેદથી જે રીતે સંભવે છે, તે વિષયને તે રીતે નયભેદના અવબોધ પ્રમાણે જાણે છે, યથાસંભવ સમન્વય કરે છે. કારણ કે દૃષ્ટિ સમ્યક હોવાથી નયયોજના લગાડીને વસ્તુના સ્વરૂપને યથાર્થપણે જાણે છે. દાખલા તરીકે પાંચભૂતોમાંથી ચેતન ઉત્પન્ન થાય છે એમ નહીં, પરંતુ ચેતનાત્મા સ્વતંત્ર છે અને તેના ચૈતન્યના આવિર્ભાવમાં ભૂતો નિમિત્ત માત્ર છે. સાંખ્યદર્શનમાં- આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય યો. ૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય છે. પરંતુ ફૂટસ્થ નિત્ય નથી. પર્યાયથી અનિત્ય પણ છે. તથા પર્યાયવાળો હોવાથી કર્તાભોક્તા પણ છે. ઇત્યાદિ રીતે નયભેદની દૃષ્ટિ લગાડીને વસ્તુતત્ત્વનો સમન્વય કરે છે. માટે સ્થિરાદિ દૃષ્ટિવાળા યોગિઓને દૃષ્ટિભેદ સંભવતો નથી. ૬૬ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં વર્તતા આ યોગી-મહાત્માઓની પ્રવૃત્તિ પણ પરોપકાર માટે હોય છે. પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ પરના ઉપકારમાં જોડે છે. પરોપારાય સતાં વિભૂતય: પોતાના આત્માને જે પરમાર્થતત્ત્વનો લાભ થયો છે તે પરમાર્થતત્ત્વ બીજા જીવોને પણ કેમ મળે ? તે માટે યથાશક્ય સર્વ પ્રયત્ન આદરે છે. તેની પાછળ નીચે મુજબ મુખ્યતાએ પાંચ કારણો છે. (૧) શુદ્ધવોધમાવેન = દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, નિશ્ચય અને વ્યવહાર આદિ નયોની અપેક્ષા સમજાઇ હોવાથી શુદ્ધબોધ છે. નિર્મળજ્ઞાન છે. સાપેક્ષદૃષ્ટિ છે. તેથી જ પરમાર્થતત્ત્વનો પ્રેમ જાગે છે. અધ્યાત્મદૃષ્ટિ વિકસે છે. અને પરોપકાર તરફ કરવા પ્રવૃત્તિ કરે છે. (૨) વિનિવૃત્તાપ્રહતા સાપેક્ષદષ્ટિ વિકાસ પામેલ હોવાથી પોતાના માનેલા આગ્રહ તરફની કુત્સિત બુદ્ધિ જેની ચાલી ગઇ છે. કદાગ્રહ વિનાની નિર્મળ વિશાળ દૃષ્ટિ જેની વિકસી છે. વસ્તુતત્ત્વને ભિન્ન-ભિન્ન રીતે સમજવા-સમજાવવામાં આ આત્મા કુશલ બનેલો હોવાથી પરમાર્થતત્ત્વ પ્રત્યેના પ્રેમથી પરોપકાર પરાયણ બને છે. ગાથા : ૧૪ = = (૩) મૈત્ર્યાતિપારતજ્યેળ = સમ્યક્ત્વના પ્રતાપે કષાયોની મંદતા થવાથી મૈત્રી-પ્રમોદકરુણા અને મધ્યસ્થતા આ ચારે ભાવનાઓ મય જેનું હૃદય પરિણામ પામી ગયું છે. આ કારણથી તે ભાવનાઓની પ્રધાનતાથી દર્શનભેદનો ત્યાગ કરીને પરોપકાર કરવામાં પ્રવર્તે છે. = (૪) ગમીરોદ્રારાશયત્વાત્ - સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા જીવોનો ચિત્ત-પરિણામ ઘણો ગંભીર હોય છે. જલ્દી ન જાણી શકાય તેવો હોય છે. મૈત્રી આદિ ભાવોની પરાકાષ્ઠાને લીધે સામેના જીવોના દોષોને ગળી જનારો હોય છે. હૃદયમાં રોષ-ડંખ નહી રાખનારો આ જીવ હોય છે. અને તે જ કારણથી ઉદાર આશયવાળો, ગમે તેવા આત્માની ગમે તેવી વાતને પણ પચાવી જનારો, દરિયાઇ દીલવાળો, પ્રત્યેકના અવિનયાદિની ક્ષમા આપનારો આ જીવ હોય છે તેથી જ મન લગાવીને અન્યના અવિનયાદિને ભૂલી જઇને પણ પરોપકાર પરાયણ વર્તી શકે છે. (५) चारिचरकसंजीवन्यचरकचारणनीत्या સ્વસ્તિમતી નામની નગરીમાં એક બ્રાહ્મણપુત્રી હતી, તેને સ્નેહનું પરમપાત્ર બીજી એક સખી હતી. બન્ને વચ્ચે અપાર સ્નેહ = Page #102 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય હતો, પરંતુ બન્ને સ્ત્રીઓનાં લગ્ન થવાથી બન્નેને અલગ રહેવાનું બન્યું, બ્રાહ્મણપુત્રી કોઈપણ કારણસર પોતાના પતિથી અસંતુષ્ટ હતી. એક વખત તેની સખી તેને મળવા આવી. બ્રાહ્મણપુત્રીને ઉદાસ દેખી સખીએ કારણ પૂછ્યું. બ્રાહ્મણપુત્રીએ પોતાનો પતિ પોતાને વશ રહે એવી ઇચ્છા વ્યક્ત કરી. સખીએ ચિંતા ન કરવા કહ્યું. અને મંત્રિત એવી ઔષધિ આપી. તે ઔષધિના પાનથી તેનો પતિ દૈવિકશક્તિથી બળદ થયો. બ્રાહ્મણપુત્રીનો પતિ તેને વશવર્તી તો થયો, પરંતુ તેનો પતિ બળદ બનવાથી પોતાના પસ્તાવાનો પાર રહ્યો નહીં. ગમે તેમ તો પણ તે બળદ તેણીનો પતિ છે. એટલે પ્રતિદિન ઘાસ ચરાવવા અરણ્યમાં જાય છે. એક દિવસ અરણ્યમાં બળદને ઘાસ ચરાવી કોઈ એક વૃક્ષ નીચે વિશ્રામ લેવાના આશયથી તે સ્ત્રી અને બળદ બેઠાં છે. તેવામાં ઉપર આકાશમાર્ગે જતું એક વિદ્યાધરયુગલ તે વૃક્ષ ઉપર ઉતર્યું. નીચે દૃષ્ટિપાત કરતાં આ બળદ દેખાયો, તે દેખીને વિદ્યાધર યુગલ પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરે છે. વિદ્યાધર તેની પત્નીને કહે છે કે આ બળદ એ સ્વાભાવિક બળદ નથી. સ્વાભાવિકપણે એ પુરુષ છે. મંત્રિત ઔષધિના પાનથી એ બળદ થયો છે. વિદ્યાધરીએ પુનઃ પ્રશ્ન કર્યો કે આ બળદ મૂલસ્થિતિમાં (પોતાના પુરુષપણામાં) આવે એવો કોઈ ઉપાય છે ? વિદ્યાધરે કહ્યું કે હા, એક ઉપાય છે અને તે એ છે કે આ વૃક્ષની નીચે “સંજીવની” નામની ઔષધિ છે. જો આ બળદને તેનો ચારો ચરાવવામાં આવે તો પુનઃ પુરુષ થઈ શકે છે. નીચે બેઠેલી બ્રાહ્મણપુત્રી આ વાર્તાલાપ સાંભળે છે. તેને આ બળદને ફરી પુનઃ પુરુષ કરવો છે, પરંતુ સંજીવની ઔષધિ કઈ ? તેની ખબર નથી, તેથી દરરોજ વૃક્ષની આજુબાજુના તમામ ઘાસનો ચારો આ સ્ત્રી આ બળદને ચરાવે છે. તેમ કરતાં કરતાં સંજીવની ઔષધિનો ચારો તેની અંદર ચરતાં આ બળદ બળદ મટી પુરુષ થાય છે. બ્રાહ્મણપુત્રી ખુશ થાય છે. એવી રીતે સ્થિરાદિદષ્ટિમાં રહેલા મહાત્માઓ ધર્મશ્રવણ કરનારા બાલજીવોને તેનું જે રીતે હિત- કલ્યાણ થાય તે રીતે અનેક પ્રકારે ધર્મશ્રવણ કરાવે છે. તેમ કરતાં કરતાં તથાભવ્યતા પાકે ત્યારે ક્યારેક ભવ્યજીવોને આ વાણી કલ્યાણકારી બની જાય છે. આ રીતે આ મહાત્માઓ સદા ચારિસંજીવનીના ન્યાયે પરોપકાર પરાયણ વર્તે છે. | (અહીં આ પંક્તિનો શબ્દાર્થ આ પ્રમાણે જાણવો વારિક ઘાસચારાને, વેર = ચરનાર, પરંતુ સંગીવની= તે નામની ઔષધિને અવર = ન ચરનાર, એવા આ બળદને, ચાર = સંજીવની ચરાવવાના નાત્યા = ન્યાય વડે, યોગીમહાત્માઓ પરોપકાર Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪ કરે છે. આ રીતે મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિકાળે દર્શનભેદ હોય છે. પરંતુ સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિકાળે આવા પ્રકારનો દર્શનભેદ સંભવતો નથી ત્ય« પ્રસન્ન = પ્રાસંગિક આટલું સમજાવ્યું. આથી વધુ કહેવા વડે હવે સયું. ઇચ્છાયોગાદિનું ચિત્રા ઈચ્છાયોગ શાસ્ત્રયોગ સામર્થ્યયોગ ધર્મસન્યાસ યોગસન્યાસ કોની | ધર્મ કરવાની શાસ્ત્રના સૂક્ષ્મ | તીવ્ર પ્રાતિભ જ્ઞાન અયોગિ પ્રધાનતા | તીવ્ર ઇચ્છા બોધની પ્રધાનતા અવસ્થાની પ્રાપ્તિ મુખ્યલક્ષણ સાચીધર્મની ઇચ્છા | તીવ્ર શાસ્ત્રબોધ | શાસ્ત્રજ્ઞાનથી પર | કાયાદિયોગોનો યથાયોગ્ય શાસ્ત્ર | શાસ્ત્રજ્ઞાનની સ્વાનુભવજ્ઞાન.સ્વયં | ત્યાગ પરમ પ્રકૃષ્ટ શ્રવણ પટુતા સંવેદન. ક્ષાયોપથમિક યોગદશા શૈલેશી સમ્યક્રશાસ્ત્રબોધ પરમ શ્રદ્ધા | ભાવોનો ત્યાગ. | કરણ અનાશ્રવાવપ્રમાદ જન્ય- અપ્રમાદાવસ્થા ક્ષાયિકભાવની પ્રાપ્તિનું સ્થા તથા સર્વવિકલતા અંતે કેવલજ્ઞાન સંવરભાવ ૩| અધિકારી | શાસ્ત્રજ્ઞાની, | શાસ્ત્રપટ ક્ષપકશ્રેણીવર્તી અયોગિ કેવલી પ્રમાદી પરંતુ પરમશ્રદ્ધાયુક્ત જીવો ભગવાન્ ધર્મની ઇચ્છાવાળો | અપ્રમાદી ગુણસ્થાનક પ્રધાનતાએ ૪થી૬ | અપ્રમત્ત તથા | ૮ થી ૧૨ ૧૪મું ગૌણતાએ અપ્રમત્તાભિમુખ | ગુણસ્થાનક અયોગીકેવલી મંદમિથ્યાત્વી પ્રમત્ત ગુણસ્થાનક (અંશતઃદેશવિરતિ) Page #104 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ઓઘ અને યોગષ્ટિનું ચિત્ર ઓઘદૃષ્ટિ પ્રથમની ચાર યોગદષ્ટિ | પાછળની યોગની ચારદૃષ્ટિ ૧ કાલ | અચરમાવર્ત ચરાવર્તનો પૂર્વાર્ધ | ચરાવર્તનો ઉત્તરાર્ધ ૨|અધિકારી | ભવાભિનંદી જીવો મંદમિથ્યાત્વી જીવો | સમ્યગૃષ્ટિ જીવો ૩ દશ્યવિષય | પદ્ગલિક સુખ આધ્યાત્મિક સુખ | તીવ્ર આધ્યત્મિક સુખ ઐહિકસુખ મંદપણે પારલૌકિક પદાર્થ| તીવ્રપણે પારલૌકિક પદાર્થ જ્ઞાનાવરણીયનો બન્ને કર્મોનો મંદ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અને દર્શનમોહનીયનો ઉદય, તથા ક્ષયોપશમ | તથા ક્ષય, અને દર્શનમોહનો તીવ્ર ઉદય તરફ ગમન ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષય ૫ જોવાની રીત| લોકસંજ્ઞા, ગાડરીયા પારમાર્થિક પદાર્થો જોવા | યથાર્થ તત્ત્વગ્રાહિણી પ્રવાહ જેવી દૃષ્ટિ તરફ પ્રયાણ પરંતુ નયસાપેક્ષ દૃષ્ટિ નયનિરપેક્ષ ૬ વિશેષતા | અજ્ઞાનદશા અને દર્શનભેદ અને | દર્શનભેદનો અભાવ મોહાંધદશા કદાગ્રહાદિ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. શ્રીએ “યોગદૃષ્ટિની સક્ઝાયમાં” ઉપરોક્ત વાત સમજાવતાં કહ્યું છે કે સઘન અઘન દિન રયણીમાં, બાલ વિકલને અનેરા રે | અર્થ જુએ જિમ જુજુઆ, તે ઓઘ નજરના ફેરા રે | વીરો દર્શન જે થયાં જુજુ, તે ઓઘ નજરને ફરે રે | ભેદ થિરાદિક ચારમાં, સમ્યગ્દષ્ટિને હરે રે વીરા દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે ! હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે વીરા ઇત્યાદિ. ૧૪ प्रकृतं प्रस्तुमः । प्रकृता च मित्रादिभेदभिन्ना योगदृष्टिः । इयं चेत्थमष्टधेति निदर्शनमात्रमधिकृत्याह પ્રાસંગિક વાત કહીને હવે અમે પ્રસ્તુત (મૂલ જે કહેવાનું છે તે) કહીએ છીએ. મિત્રા-તારા-બલા આદિના ભેદોથી ભિન્ન ભિન્ન યોગદષ્ટિઓ કહેવાની પ્રસ્તુત છે. આ યોગદષ્ટિઓ આઠ પ્રકારની આ રીતે છે. તે વાત દૃષ્ટાન્તમાત્ર આપીને સમજાવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય तृणगोमयकाष्टाग्नि- कणदीपप्रभोपमा । रत्नतारार्कचन्द्राभा, सद्दृष्टेर्दृष्टिरष्टधा ॥१५॥ ગાથાર્થ સદ્દષ્ટિવંત (યોગની દૃષ્ટિવાળા) આત્માની મિત્રાદિ આઠ પ્રકારની દૃષ્ટિઓ અનુક્રમે (૧) તૃણના અગ્નિકણ સમાન, (૨) ગોમય (છાણા)ના અગ્નિકણસમાન, (૩) કાષ્ઠના અગ્નિકણસમાન, (૪) દીપકની પ્રભાની ઉપમા સમાન, (૫) રત્ન, (૬) તારા, (૭) સૂર્ય અને (૮) ચંદ્રની પ્રભા સમાન છે. એમ જાણવું. ૧૫ ॥ = ગાથા : ૧૫ ટીકા - રૂદ્દાધિવૃતદષ્ટિનોધ: જીવાત વ, તૃષ્ણાગ્નિવાળાઘેલા રળસાધર્માંતો નિરૂપ્યતે। સામાન્યેન ‘‘સત્કૃષ્ટ: ’' યોનિનો ‘‘દૃષ્ટિ: ''-વોધનક્ષળાટ્ટા મતિ । तृणाग्निकणोपमा मित्रायां, गोमयाग्निकणोपमा तारायां, काष्ठाग्निकणोपमा बलायां । दीपप्रभोपमा दीप्रायां, तथाविधप्रकाशमात्रादिनेह साधर्म्यम् । यदाह ટીકાનુવાદ :- હવે ગ્રંથકારમહર્ષિ મૂળવિષય ઉપર આવે છે કે અહીં પ્રસ્તુત મિત્રા-તારા-બલા આદિ આઠે પ્રકારની દૃષ્ટિઓમાં થતો બોધ (જ્ઞાન-પ્રકાશ) કેવો છે ? તે તો ખરેખર તેના પાડેલા નામના અર્થથી જ કહેવાઇ જાય છે. (સમજાઇ જાય તેમ છે) અને ગાથા ૧૩મીની ટીકામાં “મિત્રા વ કૃતિ મિત્રા'' ઇત્યાદિ પદોથી અર્થ કહેલો જ છે. તથાપિ તૃણાગ્નિકણાદિની ઉપમાઓનાં ઉદાહરણોની સાથે દૃષ્ટિઓના બોધની સમાનતા જણાવવા દ્વારા નિરૂપણ કરાય છે. આ જ વાત વધુ સ્પષ્ટ સમજાવાય છે. ભવાભિનંદી (કેવલ પૌદ્ગલિક સુખ તરફની જ) દૃષ્ટિમાંથી જ્યારે આ આત્મા બહાર આવે છે. ચરમાવર્તમાં પ્રવેશ કરે છે અને જ્યારે બહુભાવમલ ક્ષીણ થાય છે. ત્યારે મિથ્યદૃષ્ટિ હોવા છતાં કંઇક અંશે મિથ્યાત્વ મોળું પડવાથી મોક્ષ તરફ મીટ મંડાય છે. આત્માની શુદ્ધતા અને આધ્યાત્મિક સુખની અલ્પ અંશે લગની લાગે છે. તેના સાધનભૂત ધર્મની પ્રીતિ લાગે છે અને તીવ્રભાવે પાપાકરણાદિ ભાવો પ્રગટે છે. આવી દૃષ્ટિને મિથ્યાત્વ હોવા છતાં સદ્દષ્ટિ અર્થાત્ યોગદૃષ્ટિ કહેવાય છે. કારણ કે આવી દૃષ્ટિ જ સ્થિરાદિ શેષ ૪ (સમ્યગ્દષ્ટિ સંબંધી) દૃષ્ટિઓનું અવન્ધ્યકારણ બનવાની છે. તથા મુક્તિ પ્રાપ્તિનું પણ બીજ છે. માટે મિત્રાદૃષ્ટિથી આરંભીને “બોધ” લક્ષણવાળી સામાન્યથી આ આઠ પ્રકારની જે યોગની દૃષ્ટિઓ છે. તે સદ્દષ્ટિની એટલે કે યોગવાળા જીવની (યોગીની) દૃષ્ટિ છે. જ્યારથી ભવાભિનંદીપણું મંદ થયું અને પરમાર્થતત્ત્વની પ્રીતિ અંશથી પણ પ્રગટ થઇ ત્યારથી જ મિત્રા આદિ દૃષ્ટિ આવવાથી મોક્ષ પ્રાપ્તિ તરફ પગરણ મંડાયેલ હોવાથી આ જીવ યોગિ કહેવાય છે. અને તેની દૃષ્ટિના આ આઠભેદો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય (૧) તૃણના અગ્નિના કણની ઉપમા સરખો બોધ મિત્રાદૃષ્ટિમાં હોય છે. (૨) ગોમયના અગ્નિના કણની ઉપમા સરખો બોધ તારાદૃષ્ટિમાં હોય છે. (૩) કાષ્ઠના અગ્નિના કણની ઉપમા સરખો બોધ બલાદષ્ટિમાં હોય છે. (૪) દીપકના પ્રકાશની ઉપમાવાળો બોધ દીપ્રાદૃષ્ટિમાં હોય છે. (૫) રત્નની પ્રભાની ઉપમાવાળો બોધ સ્થિરાદૃષ્ટિમાં હોય છે. (૬) તારાની પ્રભાની ઉપમાવાળો બોધ કાન્તાદૃષ્ટિમાં હોય છે. (૭) સૂર્યની પ્રભાની ઉપમાવાળો બોધ પ્રભાસૃષ્ટિમાં હોય છે. (૮) ચંદ્રની પ્રભાની ઉપમાવાળો બોધ પરાર્દષ્ટિમાં હોય છે. ગાથા : ૧૫ સારાંશ કે તૃણના અગ્નિના કણોનું જે અલ્પ સામર્થ્ય છે અને અલ્પકાળસ્થિતિ છે તેવો બોધ મિત્રાદૃષ્ટિમાં હોય છે એમ તેવા તેવા પ્રકારના પ્રકાશની માત્રા” ક્રમશઃ આઠે દૃષ્ટિઓમાં હોય છે. ઇત્યાદિ સાધર્મ્સ અહીં સમજાવ્યું છે એમ જાણવું. તે વાત પ્રત્યેક દૃષ્ટિવાર હવે સ્પષ્ટ કરે છે ૭૧ मित्रायां बोधस्तृणाग्निकणसदृशो भवति । न तत्त्वतोऽभीष्टकार्यक्षमः । सम्यक्-प्रयोगकालं यावदनवस्थानादल्पवीर्यतया पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः ततश्च विकल-प्रयोगभावाद् भावतो वन्दनादिकार्यायोगादिति । तारायां तु बोधो गोमयाग्निकणसदृशः अयमप्येवंकल्प एव, तत्त्वतोऽविशिष्टस्थितिवीर्यविकलत्वात् । अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेः तदभावे प्रयोगवैकल्यात् ततस्तथा तत्कार्याभावादिति । (૧) મિત્રાદૃષ્ટિમાં બોધ (જ્ઞાનપ્રકાશ) તૃણના અગ્નિના કણની ઉપમાવાળો છે. તેથી તાત્ત્વિકપણે ઇષ્ટકાર્ય કરવા તે બોધ સમર્થ બનતો નથી. સારી રીતે તેનો પ્રયોગ કરવાનો કાળ આવે ત્યાં સુધી સ્થિર ન રહેતો હોવાથી તથા અલ્પવીર્યવાન્ હોવાથી તીવ્ર શક્તિવાળી સ્મૃતિના બીજના સંસ્કારોનું આધાન તેનાથી થઇ શકતું નથી. તેથી જ તે બોધ વિકલ-પાંગળો-નિસ્તેજ હોઇને ભાવથી વંદનાદિ ધર્મ કાર્ય કરવા સમર્થ બનતો નથી. (દ્રવ્યથી વંદનાદિ કાર્ય હોઇ શકે છે.) ભાવાર્થ એવો છે કે તૃણનો (એટલે કે ઘાસની ગંજીનો) જાજ્વલ્યમાન ભડકો અહીં ન લેવો, પરંતુ એકાદ તૃણનો અગ્નિ લેવો. અને તે પણ બુઝાતાં બુઝાતાં કણ માત્ર હોય તે સમજવો. આ અગ્નિકણ વધારે તો કંઇ કાર્ય કરી શકતો નથી. પરંતુ ગાઢ અંધકારમાંથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ વિજળીના ચમકારાની જેમ નહીવત્ અલ્પ પ્રકાશ પાથરી ક્ષણજીવી અજવાળું આપે છે. તેમ મિત્રાદષ્ટિમાં થયેલો બોધ ભવાભિનંદીપણાના (પૌદ્ગલિક સુખાસક્તિપણાના) ગાઢ મિથ્યાત્વવાળા આત્મા ઉપર લાગેલા ગાઢ અંધકારમાંથી પ્રકાશના ચમકારાની જેમ અલ્પ પ્રકાશ આપે છે. આ દૃષ્ટિ અલ્પ પણ પ્રકાશવાળી હોવાથી ઓઘદૃષ્ટિથી જુદી પડે છે. વસ્તુના યથાર્થબોધ તરફ લઈ જાય છે. માટે જ તેને “યોગની દૃષ્ટિ” કહેવાય છે. તૃણના અગ્નિનો આ કણ (૧) તેનો સહારો લઇને વસ્તુસ્થિતિ દેખવાનું કાર્ય કરીએ ત્યાં સુધી તો તે બુઝાઈ જતો હોવાથી અલ્પસ્થિતિકાળસ્થાયી છે. (૨) જ્યારે આ કણ ચમકતો હોય છે ત્યારે પણ અલ્પવીર્યવાનું છે. અલ્પશક્તિમાન છે. (૩) સૂક્ષ્મ પદાર્થોને જણાવવામાં અસમર્થ છે. (૪) અલ્પકાળ અને અલ્પવીર્ય હોવાથી જ પટુસ્મૃતિના (ગાઢ સંસ્કારવાળા) સંસ્કારનું આધાર કરાવવામાં તે અસમર્થ છે. અને (૫) તેનો ઉપયોગ કરવાનો કાળ આવતાં આવતાં હત-પ્રહત થઇ જવાના કારણે તેનાથી થતું કાર્ય વિકલ (અધુરું) જ રહે છે. અપૂર્ણ જ રહે છે. તેવી રીતે મિત્રા દૃષ્ટિમાં આવેલું જ્ઞાન (આત્માના હિતનું લક્ષ્ય) જો કે અનાદિકાળની ઓઘદૃષ્ટિના ગાઢ અંધારા કરતાં પ્રકાશાત્મક હોવાથી ભિન્નપણે તરી આવે છે અને ત્યાંથી જ યોગની શરૂઆત થાય છે. છતાં પણ તે આત્મહિતના લક્ષ્યરૂપ બોધ, અલ્પકાળસ્થાયી હોવાથી, અલ્પવીર્યવાન્ હોવાથી, ગાઢસંસ્કારવાળી સ્મૃતિના આધાનનું અકારણ હોવાથી, વંદનાદિ ધર્મ ક્રિયાનો કાળ આવતાં સુધી તે બોધ સ્થિર ન રહેતો હોવાથી વંદનાદિ ધર્મક્રિયાથી વિકલ થાય છે. અર્થાત્ ભાવપૂર્વકની ક્રિયા ત્યાં થતી નથી. પરંતુ આ અલ્પપ્રકાશ ધીરે ધીરે વૃદ્ધિ પામતાં પામતાં આત્માને વીતરાગાવસ્થા સુધી (યાવત્ મુક્તિ સુધી) લઈ જાય છે માટે અહીંથી યોગની (મુક્તિપ્રયાણની) દષ્ટિ પ્રારંભાય છે. તેથી તેને યોગની દૃષ્ટિ કહેવાય છે. (ર) તારાદષ્ટિમાં થતો બોધ છાણાંના અગ્નિકણની સાથે સરખાવી શકાય તેવો છે. જો કે તૃણના અગ્નિકણ કરતાં છાણાંનો અગ્નિકણ કંઈક વધારે સતેજ હોય છે તેવી રીતે મિત્રામાં થયેલા બોધ કરતાં તારામાં થયેલો બોધ કંઈક સતેજ અવશ્ય હોય છે, તો પણ તે બન્નેના સ્વરૂપમાં અંશમાત્ર ભેદ છે વધારે ભેદ ન હોવાથી ખાસ કંઈ તફાવત જણાતો નથી તેથી આ પ્રકાશ પણ એવો જ હોય છે. તાત્વિકપણે આ તારાદષ્ટિમાં થતો બોધ મિત્રાદષ્ટિના બોધની સાથે (૨) અલ્પસ્થિતિ-સ્થાયિપણામાં, (૨) અલ્પવીર્યવત્તામાં, અને (૩) વિકલતામાં લગભગ (અંશમાત્રના ભેદને છોડીને) અવિશિષ્ટ જ છે. અર્થાત્ સમાન જ છે. મિત્રાદષ્ટિના કાળે વર્તતા બોધની જેમ તારાદષ્ટિના કાળે વર્તતો બોધ પણ અલ્પકાળ જ રહે છે. મંદવીર્યવાનું જ છે અને વિકલતાવાળો (પાંગળો-નિસ્તેજ) જ છે. અને આ જ કારણથી આવા પ્રકાશને પામીને વંદનાદિ ધર્મક્રિયા આદરતાં ગાઢ (તીવ્ર) Page #108 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય સ્મૃતિ કરાવે તેવી પટુતાની પ્રાપ્તિ થતી નથી. ધર્મક્રિયાના કાળ સુધીમાં તો બુઝાઈ જ જાય છે. આ જ્ઞાન પ્રકાશથી તીવ્ર સ્મૃતિની પટુતા સિદ્ધ થતી નથી. અને જ્ઞાનની તીવ્ર સ્કૃતિના અભાવે ધર્મક્રિયાનો પ્રયોગ પણ વિકલ બની જાય છે. ખામી ભર્યો અને અપૂર્ણ (ભાવશૂન્ય) થઈ જાય છે. તેથી તે બોધ તેવા પ્રકારના ભાવયુક્ત ધર્મક્રિયાના કાર્યને કરવા સમર્થ થતો નથી. છતાં મિત્રાદષ્ટિમાં થયેલા બોધ કરતાં તારાદષ્ટિમાં થયેલો બોધ કંઇક વધારે સતેજ હોય છે. આટલા માત્ર અંશભેદ વિના બન્નેનો બોધ અલ્પસ્થિતિસ્થાયી, અલ્પવીર્યવાનું, પહુસ્મૃતિના આધાનનું અકારણ, વિકલતાયુક્ત, અને ધર્મક્રિયા-કાળ સુધી ન ટકનાર હોય છે. પરંતુ પ્રકાશ એ પ્રકાશ હોવાથી અનાદિના ઓઘદૃષ્ટિના અંધકારમાંથી આ આત્માને બહાર લાવનાર તો અવશ્ય બને જ છે. માટે જ મુક્તિપદના પ્રયાણનો પ્રારંભ તેમાં છે. તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે. (3) बलायामप्येष काष्ठाग्निकणकल्पो विशिष्ट ईषदुक्तबोधद्वयात् । तद्भवतोऽत्र मनाक् स्थितिवीर्ये । अतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति । (४) दीप्रायां त्वेष दीपप्रभातुल्यो विशिष्टतर उक्तबोधत्रयात् । अतोऽत्रोदने स्थितिवीर्ये तत्पटवी अपि प्रयोगसमये स्मृतिः । एवं भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः । ત્રીજી બલાદેષ્ટિમાં આ બોધ (જ્ઞાન પ્રકાશ) કાષ્ઠના અગ્નિના કણની તુલ્ય હોય છે. ઉપર કહેલ મિત્રા અને તારા એમ બન્નેના બોધ કરતાં કંઈક વિશિષ્ટ બોધ અહીં હોય છે. તથા અત્ર = આ બીજી દૃષ્ટિમાં થયેલા બોધમાં મનાશ = કંઇક સ્થિતિવીર્વેવધુકા રહેવાની સ્થિતિ અને કંઇક વધુ શક્તિવાળાપણું તત્તે પૂર્વના બોધ કરતાં મવતિ: = હોય છે. (જૂ ધાતુ દ્વિવચન) અને તેથી જ ધર્મક્રિયાના પ્રયોગકાળે કંઈક તીવ્રપટુતાવાળી સ્મૃતિ-સંસ્કાર કરે છે. તમારે ર = તે પહુસ્મૃતિસંસ્કાર હોતે છતે અર્થ = પ્રયોજનભૂત એવી ધર્મક્રિયાના પ્રયોગ પ્રત્યે પ્રીતિમાત્ર થવાથી સાચી ધર્મક્રિયા કરવાનો કંઈક લેશથી યત્નવિશેષ આ જીવ કરે છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે- તૃણ અને ગોમયના અગ્નિકણ કરતાં કાષ્ઠનો અગ્નિકણ ચિરસ્થાયી અને વિશિષ્ટશક્તિ-સંપન્ન હોય છે. તેથી જ તેમાં જોવાનુંવાંચવાનુ-લખવાનું વગેરે કાર્ય થઈ શકે છે. તેવી જ રીતે મિત્રો અને તારાદષ્ટિનો બોધ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ અનાદિકાળના ગાઢ અંધકાર મય ઓઘદૃષ્ટિમાંથી જીવ તુરત બહાર આવેલ હોવાથી મંદ છે. અને અલ્પકાળ જ રહેનાર છે. પરંતુ ત્રીજી બલા દૃષ્ટિમાં આવતાં આવતાં મિથ્યાત્વમોહનીયનો ઉદય વધારે મંદ થવાથી અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વૃદ્ધિ પામવાથી વધારે સામર્થ્યવાળો અને કંઈક વધુ દીર્ઘકાળ રહે તેવો બોધ હોય છે. બલસામર્થ્યવાળો અને દીર્ઘકાલસ્થાયી બોધ થવાથી તેના સંસ્કારો વધારે ને વધારે મજબૂત પડતા જાય છે કે જે તીવ્રસૃતિની પટુતાનું કારણ બને છે. અને સંસ્કારો તીવ્ર પડવાથી તેનો આસ્વાદ દીર્ઘકાલીન રહેવાથી વંદનાદિ ધર્મક્રિયા કરવાના કાળે પણ તે બોધ, સંસ્કાર અને સ્મૃતિ ઝળહળતી રહે છે તેથી ધર્માનુષ્ઠાનો ઉપર કંઇક વિશેષ પ્રીતિભાવ જામે છે. આજ સુધી મિથ્યાત્વની તીવ્રતાના કારણે જેમ પૌદ્ગલિક સુખ અને સાધનો પ્રત્યે રાગ હતો તેને બદલે હવે મિથ્યાત્વ મંદ થવાથી અધ્યાત્મદષ્ટિની લગન લાગવાથી આત્મતત્ત્વના પરમાર્થ સ્વરૂપ પ્રત્યે પ્રીતિભાવ જન્મવાથી તેના કારણભૂત પ્રયોજનભૂત) ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ પ્રતિભાવ જાગે છે. અને તેથી સાચી ક્રિયા કરવા તરફ આ જીવ પ્રેરાય છે. અહીંથી ચાર પ્રકારના અનુષ્ઠાનો પૈકીનું પ્રથમ એવું પ્રીતિ અનુષ્ઠાન શરૂ થાય છે. ચોથી દીપ્રાદષ્ટિમાં વળી ષ =આ બોધ (તત્ત્વજ્ઞાન) ઉપરોક્ત ત્રણ બોધ કરતાં વિશિષ્ટ અને દીપકની પ્રજાની તુલ્ય હોય છે. તૃણ-ગોમય અને કાષ્ઠનો જે અગ્નિ છે એના કરતાં આ દીપકની પ્રભા ૩ સ્થિતિવીર્વે = વધુ દીર્ઘસ્થિતિવાળી અને વધુ તીવ્રસામર્થ્યવાળી છે. તેવી રીતે આ દૃષ્ટિમાં આવેલા જીવને મિથ્યાત્વનો ઉદય અતિશય મંદ થવાથી આ આત્માની પરમસુખની પ્રાપ્તિ માટેનો બોધ વધતો જ જાય છે. ઇન્દ્રિયસુખની ઘેલછા તૂટતી જાય છે આત્મજ્ઞાનનો પ્રકાશ દીપકની પ્રજાની જેમ ચિરસ્થાયી અને બળવાનું બનતો જાય છે. તેથી જ તેવા પ્રકારના જ્ઞાનના આવરણનો પટુ ક્ષયોપશમ થવાથી ગાઢ સંસ્કારોનું આધાન થવાના કારણે વંદનાદિ ધર્મક્રિયાના પ્રયોગકાલે અતિશય પટુતાવાળી સ્મૃતિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પરાકાષ્ઠા વૃદ્ધિ પામવાથી મોહને (અને તેમાં પણ ખાસ વિષય- કષાયોની વાસના સંબંધી રાગ-દ્વેષની ગાંઠને) તોડવાનો પ્રબળ પુરુષાર્થ ધર્મની પ્રીતિથી કરે છે. આવા પ્રકારનો ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રતિભાવ હોવા છતાં અને અદમ્ય ઉત્સાહ રૂપ પ્રબળ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન હોવા છતાં પણ હજુ ગુણસ્થાનક પહેલું હોવાથી વંદનાદિ ધર્મક્રિયામાં દ્રવ્યપ્રયોગ સમજવો. અર્થાત્ દ્રવ્યધર્મક્રિયા જાણવી કારણ કે હજુ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું નથી તેથી સમ્યક્ત્વાવસ્થાયુક્ત જેવી ભાવક્રિયા થવી જોઇએ તેવી ભાવક્રિયા હજુ અહીં થતી નથી. માત્ર દ્રવ્યાક્રિયા ચડતા ચડતા પરિણામવાળી ભાવક્રિયાભિમુખ થતી જાય છે. તેમ કરતાં કરતાં ધર્માનુષ્ઠાનો પ્રત્યે જ્ઞાનની ઝલક વધતાં પ્રીતિ અને શ્રદ્ધાપૂર્વકની અપૂર્વ ભક્તિ પણ પ્રગટે Page #110 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫ યોગદષ્ટિ સમુચ્ચય ૭પ છે. આવા પ્રકારની અપૂર્વ ભક્તિની પરિણતિ અહીં ચોથી દૃષ્ટિમાં આવતી હોવાથી ત્રીજી દૃષ્ટિમાં માત્ર પ્રીતિ-ભાવવાળાં અનુષ્ઠાનોના પ્રયત્નો કરતાં અહીં ચોથી દૃષ્ટિમાં ધર્માનુષ્ઠાનોમાં પ્રીતિ અને ભક્તિ એમ ઉભયભાવ આવવાથી આ પ્રયત્ન અપૂર્વ (જુદી જ જાતનો) બની જાય છે. અને આ કાલે પ્રીતિ-ભક્તિ ઉભયપૂર્વકના ધર્માનુષ્ઠાનનું આચરણ, તેના પ્રત્યે પરમશ્રદ્ધા, અને તે સંબંધી અપૂર્વબોધ એમ ગુણોનો વધુ વિકાસ થવાથી આ મિથ્યાદૃષ્ટિ જીવને જે “ગુણસ્થાનક” શાસ્ત્રોમાં કહેવામાં આવે છે તે આવા પ્રકારના ગુણોવાળા જીવને આશ્રયીને જ કહેવાય છે. સારાંશ કે જૈનશાસ્ત્રમાં મિથ્યાષ્ટિ જીવોમાં પણ જે “ગુણસ્થાનક” શબ્દનો પ્રયોગ આવે છે તે આવા પ્રકારના ગુણયુક્ત જીવને આશ્રયીને જ કહેલ છે. એમ સમયવિદ્ પુરુષો કહે છે. વાસ્તવિકપણે મિથ્યાત્વાવસ્થામાં આ ચોથી દૃષ્ટિ આવે ત્યારે જ ગુણોનો પ્રકર્ષ વધે છે. અપૂર્વકરણ-ગ્રંથિભેદ-અનિવૃત્તિકરણ વગેરે પ્રક્રિયા આ દૃષ્ટિનો વેગ વધતાં સહજ અને સરળતાથી થઈ જાય છે. પ્રશ્ન - ત્રીજીદષ્ટિમાં પ્રીતિ અનુષ્ઠાન હોય, અને ચોથી દૃષ્ટિમાં પ્રીતિ-ભક્તિ એમ ઉભયગુણયુક્ત અનુષ્ઠાન હોય એમ જે કહેવામાં આવ્યું. ત્યાં પ્રીતિ અને ભક્તિમાં તફાવત શું? ઉત્તર :- પ્રેમભાવ-સ્નેહભાવ-મમતા તે પ્રીતિ કહેવાય છે. અને પૂજ્યભાવ, અહોભાવ, વંદનીયતાનો ભાવ, બહુમાનનો ભાવ તે ભક્તિ કહેવાય છે. જેમ કે પુરુષને પોતાની પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. બન્ને પ્રત્યે ભોજન-વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુઓનું આદાન-પ્રદાન સમાન હોવા છતાં હૈયાના ભાવ ભિન્ન હોય છે. તેવી રીતે ત્રીજી દૃષ્ટિકાળે આ જીવ ધર્માનુષ્ઠાનો પ્રીતિ-ભાવથી કરે છે અને ચોથી દૃષ્ટિકાળે આ જીવ ધર્માનુષ્ઠાનો પ્રીતિ-ભક્તિ એમ ઉભય ભાવથી- પૂજ્યભાવ રાખીને પ્રેમપૂર્વક કરે છે. પ્રશ્ન :- આ ચોથી દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ દીપકની પ્રભાસમાન કહ્યો તેમાં સ્થિતિની દીર્ઘતા અને વીર્યની તીવ્રતાદિ જે કારણો સમજાવ્યાં, તેના વિના બીજું પણ કોઈ અધિક કારણ હોઈ શકે ? ઉત્તર :- હા, પૂર્વના તૃણ-ગોમય અને કાષ્ઠના અગ્નિકણ કરતાં આ જ્ઞાનપ્રકાશ જેમ દીર્ઘસ્થિતિ અને તીવ્ર-સામર્થ્યદિવાળો છે તેવી જ રીતે પાછલી દૃષ્ટિઓમાં આવતી રત્ન-તારાસૂર્ય અને ચંદ્રની પ્રભા કરતાં વિલક્ષણ પણ છે. દીપકની પ્રભા તેલ-વાટ-કોડીયું અને સાનુકૂળ પવન આદિ પર-પદાર્થોને પરવશ હોવાથી પરાધીન છે. વાયુવડે પરાભવનીય છે. અસ્થિર છે. બુઝાવાવાળી છે. વળી આ જ્યોત હાનિ-વૃદ્ધિ પામનાર છે. જ્યારે આ દૃષ્ટિ પછીની દૃષ્ટિઓમાં આવનારી રત્નાદિની પ્રભા સ્વતંત્ર છે. સ્વાધીન છે. અપરાભવનીય છે. સ્થિર છે. કોઇથી પણ ન બુઝાય તેવી છે. અને તેની કાન્તિ સદા ઝળહળતી જ રહે છે. એમ તૃણાદિના અગ્નિકણથી અધિક પરંતુ રત્નાદિની પ્રભાથી હીન પ્રભા અહીં છે એમ જાણવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ (५) स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति, तद्बोधो रत्नप्रभासमानस्तद्भावाप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । (E) कान्तायां तु ताराभासमान एषः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमात्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाप्रमादसचिवं विनियोगप्रधानगम्भीरोदाराशयमिति । સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ રાગ-દ્વેષની ગ્રંથિ જેણે ભેદી છે. એવા સમ્યગ્દષ્ટિ મહાત્માને હોય છે. તે દૃષ્ટિકાળે બોધ (જ્ઞાન પ્રકાશ) રત્નની પ્રભા સમાન હોય છે. આ દૃષ્ટિકાળે થયેલો બોધ તે ભાવથી અપ્રતિપાતી (ન પડવાના) સ્વભાવવાળો, દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો, કોઈપણ જાતના અપાય (પતનાદિના ભય) વિનાનો, અન્યને પરિતાપ ન કરનારો, નિર્દોષ અને સહજ આનંદનું કારણ, તથા પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃત્તિ આદિ આશયોના બીજભૂત હોય છે. ભાવાર્થ એવો છે કે અનાદિની રૂઢ-ગુપ્ત-અને ઘનીભૂત રાગ-દ્વેષની ગાંઠ જેણે ભેદી છે. પુલભાવોની મમતા જેણે ત્યજી દીધી છે. દેહાદિથી આત્મા જેણે ભિન્ન જાણ્યો છે. એવા અધ્યાત્મી, મુમુક્ષુ, પરમાર્થ વેદી આત્મજ્ઞાનીને આ સ્થિરાદષ્ટિ હોય છે પુદ્ગલદ્રવ્ય માત્રથી અને અન્ય સર્વજીવ માત્રથી હું ભિન્ન દ્રવ્ય છું. એવા ભેદજ્ઞાનીઆત્માને આ દૃષ્ટિ પ્રગટે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीणमणसो, अप्पाणमणुसासइ ॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ संथारापोरिसि ॥ अहमिक्को खलु सुद्धो, दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि, अण्णं परमाणुमित्तंपि ॥ समयसार ॥ આ દૃષ્ટિમાં થયેલો બોધ રત્નની પ્રભા સમાન હોય છે. દીપકની પ્રભા તેલવાટ કોડીયું અને સાનુકૂળપવન આદિ પરહેતુક અને મહાવાયુથી પરાભવનીય છે. જ્યારે રત્નની પ્રભા સ્વહેતુક અને અપરાભવનીય છે તથા દીપ્રાદષ્ટિમાં બોધ (જ્ઞાન) મંદ એવા પણ મિથ્યાત્વના ઉદયવાળો હોવાથી અસ્થિર-(ડગમગ) અને ચંચળ હોય છે. અને મોહનો ઉદય હોવાથી પરાભવનીય પણ હોય છે. જ્યારે સ્થિરા દૃષ્ટિમાં થનારો બોધ મિથ્યાત્વમોહનીયના ઉપશમ અને ક્ષયોપશમ વડે જન્ય હોવાથી સ્થિર, અને અપરાભવનીય હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય (૧) અપ્રતિપાતી = સમ્યકત્વના પરિણામથી પતિત કરે એવા તીવ્ર ઉપસર્ગપરિષહો આવે તો પણ પ્રાપ્ત થયેલો ભેદજ્ઞાનાત્મક આ બોધ રત્નની પ્રભા જેમ કદાપિ નાશ પામતી નથી તેમ નાશ પામતો નથી. આઠદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે કે - જેહ ન મરુતને ગમ્ય, ચંચળતા જે નવી લહે હો લાલ. જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. પૂ. યશોવિજયજી મ. (ર) પ્રવર્ધમાન -મિથ્યાત્વ ગુણસ્થાનકે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં પણ મિથ્યાત્વની મંદતા થતી જતી હોવાથી જો કે બોધ વૃદ્ધિ પામતો હતો, તો પણ હવે આ આત્મા સમ્યગ્દષ્ટિ છે. પરિણામની ધારા વર્ધમાન વૈરાગ્યવાળી છે. તેથી જેમ પ્રયોગોની કસોટી ઉપર રત્નની પ્રભા ઓરને ઓર વૃદ્ધિ પામે તેમ સ્થિરાદષ્ટિમાં આત્માનુભવ રૂપ કસોટી દ્વારા સમ્યગ્બોધ દિન-પ્રતિદિન બળવત્તર બને છે. અને વૃદ્ધિ પામે છે. (૩) નિરપાય = દીપકની પ્રભા તેલ-વાટાદિને પરવશ હોવાથી તે તે પદાર્થો ખુટી પડતાં અપાય (નાશ) પામનાર છે. વાયુથી સર્વથા નાશ થવા રૂપ ભયથી ભરપૂર છે. જ્યારે રત્નની પ્રભા પર-દ્રવ્યાવલંબી ન હોવાથી નિરપાય = નિર્ભય છે. કોઈ પણ પરપદાર્થના ટેકા ઉપર જે ઉભો હોય તે ટેકો ખસી જતાં પડી જાય છે પરંતુ રત્નની પ્રભા સ્વાવલંબી હોવાથી અપાય (નાશ-ભય) વિનાની છે. વાયુ આદિરૂપ ઉપસર્ગ-પરિષહોથી પણ નિર્ભય છે. મોહનીયના ક્ષયોપશમથી આ પ્રકાશ પ્રગટ (પ્રાપ્ત) થયો છે માટે હવે કદાપિ તે બુઝાતો નથી. બસ, પ્રગટ્યો તે પ્રગટ્યો. હવે કાળાન્તરે ધીરે ધીરે મોહરૂપ અંધકારને નાશ થયે જ છુટકો. રત્નદીપક પ્રગટે તો હવે મોહ-અંધકાર રહે જ નહીં. (૪) નારપરિતાપ =દીપકની જ્યોત ઘરમાં ક્યાંય સ્પર્શી જાય તો ઘરને બાળી પણ નાખે. ઘર બળી જવાથી અથવા તાપ આકરો લાગવાથી દીપકની જ્યોત અન્ય જીવોને સંતાપ પણ કરે, નજીક બેઠેલાને દાહ અને તાપ પણ આપે, જ્યારે રત્નની પ્રભા ચંદ્રની ચાંદનીની જેમ શીતળ-સ્વચ્છ અને દાહ-તાપાદિથી મુક્ત હોવાના કારણે કોઈપણ અન્ય જીવને પીડા કરતી નથી. તેવી રીતે સ્થિરાદિ દૃષ્ટિમાં થયેલો જ્ઞાનપ્રકાશ આ આત્માને અહિંસા-સત્ય-અચૌર્ય-તરફ જ દોરનાર હોવાથી પરજીવને અલ્પ પણ પીડા અને પરિતાપ ન ઉપજે તેની પરિપૂર્ણ કાળજી આ જ્ઞાનપ્રકાશમાં હોય છે. તથા આ જ્ઞાનપ્રકાશ નિયોની અપેક્ષાયુક્ત હોવાથી કદાગ્રહ કે એકાન્ત આગ્રહ વિનાનો હોવાના કારણે સર્વદર્શનકારોની વાતોનો તે તે નયોથી સમન્વય કરનાર છે. એના કારણે આ સ્યાદ્વાદી સર્વપ્રિય બને છે. અને બીજા જીવોને પણ નયોની સાપેક્ષપણે દૃષ્ટિ આપનાર Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય હોવાથી પરનો ઉપકાર કરવા સ્વરૂપ ચિત્તમાં શીતળતા અને આહ્લાદકતા આપનાર બને છે, પરંતુ પરિતાપ કરનાર બનતો નથી. ७८ (૫) પરિતોષહેતુઃ રત્નોની પ્રભા દેખીને હૈયું પરિતોષ (આનંદ) પામે છે. કાન્તિ દેખીને આંખ ઠરે છે. ચિત્ત પ્રસન્ન બને છે. રત્ન જોયા પછી એવો પરિતોષ (આનંદ) પ્રસરે છે કે કાચાદિ તુચ્છવસ્તુ જોવી ગમતી નથી. તેવી રીતે આ દૃષ્ટિનો બોધ આવવાથી આત્માને પરમાત્માના શાસનથી આત્માનું સ્વરૂપ સમજાઇ જાય છે. દેખાઇ જાય છે. ચિત્ત પ્રસન્ન પ્રસન્ન થઇ જાય છે. શુદ્ધજ્ઞાનાદિ ગુણમય આત્મસ્વરૂપ ભાસવા લાગે છે. જે જોવાનું હતું તે શાસ્ત્રોથી દેખાવાથી ધન્યતા અનુભવે છે. પુદ્ગલોના રૂપ-રંગો જોવાની કે બાહ્યાલંબન માત્રમાં અંજાઇ જવાની જે કુતૂહલવૃત્તિ હતી તે વ્યાવૃત્ત થઇ જતાં સહજ સ્વભાવ માણ્યાનો આનંદ આનંદ પ્રસરે છે. = (૬) પ્રખિયાનાવિયોનિઃ સ્થિરાદિ દૃષ્ટિમાં આત્માને સમ્યક્ત્વ ઝળહળે છે. વીતરાગ પરમાત્માનાં વચનોની અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમ વર્તે છે. તેથી હવે આ આત્મા પ્રણિધાનાદિ પાંચ આશયરત્નને મેળવવા ઉત્સુક બને છે. ભૌતિકભાવોથી અધિકાધિક કરવામાં પરાભુખ થઇ ધર્મકાર્યો કરવાની પ્રણિધાનતા (પ્રબળ ઇચ્છા), સમય મળતાં તે ધર્મકાર્ય પ્રવૃત્તિ, સામે આવતાં વિઘ્નોનો પરાજય, અંતે સિદ્ધિ અને વિનિયોગ ઇત્યાદિ પ્રાપ્ત કરે છે. કોઇ કોઇ પુસ્તકોમાં પ્રધાનાવિયોનિઃ ને બદલે પરિજ્ઞાનાવિયોનિઃ એવો પાઠ પણ (પાઠાન્તર) દેખાય છે. (જુઓ ડૉ. ભગવાનદાસભાઇ કૃત વિવેચન) = = ગાથા : ૧૫ = परिज्ञानादियोनिः રત્નની પ્રભા દ્વારા રત્નની આરપાર સર્વ ભાગો દેખાય છે. તેની કાન્તિથી અન્ય પદાર્થ પણ જણાય છે. તેવી જ રીતે સ્થિરા દૃષ્ટિમાં આવેલા આત્માને સમ્યક્ત્વ થવાથી આત્મતત્ત્વ એ જ સાર છે, એમ યથાર્થ જણાય છે. સમ્યક્ત્વ રૂપ બોધિરત્નના પ્રકાશથી આત્મજ્ઞાની વસ્તુને વસ્તુગતે (યથાર્થપણે) જાણે છે. જેમ હીરો હાથ લાગવાથી અને હીરાની કિંમત સમજાવાથી સાંસારિક કાચ આદિ અન્ય તુચ્છ વસ્તુઓનું મૂલ્યાંકન થઇ જાય છે. તેમ બોધિરત્નરૂપ હીરો મળવાથી તેના પ્રકાશથી જ સાંસારિક પૌદ્ગલિક અન્ય પદાર્થો તુચ્છ છે, નિર્માલ્ય છે એમ સમજાઇ જાય છે. જેમ જાતિમાન્ રત્નની પ્રાપ્તિથી સુખ સંપત્તિ વધે છે. અનિષ્ટો અને મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. તેમ બોધિરત્ન મળવાથી આત્માની આપત્તિઓ દૂર થાય છે. સંપત્તિઓ વધે છે. અને મંગલ જ મંગલ થઇ જાય છે. છઠ્ઠી કાન્તાસૃષ્ટિમાં આ બોધ તારાની કાન્તિ (પ્રભા) સમાન હોય છે. આ દૃષ્ટિનું નામ “કાન્તા” રાખવાનું કારણ એ છે કે કાન્તા એટલે પતિવ્રતા સ્ત્રી, જેમ પતિવ્રતા Page #114 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય સ્ત્રી ઘરનાં સઘળાં કામ કરતી છતી તેનું ધ્યાન પતિમાં જ હોય છે. તેમ આ દૃષ્ટિમાં આવેલો પુરુષ સંસારનાં સઘળાં કામો કરવા છતાં તેનું ધ્યાન શાસ્ત્રાનુભવમાં જ એકાગ્ર હોય છે. જ્ઞાની પુરુષોની ઉપકારી વાણીમાં જ ચિત્ત રમતું હોય છે. કર્મોના ઉદયની પરવશતાના કારણે જ સંસારસંબંધી કામ કરવું પડે છે, પરંતુ તેનું પોતાનું ચિત્ત અનાસક્ત જ હોય છે. આ દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ તારાની પ્રભા જેવો દૂર દૂરથી ચમકતો અને ઝળહળતો દેખાય છે. રત્નની પ્રભા માત્ર આજુ બાજુના પરિમિતક્ષેત્રમાં જ પ્રકાશ આપે છે. જ્યારે તારાની પ્રભા અનંત આકાશમાં દૂર દૂરથી ચમકે છે. જ્યોત બતાવે છે તેમ આ દૃષ્ટિમાં વર્તતો જ્ઞાનપ્રકાશ આત્માના અનંત જ્ઞાનાનંદમાં ચમકે છે. આ કારણથી આ દૃષ્ટિમાં આવેલો બોધ સહજભાવે અત્યંત સ્થિર હોય છે. ડગમગ સ્થિતિવાળો હોતો નથી. ઉત્તમજ્ઞાનદશા હોવાથી તેના વડે કરાતું વંદન, પચ્ચક્ખાણ, પ્રતિક્રમણ, ભક્તિ, વૈયાવચ્ચાદિ ધર્મનાં સર્વાનુષ્ઠાનો (૧) નિરતિચારમાત્ર જ હોય છે (૨) શુદ્ધજ્ઞાનદશાના ઉપયોગને અનુસરનારાં હોય છે (૩) વિશિષ્ટપણે અપ્રમત્તતા છે પ્રધાન જેમાં એવાં હોય છે (૪) વિનિયોગ છે પ્રધાન જેમાં એવા ગંભીર અને ઉદાર આશયવાળાં હોય છે. આવા પ્રકારના વિશેષણોવાળાં અનુષ્ઠાનો તે આત્માનાં હોય છે. તેનો મર્મ આ પ્રમાણે સમજવો. ગાથા : ૧૫ (૧) નિરતિચારમાત્ર- સેવાતાં સર્વે પણ ધર્માનુષ્ઠાનોમાં સહજભાવે જ કોઇ દોષ ન લાગે એવી સાધના હોય છે. કારણ કે પરમાર્થપદના પ્રેમની એવી લગની લાગી હોય છે કે શરીરની સુખશીલતા નષ્ટ પ્રાયઃ બની જાય છે. કારણ કે અતિચારો સુખશીલતાથી જ સેવાય છે. માનવભવ, ઉત્તધર્મારાધન, જૈનશાસનની પ્રાપ્તિ, આ સર્વે આત્મહિતસર્જક ભાવો અતિશય દુર્લભત છે. એમ સમજી ધર્મ કરવામાં અદમ્ય ઉત્સાહના કારણે સહજભાવે જ અતિચાર રહિત જીવન આ દૃષ્ટિવાળા જીવનું બને છે. (૨) શુદ્ધોપયોગાનુસારિ જ્યારે આ આત્માને વસ્તુની દુર્લભતા અને દુષ્કરતા સમજાય છે ત્યારે અનાયાસે જ તે કાર્ય સાધનામાં એકચિત્તતા આવી જ જાય છે. જેમ કે વિદ્યાસાધક કે રાધાવેધ સાધક આત્માઓ પોતાની આરંભેલી વિદ્યાસાધનાદિમાં કેવા લયલીન બને છે? તેમ આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ પ્રાપ્ત થયેલ ધર્મારાધનની અમૂલ્યતાને જાણતા છતા તે તે કાર્યસાધનાના કાળે દત્તચિત્ત થઇ એકાકાર બને છે મોહનો મૂલથી પરાભવ કરવાના શુદ્ધોપયોગવાળા બને છે. અલ્પમાત્રાએ પણ ચિત્ત બાહ્યભાવમાં જવા દેતા નથી. - ૭૯ (૩) વિશિષ્ટાપ્રમાદસચિવં= આ કારણથી (એટલે કે નિરતિચારતા અને શુદ્ધોપયોગતા આ બન્ને દશા જાગૃત હોવાથી) જ અત્યન્ત અપ્રમાદદશાની પ્રધાનતાવાળી ધર્મારાધના હોય છે. નિદ્રા-વિકથા-કે રાગાદિ પ્રમાદો રહિત શુદ્ધ ધર્મકાર્ય સેવે છે. (૪) વિનિયોગપ્રધાન= પોતાને પ્રાપ્ત થયેલી ધર્મારાધનાની આ મહાસંપત્તિ બીજા Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય પણ યોગ્ય અને ઉત્તમજીવો કેમ પામે ? તે માટે સતત સજાગપણે પ્રવૃત્તિશીલ થઇને પ્રવર્તે છે. એટલે સ્વાચરણ એવું ઉંચું. નિર્દોષ, અને અપ્રમાદી હોય છે કે જે જોઇને બીજા અન્ય ઉત્તમજીવો પણ તે પ્રમાણે આચરણ કરવા પ્રેરાય છે. મહાત્માના આ કાર્યોની અનુમોદના કરે છે અને ધીર-ગંભી૨-મધુરવાણી વડે પોતાને પ્રાપ્ત થયેલ ધર્માનુષ્ઠાનો બીજાને સમજાવે છે. પોતાને સિદ્ધ થયેલ તે તે ધર્માનુષ્ઠાનોમાં અન્યને જોડે છે. અને આત્મસુખના સહજ આનંદને પોતે માણે છે અને અન્યને પણ આવો અનુભવ કરાવે છે. ८० (૫) ગંભીરોદારાશયમ્ ઉંચી તરેહની ધર્મારાધના આદરવા છતાં અલ્પમાત્રાએ પણ સ્વપ્રશંસાની અપેક્ષા રાખતા નથી. માન-મોભાની કે મોટા દેખાવાની મનોવૃત્તિ લેશ માત્ર પણ સ્પર્શતી નથી. કળી ન શકાય એવું આ મહાત્માનું ગંભીર અને ઉદાત્ત ચિત્ત હોય છે. તથા અન્યના નાના-મોટા અપરાધોની ઉપેક્ષા કરનારૂં, પોતાના શારીરિક પરિશ્રમને પણ ગણકાર્યા વિના અન્યને આપવા-સમજાવવા સતત પ્રવૃત્તિશીલ એવું ઉદાર ચિત્ત સદા વર્તે છે. આવું ધર્માનુષ્ઠાન છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આવે છે. = ગાથા : ૧૫ प्रभायां पुनरर्कभासमानो बोधः, स ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह अकिञ्चित्कराण्यत्रान्यशास्त्राणि । समाधिनिष्ठमनुष्ठानम् । तत्सन्निधौ वैरादिनाशः । परानुग्रहकर्तृता । औचित्ययोगो विनेयेषु । तथाऽवन्ध्या सत्क्रियेति । परायां पुनर्दृष्टौ चन्द्रचन्द्रिकाभासमानो बोधः सद्ध्यानरूप एव सर्वदा । विकल्परहितं मनः । તદ્ભાવેનોત્તમં મુક્યું । आरूढावरोहणवन्नानुष्ठानं प्रतिक्रमणादि । परोपकारित्वं यथाभव्यत्वं तथा पूर्ववदवन्ध्या क्रियेति । સાતમી પ્રભાદૃષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ સમાન હોય છે. તારાનો પ્રકાશ મંદ, અને પરિમિત હોય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ અમંદ અને અપરિમિત હોય છે. તેની ઉગ્રતા અને જાજ્વલ્યમાનતા પણ કોઇ અપૂર્વ જ હોય છે. તેમ અહીં સાતમી દૃષ્ટિમાં જ્ઞાનપ્રકાશ અધિક હોય છે. અતિશય માત્રાવાળો અને જાજ્વલ્યમાન એવો જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાલે ધ્યાનનો હેતુ જ બને છે. ધ્યાન એટલે આત્મતત્ત્વ સાધક એવા કોઇપણ એક વિષયના ચિંતનમાં એકાકારતા પ્રાપ્ત થવી તે. આ દશામાં મોહદશા ક્ષીયમાણ થતી હોવાથી તત્ત્વચિંતનના જ વિષયમાં આત્મા નિર્ભયપણે એકાકાર બની જાય છે. અને તેથી જ આ દશામાં પ્રાયઃ કોઇપણ પ્રકારના સંકલ્પ-વિકલ્પો થવાનો અવસર જ સાંપડતો નથી. ચિત્ત કોઇપણ વિચારોમાં જતું નથી. કોઇ દેવ-માનવ-પશુ-કે પક્ષિજન્ય ઉપસર્ગો (અનુકૂળ કે પ્રતિકૂળ) આવે અથવા કુદરતી ઠંડી-ગરમી-વરસાદ Page #116 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૮૧ આદિના પરિષદો આવે તો પણ તેના નિવારણના ઉપાયનો, કે પ્રતિકારનો પણ સંકલ્પવિકલ્પ મનમાં ઉઠતો નથી. સાનુકૂળ કે પ્રતિકૂળ અવસ્થામાં સદા સમતામય જ આત્મા રહે છે. અને તેથી જ સાનુકૂળતામાં કે શરીરની સુખશીલતામાં સુખ ન માનતાં “પ્રશમભાવ'માં જ સુખનો પૂર્ણ અનુભવ કરે છે. આ મહાત્માઓને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે. ચિત્તને નિર્વિકલ્પ રાખવામાં કે પ્રશમભાવમાં સુખ માણવામાં અન્ય કોઈ શાસ્ત્રપાઠનો કે શ્લોકોનો આધાર લેવો પડતો નથી. અન્ય સર્વ શાસ્ત્રો અકિંચિકર બની જાય છે. પોતાના આત્માનો આત્માનુભવ જ સુખકારક બને છે. અને તેથી જ તે કાલે કરાતું ધ્યાન-તપ આદિ સર્વ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હોય છે. અલ્પ પણ ચલ-વિચલતા કે આકુળવ્યાકુલતા સંભવતી નથી. તેમના આત્મામાં એટલી બધી પ્રશાન્તવાહિતા પ્રસરે છે તથા તેની આજુ-બાજુના દ્રવ્ય-ક્ષેત્રમાં પણ એવી પ્રશાન્તવાહિતા ઝળકે છે કે તેમના સાનિધ્યમાં ફરતા વાઘબકરી, કે સર્પ-નકુલાદિમાં જાતિબદ્ધ વૈરનો પણ નાશ થઈ જાય છે. કલ્યાણકારી અમૃતમય ધર્મદેશના દ્વારા નિરંતર પરોપકાર-પરાયણપણે જ આ આત્માઓ વર્તે છે. પોતે મહાયોગી હોવાથી તેઓના મુખકમલમાંથી એવી ઉત્તમ ભવ્ય દેશના વહે છે કે જે પ્રાયઃ પરનો ઉપકાર કરનાર જ બને. વિનેયો (શિષ્યો) પ્રત્યે ઔચિત્યયોગ આચરે છે. પ્રત્યેક શિષ્યોનું જે ભાવે આત્મહિત થાય તે ભાવે તેમના પ્રત્યે ઉચિત આચરણાથી વર્તે છે. કોઈ પણ શિષ્યો પ્રત્યે રાગ, મમતા, પક્ષપાત, વેરઝેર, આન્તરલેશ, આદિ સમસ્ત દૂષણોથી રહિત તથા શિષ્યોના વિનય-સેવા-ભક્તિ-કે વૈયાવચ્ચ આદિની તલમાત્ર પણ અપેક્ષા હૃદયમાં રાખ્યા વિના સ્વસ્વભાવ-પરાયણ આ મહાત્માઓ માત્ર શિષ્યોના આત્મકલ્યાણ અર્થે ધર્મદેશના અને હિતશિક્ષા આપવા દ્વારા ઉચિતપણે પ્રવર્તે છે. મનમાં અલ્પમાત્ર પણ સેવાદિની અપેક્ષા રાખતા નથી. તેથી કોઈ શિષ્ય અવિનીત હોય તો પણ તેમનું મન અલ્પ અંશે પણ દુર્ભાતું નથી. અને તેમના પ્રત્યે લેશ માત્ર પણ અરુચિ કે દ્વેષભાવ પેદા થતો નથી. તેથી જ તેઓએ આચરેલી આત્મસુખની પ્રાપ્તિ માટેની ધર્મક્રિયા કદાપિ વધ્ધ (નિષ્ફળ) બનતી નથી તેઓની ધર્મક્રિયા સદા અવધ્ય જ બને છે, નિયમા પોતાને કર્મક્ષયરૂપ ફળ આપનારી જ થાય છે તથા શિષ્યોનો પણ ઉપકાર કરવાવાળી જ બને છે. આ પ્રમાણે આ પ્રભાષ્ટિ એ કેવલજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાલવર્તી સર્વોત્તમ નિર્વિકલ્યાવસ્થાવાળી દૃષ્ટિ છે. વ્યવહારથી પ્રશસ્ત ગણાતા કષાયો પણ આ દૃષ્ટિમાં આવેલા મહાત્મા ત્યજી દે છે. મોક્ષનો રાગ, સંસારનો દ્વેષ, દુઃખી પુરુષો પ્રત્યે કરુણા, પરના ચો. ૬ Page #117 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ દુઃખો દૂર કરવાની પર-પ્રત્યયિકદૃષ્ટિ આ બધું શુભ (પ્રશસ્ત) હોવા છતાં પણ સંકલ્પવિકલ્પ કરાવનાર છે. મનની ધારણા પ્રમાણે થાય તો માન અને આનંદ કરાવનાર છે અને મનની ધારણા પ્રમાણે ન થાય તો ક્લેશ કરાવનાર છે. આ પ્રમાણે પ્રશસ્ત રાગદ્વેષ પણ પર-પ્રત્યયિક ભાવ હોવાથી અહીં આવેલા આ મહાત્માઓ તે પ્રશસ્ત રાગદ્વેષનો પણ ત્યાગ કરે છે. ૮૨ હવે છેલ્લી આઠમી પરાદૃષ્ટિમાં ચંદ્રમાની ચાંદની સમાન સુંદર નિર્મળ બોધ હોય છે. જો કે સૂર્ય પણ સમસ્ત પૃથ્વી ઉપર પ્રકાશ પાથરે છે અને વધુ તેજ આપે છે તો પણ તે ઉગ્ર છે. તાપ યુક્ત છે. તેનો પ્રકાશ ગરમ ગરમ લાગે છે. જ્યારે ચંદ્રની ચાંદની શીતળ અને આહ્લાદક લાગે છે. ચાંદનીમાં બેસવું, ઉઠવું સર્વજીવોને રુચે છે. માટે સૌથી શ્રેષ્ઠ ચંદ્રનો પ્રકાશ છે. તેના જેવું જે જ્ઞાન (બોધ) તે પરાર્દષ્ટિમાં હોય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ દૃષ્ટિ છે. આનાથી શ્રેષ્ઠ અન્ય કોઇ દૃષ્ટિ હવે નથી. તેથી જ આ દૃષ્ટિનું નામ “પરાર્દષ્ટિ' (એટલે અન્તિમ, સર્વોત્તમ) નામ પાડવામાં આવેલ છે. પાસર્વથા શ્રેષ્ઠ, સર્વથા અન્તિમ એવી જે દૃષ્ટિ તે પરાષ્ટિ ચંદ્ર સમસ્ત પૃથ્વીને પ્રકાશિત કરે છે. પરંતુ તે ચંદ્ર પૃથ્વી સ્વરૂપ કે પૃથ્વીગત પદાર્થ સ્વરૂપ બની જતો નથી. તેમ પરાષ્ટિમાં આવેલો આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને પ્રકાશિત કરે છે (અર્થાત્ જાણે છે), પરંતુ આત્મા કે આત્માની જ્ઞાનદશા ત્રણ ભુવનરૂપ બની જતી નથી. શાતા કે જ્ઞાન આ બેમાંથી કોઇપણ શેયરૂપે બની જતું નથી. જેમ ઘટને જાણતો આત્મા ઘટસ્વરૂપ બનતો નથી, તેમ જગતને જાણતો આત્મા જગત્સ્વરૂપ બની જતો નથી. આ બોધ સર્વકાલે સાન રૂપ જ હોય છે. અત્યન્ત શુદ્ધ આત્મદ્રવ્ય બન્યું હોવાથી સદા સદ્કાનમય એટલે કે સમાધિમય જ હોય છે. પરભાવદશા ન હોવાથી વ્યગ્રતા કે આકુલ-વ્યાકુલતા સંભવતી જ નથી. અહીં સદ્બાન શબ્દનો “સદા સમાધિમય આ આત્મા હોય છે” એવો અર્થ કરવો. પરંતુ ઉત્તમ ધ્યાન હોય છે. એમ અર્થ ન કરવો. કારણ કે આ અવસ્થામાં આત્માને ધ્યાનાન્તરિકા દશા હોય છે. ધર્મ ધ્યાનના ચાર ભેદો કે શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો આ આત્મા કેવલી હોવાથી ઓળંગી ગયા છે. કારણ કે આ છ ભેદો છદ્મસ્થ જીવને જ હોય છે. અને અન્તિમ બે ભેદ યોગનિરોધાત્મક હોવાથી તેરમાના અંતે આવવાના છે એટલે અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિત્તની એકાગ્રતા અથવા સ્થિરતા એ રૂપ ન લેવો પરંતુ સમાધિસ્થ એવો અર્થ સમજવો. સહજાનંદ સ્વસ્વભાવપરાયણ આ આત્મા હોય છે. તેથી તેઓનું મન વિકલ્પ રહિત બને છે. તદ્દમાવેન-વિકલ્પોના અભાવના કારણે જ સ્વભાવદશાની રમણતાનું પરમ ઉત્તમસુખ તેઓને વર્તે છે. જીવન દોષરહિત હોવાથી પ્રતિક્રમણાદિ શુભાનુષ્ઠાન તેઓને Page #118 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય સંભવતાં જ નથી. જેમ જે પુરુષ પર્વતના શિખર ઉપર ન ચડ્યો હોય તેને ચડવાનું હોય. પરંતુ ( આરૂઢ )-પર્વતના શિખર ઉપર ચડેલાને અવરોળ-ચડવાનું હોતું નથી, તેની જેમ આ આત્માઓને સ્વતઃ દોષોનો અભાવ હોવાથી પ્રતિક્રમણાદિ ધર્માનુષ્ઠાનો સંભવતાં નથી. જે સાધક હોય તેને સાધનોની અને સાધનાની જરૂર હોય છે. પરંતુ જેણે સાધ્ય સાધી લીધું હોય છે તેને સાધનની કે સાધનાની જરૂર રહેતી નથી. સદા પરના ઉપકારો કરવામાં જ પરાયણ રહે છે. ગાથા : ૧૫ ધર્મદેશના અને ગામાનુગામ વિહારોવડે પ્રજાજનોને ધર્મ પમાડવાની પરોપકારકારિતા જ હોય છે. આ પરનો ઉપકાર કરવારૂપ પરોપકારિતાનો અર્થ વક્તાને આશ્રયી આ પ્રમાણે છે. યથામન્યત્વ તથા, જેટલી જેટલી જેની ભવ્યતા (પૂર્વે બાંધેલાં તીર્થંકરનામકર્માદિ કર્મો ઉદયમાં આવવાથી ઉપદેશ આપવાના ફળને આપનારાં કર્મો) બાકી છે તેટલી જ પરોપકારકારિતા હોય છે. એટલે કે પોતાનું તીર્થંકરનામકર્મ આદિ કર્મ કેટલું શેષ છે ? આયુષ્યાદિ કેટલું છે ? તે જોઇને તેને અનુસારે પ્રવર્તન હોય છે. નિશ્ચયનયથી તો પોતાનાં શેષ રહેલાં કર્મોને તોડવા માટે જ ધર્મદેશનાદિ આપે છે, પરંતુ વ્યવહારનયથી તે દેશના દ્વારા પરજીવોનો ઉપકાર થતો હોવાથી તે ભગવંતો પરોપકારી કહેવાય છે. જેટલી પોતાનામાં ભવ્યતા યોગ્યતા=શેષકર્મોને ખપાવવાની પ્રયોજનતા હોય છે તેટલી દેશનાદિ વડે પરોપકાર-પરાયણતા હોય છે. અથવા ‘‘યથામવ્યત્વ તથા'' આ શબ્દનો અર્થ શ્રોતાને આશ્રયી આ પ્રમાણે પણ કરી શકાય છે. જે શ્રોતામાં જેટલી ભવ્યતા (પાત્રતા-યોગ્યતા) હોય તેટલો જ તેનો ઉપકાર કરે છે. કારણ કે ઉપાદાનની યોગ્યતા પ્રમાણે જ કાર્ય થવાનું છે. ઝાઝું ફળ તેમાં આવવાનું નથી માટે તેનો તેટલો ઉપકાર કરે. એમ પણ અર્થ કરીએ તો થઇ શકે છે. તેમાં કંઇ અસંગત અર્થ લાગતો નથી. ૮૩ તથા પૂર્વવત્વા હ્રિયા -તથા પૂર્વની પ્રભાદૃષ્ટિની જેમ અહીં જે જે દેશનાવિહારાદિ ક્રિયા કરાય છે તે તે નિયમા પૂર્વબદ્ધકર્મોને ઉદયથી ભોગવીને અથવા વિપુલ નિર્જરા કરવા દ્વારા પૂર્ણ કરવા રૂપ ફળને આપનારી જ બને છે તેથી અવસ્થ્ય જ છે. વ— એટલે નિષ્ફળ, અને અવન્ધ્ય એટલે નિયમા સ્વસાધ્ય ફળને આપનારી, નિર્જરા સ્વરૂપ લને આપનારી જ છે. જેનાથી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત થાય છે. ૧ અવરોહળ શબ્દનો અર્થ ઉતરવું અને પર્વત ઉપર ચડેલાને હવે ચડવાનું નથી તેમ આ છે. માટે “ચડવું” અર્થ કરેલ છે. અથવા પ્રયોજન આરોહનો અર્થ ચડવું થાય છે. પરંતુ અહીં મુનિને પ્રતિક્રમણાદિ નથી. એ અર્થ સંગત થાય વશથી ચડેલાને જેમ ઉતરવાનું હોતું નથી તેમ ઉંચી અવસ્થાએ ચડેલાને આવા નીચી અવસ્થાના દોષો હોતા નથી માટે પ્રતિક્રમણાદિ સંભવતા નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ एवं सामान्येन सदृष्टेर्योगिनो दृष्टिरष्टधेत्यष्टप्रकारा । अत्राह-ग्रंथिभेदे सदृष्टित्वं, स च दी? (प्रो)त्तरकालमिति कथं सद्दष्टेदृष्टिरष्टधेति । उच्यते-अवन्ध्यसदृष्टिहेतुत्वेन मित्रादिदृष्टीनामपि सतीत्वादिति । वर्षोलकनिष्पत्ताविक्षुरसकक्कबगुडकल्पाः खल्वेताः खण्डसर्करामत्स्यण्डीवर्षोलकसमाश्चेतरा इत्याचार्याः, इक्ष्वादीनामेव तथाभवनादिति । रुच्यादिगोचरा एवैताः । एतासामेव संवेगमाधुर्योपपत्तेः इक्षुकल्पत्वादिति । नलादिकल्पास्त्वभव्याः । संवेगमाधुर्यशून्यत्वात् । अनेन सर्वथाऽपरिणामिक्षणिकात्मवादे दृष्टिभेदाभावमाह-तत्तथाभवनानुपपत्तेरिति ॥१५॥ આ પ્રમાણે સામાન્યથી સદ્દષ્ટિવાળા યોગિની આ દૃષ્ટિઓ અષ્ટધા એટલે આઠ પ્રકારની છે. એમ ગ્રંથકારશ્રીએ સમજાવ્યું. તૃણના અગ્નિકણ આદિની ઉપમાઓ આપીને દૃષ્ટિઓની સામાન્યથી રૂપરેખા જણાવી. જેથી શિષ્યવર્ગનો આ વિષયમાં આછો-પાતળો ખ્યાલ આવવા વડે સુખદ પ્રવેશ થાય. જો કે ગ્રન્થકાર પોતે જ વિસ્તારથી આ દૃષ્ટિઓ ક્રમશઃ સમજાવવાના જ છે. તો પણ સંક્ષેપથી રૂપરેખા જાણી હોય તો વિસ્તારથી કહેવાતો વિષય સમજી શકાય એ આશયથી સામાન્યપણે આઠ દૃષ્ટિઓ જણાવી. આ આઠે દૃષ્ટિઓ “સદ્દષ્ટિ એવા આત્માની” છે. અહીં એક શંકા થવી સંભવિત છે કે સદ્દષ્ટિ એટલે સમ્યષ્ટિ , સાચી દષ્ટિવાળા આત્માઓ એટલે કે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ કરાયા પછી ક્રમશઃ પ્રાપ્ત થતા ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા જીવોને જ સમ્યગ્દષ્ટિ સદ્દષ્ટિ કહી શકાય છે. એટલે કે ગ્રંથિભેદ થયે છતે જ “સદ્દષ્ટિપણું” આવે છે અને સર્વ = તે ગ્રંથિભેદ તો, મિત્રાતારા-બલા અને દીપ્રા એમ યોગની પ્રથમની ચારદૃષ્ટિઓ વટાવવા જેટલો કાળ પસાર કર્યા પછી (અર્થાત્ તેટલો દીર્ઘકાળ ગયા પછી) તેના ઉત્તરકાલમાં જ આવે છે. કારણ કે પ્રથમની ચાર દૃષ્ટિઓ તો અપુનર્બન્ધાવસ્થાદિવાળા ચમાધના પૂર્વાર્ધકાળમાં શરૂ થાય છે. ચારદૃષ્ટિઓમાં મિથ્યાત્વની મંદતા થતાં થતાં ગ્રંથિભેદ થાય છે. તો સદ્દષ્ટિજીવની (સમ્યગ્દષ્ટિ જીવની) દૃષ્ટિ અષ્ટધા કેવી રીતે બને ! સદૃષ્ટિની દૃષ્ટિ તો સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા એમ ચાર જ થવી જોઇએ. પ્રથમની ચાર તો મિથ્યાષ્ટિકાળે હોય છે. (અહીં કોઇ કોઇ પુસ્તકોમાં તીર્થોત્તરનિકને બદલે વીપ્રોત્તર એવો પાઠ જોવા મળે છે. તેનો અર્થ તીur + ૩ત્તરક્ષાનમક દીપ્રાદષ્ટિ શરૂ થયા પછીના ઉત્તરકાલમાં તે ગ્રંથિભેદ થાય છે. એમ અર્થ કરવો. ભાવાર્થ બન્નેનો સમાન છે.) ઉત્તર - ૩ો ઉપરની શંકાનો ઉત્તર અપાય છે કે મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ અવશ્ય મિથ્યાત્વાવસ્થાકાળે જ હોય છે. અને સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓ જ સદ્દષ્ટિકાલે (સમ્યગ્દષ્ટિકા) હોય છે. તથાપિ મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ મિથ્યાત્વની Page #120 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય મંદતાજન્ય હોવાથી યોગરૂપ બનવાના કારણે સદ્દષ્ટિની પ્રાપ્તિનું અવલ્પ્ય (અમોઘ-અચૂક) કારણ બનતી હોવાથી મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ પણ “સતી” રૂપ છે. દૃષ્ટિ શબ્દ સ્ત્રીલિંગ હોવાથી તેના વિશેષણરૂપે સી-શબ્દમાં સ્ત્રીલિંગ કર્યું છે. આ સમજાવવા માટે ગ્રંથકારમહર્ષિ એક સુંદર દૃષ્ટાન્ત આપે છે કે - ગાથા : ૧૫ વર્ષોલક (સાકરના મોટા ટુકડાઓમાં દોરો રાખીને બનાવેલ, હોળી (હુતાસની)ના સમયે વેચાતા હારડા, ફૂલની માળાની જેમ બનાવેલ મોટી સાકરનો હાર, ખડીસાકર) બનાવવામાં શેરડીથી માંડીને પસાર થતી જુદી જુદી અવસ્થાઓ કામની છે. અને તે અવસ્થાઓ દ્વારા જ વર્ષોલક બને છે. તેની જેમ આ દૃષ્ટિઓમાં પણ સમજવું. (૧) A (૨) રસ (૩) વાવ (૪) ગુડ (૫) વડ તેમાંથી બનાવેલી ઝીણી ખાંડ, (૬) સા ખાંડમાંથી બનાવેલી ઝીણી સાકર = = = = = શેરડી =કે જે સાંઠારૂપે હોય છે તે, શેરડીનો કાઢેલ પ્રવાહી રસ, = ૮૫ રસને ઉકાળીને ગોળ બનાવવા માટે કરેલો કાવો, (માવો) કે જેને ઠારવાથી ગોળ બનવાનો છે તે, રસને ઠારવાથી બનેલો ગોળ, ત્વા: વસ્તુ તા:-ઉપરના ચાર દૃષ્ટાન્તની તુલ્ય મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ છે. તથા (૭) મત્સ્યેન્ડી= તે ઝીણી સાકરમાંથી બનાવેલ મોટી સાકર, અર્થાત્ સાકરનાં ચોસલાં, (૮) વર્ષાંતજ = સાકરના મોટા ચોસલામાંથી બનાવેલા હાર, समाश्वेतराः = આ ચાર ઉદાહરણ સમાન સ્થિરાદિ શેષ ચાર દૃષ્ટિઓ છે. શેરડીથી ગોળ બનવા સુધીની અવસ્થાસમાન પ્રથમની મિત્રાદિ ચાર દૃષ્ટિઓ છે. અને ખાંડથી વર્ષોલક બનવા સુધીની અવસ્થા સમાન પાછળની સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ છે. સારાંશ કે-વર્ષોલક બનાવવામાં શેરડીથી માંડીને તમામ આઠે અવસ્થાઓ કામની છે. કારણ કે રૂસ્વારીનામેવ તથામવનાવિતિ -ઇક્ષુ, તેનો રસ, તથા માવો ઇત્યાદિ તે તે રૂપરૂપાંતરો જ થતાં જાય છે પૂર્વ અવસ્થાનું દ્રવ્યજ ઉત્તર ઉત્તર અવસ્થા સ્વરૂપ બનતું જાય છે. તેવી જ રીતે પરાષ્ટિ વાળી આત્માની ઉત્તમ-અંતિમકોટિની શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા માટે મિત્રા-તારા-બલા આદિ સર્વ દૃષ્ટિઓ વૃદ્ધિ પામવા રૂપે કામની છે. કારણ કે મિત્રા દૃષ્ટિ જ કાલાન્તરે તારા દૃષ્ટિ બને છે અને તારા દૃષ્ટિ જ કાલાન્તરે બલા દૃષ્ટિ બને છે એમ સર્વે પણ દૃષ્ટિઓ યોગાત્મક છે કોઇ દૃષ્ટિ ઓઘાત્મક નથી. આ રીતે મિત્રાદિ દૃષ્ટિઓ કારણ છે અને સ્થિરાદિ દૃષ્ટિઓ કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫ પ્રશ્ન :- અહીં શેરડી તથા તેમાંથી થતાં ક્રમશઃ આઠ રૂપાન્તરોની ઉપમા મિત્રાદિદષ્ટિઓ સમજાવવા માટે જે આપવામાં આવી છે તેની પાછળ શું કોઈ કરાણ છે? શેરડીના આઠે રૂપાન્તરોમાં પ્રતિ-રૂપે મધુરતા જ મધુરતા વૃદ્ધિ પામતી જાય છે. તેવી મધુરતા શું અહીં પણ વૃદ્ધિ પામે છે ? ઉત્તર :- હા, અહીં આ મિત્રાદિ આઠ દૃષ્ટિઓ અનુક્રમે રુચિ (શ્રદ્ધા-આત્મતત્ત્વનો પ્રેમ, પરમાર્થતત્ત્વની પ્રીતિ આદિ)ના વિષયવાળી છે. પતાસામેવ સંસાધુપપ = મિત્રા આદિ આઠ દૃષ્ટિઓ ક્રમશઃ સંવેગરૂપી મધુરતાની પ્રાપ્તિવાળી છે. આ પંક્તિમાં કોઈ કોઈ પુસ્તકોમાં તેષાં હોવાથી પતન =શબ્દ પુલિંગ પણ છે. તેથી રુચિ કે મિત્રાદિદષ્ટિ અર્થ ન કરવો, કારણ કે તે સ્ત્રીલિંગ છે. પરંતુ પતિ નો અર્થ રુચિ આદિના આ વિષયો એમ અર્થ કરવો. તે કારણથી રુચિ આદિના આ વિષયો જ સંવેગરૂપી મધુરતાની ઉત્પત્તિ કરનારા છે. તેથી તે વિષયો (અથવા તે વિષયોવાળી દૃષ્ટિ) ઇલુતુલ્ય છે. અથવા પતિદ્ શબ્દ સામાન્યથી નપુંસકલિંગ સમજવો. જેથી તેમાં પુલિંગ સ્ત્રીલિંગ બન્ને લઈ શકાય. તેથી આ દૃષ્ટિઓ ક્રમશઃ સંવેગ સ્વરૂપ અધિક અધિક મધુરતા ઉત્પન્ન કરનારી છે એવો અર્થ પણ સંગત છે. જેમ શેરડી અને તેના પછીના રૂપાન્તરોમાં મધુરતા વધતી જ જાય છે તેમ મિત્રાદષ્ટિમાં અને તેની પછીની દૃષ્ટિઓમાં ક્રમશઃ સંવેગ (મોક્ષભિલાષ)ની મધુરતા વધતી જ જાય છે. પછી પછીની દૃષ્ટિમાં મોક્ષ પ્રત્યેની તથા પરમાર્થતત્ત્વપ્રાપ્તિની અભિલાષા વધતી જ જાય છે. આ મધુરતા જે માણે તેને જ અનુભવ ગમ્ય છે. શબ્દથી વાચ્ય થઈ શકતી નથી. શેરડી જ જો ન હોય તો રસ ન નીકળે, રસ ન હોય તો કક્કબ ન બને, અને કક્કબ ન હોય તો ગોળ ન બને, તેવી જ રીતે મિત્રાદષ્ટિ ન આવે તો તારાદષ્ટિ ન આવે, તારાદષ્ટિ ન આવી હોય તો બલાદષ્ટિ ન આવે ઇત્યાદિ સમજી લેવું. ત્યારી એમ પૂર્વર્ષિ મહાપુરુષો કહે છે. અનાદિકાળથી જે મિથ્યાત્વી છે. અને અનંતકાળ સુધી જે મિથ્યાત્વી જ રહેવાના છે. તેવા અભવ્યજીવો કે જેમાં મિત્રાદિ યોગની દૃષ્ટિઓ આવવાની નથી તેઓ (નવપૂર્વાદિનું જ્ઞાન પામે તો પણ, અને સુંદર ચારિત્ર પાળે તો પણ) નલાદિ નામના ઘાસની તુલ્ય છે. નદી કિનારે ઉગતી ધરો અથવા બરૂ આવા ઘાસને નલ કહેવામાં આવે છે. આ ઘાસ સર્વથા મધુરતા વિનાનું હોય છે. તેવી જ રીતે અભવ્યજીવો પણ સંવેગ રૂપ મધુરતાથી સર્વથા શૂન્ય હોય છે. તે અભવ્યો ભલે ઘણી દ્રવ્યક્રિયા કરે, શાસ્ત્રો ભણી પંડિત થાય, માન-પાન પામે, પરંતુ તેઓનું હૃદય સંવેગ પરિણામથી આદ્ર બનતું નથી. ગમે તેટલી મધુરતાવાળું દૂધ સર્પ પીએ તો પણ તે સર્પ નિર્વિષ થતો નથી. પોતાની પ્રકૃતિ બદલતો નથી. તેમ અભવ્યજીવો પણ તેવા છે. એટલે મિત્રાદિ યોગદશાની આ દૃષ્ટિઓ અભવ્યમાં કદાપિ આવતી નથી. ભવ્યમાં જ કાલ પાકે ત્યારે પ્રગટે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ભવ્ય આત્મામાં પણ અચરમાવર્તમાં ઓઘદૃષ્ટિ હોય છે. અને ચરમાવર્તમાં પણ ઘણો ભાગ ગયે છતે બહુ ભાવમલ ક્ષય થયા પછી મિત્રાદિ પ્રથમની ચારદષ્ટિઓ ક્રમશઃ આવે છે. અને ચરમાવર્તના પશ્ચાદર્ધકાલમાં સ્થિરાદિ દૃષ્ટિઓ ક્રમશઃ આવે છે. આ રીતે ભવ્ય આત્મામાં દૃષ્ટિ બદલાય છે. દષ્ટિભેદ સંભવી શકે છે. દૃષ્ટિઓ બદલાતી હોવાથી આત્મદ્રવ્ય નિત્ય હોવા છતાં પરિણામી નિત્ય છે. પરિવર્તન પામનાર એવો નિત્ય છે. પરંતુ એકાન્ત નિત્ય અથવા એકાન્ત ક્ષણિક નથી. ન =આ પ્રતિપાદન વડે આત્માને સર્વથા અપરિણામી માનવામાં કે સર્વથા ક્ષણિક આત્મા છે એમ માનવામાં ઉપર સમજાવેલ દૃષ્ટિભેદોનો અભાવ જ થાય છે. દૃષ્ટિભેદ થવો શકય જ નથી. કારણ કે તે તે દ્રવ્યનું તે તે ભાવે પરિણમન થવું એ વાત બન્ને એકાન્તવાદમાં અસંભવિત છે. (૧) જો એકાન્ત નિત્ય જ આત્મા હોય તો પરિણમન જ ન થાય, કારણ કે પરિણમન થાય કે દૃષ્ટિ બદલાય તો તે આત્મદ્રવ્યનું તે તે દૃષ્ટિવાળારૂપે રૂપાન્તર થયું કહેવાય, અને આવા પ્રકારનું રૂપાન્તરપણું આવવાથી એકાન્ત નિત્યતા રહે નહીં. (૨) એવી જ રીતે જો એકાન્ત ક્ષણિકવાદ સ્વીકારીએ તો પ્રથમ સમયવર્તી જે દ્રવ્ય છે. તે દ્રવ્ય જ બીજા સમયે રહેતું નથી. તેથી ઓઘદૃષ્ટિમાંથી કાળક્રમે મિત્રાદિ દૃષ્ટિઓ તે જ આત્માને પ્રગટ થવાની વાત જ ઘટે નહીં. માટે આ બન્ને એકાન્તદષ્ટિ બરાબર નથી. તેથી એકાન્ત નિત્ય આત્મા છે એમ માનનારા ન્યાય-વૈશેષિક અને સાંખ્યદર્શનના મતે “યોગ માર્ગ”નું પ્રતિપાદન નિષ્ફળતાને પામશે, કારણ કે જો આત્મા બદલાતો નથી તો ભવાભિનંદીમાંથી યોગદૃષ્ટિવાળો અને સંસારીમાંથી મુક્તિવાળો બનવાનો જ નથી. તેથી યોગમાર્ગની આવશ્યકતા કયાં રહી ? एवं च योगमार्गोऽपि, मुक्तये यः प्रकल्प्यते । सोऽपि निर्विषयत्वेन, कल्पनामात्रभद्रकः ॥४८८॥ योगबिंदु ॥ અન્યદર્શનશાસ્ત્રોમાં (અને જૈનદર્શનમાં પણ એકાન્ત નિશ્ચયનયનું જ આલંબન લઈ વ્યવહારનયને મિથ્યા કહેનારા જે એકાન્તવાદીઓ છે. તેઓમાં) જે યોગમાર્ગ બતાવાય છે. તે નિર્વિષયક થવાથી કલ્પના માત્રથી (ઉપર-ઉપરથી જ) ભદ્રક-સારો દેખાય છે. સૂક્ષ્મ રીતે તો દોષથી ભરપૂર છે એવી જ રીતે એકાન્ત ક્ષણિકવાદમાં પણ એક ક્ષણ પછી બીજા ક્ષણે દ્રવ્ય રહેવાનું જ નથી, તો મુક્તિ માટે યોગ સેવવાની જરૂર જ ક્યાં રહી ? તેથી પરિણામી નિત્ય આત્મવાદ જ યુક્તિસંગત છે. એમ માનવું એ જ ઉપકારી અને સત્ય છે. તેમ સ્વીકારવાથી જ ભવથી મુક્તિ તરફનું પ્રયાણ અને અષ્ટવિધ દૃષ્ટિભેદ ઘટી શકે છે. અન્યથા એટલે જો પરિણામી નિત્યદ્રવ્ય ન માનીએ તો તે તે દ્રવ્યનું તથા તથા ભવનની અનુપપત્તિ થવાથી દષ્ટિભેદોનો અભાવ જ થાય છે. (૧૫) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬ इयं च सकलयोगिदर्शनसाधारणेति यथाविधानां यथा भवति तथाविधानां तथाभिधातुमाह આ અષ્ટવિધદૃષ્ટિ સકલયોગિઓના દર્શનમાં સાધારણ છે. એટલે જેવા પ્રકારના યોગિઓને જેવી જેવી દૃષ્ટિ હોઈ શકે છે તેવા તેવા પ્રકારના યોગિઓને તેવી તેવી દૃષ્ટિ છે એમ જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः । अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ॥१६॥ ગાથાર્થ = ખેદ આદિ દોષોના પરિહારથી યમ આદિ યોગના અંગોથી યુક્ત એવા આત્માઓને અદ્વેષ આદિ ગુણમય એવી આ દૃષ્ટિ અનુક્રમે હોય છે. એમ સજ્જનોને સંમત છે. ll૧દો ટીમ -મારિયુવતીનાંતિ દ ય િયો ફિક્વીન્ યો ૩વ્યો यथोक्तं - "यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि" (पातञ्जलयोगसूत्र २-२९) । तदेवं खेदादिपरिहारतः=यमादियोगप्रत्यनीकाशयपरिहारेण । एतेऽपि चाष्टावेव । तथा-"खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः युक्तानि हि चित्तानि प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥१॥" तदेतत्परिहारेणापि क्रमेणैषाष्टधेति । एवमद्वेषादि-गुणस्थानमिति यत एतान्यप्यष्टावेव । यथोक्तं"अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवण-बोधमीमांसाः, परिशुद्धा प्रतिपत्तिः પ્રવૃત્તિનBત્મિ (રદ ) તત્ત્વ ? ' vā aષા સgિ | સોં= मुनीनां भगवत्पतञ्जलि-भदन्तभास्कर-बन्धुभगवद्दत्तादीनां योगिनामित्यर्थः “मता" इष्टा । एतत्साकल्यं च प्रतिदृष्टि दर्शयिष्यामः ॥१६॥ વિવેચન :-“યમ” વગેરે આઠ પ્રકારનાં યોગનાં અંગો છે. “ખેદ” વગેરે આઠ પ્રકારના ચિત્તના દોષો છે જે યોગપ્રાપ્તિમાં પ્રતિબંધક છે. તેથી હેય છે, અર્થાત્ ત્યજવા જેવા છે. અને “અષ” આદિ આઠ પ્રકારના ગુણો છે જે ઉપાદેય છે, એટલે કે પ્રાપ્ત કરવા લાયક છે. દૃષ્ટિઓ આઠ, યમાદિ યોગનાં અંગો આઠ, ખેદાદિ હેય દોષો આઠ, અને અષાદિ ઉપાદેયગુણો પણ આઠ છે. જેથી એકેક દૃષ્ટિમાં એકેક યોગનું અંગ પ્રાપ્ત થાય છે. એક એક દોષ દૂર થાય છે અને એકેક ગુણ પ્રાપ્ત થાય છે. અને આઠ દૃષ્ટિમાં બોધ (જ્ઞાન) તૃણના અગ્નિકણસમાન, ગોમય, કાષ્ઠ આદિના અગ્નિસમાન છે ઇત્યાદિ પૂર્વે સમજાવ્યું જ છે. તેથી સામાન્યપણે ચિત્ર આ પ્રમાણે બને છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૮૯ શ્રવણ આઠ દૃષ્ટિઓનું ચિત્રા ક્રમ યોગદષ્ટિ | યોગાંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ | બોધ-ઉપમા | વિશેષતા | | ૧. | મિત્રા | યમ | ખેદ | અદ્વેષ | તૃણાગ્નિકણ | મિથ્યાત્વ | ૨. | તારા | નિયમ | ઉદ્વેગ | જિજ્ઞાસા ગોમય અગ્નિકણ | મિથ્યાત્વ | ૩. | બલા | આસન | ક્ષેપ | શુશ્રુષા | કાષ્ઠ અગ્નિકણ | મિથ્યાત્વ | દીપ્રા પ્રાણાયામ | ઉત્થાન દીપપ્રભા મિથ્યાત્વ ૫. | સ્થિરા | પ્રત્યાહાર | ભ્રાંતિ | બોધ | રત્નપ્રભા | સમ્યકત્વ | | ૬. | કાંતા | ધારણા | અન્યમુદ્ | મીમાંસા | તારાપ્રભા | સમ્યકત્વ ૭. | પ્રભા | ધ્યાન (રોગ) | પ્રતિપત્તિ | સૂર્યપ્રભા | સમ્યક્ત્વ પરા | સમાધિ | આસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા સમ્યક્ત્વ ટીકાનો અનુવાદ કરતાં પહેલાં યાદિ આઠ અંગો, તથા તેના અર્થો, ખેદાદિ આઠ દોષો તથા તેના અર્થો, અને અષાદિ આઠ ગુણો અને તેના અર્થો સમજી લઇએ. પછી ટીકાની પંક્તિનો ભાવાર્થ વિચારીશું. જેથી ટીકા સમજવી સહેલી પડે. યોગનાં આઠ અંગો શરીર એ જેમ અવયવી (અંગી) છે અને હાથ-પગ-માથું-પેટ-હૃદય-પીઠ-ઇત્યાદિ શરીરનાં આઠ અંગ છે. અવયવ છે. વિભાગ છે. તેવી જ રીતે “મિત્રા-તારા આદિ” દૃષ્ટિઓ સ્વરૂપ જે યોગ છે તે અંગી (અવયવી) છે. શરીરરૂપ છે. અને યમ-નિયમઆસન વગેરે તે યોગનાં અંગો છે. જેમ શરીરના અંગો જોડવાથી જંગી એવા શરીરની રચના બને છે. તેમ આ યાદિ અંગોના સંધાનથી દૃષ્ટિરૂપ યોગાત્મક અવયવીની (શરીરની) નિષ્પત્તિ થાય છે. માટે યમાદિને અંગ કહેવાય છે. તેના આઠ ભેદો છે. એકેક દૃષ્ટિમાં એકેક અંગની પ્રાપ્તિ થતી જાય છે. (૧) યમ = મુખ્યવ્રત તે યમ કહેવાય છે. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, (અથવા સ્વદારા સંતોષ, પરસ્ત્રીગમન વિરમણ) અને પરિગ્રહવિરમણ (અથવા પરિગ્રહ પરિમાણ) આ પાંચ મહાવ્રત કે અણુવ્રતરૂપ હોય તેને યમ કહેવાય છે. સંક્ષેપમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ યમ કહેવાય છે. વાવજીવનું જે વ્રત તે યમ, અને પરિમિત કાળવાળું જે વ્રત તે નિયમ. આ પ્રમાણે બન્નેમાં કંઈક તફાવત જાણવો. Page #125 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬ (૨) નિયમ = અણુવ્રત કે મહાવ્રતાત્મક પાંચ યમોની વૃદ્ધિ-પુષ્ટિ કરનાર તથા કાંટાની વાડ ધાન્યનું જેમ રક્ષણ કરે છે, તેમ સંરક્ષણ કરનાર એવાં બીજાં નાનાં-મોટાં જે વ્રતો તે નિયમ કહેવાય છે જેમકે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-ધ્યાન, આ પાંચ નિયમ કહેવાય છે. (૩) આસન = બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતા પૂર્વક બેસવું. તેના બે ભેદ છે. દ્રવ્યથી અને ભાવથી, કાયાની ચંચળતાને રોકી પદ્માસન, પર્યકાસને, અથવા વીરાસનાદિ આસનવિશેષમાં બેસવું. સ્થિર થવું. તે દ્રવ્યથી આસન કહેવાય છે. અને આ આત્માને પરભાવથી થતી ચંચળતાને રોકી આત્મભાવમાં આસન લગાવવું. સ્થિર થવું. તેમાં બેઠક કરવી. એકાકાર બની જવું તે ભાવથી આસન કહેવાય છે. (૪) પ્રાણાયામ = શરીરની એવી એક પ્રક્રિયા છે કે જેમાં ગેસ આદિ કરનાર વાયુ દૂર કરાય તે રેચક, શરીર નિરોગી થાય તેવો વાયુ લેવાય તે પૂરક, અને કુંભમાં જેમ પાણી ભરાય તેમ શરીરમાં ધાતુઓ યથાયોગ્ય સ્થિર થાય તે કુંભક એમ રેચક-પૂરક તથા કુંભક ત્રણ જાતનો શારીરિક પ્રાણાયામ હોય છે. પરંતુ આ અધ્યાત્મદષ્ટિમાં આવો શારીરિક પ્રાણાયામ મુખ્ય નથી. પરંતુ અહીં બહિરાત્મભાવ=બાહ્યપુદ્ગલ તરફ આકર્ષાતા ભાવોને દૂર કરવા રેચ લગાડવો તે રેચક, અંતરાત્મભાવ = આત્મા તરફના શુભ અધ્યવસાયો રૂપ ભાવો પૂરવા તે પૂરક, અને અંતરાત્મભાવમાં સ્થિર થવું કે જેથી પરમાત્મપણું પ્રાપ્ત થાય તે કુંભક, એમ આધ્યાત્મિક ત્રિવિધ પ્રાણાયામ સમજવો. કહ્યું છે કે બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ” (શ્રીયોગદષ્ટિની સઝાય) (૫) પ્રત્યાહાર = એટલે ત્યાગ, પાંચે ઇંદ્રિયોને પોતપોતાના વિષય-વિકારોમાંથી દૂર કરવી, વિષય-વિકારોનો ત્યાગ કરવો તે પ્રત્યાહાર, વિષય-વિકારે ઇંદ્રિય ન જોડે, તે છતાં પ્રત્યાહારોજી. (શ્રી યોગદષ્ટિ સઝાય) (૬) ધારણા = ચિત્તને ધારી રાખવું. પકડી રાખવું તે ધારણા, તત્ત્વચિંતન અથવા ગંભીર આત્મહિતવર્ધક ભાવોમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધારણા. (તેશવત્ત થાર પાતંજલ યોગસૂત્ર ૩-૧) . (૭) ધ્યાન =મનની એકલીનતા, એકાગ્રતા, તન્મયતા, ઓતપ્રોતતા, તત્ત્વ-ચિંતનાદિમાં મનને એકમેક કરવું તે ધ્યાન. હેયભાવોમાંથી ચિત્તવૃત્તિનો વિરોધ કરી ઉપાદેય તત્ત્વચિંતનમાં ઓતપ્રોત થવું તે ધ્યાન (તત્ર પ્રત્યર્થતાના સ્થાનમ્ પાતંજલ યોગસૂત્ર ૩-૨) . Page #126 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬ યોગદષ્ટિ સમુચ્ચય ૯૧ (૮) સમાધિ = આત્માનું આત્મતત્ત્વ-સ્વરૂપે પ્રગટ થવું. સર્વથા નિર્વિકલ્પકદશા, રાગાદિ સર્વ ઉપાધિભૂત ભાવોથી મુક્ત, ધ્યાતા-ધ્યાન અને ધ્યેયની એકરૂપતા, સર્વ પ્રકારના બહિર્ભાવોથી મુક્તિ તે સમાધિ. આ પ્રમાણે યમ-નિયમ વગેરે યોગનાં આઠ અંગો સમજાવ્યાં. ખેદ આદિ ચિત્તના (મનના-આશયના) આ દોષો છે. દોષો હોતે છતે ચિત્ત ઉપર વિજય મેળવી શકાતો નથી અને ગુણોની પ્રાપ્તિ થતી નથી. તથા તે ચિત્તવિજય અને ગુણ પ્રાપ્તિ વિના આત્મવિકાસ સાધવો શક્ય નથી. તેથી યોગદશા પ્રાપ્ત કરનાર મુમુક્ષુ ભવ્ય આત્માએ આ હવે સમજાવાતા દોષોને જાણવા જ પડે છે. અને કાઢવા જ પડે છે. તેથી દૂર કરવા માટે દોષોને પણ જાણવા જોઇએ. તે દોષો આ પ્રમાણે છે. ચિત્તના આઠ દોષો (૧) ખેદ = થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું. ઘણો જ પરિશ્રમ પડે છે એમ માનવું. જ્યાં થાકની બુદ્ધિ થાય છે ત્યાં દ્વેષ-અરુચિ-અપ્રીતિનાખુશીભાવ આવે જ છે. જેથી આગળ કહેવાતા “અષ” આદિ ગુણો આવતા નથી. (૨) ઉગ = કંટાળો-તિરસ્કાર, ધર્મની પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં કંટાળો આવે, તિરસ્કાર આવે, જ્યારે પૂરું થાય- એવા ભાવ આવે. રાજાની વેઠની જેમ જલ્દી જલ્દી આટોપી લે, ગોટાળા વાળે, તે ઉગ દોષ કહેવાય છે. (૩) લેપ = ફેંકવું, ચાલુ ક્રિયાને છોડીને ચિત્તને બીજા કામકાજમાં નાખવું. જે ધર્મક્રિયા ચાલુ હોય તે કાળે અન્ય ક્રિયામાં ચિત્ત જોડવું, તેથી ચાલુ ક્રિયા પણ રસ વિનાની બને, તે ક્ષેપ દોષ કહેવાય છે. (૪) ઉત્થાન = ચિત્તનું ઉઠી જવું તે, મોક્ષસાધક જે જે યોગમાર્ગની ક્રિયાઓ કરાતી હોય, તેમાંથી ચિત્તનું ઉભગી જવું. ક્રિયામાર્ગમાંથી ચિત્ત ઉઠી જવાના કારણે ક્રિયામાર્ગ ત્યજી દેવાનો ભાવ થઈ જાય. લોકલજ્જા માત્રથી ભલે તે ક્રિયાઓનો ત્યાગ કદાચ ન કરે તો પણ તેમાં ચિત્ત ન હોય તે. (૫) બ્રાન્તિ = ભમવું, ભટકવું, ભ્રમ થવો તે, યોગમાર્ગની પ્રાપક પ્રસ્તુત ધર્મક્રિયાને છોડી ચિત્તનું ચોતરફ ભમવું, ભટકવું, જ્યાં ત્યાં ભમવાની ભ્રામકવૃત્તિ, અથવા છીપમાં રૂપાના ભ્રમની જેમ અતત્ત્વને તત્ત્વ માનવું, અથવા અમુક ક્રિયા થઈ કે ન થઈ તેનો ભ્રમ થવો તે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬ (૬) અન્યમુદ્ = પરમાર્થસાધક યોગમાર્ગની ક્રિયા કરતાં અન્ય સ્થાને હર્ષ કરવો, પ્રારંભેલી ક્રિયા કરતાં અચકાર્યમાં હર્ષિત રહેવું. આવો દોષ ઈષ્ટ કાર્ય સાધવા ન આપે, તેથી પરમાર્થ સાધવા રૂપ ઇષ્ટકાર્યોમાં અંગારાની વૃષ્ટિતુલ્ય આ દોષ છે. (૭) રુગૂ = રોગ, રાગ (પ્રીતિ), દ્વેષ (અપ્રીતિ), અને મોહ (અજ્ઞાન), આ ત્રણ દોષ એ જ મહારોગ છે. ભાવરોગ છે. સાવદ્ય-સંસારવર્ધક ક્રિયાનો રાગ, મોક્ષસાધક ક્રિયાનો દ્વેષ, અને યોગમાર્ગ સાધક સાચી ક્રિયાની અણસમજ આ સર્વ ભાવસાધનામાં પીડારૂપ છે. આવા દોષોથી શુદ્ધક્રિયા પણ અશુદ્ધક્રિયા બની જાય. પોતાનું વિવક્ષિત ફળ આપવા પ્રત્યે તે અસમર્થ બની જાય. (૮) આસંગ= આસક્તિ થવી, પરદ્રવ્ય અથવા પરભાવ પ્રત્યે આસક્તિ થવી કે જેથી મુક્તિમાર્ગની સાધના નબળી પડે, અથવા મુક્તિમાર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતાં ગુણસ્થાનકનો વિકાસ સંધાય તે. આ આઠે દોષો પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા જ આવે છે. અને એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે. કેમકે યોગમાર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં પ્રથમ ખેદ ઉપજે અર્થાત્ થાક લાગે, થાક લાગે એટલે ઉગ (કંટાળો) પણ ઉપજે, કંટાળો ઉપજે એટલે ચિત્ત બીજે જાય જ (લેપ), ચિત્ત બીજે ભટકતું થાય એટલે ચાલુક્રિયામાં ચિત્ત સ્થિર ન રહે પરંતુ તેમાંથી ચિત્ત ઉઠી જાય (ઉત્થાન), ચાલુ ક્રિયામાંથી ચિત્ત ઉઠી જતાં તે ચોતરફ (અહીં-તહીં) ભટક્યા જ કરે (બ્રાન્તિ), ચિત્તનું યત્ર-તત્ર ભમવાનું વધતાં મોહોદયથી પરભાવદશામાં પ્રીતિ વધે, તેમાં જ ચિત્ત આનંદ પામે (અન્યમુ), અને પરભાવ દશાનો આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (ગ), અને તેમ થવાથી અનાદિ મોહની વાસનાના જોરે પુગલસુખમાં જ આસક્તિ વધતી જાય (તે આસંગ), આ રીતે દોષો ક્રમશઃ આવે છે. અને જો પ્રથમ દોષ જે ખેદ છે. તેનો પરિહાર કરાય તો તે જ રીતે તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે. આ યોગમાર્ગની સાધનામાં ઉપરોક્ત દોષોની જેમ જેમ હાનિ થતી જાય છે તેમ તેમ “અષ” આદિ ગુણો આપોઆપ આવિર્ભત થાય છે વાસણનો કાટ ઓછો થાય એટલે ચમક આપોઆપ વધે જ છે. તેને મેળવવા ક્યાંય જવું પડતું નથી. કપડાંનો મેલ દૂર કરો એટલે શ્વેતતા સહજપણે પ્રગટે જ છે. તે આઠ ગુણો ક્રમશઃ આ પ્રમાણે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય યોગના આઠગુણો (૧) અદ્વેષ = દ્વેષ ન થવો, અણગમાનો, (અરુચિનો) અભાવ, સત્તત્વ પ્રત્યે, (પરમાર્થ સાધવા પ્રત્યે) અણગમો ન થવો. આ આત્મકલ્યાણનું પ્રથમ પગથીયું છે. અણગમો ન હોય તો જ જીવ તેમાં વિકાસ કરવા પ્રેરાય છે. (૨) જિજ્ઞાસા = પરમાર્થતત્ત્વ જાણવાની ઇચ્છા, કારણકે જાણવાની ઇચ્છા થાય તો જ તે તત્ત્વ જ્યાંથી લભ્ય હોય ત્યાં સાંભળવા જવાની તમન્ના થાય. (૩) શુશ્રુષા = ધર્મતત્ત્વ સાંભળવાની ઇચ્છા, ઉત્કંઠા, તાલાવેલી, તમન્ના થવી. (૪) શ્રવણ = એકાગ્રપણે ધર્મતત્ત્વ સુગુરુ પાસે સાંભળવું. (૫) બોધ = ધર્મતત્ત્વ સાંભળવાથી જ્ઞાન થવું. તત્ત્વબોધ થવો તે. (૬) મીમાંસા = તત્ત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મવિચારણા, ઊહાપોહ કરી સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે. (૭) પ્રતિપત્તિ = મીમાંસા કરતાં કરતાં સાચા બોધનો સ્વીકાર કરવો, હેયને હેયરૂપે, અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારવું. અર્થાત્ આ જ સત્ય છે. શેષ મિથ્યા છે ઇત્યાદિ રૂપે સ્વીકારવું. (૮) પ્રવૃત્તિ = ઉપાદેય તરીકે જાણેલા માર્ગમાં પ્રવૃત્તિ કરવી. ઓતપ્રોત થવું. અનુભવમય બની જવું. વિવલિત કાર્યમાં પ્રવર્તનમય થવું. ઉપર સમજાવ્યા મુજબ એકેક દૃષ્ટિમાં યોગનાં આઠ અંગોમાંથી એકેક અંગની પ્રાપ્તિ થાય છે. એકેક દોષ દૂર થાય છે અને એકેક ગુણની પ્રાપ્તિ થાય છે. અંતે આત્મા સર્વદોષરહિત અને સર્વ ગુણમય બને છે હવે ટીકાના પદોનો અર્થ સમજીએ યમ આદિ યોગના અંગથી યુક્ત એવા મહાત્માઓને મેT Tષા સત્ત મતા અનુક્રમે આ સદ્દષ્ટિઓ આવે છે એમ સજ્જન પુરુષો માને છે. યમ, નિયમ, આસન, વગેરે આઠ જો કે યોગનાં અંગો છે. તે પોતે યોગરૂપ નથી. તો પણ અવયવમાં અવયવીનો ઉપચાર કરીને યોગનાં અંગો હોવાથી અહીં યમાદિને (પણ) યોગ કહેવાયા છે. જેમ શરીરના કોઈ એક ભાગ બળતે છતે શરીર રતિ મારું શરીર બળે છે, એવું બોલાય છે તેમ અહીં સમજવું. પાતંજલિ ઋષિકૃત યોગસૂત્ર ૨-૨૧માં કહ્યું છે કે (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયામ, (૫) પ્રત્યાહાર, (૬) ધારણા, (૭) ધ્યાન, અને (૮) સમાધિ એમ આઠ યોગનાં અંગો છે. પાતંજલ યોગસૂત્ર ૨-૨૧ સર્વ વિપરિદાર = યમ-નિયમ વગેરે જે યોગ (યોગાંગ) છે તેના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭ પ્રત્યનીકભૂત (શત્રુભૂત) એવા જે ખેદાદિ આશયવિશેષો (ચિત્તના દોષો) છે. તેઓનો પરિહાર કરવાથી આ સદૃષ્ટિ આવે છે. તે દોષો પણ આઠ જ છે. કહ્યું છે કે ખેદઉગ-ક્ષેપ-ઉત્થાન-બ્રાન્તિ-અન્યમુદ્ રુ અને આસંગ દોષોથી યુક્ત એવાં ચિત્તોને મતિમાનું પુરુષે વિશેષે વિશેષે ત્યજી દેવાં જોઇએ. તે આ દોષોના પરિહારથી અનુક્રમે આઠ પ્રકારે આ સદૃષ્ટિ આવે છે. એમ કરવાથી અદ્વેષ આદિ આઠ પ્રકારના ગુણોનું સ્થાન પ્રગટ થાય છે અર્થાત્ ગુણો આવિર્ભત થાય છે. તે ગુણો પણ આઠ જ છે. કહ્યું છે કે (૧) અષ, (૨) જિજ્ઞાસા, (૩) શુશ્રુષા, (૪) શ્રવણ, (૫) બોધ, (૬) મીમાંસા, (૭) પ્રતિપત્તિ અને (૮) પ્રવૃત્તિ. એમ પરમાર્થતત્ત્વમાં આઠ ગુણો પ્રગટ થાય છે. આ પ્રમાણે અષી આદિ આ આઠ ગુણમય અંગવાળી આ સદ્દષ્ટિઓ છે. આ પ્રમાણે અનુક્રમે આ સદ્દષ્ટિ સતાં-યૌગિકમુનિઓને માન્ય છે. જૈનદર્શનના યોગાચાર્યોને તો માન્ય છે જ, પરંતુ અન્ય દર્શનના પણ જે જે યોગાચાર્યો છે ભગવાનું પતંજિલ, ભદન્ત (ભગવાન) ભાસ્કરબંધુ, ભગવાન્ દત્તમુનિ, ઇત્યાદિ. તે તે યોગાચાર્યોને પણ “આ સદ્દષ્ટિ કહેવાય” એમ માન્ય છે. આ આઠે દૃષ્ટિઓનું સાકલ્ય=સંપૂર્ણ સ્વરૂપ, અર્થાત્ વિસ્તારથી વર્ણન અમે યથાસ્થાને પ્રત્યેક દૃષ્ટિના વર્ણન પ્રસંગે જણાવીશું. ll૧૬ll साम्प्रतं दृष्टिशब्दार्थाभिधानायाहહવે “દૃષ્ટિ” શબ્દનો અર્થ જણાવતાં કહે છે કે सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावहः ॥१७॥ ગાથાર્થ = સમ્યમ્ શ્રદ્ધાથી યુક્ત એવો જે બોધ તે યોગની “દૃષ્ટિ” કહેવાય છે. આ બોધ અસત્ પ્રવૃત્તિને અટકાવનાર હોવાથી સત્ પ્રવૃત્તિવાળા પદને (સ્થાનને) આપનાર છે. ll૧૭ી ટીકા - “ષ્ટ્રવાસતો જોય: 'રૂત્યનાછૂદ્ધા વ્યવચ્છેદ્રમાદ, મસા चेह शास्त्रबाह्या स्वाभिप्रायतस्तथाविधासद्हात्मिका गृह्यते । तवैकल्यात् “ષ્ટ્રદ્ધાસકૃત:” રૂત્તિ અવધૂતો વોથોડવામ: 1 વિમિત્યોદ-દષ્ટિરિત્યમથીયતે दर्शनं दृष्टिरिति कृत्वा। निष्प्रत्यपायतया । फलत एतामाह- "असत्प्रवृत्तिव्याघातात् ॥” इति तथा श्राद्धतया शास्त्रविरुद्धप्रवृत्तिव्याघातेन किमित्याह"सत्प्रवृत्तिपदावहः" इति । शास्त्राविरुद्धप्रवृत्तिपदा-वहोऽवेद्यसंवेद्यपरित्यागेन Page #130 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭ યોગદૃષ્ટિ સમુચ્ચય वेद्यसंवेद्यपदप्रापक इत्यर्थः । वेद्यसंवेद्यपदरूपत्वेऽपि स्थिरादिदृष्टीनां सामान्यलक्षणत्वादस्यैवमप्यदोष इति। अथवा सत्प्रवृत्तिपदं परमार्थतः शैलेशीपदमिति तदावहत्वेन ન શદ્દોષ રૂતિ ૨૭ વિવેચન :- સમ્યમ્ એવી શ્રદ્ધાથી યુક્ત જે બોધ તે યોગની દૃષ્ટિ કહેવાય છે. અહીં મૂલગાથામાં જે “સસ્પૃદ્ધા” શબ્દ વાપરવામાં આવ્યો છે તેના દ્વારા “અસત્ શ્રદ્ધાનો વ્યવચ્છેદ જણાવે છે. અસત્ શ્રદ્ધાવાળા બોધને દૃષ્ટિ કહેવાતી નથી. અસત્ શ્રદ્ધા કોને કહેવાય ? તે સ્પષ્ટ કરે છે કે સમ્યમ્ શાસ્ત્રોનો આધાર ત્યજી પોતાના મનફાવતા અભિપ્રાય પ્રમાણે એટલે કે સ્વચ્છંદપણે પોતાની મતિ-કલ્પના પ્રમાણે ખોટા તર્ક-વિતર્ક કરવામાં આવે એવી શાસ્ત્રનિરપેક્ષ શ્રદ્ધાને અસત્ શ્રદ્ધા કહેવાય છે. આવા પ્રકારની અસત્ શ્રદ્ધાવાળો બોધ મિત્રાદિ યોગદષ્ટિકાળે હોતો નથી, પરંતુ ઓઘદૃષ્ટિ-કાલે હોય છે. માટે આવી તે અસહ્રદ્ધાના વિકલપણાથી (રહિતતાથી) સમ્યગુ શાસ્ત્રોના બોધના આધારવાળી આપ્તપુરુષોની આજ્ઞાને અનુસરનારી જે સાચી શ્રદ્ધા હોય છે. તેવી સાચી શ્રદ્ધાયુક્ત બોધને જ સદ્દષ્ટિ કહેવાય છે. (પ્રથમની ચાર દૃષ્ટિ પાછળની ચાર દૃષ્ટિનું અવધ્યકારણ હોવાથી સદ્દષ્ટિ કહેવાય છે.) નં દષ્ટિ કૃતિ જોવું, દેખવું, જાણવું તે દૃષ્ટિ કહેવાય છે. દેખવાનું કામકાજ કોઇપણ જાતના વિપ્નોથી - અપાયોથી મુક્ત બને છે તેથી તે દર્શનને દૃષ્ટિ કહેવાય છે. જ્યાં સુધી આંખ ઉઘડતી નથી, કંઈપણ દેખાતું નથી, ત્યાં સુધી જ અથડાઈ જવાનો, પડી જવાનો, વાગી જવાનો ભય હોય છે, જ્યારે નેત્ર ખૂલે છે અને સ્પષ્ટ દેખાય છે. ત્યારે અથડાઈ જવા આદિના આ સર્વ ભયો (અપાયો) દૂર થઇ જાય છે. આંખ ખૂલ્યા પછી તે થોડી ખૂલી હોય તો થોડું દેખાય, વધારે ખુલી હોય તો વધારે દેખાય, અને અતિશય વધારે ખૂલી હોય તો અતિશય વધારે દેખાય છે. પરંતુ દેખાય છે એટલે બસ દેખાય જ છે એમાં કંઈ ભયો નથી. ફક્ત દેખવાની માત્રાની તરતમતા છે. જ્યારે જન્માંધ પુરુષને કંઈ દેખાતું જ નથી એટલે અથડાઈ જવું આદિ ઘણા અપાયો (ભયો) હોય છે. ન દેખાતું હોવાથી ઉલટ-સુલટ કપોલકલ્પિત કલ્પના કરી લે છે. પરંતુ નેત્રરોગના સુનિપુણ ચિકિત્સક વૈદ્ય જો મળી જાય, અને તેમની આજ્ઞાનુસાર ઉત્તમ ઔષધ લેવામાં આવે તો દૃષ્ટિ ખૂલતાં આનંદ આનંદ થાય છે. અને તે નેત્રરોગ ધીરે ધીરે દૂર થતાં દૃષ્ટિની માત્રા વૃદ્ધિ પામતાં પૂર્ણદષ્ટિ ખીલે ત્યારે નેત્રની મર્યાદા પ્રમાણે સમસ્ત દશ્ય પદાર્થો દેખાતા થઈ જાય છે. અને તે આત્મા પૂર્ણ આનંદમાં ગરકાવ થઈ જાય છે. તેવી જ રીતે અનાદિ મિથ્યાત્વી આત્મા દૃષ્ટિથી અંધ છે. તેને સદ્ગુરુરૂપી વૈદ્ય, સત્શાસ્ત્રાભ્યાસ રૂપી તેમની આજ્ઞા, અને તત્કથિતભાવોની યથાર્થ રુચિરૂપી ઔષધ મળતાં Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭ જ દષ્ટિ ખૂલી જાય છે. આ દૃષ્ટિ ખૂલી તે ખૂલી, બસ વધુને વધુ દેખવા જ માંડે છે. માત્રા વધતી જ જાય છે. યાવત્ અનંત દર્શન પ્રગટ થાય છે. આ તમામ દૃષ્ટિ ભયમુક્ત હોવાથી (યોગની-આત્મવિકાસની) દૃષ્ટિ કહેવાય છે દૃષ્ટિ-અંધપણાનો દોષ (ઘણા ભયોવાળો હોવાથી) અતિશય આકરો છે. માટે જ અલ્પ યા અધિક પ્રમાણમાં પણ જે દૃષ્ટિ ખૂલે તેને જ દૃષ્ટિ કહેવાય છે. જો કે “બોધ” ને જ દૃષ્ટિ કહેવાય એમ કહ્યું છે, તો પણ તેની આગળ “સશ્રદ્ધા સંગત” એવું વિશેષણ કહ્યું છે. તેથી જેમના હૈયામાં સમ્યગૂ શાસ્ત્રોનો બોધ આવિર્ભત થયો છે તેવા સમજાવનારા સદ્દગુરુની વાણીમાં તથા આપ્ત પુરુષ પ્રણીત શાસ્ત્રોમાં પરમશ્રદ્ધા પૂર્વકનો જે બોધ થાય તે બોધ જ દૃષ્ટિ કહેવાય છે. સમ્યગુ શાસ્ત્ર અને સમજાવનાર સદ્ગુરુ વિના સ્વચ્છંદપણે પોતાના માનેલા અભિપ્રાયને મજબૂત કરવાના પ્રયોજનભૂત પાઠોના આધારો લઈને આ જીવ અનંતસંસારમાં બહુ જ રઝળ્યો છે. સ્વચ્છેદ મતિકલ્પનાનો ત્યાગ અને સત્ શાસ્ત્રની શ્રદ્ધા એ જ યોગદષ્ટિનું પ્રવેશ દ્વાર છે. ત્યાંથી જ દષ્ટિ અંશતઃ ખૂલે છે. પ્રબ - આવા સત્શ્રદ્ધાવાળા બોધનું અર્થાત્ દષ્ટિનું ફળ શું ? આવી દૃષ્ટિ (આવો બોધ) આવવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય ? ઉત્તર :- પત્નત પતામહ-આ દષ્ટિને ફળથી સમજાવે છે. આ બોધ અસત્ પ્રવૃત્તિનો વ્યાઘાત કરનાર હોવાથી સત્ પ્રવૃત્તિના પદને આપનારો છે. તથા શ્રદ્ધતિથીતેવા પ્રકારના સમ્યગુ શાસ્ત્રોની અતિશય શ્રદ્ધાળુતા હોવાના કારણે જ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિનો વ્યાઘાત થાય છે. દીવા વિના ઘરમાં જ્યારે અંધકાર હોય છે. ત્યારે આ જીવ કોઇપણ વસ્તુને દેખવા કે લેવા-મૂકવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ ખોટી પણ થઈ જાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. એ જ ન્યાયે મોહ અને અજ્ઞાનરૂપી અંધકારથી ભરપૂર ભરેલા આ સંસારમાં સમ્યગશાસ્ત્ર અને આમ પુરુષોની વાણી આ બે વસ્તુ દીપકસમાન છે. તેના વિના સર્વે પણ પ્રવૃત્તિ “અસત્” થઈ જાય છે. તે સમ્યગશાસ્ત્ર અને આતપુરુષોની વાણી તથા તેમની શ્રદ્ધા રૂપ દીપક પ્રાપ્ત થયે છતે “અસ” પ્રવૃત્તિ અટકી જાય છે. થંભી જાય છે. ચાલી જાય છે. જાણે કે તે અસત્યવૃત્તિને પોતાને આઘાત લાગ્યો હોય શું? તેમ તમ્મર ખાઈને પડી જાય છે. આ પ્રમાણે સમ્યગૂ શાસ્ત્રાદિના શ્રદ્ધાયુક્ત બોધથી અસ–વૃત્તિ અટકી જવાના કારણે જ તે બોધ સમ્યગૂ પ્રવૃત્તિના પદને (સ્થાનને) આપનાર બને છે. શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરાવનારા સ્થાનને આપે છે. સમ્યગૂ શાસ્ત્રોના શ્રદ્ધાયુક્ત બોધથી આ જીવમાં એકવાર અસ–વૃત્તિ અટકે તો Page #132 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય સ–વૃત્તિરૂપ યોગની પ્રાપ્તિ તો આપોઆપ ખેંચાતી જ આવે છે, લોહચુંબક જેમ લોહને ખેંચે છે તેમ આ બોધ સમ્પ્રવૃત્તિરૂપ યોગને ખેંચી લાવે છે. માવદ =ખેંચી લાવનાર, દૂર હોય તેને નજીક કરનાર આ બોધ છે. તેને જ શાસ્ત્રોમાં વેદ્યસંવેદ્યપદ (સમ્યકત્વ) કહ્યું છે. અને અસત્ શાસ્ત્રોની શ્રદ્ધા (અથવા તેના જ કારણે સમ્યમ્ શાસ્ત્રોની અશ્રદ્ધા તે) અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ બોધ જ અવેદ્યસંવેદ્ય પદનો ત્યાગ કરાવવા દ્વારા વેદ્યસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બને છે. એમ જાણવું. જેમાં વેદ્ય એટલે વેદવા યોગ્ય-જાણવા યોગ્ય સાચી દૃષ્ટિનું સંવૈદ્યસંવેદન છે= અનુભવ છે જેમાં તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. અર્થાત્ સાચી દૃષ્ટિનો અનુભવ તે વેદ્યસંવેદ્યપદ અને તેનાથી જે વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ વેદ્યસંવેદ્યપદની (સમ્યકત્વની) પ્રાપ્તિ જો કે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં છે એટલે તે સ્થિરાદિ પાછળની ચારે દૃષ્ટિઓમાં જ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય છે છતાં પણ બોધનું આ પ્રમાણે સામાન્યલક્ષણ હોવાથી મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓના કાલે થનારો પણ આ બોધ વેદ્યસંવેદ્યપદ રૂપ છે એમ કહેવામાં કંઈ દોષ નથી. સારાંશ કે વેદ્યસંવેદ્યપદ વાસ્તવિકપણે સ્થિરાદિદષ્ટિકાવે છે, અને યોગાત્મક બોધ તો મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિથી પણ શરૂ થાય છે કે જ્યાં હજુ મિથ્યાત્વાવસ્થા છે. તો પણ તે મિથ્યાત્વાવસ્થા દિન-પ્રતિદિન મંદ થતી જતી હોવાથી, મિથ્યાત્વની મંદતાના કારણે વેદ્યસંવેદ્યપદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યકત્વનું અવષ્ણકારણ બનવાની હોવાથી તે કાલે વર્તતા બોધને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સામાન્યથી એટલે કે મિત્રાદિ દૃષ્ટિઓના કાલે વર્તતા તથા સ્થિરાદિ દૃષ્ટિના કાલે વર્તતા એમ સામાન્યપણે આઠે પ્રકારની દૃષ્ટિના કાળે વર્તતા એવા બોધનું આવું લક્ષણ કર્યું છે. અથવા “સત્મવૃત્તિપદ” એટલે જે શૈલેશીપદવાળું ચૌદમા ગુણસ્થાનકવર્તી સર્વથા અનાશ્રુવાવસ્થારૂપ પદ છે. તે અહીં પરમાર્થથી લેવું. કારણ કે પરિપૂર્ણપણે આત્માનુભવદશા ત્યાં છે. કોઈપણ જાતના કર્મનો આશ્રવ ન હોવાથી શુદ્ધાત્મતત્ત્વની પરમાર્થથી રમણતારૂપ તે પદ છે. અને યોગની પ્રથમ દૃષ્ટિથી આવનારો આ બોધ પરંપરાએ આ પદની પ્રાપ્તિનું અવધ્ય કારણ હોવાથી “માવઃ" તે પદ પ્રાપ્ત કરાવનાર છે આવો અર્થ કરવામાં પણ કંઈ દોષ નથી. ll૧૭ एषा च परिस्थूरभेदादष्टधा, अन्यथा बहुभेदेत्यभिधातुमाह આ દૃષ્ટિ સ્થૂલભેદથી આઠ ભેદવાળી છે. અન્યથા એટલે કે સૂક્ષ્મ-સૂક્ષ્મભેદથી બહુ જ ભેદવાળી છે તે સમજાવતાં કહે છે કે इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु, भूयांसः सूक्ष्मभेदतः ॥१८॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮ ગાથાર્થ = આ દષ્ટિ તેના આવરણીયકર્મના ક્ષયવિશેષથી સામાન્યપણે આઠ પ્રકારની શાસ્ત્રોમાં કહેલ છે. પરંતુ સૂક્ષ્મભેદોની અપેક્ષાએ તો વળી ઘણા ભેદોવાળી છે. I૧૮ ટીકા-“ a મનન્તાવિતન્નક્ષUIT દષ્ટિ | ‘નવરાપાયમેવ'માવરपगमभेदेन परिस्थूरनीत्या “अष्टविधा स्मृता" पूर्वाचार्यैः । “सामान्येन" सूक्ष्मेक्षिવામના-કૂચ, “વિષાસ્તુ'' એવા પુનઃ સન્દ મૂથોડતિવહવઃ “સૂક્ષ્યમેવત:अनन्त-भेदत्वाद् दर्शनादीनां मिथः षट्स्थानपतितत्वाभिधानादिति ॥१८॥ વિવેચન :-આ દૃષ્ટિ (બોધ) સત્તરમી મૂલગાથામાં દષ્ટિ-એમ એકવચન કહીને જાણે એક હોય એમ કહી છે. તો પણ અનન્તર તે ૧૭મી ગાથામાં એકપણે કહેલી દૃષ્ટિ પણ તેનું આવરણ કરનારાં કર્મોના (મુખ્યત્વે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મોના) ક્ષયોપશમ, અને ક્ષય થવા રૂપ તથા મોહનીયકર્મનો ઉપશમ અપાય (અપગમ-વિનાશદૂર કરવા)ના ભેદોના કારણે સ્થૂલનીતિથી તે આઠ પ્રકારની પૂર્વાચાર્ય પુરુષોએ કહી છે. જે આ આઠ ભેદો કહ્યા છે તે સૂક્ષ્મપણે ભેદો કહેવાની અપેક્ષાનો અનાદર (અવિવક્ષા) કરીને કહ્યા છે અર્થાત્ સૂક્ષ્મભેદોની અવિવક્ષા કરીને આ આઠ ભેદો કહ્યા છે. જેમ આંખની દર્શનશક્તિ એક છે. તેમ આત્માની પણ વસ્તુની વાસ્તવિક પરિસ્થિતિ જોવાની શક્તિ એક છે. ધારો કે નેત્રની આડો આઠ પડવાળો પાટો હોય તેમ આત્માની આડું આવું ગાઢ (આઠ પડવાળા પાટા જેવું મજબૂત) જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ ઉદયમાં છે. જેનાથી આત્માની દર્શનશક્તિ નેત્રની જેમ ઢંકાયેલી છે. પરંતુ ચરમાવર્તમાં આવવા રૂપ કાલપરિપાક થવાથી, અને સમ્યગૂ શાસ્ત્ર, તથા સદ્ગુરુના વચન શ્રવણાદિનાં નિમિત્તો મળવાથી તે કર્મો ગાઢમાંથી મંદ-મંદ થાય છે. એટલે નેત્રની આડા આઠ પડવાળા પડદામાંથી ધીરે ધીરે એકેક પડ દૂર કરતાં યથાર્થ પરિપૂર્ણ નેત્રદષ્ટિ ખુલ્લી થાય છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મોનો જે ઉદય છે. તે ક્ષયોપશમાદિ દ્વારા મંદ થતાં, અને અંતે ક્ષય થવા દ્વારા સંપૂર્ણ ઉદય વિરામ પામતાં આત્માની પણ દૃષ્ટિ પરિપૂર્ણપણે ખીલી ઉઠે છે. સંપૂર્ણ વિકસિત બને છે દૃષ્ટિના આ આઠભેદો સૂક્ષ્મભેદોની વિવક્ષા વિના કરેલા છે. જો સૂક્ષ્મભેદોની વિવક્ષા કરીએ તો વિશેષભેદો અનંત છે. અપાર છે. અતિશય બહુ ભેદો છે. કારણ કે પ્રત્યેક જીવને આશ્રયી જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો ક્ષયોપશમ તરતમભાવવાળો અનંત જાતનો હોય છે. તેથી દર્શનોના (દષ્ટિના) અનંતભેદો પડે છે. તે અનંતભેદોને પૂર્વાચાર્યોએ પરસ્પર પટ્રસ્થાનપતિત Page #134 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯ યોગદષ્ટિ સમુચ્ચય ૯૯ (છઠ્ઠાણવડીયા) રૂપે વર્ણવેલા છે. ઓછામાં ઓછી યોગદષ્ટિથી (મંદ એવી મિત્રાદષ્ટિથી) આરંભીને વધુમાં વધુ યોગદષ્ટિ (પરાદષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દૃષ્ટિઓ (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક, (૩) સંખ્યાતભાગ અધિક, (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક અને (૬) અનંતગુણ અધિક એમ છ સ્થાનોથી યુક્ત છે. અને તે સ્થાનોમાં પણ એકેકના બહુ ભેદ છે. એમ પૂર્વાચાર્યોએ આ દૃષ્ટિઓના (કર્મના ક્ષયોપશમાદિના) સૂક્ષ્મ રીતે અતિબહુ ભેદો કહ્યા છે. તે સર્વે ભેદોનો પરિસ્થૂલ નીતિથી એટલે કે સામાન્યપણે આઠમાં સમાવેશ કર્યો છે. ||૧૮ इह च दृष्टिसमुच्चयेઅહીં યોગની દૃષ્ટિઓના સમુચ્ચયના વર્ણનમાં प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा । सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ॥१९॥ ગાથાર્થ = પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતથી (પડવાના સ્વભાવથી) યુક્ત છે. તેવી પાછળની ચાર દૃષ્ટિઓ (પ્રતિપાતયુક્ત) નથી. તથા પ્રતિપાતના કારણે જ તે આ પ્રથમની ચાર દૃષ્ટિઓ અપાયવાળી છે. તેવી ઇતર ચાર દૃષ્ટિઓ (અપાયવાળી) નથી. II૧૯ ટીકા - “તિપતિયુત્તા'' અંશતઃ | “મશ્રિતત્રો રો મિત્રવિરૂપા, "एताः अपि च" प्रतिपातयुता अपि तथाकर्मवैचित्र्यात् । न तु प्रतिपातयुता एव। ताभ्यस्तदुत्तरभावादिति । "नोत्तरास्तथा" न स्थिराद्यास्तेन प्रकारेण प्रतिપાતયુતા: | યત વં “સાપયા પિ''તુતિદેતુવેર | ““uતાતા'' થતા ઇવ થમિલ્યાદ-“પ્રતિપાતન''- શેન “નેતર'' ન સ્થિરાદા સાપાયા પ્રતિ | વિવેચન :- મિત્રા-તારા-બલા અને દીપ્રા આ પ્રથમની ચારદૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત એટલે આવેલી ચાલી પણ જાય એવા પ્રકારના ભ્રંશથી ઉપેત (યુક્ત) હોય છે. આવેલી આ ચારદૃષ્ટિઓ ચાલી જ જાય એવો નિયમ નથી. પરંતુ ચાલી પણ જાય એવા વિકલ્પવાળી છે. એમ આપ શબ્દમાંથી અર્થ સમજવો, પૂર્વબદ્ધકર્મોના ઉદયની વિચિત્રતાના કારણે કદાચ પડી પણ જાય, ચાલી પણ જાય, એવું બનવાનો સંભવ છે. મિત્રાદિ દૃષ્ટિમાં આવેલાં ધર્મબીજ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયની તીવ્રતાના કારણે પડી પણ જાય છે પરંતુ પ્રતિપાત યુક્ત જ હોય એટલે કે પડી જ જાય એવો નિયમ નથી. કારણ કે તે પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત કર્યા પછી શીધ્ર જ-(કાલવિલંબ અને પ્રતિપાત કર્યા વિના પણ) તેના પછીની શેષ ચાર દૃષ્ટિઓને આ આત્મા પામી પણ શકે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯ સ્થિરા-કાન્તા-પ્રભા-અને પરા એમ પાછળની ચાર દૃષ્ટિઓ તેવી નથી, અર્થાત્ પૂર્વની દૃષ્ટિઓની જેમ પ્રતિપાત યુક્ત નથી, આવેલી જવાવાળી નથી. જો કે સમ્યક્ત્વ દેશવિરતિ આદિ ગુણસ્થાનકથી ઉપશાન્તમોહગુણસ્થાનક સુધી ચડેલા આત્માઓ ‘ત્યાંથી’ પડીને પહેલા ગુણઠાણે પણ આવી જાય છે. એટલે સ્થિરા-કાન્તાદિ દૃષ્ટિઓ પણ પ્રતિપાતવાળી ભાસે છે. પરંતુ પહેલા ગુણઠાણે જવા છતાં તેનો વાસ્તવિક પ્રતિપાત ગણાતો નથી, કારણકે અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ તે જીવ કરતો નથી, તથા વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તમાં અવશ્ય પુનઃ ઉપર આવી જ જાય છે. માટે તે પ્રતિપાત પ્રતિપાત કહેવાતો નથી. પ્રથમની ચાર દૃષ્ટિઓમાં આવેલો જીવ હજુ મિથ્યાત્વી જ હોવાથી પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ એવો થઇ જાય છે કે તે જીવ પુનઃ ચારે પાછો મંદમિથ્યાત્વી થાય ? તેનો કંઇ જ નિયમ નથી, અનંતાનંત સંસારમાં રઝળે એવું પણ બને, તેથી સંસારની પરિમિતતાનું કંઇ જ પ્રમાણ નક્કી ન હોવાથી આ દૃષ્ટિઓ પ્રતિપાતવાળી છે. જ્યારે સ્થિરાદિ દૃષ્ટિઓ તેવા પ્રતિપાતવાળી (અપરિમિત સંસારવાળી) નથી. ૧૦૦ ‘“યત વં’-જે કારણથી મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ ઉપર સમજાવ્યું તે પ્રમાણે પ્રતિપાતવાળી હોવાથી ‘‘સાપાયા અપિ’'=ભયોથી ભરેલી પણ છે ક્યારે પુનઃ ગાઢ મિથ્યાત્વી થઇ જાય તે કંઇ નક્કી ન કહી શકાય. આ કારણથી ‘“તાસ્તા’’-‘‘તા વ્’' આ તે પ્રથમની ચાર જ દૃષ્ટિઓ એવી છે કે જે આવવા છતાં પણ ‘‘પ્રતિપાતેન=ભ્રંશેન'' તેનો પ્રતિપાત (ભ્રંશ) થવાથી આ જીવ પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ થાય છે. ભારે કર્યો પણ બાંધે છે અને નરક, નિગોદ આદિ દુર્ગતિમાં પણ જાય છે. આ પ્રમાણે પ્રથમની ચાર દૃષ્ટિઓ આવવા છતાં પણ પ્રતિપાત દ્વારા તીવ્ર મિથ્યાત્વવડે દુર્ગતિની પ્રાપ્તિની હેતુતા જીવમાં હોવાથી આ દૃષ્ટિઓ ભયયુક્ત (સાપાય) પણ છે. નૈતરા ન સ્થિરાધા: સાપાયા કૃતિ-તેવા ભયવાળી સ્થિરાદિ ઇતર દૃષ્ટિઓ નથી. કારણ કે તે દૃષ્ટિઓ આવ્યા પછી તેવો (તીવ્ર મિથ્યાત્વ આવે એવો) પ્રતિપાત થતો જ નથી. અને તેથી દુર્ગતિપ્રાપ્તિની હેતુતા પણ જીવમાં નથી. માટે આ દૃષ્ટિઓ આવા ભયોથી મુક્ત છે. અહીં એક ખુલાસો કરવો આવશ્યક લાગે છે કે ટીકામાં તુતિòતુત્વન એવું જે પદ છે તે દૃષ્ટિઓમાં કારણ તરીકે ન જોડવું. એટલે કે તે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ દુર્ગતિનો હેતુ હોવાથી તે સાપાય પણ છે. આવો અર્થ ન કરવો. કારણ કે આ મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ યોગની દૃષ્ટિઓ છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમભાવવાળી અને મોહનીયકર્મની પણ મંદતાવાળી છે. તેવી યોગની દૃષ્ટિઓ દુર્ગતિનો હેતુ કેમ બને? અર્થાત્ ન બને, પરંતુ આ ચારયોગની દૃષ્ટિઓ જીવમાં આવવા છતાં પણ મોહનીયકર્મના વિપાકોદયના સામર્થ્યથી થનારા પ્રતિપાતકાલે જીવમાં આવનારી દુર્ગતિ-હેતુતા હજુ સર્વથા Page #136 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૦૧ નષ્ટ થઈ નથી. તેથી આ ચાર જ દૃષ્ટિઓ આવા ભયવાળી છે. એમ અર્થ કરવો. તેવો પ્રતિપાત થવાનો અને તેથી પ્રતિપાતકાલે દુર્ગતિ-હેતુતા જીવમાં આવે એવો ભય ઇતર=સ્થિરાદિ ચારમાં નથી. કારણ કે તે દૃષ્ટિઓ આવ્યા પછી તેવો તીવ્ર મહોદય સંભવતો નથી એમ અર્થ કરવો. વિશેષ સૂક્ષ્મ અર્થ ગીતાર્થમહાત્મા પાસેથી જાણવો. आह-कथं श्रेणिकादीनामेतदप्रतिपातादपायः ? उच्यते एतदभावोपात्तकर्मसामर्थ्येन । अत एवोक्तं प्रतिपातेन नेतरा इति । अप्रतिपातेन तु सम्भवमात्रमधिकृत्य "सापाया अपि" । तथापि प्रायोवृत्ति-विषयत्वात् सूत्रस्यैवमुपन्यासः। अथवा सदृष्टयघाते सत्यप्यपायोऽप्यनपाय एव वज्र-तन्दुलवत्पाकेन तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेरित्येवमुपन्यासः । योगाचार्या एवात्र प्रमाणमिति । अतः પ્રતિપાન નેતર:' રૂતિ સ્થિતમ્ ૨૧ પ્રશ્નઃ = સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓ અપ્રતિપાતવાળી હોવાથી દુર્ગતિeતુતા. રૂપ અપાયવાળી જો નથી. તો શ્રેણિક મહારાજાદિ ક્ષાયિકસમ્યકત્વ પામેલા હોવાથી તેઓને આ સ્થિરાદિ ચારમાંની દૃષ્ટિઓ છે. તેથી આ દૃષ્ટિનો પ્રતિપાત થતો નથી, છતાં નરકગતિમાં ગમન કરવા રૂપ અપાય કેમ આવ્યો ? ઉત્તર : = શ્રેણિક મહારાજા જ્યારે (જે કાલે) આ સ્થિરાદિ દષ્ટિ પામ્યા ન હતા, તે કાલે અર્થાત્ સ્થિરાદિદષ્ટિઓના અભાવકાલે બાંધેલા કર્મોના સામર્થ્યથી તેઓનું નરકગતિમાં ગમન થયેલ છે. આ દૃષ્ટિ વિદ્યમાન હોતે છતે જીવ નરકગતિeતુક કર્મ બાંધતો નથી. આ કારણથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વવાળા જીવનો સમ્યકત્વ ત્યજીને પ્રથમ ગુણઠાણે જવાના કારણે પ્રતિપાત પણ છે. અને ત્યાં ગયા પછી નરકાદિ આયુષ્ય બાંધવાના કારણે સાપાય પણ છે. તેવું સાયિક સમ્યકત્વ પામેલા જીવમાં થતું નથી, એટલે પુનઃ નરકાયુષ્ય વગેરે બાંધતો નથી. પરંતુ પૂર્વબદ્ધકર્મના સામર્થ્યથી તે ક્ષાયિકસમ્યકત્વી જીવ નરકમાં પણ જાય છે. તેથી સાપાય પણ છે. પરંતુ આવી સાપાયવસ્થા કવચિત્ સંભવમાત્રથી આવે છે. સારાંશ કે ઇતર એવી સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ પ્રતિપાત પામવા વડે સાપાય નથી પરંતુ અપ્રતિપાતવાળી રહી છતી પૂર્વબદ્ધકર્મવાળા જીવોને સંભવ માત્રને આશ્રયી કવચિત્ સાપાય પણ હોય છે. એટલે “સાપાય નથી” એવું અમે જે પૂર્વે કહ્યું છે તે પ્રાયોવૃત્તિને આશ્રયી કહ્યું છે. આવી ઉંચી દૃષ્ટિ આવ્યા પછી ઘણું કરીને આ જીવ પ્રતિપાત પામતો નથી, અને તેથી અપાય આવતો નથી, એમ સૂત્રનો ઉપન્યાસ જાણવો. પૂર્વબદ્ધકર્મના સામર્થ્યથી કોઈ ક્ષાયિકસમ્યકત્વી જીવ નરકમાં જાય પણ ખરો. પરંતુ તેનો તે નરકનો ભવ દીર્ધસંસારહેત બનતો નથી. માટે તત્ત્વથી “સાપાય નથી” એમ જ કહેવાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦ અથવા બીજો અર્થ એવો પણ છે કે આવા જીવોમાં આવેલી સદ્દષ્ટિ નરકમાં જવા છતાં હણાતી નથી, પૂર્વબદ્ધ આયુષ્યકર્મના ઉદયની પરવશતાથી નરકગતિમાં જવું પડે છે, પરંતુ તેનામાં આવેલી સદ્દષ્ટિતા કદાપિ નાશ પામતી નથી. તે કારણથી આવેલો અપાય પણ અનપાય જ કહેવાય છે. જેમ વજ્રના તંદુલનો ગમે તેટલો પાક કરો તો પણ તે પાકે નહી, માત્ર તેને આગનો તાપ સહવો પડે, તેવી રીતે સદ્દષ્ટિ પામેલા આ મહાત્માઓને કાયિક દુઃખ સહન કરવા છતાં આશય (ચિત્ત)માં અલ્પ પણ વિકાર આવતો નથી, કાયાથી દુ:ખનો અનુભવ કરવા છતાં પણ જલમાં રહેલા કમલની જેમ મનથી અત્યન્ત નિર્લેપ, અપ્રતિપાતી અને નિરપાય જ આ મહાત્મા હોય છે. આવા સમતાવંત આત્મા મારાં પોતાનાં જ બાંધેલ કર્મો મારે જ ભોગવવાનાં છે એમ સમજી સદા આત્મભાવમાં મગ્નપણે વર્તે છે તેથી આત્મભાવનું પતન ન હોવાથી અપાયથી પર બની ‘ઉદાસીન'' ભાવમાં વર્તે છે તેથી તેનો અપાય પણ અનપાય જ છે. એ પ્રમાણે સૂત્રનો ઉપન્યાસ (ભાવાર્થ-સાર) છે. આ બાબતમાં યોગાચાર્યો જ પ્રમાણભૂત છે. તેઓ ઉપર મુજબ જે કહે છે તે જ યોગ્ય છે. આ રીતે ઇતર એવી સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રતિપાત યુક્ત નથી અને તે કારણથી જ સાપાય પણ નથી એ વાત સ્થિર થઇ. ॥૧૯॥ રૂપિ=અહીં (બીજું) પણ જાણવા જેવું જે છે તે કહે છે ૧૦૨ प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ॥२०॥ = ગાથાર્થ દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્રનો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતાં રાત્રિ આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. રા ટીકા-‘“પ્રયાળમŞામાવેન'' કૃતિ વાન્ય જ્ઞાતિામનેડનવાતપ્રયાળ મનેનાપિ, ‘નિશિ’રાત્રૌ। “સ્વાપમમ: પુન: ’-સ્વાપતુત્યસ્તુ । જિમિત્યાદ‘‘વિદ્યાત: ’' प्रतिबन्धः । दिव्यभवतः - देवजन्मनः सकाशात् ‘‘ઘરળય’’-ચારિત્રસ્ય । ‘“કપનાવત’– તથાવિધી-ચિમાવો શેન। તમાવે તુ પુનસ્તમૈવ પ્રવૃત્તિ: । स्वापविगमेऽनवरतप्रयाणे च प्रवृत्त- कान्यकुब्जगन्तृगमनप्रवृत्तिवत् ॥२०॥ પ્રશ્ન:- મિત્રાદિ ચાર દૃષ્ટિ પ્રતિપાતવાળી પણ સંભવી શકે છે. અને તેથી નરકપાતાદિ દુર્ગતિહેતુતા હોવાથી સાપાય પણ છે. તેવી સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ નથી. એમ જે કહ્યું, અને શ્રેણિકમહારાજાના ઉદાહરણમાં સદ્દષ્ટિનો અવિધાત હોવાથી કાયિકદુ:ખ હોવા છતાં Page #138 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૦૩ આશયવિશેષમાં વિકાર ન હોવાથી સાપાય નથી, પરંતુ નિરપાય જ છે, એમ સિદ્ધ કર્યું. ત્યાં એક પ્રશ્ન થાય છે કે જે જીવોને મુક્તિપદની પ્રાપ્તિ હજુ દૂર છે અને સ્થિરાદિ દૃષ્ટિ આવી છે. તે જીવો મુક્તિ પામતાં સુધીમાં દેવના અને મનુષ્યના અનેક ભવો તો કરે જ છે. તે વખતે સંસારસુખની પ્રાપ્તિ પણ થાય જ છે. તો તે કાલે સ્થિરાદિ દૃષ્ટિવાળો મનુષ્યભવનો જીવ દેવલોકમાં જાય ત્યારે ચારિત્રભાવમાંથી અવિરત બને જ છે. તથા દુઃખ ઉપરના દ્વેષને જેમ અપાય કહેવાય, તેમ દેવભવમાં આવેલા સુખનો રાગ એ પણ અપાય જ છે. તો ચારિત્રનો વ્યાઘાત થવાથી તથા સુખના રાગાત્મક અપાય આવવાથી સ્થિરાદિ સદ્દષ્ટિઓની પણ પ્રતિપાતિતા અને સાહાયતા સંભવી શકે છે. આમ હોવા છતાં તમે તે દૃષ્ટિઓને અપ્રતિપાત અને નિરપાય જ કેમ સમજાવો છો ? ઉત્તર = સ્થિરાદિ દૃષ્ટિઓ આવ્યા પછી દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ અભગ્ન અને અખંડિતપણે અવિરત ચાલુ જ રહે છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો શેષ રહ્યો હોય તો તે ભોગવી સમાપ્ત કરવા માટે જ પ્રાપ્ત થતા આ દેવ અને મનુષ્યના ભવો કેવા છે? ખરેખર તે ભવો અન્ય ગ્રામાન્તરગમનમાં રાત્રિસમયે વિશ્રામરૂપે નિદ્રા લેવા તુલ્ય છે. આ વાત એક દૃષ્ટાન્તથી સમજીએ. કોઈ એક પુરુષ પોતાના ગામથી કાન્યકુબ્ધ નામના દેશ તરફ જવા માટે ઘરથી નીકળ્યો છે. પોતાનું ગામ અને કાન્યકુબ્ધ દેશ વચ્ચે ઘણું અંતર હોવાથી વચ્ચે ચાર-પાંચ (અથવા જેવું અંતર હોય તેને અનુસાર હીનાધિક) વિશ્રામ કરે છે. રાત્રે સ્થિર વસવાટ પણ કરે છે. શયનક્રિયા પણ કરી, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી, અને ચાલવાની પ્રસન્નતા વધવાથી વેગપૂર્વક નવું પ્રયાણ પણ કાન્યકુબ્ધ તરફ ચાલુ કરે છે. એમ સમય જતાં તે પુરુષ અવશ્ય કાન્યકુબ્ધ નગરે પહોંચે જ છે અહીં વચ્ચે વચ્ચે લીધેલા વિશ્રામો એ પ્રયાણના ભંજક ગણાતા નથી, પ્રયાણમાં પરિશ્રમ દૂર કરનાર અને ગતિના વેગને વધારનાર છે. તેથી વિશ્રામો એ પ્રયાણના ભંગરૂપ કહેવાતા નથી. તેવી રીતે અપ્રતિપાતી અને નિરપાય એવી સ્થિરાદિ દૃષ્ટિઓવાળા આત્માર્થપદ પ્રાપ્ત એવા આ મહાયોગી પુરુષો સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રગુણ જ્યારથી પામ્યા ત્યારથી જ તેમનું મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ છે. દિન-પ્રતિદિન આ માર્ગ કપાય જ છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો ઔદયિકભાવ જે શેષ હોય તેને ભોગવીને સમાપ્ત કરવા પૂરતો જ આ જીવ વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના ભવો કરે છે. તે ભવદ્વારા તેટલો તેટલો ઔદયિકભાવ ભોગવીને ખલાસ થતાં પુનઃ ચારિત્રમાર્ગ તુરત જ સ્વીકારવા દ્વારા મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ રહે છે. એટલે મુક્તિનગર તરફનું પ્રયાણ ભાંગતું નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧Oજ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦ તથા કાન્યકુબ્ધ તરફ ગમન કરતા પુરુષની અવસરે અવસરે વિશ્રામારૂપે લેવાતી નિદ્રા પણ સુખે જાગૃત થવાય તેવી અલ્પ, અને વહેલા ઉઠીને થાક ઉતારવા દ્વારા પ્રમાણમાં હેતુ બને તેવી હોય છે. પરંતુ નિશ્ચિત અને ગાઢ નિદ્રા હોતી નથી. તેવી રીતે આ મહાયોગીને પણ અવસરે અવસરે મળેલા દેવાદિ ભવો વધુ દૈવિક સુખવાળા હોવા છતાં પણ વધારે વધારે અલિપ્ત રાખે તેવા જ મળે છે અને તેવી રીતે જ તે ઔદયિકભાવ પૂર્ણ કરે છે કે જેથી થાક ઉતારવાની જેમ ભોગકાલ પૂર્ણ થયે મુક્તિ-પ્રયાણ વેગથી વૃદ્ધિ પામે. માટે દેવ-મનુષ્યના ભવોની પ્રાપ્તિ એ મુક્તિ-પ્રયાણની અભંજક છે. આ પ્રમાણે સ્થિરાદિ દષ્ટિ અપ્રતિપાતી અને નિરપાય જ છે. એ વાત યથાર્થ જ છે. કહ્યું છે કે દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિપ્રયાણ ન ભાંજે રે ! રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે વીરો (શ્રી યોગદૃષ્ટિ સઝાય, ઉપા. યશોવિજયજી) ટીકાનો અર્થ -કાન્યકુબ્ધ તરફ નિરંતર પ્રયાણો દ્વારા ગમન કરવા છતાં પણ જેમ (થાક દૂર કરવા માટે) રાત્રિમાં નિદ્રા લેવાય છે. તેની તુલ્ય દેવજન્મ સંબંધી તેવા પ્રકારના ઔદયિકભાવના વશથી ચારિત્રનો વિઘાત (પ્રતિબંધ) છે. એમ સમજવું. તમારે તુ નિદ્રા ગયે છતે વળી તે ગમનની જ પ્રવૃત્તિ જેમ થાય છે. તેમ તે ઔદયિકભાવનો અભાવ થયે છતે પુનઃ તે ચારિત્રમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. વિસામો લેવા છતાં પણ અંતે કાન્યકુબ્ધનગર તરફ પ્રયાણ ચાલુ જ રહે છે અને અંતે તે નગર આવે જ છે તેમ દેવભવો કરવા છતાં પણ પ્રયાણ ચાલુ હોવાથી અંતે પૂર્ણપણે વિકાસ પામેલ આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગરની પ્રાપ્તિ થાય જ છે. ll૨૦ll. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧ ૧૦૫ યોગદૃષ્ટિ સમુચ્ચય એકેક દ્રષ્ટિવાર દૃષ્ટિઓનું વિશેષવર્ણન (૧) મિત્રાદેષ્ટિ इदानीं प्रतिदृष्टि साकल्येनाङ्गयोजनामुपदर्शनयन्नाहહવે એકેક દૃષ્ટિવાર સંપૂર્ણપણે અંગયોજના સમજાવતાં કહે છે કે मित्रायां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा । अखेदो देवकार्यादावद्वेषश्चापरत्र तु ॥२१॥ ગાથાર્થ = મિત્રા દૃષ્ટિમાં મંદ દર્શન, ઇચ્છાદિક યમ, દેવકાર્યાદિમાં અખેદ, અને અન્યત્ર (દેવગુરુના કાર્યાદિમાં ન વર્તનારા ઉપર) અદ્વેષ હોય છે. ર૧ ટીકા - “મિત્રાયાંછી , “તને 'સ્વ વોઇ, 7UTઈન જ્હોનિ સદશા “'' હિંસાહિત્નક્ષ, “કુછબ્રિસ્તા' યથાવત્ત“હિંસા સત્યાર્ત-વત્રિપરિઝ યT:'' તે સ્ત્ર રૂછાઇરિદ્ધિમેT” इति वक्ष्यति । “अखेदो-देवकार्यादौ"-आदिशब्दाद् गुरुकार्यादिपरिग्रहः । तथा तथोपनत एतस्मिस्तथापरितोषान्न खेदोऽत्र अपि तु प्रवृत्तिरेव । शिरोगुरुत्वादिदोषभावेऽपि भवाभिनन्दिनो भोगकार्यवत् । વિવેચન :-મિત્રો નામની પ્રથમદષ્ટિનું વર્ણન હવે ગ્રંથકારશ્રી વિશેષ સમજાવે છે. (૧) મન્દબોધ = આ દૃષ્ટિમાં થયેલો બોધ (જ્ઞાન-પ્રકાશ) અતિશય મંદ હોય છે તૃણના અગ્નિકણના પ્રકાશની સાથે સમાન હોય છે. તૃણનો અગ્નિકણ અલ્પજીવી (અલ્પકાળ રહેનાર) હોય છે. અલ્પવિર્યવાન્ (અતિશય અલ્પ બળવાળો) હોય છે. અને દઢ સંસ્કાર કરાવવામાં અપટુર (અસમર્થ) હોય છે. ચમકીને શીધ્ર ચાલ્યો જાય છે. તેવી રીતે મિત્રાદષ્ટિકાલે થયેલો પદાર્થનો બોધ અલ્પકાળ જ રહેનાર છે. અલ્પ બળવાળો છે. તેથી જ જ્ઞાનના દઢસંસ્કારોનો અનુત્પાદક છે. પ્રગટ થતાંની સાથે જ નષ્ટ થવાના સ્વભાવવાળો છે. તેથી આ બોધ વિકલ છે. પાંગળો છે. આ બોધકાલે પરમાર્થતત્ત્વની ઓળખાણ ન હોવાથી દેવ અને ગુરુને કરાતાં વંદનાદિ કાર્યો દ્રવ્યથી થાય છે. ભાવથી શૂન્ય હોય છે. - ૧ નામની સાર્થકતા-મિત્રા દૃષ્ટિમાં વર્તતા જીવને મંદ-મંદ પણ જે જ્ઞાનપ્રકાશ થયો છે તે જ્ઞાનપ્રકાશ આ આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવામાં હિતેચ્છ મિત્રની જેવો હોવાથી આ જ્ઞાનપ્રકાશ (દષ્ટિ)ને મિત્રો કહેવાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦ (૨) યમનામનું યોગાંગ = આઠ અંગમાંથી યમ નામનું પ્રથમ અંગ અહીં હોય છે. યમ એટલે અહિંસાદિ પાંચ વ્રત. તથા તેના ઈચ્છાદિ ચાર પ્રતિભેદોને પણ યમ કહેવાય છે. (જુઓ આ જ ગ્રંથમાં ગાથા ૨૧૪થી ૨૧૮) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ યમ છે. તેની તરતમતા પ્રમાણે ઇચ્છા, પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર દરેક યમના પ્રતિભેદો છે. આ યમો એટલે વ્રતો અણુથી અને સર્વથા એમ બન્ને રીતે પણ હોઈ શકે છે. તેને અણુવ્રત અને મહાવ્રત કહેવાય છે. આ વ્રતો લેવાથી જીવોની હિંસા વગેરે પાપોથી અટકી જવાય છે. તેથી ચિત્તમાં યોગની યોગ્યતા વધારે વધારે પ્રગટે છે. સંકુલેશ દૂર થાય છે. તેના દ્વારા યોગદશા મેળવી શકાય છે. એટલે અહિંસાદિ વ્રતોથી ચિત્તની સંકલેશવૃત્તિનો અભાવ થવા દ્વારા યોગપ્રાપ્તિની નજીક પહોંચાય છે. આ પ્રમાણે અહિંસાદિ વ્રતો યોગ પ્રાપ્તિનું કારણ હોવાથી યોગના અંગ તરીકે કહેલ છે. (અહિંસાદિને સમજવા માટે હિંસાદિના અર્થો જાણવા તત્ત્વાર્થસૂત્ર જોવું.) પાપનો ભય લાગવાથી અહિંસાદિ વ્રતો લેવાની ભાવના થવી તે ઈચ્છા, વ્રતો સ્વીકારવાં તે પ્રવૃત્તિ, વ્રતો સ્વીકાર્યા પછી આવતા ઉપસર્ગ-પરિષહાદિમાં સ્થિર રહેવું તે ધૈર્ય, અને તેમાં પારંગત થઈ નિર્દોષપણે પાળવું તે સિદ્ધિ. આ પ્રમાણે જેમ અહિંસા પાળવાની ઇચ્છા, અહિંસામાં પ્રવૃત્તિ, અહિંસામાં સ્થિરતા અને અહિંસાની સિદ્ધિ એમ ચાર ભેદ થાય છે તેમ સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પણ ચાર ચાર ભેદો જાણવા, તે સર્વે યોગપ્રાપ્તિના પ્રથમ અંગ સ્વરૂપ છે. (૩) ખેદ દોષનો ત્યાગ= દેવનું કાર્ય, આદિ શબ્દથી ગુરુજીનું કાર્ય, અને તેમાં લખેલા આદિ શબ્દથી ધર્મનું કાર્ય આ ત્રણે પ્રકારનાં કાર્યો કરવામાં આ મિત્રા દૃષ્ટિવાળો જીવ ખેદ ન પામનાર, થાક ન લગાડનાર હોય છે. આ દૃષ્ટિમાં દેવ-ગુરુ અને ધર્મનો એવો રંગ લાગી જાય છે. કે તેઓનાં તથા તથા –તેવા તેવા પ્રકારનાં તિમિર્ ૩ નૉ-સેવાભક્તિ-વૈયાવચ્ચાદિ આ કાર્ય પ્રાપ્ત થયે છતે તથા પરિતોષાત્ – તે તે કાર્યો કરવાના આનંદથી એવો ખુશ ખુશ થઇ જાય છે કે ન રહેતોત્ર-તે જીવ અહીં અલ્પ પણ ખેદ પામતો નથી, થાતો નથી, મ િતુ-પરંતુ પ્રાપ્ત થયેલા આવા કાર્યો કરવાના અદમ્ય ઉત્સાહથી, અપૂર્વ વર્ષોલ્લાસથી અને હૈયાના અત્યંત ઉછરંગથી તેમાં રચ્યો પચ્યો રહે છે. થાકતો નથી. પ્રવૃત્તિવ-પ્રવૃત્તિ કર્યા જ કરે છે. જેમ ભવાભિનંદી જીવો શિરે-ત્યાદ્રિ-તોપમાપિમાથું ભારે થવું, માથું દુઃખવા આવવું ઇત્યાદિ કારણે શરીર અસ્વસ્થ હોય તો પણ ભોગકાર્યોની પ્રીતિવિશેષ હોવાથી ઘણા ઉત્સાહથી ભોગકાર્યમાં પ્રવર્તે છે તેમ આ જીવ પણ શરીર અસ્વસ્થ હોવા છતાં પણ દેવ-ગુરુ-અને ધર્મના કાર્યોમાં વિના ખેદે પ્રવર્તે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૦૭ જે જીવને જે ગમતું હોય છે. તે કાર્ય ન કરનારા ઉપર પ્રકૃતિભાવે જ તે જીવને વૈષ આવી જાય છે. પરંતુ આ જીવ દેવ-ગુરુનાં કાર્ય ન કરનારા જીવો ઉપર દ્વેષ અલ્પ પણ કરતો નથી. अद्वेषश्चामत्सरश्च अपरत्र त्वदेवकार्यादौ, तथा तत्त्ववेदितया मात्सर्यवीर्यबीजभावेऽपि तद्भावाङ्करानुदयात्तत्त्वानुष्ठानमधिकृत्य कर्मण्याशयः । अतोऽस्यापरत्र न चिन्ता, तद्भावेऽपि करुणांशबीजस्यैवेषत्स्फुरणमिति ॥२१॥ (૪) પોતાને દેવ-ગુરુ-ધર્મનું કાર્ય કરતાં થાક-પરિશ્રમ-ખેદ લાગતો નથી, તથા બીજા કોઈ આત્માઓ કે જેઓ હજુ આ ભૂમિકા સુધી આવ્યા નથી. તેવા જીવો દેવગુરુ-અને ધર્મના કાર્યાદિમાં ન વર્તતા હોય તો તેઓને દેખીને તેઓ પ્રત્યે દ્વેષ-મત્સર ઉપજતો નથી. અપરત્ર અષ હોય છે. એટલે કે ઉપેક્ષાવૃત્તિ હોય છે. તેમના પ્રત્યે ધૃણા-તિરસ્કાર કે અપમાનાત્મક બુદ્ધિ થતી નથી, જો કે માત્સર્યભાવ એ દ્રષાત્મકવીર્ય પ્રગટ થવાનું બીજ જે (કષાયોદય) છે. તે સત્તામાં હોવાથી ઉદયમાં આવી શકે તેમ છે તો પણ તત્ત્વવેદી હોવાના કારણે, (બીજો આત્મા દેવ-ગુરુ-ધર્મના કાર્યમાં ન પ્રવર્તે તેમાં આપણને કંઈ નુકશાન થતું નથી આપણે શા માટે ગુસ્સો કરવો જોઈએ તે જીવ પણ કર્મને પરવશ છે. દયાને પાત્ર છે. એવું વિચારીને) તમાવા= તે દ્વેષભાવના અંકુરાઓનો અનુદયાત્ ઉદય ન થવા દેવાથી, તેનો ઉપશમ કરવાથી મારુ હિત-કલ્યાણ શામાં છે ? એટલા તત્ત્વોનુષ્ઠાનમ્ તત્ત્વભૂત અનુષ્ઠાન માત્રને જ આશ્રયીને પોતાનું હિત કરે તેવા કાર્યમાં આશય (ચિત્ત) લગાવે છે. તે પોતાના કાર્યમાં જ મશગૂલ રહે છે. પરના અદેવ-ગુરુ કાર્યાદિ તરફ નજર નાખતો નથી કે જેથી દૈષના અંકુરાનો ઉદય થાય. ત: આ કારણથી આ જીવને પત્રઅન્યજીવોના અદેવ-ગુટકાર્યાદિની ચિંતા-વિચારણા હોતી નથી, અથવા તણાવેfપ- કદાચ પરજીવની ચિંતા થાય અને તે પરજીવો દેવગુરુના કાર્યમાં નથી પ્રવર્તતા અથવા કુત્સિત દેવ-ગુરુના કાર્યમાં પ્રવર્તે છે. તે જોઈને કદાચ તેમના સંબંધી વિચારો આવે તો પણ તેઓ પ્રત્યે પણ વીનચૈવેષતરમ્ કરુણાનાં જ અંશબીજ કંઇક અંશે ઉછળે છે. અરે ! બીચારા આ જીવો આવા ઉપકારી દેવ-ગુરુ-ધર્મ પ્રાપ્ત થવા છતાં તેવા ઉપકારીઓના કાર્યોની ઉપેક્ષા કરીને માત્ર ભોગકાર્યમાં જ પ્રવર્તે છે. તેઓનો ક્યારે ઉદ્ધાર થશે ? ઉપકારી એવા દેવ-ગુરુ અને ધર્મનું કાર્ય ન કરનારા અને કુત્સિત દેવાદિનું કાર્ય કરનારા એવા આ પર જીવોનું પણ કલ્યાણ થાઓ. એવી કરુણાનાં બીજની જ કંઇક ફુરણા થાય છે. આ પ્રમાણે પરજીવ ઉપર કરુણા કરે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨ ટીકાકારશ્રીએ “અષ”નો જે અર્થ કર્યો છે. તે આપણે ઉપર જોઈ ગયા, પરંતુ અદ્વેષનો એવો અર્થ પણ થાય છે કે આ જીવ અનાદિકાળથી ઓઘદૃષ્ટિવાળો અને ગાઢ મિથ્યાત્વના ઉદયવાળો હતો, તેથી દેવ-ગુરુની ભક્તિ આદિ કાર્યમાં તેને ઘણો જ વૈષ વર્તતો હતો. દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યનું નામ આવે તો આ જીવને ગુસ્સો આવતો હતો અને આ જીવ તે કાર્ય કરવાના અવસરમાંથી ભાગી જતો હતો, તેને બદલે યોગદષ્ટિ શરૂ થવાથી, અને મિથ્યાત્વ મંદ થવાથી હવેથી દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યમાં દ્વેષ થતો નથી. પરંતુ અષ થાય છે એમ અહીં વૈષના અભાવરૂપ ગુણ સમજવો. આ અર્થ પણ સંગત છે. ધર્મના કાર્યોમાં હવે આ જીવને અષ હોય છે. (તથા ધર્મનાં કાર્યો ન કરનારા ઉપર પણ આ જીવને અદ્દેષ હોય છે.) अस्यां दृष्टौ व्यवस्थितो योगी यत्साधयति तदभिधित्सयाऽऽहઆ દૃષ્ટિમાં રહેલો યોગી જે સાધે છે તે જણાવતાં કહે છે करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥२२॥ ગાથાર્થ = અહીં રહેલો (મિત્રાદષ્ટિમાં રહેલો) આત્મા મોક્ષનાં અવળે કારણ બને એવા પ્રકારનાં યોગનાં બીજો પ્રાપ્ત કરે છે એમ યોગાચાર્ય મહાત્મા પુરુષો કહે છે. ર ૨/ ટીકા-‘ત્તિ તત્ત્વોન, ‘ ‘ાનાનાવક્ષ્યમUIનક્ષUIનાં, રૂપનિ -પ્રીમ્ | ‘“દ સ્થિત' મિત્રા દBી મૈત્રી યોગીચર્થ | किंविशिष्टानां योगबीजाना-मित्याह-अवन्ध्यमोक्षहेतूनां इति । न हि योगबीजं न योगफलं नाम । योगश्च मोक्षफल इति । "इति योगविदो-विशिष्टा एव योगाचार्याः विदुरिति जानते ॥२२॥ વિવેચન :- આ મિત્રા દૃષ્ટિમાં આવેલો આત્મા હવે પછીની ૨૩મી ગાથામાં કહેવાતાં યોગનાં બીજને ગ્રહણ કરે છે. પ્રાપ્ત કરે છે. જે યોગનાં બીજ મોક્ષનું અવળે (નિષ્ફળતા વિનાનું) કારણ બને છે. જેમ બીજ ભૂમિમાં વાવ્યું છતું, તેને ખાતર, પાણી અને પવન વગેરેનો સંયોગ મળતાં મોટું વૃક્ષ બને છે. જેમાંથી કાળાન્તરે અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેમ અહીં (મિત્રા દૃષ્ટિમાં) આવેલો જીવ યોગનાં સુંદર બીજ પ્રાપ્ત કરે છે. ચિત્તરૂપી ભૂમિમાં આ બીજ વવાય છે. (ઠસાવાય છે) કે જેમાંથી સલ્ફાસ્ત્ર-સદ્ગુરુ અને તેઓની શ્રદ્ધારૂપી ખાતર, પાણી, પવન વગેરે મળતાં “મોક્ષમાર્ગની પ્રાપ્તિ” થવા રૂપ યોગાત્મક મહાવૃક્ષ ઉગી Page #144 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૩ યોગદષ્ટિ સમુચ્ચય ૧૦૯ નીકળે છે. તેમાંથી કાળાન્તરે અવશ્ય મોક્ષરૂપી ફળની પ્રપ્તિ થાય છે. વડના બીજમાંથી વડવૃક્ષ ઉગે, અને તેના ઉપર વડના ટેટા રૂપ ફળ આવે, ગોટલી રૂપ બીજ વાવવાથી આમ્રવૃક્ષ ઉગે, અને તેના ઉપર મધુર આમ્રફળ આવે. એવી જ રીતે હવે જણાવાતાં યોગનાં બીજ મનરૂપી ભૂમિમાં વાવવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવા રૂપ યોગાત્મક વૃક્ષ ઉગે છે કે જેમાંથી કાલાન્તરે અવશ્ય મોક્ષફળ પ્રાપ્ત થાય છે. આ રીતે આ બીજ મુક્તિનું અવધ્યકારણ બને છે. આ યોગબીજ યોગરૂપ ફળને નથી આપતું એમ નહીં, પરંતુ આપે જ છે. અર્થાત્ ચિત્તમાં યોગબીજ વાવવાથી ફળ આપે જ છે. યોગ બીજ વાવવાથી વિશેષ વિશેષ યોગની પ્રાપ્તિ થવા રૂપ વૃક્ષ ઉગે જ છે. એ જ યોગબીજનું ફળ છે અને યોગરૂપ જે વૃક્ષ ઉગ્યું છે તે અવશ્ય મોક્ષરૂપ ફળને આપનાર જ બને છે. સારાંશ કે યોગબીજથી યોગાત્મક વૃક્ષ થાય છે અને યોગાત્મક વૃક્ષથી મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. યોગના બીજના ઉપાદાન (ગ્રહણ)થી આ યોગીનો ઉપાદાન કારણભૂત આત્મા જ બદલાઇ જાય છે. પૃથ્વી-પાણી-અને વાયુના સંયોગથી વાવેલું બીજ અખંડિતમાંથી ખંડિત થઈ અંકુરાના ઉત્પાદન ભણી આગળ વધે છે એ જ ન્યાયે યોગબીજના ગ્રહણથી આત્મારૂપે જે ઉપાદાન કારણ છે તે બાધક ભાવોને ત્યજીને સાધકભાવ ધારણ કરે છે. આ આત્મા જે ભવાભિનન્દી હતો, તે હવે આત્માર્થના આનંદને માનનાર બને છે. પુદ્ગલસુખના આનંદને બદલે પરમાર્થતત્ત્વની પ્રાપ્તિમાં આનંદ માને છે. અત્યાર સુધી દૃષ્ટિ અંધ હતી, જન્માંધ હતો, હવે કંઈક અંશમાત્ર દૃષ્ટિ ખૂલે છે. જો કે હજુ આ દૃષ્ટિ કંઈ બહુ ખૂલી નથી. તો પણ કંઈક ખૂલી હોવાથી સર્વથા દૃષ્ટિહીન કરતાં આછુંપાતળું દેખવાથી અપાર આનંદ થાય છે તેમ આ અવસ્થામાં પરમાર્થતત્ત્વનો પ્રેમ પ્રાપ્ત કરતાં આનંદ ઉપજે છે. આ રીતે “યોગબીજ”ના રોપણથી જન્મ જ બદલાઈ જાય છે. વિષયસુખો તરફ ઉદાસીનતા આવતી જાય છે. સમ્યગુશાસ્ત્ર, સમ્યમ્ શ્રદ્ધા, અને સદ્ગુરુના જ સંયોગોની રઢ લાગે છે. તેનાથી વારંવાર જ્ઞાનપાન કરતાં આ જીવ કાળાન્તરે સંસારસાગર તરી જાય છે. એમ વિશિષ્ટ એવા (એટલે કે જ્ઞાની એવા) યોગાચાર્ય મહાપુરુષો જાણે છે. साम्प्रतं योगबीजान्युपन्यस्यन्नाहહવે યોગનાં બીજ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે. जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२३॥ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૩ ગાથાર્થ = (૧) જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળું ચિત્ત, (૨) તેઓને નમસ્કાર કરવો, (૩) અતિશય શુદ્ધ પ્રણામાદિ તેઓને કરવા આ ત્રણ અનુત્તમ (પરમશ્રેષ્ઠ) યોગબીજ છે. સંર૩|| ટીકા - “નિનેy''માવર્લૅન્જ “સુન્ન ચિત્ત-"તેષાદમાવેન પ્રત્યાતિ, अनेन मनोयोगवृत्तिमाह । “तन्नमस्कार एव च" जिननमस्कार एव च तथा मनोयोग-प्रेरित इति, अनेन तु वाग्योगवृत्तिम्। “प्रणामादि च"-पञ्चाङ्गादिलक्षणं । आदि शब्दाद्-मण्डलादिग्रहः । “संशुद्ध"-इत्यसंशुद्धव्यवच्छेदार्थमेतत् । तस्य सामान्येन यथाप्रवृत्ति-करणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेः । एतत्सर्वमेव सामस्त्यप्रत्येकभावाभ्यां "योग-बीजं"-मोक्षयोजकानुष्ठानकारणम् “अनुत्तमम्" इति सर्वप्रधानं विषयप्राधान्यादिति ॥२३॥ વિવેચન - યોગનાં બીજ ત્રણ છે. જે અહીં મિત્રાદેષ્ટિમાં પ્રાપ્ત થાય છે. (૧) જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્ત, (૨) સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષનમન તે નમસ્કાર, અને (૩) પાંચ અંગો નમાવવા પૂર્વક કરાતો પ્રણામ. આ ત્રણ અનુત્તમ (પ્રધાન-શ્રેષ્ઠ) યોગનાં બીજ છે. જેઓએ મૂલથી સર્વથા રાગ-દ્વેષ અને અજ્ઞાનનો નાશ કર્યો છે. સંપૂર્ણ વીતરાગાવસ્થા પ્રાપ્ત કરી છે. અને ત્રણે લોકના સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના સર્વપર્યાયોના ભાવો સાક્ષાત્ જાણ્યા છે. પૂર્ણપણે સર્વજ્ઞ થયા છે. એવા અરિહંત પરમાત્માને જિન કહેવાય છે. તે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે ચિત્તનું કુશલપણું થવું. ચિત્તમાં શુભભાવનું નીપજવું તે પ્રથમ યોગબીજ છે. અનાદિકાલીન મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિય આદિના અનેક ભવોમાં પરમાત્મા જેવું કોઈ નામ સાંભળ્યું જ ન હતું, અને પંચેન્દ્રિયના કોઈ કોઈ ભવોમાં કદાચ સાંભળ્યું હશે તો પણ સ્ત્રીરોગી અને શસ્ત્રધારી એવા કુત્સિત દેવોમાં આ જીવે પરમાત્મપણાની બુદ્ધિ કરેલી છે. વીતરાગપરમાત્મા પ્રત્યે તો વૈષ-અરુચિ-નાખુશીભાવ જ વસ્યું છે. કારણ કે વીતરાગ ભગવાન્ વીતરાગ હોવાથી શું લાભ આપવાના છે ? આવી બુદ્ધિના કારણે ત્યાં દ્વેષ જ હતો. તે દ્વેષ ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું, ભક્તિનો ભાવ પ્રાપ્ત થવો એ જ કુશલચિત્ત કહેવાય છે. કોઈ પણ એક પદાર્થ પ્રત્યે જ્યાં સુધી ઠેષ હોય છે. ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ-બહુમાન-પૂજ્યભાવ આવતો નથી. તેથી અહીં આ જિનેશ્વર પરમાત્મા પ્રત્યે દ્વેષાદિનો દ્વષ-અરુચિ-તિરસ્કાર-નાખુશીભાવનો) અભાવ થવાથી પ્રીતિભાવ-ભક્તિભાવ-પૂજ્યભાવવાળું જે ચિત્ત બને છે. તે પ્રથમ યોગબીજ છે. કે જે મનની શુદ્ધિને જણાવે છે. અને તેનું કુશલચિત્ત એવું નામ છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય હૃદયમાં પૂજ્યભાવ-ભક્તિભાવ આવ્યા પછી તેવા પ્રકારની ભક્તિભાવનાથી ભરપૂર મનના અદમ્ય ઉત્સાહના બળે નીકળતો સ્તુતિ-પ્રાર્થના અને ગુણગાન ક૨વા રૂપ અભૂતપૂર્વ વચનોચ્ચાર તથા તે બોલવા પૂર્વક કરાતું શીર્ષનમન તે નમસ્કાર નામનું બીજું યોગબીજ છે. જેના પ્રત્યે દ્વેષ ટળ્યો, હૃદયમાં પ્રીતિ-ભક્તિ-બહુમાન જન્મ્યું, તેમના ગુણગાન સહજભાવે આવી જ જાય છે. કોઇપણ જાતની પ્રેરણા કરવી પડતી નથી. ગુણગાન આવ્યા વિના રહે જ નહીં, અંદર આવેલો પૂજ્યભાવ જ ગુણસ્તુતિ કરાવે છે. શુભભાવના યુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે. ગાથા : ૨૩ બે હાથ, બે ઢીંચણ, અને મસ્તક, એમ પાંચે અંગો ભૂમિને સ્પર્શાવવા દ્વારા પાંચે અંગે પ્રણામ કરવો, વળી તે પ્રણામ પણ સંશુદ્ધ-સમ્યગ્ પ્રકારે કરવો, હૃદયમાં ઘણો જ બહુમાનનો ભાવ રાખવા પૂર્વક ગુણસ્તુતિ ગાતાં ગાતાં જે હૈયાના ઉછરંગથી પંચાંગ પ્રણામ કરવો તે ત્રીજું યોગબીજ છે. અહીં પ્રણામની આગળ “સંશુદ્ધ” એવું જે વિશેષણ કહ્યું છે તે અસંશુદ્ધના વ્યવચ્છેદ માટે છે. કારણકે આવા અસંશુદ્ધ પ્રણામ આ જીવે ઘણીવાર કર્યા છે. મોહઘેલા ભક્તિભાવશૂન્ય, સંસારસુખપોષક, એવા પ્રણામ આ જીવે બહુવાર કર્યા છે. લજ્જાથી, માનમોભાથી, પ્રતિષ્ઠાની બુદ્ધિથી, કોઇ સુખની લાલસાથી પ્રણામાદિ ઘણીવાર કર્યા છે. તે બધા પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવૃત્તિકરણ માત્ર સ્વરૂપ છે. સ્મશાનીયા વૈરાગ્ય તુલ્ય, ક્ષણજીવી અને આત્માની સાથે અસ્પર્શી છે. આવું યથાપ્રવૃત્તકરણ તો અભવ્યોને પણ ઘણીવાર થાય છે. ભવ્યજીવોને પણ અચરમાવર્તમાં ઘણીવાર આવે છે. તે કંઇ તેજસ્વી નથી, તેથી તેમાંથી યોગમાર્ગ પ્રગટ થતો નથી. આ કારણે આ અસંશુદ્ધપ્રણામાદિ જે છે તે યોગબીજ બનતું નથી. આ પંચાંગ પ્રણામ સંશુદ્ધ રીતે કરાય તે કાયશુદ્ધિરૂપ કાયયોગ જાણવો. ૧૧૧ કુશલચિત્ત એ પ્રથમ યોગબીજ મનની શુદ્ધિરૂપ છે. ગુણગાનાત્મક વચનોચ્ચાર રૂપ બીજું યોગબીજ એ વચનની શુદ્ધિ રૂપ છે. અને પંચાંગ પ્રણામાત્મક ત્રીજું યોગબીજ એ કાયાની શુદ્ધિરૂપ છે. જે ૫૨માત્માએ સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે. કર્મોનાં સર્વ આવરણો જેઓએ દૂર કર્યાં છે. અને જેઓ ગુણનિધાન બન્યા છે-તેવા વીતરાગ- પરમાત્માની મન-વચન અને કાયાથી પ્રીતિ-ભક્તિ-સ્તવના-ગુણગાન કરવા અને ભાવપૂર્વક પ્રણામ કરવા એ મોક્ષપ્રાસાદ ઉપર ચડવાનું પ્રથમ પગથીયું છે તથા યોગમાર્ગની પ્રાપ્તિરૂપ વૃક્ષારોપણનું બીજ છે. પ્રભુની ભક્તિ એ મુક્તિ-સ્ત્રીની પ્રાપ્તિ કરાવવામાં વચ્ચે કામ કરતી એવી દૂતી (સખી) સમાન છે. કોઇ કોઇ ભોળા લોકો, અહીં એમ કહે છે કે પ્રભુ તો વીતરાગ છે. ખુશ થવાના નથી, અહીં આવવાના નથી, તેમની ભક્તિથી આપણને શું લાભ ? તથા એકાન્તનિશ્ચયવાદીઓ આ ભક્તિને પરાવલંબી છે. પરભાવ દશા છે. કારણ કે પર Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૩ દ્રવ્યની ભક્તિ છે. તેથી હેય છે એમ જે કહે છે. તે તેઓનું અજ્ઞાન છે મિથ્યા છે કારણ કે જ્યાં સુધી સ્વભાવદશા પૂર્ણપણે પ્રગટે નહીં ત્યાં સુધી પર એવા પરમાત્માનું આલંબન જ ઉપકારી છે. બાળકને પોતાને જ્યાં સુધી બરાબર ચાલતાં આવડે નહીં ત્યાં સુધી ત્રણ પૈડાવાળી બાબાગાડીનું આલંબન જ ઉપકારી છે. જ્યારે સ્વયં ચાલતાં આવડી જાય છે ત્યારે બાબાગાડી આપોઆપ છૂટી જ જાય છે. બાબાગાડી ભલે જડ છે, તો પણ બાળકને સ્વયં ગતિમાનૢ કરાવવામાં કારણ છે. એમ આત્માને સ્વભાવદશા પ્રાપ્ત કરાવવામાં પરમાત્માની ભક્તિ અવશ્ય કારણ છે. પરમાત્મા ભલે વીતરાગ છે. ખુશ થવાના નથી. પરંતુ તેમના પ્રત્યેનો જે અનન્ય અહોભાવ-પૂજ્યભાવ ભક્તના હૃદયમાં વર્તે છે તે જ તેના કર્મોને તોડનાર છે. હૈયાનો પરમપવિત્ર ભાવ જ કર્મનાશક છે. અને તેમાં ભક્તિ એ નિમિત્ત છે. તેથી વીતરાગ પરમાત્મા વીતરાગ હોવા છતાં અને અહીં આવવાના ન હોવા છતાં તેમના પ્રત્યેનો આત્માનો પૂજ્ય ભાવ જ કર્મનો નાશક છે. માટે આવા મિથ્યા વિચારમાં ન ફસાવું. આ મનશુદ્ધિ-વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ એ ત્રણે સામસ્ત્ય-સમસ્તપણે આવી હોય તો એટલે કે ત્રણે શુદ્ધિ સાથે આવી હોય ત્યારે અથવા પ્રત્યેમાવામ્યાં=એકેક શુદ્ધિ આવી હોય ત્યારે તે ૫૨મ યોગબીજ બને છે. જો ત્રણેના સમુચ્ચયરૂપે શુદ્ધિ પ્રાપ્ત થઇ હોય તો તો યોગબીજ બને જ છે, પરંતુ મનશુદ્ધિ આદિ ત્રણમાંથી કદાચ એક શુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તે એકશુદ્ધિ પણ (અલ્પકાળમાં જ ત્રણે શુદ્ધિને લાવનાર હોવાથી પ્રત્યેક શુદ્ધિ પણ) યોગબીજ બને છે. જેમકે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે જો મનમાં કુશળતા (પૂજ્યભાવ) પ્રાપ્ત થયો, દ્વેષભાવ ગયો તો ગુણસ્તુતિ અને પ્રણામાદિ આવવાનાં જ છે. માટે સામસ્ત્યને પણ યોગબીજ કહેવાય છે અને પ્રત્યેકને પણ યોગબીજ કહેવાય છે. અહીં સામસ્ત્યભાવ અને પ્રત્યે માવ એમ ઊભય લેવાનું હોવાથી દ્વિવચન છે. તથા આ યોગબીજ “અનુત્તમ” છે. મોક્ષની સાથે આત્માને જોડી આપે એવા શ્રેષ્ઠ અનુષ્ઠાનોની પ્રાપ્તિનું આ યોગબીજ કારણ છે. તેથી સર્વથી પ્રધાન છે. અહીં ‘અનુત્તમ’ શબ્દના નતત્પુરુષ અને બહુવ્રીહિ એમ બે સમાસ થાય છે. નતત્પુરુષ સમાસ અહીં કરવો નહીં, જેમ કે ન ધર્મ: કૃતિ અધર્મ:, ધર્મ નહીં તે અધર્મ, એવી જ રીતે ગુત્તમમ્=અનુત્તમમ્=ઉત્તમ નહીં તે અનુત્તમ, આ નતત્પુરુષ સમાસ છે તે અહીં સમજવાનો નથી. પરંતુ બહુહિ સમાસ કરવાનો છે. નાસ્તિ ઉત્તમ યસ્માત્ ત ્= જેનાથી ઉત્તમ બીજું કોઇ નથી તે અનુત્તમ જેમકે અનુત્તર વિમાન-જેનાથી આગળ કોઇ વિમાન નથી તે અર્થાત્ અંતિમવિમાન, તેમ અહીં અનુત્તમ એટલે સર્વશ્રેષ્ઠ-સર્વથા પ્રધાન એવો અર્થ કરવો, કારણ કે ભક્તિભાવ-પૂજ્યભાવ-બહુમાનનો ભાવ હ્રદયમાં ઉઘડવો એ જ સર્વવિષયોમાં પ્રધાનવિષય Page #148 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૧૩ છે. એકવખત પૂજ્યભાવ પેદા થાય, અરોચકભાવ ટળે, તો બેડો પાર, મુક્તિ નજીકમાં આવી જ સમજો. માટે આ ભાવ સર્વપ્રધાન છે. જેમ જડ અચેતન એવું પણ દર્પણ મુખશુદ્ધિમાં પ્રતિબિંબ બતાવવા દ્વારા નિમિત્ત બને છે. તેમ પ્રભુની ભક્તિ શુદ્ધાત્મતત્ત્વની જાગૃતિ લાવવા દ્વારા આત્મકલ્યાણનું પરમ આલંબન બને જ છે. ૧૨૩. यदैतद् भवति तत्समयमभिधातुमाहઆ યોગબીજ જે કાલે આવે છે તે કાલ જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः । संशुद्धमेतन्नियमानान्यदापीति तद्विदः ॥२४॥ ગાથાર્થ = ચરમ પુગલપરાવર્તનના કાળમાં, તથા ભવ્યત્વનો પરિપાક થવાથી આ કુશલચિત્તાદિરૂપ સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. અન્યકાળે પણ (અચરમાવર્તમાં પણ) આ યોગબીજ આવે છે એમ નથી. એવું યોગાચાર્યો કહે છે. રજા ટીકા ‘‘વર પુનાવ7 - રૂત્તિ પાનાનામાવર્તાતથતિથી तत्तद्ग्रहणसन्त्या-गाभ्यामिति पुद्गलावर्ताः, एते ह्यनादौ संसारे तथाभव्यत्वाक्षिप्ताः कस्यचित्कियन्तोऽपि इति वचनप्रामाण्याच्चरमपदे चरमावर्ताभिधानात् । अत्रापि कारणमाह "तथाभव्य-त्वपाकत:"-इति तथाभव्यत्वपाकेन ततस्तस्मात्मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाक् माधुर्यसिद्धेः संशुद्धमेतजिनेषु कुशलादिचित्तम् “नियमात्" -नियमेन तथाभव्यत्वपाकभावेन कर्मणा तथा, अन्यदा संशुद्धवदसंशुद्धानुपपत्तेः। अत एवाह-"नान्यदापि-नान्यस्मिन्नपि काले प्राक् पश्चाच्च क्लिष्टाशयविशुद्धતરાશથયો ત્ “ત્તિ વિદઃ ” કૃત્યેવં યોગવિલોમવથતિ રજા વિવેચન :- સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્તાદિરૂપ આ યોગબીજ આત્માનું તથાભવ્યત્વ પાકવાથી અન્તિમ પુદ્ગલ પરાવર્તનના કાલમાં જ જીવને આવે છે. પૂર્વકાલમાં કદાપિ આવતું નથી. અહીં કેટલાક પ્રશ્નો થવા સંભવિત છે કે (૧) પુદ્ગલ પરાવર્તન એટલે શું ? (૨) ચરમ એટલે શું ? (૩) તથાભવ્યત્વ એટલે શું ? અને (૪) તેનો પરિપાક એટલે શું ? આ પ્રશ્નોના ઉત્તરો ક્રમશઃ વિચારીએ. (૧) આ સંસારમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ એમ આઠ જાતની ગ્રાહ્ય અને અગ્રાહ્ય અનંતી અનંતી પુદ્ગલપરમાણુઓના સ્કંધોની વર્ગણાઓ ભરેલી છે. આપણા જીવો પ્રત્યેક ભવમાં સંસારીજીવન જીવવા માટે ઉપરોક્ત વર્ગણાઓનાં પુદ્ગલો જરૂરિયાત મુજબ ગ્રહણ કરે છે અને જરૂરિયાત પૂરી ચો. ૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૪ થતાં ત્યાગ કરે છે. જેમ જન્મ ધારણ કરે ત્યારે શરીર બનાવવા ઔદિરક અથવા વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે. અને મૃત્યુકાલે તે જ સર્વ પુદ્ગલોનો આ જીવ ત્યાગ કરે છે. આહારક અને તૈજસ વર્ગણાનાં પુદ્ગલો આહારકશરીર રૂપે તથા તેજોલેશ્યા અને શીતલેશ્યા સ્વરૂપે ગ્રહણ કરીને મૂકે છે. વળી શ્વાસોશ્વાસ લે ત્યારે શ્વાસોચ્છશ્વાસ વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે અને શ્વાસોશ્વાસ છોડતી વખતે તે જ પુદ્ગલોનું મોચન કરે છે. ભાષા બોલતી વખતે ભાષાવર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી છોડે છે. એ જ પ્રમાણે ચિત્ત્વનકાલે મનોવર્ગણા, કર્મબંધકાલે કાર્યણવર્ગણાનું ગ્રહણ-મોચન કરે છે. આ રીતે કોઇપણ એક જીવ સમસ્ત ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશમાં રહેલી આઠે વર્ગણામય સંપૂર્ણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યને જુદા-જુદાપ્રયોજનથી કોઇ પુદ્ગલો ઔદારિકશરીરરૂપે, કોઇ પુદ્ગલો વૈક્રિયશરીરરૂપે, કોઇ પુદ્ગલો તૈજસશરીરરૂપે, કોઇ પુદ્ગલો ભાષારૂપે, કોઇ પુદ્ગલો શ્વાસોચ્છ્વાસરૂપે, કોઇ પુદ્ગલો ચિંતન-મનનરૂપે, અને કોઇ પુદ્ગલો કર્મ બાંધવા રૂપે ગ્રહણ કરીને મૂકે, એકપણ પુદ્ગલ ગ્રહણ-મોચનમાં બાકી ન રહે તેમ સર્વ પુદ્ગલોનું ગ્રહણમોચન કરતાં જેટલો કાળ જાય તેટલા કાળનું નામ બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્તન કહેવાય છે. જેમાં અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલ લાગે છે. આ જ સમસ્ત પુદ્ગલાસ્તિકાયનું ગ્રહણ અને મોચન આહારક વિના ઉપરોક્ત સાતમાંથી કોઇપણ એકરૂપે થાય અને તેમાં જેટલો કાળ લાગે તે સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત કહેવાય છે. સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તન કરતી વખતે જે વિવક્ષિત એકરૂપે પુદ્ગલગ્રહણ કરવાની વિવક્ષા કરી હોય, તેમાં તે એક સિવાય શેષરૂપે પુદ્ગલોનું ગ્રહણ થવા છતાં તેની ગણના કરાતી નથી. તે પુદ્ગલોને ફરીથી વિવક્ષિત એકરૂપે જ ગ્રહણ કરવાં પડે છે. તેથી બાદર કરતાં સૂક્ષ્મમાં અનંતગુણો કાળ લાગે છે. આજ પ્રમાણે બાદર અને સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલ પરાવર્તન, કાળપુદ્ગલ પરાવર્તન અને ભાવપુદ્ગલપરાવર્તન પણ થાય છે. એમ કુલ-૮ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તો થાય છે. (જુઓ શતકનામા પંચમ કર્મગ્રંથ ગાથા ૮૬૮૭ા૮૮૫ ) ૧૧૪ અહીં ચરમાવર્તમાં જે પુદ્ગલપરાવર્ત લેવાનું છે તે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવર્ત જ સમજવાનું છે. ચૌદ રાજલોક વ્યાપી સમસ્ત લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેટલા કાળનું નામ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવાય છે. આ રીતે તેવા તેવા પ્રકારે તે તે વર્ગણાઓનાં પુદ્ગલોનું ગ્રહણ અને સન્ત્યાગ (મોચન) કરવા વડે કરાતાં પુદ્ગલોનાં આવર્તો તે પુદ્ગલાવર્ત કહેવાય છે. અનાદિ એવા આ સંસારમાં તથાભવ્યત્વ (તેવા પ્રકારની બહાર નીકળવાની યોગ્યતા) પાકે ત્યાં સુધીમાં કોઇ જીવનાં કેટલાંય પણ આ પુદ્ગલપરાવર્તો થાય છે. અર્થાત્ અનંત પુદ્ગલાવર્ત Page #150 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૧૫ થયાં છે. અને થાય છે. તેમાંથી જ્યારે જે જીવની સંસારમાંથી નીકળી મુક્તિએ જવાની યોગ્યતા પાકે, તેનો મુક્તિગમનનો કાળ બહુ નજીક આવે ત્યારે થતું જે છેલ્લે પુદ્ગલપરાવર્ત તેને ચરમપુદ્ગલપરાવર્ત-કહેવાય છે. અહીં ચરમપદથી ચરમપુદ્ગલાવર્ત કહેલું જાણવુ. ભવોનો તેવો પ્રકારનો પાક થવો, ભવો પાકી જવા, સંસારમાંથી નીકળી જવાની યોગ્યતા પાકવી- તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. આ તથાભવ્યત્વનો પરિપાક થાય ત્યારે જ ચરમપુદ્ગલાવર્ત આવે છે. ચરમ પુલાવર્ત થવામાં તથા ભવ્યત્વો પરિપાક એ જ પ્રધાનકારણ છે. ગ્રંથકારે જ યોગબિન્દુમાં કહ્યું છે કેयोग्यता चेह विज्ञेया, बीजसिद्धयाद्यपेक्षया । માત્મ: સદના ચિત્રા, તથાભવ્યત્વનત્યતઃ | શ્રી યોગબિંદુ ૨૭૮ તથાભવ્યત્વના પરિપાકથી જ આ જીવ ચરમપુદ્ગલાવર્તમાં આવે છે. અને જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે જ કુશલચિત્તાદિ ઉપરોક્ત યોગબીજ પ્રાપ્ત થાય છે. કારણ કે તથાભવ્યત્વનો પરિપાક થયેલ હોવાથી, ગયેલા ભૂતકાળની અપેક્ષાએ મુક્તિનગર કંઈક નજીક આવવાથી મિથ્યાત્વમોહનીયની કટુતા (કડવાશ-ઝેર-ભયંકરતાનો આવેશ) કંઈક અંશે નિવૃત્ત થવાથી આત્મપરિણામોમાં કંઇક મધુરતાની સિદ્ધિ થાય છે. આત્મપરિણામ કોમળ બને છે. આ જ કારણથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્તાદિ અવશ્ય આવે છે. તથાભવ્યત્વનો પરિપાક થવાની ક્રિયા દ્વારા જ આ ઉત્તમ પરિણામ આવે છે મિથ્યાત્વની કટુતા મંદ થવી અને પરિણામની મધુરતા (કોમળતા) થવી એ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી, આ મહાન્ સિદ્ધિ છે. એકવાર દષ્ટિ બદલાય એટલે પરમાત્મા, તેમની વાણી, અને તત્કથિત ભાવો ગમવા જ માંડે છે. માટે મિથ્યાત્વની કટુતાની નિવૃત્તિ અને પરિણામોની મધુરતાની સિદ્ધિ એ પરમાર્થપદની પ્રાપ્તિના ઊધ્વરોહણનું પ્રથમ સોપાન છે. હવે આ જીવની દિનચર્યા-વાણી-વર્તન બધું જ બદલાઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે એમ મનમાં ઠસી જાય છે. તેથી પ્રભુની ભક્તિ અતિશય ગમી જાય છે. અને પ્રભુની ભક્તિ સેવા-ઉપાસના એ જ જીવનનો સાર છે એમ પરિણામમાં મધુરતા આવે છે. પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજશ્રીએ કહ્યું છે કેચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક | દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચનપાર્ક શ્રી આનંદઘનજી . Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ ચરમાવર્તમાં આત્મા જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી પ્રવેશ કરે છે ત્યારે જ સંશુદ્ધ એવું કુશલચિત્તાદિ યોગબીજ આવે છે. જે અન્યકાળે એટલે અચરમાવર્તકાલે સંદ્ધવ-જેમ સંશુદ્ધ ચિત્ત હોતું નથી, કુશલચિત્તાદિ સંભવતાં નથી, તેની જેમ આ ચરમાવર્તકાળે સંશુદ્ધિાનુપપ: અસંશુદ્ધ ચિત્ત કદાપિ સંભવતું નથી. જેમ અન્યકાળે સંશુદ્ધચિત્ત ન હોય તેમ ચરમાવર્તકાળે અસંશુદ્ધ ચિત્તની અનુપત્તિ જ હોય છે. ગત વાદ એથી જ ગ્રંથકારશ્રી કહે છે કે- નાચતાપિ આ સંશુદ્ધ ચિત્ત ચરમાવર્ત વિનાના અન્યકાળે પણ હોય એવું બનતું નથી. કારણકે ચરમાવર્તના પૂર્વકાળમાં (એટલે અચરમાવર્તકાળમાં) અતિશય ફિલષ્ટતર આશય હોવાથી, અને ચરમાવર્તના પાછળના અંતિમકાળમાં અતિશય વધારે વિશુદ્ધતર આશય હોવાથી ચરમાવર્તના પૂર્વેના કાળમાં એટલે અચરમાવર્તમાં કે પશ્ચાત્ કાલમાં (એટલે ચરમાવર્તના અતિશય અન્તિમકાળમાં) આ કુશલચિત્તાદિ યોગબીજ સંભવતાં નથી, પૂર્વકાલમાં મિથ્યાત્વની કટુતા ઘણી વધારે હોય છે અને પછીના કાળે મિથ્યાત્વાદિનો પૂર્ણપણે ક્ષય થવાથી આ આત્મા નિરાલંબનાદિ અવસ્થા પામે છે. માટે ચરમાવર્તના પ્રારંભકાળે (બહુ ભાગ પ્રમાણ કાળ ગયે છતે) મિથ્યાત્વની મંદતા થવાથી આ આત્મા કુશલચિત્ત, નમસ્કાર, અને સંશુદ્ધપ્રણામાદિરૂપ યોગબીજ પ્રાપ્ત કરે છે. એમ યોગાચાર્ય મહાત્માઓ પૂર્વશાસ્ત્રોમાં કહે છે. તે ૨૪ | एवं समयमभिधायैतदभिधित्सया त्वाहઆ પ્રમાણે કુશલચિત્તાદિ યોગબીજનો કાળ જણાવીને હવે આ યોગબીજ કેવું હોય છે ? એ જણાવવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે કે उपादेयधियात्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥२५॥ ગાથાર્થ = સંશુદ્ધ એવું આ કુશલચિત્તાદિ યોગબીજ (૧) અત્યંત ઉપાદેયપણાની બુદ્ધિવાળું, (૨) આહારાદિ સંજ્ઞાઓને અટકાવનારું, અને (૩) સાંસારિક સુખના ફળની અપેક્ષા વિનાનું હોય છે. રિપો ટીકા “રૂપિિધયા'-૩૫એવુદ્ધિા “અત્યન્ત સર્વવ્યાપાર તથાપરपाकात्सम्यग्ज्ञानपूर्वरूपत्वेन, "संज्ञाविष्कम्भणान्वितम्" क्षयोपशमवैचित्र्यादाहारादिसंज्ञोदयाभावयुक्तम् । संज्ञा आहारादिभेदेन दश । तथा चार्षम्-कइविहा णं भंते सन्ना पन्नत्ता ? गोयमा ! दसविहा- तं जहा-आहारसन्ना, भयसन्ना, Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૧૭ मेहुणसन्ना, परिग्गहसन्ना, कोहसन्ना, माणसन्ना, मायासन्ना, लोहसन्ना, ओहसन्ना, लोगसन्ना एतत्सम्प्रयुक्ताशयानुष्ठानं सुन्दरमप्यभ्युदयाय, न निःश्रेयसावाप्तये परिशुद्ध्यभावाद् भवभोगनिःस्पृहाशयप्रभव- मेतदिति योगिनः । વિવેચન - ચરમાવર્તના પ્રારંભકાળમાં બહુભાગ પ્રમાણ કાળ ગયે છતે આવનાર આ સંશુદ્ધ કુશલચિત્ત કેવું હોય છે ? તેનું વર્ણન આ ગાથામાં ગ્રંથકારશ્રીએ કર્યું છે. તેનાં ત્રણ વિશેષણો આપ્યાં છે. (૧) પરમાત્મા પ્રત્યે અત્યન્ત ઉપાદેયબુદ્ધિવાળું (૨) સંજ્ઞાઓના વિખંભણવાળું અને (૩) સાંસારિક ફલના અભિપ્રાયથી રહિત, હવે આ ત્રણે વિશેષણો સમજાવે છે (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે અતિશય ઉપાદેય બુદ્ધિ થવી, આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા જ આ સંસારમાં આદરવા યોગ્ય છે. ભક્તિ કરવા યોગ્ય છે. ઉપાસનાને યોગ્ય છે. એ જ પરમતારક છે. સંસારના સર્વ પદાર્થો કરતાં આ પરમાત્મા જ પરમગુણનિધાન છે. આવા પ્રકારની પરમાત્મા પ્રત્યે અનન્યભાવયુક્ત ઉપાદેયપણાની બુદ્ધિ થવી. તે બુદ્ધિ વળી “અત્યન્તપણે” થવી જોઈએ. એટલે કે સર્વ-મચ-અપોન અન્ય સર્વ કાર્યો ત્યજી દઈને, અન્ય સર્વ પદાર્થોને ગૌણ કરીને પરમાત્મા પ્રત્યે જ દઢ રાગ થઈ જાય, પરમાત્માની ભક્તિ-સાધના-ઉપાસના જ ગમી જાય. મારે આ જ ઉપાદેય છે એવી ચિત્તમાં લગની લાગી જાય, પરમાત્મા અતિશય વ્હાલા લાગે, અત્યન્ત ગમી જાય, પરમાત્મા સાથે પ્રીતડી બંધાઈ જાય, દત્તચિત્તથી તેમની સાધના રુચિ જાય. પ્રભુ પ્રત્યે અને પ્રભુએ કહેલી સાધના પ્રત્યે અત્યન્ત પ્રેમપૂર્વક પરમાનંદથી ભરપૂર એવું કુશલચિત્ત આ ચરમાવર્તમાં આવે છે. પ્રશ્ન :- પરમાત્મા પ્રત્યે અને સાધના પ્રત્યે આટલી તીવ્ર લગની લાગવાનું કારણ શું હશે ? ઉત્તર :- તેવા પ્રકારનો ભવ પરિપાક થયો છે. ભવો પાકી ગયા છે. જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડવાની તૈયારીમાં હોય છે. તેમ આ જીવના ભવો સમાપ્ત થવાની તૈયારીમાં છે. ખરી પડવાની અણી ઉપર છે. તેથી તેની યોગ્યતા-પાત્રતા વધી છે. ગ્રંથિભેદ કરવા પૂર્વક સમ્યજ્ઞાન આવવાની તૈયારીમાં છે તે ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની પ્રાપ્તિની પૂર્વકાળવર્તી આ અવસ્થા છે. પોતાનું ગામ અને ઘર દૂરથી જ્યારે દેખાવા લાગે છે. ત્યારથી જ ચિત્ત ઉત્સાહિત બને છે. થાક્યા હોય તો પણ પગ વેગથી ઉપડે છે. એમ આ જીવ ચરમ યથા-પ્રવૃત્તકરણ પાસે પહોંચ્યો છે. પ્રભુ પ્રત્યેના અને તેમની ભક્તિ-સાધના-ઉપાસના પ્રત્યેના, પરમરાગના બળે જ ચરમ યથાપ્રવૃત્તકરણ અને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ ગ્રંથિભેદ કરવા દ્વારા નજીકના જ કાળમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. આ અવસ્થા સમ્યજ્ઞાનની પૂર્વ(કાળ)રૂપે છે. તેથી જ પ્રભુ અને પ્રભુભક્તિ ગમી જાય છે. રુચિ જાય છે. સંશુદ્ધચિત્તનું આ પહેલું લક્ષણ છે. (૨) તથા આહારાદિ દશવિધ સંજ્ઞાઓની અટકાયત કરવા પૂર્વકનું આ કુશલચિત્ત સંશુદ્ધ કહેવાય છે. હવે કહેવાતી આહારાદિ દશવિધ સંજ્ઞાઓ મોહનીયકર્મના વિપાકોદય રૂપ છે. મોહનીયનો ઉદય મંદ કરી ક્ષયોપશમ કરવાથી અને તે ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોવાથી પરમાત્મા અને તેમની ભક્તિ-સાધના એવી ગમી જાય છે કે તે કાલે આહારાદિ દશવિધ સંજ્ઞાઓના ઉદયની મંદતાવાળું આ કુશલચિત્ત બની જાય છે. સાધનાના કાળે તો આહારાદિની સંજ્ઞા ઉછળતી જ નથી. પરંતુ તેના સંસ્કારથી તે સાધના સિવાયના કાળે પણ આ આહારાદિ સંજ્ઞાઓનું બળ નિર્બળ બની જાય છે. તે સંજ્ઞા દશ પ્રકારની કહી છે ઋષિ મહાત્માઓનાં વચન આ પ્રમાણે છે કે - હે ભગવાન્ ! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે ! હૈ ગૌતમ ! દશ પ્રકારની છે. (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા, (૪) પરિગ્રહસંજ્ઞા, (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લોભસંજ્ઞા, (૯) ઓઘસંજ્ઞા, અને (૧૦) લોકસંજ્ઞા. આ દશવિધ સંજ્ઞાઓથી સંયુક્ત એવા આશય (ચિત્ત)વાળું ધર્માનુષ્ઠાન સુંદર હોય તો પણ અભ્યદય માટે (પુણ્યબંધ માટે સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે) થાય છે. પરંતુ સંપૂર્ણ પરિશુદ્ધિ (વિશુદ્ધિ)ના અભાવે નિઃશ્રેયસની (મુક્તિની) અવાપ્તિ (પ્રાપ્તિ) માટે થતું નથી. કારણ કે ભવના ભોગોથી નિઃસ્પૃહ એવા આશયથી (પ્રમવ)-કરાયેલું જો આ અનુષ્ઠાન હોય તો એ જ મુક્તિ- પ્રાપ્તિનો હેતુ બને છે. એમ યોગી મહાપુરુષો કહે છે. પરમાત્મા પ્રત્યે અને તેઓએ કહેલાં ધર્માનુષ્ઠાનો પ્રત્યે ઉપાદેયભાવથી એવો રાગ થાય છે કે તે ભક્તિ-સાધના કે ધર્માનુષ્ઠાન જ્યારે કરાતું હોય ત્યારે આહારની લોલુપતા ટળી જાય છે. ભૂખની ભ્રમણા જ ભાંગી જાય છે. કેટલો કેટલો સમય તેમાં વીતી જાય તો પણ આહારાદિની સ્મૃતિ થતી નથી, આહારની સંજ્ઞા-મમતા અટકી જાય છે. ભોજન કર્યું, ન કર્યું કે તુરત ધર્માનુષ્ઠાનમાં જોડાઈ જાય છે. આહારના સ્વાદને માણવાની કે પ્રશંસા-નિંદા કરવાની વાત તો કેવી ? આ પ્રમાણે પ્રભુની સાધના ગમી જાય છે કે જ્યાં આહાર ભૂલી જવાય છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેનો પરમરાગરૂપ બનવાનું સાથીદાર મળવાથી સાધનાકાળે કોઇનો ભય લાગતો નથી, ભય જ જાણે ભય પામ્યો હોય તેમ ભાગી જાય છે સર્પાદિનો ઉપસર્ગ આવે તો પણ ચાલુ સાધનામાં નિર્ભય જ રહે છે. ત્રીજી સંજ્ઞા મૈથુનની છે. વિષયવાસનાની તો વાત જ કેવી ! આ સાધના જ વિષયવાસનાને Page #154 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ હણનારી છે પરમાત્માની હાજરીમાં, તેમની સાધનાના કાળમાં આવી વાસના પ્રગટ થતી જ નથી. પતિ-પત્ની હોય તો પણ વડીલોની હાજરીમાં જેમ અવિવેકતાપૂર્વકનું વર્ઝન કરતાં નથી તેમ વીતરાગ પરમાત્માની સામે આ સાધક મોહની સંજ્ઞાઓ ઉપર સંયમપૂર્વક પ્રવર્તે છે. સાધનાના કાળે તો આ સંજ્ઞા હતપ્રાયઃ જ થઇ જાય છે. ગમે તેવી વેષ-ભૂષા કે શરીર-શોભાવાળાં સ્ત્રી-પુરુષો દર્શનાદિના અર્થે આવેલાં હોય તો પણ મન તે જોવા માટે લલચાય જ નહીં. કારણ કે ચિત્ત સાધનામાં જોડાયેલું છે. તેથી જ ચોથી પરિગ્રહ-મમતા સંજ્ઞાપણ થતી નથી. કોઇપણ વસ્તુની ઇચ્છા જન્મતી જ નથી. જ્યાં સર્વ કર્મક્ષય-જન્ય મુક્તિ જ પ્રાપ્ત કરવી છે ત્યાં રૂપ-રસના ભપકાવાળા પૌદ્ગલિક સુખોની વાંછા કેવી ! એ જ રીતે આ સાધનામાં એવી એકાગ્રતા આવી જાય છે કે-ક્રોધ-માન-માયા-લોભ પણ થતાં નથી. આ કાળે તો ધર્માનુષ્ઠાનમાં જ તન્મયતાલયલીનતા આવી જાય છે. તથા અજ્ઞાની માણસોને અનુસરવા રૂપ, ગાડરીયા પ્રવાહમાં તણાવારૂપ, આંધળાની પાછળ આંધળો ચાલે તેવી ઓઘસંજ્ઞાનો પણ ત્યાગ કરે છે. તત્ત્વ સમજવા પૂર્વક પોતાના ઉત્સાહથી વર્તે છે. તથા લોકસંજ્ઞાનો પણ ત્યાગ કરે છે. લોકોને રંજિત કરવા, લોકને ખુશ કરવા, લોકોમાં સારું દેખાડવા માટેની લોકેષણાનો પણ ત્યાગ કરે છે. આ ધર્માનુષ્ઠાન લોકરંજન માટે નથી આત્મકલ્યાણ માટે છે. આત્માર્થ સાધવો હોય તો માનાર્થ ત્યજવો પડે, અને જો માનાર્થ હોય તો આત્માર્થ આવે જ નહી. આત્માર્થતા અને માનાર્થતા પરસ્પર વિરોધી છે. વળી લોકોનું રંજન પણ દુષ્કર છે. એકકાળે જે લોકો રંજિત હોય છે. એ જ લોકો કંઇક વાંકું પડતાં કાળાન્તરે વૈરી પણ બને છે. જે લોકો એકકાળે (તેમનો સ્વાર્થ સધાય ત્યારે) પ્રશંસાનાં પુષ્પો વેરે છે. ફૂલોના હારો પહેરાવે છે. તે જ લોકો કાળાન્તરે (જ્યારે તેમના સ્વાર્થને બાધા આવે ત્યારે) ગાળો આપે છે. નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થયુક્ત હોવાથી અને વાસ્તવિક ન હોવાથી હેય છે. ઉપાદેય નથી. માટે આ દશે સંજ્ઞાઓને અટકાવવા પૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે. જો આ સંજ્ઞાઓ યુક્ત ધર્માનુષ્ઠાન આ જીવ કરે તો ધર્માનુષ્ઠાન સુંદર હોવા છતાં પણ તે અનુષ્ઠાનો માત્ર અભ્યુદય માટે (પુણ્યબંધ માટે) જ થાય છે. જેનું ફળ માત્ર દેવભવ આદિ સંસારસુખો જ છે એટલે કે આવા પ્રકારનું ધર્માનુષ્ઠાન એ શુભયોગ હોવાથી સંસારસુખનો હેતુ બને તેવા પુણ્યને માત્ર બંધાવનાર અવશ્ય બને છે પરંતુ મોક્ષહેતુ બનતું નથી. કારણ કે સંપૂર્ણપણે શુદ્ધિ તેમાં નથી. જે ભવના ભોગો છે (સંસાર-સુખો છે) તેનાથી સર્વથા નિઃસ્પૃહ એવા આશય પૂર્વક કરાયેલું હોય, સંસારસુખોની અલ્પ માત્રાએ પણ અપેક્ષા જેમાં નથી એવું જે ધર્માનુષ્ઠાન છે. એ જ મુક્તિહેતુ છે. એમ પૂર્વે થઇ ગયેલા યોગાચાર્ય મહાપુરુષો કહે છે. ૧૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ “फलाभिसन्धिरहितं"भवान्तर्गतफलाभिसन्ध्यभावेन । आह-असम्भव्येव संज्ञाविष्कम्भणे पूर्वोदितफलाभिसन्धिः । सत्यमेतत् तद्भवान्तर्गतफलमधिकृत्य, इह तु तदन्यभवान्तर्गतमपि सामानिकादिलक्षणफलमधिकृत्य गृह्यते, तदभिसन्धेरसुन्दरत्वात् तदुपात्तस्यास्य स्वतः प्रतिबन्धसारत्वतः । एतद्रहितं चेदमपवर्गसाधनं, स्वप्रतिबन्धसारं तु तत्स्थानस्थितिकारि एव, तथास्वभावत्वात्, गौतमभगवद्बहुमानवत्, एवम्भूतस्यैव योगनिष्पादकत्वात् । न हि अशालिबीजात्कालेनापि शाल्यङ्करः । एतत्तु अभिन्नग्रंथेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्येन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सराग-स्यैव वीतरागभावकल्पम् । “સંશુદ્ધ"નું ત્રીજું લક્ષણ જણાવે છે કે સાંસારિક-સુખોના ફળની અપેક્ષા વિનાનું જે કુશલચિત્તાદિ છે. તે સંશુદ્ધ યોગબીજ છે. મુક્તિ પ્રાપ્ત કરવી છે. વીતરાગ થવું છે. વીતરાગ પ્રત્યે પ્રીતિ કરવી છે, તો પછી સાંસારિક-સુખોની ઇચ્છા તે ધર્માનુષ્ઠાન કાલે કેમ કરાય ! આવી ઇચ્છા કરવી તે “નિયાણું” કહેવાય, ભગવંતના શાસનમાં નિયાણું કરવાનો નિષેધ છે. તથા પરમપદ તરફ લઈ જાય એવી વીતરાગ પરમાત્માની ભક્તિ કરીને પરિમિતકાલવર્તી અને અનેક વિડંબનાઓથી વાસિત, અને વિયોગકાળે અતિશય દુઃખોની પરંપરાને જ સર્જનાર એવાં ભૌતિક સુખોની ઇચ્છા કેમ કરાય ! માટે પરમાત્મા પ્રત્યેનું આ કુશલચિત્તાદિ યોગબીજ ભવની અંતર્ગત સંસારસુખરૂપ જે ફળો છે તેના અભિપ્રાયથી (આશયથી) રહિત હોય છે. અને તેવા યોગબીજને સંશુદ્ધ યોગબીજ કહેવાય છે. પ્રશ્ન :- સંશુદ્ધનાં આ ત્રણ લક્ષણો પૈકી “સંજ્ઞાવિષ્ઠભણ” નામનું બીજું લક્ષણ હમણાં જે કહેવામાં આવ્યું, તે લક્ષણમાં દશવિધ સંજ્ઞાના ત્યાગની અંદર પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞાનું વિખંભણ આવે છે. તેથી આ કુશલચિત્તાદિ યોગબીજ સંજ્ઞાઓના વિખંભણવાળું હોવાથી પરિગ્રહ અને લોભ સંજ્ઞાને અટકાવનાર બને જ છે. તો સાંસારિક સુખના ફળનો અભિપ્રાય થવો સંભવિત જ નથી અર્થાત્ ફલાભિસંધિ-રહિતત્વ લક્ષણ તેમાં અંતર્ગત થઈ જ જાય છે. તો પછી આ ત્રીજું ફલાભિસંધિરહિત એ લક્ષણ કરવાની જરૂર શું ? ઉત્તર :- તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ દેશવિધ સંજ્ઞાવિષ્ઠભણમાં પરિગ્રહ અને લોભનો જે વિખંભ કહ્યો છે તે તમવંતે વર્તમાનભવની અંદર ભાવિમાં મેળવવારૂપ સાંસારિકસુખાત્મક ફળને આશ્રયી કહ્યો છે. રૂદ તુ=અને અહીં આ ત્રીજા લક્ષણમાં જે ફલાભિસંધિરહિતતા જણાવી છે તે તમવ =વર્તમાનભવથી અન્યભવ સંબંધી અર્થાત્ પરભવની અંદર પ્રાપ્ત કરી શકાય તેવું સામાનિકદેવ સંબંધી દ્ધિ આદિ (ઇદ્રની સમાન ઋદ્ધિવાળા દેવપણું અથવા ચક્રવર્તી, વાસુદેવ સંબંધી ઋદ્ધિવાળાપણું ઇત્યાદિ પારભવિક) ફળને આશ્રયીને Page #156 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૨૧ પણ લેવાનું છે. સાર એ છે કે દશવિધ સંજ્ઞાવિષ્ઠભણમાં માત્ર આ ભવ સંબંધી સુખની સંજ્ઞાના ત્યાગની વાત છે જ્યારે ફલાભિસંધિરહિત નામના આ ત્રીજા લક્ષણમાં આ ભવ અને અન્યભવ એમ ઉભયભવ સંબંધી સાંસારિક સુખની સંજ્ઞાના ત્યાગની વાત છે. કારણકે આ ભવ કે પરભવ, એમ કોઈ પણ ભવ સંબંધી પૌગલિક સુખનો તે અભિપ્રાય અસુંદર છે. ઉપકારી નથી. જ્યાં સુધી સાંસારિક સુખોની ભૂખ બેઠી હોય ત્યાં સુધી આત્માર્થતા પ્રગટ થતી નથી. વીતરાગ પરમાત્માની પ્રીતિ-ભક્તિ-સાધના વીતરાગ થવા માટે છે. નહીં કે તુચ્છ અને અસાર સાંસારિક સુખો માટે, તેથી જ પૌલિક સુખનો અભિપ્રાય એ સુંદર નથી, ઉપકારી નથી, પ્રતિબંધ કરનારો છે. આત્મવિકાસનો રોધક છે. પ્રશ્ન :- ફલાભિસંધિ યુક્ત એવું આ ધર્માનુષ્ઠાન (કુશલચિત્તાદિ) જે છે, તેને તમે “અસુંદર” કેમ કહો છો ! સર્વે પણ ધર્માનુષ્ઠાનો (કુશલચિત્તાદિ) કર્મક્ષયનો હેતુ હોવાથી સુંદર જ કહેવાય. સુંદરને અસુંદર કેમ કહેવાય! જે ધર્માનુષ્ઠાન મુક્તિપ્રાપક છે તેને અસુંદર કહેવાનું કારણ શું! ઉત્તર :- દૂધ સુંદર છે. જીવન આપનાર છે. પરંતુ વિષમિશ્રિત દૂધ અસુંદર છે કારણ કે જીવનનો પ્રતિબંધ (નાશ) કરનાર છે. એક જ વસ્તુ સુંદર હોય તો પણ જ્યારે અન્ય મલીનતાથી મિશ્રિત હોય ત્યારે તે સુંદર વસ્તુ પણ અસુંદર બને જ છે. તેવી જ રીતે અહીં તત્તે ફલાભિસંધિથી, ૩પાત્ત પ્રાપ્ત કરેલું મિશ્ર થયેલું ગી=આ ધર્માનુષ્ઠાન પોતે જ સ્વત: પોતાની મલીનતાના બળથી પ્રતિબન્થસારસ્વત: મુક્તિ-પ્રાપ્તિમાં પ્રતિબંધ કરવાના બળવાળું હોવાથી અસુંદર ગણાય છે. અથવા તત્તે ફલાભિસંધિથીયુક્ત એવા અનુષ્ઠાનથી ૩૫ત્તિ પ્રાપ્ત કરેલું અર્થ આ સંસારસુખ પોતે જ મુક્તિમાં પ્રતિબંધ કરવાના બળવાળું હોવાથી તેવું ધર્માનુષ્ઠાન પણ અસુંદર છે. બન્નેનો ભાવાર્થ એ છે કે ધર્માનુષ્ઠાન સુંદર છે પરંતુ તેમાં જો ફલાભિસંધિરૂપ વિષ પ્રવેશ કરે છે તો તે ફલાભિસંધિવાળું ધર્માનુષ્ઠાન પણ અસુંદર બને છે કારણ કે તેવા પ્રકારની આસક્તિપૂર્વક કરાયેલા ધર્માનુષ્ઠાનથી બંધાયેલા પુણ્ય દ્વારા પ્રાપ્ત થતાં સાંસારિક-સુખો તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરનાર થાય છે. આ તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરનારાં સુખો આસક્તિજનન દ્વારા અનાસક્તભાવની પ્રાપ્તિનાં પ્રતિબંધક બને છે. કારણકે તેનું સ્વરૂપ જ આસક્તિભાવ લાવનારું છે. રાગભાવ સદા વીતરાગભાવને રોકનાર જ બને છે. તેવી જ રીતે સંસારિક સુખનો રાગ, અને તેવા રાગયુક્ત ભાવપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન વિષમિશ્રિત દૂધની જેમ મલીન હોવાથી મુક્તિનો પ્રતિબંધ કરવાના બળયુક્ત છે. માટે આવું ધર્માનુષ્ઠાન ઉપકારી નથી, પરંતુ પતદિતં તેવા પ્રકારના ફલાભિસંધિના અભિપ્રાય વિનાનું, વે આ ધર્માનુષ્ઠાન કવિતાથન=મુક્તિનું Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ સાધન બને છે. નિયાણાની બુદ્ધિ વિનાનું આ ધર્માનુષ્ઠાન મલીન આશય રહિત હોવાથી મુક્તિ-પ્રાપ્તિનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ સાધન બને છે. પ્રશ્ન :- સાંસારિક સુખના ફલાભિસંધિવાળું આ ધર્માનુષ્ઠાન મલીન હોવાથી વિષમિશ્રિત દૂધની જેમ જો મુક્તિ-પ્રાપ્તિના પ્રતિબંધના સારવાળું હોય, તો ધારો કે તે જ ધર્માનુષ્ઠાન સંસારસુખના ફલાભિસંધિ રહિત કરીએ, પરંતુ ભવોભવમાં મને આ ધર્માનુષ્ઠાન જ પ્રાપ્ત થજો, એમ તે ધર્માનુષ્ઠાનની જ આસક્તિપૂર્વકનું ધર્માનુષ્ઠાન જો સેવાય તો તો મુક્તિપ્રાપક બને કે નહીં ? અર્થાત્ કોઇપણ વિવક્ષિત સેવાતા એવા ધર્માનુષ્ઠાનના રાગ પૂર્વકનું કરાતું ધર્માનુષ્ઠાન મુક્તિનું પ્રતિબંધક બને કે પ્રાપક બને ? ઉત્તર - તુ-વળી, પ્રતિવસ્થસારં=સ્વ એટલે અત્યારે સેવાતું કુશલચિત્તાદિ જે ધર્માનુષ્ઠાન છે તેનો પોતાનો જ પ્રતિબંધવિશેષ હોય, અર્થાત્ આસક્તિ વિશેષ હોય, એવા તે અનુષ્ઠાનના જ પ્રતિબંધના (આસક્તિના) બળવાળું સેવાતું ધર્માનુષ્ઠાન તથાસ્વમાવત્વ–આ આત્માને ત્યાંને ત્યાં જ બાંધી રાખવાના તેવા પ્રકારના સ્વભાવવાળું હેવાથી તસ્થાસ્થિતિરિ પુર્વ આ આત્માને તે જ ગુણસ્થાનકમાં સ્થિતિ કરાવનારું જ બને છે. અર્થાત્ આગળ આગળના વિકાસને સંધનાર બને છે. જેમ શ્રી ગૌતમસ્વામી મહારાજાને ભગવાનું શ્રી વર્ધમાનસ્વામી ઉપર અતિશય બહુમાન હતું. પરંતુ તેમનો રાગ તેઓને ત્યાં જ અટકાવનાર બન્યો, પ્રભુ પ્રત્યેનો રાગ ઘણો જ ઉપકારી છે. સંસારનો રાગ ઘટાડવામાં આવશ્યક છે. પરંતુ સંસારનો રાગ નાશ પામ્યા પછી તજવા જેવો પણ છે, નહિ તો વીતરાગદશાનો પ્રતિબંધક જ બને છે. જેમ કાંટો કાઢવા માટે પગમાં નાખેલી સોય કાંટો નીકળી ગયા પછી કાઢવાની જ હોય છે. તેમ આઠમા આદિ ગુણસ્થાનકોમાં આરોહણ કરવા માટે પ્રશસ્ત રાગ પણ ત્યજવા યોગ્ય છે. અન્યથા તે પ્રશસ્ત પણ રાગ મુક્તિનો પ્રતિબંધક બને છે. તેવી જ રીતે ધર્માનુષ્ઠાનનો રાગ પણ આ આત્માને તે જ ધર્માનુષ્ઠાનમાં પકડી રાખે છે. ઉત્તરોત્તર વિકાસ સાધવામાં પ્રતિબંધક બને છે. માટે સંસારસુખના ફલાભિસંધિ રહિતનું ધર્માનુષ્ઠાન હોય તો જેમ અપવર્ગસાધન બને છે તેમ તે તે ધર્માનુષ્ઠાનના પોતાના પણ પ્રતિબંધ વિનાનું જે ધર્માનુષ્ઠાન હોય તે જ મુક્તિપ્રાપક બને છે. આ પ્રમાણે અત્યન્ત ઉપાદેયબુદ્ધિવાળું મોહજન્ય દશવિધ સંજ્ઞાના વિધ્વંભણવાળું, અને ઉભયભવના સંસારસુખ સંબંધી ફલાભિસંધિરહિત તથા તે તે ધર્માનુષ્ઠાનની પોતાની પણ આસક્તિ વિનાનું આ કુશલચિત્તાદિ જે યોગબીજ એ જ સાચું યોગબીજ છે. કારણ કે વધૂતર્થવ આવા પ્રકારનું (ઉપરોક્ત ત્રણે વિશેષણોવાળું) યોગબીજ હોય તો જ સંશુદ્ધ હોવાથી યોનિધ્યાત્વિા યોગનું નિષ્પાદક બને છે. જે અશાલિબીજ છે (અર્થાત્ શાલિનું-ડાંગરનું બીજ નથી, ઘઉં આદિ અન્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૨૩ ધાન્યનું બીજ છે) તેવા અશાલિબીજમાંથી ગમે તેટલો કાળ જાય તો પણ શાલિના અંકુરા પ્રગટ થતા નથી, તેમ જે ઉપાદેયબુદ્ધિ રહિત છે. મોહજન્યસંજ્ઞાઓથી ઘેરાયેલું છે. અને ઉભયભવના સંસારસુખની ફલાભિસંધિવાળું છે. તેવા પ્રકારના મલીનભાવોથી મિશ્ર એવા કુશલિચિત્તાદિથી ગમે તેટલો કાળ જાય તો પણ યોગદશા પ્રગટ થવાના અંકુરા જીવમાં ઉગતા નથી. કારણકે તેવું ચિત્ત એ યોગબીજ નથી. જેમ બીજ વિના અંકુરા ન થાય, અને ઉલટા બીજથી પણ ધારેલા અંકુરા ન થાય, તેમ સાંસારિકભાવનાઓથી ભરપૂર કુશલચિત્તાદિ યોગબીજ નથી માટે તેમાંથી યોગના અંકુરા પ્રગટ થતા નથી. તત્ત-આ ઉપરોક્ત વિશેષણોવાળું કુશલચિત્તાદિ રૂપ યોગબીજ જે આત્માએ હજુ રાગ-દ્વેષની ઘન-ગાઢ ગ્રંથિ ભેદી નથી તેવા મિથ્યાત્વી જીવને પણ મિથ્યાત્વની મંદતાના કારણે જ (કટુત્વની નિવૃત્તિના કારણે જ) તા ત્યારે જ= ગ્રંથિભેદ કરવાના કાળે થતા ચરમ યથાપ્રવૃત્તિકરણ સમયે જ પૂર્વ પતિ આ પ્રમાણે થાય છે. અર્થાત્ આવું =આવા પ્રકારનું ઉપરોક્ત વિશેષણોવાળું સંશુદ્ધ યોગબીજ ત્યાં જ આવે છે. કારણ કે ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવેલા (અપૂર્વ-અને અપ્રતિહત એવા વૈરાગ્યના) સામર્થ્ય વડે તેવા પ્રકારનો મોહનીયકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ બળવાન્ થતો હોવાથી મંદમિથ્યાત્વનો ઉદય વિદ્યમાન હોવા છતાં પણ ઉપાદેય બુદ્ધિ આદિ ત્રણ ગુણોવાળું સંશુદ્ધ યોગબીજ તે કાળે પ્રાપ્ત થાય છે. જેમ સાતમા અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિમહાત્મા સંજવલન કષાયના ઉદયવાળા છે તેથી સરાગી છે. રાગદશા વિદ્યમાન છે. તો પણ તે રાગદશા અતિશય મંદ થયેલી હોવાથી તે મુનિ જાણે વીતરાગભાવને પામ્યા હોય ! તેવા હોય છે. અર્થાત્ અપ્રમત્ત મુનિ સરાગી જ હોવા છતાં (રાગમાત્રા અલ્પ-અલ્પતર હોવાથી) વીતરાગભાવ તુલ્ય કહેવાય છે. તેમ અહીં મિથ્યાત્વદશા હોવા છતાં પણ અતિશય મંદ મિથ્યાત્વ હોવાથી સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ ઘટી શકે છે. માટે જ મિત્રા દૃષ્ટિમાં આવેલો આ આત્મા પરમાત્માની સાથે અનન્યભાવવાળો થઈને પરમભક્તિથી પરમાત્માની શ્રેષ્ઠ સાધના કરે છે. यथाहुर्योगाचार्या:- “योगबीजचित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभोगः तत्सत्यति-शयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणीसमुज्जासमागमोपायनं चेतस्तदुचित-चिन्तासमावेशकृद् ग्रंथिपर्वतपरमवज्र नियमात्तभेदकारि भवचारकपलायनकालघण्टा तद-पसारकारिणी समासेन"इत्यादि। अतः संशुद्धं ह्येतदीदृशमेतदिति जिनकुशलचित्तादि। एतच्च तथाविधकालादिभावेन तत् तत्स्वभावतया फलपाकारम्भसदृशमिति ॥२५॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ યોગબીજનું જે વર્ણન સમજાવી રહ્યા છે. તેમાં “અન્ય દર્શનકારો પણ આમ જ કહે છે” એમ કહીને તેઓનો મત ટાંકતાં સાંખ્યદર્શનના અનુયાયી અને યોગાચાર્ય તરીકે અતિશય પ્રસિદ્ધ એવા પાતંજલઋષિના પાઠની સાક્ષી આપતાં જણાવે છે કે અન્ય દર્શનના યોગાચાર્યોએ પણ પોતાના શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે. યોગદશાની પ્રાપ્તિમાં મૂળભૂત કુશલચિત્તાદિ રૂપ બીજ કેવું હોય છે. તે બીજ (એટલે યોગના બીજ) ભૂત એવું ચિત્ત આવા પ્રકારનું હોય છે. (૧) સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્માને કંઈક ઉપર આવવાના વિકાસ સ્વરૂપ છે. (૩ન્મનન ઉપર આવવાના, કામોના વિકાસ સ્વરૂપ) સમુદ્રમાં ડૂબેલા માણસને જેમ કંઈ દેખાતું નથી, ચારે તરફ પાણી જ પાણી દેખાય છે. અને તેથી નીકળવાની કે તરવાની આશા મૃતપ્રાય: થયેલી છે. હતાશારૂપ છે. તેવામાં પાણીની ઉપરની સપાટીએ આવવાનું કદાચ મહાપ્રયત્ન થઈ જાય, તો જગત્ દેખાય છે. આનંદ આનંદ થાય છે. નીકળવાની કે તરવાની કંઈક આશા બંધાય છે. તેવી જ રીતે સંસારમાં ડૂબેલા આ આત્માને વિષયસુખો ઘણાં જ પ્રારાં છે. મોહાંધતા બલવત્તર છે એટલે આત્મતત્ત્વ દેખાતું જ નથી, સંસાર વધારતો જ જાય છે. નીકળવાની કે તરવાની તો વાત જ કેવી? તેવામાં તથાભવ્યત્વનો પરિપાક થવાથી આવું ઉત્તમ યોગબીજ પ્રાપ્ત થાય છે. સારાસારની ભેદ રેખાનું ભાન થાય છે. અને સમજાય છે કે વિષયસુખો અને સંસાર એમ બન્ને વિષ તુલ્ય છે. આમ લાગવાથી આત્મતત્ત્વનું કંઈક દર્શન થાય છે. આનંદ આનંદ વ્યાપી જાય છે અને સંસાર તરાશે, પૂર્ણ આત્મતત્ત્વ પ્રાપ્ત કરાશે, એવી આશા બંધાય છે. માટે આ યોગબીજ સંસારસમુદ્રમાં ડૂબેલા આત્માને કંઈક ઉપર આવવાના સ્વરૂપવાળું અને પોતાના આત્મતત્ત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે. (૨) સાંખ્યદર્શનની દૃષ્ટિએ પુરુષ અને પ્રકૃતિ એમ મૂલ બે તત્ત્વ છે. પુરુષ અકર્તા-અભોક્તા છે તથા જ્ઞાતા-દૃષ્ટા છે. પરંતુ સત્ત્વ-રજસ-તમસની બનેલી પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે. તેનું બલ ઘણું છે. તેથી તે પ્રકૃતિ વિષયસુખોની આસક્તિવાળી હોવા છતાં પણ આત્મામાં તેનું પ્રતિબિંબ પડવાથી આત્મા ઘણી આસક્તિવાળો લાગે છે. જ્યારથી આ યોગબીજ પ્રાપ્ત થાય છે ત્યારથી તે વિષય સુખોની તત્સવિતતે આસક્તિનો જે અતિશય છે તેને શિથિલ કરનાર આ યોગબીજ બને છે. વિષયસુખની આસક્તિ ઢીલી થાય છે. કોઈ કોઈ પુસ્તકોમાં તત્સવિતશય દન્ય ૪ ને બદલે તાલવ્ય ન પણ પાઠાન્તર રૂપે જોવા મળે છે. ત્યારે એવો અર્થ કરવો કે તત્ તે પ્રકૃતિની વિત Page #160 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૨૫ શક્તિને (બળને) શિથિલ કરનારું આ યોગબીજ છે. બન્ને અર્થોનો ભાવાર્થ લગભગ સમાન છે. યોગબીજની પ્રાપ્તિના પૂર્વકાળમાં વિષયસુખોની આસક્તિ ઘણી હતી, તેમાં જ આ જીવ રંગાયેલો હતો, લયલીન હતો, પ્રકૃતિનું (કર્મનું) જોર ઘણું હતું, તે સર્વ આ યોગબીજ આવવાથી શિથિલ થઈ ગયું છે. આ યોગબીજ વિષયસુખોની આસક્તિને અને પ્રકૃતિની (કર્મોની) શક્તિને શિથિલ કરનારું છે. (ઉપરોક્ત બે વિશેષણો, અને હવે પછી સમજાવાતાં સર્વે વિશેષણો “યોવીનર" પદનાં જ છે. માત્ર વિશેષણને વિશેષ્યના અનુસાર લિંગ નથી વિત્ત શબ્દ નપુંસકલિંગ હોવા છતાં પણ તેનાં વિશેષણોમાં ક્યાંક પુલિંગ અને કયાંક સ્ત્રીલિંગ કરેલ છે. કારણકે સમાન જ લિંગ આવે એવો નિયમ નથી. જેમકે વેવા પ્રમાણમ્, ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ઇત્યાદિ યુક્તિ અહીં સ્વયં સમજી લેવી.) (૩) પ્રઃ પ્રથમવિક્ષિાર અત્યાર સુધી આ આત્મા પ્રકૃતિને અનુકૂળ જોવાની દૃષ્ટિવાળો હતો, પ્રકૃતિની સાથે ગાઢમિત્રતા=અભેદબુદ્ધિ હતી, પ્રકૃતિનું કતૃત્વ-ભકતૃત્વજ્ઞાતૃત્વ-વગેરે પોતાનાં જ છે એમ આ જીવ માનતો હતો, પ્રકૃતિજન્ય વિષયસુખ અને સંસારને પોતાનો જ માની તેમાં જ આનંદ-ચમન કરતો હતો, પરંતુ આ યોગબીજ આવ્યું ત્યારે તેને ભાન થાય છે કે આ મારું સ્વરૂપ નથી, હું પ્રકૃતિથી પૃથક્ છું. પ્રકૃતિએ મને ભોળવ્યો છે. અંધારામાં રાખ્યો છે, પ્રકૃતિની સાથેની ગાઢ મિત્રતા તૂટી જાય છે. અભેદબુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. અત્યાર સુધી જે પ્રકૃતિ વહાલી લાગતી હતી, તેના તરફ પ્રેમભરી દૃષ્ટિ હતી. તે હવેથી કડવી લાગે છે અને તે પ્રકૃતિ પ્રત્યે વિપ્રિય પ્રેમ વિનાની, કડવાશ ભરેલી, અણગમાવાળી ક્ષત્રિદૃષ્ટિ અહીંથી શરૂ થાય છે. આવી અણગમાવાળી દૃષ્ટિ શરૂ કરાવનારું આ યોગબીજ પ્રથમ છે. (૪) તલાQતરિ=અત્યાર સુધી પ્રકૃતિનું બળ અધિક હતું, આ જીવ પણ તેના તરફ વ્હાલ કરતો હતો, તેના કહ્યા મુજબ જ વર્તતો હતો, પ્રકૃતિ-જન્ય સુખને પોતાનું માનીને જ તેના તરફ રાગી હતો, પરંતુ આ યોગબીજ આવવાથી, પ્રકૃતિની અસલી માયાકારી જાત જણાઈ જવાથી તેના પ્રત્યે વિપ્રિયંક્ષા (કડવી ઝેર ભરેલી દૃષ્ટિ) થયેલી હેવાથી તત્તે વિપ્રિયંક્ષાના જ માલૂd=રહસ્યને રિ પ્રગટ કરનારું આ યોગબીજ જાણવું. એટલે કે જેમ કોઈ મિત્ર ઉપર પ્રથમ સ્નેહ હોય, પરંતુ તેના તરફથી કરાયેલો વિશ્વાસઘાત દેખાવાથી વિપ્રિયંક્ષા થાય છે. અને પછી દિન-પ્રતિદિન તે વિપ્રિયંક્ષાવાળું ચિત્ત તેના તરફ વધુને વધુ શંકાશીલ બને છે. આંખ કરડાયેલી જ રહે છે. મનમાં ગુસ્સો વધે છે. બદલો વાળવાના ઘાટની રાહ જ જીવ જુવે છે. તેમ અહીં પ્રકૃતિ પ્રત્યે વિપ્રિયંક્ષા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ થયેલી હોવાથી તે પ્રકૃતિનાં જ રહસ્યો ખુલ્લાં કરાતાં જાય છે વિષયસુખો અમારાં લાગે છે. સંસાર ઝેર જેવો લાગે છે. વિપ્રિયંક્ષાના કારણે જ દિન-પ્રતિદિન સાંસારિક સુખ ઝેર જેવું લાગવું. પ્રકૃતિ ઉપરની પ્રીતિ ઉડી જવી, તેનો વિશ્વાસ ન કરવો, તેનાથી દબાયેલા ન રહેવું ઇત્યાદિ રહસ્યોને કરનારું આ યોગબીજ છે એમ જાણવું. (૫) સમુન્નારસ એટલે સમત્તા, વિન્ટેન=નાસનન, પ્રકૃતિને અને પ્રકૃતિજન્ય વિકાર-વાસના અને મોહને ચારે તરફથી પ્રબળ પ્રકારે હણનારું આ યોગબીજ છે. સારાંશ કે આ યોગબીજ પ્રકૃતિને અને પ્રકૃતિજન્ય વિકારોને મંદ કરનારૂં જાણવું. (૬) માયાનોપાનિં-આત્માને આત્માર્થતાના આગમનનું (આત્મતત્ત્વની પ્રાપ્તિનું) જાણે આ યોગબીજ ભેટયું હોય તેવું છે. આત્માર્થતાના આગમનનું સૂચક છે. આ યોગબીજ જાણે આત્માને એમ સૂચવે છે કે મુક્તિપદ હવે તમને અતિશય નિકટતમ છે. એમ મુક્તિપદની પ્રાપ્તિના ઉપાયન (ભેટ)રૂપ છે. ચેતઃ શબ્દમાં + ડુત છે ત્યાં કહેલો ૨ શબ્દ આ છ વિશેષણોના સમુચ્ચય માટે છે. અને રૂત: શબ્દ સાતમાં વિશેષણમાં લેવો () ફતવત્તાસમવેશ આ યોગબીજ મુક્તિપદની પ્રાપ્તિના ઉપાયન રૂપ ભેટયા રૂપ છે આ કારણથી જીવને આગળથી સમાચાર મળી જાય છે કે મારું મુક્તિપદ હવે નિકટ છે. મારા આત્માનું શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-નિર્મળ સ્વરૂપ મને નજીકમાં જ મળવાનું છે તેથી અદમ્ય ઉત્સાહથી, સર્વ પ્રકારના પોતાના બળને એકઠું કરીને તે આત્મ-તત્ત્વની પ્રાપ્તિને ઉચિત એવા ધર્મતત્ત્વોની વિચારણામાં જ પ્રવેશ કરાવનારું, સતત તત્ત્વવિચારણામાં ડૂબાડૂબ રાખનારું આ યોગબીજ છે. જેમ આગળથી ખબર પડે કે નજીકના કાળમાં વિશિષ્ટ અતિથિ ઘેર આવવાના છે. તો તેની તડામાર તૈયારીઓ ચાલે, કુટુંબના સભ્યો સાથે મીટીંગો ગોઠવાય, તેવી રીતે અહીં આત્માને તે મુક્તિપદને ઉચિત તત્ત્વચિંતનમાં પ્રવેશ (ગરકાવ) કરાવનારું આ યોગબીજ છે. (૮) સ્થિપર્વતપરમવF-અનાદિકાળથી જામ થયેલા અને ગાઢ (ઘનીભૂત) બનેલા એવા રાગ અને દ્વેષ આદિ દોષોની બનેલી જે ગાંઠ છે. તે ગાંઠરૂપી પર્વતને ભેદવામાં પરમવજ સમાન આ યોગબીજ છે. જેમ ઇંદ્ર મહારાજા વજવડે પર્વતોને ભેદે છે તેમ આ આત્મા આ યોગબીજ વડે રાગાદિની ગાંઠને ભેદે છે. તેથી ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં પરમ વજતુલ્ય આ યોગબીજ છે. (૯) નિયમીત્તરિ જો કે ઈંદ્રના વજવડે પર્વતોનો ભેદ થાય છે. તો પણ જેમ તોફાની પવનવડે સામાન્ય પર્વતો કંપે છે છતાં મેરૂપર્વત કલિયુગના તોફાની પવનો Page #162 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ વડે પણ કંપતો નથી તેમ મેરૂપર્વત જેવો કોઇ મોટો પર્વત કદાચ ઇંદ્રના વજ્રવડે ન ભેદાય, એમ પણ બને, પરંતુ આ યોગબીજ તો નિયમા તે ગ્રંથિને ભેદનાર જ છે. ઇંદ્રનું વજ્ર કોઇક પર્વતનો ભેદ કરી શકે અને મેરૂપર્વત જેવા કોઇ શાશ્વત પર્વતનો ભેદ ન કરી શકે એવું પણ બને છે પરંતુ આ યોગબીજમાં તેવું બનતું નથી. તે તો નિયમા ગ્રંથિનો ભેદ કરે જ છે. જીવને સમ્યગ્દર્શન પમાડે જ છે. (૧૦) મવાળપનાયનાલયઢા=જન્મ-જરા-મૃત્યુ આધિ-વ્યાધિમય જે આ મવ સંસાર છે તે મહાન્ ચારચારક (બંદીખાનું અર્થાત્ જેલ) છે કારણ કે કોઇ જીવ તેમાંથી છટકી શકતો નથી. ગમે તેવો સુખી-નિરોગી-ધનવાન્ અને લાગવગવાળો હોય અર્થાત્ ચક્રવર્તી કે ઇંદ્ર હોય તો પણ ઉપરોક્ત દુઃખોમાંથી ભાગી શકતો નથી. માટે જ જન્માદિ દુ:ખોમય આ સંસાર એ ચારક (જેલખાનું) છે. તેને થવાની (સમાપ્ત થવાની) આ યોગબીજ એ જાણે વ્હાલપટા=કાલઘંટા હોય તેવું છે. જેમ સ્કુલ પૂરી થવાનો કાળ થાય અને તે કાલે ઘંટ વાગે, અને દરેક વર્ગોમાંથી છોકરાઓ છૂટે તેમ આ યોગબીજ પ્રાપ્ત થતાં જ સંસાર રૂપ ચારકને પલાયન (પૂર્ણ) થવાની જાણે કાલઘંટા વાગી હોય તેમ જાણવું. પલાયન=પલાયન ૧૨૭ (૧૧) તપસારારિfÎ=આત્માને અનાદિના વળગેલા એવા તે સંસારમાંથી આ આત્માનું અપસરણ (નીકળવાનું કામ) કરાવનારું આ યોગબીજ છે. એમ સંક્ષેપથી યોગબીજ પૂર્વના યોગાચાર્યોએ પણ સમજાવ્યું છે. અહીં આ યોગબીજનું વર્ણન ચાલે છે. ચોળવીનચિત્ત-એ પદ નપુંસકલિંગ છે. પરંતુ ‘‘તિક઼મતન્ત્રમ્’’-લિંગ કોઇને આધીન નથી એ ન્યાયથી, અને વેવા: પ્રમાળ-વગેરેના ઉદાહરણોથી ભિન્ન લિંગ પણ વ્યાકરણમાં અને આર્ષભાષામાં હોઇ શકે છે. તથા તેને અનુસરતું વર્ણન પણ ઉચિત અને સંગત થાય છે. માટે અમે તમામ વિશેષણો યોગબીજ એવા ચિત્તનાં જ સમજાવ્યાં છે. છતાં છેલ્લાં બે વિશેષણો સ્ત્રીલિંગ હોવાથી વિપ્રિયેક્ષા નાં કરવાં હોય તો પણ થઇ શકે છે કે પ્રકૃતિ પ્રત્યે જે વિપરીત ઇક્ષા (દૃષ્ટિ) થઇ છે તે ભવ રૂપ ચારકને પલાયન થવામાં કાલઘંટા સમાન છે અને તેમાંથી જીવને મૂકાવવાનું કામ કરનારી છે. પરંતુ આવો અર્થ કરીએ તો પણ આમો અને વિપ્રિયેક્ષામાં ચિત્તશબ્દથી લિંગ ભેદ છે. અને તે દરેક પદોને ચિત્તનાં વિશેષણ કરવાં જ પડે છે તો પછી વચ્ચેથી વિપ્રિયેશા પદ લઇ, તેનાં છેલ્લાં બે વિશેષણો લિંગની સમાનતા માટે જ કરવાં તેના કરતાં સર્વે વિશેષણો ચિત્તનાં કરીએ તો પણ અર્થ ભેદ થતો નથી. તેથી આત્માને પ્રાપ્ત થયેલું આ યોગબીજ જ આવું ઉત્તમ છે. જે સંસારસમાપ્ત થવાની સૂચના રૂપ છે. એમ વધારે સંગત લાગે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ સાંખ્યદર્શનના પ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી પતંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વર્ણન કહીને ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે આ જ વાતને સ્પષ્ટ કરતાં પોતાના શબ્દોમાં જણાવે છે કે મત: સંશુદ્ધ હિ તત્ નિનશનાવિચિત્ત (થર્ મતિ) તત્ ફૈદશમ્ કૃતિ =આ કારણોથી ઉપાદેય બુદ્ધિ આદિ ગુણોવાળું સંશુદ્ધ થયેલું વીતરાગ પ્રભુ પ્રત્યેનું કુશલચિત્તાદિરૂપ આ યોગબીજ જે છે એ યોગબીજ આવા પ્રકારનું (એટલે કે સાંખ્ય દર્શનના પતંજલિ આદિ ઋષિઓ વડે કહેવાયેલા ભાવવાળું જ) હોય છે. અર્થાત્ જ્યારથી આ જીવને જિનકુશલચિત્તાદિ આવ્યાં ત્યારથી જ ભવો પાકીને ખરી જવાનો અને મુક્તિફળ મળવાનો પાક શરૂ થયો જ સમજવો. આ યોગબીજ એ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરૂ થવા તુલ્ય છે. જેમ ભાત બનાવવા કાચા ચોખા ગરમ પાણી સાથે ચૂલા ઉપર મૂક્યા ત્યારથી તેનો પાક શરૂ થયો, ફક્ત હવે આ પાકની ક્રિયા થવામાં તથાવિધ કાળ લાગે છે. કોઇ કાર્યમાં અડધો કલાક, કોઇ કાર્યમાં પોણો કલાક અને કોઇ કાર્યમાં એક કલાક થાય છે. પરંતુ કાળલબ્ધિ જોડાતાં તે કાર્ય થાય જ છે. કારણ કે પાકવાનું કાર્ય આરંભાઇ ગયું છે. અને પાકવાની પ્રક્રિયા શરૂ થતાં તથા કાળાદિ સામગ્રીની સહાય મળતાં પાકીને ભાતરૂપે બનવું એ તે તે કાચા ચોખા વગેરે દ્રવ્યોનો સ્વભાવ જ છે. એમ અહીં સમજવું. કાચા ચોખા ચડાવ્યા પછી તેને અનુકૂળ કાળાદિ લાગવા વડે તે તે ભાત આદિરૂપે પાકવાનો ‘ચોખા નામના દ્રવ્યનો' સ્વભાવ હોવાથી ચોખાના પાકનો જે આરંભ થયો તે ભાત રૂપ ફળ આપે જ છે. ગોટલી વાવી, ખાતર-પાણી આદિ સામગ્રી આપી, ત્યારથી જ આમ્રવૃક્ષ થવાનો અને આમ્રફળ આપવાનો પાક પ્રારંભાયો જ છે માત્ર તેને કાળવિલંબ આદિ લાગવાનાં છે. કાળપૂર્ણ થવાથી આમ્રફળ આપવાના તેવા તેવા સ્વભાવવાળું જ તે આમ્રબીજ છે. ઇત્યાદિ ઉદાહરણોની જેમ આ જીવને જ્યારથી આ યોગબીજ પ્રાપ્ત થયું ત્યારથી જ મુક્તિપદની પ્રાપ્તિ થવા રૂપ ફળના પાકનો પ્રારંભ થયો છે. માત્ર તેમાં તથાવિધ કાળવિલંબ આદિ લાગશે, અને તેવા પ્રકારની કાળ આદિ સામગ્રીની અપેક્ષા રાખવી એ પણ તેનો સ્વભાવ છે. માટે ફળપ્રાપ્તિ કાલક્રમે થાય છે. પરંતુ પાકનો પ્રારંભ અવશ્ય થઇ ચૂક્યો છે જેથી ફળ આપીને જ વિરામ પામશે. એમ જાણવું. ૧૨૮ આ પ્રમાણે પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, તેમને કરાતો વચનો દ્વારા નમસ્કાર અને તેઓને હૈયાના સદ્ભાવપૂર્વક કાયાથી કરાતા પ્રણામ, આ ત્રણે ઉપાદેય બુદ્ધિપૂર્વક, સંજ્ઞાઓના વિખંભણપૂર્વક તથા ફલાભિસંધિરહિત જો હોય તો તે સંશુદ્ધ યોગબીજ છે અને ભવચારકને પલાયન કરાવવામાં કાલઘંટા સમાન છે. ત્યારથી જ મુક્તિફળના પાકનો પ્રારંભ થયો છે. માત્ર ઉત્કૃષ્ટથી (વધુમાં વધુ) દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન આદિ કાલલબ્ધિની અપેક્ષા Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૬ યોગદષ્ટિ સમુચ્ચય ૧૨૯ રાખવી એ તેનો સ્વભાવ હોવાથી ત્યારે પૂર્ણ પાક બનશે. વાવેલા બીજને બધી સામગ્રી મળવા છતાં તુરત જ અંકુરા થતા નથી, તથાવિધ કાલાદિની અપેક્ષા રાખે જ છે. અને તેવા પ્રકારના કાળની અપેક્ષા રાખવી એવો પણ તે દ્રવ્યનો સ્વભાવ જ છે. તેમાં કંઈ તર્ક ચાલતો નથી, કાચા ચોખા ચૂલા ઉપર ચડાવ્યા, ગેસ-પાણી આદિ સામગ્રી આપી, તો પણ પાકવામાં કાલવિલંબ લાગવાનો જ, એ તેનો સ્વભાવ જ છે. માત્ર પાકનો આરંભ થઈ ચૂકયો છે. એટલે કાર્યસિદ્ધિ અવશ્ય થશે જ- તેવી જ રીતે આ યોગબીજ પણ તથાવિધ કાલાદિ સામગ્રી દ્વારા પાકવાના તેવા તેવા પ્રકારના સ્વભાવવાળું હોવાથી અત્યારે ફળના પરિપાકના આરંભ તુલ્ય સમજવું. રિપો न चेदमेव केवलं योगबीजमिति तदन्तराभिधित्सयाऽऽह જિનેશ્વર પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર, અને સંશુદ્ધ પ્રણામાદિ, આ જ માત્ર યોગબીજ છે એવું નથી, અર્થાત્ તેનાથી અન્ય પણ યોગબીજ છે. તે અન્ય યોગબીજ જણાવવાની ઈચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે. आचार्यादिष्वपि ह्येतद्, विशुद्धं भावयोगिषु । वैयावृत्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥२६॥ ગાથાર્થ = તથા ભાવયોગી એવા આચાર્યાદિને વિષે પણ વિશુદ્ધ એવું આ કુશલચિત્તાદિ તે યોગબીજ છે. અને શુદ્ધાશય વિશેષથી વિધિપૂર્વક તેમની સેવા કરવી એ પણ યોગબીજ સમજવું. ર૬ll ટીકા -“મારબ્રિ 'િમરાપાધ્યતિથિવિષ્યgિ | પતિદેવ શનિત્તિરિ “વિશુદ્ધ” સંશુમેત્યર્થવિવિશિષ્ટપુ ? મદ-“માવપુ' ન द्रव्या-चार्यादिष्व-धर्मजलक्षणेषु कूटरूपे खल्वकूटबुद्धेरप्यसुन्दरत्वात् । नैतदेव વ« યોગવીન, ફ્રિ તહેં ? “વૈયકૃિત્ય ૪'વ્યાવૃત્તબાવક્ષામાહારાવિના, વિધિવ-ભૂગોવા-વિધિયુવત્તિ પુરુષાદ્યપેક્ષત્યર્થ. . યાદ पुरिसंतस्सुवयारं, अवयारं चप्पणो य णाऊणं ।। कुज्जा वेयावडियं, आणं काउं निरासंसो ॥ इत्यादि । (पंचवस्तु ५४०) अत एवाह-“शुद्धाशयविशेषतः"-शुद्धचित्तप्रबन्धविशेषेण ॥२६॥ વિવેચન :- શ્રી વીતરાગ જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલચિત્તાદિ આચરવાં એ યોગબીજ છે એમ પૂર્વેની ૨૪/રપ ગાથામાં કહ્યું. તેનાથી એ જ યોગબીજ છે અને બીજાં નથી એમ સમજવાનું નથી. તેના વિના હજુ બીજાં પણ યોગબીજો છે. વીતરાગ ચો. ૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૬ જિનેશ્વર પરમાત્મા પંચપરમેષ્ઠીમાં સર્વશ્રેષ્ઠ છે તેથી તેમના પ્રત્યેનાં કુશલચિત્તાદિ એ પ્રથમ યોગબીજ છે. એવી જ રીતે પંચમહાવ્રતધારી, સંસારના સર્વથા ત્યાગી એવા આચાર્યાદિને વિષે પણ ઉપાદેયબુદ્ધિ આદિ ત્રણ વિશેષણોપૂર્વક માનસિક કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક સંશુદ્ધ એવા પ્રણામાદિ એ ત્રણે પ્રકારનાં કાર્યો બીજા નંબરનું યોગબીજ જ છે. અરિહંતાદિની અપેક્ષાએ આચાર્યાદિ બીજા નંબરે છે તેથી તેમના પ્રત્યેનાં કુશલચિત્તાદિ બીજા નંબરનાં યોગબીજ છે. અહીં આચાર્યાદિ પદમાં કહેલ માઃિ શબ્દથી આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-જ્ઞાનાદિની અપેક્ષાએ રત્નાધિક પંન્યાસ-ગણિ-સાધુ વગેરે મહાત્મા પુરુષો સમજવા. આવા મહાત્માઓને વિષે પણ ઉદ્દેવ-આ જ કુશલચિત્તાદિ સંશુદ્ધ હોય તો જ એટલે કે ઉપાદેયબુદ્ધિ, સંજ્ઞાવિષ્ઠભણ અને ફલાભિસંધિ રહિત હોય તો જ તે બીજા નંબરનું યોગબીજ છે. મુક્તિપદની પ્રાપ્તિ કરાવે એવા યોગફળને ઉગાડનાર જ છે. વીતરાગ જેમ ગમવા જોઈએ, તેમ વીતરાગની આજ્ઞાને અનુસારે ચાલનારા, જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધક, સાંસારિક ભોગસુખના ત્યાગી, નિઃસ્પૃહ અને મહાવ્રતપંચાચાર-પંચસમિતિ આદિના પાલનહાર એવા આચાર્યાદિથી મુનિપદ સુધીના મહાત્માઓ પ્રત્યે પણ કુશલચિત્તાદિ પ્રાપ્ત થાય તો તે પણ યોગબીજ જ છે. કારણ કે વીતરાગ પરમાત્મા મુક્તિમાં ગયેલ હોવાથી વર્તમાનકાળે હિતમાં જોડનાર, પ્રેરણા આપનાર, અને અહિતથી વારનાર અર્થાત્ સારણા-વારણા-ચોયણા અને પડિચોયણા આદિ કરનાર ગુરુ જ છે. રસ્તો દેખાડનાર આચાર્યાદિ જ છે. માટે તેઓ પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ, બહુમાન, ભક્તિભાવ, પૂજ્યભાવ, હાર્દિક સન્માન રાખવું. તેવા ઉંચા ભાવપૂર્વક તેમના ગુણો ગાવા, તથા કાયાથી શુદ્ધ પ્રણામાદિ કરવા, વિનય કરવો, ભક્તિ-સેવા-ઉપાસના કરવી એ પણ યોગબીજ જ છે. જેને રાજા ઉપર પ્રીતિ હોય, તેને રાજા પાસે પહોંચાડનારા મંત્રી આદિ ઉપર પણ પ્રીતિ હોય જ છે. બલ્ક સવિશેષ પ્રીતિ હોય છે. જેને ધનવાનું શેઠ ઉપર પ્રીતિ હોય છે તેને તેવા ધનવાનું શેઠનો મેળાપ કરાવી આપનાર ઉપર પણ પ્રીતિ હોય જ છે, બલ્ક સવિશેષ પ્રીતિ હોય છે. તેવી રીતે વીતરાગ પરમાત્મા જેને ગમે, વીતરાગ અવસ્થા જેને રુચે, તેને ત્યાં સુધી પહોંચાડવાનો માર્ગ બતાવનારા આચાર્ય આદિ ગુરુઓ પણ ગમે જ છે. તેમના ઉપર બહુમાન-પૂજ્યભાવ થાય જ છે. એટલું જ નહીં પરંતુ વર્તમાનકાળમાં સદેહે વિદ્યમાન હોવાથી અને હિતકારી બુદ્ધિપૂર્વક તત્ત્વ સમજાવનાર હોવાથી સવિશેષ રુચે છે. ધર્મના સ્થાપક દેવ તરીકે જેમ અરિહંત પરમાત્માનું સ્થાન છે. તેવી જ રીતે તે ધર્મનું પ્રસારણ કરનાર ગુરુ તરીકે એટલે ધર્મગુરુ તરીકેનું સ્થાન આચાર્ય આદિ મુનિ ભગવંતોનું છે. એટલે ગૃહસ્થ જીવનમાં વર્તતા જ્ઞાની પુરુષો ધર્મતત્ત્વ સમજાવનાર Page #166 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૩૧ તરીકે “વિદ્યાગુરુ” કહી શકાય છે. પરંતુ ધર્મગુરુ તો સંસારના ત્યાગી મુનિ જ હોય છે. એટલે પંચપરમેષ્ઠિમાં ત્યાગીનું જ સ્થાન છે. તેથી જે ગૃહસ્થાશ્રમી હોય અને અમે તો ભાવથી નિઃસ્પૃહ છીએ. દ્રવ્યલિંગી સાધુઓ કરતાં સારા છીએ. મનમાં એમ માની અપવાદ રૂપે સેવાતાં સાધુઓનાં નાનાં છિદ્રોને મોટાં કરી પોતે ભાવલિંગી છે. એમ માની ધર્મસ્થાનોના નાયક બને છે. ધર્મગુરુ તરીકે પોતાને માને છે અને મનાવે છે તે ઉચિત નથી. જો કંચન-કામિનીની સાથે રહીને ભાવલિંગી સાધુ થવાતું હોત તો બાહ્યત્યાગી થવાની જરૂરિયાત જ ક્યાં રહે છે ? ભરત ચક્રવર્તી, ઇલાચી. ચિલાતી અને પૃથ્વીચંદ્રરાજા આદિનાં ઉદાહરણો જે આપે છે તે પણ ઉચિત નથી. કારણ કે અપવાદે બનેલા દાખલાને રાજમાર્ગે લેવાતા નથી. મનમાં અધ્યાત્મ હોવા છતાં પણ વ્યવહારથી સંસારના ત્યાગી એવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુને જ પ્રધાન કરી તેઓની નિશ્રાએ જ ધર્મારાધન કરવું જોઇએ. તેઓમાં કેવળ દોષ માત્ર દેખીને તેઓથી ઉભગી જઈને સ્વતંત્રપણે નવા સંપ્રદાયો ચલાવવા તે “સાધુમાર્ગનો” ઉચ્છેદ કર્યા બરાબર છે તેથી આચાર્યાદિ પ્રત્યે જે કુશલચિત્તાદિ છે તે પણ યોગબીજ છે. જૈન શાસનમાં પંચ પરમેષ્ઠીમાં આચાર્યાદિ ત્યાગીનું ગુરુ તરીકે સ્થાન છે પરંતુ અધ્યાત્મી એવા પણ ગૃહસ્થનું સ્થાન નથી. વિવિશિષ્ટપુ કેવા વિશેષણવાળા આચાર્યાદિ પ્રત્યે કુશળચિત્તાદિને યોગબીજ કહેવાય છે? તો જણાવે છે કે “ભાવયોગી” એવા આચાર્યાદિને વિષે કુશલચિત્તાદિ હોય તો જ તે યોગબીજ કહેવાય છે. ભાવથી (અંતરાત્મપરિણામથી) જેમનામાં યોગદશા પ્રગટી છે. આચાર્યાદિ પદના બાહ્ય અને અત્યંત ગુણો જેમનામાં પ્રગટ્યા છે. એવા ગુણીયલ, ભાવથી યોગદશા પામેલા, આત્માર્થતાના પરમરાગી, પરમાર્થપદના સાધક, એવા આચાર્યાદિથી મુનિપદ સુધીના મહાત્માઓ પ્રત્યે કુશલચિત્તાદિ રાખવાં તે આ આત્માને ઉપકારી છે. આત્મહિત કરનાર છે. યથાર્થ માર્ગે ચડાવનાર છે. ચડેલાને માર્ગમાં સ્થિર કરનાર છે અને આગળ વધારનાર છે માટે તેવા મહાત્માઓ પ્રત્યે કુશલચિત્તાદિને પણ યોગબીજ કહેવાય છે. પરંતુ દ્રવ્યાચાર્યને વિષે કુશલચિત્તાદિને યોગબીજ કહેવાતાં નથી. જેઓ માત્ર વેષથી જ સાધુ બન્યા છે. પરંતુ સાધુપણાના ગુણોનો જેમાં અભાવ છે. મુગલ-સુખના રાગથી (સારું સાધુપણું પાળ્યું હશે તો દેવલોકનાં સુખો મળશે એવા આશયથી) સાધુ બન્યા છે. માન-મોભા અને પ્રતિષ્ઠાના જેઓ ભુખ્યા છે. વિષય-વાસનાના જેઓ ગુલામ છે અથવા હૃદયથી જેને આ પરમાત્માનો માર્ગ ગમતો નથી માત્ર બાહ્યકારણોના વશથી વેષ લીધો છે. અને પોતાનાં મન ધાર્યા બાહ્ય કામો કરાવવા પૂરતો જ સાધુની છાપ પાડવા જ સાધુનો વેષ રાખ્યો છે તે સર્વ દ્રવ્યસાધુ-દ્રવ્યાચાર્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૬ ૧૩૨ કહેવાય છે. આવા પ્રકારના દ્રવ્ય સાધુ અને દ્રવ્ય આચાર્યાદિ પ્રત્યે કુશલચિત્તાદિ રાખવાં તે યોગબીજ નથી. મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવો અથવા પૂર્ણપણે ક્ષય કરવો એ ધર્મ કહેવાય છે. તે મોહનીયકર્મના ક્ષયોપશમપૂર્વક થયેલા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ધર્મજલક્ષણવાળા (ધર્મયુક્ત લક્ષણવાળા) ભાવસાધુ કહેવાય છે. અને મોહનીયનો ઉદય તે અધર્મ કહેવાય છે. ઉદાયીરાજાની હત્યા કરવા માટે વિનયરત્ને લીધેલ દીક્ષા તે અધર્મજ લક્ષણવાળા દ્રવ્યસાધુ જાણવા. આવા મિથ્યાત્વના ઉદયવાળા, અથવા ક્રોધાદિના ઉદયવાળા જે સાધુ, અંતરમાં જે મોહના ઉદયને પરવશ છે તે અધર્મથી થયેલ સાધુને દ્રવ્યસાધુ કહેવાય છે. તથા અંગારમર્દક આચાર્ય જેવા આચાર્ય તે દ્રવ્યાચાર્ય કહેવાય છે. તેવા દ્રવ્યાચાર્યાદિમાં કરાયેલું કુશલચિત્તાદિ તે યોગબીજ કહેવાતું નથી. ખોટા રૂપિયામાં સાચા રૂપિયાપણાની બુદ્ધિ હોય તો પણ તે સાચા રૂપિયાના ફળને આપતી નથી, માટે અસુંદરજ છે. પીત્તળમાં સોનાની ગમે તેટલી તીવ્ર બુદ્ધિ કરીએ તો પણ તે સોનાનો ભાવ (પૈસા) લાવી આપતું નથી. તેમ દ્રવ્યાચાર્યમાં ભાવાચાર્યની બુદ્ધિ રાખીએ તો પણ તે નિર્જરા અને મોક્ષફળને આપતી નથી. આ રીતે જિનેશ્વર પરમાત્માને વિષે કુશલચિત્તાદિ જેમ યોગીબીજ છે. તેમ ભાવયોગી એવા આચાર્યાદિને વિષે કુશલચિત્તાદિ હોય તો તે પણ યોગબીજ છે. પરંતુ દ્રવ્યાચાર્યાદિમાં ભાવાચાર્યની બુદ્ધિ કરીએ તો પણ તે યોગબીજ કહેવાતું નથી. આ રીતે આ બે પ્રકારનાં જ યોગબીજ છે એમ નહીં, પરંતુ તે બે ઉપરાંત દેવ-ગુરુની વૈયાવચ્ચ કરવી એ પણ ત્રીજું યોગબીજ છે. વૈયાવચ્ચ એટલે કે શાસ્ત્રોમાં કહેલી વિધિપૂર્વક દ્રવ્ય (પુરુષ)- ક્ષેત્ર-કાળ આદિની અપેક્ષા રાખીને આહારાદિ વડે સેવા કરવી. ભક્તિ કરવી તે. જે સેવા-ભક્તિમાં અહંકાર-મમકાર અને પૌદ્ગલિક સુખની આશંસાનો વ્યાવૃત્તભાવ છે (એટલે તે અહંકારાદિનો ભાવ જેમાંથી ચાલ્યો ગયો છે) તે વ્યાવૃત્તભાવ લક્ષણવાળી સેવા-ચાકરી-ભક્તિને વૈયાવચ્ચ કહેવાય છે. જે આચાર્યાદિએ ધર્મસંસ્કારો આપ્યા છે. અને જગતના જીવોને આપે છે. તેવા ઉપકારીઓની સેવામાં અમ્ અને મમત્વ હોય જ કેમ ! પૌદ્ગલિક સુખની આશંસા રખાય જ કેમ ! તેથી આશંસાભાવની વ્યાવૃત્તિપૂર્વક અર્થાત્ નિરાંશસભાવે આહાર-ઔષધલાવી આપવાં, શરીર-સેવા કરવી તે પણ યોગબીજ છે. ભરત-બાહુબલીના પૂર્વભવનું ચરિત્ર, તથા સંપ્રતિ મહારાજના પૂર્વભવનું ચરિત્ર ઉદાહરણ તરીકે સમજી લેવું. આ વૈયાવચ્ચ વિધિવત્ એટલે કે શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ જોઇને તે પુરુષાદિને સાતા ઉપજે, સંયમભાવની વૃદ્ધિ થાય, તેવી વૈયાવચ્ચ કરવી. એટલે વૈયાવચ્ચ કરતી વખતે વિવેકપૂર્વક નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા. Page #168 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૩૩ ગાથા : ૨૬ (૧) પુરુષં=પુરુષને જોવો, જેની વૈયાવચ્ચ કરવી છે તેમની ઉંમર કેટલી ! શરીરની પ્રકૃતિ કેવી ! શું અનુકૂળ છે શું પ્રતિકૂળ છે ! તેમનો સ્વભાવ કેવો ! શું કરવાથી તેઓ સંયમમાં વૃદ્ધિ પામશે અને સ્વ-પરનો વધુ ઉપકાર કરશે ! (૨) તસ્તુવયાર્ં = હું જે આહાર-ઔષધ-વસ્ત્રાદિ આપું છું તેનાથી તેમનો ઉપકાર જ થશે ને! તેમને કામ લાગે તેમ છે ને! તેનાથી તેઓને સાતા ઉપજે એમ છે ને! જેથી તેઓ સંયમ અને પરોપકાર વધારે કરી શકે એમ સાનુકૂળ છે ને! ઇત્યાદિ વિચારીને વૈયાવચ્ચ કરવી. (૩) તા અવવાર = ળં=મારા આહારાદિથી તેમનો અપકાર થાય તેમ તો નથી ને! અપચો અજીર્ણ થાય તેમ તો નથી ને! સ્વાદિષ્ટ ભોજન ઉપર મમતા, વસ્ત્રાદિ ઉપર મમતા વધે એવો અપકાર થાય તેમ તો નથી ને ! આપેલા ઔષધથી રીએક્શન આવે અને રોગ વધે એમ અપકાર થાય તેમ તો નથી ને! ઇત્યાદિ વિચારીને સેવા કરવી. (૪) અપ્પો ય (ડવયામાં અવાર) ગાઝાં આ વૈયાવચ્ચ કરવાથી મારા આત્માને શું ઉપકાર થાય છે! મને યોગીની સેવાનો લાભ મળ્યો, સંસાર સમુદ્રમાંથી તરવાનો અવસર મળ્યો, આવી સેવા કરવાની તક ફરી મને ક્યારે મળે ! હું ધન્યભાગ્ય છું. એમ આત્મ-ઉપકાર સમજીને સેવા કરવી. તથા પોતાની નોકરી-ધંધાને એટલે કે આજીવિકાને ધક્કો ન લાગે, આરોગ્ય બરાબર સચવાય, દૈનિક ધર્મક્રિયાની હાનિ ન પહોંચે, ગુરુ આદિ પ્રત્યે દુર્ભાવ ન થઇ જાય, ઇત્યાદિ અપકાર ન થાય તે રીતે વૈયાવચ્ચ કરવી. = (૫) આળે જાવું =પરમાત્માની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. ગુરુજી આદિની સેવા-ભક્તિ કરતાં કોઇ અભક્ષ્ય-અનંતકાય ન આવી જાય, રાત્રિભોજનનો કોઇ દોષ ન લાગી જાય, નવકારશી-રાત્રિભોજનત્યાગાદિ વ્રતનો ભંગ ન થઇ જાય, વિજાતીયતાની પુષ્ટિ ન થઇ જાય તે રીતે પ્રભુની આજ્ઞાનુસાર સેવા કરવી. સારાંશ કે ભક્તિ કરવી એ પ્રભુની આજ્ઞા છે. એમ માની વિવેકપૂર્વક ભક્તિ કરવી. (૬) નિસંસો=આ ભવમાં ધનવાન્-પુત્રવાન્-દીર્ઘાયુષી થાઉં એવી કે માન-મોભાની આશંસા રાખ્યા વિના સેવા કરવી. પરભવમાં ચક્રવર્તી ઇંદ્ર કે વાસુદેવાદિની પદવી મળે એવી કોઇ પણ પ્રકારનાં પૌદ્ગલિક સુખોની અપેક્ષા રાખ્યા વિના આત્માર્થતા માટે જ સેવાભક્તિ કરવી. આ રીતે છએ મુદ્દાઓનો પૂર્ણ વિચાર કરીને વિવેકપૂર્વક પોતાને અને પરને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૭ એમ ઉભયને ઉપકારક થાય એવી સેવા-ભક્તિ કરવી એ ત્રીજું વૈયાવચ્ચ નામનું યોગબીજ છે. ઉપરની ગાથાનો ભાવાર્થ ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી પણ આ ૨૬મી મૂલગાથામાં કહે છે કે “શુદ્ધાશયવિશેષથી” વૈયાવચ્ચ કરવી. વૈયાવચ્ચ કરનારા આત્માની ચિત્તવૃત્તિ-મનોવૃત્તિ-વિશેષ કરીને શુદ્ધ હોવી જોઇએ. શુદ્ધ મનની વૃત્તિમાં ઉપરોક્ત બધા જ પ્રકારો આવી જાય છે. સેવા કરનારાની શુદ્ધ એવી (નિર્મળ એવી) ચિત્તની ધારા-ચિત્ત પ્રવાહ દિન-પ્રતિદિન વિશેષ વિશેષ વૃદ્ધિ પામે એવી વૈયાવચ્ચ કરવી. શુદ્ધાશય વિશેષની વૃદ્ધિ થાય તેમ સેવા કરવી. “શુદ્ધાશયવિશેષ” શબ્દમાં આ છએ વિશેષણોનો સમાવેશ થઈ જાય છે. રિ૬/ अयं च तथाविधकालादिभावेनेत्युक्तप्रायं बीजान्तरमाह આ શુદ્ધ આશયવિશેષ જ્યારે ભવોનો પરિપાક થાય, મુક્તિપદ આસન્ન થાય, દેશોનાર્ધવર્ત જેટલો જ કાળ બાકી રહે. ઇત્યાદિ તથાવિધ કાલાદિની સામગ્રી આવવા દ્વારા જ આવે છે. કાળપરિપાક થાય કર્મોની લઘુતા થાય, મિથ્યાત્વની મંદતા થાય. વગેરે ભાવો કાળાદિમાં લખેલા બદ્રિ શબ્દથી સમજવા. તથા આ જીવદ્રવ્યમાં ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન પામવાનો તેવો તેવો સ્વભાવ (આસન્નભવ્યતા) હોવાના કારણે જ આ શુદ્ધાશયવિશેષ આવે છે. અભવ્ય હોય અથવા દુર્ભવ્ય હોય તો આવો શુદ્ધાશય વિશેષ આવતો નથી. માટે જ ૨૫મી ગાથાની ટીકાની અંતિમ પંક્તિમાં “તથાવિધ કાલાદિભાવો પાકવા વડે અને જીવમાં રહેલા તેવા તેવા સ્વભાવો વડે આ યોગબીજ આવે છે” એમ આ બધી વાત ૩વતwયં=લગભગ કહેવાઈ ગઈ છે. તેથી હવે અન્ય યોગબીજ ગ્રંથકારશ્રી જણાવે છે भवोद्वेगश्च सह जो, द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥२७॥ ગાથાર્થ = સહજપણે થતો ભવોગ એ ચોથું યોગબીજ છે. દ્રવ્યોના અભિગ્રહ (નિયમો)નું પાલન એ પાંચમું યોગબીજ છે. અને સિદ્ધાન્તને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવા છટું યોગબીજ છે. ll૨૭ ટીકા “મવોલેજ સંસારોળશ ખન્મપિતા મહત્યસ્થ, “સદન' नेष्टवियोगादिनिमित्तः, तस्यार्त्तध्यानरूपत्वात् । उक्तं च-प्रत्युत्पन्नात्तु दुःखानिर्वेदो द्वेष ईदृशः। न वैराग्यमित्यादि योगबीजमिति वर्तते । तथा "द्रव्याभिग्रहपालनं-" Page #170 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૭ औषधादि- समादानमधिकृत्य, भावाभिग्रहस्य विशिष्ट क्षयोपशमभावरूपस्याभिन्नग्रंथेरसम्भवाद् द्रव्याभि-ग्रहग्रहणम् । तथा सिद्धान्तमाश्रित्यार्षं न तु कामादिशास्त्राणि, किमित्याह "विधिना "- न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन, જિમિત્યાહ-‘‘તેલનાવિ =’-યોનવીનમનુત્તમમિતિ ॥૨૭॥ વિવેચન :ભવ પ્રત્યે ઉદ્વેગ થવો, કંટાળો આવવો, તિરસ્કાર થવો એ ચોથું યોગબીજ છે. કારણ કે અર્થ-આ સંસાર જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગઅનિષ્ટસંયોગાદિથી ભરપૂર ભરેલો હોવાથી તેના પ્રત્યે ઉદ્વેગ થવો એ ચોથું યોગબીજ છે. આ ઉદ્વેગ સહજ (સ્વાભાવિક) જ્ઞાનપ્રભાવથી સંસારની અસારતા જાણીને થયેલો હોવો જોઇએ, પરંતુ ઇષ્ટપદાર્થના વિયોગાદિના દુ:ખમાત્રથી થયેલો હોવો જોઇએ નહીં. ધન-પુત્ર-પત્ની આદિના વિયોગકાલે પણ સંસાર અસાર (ખારો ઝે૨) લાગે છે. પરંતુ જ્ઞાન વિના તે વૈરાગ્ય દુ:ખગર્ભિત હોય છે. અનુકૂળતા પ્રાપ્ત થતાં પુનઃ આ સંસાર મધ જેવો મીઠો પણ લાગવા માંડે છે માટે ઇષ્ટવિયોગાદિથી જ્ઞાન વિના જે ઉદ્વેગ થાય છે તે અહીં ન સમજવો. વાસ્તવિકપણે તો તે આર્તધ્યાનનો જ એક પ્રકાર છે. તેમાં ભારોભાર મોહ જ છૂપાયેલો છે. અન્યત્ર કહ્યું છે કે -“વર્તમાનકાળમાં પ્રાપ્ત થયેલા દુ:ખથી જે નિર્વેદ થાય છે તે એવા પ્રકારનો દ્વેષમાત્ર છે પરંતુ વૈરાગ્ય નથી' માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા જે ભવ ઉદ્વેગ થાય તે જ યોગબીજ જાણવું. આ યોગદૃષ્ટિવાળા આત્માને આ સંસાર જન્મ-જરા-મ૨ણ-રોગ-શોક-ભય આદિ દુઃખોથી ભરેલો જ દેખાય છે. કોઇ જીવ આ દુઃખોથી છૂટી શકતો નથી. પૌદ્ગલિક સુખ ક્ષણમાત્ર છે. જ્યારે તેની ઉપાધિ દીર્ઘકાળ ચાલનારી છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું છે. સંપત્તિઓ પ્રાપ્તિમાં, સંરક્ષણમાં, અને વિયોગમાં દુ:ખદાયી જ દેખાય છે. તેથી સંસાર પ્રત્યે અણગમો જ પેદા થાય છે. જ્ઞાનપૂર્વકનો યથાર્થ સાચો વૈરાગ્ય થાય છે. અને તે યોગીબીજ છે. કહ્યું છે કે ૧૩૫ જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસારતો, કર્યાં કર્મ સહુ અનુભવે એ, કોઇ ન રાખણહાર તો. (પુણ્યપ્રકાશનું સ્વતન) આ સંસારની પ્રીત-સગાઇ પણ જુટ્ઠી-માયાવી અને સ્વાર્થાંધ છે. તેમનું કાર્ય ન થાય તો પ્રીત-સગાઈ ટકતી નથી. યૌવન વાદળ સમાન છે. આખું જીવન ક્ષણભંગુર અને ચંચળ છે. આવો જ્ઞાનગર્ભિત સહજ વૈરાગ્ય આ જીવને થાય છે. સંસારમાં ચારે તરફ ભયો, ઉપાધિઓ અને દુઃખો જ દેખાવાથી છુટવા ઇચ્છે છે. સાચી મુક્તિની અભિલાષા સ્ફુરે છે. સત્ય મુમુક્ષુ બને છે અને મોક્ષના ઉપાયોનો ગવેષક બને છે. તે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૭ માર્ગે આગળ વધે છે. આ રીતે સહજ સ્વાભાવિક વૈરાગ્ય-ભવોગ એ ચોથું યોગબીજ છે “યો વીનમ્” આવું પદ મૂલ ૨૭મા શ્લોકમાં નથી. પરંતુ ૨૩મા શ્લોકમાંથી તે પદ અહીં વર્તે છે. જેથી વાક્યરચનાની સંગતિ થાય છે. હવે પાંચમું યોગબીજ ગ્રંથકારશ્રી સમજાવે છે કે સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપવાને આશ્રયીને અભિગ્રહનું (નિયમનું) પાલન કરે. એટલે કે કોઈ પણ અતિથિની ભક્તિ કરીને જ જમવું. આહારાદિનું દાન કરીને જ ભોજન કરવું. ઇત્યાદિ દ્રવ્ય આશ્રયી અભિગ્રહ જાણવો એ પણ યોગબીજ છે. જે આત્માએ ગ્રંથિભેદ કર્યો હોય તેવા આત્માને જ મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી ભાવાભિગ્રહ આવે છે. આવા પ્રકારનો ભાવાભિગ્રહ અભિન્નગ્રંથિવાળા જીવને અસંભવિત છે. આ મિત્રાદષ્ટિવાળો જીવ હજુ અભિન્નગ્રંથિવાળો હોવાથી અહીં દ્રવ્યાભિગ્રહનું ગ્રહણ કર્યું છે. જે મુનિઓ દેહની મૂછ વિનાના છે. આત્મધ્યાનમાં મગ્ન છે. દેહ એ પોતાના સંયમમાં સાધનભૂત હોવાથી તેને ટકાવવા માટે જ આહાર-વસ્ત્ર-પાત્ર ધારણ કરે છે. સતત સ્વ-પર-ઉપકાર-પરાયણ છે એવા સત્પાત્રોને યોગ્ય સમયે યથાશક્તિ વિધિપૂર્વક આહારાદિનું દાન કરવાના અભિગ્રહો રાખવા. અને પાળવા તે સુંદર ફળને આપનાર છે. જેમ યોગ્ય સમયે યોગ્ય ભૂમિમાં એક નાનું બીજ પણ વાવ્યું હોય તો કાળ જતાં મહાવૃક્ષ બને છે. ઘટાદાર છાયા અને અનેક ફળો આપે છે તે દરેક ફળોમાં અનેક બીજ આવે છે તે દરેક બીજ વાવવાથી પુનઃ અનેક ફળો અને અનેક બીજો આવે છે. એમ મહાધાન્યરાશિ નીપજે છે. આ જ રીતે એક સત્પાત્રમાં યોગ્ય અવસરે આપેલું અલ્પ દાન પણ તેમનો દેહનિર્વાહ થતાં ગામાનુગામ વિહાર કરવા દ્વારા અનેક જીવોને ધર્મ પમાડે છે. ધર્મ પામેલાને સ્થિર કરે છે. વૃદ્ધિ કરે છે પુનઃ તે જીવો બીજા અનેકને ધર્મ પમાડે છે. એમ પરંપરા ચાલે છે. માટે સત્પાત્રનું દાન અનેક લાભનું કારણ બને છે. તથા દીન- દુઃખી – દરિદ્રી આત્માઓને પણ યોગ્ય સમયે અનુકંપા દાન કરવું, કરુણા કરવી, એ પણ અન્ય જીવોમાં બીજાધાનનું કારણ હોવાથી, પ્રવચનની પ્રભાવના હોવાથી, પરોપકારનો હેતુ હોવાથી, અને શુભ આશયવિશેષ હોવાથી યોગબીજ છે. આ જ અર્થને અનુસરીને તીર્થંકર મહાપુરુષોએ પ્રવ્રયા પૂર્વે એક વર્ષ સુધી સંવત્સરી દાન આપ્યું હતું. અને પ્રભુશ્રી મહાવીર સ્વામીએ બ્રાહ્મણને અર્ધવસ્ત્રનું દાન કર્યું હતું. ઉપાધ્યાય શ્રીયશોવિજ્યજી મ.શ્રીએ દ્વાત્રિશત્કાત્રિશિકામાં કહ્યું છે કે धर्माङ्गत्वं स्फुटीका, दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन, ददौ संवत्सरं वसु ॥ (दानद्वात्रिंशिका) Page #172 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૮ આ રીતે સુપાત્રદાન, પાત્રદાન, અને અનુકંપાદાન રૂપ દ્રવ્યાભિગ્રહ એ પણ શુભાશય રૂપ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે. હવે છઠ્ઠું યોગબીજ સમજાવે છે કે-સિદ્ધાન્ત, સદાગમ, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારાં ધર્મશાસ્ત્રો લખવાં-લખાવવાં, તે પણ શુભાશયરૂપ હોવાથી અને શાસન પ્રભાવનાનું કારણ હોવાથી યોગબીજ છે. અહીં (આર્ષ ઋષિ મહાત્માઓએ રચેલાં) ધર્મશાસ્ત્રો તે સમજવાં કે જે મોહના વિષને ઉતારનારાં છે. આત્માના હિતને કરનારાં છે. કલ્યાણના માર્ગે પ્રેરનારાં છે. પરંતુ અર્થ-વિષયક તથા કામવિષયક શાસ્ત્રો ન સમજવાં. કારણ કે અર્થ અને કામનાં ઉત્તેજક એવાં તે શાસ્ત્રો વિષયરસનું ઝેર વધારી લોભ અને વાસનામાં આ જીવને ગરકાવ કરી દે છે. આત્માર્થીને આવા વિષયવાસનાવર્ધક અર્થશાસ્ત્રો અને કામશાસ્ત્રોનું શું પ્રયોજન છે ! ૧૩૭ વળી આવાં સભ્યશાસ્ત્રોનું લેખન પણ વિધિથી કરવું. અને કરાવવું. વિધિ એટલે કે ન્યાયથી મેળવેલા ધનનો સદુપયોગ કરવા રૂપ વિધિ અહીં સમજવી. લોકોની સાથે બનાવટ કરીને, ચોરી કરીને કૂડકપટ કરીને, માયાજાળ પાથરીને પ્રાપ્ત કરેલું ધન સતત ચિંતા ભય અને દૈન્યતા જ આપનારૂં છે. આ ધનનું સત્કાર્યમાં સ્થાન જ નથી. કારણ કે અન્યાયોપાર્જિત ધનથી કરેલ સુકૃતોનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી. ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનના સદુપયોગકાળે જે પ્રસન્નતા, પરિણામની ધારાની ઉજ્વલતા, નિર્મળતા, ઉત્સાહ જોવા મળે છે તે અન્યત્ર ન સંભવે, ઉત્તમ ધર્મશાસ્ત્રો લખવાં, છપાવવાં, પ્રકાશિત કરવાં, સુંદર કાગળ, સુંદર પુંઠાં રાખવાં એ પણ છઠ્ઠુ યોગબીજ છે. જેમ વીતરાગદેવ મૂળમાર્ગના ઉપદેશક છે માટે આરાધ્ય છે. ગુરુજી તે દેવે કહેલા માર્ગને આપણા સુધી લાવનાર છે માટે આરાધ્ય છે. એ જ રીતે શાસ્ત્ર પણ સ્વ-પરને તત્ત્વ માર્ગ બતાવનાર છે. અધ્યાત્મદૃષ્ટિ ખીલવનાર છે. શાસ્ત્ર દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે માટે શાસ્ત્ર પણ દેવ-ગુરુના તુલ્ય જ ઉપાસ્ય છે. તેથી તેની સેવા-ભક્તિ-લેખનાદિ કરવાં-કરાવવાં એ શુભાશય રૂપ હોવાથી યોગબીજ છે. આ પણ અનુત્તમ એટલે જેનાથી બીજું કોઇ ઉત્તમ નથી એવું સર્વોત્તમ યોગબીજ છે એમ જાણવું. આ પ્રમાણે છ યોગબીજ કહ્યાં ॥૨૭॥ આવિશાર્થમાદ- લેખનાદિમાં વપરાયેલા આદિ શબ્દનો અર્થ જણાવે છે. लेखना पूजना दानं श्रवणं वाचनोद्ग्रहः । प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥ २८ ॥ ગાથાર્થ =(૧)લેખના,(૨)પૂજના,(૩)દાન,(૪)શ્રવણ,(૫)વાચના,(૬)ઉગ્રહ, Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૮ (૭) પ્રકાશના, (૮) સ્વાધ્યાય, (૯) ચિંતના, અને (૧૦) ભાવના એમ લેખનાદિમાં લખાયેલા આદિ શબ્દથી સમજવું. ll૨૮ ટીકા - “નૈવન' સત્યુતવેષખૂનના પુષ્પવસ્ત્રામિ, ‘તાન'. પુસ્તકે, “શ્રવ' વ્યાપદ્યાનાથ, વારના'' સ્વયમેવો), “ હ”-વિધિપ્રદi મર્ચવ, “પ્રજાના'' ગૃહીતી મધ્યેષ “મથ સ્વાધ્યાય-વાઘનાદિ ચૈવ, વિનાના પ્રસ્થાર્થતઃ ગર્ચવ, “માવતિ z"તોરવ યાત્રી નિતિ યો: રટા વિવેચન :-(૧) લેખના = પરમાત્મા, અને સંસારની નવવિધ બાહ્ય અને ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથિરહિત એવા ગુરુ જેટલા આપણા ઉપકારી અને ઉપાય છે તેટલાં જ ઉપકારી અને ઉપાસ્ય ધર્મશાસ્ત્રો પણ છે. પંચમકાળના પ્રભાવે સ્મૃતિભ્રંશ થતો જોઈને પૂજ્ય શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે જૈનાગમશાસ્ત્રોને પુસ્તકારૂઢ કર્યા છે. આજ સુધી અનેક મહાન્ પુણ્યશાળી લોકોએ આવા સ્વ-પર ઉપકારક પરમશ્રુતજ્ઞાનની ઉપાસના કરવામાં પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે. વારંવાર આવા ગ્રંથો લખાતા રહે, છપાતા રહે, પ્રકાશિત થતા રહે તો જ તેના આલંબને આપણામાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સંભવિત છે. પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા છે. શ્રાવકો દ્વારા લખાવાયા છે. તો જ આ વિષમકાળે ચતુર્વિધ શ્રી સંઘને પરમપવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનેલ છે. જૈન સમાજમાં સંઘ-ઉજમણું-ઉપધાન-નવકારશી ઇત્યાદિ ધર્મકાર્યોમાં જેમ લક્ષ્મીનો સદુપયોગ કરાય છે તેમ પુસ્તકો શાસ્ત્રગ્રંથો લખાવવાં એ પણ શાસનપ્રભાવનાનું પરમ અંગ છે. જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક ગુણ છે. ઉંચી કવૉલીટીના કાગળો-પુંઠાં-બાઇન્ડીંગકરાવવું જરૂરી છે જેથી ગ્રંથ દીર્ધાયુષી બને, આકર્ષક બને, જોતાં જ વાંચવાનું મન થઈ જાય એવું લેખન કરાવવું, એ પણ યોગબીજ છે. યોગદષ્ટિમાં પ્રવેશેલો આત્મા પોતાના ઉપર અને પર ઉપર શ્રુતજ્ઞાનનો પરમ ઉપકાર છે એમ સમજી યોગ્ય પાત્ર જીવોમાં વધુને વધુ પ્રભાવના કરવા ઇચ્છે છેકારણ કે આ જીવને સંસારની કટુતા જણાઈ છે. મુક્તિનો રાગ પ્રગટ્યો છે. મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. અને તેનો માર્ગ શાસ્ત્રથી જ જણાય છે. માટે શાસ્ત્ર ઉપર બહુમાન પ્રગટે છે. તે સમજે છે કે આ શાસ્ત્ર એ જ ભવ-વ્યાધિને દૂર કરવામાં ઔષધ છે. પરોપકાર કરવા-કરાવવા દ્વારા પુણ્યબંધનું પરમકારણ છે. સર્વવ્યાપી ચક્ષુ સમાન છે. સર્વ પ્રયોજનનું સાધન છે. માટે સક્શાસ્ત્રો લખાવવાં તે યોગબીજ છે. "पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । વક્ષઃ સર્વત્ર શાā, શાä સર્વાર્થતાથનમ્ ' યોગબિંદુ |રિરપા Page #174 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૩૯ (ર) પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટી બાજોઠ ઉપર સુંદર-આકર્ષક વસ્ત્ર મૂકી તેના ઉપર પુસ્તક મૂકે છે પુષ્ય-વાસક્ષેપ આદિથી પુસ્તકની પૂજા કરે છે. મોટા સાપડા ઉપર વસ્ત્ર રાખી પુસ્તક મૂકે છે. સુંદર-આકર્ષક વસ્ત્રમાં પુસ્તક સાચવે છે. આ રીતે બહુમાનપૂર્વક શ્રુતજ્ઞાનની પૂજા કરે છે. (૩) દાન - આત્માર્થી બીજા મુમુક્ષુઓને પુસ્તક ભણવા માટે આપે છે. શાસ્ત્રોની પ્રભાવના કરે છે. ભણેલું જ્ઞાન બીજાને ભણાવે છે. આપે છે. નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહભાવે અન્યને પણ વધારેને વધારે શ્રુતજ્ઞાન મળે તે રીતે પ્રવૃત્તિ કરે છે. (૪) શ્રવણ - ઉત્તમ નિગ્રંથ મુનિનાં વ્યાખ્યાન સાંભળે છે. અથવા આત્માર્થીસમ્યજ્ઞાની-પરમવૈરાગી-મુમુક્ષુ આત્મા વડે કરાતું ધર્મશાસ્ત્રોનું વ્યાખ્યાન-પ્રવચન સાંભળે છે. (૫) વાચના - ઉત્તમ સન્શાસ્ત્રોનું સતત વાંચન કરવું, તે પણ વિનય-વિવેકપૂર્વક કરવું. શરીરશુદ્ધિ-વસ્ત્રશુદ્ધિ અને મનશુદ્ધિ સાચવીને અત્યંત હાર્દિક બહુમાનપૂર્વક વાંચન કરવું. કારણ કે વારંવાર જ્ઞાનવાનું યોગીનો યોગ દુર્લભ છે. જ્ઞાનીનો યોગ મળે તો પણ સતત તેમનો વચનયોગ ચાલવો અશક્ય છે. તથા પોતાની સ્મરણ અને ચિંતન શક્તિ, તથા અનુપ્રેક્ષાશક્તિની વિશેષ વૃદ્ધિ માટે આ સાસ્ત્રોનું સ્વયં પણ વાંચન કરવું. (૬) ઉગ્રહ - યોગવાહન અને ઉપધાનતપ આદિ શાસ્ત્રવિહિત વિધિપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરવું, આ ક્રિયા જ્ઞાનપ્રાપ્તિ માટે જિતેન્દ્રિય થવા ઉપકારી છે. આયંબીલ આદિ તપ કરી મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવું. કારણ કે જ્ઞાન એ દીપક છે. તેની પ્રાપ્તિ માટે તપ-ઉપધાન અને યોગવહન આદિ ક્રિયા આવશ્યક છે. તપ કરવા પૂર્વક ગુરુ મુખે પ્રાપ્ત થતી તે તે સૂત્રની અનુજ્ઞા એ મહાન્ હિતકારી છે. ગુરુની પરંપરાથી અને તપ-ક્રિયા પૂર્વક પ્રાપ્ત કરાતું જ્ઞાન એ જ ઉપકારક બને છે આત્માની પરિણતિ સુધારનાર બને છે. યોગોદ્વહન અને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી બહુધા અનર્થ અને અનિષ્ટની સંભાવના રહે છે. (૭) પ્રકાશના - યોગ્ય ઉત્તમ ભવ્યજીવમાં આપણે ગ્રહણ કરેલા આ શાસ્ત્રજ્ઞાનનું પ્રસારણ કરવું. ભણાવવું. પુસ્તકો પ્રકાશિત કરવાં, આત્માર્થી અન્યજીવોને તત્ત્વ સમજાવવું. નિરભિમાનપણે અનુગ્રહ બુદ્ધિથી આત્માર્થી જીવોને અવશ્ય આ જ્ઞાન આપવું. (૮) સ્વાધ્યાય - આ જ શાસ્ત્રજ્ઞાનની વાચનાદિ લેવી અને આપવી, તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (૧) સૂત્ર સિદ્ધાન્તના જાણકાર ગુરુ પાસે કર્મોની નિર્જરા માટે અને જ્ઞાન મેળવવા માટે વિનય સહિત ભણવું તે વાચના, (૨) પોતાના જ્ઞાનને નિઃસંદેહ કરવા માટે અને પોતાની શંકા-શલ્ય ટાળવા માટે વિનમ્રપણે ગુરુને પૂછવું તે પૃચ્છના, (૩) સ્મૃતિની Page #175 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૯ દૃઢતા માટે અને કર્મોની નિર્જરા માટે અભ્યસ્ત સૂત્રોનું વારંવાર રટન ક૨વું તે પરાવર્તના, (૪) અભ્યાસ જેનો થયો છે તેવા વિષયોનું સૂક્ષ્મબુદ્ધિપૂર્વક ઊંડું તત્ત્વચિંતન કરવું તે અનુપ્રેક્ષા, અને (૫) આપણને જે વિષય યથાર્થ સમજાયો છે તેનું પરમાર્થ માટે અનુગ્રહ બુદ્ધિથી બીજાને દાન કરવું તે ધર્મકથા, આ રીતે પંચવિધ સ્વાધ્યાય કરવો. ૧૪૦ (૯) ચિંતના નવા નવા શાસ્ત્રોનું પ્રાપ્ત થતું આ જ્ઞાન, પૂર્વકાળમાં પ્રાપ્ત કરેલા ગ્રંથોના અર્થની સાથે અવિરુદ્ધપણે ચિંતવવું, પૂર્વાપર અવિરુદ્ધ અર્થ લગાવવા. સૂક્ષ્મ તત્ત્વચિંતન કરવું. (૧૦) ભાવના -જે જે સૂત્રો તથા અર્થો કંઠસ્થ થયા છે. તેનું વારંવાર રટન કરવું, બોલી જવું, દૃઢીભૂત કરવું. આ ભવમાં પ્રાપ્ત કરેલા જ્ઞાનના દૃઢ સંસ્કાર ભવાન્તરમાં લઘુવયથી જ પ્રાપ્ત થાય છે. તત્ત્વોનું વારંવાર ટન કરવું. ભાવના ભાવવી એ જ કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. કહ્યું છે કે “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન” (યો. દ. સજ્ઝાય). આ રીતે જે આત્માને સંસાર પ્રત્યે અણગમો પેદા થયો છે. મુક્તિ પ્રત્યે પ્રીતિ લાગી છે. અને તે મુક્તિની પ્રાપ્તિ શાસ્ત્રજ્ઞાનથી જ થાય છે. એમ સમજે છે તેથી જ શાસ્ત્રોનું બહુમાન, પગે લાગવું, લખવું. લખાવવું-દાન કરવું. ભણવું અને ભણાવવું. વારંવાર પરિશીલન કરવું. ઇત્યાદિ કાર્યોમાં જ આ જીવ રચ્યો પચ્યો રહે છે. આ પણ છઠ્ઠું યોગબીજ છે આ પ્રમાણે કુલ છ યોગબીજ છે. એમ જાણવું. (૧) જિનેશ્વર પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્ત (૪) સહજ એવો ભવ ઉદ્વેગ. (૨) આચાર્યાદિ પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્ત (પ) દ્રવ્ય અભિગ્રહનું પાલન (૩) વિધિપૂર્વક શુદ્ધાશય સાથે વૈયાવચ્ચ (૬) સિદ્ધાન્તની લેખનાદિ ક્રિયા ॥૨૮॥ તથા=વળી बीजश्रुतौ च संवेगात्, प्रतिपत्तिः स्थिराशया । તનુપાયમાનશ્ચે, પરિશુદ્દો મોવઃ ॥૨॥ = ગાથાર્થ વળી આ સર્વે યોગબીજનું વારંવાર શ્રવણ કરવા દ્વારા ઉત્પન્ન થયેલા સંવેગપરિણામથી સ્થિર આશયવાળી પ્રતિપત્તિ થાય છે. તથા અત્યન્ત શુદ્ધ અને મહાન ઉદયને આપનારો એવો તે યોગબીજનો ઉપાદેયભાવ (આ જ આદરવા યોગ્ય છે એવો ભાવ) થાય છે. ૨૯॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૪૧ ટીકા -“જનકૃત ર” યથોલતગોવરીયામ્ “સંવેગાત” શ્રદ્ધાવિશેષાત્ તિપત્તિઃ 'વખેત-ડ્રત્યેવંરૂપા, “સ્થિરાયા''તથાવિત્તિ બન્યવિશ્રોતરિક્ષભાવેન “તપત્યિમવચ્છ' વી નથુત્યુપાયમવિશ, “દ્ધિ ” નૌસ્તુભ્યાभावेन, “महोदयः"-अत एवानुष्वङ्गिकाभ्युदयतो निःश्रेयससाधनादिति ॥२९॥ વિવેચન - ઉપર કહેલાં છ યોગબીજનું જીવનમાં સેવન (આચરણ) થાય તો સૌથી સારી વાત છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા જીવો હજુ પ્રાથમિક કક્ષાના હોવાથી બધા જીવો દ્વારા આ યોગબીજનું સેવન થાય જ એવો નિયમ નથી, પ્રતિબંધક તત્ત્વોના કારણે આ યોગબીજનું સેવન કદાચ ન થાય, તો પણ યોગબીજ પ્રત્યે અત્યન્ત પક્ષપાત હોય છે. અને તેથી આ યોગબીજનું વારંવાર શ્રવણ કરવાનું મન થાય છે. યોગબીજની કથા-વાર્તા સાંભળ્યા જ કરીએ એવો વર્ષોલ્લાસ પ્રગટે છે. આત્મા આ યોગબીજની વાર્તા-શ્રવણ કરવામાં લયલીન બની જાય છે. અને તેથી “આ એમ જ છે” એવી અપૂર્વ પ્રતિપત્તિ-શ્રદ્ધા-માન્યતા હૃદયમાં પ્રગટે છે. ભાવાવેશવાળો આત્મા બને છે. અંતરમાં યોગબીજ પ્રત્યે પરમ પ્રેમ ફૂરાયમાન થાય છે. ગુરુજી જે સમજાવે છે તે કેવું અમૃતવચન છે ? એમ સમજીને “તત્તિ” આ એમ જ છે ઇત્યાદિ ઊંડા ઉદ્ગાર મુખે નીકળી જાય છે. યોગબીજના શ્રવણકાળે પણ આત્મા નાચી ઉઠે છે. અંગે અંગે રોમરાજી ખીલી ઉઠે છે. હૈયામાં હર્ષ માતો જ નથી, એવી શ્રદ્ધા-રુચિ પેદા થાય છે. વળી આ પ્રતિપત્તિ સ્થિર આશયવાળી હોય છે. દિન-પ્રતિદિન તે ભાવની વૃદ્ધિ જ થાય છે. આવેલો યોગબીજનો આ રંગ કદાપિ ઘટતો નથી, તથાવિય તેવા પ્રકારના યોગબીજના રાગથી અતિશય રંગાયેલા રિકવન્ય ચિત્તનો જે આ પ્રવાહ છે. તેની વિસોતસિકા (પાછા મોહદશા ભણી જવા)નો અભાવ હોવાથી જે બાજુ વળ્યો છે તે બાજુ એકધાર્યો સ્થિર આશયથી વિહ્યા જ કરે છે. યોગબીજના શ્રવણમાં ધીરેધીરે વધુ રંગ લાગતો જ જાય છે. તે કદાપિ ઉલટું વહેણ બદલતો નથી. યોગબીજના શ્રવણનો રંગ સંસારની મોહવાસના ભૂલાવી દે છે. અને મુક્તિની અભિલાષા રૂપ સંવેગ ભાવ તીવ્ર બનાવી દે છે. તેમજ યોગબીજનું સેવન, અને યોગબીજનું શ્રવણ જેમ આદરવા યોગ્ય છે તેમ પ્રતિકૂળ સંજોગોના કારણે ધારો કે સેવન અને શ્રવણ શક્ય ન હોય (અર્થાત્ સમય-શરીરસ્વાથ્ય અને ગુરુનો યોગ ન હોય) તો પણ તેના પ્રત્યેનો ઉપાદેયભાવ એટલે આ જીવનમાં જો કંઈ આદરવા જેવું હોય તો આ યોગબીજની શ્રુતિ અને સેવન જ આદરવા યોગ્ય છે. તે જ સંવેગ-નિર્વેદની વૃદ્ધિ કરનાર છે. બોલિબીજની Page #177 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૯ ૧૪૨ યોગદષ્ટિ સમુચ્ચય પ્રાપ્તિનું પરમ કારણ છે. આવા પ્રકારના અંતરંગ પરિણામ પૂર્વકનો બીજશ્રુતિ પ્રત્યેનો પરિશુદ્ધ એવો જે ઉપાદેય ભાવ એ પણ આત્માનો મહોદય કરનાર છે. ફળપ્રાપ્તિની ઉત્સુક્તા વિનાનો જે ઉપાદેય ભાવ તે પરિશુદ્ધ ઉપાદેયભાવ કહેવાય છે. યોગબીજનું સેવન, શ્રવણ, અને તેના પ્રત્યેનો ઉપાદેય ભાવ આ ત્રણે કર્મોની નિર્જરા થવા રૂપ ફળને આપે જ છે. તેમાં કંઈ સંદેહ છે જ નહીં. અને આ ભવ-પરભવ સંબંધી સાંસારિક પૌગલિક સુખોની અપેક્ષા આ જીવને હોતી જ નથી. તેથી ફળની ઉત્સુક્તા વિનાનો આ ઉપાદેયભાવ એ જ મહોદય કરાવનારો છે. મહોદય એટલે કે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવા દ્વારા મુક્તિ પામતાં પહેલાં જે કોઈ ભવો કરવા પડે તેમાં પણ આત્માને આત્માર્થતા સાધવામાં બાધા ન ઉપજે તે રીતે અલિપ્ત જ રાખે એવા આનુષંગિક ફળને (દેવલોકાદિનાં સુખોને) આપવા દ્વારા અભ્યદય થતાં થતાં (તેમાં જરા પણ ન લેપાવાથી) અંતે આ પરિશુદ્ધ ઉપાદેયભાવ એ મુક્તિ-પ્રાપ્તિનું પરમ સાધન બને છે. અલ્પકાળમાં જ મુક્તિ અપાવે છે. યોગબીજનું સેવન, શ્રવણ કે છેવટે તેના પ્રત્યેનો ઉપાદેયભાવ (પક્ષપાત) પણ જે થયો છે. તે કંઈ નાનીસુની વાત નથી, ઘણી જ પ્રશસ્ત વાત છે. આત્માનું ઊર્ધ્વરોહણ શરૂ જ થયું સમજવું. માટે આ સેવન, શ્રવણ, અને તેના પ્રત્યેનો પરિશુદ્ધ ઉપાદેયભાવ એ પણ યોગબીજની વૃદ્ધિનો હેતુ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગબીજ સમજવાં. આ રીતે મિત્રાદષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે. (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ. (૨) સદ્ગુરુ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ. (૩) દેવની અને સદ્ગુરુની પૂજ્ય ભાવપૂર્વક સેવા-વૈયાચ્ચ, ભક્તિ, ઉપાસના. (૪) સહજપણે થતો (જ્ઞાનપૂર્વક) ભવનો ઉદ્વેગ. (૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા, દેશવિરતિ-સર્વવિરતિ લેવી. (૬) સુંદર સિદ્ધાન્તો લખવા-લખાવવા, વાંચવા-વંચાવવા અને પ્રકાશિત કરવા-કરાવવા. આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવની ભક્તિ, ગુરુની ભક્તિ અને શાસ્ત્રની ભક્તિ આ જ યોગપ્રાપ્તિના પરમ ઉપાયો છે. દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ રૂપ છે માટે ઉપકારી છે. ગુરુ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માનાં વચનોનું આપણને અમૃતપાન કરાવે છે. માટે ઉપકારી છે. અને શાસ્ત્ર એ પૂર્ણપણે મુક્તિ માર્ગની દિશાનું સૂચક છે. આ રીતે આ ત્રણે પદોની ભક્તિ એ જ Page #178 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૩૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૪૩ (પ્રાથમિક) જીવને વોગપ્રાપ્તિનું પરમ અવધ્ય કારણ છે. તેથી યોગબીજ છે. તેની પ્રાપ્તિ એ જ માનવભવનું સાફલ્યપણું છે. ૨૯ एवमेतद्योगबीजोपादानं यथा जायते तथाभिधातुमाह આ પ્રમાણે આ છે યોગબીજની પ્રાપ્તિ જે રીતે થાય છે તે રીતે સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે एतद्भावमले क्षीणे, प्रभूते जायते नृणाम् । करोत्यव्यक्तचैतन्यो, महत्कार्यं न यत्क्वचित् ॥३०॥ ગાથાર્થ = પ્રાણીઓને (પોતાનો) ભાવમલ ઘણો ક્ષીણ થયે છતે આ યોગબીજ પ્રાપ્ત થાય છે. કારણકે અવ્યક્ત ચૈતન્યવાળો પુરુષ ક્યારે પણ મોટું કાર્ય કરી શકતો નથી. ૩૦ ટીકા - તિવનન્તરતિતં યોજાવાનોપાલાનં, “ભાવમ-તત્તપુરાતાલિqન્યયોતિનિક્ષoો, “ક્ષ'' સતિ, ન તો જિતુ “તે'-ભૂતપુનિપર વર્તાક્ષેપ નાયતે'-પ્રાકુર્મવતિ, "7'-પુલામ્ (પ્રાય ધરિા રૂતિ 79પ, અન્યથા चातुर्गतिकमेतत्, प्रभूत एव क्षीणे, न अल्पे, इत्याह-“करोत्यव्यक्तचैतन्यः'"-हिताહિત-વિલો વાત, “મહા' અનુષ્ઠાનાદ્ધિ, “પવિત્''શ્વિનું व्यक्त-चैतन्य एव करोति ॥३०॥ વિવેચન :-ઉપરની ગાથામાં કહેલા દેવ-ગુરુ અને શાસ્ત્રની ભક્તિ-સેવા-ઉપાસના રૂપ આ યોગબીજનું ગ્રહણ આ જીવનો ભાવમલ ઘણો ક્ષીણ થયે છતે થાય છે. ચિત્તરૂપી ભૂમિમાં યોગબીજનું વાવેતર-રોપણ ત્યારે જ થાય છે જ્યારે ભાવમલ બહુક્ષીણ થયો હોય, અલ્પ મલ ક્ષીણ થયે છતે આ યોગબીજનું ગ્રહણ થતું નથી. ભાવમલ એટલે કે જીવમાં રહેલી છે તે (કાર્પણ વર્ગણા અને શારીરિક વર્ગણાઓ)નાં પુદ્ગલોને ગ્રહણ કરીને સંબંધ કરવાની યોગ્યતા, કોઇપણ બે પદાર્થનો સંબંધ થવામાં બન્નેમાં યોગ્યતા રહેલી હોય છે. જેમ લોટ અને પાણી, લોટમાં બંધાવાપણાની અને પાણીમાં બાંધવાપણાની યોગ્યતા રહેલી છે. તો જ પાણીથી લોટ બંધાય છે. અન્યથા એ જ પાણી લોટને બદલે રેતીને ન બાંધી શકે, અને એ જ લોટ પાણીને બદલે અગ્નિથી ન બંધાય, તથા “અગ્નિ કાષ્ઠને બાળે છે” આમાં અગ્નિમાં બાળવાપણાની અને કાષ્ઠમાં બળવાપણાની યોગ્યતા છે તો જ કાર્ય થાય છે. તે જ અગ્નિ કાષ્ઠને બદલે પત્થરને બાળી શકતો નથી અને તે જ કાષ્ઠ અગ્નિને બદલે પાણીથી બળાતું નથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૦ માટે બન્નેમાં યોગ્યતા હોય છે. તેવી રીતે અહીં કાશ્મણ વર્ગણાનાં પુગલોમાં અને શારીરિક પુદ્ગલોમાં સંબંધ પામવાની, અને જીવમાં તેઓનો સંબંધ કરવાની રાગાદિમય જે યોગ્યતા છે તે જ ભાવમલ છે. જીવ અને કર્મના સંબંધની યોગ્યતા તે અનાદિની છે. સહજ (સ્વાભાવિક) છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાત્મક કર્મબંધના હેતુભૂત આત્મપરિણતિ છે. આત્મામાં થયેલા આ દોષો એ જ ભાવમલ છે તે જ આત્માને મલીન કરે છે માટે મલ કહેવાય છે. કપડું, વાસણ, શરીર, કે ઘર મેલવાળાં થાય તો તે બાહ્ય ઉપાયોથી દૂર કરી શકાય છે માટે દ્રવ્યમલ કહેવાય છે. જ્યારે આત્મામાં આવેલી મલીનતા આંતર પ્રયત્નસાધ્ય છે માટે ભાવમલ કહેવાય છે. આ ભાવમલ પણ પ્રભૂત (ઘણો)ક્ષય થયો હોય તો જ યોગબીજ આવે છે. અલ્પ ભાવમલ ક્ષય થયે છતે યોગબીજ આવતું નથી. પ્રભૂત-ભાવમલ કોને કહેવાય ? ઘણાં પુદ્ગલ પરાવર્તનોનો જે આક્ષેપક (ખેંચનાર=વધારનાર) હોય તે અર્થાત્ ઘણો સંસાર વધારનાર હોય તે પ્રભૂત-ભાવમલ કહેવાય છે. તેવા પ્રકારના પ્રભૂત ભાવમલનો ક્ષય થાય તો આ યોગબીજ આવે છે. સારાંશ કે આ જીવ અચરમાવર્તકાલવર્તી હોય ત્યારે ઘણો ભાવમલ હોવાથી યોગબીજનો અસંભવ છે. ચરમાવર્તકાલે જ ભાવમલ અલ્પ થવાથી યોગબીજનો સંભવ છે. (સૂક્ષ્મદષ્ટિએ તો ચરમાવર્તમાં પણ પૂર્વ અર્ધભાગનો બહુકાલ ગયે છતે ભાવમલ અલ્પ થાય છે. અને ત્યારે યોગબીજ આવે છે. ચરમાવર્તના પ્રારંભકાળમાં હજુ બહુ ભાવમલ હોવાથી તેવા પ્રકારનાં યોગબીજ આવતાં નથી, તેથી જ્યારે 7-પુરુષોને પ્રભૂતભાવમલનો ક્ષય થાય ત્યારે ચરમાવર્તકાળે (તેમાં પણ બહુકાલ ગયા પછી) આ યોગબીજ આવે છે. અહીં 7 શબ્દનું ગ્રહણ કરીને પુરુષનું (મનુષ્યનું) વિધાન કરવાનું કારણ એ છે કે પ્રાયઃ કરીને આવા પ્રકારનાં અપૂર્વ યોગબીજની પ્રાપ્તિ માટે આ મનુષ્ય જ (સ્વતંત્ર હોવાથી અને દેવ-ગુરુ-શાસ્ત્રના યોગવાળા હોવાથી) અધિકારી છે. સામાન્યપણે તો આ યોગબીજ અને તેનાથી આવનાર સમ્યકત્વ ચારે ગતિના જીવો પામી શકે છે. પરંતુ મનુષ્યોમાં તેનો સંભવ વધારે છે. 7 શબ્દથી મનુષ્યનો ઉલ્લેખ કર્યો છે. તે પણ ઘણો ભાવમલ ક્ષીણ થાય ત્યારે જ પામે છે ભાવમલ અલ્પ ક્ષીણ થાય ત્યારે આ જીવ યોગબીજ પામી શકતો નથી. જે નાનો બાળક છે. અર્થાત્ જેનું ચૈતન્ય હજુ અવ્યક્ત છે. જે હિતાહિતના વિવેક વિનાનો છે. જેની જ્ઞાનદષ્ટિ હજુ ખીલી નથી એવો (૧ વર્ષથી ૧૮ વર્ષની ઉંમરનો) બાળક સંસારમાં જેમ અર્થ-ઉપાર્જનનું મોટું કામ-મહાસાહસ કરી શકતો નથી, એટલે કે કરોડો રૂપિયાના લેણા-દેણાવાળો વ્યપાર જેમ બાળક કરતો નથી તેમ જેનો ભાવમલ બહુક્ષીણ થયો નથી તે જીવ મોહનિદ્રામાં છે. અજ્ઞાનદશામાં છે. તેથી તે Page #180 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૩૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૪૫ બીચારો જીવ આ યોગબીજને પ્રાપ્ત કરી શકતો નથી. આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞામાં જ રચ્યોપચ્યો રહે છે. તેવા જીવને આ દષ્ટિ ઉઘડતી નથી. માટે વ્યક્તચૈતન્યવાળો પુરુષ જ જેમ મોટું કામકાજ કરી શકે છે. તેમ જેનો ઘણો ભારમલ ક્ષીણ થયો હોય તે જ જીવ આ યોગબીજ પામી શકે છે. કર્મોની લઘુતા થવી એ જ યોગબીજની પ્રાપ્તિનું પ્રધાનતર કારણ છે. Il3OI यदाऽस्य क्षयोऽभिमतः, तदोपदर्शयन्नाह આ ભાવમલનો ક્ષય જે કાલે જ્ઞાની મહાપુરુષોએ માનેલો છે. તે કાલને જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે चरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ ગાથાર્થ = આ પ્રભૂતભાવમલનો ક્ષય ચરમ પુગલ પરાવર્તમાં જીવોને થાય છે. કારણ કે ભાવમલના ક્ષયનું આ લક્ષણ મહાયોગી પુરુષોએ તે કાલે કહ્યું છે. ૩૧ ટીકા-“વર પુત્રવર્તે યથોલિતન્નક્ષને “ક્ષો પદ્યતે”માવાની, “जीवानां लक्षणं तत्र''-चरमे पुद्गलावर्ते, “यत एतदुदाहृतम्-वक्ष्यमाणमिति ॥३१॥ વિવેચન :- બાલ્યાવસ્થા હિતાહિતના વિવેકથી શૂન્ય છે. તેને અર્થ-ઉપાર્જના માટેનાં વ્યાપારાદિ મહાકાર્ય આવડે નહીં, સૂઝે નહીં, રમકડાં સાથે રમવું, હસવું અને હરવું ફરવું જ ગમે. તેમ આ જીવ પણ અચરમાવર્તી હોય ત્યારે દુન્યવી ભોગો, ઇંદ્રિયોનાં સુખો, અને મોજ-મજા તરફ જ તેની દૃષ્ટિ હોય છે. કારણ કે તે કાળે તેનું (સમ્યમ્ એવું) ચૈતન્ય વ્યક્ત નથી, તેને પરમાત્માદિની સેવા-ઉપાસના ગમતી નથી, સૂઝતી પણ નથી, માત્ર ચરમાવર્ત કાળમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે બહુકાલ ગયા પછી ભાવમલનો પ્રભૂત ક્ષય થાય છે. ત્યારે આ કારણથી કંઈક વ્યક્ત ચૈતન્યવાળો બને છે. અને તેથી જ યોગબીજનું ગ્રહણ તે કાળે આ જીવ કરે છે. જેનું (જે પુગલ પરાવર્તનું) સ્વરૂપ પૂર્વે ગાથા ૨૧માં કહેવાઈ ગયું છે એવા પુદ્ગલપરાવર્તમાં જ્યારે ચરમ પુદ્ગલપરાવર્ત આવે છે ત્યારે જ સંસારનો અંત નજીક આવવાથી અને મુક્તિપદની પ્રાપ્તિ આસન્ન બનવાથી આ જીવના ભાવમલનો પ્રભૂત ક્ષય ઘટી શકે છે. કારણ કે તત્ર તે ચરમ પુદ્ગલપરાવર્તમાં આ જીવ જયારે આવે છે અને બહુ ભાવમલ ક્ષય થાય છે. તેનાં લક્ષણો શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યાં છે. એટલે કે ચરમ પુદ્ગલપરાવર્તવર્તી અને બહુ ભાવમલના ક્ષયવાળા જીવનાં આ લક્ષણો કહ્યાં છે યો. ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૨ જે હવે પછીની ગાથામાં કહેવાશે. જેમ ધૂમથી વહ્નિ કલ્પાય છે તેવી રીતે હવે કહેવાતાં તે લક્ષણોથી જીવનું ચરમાવર્તમાં આગમન અને પ્રભૂતભાવમલનો ક્ષય કલ્પાય છે. ૩૧। यदुदाहृतं तदभिधातुमाह ૧૪૬ ચરમાવર્તવર્તી બહુ ભાવમલ-ક્ષયયુક્ત જીવનાં જે લક્ષણો કહેવાનું પૂર્વગાથામાં કહ્યું છે તે જણાવતાં કહે છે કે = ગાથાર્થ (૧) દુ:ખી જીવો ઉપર અત્યંત કરુણા, (૨) ગુણવાન્ પુરુષો પ્રત્યે અદ્વેષ, (૩) સર્વ સ્થાને સામાન્યથી ઉચિતપણે આચરણ આ ત્રણ લક્ષણ ચરમાવર્તી બહુ ભાવમલ ક્ષયી એવા જીવનાં જાણવાં ॥૩૨॥ दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च । ઔચિત્યાક્ષેવનું ચૈવ, સર્વત્રવાવિશેષતઃ ॥રૂર॥ ટીકા - ‘દુ:હિતેષુ’-શરીરાવિના દુઃહેન, ‘‘ત્યાત્યન્ત’માનુશયમિત્યર્થ:, ‘અદ્વેષો’-મત્તર:, વૈવિત્યાન્ન-‘‘મુળવસ્તુ ચ’’ વિદ્યાવિષ્ણુયુક્તેષુ, ‘‘ઔત્રિત્યાસેવન ધૈવ’' શાસ્ત્રાનુસારેળ, ‘‘સર્વત્રવ'' દ્રીનારી, ''અવિશેષત: ''-સામાન્યેન રૂર્ 44 વિવેચન : - (૧) પ્રથમ લક્ષણ એ છે કે શરીરાદિના દુઃખોથી જે જે જીવો દુ:ખી દેખાય છે. તેના ઉપર અત્યન્ત કરુણા-દયા ઉપજે, કોઢ-કેન્સર, ટીબી આદિ શારીરિક રોગોથી જે દુઃખી હોય, તથા દરિદ્રતા-દૌર્ભાગ્ય-ચિંતા-શોક-ભય આદિ માનસિક દુ:ખોથી જે જે જીવો દુ:ખી હોય તે જીવોને જોઇને તેમના ઉપર અત્યન્ત દયા-અનુકંપા થાય તે પ્રથમ લક્ષણ જાણવું. પોતાને દુ:ખ થયું હોય તો જેમ શરીર કંપી ઉઠે, તેવી રીતે બીજાનું દુઃખ જોઇને પોતાને કંપ થાય તે “અનુકંપા” કહેવાય છે. શરીરના કોઇ એક ભાગમાં વેદના-પીડા થવાથી શરીરના બીજા ભાગોમાં જેમ પીડા-વેદના થાય છે. તેમ બીજાનાં દુઃખો જોઇ પોતાને પીડા-વેદના થાય તે અનુકંપા-કરુણા કહેવાય છે. તેઓનાં દુઃખોને દૂર કરવા યથાશક્ય તત્પર થાય, તન-મન-ધનથી તેઓનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે તે જ સાચી કરુણા કહેવાય છે. પ્રભૂતભાવમલ ક્ષય થયાનું આ પ્રથમ લક્ષણ જાણવું. આવી પરદુઃખો પ્રત્યે જેને કરુણા ઉપજી હોય તે પરને દુઃખ આપવા કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ હિંસા કરવા કેમ પ્રેરાય ? “અહિંસા પરમો ધર્મ:” તેના હૈયામાં વસ્યો હોય, જ્યાં જ્યાં પ્રવૃત્તિ કરે ત્યાં ત્યાં જયણાપૂર્વક પ્રવર્તે અને બીજાનાં યથાશક્ય દુ:ખ ભાંગે તે પ્રથમ લક્ષણ જાણવું. Page #182 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય (૨) બીજું લક્ષણ ગુણવાનૢ વ્યક્તિઓ પ્રત્યે અદ્વેષ. જ્ઞાન, વિનય, વિવેક, તપ, ધ્યાન, ચારિત્ર, આદિ કોઇપણ ગુણવડે પુરુષ આપણાથી અધિક હોય તેને જોઇને દ્વેષ (મત્સ૨) ન થવો, પરંતુ પ્રમોદ (હર્ષ) ભાવ થવો, આ બીજું લક્ષણ સમજવું. ગુણીના ગુણોનો અનુવાદ સાંભળી પ્રસન્ન થવું, રોમે રોમ આનંદ વ્યાપવો, મારો કેવો પુણ્યોદય ? કે મને આવા ઉત્તમ પુરુષના ગુણો જોવા-સાંભળવા મળ્યા, મારી આંખો અને કાન આજે પવિત્ર-પવિત્ર થયાં, એમ રોમરાજી ખીલી ઉઠે, પરના નાના ગુણને પર્વત જેવડો કરીને ગાય, અત્યન્ત પ્રસન્ન થાય, પોતાના મોટા ગુણને નાનો કરે, પર પ્રત્યે અલ્પ પણ ઇર્ષ્યા-દ્વેષ-અદેખાઇ ન કરે, હીનતા ન આચરે, એ જ ઉત્તમપુરુષનું લક્ષણ છે. હૈયાથી સાચો ગુણાનુરાગી બને એ પ્રભૂત ભાવમલક્ષયનું બીજું લક્ષણ છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાથા : ૩૨ परगुणपरमाणून्, पर्वतीकृत्यनित्यम् । निजहृदिविकसन्तः सन्ति सन्तः कियन्तः ॥ અર્થ - અન્યના પરમાણુ જેટલા નાના ગુણોને પર્વત જેટલા મોટા કરીને પોતાના હૈયામાં આનંદની છોળો ઉછાળનારા એવા સંત પુરુષો આ દુનિયામાં કેટલા ? (૩) ત્રીજું લક્ષણ ‘સર્વત્ર અવિશેષપણે (ભેદભાવ કર્યા વિના) ઔચિત્ય આચરણ કરવું” તે છે. દીન-દુઃખી-દરિદ્રી આદિ જે જે અનુકંપ્ય જીવો હોય તેના પ્રત્યે ભેદભાવ વિના અવશ્ય અનુકંપા કરવી. અને ગુણવાન્ પાત્રો હોય તેના પ્રત્યે ભક્તિભાવથી સેવા કરવી તે ઔચિત્ય આચરણ કહેવાય. જે પાત્રને જેની જરૂરિયાત હોય, જેનાથી તેનો ઉપકાર થાય તેમ હોય, તેવા પાત્રને તે કાળે તે આપવું. શાસ્ત્રોના અનુસારે દીનાદિ પ્રત્યે તિરસ્કાર-અપમાન આદિ દૂષિતભાવો વર્જીને ભેદભાવ વિના અનુકંપા બુદ્ધિથી પ્રવર્તવું. જ્યાં જ્યાં જે જે ઉપકારી હોય ત્યાં ત્યાં તે તે ભાવ આચરવા અને જ્યાં જ્યાં જે અપકારી હોય ત્યાં ત્યાં તેનો ત્યાગ કરવો તે ઔચિત્યાચરણ કહેવાય છે. જેમ માતા પ્રત્યે નમન યોગ્ય કહેવાય, પત્ની પ્રત્યે પ્રેમ યોગ્ય કહેવાય, પુત્રી પ્રત્યે વાત્સલ્ય યોગ્ય કહેવાય તેમ સર્વત્ર સમજવું. આ રીતે સર્વત્ર ઉપકારી ભાવને મુખ્ય કરીને ઉચિત આચરણ કરવું તે જ પ્રભૂત ભાવમલક્ષયનું ત્રીજું લક્ષણ સમજવું. ઔચિત્ય આચરણ આવવાથી આ જીવમાં જે કંઇ અસત્પ્રવૃત્તિ (અપકાર કરનારી ખોટી પ્રવૃત્તિ) હોય છે તે નીકળી જાય છે અને સત્પ્રવૃત્તિ અવશ્ય વધે છે. अस्यौचित्यानुसारित्वात् प्रवृत्तिर्नासती भवेत् । सत्प्रवृतिश्च नियमात्, ध्रुवः कर्मक्षयो मतः ॥ योगबिन्दु-३४०॥ ૧૪૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૩ अनुकम्पाऽनुकम्प्ये स्याद्, भक्तिः पात्रे तु सङ्गता । અન્યથાથીતુ વાતૃU/મતિવારપ્રસાિ છે (૩. યશો. તાન દ્વા. દા.) અર્થ - આ જીવ ઉચિતતાનું અનુસરણ કરતો હોવાથી અસ–વૃત્તિ થતી નથી. નિયમા સમ્પ્રવૃત્તિ જ થાય છે. આ જ નક્કી કર્મક્ષય (બહુ એવો ભાવમલક્ષય) મનાયો છે. (યોગબિંદુ-૩૪૦) અનુકંપ્ય ઉપર અનુકંપા કરવી. અને પાત્રને વિષે ભક્તિ કરવી એ ઉચિત છે. દાતાઓની અન્યથાબુદ્ધિ અતિચાર લગાડનારી છે. (ઉ. યશો. લા. ઠા.) આ પ્રમાણે દુઃખી જીવો ઉપર દયા, ગુણી પુરુષો ઉપર અષ, અને સર્વત્ર અવિશેષપણે ઔચિત્યાચરણ આ ત્રણ ગુણો એ જ ચરમાવર્તનાં અને પ્રભૂત ભાવમલક્ષયનાં લક્ષણો જાણવાં. આ બાહ્ય ચિહ્નો છે. આ ચિહ્નો ઉપરથી આ જીવ ચરમાવર્તમાં હશે એમ અનુમાન કરી શકાય છે. સંપૂર્ણપણે યથાર્થ તો કેવલી પરમાત્મા જ જાણી શકે છે. પરંતુ આપણે આપણા આત્માને શરમાવર્તમાં લાવવો હોય તો ઉપરોક્ત લક્ષણો મેળવવા પ્રયત્નશીલ થવું. દયાથી હૃદય કોમળ બનાવવું. પરદુઃખભંજક બનવું. ગુણીને જોઇને આનંદિત-પ્રમોદિત બનવું. આવો પુરુષાર્થ જ ભવનો પરિપાક કરે છે. અહીં કેટલાક નિયતિવાદી લોકો (ક્રમબદ્ધપર્યાયવાદી લોકો) એમ માને છે કે ભવપરિપાક થશે ત્યારે આપોઆપ શરમાવર્ત આવી જશે, જે કાળે જે થવાનું લખાયું છે તેમ થઈ જશે, બધા પર્યાયો ક્રમશઃ ગોઠવાયેલા છે જ. એમ માની પુરુષાર્થની હીનતા જણાવે છે. તે ઉચિત નથી. છબસ્થ આત્માઓ માટે પુરુષાર્થ જ પ્રધાન છે. શેષ ચાર કારણો ગૌણ છે. સમવાયી એવાં પાંચ કારણોમાં કર્મ ખપાવવા માટે છદ્મસ્થને પુરુષાર્થ પ્રધાન છે. અને ઔદયિક ભાવે વર્તતા કેવલીઓને નિયતિ પ્રધાન છે. માટે પુરુષાર્થને તોડવો નહીં. મગમાં પાકવાની યોગ્યતા હોવા છતાં ગેસ-પાણી આદિ આપવાનો પુરુષાર્થ કરીએ તો જ પાકે, માટીમાં ઘટની યોગ્યતા હોવા છતાં ચક્ર-ગુલાલ, અને દંડના પ્રયત્નથી જ ઘટ બને છે. માટે આત્માર્થી જીવે સ્વકલ્યાણમાં ગુણો પ્રાપ્ત કરવા પુરુષાર્થ જ પ્રધાન કરવો. જો કે નિયતિ પણ અંદર અવશ્ય કારણ હોય જ છે. છતાં તે નિયતિને કદાપિ મુખ્ય કરવી નહીં. ક્રમબદ્ધપર્યાયને અને નિયતિને પ્રધાન કરી પુરુષાર્થને જે લોકો ગૌણ કરે છે તે એકાન્તવાદી હોવાથી મિથ્યાદષ્ટિ છે. આવા મિથ્યાત્વમાં ફસાવું નહીં. પતશૈવમત:= જે કારણથી આમ છે એ કારણથી શું કર્તવ્ય છે તે જણાવે છે एवंविधस्य जीवस्य, भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो, जायतेऽवञ्चकोदयात् ॥३३॥ Page #184 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથાર્થ = આવા પ્રકારના ભદ્રમૂર્તિવાળા મહાત્મા જીવને પોતાના અવંચપણાના ઉદયથી શુભ એવો નિમિત્તસંયોગ થાય છે. I॥૩૩॥ ગાથા : ૩૩ ટીકા -‘Íવિધરૂ ગૌવસ્ય'-અનન્તરોવિતતક્ષળયોશિનો, ‘“મત્રમૂર્તઃ પ્રિયવર્ણનસ્ય, ‘મહાત્મન: ’સીર્થયોોન । જિમિત્યાહ-‘“શુદ્ર: ’-પ્રશસ્ત્ર:, इत्याह-“निमित्तसंयोगः " - सद्योगादिसंयोगः, सद्योगादीनामेव निःश्रेयससाधनનિમિત્તત્વાન્ । ‘‘નાયતે ’’ ત કૃત્સાહ-‘‘અવગ્નજોદ્યાત્’’-વઢ્યમાળસમાધિવિશેષોત્યારિત્યર્થ: રૂરૂ = ૧૪૯ વિવેચન :-આવા પ્રકારના જીવને, એટલે કે હમણાં જ ૩૨મી ગાથામાં કહેલા દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા આદિ ત્રણ લક્ષણોથી યુક્ત એવા જીવને યોગ્યકાળે અવશ્ય શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. ત્રણ લક્ષણોથી યુક્ત આ જીવ કેવો છે! ભદ્રમૂર્તિ જેની મૂર્તિ-આકૃતિ ભદ્ર છે. કલ્યાણકારી જેની મુખમુદ્રા છે. જેને જોતાં જ વ્હાલ-પ્રેમ ઉપજે છે. જેનું હૈયું તદન નિખાલસ હોવાથી મુખના હાવભાવ નિર્દોષ છે. એવા પ્રસન્ન મુદ્રાવાળાને આ નિમિત્તસંયોગ મળે છે. વળી આ જીવ કેવો છે! તો ગ્રંથકાર કહે છે કે જે મહાત્મા છે. મહાન છે આત્મા જેનો અર્થાત્ નજીકમાં જ કલ્યાણ થવાનું હોવાથી ઉત્તમવીર્યનો યોગ જેને પ્રાપ્ત થયો છે એવા મહાત્મા જીવને શુભ નિમિત્તયોગ થાય છે. અત્યાર સુધી જેનું વીર્ય પૌદ્ગલિકસુખમાં જ વપરાતું હતું. તેને બદલે જેની કંઇક આત્મદૃષ્ટિ ખુલી છે એટલે જેના વીર્યનો ઉપયોગ (પુરુષાર્થ) આત્મહિતકારી કાર્યો તરફ વળ્યો છે એવા આ ભદ્રમૂર્તિમહાત્મા જીવને સીર્યના યોગના કારણે પુણ્યોદય થવાથી આપોઆપ શુભ નિમિત્તસંયોગ પ્રાપ્ત થાય છે. શુભ એટલે પ્રશસ્ત અથવા ઉત્તમ એવાં નિમિત્તોનો સંયોગ. અહીં નિમિત્તમાં સદ્યોગાદિ સમજવાં કે જે હવે પછીની ગાથામાં જેનું સમાધાન વિશેષ કહેવાના છે એવા અવંચકના ઉદયથી સદ્યોગદિ (મન-વચન અને કાયાનો શુભયોગ, શુભક્રિયા, અને શુભફળ રૂપ) નિમિત્તોનો યોગ થાય છે. અને એ જ મુક્તિને સાધવામાં નિમિત્ત બને છે. "" જે આત્મા દુ:ખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે તે કંઇક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે. લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. પુનાતિ આત્માનામિતિ પુખ્તમ્ =મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે. માનવભવ, જૈનશાસનની Page #185 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૩ ૧૫૦ પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, તેમની વાણી રૂપી અમૃતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુનિમિત્તો છે. અને તેના દ્વારા મન-વચન-કાયાના યોગો શુભ થવા=એટલે કે આત્મહિતકારી કાર્યોમાં મન-વચન-કાયાનું જોડાવું અથવા સદ્ગુરુનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે. ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના (લઘુકર્મિતાના) કારણે જ બાહ્ય અને અભ્યન્તર આ શુભનિમિત્તોની પ્રાપ્તિ થાય છે. આ જે શુભનમિત્તો છે તે મુક્તિની સાધનામાં અવસ્થ્ય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે. અને તેની ઉત્તમતાથી ખેંચાઇને શુભમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભિનિમત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે. યોગ-ક્રિયા-અને ફળ આ ત્રણે અનાદિકાળથી આજ સુધી તીવ્રમોહોદયના કારણે પુદ્દગલસુખનો રાગ હોવાથી (આત્માને છેતરનારાં) વંચક હતાં, જ્યારે હવે આ રાગ મંદ થયો હોવાથી મોહનીયકર્મના ક્ષયોપશમના કારણે આ જ યોગ-ક્રિયા અને ફળ (આત્માને ન છેતરનાર, આત્માના હિતને ન રોકનાર, બલ્કે હિત કરવામાં સહાયક) “અવંચક” બને છે. આ રીતે અવંચકતાના ઉદયથી યોગ-ક્રિયા અને ફળરૂપ નિમિત્તો શુભ-પ્રશસ્ત કહેવાય છે. અને આ સત્ (પ્રશસ્ત) એવાં યોગાદિત્રિક મુક્તિની સાધનાનાં અવસ્થ્ય નિમિત્ત બને છે. ઉપાદાન અને નિમિત્તની અલ્પ ચર્ચા આ ગાથામાં ગ્રંથકારશ્રી પ્રશસ્ત નિમિત્તોથી મુક્તિની સિદ્ધિ જણાવે છે. તથા સંસારમાં પણ કોઇ કાર્ય કરવું હોય તો ઉપાદાન અને નિમિત્ત એમ બન્નેના યોગથી જ કાર્ય થતું દેખાય છે. બેમાંથી કોઇપણ એક કારણ ન હોય તો કદાપિ કાર્ય થતું નથી. જેમ કે ઘડો બનાવવો હોય તો તેનું ઉપાદાન કારણ માટી પણ જોઇએ અને નિમિત્તકારણ દંડ-ચક્રાદિ પણ જોઇએ જ, પટ (વસ્ત્ર) બનાવવું હોય તો તેનું ઉપાદાનકારણ તન્તુ પણ જોઇએ, અને તન્તુનો સંયોગ કરનાર તુરી-વેમાદિ, પણ જોઇએ જ, બીજમાંથી અંકુરા ઉત્પન્ન કરવા હોય તો ઉપાદાન કારણ બીજ પણ હોવું જોઇએ, એ જ રીતે નિમિત્તકારણ પૃથ્વી (માટી, ખાતર) પાણી અને પવન પણ જોઇએ જ, તેવી જ રીતે આત્માનું હિત કરવું હોય તો એટલે કે મોહનીય આદિ ઘાતીકર્મોનો ક્ષયોપશમ કરી જ્ઞાનાદિ ગુણમય રત્નત્રયી પ્રાપ્ત કરવી હોય તો ઉપાદાન કારણ (એવી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ગાથા : ૩૩ યોગદૃષ્ટિ સમુચ્ચય આત્મજાગૃતિ) જેમ જોઈએ તેમ બાહ્ય-અત્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ, આવું સ્પષ્ટ ચિત્ર છે. નાટક-સિનેમા તથા વિકારક વાતાવરણ વચ્ચે રહેલો આત્મા જેમ તે તે નિમિત્તોથી વિકારી બને જ છે. તેમ આ આત્માને નિર્વિકારી બનાવવા માટે નિર્વિકારી ભાવોના નિમિત્તની આવશ્યક્તા પણ છે જ, છતાં પણ આ કાળે કેટલાક ઉપદેશકો એકલા ઉપાદાનને જ કારણ માને છે અને નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત તો હાજર જ માત્ર રહે છે. ઉપાદાન જ કાર્ય કરે છે. આવી પ્રરૂપણા કરે છે. અને એવી પ્રરૂપણા દ્વારા આરાધકવર્ગને ઉત્તમ નિમિત્તોથી દૂર રાખે છે તે એકાન્તપક્ષ હોવાથી મિથ્યાત્વ છે. ઉન્માદ માત્ર જ છે. વળી કેટલાક ઉપદેશકો આવું કહે છે કે સર્વે આત્માઓ સિદ્ધ સમાન અનંત જ્ઞાનાદિ ગુણોવાળા છે. કંઈ જ કરવાની જરૂર નથી. આત્મા તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા જ છે. શરીર જ ર્તા ભોક્તા છે એમ કહી જે ઉપદેશકો ધર્મક્રિયા કરવા રૂપ આરાધનાના નિમિત્તમાર્ગને વખોડે છે તે પણ મિથ્યાત્વ જ છે. સજીવો સિદ્ધની સમાન જે કહ્યા છે તે શક્તિની અપેક્ષાએ તિરોભૂત ગુણોની અપેક્ષાએ છે. પરંતુ આવિર્ભાવની અપેક્ષાએ નથી. આવિર્ભાવ તો કરીએ તો જ થાય છે. આવિર્ભાવ કરવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ અને તે પુરુષાર્થ તથા તેના માટે શુભનિમિત્તાનો યોગ પણ આવશ્યક છે. જો શુભ નિમિત્ત સેવવામાં આવે તો જ ઉપાદાનની શુદ્ધિ થાય, કાદવમાં પડેલો સ્ફટિકનો ગોળો શક્તિથી શુદ્ધ હોવા છતાં કાદવવાળા સ્ફટિકને કોઈ ખીસ્સામાં મુકતું નથી, કાદવ ધોવો જ પડે છે ધોવા માટે નિમિત્તભૂત પાણી લેવું જ પડે છે. તેના ઉપર પાણી રેડવાનો પુરુષાર્થ કરવો જ પડે છે પછી જ સ્ફટિકનો ગોળો શુદ્ધ કહેવાય છે. કાષ્ઠમાં બળવાની શક્તિ જરુર છે, તો પણ તેને અગ્નિનો સંયોગ કરવો જ પડે છે અગ્નિસંયોગ વિના કાષ્ઠ કદાપિ બળતું નથી, મગમાં સીઝવાની અને અગ્નિમાં સીઝવવાની શક્તિ જરૂર છે. તેથી તે બન્નેના સંયોગથી જ સીઝવાનું કાર્ય થાય છે. નિમિત્તભૂત અગ્નિ વિના પોતાની યોગ્યતા માત્રથી મગ કદાપિ સીઝતા નથી. આ રીતે ઉપાદાનમાં કાર્ય થવાની, અને નિમિત્તમાં કાર્ય પ્રગટ કરાવવાની શક્તિ છે જ, તો જ તે તે કાર્યના અર્થી જીવો તે તે ઉપાદાન અને તે તે નિમિત્તને સેવે છે. જો એકમાં જ કાર્યકરણ શક્તિ હોત તો અન્યનું ગ્રહણ કેમ કરત! તેલના પ્રયોજનવાળો તલ લેવા જેમ જાય છે, તેમ તલ લાવીને ઘાણીનો આશ્રય પણ કરે જ છે. જો તલમાત્રમાં જ તેલ હોય અને એકલા તલમાંથી જ તેલ સ્વયં નીકળતું હોય તો ઘાણીનો આશ્રય લેવાની શું જરૂર ? માટે ઉપાદાનની કાર્યમાં જેટલી આવશ્યક્તા છે તેટલી જ આવશ્યક્તા નિમિત્તમાં પણ છે જ, એટલું જ માત્ર નહીં પરંતુ (૧) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૩ ઉપાદાન, (૨) નિમિત્ત, (૩) અને તે બન્નેનું યથાયોગ્ય પુંજન એ ત્રણેની વિદ્યમાનતા એ જ કાર્યસાધક છે. મગને ઓછો અગ્નિ આપવામાં આવે તો પણ સીઝે નહીં, અધિક અગ્નિ આપવામાં આવે તો બળી જાય, પણ સીઝે નહીં, તથા મગને બદલે કોયડુ દાણાને અગ્નિ આપવામાં આવે તો પણ સીઝે નહીં. તેનો અર્થ એ થયો કે મગ, અગ્નિ અને તે બન્નેનો યથાયોગ્ય (જોઇએ તેટલો જ) સંયોગ આ ત્રણે જોઈએ, એમ સર્વત્ર સમજવું. તેથી આત્મહિત કરવું હોય તો (ઉપાદાનની) આત્માની ઓળખાણની જેટલી આવશ્યક્તા છે તેટલી જ તે શુદ્ધિમાં કારણ બનનાર શુભ નિમિત્તોની પણ જરૂરીયાત છે, માટે જે ઉપદેશકો સમયસારાદિ મહાગ્રંથો કે જે યોગી જીવોને માટે યોગ્ય છે તેનો આશ્રય લઈને ભોગીજીવોને કેવળ ઉપાદાનની જ આવશ્યક્તા સમજાવે છે. અને નિમિત્તને બીનજરૂરી સમજાવે છે તે એકાંતપક્ષ હોવાથી મિથ્યાત્વ છે. પુખ્તવયના પુરુષ વચ્ચે કરવા યોગ્ય વાત બાળજીવો વચ્ચે કરાતી નથી, પુખ્તવયના સ્ત્રી-પુરુષોને જ જોવા લાયક ચિત્રો બાળકોને બતાવાતાં નથી, જો બતાવવામાં આવે તો અનર્થકારી જ થાય છે. તે જ રીતે યોગી મહાત્માઓને સાલબનાવસ્થામાંથી પરભાવદશા છોડાવવા માટે અને નિરાલંબનાવસ્થાના મહાયોગી બનાવવા માટે નિમિત્તોનો ત્યાગ, વ્યવહારનો ત્યાગ, એકલવિહારીપણાની અનુજ્ઞા, ધ્યાનદશામાં જ વર્તવાની જે શાસ્ત્રીય વાતો છે તે વાતો ભોગીજીવો વચ્ચે કરવી જોઈએ નહીં, તથા તેવા તેવા જે યોગીને યોગ્ય મહાગ્રંથો છે. તેવા ગ્રંથો ભોગી વચ્ચે વાંચવા જોઇએ નહીં. ભોગીજીવોને તો ભોગમાંથી મુકાવવા માટે યોગીઓના સંપર્કની, તેમના વ્યાખ્યાન-શ્રવણ-સેવા-સુશ્રુષા, વૈયાવચ્ચ આદિ શુભ નિમિત્તાના આલંબનની વાત સમજાવવી જોઇએ, અશુભ નિમિત્તોના ત્યાગ માટે શુભ નિમિત્તોના સેવનની, અશુભ વ્યવહારના ત્યાગ માટે શુભવ્યવહારના સેવનની, એકલવિહારીને બદલે સમુદાયમાં જ રહેવાની, અને ધ્યાનદશાને બદલે સ્વાધ્યાય કરવાની અને ભણવા-ભણાવવાની પ્રવૃત્તિની જ વાત કરવી જોઈએ, જે જે વસ્તુ જ્યાં જ્યાં ઉપકારી હોય તે તે વસ્તુને ત્યાં ત્યાં જોડવી જોઇએ, માટે એકલા ઉપાદાનની વાત કરનારા, નિમિત્તનો અપલાપ કરનારા, એકાંત નિશ્ચયનો જ પક્ષ કરનારા, વ્યવહારનું ઉત્થાપન કરનારા, કેવળ નિયતિને જ કહેનારા, પુરુષાર્થને તોડનારા ઉપદેશકોની વાણી જમાલીની જેમ એકાન્ત-એકપક્ષીય હોવાથી મહા-મિથ્યાત્વ છે. વળી તેવી જ રીતે ઉપાદાનને કાઢી નાખી કેવળ નિમિત્તને જ કાર્યનો કર્તા માનનારા, નિશ્ચયને છોડી કેવળ વ્યવહારની જ શોભામાં વર્તનારા, અભિમાની અને અહંકારી બની સ્વ-પરના હિતના ઘાતક આત્માઓ પણ અહિતના સર્જક છે. એમ જાણવું. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ગાથા : ૩૩ યોગદૃષ્ટિ સમુચ્ચય પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. શ્રીએ કહ્યું છે કે નિશ્ચયદૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે || પૂ. આનંદઘનજી મ.શ્રીએ પણ કહ્યું છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો ! વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો | ધાર તરવારની છે. વળી કેટલાક ઉપદેશકો “ક્રમબદ્ધપર્યાય”ની જ વાતો કરનારા આજે દેખાય છે. જે જે દ્રવ્યમાં જે જે કાળે, જે જે પર્યાયો થવાના છે તે બધા જ પર્યાયો નિયત ક્રમશઃ ગોઠવાયેલા જ છે. અને એ રીતે થયા જ કરે છે. માટે કંઈ પણ પુરુષાર્થ કરવાની જરૂર નથી. પાછળના ભવોથી બધા પર્યાયો લખાઈને જ આવ્યા છીએ એટલે કે તે તે દ્રવ્યોમાં ક્રમશઃ ગોઠવાયેલા જ છે. અને તે પ્રમાણે ક્રમશઃ થયા જ કરે છે. આ વાતની પુષ્ટિમાં મરીચિનો જીવ ભાવિમાં મહાવીરસ્વામી તીર્થંકર થશે એવી ઋષભદેવપ્રભુએ ભરત મહારાજાને કહેલી વાતનું દૃષ્ટાંત આગળ ધરે છે. આવા ઉપદેશકોની આ વાત પણ સત્યથી તદન વેગળી છે. માત્ર ઉત્સુત્ર પ્રરૂપણા રૂપ છે. પ્રત્યેક દ્રવ્યો અનંત પર્યાયોથી ભરેલાં છે. તે તે દ્રવ્ય-પર્યાયને પામવાની અવશ્ય શક્તિવાળાં છે. અને કાળ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ-અને પુરુષાર્થ એમ પાંચ સમવાયી કારણો મળે છતે તે તે પર્યાય નિયતપણે પ્રગટ થાય છે. દ્રવ્ય પોતે જ ભાવિના પર્યાયોને પામવાના સ્વભાવવાળું નક્કી છે પરંતુ તેનાં સર્જક નિમિત્તો મળવાથી તે તે પર્યાય પામે છે. અને તે નિમિત્તોના યુજનકરણરૂપ પુરુષાર્થથી જ તે તે પર્યાય બનવાવાળા છે, નહી કે સ્વતા, અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડી મુંબઈ નક્કી પહોંચવાની જ છે. અને તે ક્રમસર જ નડીયાદ-વડોદરા-ભરુચ-સૂરત-વલસાડ આદિ સ્ટેશનો આવવા વડે જ પહોંચાડવાની છે. આ બધુ નિયત અને ક્રમસર હોવા છતાં પણ પ્રાઇવરના ચલાવવા વડે જ, લાઈન મળવા વડે જ, પાટાની સાનુકૂળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચવાની છે. આ કારણો પણ જોઇએ જ. મરીચિનો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાયને પામવાનો અવશ્ય હતો જ, પરંતુ મહાવીરપણાના પર્યાયની પ્રાપ્તિ જનક પુરુષાર્થ કરવા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૩ વડે જ પામવાનો હતો. પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમભવમાં સાડા બાર વર્ષ ઘોર ઉપસર્ગ-પરિષહ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન, તપ, ચારિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણાના પર્યાયને પામવાના હતા, એ વાત કેમ ભૂલી જવાય છે? મહાવીર પ્રભુ દીક્ષાકાળે ચાર જ્ઞાનવાળા (અને જન્મકાળે ત્રણ જ્ઞાનવાળા) જ્યારે હતા ત્યારે પણ પોતાના કેવળજ્ઞાનપર્યાયને નિયતપણે જાણતા હોવા છતાં દીક્ષા લેવાનો, અને તપ-ધ્યાન-ચારિત્ર પાળવાનો પુરુષાર્થ કેમ આદર્યો! માટે નિયતિ પણ પુરુષાર્થાદિ કારણો સાપેક્ષ જ નિયત છે. એકાંતે નિયતિ પણ નિયત નથી પાંચ કારણોમાં આપણે નિયતિને પણ અવશ્ય માનવાની જ છે પરંતુ પુરુષાર્થને સાથે રાખીને માનવાની છે. એકલી નિયતિને પ્રધાન કરવી જોઈએ નહીં. એવી જ રીતે નિમિત્ત સાપેક્ષ એવું ઉપાદાન જ કાર્ય સાધક છે. કેવળ એકલું ઉપાદાન કાર્ય સાધક નથી જ, વ્યવહાર સાપેક્ષ એવો નિશ્ચય ઉપકારક છે. કેવળ એકલો નિશ્ચય ઉપકારક નથી. એ રીતે આવો કોઇપણ એકાન્તવાદનો માર્ગ આત્માને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનાર છે. એવી જ રીતે ઉપાદાન સાપેક્ષ નિમિત્ત, અને નિશ્ચય સાપેક્ષ એવો વ્યવહાર ઉપકારક છે. સ્યાદ્વાદી-આત્માઓને બન્ને નયો સાપેક્ષપણે જ ઉપકારી હોય છે. આ બાબતમાં પૂર્વના મહાત્મા યોગીપુરુષોનાં વચનો પ્રમાણભૂત આ પ્રમાણે છેકારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ છે પણ કારણ વિણ કારજ સાધીએ રે ! એ નિજ મત ઉન્માદ (સંભવ.) આનંદઘનજી. કારણ સે કારજ સીધે હો, એહ અનાદિકી ચાલ | લલના | દેવચંદ્ર પદ પાઈએ હો, કરત નિજભાવ સંભાલ | લલના || શ્રી દેવચંદ્રજી કર્તા કારણ યોગ કારજ સિદ્ધિ લહેરી | કારણ ચાર અનૂપ કાર્યાથી તેહ ગહેરી (અણમો શ્રી અરનાથ) શ્રી દેવચંદ્રજી ઉપાદાન ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન | પુષ્ટ અપુષ્ટ દુવિધ તેં ઉપદિશ્યો રે, ગ્રાહકવિધિ આધીન છે (મુનિસુવ્રત) શ્રી દેવચંદ્રજી નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત વાણી | પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી છે (પ્રણમો) શ્રી દેવચંદ્રજી - આ રીતે ઉપાદાન અને નિમિત્ત એમ બન્નેની તથા નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને નયોની અપેક્ષા રાખવી. પરંતુ એકાન્ત એકની પ્રધાનતા ન કરવી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ગાથા : ૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય આ રીતે દુ:ખી પ્રત્યે દયા આદિ લક્ષણોવાળો જીવ પ્રભૂત ભાવમલના ક્ષયવાળો અને ચરમાવર્તી જાણવો, મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી (એટલે મોહ મંદ થવાથી) અવંચકભાવવાળા યોગાદિ પ્રાપ્ત થાય છે. અને અવંચક યોગાદિથી પુણ્યાનુબંધી પુણ્યના કારણે ઉત્તમ નિમિત્ત સંયોગ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના શુભ નિમિત્તોના સંજોગોથી પોતાનું વીર્ય (પોતાનો પુરુષાર્થ) આત્મહિત ભણી અને વિષયભોગોની નિવૃત્તિ ભણી વળે છે. તેને જ સદ્દવીર્ય (સત્ય પુરુષાર્થ) કહેવાય છે. આ રીતે શુભનિમિત્તોની પ્રાપ્તિ, અને તે નિમિત્તોનું ઉપાદાનની શુદ્ધિમાં મુંજન કરવું એ જ મહોદય કહેવાય છે. આવો આત્મા એ જ મહાત્મા બને છે. તે કાળક્રમે અવશ્ય પોતાનું કલ્યાણ સાધે છે. ૩૩ll. "अवञ्चकोदयात्" इत्युक्तं, अत एतत्स्वरुपप्रतिपिपादयिषयाऽऽह અવંચક યોગાદિના ઉદયથી એમ ઉપર જે કહેવામાં આવ્યું છે. એથી એના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી જણાવે છે કે योगक्रियाफलाख्यं यत्, श्रूयतेऽवञ्चकत्रयम् । साधूनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥३४॥ ગાથાર્થ = શાસ્ત્રોમાં યોગ ક્રિયા અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સપુરુષોને આશ્રયી) ઇષ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે. li૩૪ ટીકા - યોગક્રિયાના ચશ્મા શ્ર મવગ્નત્રયીને-રોગવિજી, क्रियावञ्चकः फलावञ्चकः" इति वचनात् । अव्यक्तसमाधिरेवैष तदधिकारे पाठात्, चित्रक्षयोपशमतस्तथाविध आशयविशेष इति । एतच्च "साधूनाश्रित्य"-साधवो मुनयः, “परं अवञ्चकत्रयम्" स्वरूपतस्त्वेतद् "इषुलक्ष्यक्रियोपमम्" शरस्य लक्ष्यक्रिया तत्प्रधानतया तदविंसवादिन्येव, अन्यथा लक्ष्यक्रियात्वायोगात् । एवं साधूनाश्रित्य योगावञ्चकस्तद्योगाविसंवादी । एवं तद्वन्दनादिक्रिया तत्फलं चाश्रित्यैष एवमेव द्रव्यत इति ॥३४॥ વિવેચન - યોગાવંચક, ક્રિયાવંચક, અને ફ્લાવંચક એ નામના ત્રણ અવંચક (અવંચકની ત્રિપુટી) શાસ્ત્રોમાં જે સંભળાય છે. તે અવ્યક્તસમાધિ જ છે કારણ કે “યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક એમ ત્રણ અવંચકભાવો છે” એવું શાસ્ત્રવચન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૩ છે. એમ તે અવ્યક્તસમાધિના અધિકારમાં પાઠ આપેલ છે. અવ્યક્તસમાધિ એટલે શું! ભિન્ન ભિન્ન જાતનો ચિત્ર-વિચિત્ર અર્થાત્ મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ (વિશેષ વિશેષ મન્દતા) થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો આશયવિશેષ (ચિત્તનો પરિણામવિશેષ) તે અવ્યક્તસમાધિ કહેવાય છે. ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમથી આવેલી અને અવંચકદશાથી યુક્ત એવી યોગ-ક્રિયા અને ફળ રૂપ જે અવસ્થા-એ અવ્યક્તસમાધિ છે. જે તેવા શુભ આત્મપરિણામસ્વરૂપ છે. અને કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી જે દશા તે વ્યક્તસમાધિ છે કે જે ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં આવે છે. અને તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા - ચૌદમાં ગુણસ્થાનકે પ્રગટ થાય છે. અહીં “અવંચક” એટલે જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિત ભણી ન લઇ જાય, એવો અમોઘ અવસ્થ, અચૂક, અવિસંવાદી (ફળ લાવ્યા વિના ન જ રહે) એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફળ તે અવંચકયોગાદિ ત્રિપુટી કહેવાય છે. (૧) યોગ - સદ્ગુરુ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ. (૨) ક્રિયા - ગુરુ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા. (૩) ફળ - તજ્જન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું. મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળસ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાધિકારણો મળવાથી આ જીવ ચરમાવર્તમાં આવે છે. ત્યાં પણ બહુ કાલ ગમે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય થવાથી દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ- ઉદ્વેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે. આ ગુણો એ જ યોગદશાની પ્રાપ્તિનાં બીજ કહેવાય છે. આવા પ્રકારનાં યોગબીજ પ્રાપ્ત થયે છતે અવંચક ભાવ યુક્ત એવાં યોગ-ક્રિયા અને ફળની પ્રાપ્તિ થાય છે. અહીં અવંચકતા સાધુને આશ્રયી સમજવી. એટલે કે સાચી સાધુતાના જે જે ગુણો છે તેનાથી જે યુક્ત છે. તીવ્રવૈરાગી, કંચનકામિનીથી સર્વથા પર, પંચમહાવ્રતધારી, સમિતિ-ગુપ્તિના પાલનહાર ઇત્યાદિ સાચી યથાર્થ સાધુતાવાળા જે સંતપુરુષો છે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ગાથા : ૩૩ યોગદષ્ટિ સમુચ્ચય તેમનો યોગ, તેમનો મિલાપ, કદાપિ વચ્છ (વંચક) બનતો નથી, તેમને ભાવથી કરાયેલી નમસ્કાર-પ્રણામાદિ સંબંધી વંદનાદિ ક્રિયા પણ સદા અવંચક જ હોય છે. જેથી કર્મનિર્જરા રૂપ ફળ પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. આવા સંતપુરુષનો પરિચય, ઓળખાણ, તેમનો સંયોગ આત્મામાં ધર્મનો લાભ કરાવીને જ રહે છે. તેમની કરેલી વૈયાવચ્ચાદિ સેવા પણ અવંચકક્રિયા જ બને છે. જેનામાં ગુણો ખીલ્યા હોય તેનો યોગ અન્ય આત્માને પણ ગુણીયલ બનાવે છે. જે ફૂલોમાં સુગંધ હોય છે. તે જ ફૂલો વાતાવરણને સુગંધવાળું બનાવે છે. આ અવંચકત્રય બાણની લક્ષ્મ વિંધવાની ક્રિયા તુલ્ય છે. જેમ લક્ષ્યને બરાબર તાકીને છોડેલું બાણ કદાપિ નિષ્ફળ જાય નહીં. અવશ્ય લક્ષ્યને વિંધે જ, ખાલી જાય જ નહીં, તેવી જ રીતે શુદ્ધ આત્મલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેને તાકીને (તેને અનુલક્ષીને) કરવામાં આવેલો સદ્ગુરુનો યોગ અને સદ્ગુરુ પ્રત્યે વંદનાદિ ક્રિયા તે કર્મનિર્જરા રૂપ ફળને અવશ્ય આપે જ, અચૂક ફળ આપે જ છે. નિષ્ફળ જાય નહીં. આ ઉદાહરણમાં લક્ષ્યને બરાબર તાકીને ધનુષ્ય ઉપર બાણનું યુજન કરવું તે યોગ છે. લક્ષ્મ વિંધવા તરફ બાણનું છોડવું તે ક્રિયા છે. અને તે દ્વારા લક્ષ્યનું વિંધાવું એ ફળ છે. આ ત્રણે જેમ અવંચક હોય તો જ કાર્ય સિદ્ધિ રૂપ ફળને આપે છે. એ રીતે આત્મલક્ષ્ય સાધવા માટે સદગુરુનો પરિચય-ઓળખાણ-સંબંધ-એ યોગાવંચક, તેમને ઉપકારી સદ્ગુરુ માની આત્મલક્ષ્ય સાધવા માટે કરાતી વંદન- નમસ્કાર- વૈયાવચ્ચ આદિ ધર્મક્રિયા તે ક્રિયાવંચક, અને તેનાથી થતો ભાવમલનો વધારે વધારે ક્ષય- કર્મનિર્જરાગુણવત્તાની પ્રાપ્તિ એ ફલાવંચક છે. એમ ઈર્ષાલક્ષ્યક્રિયાની ઉપમા સમજવી. સારાંશરૂપે કેટલીક વાત સમજવા જેવી છે કે લક્ષ્યને તાકીને બાણ મારવામાં ન આવે, આડા અવળું બાણ મારવામાં આવે, તો લક્ષ્ય વિંધાતું નથી. આ યોગની વંચકતા કહેવાય છે. તે જ રીતે સાધુનો (સાચા તીવ્રવૈરાગ્યવાળા સંસારના ત્યાગી સંતનો) આશ્રય ન કરવામાં આવે તો સ્વચ્છંદતા વધતાં, અભિમાન અને અહંકાર વધતાં કાર્ય સિદ્ધ થતું નથી, માટે અવશ્ય સદ્ગુરુના ચરણોનો આશ્રય કરવો જોઈએ. સદ્ગુની પણ સદ્ગુરુ તરીકે ઓળખાણ ન કરી હોય, પરિચય ન કર્યો હોય તથા સદ્ગુરુને કુગુરુ માની સાધુ સંતોથી દૂર જ રહ્યા હોઈએ, સુસાધુનો ત્યાગ જ કર્યો હોય અને કુગુરુને સદ્ગુરુ માની પરિચય કર્યો હોય તો પણ સાધ્યસિદ્ધિ થતી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૪ નથી. માટે સદ્ગુરુને પણ સદ્ગુરુ તરીકે ઓળખી, તેઓનો તે રીતે પરિચય કરી આત્મલક્ષ્ય સાધવામાં તેમનો યોગ જોડવો તે જ યથાર્થ યોગાવંચકતા છે. ખોટા રૂપીયાથી અને ખોટા રૂપીયાને સાચો રૂપીયો માનવાથી જેમ ફળ પ્રાપ્તિ થતી નથી. તેમ સાચા રૂપીયાને પણ સાચા રૂપીયા તરીકે ન સમજતાં જો ખોટા રૂપીયા તરીકે સમજીને ફેંકી દેવામાં આવે તો પણ ફલ પ્રાપ્તિ થતી નથી. માટે સાચા રૂપીયાથી જ અને તેને પણ સાચા રૂપીયા તરીકે જાણીને આદરવાથી જ ફળ પ્રાપ્તિ થાય છે એમ સદ્ગમાં પણ સમજવું. આ યોગાવંચકતા કહેવાય છે. આવી યોગાવચંકતા હોય તો જ ક્રિયા અને ફળની અવંચકતા પ્રાપ્ત થાય છે. જો યોગ જ વંચક હોય તો વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વંચક જ આવે છે. પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત, ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત. (સંભવ.) શ્રી આનંદઘનજી જો મૂલ પાયો જ ખોટો માંડ્યો હોય, તો પ્રાસાદ પણ ચણી શકાતો નથી. તો મોટી ઇમારત તો ચણાય જ કેમ ! ટકે જ નહીં, તેવી જ રીતે સદ્ગુરુનો યોગ જ ન હોય, અથવા કુગુરુને સદ્ગુરુ માની લીધા હોય, અથવા સદ્ગુરુનો યોગ થવા છતાં તેને સદ્ગુરુ તરીકે ઓળખ્યા ન હોય તો ક્રિયા અને ફળ અવંચક ક્યાંથી આવે! પારસમણિ મળ્યો જ ન હોય, અથવા પત્થરને પારસમણિ માની લીધો હોય, અથવા પારસમણિ મળવા છતાં તેને પારસમણિ તરીકે ઓળખ્યો ન હોય માત્ર પત્થર તરીકે જ ઓળખ્યો હોય તો લોહને સુવર્ણ બનાવવા રૂપ કાર્યસિદ્ધિ જેમ થતી નથી તેમ અહીં સમજવું. ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દઢ સહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહીં. પાયે ખોટે રે મોટો મંડાણ ન શોભીએ, તેહ કારણ રે સમક્તિ શું ચિત્ત થોભીએ. (સમ્યત્વની સઝાય પૂ. યશોવિજયજી). આ રીતે ભદ્રમૂર્તિ એવા તે મહાત્માને શુભનિમિત્તોના સંયોગનું કારણ એવો સદ્દગુરુનો યોગ, વંદનાદિ ક્રિયા અને તજન્ય ફળ આ ત્રણભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય થવાથી તેના કારણે શુભનિમિત્તોનો સંયોગ પ્રાપ્ત થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે. અહિં શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચકોદય ગાથા. ૩૩/૩૪માં જણાવ્યો. પરંતુ તે અવંચકોદયરૂપ ત્રિપુટીનું કારણ શું તે જાણવું પણ જરૂરી છે. તે હવે પછીની ગાથામાં જણાવે છે. ll૩૪ll एतदपि यन्निमित्तं तदभिधातुमाह આ “અવંચકતા” પણ જે નિમિત્તોથી આવે છે તે નિમિત્તો જણાવે છે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ગાથા : ૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય एतच्च सत्प्रणामादिनिमित्तं समये स्थितम् । अस्य हेतुश्च परमस्तथाभावमलाल्पता ॥३५॥ ગાથાર્થ = આ અવંચકત્રયની ત્રિપુટી સત્યભામાદિન નિમિત્તે થાય છે. એમ શાસ્ત્રોમાં કહેલું છે. તથા આ સત્પણામાદિનો પરમહેતુ તેવા પ્રકારની ભાવમલની અલ્પતા જ છે. પંરપા ટીકા-“પત્ર" અવજી, સUITમતિનિમિત્ત'' સાધુવન્દ્રનાવિનિમિત્તમિત્યર્થ. “સમયે સ્થિત સિદ્ધાન્ત પ્રતિષ્ઠિતમ્ | “મસ્ય-સામા દેતુ परमः क इत्याह-"तथाभावमलाल्पता" रत्नादिमलापगमे ज्योत्स्नादिप्रवृत्तिवदिति યોવા રૂપ વિવેચન :- આ અવંચકત્રયની પ્રાપ્તિ પણ પુરુષને પ્રણામાદિ કરવાના નિમિત્તથી થાય છે. સાધુપણાના સાચા ગુણોથી જે સંપન્ન છે. પરમાર્થથી જે સાધુ છે. સંત છે. સદ્ગુરુ છે. ગીતાર્થ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- ભાવાદિના જ્ઞાતા છે. સંવેગ-નિર્વેદના પરિણામવાળા છે. તેવા સદ્ગુરુ મળે છતે તેઓને પ્રણામ-વંદન- નમસ્કાર કરવાથી તેઓની નિકટતા પ્રાપ્ત થાય છે. નિકટવર્તી થવાથી પરિચય-ઓળખાણ થાય છે. પરિચય અને ઓળખાણ થવાથી સદ્ગમાં સદ્ગુરુપણાની બુદ્ધિ થાય છે. બહુમાન અને પૂજ્યભાવ વધે છે. આત્મલક્ષ્ય સાધવાની પ્રેરણા મળે છે. તેથી આ રીતે થયેલો આ સદ્ગુરુનો સંયોગ એ યોગાવંચક બને છે. ત્યારબાદ તેઓને સદ્ગપણે હૈયામાં ધારીને કરાતી વંદનાદિ જે ક્રિયા તે ક્રિયાવંચક અને ફલાવંચક બને છે. આ રીતે આ ત્રણે અવંચકનું નિમિત્ત સગુરુને કરાતા પ્રણામ-સેવા-વૈયાવચ્ચાદિ છે. તેવી સેવાભક્તિ દ્વારા નિકટ આવવાથી, પરિચય- ઓળખાણ થવાથી, સદ્ગુરુ તરીકેની પૂજ્યબુદ્ધિ થતાં આ યોગાદિ ત્રણે અવંચક ભાવયુક્ત બને છે. આ પ્રમાણે આપમહાપુરુષોએ શાસ્ત્રોમાં-સિદ્ધાન્તમાં કહેલું છે. અમે અમારી સ્વમતિકલ્પના માત્રથી કહેતા નથી, શાસ્ત્રકારોએ પણ આમ જ કહેલું છે. સગુરુ જો મળે, તેઓને જો સદ્ગુરુ તરીકે ઓળખીને બહુમાનપૂર્વક પરિચય કરીએ, તો તેઓ દિવ્યજ્ઞાન રૂપી અંજન આપણી આંખમાં આંજે કે જેથી આત્મલક્ષ્ય ભણી દૃષ્ટિ ખૂલે અને પોતાના આત્મામાં જ રહેલાં અનંતજ્ઞાનાદિ પરમનિધાન દેખાય, પુદ્ગલસુખનો રાગ ઘટે, અને આત્મા પરમાર્થ સાધવા ઉત્સાહિત બને. કહ્યું છે કે પ્રવચન અંજન જો સગુરુ કરે, દેખે પરમ નિધાન છે હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન | શ્રી આનંદઘનજી | Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય તત્ત્વપ્રીતિ કર પાણી પાએ, વિમલાલોકે આંજી જી ॥ લોયણ ગુરુ પરમાત્ર દીએ, તબ ભ્રમ જાયે સવી ભાંગીજી સેવો ભવિયાં વિમલ જિનેશ્વર ॥ શ્રી આનંદઘનજી પ્રશ્ન :-પરંતુ આવા અંજન આંજનારા સદ્ગુરુનો યોગ ક્યારે મળે ! અને મળે તો પણ તેઓની સદ્ગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય ! ગાથા ઃ ૩૪ ઉત્તર ઃઅન્ય હેતુ: પરમ: તથાભાવમનાલ્પતા-આવા ઉત્તમ સદ્ગુરુનો યોગ આ જીવની તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થઇ હોય ત્યારે જ તે ભાવમલની અલ્પતાના નિમિત્તે જ મળે છે. આ આત્માની મોહજન્ય અંદરની મલિનતા જ્યારે અલ્પ થઇ હોય, મંદ પડી ત્યારે જ આવા સત્પુરુષનો સમાગમ થાય છે. એવા પ્રકારનાં ભાવપુણ્ય પ્રગટ્યાં હોય ત્યારે જ ઉત્તમ નિમિત્તો મળી આવે છે અઘાતીકર્મોની ૪૨ પ્રકૃતિઓનો જે ઉદય તે દ્રવ્યપુણ્ય કહેવાય છે અને ઘનઘાતી કર્મોનો અને વિશિષે મોહનીયકર્મનો જે ક્ષયોપશમ તે ભાવપુણ્ય કહેવાય છે. રત્નનો મલ જેમ જેમ દૂર થાય છે તેમ તેમ તેની કાંતિ-પ્રકાશ-ચળકાટ ઝળહળી ઉઠે છે. કાંતિ લાવવા માટે બીજો કોઇ પ્રયત્ન કરવો પડતો નથી. કારણકે જે મેલ હતો તે પરાયો હતો અર્થાત્ પર દ્રવ્યજન્ય હતો, પરંતુ કાંતિ તો સ્વયં સહજ પોતાની જ છે માત્ર ઉપર લાગેલ મેલ જ ૫૨-દ્રવ્યકૃત હોવાથી દૂર કરવાનો હોય છે. તેવી જ રીતે આ આત્માની મોહજન્ય (રાગાદિ કષાય જન્મ) અને અજ્ઞાનજન્ય મલીનતા જ પ૨ – દ્રવ્યકૃત હોવાથી તે દૂર કરવાની છે. તે જેમ જેમ દૂર થતી જાય છે તેમ તેમ આ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ અધિકને અધિક સ્વયં ઝળહળે છે. દૃષ્ટિનો પ્રકાશ અધિકાધિક ખીલી ઉઠે છે. કારણ કે તે સ્વદ્રવ્યજન્ય છે. અન્ય દ્રવ્યના યોગથી નથી. આ રીતે આ આત્માની અંદર અનાદિકાલીન મોહની જે મલીનતા છે તે ધોવાતાં આ આત્મા નિર્મળ બને છે. તેની દૃષ્ટિ બદલાય છે. તેનાથી તેનામાં પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે. પાત્રતા પ્રગટ થવા રૂપ ભાવપુણ્યોદય વધતાં લોહચુંબકથી જેમ લોહ ખેંચાય તેમ ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે. ત્યારબાદ તે ઉત્તમનિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો પોતાની મલીનતાને વધુને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કરતો આ જીવ અંતે ૫રમાર્થપદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે શુભનિમિત્તના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે. એમ પરસ્પર કાર્ય-કારણભાવ ગાથા-૩૩ થી ૩૫ ના આધારે જાણવો. ||૩૫॥ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ગાથા : ૩૬ યોગદષ્ટિ સમુચ્ચય प्रकृतवस्त्वपोद्वलनाय व्यतिरेकसारमाहપ્રસ્તુત વસ્તુ સમજાવવા માટે વ્યતિરેકની પ્રધાનતાવાળું ઉદાહરણ કહે છે नास्मिन् घने यतः सत्सु, तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रूपमादत्ते, कदाचिद् मन्दलोचन: ? ॥३६॥ ગાથાર્થ = જે કારણથી આ ભાવમલ ઘનીભૂત હોતે છતે સાધુપુરુષો પ્રત્યે મહોદયવાળી સત્યપ્રતીતિ (સાચી દૃષ્ટિ) થતી નથી. જેમ મંદલોચનવાળો પુરુષ રૂપને કોઈ દિવસ શું સમ્ય૫ણે જોઈ શકે ? અર્થાત્ ન જોઈ શકે તેમ ૩૬I ટીકા-“નાઅિભાવમત્તે, “ વલ્લે, તઃ લુંસાથુ; “તપ્રતીતિઃ -સસ્પ્રતીતિર્મવતિ | વિવિશિષ્ટાદ-“પા' અમ્યુથિક્વેર | प्रतिवस्तूपमयाऽमुमेवार्थमाह "किं सम्यग् रूपमादत्ते?" लक्षणव्यञ्जनादिकात्स्न्र्येन ઋવિદ્ મન્વનર: 'ન્દ્રિયોષાત્રા વેલ્યર્થ. રૂદ્દા વિવેચન :- આત્માનો ભાવમલ ક્ષીણ થયે છતે સત્કામાદિ, તેનાથી અવંચકત્રય, અને તેનાથી શુભનિમિત્તોનો સંયોગ. ઇત્યાદિ કાર્ય-કારણ ભાવના ક્રમથી સદ્ગુરુનો યોગ આદિ ઉત્તમ-નિમિત્ત આ જીવને મળે છે એમ પૂર્વની ૩૫મી ગાથામાં કહેવામાં આવ્યું છે. એ જ વાતનું સમર્થન કરવા વ્યતિરેકદૃષ્ટાન્ત (એટલે નિષેધાત્મક એવું વિરોધી ઉદાહરણ) સમજાવે છે. કે આ ભાવમલ જ્યારે આત્મામાં ઘનીભૂત હોય છે. ગાઢપ્રગાઢ હોય છે ત્યારે પ્રાયઃ પુરુષોનો સંયોગ જ થતો નથી, અને કદાચ થાય તો પણ મહોદય કરાવે (આત્માની કલ્યાણના માર્ગે ચડતી કરાવે) એવી સમ્પ્રતીતિ-શ્રદ્ધા થતી નથી. સદ્ગુરુ પ્રત્યે સાચો વિશ્વાસ-પ્રેમ જામતો નથી. આ જ મહાત્મા મારા આત્માના તારક છે. એવી સાચી દૃષ્ટિ ખીલતી નથી આ આત્માની અંદરની મલિનતા (કષાયોની તીવ્રતા) જ્યાં સુધી મોળી પડતી નથી ત્યાં સુધી સંતો પ્રત્યે સાચી શ્રદ્ધા થતી નથી, કદાચ કોઈ સંતનો યોગ થઈ જાય, કદાચ તે સંતની ઓળખાણ-પરિચય પણ થઈ જાય તો પણ સંસારસુખની પ્રાપ્તિમાં મંત્ર-તંત્ર-ઔષધિ અને જડીબુટ્ટીની શોધમાં જ તેમનો ઉપયોગ કરે છે. કારણ કે મોહજન્ય મલિનતા મોળી પડી નથી. સંસારસુખની અભિલાષા તીવ્ર છે. તેથી આવા ખોટે રસ્તે જાય છે. પરંતુ અભ્યદયાદિના (અભ્યદય એટલે પરંપરાએ મુક્તિહેતુ બને એવા પુણ્યાનુબંધી પુણ્ય માટે કે કર્મોની નિર્જરા) માટે આ પ્રતીતિ થતી નથી. યો. ૧૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૭ આ જ વાતનું સમર્થન પ્રતિસ્પર્ધી વસ્તુની ઉપમા વડે ગ્રંથકાર કરે છે કે મન્દલોચનવાળો પુરુષ એટલે કે જેની આંખમાં મોતીયો, ઝામર આદિ કોઈને કોઈ દોષ છે અથવા હીનતેજ છે એવી આંખવાળો પુરુષ શું કદાપિ રૂપને સમ્યગૂ પ્રકારે જોઈ શકે છે? લક્ષણ- વ્યંજન વગેરેના સંપૂર્ણપણાનડે રૂપને શું નિહાળી શકે છે? અર્થાત્ ન જ નિહાળી શકે, તેમ અહીં સમજવું, સારાંશ એ છે કે મંદ લોચનવાળો પુરુષ રૂપને જોઈ તો શકે છે. પરંતુ તે રૂપનું લક્ષણ (સ્વરૂપ) કેવું છે ! રૂપમાં જેટલી શ્વેતતા, કૃષ્ણતા, પીતતાદિ હોય તેટલી શું દેખાય ? અર્થાત્ ન જ દેખાય, માત્ર ઝાંખું ઝાંખું જ દેખાય, રૂપનું યથાર્થ લક્ષણ જેવું રૂપ છે તેવુ રૂપનું સ્વરૂપ મંદલોચનવાળાને ન દેખાય, તથા “વ્યંજન એટલે વિષય,” રૂપ બરાબર ન દેખાવાથી તે રૂપવાળો જે પદાર્થ (વિષય) છે. તે પણ યથાર્થપણે ન જ દેખાય, એમ લક્ષણથી (સ્વરૂપથી) અને વજનથી (વિષયથી) રૂપ અને રૂપવાન્ પદાર્થ યથાર્થપણે મંદલોચનવાળો પુરુષ ઇંદ્રિયદોષથી જોઇ શકતો નથી, તેવી જ રીતે ભાવમલ જેનો ઓછો થયો નથી, અને તેથી જેનાં અંતરચક્ષુ ખુલ્યાં નથી એવો જીવ પુરુષને બરાબર સ્વરૂપથી ઓળખી શકતો નથી, સપુરુષ તરીકે પરિચય કરી શકતો નથી. સાચો સંબંધ જ પામતો નથી તો પછી તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ કે પ્રતીતિ થવાની વાત તો સંભવે જ ક્યાંથી ! શાસ્ત્રમાં બીજું પણ આવું જ એક દષ્ટાન્ત છે કે જેમ પાંગળો માણસ ઉંચા વૃક્ષની શાખાનો સ્પર્શ કરી શકતો નથી, તેમ તીવ્ર ભાવમલવાળો પુરુષ પુરુષોને સપુરુષ તરીકે પીછાણી શકતો નથી. પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. શ્રી કહે છે કે सत्सु सत्त्वधियं हन्त, मले तीव्र लभेत कः । __ अङ्गल्या न स्पृशेत् पङ्गः, शाखां सुमहतस्तरोः ॥ द्वात्रिंशद्वात्रिंशिका ॥३६॥ अधुनान्वयसारमधिकृतवस्तुसमर्थनार्यवाह ઉપરની ગાથામાં વ્યતિરેકની પ્રધાનતાએ પ્રતિસ્પર્ધી ઉદાહરણથી આ પ્રસ્તુત વિષયનું જેમ સમર્થન કર્યું. તે જ રીતે હવે અન્વયની પ્રધાનતાએ પ્રસ્તુત વસ્તુનું જ સમર્થન કરતાં સમજાવે છે કે अल्पव्याधिर्यथा लोके, तद्विकारैर्न बाध्यते । चेष्टते चेष्टसिद्ध्यर्थं, वृ (धृत्यैवायं तथा हिते ॥३७॥ ગાથાર્થ = સંસારમાં જેમ અલ્પ વ્યાધિવાળો પુરુષ તે વ્યાધિના વિકારો વડે પીડા પામતો નથી, અને પોતાના ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે. તે જ Page #198 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૩૭ યોગદષ્ટિ સમુચ્ચય ૧૬૩ રીતે આ યોગી મહાત્મા વૃત્તિમાત્રથી જ (ધૃતિમાત્રથી જ) આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. [૩૭ll ટીકા “અવ્યયઃ” ક્ષીપ્રાય: શ્ચિત્તલિઃ 'कण्ड्वादिभिः "न बाध्यते"-व्याधेरल्पत्वेन न बाध्यते । किं चेत्याह- "चेष्टते च-राजसेवादौ, "इष्टसिद्ध्यर्थं"-कुटुम्बादिपालनाय, एष दृष्टान्तोऽयमर्थोपनय इत्याह, वृ(५)त्यैव धर्मयोनिरूपया एतच्च "वृत्तिः (धृतिः) श्रद्धा सुखा famતિષ વિજ્ઞિિત થયોનાં:”રૂતિ વંદનાત્ | તનયા તુમૂતયા, “''. योगी तथाल्प-व्याधिपुरुषवत्स्थूराकार्यप्रवृत्तिनिरोधेन, "हिते" हितविषये दानादौ ચેષ્ટા રૂતિ રૂા. - વિવેચન :- કોઈ પણ પ્રતિનિયત વસ્તુને સમજાવવા માટે બે જાતની યુક્તિ અને તેને અનુસરતાં બે જાતનાં દૃષ્ટાંત હોય છે. (૧) અન્વય, અને (૨) વ્યતિરેક, વિધાન ભાવે (હકારાત્મક ભાવે) જે સમજાવવું તે અન્વય કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં ચેતના હોય છે અથવા જ્યાં જ્યાં ચેતના હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે જેમકે દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે, આ અન્વય કહેવાય છે. તત્ત્વ તત્ત્વમ્ એ અન્વયનું લક્ષણ છે. ન્યાયશાસ્ત્રમાં તેને અન્વય વ્યાપ્તિ કહેવાય છે. તથા નિષેધભાવે (નકારાત્મકપણે) જે સમજાવવું તે વ્યતિરેક છે. જેમકે જ્યાં જ્યાં જીવ ન હોય ત્યાં ત્યાં ચેતના ન હોય, અથવા જ્યાં જ્યાં ચેતના ન હોય ત્યાં ત્યાં જીવ ન હોય તે વ્યતિરેક. જેમકે ઘટ પટ ઇત્યાદિ તત્તે ત ત્ત્વમ્ એ વ્યતિરેકનું લક્ષણ છે ન્યાયશાસ્ત્રમાં તેને વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. પૂર્વની ૩૬મી ગાથામાં વ્યતિરેકથી સમજાવવામાં આવ્યું કે જેમ મંદચક્ષુવાળો પુરુષ સમ્યગૂ પ્રકારે જોઈ શકતો નથી તેમ ભાવમલ ઘનીભૂત હોતે છતે આ જીવને સાધુપુરુષ પ્રત્યે સમ્યક્ પ્રતીતિ (શ્રદ્ધા) થતી નથી. એ જ વાત હવે અન્વયથી આ ગાળામાં સમજાવે છે કે કોઇ પુરુષને શરીરમાં પ્રથમ ઝાઝો રોગ થયો હોય, તેના વિકારો વડે તે પીડાતો હોય, વૈદ્યો પાસે જઈ વારંવાર હિતકારી ઔષધ લઈને તેનું સેવન-પ્રતિપાલન કર્યું હોય, અને તે ઔષધસેવનથી જેનો રોગ નષ્ટપ્રાયઃ બની ચૂક્યો હોય લગભગ રોગ મટી ગયો હોય અલ્પમાત્રાએ જ તે રોગ હવે બાકી રહ્યો હોય તેવો, અલ્પવ્યાધિવાળો તે પુરુષ તે રોગોથી થતા વિકારો વડે જેમ બહુ પીડા પામતો નથી, ઉબકા આવવા, વમન થવું, બેચેની રહેવી, ખંજવાળ આવવી, કામકાજમાં સુસ્તી લાગવી, માથામાં ભાર ભાર લાગવું, અજીર્ણ થવું, ઇત્યાદિ વિકારો આવા અલ્પવ્યાધિવાળાને થતા નથી, અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૭ તેથી જ પોતાના કુટુંબનું પાલનપોષણ કરવા રૂપ ઇષ્ટસિદ્ધિ = અર્થ પ્રાપ્તિ માટે રાજસેવા, વેપાર, નોકરી આદિ કરવા સારુ ચેષ્ટા કરે છે. રોગના કારણે અટકેલા સાંસારિક વ્યવસાયો શરૂ કરી દે છે. રોજીંદા જીવનમાં હવે તે રોગો કોઇ પણ જાતની આડખીલી કરતા નથી, અટકાયત કરતા નથી. એ જ રીતે જેનો ભાવમલ ઘણો ઘણો નષ્ટપ્રાય: થઈ ચૂક્યો છે તેવો મિત્રાદષ્ટિમાં આવેલો આ જીવ પણ વૃત્તિ માત્રથી જ આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. આત્મહિતની પ્રવૃત્તિ કરવામાં હવે તેને કોઇ (કર્માદિ રૂપ ભાવમલ) અટકાયત કરી શકતું નથી. વૃત્તિ એટલે વર્તન, પ્રવૃત્તિ, વર્તવું, કામકાજમાં જોડાઈ જવું. તે વૃત્તિ પાંચ પ્રકારની છે. (૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુખા, (૪) વિવિદિષા, (૫) વિજ્ઞપ્તિ આ પાંચ પ્રકારની વૃત્તિને ધર્મયોનિ કહેવાય છે. આ પ્રમાણે ગોપેન્દ્ર મુનિ કહે છે. કારણ કે આ પાંચ પ્રકારની વૃત્તિમાંથી ધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે. ધર્મરૂપી પુત્રને જન્મ આપનારી ધર્મનો પ્રસવ કરનારી, ધર્મની જન્મદાત્રી છે માટે તે પાંચને ધર્મયોનિ કહી છે. ભાવમલ અલ્પ થવાથી અલ્પવ્યાધિવાળા પુરુષની જેમ આ યોગી પ્રભુભક્તિ, સ્વાધ્યાય, તપાચરણાદિ ધર્માનુષ્ઠાનો કરતો છતો ધૃતિથી = ધીરજથી અંદર પ્રવર્તે છે. તે તે કાર્યો કરવામાં ધીરજવાળો બને છે. એટલે કે ચિત્તના દોષોનો ત્યાગ થયેલ હોવાથી ચિત્ત પ્રસન્ન હોય છે. ક્યાંય પણ અધીરજ-ઉતાવળ કે આકુળ-વ્યાકુળતાવાળું અસ્થિર ચિત્ત કરતો નથી (આ ધૃતિ નામની વૃત્તિ છે.) કારણ કે તેના મનમાં “આ ધર્મ કાર્ય અવશ્ય કલાન્તરે મુક્તિફળ આપવાનું જ છે” એવી તેને અનુપમ શ્રદ્ધા છે. (આ શ્રદ્ધા નામની બીજી વૃત્તિ છે.) ધર્મકાર્યોમાં અતિશય ધીરજ અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેનો વાસ્તવિક આનંદ માણે છે. આનંદ માણવા સ્વરૂપ “સુખા” નામની આ ત્રીજી વૃત્તિ છે. ધૃતિ-શ્રદ્ધા અને આનંદપૂર્વક ધર્મ પ્રવૃત્તિ કરતાં તે વિષે ઊંડું સૂક્ષ્મ તત્ત્વ મેળવવાની એટલે કે ધર્મતત્ત્વને ઊંડુ ને ઊંડુ જાણવાની ઇચ્છા રાખે છે. આ વિવિદિષા નામની ચોથી વૃત્તિ છે. એટલે જ પોતાને ધર્મ તત્ત્વનું જ્ઞાન આપે એવા સદગુરુની શોધમાં વર્તે છે. અને સદ્ગુરુ પ્રાપ્ત થતાં શાસ્ત્ર સંબંધી વિજ્ઞપ્તિ-એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જીવની જે વિવિદિષા હતી. તેના કારણે સંતોષ થાય તેવું જ્ઞાન મેળવે છે. આ પાંચમી વિજ્ઞપ્તિ વૃત્તિ છે. આ પાંચ પ્રકારની વૃત્તિથી તેનામાં ધર્મતત્ત્વ રૂપ પુત્રનો પ્રસવ થાય છે. આ રીતે આ પાંચ પ્રકારની વૃત્તિથી આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. અલ્પવ્યાધિવાળા પુરુષનો રોગ લગભગ નષ્ટપ્રાયઃ થયો છે. તેથી શેષ રહેલો રોગ પણ દૂર થવાની તૈયારીમાં છે એટલે વેપારાદિ પોતાનું ગૃહસ્થપણાનું કાર્ય કરવામાં તેને અટકાયત કરનાર બનતો નથી. તેમ આ યોગી અલ્પવ્યાધિવાળા પુરુષની જેમ Page #200 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૬૫ ગાથા : ૩૮ ધર્મકાર્યમાં ધૃતિ-શ્રદ્ધા- સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ રૂપ પાંચ પ્રકારની આ વૃત્તિઓના કારણે એટલે શુભ વૃત્તિઓના પ્રભાવે જ સ્થૂલ-સ્થૂલ હિંસાદિ પાપનાં કાર્યો સ્વરૂપ અકાર્યને કરાવનારી વૃત્તિઓનો નિરોધ કરવા પૂર્વક દાન-શીયલ-તપ-ભાવનાદિ સ્વરૂપ આત્મહિતકારી કાર્યના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. શુભકાર્યમાં ધીરજ- શ્રદ્ધા- સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ રૂપ વૃત્તિઓ વધવાથી તેનું બળ એવું વધતું જ જાય છે કે જેના લીધે હિંસા-જૂઠ-ચોરી આદિ સ્થૂલ મહાપાપોની પ્રવૃત્તિ રૂપ અકાર્યોમાં (ન કરવા લાયક કાર્યોમાં) પ્રવૃત્તિને તે અટકાવે છે અર્થાત્ આવી પ્રવૃત્તિઓ અટકી જ જાય છે. અને યથાશક્તિ દાન આપવા વડે પરોપકાર કરવાનું, સદાચાર પાલન વડે સ્વોપકારનું, બાહ્યઅત્યંત૨ તપના આસેવન વડે મૂર્છા-મમતા જીતવાનું અને સર્વજગતનું કલ્યાણ થાઓ એવી ઉત્તમોત્તમ ભાવના ભાવવાનું હિતકારી કાર્ય આ જીવ કરે છે. હિતકારી કાર્યમાં જ સતત વધુને વધુ પ્રવૃત્તિશીલ રહે છે. ૩૭ના एतदनन्तरोदितमखिलमेव यदोपजायते तदभिधातुमाह હમણાં કહેલ આ અવંચક યોગાદિત્રય વગેરે સર્વ વસ્તુઓ આ જીવને જે અવસ્થામાં પ્રાપ્ત થાય છે તે કહેવા માટે જણાવે છે કે ૫ ૨૮૫ ગાથાર્થ = ચરમ યથાપ્રવૃત્તકરણ આવે છતે ભાવમલ અલ્પ થવાથી આસન્ન છે ગ્રંથિભેદ જેને એવા આત્માને આ સમસ્તભાવો પ્રાપ્ત થાય છે. ॥ ૩૮॥ ટીકા - ‘‘યથાપ્રવૃત્તરને’’-પ્રા વ્યાવિિતસ્વરૂપે ‘‘મે’’ પર્યન્તવૃત્તિનિ 'अल्पमलत्वतः कारणात् “आसन्नग्रंथिभेदस्य " सतः, समस्तमनन्तरोदितं "जायते ઘઃ '' તદ્વિતિ રૂ૮॥ !! "" यथाप्रवृत्तकरणे, चरमेऽल्पमलत्वतः । आसन्नग्रंथिभेदस्य, समस्तं जायते ह्यदः 11 ટીકાનુવાદ :- દુ:ખી જીવો ઉપર અત્યન્ત કરૂણા, ગુણવાન્ પુરુષો ઉપર અત્યન્ત પ્રીતિ, ઔચિત્યતા પૂર્વક આચરણનું આસેવન, શુભ નિમિત્તોનો સંયોગ, યોગાદિ અવંચકત્રયની પ્રાપ્તિ, ઇત્યાદિ ઉપરના શ્લોકોમાં કહેલ સર્વ ઉત્તમભાવોની પ્રાપ્તિ આ જીવને (૧) કયા કાલે થાય છે ? (૨) કયા કારણથી થાય છે? અને (૩) કેવા પ્રકારના જીવને થાય છે ? આ ત્રણ બાબતોનો આ ગાથામાં ઉલ્લેખ કર્યો છે. (૧) આ જીવ અનાદિકાળથી અપરિમિત સંસારમાં જન્મ-મરણ કરતો રખડે છે. તેવા પ્રકારના ભવ્યજીવનો અચરમાવર્ત્તકાળ હોય કે ચરમાવર્તનો પૂર્વાર્ધકાળ હોય ત્યારે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૩૮ તથા અભવ્ય જીવ હોય ત્યારે આવા પ્રકારનાં યથાપ્રવૃત્તકરણ (નદી ગોલ-ઘોલન્યાયથી આવતા સ્મશાનીયા વૈરાગ્ય જેવો સહજ અલ્પવૈરાગ્યવાળો આત્મપરિણામ) ઘણી વખત આવી જાય છે. તેનાથી સાતકર્મોની સ્થિતિ આ જીવ હળવી કરે છે અને પુનઃ બાંધીને દીર્ઘ કરે છે. તેમ કરતાં કરતાં જેની તથાભવ્યતા પાકી ચૂકી છે. માત્ર ઉત્તરાર્ધ જેટલો જ ચરમાવર્ત કાળ વધુમાં વધુ જેનો બાકી છે એવા કોઈ આસન્નભવ્ય આત્માને પાછળ ગ્રંથિભેદ કરાવીને નિશ્ચિતરૂપે અપૂર્વકરણ કરાવે જ એવું જે યથાપ્રવૃત્તકરણ થાય છે. તે ને ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય છે. તેવા ચરમ યથાપ્રવૃત્તકરણના કાળે જ ઉપરોક્ત ભાવો આવે છે. કે જે યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ પૂર્વે દશમી ગાથામાં કહેલું છે. તેવા યથા-પ્રવૃત્તકરણમાંના ચરમકરણમાં આ ભાવો જીવને પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ ભાવોની પ્રાપ્તિનો કાળ જણાવ્યો. હવે કયા કારણથી પ્રાપ્ત થાય છે! તે જણાવે છે કે (૨) આત્માની અંદર અનાદિકાળનો જામેલો જે ભાવમલ છે તેનો ક્ષય થવાથી ઉપરોક્ત યોગ બીજ આવે છે આ જીવનો જેમ જેમ ભાવમલ ક્ષય થતો જાય છે તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે. એટલે કે તથાભવ્યતા પાકે છે. તથાભવ્યતા બરાબર પાકવાથી શુભનિમિત્તો મળે છે. તેનાથી વધારેને વધારે ભાવમલ ક્ષય થતો જાય છે. ભાવમલ વધારે ક્ષીણ થવાથી સટૂણામાદિ યોગબીજ મળે છે. અને તેનાથી અવંચક ભાવ (યોગાવંચકાદિ) આવે છે. એમ દિન-પ્રતિદિન વધારેને વધારે ભાવમલ ક્ષય થતાં ચરમાવર્તનો પૂર્વ અર્ધકાલ પસાર થઈ જતાં ચરમ યથાપ્રવૃત્તકરણમાં જીવ પ્રવેશ પામે છે કે જેનું ફલ ગ્રંથિભેદ છે. અને તેના દ્વારા મુક્તિબીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ ભાવોનું કારણ જણાવ્યું. (૩) આ યોગબીજ કયા જીવને આવે છે ? તેનો ઉત્તર એ છે કે અત્યંત નજીક છે ગ્રંથિભેદ જેને એવા જીવને આ યોગબીજ આવે છે. ભાવમલ ક્ષીણ થતાં આવા પ્રકારનાં ઉત્તમ યોગબીજ મળવા દ્વારા આ જીવ હવે નિયમા ગ્રંથિભેદ કરે જ છે. ચરમાવર્ત, ચરમયથાપ્રવૃત્તકરણ, તથાભવ્યત્વનો પરિપાક અને અતિશય ભાવમલ રૂપ દોષનો ક્ષય આ જ્યારે થાય છે ત્યારે આ જીવની દૃષ્ટિ કંઈક ખૂલે છે. જે આ જીવ પૂર્વે સંસાર- સુખરસિક પુદ્ગલાનંદી હતો, તેથી આત્મ-હિત ભણી તેની દૃષ્ટિ બંધ જ હતી તે હવે કંઈક અંશે ખૂલે છે. અને આત્મ-હિત એ જ મારૂં યથાર્થ-સાચું કર્તવ્ય છે તેવી કંઇક નિર્મળ દષ્ટિ બને છે. પૂજ્ય આનંદઘનજી મ. કહે છે કે ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક, દોષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વા (સંભવ૦) Page #202 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૩૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૬૭ આ પ્રમાણે ચરમ યથાપ્રવૃત્તકરણ કરવાનો કાલ આવે ત્યારે ભાવમલ અલ્પ થવાના કારણથી આસન્ન ગ્રંથિભેદવાળા જીવને આ યોગબીજ આવિર્ભત થાય છે. પ૩૮ अथवा चरमं यथाप्रवृत्तमिदमपूर्वमेवेत्याह અથવા આ ચરમ જે યથાપ્રવૃત્તકરણ છે એ અપૂર્વ જ હોવાથી અપેક્ષાએ અપૂર્વકરણ જ કહેવાય છે. તે સમજાવે છે अपूर्वासन्नभावेन, व्यभिचारवियोगतः । तत्त्वतोऽपूर्वमेवेदमिति योगविदो विदुः ॥३९॥ ગાથાર્થ = અપૂર્વકરણ અતિશય આસન્ન હોવાથી, અને આ યથાપ્રવૃત્તકરણ નિષ્ફળ જાય એવો વ્યભિચાર ન હોવાથી તાત્વિકપણે તો આ ચરમ યથાપ્રવૃત્તકરણ એ અપૂર્વકરણ જ છે. એમ યોગાચાર્યો કહે છે. ૩૯ ટીકા -“પૂર્વીસમાવેન હેતુના, તથા “મવાવયોતિ:, "तत्त्वतः" परमार्थेन, "अपूर्वमेवेदं"-चरमं यथाप्रवृत्तम् इति योगविदो जानत इति માવ: રૂ વિવેચન :- આ ચરમ યથાપ્રવૃત્તકરણમાં જે વીર્ષોલ્લાસ છે. તેવો વીર્ષોલ્લાસ પૂર્વકાળમાં કદાપિ આવ્યો નથી. સામાન્ય યથાપ્રવૃત્તકરણ ઘણીવાર કર્યા છે. પરંતુ ગ્રંથિભેદ પ્રાયોગ્ય આટલો તીવ્ર વૈરાગ્ય આ ચરમમાં જ આવે છે તેથી આ ચરમ યથાપ્રવૃત્તકરણને “અપૂર્વ” જ કહેવાય છે. તે ચરમ યથાપ્રવૃત્તકરણને અપૂર્વકરણ કહેવાનાં મુખ્યત્વે બે કારણ છે. એક કારણ એ છે કે ગ્રંથિભેદ કરાવવાવાળું વાસ્તવિક અપૂર્વકરણ અતિશય આસન્ન હોવાથી આ યથાપ્રવૃત્તને પણ અપૂર્વકરણ જ કહેવાય છે. જેમ ગામની ભાગોળ આવે ત્યારે ગામ જ આવ્યું કહેવાય, અમદાવાદથી મુંબઈ જતાં મુંબઈનાં ઉપનગર (બોરીવલી-અંધેરી ઇત્યાદિ) આવે ત્યારે મુંબઈ જ આવ્યું કહેવાય, તેમ અહીં અપૂર્વકરણ આસન્ન હોવાથી ચરમ યથાપ્રવૃત્તને પણ અપૂર્વકરણ જ કહેવાય છે. આ એક કારણ કહ્યું. બીજું કારણ એ છે કે પૂર્વે કરેલાં યથાપ્રવૃત્તકરણો નિષ્ફળ ગયાં હતાં, ગ્રંથિભેદ કરાવી શક્યાં ન હતાં, એટલે વ્યભિચારવાળાં હતાં, જ્યારે આ ચરમ યથાપ્રવૃત્તકરણ એવું છે કે જે નિયમા ગ્રંથિભેદ અને અપૂર્વકરણ કરાવે જ છે. નિષ્ફળ જતું નથી, આ પ્રમાણે વ્યભિચાર વિનાનું હોવાથી આ ચરમ યથાપ્રવૃત્તકરણ તાત્ત્વિકપણે-પરમાર્થપણે અપૂર્વકરણ જ કહેવાય છે. આવો તીવ્ર વીર્ષોલ્લાસ પૂર્વે કદાપિ આવ્યો નથી, જો આવ્યો હોત તો ગ્રંથિભેદ થયો જ હોત, ગ્રંથિભેદ આજ સુધી થયો નથી, માટે આ વર્ષોલ્લાસ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૦ જ (ચરમ યથાપ્રવૃત્તકરણ જ) ઉપચારથી અપૂર્વકરણ કહેવાય છે. નદીનો કાંઠો આવે છતે નદી આવી એ પ્રમાણે જેમ કહેવાય છે. તેમ અહીં પૂર્વકાળવર્તી કારણમાં ઉત્તરકાળવર્તી કાર્યનો ઉપચાર કરેલ છે. એમ યોગાચાર્ય પુરુષો કહે છે. ૩૯ इहैव गुणस्थानयोजनमाहઅહીં જ “ગુણસ્થાનક” શબ્દની વાસ્તવિક યોજના ઘટે છે તે સમજાવે છે. प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, मुख्यमन्वर्थयोगतः ॥४०॥ ગાથાર્થ = મિથ્યાદૃષ્ટિ નામના પ્રથમગુણસ્થાનકને જૈનશાસ્ત્રોમાં સામાન્યથી જે ગુણસ્થાનક એવું કહેવામાં આવ્યું છે. તેનો સાચો અન્વર્થ આ અવસ્થામાં જ મુખ્યપણે ઘટે છે. તેથી આ અવસ્થામાં જ તે મુખ્યત્વે ગુણસ્થાનક કહેવાય છે. ૪૦ ટીમ - પ્રથમમાં યદ્ મુસ્થાને મિથ્યાદિષ્ટયાર્થ, સામાજેનોપતિમાને, "मिच्छदिट्ठी सासायणाइ" इति वचनात् अस्यां तु तदवस्थायामित्यस्यामेव, मुख्यं निरुपचरितम् । कुत इत्याह-“अन्वर्थयोगतः"-एवं गुणभावेन गुणस्थानोपपत्तेरिति ૩વતા મિત્ર ૪૦ | વિવેચન :- કોઈપણ વસ્તુનાં નામો સામાન્યથી બે પ્રકારનાં હોય છે. (૧) ગુણસંપન્ન નામ, અને (૨) ગુણરહિત માત્ર ઉપચારથી નામ. જેમ કે “દેવેન્દ્ર” આવું નામ દેવોના ઇંદ્રનું જો કહેવામાં આવે તો તેમાં દેવોનું ઇદ્રપણું છે અને કહેવાય છે તેથી તે ગુણસંપન્ન નામ છે. અન્વર્થના યોગવાળું નામ છે. જ્યારે કોઈ છોકરાનું દેવેન્દ્ર નામ રાખવામાં આવે તો તે છોકરો કંઈ દેવોનો ઇદ્ર નથી, માત્ર નામ જ રાખવામાં આવ્યું છે એટલે તેમાં અન્તર્થનો યોગ ન હોવાથી ગુણરહિત ઉપચારથી નામ કહેવાય છે. એ જ રીતે આ જીવનું અનાદિકાળથી જે મિથ્યાદૃષ્ટિ નામનું પ્રથમ ગુણસ્થાનક કહેવાતું હતું તે ખરેખર ઉપચરિત હતું. કારણ કે તે કાળે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો પ્રગટ થયા ન હતા. માટે તે કાળે આ નામ ઉપચરિતનામ હતું. હવે જ્યારે આ જીવ ચરમાવર્તિમાં અને ચરમયથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ્યો છે. ત્યારે એના મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક શબ્દનો પ્રયોગ કરાયો છે. તે અન્વર્થના યોગવાળો હોવાથી, યથાર્થ હોવાથી, ઉપરોક્ત ભવોગ-અવંચકત્રયાદિ ગુણો પ્રગટ થયા હેવાથી ગુણસંપન્ન નામ છે. આ જીવ ઓઘદૃષ્ટિમાંથી મિત્રા નામની યોગદષ્ટિમાં આવે ત્યારે જ વાસ્તવિકપણે ગુણસ્થાનક કહેવાય છે. આગમમાં સામાન્યથી મિથ્યાદષ્ટિ નામના Page #204 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૬૯ પ્રથમ ગુણસ્થાનકને જે ગુણસ્થાનક તરીકે કહેવામાં આવ્યું છે. તે મુખ્યત્વે એટલે કે ઉપચાર વિનાનું નામાભિધાન આ અવસ્થામાં જ ઘટે છે. કારણ કે આ અવસ્થામાં જ અન્તર્થનો યોગ સંભવે છે અર્થાત્ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી ગુણસ્થાનક શબ્દનો જે અર્થ છે તે અર્થ આ કાલે સંભવે છે. જો કે હજુ મિથ્યાત્વ ગયું નથી. સમ્યકત્વ પ્રગટ્યું નથી, તથાપિ ભાવમલનો બહુ ક્ષય થતાં ચરમાવર્ત, ચરમયથાપ્રવૃત્તકરણ, શુભનિમિત્તનો યોગ, સત્યભામાદિ, અવંચકત્રયાદિ ગુણોની પ્રાપ્તિ જે શરૂ થઈ છે. તે પ્રારંભ જ યોગમાર્ગના પ્રવેશનું ઉત્તમ મુહૂર્ત છે. સન્માર્ગે ચઢવાની યોગ્યતાનું મંગલકાર્ય છે. મુક્તિની શ્રેણીનું પ્રથમ સોપાન છે. મહાત્ યોગ- પ્રાસાદ રચવાના પાયાભૂત છે. યોગપર્વત ઉપર આરોહણનો પ્રથમ પ્રયાસ છે. આ રીતે આવા પ્રકારના ગુણો આવવાથી જીવની ચિત્તરૂપી ભૂમિ ચોકખી થાય છે. વાવણીને યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી જલસિંચનથી પોચી (ઢીલી) બને છે. તેમાં પ્રાપ્ત થયેલા યોગબીજની વાવણી શરૂ થાય છે. ઉત્તમનિમિત્તોના સંયોગ રૂપી ખાતર-પાણીનો સંયોગ થાય છે. તેનાથી પરમાત્માની અને સદ્ગુરુની ભક્તિ પ્રગટે છે. ભવોગાદિ ગુણો વિકાસ પામે છે અને અંતે સમ્યકત્વાદિ ગુણોરૂપી ફળની પ્રાપ્તિ થઈને જ રહે છે. આ મિત્રાદષ્ટિમાં આવતા ગુણો ઉપર અતિશય વિચાર કરવો આવશ્યક છે. આપણા આત્મામાં આવા ગુણો પ્રગટ્યા છે કે નહીં ! એમ આત્મનિરીક્ષણ કરવું અતિશય જરૂરી છે. જો આવા ગુણો પ્રગટ્યા ન હોય તથા ગુણો પ્રગટાવવા તરફ દૃષ્ટિપાત પણ ન હોય, અને પોતાના આત્માને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક-શ્રવિકા, તથા સંયમી માની લેવામાં આવે તો ક્રિયામાત્રના બાહ્યવ્યવહારથી જ તે તે ગુણસ્થાનક આવી જતું નથી, ગુણસ્થાનક તો ગુણોથી આવે છે. એટલે ક્રિયા સંબંધી બાહ્યવ્યવહારવાળા એ ગુણોની પ્રાપ્તિરૂપ નિશ્ચયની સદા અપેક્ષા રાખવી આવશ્યક છે. ક્રિયાસંબંધી બાહ્યવ્યવહાર ગુણપ્રાપ્તિનું નિમિત્ત અવશ્ય છે. પરંતુ નિમિત્તને પોતાનું કાર્ય કરવામાં જે યુજે તેને તે નિમિત્ત નિમિત્ત બને છે. જેમ કુહાડો છેદનનું નિમિત્ત અવશ્ય હોવા છતાં જે આત્મા કુહાડાને છેદનમાં જોડે તેને છેદ કરવા રૂપ કાર્ય કરી આપે છે. અને છેદનનું નિમિત્ત બને છે. તેમ બાહ્ય ક્રિયા સ્વરૂપ જે વ્યવહાર છે તે નિશ્ચયની સિદ્ધિમાં જોડે તેને જ બાહ્યવ્યવહાર નિમિત્ત બને છે. ફક્ત બાહ્યવ્યવહાર માત્રથી જ સંતોષ માની લેનારા જીવો અજ્ઞાની અને અહંકારી બની બ્રાન્ત જ રહે છે. વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે. અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિનું કારણ છે. બન્ને પરસ્પર સાપેક્ષ Page #205 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૦ છે. એક વિના બીજો યોગ નિરર્થક છે. વકરો અને નફો” જેમ પરસ્પર સાપેક્ષ છે તેમ અહીં સમજવું. ૧૭૦ વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઇ રાચો. ધાર તરવારની (શ્રી આનંદઘનજી મ. કૃત સ્તવન) આવા પ્રકારના મિત્રાદૃષ્ટિના ગુણો આવે તો જ વાસ્તવિક તે પ્રથમ ગુણસ્થાનક એ ગુણસ્થાનક કહેવાય છે. અને આત્મહિતનો વિકાસ કરવાનો ઉત્તમ યશ મળે છે. ગુણો આવે તો જ ગુણસ્થાનક ઉપર ચઢાય છે. કહ્યું છે કે કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે । મુખ્યપણે તે ઇહાં હોય, સુજશ વિલાસનું ટાણું રે ॥ વી૨૦ આઠ દૃષ્ટિની સજ્ઝાય (પૂ. ઉ. યશોવિજયજી મ.) ૪૦॥ મિત્રાર્દષ્ટિનું વર્ણન સમાપ્ત થયું. Page #206 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૭૧ મિત્રા દૃષ્ટિનો સાર મુક્તિમાર્ગનો પ્રારંભ મુક્તિ પ્રત્યેના અષથી દ્રષના અભાવથી) પ્રારંભાય છે. જ્યારે અલ્પાંશે પણ મુક્તિનો અદ્વેષ શરૂ થાય છે. ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે અને તેમાં આ પ્રથમદષ્ટિને મિત્રાદષ્ટિ કહેવાય છે. આત્માના આધ્યાત્મિક આત્મહિતના વિકાસનું આ પ્રથમ પગથીયું છે. ભવાભિનંદી અને પુદ્ગલ સુખના જ રાગી જીવને મુક્તિના અષવાળી આ દૃષ્ટિ આત્માના શુદ્ધ હિતની વિચારણા કરવા તરફ પ્રેરે છે. જે આપણા હિતની ચિંતા કરે. અને આપણને આપણા હિતની વિચારણા કરવા તરફ પ્રેરે તેને જગતમાં “મિત્ર” કહેવાય છે આ દૃષ્ટિકાલે મળેલું જ્ઞાન (બોધ) આ આત્માને આત્માના હિતની વિચારણા તરફ મિત્રોની જેમ દોરી જાય છે માટે આ દૃષ્ટિને (જ્ઞાનને) “મિત્રા” દૃષ્ટિ કહેવાય છે. આત્મહિત તરફ દોરનારી આ દૃષ્ટિ જ આત્માનો સાચો નિઃસ્વાર્થ મિત્ર છે. આ દૃષ્ટિકાલે જે જ્ઞાન-બોધ હોય છે તે તૃણાગ્નિકણ સમાન હોય છે. તે બોધનો પ્રકાશ ક્ષણજીવી જ હોય છે. પ્રગટ થતાંની સાથે જ નાશ પામે તેવો હોય છે અને અતિશય મંદ હોય છે તેમ અહીં પ્રગટેલું જ્ઞાન બળવાળું હોતું નથી. પરંતુ મંદ હોય છે. તથા આત્મહિતની ચિંતા સ્કુરાયમાન હોવાથી ધર્મનાં કાર્યો કરવામાં “ખેદ' (થાક-પરિશ્રમ) લાગતો નથી. તે તે કાર્યો સતત કરવા વીર્ષોલ્લાસ વધતો જ રહે છે. તથા મુક્તિ પ્રત્યે અષ થવાના કારણે તે મેળવવા માટે યથાશક્તિ હિંસા-જુઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહ જેવાં પાપો અંશથી અથવા સર્વથી ત્યજવા સ્વરૂપ પાંચ યમો પ્રાપ્ત થાય છે કે જે યોગનું પ્રથમ અંગ કહેવાય છે. આ પાંચ યમ દ્રવ્યથી ગ્રહણ કરે છે. કારણ કે હજુ સમ્યકત્વાદિ ગુણો આવ્યા નથી, તેથી ભાવથી વ્રતગ્રહણ નથી. પરંતુ હિંસાદિ પાપો કર્મ બંધાવનાર છે. સંસારમાં રખડાવનાર છે એમ સમજી યથાશક્તિ તે પાપોને ત્યજવા સ્વરૂપ પાંચ યમ આ દૃષ્ટિકાલે આવે છે. આ રીતે મિત્રાદષ્ટિમાં તૃણાગ્નિકણ સમાન બોધ, ખેદ દોષનો ત્યાગ, અષગુણની પ્રાપ્તિ, અને યમ નામના યોગાંગની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આગળ વધતાં મોહનીયકર્મ ઢીલું પડવાથી તેનામાં યોગ-પ્રાપ્તિની યોગ્યતા વધુ પ્રગટે છે. અને તેના પ્રતાપે નીચે મુજબ યોગ બીજને તે ધારણ કરે છે. જીવનમાં ભવિષ્યકાલે પૂર્ણપણે યોગ પ્રગટ થાય તેવાં તેનાં બીજને ગ્રહણ કરે છે. અર્થાત્ જીવન રૂપી ખેતરમાં બીજ વાવે છે. (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશલચિત્ત =પરમાત્માની ભક્તિ, શ્રદ્ધા, પ્રીતિ, વિશ્વાસ, તેમના પ્રત્યે મનથી અત્યંત બહુમાન. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૦ (૨) વચનોથી વિવિધ છંદવાળા, શ્રેષ્ઠભાવવાહી શ્લોકોથી સ્તુતિ પ્રાર્થના કરવા રૂપ હૈયાના ઉત્સાહ પૂર્વક નમસ્કાર કરવા. (૩) પ્રદક્ષિણા આપવા પૂર્વક વિનય સહિત કાયાથી પ્રણામ કરવા તે. (૪) એ જ પ્રમાણે ઉપકારી, પરમવૈરાગી સદ્ગુરુ પ્રત્યે પણ શ્રદ્ધા, પ્રીતિ, બહુમાન, ગુણોની સ્તુતિ રૂપી નમસ્કાર અને વંદનાદિ કરવા રૂપ પ્રણામ. દેવ અને ગુરુ પ્રત્યે આવેલ બહુમાન, નમસ્કાર, અને પ્રણામાદિ આ ત્રણે સંશુદ્ધ હોય છે. સંશુદ્ધ એટલે કે અત્યંત ઉપાદેય બુદ્ધિપૂર્વક, સંસાર સુખની આહારાદિસંજ્ઞાઓનું વિષ્ક્રમણ કરનાર, અને પારભવિકાદિ સુખની અપેક્ષા રહિત એવાં પ્રણામાદિ હોય છે. (૫) સંસાર પ્રત્યે અંતરંગ પરિણતિ પૂર્વક સહજ વૈરાગ્ય, ભવોગ. (૬) યથાશક્તિ દ્રવ્યથી અભિગ્રહોનું ધારણ અને પાલન. પાપો પ્રત્યે હેયબુદ્ધિ થવાથી શક્તિને અનુસારે પાપોવાળા કાર્યોના ત્યાગના અભિગ્રહો. (૭) મુક્તિનો અદ્વેષ છે. તેથી કંઈક પ્રીતિ થાય છે. આ કારણથી તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે મુક્તિની પ્રાપ્તિ તથા તેના માર્ગની પ્રાપ્તિ શાસ્ત્રાભ્યાસથી થાય છે. માટે શાસ્ત્રો ભણે, ભણાવે, લખે, લખાવે, વસ્ત્રપુષ્પાદિથી પૂજા કરે, પ્રભાવના કરે પ્રકાશિત કરે, ગુરુમુખે બહુમાનપૂર્વક શાસ્ત્રાર્થનું શ્રવણ કરે. (૮) આ યોગબીજનું સેવન અથવા સંજોગો સાનુકૂળ ન હોય તો તે યોગબીજનું વારંવાર શ્રવણ કરે છે. યોગબીજના શ્રવણ પ્રત્યે અને તેને સમજાવનારા ગુરુ પ્રત્યે ભક્તિબહુમાન. તથા પૂર્ણ ઉપાદેયભાવની બુદ્ધિ, આ યોગબીજ જ બોધિબીજનાં કારણ છે. એમ મનમાં યોગબીજ પ્રત્યે પ્રીતિ જામે છે. વારંવાર આ યોગબીજના સેવન અને શ્રવણથી આ જીવનો ભાવમલ વધારે ને વધારે ક્ષય થતો જાય છે. અને જેમ જેમ ભાવમલ વધુ ક્ષય થતો જાય છે તેમ તેમ ચિત્તરૂપી ભૂમિ ચોખી થતી જાય છે. તેમાં યોગબીજની વાવણી સારી થતી જાય છે. આ બધું આ જીવને ચરમાવર્તમાં પણ બહુ કાલ ગયા પછી થાય છે. ચરમાવર્ત કાળે દુઃખી જીવો ઉપર અત્યંત કરૂણા, ગુણવાનું મહાપુરુષો ઉપર અદ્વેષ, અને સર્વત્ર ઉચિતાચરણનું સેવન એ ત્રણ લક્ષણો તે જીવમાં પ્રગટે છે. તેનાથી વધારે વધારે ભાવલિનો ક્ષય થતાં થતાં આ જીવની તથાભવ્યતા પાકે છે અને ચરમ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે છે. અને અવંચકત્રયની પ્રાપ્તિ, શુભનિમિત્તનો યોગ, અને સત્કામાદિ ગુણો પ્રાપ્ત થાય છે. જે આ આત્માને ગ્રંથિભેદની પાસે લાવીને મુકે છે. આ કરણ જો કે યથાપ્રવૃત્તકરણ છે. તો પણ અપૂર્વકરણની નજીક હોવાથી, અને અવશ્ય અપૂર્વકરણ થવાનું જ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અપૂર્વકરણ પણ કહેવાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૦ યોગદષ્ટિ સમુચ્ચય ૧૭૩ તથા આ કાળે જ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકનું વાસ્તવિકપણે ગુણપ્રાપ્તિ થવા સ્વરૂપ સાર્થકનામ બનવાથી ગુણસ્થાનક કહેવાય છે. આ પ્રથમ મિત્રા દૃષ્ટિ કહી. જે દૃષ્ટિ આત્મહિતચિંતક હોવાથી મિત્રના જેવી છે માટે મિત્રાદષ્ટિ કહેવાય છે. મિત્રા દૃષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ (૧) મુક્તિ પ્રત્યે અષ. (અપ્રીતિ હતી તેની ક્રમશઃ મંદતા.) (૨) તૃણાગ્નિ સમાન બોધ. (તૃણના અગ્નિસમાન બોધ.) (૩) ખેદ દોષનો ત્યાગ. (ધર્મનાં કાર્યોમાં પરિશ્રમ ન લાગવો.) (૪) અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એમ પાંચ યમની પ્રાપ્તિ. (૫) યોગનાં બીજની પ્રાપ્તિ. (૧) સંશુદ્ધ કુશળ ચિત્ત, (૨) સ્તુતિઓ દ્વારા નમસ્કાર, (૩) કાયાથી સંશુદ્ધ પ્રણામ, (૪) દેવની જેમ ગુરુ પ્રત્યે કુશલચિત્તાદિ, (૫) સહજ પણ ભવોગ, (૬) દ્રવ્યથી અભિગ્રહોનું ધારણ અને પાલન, (૭) શાસ્ત્ર પ્રત્યે હાર્દિક પ્રેમ અને તેથી તેનું પ્રસારણ. (૬) યોગબીજનો પક્ષપાત. સતત તેનું ગુરુમુખે શ્રવણ. (૭) ચરમાવર્તમાં પણ ક્રમશ: બહુ ભાવ-મલનો ક્ષય. (૮) દુઃખી જીવો ઉપર કરુણાભાવ, મહાત્માઓ પ્રત્યે અષ. અને સર્વત્ર ઉચિતાચરણનું સેવન. (૯) તથાભવ્યતાને વધુ ને વધુ પરિપાક. (૧૦) ચરમ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ. (૧૧) યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક ભાવની પ્રાપ્તિ. (૧૨) ગુરુ-સત્સંગ જિનમંદિર આદિ શુભ નિમિત્તનો યોગ. (૧૩) ગુરુ આદિ ઉપકારી વર્ગને સણામાદિની પ્રાપ્તિ. (૧૪) ચરમ યથાપ્રવૃત્તકરણ દ્વારા ક્રમશઃ ગ્રંથિભેદ કરવા તરફ ગમન. મિત્રા દૃષ્ટિ સમાપ્ત Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૧ (તારા દૃષ્ટિ) अधुना तारोच्यते । तदत्राहહવે તારા દૃષ્ટિ કહેવાય છે. તેનું વર્ણન હવે અહીં કહે છે तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः । अनुदद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ॥४१॥ ગાથાર્થ = તારા નામની બીજી દૃષ્ટિમાં કંઈક સ્પષ્ટબોધ, તેવા પ્રકારના યથાયોગ્ય નિયમ, હિતકારી કાર્યોના આરંભમાં અનુગ, અને તત્ત્વ જાણવાના વિષયવાળી જિજ્ઞાસા હોય છે. || ૪૧ ટીકા-તારથિ પુનર્જી લિમિત્કાદ-“મનજ઼િ અર્થ તમિતિ, અતઃ “નિયમર્શ तथाविधः" शौचादिरिच्छादिरूप एव, "शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ( योगसूत्र २-३२) इति वचनात् । तदत्र द्वितीययोगात्प्रतिपत्तिरपि मित्रायां त्वेतदभाव एव तथाविधक्षयोपशमाभावात् । तथानुद्वेगो हितारम्भे = પારષેિતક્ષહિતઃ મત: Uવ તિિદ્ધ / તથા' “જિજ્ઞાસા તત્ત્વોવરા'' अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यमिति ॥४१॥ વિવેચન :-આ તારા નામની બીજી દૃષ્ટિમાં બોધ (એટલે દર્શન) મિત્રા દૃષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ હોય છે. મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણાગ્નિકણની તુલ્ય હતો, અને આ તારાદષ્ટિમાં છાણાંના અગ્નિકણની ઉપમાવાળો બોધ હોય છે. જો કે બન્ને દૃષ્ટિમાં બોધ મંદવીર્યવાળો અને અલ્પજીવી જ હોય છે. પ્રગટ થતાંની સાથે જ લગભગ બુઝાઈ જવાવાળો હોય છે. તો પણ મિત્રા કરતાં તારામાં કંઈક વધારે સ્પષ્ટ હોય છે. જેમ કોઈ મંદબુદ્ધિવાળા માણસને કોઈ પદાર્થ કદાચ યાદ રહ્યો હોય તો પણ બુદ્ધિની મંદતા હોવાથી અલ્પકાળ પછી તે તુરત વિસ્મૃત થઈ જાય છે. મિત્રો અને તારા દૃષ્ટિમાં થયેલું જ્ઞાન પણ થયું ન થયું અને ચાલ્યુ જનારું હોય છે. ફક્ત મિત્રા કરતાં તારામાં કંઈક વધારે સ્પષ્ટ અને વધુ કાળ રહેવાવાળું હોય છે. તથા તૃણ અને છાણાંનો અગ્નિ અતિશય નિસ્તેજ અને દુર્બળ હોવાથી વસ્તુતત્ત્વને જોતાં જોતાં તો ચાલ્યો જ જાય છે. તેમ આ દૃષ્ટિકાળે જ્ઞાનદશા નિસ્તેજ અને દુર્બળ હોય છે. વિષય-કષાયોની બળવત્તરતા અદ્યાપિ ચાલુ જ હોય છે. પરંતુ મુક્તિ પ્રત્યે કંઇક અંશે અષ આવ્યો છે, એટલે Page #210 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૭૫ તત્ત્વજ્ઞાન અને ધર્મક્રિયાઓ કરે પરંતુ હજુ વિષય-કષાયો પ્રત્યે હેયબુદ્ધિ જાગી નથી રાગાદિ પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ ટળી નથી. તેથી ધર્મક્રિયાકાળે પણ આ જ્ઞાનદશા બહુ કામ કરતી નથી. માટે જ ગ્રંથકારે કહ્યું છે કે “પટુસ્મૃતિના અભાવે પ્રયોગકાળે આ બોધ ટકતો નથી” તેથી જ આ બન્ને દૃષ્ટિઓમાં જે કંઇ ધર્મક્રિયા જીવ કરે છે. તે વંદન-પચ્ચક્ખાણાદિ દ્રવ્યક્રિયા હોય છે. ભાવક્રિયા સંભવતી નથી, જો કે બધી ક્રિયાઓ વિધિ જાળવીને કરે છે. તો પણ વિષય-કષાયમાં હેયબુદ્ધિ ન જાગી હોવાથી તે ધર્મક્રિયા દ્રવ્યક્રિયા બને છે. તૃણ અને ગોમય (છાણા)ના અગ્નિકણની જેમ આ બોધ મંદવીર્યવાળો હોવાથી તીવ્રસંસ્કાર જન્માવતો નથી, તેથી પટુસ્મૃતિ થતી નથી. વિજળીના ચમકારાની જેમ બોધ હતો ન હતો થાય છે. ગાથા : ૪૧ મિત્રાદૃષ્ટિમાં જેમ “યમ” નામનું યોગનું પ્રથમ અંગ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ તારાદૃષ્ટિમાં “નિયમ”નામનું યોગનું બીજું અંગ આવે છે. યમ એટલે હિંસાદિના ત્યાગ રૂપ સદાકાળનું વ્રત હોય જે=યાવજ્જીવ સુધીનું વ્રત હોય તે, જેમ કે સાધુને સર્વથા પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ અને શ્રાવકને દેશથી આ પાંચ યાવજ્જીવ સુધીનાં હોય છે. આ મૂલગુણ રૂપ છે તે યમ કહેવાય છે અને જે પરિમિત કાલ પુરતા જ હોય, અમુક ચોક્કસ કાળે જ સેવવાના હોય, તથા મૂળગુણની પુષ્ટિ માટે હોય, મૂલગુણની રક્ષા કરનારા હોય તે નિયમ કહેવાય છે મનનું નિયમન (કંટ્રોલ) કરે તે નિયમ કહેવાય છે. જેમકે સાધુને આશ્રયી જૈનદર્શનાનુસાર જે પિંડવિશુદ્ધિ આદિ, અને શ્રાવકને આશ્રયી જે દિશાપરિમાણાદિ વ્રતો છે. આ ઉત્તરગુણો છે. તે પરિમિતકાળ માટે હોય છે. અને મૂલગુણની પુષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા કરનારાં વ્રત છે તે નિયમ કહેવાય છે. મિત્રા દૃષ્ટિમાં હજુ યોગમાર્ગે ફક્ત પ્રવેશ જ છે તેથી હિંસા-જુઠ-ચોરી આદિના ત્યાગરૂપ પાંચ પ્રકારના યમ તથા તેના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપે ચાર ચાર ભેદ કરતાં ૨૦ પ્રકારે યમમાત્ર જ હોય છે. હિંસાવિરમણ આદિ યમો લેવાની અને પાળવાની પ્રથમ ઇચ્છા થાય છે. પછી તે યમો સ્વીકારી તેમાં પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિ કરતાં કરતાં જે જે વિઘ્નો આવે તેને જીતીને તે યમપાલનમાં સ્થિર થાય છે આ રીતે તે યમપાલનની સાર્થક્તા રૂપ સિદ્ધિ હાંસલ કરે છે. જેમ જેમ આ યોગમાર્ગનો રંગ લાગે છે. અધ્યાત્મદૃષ્ટિનો વિકાસ થાય છે. તેમ તેમ અહિંસા-સત્ય-અચૌર્ય ઇત્યાદિ પાંચ યમ તો બીજી આ તારાદૃષ્ટિમાં વધારે મજબૂત થાય જ છે. પરંતુ તેની પુષ્ટિ-વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ યથાયોગ્ય કાળે આ જીવ નાના-મોટા નિયમો પણ ધારણ કરે છે. કારણ કે યમપાલનનો રાગ વધ્યો છે. જૈનદર્શનમાં પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોરૂપ નિયમ સાધુને, અને દિશા પરિમાણ આદિ રૂપ નિયમ શ્રાવકને હોય છે પાતંજલ યોગસૂત્રમાં નીચે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૧ મુજબ ૫ નિયમો કહ્યા છે (૧) શૌચ, (૨) સંતોષ, (૩) તપ, (૪) સ્વાધ્યાય, અને (૫) ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમો કહ્યા છે અને તેના ઇચ્છાદિ રૂપે ચાર ચાર ભેદો છે. ઇચ્છા નિયમ, પ્રવૃત્તિ નિયમ, સ્થિરતા નિયમ, અને સિદ્ધિ નિયમ. . (૧) શૌચ એ દ્રવ્ય અને ભાવ એમ બે જાતનું છે. જલાદિથી શરીરનો મેલ ઉતારી જે સ્વચ્છતા કરાય છે તે દ્રવ્ય શૌચ છે કારણ કે કાયાને, વસ્ત્રને, ઘરને કે પાત્રાદિને જલાદિથી ગમે તેટલાં નિર્મળ કરવામાં આવે તો પણ કાળ જતાં તે ફરીથી મલીન થાય જ છે. મલીન થવું એ તો તેનો સ્વભાવ જ છે. એટલે આ નિર્મળતા પરિમિતકાલવર્તી હોવાથી દ્રવ્યશૌચ કહેવાય છે. વળી કાયાને પાણી-સાબુ આદિ સેંકડો પદાર્થોથી ગમે તેટલી વાર ધોવામાં આવે તો પણ અંદર મળ-મૂત્ર-રુધિરાદિ અશુચિના પુદ્ગલો ભરેલા હોવાથી કદાપિ મૂલથી સ્વચ્છ થવાની નથી. ઉકરડો શું કદાપિ શુદ્ધ થાય ? ન જ થાય. તેમ કાયાની અંદર મલીન પદાર્થો ભરેલા હોવાથી શુદ્ધિને માટે અયોગ્ય છે. તેથી પણ તે દ્રવ્યશૌચ છે. આ કારણથી જ આ દ્રવ્યશૌચ મૂઢ જીવોને આલ્હાદકારી લાગે છે. પરંતુ બુધજનોને પ્રીતિકારક લાગતું નથી. તેથી જ જૈન સાધુઓ સ્નાનાદિ શરીર શોભા કરતા નથી, આ કારણે અપૂકાયાદિની હિંસાથી બચી શકાય છે. વસ્ત્રોનું ધોવણ પણ અલ્પમાત્રાઓ કરે છે કે જેથી પરસેવા આદિથી અન્યજીવોની ઉત્પત્તિ ન થાય, અને તે ધોવણ પણ અચિત્તજળથી કરે છે. આ રીતે આ દ્રવ્યશોચમાં હિંસા છે માટે જ બુધજનને તે ઇષ્ટ નથી, માત્ર પ્રયોજન પુરતું તે આદરવું પડે છે. ભાવશૌચ એટલે આત્માને પર પરિણતિથી દૂર કરવો, જેમ પારકી વસ્તુ લઇએ તો તે ચોરી કહેવાય, વસ્તુ લેનાર દંડને પાત્ર બને, શિક્ષા પામે, તેમ આ આત્મા પોતાની જ્ઞાનાદિગુણમય સ્વભાવદશાને છોડીને પરદ્રવ્યમાં મોહિત થાય, પુદ્ગલાનંદી થાય તો તે અશૌચ-અપવિત્ર કહેવાય, તેની પ્રાપ્તિમાં અને ભોગવવામાં પણ હિંસા થાય, તેથી આત્માને પરદ્રવ્યની પરિણતિથી છોડાવવો, તેનાથી દૂર રાખવો એ ભાવશૌચ છે. એ જ ઉત્તમ નિયમ છે शौचात् स्वाङ्गे जुगुप्सा, परैरसंसर्गः । પોતાના શરીરમાં જુગુપ્સા કરવી, મળમૂત્રની ખાણ છે એમ વિચારવું તે દ્રવ્યશૌચ જેથી લેશમાત્ર મોહ-મમતા કરવા જેવી નથી અને આ આત્માને પરદ્રવ્યોની સાથે સંસર્ગરહિત કરવો તે ભાવશૌચ છે. જેમ જેમ પર પરિણતિ મંદ થતી જાય છે તેમ તેમ આત્મામાં પારમાર્થિક સત્ત્વ વધે છે. મન અધિકને અધિક પ્રસન્ન થતું જાય છે. તત્ત્વચિંતનાદિ હિતકારી કાર્યમાં એકાગ્રતા વધે છે. વિષયોમાં ભટકતી એવી ઇન્દ્રિયો અટકવાથી તેનો નિગ્રહ થાય છે અને પરિણામે યોગમાર્ગ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે Page #212 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૧ યોગદષ્ટિ સમુચ્ચય ૧૭૭ शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसंसर्गः । સત્ત્વશુદ્ધિઃ સૌમનસ્થાક્યાક્ષનોક્યતા છે (ઉ. ય. વિ. કૃત દ્વા. દા) શૌચ ભાવના વડે પોતાના શરીરને અપવિત્ર વસ્તુઓનો ઉકરડો છે એમ માનીને જુગુપ્સા કરવી તે દ્રવ્યશૌચ, અને અન્યદ્રવ્યની સાથે અસંસર્ગ કરવો તે ભાવશૌચ જાણવો મનની એકાગ્રતા અને ઇન્દ્રિયોના વિજયની જે યોગ્યતા તે સત્ત્વશુદ્ધિ જાણવી. ) સંતોષ - નિર્લોભપણું-પ્રાપ્તસ્થિતિમાં સંતુષ્ટ રહેવું. જે કાળે જેવી સ્થિતિ હોય તેમાં સદા આનંદિત રહેવું. વધારે લોભ ન કરવો. કારણકે ઇચ્છા એ આકાશની સમાન અનંતી છે. મોટો ખાડો છે. કદાપિ પુરાવાનો નથી. જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ વધે છે. નાહી નદી વહૂ અથવા ના નાદો તહ નોહો | જીવ તૃષ્ણાના તરંગોમાં જેમ જેમ તણાતો જાય છે તેમ તેમ વધુને વધુ કાદવમાં ખુંચતો જ જાય છે. ચક્રવર્તીની ઋદ્ધિ પણ આ જીવને ઓછી પડે છે. અને તે તૃષ્ણા હિંસા-જુઠચોરી આદિ પાપ કરાવે છે. માટે અહિંસા આદિ મૂળ યમ ગુણોને પાલવા માટે સંતોષાત્મક આ નિયમ પણ આવશ્યક છે. (૩) તપ - કર્મોને તપાવે તે તપ તે બાહ્ય-અત્યંતર એમ બે ભેદે છે શરીરને તપાવે તે બાહ્યતા. ઉપવાસ-છઠ્ઠ-અટ્ટમ, ઉણોદરી આદિ જે આહારના ત્યાગ રૂપ તપ છે. તે શરીરને શોષનાર હોવાથી બાહ્યતપ કહેવાય છે. આ તપ કરવાથી શરીર અપ્રમાદી, સ્વસ્થ, અને નિરોગી રહે છે. સમય વધુ મળવાથી સ્વાધ્યાયાદિ વધારે કરી શકે છે. આરંભ-સમારંભ ઓછા થાય છે અને જ્ઞાન-ધ્યાનની વૃદ્ધિ થાય છે. એટલે આ બાહ્યતપ અત્યંતર તપની પુષ્ટિ કરનાર છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય વગેરે અભ્યતર તપ છે. વિષય-કષાયોને દબાવવા તે અત્યંતર તપ કહેવાય છે. આ બન્ને સમ્યજ્ઞાનપૂર્વક યથાશક્તિ જો આદરવામાં આવે તો હિંસા-જુઠ-આદિ પાપો ઓછાં થતાં યમોને પુષ્ટિ મળે છે. અહીં આ વાત બહુ ધ્યાન રાખવા જેવી છે કે આહારની મમતા-મૂર્છા ઓછી થાય, સ્વાધ્યાય આદિની વૃદ્ધિ થાય, વિકાર-વાસના-વિકથા અને કષાયોનો નાશ થાય તે રીતે સમજણપૂર્વક તપ કરવો જોઈએ, અજ્ઞાનથી, રીસથી, હથી, મોટાઈ દેખાડવા, કે દેખાદેખી આદિથી કરીએ તો કર્મનિર્જરા થતી નથી. મોહને મારવા માટે જ આ તપ આવશ્યક છે. કહ્યું છે કે यत्र रोधः कषायाणां, ब्रह्मध्यानं जिनस्य च । જ્ઞાતિવ્ય તત્તપ: શુદ્ધ મવશિષ્ટ તુ નનમ્ | શ્રી અધ્યાત્મસાર ! યો. ૧૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૧ કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ | જ્ઞાનદશા વિણ જીવને, નહીં કર્મનો છેહ ને સવાસો ગાથાનું સ્તવન I. જો કષ્ટ મુનિમાર્ગ થાવે, તો બળદ થાય સારો રે | ભાર વહેતો તાવડે તપતો, ખમતો ગાઢ પ્રહારો રે સાડા, ત્રણસોનું સ્તવન | દુર્બળ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયા રંગ ! તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ | સાડા, ત્રણસોનું સ્તવન | (. . યશોવિજયજી મ.) (૪) સ્વાધ્યાય- ઉત્તમ સલ્ફાસ્ત્રોનું વાંચન, મનન, પરિશીલન કરવું અધ્યાત્મ શાસ્ત્રોનું વધારે વાંચન કરવું, સભા સમક્ષ આત્મપરિણતિપૂર્વક તેવા ગ્રંથો વાંચવા, આત્મદષ્ટિ કેળવવી, દેહાધ્યાસ છોડી દેવો, દેહથી આત્મદ્રવ્ય ભિન્ન ચૈતન્યમયમૂર્તિ રૂપ છે. એમ આત્મચિંતન કરવું. (૫) ઈશ્વરપ્રણિધાન-પરમાત્માના સ્વરૂપનું ચિંતન-મનન-કરવું. પરમાત્મા શુદ્ધ-બુદ્ધનિરંજન-વીતરાગ-સર્વજ્ઞ છે જેવો ઇશ્વરનો આત્મા છે. તેવો જ મારો આત્મા પણ સત્તાગતગુણોથી છે. માત્ર તેઓ તે દશાને પામી ચૂક્યા છે. મારે પામવાની બાકી છે. એટલે મુખાદિની શુદ્ધિ કરવા જેમ દર્પણ રાખવામાં આવે તેમ સાધ્ય સાધવા માટે આ ઈશ્વરનું આલંબન લેવાનું છે. તેમના જેવા થવા માટે લક્ષ્યરૂપે તેમનું પ્રતીક છે. માટે તેમની ભક્તિ-બહુમાન, સ્તવનો ગાવાં, ચિંતનમાં લયલીન બની જવું, એવી ભાવનાયુક્ત ક્રિયા જ સાંસારિક હિંસાદિ પાપોથી બચાવનાર છે. કર્મોની નિર્જરા કરાવી મુક્તિપદ આપનાર છે. લોહચુંબક જેમ લોઢાને ખેંચે છે. તેમ ઈશ્વરની ભક્તિ મુક્તિને ખેંચે છે. કહ્યું છે કે વેગળો મત હુજે દેવ ! મુજ મન થકી, કમળના વનથકી જિમ પરાગો. ચમકપાષાણ જિમ લોહને ખેંચસે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. પૂ. યશો. વિ. મ. સાડા ત્રણસોનું સ્તવન ઢાળ સત્તરમી આ પાંચ નિયમો છે. તે પાંચ યમ માટે મદદગાર ઉત્તરગુણ રૂપ છે. મિત્રા દૃષ્ટિમાં યમ હતા. પરંતુ તેવો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી નિયમગુણ ત્યાં આવતા નથી. જ્યારે આ તારાદષ્ટિમાં યમ તો હોય જ છે ઉપરાંત નિયમ પણ હોય છે. માટે આ પાંચ પ્રકારના નિયમની પ્રતિપત્તિ અહીં સંભવે છે. આ તારા દૃષ્ટિકાળે હિતકારી કાર્યમાં ઉદ્વેગ દોષનો (કંટાળો લાગવો તેનો) અભાવ હોય છે. યોગમાર્ગની શરૂઆત થઇ છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મરૂપ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૭૯ ભાવમલ કંઈક કંઈક મંદ થયો છે. તેથી ધર્મક્રિયા કરવામાં ઉગ (કંટાળો-દ્વેષ) લાગતો નથી. જેને ધનનો રાગ હોય છે તેને જે ક્રિયાથી ધનપ્રાપ્તિ થાય છે. તે ક્રિયા કરવામાં જરા પણ થાક અને કંટાળો લાગતો નથી તેમ આ દૃષ્ટિવાળા જીવને મુક્તિનો અપ થવાથી રાગ કંઈક અંશે પ્રગટ્યો છે તેથી મુક્તિદાયક ધર્મક્રિયામાં ખેદ (થાક) અને ઉગ (કંટાળો) આ બન્ને દોષો. વિના ઘણા જ પ્રેમથી હોંશે હોંશે અદમ્ય ઉત્સાહથી પ્રવૃત્તિ કરે છે. જ્યારે યોગદષ્ટિ ન આવી હોય ત્યારે ધર્મક્રિયા કરવા મન ઉત્સાહિત થતું નથી કદાચ ક્યાંય ધર્મક્રિયા કરવી પડે, જોડાવું જ પડે તો પણ રાજવેઠની જેમ જીવ જલ્દી કરે છે ઝટપટ પતાવે છે હૈયામાં અણગમો હોય છે અને આ મિત્રા-તારા દૃષ્ટિ આવ્યા પછી આ ધર્મકાર્યથી જ મારી મુક્તિ થવાની છે એમ સમજતો તે જીવ પરમપ્રેમથી પ્રવર્તે છે. કર્મક્ષયનું આ જ પરમ સાધન છે. આનાથી જ મારું આત્મહિત થવાનું છે. આવી ધર્મપ્રવૃત્તિથી મારું સંસાર-પરિભ્રમણ ટળવાનું છે. ઇત્યાદિ - સમજતો પ્રેમ-ભક્તિ-બહુમાનપૂર્વક ધર્મક્રિયા કરે છે. પ્રભુની ભક્તિ-વંદન-પૂજન વધતા એવા વીર્ષોલ્લાસથી કરે છે. સદ્ગુરુની સેવા-વૈયાવચ્ચ, આહારાદિનું પ્રદાન, શાલિભદ્રના જીવે પૂર્વભવમાં જેમ કર્યું હતું તેમ સદ્ભાવથી કરે છે. કયાંય કંટાળતો નથી. દ્વેષ કરતો નથી, પ્રથમ દૃષ્ટિમાં ખેદ ન હતો, અને આ બીજી દૃષ્ટિમાં ઉગ હોતો નથી. પ્રથમ દૃષ્ટિમાં મંદ ક્ષયોપશમ છે એટલે માત્ર ખેદ એક જ દોષ ન હોય, એટલે તે અખેદ (થાક ન લાગવો) હોય છે. જ્યારે આ બીજી દૃષ્ટિમાં કંઈક વધારે મોહનીયનો ક્ષયોપશમ છે. તેથી ખેદ તો નથી પરંતુ ઉદ્વેગ પણ નથી, એમ બન્ને દોષો ન હોવાથી અખેદ અને અનુગ હોય છે. ધર્મતત્ત્વ જાણવાની ઇચ્છારૂપે જિજ્ઞાસા ગુણ આ દૃષ્ટિમાં પ્રગટે છે. આત્માનો ઉપકાર કરે એવું સાચું ધર્મતત્ત્વ જાણવાની ઉત્કંઠા, ઇચ્છા થાય છે. ઇંતેજારી વધે છે. તાલાવેલી લાગે છે. જેમ ચાતકપક્ષી મેઘને ઇચ્છે, તરસ્યો પુરુષ પાણીને ઇચ્છ. મારવાડ જેવો સૂકો પ્રદેશ હોય, ગ્રીષ્મઋતુનો સમય હોય, અને તરસ્યો થયેલો પુરુષ પાણીપાણી ઝંખે, ચોતરફ શોધાશોધ કરે, તેમ ધર્મતત્ત્વ જાણવા માટે આ દૃષ્ટિવાળો જીવ દોડાદોડ કરે છે. તત્ત્વ જાણવાની યથાર્થ ભૂખ લાગે છે. આ તત્ત્વપિપાસાથી યોગની કથામાં, યોગીની કથામાં અને યોગમાર્ગ બતાવે એવા ગ્રંથોમાં ઘણો જ પ્રેમ જન્મે છે. તેવા પ્રકારના અધ્યાત્મરસપોષક ગ્રંથો વાંચવા-વંચાવવામાં જરા પણ ઉદ્વેગ થતો નથી, અધિકને અધિક રસ જ જાગે છે. યોગમાર્ગ સમજાવનારા યોગીજનો પ્રત્યે ભક્તિ-બહુમાન જન્મે છે. તેથી કોઈ પણ જાતના સ્વાર્થ વિના, કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના તેઓની સેવા-વૈયાવચ્ચ કરે છે. અને યોગીજનને સાનુકૂળ થવા પ્રયત્ન કરે છે. પ્રથમ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૨ દૃષ્ટિમાં યોગમાર્ગ ઉપર અદ્વેષ ગુણ જન્મ્યો હતો, તેનાથી બીજી દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા ગુણ ઉત્પન્ન થાય છે. જેને જ્યાં દ્વેષ ન હોય, તેને ત્યાં કાલાન્તરે પણ પ્રીતિ થાય જ છે તેથી તત્ત્વ સાંભળવાની તરસ લાગે છે. તૃષાતુર હોય તેને જલપાન અમૃતતુલ્ય જીવાડનાર બને છે. પરંતુ તૃષા જ ન લાગી હોય તો જલપાન તરફ ઇચ્છા થતી નથી. તેની જેમ જ્યાં સુધી તત્ત્વ જાણવાની તૃષા જ ન લાગી હોય, ત્યાં સુધી ધર્મશ્રવણ તરફ ભક્તિભાવ જન્મતો નથી. આ રીતે પારલૌકિક (પરભવ સંબંધી) આત્મહિતકારી કાર્યના આરંભમાં આ દૃષ્ટિવાળો જીવ અખેદ સહિત છે એથી જ અનુગ થાય છે. જ્યાં થાક ન લાગે ત્યાં કંટાળો આવતો જ નથી. અખેદ હોવાથી અનુગની પ્રાપ્તિ થાય છે. તથા પ્રથમદૃષ્ટિમાં અદ્વેષગુણ પ્રગટ્યો છે. એ અદ્વેષ ગુણ પ્રગટવાથી જ તેને અનુકૂળ આ જિજ્ઞાસા ગુણ આવે છે. જ્યાં જેને અદ્વેષ દ્વિષાભાવ) થાય છે ત્યાં તેને વધારે ને વધારે ઉંડા ઉતરવાની ઉત્કંઠા થઇ જ આવે છે. માટે અદ્વેષ થવાથી તત્પતિપાત્રતે અદ્વેષની પ્રાપ્તિ દ્વારા જ તેને અનુકૂળ આ જિજ્ઞાસાગુણ પ્રગટે છે. આ રીતે આ તારાદષ્ટિમાં (૧) બોધ કંઈક વધુ સ્પષ્ટ હોય છે. (૨) તે બોધ ગોમયાગ્નિકણોપમ હોય છે. (૩) યમની ઋદ્ધિ-વૃદ્ધિ કરનારા પરિમિત કાલભાવી તથાવિધ નિયમો હોય છે. (૪) હિતકારી ધર્મકાર્યમાં અખેદ સહિત અનુગ હોય છે અને (૫) અષના કારણે ધર્મતત્ત્વ જાણવાની પરમ જિજ્ઞાસા હોય છે. ll૪૧ अस्यां दृष्टौ यदन्यद्गुणजातं भवति तदाहઆ તારાદષ્ટિમાં બીજા જે ગુણોનો સમૂહ પ્રગટ થાય છે તે જણાવે છે. भवत्यस्यां तथाऽच्छिन्ना, प्रीतिर्योगकथास्वलम् । शुद्धयोगेषु नियमाद्, बहुमानश्च योगिषु ॥४२॥ ગાથાર્થ = તથા આ તારાદેષ્ટિમાં યોગકથાઓ પ્રત્યે અસ્મલિત એવી પ્રીતિ થાય છે. અને શુદ્ધયોગવાળા યોગીઓ ઉપર નિયામાં બહુમાનભાવ પ્રગટે છે. ૪૨ 2 - “મવ '' દછી “તથા તેના પ્રારા “છિન્ન” ભવप्रतिबन्धसारतया प्रीतिर्योगकथास्वलमत्यर्थं तथा शुद्धयोगेष्वकल्कप्रधानेषु "नियमाद्" नियमेन बहुमानश्च-योगिषु भवति ॥४२॥ વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તનારા જીવોને ઉપર ૪૧મી ગાથામાં જે જે ગુણો કહ્યા, તે તે ગુણો તો પ્રગટ થાય જ છે. તદુપરાંત બીજા પણ બે ગુણો પ્રગટ થાય છે Page #216 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૨ જે આ ૪૨મી ગાથામાં જણાવે છે. (૧) યોગ સંબંધી કથાઓ ઉપર અત્યંત ભાવપૂર્વકની પરમપ્રીતિ, અને (૨) જે મહાત્માઓમાં યોગદશાનો વિકાસ થયો છે તેવા નિર્મળ યોગીઓ પ્રત્યે ભક્તિ- બહુમાન. અનાદિકાલીન ઓઘદૃષ્ટિમાંથી જીવ ધીરે ધીરે યોગદૃષ્ટિ તરફ વિકાસ પામે છે. ભાવમલ જેમ જેમ વધારે વધારે ક્ષય થતો જાય છે તેમ તેમ આ જીવને યોગમાર્ગ પ્રત્યે દૃષ્ટિ ખુલતી જાય છે. અને અવિચ્છિન્ન પરમપ્રેમ પ્રગટે છે. કારણ કે આવી યોગદશાની પ્રાપ્તિથી જ મારું કલ્યાણ છે એવું આ જીવના મનમાં બરાબર ઠસ્સું છે તેથી જ તેનું ચિત્ત યોગની કથાઓ પ્રત્યે ભાવથી (અંદરના પરિણામથી) અનુબંધ પામ્યું છે એટલે કે ત્યાં ચોટ્યું છે. અંતરંગ પરમપ્રેમ પ્રાદુર્ભૂત થયો છે. યોગદશાની પ્રાપ્તિનો રંગ બરાબર લાગ્યો છે. યોગદશાની પ્રાપ્તિના રાગમાં ૨મે છે. તેથી તેવી જ કથાઓમાં રસ પડે છે. જેમ ધનના અર્થીને વેપાર-ધંધાની વાતમાં જ વધારે રસ હોય છે. કામના અર્થીને કામકથામાં આખી રાત્રિ વીતી જાય તેવો રસ હોય છે. તેમ આ યોગી મહાત્માને યોગની કથા સાંભળવામાં અત્યન્ત અવિચલ દૃઢ રસ હોય છે. તે યોગી એમ વિચારે છે કે અર્થ અને કામની કથા ભવોભવમાં ઘણી કરી. પરતું પૂર્ણ સુખની પ્રાપ્તિ ન થઇ, જે અર્થ અને કામ પ્રાપ્ત થયા તે પણ ત્યાં મૂકીને જ આવ્યા, માટે આત્મહિતકારી અને મુક્તિસુખ આપનારી એવી આ યોગકથા જ હિતકારી છે. આ કથા જ્યાં ચાલતી હોય ત્યાં સાંભળવા માટે આ જીવ દોડી જાય છે. આ યોગકથા પ્રાયઃ માનવભવમાં જ પ્રાપ્ત થાય તેમ છે તે પણ કવચિત્ જ શક્ય હોવાથી તેની પ્રાપ્તિ પરમદુર્લભ છે. એમ આ જીવ માને છે તેથી આ યોગકથા સાંભળતાં પરમપ્રેમરસમાં ડૂબી જાય છે. અમૃતપાનથી પણ વધુ પ્યારી લાગે છે. હવે તેને ભોગકથા ઝેર જેવી લાગે છે. ૧૮૧ આ યોગકથા બે પ્રકારની છે. સાધકદશા આશ્રયી, અને સિદ્ધ દશા આશ્રયી, મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી એવી જે આત્મગુણોની પ્રગટતા તે સાધકદશા કહેવાય છે. પહેલી મિત્રા દૃષ્ટિથી અંતિમ પરાર્દષ્ટિ સુધીનો આત્મગુણનો ક્રમે કરીને થયેલો વિકાસ તે સાધકદશા છે. સમ્યક્ત્વ પ્રાપ્તિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીની યાત્રા તે વિશિષ્ટ સાધકદશા છે. આ રીતે વિકાસની વૃદ્ધિ થતાં પૂર્ણતયા સર્વકર્મક્ષયજન્ય અથવા ઘાતીકર્મોના ક્ષયજન્ય આત્માની જે નિર્મળ અવસ્થા તે સિદ્ધયોગ કહેવાય છે. જ્યાં આ આત્મા સર્વજ્ઞાન-દર્શનમય પૂર્ણ આનંદસ્વરૂપે પ્રગટે છે. જે સહજ આત્મિકાનંદ છે તે રૂપ બને છે. અને સંપૂર્ણપણે સ્વભાવદશામાં લયલીન બને છે. ઘાતીકર્મોના ક્ષયજન્ય સિદ્ધદશા તેરમે-ચૌદમે ગુણઠાણે આવે છે. અને સર્વકર્મોના ક્ષયજન્ય સિદ્ધ દશા મુક્તિ અવસ્થામાં આવે છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૨ આવા પ્રકારના સાધક અને સિદ્ધયોગની કથાઓ અને આ યોગ જેમાં પ્રગટ થયો છે એવા યોગીની કથાઓ જ્યાં જ્યાં ચાલતી હોય છે ત્યાં ત્યાં આ જીવને પરમ પ્રેમ (અતિશય પ્રીતિ) પ્રગટે છે. હૈયું નાચી ઉઠે છે. રોમેરોમ હર્ષથી પુલક્તિ થાય છે અમૃતપાનથી પણ અધિક આનંદ આનંદ સ્કુરાયમાન થાય છે. આ યોગકથા આપણી, વિક્ષેપણી, સંવેગજનની, અને નિર્વેદજનની એમ ચાર પ્રકારની હોય છે. આપણી - આ આત્માને અનાદિ મોહજાળવાળી ઓઘદૃષ્ટિમાંથી છોડાવી યોગમાર્ગ પ્રત્યે આકર્ષનારી, ખેંચનારી, તેના પ્રત્યે પ્રેમ જગાડનારી જે કથા તે. વિક્ષેપણી- મિથ્યામોહના ઉદયથી જે જે ઉન્માર્ગોમાં આ જીવ ભમ્યો છે તેમાં વિક્ષેપ ઉપજાવનારી, તેનો સંબંધ તોડાવનારી જે કથા તે. સંવેગજનની - જ્યાં જન્મ-જરા-મરણ-રોગ-શોકનાં દુઃખોનો સર્વથા અભાવ જ છે. કેવળ શુદ્ધ નિર્મળ સ્વાભાવિક આનંદમય સ્વરૂપ છે. તેવા મોક્ષ પ્રત્યે અભિલાષપ્રેમ-રુચિ ઉત્પન્ન કરનારી કથા છે. નિર્વેદજનની - સંસારમાં કર્મોના કટુ વિપાકો છે. પાપકર્મો અનંત-અપાર દુઃખદાયી છે. જન્મ-જરા-મરણ આદિ અનંતદુઃખની આ ખાણ છે. ઇત્યાદિ સમજાવવા દ્વારા સંસાર ઉપર નિર્વેદ ઉપજાવનારી કથા છે. મોક્ષના સાધનરૂપ આવા પ્રકારની સત્કથા, ધર્મકથા અર્થાત્ યોગકથા ઉપર આ દૃષ્ટિવાળો જીવ ભાવાનુબન્ધના સારવાળો હોવાથી પરમ પ્રેમવાળો બને છે. સાંભળવા જવાનું તેને કહેવું પડતું નથી, સ્વયં દોડી જાય છે અને સતત યોગકથાના શ્રવણના યોગો શોધતો જ હોય છે. આ સંસારમાં જેને ધન ગમે તેને ધનવાનું ગમે જ છે. રૂપ ગમે તેને રૂપાળી વ્યક્તિ પણ ગમે જ છે. સંગીત ગમે તેને સંગીત ગાનારા પણ ગમે જ છે. તેમ જ આત્માને આવા પ્રકારનો યોગમાર્ગ પ્રત્યે પ્રેમ પગટ્યો છે. તે આત્માને સાક્ષાત્ યોગદશા ધારણ કરનારા, મૂર્તિમાન્ યોગસ્વરૂપ એવા યોગી મહાત્માઓ પણ ગમે જ છે. તેથી તેઓ પ્રત્યે ભક્તિ-બહુમાન-આદરભાવ-વિનયગુણ પ્રગટે, તેમાં આશ્ચર્ય શું! જે જે મોક્ષમાર્ગના સાચા આરાધક છે. દોષોને ટાળી ગુણોને જેણે પ્રગટાવ્યા છે. યોગદશામાં જે વિકાસ પામ્યા છે તેવા યોગીજનો પ્રત્યે, સાધકો પ્રત્યે, સંતો પ્રત્યે, સાધુજનો પ્રત્યે, આ મુમુક્ષુ આત્માને હાર્દિક સાચો બહુમાનનો ભાવ આવે છે. વિનયગુણથી નમી પડે છે. સેવા-વૈયાવચ્ચમાં સતત તકની રાહ જ જુએ છે. જાણે પોતાનું સમસ્ત જીવન તેઓને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ગાથા : ૪૩ યોગદૃષ્ટિ સમુચ્ચય સમર્પિત કરી દીધું હોય તેમ વર્તે છે. સાંસારિક સગા-સંબંધીનો મિલાપ તો સંસારમાં પુનઃ પણ પ્રાપ્ય છે. પરંતુ યોગીજનનો મિલાપ અત્યન્ત દુષ્માપ્ય છે એમ સમજી અત્યન્ત બહુમાનભાવ ધારણ કરે છે. જે શબ્દોથી વર્ણવી શકાતો નથી. આ પ્રમાણે યોગની કથા ઉપર અતિશય પ્રીતિ અને યોગીઓ ઉપર અતિશય બહુમાન ભાવ હોય છે. આ બન્ને થવાનું મૂલકારણ તો યોગમાર્ગ પ્રત્યેની પ્રીતિ અને બહુમાન છે. ટીકામાં વ પ્રથાને; જે શબ્દ છે. ત્યાં જ એટલે પાપ, મ =પાપરહિત, અકલ્કની (નિષ્પાપપણાની) છે પ્રધાનતા જેમાં એવા શુદ્ધ યોગવાળા મુનિઓ પ્રત્યે બહુમાન હોય છે. એવો શબ્દાર્થ કરવો. ૪૨ न केवलमयम्, किं च - આ તારા દૃષ્ટિમાં ફક્ત આ જ ગુણસમૂહ આવે છે એમ નહી, પરંતુ બીજા ગુણો પણ આવે છે તે બીજા ગુણો ગ્રંથકારશ્રી સમજાવે છે. यथाशक्त्युपचारश्च, योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव, तदनुग्रहधीयुतः ॥४३॥ ગાથાર્થ = પોતાના આત્મામાં યોગદશાની વૃદ્ધિના ફળને આપનારી એવી અને આ ક્રિયાથી મારો અનુગ્રહ જ થાય છે એવા પ્રકારની બુદ્ધિથી યુક્ત એવી યોગી મહાત્માઓની (સેવાભક્તિ કરવા રૂપ તેઓ) યથાશક્તિ સેવા (ઉપચાર) નિયમથી આ આત્મા કરે છે. | ૪. ટીકા-“કથાત્તિ'' શવિવિત્યેન વિમિત્કાદ-“પરિશ્ચ' સિદ્ધિसम्पादनेन यथोक्तयोगिष्विति प्रक्रमः । स एव विशिष्यते "योगवृद्धिफलप्रदः" तत्सम्यक परिणामेन, “योगिनां नियमादेव''-नान्यथा तद्विघातहेतुरिति, “તનુયુતઃ-૩પવારપ્પાવવાનુગ્રહથીયુક્ત કૃત્યર્થ જરા વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને યોગિમહાત્માઓ પ્રત્યે હાર્દિક બહુમાન અતિશય હોય છે એ વાત ૪૨મી ગાથામાં કહી. તેના ફળરૂપે ઉપચાર (ભક્તિ-સેવા) પણ આ જીવને યોગી મહાત્માઓ પ્રત્યે નિયમા હોય છે એ વાત આ ૪૩મી ગાથામાં સમજાવે છે. સાચું બહુમાન હોય ત્યાં ભક્તિ-સેવા આવે જ, બહુમાનનું ફળ ભક્તિ-સેવા ૧ ૩ = એટલે પાપ અને મ = એટલે પાપવિનાનું. મેલવિનાનું નિર્મળ. સરળ. દંભવિનાનું (જુઓ અભિધાન ચિન્તામણિ શ્લોક ૧૩૮૧ તથા શબ્દરત્નમહોદધિ ભાગ-૧ પૃષ્ઠ-૪) Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૩ જ છે. કોઇપણ વ્યક્તિ પ્રત્યે હાર્દિક માન, મોટાપણાનો ભાવ, તેમના પ્રત્યે પૂજ્યભાવ, મનમાં રહેલો જે અહોભાવ તે સર્વે બહુમાન કહેવાય છે. અને તેના કારણે આહારઔષધ-વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિના પ્રદાનવડે કરાતી ભક્તિ-સેવા તે ઉપચાર કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેભક્તિ બાહ્ય પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન ! ગુણથુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનની હાણ | ચતુરનર // ૧૮ (સમ્યકત્વની સઝાય. પૂ. ૩. યશોવિજયજી મ.) માત્ર ઉપર છલ્લો પ્રેમ બતાવે, સાહેબ સાહેબ કરે, પરંતુ તેઓનું એક પણ કામ ન કરે, માત્ર વહાલો લાગવા જ પ્રેમ બતાવે એવો બનાવટી પ્રેમ આ જીવને સંભવતો નથી. પરંતુ હૃદયસ્થ એવું સાચું બહુમાન હોય છે કે જે ભક્તિ-સેવા રૂપે આપોઆપ બહાર પ્રગટ થાય છે. માટે આ દૃષ્ટિમાં આવેલો આ મુમુક્ષુ જીવ પોતાની શક્તિને અનુસારે (શક્તિનું ઉલ્લંઘન કે ગોપન કર્યા વિના) સંતપુરુષોની, યોગીજનની, સાધુજનોની પરમવિનયપૂર્વક, હૃદયના વીર્ષોલ્લાસપૂર્વક આહારપાણી આપવા વડે, શરીરાચ્છાદનાદિ માટે વસ્ત્ર આપવા વડે, વસવાટ માટે વસતિ આપવા દ્વારા, રોગોપશમ માટે ઔષધાદિ આપવા દ્વારા અને આહારાદિ સારુ પાત્રાદિ આપવા વડે અતિશય સેવા-ભક્તિ કરે છે. તે સેવા-ભક્તિને જ “ઉપચાર” કહેવાય છે. આ સેવાભક્તિ કરવાનું કારણ એ છે કે આ મુમુક્ષુ જીવ મનમાં એમ જાણે છે કે આ યોગીમહાત્માઓ, સંત છે. સાધુજન છે. પોતાના દેહ પ્રત્યે પણ નિઃસ્પૃહ છે. અલ્પ પણ દરકાર નહીં કરનારા છે. ભાવપરિણામથી સાધુ થયા છે. પરભાવદશાને તિલાંજલી આપી સંસારીભાવોથી ઉદાસીન બની નિજાનંદમાં મગ્ન રહેનારા અવધૂત-યોગી છે. સંયમની સાધના પુરતો જ દેહ ધારણ કરે છે. તેઓ તરફથી મને યોગમાર્ગ મળ્યો છે. (મને યોગના માર્ગે વાળનાર વ્યક્તિ ભલે કદાચ કોઈ એકાદ હોય, તો પણ પરંપરામાં થયેલા સર્વે યોગીઓમાં યોગદશા હતી અને છે તો જ તે કોઈ એક વ્યક્તિ દ્વારા મને સાંપડી છે. એમ સમજીને) સર્વયોગીઓનો મારા ઉપર ઉપકાર છે એમ આ જીવ માને છે. તેથી મારાથી શકય એટલી સેવા કરું. તેઓના દેહનું સંરક્ષણ કરવું એ મારી ફરજ છે. મને સેવા કરવાનો આવો લ્હાવો-અવસર ક્યારે મળે! તેઓએ જે ધર્મમાર્ગ દેખાડ્યો છે આત્મભાન કરાવ્યું છે, ભવપરંપરા તોડાવીને અનંતસુખની અભિમુખ મને કર્યો છે. તેની સામે મારી આ સેવા-ભક્તિ એ તો સમુદ્રની સામે Page #220 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૮૫ બિન્દુ તુલ્ય છે. મારી પાસે જે કંઇ છે તે સર્વે સમુદિત કરીએ તો પણ તેમના ઉપકારથી હેઠે છે. નીચે છે. એમ જાણતો પોતાનું જીવન યોગીઓની સેવામાં બહુમાનપૂર્વક ઓતપ્રોત કરે છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે સમકિત દાયક ગુરુતણો, પચ્ચેવયાર ન થાય | ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય પુરા (સમ્ય. સઝાય પૂ. ઉ ય. મ.) આવા પ્રકારનો મુમુક્ષુ જીવમાં આવેલો સેવા-ભક્તિ કરવારૂપ ઉપચાર કેવો હોય છે, તેનાં આ ગાથામાં ચાર વિશેષણો છે. તે આ પ્રમાણે છે (૧) યથાવિત્ત-પોતાની શક્તિને અનુસાર સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરે. જો શક્તિનું ઉલ્લંઘન કરીને પ્રવર્તે તો પાછળ આર્ત-રીદ્રધ્યાન થાય, કુટુંબમાં કુલેશ અને અપ્રીતિ થાય, આર્થિક સ્થિતિ નબળી પડતાં બીજી પણ અનેક વ્યાધિઓ આવે, સમાજમાં માનપ્રતિષ્ઠા ગુમાવતાં ધર્મની પણ નિંદા થાય, માટે શક્તિનું ઉલ્લંઘન કરવું નહીં. જો શક્તિ છુપાવે તો પણ ધર્મ-ધર્મીની નિંદા થાય, ધનાદિની મમતા-મૂર્છા વધે. સમાજમાં પણ અવહેલના થાય તેથી પોતાની શક્તિને છુપાવ્યા વિના અને ઉલ્લંઘન કર્યા વિના વર્ષોલ્લાસ વધે તે રીતે પૂરેપૂરા હૈયાના ભાવથી ઉપકારી યોગીજનોની સેવા-વૈયાવચ્ચ કરે. (૨) યોગવૃદ્ધિપત્તપ્રદ = યોગીજનોની સેવા-ભક્તિ એવા ઉત્તમ ભાવથી કરે કે જેથી સેવા ભક્તિ કરનાર એવા તે મુમુક્ષુ આત્મામાં દિન-પ્રતિદિન યોગમાર્ગની વૃદ્ધિ જ થાય, મારા આત્મામાં પણ આવો યોગમાર્ગ ક્યારે પ્રગટે! અને કેમ પ્રગટે ! એવી ભાવના ભાવતો વિનય અને બહુમાનપૂર્વક સેવાભક્તિ કરે. નિઃસ્વાર્થી એવા આ યોગી મહાત્માઓ મને સેવા કરવાનો લાભ આપી અનંતગુણા ફળને આપનારા યોગમાર્ગનું મારામાં પ્રદાન કરનારા છે. યોગ્યભૂમિમાં વાવેલું બીજ જેમ અનેકગણા ધાન્યને નીપજાવે છે. તેમ યોગ્ય સ્થાને કરાયેલી સેવા અનેક ગુણા ફળને આપનારી છે. એવા સમ્યક્ પરિણામપૂર્વક સેવાભક્તિ કરે છે. (3) યોનિનાં નિયમ િયોગિજનોને નિયમાં સાનુકૂળ પડે તે રીતે સેવા કરે છે. નાન્યથા-ઉલટી, ઉંધી, કે તેઓને પ્રતિકૂળતા ઉભી થાય તેવી સેવા ન કરે. કારણકે અન્યથા કરાયેલી સેવા તેઓના સંયમમાર્ગ-અને યોગમાર્ગના વિઘાતનો હેતુ બને, જેમકેભાવનાના આવેશથી અધિક આહાર આપે તો તે ઉચિત નથી કારણ કે પ્રાપ્ત થયેલા તે અધિક આહારનું જો યોગી સેવન કરે તો અજીર્ણાદિ રોગો થવાથી સંયમ અને યોગમાર્ગનો વિનાશ થાય, અને જો એ આહાર પરઠવે તો જીવહિંસાદિ દોષો લાગે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૪ એ જ પ્રમાણે ઔષધ વસ્ત્ર-પાત્ર-વસતિ આદિમાં પણ સમજી લેવું. તેથી યોગીઓના સંયમ અને યોગમાર્ગને બાધા ન આવે તેવી સેવાભક્તિ કરે. () તનુદધીયુત: તે સેવા કરવામાં સેવા કરનારા એવા મને પોતાને અનુગ્રહ (ઉપકાર) થાય છે એવી બુદ્ધિપૂર્વક સેવાભક્તિ કરે છે. આહારાદિના દાનવડે હું મારા જ આત્માનો અનુગ્રહ કરું છું એવી બુદ્ધિ રાખીને સેવા કરે છે. આવો અપૂર્વ અવસર મને ક્યારે મળે! સંતપુરુષોની સેવા અતિ મહાદુર્લભ છે. પરિવારનું પોષણ તો આ જીવ દરેક ભવોમાં કરે જ છે. ત્યાગી-સંત-સપુરુષોનો પરિચય, ઓળખાણ, સેવા અને આશિષ અતિશય દુર્લભ છે. આ સંતોની સેવાથી મારો ઉપકાર જ થાય છે. તેઓએ મને સેવા કરવાનો લાભ આપ્યો તે પણ મારા ઉપર તેઓનો ઉપકાર છે એવી અનુગ્રહની બુદ્ધિપૂર્વક સેવા કરે. सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः - આ પ્રમાણે યોગકથા ઉપર પ્રીતિ, યોગીજન પ્રત્યે ભક્તિ-બર્માન અને યથાશક્તિ પોતાનામાં યોગવૃદ્ધિ થાય તેવી યોગીજનોને સાનુકૂળ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરવા રૂપ ઉપચાર આ જીવ કરે છે. I૪૩ अयमेव विशिष्यतेઆ ઉપચાર (સેવાભક્તિ) કેવી હોય છે ! તે વિશિષ્ટ રૂપે સમજાવે છે लाभान्तरफलश्चास्य, श्रद्धायुक्तो हितोदयः । क्षुद्रोपद्रवहानिश्च, शिष्टसम्मतता तथा ॥४४॥ ગાથાર્થ = શ્રદ્ધાયુક્ત કરાયેલો આ ઉપચાર તેના કરનારને અન્ય અન્ય લાભના ફળોનો દાતા અને હિતોદયનો કર્તા બને છે. તથા તેનાથી તુચ્છ ઉપદ્રવોની હાનિ થાય છે. અને શિષ્ટપુરુષોમાં સન્માનનીય બને છે. મેં ૪૪ ટીકા - નામાન્તનશાચોપરતું, શુદ્ધોપારપુછાત્તાવિપક્રમાવાત, ૩મત 4 શ્રદ્ધાયુક્ત ૩પવાર રૂતિ પ્રમ: | “હિતોત્ય:” પૂર્વવત્, “શુદ્રોપद्रवहानिश्च" भवति, अत एव व्याध्यादिनाशः, शिष्टसम्मतता तथा, अत एवास्यातिसुन्दरो बहुमानः ॥४४॥ વિવેચન :- આ ઉપચાર (સેવાધર્મ) બજાવનારા અને તારાદષ્ટિમાં આવેલા મુમુક્ષુ આત્માને યોગી મહાપુરુષોની સેવા કરતાં કરતાં મન-વચન અને કાયાની શુભપ્રવૃત્તિથી શ્રેષ્ઠ પુણ્યકર્મ બંધાય છે. અને શુદ્ધ (નિર્દોષભાવે કરાયેલા) એવા આ સેવાધર્મથી બંધાયેલા પુણ્યથી જ્યારે જયારે તે પુણ્યકર્મનો તેવા પ્રકારનો વિશિષ્ટ વિપાકોદય થાય છે Page #222 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૮૭ ત્યારે ત્યારે લાભાન્તર (કો નામ: તિ નામાન્તર) બીજા અન્ય સાંસારિક લાભો રૂપી ફળની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. કાયાદિનો શુભયોગ શ્રેષ્ઠ પુણ્યબંધ કરાવનાર છે. અને તેનો વિપાકોદય ઈન્દ્ર-ચક્રવર્તી-રાજરાજેશ્વરતા ઇત્યાદિ સ્વરૂપ સાંસારિક લાભોને પણ આપનાર છે. જેમ ધાન્યની વાવણીમાં ધાન્યફળની પ્રાપ્તિ પૂર્વે સાંઠા રૂપ ફળ તો હોય જ છે. કોઈ પણ વૃક્ષો ઉપર ફળ પ્રાપ્તિ થતાં પૂર્વે ફૂલ પ્રાપ્તિ તો થાય જ છે. તેમ કર્મનિર્જરા અને મુક્તિ સ્વરૂપ આધ્યાત્મિક ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે ઈન્દ્ર-ચક્રવર્તી અર્થાત્ સુરપતિ-નરપતિની પદવી સ્વરૂપ આનુષંગિક ફળ પણ અવશ્ય મળે જ છે. આ કારણથી જ સંત-યોગી પુરુષ પ્રત્યેની હાર્દિક ભક્તિ-બહુમાન પૂર્વક અને શ્રદ્ધાથી યુક્ત એવો આ સેવા ધર્મ અહીં જાણવો. શ્રદ્ધા વિનાના અને કેવળ માનપાનની ભૂખવાળા જીવો વડે કરાયેલા વિનયોપચારની શું કિંમત! તે આત્મહિત કરાવનાર નથી. માટે અહીં શ્રદ્ધાયુક્ત સેવાધર્મનો પ્રક્રમ (પ્રસંગ) સમજવો. યોગી મહાત્માઓની સેવા કરવાથી લોકોત્તર ફળ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ આનુષંગિક લૌકિક ફળ પણ અવશ્ય મળે છે કારણ કે સેવાધર્મ કરવાની તે ક્રિયા મન-વચન-કાયાના શુભયોગ રૂપ હોવાથી પુણ્યબંધનું જ કારણ બને છે અને શુદ્ધ-ઉપયોગદશાથી નિર્જરા થાય છે. શાસ્ત્રમાં આ “યોગ” ને સાક્ષાત્ કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન સમાન, સર્વધર્મોમાં પ્રધાન, અને મુક્તિને સ્વયં આકર્ષનાર કહ્યો છે. યો: વન્યતઃ શ્રેષ્ઠ:, યોગશ્ચિત્તામણિઃ પરઃ | યોગ: પ્રથાને ઘuri, યોગ: સિદ્ધ સ્વયંપ્રદ રૂ૭ યોગવિખ્યું છે, (પૂ. સૂરિપુરા શ્રી મિકસૂરિ) આ સેવાધર્મ મુમુક્ષુ આત્માનો હિતોદય કરનાર છે. સેવાધર્મના વારંવાર આસેવનથી આત્મપરિણામની નિર્મળતા થવાથી દિન-પ્રતિદિન મોહનીયકર્મ રૂપ ભાવમલ મંદ અને મંદ થતો જ જાય છે. તે મોહ જ આત્માના હિતનો બાધક હતો, તેની મંદતા થતાં આત્મહિત-આત્મકલ્યાણ વૃદ્ધિ પામતું જ જાય છે. આત્મહિત એવું જામી જાય છે કે તેનો ગાઢ અનુબંધ થઈ જાય છે. એટલે જેમ સૂર્ય ઉદય થયા પછી વધારેને વધારે ઝળહળતો જાય છે. ચંદ્રની કળા બીજથી પુનમ સુધીમાં ખીલતી જ જાય છે તેમ આ જ ભવમાં દિન-પ્રતિદિન આ યોગપ્રાપ્તિરૂપ હિતની વૃદ્ધિ જ થાય છે અને તે એવી ગાઢ બની જાય છે. કે ભવાન્તરમાં પણ અધિક અધિક યોગદશા જ અપાવે છે. આ પ્રમાણે આ સેવાધર્મ આત્માના હિતોદયને કરનારો છે તથા વિશિષ્ટ પુણ્યોદયના કારણથી જ ક્ષુદ્ર ઉપદ્રવોની આ જીવને હાનિ થાય છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ શુદ્ર ઉપદ્રવો કહેવાય છે. માનસિક ચિંતા એ આધિ, શારીરિક રોગો એ વ્યાધિ, અને બહારની સાંસારિક પ્રતિકૂળતાઓ (અને અપેક્ષા વિશેષ અનુકૂળતાઓ પણ રામાન્ય કરનાર હોવાથી વિવેક Page #223 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૫ શૂન્ય બનાવનાર છે. માટે નિશ્ચયથી) એ બધી ઉપાધિ કહેવાય છે. અહી એવો તીવ્ર પુણ્યોદય પ્રવર્તે છે કે આવા ક્ષુદ્ર ઉપદ્રવો ઘણું કરીને તો આવતા જ નથી, કદાચ પૂર્વબદ્ધ તીવ્રનિકાચિત કર્મોદયથી ઉપદ્રવો આવે તો પણ જ્યાં ભવસમુદ્રનો પાર પામવાની પૂર્ણ તૈયારી થઇ રહી છે ત્યાં આવા ઉપદ્રવોની ગણના શું! યોગનો પ્રભાવ જ અચિત્ત્વ છે, માટે પ્રાયઃ ઉપદ્રવ આવતા જ નથી એમ સમજવું. છતાં તીવ્રકર્મોદયથી આવે છે તો તે મહાપુણ્યોદયની સામે તુચ્છ બની જાય છે. અર્થાત્ અહિતકારી બનતા નથી. તથા “શિષ્ટસમ્મતતા” પ્રાપ્ત થાય છે. જે શિષ્ટપુરુષો છે. સંસ્કારી પુરુષો છે. જેનામાં આત્મધર્મ ફાલ્યો ફૂલ્યો છે. એવા સર્વ શિષ્ટપુરુષોને તે જીવ સમ્મત (એટલે સન્માનનીય) બને છે. તેના ઉપર સર્વ શિષ્ટપુરુષોની સદા પ્રસન્નતા વરસે છે. અત: વ=આવા પ્રકારની ઉચ્ચકોટિની શિષ્ટ સમ્મતતા હોવાથી જ અસ્ય પ્રતિમુન્દ્રા: વહુમાનઃ=આ જીવનું અતિશય બહુમાન શિષ્ટો પુરુષોની વચ્ચે હોય છે. ૪૪॥ ૧૮૮ તથા—વળી આ મુમુક્ષુને બીજા પણ લાભો થાય છે. તે કહે છે भयं नातीव भवजं, कृत्यहानिर्न चोचिते । तथाऽनाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया ॥ ४५ ॥ ગાથાર્થ = આ દૃષ્ટિવાળા પુરુષને સંસારજન્ય ભય અત્યંત હોતો નથી, ઉચિત કાર્યમાં કૃત્યહાનિ સંભવતી નથી, તથા અનાભોગપણે પણ અનુચિતક્રિયા સર્વથા હોતી નથી. ॥ ૪૫॥ ટીકા-‘‘મયં નાતીવ ભવનં’’તથાશુભાઽપ્રવૃત્ત:, ‘‘ઋત્યહાનિનું ઘોષિતે’’સર્વस्मिन्नेव धर्मादरात्, तथाऽनाभोगतोऽप्युच्चैरत्यर्थं, न चाप्यनुचितक्रिया सर्वत्रैव ॥४५ ॥ વિવેચન :- આ તારા દૃષ્ટિમાં આવેલા મુમુક્ષુ આત્માને ભવજન્ય (સંસારસંબંધી) ભય અતિશય થતો નથી. કારણ કે તે જીવો અશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, જે અશુભકામમાં પ્રવૃત્તિ કરે, ખોટાં કામ કરે, છૂપાં પાપો કરે તેને ભય અવશ્ય હોય છે. પરંતુ આ જીવ તેવાં ખોટાં કામો કરતો નથી, પ્રભુની ભક્તિ, ગુરુની સેવા-વૈયાવચ્ચ જેવાં ઉત્તમ કામોમાં જ પ્રવૃત્તિ કરે છે. ભગવાનનું ચરણ-શરણ ગ્રહણ કર્યું છે. એટલે ભવભય ટળ્યો છે. હે પ્રભુ! તમારા આલંબનથી હું ભવસાગર તરવાનો છું. મેં તમને સ્વામી કર્યા છે. માટે મારે કોઇનો પણ ભય નથી, મારી બધી જ પ્રવૃત્તિ શુભમાં છે. અશુભથી તદન નિવૃત્તિ છે. પછી મને ભય શાનો ? એમ આ જીવને સહજપણે જ નિર્ભયતા આવે છે. જેને બળવાન પુરુષનો સાથ હોય તેને ભય કેમ હોય ? Page #224 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૮૯ આ વૈરાગ્યવાસિત હૈયાના કારણે જ ઉચિતકરવા લાયક ધર્માદિકાર્યમાં કદાપિ કૃત્યહાનિ થતી નથી, અને અજાણતાં પણ અતિશય અનુચિતક્રિયા આ જીવો કરતા નથી. આ દશામાં આવેલા જીવો અશુભકાર્ય કદાપિ કરતા નથી અને શુભકાર્ય કદાપિ મુક્તા નથી. ધર્મનાં સર્વકાર્યો પ્રત્યે ઘણો જ આદરભાવ હોવાથી કોઈ પણ શકય એવાં ધર્મ કાર્ય ચૂકતા નથી. અનાભોગ (અણસમજ)ના કારણે અથવા અનુપયોગ દશાના કારણે નાનાં નાનાં અનુચિત કાર્યો કદાચ થઇ જતાં હશે, તથાપિ જેને “અત્યંત અનુચિત” કહેવાય તેવા (વ્યભિચાર ચોરી ઇત્યાદિક) પાપ કાર્યો તો અનાભોગથી પણ આ જીવો કરતા નથી. મોહનીયકર્મની લઘુતાના કારણે જ ક્ષુદ્રતા-તુચ્છતા, ચોરી અને વ્યભિચારાદિ દોષો આ જીવોને સહજભાવે જ ગમતા નથી. તેને બદલે ઉદારતા-ગંભીરતા-સદાચારતા આદિ ગુણો જ સ્વભાવ-પ્રિય બની જાય છે. તેઓના મન-વચન અને કાયાના યોગો પ્રભુભક્તિ-ગુરુભક્તિ અને સંવેગ-નિર્વેદથી એવા રંગાયેલા હોય છે કે સર્વથા અથવા દેશથી પણ હિંસાનો ત્યાગ કરે છે. કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન કરતા નથી. હિત-મિત-અને તથ્ય વચન બોલે છે. ન્યાય અને પ્રામાણિક્તાથી ધનોપાર્જન કરે છે અન્યાય, અનીતિ, ચોરી દૂરથી જ ત્યજી દે છે. સર્વથા બ્રહ્મચારી અથવા સ્વદારાસંતોષી થઈને રહે છે. પરંતુ પરસ્ત્રી, કુમારિકા, કે વેશ્યા તરફ કદાપિ દૃષ્ટિપાત પણ કરતા નથી. અપરિગ્રહી અથવા પરિમિત પરિગ્રહી રહે છે. પરંતુ લોભ-લાલચુ કે દગાબાજ બનતા નથી. આ પ્રમાણે કરવા યોગ્ય ઉચિત અને શકય એવા સર્વકાર્યમાં ધર્મના આદરપૂર્વક પ્રવૃત્તિ કરનારો હોવાથી તથા સર્વ પાપકારી કાર્યોમાં અજાણતાં પણ અનુચિતક્રિયામાં અપ્રવૃત્તિ કરનારો હોવાથી સંસારજન્ય કોઈ પણ ભય તે જીવોને નથી. આ રીતે આ જીવ અત્યંત સરળપરિણામી બને છે. I૪પી પર્વ આ પ્રમાણે તેનો વિકાસ સમજાવે છે कृत्येऽधिकेऽधिकगते, जिज्ञासा लालसान्विता । तुल्ये निजे तु विकले, सन्त्रासो द्वेषवर्जितः ॥४६॥ ગાથાર્થ = ગુણથી અધિક એવા પુરુષમાં રહેલા અધિક ધર્મકાર્યમાં સદા તે ધર્મ કાર્ય કરવાની લાલસા યુક્ત જિજ્ઞાસા હોય છે અને તે યોગીની સાથે તુલ્ય પણ કંઈક ઉણપવાળી એવી પોતાની ધર્મક્રિયામાં ઠેષરહિત સંત્રાસ (હાર્દિક દુઃખ) હોય છે. II૪૬ ટીકા #_નિતી, “મથ' સ્વમૂનિશ્રાપેક્ષા “મધરાતે” મારાવિવર્તિનિ ““જિજ્ઞાસા''ડથ થતહેવમિતિ “નાસવિતા'-મ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯0 યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૭ ભાષાતિરે યુવતી ! “તુ' ચે વન્દ્રનાલ, “નિને''સ્ત્રીત્મીય પવ, “વિત્ન''. વત્સર વિના, “સન્ની” મવત્યાન “!” વિરાથમિતિ, "द्वेषवर्जितोधिकेऽधिकृतदृष्टिसामर्थ्यादिति ॥४६॥ વિવેચન - આ દૃષ્ટિમાં આવેલ મુમુક્ષુ જીવ પોતાનામાં જે ધર્મક્રિયા પ્રાપ્ત થઈ છે. તેનાથી અધિક ગુણવાળા મહાત્મા પુરુષની અધિક ધર્મ ક્રિયા જોઇને તેમના પ્રત્યે લેષ-ઇર્ષ્યા કે અદેખાઈ કરતો નથી. પરંતુ તે જોઇને વધારે ને વધારે બહુમાન કરે છે અને આ કારણથી તે ભૂમિકાના ગુણો પોતાનામાં મેળવવાની લાલસા (ભાવના) યુક્ત જિજ્ઞાસા સ્વયં જન્મે છે. મોહનીયકર્મના ક્ષયોપશમની અસંખ્ય જાતની તરતમતા છે. તેથી યોગનાં અસંખ્યસ્થાનો છે. કોઈ ઉંચાસ્થાને, કોઈ તુલ્યસ્થાને, અને કોઈ હીનસ્થાને પણ વર્તનારા હોય છે. તેમાં પોતાનાથી જે મહાયોગીઓ છે. જેમનામાં પોતાના કરતાં વધારે ભક્તિભાવ દેખાય છે. અધિક ધર્મરાગ જણાય છે. વિશુદ્ધિપૂર્વકની તપ-સ્વાધ્યાય-વંદનપ્રતિક્રમણ પચ્ચકખાણ આદિની ધર્મક્રિયા નિહાળાય છે. વિધિપૂર્વકનું ઉંચું આચરણ જેમાં દેખાય છે તે મહાયોગીઓને નીહાળીને આ મુમુક્ષુ જીવ વિસ્મયમાં જ પડી જાય છે વિચારણામાં જ ગરકાવ થઈ જાય છે જાણે મંત્રમુગ્ધ બન્યો હોય તેમ સ્થિર થઈ જાય છે અને ચિંતવે છે કે આ યોગીઓ આવી ઉંચી આત્માદશા કેવી રીતે પામ્યા હશે ? શરીરની મમતા મુકી આવી આશ્ચર્યકારક ઉત્કૃષ્ટ આત્મ-સાધના કેવી રીતે સાધી શકયા હશે? અપૂર્વ આત્મસામર્થ્યયુક્ત ધર્મક્રિયાઓ તે યોગીપુરુષો કેવી રીતે કરતા હશે ? એમ વિચારસરણીમાં અને આશ્ચર્યમાં ડૂબી જઈ તેવા પ્રકારની ધર્મસાધના મેળવવાની તીવ્ર અભિલાષા પૂર્વક (જિજ્ઞાસા) જાણવાની ઇચ્છા કરે છે. માત્ર પારકાના ઇતિહાસમાં જ ઉતરવા પુરતી આ જિજ્ઞાસા નથી. પરંતુ આવી ઉત્તમ સન્ક્રિયાઓ મને કેમ પ્રાપ્ત થાય ? તેના ઉપાયોને તેમની પાસેથી જાણીને હું પણ તેમ કરું, એમ પોતાનાથી અધિક (ગુણવાળી વ્યક્તિ)માં રહેલા અધિક કૃત્યને વિષે તે મેળવવાની લાલસાવાળી જિજ્ઞાસા આ મુમુક્ષુ જીવને થાય છે. સારાંશ કે પોતાની ભૂમિકાની અપેક્ષાએ અધિક ગુણપાત્ર આચાર્યાદિમાં રહેલ પોતાનાથી અધિક એવા ધ્યાન-તપ-સ્વાધ્યાય અને વંદનાદિ કાર્યમાં “આ યોગીઓએ આવી દશા કેવી રીતે પ્રાપ્ત કરી!” એમ જાણવાની અને પોતાને મેળવવાની લાલસા (અભિલાષા)ના અતિરેકથી યુક્ત એવી જિજ્ઞાસા મ0- આ જીવને થાય છે. કહ્યું છે કે ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે | ભવસાયર લીલાએ, ઉતરે સંયમ ક્રિયા નાવે છે ધન્ય તે મુનિવરા૦ || Page #226 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૬-૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૧ ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા | સિંહ પરે નિજ વિક્રમસૂરા, ત્રિભુવન જન આધારા / ધન્ય તે મુનિવરા || જ્ઞાનવંત જ્ઞાનીશું મલતા તન મન વચને સાચા | દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા | ધન્ય તે મુનિવર છે (સાડાત્રણસો ગાથાનું સ્તવન. પૂ. ૩. યશોવિજયજી) આ યોગીને પોતાનાથી અધિક વ્યક્તિની અધિક-ક્રિયા નિહાળીને લાલસાયુક્ત જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે તેથી જ તે મહાત્માઓની સાથે બાહ્યથી તુલ્ય એવી વંદનતપ-સ્વાધ્યાય-પ્રતિક્રમણાદિ જે જે ધર્મક્રિયાઓ પોતે કરે છે તેમાં તેને પોતાની ઘણી જ ન્યૂનતા-વિકલતા દેખાય છે. તે દેખીને યોગીઓ ઉપર દ્વેષ એટલે ઇર્ષ્યા કે અદેખાઇ થતી નથી પરંતુ પોતાના ઉપર ઘણો ત્રાસ (મનમાં દુઃખ-ખેદ) થાય છે તે યોગીજનોની નિશ્ચલતા કયાં ? અને મારી ચંચળતા કયાં ? તેઓની વિધિસાપેક્ષતા કયાં ? અને મારી વિધિનિરપેક્ષતા કયાં ? તેઓની અપ્રમત્તતા કયાં ? અને મારી પ્રમાદદશા કયાં? તેઓની એકાગ્રતા કયાં ? અને મારી વ્યગ્રતા કયાં ? એમ પોતાની સાથે તુલ્ય એવી પણ યોગીની સર્વોત્તમ ક્રિયા જોઇને પોતાનામાં જેમ જેમ વિકલતા-ઉણપ-ખામી દેખાય છે તેમ તેમ પોતાનું અભિમાન ઓછું થાય છે. પોતાને દોષિત દેખે છે એટલે સુધરવાના ઉપાયો વિચારે છે. ગુણીપુરુષો પ્રત્યે પ્રમોદભાવ ઉપજે છે. પોતાને પોતાની જાત દોષ ભરેલી અને કંઈક વિરાધક દેખાય છે. વિરાધના દૂર કરવાના ભાવો જન્મે છે. વર્ષોલ્લાસ વૃદ્ધિ પામે છે. ગુણીજનોની સેવામાં-અનુકરણમાં અધિક જોડાઈ જાય છે. સારાંશ કે પોતાના સંબંધી કરાતા વંદનાદિ ધર્મકૃત્યોને વિષે તથા કાયોત્સર્ગ કરવા આદિના વિષયમાં સ્થિરતાપૂર્વક કાયોત્સર્ગ ન થવાના કારણે) વિકલતા જણાતાં પોતાનામાં જ સંત્રાસ-દુઃખ થાય છે એટલે પોતાની જાત પ્રત્યે તિરસ્કાર છુટે છે કે અરે, હું કેવો નિર્ભાગ્યશિરોમણી છું. કે જે આવી ઉત્તમ ધર્મક્રિયા પામીને પણ યથાર્થ વિધિ ન સાચવવા વડે વિરાધક બનું છું અને આવી ઉત્તમ તારક ક્રિયાઓ દ્વારા જે કર્મનિર્જરાની કમાણી કરવી જોઈએ તે કરી શકતો નથી અને પેલા મહાત્મા શ્રેષ્ઠ કમાણી કરતા છતા કેવા ઉત્કટ યોગી થયા છે ? એમ પ્રસ્તુત આ તારાદષ્ટિના સામર્થ્યથી અધિકગુણવાળા યોગી ઉપર (પ્રમોદભાવ જન્મે છે પરંતુ) દ્વેષ થતો નથી, અને પોતાનામાં હીનતાનું દુઃખ થાય છે જે આગળ વિકાસ કરવામાં ઉપયોગી બને છે. ૪૬ સુરઉપ મવઃ સર્વ, ૩છેવોડી જતઃ થમ્ . चित्रा सतां प्रवृत्तिश्च, साऽशेषा ज्ञायते कथम् ॥४७॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૭ ગાથાર્થ = આ સર્વ સંસાર દુઃખરૂપ છે. તેનો ઉચ્છેદ કયાંથી થાય ! અને કેમ થાય! મહાત્માઓની પ્રવૃત્તિ આશ્ચર્યકારી છે. તે સઘળી કેમ સમજાય! ૪૭ ટીકા -“ટુઃ વરૂપ ભવ: ''નર્મંગરપિતુ, “રછોડ" મવચ્ચે, “સૂતો'તો: ક્ષાન્યા, “#6'' ન પ્રવUT I ત્રિા “સત્તા''-મુનીનાં, प्रवृत्तिश्चैत्यकर्मादिना प्रकारेण, “साऽशेषा ज्ञायते कथं" तदन्यापोहतः ॥४७॥ વિવેચન :- આ તારા દૃષ્ટિમાં આવેલા જીવની વિચારધારા પ્રતિદિન વૈરાગ્ય તરફ વૃદ્ધિ પામતી જાય છે. તે જીવ વિચારે છે કે- આ સઘળો સંસાર દુઃખમય છે. શારીરિક રોગો, કુટુંબના વિયોગો, ધન-યશાદિની અપ્રાપ્તિ, તથા વિયોગ ઇત્યાદિ દુઃખોથી ભરેલો આ સંસાર તો દુઃખરૂપ છે જ, પરંતુ નિરોગી દેહ, રૂપવાનું સ્ત્રી-પુત્રાદિ, વિશિષ્ટ ધન-માનાદિ, ગાડી, વાડી, આદિ સુખમય સંસાર પણ દુઃખરૂપ છે. એટલે જ “સર્વ' શબ્દ લખ્યો છે. કારણ કે સંસારના સુખે સુખી જીવોનો પણ સંસાર જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ અનેક દુઃખોથી ભરેલો છે. ગમે તેવા સંસારના સુખે સુખી જીવોને પણ જન્મ ધારણ કરવો જ પડે છે. નવમાસાદિ કાલપર્યત ગર્ભમાં રહેવું જ પડે છે. પ્રસવની પીડા અનુભવવી જ પડે છે ઘડપણ આવે જ છે. શરીરમાં કરચલીઓ પડે જ છે શરીર નિસ્તેજ થાય જ છે. જરાવસ્થામાં આંખ-કાન-દાંત આદિની શક્તિ ક્ષીણ થતાં પરવશતા આવે જ છે. પગ થાકવાથી ચાલવાનું સામર્થ્ય તો ચાલ્યું જ જાય છે પરંતુ ઉઠવા-બેસવાનું સામર્થ્ય પણ મંદ પડી જાય છે. મરણ તો પ્રતિ-દિવસ સામે જ આવી રહ્યું છે. લઘુવયમાં અથવા ભરયુવાવસ્થામાં પણ જીવ મૃત્યુ પામતા દેખાય જ છે. શરીર જ અસંખ્ય રોગોની ખાણ છે. ડાયબીટીશ, હાર્ટફેલ, કેન્સર, જલોદર, ઇત્યાદિ મહારોગો જીવનપર્યન્ત પીડા આપે છે. નાના-મોટા રોગો તો સદા પીડા આપતા જ હોય છે. ધનવિયોગ, પુત્રવિયોગ, પત્નીવિયોગ, પતિવિયોગ, યશવિયોગ આદિ અનવસરે આવી પડતાં શોકની સીમા રહેતી જ નથી. આ કારણથી સુખીયો સંસાર પણ જન્મ-જરા-મરણ આદિ દુઃખોથી નિયમાં ભરેલો છે માટે દુઃખમય છે. આ કારણથી આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં ભય-ભય અને ભય જ દેખાય છે. ધન હોય તો ચોર-લૂંટારા-રાજા અને સગા-વહાલા તરફથી ભય, માન હોય તો અપમાન થવાનો ભય, જીવન છે તેથી દરરોજ મરણનો ભય, ભોગોમાં રોગો થવાનો ભય, રૂપ હોય તો સ્ત્રીઓ તરફથી ફસાવાનો ભય, (સ્ત્રીમાં રૂ૫ હોય તો પુરુષો તરફથી ફસાવાનો ભય), એમ આ સંસારમાં જે કોઈ સુખસંપત્તિ છે તે સર્વે ભય અને દુઃખથી આક્રાન્ત છે. સુખસંપત્તિ ન હોય ત્યારે ન હોય તેનું દુઃખ, હોય ત્યારે લુંટાઈ જવાનું દુઃખ, સંરક્ષણ કરવાનું (સાચવવાનું) દુઃખ, અને જો વિયોગ થાય તો તેના વિરહનું અપારદુઃખ, એમ આ દૃષ્ટિવાળા જીવને સમસ્ત સંસાર દુઃખ અને ભયોથી ભરેલો દેખાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ગાથા : ૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય વળી આ જીવ વિચારે છે કે ચારગતિ રૂપ આ સંસાર છે. ત્યાં નરકમાં પરસ્પર કૃત, ક્ષેત્રકૃતિ અને પરમાધામીકૃત વેદનાઓ એટલી બધી છે કે શબ્દોથી જે કહી શકાતી નથી. તિર્યંચગતિમાં ભૂખ-તરસ-પરવશતા-અબોલાપણું વગેરે અપાર દુઃખો નજરે દેખાય છે. માંસાહારી લોકો અકાળે વધ કરે, ગરમાગરમ તેલમાં શેકે, કાપે, ઈત્યાદિ દુઃખો જ છે. મનુષ્યગતિમાં ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગનાં અપાર દુઃખો છે. તો દેવગતિમાં અપહરણલડાઇ-અને મરણનાં અપાર દુઃખો છે. એમ આ સમસ્ત સંસાર દુઃખોથી અને ભયોથી ભરપૂર છે. મારે આ સંસારનો ઉચ્છેદ કરવો એ જ ઉચિત છે. તે ઉચ્છેદ કયા કારણોથી થાય ? અને કેવી રીતે થાય ? તેના એકાગ્રચિત્તે વિચારો કરે છે- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આદિ ગુણોની પ્રાપ્તિથી આ સંસારનો ઉચ્છેદ થાય તેમ છે. મિથ્યાત્વાદિ દોષો કર્મ બંધાવનાર છે. જેનાથી જન્મ-મરણની પરંપરા વધે છે. અને સમ્યકત્વાદિ તથા ક્ષાત્યાદિ ગુણો જ મોહને મારનાર છે. કર્મબંધને તોડનાર છે અને જન્મ-મરણ રૂપ સંસારનો અંત કરનાર છે. હવે તે ગુણોને પ્રાપ્ત કરવા અને દોષોને દૂર કરવા શું કરવું ? કયા કયા પ્રકારે પ્રવૃત્તિ કરવાથી ગુણપ્રાપ્તિ અને દોષ-હાનિ થાય કે જેથી સંસારનો ઉચ્છેદ શકય બને! એમ વૈરાગ્યવાસિત હૃદયથી ઉત્તમ વિચારો કરે છે. - સંતપુરુષોનું અનુકરણ કરવાનું મન થઈ જાય છે કે જેથી સંસારનો અંત આવે. પરંતુ તે સંત પુરુષોની પ્રવૃત્તિ આશ્ચર્યકારી દેખાય છે. બુદ્ધિથી સમજાતી નથી. તેથી અનુકરણ પણ કેમ કરવું ? ચૈત્યકર્માદિ (ચૈત્યવંદન વગેરે) તેઓની ધર્મક્રિયા એટલી બધી વિધિપૂર્વકની છે. કે જે આશ્ચર્યકારી છે. તેઓ પરમાત્મા પ્રત્યે, ચૈત્યવંદન, નમન, સ્તવન, આદિ વિવિધ પ્રકારો વડે જે ભક્તિ કરે છે. તે જોઈને જ દિમૂઢ થઈ જવાય છે. કેવી એકાકારતા ? કેવી તન્મયતા ? કેવી વિધિસાપેક્ષતા ? કેવો સ્વાધ્યાય! કેટલો ઉગ્ર તપ? ઉંચી કવૉલીટીની કેવી સાધુતા ? અતિશય નિઃસ્પૃહ, નિરહંકારી, આવી આ સંતોની પ્રવૃત્તિ ઘણી જ આશ્ચર્યકારી અને દિમૂઢ કરે તેવી છે. આહાર કરે છતાં અનાસક્તિ હોવાથી ભોગી ન કહેવાય પણ યોગી કહેવાય, તેઓની આવી ઉત્તમ સઘળી પ્રવૃત્તિ મારા વડે કેવી રીતે સમજી શકાય ? તેઓ બધી ધર્મક્રિયા વિધિપૂર્વક કરે છે. મારામાં ઘણી અવિધિ છે. તેથી તેમનામાં રહેલી ધર્મક્રિયા જેવી મારે કરવી છે. પરંતુ તેમનાથી અન્ય એવો જે અવિધિદોષ મારામાં છે. તેનો અપોહ(ત્યાગ) કરવાથી પરિપૂર્ણ વિધિપૂર્વક તેઓના સદશ ધર્મક્રિયા કેવી રીતે થાય ? તે સમજાતું નથી. જ્યાં તે મહંતો ? અને ક્યાં હું? તેઓની આ ઉત્તમ ધર્મચેષ્ટા સઘળી મને સમજાતી પણ નથી. તો તેનું અનુકરણ કરી સંસારનો ઉચ્છેદ થાય એવું કેવી રીતે કરું? ઇત્યાદિ વિચારો આ દૃષ્ટિમાં આવે છે. યો. ૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૮ - તે યોગી મહાત્માઓની ધર્મક્રિયા ત્રિ-ભિન્ન ભિન્ન જાતની છે. ભૂમિકાભેદે અથવા સંપ્રદાયભેદે ભિન્ન ભિન્ન આચરણા દેખાય છે. તેમાં કઈ ઉપયોગી ? અને કઈ મને અનુપયોગી? કઈ ક્રિયા મને ઉપકારક ? અને કઈ ક્રિયા મને અનુપકારક? તાપોદતા તેમાંથી જે અનુપકારક હોય એવી અન્યનો ત્યાગ કરીને જે ઉપકારક હોય તેને હું કેવી રીતે જાણું ? ઇત્યાદિ વિચારો આ દૃષ્ટિમાં આવે છે. વળી તટસ્થતા, લઘુતા, સરળતા, આદિ ગુણોના કારણે તેમની પ્રજ્ઞા શાસ્ત્રને અનુસારે જ પ્રવર્તે છે. ૪૭ યત = કારણ કે नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः । शिष्टाः प्रमाणमिह, तदित्यस्यां मन्यते सदा ॥४८॥ ગાથાર્થ = અમારી તેવી મોટી પ્રજ્ઞા નથી, અને શાસ્ત્રોનો વિસ્તાર ઘણો મહાનું છે. તેથી આ બાબતમાં શિષ્ટપુરુષો જ પ્રમાણભૂત છે. એવું આ દૃષ્ટિમાં વર્તતો જીવ સદા માને છે. ૪૮ ટીકા “નામા હતી પ્રજ્ઞા' સંવાદિની, સ્વપ્રજ્ઞવિન્દિતે વિસંવાવર્ણનાત, તથા “સુમહાન શાસ્ત્રવિસ્તર: તત્તપ્રવૃત્તિદેતુત્વ | પર્વ “શિષ્ઠ:”સાધુગનર્મિતા: “નામદ'' વ્યતિરે તમાહિત્યેવરહ્યાં છો “કન્ય સલા''यत्तैराचरितं तदेव यथाशक्ति सामान्येन कर्तुं युज्यत इत्यर्थः ॥४८॥ उक्ता तारा॥ વિવેચન :- સંત મહાત્મા યોગી પુરુષોની બધી પ્રવૃત્તિ ચિત્ર-વિચિત્ર અને આર્થકારી છે તથા ભૂમિકા-ભેદે અને સંપ્રદાય-ભેદે ભિન્ન ભિન્ન પણ છે. મારાથી બધી પ્રવૃત્તિ સમજી શકાય તેમ નથી. કારણ કે મારામાં તેવી મોટી સંવાદવાળી પ્રજ્ઞા એટલે વિસંવાદ વિનાની પ્રજ્ઞા નથી. સંવાદિની એટલે જિનોક્ત શાસ્ત્રની સાથે અવિરોધિની તેવી મહાપ્રજ્ઞા મારામાં નથી. કારણ કે હું મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ એમ બે જ જ્ઞાનાવરણીય કર્મના અલ્પમાં પણ અલ્પ ક્ષયોપશમવાળો છું. અને તેમાં મોહનીયકર્મનો તેવો વિશિષ્ટ ક્ષયોપશમ હજુ થયો નથી તેથી આવી પ્રાપ્ત થયેલી ક્ષાયોપથમિકભાવની અલ્પ સ્વ-પ્રજ્ઞા વડે સ્વચ્છંદપણે વિશેષ વિશેષ કલ્પનાઓ કરવામાં વિસંવાદ થઈ જાય છે. વિસંવાદ આવ્યા વિના રહેતો જ નથી. આ રીતે મારી પ્રજ્ઞા અલ્પવિષયવાળી છે અને શાસ્ત્રોનો વિસ્તાર અતિશય ઘણો મહાન્ છે. ઘડા વડે દરીયો માપવા જેવું આ કામ છે. શ્રુતસાગરનો પાર પામવામાં તો મહામતિવાળા મહાત્માજનો Page #230 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૮ ૧૯૫ યોગદૃષ્ટિ સમુચ્ચય પણ થાકી જાય છે તો પામર એવા મારું શું ગજું ? સર્વજ્ઞ પરમાત્માનાં ત્રિપદીનાં વચનો સાંભળી જેઓએ દ્વાદશાંગી બનાવી, તે શાસ્ત્રસંદોહમાં બહુશ્રુતોને પણ પ્રવેશવું દુષ્કર છે. તો શ્રુતબુદ્ધિ રૂપ વૈભવથી હીન એવા મારો તો પ્રવેશ જ શકય કેમ બને? ઇન્દ્રિયગોચર ભાવો પણ જ્યાં અલ્પ જ જણાય છે પૂરતા જણાતા નથી ત્યાં અતીન્દ્રિયભાવોને જાણવાની વાત જ કેમ કરાય ? માટે સજ્જનોને સમ્મત એવા “શિષ્ટ” પુરુષોને આ બાબતમાં મારે પ્રમાણ માનવા જોઇએ, તેઓએ જે કહ્યું છે, જે આચર્યું છે. તે જ મારે માનવું જોઇએ. અને આચરવું જોઇએ. તેઓનું વચન જ પ્રમાણ અને માનનીય છે. જેમકે ભગવાને અનંત સૂક્ષ્મનિગોદના જીવોથી ભરેલો આ લોક કહ્યો છે. તે જીવો ભવ્ય-અભવ્યરૂપ છે. અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે. સાત નારકી છે. ઈત્યાદિ કહ્યું છે. ગમે તેટલી હું મારી પ્રજ્ઞા દોડાવું તો પણ આ ભાવો મને નથી જ દેખાવાના, અને તેથી નથી જ સમજાવાના, માટે મારે સજ્જનોને સંમત એવા શિષ્ટપુરુષોને જ પ્રમાણ માનીને ચાલવું જોઈએ. મારી પોતાની બુદ્ધિના ઘોડા દોડાવવા જોઈએ નહીં, ખોટાં ડફાણ-કરવાં જોઈએ નહીં. મિથ્યા અભિમાન રાખવું જોઈએ નહીં. તેથી આવી બાબતમાં તેઓ વડે જે આચરણ કરાયું, કથન કરાયું, તે જ મારે અનુસરવું અને માનવું યોગ્ય છે. આવા પ્રકારના આજ્ઞાનુસારિતાના ભાવો આ દૃષ્ટિવાળામાં તરવરે છે. જ્ઞાનીઓ અને યોગીઓ પ્રત્યે અતિશય-શ્રદ્ધા ભક્તિ અને બહુમાન પ્રવર્તે છે. ક્યાંય પણ મોટા થવાની ભાવના થતી નથી કહ્યું છે કે શાસ્ત્ર ઘણા મતિ થોડલી, મનવિશિષ્ટ કહે તે પ્રમાણ રે. મન, સુજશ લહે એ ભાવથી, મન, ન કરે જુઠ ડફાણ રે. મન, (યોગદષ્ટિની સઝાય. પૂ. . યશોવિજયજી) અહીં એક બાબત ખાસ વિચારવા જેવી છે કે શાસ્ત્રની સાથે અવિરોધિની એટલે સંવાદિની જે મતિ તેને જ પ્રમાણ માની છે. આજકાલ લોકો શાસ્ત્રોમાં શું કહ્યું છે તેની ઉપેક્ષા કરીને અમને તો આમ જ અનુકૂળ છે. અમારા દેશમાં તો આમ જ કરાય, જૈનધર્મને સાચવવો હોય તો કાળપ્રમાણે આમ જ કરવું પડે ઈત્યાદિ મનની કલ્પનાઓ પ્રમાણે ફેરફાર કરે છે. તે બધી વિસંવાદિની મતિ જાણવી આવી આચરણાભેદવાળી પ્રવૃત્તિથી સામાન્યજીવો દ્વિધામાં પડે. શાસ્ત્રાનુસારિણી મૂલ આચરણા કાળાન્તરે નષ્ટ પામે અથવા હાનિ પામે. નવા નવા પક્ષો થતાં શાસન ચાલણીની જેમ છિન્ન ભિન્ન થાય. તેથી જ “શાસ્ત્રાનુસારિણી (સંવાદિની) મતિની અતિશય મહત્તા છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૮ વર્તમાનકાલે ભારતમાં જો ચતુર્વિધ શ્રી સંઘ આ વિષય ઉપર ધ્યાન આપે તો ઘણા વિસંવાદો ઓછા થાય. વિદેશોમાં તો પોતાને અનુકૂળ આવે તેવા ફેરફારો કરવાની જાણે સત્તા જ મળી ચૂકી હોય તેમ ત્યાંના જૈન સમાજના કેટલાક લોકો વર્તે છે. સાચી આચરણાવાળા જ્ઞાની ગીતાર્થ શાસ્ત્રજ્ઞ અને સાચા ચારિત્રસંપન્ન મુનિઓ ત્યાં જવાના નથી તેથી શાસ્ત્રની અને જૈનશાસનમાં ચાલી આવતી પ્રણાલિકાની ઉપેક્ષા કરીને દેશ અને કાળના નામે લોકોને રાજી રાખવા અને પોતાના ગર્ભિત આશયો પોષવા આવા ઘણા ફેરફારો ત્યાંના લોકો કરે છે. શાસ્ત્રની સર્વથા ઉપેક્ષા જ કરવામાં આવે છે. જે ઘણા દુ:ખની વાત છે. આ રીતે આ જૈનશાસન ઘણું જ ડોલાઈ રહ્યું છે. તેથી જ શાસ્ત્રજ્ઞ પુરુષો વારંવાર કહે છે કે “શિષ્ટોની વાણી” એ જ પ્રમાણ માનવી. શાસ્ત્રાનુસારિણી (સંવાદિની) જે પ્રજ્ઞા એ જ ઉપકાર કરનારી છે. બાકી પોતાની અનુકૂળતા પ્રમાણે ફેરફારો કરવા માટે કરાતા તર્કો એ બધા કુતર્કો સમજવા. || ૪૮. તારાદૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું છે 0 Page #232 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯૭ તારાષ્ટિનો સારાંશ) તારાદૃષ્ટિમાં બોધ મિત્રાદૃષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ હોય છે. લગભગ તો બન્ને દુર્બળ જ છે. તથાપિ આ દૃષ્ટિ કંઈક અધિક સ્પષ્ટ છે. તેથી હેય-ઉપાદેયનો વિવેક કંઈક અંશે અધિક હોય છે. તે બોધ ગોમયના અગ્નિકણની ઉપમાવાળો છે. પ્રકાશ થયો ન થયો અને બુઝાઈ જવાવાળો અલ્પવીર્ય યુક્ત અને અચિરકાળસ્થાયી છે. પહ્મૃતિના સંસ્કારો ન હોવાથી વંદનાદિ ધર્મક્રિયાઓ દ્રવ્યથી જ હોય છે. હજુ ભાવયિા બને તેવા સંસ્કારો દઢ થયા નથી. વૈરાગ્યના ચમકારા આવે છે પરંતુ ગાઢ અનુબંધ ન થવાથી મોહનાં નિમિત્તો મળતાં જ તે બુઝાઈ જાય છે. હૃદયમાં વૈરાગ્ય હોય છે પરંતુ તે કામ કરતો નથી, નિસ્તેજ બની જાય છે. બાહ્યદષ્ટિએ ધર્મક્રિયા વિધિપૂર્વક કરે છે, પરંતુ વિષય-કષાયની વાસનાઓનું જોર હજુ ઘણું છે. તેથી ક્રિયાકાળે પણ તે ઉછળે છે. વાસનાઓ પ્રત્યેની ઉપાદેયબુદ્ધિ હજુ જતી નથી. આ દૃષ્ટિમાં (૧) અનુદ્વેગ, (૨) તત્ત્વજિજ્ઞાસા, અને (૩) શૌચાદિ પાલનરૂપ તથાવિધ નિયમ, આ ત્રણ લક્ષણો હોય છે. મુક્તિ અષના કારણે ધર્મ પ્રત્યે કર્તવ્યબુદ્ધિ હોવાથી ધર્મ પ્રત્યે અખેદયુક્ત અનુદ્વેગ હોય છે. થાક કે કંટાળો લાગતા નથી. જેમ ધનના અર્થીને ધનોપાર્જનના કાર્યમાં રાત્રિ-દિવસ કામકાજ કરવા છતાં થાક કે કંટાળો લાગતો નથી, કામના અર્થનિ કામસેવનમાં રાત્રિ-ઉજાગરા કરવા છતાં થાક ઉગ થતો નથી તેમ અહીં પણ મુક્તિનો અદ્વેષ હોવાથી ખેદ-ઉદ્વેગ લાગતા નથી. આ કારણથી જ ધર્મતત્ત્વ જાણવાની, આત્માના હિતને કરનારી વાણી સાંભળવાની તમન્ના થઈ આવે છે. તાલાવેલી લાગે છે. વધુને વધુ શાસ્ત્રાભ્યાસની ભૂખ લાગે છે. તથા શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ આદિ બાહ્યશૌચને ગૌણ કરી પર પરિણતિના ત્યાગરૂપ ભાવશૌચ તરફ આગળ વધે છે. યથાશક્તિ તપ, સ્વાધ્યાય, સંતોષ અને ઈશ્વરધાન રૂપ પરિમિત કાલભાવી નિયમોનું શક્તિ અને સમયને અનુસારે વારંવાર સેવન કરે છે. આવા નિયમો રૂપ યોગનું બીજું અંગ આ દૃષ્ટિકાલે આવે છે. તથા કંઈક આત્મહિતકારિણી દૃષ્ટિ ખુલી હોવાથી યોગકથામાં, યોગીની કથામાં અને યોગમાર્ગ સમજાવનારા આધ્યાત્મિક ગ્રંથોના વાંચન- શ્રવણ અને મનનમાં વિશેષ રસ હોય છે. યોગકથાનો વિષય વાંચવામાં અને સાંભળવામાં વિશેષ વિશેષ રાગ અને રસ હોય છે. આ કારણથી આવી યોગદશા જેમાં ખીલી છે, વિકસી છે, તેવા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૮ યોગીઓ પ્રત્યે અતિશય બહુમાન હોય છે. હાર્દિક પૂજ્યભાવ સહિત અંતરંગ અતિશય બહુમાન થાય છે. બહુમાન હોવાથી કહ્યા વિના જ તે યોગીઓની સેવા-ભક્તિમાં અને વૈયાવચ્ચમાં આ જીવ જોડાઈ જાય છે. ઓતપ્રેત બની જાય છે. સેવાથી રંગાઈ જાય છે કે જે સેવા-ભક્તિ તે આત્મામાં દિન-પ્રતિદિન યોગવૃદ્ધિ કરાવનાર જ બને છે. અને સડસડાટ મોક્ષમાર્ગમાં આગળ વધારનાર બને છે. તે યોગી મહાત્માઓને યોગસાધનામાં અલ્પ પણ બાધા ન આવે તે રીતે સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરે છે અને મનમાં માને છે કે મારો જન્મ સફળ થયો, મને આવો લ્હાવો કયાંથી અને કયારે મળે ? આ કાર્યમાં મારા આત્માનો જ અનુગ્રહ (ઉપકાર) થાય છે એવી બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ આવા ઉપચાર દ્વારા સાધક સંત ઉપર મારા દ્વારા ઉપકાર કરાયા છે. એવો કનિષ્ઠ વિચાર તેને સ્વપ્નમાં પણ આવે નહીં. યોગીમહાત્માઓની આવી તીવ્રભાવનાપૂર્વક કરાયેલી સેવાભક્તિથી એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જેના ઉદયકાળે ચક્રવર્તિત્વ અને દેવેન્દ્ર– આદિના સાંસારિક લાભો પણ યોગવૃદ્ધિની સાથે મળતા જ જાય છે. મોહના ક્ષયોપશમની વૃદ્ધિરૂપ હિતોદય પણ થતો જ જાય છે. પુણ્યોદયથી જેમ જેમ ઉંચા દેવલોકો મળે છે. તેમ તેમ મોહના ક્ષયોપશમ દ્વારા અલિપ્તતા પણ વધતી જ જાય છે. આ પ્રમાણે દ્રવ્યપુણ્ય અને ભાવપુષ્ય વધતાં રોગ શોક ભયાદિ તુચ્છ ઉપદ્રવો તો કયાંય ભાગી જ જાય છે. પોતે પણ વિશિષ્ટ પુણ્યોદયના વિપાકવાળો હોવાથી શિષ્ટોને પણ માનનીય બને છે. પોતે યોગમાં વિકાસ કરે છે અને યોગીઓની સેવાભક્તિ કરવા દ્વારા તેમના માર્ગને જ અનુસરે છે એટલે સંસારજન્ય ભયો તેને લાગતા નથી, તે ભયો તેને સતાવતા નથી, તે ભયોને જ જાણે આ મુમુક્ષુથી ભય લાગ્યો હોય તેમ ભાગી જાય છે. આ જીવ સતત જાગૃત રહે છે. તેથી ઉચિત કરવા લાયક ઉપાદેય કાર્યોમાં કંઇ પણ ચૂક્તો નથી. અને ભૂલેચૂકે પણ અનુચિતકાર્યમાં પ્રવૃત્તિ કરતો નથી. પોતાનાથી જે અધિક યોગદશાવાળા મહાત્માઓ છે. તેમનામાં રહેલી પોતાનાથી અધિક ધર્મક્રિયામાં “આવી ક્રિયા મારામાં કયારે અને કેમ આવે” એવી લાલસા (અભિલાષા)વાળી તીવ્ર જિજ્ઞાસા હોય છે. અને મહાયોગીઓમાં તે જ ધર્મક્રિયા અધિક નિહાળવાથી પોતાનામાં કંઈકને કંઈક ખામીવાળી તે ક્રિયા દેખાય છે અને તેથી યોગીઓ ઉપર દ્વેષ થતો નથી એટલે ઈર્ષ્યા કે અદેખાઈ થતી નથી પરંતુ પોતાનામાં રહેલી ઉણપ પોતાને ડંખે છે ત્રાસ આપે છે. અને પ્રતિદિન આવા વિચારો જ કરે છે કે આ સમસ્ત સંસાર (પછી તે દુઃખવાળો Page #234 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૮ યોગદષ્ટિ સમુચ્ચય ૧૯૯ મળ્યો હોય કે સુખ-સંપત્તિવાળો સુખીયો મળ્યો હોય તો પણ) દુઃખ દુઃખ અને દુઃખથી જ ભરપૂર લાગે છે. જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ ભયો કોઈને પણ છોડતા નથી, માટે તે સંસારનો મૂળથી ઉચ્છેદ કરવા જેવો છે. તે કયા ઉપાયોથી થાય? અને તેના ઉચ્છેદની વિધિ શું ? કેવી રીતે થાય? તેની જ શોધમાં વર્તે છે. વારંવાર પુરુષોનું આ સંસાર છેદવા આલંબન લે છે. પરંતુ જ્યાં આલંબન લેવા અતિનિકટ જાય છે ત્યાં તેમની નિર્દોષ અને ઉત્કટ વિધિવાળી પ્રવૃત્તિ જોઈને આશ્ચર્ય પામે છે, દિમૂઢ થઈ જાય છે. આ શું ? કેવું મહાનું ચારિત્ર? કેવી મહાન્ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વકની નિર્દોષ ક્રિયા ? કયાં છે અને ક્યાં હું ? મારામાં કેવા પ્રમાદ-અવિધિ-અણસમજ, પ્રજ્ઞાહીનતા, અને તેઓમાં કેવી અપ્રમાદદશાવિધિયુક્તતા-બુદ્ધિપૂર્વક્તા અને મહાપ્રજ્ઞત્વ. તેઓની આ સઘળી સામાચારી મને કેમ સમજાય ? એટલી મારામાં પ્રજ્ઞા નથી. અને આ સમજવા માટેનો શાસ્ત્રવિસ્તાર ઘણો છે. બધું મને સમજાય જ એવો નિયમ નથી. અતીન્દ્રિયભાવો તો સમજાય તેમ જ નથી. માટે મારે શિષ્ટપુરુષોને જ પ્રમાણ માનવા જોઇએ. તેઓ જે આચરે તે આચરવું જોઈએ અને તેઓ જે કહે તે સમજાય કે ન સમજાય પણ માની લેવું જોઈએ. આવા આવા ઉમદા વિચારો આ તારાદષ્ટિમાં આવે છે અને યોગી ઉપર, યોગ ઉપર, અને શાસ્ત્રઉપર ઘણો જ પ્રેમ થવાથી તે દિશામાં આગળ વધે છે. I૪૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ સ : ૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય તારા દ્રષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ ૧ મુક્તિ પ્રત્યે અદ્વેષભાવમાં વધારો. ૨ ગોમયના અગ્નિ સમાનબોધ (છાણાંના અગ્નિ સમાનબોધ.) ૩ ઉગ દોષનો ત્યાગ તથા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા નામના ગુણની પ્રાપ્તિ. ૪ જૈન દર્શનની દૃષ્ટિએ ઉત્તરગુણ અને શિક્ષાવ્રતાદિ નિયમોની પ્રાપ્તિ. દર્શનાન્તરના મતે શૌચ. સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્લાનરૂપ નિયમોની પ્રાપ્તિ. ૫ યોગકથા, યોગીઓની કથા અને યોગસંબંધી શાસ્ત્રો ઉપર બહુ પ્રેમ. ૬ શુદ્ધયોગદશાવાળા મુનિઓ પ્રત્યે હાર્દિક પ્રેમ તથા બહુમાન. યોગવૃદ્ધિના ફળને આપનારી એવી યોગીઓની સેવા તથા ઉપચારવિનય. ૮ શુદ્ર ઉપદ્રવોની હાનિ, વ્યાધિ આદિ ઉપદ્રવોનો વિનાશ. ૯ શિષ્ટસમ્મતતા=શિષ્ટ પુરુષોની પ્રસન્નતા. ૧૦ પાપની પ્રવૃત્તિ ન હોવાથી સાંસારિક લોકો તરફથી આવતા ભયોનો અભાવ. ૧૧ ઉચિત એવાં (ધર્મ અને વ્યવહારનાં) કાર્યોનો અત્યાગ. ૧૨ અનુચિત કાર્યોમાં અનાભોગપણે અપ્રવૃત્તિ. ૧૩ અધિક યોગવાળા યોગીઓની ક્રિયા જોઈ તે મેળવવાની જિજ્ઞાસા. ૧૪ અધિક યોગવાળાને જોઈ પોતાની હીનતાનું દર્શન અને યોગીઓ પ્રત્યે દ્વેષવર્જિત બહુમાન તેનું દુ:ખ. ૧૫ આ સંસાર સંપૂર્ણ દુઃખ રૂપ જ છે. તેનું ચિન્તન. ૧૬ આવા દુ:ખથી ભરેલા સંસારનો ઉચ્છેદ કેવી રીતે થાય! તેનું ચિંતન. ૧૭ સજ્જનોની પ્રવૃત્તિ જોઇને આશ્ચર્યની પ્રાપ્તિ અને તે જાણવાનું પોતાનું અસામર્થ્ય. ૧૮ પોતાની બુદ્ધિની હીનતા અને શાસ્ત્રવૈભવની અધિકતાનો વિચાર. ૧૯ તેથી શિષ્ટો જ પ્રમાણ માનવા યોગ્ય છે એવી બુદ્ધિની સ્થિરતા કરવી. ૨૦ આ પ્રમાણે ભાવમેલનો અધિક-અધિક ક્ષય કરવો તે. તારાષ્ટિનું વર્ણન સમાપ્ત થયું Page #236 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૯ યોગદષ્ટિ સમુચ્ચય ૨૦૧ બલાદ્રષ્ટિ (૩) अधुना बलोच्यते, तदत्राहતારાદષ્ટિ કહી, હવે બલાદષ્ટિ કહેવાય છે. એટલે કે અહીં તે દૃષ્ટિનું સ્વરૂપ જણાવે છે. सुखासनसमायुक्तं, बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा, न क्षेपो योगगोचरः ॥४९॥ ગાથાર્થ = ત્રીજી બલાદેષ્ટિમાં સુખાસનથી યુક્ત એવું દઢ દર્શન હોય છે. શ્રેષ્ઠ તત્ત્વશુશ્રુષા હોય છે. અને યોગવિષયક લેપ દોષ હોતો નથી. ૪૯ ટીક - “કુલનમણુન્નતિ” રિશુરવારનવત્ ‘જના''-દી, “તન” પ્રવિત્તિ “દdalષ્ઠાનોપમમિતિ –ી, “T 2 તત્તશુશ્રષા” જિજ્ઞાસ-સન્મતિ ! “ ક્ષે યોગગોવરઃ” તનુન રૂતિ વૃત્વી જશે વિવેચન :- પહેલી બે દૃષ્ટિમાં અલ્પ વિવેક હતો, તેના કરતાં આ ત્રીજી દૃષ્ટિમાં વિવેકની દૃઢતા વધારે હોય છે. તેથી આત્મબળ વધે છે. “ધર્મતત્ત્વ એ જ એક વાસ્તવિક ઉપાદેય છે. એવું બળ આ દૃષ્ટિમાં આવે છે. તેથી આ દૃષ્ટિનું નામ “વના''દૃષ્ટિ રાખવામાં આવ્યું છે. આ દૃષ્ટિમાં (૧) દર્શન (બોધ) કાષ્ઠના અગ્નિકણ સમાન, (૨) સુખપૂર્વકનું “આસન” નામનું ત્રીજું યોગાંગ, (૩) પરમતત્ત્વશુશ્રુષા એ ગુણ અને (૪) યોગના વિષયમાં #પદોષનો ત્યાગ પ્રાપ્ત થાય છે. (૧) બોધ-પ્રથમની બે દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં દર્શન અર્થાત્ બોધ કંઈક વિશિષ્ટ હોય છે. કાષ્ઠના અગ્નિના કણની ઉપમાવાળો બોધ હોય છે. તૃણ અને ગોમયનો અગ્નિકણ અલ્પપ્રકાશવાળો, અલ્પકાળ રહેનારો, અને અલ્પસામર્થ્યવાળો હોય છે. પરંતુ કાષ્ઠના અગ્નિનો કણ તેનાથી વિપરીત હોય છે એટલે કે તે બન્ને કરતાં અધિક પ્રકાશવાળો, અધિકકાળ રહેનારો, અને અધિક સામર્થ્યવાળો હોય છે. તેની જેમ આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન તીવ્ર પ્રકાશવાળું, દીર્ધકાળ રહેનારું અને અધિક સામર્થ્યવાળું હોય છે. તેથી આ જ્ઞાન પડુસ્મૃતિના સંસ્કારો કરાવે છે. પ્રયોગકાળે પણ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૯ જ્ઞાનદશા જાગૃત રહે છે. ભોગોમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ આ દૃષ્ટિમાં સવિશેષ બને છે. તેથી કોઇ દેવતાઈ ભોગોની લાલચ આપે તો પણ ભોગો તરફની હેય બુદ્ધિ ટકી રહે છે. અને યોગમાર્ગવાળા જીવનમાં જે ઉપાદેય બુદ્ધિ થઈ છે તેના સંસ્કાર વધારે મજબૂત બને છે. તેથી અશુભનો અનુબંધ ઢીલો થઈ જાય છે અને શુભનો અનુબંધ ગાઢ-મજબૂત થાય છે. પ્રથમની બે દૃષ્ટિમાં જ્ઞાનદશા નબળી હતી તેથી ધર્મમાર્ગમાં રુચિ હોવા છતાં ભોગમાં પણ રુચિ હતી, જેથી સંસ્કાર પડતા ન હતા. જ્યારે આ દૃષ્ટિમાં જ્ઞાનદશા સતેજ બની છે. તેથી ધર્મમાર્ગમાં સવિશેષ રુચિ છે. (કર્મોદયથી ભલે ભોગ સેવે છે પરંતુ ભોગમાં હેયબુદ્ધિ કંઇક અંશે પ્રગટી છે. તેથી ધર્મમાર્ગમાં સાનુબંધ રુચિ થાય છે, જે ઉત્તરોત્તર સાંકળના અંકોડાની જેમ અધિકને અધિક ધર્મમાર્ગને ખેંચી લાવે છે. હવે તે મુમુક્ષુ જીવને સદ્ગુરુ પ્રત્યે પરમ ભક્તિભાવ જન્મે છે. અધ્યાત્મ વરસાવનારાં સલ્ફાસ્ત્રો પ્રત્યે પરમપ્રેમ અને બહુમાન પ્રગટે છે. તેની આજ્ઞા પ્રમાણે જ પ્રવૃત્તિ કરે છે. સગુરુને અને સશાસ્ત્રને પોતાનું સર્વસ્વ માને છે. તેની સાથે ઓતપ્રોત અને અધિકાધિક તન્મય બને છે. (૨) આસન - આ દૃષ્ટિમાં યમ-નિયમ પછીનું “આસન” નામનું યોગનું ત્રીજું અંગ જે છે તે પ્રાપ્ત થાય છે. આસન એટલે સ્થિર થવું. બેઠક જમાવવી, બેસવાની સ્થિતિ દઢ કરવી તે, આ આસન બે જાતનું છે. દ્રવ્યથી અને ભાવથી, મનની ચંચળતા અને કાયાની અસ્થિરતા જ્યાં દૂર થાય, તેવી રીતે મનની સ્થિરતા પૂર્વક પદ્માસન, પર્યકાસન આદિ કોઈ પણ એક પ્રકારના આસનપૂર્વક કાયાને સ્થિર કરવી તે દ્રવ્યથી સુખાસન કહેવાય છે ધર્મમાર્ગમાં આગળ વધવા માટે આ દ્રવ્યસુખાસન પણ સહકારી કારણ રૂપે આવશ્યક છે આદરેલી ધર્મસાધનામાં તેના કાલસમાપ્તિ સુધી સ્થિરતાથી સુખપૂર્વક બેસી શકાય. તેવાં આસનો સાચવવાપૂર્વક સાધના કરે જેથી શારીરિક પીડા તેમાં વિઘ્નકર્તા ન થાય. આ રીતે દ્રવ્યાસન સહાયક જાણવું તથા આ ચિત્ત અનાદિકાળથી પરભાવદશામાં આસન કરીને બેઠું છે. તેને ત્યાંથી ઉઠાવી સ્વભાવદશામાં તેનું આસન જમાવવું. આ રીતે પ્રસન્નચિત્તે આકુળવ્યાકુળતા વિના એકાગ્રમને ધર્મમાર્ગમાં વધારે સ્થિર થતો જાય તે ભાવથી સુખાસન કહેવાય છે. આ દૃષ્ટિમાં પહુસ્મૃતિ હોવાથી, અને યમ-નિયમ દ્વારા વ્રત પાળવાના સંસ્કાર પડેલા હોવાથી, તથા ધર્મમાર્ગમાં ઉપાદેય બુદ્ધિ કંઇક દઢ થઈ હોવાથી પ્રારંભ કરેલાં ધર્મકાર્યોમાં દ્રવ્યથી સ્થિર અને સુખકારી બને એવા આસન પૂર્વક બેઠક કરે છે. તેથી ચૈત્યવંદનાદિ ક્રિયાકાલે સ્થિરતાવાળું જ આસન હોય છે આ જીવ આડા અવળાં ડાકોરીયાં મારતો નથી શારીરિક મુદ્રાઓ સાચવે છે. તેથી ભાવથી પણ કંઈક આસન ઘટે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૪૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૩ ૩) શ્રેષ્ઠતત્ત્વશુશ્રુષા- તારા દૃષ્ટિમાં તત્ત્વ જાણવાની જિજ્ઞાસા હતી, તેમાંથી જ જ્યાં જ્યાં તત્ત્વ મળે ત્યાં ત્યાં જઈ તત્ત્વ સાંભળવાની ઉત્કંઠા થવા રૂપ આ શુશ્રુષા ગુણ જન્મે છે. જિજ્ઞાસા હોય તો જ પારમાર્થિક શુશ્રુષા થાય છે જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા. અને શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. જાણવાની ઇચ્છાવાળાને જ તત્ત્વ સાંભળવાની ઈચ્છા પ્રગટે છે. તેથી જિજ્ઞાસા વિનાનું શ્રવણ ઉપકારી થતું નથી. વાસ્તવિક શુશ્રુષા ગુણ પ્રગટ થતાં તત્ત્વ સમજાવનારા સદ્ગુરુની શોધમાં આ મુમુક્ષુ જીવ નીકળે છે. હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? હું ક્યાંથી ક્યાંથી આવ્યો છું ? પુગલદ્રવ્ય શું છે ? મારે અને તેને સંબંધ શું છે ? તે સંબંધ કોણે કર્યો ? શાથી થયો ? તૂટી શકે કે નહી ? શાથી તૂટી શકે ? શુદ્ધસ્વરૂપ શું ? તે કેમ મેળવી શકાય ? આવા ગૂઢ તત્ત્વો જાણવા અને તેના ઉત્તર સાંભળવા તત્પર થાય છે. તત્ત્વ સાંભળવાની પ્રક્રિયા ગીતાર્થોપેક્ષિત છે. તત્ત્વ સંભળાવનારા ગીતાર્થ સદ્ગુરુ મળે તો જ થઈ શકે છે. માટે પ્રથમ તો અધ્યાત્મયોગી સદ્ગુરુ જો ક્યાંય મળી આવે તો ત્યાં પ્રત્યક્ષ જઈ તત્ત્વ સાંભળવા ઇચ્છે છે. ધારો કે તેવા ગુરુનો યોગ ન મળે તો પૂર્વકાલીન આત્મારામી મહાત્માઓના મુખકમલમાંથી નીકળેલાં અને સલ્લાસ્ત્રરૂપે રચાયેલાં યોગદષ્ટિને પોષક તેઓનાં વચનોરૂપી અમૃતનું આલંબન લેવું એ જ મારા માટે કલ્યાણકારી છે. એમ માનીને સલ્ફાસ્ત્રોના પાઠોથી વચનામૃત સાંભળવા તલ્લીન થાય છે. અધ્યાત્મયોગી, આત્મારામી સદ્ગુરુનો જો યોગ ન સંભવે તો ગમે તેવા ગુરુમાં, તથા ગુના ગુણથી રહિત એવા સામાન્ય ગુરુમાં મનની કલ્પના માત્રથી ગુરુપણું કલ્પીને ગમે તેવી વાણી સાંભળવી, તેના કરતાં યોગીઓના મુખકમલમાંથી નીકળેલી વાણીની રચના રૂપ સલ્લાસ્ત્રોમાંથી ઉત્તમ વચનો સાંભળવાં વધારે શ્રેયસ્કર છે. કારણ કે સગુરુ વિદ્યમાન હોય તો તેઓ જે કહે છે તે ભાષારૂપે સંજ્ઞાક્ષર છે અને તેમની જે શાસ્ત્રરચના છે તે વ્યંજનાક્ષર છે બન્ને અમૃતરસથી ભરેલાં છે. આ શુશ્રુષા ગુણ એટલો ઉચ્ચકોટિનો છે કે સાંભળવાનો જોગ ન મળે તો પણ સાંભળવાની ઉત્કટ ભાવનાથી જ્ઞાન ઉપરનાં આવરણીય કર્મો એવાં તૂટી જાય છે કે વગર સાંભળ્યું પણ તેવા જીવને શાસ્ત્રાલંબનથી પણ તત્ત્વનો બોધ પ્રગટે છે. પૂર્વની દૃષ્ટિમાં તત્ત્વજિજ્ઞાસા હતી તેથી જ આ દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા જન્મી છે. જિજ્ઞાસા વિના શુશ્રુષા થતી નથી. અને આ દૃષ્ટિમાં આવેલી તત્ત્વશુશ્રુષાથી જ ચોથી દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ ગુણ જન્મવાનો છે. (૪) ક્ષેપદોષત્યાગ- આ દૃષ્ટિમાં પૂર્વના ખેદ અને ઉગ દોષોનો ત્યાગ તો છે જ. તદુપરાંત ત્રીજા “ક્ષેપ” દોષનો પણ અહીં ત્યાગ થાય છે લેપ શબ્દ ક્ષિ, ધાતુ ઉપરથી બનેલ છે. ફિફેંકવું-દૂર જવું. બીજાસ્થાને જવું. ધર્મકાર્ય કરતી વખતે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૪૯ ચિત્તનું સાંસારિક ભાગોમાં જવું. આકર્ષાવું તેને પદોષ કહેવાય છે. આ ક્ષેપદોષ એ યોગમાર્ગમાં વિક્ષેપ ઉભો કરે છે. જેનો વૈરાગ્ય કાચો છે અને જ્ઞાનદશા વિવેક વિનાની છે. તેનું ચિત્ત ધર્મ કાર્ય કરતાં કરતાં ધર્મમાર્ગ ગમતો હોવા છતાં ચિત્ત ભોગો તરફ ચાલ્યું જાય છે. તેને ક્ષેપદોષ કહેવાય છે. પરંતુ આ દૃષ્ટિવાળા પુરુષનું ચિત્ત આવા ક્ષેપદોષ વિનાનું હોય છે. સામાયિક - પ્રતિક્રમણ-પ્રભુભક્તિ-શાસ્ત્રશ્રવણ આદિ જે જે અનુષ્ઠાનોમાં આ જીવ જોડાય છે તેમાં દત્તચિત્ત થઈને વર્તે છે. અવિપક ભાવપૂર્વક પ્રવર્તે છે. પ્રથમની બે દૃષ્ટિકાલે ભોગોમાં પણ ઉપાદેયબુદ્ધિ હતી, તેથી ધર્મ કરવા છતાં ચિત્ત ભોગોમાં જતું હતું. આ દૃષ્ટિકાલે ભોગોમાં સ્થિરપણે હેયબુદ્ધિ પ્રવર્તે છે અને ધર્મકાર્યમાં ઉપાદેય બુદ્ધિ છે તથા પ્રથમની બે દૃષ્ટિઓમાં ખેદ- અને ઉગ ચાલ્યો ગયો છે. તેના કારણે અહીં ક્ષેપદોષ પણ ચાલ્યો જાય છે. કારણ કે ક્રિયામાં થાક હોય, તથા આળસ હોય, જોઇએ તેવો ઉત્સાહ ન હોય, તો જ ચિત્ત બીજે જાય છે. પરંતુ બે દૃષ્ટિઓ દ્વારા તે દોષો ગયા હોવાથી હવે અહીં ક્ષેપ દોષ ટકતો નથી. પરંતુ પ્રથમની બે જ દૃષ્ટિ હોય અને ત્રીજી દૃષ્ટિ ન આવી હોય તો ખેદ અને ઉદ્ગ જાય છે. પરંતુ પદોષ જતો નથી. જેમકે સાધુઓની વૈયાવચ્ચ કરનારા નંદિષણ મુનિએ સંયમ સારું પાળ્યું, સંયમમાં ખેદ કે ઉગ કર્યા નથી, પરંતુ કરૂપતાના કારણે કોઈ સ્ત્રી તેમને ઇચ્છતી ન હતી, તેથી સંયમ લઈ તપાદિ આચરણ કર્યું પરંતુ ચિત્ત ભોગ સુખમાં છે. તેથી “હું સ્ત્રીવલ્લભ થાઉં” એવું નિયાણું કર્યું. તથા સુકુમારિકા ભોગ સુખને ઇચ્છે છે. પરંતુ દાહદોષના કારણે કોઈ પુરુષ તેને સ્વીકારતા નથી. તેથી અપરિપકવ વૈરાગ્યથી દીક્ષા લીધી, સંયમ પાળ્યું, તપાદિ આચર્યા અને એક વખત પાંચ પુરુષો વડે સેવાતી વેશ્યાને જોઇને ચિત્ત ભોગમાં ગયું અને “મને પણ આવું પ્રાપ્ત થાઓ” એવું નિયાણું કર્યું જેથી મરીને દ્રૌપદી થયાં. તથા લક્ષ્મણા સાધ્વીજી સંયમી હતાં, સંયમમાં ખેદ કે ઉગ થયા નથી. પરંતુ ચકલા-ચકલીની મૈથુનક્રિયાથી ભોગદષ્ટિ જાગી, આ બધા જીવો પ્રથમની બે દૃષ્ટિવાળા સમજવા, તેઓમાં ક્ષેપદોષ હોવાથી ત્રીજી દૃષ્ટિ નથી એમ જાણવું. પૂર્વની દષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં કંઈક પરિપકવ વૈરાગ્ય હોય છે. એટલે આ જીવો મનમાં ભોગનું આકર્ષણ થવા દેતા નથી. સાંસારિક પ્રલોભનો કે વિષયોના આકર્ષણો આ જીવના ચિત્તમાં ખળભળાટ મચાવતાં નથી. જેમકે તામલી તાપસે ઘણાં માસક્ષપણ કરવા રૂપ ઉગ્રતપ કરી અંતે અનશન કર્યું છે. તે જ વખતે ભવનપતિનિકાયમાં ચમરેન્દ્ર આવ્યા છે. તે સ્થાને હજુ કોઈ અન્ય દેવ ઉત્પન્ન થયો નથી, તે વખતે તેમના સેવકો, અને અનુયાયીઓ પોતાના સ્વામી થવાને કોણ યોગ્ય છે ? તેની શોધ કરતાં તામલી તાપસ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૫ યોગ્ય લાગ્યા. તેઓએ દૈવિકશક્તિથી ચમચંચા રાજધાની, તેની અલૌકિક ઋદ્ધિ, અને અપ્સરાઓનું દેદીપ્યમાન વૃંદ બતાવી ચમરેન્દ્ર થવા માટેનું નિયાણું કરવા ઘણો આગ્રહ કર્યો, પરંતુ દૈવિક તે ભોગો જોઇને તામલી તાપસને જરા પણ આકર્ષણ થયું નહીં, તેણે નિયાણું કર્યું નહીં. વૈરાગી અને વિવેકજ્ઞાનવાળા થઈને ચિત્તને ભોગમાં ન સ્થાપ્યું. આ જીવ ત્રીજી-ચોથી દષ્ટિમાં છે એમ સમજવું. આ રીતે આ દૃષ્ટિમાં અનુગજન્ય, અક્ષેપ હોય છે. એટલે કે ઉદ્ગ ના (આળસ, કંટાળો અથવા અનુત્સાહતાના) અભાવપૂર્વક પદોષનો પણ અભાવ થાય છે. આ રીતે બલાદૃષ્ટિમાં બોધ, યોગાંગ, ગુણપ્રાપ્તિ, અને દોષત્યાગ એમ ચાર લક્ષણો સમજાવ્યાં. l૪૯ll. મુખેવાર્થમાં આ જ અર્થને ગ્રંથકારશ્રી જણાવે છે नास्यां सत्यामसत्तृष्णा, प्रकृत्यैव प्रवर्तते । तदभावाच्च सर्वत्र, स्थितमेव सुखासनम् ॥५०॥ ગાથાર્થ = આ દૃષ્ટિ આવે છતે સ્વભાવથી જ અસત્ તૃષ્ણા કદાપિ પ્રવર્તતી નથી, અને તેના અભાવથી સર્વસ્થાને સુખપૂર્વકનું જ આસન હોય છે. જે ૫૦ // ટીકા નાચતદBો સત્યામg fસ્થતિનિધન્યનાનિરિવોરા, प्रकृत्यैव-स्वभावेनैव प्रवर्तते विशिष्टशुद्धियोगात् । तदभावाच्च-असत्तृष्णाऽभावाच्च सर्वत्र व्याप्त्या स्थितमेव सुखासनं, तथापरिभ्रमणाभावेन ॥५०॥ વિવેચન :- આ પ્રસ્તુત બલાદેષ્ટિ આવે છતે પોતાની જ્યાં હાલ સ્થિતિ છે ત્યાં રહેવામાં કારણભૂત સહાયક પદાર્થોથી અધિક પદાર્થોના વિષયવાળી (એટલે કે પ્રાથમિક આવશ્યક્તાવાળી વસ્તુઓથી અધિક વસ્તુઓની) અસત્ તૃષ્ણા સ્વભાવથી જ પ્રવર્તતી નથી, કારણ કે પૂર્વની બે દૃષ્ટિ કરતાં અહીં ભાવમલનો વધારે ને વધારે ક્ષય થયો હોવાથી મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશુદ્ધિનો યોગ અધિક હોય છે. આ દૃષ્ટિ આવે છતે ભોગોમાં ઉપાદેયબુદ્ધિ ઘટતી જાય છે. એટલે આ શરીર અને ઇન્દ્રિયોને ધર્મારાધનામાં લયલીન કરે છે. શરીરની સ્થિતિમાં નિબંધન બને તેટલી જ (શરીર ટકાવવામાં જરૂર પડે તેટલી જ) આહાર પાણી-વસ્ત્ર-વસતિ, ઉપધિ, આદિ વિષયો તે રાખે છે. તેનાથી અતિરિક્ત વિષયોની ખોટી તૃષ્ણાને તે ત્યજી દે છે. અનાદિ કાળથી મોહને પરવશ આ જીવે વિષયોની પ્રાપ્તિ માટે ઘણી દોડાદોડ કરી છે અને કરે છે. જોઈએ તેટલું મળે તો પણ તેનાથી અધિક અધિક મેળવવા મથતો જ રહે છે. પરંતુ જેમ અગ્નિ કદાપિ ઇધણો વડે તૃપ્ત થતો જ નથી. સમુદ્ર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૧ અનેક નદીઓના નીર વડે પણ તૃપ્ત થતો જ નથી. તેમ આ જીવનો વિષયોની તૃષ્ણા રૂપી ખાડો કદાપિ પૂરાતો નથી. આ તૃષ્ણા ઝાંઝવાના જલ જેવી અસત્-મિથ્યા છે. ઝાંઝવાના જલ માટે તૃષાતુર જીવ જેમ જેમ દોડે છે તેમ તેમ જલ વધુને વધુ દૂર જ દેખાય છે. તેમ આ તૃષ્ણા દિન-પ્રતિદિન વધે છે પરંતુ કદાપિ પૂરાતી નથી. તેથી વધારેને વધારે થાક જ લાગે છે. ભવોભવમાં ધનના ઘણા ઢગલા પ્રાપ્ત કર્યા. હવેલીઓ બાંધી સમુદ્ર જેટલાં જલપાન કર્યા, છતાં આ જીવ અધુરો જ રહ્યો છે. એટલે ખણવાથી ખસનો રોગ જેમ શમતો નથી, તેમ વિષયોની પ્રાપ્તિથી તૃષ્ણાનો રોગ કદાપિ શમતો નથી. નરેન્દ્ર-દેવેન્દ્ર અને ચક્રવર્તિત્વની પ્રાપ્તિથી પણ ભોગતૃષ્ણા આ જીવની અટકતી નથી. આવું સંસારનું સ્વરૂપ છે. એમ સમજીને આ બલાદષ્ટિમાં આવેલો મુમુક્ષુ મહાત્મા પોતાની ભોગતૃષ્ણાને રોકી લે છે. હાલ પોતાને જ્યાં વર્તે છે ત્યાં વર્તવામાં સાધનભૂત એવી આવશ્યક પ્રાથમિક જરૂરિયાતોથી સંતોષ માને છે. સ્વભાવથી જ જે કાળે જે આહારાદિ મળે તેનાથી આનંદિત-સંતુષ્ટ થઈને પોતાના યોગમાર્ગની સાધનાના કામમાં મગ્ન થઇને વર્તે છે. તેનાથી અતિરિક્ત એવા અધિક અધિક ભોગોમાં તૃષ્ણાનો અભાવ થવાથી, અને પ્રાપ્તપરિસ્થિતિને અનુકૂળ વર્તવાવાળી પ્રકૃતિ બની હોવાથી વર્તમાન સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોને સાનુકૂળ માની સંતુષ્ટ થઈ સુખમગ્ન થઈને અવધૂત યોગીની જેમ લહેરથી વર્તે છે. સદા મસ્તરાજ થઇને જ રહે છે. મનની ઉડાઉડ બંધ જ થઈ જાય છે. અને તેથી જ યોગમાર્ગમાં મનનું જે આસન જમાવ્યું છે. તે આસન વધારેને વધારે દૃઢ બને છે. સ્થિરતાવાળું બને છે. કારણકે જરૂરિયાતથી અધિક બાહ્યભાવોની ખોટી તૃષ્ણાનો જ અભાવ થવાથી જે ધર્મસાધનામાં જોડાય તે કોઈ પણ ધર્મ સાધનામાં વ્યાપકપણે તેનું મન સ્થિરતાયુક્ત સુખાસનવાળું જ કરે છે. અન્યત્ર પૌદ્ગલિક સુખ સામગ્રીમાં પરિભ્રમણ કરવાનો અભાવ થવાથી અહીં જ સ્થિરતાયુક્ત બને છે. કહ્યું છે કે આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહના . જગત જીવ હૈ કર્માધીના અચરીજ કચ્છહ ન લીના | આપ૦ || તુમ નહી કેરા, કોઈ નહી તેરા, કયા કરે મેરા મેરા || તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા આપવા શ્રી આનંદઘનજી ! આ દૃષ્ટિમાં આવેલા જીવને આવી દશા પ્રાપ્ત થાય છે. a૫ol ફ્લેવાદ– આ જ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવે છે. अत्वरापूर्वकं सर्वं, गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥५१॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૦૭ ગાથાર્થ =ગમન ક્રિયા અથવા સર્વકૃત્ય આ દૃષ્ટિવાળો જીવ અતૂરાપૂર્વક કરે છે અને પ્રાપ્તદૃષ્ટિમાં અપાયનો (દોષનો-હાનિનો) પરિહાર કરીને મનની સ્થિરતા પૂર્વક પ્રવર્તે છે. / ૫૧ / ટક - સત્વરીપૂર્વમના મિત્યર્થ, સર્વ-સમાજોન વિં વિત્યાદ મને देवकुलादौ, कृत्यमेव वा वन्दनादि, "प्रणिधानसमायुक्तं" मनःप्रणिधानपुरःसरं, “મપાયરિદારતા''દષ્ટચાદ્યપાથપરિક્ષા , કવાં વર્ણનમ્ પથા વિવેચન :- આ બલાદૃષ્ટિમાં આવેલા જીવોનું સર્વ કાર્ય સામાન્યથી ત્વરા (ઉતાવળધાંધલ-ધમાલ આકુળ-વ્યાકુલતા) વિનાનું હોય છે. તે સર્વકાર્ય કયાં કયાં ? તેના ઉત્તરમાં ગ્રંથકાર મહર્ષિ વિશેષથી બે કાર્યનો ઉલ્લેખ કરે છે દેવમંદિરાદિમાં દર્શન-વંદન-પૂજનાદિ માટે ગમન, અથવા કરવા યોગ્ય એવાં વંદનાદિ સર્વ ધર્માનુષ્ઠાન, આ બેના ઉલ્લેખથી સમસ્ત ધર્માનુષ્ઠાનો સમજી લેવાં. તથા પોતાને પ્રાપ્ત થયેલી યોગમાર્ગની ભૂમિકા રૂપ બલાદષ્ટિમાં તથા આદિ શબ્દથી તે દૃષ્ટિને અનુરૂપ પ્રાપ્ત થયેલા અન્યભાવોમાં અલ્પ પણ હાનિ આવે, અથવા (અપાય5) દોષો આવે તેવા ભાવોનો પરિહાર કરવાપણે મનની એકાગ્રતાપૂર્વક (સ્થિરતાપૂર્વક-આકુલ-વ્યાકુલતા વિના) સર્વ કાર્ય કરે છે. ભાવાર્થ આ પ્રમાણે છે- આ જીવનું મન યોગમાર્ગમાં વધારે વધારે સ્થિર થતું જાય છે. એ જ ઉપાદેય (કર્તવ્ય) છે. એમ સમજી કોઈ પણ ધર્મ કાર્યમાં તે અલ્પ પણ ત્વરા કરતો નથી. મનને એકાગ્ર કરીને કામમાં પરોવે છે. તેથી દેવકુલાદિમાં દર્શનાર્થે જાય, ચૈત્યવંદનાદિ કાર્ય કરે તો અલ્પ પણ ત્વરા (ઉતાવળ કે અધીરાઈ) કર્યા વિના મનના પ્રણિધાન (મનની સ્થિરતા) પૂર્વક કરે છે. ચાલવામાં બરાબર જયણા પાળે છે. આકુલ- વ્યાકુલતા સર્વથા ત્યજી દે છે. આ દૃષ્ટિમાં અલ્પ પણ ખામી (અપાય) આવી જાય તેવું કાર્ય કરતો નથી. તથા આ દૃષ્ટિમાં આવેલા ગુણોમાં પણ કોઈ દોષ ન લાગી જાય તેની પૂરેપૂરી સાવધાની રાખે છે. ધીર-વીર-ગંભીર-શાન્તચિત્ત અને જયણાવંત થઈને વર્તે છે. દ્રવ્યભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે | દહતિગ પણ અહિગમ સાચવતાં, એક મના ધુરિ થઇએ રે | !! સુવિધિo || શ્રી આનંદઘનજી ! ભોગોમાંથી મન ઉભગી ગયું છે. યોગમાર્ગમાં મન કંઈક જામી ગયું છે. એટલે મનની પ્રણિધાનતાપૂર્વક કાર્ય કરે છે. જિનાલયમાં દર્શનાર્થે જાય કે પૂજનાર્થે જાય પણ જયણાપૂર્વક ચાલે, ભાવથી વીતરાગનાં પૂજા-દર્શન કરે, પૂજા કરતી વખતે ચૈત્યવંદનમાં, Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૧ અને ચૈત્યવંદન કરતાં પૂજા-પ્રક્ષાલાદિ અન્ય કાર્યમાં મન ન નાખે, તેથી જ તે તે કાર્યમાં ઉતાવળ ન કરે, મધુર સ્વરે આત્મદષ્ટિ ખૂલે એ રીતે સ્તવનાદિ ગાય. સામાયિકમાં, સુખ-દુઃખમાં સમવભાવપૂર્વક સ્થિતિ કરે છે. પ્રતિક્રમણમાં પૂર્વકૃત પાપોની મનના પ્રણિધાનપૂર્વક ક્ષમાયાચના, પ્રાયશ્ચિત્ત આદિ કરે છે. એમ એક એક અનુષ્ઠાન સમજીને ધીરતાપૂર્વક શાન્તચિત્તે કરે છે. આ દૃષ્ટિમાં જીવ એવા વ્યવહાર કરે છે કે જેના પ્રતાપે તે જીવ આગળ ચોથી દૃષ્ટિમાં ધીરે ધીરે ચઢી શકે. તથા મળેલી આ દૃષ્ટિ ખોવાઈ ન જાય, તેમાંથી પતન ન થઈ જાય, કોઈ પણ જાતના અપાયો (દોષો) ન લાગી જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખીને આ જીવ આગળ વધે છે. યોગની આ ત્રણ દૃષ્ટિઓ જે પ્રાપ્ત થઈ છે. તે મહામૂલ્યવાનુ “કિંમતી રત્નો” છે એમ સમજી અતિશય જાળવણી કરે છે. પ્રાપ્ત થયેલા ધનનું લોકો જેમ ચોર-લૂંટારાથી પૂરેપૂરું જતન કરે છે. ગુપ્ત તિજોરીમાં સાચવે છે. ઘણા ઘણા પ્રયત્નોથી પ્રાપ્ત થયેલ છે. તેથી તેના ઉપર અતિશય મમતા રાખે છે. તેમ યોગની દૃષ્ટિઓ રૂપી આ રત્નોને મોહરૂપી ચોરોથી પૂરેપૂરું જતન કરે છે. મનની સ્થિરતા-એકાગ્રતા રૂપી તિજોરીમાં સાચવીને મૂકે છે. અનાદિસંસારમાં અપ્રાપ્તપૂર્વ હોવાથી અને પુનઃપ્રાપ્તિ અતિશય દુર્લભ હોવાથી ઘણી જ મમતાથી તેનું સંરક્ષણ કરે છે. આ ત્રણે દૃષ્ટિમાં જીવનું ઊર્ધ્વરોહણ આ પ્રમાણે પ્રાપ્ત થતું જાય છે. (૧) પ્રથમ દૃષ્ટિમાં જીવ માર્ગાભિમુખ બને છે. = આ જીવ અનાદિકાલીન મોહની પરવશતાને લીધે પૌગલિક સુખનો જ રાગી હતો. તેની દૃષ્ટિ સંસારસુખ તરફ જ હતી. આત્મતત્ત્વ તરફ દૃષ્ટિ કદાપિ આવી જ નથી. ભાવમલ કંઈક મંદ થવાથી ભવાભિનંદીપણું કંઈક અંશે મોળું પડવાથી હવે જ આ જીવ કંઈક તત્ત્વવિચારણા તરફ અભિમુખ (સન્મુખ) થયો છે. આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાના માર્ગ તરફ (તે માર્ગને અભિમુખપણે) દૃષ્ટિ બદલી છે. સંસારસુખ તરફની જે દૃષ્ટિ હતી તે બદલીને મુક્તિસુખ તરફ મુખ માત્ર બદલ્યું છે. સારાંશ કે મુક્તિ પ્રત્યેના માર્ગ તરફ દૃષ્ટિપાત માત્રથી અભિમુખ થયો છે. વળ્યો છે. (ર) બીજી દૃષ્ટિમાં જીવ માર્ગપતિત બને છે. = પહેલી દૃષ્ટિમાં માત્ર દૃષ્ટિ બદલાઈ. એટલે કે મુખ બદલ્યું. પહેલાં જે બાજુ જતો હતો, તેનાથી વિપરીત દિશામાં જવા માટે દૃષ્ટિ બદલી. જેમ સુરતથી મુંબઈ જવું હોય અને ગાડી ભરૂચ-વડોદરા તરફ ચલાવી હોય તે પાછી વાળીએ તેમ દૃષ્ટિ પાછી વાળી. હવે આ બીજી દૃષ્ટિમાં જે બીજી બાજુ દષ્ટિ વાળી છે તે બાજુ ગમન કરે છે. મુક્તિ તરફનો રાજમાર્ગ (ધોરી રસ્તો) હજુ હાથમાં આવ્યો નથી. પરંતુ ધોરીમાર્ગે ચડાવે એવો ખાડા-ટેકરાવાળો, વાંકો ચૂકો, ખેતરોને ખુંદવા રૂપે એવા રસ્તે ચાલે છે. કે જે આ ખાડા-ટેકરાવાળો રસ્તો Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ગાથા : ૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય કાળાન્તરે ધોરીમાર્ગ ઉપર લઈ જાય. તેવા રસ્તે ચાલતા માર્ગપતિત કહેવાય છે. દૃષ્ટિ બદલાયા પછી એવા વાંકાચૂકા અને આડા કે અવળા પણ ટૂંકા એવા રસ્તે ચાલવું કે જે રાજમાર્ગે ચડાવે તેવું ગમન તે માર્ગપતિત. અહીં પતિત શબ્દનો અર્થ માર્ગને પામેલો = માર્ગ તરફ વળેલો એમ કરવો. (૩) ત્રીજી દૃષ્ટિમાં જીવ માર્ગાનુસારી બને છે= બીજી દૃષ્ટિમાં આવેલા ખાડા ટેકરાવાળા વાંકા - ચૂકા અને ખેતરોને ખુંદતા આડા-અવળા રસ્તે થઈને ટૂંકા રસ્તે ચાલતા જ્યારે કેડી રસ્તો પકડાય છે. કે જે કેડી રસ્તો કાળાન્તરે ધોરીમાર્ગ ઉપર લઈ જાય છે. તેથી તે કેડીમાર્ગને જે અનુસરવું તેને માર્ગાનુસારી કહેવાય છે. હવે ઘણા ભયો ઓછા થઈ ગયા છે. કેડી રસ્તો પકડાયો છે. કેડી રસ્તો હાથ લાગી ગયો છે. તે ધોરીમાર્ગે ચડાવશે જ. આ રીતે આ ત્રણ શબ્દોના અર્થો જાણવા. સંક્ષેપમાં દષ્ટિ માત્ર બદલાય તે માર્ગાભિમુખ, ધોરીમાર્ગે લઈ જનારા માર્ગ તરફ ગમન થાય તે માર્ગપતિત, અને તેના દ્વારા પગદંડીનો રસ્તો હાથ લાગે ત્યારે તે માર્ગે ચાલવું તે માર્ગાનુસારી એમ અહી પણ સમ્યકત્વ સ્વરૂપ ધોરીમાર્ગ પકડાતાં પહેલાં અનાદિકાલીન મોહાધીન આ જીવની આ રીતે દૃષ્ટિઓ બદલાતાં ધોરીમાર્ગ રૂપ સમ્યત્વમાં આવવાનું કાલાન્તરે શકય બને છે /પ૧// કર્થવ શુકૂણામાદ– આ જીવને “તત્ત્વશુશ્રુષા” નામનો ગુણ કેવો હોય છે.! તે સમજાવે છે कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥५२॥ ગાથાર્થ = મનોહર (રૂપવતી) સ્ત્રીથી યુક્ત એવા યુવાન્ પુરુષને દિવ્ય ગાયન સાંભળવામાં જેવી શુશ્રુષા હોય છે. તેવી તત્ત્વવિષયક શુશ્રુષા આ દૃષ્ટિમાં જીવને હોય છે. | પર ટીક - “ઋત્તાનાસતિય'' મનીપ્રયતમ યુવતી, “વિશ્વ यथा" किंनरादिगेयश्रुतावित्यर्थः यूनो-वयःस्थस्य भवति शुश्रूषा-श्रोतुमिच्छा तद्गोचरैव तथाऽस्यां-दृष्टौ व्यवस्थितस्य सतः तत्त्वगोचरा तत्त्वविषयैव शुश्रूषा મતિ ૧૨ વિવેચન :- આ ત્રીજી બલાદૃષ્ટિમાં આવેલા જીવને “તત્ત્વ સાંભળવાની ઈચ્છા” (અર્થાત્ શુશ્રુષા) કેવી હોય છે તે એક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે. કોઈ એક ભર યો. ૧૪ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૨ યુવાવસ્થાવાળો પુરુષ છે. કે જેનું શરીર લષ્ટ-પુષ્ટ, ભરાવદાર, દેખાવડું અને શોભતું છે. જેના શરીરમાં પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ છે. નિરોગી દેહ છે. અતિશય ધનવાનું છે. સુખમાં કોઈ કમીના નથી. પાંચે ઈન્દ્રિયોના પાંચ વિષયોમાં પરિપૂર્ણ સુખસામગ્રી ઉપલબ્ધ થઈ છે. કાન્તકાન્તા= દેખાવડી, રૂપાળી, સુશોભિત શરીરવાળી, અનેક જાતના લટકા અને મટકા કરતી મનોહર નારીને જે પરણેલો છે. આવી સુંદર સ્ત્રીથી સહિત છે. નંદનવન જેવા બાગ-બગીચામાં ફરે છે. જ્યાં કોયલ જેવા મનોહર કંઠવાળા કિન્નર દેવો દેવીઓ સાથે ગાયન કરવા આવે છે અને દેવીઓ પગમાં ઝાંઝર-ઘુઘરા આદિ પહેરીને શરીરનો સંપૂર્ણ શણગાર સજીને આનંદદાયક પગના ઠમકા લેતું અને વિશિષ્ટ અંગમરોડ કરતું દિવ્ય નૃત્ય કરે છે. હાથની તાળીઓ, શરીરના અંગમરોડ, અને આંખના કામજનક મટકાઓ કરતું તથા વેણુ-વીણા વગેરે વાજીંત્રોના સુમધુર સ્વર સાથે દિવ્ય સંગીત જ્યાં ચાલે છે. ગાન્ધર્વ દેવો જ્યાં ગાવા આવ્યા છે નાચતી, ઘુમતી દેવીઓ જ્યાં તાલ ઝીલે છે. તેવું અતિશયભોગસુખજનક દૈવિક સંગીત સાંભળવામાં કાન્તકાન્તાથી યુક્ત તરૂણ અને સુખી યુવાનને જે આનંદ આવે, ભીંતમાં આલેખાયેલો જાણે ચિત્રપટ હોય શું ? એવો સ્તબ્ધ અને સ્થિર થઇ જાય, આવા ભોગસુખ જનક આનંદ કરતાં પણ અતિશય વધુ આનંદ પરમાત્માના મુખે અથવા ઉત્તમ ઉપકારી સદ્ગુરુના મુખે તત્ત્વની વાર્તા સાંભળવામાં આ દષ્ટિવાળા જીવને આવે છે. કહ્યું છે કે તરૂણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિઘણે રે, ધર્મ સુણ્યાની રીત રે, (સમકિતના સડસઠ બોલની સઝાય) તરૂણ સુખી સ્ત્રી પરિવાર્યો જી, જિમ ચાહે સુરગીત, ત્યમ સાંભળવા તત્ત્વનેજી, એહ દૃષ્ટિ સુવિનીત રે જિનજી. (આઠ દૃષ્ટિની સઝાય) હે પરમાત્મા! આ આત્મતત્ત્વનું સ્વરૂપ કેવું છે ? દૃષ્ટિથી કંઈ દેખાતું નથી, વાદીઓ જુદી જુદી રીતે વર્ણવે છે તે સાંભળીને મારી મતિ મુંઝાણી છે. આપે પ્રગટપણે આત્મતત્ત્વ અનુભવ્યું છે. તેના ગુણો કેટલા ? કયા કયા ? કેવી રીતે પ્રગટ થાય ? કર્મ શું વસ્તુ છે ? તે શા કારણથી બંધાય છે ? કયાં કયાં કારણોથી તૂટે છે ? આ આત્મા પરભાવદશામાં કેમ જાય છે ? સ્વભાવદશામાં કેમ આવે ? આ આત્મા નિત્ય માનવો કે ક્ષણિક ? દેહથી ભિન્ન માનવો કે અભિન્ન ? જે માનવાનું કહો તેની પાછળ યુક્તિ શું? આ બધા ભાવો હે પ્રભુ! મારે તમારા મુખે જ સાંભળવા છે. તમે જ સર્વજ્ઞ-સર્વદર્શી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ગાથા : ૫૩ યોગદષ્ટિ સમુચ્ચય છો, તમે જ મને યથાર્થ સમજાવી શકો તેમ છો, આપશ્રી મધુરવાણી પ્રકાશો, આવી ઉત્તમોત્તમ ભાવનાથી “તત્ત્વ સાંભળવાની ઇચ્છા” આ દૃષ્ટિમાં આ જીવને હોય છે. તેને શુશ્રુષા કહેવાય છે. ધરમ પરમ અરનાથનો, કિમ જાણું ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંત રે, ધરમ૦ (શ્રી આનંદઘનજી) આ પ્રમાણે કમનીય (મનોહર) કાન્તાથી યુક્ત એવા વયસ્થ યુવાવસ્થામાં વર્તતા પુરૂષને કિંનરાદિ (ગાંધર્વ દેવો) વડે કરાયેલા એવા ગાયનો સાંભળવામાં જેવી તે વિષયક શુશ્રુષા હોય છે. તેવી બલ્બ તેથી અધિક તત્ત્વવિષયક શુશ્રુષા આ દૃષ્ટિમાં વ્યવસ્થિત (સ્થિર) થયેલા જીવને હોય છે. પરો. રયં વૈવભૂતેત્યાહ– આ તત્ત્વશુશ્રુષા આવા પ્રકારની હોય છે. તે કહે છે बोधाम्भ:-स्रोतसश्चैषा, सिरातुल्या सतां मता । अभावेऽस्याःश्रुतं व्यर्थ-मसिरावनिकूपवत् ॥५३॥ ગાથાર્થ = જ્ઞાનરૂપી પાણીના પ્રવાહ માટે આ તત્ત્વશુશ્રુષા નીક તુલ્ય સપુરુષોએ માનેલી છે. આ શુશ્રુષાગુણના અભાવમાં કરાતું તત્ત્વશ્રવણ એ પાણીની સરવાણી વિનાની ભૂમિના ખનન બરાબર છે. Ivall ટીકા- “વોથા સ્ત્રોતો વોથોપવાદ ‘ર્ચા'-શ્રષા, ‘‘સિર(ચા''sa-ડક્ષત વનસ્પતિયા “સતાં મતા'' મુનીનામિષ્ટા, “અમાચા:” શુશ્રષાથી મિત્યદ-“શ્રત વ્યર્થ'' શ્રમનિમ્ વિવલિત્યાદ"असिरावनिकूपवत्'-असिरावनौ पृथिव्यां कूपखननं अतत्खननमेवाऽतत्फलत्वादिति વિવેચન :-“શુશ્રુષા” ગુણ કેવો છે તે વાત સ્પષ્ટ કરે છે. બોધરૂપી પાણીના પ્રવાહ માટે શુશ્રુષા એ સરવાણી સમાન છે એમ મહાત્માઓને ઈષ્ટ છે. કૂવામાં જેમ સરવાણી હોય તો પાણીનો પ્રવાહ આવ્યા જ કરે છે. તેમ શુશ્રુષાગુણ હોય તો બોધપ્રવાહ જીવમાં આવ્યા જ કરે છે. સરવાણી દ્વારા પાણીનો પ્રવાહ આવવાથી કૂવો ભરપૂર રહે છે. અને સમસ્ત ગામને સુખદાયક થાય છે. તેમ શુશ્રુષા ગુણ દ્વારા જ્ઞાનપ્રવાહ જીવમાં આવ્યા જ કરે છે. જેનાથી આ જીવ જ્ઞાનાનંદને પામ્યા જ કરે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૩ - આ શુશ્રુષા એ બોધ પ્રાપ્તિ માટે અવસ્થબીજ અને અક્ષયબીજ સ્વરૂપ કલ્પાયેલી છે. જે બીજ પોતાના નિયત ફળને આપે જ તે અવશ્યબીજ કહેવાય છે. સંસારમાં કોઇ કોઈ બીજ પોતાનું નિયત-ફળ આપે પણ છે. અને કોઈ બીજ નથી પણ આપતું. પરંતુ આ શુશ્રુષાબીજ એવું છે કે જ્ઞાનપ્રવાહ રૂ૫ ફળને આપે જ છે. માટે અવશ્યબીજરૂપ છે. તથા બીજાં બીજ ફળપ્રાપ્તિ સુધી રહે પણ ખરાં અને નષ્ટ પણ થઈ જાય. પરંતુ આ શુશ્રુષા બીજ એવું છે કે જ્ઞાનપ્રવાહ રૂપ ફળ આપે ત્યાં સુધી કદાપિ નષ્ટ થતું નથી. પરંતુ રહે જ છે. તેથી અક્ષયબીજ છે. જેમ સરવાણી પાણીના પ્રવાહને આપે જ છે. અને જ્યાં સુધી પાણીનો પ્રવાહ આવે ત્યાં સુધી કદાપિ નષ્ટ થતી નથી તેમ આ શુશ્રુષા પણ જ્ઞાનપ્રવાહ રૂ૫ ફળ આપવામાં અવશ્ય અને અક્ષય એવા બીજ તુલ્ય છે. શુશ્રુષા વિના કરાયેલું ધર્મશ્રવણ જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપતું નથી તેથી વ્યર્થ છે. +fસર-અવનિ જેમાં સરવાણી નથી એવી બરઠભૂમિમાં પવનનવ-કૂવા ખોદવા તુલ્ય આ શ્રવણ છે. જયાં પાણી પ્રવાહ આપે એવી સરવાણીઓ નથી તેવી ભૂમિમાં કરાયેલું કૂપખનન તે પ્રતિવનનમેવ વાસ્તવિક કૂપખનન જ નથી. કારણ કે જેમ કૂપખનન ન કરો તો જલપ્રવાહ મળતો નથી, તેમ કૂપખનન કરો તો પણ જલપ્રવાહ રૂપ ફળ મળતું નથી. માટે તત્પન્નત્વર્તિ ખનનનું જે ફળ જલપ્રાપ્તિ થવી, તે જલપ્રાપ્તિ થવા રૂપ ફળ ન મળતું હોવાથી કૂપખનન વ્યર્થ છે. અરે! વ્યર્થ છે એટલું જ નહીં પરંતુ શ્રમમાત્ર ફળ આપનાર છે. તેવી રીતે શુશ્રુષા વિના કરાયેલું ધર્મશ્રવણ જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપનાર ન હોવાથી વ્યર્થ જ છે. તથા પરિશ્રમ માત્ર જ છે. તેથી જ્ઞાનપ્રવાહ રૂપ ફળને આપનાર ન હોવાથી શુશ્રુષા વિનાનું ધર્મશ્રવણ એ વાસ્તવિક ધર્મશ્રવણ જ નથી. ષોડશક પ્રકરણમાં અગિયારમા ષોડશકમાં આ શુશ્રુષા બે પ્રકારની કહી છે. જ્ઞાનાવરણીયના અને મોહનીયના ક્ષયોપશમથી થયેલી શુશ્રુષા એ પરમશુશ્રષા. આ શુશ્રુષા-કાલે વિધિપૂર્વક ધર્મશ્રવણ થાય છે. અને તેના કારણે બોધરૂપ ફળ પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. આ શુશ્રુષા વડે તત્ત્વશ્રવણ દ્વારા ગુરુભક્તિ, ક્ષેત્રાદિશુદ્ધિ, બહુમાનભાવ, સૂત્રોના અર્થો અને સ્પષ્ટ ધર્મબોધ થાય છે. અને તેનાથી વિપરીત તે અપરમશુશ્રુષા કહેવાય છે. જેમ રાજા પોતાને સારી રીતે નિદ્રા આવે (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો ઉદય થાય) તે માટે રાજસેવકોને કથા કરવાનું કહે અને પોતે સાંભળે કે જે સાંભળતાં સાંભળતાં સુખપૂર્વક ભારે ઉંઘ આવી જાય. તે શુશ્રુષા આદરભાવ વિનાની હોય છે કહ્યું છે કે સરી એ બોધપ્રવાહની જી, એ વિણ શ્રુતથલ કૂપ | શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ | જિનજીવે ૩-૩. Page #248 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય મન રીઝે તન ઉલ્લસેજી, રીઝે બુઝે એક તાન । એ ઇચ્છા વિણ ૨૧૩ ગુણકથાજી, બહેરા આગળ ગાન ॥ જિનજી૦ ૩-૪॥ (પૂ. ઉ. યશોવિજયજી કૃત આઠદૃષ્ટિની સજ્ઝાય) આ શુશ્રુષા એ બોધપ્રવાહની સરવાણી છે. આ સરવાણી વિના જે સાંભળવું તે બરઠભૂમિમાં કૂપખનન તુલ્ય છે. જેમ ઉંઘવા માટે રાજા સાંભળે, તેને શ્રવણ સમીહા =શુશ્રૂષા કેમ કહેવાય ? જે તત્ત્વવાણી સાંભળતાં મન આનંદિત થાય, શરી૨ ઉલ્લસિત થાય. એકલીન થઇને આત્મા આનંદિત થાય અને બોધ પામે. તે શુશ્રૂષા. સાંભળનારાની આવી ઇચ્છા વિના ગુણોની કથા ક૨વી તે બહેરા માણસ આગળ ગાન કરવા તુલ્ય છે. ॥ ૫૩॥ રૂદેવ વ્યતિરેમાદ— અહીં જ વ્યતિરેક વાત પણ સમજાવે છે श्रुताभावेऽपि भावेऽस्याः, शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ॥ ५४॥ ગાથાર્થ = સાંભળવાના સંયોગો ન મળવાના કારણે શ્રવણનો અભાવ હોવા છતાં પણ આ શુશ્રૂષાગુણની વિદ્યમાનતા હોતે છતે શુભભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ્ઞાનનો અંતરાય કરનારું જે કર્મ છે તેના ક્ષયરૂપ ફળ અવશ્ય પ્રાપ્ત થાય જ છે. તે ઉત્તમબોધનું કારણ બને છે. ૫૪ || "" ટીકા-‘‘શ્રુતાભાવેપિ’-શ્રવળાભાવેષ, ‘‘ભાવેશ્યા: ’’-શુશ્રૂષાયા:, किमित्याह - "शुभभावप्रवृत्तित: ' तद्भावस्यैव शुभत्वात् "फलं कर्मक्षयाख्यं स्यात्”-वचनप्रामाण्येन, एतच्च " परबोधनिबन्धनं " प्रधानबोधकारणं वचनપ્રામાળ્યાવ ॥૪॥ વિવેચન :- ધારો કે તત્ત્વ જાણવાની, તત્ત્વનું સ્વરૂપ સાંભળવાની અતિ તીવ્ર મહેચ્છા હોય, પરંતુ તેવા જ્ઞાનીનો યોગ ન હોય, યોગ હોય તો દૂર દૂર ક્ષેત્રવત્ હોય, અથવા નેત્ર અને કર્ણની શક્તિ ક્ષીણ થઇ ગઇ હોય તો શું કરવું ? તેનો ઉત્તર આપે છે કે શુશ્રુષા જો તીવ્ર હોય તો ભલે સાંભળવાની પ્રક્રિયા ન બને, પરંતુ તીવ્ર ઉત્કંઠા એ જ શુભભાવ સ્વરૂપ પ્રવૃત્તિ હોવાથી જ્ઞાનનું આવરણ કરનારા કર્મનો ક્ષય કરે છે. અને કર્મક્ષય રૂપ તે ફળ પ૨મ બોધનું (પ્રધાનબોધનું-શ્રેષ્ઠબોધનું) કારણ બને છે. કારણ કે તીવ્રશ્રુષા રૂપ જે શુભભાવ છે તેનાથી જ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. અને ભલે સાંભળવા કે સમજવા નથી મળ્યું Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૪-૫૫ તો પણ “પરમાત્માનું જે આગમવચન છે તે જ પ્રમાણભૂત છે” એવી દઢ શ્રદ્ધા તે ક્ષયોપશમથી થાય છે. અને તે દઢ શ્રદ્ધા પૂર્વકના આગમવચનની પ્રમાણતાથી જ પરમ-પ્રધાન બોધની પ્રાપ્તિ આ જીવને થાય છે. જેમ મરૂદેવા માતાને ઋષભદેવ પ્રભુનું સમવસરણ જોવાની તીવ્ર ઈચ્છાથી જ નેત્રપડલ ખૂલી ગયાં, નયસારના જીવને જંગલમાં મહાત્માને આહારપ્રદાન કરવાની તીવ્ર ઇચ્છાથી જ તે કાળે ભૂલા પડેલા મુનિ આવી પહોંચ્યા. શાલિભદ્રના જીવને ગતભવમાં ખીરપ્રદાન કરવાની તીવ્ર ઇચ્છાથી માસક્ષમણના પારણાવાળા મુનિનો યોગ થઈ આવ્યો. આ પ્રમાણે લોહચુંબક જેમ લોહને ખેંચે છે તેમ હૃદયની સાચી તીવ્ર શુશ્રુષા જ તેવા જ્ઞાની વક્તાનો યોગ કરાવી આપે છે. જ્ઞાની વક્તાને ખેંચી લાવે છે. ઇન્દ્રિયોની ક્ષીણતા પણ ટળી જાય છે. અને આગમવચન ઉપર પરમપ્રમાણતાની શ્રદ્ધાથી જ માપતુષ મુનિની જેમ વિશિષ્ટ અભ્યાસ ન હોય તો પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયરૂપ એવા ફળની પ્રાપ્તિ થાય છે કે જેમાંથી પ્રધાનપણે આત્મતત્ત્વના બોધની પ્રાપ્તિ થાય છે. હૈયું થનગની ઉઠે છે. સાચી શુશ્રુષા જાગવી એ જ મોટી વાત છે. શુશ્રુષા એ જ સાચી આત્મતત્ત્વની ભૂખ છે. શુશ્રુષા વિનાનું શ્રવણ નિષ્ફળ બને છે પરંતુ શ્રવણ વિનાની શુશ્રુષા કદાપિ નિષ્ફળ બનતી નથી. સાચી ભૂખ લાગી હોય છે ત્યારે લખું-સુકું ભોજન પણ મીઠું લાગે છે. રુચિકર બને છે. સાચી તરસ લાગી હોય છે ત્યારે ગમે તેવું જલ પણ અમૃત જેવું લાગે છે. તેવી જ રીતે સાચી શુશ્રુષા જ્યારે જાગે છે ત્યારે કર્મમલની અલ્પતાના કારણે જ જાણે લબ્ધિ પ્રગટી હોય શું ? એમ જ્ઞાનીનો સમાગમ આપોઆપ પણ થઈ જાય છે. અને તે કાળે પ્રાપ્ત થતું જ્ઞાન અમૃતથી પણ અધિક મીઠું લાગે છે. શુષા વિનાનું શ્રવણ કાણા માટલા જેવું છે. કાણા માટલામાં જેમ મુખભાગથી પાણી આવે અને કાણાવાળા ભાગથી નીકળી જાય, કદાપિ ભરાય જ નહીં. તેમ વક્તાના મુખથી નીકળેલા શબ્દો શુશ્રુષા વિનાના શ્રોતાના એક કાનથી પ્રવેશી બીજા કાનથી નીકળી જાય છે. તત્ત્વબોધ થતો નથી આપજો યોગેડક્ષેપમુદ- આ યોગ(ની બલાદષ્ટિ)માં અક્ષેપગુણ સમજાવે છે शुभयोगसमारम्भे, न क्षेपोऽस्यां कदाचन । उपायकौशलं चापि, चारु तद्विषयं भवेत् ॥५५॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં ઉત્તમ ધ્યાનાદિ શુભયોગના સેવનમાં ક્ષેપ દોષ કદાપિ સંભવતો નથી. અને તે શુભયોગનો પ્રારંભ કરવા સંબંધી ઉપાયોનું કૌશલ્ય પણ સુંદર પ્રગટે છે. . પપ . Page #250 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૫ યોગદષ્ટિ સમુચ્ચય ૨૧૫ થક - “શુભયોગમાર તથાવિધ્યાના ર ક્ષેડામથતદણી સત્ય “તાવર'' મન્નતિ, “૩પયાનં airs'' તથાવિધ્યાસના “વાર '' જેમનું, “તદ્વિજય'- મોસમરવિષયં મહિતિ છે વિવેચન - પ્રથમની બે દૃષ્ટિમાં અનુક્રમે ખેદ (થાક-પરિશ્રમ) અને ઉગ (આળસકંટાળો-અનુત્સાહ) દોષો ગયા છે. આ ત્રીજી દૃષ્ટિમાં #પદોષ જાય છે ક્ષેપ એટલે (૧) ચિત્તની અસ્થિરતા-આકુળવ્યાકુળતા અથવા (૨) વિવક્ષિત કાર્યથી ચિત્તનું અન્ય કાર્યમાં જવું. આમ બે અર્થ છે. આ દૃષ્ટિમાં આવેલા જીવનું ચિત્ત ક્ષેપદોષ વિનાનું હોય છે. તેવા પ્રકારના ધર્મધ્યાન આદિ ધર્માનુષ્ઠાનો રૂપ શુભયોગનો પ્રારંભ કરતી વખતે “આ કાર્ય મારાથી થશે કે નહીં થાય ? કોઈ વિઘ્ન આવશે તો શું કરીશ ? વિધિ આવડશે કે નહીં ? કાર્ય સમાપ્ત થશે કે નહીં ? કંઈ અવિધિ થઈ જશે અને કોઈ જાણશે તો શું? ઇત્યાદિ વિચારો કરવા રૂપ ચિત્તની અસ્થિરતા = આકુળ-વ્યાકુળતા આ દૃષ્ટિકાળે ક્યારેય સંભવતી નથી. પરંતુ “મેં પ્રારંભેલા યોગકાર્યની સમાપ્તિ થશે જ એવી અચલ શ્રદ્ધાયુક્ત યોગારંભ કરે છે. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી હોય તો તે કાર્યની સફળતાની શ્રદ્ધા પ્રથમથી જ હોવી આવશ્યક છે. કાર્યના પ્રારંભથી જ શંકાશીલ ચિત્ત હોય તો પ્રાયઃ તે કાર્યમાં સફળતા મળતી નથી. એટલે ધર્મકાર્યના પ્રારંભકાલે સફળતાની શ્રદ્ધાનો અભાવ અને તેના કારણે ચિત્તમાં આવતા નાનાવિધ વિચારો તે ચિત્તની અસ્થિરતા રૂપ ક્ષેપદોષ લાવે છે. તેવો પદોષ આ દૃષ્ટિકાલે ક્યારેય સંભવતો નથી. - તથા આ દૃષ્ટિકાલે ધર્મધ્યાન આદિ ધર્માનુષ્ઠાન આચરવા રૂપ યોગની આરાધનાના કાળે ચિત્ત વિવિક્ષિત કાર્યને છોડીને અન્ય કાર્યમાં પણ કયારેય જતું નથી. શેષકાલે ચિત્ત અન્યત્ર ગમનાગમન કદાચ કરે, પરંતુ ધ્યાનાદિ યોગના આરાધનકાળે ચિત્ત અન્યત્ર જતું નથી. માટે પણ પદોષ અહીં હોતો નથી. ઉપાયકૌશલ્ય= ધર્મધ્યાન આદિ જે જે યોગનો આરંભ કરવો હોય તે તે યોગની સિદ્ધિના જે જે ઉપાયો હોય તે તે ઉપાયોનું સારું એવું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો તેના ઉપાયોનું બરાબર જ્ઞાન ન હોય તથા કાર્યસિદ્ધિમાં ઉપાયોની મુંજનક્રિયા ન આવડતી હોય તો તે તે કાર્ય સિદ્ધ કરી શકાય નહીં. આ કારણથી આ જીવ પણ આરંભ કરવા ધારેલા યોગકાર્યોના ઉપાયોને સારી રીતે જાણી લે છે. તેની કલા-કુશળતાનો બરાબર જાણકાર થાય છે. જેમ કે ધ્યાનયોગ સાધવો હોય તો કયો દેશ (ક્ષેત્ર) અનુકૂળ થશે? કયા ક્ષેત્રમાં બેસવાથી ચિત્ત વધુ Page #251 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા ઃ ૫૬ ૨૧૬ સ્થિર રહેશે ? તથા પદ્માસન-પર્યંકાસન આદિ આસનોમાંથી કયું આસન અનુકૂળ રહેશે? તે સર્વે આસનો અને આદિ શબ્દથી મુદ્રાઓ વગેરે શેષ ઉપાયો પણ બરાબર જાણી લે છે. આ રીતે ઉપાયોનું સુંદર કૌશલ્ય પ્રાપ્ત કરીને યોગનો આરંભ કરે છે. કોઇપણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તે કાર્ય સિદ્ધ થશે જ એવી અપ્રતિમશ્રદ્ધા અને તેના ઉપાયોનું કૌશલ્ય આ બે સાધન તો જોઇએ જ. અહીં યોગસાધનામાં પણ ચિત્તની અસ્થિરતા રૂપ ક્ષેપદોષના ત્યાગથી કાર્યની સફળતાની અપ્રતિમ શ્રદ્ધા અને દેશ આસન-મુદ્રા આદિ ઉપાયોની કુશલતા એમ બન્ને આ ગાથામાં જણાવ્યાં છે. ૫૫૫॥ तथाऽस्यामेव दृष्टावभ्युच्चयमाह વળી આ જ દૃષ્ટિમાં અન્ય ગુણ-લાભ પણ જણાવે છે. परिष्कारगतः प्रायो, विघातोऽपि न विद्यते । अविघातश्च सावद्यपरिहारान्महोदयः ॥५६॥ ગાથાર્થ ઉપકરણ સંબંધી વિઘાત પણ પ્રાયઃ આ જીવને સંભવતો નથી. તથા સાવધના પરિત્યાગથી મહોદયવાળો અવિઘાત હોય છે. || ૫૬॥ = ટીકા -‘પરિગત: ''-૩૫૨તિ કૃત્યર્થ:, ‘‘પ્રાયો’’-વાહુલ્યેન, ‘‘વિયાતોપિ’-ફછાપ્રતિવન્ધો, ‘“ન વિદ્યતે’-અસ્યાં સત્યામિતિ । ‘અવિયાતશ’ किम्भूतो भवतीत्याह - सावद्यपरिहारात् प्रतिषिद्धपरिहारेण महोदयः अभ्यु-दयनिः શ્રેયસહેતુરિત્યર્થ: ॥ ૬॥ વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તતા જીવને બાહ્ય કે અભ્યન્તર એમ કોઇપણ પ્રકારના ઉપકરણ સંબંધી પ્રાયઃ એટલે ઘણું કરીને વિઘાત હોતો નથી, વિદ્યાત એટલે ઇચ્છારૂપ પ્રતિબંધ અર્થાત્ મમતા, મૂર્છા, આસક્તિ, તે પ્રાયઃ સંભવતી નથી. ધર્મની સાધનામાં ઉપકાર કરે, સહાય કરે, ઉપકારક થાય તે ઉપકરણ કહેવાય છે. આરાધનાની અપેક્ષાએ તે તે ઉપકરણોનો આશ્રય કરે છે. તેની સહાયતાથી આરાધના સાધે છે. પરંતુ અધિક બીન જરૂરી ઉપકરણો રાખતો નથી. અને જે અનિવાર્ય તથા આવશ્યક હોવાથી રાખે છે તેમાં મમતા, મૂર્છા કરતો નથી. તે તો સાધનમાત્ર છે, પરંતુ તે કંઇ સાધ્ય નથી, એટલે ઉપકરણના રૂપરંગમાં, કોમળતામાં, મુલાયમતામાં કે તેની સુંદરતામાં આ જીવ અટવાતો નથી. કારણ કે તે સર્વે ઉપકરણો પૌદ્ગલિક છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૧૭ એમાંનું એક પણ ઉપકરણ આત્માના સ્વરૂપાત્મક નથી. તેથી તેમાં આ જીવ મમતામૂર્છા કે રાગ-દ્વેષ કરતો નથી. શુદ્ધ સાધ્યની રુચિપણે સાધ્યના ઉપાય રૂપે જ સાધનનું સેવનમાત્ર કરવાનું જિનવચન છે. આહાર-ઔષધ-વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-શાસ્ત્ર આ બધાં બાહ્ય ઉપકરણ છે. અને સાનુકૂળ કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ અનુક્રમે પ્રાથમિક દશામાં અને વિશિષ્ટ દશામાં અત્યંતર ઉપકરણ છે. તથા ગચ્છ, સંપ્રદાય, કુલ એ પણ વ્યવસ્થાનાં અંગ હોવાથી આરાધનાનાં અત્યંતર ઉપકરણ છે. તેની નિશ્રા, આજ્ઞાપાલનતા, મર્યાદાનું અનુલ્લંઘન એ પણ ધર્મપ્રાપ્તિનું સાધન હોવાથી અત્યંતર ઉપકરણ છે. ઉપરોક્ત કોઈ પણ બાહ્ય કે અત્યંતર ઉપકરણોની મમતા, મૂચ્છ, ઝઘડા, ટંટા, કલેશ કે હુંસાતુસી આ જીવને ઉપકારક નથી, અત્યંતર કે બાહ્ય એમ બન્ને પ્રકારના ઉપકરણોનો ધર્મારાધના કરવા પૂરતો જ આશ્રય લેવાનો છે. ધર્મના સાધનભૂત શરીરને ટકાવવા માટે જ આહારગ્રહણ છે. નહીં કે સ્વાદ માણવા માટે, રોગોની શાન્તિ માટે ઔષધ છે, નહીં કે શરીરને હૃષ્ટ-પુષ્ટ રાખવા માટે, વાસના અને વિકારને રોકવા માટે વસ્ત્રપરિધાન છે. નહીં કે શરીરને શણગારવા માટે, લબ્ધિ ન હોવાથી આહારપાણીના આધાર માટે પાત્રગ્રહણ છે. નહી કે તેના રંગરાગ અને મુલાયમતામાં ફસાવા માટે, ધર્મારાધન કરવા માટે ઉપાશ્રય છે નહીં કે માલિકી હક્ક કે અન્યના અનાશ્રય માટે, શાસ્ત્રસંગ્રહ કે લાયબ્રેરી જ્ઞાનના દાન-અનુપ્રદાન માટે છે તથા વધારેને વધારે જ્ઞાન પ્રસારણ થાય તેટલા માટે છે. નહી કે સંગ્રહમાત્ર માટે, મોટાઈ માટે, કે કંજુસાઈ માટે, આ રીતે બાહ્ય સર્વ ઉપકરણો ધર્મના સાધનમાત્ર રૂપે સમજવાનાં છે. કોઈ પણ વસ્તુ ઉપર પ્રતિબંધ કરવાનો (આસક્તિ કરવાની) નથી. આ દૃષ્ટિવાળા જીવને આવો આસક્તિ-મમતા સ્વરૂપ પ્રતિબંધ પ્રાયઃ ક્યાંય થતો નથી. સાનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ-ભાવ પ્રાપ્ત થાય તો ગર્વ-હર્ષ-કે આનંદ થતો નથી અને પ્રતિકૂળ દ્રવ્યાદિ મળે તો નારાજગી કે વ્યગ્રતા થતી નથી. ગચ્છ અને સંપ્રદાયના ભેદો પણ વ્યવસ્થા પૂરતા જ સ્વીકારે છે. તેને જ તત્ત્વ માની લેતો નથી. અને તેથી આવા સામાચારીભેદને જ તત્ત્વ માની કલેશ-કંકાસ અને કડવાશમાં આ જીવ ઉતરતો નથી. ગચ્છના ભેદ બહુ નયણ નીહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં, મોહ નડીયા કલિકાલ રાજે. (ધાર તરવારની. શ્રી આનંદઘનજી) Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૬ તે કારણથી આ દૃષ્ટિમાં આવેલ આત્મા આત્માર્થી છે. મુમુક્ષુ છે. કર્મક્ષયના અર્થી છે. પરમાર્થપદની પ્રાપ્તિના અભિલાષી છે. એટલે ઉપકરણોને માત્ર ઉપકરણ ભાવે સેવે છે. ઇચ્છારૂપ પ્રતિબંધ તેઓને સંભવતો નથી, ઇચ્છા રૂપ પ્રતિબંધ એ યોગદશામાં વિઘાતક છે. આવો યોગમાર્ગ અનંત પુણ્યાઈ દ્વારા પ્રાપ્ત થયેલો છે. તેમાં વિઘાત કર્યો પાલવે જ નહીં, વિઘાતકભાવથી આ આત્મા કંપી ઉઠે છે ધ્રુજી ઉઠે છે. અલ્પ પણ એવા વિઘાતક ભાવ માત્રથી દૂર જ રહે છે. તેથી હિંસા-જુઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સારી રીતે પરિહાર કરી શકે છે. જેને જેને ઉપકરણોની ઈચ્છા-મમતા રૂપ વિઘાતકભાવ હોય છે. તેને તેને તે તે ઉપકરણની પ્રાપ્તિ-જાળવણી- અને ગુપ્તતામાં રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા ઈત્યાદિ પાપસ્થાનક આદરવાં જ પડે છે. આ યોગી જીવ આવા પ્રકારના સાવદ્ય પરિહારથી એટલે કે શાસ્ત્રોમાં જેનો જેનો પ્રતિષેધ કહેલો છે તેવાં તેવાં પાપો ઉપકરણો માટે ત્યજતો છતો એવો “અવિઘાતકભાવવાળો” થાય છે કે તેનો તે અવિઘાતકભાવ મહોદય રૂપ બને છે. મહોદય એટલે કે અભ્યદય અને નિઃશ્રેયસ એમ બન્નેની પ્રાપ્તિનો હેતુ બને છે. વિશિષ્ટ પુણ્યોદયને અભ્યદય કહેવાય છે અને સર્વકર્મ ક્ષયને નિઃશ્રેયસ કહેવાય છે. ઉપકરણોની મમત-મૂચ્છમાં પડ્યા વિના આવા કલરનું જ ઉપકરણ જોઇએ. આવી ડિઝાઈનનું જ ઉપકરણ જોઈએ, આ ઉપકરણ મારું અને આ ઉપકરણ તેનું, આ ઉપાશ્રય મારો અને પેલો તેઓનો, ઇત્યાદિ અલ્પ પણ રાગ-દ્વેષ- લાવ્યા વિના આ મુમુક્ષુ જીવ ઉપકરણને આત્માર્થપદની સિદ્ધિમાં સાધનભાવે જોડે છે. અને અવિઘાતકભાવવાળો રહ્યો છતો નિર્વિઘ્ન યોગસાધનામાં વિકાસ સાધતો આવા મતભેદો-ઝઘડા-કલેશ-કંકાસથી દૂર રહ્યો છતો નિઃસ્પૃહ થવાથી અભ્યદય અને મુક્તિપદની પ્રાપ્તિના કારણભૂત એવા મહોદયવાળો બને છે. પ૬/. Page #254 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૬ યોગદષ્ટિ સમુચ્ચય ૨૧૯ NNN ( બલાદ્રષ્ટિનો સાર આ દૃષ્ટિમાં કાષ્ઠના અગ્નિકણની ઉપમાવાળો બોધ હોય છે. જે પ્રથમની બે દૃષ્ટિ કરતાં કંઈક અધિક પ્રકાશવાળો, દીર્ઘકાળસ્થાયી અને તીવ્રશક્તિવાળો હોય છે. સ્થિરતાવાળું ચિત્ત હોવાથી સુખાકારી એવું આસન (બેઠક) નામનું ત્રીજું યોગાંગ હોય છે. તત્ત્વ જાણવાની જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલી પરમ શુશ્રુષા હોય છે. તથા ચિત્તમાં ક્ષેપ દોષનો ત્યાગ હોય છે. આ દૃષ્ટિ આબે છતે જે જે ઉપયોગી અને ઉપકારી હોય તે વિના અધિક ખોટી તૃષ્ણા સ્વભાવથી જ વિરામ પામી જાય છે. અને તે કારણથી તેનું ચિત્ત અન્ય કાર્યોમાં કે અન્ય પદાર્થોમાં જતું નથી. સ્વીકારેલી યોગસાધનામાં સ્થિરતાપૂર્વક અક્ષેપ-પણે સુખયુક્ત શારીરિક આસન હોય છે. ગમન પણ ત્વરા વિના જયણાપૂર્વક કરે છે. અન્ય પણ ધર્મકાર્યો મનની એકાગ્રતા પૂર્વક દોષો ન લાગે તે રીતે કરે છે. તત્ત્વ સાંભળવાની શુશ્રુષા તો શબ્દોથી અવાચ્ય જ હોય છે. માત્ર સમજાવવા પુરતું જ આ દષ્ટાન્ત છે કે રૂપવતી સ્ત્રી સાથેનો યુવાન્ પુરુષ દિવ્યસંગીત સાંભળવામાં જેટલો રસિક હોય છે. તેનાથી પણ અનેકગણી તત્ત્વ સાંભળવાની શુશ્રુષા આ જીવને હોય છે. કારણ કે આ શુશ્રુષા બોધરૂપી પાણીના પ્રવાહ માટે સરવાણી સમાન છે. જેમ સરવાણી વિનાની ભૂમિમાં કૂપખનન વ્યર્થ છે તેમ શુશ્રુષા વિના તત્ત્વશ્રવણ પણ ફળદાયક થતું નથી. માટે શુશ્રુષા પરમકલ્યાણકારી છે. જો શુશ્રુષા ગુણ આવ્યો હોય અને તે કાલે જ્ઞાની ગુરુનો યોગ ન મળવાથી કદાચ ધારો કે શ્રવણ ન થાય, તો પણ તે શુશ્રુષા જ અત્યન્ત શુભભાવ યુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયાત્મક ફળને નિપજાવનાર બને છે. આ દૃષ્ટિમાં આવેલા જીવની ભોગમાં હેયબુદ્ધિ અને યોગમાર્ગમાં ઉપાદેયબુદ્ધિ સ્થિર થયેલી હોવાથી યોગમાર્ગમાંના કોઈ પણ ધર્માનુષ્ઠાન સેવતી વખતે ચિત્ત અતિશય એકાગ્ર-તન્મય બને છે. બીજા કોઇપણ ભાવોમાં મન ભટકતું નથી. ડામાડોળ થતું નથી. એટલું જ નહીં, પરંતુ આચરેલું તે તે ધર્માનુષ્ઠાન કેવી રીતે કરાય ? કયારે કરાય ? કયાં કરાય ? ઇત્યાદિ તેના ઉપાયોની પરમ કુશળતાવાળો આ જીવ થાય છે. યોગમાર્ગની આરાધના કરતાં કરતાં તેના સહાયક રૂપે આહાર વસ્ત્ર-પાત્ર-ઔષધ આદિ ઉપકરણો ગ્રહણ કરવા છતાં તેની મમતા-મૂચ્છ વિના માત્ર સાધ્યસિદ્ધિમાં તેને સાધન ભાવે પ્રયુંજે છે. સાનુકૂળ આહારાદિમાં રાગ અને પ્રતિકૂળ આહારાદિમાં દ્વેષ આ જીવને સંભવતો નથી. સાધનમાં માત્ર સાધન બુદ્ધિ જ હોવાથી તેના રૂપરંગમાં કે તેની મુલાયમતામાં જરા પણ અંજાતો નથી. આ કારણથી જ તે તે સાધનોની પ્રાપ્તિ માટે હિંસા-જુઠચોરી આદિ પાપોનો (સાવધનો) પરિહાર કરતો હોવાથી તેના યોગમાર્ગમાં કોઈ પણ જાતનો વિઘાત થતો નથી. અને આ અવિઘાત જ તેને મહોદય આપનાર બને છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૧ કાષ્ઠના અગ્નિ સમાન કંઇક વિશિષ્ટ બોધની પ્રાપ્તિ. તત્ત્વ સાંભળવાની અને જાણવાની અતિશય ઇચ્છા. ધર્મકાર્યોમાં સ્થિરતા પૂર્વકનું આસન. ત્રીજા યોગાંગની પ્રાપ્તિ. ક્ષેપ દોષનો ત્યાગ, વિવક્ષિત ધર્મકાર્યને બદલે બીજા સાંસારિક કાર્યોમાં ચિત્તનું જે જવું તે ક્ષેપ, તેનો ત્યાગ. ૫ ઉપયોગી સિવાયના કોઇપણ પદાર્થોની અસત્ તૃષ્ણાનો ત્યાગ. ૬ ગમનાગમન તથા ધર્મનાં અન્ય કાર્યો કરતી વેળાએ ત્વરાનો (ઉતાવળનો)ત્યાગ. ૭ મનની એકાગ્રતાપૂર્વક દૃષ્ટિમાં આવતા અપાયોનો (વિઘ્નોનો) પરિહાર. ८ કાન્તાયુક્ત યુવાનને દિવ્યગાયનમાં જે શુશ્રુષા હોય, તેથી અધિક શુશ્રુષા તત્ત્વ પ્રત્યે હોય. જે ૯ શુશ્રૂષાની અધિક્તા એ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં સરવાણી તુલ્ય હોય છે. ૨ ૩ ૪ યોગદૃષ્ટિ સમુચ્ચય બલાસૃષ્ટિમાં પ્રાપ્ત થતો વિકાસક્રમ ૧૦ શ્રવણના અભાવમાં પણ શુશ્રૂષાથી શુભભાવપૂર્વક પ્રવૃત્તિ. ૧૧ શુભભાવ પૂર્વકની પ્રવૃત્તિથી માષતુષ મુનિ આદિની જેમ કર્મક્ષય. ૧૨ ધ્યાનાદિ શુભ અનુષ્ઠાનના આસેવનકાલે ક્ષેપ દોષનો ત્યાગ. ૧૩ ધ્યાનાદિ શુભ અનુષ્ઠાનોના આસેવન માટે ઉપાયોનું કૌશલ્ય. ૧૪ ઉપકરણાદિ સાધન-સામગ્રી પ્રત્યે પણ વિધાતભાવનો (આસક્તિભાવનો) ત્યાગ. ૧૫ સાવદ્યના પરિહારપૂર્વક અભ્યુદય અને નિઃશ્રેયસ આપે તેવો મહોદય. ગાથા ઃ ૫૬ બલાર્દષ્ટિનું વર્ણન સમાપ્ત થયું Page #256 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨ ૨૧ ન કરી દીપ્રાદ્રષ્ટિ આ જ उक्ता बला, साम्प्रतं दीप्रामाहબલા દૃષ્ટિ કહી, હવે દીપ્રા દૃષ્ટિ ગ્રંથકારશ્રી જણાવે છે. प्राणायामवती दीप्रा, न योगोत्थानवत्यलम् । तत्त्वश्रवणसंयुक्ता, सूक्ष्मबोधविवर्जिता ॥ ५७॥ ગાથાર્થ = આ દીપ્રા નામની ચોથી દૃષ્ટિ છે. તે “પ્રાણાયામ” નામના યોગના ચોથા અંગવાળી છે અને યોગ સંબંધી “ઉત્થાન” નામના દોષવાળી જરા પણ નથી, તત્ત્વ સાંભળવાના શ્રવણ ગુણથી યુક્ત છે. અને સૂક્ષ્મબોધથી રહિત છે. /૫૭ II ટીકા - “યામવત' વતથમાવત: ભાવાદિમાવાત્ “રા'. વતુથી દષ્ટિ , “ જોત્થાનવતી” તથવિથપ્રશાન્તવાદિતાત્નામેન અત્નત્યર્થ, “તત્ત્વશ્રવાસંયુક્ત" -સુશ્રષાaમાવેન “કૂવોથરિવર્તતા' નિપુછવોથરહિત્યર્થ પછા વિવેચન :- સભ્યત્વગુણ અત્યન્ત આસન્ન છે જેને એવા યોગી મહાત્માને મિથ્યાત્વગુણસ્થાનકના લગભગ અંતભાગમાં એટલે કે ચરમાવર્તના પૂર્વાર્ધના અન્તિમ કાળમાં આ ચોથી દીપ્રા દૃષ્ટિ આવે છે. પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ-(દર્શન) કંઇક અધિક દેદીપ્યમાન હોય છે. માટે જ આ દૃષ્ટિનું દીપ્ર = દેદીપ્યમાન એવું નામ છે. અહીં બોધ દીપક સમાન હોવાથી પણ દીપ્રા નામ છે. દીપકનો પ્રકાશ તૃણ-ગોમય-અને કાષ્ઠ એમ ત્રણેના અગ્નિ કરતાં અધિક બળવાળો, અધિક-કાળ રહેનારો, અને ઝીણી વસ્તુને પણ દેખાડનારો છે. તેમ પૂર્વની ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં આવેલો બોધ અધિક બળવાળો, ચિરકાલસ્થાયી, અને કંઈક સૂક્ષ્મ પદાર્થોને પણ જણાવનારો હોય છે. જો કે સ્થિરાદિ દૃષ્ટિમાં જેવો જ્ઞાનપ્રકાશ છે તેવો આ જ્ઞાનપ્રકાશ બળવાન, ચિરસ્થાયી કે સૂક્ષ્મપદાર્થદર્શક નથી. તથાપિ પૂર્વની ત્રણ દૃષ્ટિની અપેક્ષાએ અધિક છે. માટે જ દીવાની ઉપમા ઘટે છે. તથા આ દૃષ્ટિમાં આવેલો બોધ તીવ્રશક્તિ યુક્ત હોવાથી ગાઢસંસ્કાર પ્રદાયક બને છે. તેથી પ્રયોગકાલે પણ તેના સંસ્કારો વિદ્યમાન રહેવાથી પડુસ્મૃતિવાળો આ બોધ હોય છે. ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરવાનાં અનુષ્ઠાનો કરતી વખતે પહુસ્મૃતિ હોવાથી તન્મયપણે ઉપયોગ હોય છે. ક્રિયાના આન્તરિક પરિણામ હોય છે. પરંતુ હજુ સમ્યકત્વ ગુણ પ્રગટ્યો ન હોવાથી યથાર્થ વિવેક હોતો નથી. તેથી તેની ક્રિયાને દ્રવ્યક્રિયા Page #257 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૭ કહેવાય છે. સ્થિરાદિ દૃષ્ટિમાં સમ્યક્ત્વ પ્રગટ થવાથી વિશેષ વિવેક ખીલવાથી ભાવક્રિયા બને છે. દ્રવ્યક્રિયા પણ બે જાતની હોય છે. કેટલીક દ્રવ્યક્રિયા એવી હોય છે કે કાળાન્તરે પણ ભાવક્રિયાને લાવે જ. અને તેનું કારણ બને જ. એવી દ્રવ્યક્રિયાને પ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય છે. અર્થાત્ સાચી દ્રવ્યક્રિયા કહેવાય છે. અને ખરેખર સાચી દ્રવ્યક્રિયા પણ તે જ છે કે જેમાંથી ભાવક્રિયા અવશ્ય પ્રગટે અને ઓઘદૃષ્ટિકાળે તીવ્રમોહોદયકાળમાં માનાદિપૂર્વક વૈભવિક સુખબુદ્ધિએ કરાતી ધર્મક્રિયા એ અપ્રધાન દ્રવ્યક્રિયા છે કે જે ભાવક્રિયાનું કારણ બનતી નથી. માત્ર શુભયોગજન્ય પુણ્યબંધ કરાવવા દ્વારા વૈયિક સુખનું કારણ બને છે પરંતુ આત્મોન્નતિનું કારણ બનતી નથી. પ્રથમની ચાર યોગદૃષ્ટિમાં દ્રવ્યક્રિયા પણ ક્રમશઃ અધિક અધિક પ્રધાન-પ્રધાનપણે હોય છે. ત્રીજી દૃષ્ટિથી જ ભોગમાં તથા વિષય-કષાયોમાં ઉપાદેયબુદ્ધિ નષ્ટ થતી જાય છે. તો પણ અહીં ચોથી દૃષ્ટિમાં તેના કરતાં કંઇક વધારે વિવેકબુદ્ધિ વિકસવાથી સૂક્ષ્મવિષય-કષાયોમાં પણ ઉપાદેયબુદ્ધિ નષ્ટ થતી જાય છે. આવો જ્ઞાનબોધ અહીં હોય છે. ૨૨૨ તથા દીવો જેમ તેલ-વાટ અને કોડીયું આદિ સાધનોની પ્રકાશ આપવામાં અપેક્ષા રાખે છે. વળી ભીંતાદિથી અંતરિત, અને ઘૂરક્ષેત્રવર્તી પદાર્થને તથા તક્ષેત્રવર્તી પણ સૂક્ષ્મ પદાર્થને જણાવી શકતો નથી, તથા મહાવાયુથી બુઝાઈ પણ જાય છે. તેવી જ રીતે આ દૃષ્ટિમાં થયેલો બોધ પણ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના તથાપ્રકારના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. અંતરિત કે દૂર પદાર્થો જણાતા નથી. અને જ્ઞાનાવરણીય તથા મોહનીયાદિકર્મોનો ઉદય જો તીવ્ર થઇ જાય તો પ્રાપ્ત થયેલો આ બોધ વિનાશ પણ પામી જાય છે. તેથી આ બોધ ચંચળ - અસ્થિર હોય છે. સ્થિરાદિ દૃષ્ટિમાં જેવો સ્થિરબોધ છે. તેવો અને તેટલો સ્થિરબોધ આ દૃષ્ટિમાં નથી. માટે જ દીપકની ઉપમા બરાબર ઘટી શકે છે. “પ્રાણાયામ નામના યોગના ચોથા અંગની પ્રાપ્તિ.” આ દૃષ્ટિમાં પ્રાણાયામ નામનું યોગનું ચોથું અંગ આવે છે. પ્રાણાયામ બે જાતનો હોય છે. દ્રવ્યપ્રાણાયામ અને ભાવપ્રાણાયામ અથવા બાહ્ય પ્રાણાયામ અને અત્યંતર પ્રાણાયામ. આ બન્ને પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ ત્રણ ભેદો છે તેના અર્થો આ પ્રમાણે (૧) શરીરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચકદ્રવ્યપ્રાણાયામ. (૨) શરીરમાં શુદ્ધ વાયુનો પ્રવેશ કરાવવો તે પૂરકદ્રવ્યપ્રાણાયામ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૨૩ (૩) કુંભમાં જલ જેમ ભરાય તેમ શરીરમાં શ્વાસને થંભાવી દેવો, સ્થિર કરવો તે. કુંભકદ્રવ્યપ્રાણાયામ. આ પ્રાણાયામ શરીર સંબંધી હોવાથી દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે. દ્રવ્યપ્રાણાયામના આ ત્રણ ભેદો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે रेचकः स्याद् बहिर्वृत्तिरन्तवृत्तिश्च पूरकः ।। कुम्भकः स्तम्भवृत्तिश्च, प्राणायामस्त्रिधेत्ययम् ॥ (પૂ. 1. યશોવિજયજી કૃત દ્વાત્રિશત્ દ્વાર્નાિશિકા.) જૈનદર્શનના યોગાચાર્યો ભાવ પ્રાણાયામને યોગનું ચોથું અંગ માને છે, પરંતુ અન્ય દર્શનોના પાતંજલ ઋષિ આદિ અન્ય યોગાચાર્યો આ દ્રવ્યપ્રાણાયામને જ યોગનું ચોથું અંગ માને છે. તેઓનું કહેવું એવું છે કે અશુભ વાયુ (ગૅસાદિ) શરીરમાંથી નીકળી જવાથી, શુભવાયું (હવા) આવવાથી અને શ્વાસને વ્યવસ્થિત ભરવાથી ચિત્તગત જે જ્ઞાનપ્રકાશ છે તેના ઉપરનાં કલેશ-કંકાસ-કડવાશ અને રાગ-દ્વેષનાં જે જે આવરણો છે તે તે આવરણોનો નાશ થાય છે. તેથી સ્થિર, નિર્દોષ અને નિર્મળ થયેલું ચિત્ત વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ અને ધારણા કરવામાં યોગ્ય બને છે. ધારણાની યોગ્યતા વધે છે. માટે વાયુની આ ત્રણ પ્રક્રિયા એ યોગનાં અંગો છે. એમ તે મહર્ષિઓનું કહેવું છે. અને યોગની સાધનામાં શારીરિક બળના સહકારની આવશ્યક્તા હોવાથી કોઈ કોઈ સ્થાને એમ બને પણ ખરું, પરંતુ શ્વાસ - ઉચ્છવાસને રોકવો એ કાયક્લેશ રૂપ છે. લાંબા સમયે અસ્થિરતા, આકુળ-વ્યાકુલતા પણ સર્જે છે. અને કાળાન્તરે પ્રાણ-નાશનું પણ કારણ બને છે. માટે જૈન યોગાચાર્યોએ શ્વાસ-ઉચ્છવાસના રૂંધન રૂપ દ્રવ્યપ્રાણાયામને અહીં સ્વીકાર્યો નથી. બહુ સ્થાન આપ્યું નથી. લઘુનીતિ, વડી નીતિ જેમ એકપ્રકારની શરીરસ્થિતિ છે તેવી જ રીતે શ્વાસ-ઉચ્છવાસનું ગ્રહણ-મોચન એ પણ એક પ્રકારની શરીરની સ્થિતિ જ છે. તેથી તેના રૂધનથી રોગોત્પત્તિ અને વ્યગ્રતા જન્મે છે. તેનું રૂંધન કરવું એ હિતકારી નથી. માટે અહીં ભાવપ્રાણાયામ લેવાનો છે. એમ જૈન યોગાચાર્યો કહે છે. श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः ક્ષયને પ્રવેશાવરમ્ | ઘારVI, ઘ યોગ્યતા મનસ: . પાતંજલ યોગસૂત્ર | धारणायोग्यता तस्मात्, प्रकाशावरणक्षयः । અર્ચવત: વિશ્વવિદ્વૈતઘુતે યોગ્યતાનુપમ્ | (ઉ. યશો. લા. ઠા.) (૧) આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચકભાવપ્રાણાયામ. (૨) આત્મામાં અંતરાત્મભાવ પ્રગટાવવો તે પૂરકભાવપ્રાણાયામ. (૩) આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભકભાવપ્રાણાયામ. Page #259 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૭ જેમ એરંડીયાના તેલ આદિનો રેચ (જુલાબ) આપવાથી શરીરમાંથી ખોટો વાયુ (ગેસ તથા જામેલ મલ) વગેરે નીકળી જાય છે. શરીર હળવું ફૂલ થઇ જાય છે. તેવી રીતે આ દૃષ્ટિમાં જ્ઞાન દ્વારા વિવેક જાગવાથી સ્ત્રી-પુત્ર-ધન-ઘર-હાટ-હવેલી આદિ પૌદ્ગલિક દ્રવ્યો પ્રત્યે (એટલે કે પરદ્રવ્યો પ્રત્યે) માયા-મમતા – સ્નેહ-મૂર્ચ્યા વગેરે જે દોષો આત્મામાં ભરેલ છે. તેને રેચ લગાડવો, મમતા દૂર કરવી. પરભાવદા ત્યજી દેવી કે જેનાથી નિઃસ્પૃહ થયેલો આ આત્મા ઉપાધિ વિનાનો હળવો ફૂલ થઇ જાય તે રેચકભાવપ્રાણાયામ કહેવાય છે. ૨૨૪ તથા બહિરાત્મભાવ ટાળીને અંતરાત્મભાવ પ્રગટાવવો, મોહનીયકર્મનો ક્ષયોપશમ કરી પોતાના જ્ઞાનાદિ ગુણોને જ પોતાનું સ્વરૂપ માની તેમાં જ લયલીન રહી આત્મામાં ગુણો વધારવા-પૂરવા તે પૂરકભાવપ્રાણાયામ છે. તથા પ્રાપ્ત થયેલી અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી સ્વભાવદશાને પોતાના આત્મામાં અતિશય સ્થિર કરવી. ફરીથી મોહનો ઉદય થવાથી તેનુ પતન ન થઈ જાય તેની બરાબર જાળવણી રાખવી. જેમ કુંભમાં જલ ભરાય તેમ આ પ્રાપ્ત સ્વભાવદશાને સાચવી રાખવી તે કુંભકભાવપ્રાણાયામ છે. અહીં દીપ્રા દૃષ્ટિમાં આવેલા જીવનો જ્ઞાનબોધ અધિક હોવાથી અને વિવેકબુદ્ધિ કંઇક સવિશેષ પ્રગટેલી હોવાથી તે જીવ પરભાવદશાને રેચ લગાડે છે. અંતરાત્મ દશાને પૂરે છે અને પ્રાપ્તસ્વભાવદશાનું કુંભન (સ્થંભન) કરે છે એમ ત્રિવિધ ભાવ પ્રાણાયામ નામનું ચોથું યોગાંગ પ્રગટે છે. દ્રવ્યપ્રાણાયામ અહીં અતિશય આવશ્યક નથી. તેના રૂંધનથી સ્થિરતા-એકાગ્રતા (એ રૂપ યોગદશા) આવે અથવા ન પણ આવે તથા કદાચ વ્યગ્રતા પણ થઇ જાય અને મરણ પણ પ્રાપ્ત થઇ જાય, માટે તે આવશ્યક નથી. તેથી તેનો શાસ્ત્રમાં નિષેધ છે. પરંતુ ભાવપ્રાણાયામથી અવશ્ય યોગદશા પ્રગટે જ છે. તેથી તે જ આદરણીય છે. કહ્યું છે કે उस्सासं च निरुंभइ, आभिग्गहीओ वि किमु अट्ठा । પસત્ન મરાં નિરોહે, મુહુમુસ્લામં ચ નવળાર્ ॥ (શ્રી જિનભદ્રગણિ ક્ષમા૦) બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ । કુંભકથિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ ॥ મનol શ્રી યશોવિજયજી આ પ્રમાણે ભાવરેચકાદિ પ્રાણાયામ રૂપ ચોથું યોગાંગ અહીં હોવાથી આ ચોથી દીપ્રા દૃષ્ટિ “પ્રાણાયામવતી” પ્રાણાયામ (ભાવ પ્રાણાયામ)વાળી સમજવી. તથા આ દૃષ્ટિમાં “ઉત્થાન” નામનો દોષ સંભવતો નથી. ઉત્થાન એટલે ઉઠી જવું. યોગદશામાંથી મનનું ઉઠી જવું. ઉભગી જવું તે ઉત્થાનદોષ કહેવાય છે. આ દૃષ્ટિમાં Page #260 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૨૫ ગાથા ઃ ૫૭ સ્વીકારેલા યોગમાર્ગમાં આ આત્મા જામી ગયો છે. ઠર્યો છે. પ્રશાન્ત રસ વહે છે. જેમ કોઇ નદીમાં પાણીનો પ્રવાહ શાન્તપણે વહી રહ્યો હોય ત્યારે તેમાં તરંગો-મોજાં ઉછળતાં નથી. શાન્ત જલપ્રવાહ વહ્યા જ કરતો હોય છે. બન્ને કાંઠે નદી ભરપૂર ભરેલી વહ્યા કરે છે. તે જ રીતે આ જીવ યોગમાર્ગમાં પ્રશાન્ત રસના પ્રવાહના લાભવાળો થયેલ હોવાથી અત્યન્ત ઠરેલ બને છે. પહેલી દૃષ્ટિમાં માર્ગાભિમુખ, બીજી દૃષ્ટિમાં માર્ગપતિત અને ત્રીજી દૃષ્ટિમાં માર્ગાનુસારી હોવાથી મુક્તિના ધોરી એવા રાજમાર્ગે ચડાવનારો કેડીમાર્ગ હાથ લાગી ગયો છે. પરંતુ આંખ કોઇ દોષવાળી હોય, અથવા તે કેડીમાર્ગ ઉપર કાંટા-કાંકરા વધારે હોય તો ચાલતાં-ચાલતાં વારંવાર ઘણી સ્ખલના થાય તેમ ત્રીજી દૃષ્ટિમાં કેડીમાર્ગ પ્રાપ્ત થવા છતાં સ્ખલના થતી હતી, ચાલવામાંથી મન ઉઠી જતું હતું. તે આ ચોથી દૃષ્ટિમાં થતું નથી. મન બરાબર લાગેલું જ રહે છે. પ્રાપ્તયોગમાં ચિત્ત ચોંટેલું જ રહે છે. ઉઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ આ દૃષ્ટિમાં લાગતો નથી.. અપ્રશસ્ત વિષય અને કષાયોમાં અજાણપણે (મોહજન્ય અજ્ઞાનતાના વશથી) રુચિ પૂર્વક પ્રવૃત્તિ કરવી તે ઉત્થાનદોષ છે. ત્રીજી દષ્ટિકાલે વિષય-કષાયોમાં જો કે ઉપાદેયબુદ્ધિ નથી પરંતુ અજ્ઞાનતાથી તેમાં રુચિ-પ્રવૃત્તિ થઇ જતી હતી તેથી ત્યાં ઉત્થાનદોષ લાગે છે. જેમકે મલ્લિનાથભગવાનના જીવે ગયા ભવમાં તપ કરતાં માયા કરી, બ્રાહ્મી-સુંદરીએ પાછળના પીઠ મહાપીઠના ભવમાં અહંકાર કર્યો, અહીં માયા અને અહંકાર એ કષાય છે. અને આ કષાય છે એમ તે જીવો સમજે છે તો પણ મોહજન્ય અજ્ઞાનતાના કારણે તેમાં હોંશે હોંશે પ્રવૃત્તિ કરી તે ઉત્થાનદોષ સમજવો ચોથી દૃષ્ટિમાં આવેલા જીવને આવો ઉત્થાનદોષ સંભવતો નથી. તથા અહીં ‘તત્ત્વશ્રવણ” નામનો ગુણ પ્રગટ થાય છે. ત્રીજી દૃષ્ટિમાં શુશ્રુષા ગુણ ઉત્પન્ન થયેલો છે. તેના ફળરૂપે આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ ગુણ આવે છે. તત્ત્વ સાંભળવાની અંતરની ભૂખ જાગી છે. તેથી તૃષાતુર માનવ જેમ જલપાન ચાહે છે તેમ ક્યાંય તત્ત્વવક્તા મળે તો સાંભળવા દોડી જાઉં. એવી હૈયાની ઉર્મીપૂર્વકની વાસ્તવિક શુશ્રુષા થયેલી છે એટલે જ્યારે જ્યારે ધર્મકથા સાંભળવાનો યોગ મળે છે ત્યારે ત્યારે એકાગ્રપણે-સ્થિરચિત્તે સંપૂર્ણ સાવધાની સાથે આ જીવ તત્ત્વકથા સાંભળે છે. શ્રવણ વિનાની એકલી શુશ્રુષા હજુ ક્વચિત્ કલ્યાણ કરનારી બને છે પરંતુ શુશ્રુષા વિનાનું તત્ત્વશ્રવણ કલ્યાણકારી બનતું નથી. આ પ્રમાણે આ ચોથી દૃષ્ટિમાં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અને ઉત્થાનદોષનો ત્યાગ હોવાથી વાસ્તવિકપણે ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ થાય છે. કારણ કે અશુભભાવોને રેચ આપવાનો છે શુભભાવોને પૂરવાના છે. પ્રાપ્ત શુભભાવોને યો. ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૮ હૈયામાં જમાવવાના છે. આ યોગ વિષયમાં ચિત્ત ઠરેલ છે જામેલ છે. ઉઠી જતું નથી. શુશ્રુષા પૂરેપૂરી લાગેલી છે. અત્યન્ત પ્રશાન્તવાહિતાનો પણ લાભ થયેલ છે. માટે સાચું તત્ત્વશ્રવણ અહીં પ્રાપ્ત થાય છે. આ તત્ત્વશ્રવણ હૃદયસ્પર્શી બને છે. અમૃત જેવું મીઠું લાગે છે. માત્ર હજુ વધારે સૂક્ષ્મ દૃષ્ટિ ખીલી નથી, તેથી સમ્યકત્વકાલે જેવું સૂક્ષ્મ જ્ઞાન થાય છે, તેવો સૂક્ષ્મ બોધ હજુ અહીં પ્રગટ્યો નથી. તત્ત્વના શ્રવણથી તત્ત્વનો પ્રેમ પ્રગટે છે, પરંતુ તેનો પરમાર્થ બોધ હજુ થતો નથી. આ દૃષ્ટિ આવ્યા પહેલાં પણ આ જીવે અનેકવાર તત્ત્વશ્રવણ કરેલું, પરંતુ વિશિષ્ટ ભાવરુચિ ન હોવાથી વિશિષ્ટ શુશ્રુષા ન હતી. અને શુશ્રુષા વિના માત્ર શબ્દો જ કર્મેન્દ્રિય સાથે અથડાયા હતા. કંઈ પણ બોધ કે રુચિ પ્રાપ્ત થઈ ન હતી. આવું તો તત્ત્વશ્રવણ આ જીવે ઘણીવાર સાંભળેલું છે. એવી લોકવાયકા છે કે “કથા સુણી સુણી ફુટટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન” પરંતુ આ ચોથી દૃષ્ટિમાં આવું બનતું નથી. આ રીતે ચોથી દષ્ટિમાં પ્રાણાયામ નામનું ચતુર્થ યોગાંગ, દીપકના પ્રકાશ જેવો બોધ, ઉત્થાન દોષનો ત્યાગ, અને હૃદયસ્પર્શી તત્ત્વશ્રવણગુણ પ્રાપ્ત થાય છે. આપણા ભાવરેચક્ષતિગુણકાદ-ભાવ-પેચકાદિગુણ સમજાવે છે. प्राणेभ्योऽपि गुरुर्धर्मः, सत्यामस्यामसंशयम् । प्राणांस्त्यजति धर्मार्थं, न धर्मं प्राणसङ्कटे ॥ ५८॥ ગાથાર્થ = આ દૃષ્ટિ આવે છતે સંશય વિના પ્રાણોથી પણ ધર્મને મોટો માને છે. ધર્મને માટે પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવું પ્રાણસંકટ આવે તો પણ ધર્મનો આ જીવ ત્યાગ કરતો નથી. તે ૫૮ ટીકા “જિજિવિષ્યો, “Tઈ મદત્તર – સત્યાस्यामधिकृतदृष्टौ दीप्रायाम् “असंशयम्', एतत्कुत इत्याह-"प्राणांस्त्यजति धर्मार्थ" તથૉત્યપ્રવૃજ્યા, “ર થઈ પ્રાગટ” ત્યગતિ તથોrvપ્રવૃન્યવ || ૧૦ | વિવેચન - સંસારમાં જીવન જીવવાનું જે સાધન તેને પ્રાણ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાયા એ ત્રણ બલ, શ્વાસ, અને આયુષ્ય એમ કુલ ૧૦ પ્રાણો જૈનશાસ્ત્રોમાં કહેલા છે. પ્રત્યેક જીવને પોતાના પ્રાણો અત્યન્ત વ્હાલા હોય છે. જીવને અતિશય વધારે વ્હાલામાં હાલી જો કોઈ વસ્તુ હોય તો તે પોતાના પ્રાણ છે. પ્રાણની રક્ષા માટે આ જીવ ઘણાં સંકટ વેઠે છે. પ્રાણરક્ષા માટે ઘણું જતું કરે છે. બધા જ પ્રયત્નો Page #262 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૫૮-૫૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૨૭. કરીને પ્રાણ બચાવવા ઇચ્છે છે તેથી સૌથી વધુ વહાલા પ્રાણ છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા યોગીજીવને ઇન્દ્રિયાદિ પ્રાણો કરતાં પણ ધર્મ એ મહત્તર-અર્થાત્ મોટો લાગે છે. એટલે કે ધર્મનું માહાત્મ પ્રાણી કરતાં અતિશય વધારે નિઃસંદેહપણે લાગે છે. આ કારણથી જ ધર્મ માટે પ્રાણો ત્યજે છે. પરંતુ ગમે તેવું પ્રાણસંકટ આવે તો પણ આ યોગી ધર્મનો ત્યાગ કરતો નથી. જો કે પોતાને પોતાના પ્રાણ પણ વ્હાલા છે તથાપિ તથોત્સાપ્રવૃ-તેવા પ્રકારની સહજ-સ્વાભાવિક પ્રવૃત્તિ દ્વારા ધર્મ વધારે વહાલો છે. માટે ધર્મની રક્ષા માટે પ્રાણત્યાગ કરે છે. જેમ કોઈ મૃગના બચ્ચા ઉપર કોઈ સિંહે આક્રમણ કર્યું હોય તો તે મૃગને પોતાના પ્રાણ વ્હાલા હોવા છતાં પણ બચ્ચાના સ્નેહથી સિંહની સામે પણ હોડ કરે છે. અને પોતાના પ્રાણોને સંકટમાં મૂકે છે. બચ્ચા પ્રત્યેના સ્નેહથી આવી પ્રવૃત્તિ સહજ જ થાય છે, પ્રેરણા કરવી પડતી નથી. તેવી રીતે પ્રાણ અને ધર્મની રક્ષાના પ્રસંગમાં ધર્મ વધારે વ્હાલો હોવાથી સ્વાભાવિક પ્રવૃત્તિપણે જ ધર્મની તે જીવ રક્ષા કરે છે અને પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવા પ્રાણસંકટમાં પણ ધર્મનો ત્યાગ આ યોગી જીવ કરતો નથી. આ યોગી મહાત્માને એમ લાગે છે કે ધર્મ જ સંસારથી તારનાર છે. જન્મજરા અને મરણના દુઃખોથી મૂકાવનાર છે. અનંત શાશ્વત સહજ સુખ અપાવનાર છે. એ વિના સંસારની સર્વ સામગ્રી વિયોગાત્મક હોવાથી અંતે દુઃખદાયી છે. ધર્મ એ આત્માના ભાવપ્રાણ છે. તેથી ભાવ પ્રાણની રક્ષામાં દ્રવ્યપ્રાણો વ્હાલા હોવા છતાં પણ તેની સહજભાવે ઉપેક્ષા કરે છે અતિશય દઢ શ્રદ્ધાના કારણે ધર્મની રક્ષા માટે પ્રાણ આપતો હોવા છતાં તેનું સમસ્ત જીવન ધર્મમય જ હોય એવો નિયમ નથી. ધર્મની રક્ષા સિવાયના કાળમાં પ્રમાદથી કે પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયથી તે જીવ વિષયવિકારમાં પ્રવૃત્તિ કરતો હોય છે. કષાયો ન ગમતા હોવા છતાં તેનાથી કષાયો થઈ જાય છે. છતાં આવા પ્રસંગોમાં ય તેનો હેય-ઉપાદેયભાવવાળો બુદ્ધિ-વિવેક જાગૃત હોય છે. આવા પ્રકારનો સહજપણે પ્રકૃતિથી જ ધર્મનો પક્ષપાત હોય છે. આવો ગુણ આ દૃષ્ટિ આવે છતે જીવને અસંશયપણે આવે છે. I૫૮. अत्र प्रतिबन्धनिबन्धनमाहઆ દૃષ્ટિમાં ધર્મ ઉપર આટલો બધો પ્રતિબંધ (પક્ષપાત) છે. તેનું કારણ સમજાવે છે एक एव सुहृद्धर्मो, मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं, सर्वमन्यत्तु गच्छति ॥ ५९॥ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫૯ ગાથાર્થ = ધર્મ એ જ એક (સાચો) મિત્ર છે કે જે મરેલાની પાછળ સાથે જાય છે. બાકીનું સઘળું શરીરની સાથે જ ચાલ્યું જાય છે. અર્થાત્ શરીરની સાથે જ નાશ પામે છે. તે પલા ટીકા - ““u gવ સુહૃથ' ના, તન્નક્ષ યોગેન્દ્ર | તવાદ“કૃતમણનુયાતિ '' તિ, “રેન સમું ના'' વ્યર્થ “સર્વમચા છતિ' સ્વગનાદિ ૧૨ વિવેચન - આ દૃષ્ટિવાળાને ધર્મ ઉપર આટલો બધો પ્રતિબંધ (સંબંધ) કેમ છે? તેનો ઉત્તર જણાવે છે કે “ધર્મ એ જ એક સાચો મિત્ર છે” એમ તે યોગીને દેખાય છે. કારણ કે મિત્રનું જે લક્ષણ છે. તે લક્ષણ ધર્મમાં જ ઘટે છે. મિત્ર એટલે સહવર્તી, સાથીદાર, સહયોગી, અર્થાત્ સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, સબળી કે નબળી પરિસ્થિતિમાં જે સાથે રહે તે મિત્ર કહેવાય છે. સુહદ્ એટલે ઉત્તમ છે હૃદય જેનું તે, જેનું હૃદય ભિન્ન નથી પરંતુ એકમેક છે સાથે જ છે. તે સુહૃદુ, ધર્મ એ જ એક સાથે રહેનાર છે કે જે મરેલાની પાછળ પણ સાથે જાય છે. મૃત્યુ પામનારને અનુસરે છે. ધર્મ એ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક ગુણ હોવાથી અને ગુણ ગુણીનો ભેદ ન હોવાથી ગુણ સદા ગુણીને અનુસરે છે. ભવાન્તરમાં પણ સાથે જ રહે છે માટે તે જ સાચો સુહૃદ્મિત્ર છે. ના:-અન્ય કોઈ પણ પદાર્થ (સ્ત્રી-ધન-પુત્ર-ઘર-ગાડી-વાડી વગેરે) સાથે પરભવમાં આવતા નથી. શરીરની સાથે જ અન્ય-શેષ સ્વજનાદિ સઘળું ચાલ્યું જાય છે. શરીરનો સંબંધ પૂરો થતાં અન્યની સાથેના સંબંધો પણ પૂર્ણ થાય છે. પરભવમાં આ જીવ એકલો જ જાય છે. ધર્મ જ તેને અનુસરે છે. અન્યના સર્વપ્રકારના સંબંધો અહીં જ સમાપ્ત થાય છે. આ એકભવની જ સગાઈ છે. એક ભવ પૂરતી જ પ્રીત છે અને તે પણ અનેકવિધ સ્વાર્થપૂર્ણ છે. સ્વાર્થરૂપ ઉપાધિથી ભરપૂર છે. જીવતાં જીવતાં પણ જેનાથી જેનો સ્વાર્થ ન સધાય તે તેનો ત્યાગ કરે છે, તો તે મરેલાની પાછળ તો જાય જ શું? સ્ત્રી પણ પતિનો, અને પતિ પણ સ્ત્રીનો સ્વાર્થ ન સધાતાં ત્યાગ કરતા હોય એવું આજે પણ આ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. તો અન્ય પાત્રોની વાત તો કરવી જ શું? માટે આ બધી સગાઈ સોપાધિક છે. જે આત્માનું હિત કરનારી નથી. ત્યજવા યોગ્ય છે. આત્માના ગુણાત્મક ધનને ખોનારી આ સગાઈ છે. કહ્યું છે કેપ્રીતિ સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય , પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન હોય | ઋષભO || શ્રી આનંદઘનજી | Page #264 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૨૯ ગાથા : ૬૦ તેથી ધર્મ એ જ સાચો મિત્ર છે. તેની જ સગાઇ નિરુપાધિક છે. નિઃસ્વાર્થ છે. સાચો કલ્યાણકારી પરમમિત્ર ધર્મ જ છે. જીવ જ્યાં જ્યાં જાય છે. ત્યાં ત્યાં સર્વત્ર સાથે જાય છે. સંસારના બંધનોમાંથી મુકાવનાર આ ધર્મ એ જ સાચો હિતેચ્છુ કલ્યાણમિત્ર છે. બાકી તો અનેકવિધ કાળાં-ધોળાં કરીને પ્રાપ્ત કરેલી સંપત્તિ અહીં જ રહે છે. સગાં-વ્હાલાં પણ અહીં જ રહે છે. ભવોભવમાં એકઠી કરેલી લક્ષ્મી પણ જીવની સાથે આવી નથી તથા આવતી નથી માટે તે લક્ષ્મી અને સ્વજનાદિ અન્ય સર્વ અનુગામી ન હોવાથી સાચા મિત્ર નથી. કહ્યું છે કે પરિગ્રહની મમતા કરીજી રે, ભવભવ મેલી રે આથ । જે જ્યાંની તે ત્યાં રહીજી રે, કોઇ ન આવે સાથ રે । જિનજી ॥ મિચ્છામિ દુક્કડં આજ (શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશનું સ્તવન.) પા इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः । પ્રાનેભ્યઃ પરમં ધર્મ, વલાદેવ પ્રપદ્યતે॥ ૬॥ ગાથાર્થ = આ પ્રમાણે ઉત્તમ આશયથી યુક્ત એવો, અને તત્ત્વ સાંભળવામાં તત્પર એવો આ જીવ પ્રાણોથી પણ પરમશ્રેષ્ઠ એવા આ ધર્મને (આત્મ) બળથી જ સ્વીકારે છે. II ૬૦ll ટીકા ‘‘કૃÄ 'ë ‘‘સાશયોપેત: ’’સન્, 'तत्त्वश्रवणतत्पर " एतत्प्रधानः, " प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते", तत्स्वभावत्वात् स्वत (तत ) एव न योगोत्था न मस्य ॥ ૬॥ - વિવેચન :- આ પ્રમાણે આ દીપ્રા દૃષ્ટિમાં આવેલો જીવ ધર્મને જ સાચો મિત્ર માને છે. પરભવમાં પણ સાથીદાર હોવાથી એ જ સાચો સુહૃદ્ છે. તેની સાથે જ ગાઢ મૈત્રી જામે છે. હૈયાના કણેકણમાં ધર્મનો રંગ લાગી જાય છે. ધર્મ રૂપ કલ્યાણ મિત્રના સંપર્કથી ચિત્ત (આશય) સદા નિર્મળ અને ઉજ્જ્વળ જ રહે છે. ધર્મના સંસ્કારો હાડોહાડ વ્યાપી જાય છે. ચિત્તની ભૂમિકા સ્ફટિક જેવી તદ્દન સ્વચ્છ બની જાય છે. જેમ સારા મિત્રની સોબતથી અવગુણો દૂર થાય છે અને સહજપણે ગુણો આવે છે તેવી જ રીતે ધર્મમિત્રથી ચિત્તમાં અવગુણો દૂર થાય છે અને ગુણો વ્યાપે છે. આ રીતે સદ્-આશય=ઉત્તમ આશયથી યુક્ત થતો છતો આ જીવ તત્ત્વ સાંભળવામાં અત્યન્ત એકતાન બને છે. એકવાર ચિત્તમાંથી વિષયવિકારો અને મોહમાયાના દોષો દૂર થાય "" Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૦ છે એટલે તુરંત જ તે ચિત્ત જગતમાં ઉપકારક તત્ત્વ શું ? આત્મહિતકારી ધર્મનું સ્વરૂપ શું ? એ જાણવા ઉજમાલ થાય છે. સદ્ગુરુની શોધ કરે છે. જ્યારે જ્યારે જે જે સદ્ગુરુ મળે છે. ત્યારે ત્યારે તે તે ધર્મગુરુ પાસે ધર્મતત્ત્વનું સ્વરૂપ જાણવા તલસે છે. ઉત્કંઠિત થાય છે. ધર્મતત્ત્વ સાંભળવાનું સાચું પાત્ર બને છે. તેને તેની જ લગની લાગે છે. જીવનમાં તત્ત્વશ્રવણની પ્રધાનતાવાળો જ બની જાય છે. જ્યારે જ્યારે જે જે સદ્ગુરુ મળે છે ત્યારે ત્યારે તે જીવને તે તે ગુરુજી પણ જુદા જુદા નયથી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે આ પ્રમાણે- (૧) દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ છે. (૨) અહિંસા-સંયમ અને તપ એમ ત્રણ પ્રકારનો પણ ધર્મ છે. (૩) સંવર-તથા નિર્જરા આ બે ઉપાદેય છે અને આશ્રવ એ સર્વથા હેય છે એ પણ ધર્મ છે. (૪) જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરવું તે પણ ધર્મ છે. અહિંસા પરમો થઈ = અહિંસા એ ઉત્તમ ધર્મ છે. સાપI, થમો, (૫) વત્થલાવો થપ્પો-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. જે જે વસ્તુ હોય તે તે વસ્તુનું તે તે ભાવમાં વર્તવું તે પણ ધર્મ છે. આત્મા નામનું પોતાનું જે દ્રવ્ય છે તેનું પોતાના ભાવમાં એટલે કે સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે. અને પરભાવદશામાં વર્તવું તે અધર્મ છે. જ્ઞાનાવરણીય-મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી જ્ઞાનસહજ આનંદ અને વીર્ય ગુણની હીનાધિકપણે જે પ્રગટતા તે સાધનધર્મ, તેનાથી ગુણો સાધતાં સાધતાં ક્ષાયિકભાવે પૂર્ણપણે જે ગુણોની પ્રગટતા તે સાધ્યધર્મ છે. સાધ્યધર્મ પ્રાપ્ત કરવા માટે સાધનધર્મ પામવા જેવો છે. આદરવા જેવો છે. એમાં જ લયલીન થવા જેવું છે. આવા પ્રકારનું ભિન્ન-ભિન્ન નયોથી ધર્મનું સ્વરૂપ ગુરુજી જ્યારે કહે છે ત્યારે તે તે તત્ત્વશ્રવણની પ્રધાનતામાં આ જીવ એકતાન બની જાય છે. પુદ્ગલસુખની વાસના ત્યજીને આવા પ્રકારના ધર્મની સાથે ગાઢ પ્રેમ બાંધે છે. તેથી આત્મબળ વિશિષ્ટ વિકાસ પામે છે. તે આત્મબળના પાવરથી જ પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે. તેનું ચિત્ત-સદાશય એ ધર્મના રંગથી રંગાઈ જાય છે. તેથી તે જીવનો સ્વભાવ ધર્મમય જ બની જાય છે. ધર્મમય સ્વભાવ થવાથી જ ચિત્ત તે ધર્મમાં ચોંટેલું જ રહે છે. આ ચિત્ત ધર્મમાંથી અલ્પ પણ ઉઠતું નથી, દૂર ખસતું નથી. તેથી તેને ઉત્થાન દોષ હોતો નથી. જે જીવને જે અતિશય ગમી જાય છે. જેને જેનો રંગ લાગી જાય છે. તેને તેના વિના ચેન પડતું નથી. એમ આ દૃષ્ટિવાળા જીવને ધર્મ ગમી ગયો હોવાથી તેના વિના મન અન્યત્ર જતું નથી. ધર્મમાંથી મન ઉઠતું નથી. આ પ્રમાણે સ્વભાવથી જ (ઉત્સર્ગ પ્રવૃત્તિથી જ) તત્ત્વશ્રવણની પ્રધાનતા અને યોગ સંબંધી ઉત્થાન દોષનો અભાવ આ દૃષ્ટિમાં હોય છે. I૬oll Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ ગાથા : ૬૧ યોગદૃષ્ટિ સમુચ્ચય तत्त्वश्रवणगुणमाहતે તત્ત્વશ્રવણગુણ કેવો હોય છે ! તે સમજાવે છે. क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजप्ररोहमादत्ते, तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१॥ ગાથાર્થ = જેમ ખારા પાણીના ત્યાગથી અને મધુરપાણીના પાનથી બીજ અંકુરાને ઉત્પન્ન કરે છે. તેની જેમ તત્ત્વશ્રવણથી આ પુરુષ નિયમા આત્મકલ્યાણ કરે છે. તે ૬૧// ટીક - “ક્ષYTwત્યારે સન્મજયોતિ: તન્મથનવાડિપ स्पष्टसंवित्त्या "बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः, तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यान्महाvમાવત્રિાહિતિ - ૬૨ વિવેચન :- આ ગાથામાં તત્ત્વશ્રવણનું માહાસ્ય સમજાવે છે. ખારું પાણી, મીઠું પાણી, ખેતરમાં વાવેલું બીજ, અને તેમાંથી થતા અંકુરા, આ ચાર વસ્તુની ઉપમા આપી તત્ત્વશ્રવણગુણ સમજાવે છે. જેમ ખેતરમાં વાવેલા બીજને ખારું પાણી પાવાનો ત્યાગ કરવામાં આવે અને મીઠું પાણી પાવામાં આવે તો તે બીજમાંથી અવશ્ય અંકુરા પ્રગટે જ છે. જો કે વાવેલા બીજને આ પાણી ખારું છે અને આ પાણી મીઠું છે એવું સ્પષ્ટ જ્ઞાન નથી, તથા એવો વિવેક નથી, તો પણ ખારાપાણીનો ખારાપણે અને મીઠાપાણીનો મીઠાપણે તે એકેન્દ્રિય જીવને પણ પોતાની ભૂમિકાને અનુસારે અનુભવ-સંવેદન અવશ્ય છે જ, તો જ તેનાથી અંકુરા ઉગી નીકળે છે. અને જલ્દી ઉગી નીકળે છે. તેમ આ જીવે મિત્રા-તારા અને બલાદષ્ટિમાં જે યોગબીજ પ્રાપ્ત કરેલાં છે. એટલે કે આ ચિત્તભૂમિમાં વાવેલાં છે. પરંતુ તે દૃષ્ટિકાલે પુદ્ગલના સુખની રુચિ વિશેષ અંશે હતી. પુદ્ગલના સુખની રુચિ એટલે કે વિષયકષાયવાળી ચિત્તપરિણતિ એ અતજ્વરૂપ છે. મોહની તીવ્રતાના કારણે તેનું જ વધારે શ્રવણ ચાલતું હતું. જે શ્રવણ ખારાપાણીતુલ્ય છે. આ ચોથી દૃષ્ટિમાં આવતાં પુદ્ગલસુખ વિષયક અતત્ત્વશ્રવણ રૂ૫ ખારા પાણીનો આ જીવ ત્યાગ કરે છે. અને ધર્મતત્ત્વને શ્રવણ રૂપ મીઠા પાણીનો સંયોગ કરે છે. તેથી તે વાવેલાં યોગબીજો હવે તુરત અંકુરાને પ્રગટ કરે છે. તે તત્ત્વશ્રવણમાંથી “બોધ” થવા રૂપ અંકુરા ઉગી નીકળી છે. તત્ત્વશ્રવણ મધુરોદકે જી, ઈહાં હોય બીજ પ્રરોહ | ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ રે મનમોહન) || (ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિની સઝાય) અગાઉની દૃષ્ટિમાં (૧) પ્રભુભક્તિ, (૨) ગુરુભક્તિ, (૩) સત્ શાસ્ત્રભક્તિ, (૪) ભવવૈરાગ્ય, વગેરે (ગાથા, ર૩થી ૨૯માં કહેલાં) યોગબીજ આ જીવે પ્રાપ્ત કરેલાં છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૧ તે યોગબીજમાંથી આ દૃષ્ટિની અંદર જીવ આવે ત્યારે તત્ત્વશ્રવણરૂપ મીઠા પાણીનો યોગ મળવાથી બોધરૂપી અંકુરા ઉગી નીકળે છે. પ્રભુભક્તિ- દિન-પ્રતિદિન અધિક અધિક પ્રભુભક્તિ કરે છે. મોહની દશ પ્રકારની સંજ્ઞા રહિત, સાંસારિક સુખની કામના વિના, નિઃસ્પૃહપણે પરમભક્તિ કરે છે. મનમાં પ્રભુ પ્રત્યે અપાર બહુમાન જન્મે છે. ભક્તિના ભાવમાં સંસારના વિકારો તો ક્યાંય વિનષ્ટ થઈ જાય છે. ગુરુભક્તિ-પરમ ઉપકારી વીતરાગ પરમાત્માના માર્ગે પોતાના આત્માને ચડાવનાર ઉપકારી ગુરુ પ્રત્યે અપૂર્વ પૂજ્યભાવ પ્રગટે છે. જાણે તેઓએ ચિંતામણિ રત્નથી અધિક એવું કોઈ રત્ન જ આપ્યું હોય તેવો અહોભાવ પ્રગટે છે. તેમની સેવાઉપાસનામાં દત્તચિત્ત બની જાય છે. તન-મન- અને ધનથી પૂર્ણ વફાદારી પૂર્વક વૈયાવચ્ચમાં ઓતપ્રોત બની જાય છે. સન્શાસ્ત્રસેવા - જે શાસ્ત્રોથી આ માર્ગ જાણવા મળ્યો છે. તે વીતરાગ પરમાત્માની વાણીને દોહરાવતાં એવાં જૈન શાસ્ત્રોને લખે છે. લખાવે છે. ભણે છે ભણાવે છે. પ્રભાવના કરે છે. આર્થિક સહયોગ આપી તેને વધુ પ્રસારિત કરે છે. આ શાસ્ત્રો જગતમાં વિદ્યમાન હશે તો જ લોકો તેનો ઉપયોગ કરી ગમે ત્યારે પણ સન્માર્ગે વળશે. એમ સમજે છે. ભવવૈરાગ્ય- સંસારમાં ધન અને પરિવારનું ગમે તેટલું સુખ હોય તો પણ જન્મજરા-મરણ-રોગ-શોક અને ભય આ દુઃખો તો અનિવાર્ય જ છે. દરેક જીવોને આવે જ છે. તેમાંથી કોઈ છુટી શકતું નથી. માટે આ સંસાર દુઃખોની ખાણ છે. મધુબિન્દુના દૃષ્ટાન્તથી ઉપરછલ્લું ક્ષણિક સુખ છે પરંતુ અપાર દુઃખ છે. તેથી આ જીવ સદા સંસારથી દિન-પ્રતિદિન વધતા વૈરાગ્યવાળો જ બને છે. સંસાર તરફ ઉદ્વેગ વધતો જ જાય છે. આ પ્રમાણે પૂર્વે આવેલી ત્રણ દૃષ્ટિમાં ચિત્તરૂપી ભૂમિની અંદર વાવેલાં આ સર્વ યોગબીજ આ ચોથી દષ્ટિના કાલે તત્ત્વશ્રવણ રૂપ મધુર ઉદકના સંપર્કથી તત્ત્વજ્ઞાન પ્રગટ થવા રૂપ અંકુરાને પ્રગટાવે છે. જેમ ધાન્યના બીજને મીઠાપાણીની મધુરતાનો બોધ ન હોવા છતાં સંવેદન છે. તો જ મધુરપાણીના યોગથી અંકુરા થાય છે તેવી રીતે તત્ત્વવાર્તાની મધુરતાનો સ્પષ્ટ અવગમ ન થવા છતાં પણ સંવેદન થવાથી રોમ રોમ ખીલી ઉઠવાથી, હૈયું હર્ષાવેશવાળું બનવાથી આ જીવને તેવા તત્ત્વ શ્રવણથી તત્ત્વબોધ થવા રૂપ અંકુરા અવશ્ય પ્રગટે જ છે. કારણ કે આ તત્ત્વશ્રુતિએટલે તત્ત્વોનું એકચિત્તે શ્રવણ એ અચિંત્ય શક્તિવાળું હોવાથી મહા પ્રભાવવાળું છે. જેમ અચિંત્યશક્તિવાળાં રત્નો તે તે કાર્ય કરે જ Page #268 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૨ યોગદષ્ટિ સમુચ્ચય ૨૩૩ છે તેમ આ તત્ત્વશ્રુતિ એ પણ અચિંત્યસામર્થ્યવાળું રત્ન જ છે માટે મહાપ્રભાવક છે. તેના કારણે બીજમાંથી તુરત અંકુરા પ્રગટે છે. ન શબ્દ લખવાનો આશય એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિ જો કે ચારે ગતિના જીવ કરે છે. તો પણ નર=પુરુષ અર્થાત્ મનુષ્ય જ આ તત્ત્વશ્રુતિનો વિશેષ અધિકારી છે. કારણ કે નારકી દુઃખને પરવશ છે. દેવો ભોગને પરવશ છે. તિર્યચોમાં એટલી સમજશક્તિ અને ઇન્દ્રિય-પટુતા નથી. તથા આહાર-પાણીની પ્રાપ્તિમાં પરવશ પણ છે જ્યારે મનુષ્ય ભવમાં જ જીવને બધી સાનુકૂળતા છે. તથા સાક્ષાત્ ગુરુનો યોગ અને તત્ત્વશ્રવણશક્તિ પણ મનુષ્યભવમાં સારી ઉપલબ્ધ છે. તથા તેના ફળરૂપે દેશવિરતિ-સર્વવિરતિ ગુણનો સંભવ પણ અહીં સંભવી શકે છે. માટે પ્રધાનતાએ નરનું કથન કરેલ છે. I૬૧ अस्यैव भावार्थमाहઆ (કથન)ના જ ભાવાર્થને કહે છે. क्षाराम्भस्तुल्य इह च, भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन, समा तत्त्वश्रुतिस्तथा ॥६२॥ ગાથાર્થ = અહી યોગ માર્ગમાં સમસ્ત એવો ભવયોગ એ ખારા પાણી તુલ્ય છે. અને તત્ત્વશ્રુતિ એ મીઠા પાણીના યોગ તુલ્ય છે. એમ સમજવું I ૬૨ / ટીક - “ક્ષાઋતુચ ફુદ ૪ મવયોfઉન પત્તો'તત્ત્વશ્રવUરૂપો "मधुरोदकयोगेन समा तत्त्वश्रुतिस्तथा" तदङ्गतया तत्त्वश्रुतिरपीति ॥६२॥ વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવને આ સમસ્ત ભવયોગ સાંસારિક પરિસ્થિતિ ખારા પાણી તુલ્ય જણાય છે. તથા આ ભવયોગ અતત્ત્વ-શ્રવણ સ્વરૂપ છે. એમ પણ જણાય છે. ખારા પાણીથી ખેતરમાં વાવેલું ધાન્યનું બીજ ઉગે તો નહીં પરંતુ બળી જાય, એ જ રીતે ધર્મના સંસ્કારોરૂપ યોગીજ આ જીવમાં આવ્યાં હોય, ચિત્તભૂમિમાં વવાયાં હોય, તો પણ અતત્ત્વના શ્રવણમય એવા આ ભવયોગરૂપ ખારાપાણીથી તે યોગબીજ ઉગે તો નહીં એટલે કે વૃદ્ધિ તો ન પામે, પરંતુ પ્રાપ્ત થયેલાં એવાં તે યોગબીજ નષ્ટ થઈ જાય છે. તેમાંથી સમ્યગુબોધ થવા રૂપ અંકુરા ફૂટતા નથી. જો કે ખેતરમાં વાવેલા બીજને પાણીમાં રહેલી મધુરતાનું અને ક્ષારતાનું જ્ઞાન નથી, તો પણ આ પાણી મધુર છે અને આ પાણી ખારું છે એવું સંવેદન (શબ્દોથી અવાચ્ય સૂક્ષ્મ)=અનુભવ ચોક્કસ છે જ. તો જ મધુરપાણી કાલે અંકુરા મૂકે છે અને લવણોદક-કાળે અંકુરા મૂકતું નથી. તે જ પ્રમાણે આ સંસારના સમસ્ત પ્રસંગો ક્ષારોભતુલ્ય અને અસત્ત્વશ્રવણસ્વરૂપ પણ છે. એમ આ દૃષ્ટિમાં આવેલો જીવ માને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ગાથા : ૬૨ યોગદષ્ટિ સમુચ્ચય છે. જયાં સુધી આ સંસાર સમુદ્રનાં વૈભવિક સુખો રૂપી પાણી ખારાં છે, દુઃખદાયી છે, એમ ન લાગે અને તે સુખરૂપી ખારા પાણી પીવાની જ હોંશ હોય ત્યાં સુધી બોધિબીજ પામવું દુષ્કર છે. આ સંસાર એ સમુદ્રતુલ્ય ઊંડોને ઊંડો છે. તેનાં સુખો એ દુઃખોની પરંપરાને જ વધારનારાં છે. માનસિક અનેક ચિંતાઓથી ભરપૂર છે. શારીરિક રોગોથી ભરપૂર છે. સુખ માટે ઘણા પ્રયત્નો કરવા છતાં અધવચ્ચે પતિ-પત્નીનો વિયોગ થાય છે. નિર્ધન દશા પણ આવે છે. શરીર રોગોથી ઘેરાય છે. અપજશ પણ વ્યાપે છે કલંક પણ લાગે છે. પુત્રપુત્રી પ્રતિકૂળ પણ વર્તે છે. સગાં-સ્નેહીઓ વિમુખ પણ થાય છે. વાંકું બોલી દુઃખ આપનાર પણ બને છે. અનેકવાર સાચવેલા મિત્રો પણ એકવાર ન સચવાય તો શત્રુ બની જાય છે. જેને ત્યાં ધન જમા મૂક્યું હોય તે જ નુકશાનમાં જતાં અથવા ધનનો લાલચુ બનતાં વિશ્વાસઘાતી થવાથી ધનહાનિ પણ થાય છે. જરાવસ્થામાં શરીર જર્જરિત થાય છે. આંખકાન-અને દાંતની શક્તિઓ ક્ષીણ થાય છે. બધી જ રીતે પરવશતા આવે છે. હાથ-પગ થાકતાં આહાર- નીહારની પ્રક્રિયા પણ પરાધીન બને છે. આવા પ્રકારનાં અનેક દુઃખોથી ભરેલો આ સંસાર છે. માટે જ તે સમુદ્રતુલ્ય છે અને તેનાં સુખો ખારાપાણી તુલ્ય છે. તે સુખોની વાતો સાંભળવી કે વાતો કરવી- એ પણ અતત્ત્વને સાંભળવા તુલ્ય છે. જેમાંથી કંઇ પણ સાર નીકળવાનો નથી. ધન-કંચન-કામિનીના સંજોગો વિયોગવાળા જ છે. તેની પ્રાપ્તિ માટે ગમે તેવા પ્રયત્નો અને વાતો કરી હોય અને સાંભળી હોય, પરંતુ વિયોગ અવશ્ય થાય જ છે અને વિયોગ કાળે અપાર દુઃખ આપે જ છે. સગાં-સંબંધી-મિત્રો અને કુટુંબ પરિવારના સંયોગો પણ પંખીના મેળા તુલ્ય છે. વિયોગકાળે દુઃખદાયી જ છે. જે ઘરમાં લગ્નના ગીતો ગવાય છે. તે જ ઘરમાં કાલાન્તરે મરશીયા પણ ગવાય જ છે અને હર્ષના સ્થાને શોક જ વ્યાપે છે. જન્મ-જરા-અને મૃત્યુનાં દુઃખો તો પ્રત્યેક વ્યક્તિને વળગેલાં જ છે. આવો છે આ સંસાર. કહ્યું છે કે धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो, विपर्यासादासादितविततदुःखा अपि मुहुः । जना यस्मिन् मिथ्यासुखमदभृतःकूटघटनामयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥ हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा, रुदिन्त क्रन्दन्ति क्षणमपि विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा; भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥ (શ્રી અધ્યાત્મસાર. પૂ. ૩. યશોવિજયજી) Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય જન્મ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો, કર્યાં કર્મ સહુ અનુભવે એ, કોઇ ન રાખણહાર તો; શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો, શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તો. (શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન. પૂ. વિનયવિજયજી) આ સંસાર સ્વાર્થમય છે. દુ:ખમય છે. અનંત ખેદમય છે. ચંચળ સ્થિતિવાળો છે. વિજળીના ચમકારા જેવો છે. આવું સમજતા વિવેકી માણસોને આ સંસારનાં સુખો ખારાપાણી તુલ્ય જ જણાય છે તથા તેનાં સુખો સંબંધી કથા-વાર્તા કરવી કે સાંભળવી એ પણ પરિણામે દુઃખ આપનાર જ છે. સંસારસુખની જે વાત કરી હોય અથવા સાંભળી હોય તે સુખ પ્રાપ્ત ન થતાં દુ:ખ થાય, વૈમનસ્ય વધે, વેરઝેર થાય, અને ધારો કે તે સુખ મળે તો પણ ગર્વ-માયા-અને આસક્તિ વધે, તેના ભોગમાં હિંસા-જુઠ આદિ પાપો વધે, એમ આ સુખની વાર્તાનું શ્રવણ પણ અતત્ત્વરૂપ જ છે. તે ખારાપાણીની લાલસા હોતે છતે યોગનાં આવેલાં (ચિત્તભૂમિમાં વાવેલાં) બીજ અંકુરાને પ્રગટ તો કરતાં નથી પરંતુ તે યોગબીજ પોતે જ બળી જાય છે. આવા પ્રકારના ખારા પાણી તુલ્ય અતત્ત્વશ્રવણનું પાન અનંતકાળથી આ જીવે કર્યું છે. તેનો ત્યાગ કરી હવે તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુરપાણીનું પાન કરવું એ જ હિતાવહ છે. યોગબીજમાંથી તે તત્ત્વશ્રુતિ જ બોધરૂપ અંકુરાને પ્રગટ કરનાર છે. તત્ત્વશ્રુતિ એ મધુરોદક સમાન છે. આત્માનું હિતકરનાર તત્ત્વ શું ? વૈરાગ્ય. તે વૈરાગ્યનું જ શ્રવણ મધુરોદક સમાન છે. તે જ કલ્યાણ કરનાર છે. તેનું શ્રવણ પ્રાયઃ સદ્ગુરુને આધીન છે. તેથી આ દૃષ્ટિમાં આવેલો જીવ વૈરાગ્યવાર્તાને સાંભળવા તલસે છે. સદ્ગુરુને શોધે છે. તેની જ સેવામાં ઓતપ્રોત બને છે. સતત વૈરાગ્યમય તત્ત્વશ્રુતિ રૂપ મધુરજલનું જ પાન કરે છે. સદ્ગુરુ પાસે તત્ત્વશ્રુતિ મેળવ્યા પછી અધ્યાત્મસાર-અધ્યાત્મોપનિષદ્-અધ્યાત્મકલ્પદ્રુમ, જ્ઞાનસાર અષ્ટક, વૈરાગ્યશતકઉપમિતિભવ પ્રપંચ જેવાં અધ્યાત્મનાં પુસ્તકોના વાંચન દ્વારા તેનું મન દૃઢ કરે છે. તેને તત્ત્વવ્રુતિનો મધુર આસ્વાદ આવે છે જે શબ્દોથી વર્ણવી શકાતો નથી. તત્ત્વશ્રુતિ રૂપ મધુર ઉદકના પાન માટે આ જીવ સતત સદ્ગુરુની સેવામાં જ વર્તે છે. ૨૩૫ સમસ્ત એવો ભવયોગ=સંસારી સગાં- વ્હાલાં અને સ્નેહીઓના સંબંધો તથા પૌલિકસુખો એ ખારા પાણી તુલ્ય છે. કારણકે આત્મહિત કરનાર નથી તથા તેના સંબંધી જે કથા-વાર્તા તે અતત્ત્વ શ્રવણસ્વરૂપ ભવયોગ છે. તે પણ ખારા પાણી તુલ્ય છે. કારણ કે તેવા અતત્ત્વશ્રવણથી પણ આત્મહિત થતું નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા ઃ ૬૩ તથા તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે. કારણકે જેમ મધુ૨પાણીના યોગે બીજમાંથી અંકુરા પ્રગટે છે તેમ તત્ત્વશ્રુતિ દ્વારા યોગબીજમાંથી સમ્યક્ત્વ-દેશવિરતિસર્વવિરતિ રૂપ અંકુરા પ્રગટે છે. આ પ્રમાણે તત્ત્વશ્રુતિ પણ તવ તયા=બીજ પ્રરોહનું કારણ હોવાથી મધુર ઉદકના યોગ સમાન છે. ૬૨॥ ૨૩૬ अस्या एव गुणमाह આ તત્ત્વશ્રુતિના જ ગુણ કહે છે. अतस्तु नियमादेव, कल्याणमखिलं नृणाम् । गुरुभक्तिसुखोपेतं, लोकद्वयहितावहम् ॥६३॥ ગાથાર્થ = આ તત્ત્વશ્રવણથી ગુરુની ભક્તિના સુખથી યુક્ત એવું અને બન્ને લોકમાં હિત કરનારું એવું સંપૂર્ણ કલ્યાણ મનુષ્યોનું નિયમા થાય છે. ॥ ૬૩॥ ટીકા - “અતસ્તુ” કૃત્યત વ તત્ત્વશ્રુતે: જિમિત્યાદ-‘નિયમાવ ત્યાળ'' परोपकारादि, " अखिलं नृणाम्" तत्त्वश्रुतेस्तथाविधाशयभावात्, तदेव विशिष्यते "गुरुभक्तिसुखोपेतं " कल्याणं, तदाज्ञया तत्करणस्य तत्त्वतः कल्याणत्वात्, अत વાહ-‘‘તો હિતાવઠું' અનુવશ્વસ્ય ગુરુભક્તિસાધ્યત્વાવિત્તિ ૫ ૬૩॥ વિવેચન :- આ તત્ત્વશ્રવણ દ્વારા જીવોનું નિયમા કલ્યાણ થાય છે. ઉત્તમોત્તમ જ્ઞાની તથા ગીતાર્થ એવા ગુરુના મુખે તત્ત્વનું શ્રવણ કરતાં કરતાં સંસારનો રાગ મંદ થાય છે. વૈરાગ્ય વધે છે. પરોપકાર, દયા, દાન, શીલ, તપ, આદિ કાર્યો કરવાના સંસ્કારોનું બીજારોપણ થવા સ્વરૂપ કલ્યાણ પ્રાપ્ત થાય છે. વારંવાર ગુરુમુખે તત્ત્વશ્રવણ કરવાથી અને સત્શાસ્ત્રોના ચિંતન-મનનથી મનમાં નિર્મળ આશય પ્રગટે છે. સતત તત્ત્વનું શ્રવણ જ તેવા પ્રકારના શુદ્ધ આશય (ભાવને) પ્રગટાવનાર છે. શુદ્ધ આશયપૂર્વક કરાયેલાં પરોપકારાદિ કાર્યો અવશ્ય મનુષ્યોના કલ્યાણને જ કરનાર બને છે. ચિત્તમાં આશયશુદ્ધિ થવી (ભાવની-પરિણામની વિશુદ્ધિ થવી) એ તત્ત્વશ્રવણ વિના શક્ય નથી. અર્થ અને કામના પુરુષાર્થો અનાદિના સંસ્કારવાળા હોવાથી કોઇને પણ શીખવાડવા પડતા નથી. વય પાકતાં સ્વયં આવડી જાય છે. એટલું જ નહી પરંતુ તેના સંસ્કારો કાળ પાકતાં બહુ જોરથી જાગી ઉઠે છે. પરંતુ શુદ્ધાશયપૂર્વકનાં પરોપકાર-દાન-દયાશીલ-તપ આદિ ધર્મકાર્યો અનાદિકાળના સંસ્કાર ન હોવાથી મોહાધીન એવા આ જીવમાં તત્ત્વશ્રુતિ વિના શક્ય નથી. કહ્યું છે કે Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૩ ૨૩૭ યોગદૃષ્ટિ સમુચ્ચય उपदेशं विनाऽप्यर्थ-कामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रा-दिति तत्रादरो हितः ॥ २२२॥ (શ્રી યોગબિન્દુ શ્રી હરિભદ્રસૂરિજી) તેથી તત્ત્વશ્રવણ એ જ કલ્યાણકારી છે. તત્ત્વશ્રવણ એ શાસ્ત્રશ્રવણથી થાય છે. અને શાસ્ત્રશ્રવણ સદ્ગુરુના સંયોગને આધીન છે. એટલે આ જીવ ગુરુના સંયોગનો સદા અર્થી હોય છે. જે ગુરુ પાસેથી તત્ત્વશ્રવણ રૂપ અમૃતસમાન મધુરોદકનું પાન પ્રાપ્ત થાય છે તે ગુરુ પ્રત્યે પૂજ્યભાવ - અહોભાવ - બહુમાનનો ભાવ હૈયાના અંશે અંશમાં વ્યાપે છે. આવા તારક-પરમોપકારી ગુરુજીની હું શું શું સેવા કરી લઉં ? જલ્દી જલ્દી મારું હિત થાય એવું કાર્ય સાધી લઉં, એવી વધતી પરિણામની ધારાવાળા આ જીવનું “તે સદ્ગુરુની પરમસેવા કરવામાં જ સુખ છે” એમ સમજવાથી ગુરુની ભક્તિના સુખગુણથી (આનંદ-આનંદથી) યુક્ત એવું કલ્યાણ થાય છે તે ગુરુજીની આજ્ઞાનુસાર પરોપકારાદિ કાર્યો આ જીવ કરે છે. સ્વચ્છંદપણે કરતો નથી. તે ગુરુજીની આજ્ઞાનુસારે પરોપકારાદિ કાર્યોનું કરણ (ધર્મકાર્યોનું સેવન) એ જ તત્ત્વથી કલ્યાણરૂપ છે. કારણ કે આ ગુરુજી પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારા છે. એટલે પરમાત્માની આજ્ઞા પ્રમાણે પરોપકારાદિ કાર્ય બતાવનારા છે. તેથી જે જીવ આ ગુરુજીની આજ્ઞાનુસાર વર્તે છે, તે પરમાત્માની આજ્ઞાનુસાર વર્તનાર બને છે. દેવ તથા ગુરુની આજ્ઞાનુસાર કરેલાં ધર્મકાર્યો અવશ્ય કલ્યાણકારી જ હોય છે. ધર્મકાર્યો એ કલ્યાણનું કારણ છે. અને કલ્યાણ થવું એ ધર્મકાર્યનું કાર્ય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી ધર્મકાર્યો પણ કલ્યાણ જ કહેવાય છે. માટે આ જીવ આવા ગુરુની આજ્ઞામાં વર્તનાર બને છે અને તેમની સેવા-ભક્તિ કરવામાં ઉલ્લસિત મનવાળો થાય છે. તથા તેમાં જ સુખ છે એમ માને છે. આ કારણથી જ આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં હિત કરનારું એવું કલ્યાણ થાય છે. ગુરુની આજ્ઞાપૂર્વક જે જે ધર્મકાર્ય આ જીવ કરે છે તે તે ધર્મકાર્ય અનુબંધવાળું (ગાઢ-ઉત્તરોત્તર વૃદ્ધિ કરનારૂ) બને છે. આવા પ્રકારના પરોપકારાદિ ધર્મકાર્યનો ગાઢ અનુબંધ ગુરુજીની ભક્તિથી જ સાધ્ય છે. તત્ત્વશ્રવણ કરતાં ગુરુજી પ્રત્યે જે ગુણાનુરાગ પ્રગટે છે તે ગુણાનુરાગ જ એવો તીવ્ર હોય છે કે એ અનુરાગ જ તે જીવને ગુરુની વૈયાવચ્ચ કર્યા વિના જંપીને બેસવા દેતો નથી, આ ગુણાનુરાગથી તે જીવની મનોવૃત્તિ એવી ઘડાઈ જાય છે કે સહજભાવે તેને વૈયાવચ્ચ કરવાના પરિણામ થયા જ કરે છે. માટે આવી શ્રેષ્ઠ ગુરુભક્તિથી જ ધર્મના સંસ્કારો અનુબંધવાળા (ગાઢ સંબંધવાળા) બને છે. આ ભવમાં પણ આ સંસ્કારો દઢ થાય છે. અને તેના દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિ પામતાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અન્યભવમાં પણ લઘુવયથી જ આ હિતકરનારૂં કલ્યાણ થાય છે. II૬૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૪ ધર્મસંસ્કારો ઉગી નીકળે છે. એમ ઉભયલોકમાં अस्या एव विशेषतः परं फलमाह - આ ગુરુભક્તિનું જ વિશેષથી ઉત્તમ ફળ જણાવે છે गुरुभक्तिप्रभावेन, तीर्थंकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन, निर्वाणैकनिबन्धनम् ॥ ६४॥ ગાથાર્થ ગુરુની ભક્તિના પ્રભાવથી આ જીવને સમાપત્તિ આદિ ભેદ દ્વારા તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે- એમ યોગીઓ વડે મનાયું છે. આ દર્શન મુક્તિનું અવસ્થ્ય કારણ બને છે. ॥ ૬૪ ॥ = ટીકા- ‘‘ગુરુભક્તિપ્રભાવેન’-ગુરુભક્તિસામર્થ્યન તનુપાત્તમંવિાજંત નૃત્યર્થ:, વિમિત્પાદ-‘‘તીર્થર્શન માં’” માવર્ગનમિષ્ટમ, વથમિત્યાદ-‘‘સમાપāામેિવેન’’-‘‘સમાપત્તિનિત:સ્પર્શના'' તથા, સાવિશબ્દાત્તન્નામર્મबन्धविपाकतद्भावापत्त्युपपत्तिपरिग्रहः । तदेव विशिष्यते "निर्वाणैकनिबन्धनं”अवन्ध्यमोक्षकारणमसाधारणमित्यर्थः ॥ ६४॥ વિવેચન : - જે ગુરુજીએ તત્ત્વશ્રવણ કરાવ્યું. અનાદિની મોહની વાસના મંદ કરાવી, સંસારના સુખોની અભિલાષા રૂપ ખારાપાણીનો ત્યાગ કરાવ્યો, પરમોપકારકારી સત્શાસ્ત્રોનો તત્ત્વબોધ કરાવવા માટે તત્ત્વશ્રુતિરૂપ મધુરોદકનો યોગ કરાવ્યો, એવા પારમાર્થિક ઉપકાર કરનારા ગુરુ પ્રત્યે અતિશય ભાવપૂર્વકની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ અને ઉપાસના કરવા સહજપણે જ મન પ્રવર્તે છે. તે સેવાભક્તિથી પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતીકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ-વિશિષ્ટ થવાથી તેના ફળરૂપે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે એમ યોગીપુરુષોનું માનવું છે. ગુરુ દ્વારા તત્ત્વશ્રવણ થતાં તે પારમાર્થિક તત્ત્વ બતાવનારા સર્વજ્ઞ-સર્વદર્શી-વીતરાગ પરમાત્માની સાથે સમાપત્તિ આદિ ભેદો દ્વારા આ દર્શન થાય છે. “સમાપત્તિ” એટલે કે ધ્યાનથી એકાકારપણે તીર્થંકર પરમાત્માની ભાવથી સ્પર્શના થવી તે” પારમાર્થિક સત્ય-તત્ત્વ સાંભળતાં સાંભળતાં શબ્દોથી અવાચ્ય એવો પરમ આહ્લાદ હૈયામાં ઉપજે છે. ત્યારબાદ તે તત્ત્વ મૂલથી કહેનારા પરમાત્માનું આ જીવ એક ચિત્તે ઉપકારીભાવે ધ્યાન ધરે છે. આત્માનું એકાન્તે હિત કરનારા આવા ઉપકારી Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૩૯ ભાવો કહેનારા તે પરમાત્મા કેવા હશે ? ધન્ય છે તે ગામને અને ગામજનોને કે જેઓએ પરમાત્માને સાક્ષાત્ જોયા છે. એમ એક ચિત્તે-એકાકારપણે પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં ભાવથી હૈયામાં પરમાત્માના ગુણોનો સાક્ષાત્કાર થવા દ્વારા પ્રભુનું દર્શન થાય છે. જેમ લાલ ફૂલના સંયોગથી સ્ફટિકમાં લાલાશ પ્રતિબિંબિત થાય છે. તેમ આ આત્માને આવી ચિંતવના કરતાં કરતાં સાક્ષાત્ તીર્થંકર પરમાત્માના ગુણોનો અનુભવ થવા રૂપ દર્શન થાય છે. આ જ સમાપત્તિ કહેવાય છે. જેનું ધ્યાન કરવામાં આવે તેના સ્વરૂપનો ધ્યાનથી સ્પર્શ થવી-અનુભવ થવો તે સમાપત્તિ. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરીપણાને પામે છે. તેમ આ જીવ પણ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં પરમાત્મરૂપ બની જાય છે. તેની અંતર્ચક્ષુ ખુલી જાય છે. આવરણીય કર્મ તૂટી જાય છે. પરમાત્માનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી દેખાય છે. “માહિ"=શબ્દથી આવી એકાકારપણે ધ્યાનની પરિણતિ પ્રાપ્ત થતાં ભાવાવેશમાં આવેલા આ જીવને તીર્થંકરપણું અપાવે એવા તે તીર્થંકરનામનો બંધ પણ થઈ જાય છે. કાળાન્તરે તે કર્મનો વિપાકોદય થવા દ્વારા તદ્માવાપત્તિ-તે તીર્થંકરપણાના ભાવની પ્રાપ્તિ પણ થાય છે. ઇત્યાદિ ઉપપત્તિ (યુક્તિ) સમજી લેવી. આ તત્ત્વશ્રવણ દ્વારા અંતર્થક્ષ ખુલી જાય છે. તેનાથી ચર્મચક્ષુથી અગોચર અને અતીન્દ્રિય એવું પ્રભુના સહજાનંદ સ્વરૂપનું દર્શન થાય છે. આ દર્શન ગુરુએ બતાવેલા તત્ત્વશ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલાં દિવ્ય નયનોથી જ થાય છે તેનાથી ભાવાવેશ વૃદ્ધિ પામતાં તીર્થકર નામકર્મ બંધાય છે. કાલ પાકે ત્યારે તેનો વિપાકોદય થતાં આ જ આત્મા તીર્થંકરપણાના ભાવને પણ પામે છે. સર્વજ્ઞ, સર્વદર્શી બનીને તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે જિન થઈ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે જી . મૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવેજી | પદર્શન જિન/ પરમગુણી સેવન તન્મયતા, નિશ્ચયથાને ધ્યાવેજી | શુદ્ધાત્મ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી | શ્રી દેવચંદ્રજી | “સમાપત્તિ”ઋધ્યાનથી પ્રભુની સ્પર્શના થવી તે, તેમાં મુખ્યત્વે ક્રમશઃ ત્રણ કારણ છે. (૧) નિર્મળતા, (૨) સ્થિરતા, અને (૩) તન્મયતા. (૧) પ્રથમ કારણ એ છે કે ચિત્ત નિર્મળ થવું જોઈએ. બાહ્યપૌદ્ગલિક વાસનાઓથી ક્ષીણ વૃત્તિવાળું ચિત્ત બનવું જોઇએ. નિર્મળ ચિત્તમાં જ પ્રભુના ગુણોનું પ્રતિબિંબ પડે છે. જેમ સ્ફટિક નિર્મળ હોય તો જ ફૂલનું પ્રતિબિંબ પડે છે. સ્ફટિક મલીન હોય, અથવા દર્પણ મલીન હોય તો તેમાં પ્રતિબિંબ પડતું નથી. (૨) ચિત્ત ક્ષીણવૃત્તિવાળું થઇને પ્રભુના ધ્યાનમાં સ્થિર Page #275 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા ઃ ૬૪ ૨૪૦ બનવું જોઇએ એકમેક થઇ ત્યાં જ (પરમાત્માના ધ્યાનમાં જ) ચોંટી જવું જોઇએ તો જ પરમાત્માના ગુણોનું પ્રતિબિંબ પડે છે. જેમ સ્ફટિક અથવા દર્પણ નિર્મળ ભલે હોય પણ અસ્થિર હોય ચંચળ હોય તો ફૂલનું યથાર્થ પ્રતિબિંબ તેમાં પડતું નથી. તરંગો વાળા પાણીમાં સૂર્યનું યથાર્થ પ્રતિબિંબ પડતું નથી તેમ પ્રભુના ગુણોનું દર્શન કરવા રૂપ ધ્યાનમાં ચિત્ત એકાકાર=સ્થિર બનવું જોઇએ. (૩) ચિત્તમાં પરમાત્માના ગુણોનો રંગ લાગવો જોઇએ, તન્મયતા આવવી જોઇએ, એકરૂપતા થવી જોઇએ, તે ગુણોનું ચિત્ત- નેત્રમાં અંજન થવું જોઇએ, તો જ પ્રતિબિંબ પડે છે. આ પ્રમાણે ચિત્તની નિર્મળતા થવાથી સ્થિરતા આવે, અને સ્થિરતા આવવાથી તન્મયતા આવે, તેને જ સમાપત્તિ કહેવાય છે. તેનાથી પરમાત્માનું (પરમાત્માના ગુણોનું) ચિત્તમાં પ્રતિબિંબ-છાયા પડતાં પ્રભુનું દર્શન થાય છે. તેના દ્વારા ભાવાવેશ વૃદ્ધિ પામતાં તીર્થંકર નામકર્મનો બંધ, કાળ પાકે ત્યારે વિપાકોદય, અને તે દ્વારા સાક્ષાત્ તીર્થંકરપદની પ્રાપ્તિ ઇત્યાદિ ભાવો આ જીવ પ્રાપ્ત કરે છે. કહ્યું છે કેमणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥ (પૂ. ઉ. યશોવિજયજી. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા- ૨-૧૦) દિવ્યનયનો દ્વારા તીર્થંકર પરમાત્માનું આ ભાવદર્શન એ મોક્ષનું અવન્ત્યકારણ બને છે. તેના પછી તુરત તે જ ભવમાં અથવા નજીકના ૧/૨ ભવમાં આ જીવની અવશ્ય મુક્તિ થાય છે. તે જીવ દીર્ઘકાળ સંસાર-પરિભ્રમણ કરતો નથી. આ આત્મા એ ધ્યાતા છે. પરમાત્મા એ ધ્યેય છે. તેની સાથે એકાકારતા એ ધ્યાન છે. આ ત્રણેના અભેદથી ધ્યાતા એવો આત્મા ઇયળ જેમ ભૂંગી બને તેમ પરમાત્મા બને છે. ધ્યેયરૂપ બની જાય છે. કહ્યું છે કે પરમેશ્વર અવલંબને રે મન૦ ધ્યાતા ધ્યેય અભેદ રે ભવિ૦ ॥ ધ્યેય સમાપત્તિ હુવે રે મન૦ સાધ્યસિદ્ધિ અવિચ્છેદ રે ભવિ૰ ॥ શ્રી દેવચંદજી ॥ તારૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તે જ છે જી તેથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોવે પિછેજી ॥ શ્રી ઉ. યશોવિજયજી ॥ આ રીતે ધ્યાતા અને ધ્યેયના અભેદ ધ્યાનથી આત્મા પોતે જ કર્મક્ષય કરી પરમાત્મા રૂપ (ધ્યેયરૂપ) બને છે. ગુરુની ભક્તિના સામર્થ્યથી ભવોગ અને વૈરાગ્યનો રંગ વૃદ્ધિ પામતાં પરમાત્માના ધ્યાનની એકતા રૂપ સમાપત્તિ દ્વારા આ આત્મા તીર્થંકરના દર્શનને પ્રાપ્ત કરે છે જે નિકટકાળમાં મુક્તિનું અવશ્ય કારણ બને છે. ૬૪॥ Page #276 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૧ ગાથા : ૬૫ વૃદ્ધ પ્રતિષિક્તસૂક્ષ્મવોધનક્ષળામિધિત્વયાડ - આ દીપ્રાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી, સ્થૂલબોધ હોય છે. સૂક્ષ્મબોધ સ્થિરાદિ ઉપરની ચાર દૃષ્ટિઓમાં હોય છે. આ દીપ્રાદૃષ્ટિમાં ૫૭મા શ્લોકમાં નિષેધ કરેલા સૂક્ષ્મબોધનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી જણાવે છે કેसम्यग्धेत्वादिभेदेन, लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः, सूक्ष्मबोधः स उच्यते ॥ ६५॥ = ગાથાર્થ = આ લોકની અંદર સભ્યપણે અવિપરીત વિધિ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળ આ ત્રણ ભેદો વડે વેધ સંવેદ્ય પદના પ્રભાવથી તત્ત્વનો જે વાસ્તવિક નિર્ણય કરાય છે તે સૂક્ષ્મબોધ કહેવાય છે. ॥ ૬૫॥ ટીકા -‘‘સમ્યગ્’’ અવિપરીતેન વિધિના, ‘“હેત્વાતિપ્રેતેનેતિ'' હેતુસ્વરૂપનમેન, ‘‘જોજે’-વિદ્વત્સમવાયે, “યસ્તત્ત્વનિય: ''પરમાર્થપરિચ્છેદ્ર: ત કૃત્યાદ ‘‘વેદ્યસંવેદ્યપવત: ’' વક્ષ્યમાળતક્ષાત્ વેદ્યસંવેદ્યપાતા, ‘સૂક્ષ્મનોધ: રૂ ૩વ્યતે' નિપુન કૃત્યર્થ ।। બ વિવેચન :- આ ચોથી દૃષ્ટિમાં “સૂક્ષ્મ બોધ' હોતો નથી. પરંતુ સ્થૂલબોધ હોય છે) એમ ૫૭મી ગાથામાં કહેવામાં આવ્યું છે. એટલે સૂક્ષ્મબોધ કોને કહેવાય ? તે આ ગાથામાં મહર્ષિ સમજાવે છે. આ લોકમાં વાસ્તવિક એટલે કે યથાર્થ જે “તત્ત્વનિર્ણય” કરાય છે તે તત્ત્વનિર્ણયને સૂક્ષ્મબોધ કહેવાય છે. આ તત્ત્વનિર્ણય સાચા વિદ્વાન્ પુરુષો જ કરે છે. જેમ સાચો ન્યાય આપવામાં જે સમર્થ હોય, નિષ્પક્ષપાતી હોય, ગુણ-દોષને બરાબર સમજી શકે તેવા હોય, કોઇ પણ બાજુના આગ્રહથી ૫૨ હોય, ન્યાયની પદ્ધતિના બરાબર જાણકાર હોય એવા ન્યાયમૂર્તિ- ન્યાયાધીશ સાચો નિર્ણય જાહેર કરે છે. તેવી જ રીતે સાચા વિદ્વાન્ પુરુષો, નિષ્પક્ષપાતી, મધ્યસ્થ હૃદયવાળા, ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિમાં પ્રવીણ એવા પંડિત પુરુષો જ સાચો તત્ત્વનિર્ણય કરી શકે છે. તે તત્ત્વનો નિર્ણય સભ્યપણેએટલે કે અવિપરીત વિધિપણે હેતુ-સ્વરૂપ-અને ફળના ભેદથી થાય છે. તે આ પ્રમાણે સમ્યગ્ એટલે અવિપરીતવિધિથી= શાસ્ત્રમાં કહેલી પદ્ધતિ પ્રમાણે પંક્તિના અર્થ ક૨વા. પદાર્થ, વાક્ચાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ ક્યાં શું ઘટે છે ? તે પ્રમાણે અર્થ કરવા. પદોનો અર્થ કરવો તે પદાર્થ કહેવાય. જેમ કે ‘સર્વાંગિ ભૂતાનિ ન હન્તવ્યનિ''= સર્વે જીવો હણવા યોગ્ય નથી તે પદાર્થ, તેમાં વિશેષ અર્થ જાણવા શંકા ઉઠાવવી તે વાચાર્થ. જેમકે જો સર્વજીવો હણવા યોગ્ય નથી તો જિનમંદિર આદિ કેમ બનાવાય ? આવા પ્રશ્નના ચો. ૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૫ ઉત્તરો આપી સમાધાન કરવું તે મહાવાક્ષાર્થ. જેમકે જિનમંદિર આદિની અલ્પહિંસા પરિણામે અહિંસાની જનક હોવાથી દોષ રૂપ નથી. તે મહાવાક્ષાર્થ. સારાંશ રૂપે તાત્પર્યભૂત અર્થ કરવો તે ઐદંપર્યાર્થ જેમકે હિંસા હોય કે અહિંસા પરંતુ જ્યાં ભગવાનની જે આજ્ઞા તે જ સાર છે. તે ઐદંપર્યાર્થ. સાધુસંતોને એકસ્થાને રહેવાથી રાગ-દ્વેષ રૂપ ભાવહિંસા ન થાય માટે ચાલવામાં વાયુકાય આદિની અલ્પહિંસા હોવા છતાં વિહાર કરવો એવી જે આજ્ઞા તે ઐદંપર્યાર્થ. જ્યાં જે અબાધિત અર્થ ઘટે ત્યાં તે પ્રમાણે અર્થ કરવા તે અવિપરીતવિધિ કહેવાય છે. તે અવિપરીતિવિધિ હેતુથી, સ્વરૂપથી અને ફળથી ત્રણ પ્રકારે હોય છે. (૧) હેતુ = સાચા વિદ્વાન્ પુરુષો સૌ પ્રથમ જેમાં જે સાધ્ય સાધવું છે. તેમાં તે સાધ્યની સ્થાપના કરે છે. કારણ કે સ્થાપના કરે તો જ તેની ચર્ચા થાય છે. અને ગુણ-દોષની વિચારણા ચાલે છે. તેને ન્યાયશાસ્ત્રોમાં “પણ” કહેવાય છે. ત્યારબાદ તે પક્ષમાં તે સાધ્યને સાધનારો સમ્યગૃહેતુ રજુ કરે છે. સાચી દલીલ પ્રગટ કરે છે. હેતુમાં કોઈ દોષ ન આવે તેવા નિર્દોષ હેતુની રજુઆત કરે છે. જેમકે “પર્વતો વદ્વિમાન" પ્રથમ આ પક્ષ સ્થાપે છે. અને પછી ધૂમવન્વીત્ આવો સહેતુ આપે છે. પછી આ હેતુ સાધ્યની સાથે અવિનાભાવી જ છે. સાધ્ય હોય તો જ હેતુ હોઈ શકે છે. જો સાધ્ય ન હોત તો આ હેતુ જણાત જ નહીં. એમ અન્યથાનુપપત્તિ દ્વારા અને તેને પુષ્ટ કરનારાં અન્વય-વ્યતિરેક દૃષ્ટાંતો આપવા દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિને બરાબર મજબૂત કરે છે. માનસ અને નવિના દૃષ્ટાન્તથી વિવક્ષિત સાધ્યના નિર્ણય તરફ જાય છે. ઉપર કહેલા ઘૂમવત્તાત્ હેતુને કોઈ પ્રતિવાદી છળથી સવ્યભિચારવિરુદ્ધ-અસિદ્ધ કે બાધિત કરે તો આ વાદી તેને બરાબર ખંડન કરીને તેના આપેલા દોષોનો (હેત્વાભાસોનો) વિધ્વંસ કરીને પોતાના કહેલા હેતુની “સખ્ય હેતુતા” અબાધિતપણે સિદ્ધ કરે છે. તેવી જ રીતે તે વાદી પક્ષદોષ, દૃષ્ટાન્તદોષો આદિને પણ ખંખેરી-ખંખેરીને પોતાના સાથને સાધનારા હેતુની “સખ્ય હેતુતા-નિર્દોષતા” વિદ્વત્સભામાં ઘોષિત કરે છે. જેમકે-પાંચ ભૂતોથી અતિરિક્ત “આત્મતત્ત્વ છે” ચૈતન્યવાનું હોવાથી, અન્વય-દષ્ટાંત ચૈત્ર, વ્યતિરેકદૃષ્ટાંત ઘટ-પટ, તથા આ જગત્ ઈશ્વરકર્તક નથી, ઇશ્વર દયાળુ હોતે છતે સુખ-દુઃખનું કર્તુત્વ ન સંભવે. ઇત્યાદિ વાસ્તવિક તત્ત્વનિર્ણય સમ્યહેતુથી કરે છે. (ર) સ્વરૂપ- વસ્તુ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ શું ? તેનું સ્વલક્ષણ શું ? કોઇપણ પદાર્થના ગુણ-ધર્મો શું ? તેનો નય અને પ્રમાણથી સાચો નિર્ણય કરે છે. જેમ કે પર્વતમાં રહેલો તે વતિ દાહાત્મક છે. વૃક્ષાદિ વનસ્પતિજન્ય છે. અનિત્ય છે. કાલાન્તરે Page #278 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૩ ગાથા : ૬૫ નાશ પામનાર છે તથા પાંચભૂતોથી અતિરિક્ત આત્મા છે. તે દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. આત્મા શરીરવ્યાપી જ માત્ર છે પરંતુ જ્ઞાનથી (કેવલીને આશ્રયી) સર્વવ્યાપી પણ છે. ઇશ્વર એ મુક્તિગત આત્મા હોવાથી વીતરાગ છે. રાગાદિ-દોષોથી રહિત છે. પરભાવદશાથી પર છે. માટે જગત્ નિર્માણમાં કે જગતના વિનાશમાં પ્રેરાતા નથી. ઇત્યાદિ રીતે નયશ્રુત અને પ્રમાણશ્રુતનો આશ્રય લઇને વસ્તુના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરે છે. વસ્તુમાં રહેલા અનંત ધર્મો પૈકી ઇતરધર્મોને ગૌણ કરી ઉપકારક એવા એક ધર્મને પ્રધાન કરાય તે નય અને વસ્તુનું સ્વરૂપ સર્વધર્મોથી વિચારાય તે પ્રમાણ. એમ બન્નેની સહાયતાથી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ વિદ્વાન્ પુરૂષો જાણે છે. પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ભિન્ના-ભિન્ન, સામાન્ય-વિશેષ, સદેશ-વિસદેશ, અને વાચ્ય-અવાચ્યાદિ રૂપે અનેકાન્તાત્મક છે. પ્રમાણને જ સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. (૩) ફલ-સાચો તત્ત્વનિર્ણય કરવાનું ફળ શું આવે ? શા માટે આવો યથાર્થ તત્ત્વનિશ્ચય કરવામાં આવે છે ? તે પણ પંડિત પુરુષો વિચારે છે. તત્ત્વનિર્ણય કરવા રૂપ જ્ઞાનનું સાક્ષાત્ ફલ (તાત્કાલિક ફલ) અજ્ઞાનની નિવૃત્તિ છે. અને પરંપરાફળ કેવલજ્ઞાનનું સુખ અને ઉપેક્ષાભાવની પ્રાપ્તિ છે. શેષ ચાર શાનોનું ફળ હેયને હેય સમજીને હેયનો ત્યાગ કરવો, ઉપાદેયને ઉપાદેય સમજીને ઉપાદેયપણે સ્વીકાર કરવો, અને જ્ઞેયને જ્ઞેયપણે સમજીને જાણવું એ ફળ છે. જેમ કે પર્વતમાં વહ્નિ છે એમ જાણીને તેની જરૂરિયાત હોય તો નજીક જવું, તે અગ્નિ બાળે તેમ હોય તો તે અગ્નિથી દૂર જવું. આત્મા નિત્યાનિત્ય છે એ સમજીને કર્મબંધથી દૂર ખસવું. કારણકે નિત્ય હોવાથી ઉદયકાળે આ જીવને જ ભોગવવું પડે છે. અને અનિત્ય હોવાથી પુણ્યોદયમાં ગર્વ અને પાપોદયમાં શોક ન કરવો. કારણ કે તે બન્ને પરિસ્થિતિ અનિત્ય છે. ઇત્યાદિ રીતે વિચારવું. ફૂંફાડા મારતો સર્પ આવતો હોય ત્યારે ફૂંફાડા મારવાપણું એ હેતુ છે. “આ સર્પ જ છે” એવો નિશ્ચય તે સ્વરૂપ છે. અને ખસી જવું. દૂર ભાગી જવું તે ફળ છે. પાંત્રીસ ગુણો યુક્ત મધુર અને ગંભીર વાણી એ તીર્થંકરપણાનો હેતુ છે. તેનાથી આ તીર્થંકર પરમાત્મા છે.” એવો નિર્ણય એ સ્વરૂપ છે. અને તેમની નજીક જઇને વાણી સાંભળવી, વિરતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાં તથા કર્મક્ષય કરવો એ ફળ છે. આ પ્રમાણે વિદ્વાન્ પુરુષો પક્ષપાત રહિત મધ્યસ્થતાથી અવિપરીત વિધિપણે સાચા હેતુથી પ્રથમ સાચા તત્ત્વનો નિર્ણય કરે છે. કે જે નિર્ણયથી હેય-ઉપાદેયનો વિવેક જન્મે છે. અને તે જ આત્મહિત કરનારો છે. આવો સુંદર-અબાધિત-નિર્દોષ તત્ત્વનિર્ણય નિષ્પક્ષપાતી વિદ્વાન પુરુષો જ કરી શકે છે બીજા પુરુષો કેમ કરી શકતા નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકારશ્રી કહે છે કે વેદ્યસંવેદ્યપદના બલથી આ સાચો તત્ત્વનિર્ણય થઇ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૫ શકે છે. અને આ વેદ્ય સંવેદ્યપદ નિષ્પક્ષપાતી (રાગ-દ્વેષનો ગ્રંથિભેદ જેઓએ કર્યો છે. તેવા) મધ્યસ્થ વિદ્વાન્ પુરુષોમાં જ હોય છે. જે વેદ્યસંવેદ્યપદનું વર્ણન આગળ ૭૩/ ૭૪ ગાથામાં આવે છે. માટે વેદ્યસંવેદ્યપદ આવે ત્યારે જ ન્યાયશાસ્ત્રની પદ્ધતિમાં નિપુણ પુરુષો હેતુ-સ્વરૂપ-અને ફળના ભેદથી સાચો તત્ત્વનિર્ણય કરે છે. અને તેવો તત્ત્વનિર્ણય પ્રથમની ચાર દૃષ્ટિમાં હોતો નથી. માટે અહીં સૂક્ષ્મબોધવર્જિત જીવ છે. હેતુ-સ્વરૂપ-અને ફળનું લક્ષણ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. ન્યાયાવતારગ્રંથમાં આ પ્રમાણે જણાવેલ છે. साध्याविनाभुवो लिङ्गात्, साध्यनिश्चायकं स्मृतम् । अनुमानं तदभ्रान्तं, प्रमाणत्वात् समक्षवत् ॥५॥ नयानामेकनिष्ठानां, प्रवृत्तेः श्रुतवर्त्मनि ॥ सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वादश्रुतमुच्यते ॥३०॥ प्रमाणस्य फलं साक्षाद ज्ञानविनिवर्तनम् ॥ केवलस्य सुखोपेक्षे, शेषस्यादानहानधीः ॥२८॥ (શ્રી ન્યાયાવતારઃ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી) વેદ્યસંવેદ્યપદ = વેઇ વેદવા યોગ્ય-અનુભવવા યોગ્ય, સંવેદ્ય-સંવેદન થવું અનુભવ થવો. પ-સ્થાન. જે વસ્તુ જેવા સ્વરૂપે સંસારમાં છે તે વસ્તુને તેવા સ્વરૂપે અનુભવવી-જાણવી. યથાર્થ અનુભવ કરવો તે વદ્યસંવેદ્યપદ અને તેનાથી જે વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ. જેમકે શરીર નિરોગી હોય ત્યારે લેવાતા ભોજનમાં જે સ્વાદિષ્ટ વસ્તુ હોય તેના સ્વાદનો જે જે અનુભવ થાય, મીઠી વસ્તુનો મીઠા સ્વાદરૂપે અનુભવ, તીખી વસ્તુનો તીખા સ્વાદરૂપે અનુભવ અને કારેલાના શાક જેવી કડવી વસ્તુનો કડવા સ્વાદરૂપે અનુભવ જે કરાય તે જેમ યથાર્થ અનુભવ થાય છે. તેમ હેયનો હેય રૂપે અને ઉપાદેયનો ઉપાદેય રૂપે જે અનુભવ કરવો તે વેદ્યસંવેદ્યપદ. પરંતુ તાવના કારણે શરીર બેચેન હોય ત્યારે લેવાતા ભોજનમાં વસ્તુના સ્વાદનો અનુભવ જે વિપરીત થાય, તેની જેમ જે વિપરીત અનુભવ તે અવેદ્યસંવેદ્યપદ. તેવી રીતે આંખ નિર્દોષ હોય ત્યારે શ્વેત વસ્તુને શ્વેત અને પત વસ્તુને પતિ જાણવી તે લોકવ્યવહારથી વેદ્યસંવેદ્યપદ. અને આંખમાં પીળીયા આદિના દોષ હોય ત્યારે શ્વેત વસ્તુને પીત જાણવી તે લોકવ્યવહારથી અવેદ્યસંવેદ્યપદ. આધ્યાત્મિકદષ્ટિએ વેદ્યસંવેદ્યપદનો અર્થ આ પ્રમાણે જાણવો. પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ મોહના ઉદયરૂપ દોષ વિદ્યમાન હોવાથી જે પદાર્થ (અનેકાન્ત આદિ) Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૫ જેવા સ્વરૂપવાળો છે તેવા સ્વરૂપવાળો જણાતો નથી માટે અવેદ્યસંવેદ્યપદ છે. અને સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયેલ હોવાથી મિથ્યાત્વમોહનો અનુદય થવાથી, અને જિનેશ્વર પરમાત્માના વચનનું અનુસરણ હોવાથી જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે પદાર્થો જણાય છે તેથી તે વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આવા પ્રકારના વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવા સ્વરૂપનો જે યથાર્થ નિર્ણયાત્મક બોધ થાય તે સૂક્ષ્મબોધ કહેવાય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. lÉપી/ इहैव विशेषतः प्रवृत्तिनिमित्तमाहપ્રથમની આ ચાર દૃષ્ટિમાં સૂક્ષ્મબોધ ન હોવાનું વિશેષ પ્રવૃત્તિ નિમિત્ત જણાવે છે. भवाम्भोधिसमुत्तारात्कर्मवज्रविभेदतः ।। ज्ञेयव्याप्तेश्च कात्स्येन, सूक्ष्मत्वं नायमत्र तु ॥६६॥ ગાથાર્થ = (૧) ભવસમુદ્રના વિસ્તારથી, (૨) કર્મરૂપી વજના વિશેષ ભેદથી, અને (૩) શેય પદાર્થના બોધની વ્યાપ્તિ સંપૂર્ણપણે થવાથી તત્ત્વનિર્ણયમાં સૂક્ષ્મત્વ કહેવાય છે. પરંતુ આવું સૂક્ષ્મત્વ આ દૃષ્ટિમાં સંભવતું નથી. / ૬ll ટીકા “ભવામ્બોધિમુત્તરદ્દિભવસમુદ્રસTIRTI7ોકોત્તર પ્રવૃત્તિદેતુથી, તથ “ર્ષવઝવમેત: વષ્યવિમેન વિમેન્ધપુનતિ :, “ય-વ્યા?” ચૈિનાનન્તર્યાત્મવતત્ત્વતિપસ્યા, “સૂક્ષ્મવંતિપુર્વ વોથી, “નાયમત્ર तु" नायं सूक्ष्मो बोधः, अत्र-दीप्रायां दृष्टौ, अधस्त्यासु च तत्त्वतो ग्रन्थिभेदाऽસિરિતિ દ્દિદ્દા વિવેચન :- નિષ્પક્ષપાતી, કદાગ્રહ વિનાના, આવા પારમાર્થિક તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાનું કારણ શું ? આવા તત્ત્વનિશ્ચયમાં જ “સૂક્ષ્મત્વ” શબ્દની પ્રવૃત્તિનું નિમિત્તવિશેષ સમાયેલું છે. તે નિમિત્ત વિશેષ શું છે? તે વાત ગ્રંથકાર મહર્ષિ આ ગાથામાં સ્પષ્ટ કરે છે કે આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાનાં ૩ કારણ છે. (૧) ભવભોધિસમુત્તારણ = આ જીવને જ્યારે આવો સૂક્ષ્મબોધ થાય છે, ત્યારે ભવસમુદ્ર તરી શકાય છે. સૂક્ષ્મબોધ ભવસમુદ્રથી તારનાર છે. સંસારરૂપી સાગર હવે આ જીવને બે-ચાર પગલાં જેટલો જ લાગે છે. કારણ કે ઉત્કૃષ્ટથી પણ માત્ર દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત જ સંસાર શેષ રહે છે. જે ભૂતકાલીન અનંતપુદ્ગલપરાવર્તરૂપ આ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૬ અપાર સંસાર સાગરની અપેક્ષાએ ગોષ્પદ (ગાયના એક પગલા) તુલ્ય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ જ્યારે ભવનો વિસ્તાર થવાનો કાળ પાકે અર્થાત્ આટલો જ સંસાર બાકી રહે ત્યારે આ સૂક્ષ્મબોધ જીવને પ્રાપ્ત થાય છે. અને વ્યવહાર નથી આવા પ્રકારનો થયેલો સૂક્ષ્મ બોધ ભવસાગરનો અન્ત કરી આપનાર છે. તેથી તે બોધને સૂક્ષ્મબોધ કહેવાય છે. પ્રશ્ન :- ભૂતકાળમાં અનંત પુદ્ગલપરાવર્ત પસાર કર્યા, તેમાં ભવનિસ્તાર ન થયો, અને હવે આ સૂક્ષ્મબોધ થવાથી માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તમાં જ ભવનો વિસ્તાર થાય એવું કેમ બને છે ? ઉત્તર - પ્રાપ્ત થયેલો આ સૂક્ષ્મબોધ દિન-પ્રતિદિન અધિક અધિક “લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ” બને છે, તે માટે આમ થાય છે. જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અનુસાર ધર્મકાર્યમાં જે પ્રવૃત્તિ તે લોકોત્તર પ્રવૃત્તિ કહેવાય છે. આ જીવને હવે લૌકિક પ્રવૃત્તિમાં રસ નથી. વિષયસુખ-પૌગલિક સુખ-કષાયો-જન્મ-મરણ અને લગ્નાદિના સાંસારિક પ્રસંગોના વ્યવહારોમાંથી મન ઉભગી ગયું છે. માત્ર-જ્ઞાન-ધ્યાન-ચારિત્ર-ત્યાગ-તપ-અધ્યયન-વૈયાવચ્ચ આદિ લોકોત્તર પ્રવૃત્તિમાં જ આ જીવને રસ છે. તે તે કાર્યોમાં જ રચ્યા-પચ્યો આ જીવ રહે છે. આમ આ તત્ત્વ નિર્ણય લોકોત્તર પ્રવૃત્તિનો હેતુ હોવાના કારણે ભવસમુદ્રથી વિસ્તાર કરાવનાર છે. માટે આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે. (૨) કર્મવજવિભેદતઃ = કર્મરૂપી વજનો વિશેષ ભેદ-નાશ કરનાર હોવાથી આ તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે. અનાદિકાલીન ગાઢ-દુર્ભેદ્ય-ઘનીભૂત એવા રાગ અને દ્વેષ રૂપ મોહનીયકર્મની જે ગ્રન્થિ (ગાંઠ) છે કે જે ગ્રંથિ વજતુલ્ય છે. તેનો વિશેષે ભેદ થાય છે. વિભેદ એટલે કે આ ગ્રંથિના એવા ચૂરેચૂરા કરે છે કે આવા ગાઢ રાગ-દ્વેષવાળું મોહનીયકર્મ આ જીવ ફરીથી ક્યારે પણ બાંધવાનો નથી, અપુનર્રહણરૂપે જે ભેદ થાય તે વિભેદ કહેવાય છે. મેર શબ્દની આગળ વિ ઉપસર્ગ અપુનર્રહણનો સૂચક છે. આવા પારમાર્થિક તત્ત્વનિર્ણયથી કર્મરૂપી વજ વિશેષે ભેદાયું હોવાથી આવો તીવ્ર સંકુલેશ અને તજ્જન્ય કર્મબંધ ફરીથી કદાપિ આવતો નથી. તેથી આ તત્ત્વનિર્ણયને સૂક્ષ્મબોધ કહેવાય છે. આવો સુંદર સૂક્ષ્મબોધ આ જીવને સદા કલ્યાણ જ આપનાર બને છે. કહ્યું છે કે भेदोऽपि चास्य विज्ञेयो, न भूयो भवनं तथा ॥ तीव्रसंक्लेशविगमात्, सदा निःश्रेयसावहः ॥२८२॥ (શ્રી યોગબિન્દુ, પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.) Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૬ (૩) જ્ઞેયવ્યાપ્તિનું કાર્ત્યપણું = આ સંસારમાં જાણવા લાયક એવાં સમસ્ત જ્ઞેયતત્ત્વોનું જ્ઞાન સંપૂર્ણપણે થાય છે. માટે પણ આ તત્ત્વનિર્ણયમાં “સૂક્ષ્મત્વ” કહેવાય છે. સમસ્ત જ્ઞેય ભાવો અનંત ધર્માત્મક છે. તે અનંતધર્મો ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ જ સમજાય છે. જેમ કે ઘટ સત્ છે તે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ સમજાય છે અને તે જ ઘટ અસત્ પણ છે તે વાત પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાલ અને પરભાવની અપેક્ષાએ સમજાય છે. આ જ ઘટ નિત્ય છે એ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સમજાય છે. તે જ ઘટ અનિત્ય છે એ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ જણાય છે. એમ પરસ્પર વિરોધી બે બે ધર્મોની જોડી એવી અનંત જોડી એકેક જ્ઞેય વસ્તુમાં વ્યાપકપણે ભરેલી છે. તે સમસ્ત ધર્મોનું કાર્ત્યપણે (સંપૂર્ણપણે) જ્ઞાન અનેકાન્તવાદ-સ્યાદ્વાદઅપેક્ષાવાદથી જ થાય છે. અનેકાન્તવાદ એ જ પરમાત્માનું શાસન છે. પરમાત્માની આજ્ઞા છે. અનેકાન્તવાદ વિના તત્ત્વવ્યવસ્થા અસંભવિત છે. કારણ કે તત્ત્વની વ્યવસ્થા (તત્ત્વનું સ્વરૂપ જ) અનેકાન્તમય છે. જન્મથી અંધ પુરુષો હાથીના સ્વરૂપને કહેવામાં જે ઝઘડે છે તેને શાન્ત કરનાર દેખતા પુરુષની જેવો આ અનેકાન્તવાદ જુદા-જુદા નયોથી ઉભા થતા ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણોનો સમન્વય કરનાર છે. તેથી જ કષાયોથી મુકાવનાર છે. અહીં કોઇ પણ મતના આગ્રહને ઉભા રહેવાનું સ્થાન જ રહેતું નથી. આ સ્યાદ્વાદ પરમ સામ્યરસને આપનાર છે. આવો પરમ ઉદાર, ગંભીર, સર્વગ્રાહી, સર્વ પ્રકારના સમાધાનને કરનારો, કષાયમુક્તિદાયક, સમન્વયાત્મકદૃષ્ટિપ્રે૨ક એવા અનેકાન્તવાદથી તત્ત્વનો સાચો અબાધિત નિર્દોષ નિર્ણય થઇ શકે છે. તેથી તેને સૂક્ષ્મબોધ કહેવાય છે. આ કારણથી જ પૂર્વાચાર્યોએ “અનેકાન્તવાદ વિના તત્ત્વવ્યવસ્થા શક્ય નથી” એવી ઉદ્ઘોષણા અનેક શાસ્ત્રોમાં કરેલી છે. इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય) જો કે આ જીવને કેવલજ્ઞાન થયું નથી. પરંતુ કેવલજ્ઞાનીના વચનો ઉપર પૂર્ણપણે શ્રદ્ધા હોવાથી સંપૂર્ણબોધ થાય છે. એમ કહ્યું છે. કેવલી ભગવાન સાક્ષાત્ સર્વ વસ્તુને સંપૂર્ણપણે જાણે છે અને પ્રકાશે છે. તેમના વચનો ઉપર આ જીવ પૂર્ણ શ્રદ્ધાળુ છે. તેથી તે પણ સર્વભાવોનો શ્રદ્ધા દ્વારા યથાર્થ જાણકાર કહેવાય છે. આ પ્રમાણે આ તત્ત્વનિર્ણય (૧) સંસારરૂપી સમુદ્રનો નિસ્તાર કરનાર હોવાથી, (૨) કર્મરૂપી વજ્રને ભેદનાર હોવાથી, અને (૩) જ્ઞેય પદાર્થોનું સંપૂર્ણપણે અબાધિતરૂપે યથાર્થ જ્ઞાન કરાવનાર હોવાથી આવા તત્ત્વનિર્ણયને જ સૂક્ષ્મબોધ કહેવાય છે. માત્ર એટલી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૭ વિશેષતા છે કે આવો સૂક્ષ્મબોધ આ ચોથી દીપ્રાદષ્ટિમાં (તથા તેની નીચેની મિત્રા-તારાઅને બલા દૃષ્ટિમાં) થતો નથી. કારણ કે હજુ આ જીવો ગ્રંથિભેદ પાસેના દેશ સુધી આવ્યા છે પરંતુ ગ્રંથિભેદ કર્યો નથી. તેથી રાગાદિ દોષો અતિશય મોળા પડ્યા નથી માટે આવો સૂક્ષ્મબોધ ગ્રંથિભેદ કર્યા પછી આવનારી સ્થિરાદિ દષ્ટિમાં થાય છે. ૬૬/ પ્રથમની ચાર દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદના અભાવથી અર્થાત્ અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આવો સૂક્ષ્મબોધ સંભવતો નથી તે વાત સમજાવે છે अवेद्यसंवेद्यपदं, यस्मादासु तथोल्बणम् । पक्षिच्छायाजलचर-प्रवृत्त्याभमतः परम् ॥६७॥ ગાથાર્થ = જે કારણથી પ્રથમની આ ચાર દૃષ્ટિઓમાં અવેદ્યસંવેદ્યપદ અતિશય ઉલ્બણ (પ્રબલ) હોય છે. તથા આ અવેદ્યસંવેદ્યપદથી પર એવું વેદ્યસંવેદ્યપદ પણ પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય (અવાસ્તવિક) હોય છે. અને તેવું પણ ચરમ યથાપ્રવૃત્ત કરણ કાલે જ આવે છે. તે ૬૭ll ટીકા - “મારંવેદ્યપદ્રવક્ષ્યમાત્નક્ષ, “યવાણુ મિત્રાદાનું चतसृषु दृष्टिषु, "तथोल्बणं"-तेन निवृत्त्यादिपदप्रकारेण प्रबलमुद्धतमित्यर्थः, "पक्षिच्छायाजल-चरप्रवृत्त्याभं-पक्षिच्छायायां तद्धिया जलचरप्रवृत्त्याकारम् । "अतः परं" वेद्यसंवेद्यपदमासु न तात्त्विकमित्यर्थः, ग्रंथिभेदासिद्धेरित्येतदपि परमासु चरमयथा-प्रवृत्तकरणेनैवेत्याचार्याः ॥ ६७॥ - વિવેચન :- મિત્રાથી દીપ્રા સુધીની પ્રથમની ચાર દૃષ્ટિમાં આ જીવને સૂક્ષ્મ તત્ત્વબોધ કેમ હોતો નથી ? તેનું કારણ સમજાવતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે આ ચાર દૃષ્ટિકાળે જીવમાં અવેદ્યસંવેદ્યપદ અતિશય ઘણું પ્રબળ હોય છે. દર્શનમોહનીયના ઉદયનું બળ ઘણું જ હોય છે (જો કે મિત્રા કરતાં તારામાં, તારા કરતાં બલામાં, અને બલા કરતાં દીપ્રામાં મોહનો ઉદય મંદ-મંદતર અવશ્ય થયો છે. તો પણ) સ્થિરાદિ પાછળની ચાર દષ્ટિઓની અપેક્ષાએ અહીં ગ્રંથિભેદ ન થયેલ હોવાથી મોહના ઉદયની પ્રબળતા વધારે છે. તથા આ પદથી પર એવું જે વેદ્યસંવેદ્યપદ તે અહીં ચરમ યથાપ્રવૃત્તિકરણના કાલે પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય અવાસ્તવિક હોય છે. જ્યારે આકાશમાં પક્ષિ ઉડતું હોય અને તેની છાયા નીચે રહેલા તળાવ આદિના પાણીમાં પડતી હોય ત્યારે પાણીમાં ફરતાં માછલાં વગેરે કોઈ પણ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૯ જલચર જીવો એમ માની લે છે કે આ પાણીમાં જ આ પક્ષી ચાલે છે. તેથી તેને પકડવા તે મત્સાદિ પાણીમાં દોટ મૂકે છે. પરંતુ તેના હાથમાં કંઈ આવતું નથી. તે પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે. તેની જેમ દીપ્રા દૃષ્ટિમાં વર્તતા જીવને ગ્રંથિભેદ થયેલ ન હોવાથી ચરમ યથાપ્રવૃત્તકરણનો કાલ આવે ત્યારે વેદ્યસંવેદ્યપદ આવું અતાત્ત્વિક પ્રાપ્ત થાય છે. તપ-આવું અતાત્ત્વિક પણ પર-વેદ્યસંવેદ્યપદ સાસુ-આ પ્રથમની ચાર દૃષ્ટિઓમાં ચરમ યથાપ્રવૃત્તકરણકાલે જ આવે છે. તેના પૂર્વકાલમાં આવતું નથી હવે જો અતાત્ત્વિક વેદ્યસંવેદ્યપદ પણ ન આવતું હોય તો તાત્ત્વિકની વાત તો સંભવે જ નહીં. એમ પૂર્વકાલીન યોગાચાર્ય પુરુષો કહે છે. પ્રથમની ચાર યોગની દૃષ્ટિઓમાં વર્તતા જીવોમાં પ્રથમ ગુણસ્થાનકનો સાચો ગુણવિકાસ થાય છે. મિથ્યાત્વ દશા મંદ-મંદ થતી જાય છે. તેથી જ તાત્ત્વિક વૈરાગ્ય અને આંશિક વિવેક ગુણ પ્રગટ થતો જાય છે. શુદ્ધ ભાવપૂર્વકની જિનાજ્ઞાના અનુસારે આ બન્ને ગુણો એ લોકોત્તર ગુણો છે. જ્યાં જ્યાં લોકોત્તર ગુણો આવે છે ત્યાં ત્યાં તેટલા તેટલા અંશે મોક્ષમાર્ગ-મોક્ષ તરફનું પ્રયાણ ચાલુ જ હોય છે. આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો મુક્તિદાયક એવા આ લોકોત્તર ગુણોનો (વૈરાગ્યાત્મિક-જ્ઞાન અને વિવેકાદિનો) અંશે અંશે આસ્વાદ માણનારા થાય છે. તે જીવોને અનુક્રમે શેરડી જેવો, તેના રસ જેવો, ઢીલા ગોળ જેવો, અને કઠણ ગોળ જેવા ગુણોનો આસ્વાદ આવે છે. આ ચાર દૃષ્ટિથી નીચે ઓઘદૃષ્ટિમાં રહેલા જીવોમાં આવા લોકોત્તર ગુણો કે તેનો આસ્વાદ સંભવતો નથી. શુદ્ધ ભાવના સંભવતી નથી, જિનાજ્ઞાનું અનુસરણ હોતું નથી, આધ્યાત્મિક ગુણોના રસાસ્વાદનો અસંભવ જ છે. જે કંઈ બાહ્ય-વ્યાવહારિક નીતિમત્તા-પ્રમાણિક્તા આદિના સાંસારિક પ્રતિષ્ઠાજનક ગુણો હોય છે તે લૌકિકગુણો કહેવાય છે. તેથી પ્રથમ ગુણસ્થાનકને “ગુણસ્થાનક” શબ્દ જે કહેવાય છે તે અતાત્ત્વિક કહેવાય છે. જ્યારે પ્રથમની ચાર યોગની દૃષ્ટિમાં આધ્યાત્મિકલોકોત્તર ગુણોનો આંશિક વાસ્તવિક વિકાસ હોવાથી અને મિથ્યાત્વ મંદ-મંદતર થવાથી “ગુણસ્થાનક” શબ્દ જે કહેવાય છે તે વાસ્તવિક કહેવાય છે. આ ચાર દૃષ્ટિમાં આધ્યાત્મિક ગુણોનો (વૈરાગ્યાત્મિક-જ્ઞાન-વિવેકનો) અનુક્રમે વિકાસ થવા છતાં ગ્રંથિભેદ થયેલ ન હોવાથી મોહોદયની તીવ્રતા થતાં નિવૃત્તિ આદિ થવાનો (પાછા પડવાનો) પણ સંભવ છે. અધ્યાત્મ-માર્ગમાં વિપ્નો ઉભાં થતાં અધ્યાત્મમાર્ગથી પતન પણ (નિવૃત્તિ પણ) થાય. જો કે નિવૃત્તિ જ થાય અથવા નિવૃત્તિ થાય જ, એવો નિયમ નથી. પરંતુ અવેદ્યસંવેદ્યપદ પ્રબળ હોવાથી નિવૃત્તિ આદિ થવાના પ્રકારો સંભવે છે. અધ્યાત્મગુણો અને વિવેક હોવા છતાં પણ હજુ મોહોદય-જન્ય અવિવેક પણ સાથે છે. તેનું જોર વધતાં ઘણું અકાર્ય પણ કરાવે, પાપબંધ પણ કરાવે જેમ કે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૭ જલસ્નાનાદિ દ્વારા વિધિપૂર્વક પરમાત્માની પૂજા કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. તો પણ પૂજામાં હિંસા છે. એમ સમજી તેમાંથી નિવૃત્તિના પરિણામ કરાવે. અને આદિ શબ્દથી સાધુ બન્યા પછી સ્નાનાદિમાં હિંસા હોવાથી તે ન થાય તો પણ શૌચને ધર્મવિશેષ માની સ્નાનાદિમાં પ્રવૃત્તિના પરિણામ કરાવે. એમ માત્ર શબ્દથી સમજવું. આ રીતે અનેક પ્રવૃત્તિઓમાં જે ઉપાદેયપ્રવૃત્તિ હોય ત્યાં નિવૃત્તિનો અને નિષિદ્ધપ્રવૃત્તિ હોય ત્યાં પ્રવૃત્તિનો પરિણામ કરાવે છેઆ કારણથી આ ચાર દૃષ્ટિ કાળે જ્ઞાન અને વિવેક વિષમિશ્રિત અમૃતભોજનની તુલ્ય કહેવામાં આવ્યું છે. જે વિવેકબુદ્ધિ છે તે અમૃતતુલ્ય છે અને જે અવિવેક છે તે વિષતુલ્ય છે. પ્રથમની બે દૃષ્ટિમાં આવતો અવિવેક નરકગતિયોગ્ય, અને ત્રીજી-ચોથી દૃષ્ટિમાં આવતો અવિવેક તિર્યંચગતિ યોગ્ય પાપકર્મ બંધાવે છે. માટે પ્રતિપાતવાળી-નિવૃત્તિવાળી સાડાય એવી આ ચાર દૃષ્ટિઓ છે. એનો અર્થ એવો નથી કે આ ચાર દૃષ્ટિઓવાળા જીવો નિયમો પડે જ, પરંતુ પતનના સંભવવાળા છે. કોઈ જીવ ન પડે અને સડસડાટ ચડી જાય એવું પણ બને, કારણ કે આંશિક યોગમાર્ગ તો અંદર છે જ. અપુનબંધક અવસ્થા આવ્યા પછી મોહનો ઉદય તીવ્ર હોવા છતાં પણ એક પુગલ-પરાવર્તનથી વધારે સંસાર પરિભ્રમણ હોતું નથી. તેમાં પણ પારમાર્થિકપણે જૈનશાસન પામેલાને તો માત્ર અધપુદ્ગલપરાવર્તન જ શેષ હોય છે. તે પણ ઘોર આશાતના કરનારને આટલો (લાંબો) કાળ બાકી રહે છે. પરંતુ આરાધક જીવને તો પાંચ-દશ ભાવોમાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અવેદ્યસંવેદ્યપદની ઉલ્બણતા હોવાથી અને વેદ્યસંવેદ્યપદ પક્ષિની છાયાની પાછળ દોડનારા જલચરજીવની પ્રવૃત્તિ તુલ્ય અતાત્ત્વિક હોવાથી આ પ્રથમની ચાર દૃષ્ટિકાળે સૂક્ષ્મબોધ સંભવતો નથી. આ કાળે જે કંઈ તત્ત્વબોધ થતો દેખાય છે તે ઉપરછલ્લો-સ્કૂલ હોય છે. અતિશય ઊંડો અને તત્ત્વના રહસ્યના પારને પામનારો બોધ અહીં થતો નથી. આ કથનથી એક વાત ઘણી જ ધ્યાન ખેંચે છે કે આ કાળે ઘણા લોકો ઉપરછલ્લાં ઘણાં પુસ્તકો વાંચીને, અહીં તહીંથી કંઇક જાણીને, જ્ઞાનીઓના અનુભવમાંથી નિકળેલાં વચનામૃતોને પોપટની જેમ કંઠસ્થ કરીને પોતાના આત્મામાં મોહને હણ્યા વિના, યથાર્થ અધ્યાત્મદશા મેળવ્યા વિના માન માટે, મોભા માટે, દ્રવ્યોપાર્જન માટે ઇત્યાદિક સાંસારિક લાલસાએ પોતાની જાતને “જ્ઞાની” અને “અધ્યાત્મી” કહેવડાવે છે. અને પોતે પોતાની જાતને પંડિત માને છે. એવા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણો બોધ લેવા જેવો છે કે વાસ્તવિક ગુણો મેળવ્યા વિના, મોહદશાને મંદ કર્યા વિના, પ્રત્યેક દૃષ્ટિઓમાં વર્ણવેલા ભાવો સાચી રીતે પ્રાપ્ત કર્યા વિના, આત્માની સાથે અંતસ્પર્શ થયા વિના, જૈનશાસનની ભાવથી સ્પર્શના (પ્રાપ્તિ) થયા વિના તથા તેમના કહ્યા પ્રમાણેના જ માર્ગના અનુસરણ વિના “ગુણસ્થાનક” Page #286 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૭-૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૫૧ આવી જતું નથી. જેમ જેમ સાચું આધ્યાત્મિક જ્ઞાન આવે છે તેમ તેમ તેને અનુરૂપ ક્રિયામાર્ગ-ત્યાગમાર્ગ-તપમાર્ગ-સદાચારનો માર્ગ પણ અધ્યાત્મ હોવાથી આવે જ છે. રાત્રિભોજન કરનારા, ભક્ષ્યાભઢ્યના વિવેક વિનાના, દર્શન-વંદનાદિ ક્રિયા વિનાના, પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાનો લોપ કરનારા, ભાવનિર્ઝન્થતાને જ થાપીને સર્વત્યાગના (સર્વવિરતિના) માર્ગને ઘાત કરનારા, અને દીક્ષિત સાધુઓથી જનતાને દૂર રાખનારા, સાધુમાર્ગના પૂરેપૂરા અપલાપક છે. આ કાલે કોઈ સાચા સાધુ નથી એમ કહેનારા ભગવાનના ચતુર્વિધ સંઘના ઉચ્છેદક છે. એટલે જ શાસ્ત્રીય ભાષામાં આવા પંથો ઉભા કરનારાને અને તેવા પંથોને વેગ આપનારાઓને “નિતવ” કહેવામાં આવે છે. માત્ર અધ્યાત્મનાં પદો ગાનારા, ગુણો મેળવ્યા વિના દુહાઓ માત્ર દોહરાવનારા અને પોતાના દ્વારા બતાવાતો માર્ગ એ જ મોક્ષનો શોર્ટકટ માર્ગ છે એમ સમજાવનારા શુષ્ક આધ્યાત્મિક જૈનશાસનના વિનાશક છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરનારા છે. સાધુસંસ્થાના વિધ્વંસક છે. કોઈ પણ આત્મા ઉપરોક્ત ગુણો મેળવવાથી જ ગુણસ્થાનકમાં આગળ આવે છે. તેના હૈયે સંસારનો ત્યાગ જ વસ્યો હોય છે. સર્વવિરતિ લેવાની જ તાલાવેલી લાગી હોય છે. સંયમનો જ રસ લાગ્યો હોય છે. સંયમીઓ પ્રત્યે અનહદ બહુમાન અને સેવાભાવવાળો જ આ જીવ હોય છે. મોહ મંદ થયો હોય છે તેવો જ જીવ આ દૃષ્ટિમાં આવે છે. ભરત મહારાજા અને મરુદેવા માતાનાં દૃષ્ટાંન્તો આપી આમ જનતાને વિના ત્યાગે મોક્ષના ટૂંકા રસ્તાનો પ્રચાર કરનારા પ્રચારકો ભગવાનની આજ્ઞાના વિશેષ વિરાધક છે. એમ જાણવું. સાધુતા લીધા વિના પણ મુક્તિ થાય છે અને ક્રમ વિના પણ કેવળજ્ઞાન (અક્રમ વિજ્ઞાન) થાય છે એમ કહેવું તે ઉત્સુત્ર પ્રરૂપણા છે. સંયમ ન લહી શકાય એવું ભલે કદાચ બને, પરંતુ સંયમની કંઈ જરૂર નથી, સંયમ વિના મોક્ષે જઈ શકાય છે. સંયમ લેવો એ કંઈ જરૂરી નથી. આવું બોલવું અને માનવું એ મિથ્યાજ્ઞાન રૂપ છે. માટે વિવેકી બનવું અત્યન્ત જરૂરી છે. ૬૭ किमेतदेवमित्याह અવેદ્યસંવેદ્યપદમાં વર્તનારા જીવોને સૂક્ષ્મબોધ હોતો નથી એમ ઉપર જે કહેવામાં આવ્યું, તેનું કારણ શું? તે હવે સમજાવે છે. अपायशक्तिमालिन्यं, सूक्ष्मबोधविबन्धकृत् । नैतद्वतोऽयं तत्तत्त्वे, कदाचिदुपजायते ॥६८॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૮ ગાથાર્થ = નરકાદિ અપાયોને આપવાની શક્તિવાળું પૂર્વબદ્ધ કર્મજન્ય મલીનપણું સૂમબોધનો પ્રતિબંધ કરનાર છે. તેથી આ માલિચવાળા આત્માને તત્ત્વોને વિષે આ સૂક્ષ્મબોધ કદાપિ થતો નથી. તે ૬૮ ટીકા -“અપાયાવિક્તનિચ'નરદિપથિવિતત્વિનત્વમ, વિનિત્યસૂક્ષ્મનોવિજ્ય' પાત્વાસેવનવિષ્ટવામાન “તો''ડપાયવિતમભિચવતઃ “'સૂઓ વોથઃ-તત્તસ્માન્ “તત્તે’ તિ તત્ત્વવિષયે “રવિકુનય'; વધ્યશૂરવોથવીષમાવાહિત્યર્થ છે ૬૮ વિવેચન - પ્રથમની ચાર દૃષ્ટિમાં આવેલા આત્માઓમાં હજુ “અપાયશક્તિનું માલિન્ય” હોય છે. નરક-નિગોદાદિના દુઃખદાયી ભવો અપાવનારૂં જે ફિલષ્ટકર્મ છે તે અપાય (દુઃખ) અપાવનાર હોવાથી તે કર્મને જ “અપાય” કહેવાય છે. આવું અપાય રૂપ કિલષ્ટકર્મ શક્તિરૂપે (અંશતઃ) પણ આત્મામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તે આત્મામાં મલિનતા લાવે જ છે. આવા પ્રકારનું આ કર્મ રૂપ બીજ શક્તિરૂપે પણ જીવમાં હોય છે તેથી તે બીજ દુષ્ટ કાર્યો કરવા તરફ આ જીવને પ્રેરે છે. ચિત્તમાં મલીનતા લાવે છે. મનમાં વિષય-વિકારની વાસનાઓ ઉત્પન્ન કરે છે. પરિણામે આ બીજ અપાયોની પરંપરા રૂપી મહાવૃક્ષને ઉગાડે છે. બીજ રૂપે રહેલું આ મિથ્યાત્વ કર્મ જીવને આર્ત-રૌદ્ર ધ્યાન કરાવવા દ્વારા ચિત્તાશયને અલીન કરે છે. તે માલિન્યતાથી કર્મબંધ થાય છે અને તે કર્મથી અપાય (દુઃખ) આવે છે. તેથી તે કર્મને જ “અપાય” કહેવાય છે. તે કર્મ રૂપ અપાય શક્તિમાત્રથી પણ (બીજરૂપે પણ) જીવમાં હોય તો માલિન્ય લાવનાર છે. પાપમય એવા મલીન આશયને ઉપજાવનારું અપાય રૂપ આ ક્લિષ્ટકર્મમય બીજ જ્યાં સુધી શક્તિથી પણ હોય છે ત્યાં સુધી તજજન્ય મલીનતા જીવમાં આવે જ છે અને તે મલીનતા સૂક્ષ્મબોધનો પ્રતિબંધ કરનારી છે. જેમ પાટી મલીન હોય તો તેના ઉપર સ્પષ્ટ અક્ષરો લખી શકાતા નથી. તેમ ચિત્તરૂપી પાટી કિલષ્ટકર્મજન્ય માલિન્યવાળી હોય ત્યારે તેના ઉપર સૂક્ષ્મબોધ થવા રૂપ સ્પષ્ટ અક્ષરો લખી શકાતા નથી. જ્યાં સુધી આ ચિત્ત મલીન ભાવવાળું હોય છે. મિથ્યાવિકલ્પોમાં મહાલતું હોય છે. શેખચલ્લીના વિચારોમાં ઘુમતું હોય છે અને વિવિધ મોહતરંગોમાં જ રાચતું હોય છે. ત્યાં સુધી શાસ્ત્રીય નિર્મળજ્ઞાન (સૂક્ષ્મબોધ) તે જીવને થતો નથી. શરીરમાં જેમ રોગનું બીજ હોય તો કાળાન્તરે રોગનાં નિમિત્તો મળતાં તે રોગ ફાટી નિકળે છે. ખેતરમાં ધાન્યનું બીજ વાવેલું હોય તો કાળાન્તરે જલાદિનો યોગ મળતાં મહાવૃક્ષરૂપે થાય છે તેમ શક્તિરૂપે પણ રહેલું નિરુપક્રમ એવું જે કર્મરૂપી અપાયનું Page #288 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૬૯ યોગદષ્ટિ સમુચ્ચય ૨૫૩ બીજ છે તે કાળાન્તરે અશુભનિમિત્તો મળતાં ફૂલીફાલી ચિત્તને (આશયને) મોહમયમલીન બનાવીને આત્માનું સ્વાચ્ય અવશ્ય બગાડે જ છે. તેથી જ તે સૂક્ષ્મતત્ત્વ બોધમાં અંતરાય કરનારું થાય છે. આ કારણથી જ તિવત: આ માલિન્યવાળા આત્માને તત્ત્વ=તત્ત્વને વિષે મયં આ સૂક્ષ્મબોધ વારિત્ર ૩૫ના કદાપિ ઉત્પન્ન થતો નથી જ. ||૬૮ વાવમૂ–જે કારણથી આમ છે તેથી શું સમજવા જેવું છે તે કહે છે. अपायदर्शनं तस्माच्छतदीपान तात्त्विकम् । तदाभालम्बनं त्वस्य, तथा पापे प्रवृत्तितः ॥ ६९॥ ગાથાર્થ = તેથી આ દૃષ્ટિવાળા જીવને આગમરૂપી દીપકથી તાત્ત્વિક અપાયદર્શન થતું નથી, પરંતુ તેવા પ્રકારની પાપોમાં પ્રવૃત્તિ હોવાથી તેની આભા તુલ્ય=તદાભાસરૂપ આલંબન માત્ર હોય છે. ૬૯ ટીકા -પાન-તોષતને રક્ષાકૃતની વાત 7 તાત્વિજં, न पारमार्थिकमस्यति" योग: । "तदाभालम्बनं" तु - परमार्थाभाविषयं पुनर्भवति भ्रान्त्या, कुत इत्याह-"तथा पापे प्रवृत्तितः" - तथा चित्रानाभोगप्रकारेण पापे પ્રવૃતિ ! ઘરા વિવેચન - જેમ ગાઢ અંધકારથી ભરેલા ઓરડામાં કરાયેલો દીવો ચારે બાજુ પ્રકાશ-પ્રકાશ પાથરે છે અને ત્યાં રહેલી તમામ વસ્તુઓનું દર્શન કરાવે છે તેમ આગમ (જૈનશાસ્ત્રો)રૂપી દીપક અજ્ઞાન અને મોહરૂપી અંધકારથી ભરેલા આ લોકમાં સર્વ પદાર્થનું યથાર્થ દર્શન કરાવે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? તથા તેને મલીન કરનારાં ફિલષ્ટકર્મોનું સ્વરૂપ શું ? તે કર્મ આ જીવને કેવાં કેવાં દુઃખો-અપાયો આપે છે? નરક-નિગોદના ભવોમાં કેવો રખડાવે છે? તેનું સાચું યથાર્થ ભાન કરાવે છે. તથા તેવાં ફિલષ્ટકર્મો રૂપી અપાયોને કેવી રીતે દૂર કરવા ? તેના ઉપાયો અને સાચો રસ્તો શું? તે પણ જણાવે છે. આત્મા શુદ્ધ ચૈતન્યમય અનંતગુણો યુક્ત નિર્મળ સ્ફટિકતુલ્ય છે. અનંત સુખનું ધામ છે. પરંતુ અજીવાત્મક કર્મના કારણે તેનું તે સ્વરૂપ અવરાયેલું છે. પુણ્ય-પાપરૂપ દ્વિવિધ કર્મોથી આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં સુખ-દુઃખમય દશામાં પરિભ્રમણ કરે છે. અવ્રત-કષાય-પ્રમાદાદિથી કર્મોનો આશ્રવ થાય છે. અને તજ્જન્ય પરિણામોને આધારે તીવ્ર-મંદ એવો કર્મબંધ થાય છે. ક્ષમાદિ દશવિધ ધર્માચરણથી સંવર થાય છે તથા Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૬૯-૭૦ બાહ્ય-અત્યંતર તપથી પૂર્વબદ્ધકર્મોની નિર્જરા થાય છે. અંતે સર્વકર્મોનો ક્ષય થતાં પોતાના શુદ્ધ સ્વભાવાત્મક મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારના તત્ત્વનું સમ્યગદર્શન આગમરૂપી દીપક કરાવે છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા જીવને લિષ્ટકર્મજન્ય મલીનતાના કારણે તેવા પ્રકારના સૂક્ષ્મબોધની ઉણપને લીધે તે શ્રુતાગમરૂપી દીપકથી આ સંસાર દુઃખમય છે, અપાયરૂપ જ છે, ફિલષ્ટકર્મો અપાય જ આપનાર છે, એવું અપાયદર્શન તાત્ત્વિક પારમાર્થિક થતું નથી. કારણ કે ફિલષ્ટકર્મોનું બીજ હજુ શક્તિરૂપે પડેલું છે. એટલે સૂક્ષ્મ સ્વરૂપ સમજાતું નથી. તેથી તેનો આ પૂલબોધ તત્ત્વાભાસરૂપ હોય છે. ઉપરછલ્લો પક્ષિ-છાયા-જલચર-પ્રવૃત્તિ તુલ્ય હોય છે. તત્ત્વથી ચિત્તમાં ચોટ લાગી જાય. સજ્જડ રીતે જામી જાય અને તેના રંગે રંગાઈ જાય તેવો બોધ આ દૃષ્ટિવાળા જીવને હોતો નથી. એટલે હૃદયમાં પારમાર્થિક તત્ત્વરૂપે પરિણામ પામેલો આ બોધ ન હોવાથી બ્રાન્તિ રૂપ હોય છે. વાસ્તવિક અંતર્ગત ચિત્ત-પરિણતિ યુક્ત હોતો નથી. આ દૃષ્ટિગત જીવને આ બોધ પરમાર્થથી નથી, પરંતુ આભાતુલ્ય અને ભ્રાન્તિ રૂપ હોય છે તેનું શું કારણ? તો ગ્રંથકારશ્રી જણાવે છે કે હજુ આ જીવને પાપનો તેવા પ્રકારનો ભય લાગ્યો નથી. એટલે પાપકારી કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારના માનસિક-વાચિક અને કાયિક પાપોમાં અનાભોગપણે પણ પ્રવૃત્તિ કરે છે. આ ફિલષ્ટકર્મો - વિષયભોગો-પૌદ્ગલિક સુખોનો આનંદ નરકાદિ કુગતિનાં દુઃખો જ આપનાર છે અને તેથી વાસ્તવિક તે અપાયરૂપ જ છે એવું પારમાર્થિક તત્ત્વદર્શન થયું નથી. જો થયું હોત તો સર્પથી, સિંહથી કે ભૂતથી માણસ જેમ ભાગે, અજાણતાં પણ તેની સાથે રમે નહીં, તેવી રીતે આ જીવ પણ પાપકારી પ્રવૃત્તિમાં રમત નહીં. પરંતુ આ દૃષ્ટિકાળે પાપકારી કાર્યોની પ્રવૃત્તિ યુક્ત હોવાથી વાસ્તવિક (પારમાર્થિક) અપાયદર્શન થયું નથી પરંતુ બ્રાન્તિથી આભાતુલ્ય આ અપાયદર્શન થયું છે. I ૬૯ અહીં સૂક્ષ્મબોધ તથા પારમાર્થિક અપાયદર્શન હોતું નથી એ સમજાવવા આ દૃષ્ટિથી ઉપરની ચાર દૃષ્ટિઓમાં કેવો બોધ અને કેવું અપાયદર્શન હોય છે તે સમજાવીને તેના વ્યતિરેકથી ઉપરોક્ત વાત સ્થિર કરે છે. अतोऽन्यदुत्तरास्व स्मात् पापे, कर्मागसोऽपि हि ।। तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ॥ ७०॥ ગાથાર્થ = આનાથી અન્ય (આ અવેદ્યસંવેદ્યપદથી અન્ય) એવું બીજું જે વેદ્યસંવેદ્યપદ છે. તે પદ ઉત્તર એવી ચાર (સ્થિરાદિ) દૃષ્ટિમાં હોય છે. આ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૦ યોગદષ્ટિ સમુચ્ચય ૨૫૫ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી પૂર્વબદ્ધ કર્મરૂપી પાપના ઉદયથી કદાચ જો પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવા તુલ્ય તે પ્રવૃત્તિ હોય છે. || ૭ || ટીકા -“તો ચ૯T''સ્વિતિ-પ્રમાદ્યસંવેદ્યતાત્ “મચન્દ્ર” વેદसंवेद्यपदम्, उत्तरास्विति स्थिराद्यासु चतसृषु दृष्टिषु । “अस्माद्" वेद्यसंवेद्यपदात्, પા''- પાપળ હિંસાતી, “મારો દિ' પરથાપિ નિત્યાદ "तमलोहपदन्यासतुल्या वृत्तिः - संवेगसारा पापे “क्वचिद्यदि" भवति, प्रायस्तु न भवत्येवेति ॥ ७॥ વિવેચન - પ્રથમની ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદનું પ્રાબલ્ય હોય છે. તેનાથી અન્ય એવું જે પદ તે વેદ્યસંવેદ્યપદ છે કે જેનું વર્ણન ગાથા-૭૩-૭૪માં કહેવાશે. આ વેદ્યસંવેદ્યપદ ઉત્તર એવી ચાર દૃષ્ટિ એટલે કે સ્થિરાદિ (સ્થિરા-કાન્તા-પ્રભા અને પરા) દૃષ્ટિમાં હોય છે. પાછળની સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતો જીવ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી હિંસાદિ (હિંસા-જૂઠ-ચોરી-મૈથુન આદિ ૧૮) પાપસ્થાનકોમાં પ્રાયઃ પ્રવૃત્તિ કરતો નથી. અને પૂર્વે બાંધેલા નિરુપક્રમ કર્મના ઉદયથી (એટલે કે કર્મના અપરાધથી-કર્મરૂપી પાપોદયની પરવશતાથી) કદાચ કોઈ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે તો તે પ્રવૃત્તિ કેવી કરે છે ? તે દૃષ્ટાન્તથી સમજાવે છે કે તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવા તુલ્ય, તથા સંવેગ જ છે સાર જેમાં એવી પ્રવૃત્તિ કરે છે. ઘણું કરીને તો તે જીવ પાપમાં પ્રવૃત્તિ કરતો જ નથી. પરંતુ કદાચ કરે તો આવી રીતે પ્રવૃત્તિ કરે છે. તપેલા લોઢાના ગોળા ઉપર કોઈ માણસ કદાપિ જાણી બૂઝીને પગ મૂક્તો નથી. કદાચ કયાંય કોઈ વ્યક્તિની પરવશતાથી અથવા કોઈ કાર્ય કરવાના પ્રયોજનથી પગ મૂકવો જ પડે તો પગ મૂતાં પહેલાં તત લોહ જોઈને ગભરાય છે. તેના ઉપર પગ મૂક્તાં દાહની વેદનાનો આંચકો અનુભવે છે. ત્યાં પગની વધુ સમય સુધી સ્થિતિ કરતો નથી, તુરત જ સ્વયં ઉપાડી લે છે આપોઆપ આ પગ ત્યાંથી ઉઠાવીને આગળ મૂકે છે. તેવી રીતે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં વર્તતો જીવ વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી સૂક્ષ્મ બોધવાળો છે. તેથી પ્રાયઃ પાપમાં પ્રવૃત્તિ કરતો જ નથી. પરંતુ પૂર્વબદ્ધ કર્મ રૂપ અપરાધના ઉદયથી એટલે કે તે કર્મરૂપી પાપની પરવશતાથી કદાચ ક્યાંક પાપમાં પ્રવૃત્તિ કરવી પડે તો એટલે કે તે પાપકાર્ય કરવું જ પડે એમ છે એવું જોઇને પ્રથમ તો ગભરાય છે. ભયભીત બને છે. પાપભીરૂ એવો તે આત્મા પછી જ તે પાપમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ હૃદયમાં તુરત Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૦ જ તે પાપકાર્ય કર્યાની વેદનાનો આંચકો અનુભવે છે. અંદરથી દુઃખી દુઃખી થાય છે. પાપકાર્ય થયું ન થયું અને ત્યાંથી તુરત વિરામ પામી જાય છે. ઝાઝો સમય તે પોપકાર્યમાં રસિક થઇને સ્થિર થતો નથી. પાપથી તુરત અટકી જાય છે. - તથા પૂર્વબદ્ધ કર્મના અપરાધથી આજે મારે આવા પાપકાર્યમાં પ્રવૃત્તિ કરવી પડી, આ ઘણા દુઃખની બીના છે. એમ અત્યન્ત નિરસપણે -ખેદ યુક્ત કરે છે. પોતાના રસિકપણાથી કે નિર્ધ્વસપરિણામથી પ્રવૃત્તિ કરતો નથી. પૂર્વકર્મોના ઉદયથી પ્રેરાઈને પરવશપણે ન છૂટકે કરવી પડે છે અને કરે છે. તેથી આવા જીવો કાયપાતી જ હોય છે કાયામાત્રથી પાપમાં પડનારા હોય છે. પરંતુ ચિત્તપાતી હોતા નથી તેઓનું મન પાપકાર્ય કરવામાં કદાપિ જોડાતું નથી. સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા અને ભિન્નગ્રંથિ એવા આ સમ્યગ્દષ્ટિજીવનું ચિત્ત સદા મોક્ષમાં જ રાચતું હોય છે. શરીર જ માત્ર સંસાર સેવનાર બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે सम्मट्टिी जीवो, जइवि हु पावं समायरे किंचि । अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥ वंदित्तु॥ कायपातिन एवेह, बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ २७१॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ॥ २०३॥ (. શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિંદુ) આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આત્માની સમસ્ત સંસાર સંબંધી ચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની હોય છે. ભોગી છતાં યોગી જેવી હોય છે. સંસારમાં જલકમલવત્ સર્વથા નિર્લેપ રહેનાર હોય છે. એટલે જ પ્રાયઃ કોઈ પણ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરતો જ નથી. કદાચ પૂર્વબદ્ધ કર્મોદયથી પ્રેરાઈને કરવી પડે તો પણ નિર્ધ્વસ પરિણામથી રાચીમાચીને કરતો નથી. પરંતુ તપેલા લોઢાના ગોળા ઉપર પગ મૂકવાની જેમ નિરસપણે કરે છે. હૃદયમાં અત્યંત દુઃખ ધરે છે. તેથી જ તેને અલ્પ કર્મબંધ થાય છે. સમ્યકત્વરૂપી અમૃતનો રસ જેણે ચાખ્યો હોય તેને સંસારના સુખરૂપ કુકસ-બુકસ (લુખ્ખા સુક્કા બાકળા જેવા) ભોજનના રસો કેમ ગમે ? તીર્થંકર પરમાત્મા ગૃહસ્થાવાસમાં પોતે વૈરાગી અને લોકો તેમના ઉપર રાગી એવી નિર્લેપ દશામાં રહે છે તેનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે કે - Page #292 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૫૭ રાગ-ભરી જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ, ચિત્ત તમારા રે સમુદ્રનો, કોઈ ન પામે રે તાગ. || શ્રી શ્રેયાંસ કૃપા કરો. | ૭૦ किमित्येवम्भूतेत्याह સમ્યગ્દષ્ટિ જીવોની પૂર્વબદ્ધ કર્મોદયજન્ય પાપપ્રવૃત્તિ આવી નિરસ-નિર્લેપ કેમ હોય છે? તે સમજાવે છે वेद्यसंवेद्यपदतः, संवेगातिशयादिति । चरमैव भवत्येषा, पुनर्दर्गत्ययोगतः ॥ ७१॥ ગાથાર્થ = વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી અને અતિશય સંવેગ પરિણામ (ભવભયવાળા અથવા પાપભયવાળા પરિણામ) હોવાથી તથા ફરીથી દુર્ગતિમાં જવાનો અયોગ હોવાથી આ પાપપ્રવૃત્તિ તે ચરમ જ હોય છે. | ૭૧ / ટીકા- “વાસંઘપવો'-વર્યાન્નિક્ષUTR, “વેરિફાયરિ'' તિશયસંન “રમૈવ મવષા 'પાપપ્રવૃત્તિદા ત રૂાદ-“પુનર્વયોતિ:” श्रेणिकाद्युदाहरणात् । प्रतिपतितसद्दर्शनानामनन्तसंसारिणामनेकधा दुर्गतियोग इति यत्किञ्चिदेतत्, न, अभिप्रायाऽपरिज्ञानात्, क्षायिकसम्यग्दृष्टेरेव नैश्चयिकवेद्यसंवेद्यपदभाव इत्यभिप्रायाद, व्यावहारिकं अपि तु एतदेव चारु, सत्येतस्मिन् प्रायो दुर्गतावपि मानसदुःखाभावात्, वज्रतन्दुलवदस्य भावपाकाऽयोगात् । अचारु पुनरेकान्तत एव अतोऽन्यदिति ॥ ७१॥ વિવેચન :- ઉપરની ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતો આત્મા પૂર્વબદ્ધ કર્મોદયજન્ય પાપ પ્રવૃત્તિ કદાચ કરે તો પણ તHલોહપદન્યાસવત્ કરે છે. પાપ કરવાનો આનંદ હોવાના બદલે પાપ કરવું પડે છે તેનો અતિશય ખેદ-(દુઃખ) હોય છે. નિરસભાવે પ્રવૃત્તિ કરે છે. તેનું શું કારણ? તે વાતનો ખુલાસો કરતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે (૧) વેદસંવેદ્યપદના પ્રભાવથી આ પાપપ્રવૃત્તિ નિરસ અને તીવ્રખેદ યુક્ત બને છે આધ્યાત્મિક એવા ઉત્તમ પુરુષાર્થ વડે વેદસંવેદ્ય પદ (જેનું વર્ણન ૭૩-૭૪ ગાથામાં આવે છે. એવું સમ્યગ્દર્શન) કોઈક જ જીવ પ્રાપ્ત કરે છે. અનાદિ કાળથી રહેલી દારુણ અને ગૂઢ એવી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરવાથી આ વેદ્યસંવેદ્યપદ જીવ પ્રાપ્ત કરે છે. યો. ૧૦. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૧ સર્વ જીવો માટે આ સુકર નથી, ગ્રંથિદેશ પાસે આવેલા ઘણા જીવો પતન પામી જાય છે. કોઈક મહાત્મા જ પર્વતની જેમ દુર્ભેદ્ય એવી ગ્રંથિને ભેદે છે કારણ કે રાગ-દ્વેષના આ સંસ્કાર અનાદિના છે અને અતિશય ગાઢ છે. મોહ અતિશય મંદ થવાથી જ વેદ્યસંવેદ્યપદ આવે છે. આ પદ આવવાથી પાપપ્રવૃત્તિ કરવાની પ્રાયઃ મનોવૃત્તિ રહેતી જ નથી. વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. અને તેનાથી તેની જ લગની લાગવાથી, જન્મ-જરા-મરણ-રોગ-શોક અને ભયાદિ અનંત દુઃખોની ખાણ તુલ્ય એવા આ ભયંકર સંસારથી દૂર ભાગે છે. જેમ ભયજનક સ્થાનથી ભય દેખાતાં માણસ મુઠ્ઠીઓ વાળીને ડબલ વેગે ભાગે છે. તેમ આ જીવને ભવમાં ભયો જ દેખાવાથી તેનાથી દૂર ભાગે છે. તેમાં રમતો નથી. સંસારસુખમાં આનંદ માનતો નથી. કહ્યું છે કે तदर्शनमवाप्नोति, कर्मग्रन्थिं सुदारुणम् । निर्भिद्य शुभभावेन, कदाचित्कश्चिदेव हि ॥ सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ ॥ (પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય) (ર) સંગતિશય – આ સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા જીવને ભવભય અને પાપભય રૂપ સંવેગ પરિણામ અતિશયપણે હોવાથી પાપપ્રવૃત્તિ નિરસ અને અત્યન્ત ખેદવાળી બને છે. તેના ફળરૂપે વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આ જીવમાં તીવ્ર સંવેગ પરિણામ ઉત્પન્ન થાય છે. સંસાર ઊંડો ખાડો જ દેખાય છે. અનંતવાર ઇન્દ્રિયસુખો અનુભવવા છતાં ઇન્દ્રિયો અતૃપ્ત જ રહે છે અને તીવ્રકર્મ કરાવી જીવને નરકના ખાડામાં નાખી દે છે. સ્વાર્થથી ભરપૂર આ સંસાર કેવળ દુઃખદાયી જ છે. આત્માનું સહજાનંદરૂપ અનંત ગુણમય સ્વરૂપ હવે સમજાય છે. તેથી તે પ્રાપ્ત કરવા આ સંસારના પૌદ્ગલિક ભાવોમાંથી મન ઉઠી જાય છે. માટે પાપ પ્રવૃત્તિ કરતો નથી અને કુટુંબાદિ સંબંધી નિર્વાહની પરવશતાથી કદાચ કરવી પડે તો તેમાં નિરસતા વધારે હોય છે. તથા સંવેગ એટલે મોક્ષાભિલાષ, સમ્યકત્વના પ્રતાપે આત્માના સહજ સુખ સ્વરૂપ અમૃતરસનો આંશિક આસ્વાદ માણ્યો હોવાથી હવે આ જીવને પૂર્ણપણે સહજ સુખ માણવાનો તીવ્ર મનોરથ જાગે છે. સંસાર અનેકવિધ ઉપાધિઓથી ભરપૂર દેખાય છે. આ સંસાર તીવ્ર કલેશ-કષાય અને રાગાદિને જ ઉત્પન્ન કરનારો લાગે છે. તેનાથી દુઃખોની જ પરંપરા સર્જાય છે. ક્યાંય સુખની છાયા પણ દેખાતી નથી, સુખ મુક્તિમાં જ માત્ર જણાય છે. જન્માદિ દુઃખોથી રહિત સર્વથા ભયમુક્ત અવ્યાબાધ સુખ ત્યાં Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ગાથા : ૭૧ યોગદૃષ્ટિ સમુચ્ચય જ છે એમ સમજી પાપપ્રવૃત્તિમાં નિરસ બની જાય છે. મુક્તિ જ માત્ર વાસ્તવિક સુખયુક્ત છે. એવા પ્રકારના સંવેગના અતિશયપણાથી આ જીવ મુક્તિ તરફ દોટ મૂકે છે. મુક્તિ જ માત્ર મનમાં વસી હોવાથી તેના ઉપાયભૂત દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગુણોની પરમ ઉપાસના આરાધે છે. અરિહંત પરમાત્માની ભક્તિ, તેમના વચનોની પરમરુચિ, પરમવાત્સલ્યભાવ, આગમશાસ્ત્રોનો અભ્યાસ, ત્યાગ અને સંયમમય જીવન બનાવવા તરફ પ્રયાણ કરે છે. કારણ કે “કારણથી કાર્યની નિષ્પત્તિ થાય છે.” એમ સમજીને મોક્ષતરફ જ પ્રીતિ હોવાથી મુક્તિના જ ઉપાયોમાં ઓતપ્રોત થાય છે. વવ પાપપ્રવૃત્તિ = આ પ્રમાણે વેદ્યસંવેદ્યપદના પ્રતાપે, અને સંવેગની અતિશયતાના કારણે સાંસારિક પાપકાર્યમાં નિરસપણે તHલોહપદન્યાસની જેમ કરાતી જે આ પ્રવૃત્તિ છે. તે પણ ચરમ જ છે. અંતિમ જ છે. અર્થાત્ આ જીવ ફરીથી હવે નિરસપણે પણ કદાપિ આવી પાપપ્રવૃત્તિ કરવાનો નથી કારણ કે હવે તે જીવને કદાપિ દુર્ગતિમાં જવાનો યોગ જ આવવાનો નથી. અહીં શ્રેણિક મહારાજાનું ઉદાહરણ સમજી લેવું. કે જેઓ પરમાત્મા મહાવીર પ્રભુની વાણીથી ક્ષાયિક સમ્યકત્વ પામેલા હતા, વેદ્યસંવેદ્યપદના ભોક્તા હતા, સમ્યગ્દર્શનના પ્રતાપે આત્મગુણોના અનુભવવાળા હતા. છતાં વ્રત-પચ્ચકખાણાદિ વિરતિ ધર્મ કરી શકતા ન હતા. અર્થાત્ અવિરતિની પ્રવૃત્તિવાળા હતા, તથા સમ્યકત્વ પામ્યા પૂર્વે આચરેલી પાપ પ્રવૃત્તિથી નરકાયુષ્ય બાંધેલું હતું. તેથી તેમની આ પાપપ્રવૃત્તિ ચરમ હતી, નરકગતિ પ્રાપ્ત થયા પછી હવે તેમને ફરીથી આવી દુર્ગતિ મળવાનો અયોગ છે. નરકગતિમાંથી નીકળીને આવતી ચોવીસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર થશે. આ પ્રમાણે ભાવિમાં આવા જીવને બીજીવાર દુર્ગતિની પ્રાપ્તિ રૂપ પાપપ્રવૃત્તિ સંભવતી જ નથી તેથી આ પાપપ્રવૃત્તિ તે ચરમ પાપપ્રવૃત્તિ જ બને છે. ૨. જન્મ-મૃત્યુ-ગરા-વ્યાધિ-રોગ-શatઘુતિઃ | क्लेशाय केवलं पुंसामहो भीमो भवोदधिः ॥ सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो व्याबाधावर्जितः सदा ॥ (શ્રી હરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય) નમ-મૃત્યુ-ગરા વ્યાધિ-રોગ-શોષાશુપદ્રુતમ્ | वीक्षमाणा अपि भवं, नोदविजन्तेऽतिमोहतः ॥ ७९॥ (શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૧ પ્રશ્ન = પ્રતિપતિતપશ્ચર્થનાનામ્ સમ્યગ્દર્શન પામેલા જીવોની આ પાપપ્રવૃત્તિ જો ચરમ જ હોય તો સમ્યગ્દર્શન પામીને પતન પામેલા એવા જીવો અનંતસંસારી બન્યા છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારનારા બન્યા છે. સમ્યકત્વ પામ્યા પછી પડીને જૈનશાસનની મહાઆશાતના કરનારા જીવો વધુમાં વધુ દેશોન અર્ધ પુગલપરાવર્તન એટલે કે અનંત કાળચક્ર સંસારમાં પરિભ્રમણ કરે છે એવું શાસ્ત્રોમાં આવે છે. આટલા કાળમાં અનેકવાર દુર્ગતિમાં જવાનો યોગ બને જ છે. તો ઉપર જે એમ કહેવામાં આવ્યું કે આવા જીવને ફરીથી દુર્ગતિનો અયોગ છે આ વાત યત્કિંચિત્ છે અર્થાત્ તુચ્છ છે સાર વિનાની છે. વાસ્તવિક બરાબર નથી. પરમાત્મા શ્રી મહાવીરદેવ જ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પછી મરીચિના ભવમાં કુલમદ કરવાથી અને ઉસૂત્રપ્રરૂપણા કરવાથી અનંતકાળ સંસારમાં રખડ્યા એવું શાસ્ત્રોમાં આવે છે માટે પ્રતિપતિત સમ્યગ્દર્શની જીવો અનંત સંસારી પણ હોય છે. અને અનેકવાર દુર્ગતિ પામવાનો યોગ પણ બને જ છે. તેથી આ ચરમ જ પ્રવૃત્તિ છે અને હવે દુર્ગતિનો અયોગ છે આ વાત યથાર્થ નથી. અર્થાત્ બરાબર સંગત થતી નથી. ઉત્તર - 1, મિથપરિણીના આ પ્રશ્ન બરાબર નથી, કારણ કે તેઓ અમારા કહેવાના અભિપ્રાયને બરાબર સમજયા નથી, ઉપશમયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારનાં સભ્યત્વ હોય છે તેમાંથી ક્ષાયિક સમ્યકત્વવાળા જીવોને જ આવું દુર્ગતિના અયોગવાળું નૈક્ષયિક વેદ્યસંવેદ્યપદ આવે છે. દુર્ગતિમાં ફરીથી જવું ન પડે અને ચરમ જ પાપપ્રવૃત્તિ હોય એવું વાસ્તવિક-પારમાર્થિક વેદ્યસંવેદ્યપદ ક્ષાયિકસમ્યગ્દષ્ટિને જ હોય છે. એવો અમારો કહેવાનો અભિપ્રાય છે. કારણકે ક્ષાયિક સમત્વવાળા જીવો જે ભવમાં ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે ભવમાં જો અબદ્ધાયુ હોય તો તે જ ભવે મુક્તિ પદજ પામે છે. અને જો પૂર્વબદ્ધાયું હોય તો પણ ૩-૪ ભવે નિયમો મુક્તિપદ પામે છે. તે ૩-૪ ભવમાં જો કદાચ દુર્ગતિ કરવી પડે તો એટલે કે નરક અથવા યુગલિકતિર્યંચનો ભવ કરવો પડે તો પણ તે એક જ વખત કરવો પડે છે. વધારે તે ભવ કરવા પડતા નથી. માટે તેવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને જ નિશ્ચયથી આવું વેદ્યસંવેદ્યપદ હોય છે. એમ અમારો કહેવાનો અભિપ્રાય (આશય) છે. અમે આવા નિશ્ચય વેદ્યસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને આશ્રયીને જ દુર્ગતિનો અયોગ કહ્યો છે. એમ જાણવું. ' ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વવાળા જીવને પણ આ વેદ્યસંવેદ્યપદ અવશ્ય આવે જ છે. પરંતુ તે જીવોનો સંસાર ઉત્કૃષ્ટથી દેશોન અધપુદ્ગલપરાવર્ત હોઈ શકે છે. પતન પણ થાય છે. અને મિથ્યાત્વે જાય તો અનેકવાર દુર્ગતિમાં પણ જાય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૧ * યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૧ દર્શનસપ્તકનો સર્વથા ક્ષય થયેલા ક્ષાયિકસમ્યકત્વવાળા જીવ જેટલી વિશુદ્ધિવાળું નિશ્ચય વેદ્યસંવેદ્ય પદ તે જીવોને સંભવતું નથી. તો પણ કાળાન્તરે નિશ્ચય વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત કરાવે જ તેવા પ્રકારનું તેના કારણભૂત વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદ ઉપશમ અને ક્ષયોપશમસમ્યત્વવાળા જીવોને પણ હોય જ છે. અને તે કારણથી “વ્યાવહારિવં પિ તુ પતલ્લેવ રા'કવ્યવહારથી આવેલું એવું પણ આ વેદ્યસંવેદ્યપદ સારું જ છે. મનોહર જ છે. કે જે કાળાન્તરે પણ નિશ્ચય વેદ્યસંવેદ્યપદને લાવનાર છે. પરંતુ અવેદ્યસંવેદ્યપદ સારું નથી) એમ તવ શબ્દમાં લખેલા પત્ર શબ્દનો અર્થ કરવો. જો કે સાયિકસમ્યગ્દષ્ટિ જીવને આવનારા નિશ્ચયવેદ્યસંવેદ્યપદ જેવું આ અતિશય મનોહર નથી, તો પણ તેનું કારણ હોવાથી કાળાન્તરે પણ નક્કી નૈયિક વેદ્યસંવેદ્યપદ અપાવનાર જ હોવાથી આ પણ અવશ્ય ચારૂ જ છે. મનોહર જ છે. અને વ્યાવહારિક એવું પણ - આ વેદ્યસંવેદ્યપદ જ ચારૂ છે પરંતુ અવેદ્યસંવેદ્યપદ ચારૂ નથી (એમ ભાવાર્થ સમજવો.). કારણ કે વ્યાવહારિક એવું પણ આ વેદ્યસંવેદ્યપદ આવે છતે જો કે કર્મની પરવશતાથી મિથ્યાત્વે જીવ જાય તો તે મિથ્યાત્વના કારણે દુર્ગતિમાં પણ (અનેકવાર) જાય છે. છતાં પ્રાયઃ માનસિક દુઃખનો અભાવ હોય છે. જેમ વજના તંદુલ અનેકવિધ અગ્નિના યોગે પણ પાકે નહીં તેમ આ જીવને અનેકવાર દુર્ગતિનો યોગ થવા છતાં ભાવપાકનો અયોગ છે. મનના ભાવો પલટાતા નથી. આકુળ-વ્યાકુળ થતો નથી. તેથી જ પ્રથમ ગુણસ્થાનકે જવા છતાં પણ દીર્ઘસ્થિતિ અને તીવ્રરસ આ જીવ બાંધતો નથી. (કર્મગ્રંથના મતે દીર્ઘસ્થિતિ બાંધે છે પરંતુ તીવ્રરસ બાંધતો નથી. તેથી તીવ્રરસનો બંધ ન હોવાથી દીર્ઘસ્થિતિની પણ કંઈ કિંમત નથી) આ પ્રમાણે નિશ્ચય નયવાળું સાધ્યભૂત વેદ્યસંવેદ્યપદ જે અતિશય મનોહર છે તે માત્ર સાયિકસમ્યગ્દષ્ટિ જીવને જ હોય છે અને ચરમ પાપ પ્રવૃત્તિ અને દુર્ગતિના અયોગનું અમારું વિધાન તેને આશ્રયીને છે. તથા ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા જીવોને આવનારૂં એવું તથા નિશ્ચય વેધસંવેદ્યપદના સાધનભૂત-કારણભૂત એવું વ્યાવહારિક વેધસંવેદ્યપદ જે છે તે પણ મનોહર જ છે. કારણ કે તે દીર્ધકાળે પણ નિશ્ચય વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ કરાવનાર બને છે. પરંતુ મારું પુનરેવાન્તત થવ ગોડિિત તોડદ્ પુન: પ્રાત: પવ એવા આ વ્યાવહારિક વેદ્યસંવેદ્યપદથી અન્ય એવું જે અવેદ્યસંવેદ્યપદ છે તે તો વળી એકાન્ત જ અમનોહર છે. અવેદ્યસંવેદ્યપદ તો કોઈ પણ રીતે આત્મહિતકર નથી. માટે તે તો સર્વથા અચારુ જ છે. મિથ્યાત્વદશા જ છે. અને દુર્ગતિનો વારંવાર હેતુ જ બને છે. (૧) નિશ્ચયનયવાળું વેદસંવેદ્યપદ અતિશય ચારુ (સાયિકવાળાને) (૨) વ્યવહારનયવાળું વેદ્યસંવેદ્યપદ ચાટ (ઉપશમ તથા ક્ષયોપશમવાળાને) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય પક્ષિછાયા જલચરપ્રવૃત્ત્તાભ એવું ભ્રાન્ત વેદ્યસંવેદ્યપદ ચરમ યથાપ્રવૃત્તકરણવર્તી જીવોને હોય છે. (૪) અવેદ્યસંવેદ્યપદ એકાન્તે અચારુ (મિથ્યાત્વીને) આ પ્રમાણે નિશ્ચય વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી, સંવેગની અતિશયતાથી અને ફરીથી દુર્ગતિનો અયોગ હોવાથી આ જીવની આ પાપપ્રવૃત્તિ ચરમ જ છે એમ સમજવું. અને તે પણ તમલોહપદન્યાસ જેવી ઘણા જ નિર્વેદથી ભરેલી છે. ક્યારે સંસારમાંથી નીકળું? એવા ભાવવાળી હોય છે. ૭૧ યજ્ઞાદ્દ-ઉપરની ગાથાની અન્તિમ પંક્તિમાં અવેધસંવેદ્યપદને અચારુ કહેવામાં આવ્યું છે. તેનું શું કારણ છે ? તે હવે આ ગાથામાં જણાવે છે ગાથા : ૭૨ अवेद्यसंवेद्यपदमपदं परमार्थतः । पदं तु वेद्यसंवेद्यपदमेव हि योगिनाम् ॥ ७२ ॥ ગાથાર્થ=અવેદ્યસંવેદ્યપદ એ પરમાર્થથી અપદ જ છે. કારણ કે યોગીમહાત્માઓને વેદ્યસંવેદ્યપદ જ વાસ્તવિક પદ તરીકે માન્ય છે. ॥ ૭૨॥ 11 परमार्थतः ટીકા-‘“અવેધસંવેદ્યપરમિતિ' મિથ્યાયાગયસ્થાનમ્, અત વાહ यथावस्थितवस्तुतत्त्वाऽनापादनात् । “તું તુ” પર્વ પુનઃ સંવેદ્યપત્નેવ'' વક્ષ્યમાાનક્ષામત્વર્થયોાવિત્તિ ‘‘( યોગિનામ્)' ॥ ૭૨૫ વિવેચન :- ‘વર્'' એટલે આશયસ્થાન, મનને સ્થિર કરવાનું ઠેકાણું, પગ મૂકવાની જગ્યા, સુખ દેખાવાથી જ્યાં ચિત્ત ઠરે-સ્થિર થાય તેને “પદ” કહેવાય છે. જે અવેદ્યસંવેદ્યપદ છે. તે મિથ્યાત્વ અવસ્થાવાળું આશયસ્થાન છે. તેથી વાસ્તવિક “પદ” જ નથી, અપદ જ છે. કારણકે તે જીવ ભવાભિનંદી છે. પુદ્ગલ સુખનો રસિક છે. જેનું લક્ષણ ૭૬મી ગાથામાં આવે છે ઝાંઝવાના જળમાં જલબુદ્ધિ કરીને દોડનાર હરણ જેમ દોડ્યા જ કરે છે. કદાપિ તે સુખ પામતું નથી, સ્થિર થતું નથી, તેમ, મિથ્યાર્દષ્ટિભવાભિનન્દી જીવનું ચિત્ત પૌદ્ગલિક વાસનાઓમાં ભટક્યા જ કરે છે. અસ્થિર જ હોય છે. કોઇપણ વિક્ષિત એક સુખની પ્રાપ્તિમાં અનેકવિધ ઉપાધિઓના ભારથી ચિત્ત ચંચળ જ રહ્યા કરે છે સદા ભયભીત જ રહે છે. અશુભ પરિણામોથી જ ઘેરાયેલું રહે છે. જે સ્ત્રીની સાથે અનેક રંગરાગથી પુરુષ રમે છે, તેની જ સાથે વાંકું પડતાં અથવા અન્યની સાથે પ્રેમ થતાં, અથવા વિયોગ થતાં જીવ દુ:ખી દુ:ખી થાય છે. જે ધનપ્રાપ્તિમાં સુખ માને છે તે જ ધનની પ્રાપ્તિમાં પારાવાર પરવશતા, મળ્યા પછી સંરક્ષણમાં વિવિધ ‘અવત ‘‘વેદ Page #298 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૩ ગાથા : ૭૩ ચિંતાઓ, અને નાશ થતાં પારાવાર દુઃખથી ચિત્ત સદા આકુળ-વ્યાકુળ-અસ્થિરપણે ભટક્યા જ કરે છે. કદાપિ સ્થિર થતું નથી. માટે જ તેને યોગીમહાત્માઓ ‘“અપદ” (પગ વિનાનું) કહે છે કારણ કે યથાવસ્થિતપણે (જે વસ્તુ જેમ છે તેવા સ્વરૂપે) વસ્તુતત્ત્વનો બોધ ત્યાં થતો નથી. મોહને વશ મદિરાપાન, વ્યભિચાર, રાત્રિ-ભોજન, અભક્ષ્ય-ભોજન આદિ હેયને ઉપાદેય માનીને ભવસુખમાં જ રિત કરે છે. તેથી યથાવસ્થિત વસ્તુતત્ત્વના બોધનું અનાપાદનપણું (અભાવ) હોવાથી તે સ્થાન પારમાર્થિકપણે પદ જ નથી. સમ્યક્ત્વદશાવાળું વેદ્યસંવેદ્યપદ જ યોગી મહાત્માઓને પદ તરીકે માન્ય છે. ત્યાં જ આત્માનું ચિત્ત સ્થિર થાય છે. પૌદ્ગલિક સુખની ભ્રાન્તિ દૂર થવાથી, પોતાના આત્મગુણોમાં જ સુખબુદ્ધિ થવાથી અને તે સુખ કોઇ પણ વડે અચૌર્ય-અને અનાશ્ય હોવાથી નિર્ભય થયો છતો આ જીવ પોતાના ચિત્તને તેમાં સ્થિર કરી શકે છે. વાસ્તવિકપણે તે જ પગ મૂકવાનું સ્થાન હોવાથી “પદ” કહેવાય છે. હવે પછીની ૭૩-૭૪ ગાથામાં જેનું લક્ષણ કહેવાશે એવું વેદ્યસંવેદ્યપદ એ જ પરમાર્થથી “પદ” કહેવાને યોગ્ય છે. કારણ કે જ્યાં સ્થિર ઉભા રહેવાય, અસ્થિરતા ન હોય તે પદ જ પારમાર્થિક પદ છે. એવો પર્ શબ્દનો જે અન્વર્થ છે. તે ત્યાં જ સંભવે છે. માટે વેદ્યસંવેદ્યપદ એ જ પરમાર્થથી પદ છે. I૭૨ તથા ચા-હવે તેવા પ્રકારના વેદ્યસંવેદ્યપદનો વ્યુત્પત્તિથી અર્થ જણાવે છેवेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृत्तिबुद्ध्याऽपि, स्त्र्याद्यागमविशुद्धया ॥ ७३ ॥ = ગાથાર્થ જે આશયસ્થાનમાં વિશુદ્ધ (નિર્મળ) એવી આગમની રીતિ-નીતિને અનુસારે સ્ત્રી આદિ (સાંસારિક સુખના હેતુઓ) અપાયાદિનું કારણ છે. એ પ્રમાણે જાણવા યોગ્ય તત્ત્વ યથાવસ્થિતપણે જણાય છે. તથા તેમાં અપ્રવૃત્તિ જ કરવા જેવી છે. એવી બુદ્ધિ વડે પણ જણાય છે. તે વેધસંવેદ્યપદ કહેવાય છે. ॥ ૭૩॥ ટીકા-‘વેદ્યું’વેરીીય વસ્તુસ્થિત્યા તથામાવયોશિસામાન્યનાવિન્ત્યાज्ञानग्राह्यमिति योऽर्थः, "संवेद्यते " - क्षयोपशमानुरूपं निश्चयबुद्धया विज्ञायते, ‘‘યસ્મિન્વટ્’’-આશયસ્થાને િિવશિષ્ટમિત્યાદ-‘‘ અપાયાવિનિબન્ધનં’’-નરસ્વતિकारणम् स्त्र्यादि, " तथा " तेन प्रकारेण येन सामान्यानुविद्धं “ अप्रवृत्तिबुद्धयापि" તનુપાતાના શયાભિવવા સંવેદ્યતે ‘‘ઝ્યાત્િ’’ વેદ્ય, ‘‘આગમવિશુદ્યા’’ શ્રુતાવનીતविपर्ययमलया, प्रधानमिदमेव बन्धकारणं प्रेक्षावतामपीति स्त्र्यादिग्रहणम् ॥७३॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૩ વિવેચન :- વેદ્યસંવેદ્યપદ આ શબ્દમાં પ૬ એટલે સ્થાન, આશયનું સ્થાન, આત્માના આશયને (અભિપ્રાયને-પરિણામને-વિચારને) રહેવાનું જે સ્થાન તે પદ કહેવાય છે. ૨૬૪ વસ્તુસ્થિત્યા વેનીય જે વસ્તુ જે રીતે જાણવા યોગ્ય છે. તે વસ્તુ તે રીતે જે આશયમાં જણાય તે વેદ્ય કહેવાય છે. જેમ કે સ્ત્રી આદિ પદાર્થો અપાયના કારણ સ્વરૂપે જાણવા યોગ્ય છે તેથી તેને તે રીતે જાણવા. અપાયાવિનિવસ્થનમ્ શબ્દમાં આર્િ શબ્દ છે. અપાય એટલે દુઃખ (નરક-નિગોદાદિ ભવજન્ય દુઃખ) અને આવિ શબ્દથી સુખ (સ્વર્ગ-મુક્તિ વગેરેનાં સુખો.) તથામાવયોશિસામાન્યન-તેવા પ્રકારના ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) સ્થિરાદિ દૃષ્ટિમાં વર્તતા જીવો વડે સામાન્યપણે નિર્વિકલ્પક રીતે-યથાર્થપણે જાણવા યોગ્ય જે પદાર્થ તે વેદ્ય કહેવાય છે. આવા પ્રકારના વેદ્ય=જાણવા યોગ્ય પદાર્થનો પોતપોતાના ક્ષયોપશમને અનુરૂપ નિર્ણયાત્મક બુદ્ધિપૂર્વક અનુભવ કરાય જે આશયસ્થાનમાં, તે આશયસ્થાનને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વેદ્ય એવા પદાર્થોનું કેવું સંવેદન થાય? તો વિશેષણ આપે છે કે સ્ત્રી આદિ પદાર્થો અપાયનું (દુ:ખનું) અને દાન-પુણ્યાદિ કાર્યો સ્વર્ગ આદિનું કારણ છે. આ પ્રમાણે જેમાં જણાય તે આશયને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. ભાવાર્થ= અપાયાદિમાં અપાય એટલે દુઃખ અને આદિ શબ્દથી સુખ સમજવું. નરક-તિર્યંચગતિમાં દુ:ખ છે. અને દેવ-મનુષ્યગતિમાં સાંસારિક સુખ છે. તથા મુક્તિમાં આત્માના ગુણોનું સુખ છે. સ્ત્રી-ધન-ઘર વગેરે અપાયનું કારણ છે. એટલે નરસિંદ ગતિનું કારણ છે અને સ્ત્યાદિમાં લખેલા આવિ શબ્દથી દાન-પુણ્યાદિ અપાયાવિમાં કહેલા મારિ શબ્દથી સુખનું કારણ છે એટલે સ્વર્ગ અને મનુષ્યભવનું કારણ છે. આ પ્રમાણે સ્ત્રી આદિ જે જે પદાર્થો રાગ-દ્વેષ કરાવવા દ્વારા દુ:ખદાયી એવા નરકાદિ ભવનું કારણ બને છે. અને દાન-પુણ્યાદિ જે જે ભાવો શુભ અધ્યવસાય દ્વારા પુણ્યબંધ કરાવવા વડે સ્વર્ગાદિનું કારણ બને છે. તે તે પદાર્થોને (વસ્તુસ્થિત્યા-) તે તે રીતે હેયને હેય રૂપે અને ઉપાદેયને ઉપાદય રૂપે તેવા પ્રકારના (સ્થિરાદષ્ટિમાં વર્તતા) ભાવયોગી આત્માઓ જાણે છે. અનુભવે છે. હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેયપણે જાણવાનું કામ કોઇ એક-બે ભાવયોગી કરે છે. અને બીજા કેટલાક ભાવયોગી નથી કરતા એવું નથી. એટલે કે ભાવયોગી સામાન્ય માત્ર (સર્વે ભાવયોગી આત્માઓ) ગ્રંથિભેદ કરવાપૂર્વક સમ્યગ્દર્શન પામેલા હોવાથી હેયને હેય અને ઉપાદેયને ઉપાદેયરૂપે જાણે છે. અર્થાત્ સર્વે ભાવયોગી સ્ત્રીધન આદિને નરકાદિનું કારણ અને દાન-પુણ્ય આદિને સ્વર્ગ આદિનું કારણ જાણે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૩ યોગદષ્ટિ સમુચ્ચય ૨૬૫ અહીં માવોસમાન=પદમાં સમાસ હોવાથી બધા ભાવયોગી વડે=ભાવયોગી માત્ર વડે આમ જણાય છે એવો અર્થ કરવો. વિન્યજ્ઞાનપ્રઢિામ સ્ત્રી-ધન આદિ પદાર્થો અમુક અપેક્ષાએ (રાગાદિપૂર્વક) ભોગવીએ તો અપાયનું કારણ બને છે. અને અમુક અપેક્ષાએ (રાગાદિ વિના ભોગવીએ તો અથવા તે જીવન સંતોષ ખાતર ભોગવીએ તો) અપાયનું કારણ બનતા નથી. એવી જ રીતે દાન-પુણ્ય અમુક અપેક્ષાએ કરવામાં આવ્યું હોય તો સ્વર્ગનું કારણ બને છે. અને માન-પાન અને પ્રતિષ્ઠાદિ માટે કરાયું હોય તો સ્વર્ગનું કારણ બનતું નથી. આવા પ્રકારના જુદા જુદા વિકલ્પો (કલ્પનાઓ) વિના એક સરખી રીતે સ્ત્રી આદિને નરકાદિનું કારણ અને દાન-પુણ્યાદિને સ્વર્ગાદિનું કારણ આ સર્વે ભાવયોગી જીવી જાણે છે. તેમાં મનમાન્યા વિકલ્પો દોડાવતા નથી. સર્પ એ પ્રાણઘાતક જ છે. વિષ એ મારક જ છે. સાકર સ્વાદિષ્ટ જ છે. અમૃત એ જીવન આપનાર જ છે. ઇત્યાદિમાં વિકલ્પો હોતા નથી. તેમ અહીં હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ કોઈપણ પ્રકારના વિકલ્પો વિના સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓને એકસરખી સમાન હોય છે. ક્ષરોપણનુરૂપ તેવા પ્રકારના સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ કોઇપણ જાતની મનમાની કલ્પના વિના (અવિકલ્પકપણે) સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુને હેય અને દાન-પુણ્યાદિ ઉપાદેય વસ્તુને ઉપાદેય રૂપે એક સરખી રીતે માને છે. અને જાણે છે. પરંતુ ભોગ્યવસ્તુમાં હેયતા કેમ છે? અને દાન-પુણ્યાદિમાં ઉપાદેયતા કેમ છે? એમ તેના વિષે સૂક્ષ્મબોધ બધા ભાવયોગીમાં સરખો હોતો નથી. કારણ કે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ સર્વે જીવોમાં હીનાધિકપણે વર્તે છે. એટલે સ્ત્રી આદિ ભોગ્ય વસ્તુ નરકાદિનું કારણ અને દાન-પુણ્યાદિ સ્વર્ગાદિનું કારણ છે. એમ નિર્વિકલ્પકપણે સમાનરૂપે જાણતા હોવા છતાં તેના વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાનપ્રાપ્તિની બાબતમાં પોત-પોતાના ક્ષયોપશમને અનુસારે કોઇ સામાન્યપણે અને કોઈ વિશેષપણે, કોઈ શૂલપણે અને કોઈ સૂક્ષ્મપણે, નિર્ણય કરવાવાળી બુદ્ધિ દ્વારા જાણે છે. હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ સમાન હોવા છતાં તેનાં કારણો સંબંધી સૂક્ષ્મબોધમાં ક્ષયોપશમને અનુસારે નિર્ણયાત્મક બુદ્ધિ દ્વારા હીનાધિક જ્ઞાન વર્તે છે. | સર્વે ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ ગ્રંથિભેદ કરવા પૂર્વક સમ્યગ્દર્શન પામેલા હોવાથી નરકાદિના કારણને નરકાદિના કારણરૂપે અને સ્વર્ગાદિના કારણને સ્વર્ગાદિના કારણ રૂપે જાણવામાં વિકલ્પ વિનાના છે. અર્થાત્ સમાન છે. પરંતુ તેનાં કારણો સંબંધી સૂક્ષ્મબોધમાં ક્ષયોપશમાનુસાર હીનાવિકપણે જ્ઞાન ધરાવે છે. આ પ્રમાણે જે હેય છે તેને હેય રૂપે અને ઉપાદેય છે તેને ઉપાદેય રૂપે કોઈ પણ જાતની બીજી કલ્પનાઓ કર્યા Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૩ વિના પોતાના ક્ષયોપશમને અનુસાર વસ્તુસ્થિતિ સ્વરૂપે જે જાણવું તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. સમ્યગ્દર્શનના પ્રતાપે પરમાત્માના વચનો ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા હોવાના કારણે આ ભાવયોગી આત્માઓ મનમાન્યા મિથ્યા વિકલ્પો દોડાવતા નથી. પ્રશ્ન :- સ્ત્રી આદિ ભોગ્યભાવો નરકાદિનું કારણ છે અને દાન-પુણ્યાદિ ભાવો સ્વર્ગાદિનું કારણ છે. એવું સંવેદન ભાવયોગી માત્રને થાય છે. તેવા સંવેદનનું ફળ તેઓમાં શું આવે ? આવા જ્ઞાનનું ફળ શું? ઉત્તર :- તથા પ્રવૃત્તિવૃદ્ધિયાપક સામાન્યથી જેમ કોઈપણ માણસને સર્પ એ પ્રાણઘાતક છે અને વિષ એ મારક છે એવું જ્ઞાન એકદમ નાની બાલ્યાવસ્થા ઓળંગ્યા પછી જ્યારે થાય છે. ત્યારે પ્રાણઘાતકતા અને મારકતાના જ્ઞાનથી તેમાં પ્રવૃત્તિ ન કરવી જોઈએ એવા પ્રકારની અપ્રવૃત્તિની બુદ્ધિવડે તેનું સંવેદન કરે છે. તેવી જ રીતે એકદમ નાની બાલ્યાવસ્થા સ્વરૂપ મિથ્યાવસ્થા ઓળંગ્યા પછી સમ્યગ્દર્શનના પ્રતાપે હેયમાં હેયબુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયબુદ્ધિ આવવાથી “સ્ત્રી આદિના ભોગમાં પ્રવૃત્તિ ના કરાય” તે નરકાદિ અપાયનું કારણ છે એવું જ્ઞાન થાય છે. “તદુપાવાનત્યાગાશયાત્મિય'' તેથી ભૂતકાળમાં સ્ત્રી-ધન આદિ જે જે ભોગ્ય વસ્તુઓનું ઉપાદાન (ગ્રહણ) કર્યું છે. સુખનું સાધન છે એમ માનીને સ્વીકાર્યું છે. તેનો મારે હવે ત્યાગ જ કરવો જોઇએ, એવા આશયવાળી બુદ્ધિ દ્વારા આ સર્વે ભોગો અપ્રવૃત્તિ કરવા યોગ્ય છે. આવા પ્રકારની અપ્રવૃત્તિપણાની જે બુદ્ધિ થાય છે તે ઉપરોક્ત સંવેદનનું ફળ આ જીવોમાં આવે છે. અહીં પ્રવૃત્તિવૃદ્ધયાપકપદમાં જે મfપ શબ્દ છે. તેનો અર્થ એમ સમજાય છે કે સ્ત્રી આદિ વેદ્ય વસ્તુઓ અપાયનિબંધન છે. એટલું સંવેદન જ માત્ર થાય છે. એમ નહીં પરંતુ તેમાં અપ્રવૃત્તિ પણ કરવા જેવી છે. તેમ પણ સંવેદન થાય છે. “સર્પ એ પ્રાણઘાતક છે” એટલું જ્ઞાનમાત્ર જ જો થાય અને ત્યાં અપ્રવૃત્તિ પણ કરવા જેવી છે એવી બુદ્ધિ જો ન થાય તો તે જ્ઞાનનો કોઈ અર્થ નથી. તેથી આ ભોગ્યભાવો દુઃખનું કારણ છે. એવું સંવેદન જેમ થાય છે, તેમ તેમાં અપ્રવૃત્તિ પણ કરવી જોઈએ એવું સંવેદન પણ તેની સાથે જ થાય છે. એવો ખિ નો અર્થ કરવો સંગત લાગે છે. હેયને હેયપણે જેમ જાણે છે. તેમ જે જે હેયભાવોનો ભૂતકાળમાં સુખનું સાધન માનીને સ્વીકાર કર્યો હોય તેનો ત્યાગ કરવાની એટલે કે તેમાં અપ્રવૃત્તિ કરવાની બુદ્ધિ પણ થાય છે તેથી જ્ઞાન અને આચરણા આચરવાની બુદ્ધિ એમ બન્ને આ ભાવયોગીને થાય છે. એવી જ રીતે દાન-પુણ્યાદિ સ્વર્ગાદિનું કારણ છે. એમ જેમ જણાય છે. તેમ Page #302 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૬૭ તેવા કાર્યોમાં પ્રવૃત્તિ પણ કરવી જોઈએ એવું સંવેદન પણ થાય છે. તે સ્વયં સમજવું ખાલી ખાલી જ્ઞાન માત્ર જ થાય છે. એમ નહીં પરંતુ તેની અપ્રવૃત્તિ કે પ્રવૃત્તિ રૂપ આચરણા આચરવાની બુદ્ધિ પણ થાય છે. તથા તેના પ્રકારે યેન સમજાનુવિદ્ધ-ઘેન જેની સાથે સ્થાતિ વેદ્ય સ્ત્રી-ધન આદિ વેદ્યપદાર્થો જે રીતે સામાચા-વિદ્ધ સામાન્યથી સંબંધ પામ્યા હોય- જે વ્યક્તિ જે ભોગ્યની સાથે સામાન્યપણે જે રીતે જોડાયો હોય તથા તેના પ્રાકતેણે તે તે પ્રકારે તે અપાયાદિના નિબંધનભૂત પદાર્થમાં અપ્રવૃત્તિ પણ કરવી જોઇએ, તેવું સંવેદન થાય છે. આ ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થયા પહેલાં આ આત્મા જે જે પદાર્થોની સાથે ભોગ્યભાવે જેવો જોડાયો હોય, જેમ કે- કોઇએ રાજ્ય મેળવ્યું હોય, કોઈએ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું હોય, કોઈએ એક સ્ત્રી સાથે લગ્ન કર્યું હોય. કોઈએ કરોડો રૂપિયાની ધનપ્રાપ્તિ કરી હોય, કોઈએ અનેક મકાનો બનાવ્યાં હોય અને કોઈએ એક મકાન બનાવ્યું હોય, કોઈએ અનેક હીરા-માણેક-સોનુ-રૂપું વસાવ્યું હોય એમ જેણે સામાન્યપણે જે જે ભોગ્યવસ્તુની સાથે જેવો સંબંધ કર્યો હોય તે તે આત્માને ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થયા પછી તે તે (સામાન્યપણે પોતની સાથે સંબંધવાળા) વેદ્ય એવા ત્યાદિ પદાર્થો અપાયાદિનું કારણ છે. એમ જેમ જણાય છે તેમ આ પદાર્થો અપ્રવૃત્તિનો વિષય પણ છે જ. એવી બુદ્ધિ દ્વારા મનમાં અપ્રવૃત્તિ ભાવનો નિર્ણય પણ થાય જ છે. તેથી જે જે ભાવો ગ્રહણ (પ્રામ) કરેલા છે તેના ત્યાગના આશયવાળી બુદ્ધિ પણ થાય છે. સામવિશુદ્ધયા હેયને હેય સમજી જે અપ્રવૃત્તિની બુદ્ધિવડે અને ઉપાદેયને ઉપાદેય સમજી જે પ્રવૃત્તિની બુદ્ધિવડે સંવેદન આ ભાવયોગીને થાય છે તે અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિવાળી બુદ્ધિ પણ આગમાનુસારી નિર્મળ હોય છે. અને જ્ઞાનગર્ભિત વિવેક યુક્ત હોય છે. એટલે કે શ્રતાપની/વિપર્યયમય શાસ્ત્રજ્ઞાનના આધારે દૂર કરાયો છે વિપર્યય (મિથ્યાપણાનો) મલ જેમાંથી એવી વિશુદ્ધ (નિર્મળ) બુદ્ધિ દ્વારા જાણે છે. પોતાની મતિકલ્પના પ્રમાણે રાગ-દ્વેષની આધીનતાએ અશુદ્ધબુદ્ધિથી જાણવાનું અહીં હોતું નથી. પ્રશ્ન :- સ્થાનિશબ્દમાં સ્ત્રીનો સાક્ષાત્ નિર્દેશ કર્યો અને શેષ ધન-ઘરપરિવારાદિને મટિ શબ્દથી સમજાવ્યા. તેનું કારણ શું! ઉત્તર :- “પ્રધાનમમેવ વચRi Bક્ષાવતા પતિ વિદU” બુદ્ધિશાળી આત્માઓને પણ સ્ત્રી જ પ્રધાનપણે કર્મબંધનું કારણ છે. એમ જણાવવા માટે “સ્ત્રી'નો સાક્ષાત્ નિર્દેશ કર્યો છે. અને ધન-ઘર-પરિવારાદિ શેષ સર્વે બંધનો સ્ત્રીના કારણે પ્રાપ્ત થાય Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૪ છે માટે તેના કરતાં કંઈક ગૌણ હોવાથી તેનો મટિ શબ્દથી નિર્દેશ કર્યો છે. જો જ્ઞાની ગણાતા વિદ્વાનોને પણ સ્ત્રી જ મુખ્ય બંધહેતુ થતો હોય તો શેષ અલ્પજ્ઞ જીવોને તો તે સ્ત્રી મુખ્ય બંધહેતુ બને જ. તેમાં તો કહેવું જ શું ? તથા ઘર અને ઘરની શેષ સર્વ ભોગ સામગ્રી સ્ત્રીના કારણે મળે છે અથવા મેળવવી પડે છે, તેથી પ્રધાનતાએ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે. કવિએ કહ્યું છે કે- ગૃતિ ગૃહમુતે, ન તુ પૃદં ગૃહમ્ I૭૩ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४॥ ગાથાર્થ = સારી રીતે સ્થિર રહેતું હોવાથી તે (આશયસ્થાન)ને “પદ” કહેવાય છે. તે પદ ભિન્નગ્રંથી આદિ લક્ષણવાળું છે. તથા વ્યુત્પત્તિથી સિદ્ધ થતા અર્થનો તેમાં યોગ હોવાથી યોગસંબંધી શાસ્ત્રમાં તે પદને “વેદ્યસંવેદ્યપદ” કહેવાય છે. જે ૭૪ ટીકા - “તનિતિ” પવનતિમાશયસ્થા “સાધ્વવાના” રિશ્વેતાत्सम्यगवस्थानेन, “भिन्नग्रन्थ्यादिलक्षणं-भिन्नग्रन्थिदेशविरतिसर्वविरतिरूपम् । મિત્કા-“મન્સઈયોતિઃ” મન્વર્થોન, “તન્ને” સિદ્ધાને “વોઇસંવેમુદ્યતે' वेद्यं संवेद्यतेऽनेनेति कृत्वा ॥७४॥ વિવેચન :- તે (આશયસ્થાન)ને પદ કહેવાય છે. આ ગાથાનો પૂર્વની ૭૩મી ગાથા સાથે સંબંધ છે. ૭૩મી ગાથામાં પ્રિન્ શબ્દ (વા) છે યાત્ પરસ્પર સંબંધવાળા હોય છે. તેથી સ્ત્રી આદિ ભાવો અપાયાદિનું કારણ છે એમ જે આશયસ્થાનમાં જણાય છે. તથા શાસ્ત્રાનુસારી નિર્મળ એવી અપ્રવૃત્તિની બુદ્ધિપૂર્વક પણ જે આશયસ્થાનમાં અનુભવ થાય છે. તે આશયસ્થાનને “પદ” કહેવાય છે. એમ પૂર્વની ગાથા સાથે સંબંધ કરીને અર્થ કરવો. સંસ્કૃત ભાષામાં પદ્ ધાતુ છે. તેનો અર્થ ઉભા રહેવું. સ્થિર રહેવું, એવો થાય છે પાત્ પતશ્રાશયસ્થાન=આ વ્યુત્પત્તિ બતાવી છે. પદનક્રિયા (સ્થિર રહેવાની ક્રિયા) હોવાથી આશયસ્થાનને પદ કહેવાય છે. સાધ્વવસ્થાના–એ શબ્દથી પનો પ્રાયોગિક અર્થ જણાવ્યો છે. આ આશયસ્થાન સારી રીતે સ્થિર રહેતું હોવાથી પદનક્રિયાયુક્ત (સ્થિર રહેવાની ક્રિયાયુક્ત) છે માટે હું કહેવાય છે. આ આશયસ્થાન સારી રીતે સ્થિર કેમ રહે છે? તેનો ખુલાશો પરિચ્છેદત્યિવસ્થાનેર શબ્દથી કર્યો છે રિઓર એટલે બોધ-નિર્ણય, હેયનો હેય તરીકે અને ઉપાદેયનો ઉપાદેય તરીકે નિર્ણયાત્મક બોધ થયેલ હોવાથી આ આશયસ્થાન સચ્ચ=સારી રીતે-દીર્ધકાળ સુધી અવસ્થાને સ્થિર રહેનાર છે. માટે આ આશયસ્થાનને પદ્દ કહેવાય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૪ કોઇક યાત્રિક યાત્રાર્થે તીર્થસ્થાનમાં જાય ત્યારે ધર્મશાળામાં ઉતરે, સગા-વ્હાલાઓને મળવા ગ્રામાન્તર જાય, ત્યારે સગા-વ્હાલાના ઘરે ઉતરે, અથવા ભાડાના મકાનમાં (ગેસ્ટ હાઉસમાં) ઉતરે, આ બધી જગ્યાએ “આ મારું ઘર નથી” “મારે અહીં કાયમ રહેવાનું નથી' એવો મનમાં આશયવિશેષ હોવાથી મન અસ્થિર રહે છે. પોતાની માલિકીના ઘરમાં રહેતા હોય તેવું ઠરી ઠામ થઇને મન સ્થિર થતું નથી. તે જ માણસ જ્યારે પોતાના માલિકીના ઘરમાં રહેવા જાય છે ત્યારે જાણે હવે કાયમી દુ:ખ ટળી ગયું છે. શાન્તિ થઇ ગઇ છે. એમ સમજીને ચિત્ત ઠરે છે. સ્થિર થાય છે. મનની અસ્થિરતા દૂર થાય છે. તેવી રીતે પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વના ઉદયના કારણે આત્મતત્ત્વનું જ્ઞાન ન હોવાથી સ્ત્રી આદિ ભોગ્યભાવોને જ ઉપાદેય માન્યા હતા. તેથી તેના સંયોગ અને વિયોગ કાળે ઉન્માદ અને શોકાદિ દ્વારા વારંવાર ચિત્ત અસ્થિર બનતું હતું. પરંતુ આ વેદ્યસંવેદ્યપદ કાળે હેયને હેય જાણવાથી અને આત્મતત્ત્વનું જ્ઞાન થવાથી ઉપાદેયને ઉપાદેય જાણવાથી સ્ત્રી આદિ ભોગ્યભાવોને અપાયાદિનું કારણ સમજી અપ્રવૃત્તિની બુદ્ધિથી અનુભવે છે. તેથી આ આત્માનું મન આત્મતત્ત્વમાં (સ્વ-ઘરમાં) જ જામવાથી આશયસ્થાન સારી રીતે સ્થિરપણે રહે છે. આ પ્રમાણે પારમાર્થિક પરિચ્છેદ (બોધ) થવાથી આશયસ્થાન સારી રીતે સ્થિર થાય છે. માટે તેને “પદ” કહેવાય છે. મિન્નપ્રથ્યાવિસ્તક્ષળ-આવેદ્યસંવેદ્યપદ ભિન્નગ્રંથી આદિ સ્વરૂપ છે. ભિન્નગ્રંથી શબ્દથી સમ્યગ્દષ્ટિ અને આર્િ શબ્દથી દેશિવરતિધર અને સર્વવિરતિધર આત્માઓ સમજવા. એટલે કે આ વેદ્યસંવેદ્યપદ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર આત્માઓને હોય છે. કારણ કે જે પદાર્થ હેય-ઉપાદેય આદિ જે રૂપે છે તે પદાર્થને પારમાર્થિકપણે તે રૂપે સમ્યગ્દષ્ટિ આદિ આત્માઓ જ અનુભવે છે. તેથી આ પદ ભિન્નગ્રંથી આદિ (સમ્યગ્દષ્ટિ-દેશવિરતિ અને સર્વવિરતિ) સ્વરૂપ છે. એટલે કે તેવા આત્માઓને જ આવે છે. ૨૬૯ પ્રશ્ન :- હ્રિમિાદ-ભિન્નગ્રંથી આદિ ત્રણ પ્રકારના આત્માઓને જે પદ હોય છે. તેને “વેદ્યસંવેદ્ય” કેમ કહો છો? ઉત્તર ઃ- વેદ્યસંવેદ્ય શબ્દનો જે વ્યુત્પત્તિસિદ્ધ અન્વર્થ છે તેનો યોગ (સંબંધ) આ ત્રણમાં ઘટતો હોવાથી તન્ને યોગ સંબંધી શાસ્ત્રોમાં તે પદને “વેદ્યસંવેદ્ય” કહેવાય છે. વ્યુત્પત્તિસિદ્ધ અર્થ આ પ્રમાણે છે. વેદ્ય સંવેદ્યતેનેનેતિ કૃત્વાજે વસ્તુ જે સ્વરૂપે વેદવા યોગ્ય=જાણવા યોગ્ય છે. તે વસ્તુ તે સ્વરૂપે અનુભવાય છે જેના વડે, તેથી તેનું નામ “વેદ્યસંવેદ્ય” છે. ભિન્નગ્રંથી આદિ ત્રણ પ્રકારના આત્માઓ સ્ત્રી આદિ હેયભાવને હેય રૂપે અને દાન-પુણ્યાદિ ઉપાદેયભાવોને ઉપાદેય રૂપે જાણે છે અને તે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૫ રીતે અનુભવે છે. તેથી તેઓનું વર્તન હેયમાં અપ્રવૃત્તિભાવપૂર્વકનું અને ઉપાદેયમાં પ્રવૃત્તિ ભાવપૂર્વકનું હોય છે. આ પ્રમાણે અન્વર્થ ઘટતો હોવાથી તેમના પદને વેદ્યસંવેદ્ય કહેવાય છે. આ આશયસ્થાન સ્થિર થવાથી પરમાનંદ પ્રગટે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે तथा च भिन्ने दुर्भेदे, कर्मग्रन्थिमहाचले । तीक्ष्णेन भाववज्रेण, बहुसंक्लेशकारिणि ॥ २८०॥ आनन्दो जायतेऽत्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः । सद्व्याध्यभिभवे यद्वद् व्याधितस्य महौषधात् ॥२८१॥ (શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગબિન્દુ) આ પ્રમાણે હેયપણે જાણવા યોગ્ય વસ્તુનું હેયપણે તથા તેમાં અપ્રવૃત્તિ કરવી જોઇએ એવી બુદ્ધિવડે જે સંવેદન (અનુભવ) થાય. તેવા અનુભવવાળું જે ચિત્તઆશયસ્થાન છે. તે આશયસ્થાન અન્વર્ણયુક્ત હોવાથી “વેદ્યસંવેદ્યપદ” કહેવાય છે. I૭૪ll તમૈવિચાદ- તે વેદ્યસંવેદ્યપદથી અન્ય એવું જે અવેદ્યસંવેદ્યપદ છે તેનું વર્ણન હવે સમજાવે છે अवेद्यसंवेद्यपदं, विपरीतमतो मतम् । भवाभिनन्दिविषयं, समारोपसमाकुलम् ॥ ७५॥ ગાથાર્થ = આ વેદ્યસંવેદ્યપદથી વિપરીત એવું જે પદ તે અવેદ્યસંવેદ્યપદ યોગીઓ માને છે. તે ભવાભિનંદી જીવોને હોય છે. અને અનેક મિથ્યા-ભ્રમણાઓથી ભરપૂર હોય છે. ૭પા ટીકા “મવેદ્યસંવેદ્ય વિપત્તિકર્તા-વેદારંવેદ્યપાન “ર” મિશ્રમ, तथाहि-अवेद्यमवेदनीयं वस्तुस्थित्या न तथाभावयोगिसामान्येनाप्यविकल्पकज्ञानग्राह्य, तथाविधसमानपरिणामानुपपत्तेः । तत्संवेद्यते अज्ञानावरणक्षयोपशमानुरूपं निश्चयबुद्धयोपप्लवसारया मृगतृष्णोदकवज्झायते यस्मिन्पदे तत्तथाविधम् । अत एवाह "भवाभिनन्दिविषयं" एतद, भवाभिनन्दी वक्ष्यमाणलक्षणः, "समारोपसमाकुलमिति''-मिथ्यात्वदोषतोऽपायगमनाभिमुखमित्यर्थः ॥५॥ વિવેચન :- ઉપરોક્ત જે વેદ્યસંવેદ્યપદ છે એનાથી જે વિપરીત છે તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વેદ્યસંવેદ્યપદમાં તેવા પ્રકારના ભાવયોગી (સમ્યગ્દષ્ટિ) આત્માઓ જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા યુક્ત હોવાથી હેયને હેયપણે અને ઉપાદેયને ઉપાદેયપણે સમજવામાં માનવામાં અને તે પ્રમાણે અપ્રવૃત્તિ તથા પ્રવૃત્તિ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૧ કરવાપણું સમાનપણે જાણે છે. અને મનમાન્યા મિથ્યા વિકલ્પો વિનાના જ્ઞાન દ્વારા પારમાર્થિકપણે વસ્તુસ્વરૂ૫ ગ્રહણ કરે છે. તેવું અદ્યસંવેદ્યપદમાં હોતું નથી. વેદ્યમત્રીય વેદ્યસંવેદ્યપદની જેવું ન જણાય તે અવેદ્ય. અર્થાત્ વસ્તુસ્થિત્યા ...જ્ઞાનાદિ વસ્તુસ્થિતિ પ્રમાણે જે ન જણાય એટલે કે હેય વસ્તુ હેયપણે અને ઉપાદેયવસ્તુ ઉપાદેયપણે જે જાણવી જોઇએ તેવી જ્યાં ન જણાય. પરંતુ વિપરીત જણાય અને તેના જ કારણે સમાનપણે અને નિર્વિકલ્પકપણે ન જણાય, પરંતુ ભિન્ન-ભિન્ન રીતે અને મનમાન્યા વિકલ્પો યુક્ત જણાય તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. તેથી જ ત્યાં તથા વિદ્યમાનપરિમાનુપપQ =તેવા પ્રકારના સમાનપરિણામની અનુપપત્તિ હોય છે. આ હકીકત આપણે કંઈક વિસ્તારથી ઉદાહરણ પૂર્વક સમજીએ. મિથ્યામોહ આ જીવને વિપરીતદષ્ટિવાળો બનાવે છે. જેમ આંખમાં પીળીયાનો રોગ થયો હોય તો શ્વેત વસ્તુ શ્વેત હોવા છતા પણ પીળી દેખાય છે તાવ આવ્યો હોય ત્યારે મીઠી વસ્તુ મીઠી હોવા છતાં પણ કડવી લાગે છે. કોઈના ઉપર આન્તરદ્વેષ હોય તો તેના ગુણો પણ દુર્ગણરૂપે જણાય છે. કોઇના ઉપર શંકા હોય તો તેની સ્વાભાવિક નિર્દોષ પ્રવૃત્તિ પણ દોષવાળી જણાય છે. આ પ્રમાણે વિપરીત જાણવામાં પીળીયો તાવ આંતરદ્વેષ અને શંકા આદિ દોષો કારણ છે. જે વસ્તુ જેવી છે તે વસ્તુ તેવા પ્રકારે જાણવામાં આ દોષો પ્રતિબંધ કરનારા છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહ નામના ભાવમલ રૂપ દોષના કારણે સ્ત્રી-ધન આદિ હેય વસ્તુ હેયપણે અને દાનપુણ્યાદિ ધર્માનુષ્ઠાનો ઉપાદેયપણે જે જાણવાં જોઈએ તે ભાવો તે સ્વરૂપે જણાતા નથી. અર્થાત્ વિપરીતપણે જણાય છે. વેદ્યસંવેદ્યપદમાં જિનેશ્વર પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા હોવાથી હેય-ઉપાદેયનો વિવેક સર્વે સમ્યગ્દષ્ટિઓને સમાનપણે હતો અને બીજા કોઈ વિકલ્પો ન હતા. જ્યારે આ અવેઘસંવેદ્યપદમાં મિથ્યાત્વદોષના કારણે હેય-ઉપાદેયનો યથાર્થવિવેક હોતો નથી. વિપરીતબુદ્ધિ હોય છે તેથી દરેક મિથ્યાત્વીઓને અવેદ્યસંવેદ્યપદકાળે મિથ્યાત્વમોહના ઉદયના કારણે અન્ય અન્ય દર્શનો ઉપર શ્રદ્ધા-રુચિ થવાથી એક એક વિષયમાં સમાનને બદલે ભિન્ન-ભિન્ન બોધ પ્રવર્તે છે. જેમ કે આત્મતત્ત્વ ઉપર ઉદાહરણ લઈએ તો કોઈ આત્માને એકાન્ત નિત્ય જ માને છે. બીજો આત્માને અનિત્ય જ માને છે. ત્રીજો આત્માને પંચભૂતાત્મક જ માને છે. ચોથો સર્વ આત્માઓનો એક જ આત્મા છે એમ માને છે. પાંચમો આત્માને સર્વવ્યાપી માને છે. છઠ્ઠો આત્માને શરીર માત્ર વ્યાપી માને છે. આ પ્રમાણે અસમાન માન્યતા હોય છે અને તેના કારણે પોત-પોતાની માન્યતાને સિદ્ધ કરવા જોરશોરથી તેને અનુસારે વિકલ્પો (તર્ક) કરે છે. જે સત્ય માન્યતા હોય તે તો સંદા Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૫ એક હોય પરંતુ જે મિથ્યા માન્યતા હોય તેના પ્રકારો અનેક હોય છે. તેથી સમાન પરિણામ આ પદમાં ઘટતો નથી. મનમાન્યા વિકલ્પો પ્રમાણે વસ્તુવ્યવસ્થા કરે છે. અને તર્ક-વિતર્કો દ્વારા તે વસ્તુ-વ્યવસ્થાને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તેથી વસ્તુસ્થિતિ પ્રમાણે તે પદાર્થ યથાર્થરૂપે જ્ઞાનગ્રાહ્ય થતો નથી. તસંવેદને અજ્ઞાનીવરક્ષયોપમાનિત્યાદ્રિ કોઈપણ વસ્તુનો બોધ-(પરિચ્છેદ) જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયના અનુદયકાળે થતા જ્ઞાનને (સમ્યજ્ઞાનને) જ જ્ઞાન કહેવાય છે અને ક્ષાયોપથમિકભાવનું તે જ્ઞાન ચોથા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી હોય છે. તથા મિથ્યાત્વમોહનીયના ઉદયકાળે જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ થાય છે. પરંતુ મિથ્યાત્વના ઉદયયુક્ત જ્ઞાનને જૈનશાસ્ત્રોમાં અજ્ઞાન (અર્થાત્ મિથ્યાજ્ઞાન) કહેવાય છે. અહીં અજ્ઞાનનો અર્થ જ્ઞાનાભાવ ન કરવો, પણ વિપરીત જ્ઞાન એવો અર્થ સમજવો. તે વિપરીત જ્ઞાન એ પણ એક પ્રકારનું જ્ઞાન હોવાથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જ જન્ય છે. છતાં આવા વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહેવાતું હોવાથી તેના આવરણીયકર્મને પણ (જ્ઞાનાવરણીય કર્મ હોવા છતાં પણ) અજ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. તેના (મિથ્યાત્વયુક્ત એવા જ્ઞાનાવરણીયકર્મના) ક્ષયોપશમથી પ્રગટ થયેલું આ જ્ઞાન વિપરીત જ્ઞાન હોય છે કે જે હેય-ઉપાદેયના વિવેકથી શૂન્ય હોય છે. સૌ સૌની મનમાની માન્યતા પ્રમાણે ભિન્ન-ભિન્ન અનેકપ્રકારે વસ્તુસ્થિતિની કલ્પનાયુક્ત હોય છે. અને મિથ્યા કલ્પનાઓને સિદ્ધ કરવા કલ્પાયેલા અનેક વિકલ્પોથી (કુતર્કોથી) ભરપૂર હોય છે. આ અવેદ્યસંવેદ્યપદકાળે વસ્તુસ્થિતિ ઉંધી કલ્પે છે. અને તેના કદાગ્રહને લીધે તે ખોટી વસ્તુને સાચી ઠેરવવા અનેક તર્કે તે જીવો લગાવે છે. નિશ્ચયવૃદ્ધયોપનિવસરિયા-ત્યદ્વિ-અન્નનું ભોજન જીવનનું કારણ હોવા છતાં પણ “વિષથી મિશ્રિત હોય તો” તે અન્નભોજન મૃત્યુ આદિ ઉપદ્રવાનું જ કારણ બને છે તેવી જ રીતે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ જન્ય જ્ઞાન આત્માનો ગુણ હોવાથી ઉપકારક હોવા છતાં મિથ્યાત્વના ઉદયથી મિશ્ર હોય છે ત્યારે અજ્ઞાન (વિપરીતજ્ઞાન) થવાના કારણે જેમ મૃગતૃષ્ણિકામાં પાણી નથી છતાં પાણી જ છે એવી નિર્ણયાત્મક બુદ્ધિ વડે દોડે છે. પરંતુ ત્યાં પાણી મળતું નથી. તૃષાચ્છેદ થતો નથી અને શારીરિક પરિશ્રમ અસંતોષ-ઉદ્વેગ આદિ ઉપદ્રવો (દુ:ખો)ને જ પ્રાપ્ત કરાવનાર બને છે, તેમ અહીં પણ હેય-ઉપાદેય પદાર્થો જેમ છે તેના કરતાં વિપરીત વસ્તુ સ્થિતિ જણાય છે. માટે ઉપદ્રવસારવાળી (જેનાથી પરિણામે ઉપદ્રવો–દુઃખોની પરંપરા જ પ્રાપ્ત થાય) એવી (વિપરીત) નિર્ણયવાળી બુદ્ધિ દ્વારા Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ગાથા : ૭૫ યોગદૃષ્ટિ સમુચ્ચય મૃગતૃષ્ણિકાના ઉદકની જેમ મનમાન્યા વિકલ્પો પ્રમાણે અયથાર્થપણે વસ્તુતત્ત્વ જે પદમાં જણાય છે તે પદ અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વિષ મિશ્રિત અન્નને શુદ્ધભોજન સમજીને ઉપયોગ કરે તથા સર્પને રજુ માનીને ગ્રહણ કરે તો પ્રાણઘાત આદિ દુઃખોની પરંપરા જ આવે છે. તેવી રીતે મિથ્યાજ્ઞાન-વિપરીતજ્ઞાન એ અજ્ઞાન હોવાના કારણે આત્માને એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય, અથવા સ્ત્રી આદિ હેય ભાવોને ઉપાદેય અને દાન-પુણ્યાદિ ઉપાદેય ભાવોને હેય સમજીને જે જે પ્રવૃત્તિ કરે છે તે તે પ્રવૃત્તિ વિપરીત હોવાથી કર્મબંધ કરાવવા દ્વારા સંસાર જ વધારવા સ્વરૂપ ઉપદ્રવોની પરંપરાના જ સારવાળી છે. એવી આ વિપરીત નિર્ણય કરાવનારી બુદ્ધિ દ્વારા વસ્તુતત્ત્વ વિપરીતપણે જેમાં જણાય છે તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. મત પદ્વદિ-મવામિવિષય આવા પ્રકારનું મિથ્યાત્વયુક્ત એવા જ્ઞાનવાળું આ અવેદ્યસંવેદ્યપદ ઉપદ્રવો જ માત્ર આપનારૂ અને હેય-ઉપાદેયના વિવેકશૂન્ય હોવાથી ભવાભિનન્દી જીવને હોય છે. જે જીવો સંસારસુખના રસિક છે. જેઓની આત્મદષ્ટિ ખીલી નથી તે જીવો હેય એવા પાપકાર્યોને ઉપાદેય સમજી આચરે છે અને પરિણામે દુઃખોની પરંપરા પામે છે. ભવાભિનંદીનું લક્ષણ હવે પછીની ૭૬મી ગાથામાં આવે છે. સમાપસમમિતિ= તથા મિથ્યાત્વયુક્ત એવું વિપરીતજ્ઞાનવાળું આ અવેદ્યસંવેદ્યપદ અનેક ભ્રમોથી ભરેલું છે. અને આ જ (મિથ્યાત્વ દોષના) કારણથી દુ:ખોની પરંપરા તરફ ગમન કરાવવામાં જ આ પદ તત્પર હોય છે. ખસના રોગીને ખંજવાળ ઉપડે ત્યારે તેના પ્રતિકાર માટે તે રોગી જીવ ખણે છે. પરંતુ ખણવાથી રોગ મટવાને બદલે વધે છે. અને લોહી નીકળવાથી તેમજ ચાંદા પડવાથી સુખને બદલે દુઃખોની પરંપરા આપનાર બને છે. છતાં મોહના ઉદયથી જીવને ખણજ ખણવામાં સુખનો ભ્રમ થાય છે. મૃગતૃષ્ણિકામાં જળ માની દોડતાં જળપ્રાપ્તિ થવાને બદલે પરિશ્રમ, તૃષા અને ઉદ્વેગ વધે છે. છતાં મોહના ઉદયથી તેમાં જલબુદ્ધિ કરી દોડે છે તે ભ્રમ છે. એવી જ રીતે પાંચ ઇન્દ્રિયજન્ય સુખો રાગ-દ્વેષાદિ દ્વારા કષાયોને ઉત્તેજિત કરતાં છતાં તથા આરંભ-સમારંભ વગેરે સેવવા વડે તીવ્રકર્મબંધ કરાવનારાં અને પરિણામે દુઃખોની પરંપરા તરફ ગમન કરાવનારાં હોવા છતાં મિથ્યાત્વના ઉદયથી આ જીવ તેવા દુઃખદાયી ભાવોને પણ સુખદાયી માને છે. માટે મિથ્યાભ્રમોથી ભરેલું આ પદ . પાંચ ઇંદ્રિયોમાંના એક એક ઇંદ્રિયજન્ય વિષયને ભ્રમથી સુખ માનનારા જીવો પણ અંતે મૃત્યુ સ્વરૂપ દુ:ખ જ પામ્યા છે. તો જેને પાંચે પાંચ ઇંદ્રિયોના વિષયોમાં (સુખ ન હોવા છતાં) સુખનો ભ્રમ થયો છે. તે જીવો તો પારાવાર દુઃખને પામે જે છે તેમાં કંઈ શંકા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેયો. ૧૮ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ યોગદૃષ્ટિ સમુચ્ચય पतङ्गभृंगमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद् दुष्टैस्तैः किं न पञ्चभिः ॥५५ ॥ (પૂ. ઉ. શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસારાષ્ટક) પતંગીયું દીપકના રૂપને જોવામાં ચક્ષુના દોષથી, ભમરો કમળની સુગંધ સુંધવામાં ઘ્રાણના દોષથી, માછલું માંસના સ્વાદને માણવા જતાં ૨સનાના દોષથી, હાથી હાથણીની સાથેની કામવાસના માણવા જતાં સ્પર્શનેન્દ્રિયના દોષથી, અને હરણ સંગીતની સુરાવલિ સાંભળવામાં શ્રોત્રના દોષથી મૃત્યુ પામે છે તો જે મનુષ્ય પોતાની પાંચે ઇંદ્રિયોને પૌદ્ગલિકસુખમાં આસક્ત કરે છે તે જીવો શું શું દુઃખ ન પામે? અર્થાત્ દુઃખોની પરંપરા જ પામે છે. ગાથા : ૭૬ આ પ્રમાણે આ અવેદ્યસંવેદ્યપદ વેદ્યસંવેદ્યપદથી વિપરીત જાણવું ૭૫/ મવામિનન્તિતક્ષણમાહ=ભવાભિનંદી જીવનું લક્ષણ જણાવે છે. क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी, स्यान्निष्फलारम्भसङ्गतः ॥ ७६॥ ગાથાર્થ =ભવાભિનંદી જીવ (૧) ક્ષુદ્ર, (૨) લાભરિત, (૩) દીન, (૪) મત્સરભાવવાળો, (૫) ભયભીત, (૬) લુચ્ચો, (૭) અજ્ઞાની, (મૂર્ખ), અને (૮) નિષ્ફળ કાર્યના આરંભવાળો હોય છે. ॥ ૭૬ ॥ "" ટીકા ''ક્ષુદ્ર: ''-પળ: । ‘“તામરતિ’-વંદ્યાશીનઃ । વીન: ’-દેવાकल्याणदर्शी । ‘‘મારી’’-પરજ્યાળવુ:સ્થિત: । ‘‘યવાન્''નિત્યમીતઃ । ‘‘શો’’-માયાવી । ‘‘મો’-મૂર્છા। ‘‘મવામિનન્દ્રી’’-સંસારવડુમાની ‘‘મ્યા’’ દેવભૂતો ।'' ‘‘નિરક્ષસકૃત: ’-સર્વત્રાતત્ત્વામિનિવેશાવિત્તિ ૫૭૬ ॥ ટીકાનુવાદ :-ભવાભિનન્દી જીવ એટલે સંસારનાં સુખોમાં જ રસિક, ભોગસુખો જ જેને વહાલાં છે. પુદ્ગલમાં જ જેને આનંદ છે એવો જીવ તે ભવાભિનંદી કહેવાય છે. આવા પ્રકારના જીવને ઓળખવાનાં નીચે મુજબ ૮ લક્ષણો છે. (૧) ક્ષુદ્ર :- એટલે કૃપણ-લોભી-અસાર-તુચ્છ પ્રકૃતિવાળો જીવ, કંજુસ, પામર, ક્ષણિક અને વીજળીના ચમકારાની જેમ નાશવંત એવાં સાંસારિક સુખો મળે છતે મલકાઇ જઇ, હર્ષાવેશમાં આવી, પામર-ગાંડા માણસની જેમ નાચનારો, પ્રાપ્ત થયેલ ધનાદિ સામગ્રી રખે ચાલી જશે એવા ભયથી ઘણી જ મમતાથી સાચવી રાખનાર, કોઇને દમડી પણ ન Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ગાથા : ૭૬ યોગદષ્ટિ સમુચ્ચય આપનાર, સુખી હોવા છતાં ન ભોગવનાર, વિષ્ટાનો કીડો જેમ વિષ્ટામાં જ આનંદ માને છે, તેમ ધનસંગ્રહમાં જ મમતાથી આનંદ માનનાર, અનુદાર, છીછરા સ્વભાવવાળો, ભારે કંજુસ આ જીવ હોય છે. () લાભરતિ - લાભમાં જ પ્રીતિવાળો, વાગ્યાશીલ-માંગણવૃત્તિવાળો, પોતાની પાસે ઘણું હોય તો પણ માંગવાનો હક હોય ત્યાં, અથવા માંગવાથી મળે તેમ હોય ત્યાં માંગવાનું ન ચૂકનારો, લોભી, જેમ જેમ લાભ થાય તેમ તેમ અધિકાધિક લાભને જ ઇચ્છનારો, હજાર મળે ત્યારે દસ હજાર ઇચ્છનાર, દસ હજાર મળતા થાય એટલે લાખ ઇચ્છનાર, લાખ મળતા થાય એટલે દસ લાખ ઇચ્છનાર, એવી જ રીતે અધિક-અધિક પદાધિકાર ઇચ્છનાર આ જીવ હોય છે. નહી તોદો વદ્દ જેમ જેમ લાભ મળે તેમ તેમ અધિક વધારે લોભવાળો લાલચુ આ જીવ હોય છે. (૩) દીન -ગરીબ, બિચારો બાપડો, રાંકડો, હંમેશાં પોતાનું અકલ્યાણ-અમંગળ જ જોનારો, જે ધન મેળવ્યું છે તે કોઈ લઈ જશે તો મારું શું થશે ? ચણેલું આ ઘર પડી જશે તો મારું શું થશે? આ સ્ત્રી-પુત્રાદિ મૃત્યુ પામશે તો મારું શું થશે? આ પ્રમાણે સદા અકલ્યાણની જ આશંકા લઈને ફરનારો અને તેથી જ ગરીબડો-લાચાર થઇને જ રહેનારો, મુખમુદ્રા ઉપર સદા ગ્લાનિવાળો, જાણે ઘણા દુ:ખભારથી દબાયેલો હોય તેવો. (૪) મત્સર- બીજાના કલ્યાણને જોઈને દુઃખી થનારો, બીજા માણસની પુણ્યાઇ દેખી, સાંસારિક સુખની ચડતી દેખી, હૃદયમાં બળતરા કરનારો, બીજા પુરુષનાં માનસન્માન-બહુમાન થતાં દેખી દિલમાં દાઝનારો, આ માણસ ચડી ગયો અને હું રહી ગયો એમ દુઃખી થનારો, પારકાની સુખસંપત્તિ અને ગુણસંપત્તિ પ્રત્યે દ્વેષ રાખનારો, જાણે હૈયામાં ઉકળતું તેલ રેડાયું હોય તેવો બળી બળીને ખાખ થનારો, પર-પુણ્યષી અને પર-સુખષી આ જીવ હોય છે. અને તે કારણથી પારકાની નાની ભૂલને મોટી કરનારો અને મોટા ગુણને નાનો કરનારો આ જીવ હોય છે. (૫) ભયવાન્ - સદા ભયભીત, સંસારનું સુખ જ પ્રિય હોવાથી તેની પ્રાપ્તિ માટે અનેકપ્રકારની માયા-કપટ-જુઠ કરે છે. તેથી તે માયા ખુલી થશે તો મારું શું થશે? રાજપુરુષો-લુંટારાઓ-કે મિત્રો લુંટી જશે તો, અથવા નાશ પામશે તો, અથવા મારૂં જ મૃત્યુ થઈ જશે તો, મારું શું થશે ? એમ હંમેશાં આ લોક અને પરલોકના ભયથી ભરપૂર હોય છે. ભયાક્રાન્ત હોવાથી સદા જુઠું બોલનારો, જુઠું આચરનારો અને માયાકપટનો ભંડાર આ જીવ હોય છે. પોતાના આત્મામાં રહેલી કોઇનાથી ન લુંટાય એવી પોતાની ભાવલક્ષ્મી પોતાને જરા પણ દેખાતી નથી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૬ (૬) શઠ - લુચ્ચાઇવાળો, માયાવી, કપટી, થોડું હોય અને ઘણું જ દેખાડનારો, જગતને છેતરનારો, જગતને છેતરીને ફૂલાનારો, જગતની આંખોમાં ધૂળ નાંખી મલકાનારો, હૈયામાં જુદું અને હોઠે જુદું એમ મન, વચન, અને કાયાના ત્રણે યોગોની ભિન્નતાવાળો, તેથી જ યોગ-ક્રિયા અને ફળ એમ ત્રણેનો વંચક, દાંભિક આ જીવ હોય છે. () અજ્ઞ- અજ્ઞાની-મૂર્ખ-હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય સમજનારો, હેયઉપાદેયના વિવેક વિનાનો, સારાસાર-કર્તવ્યાક્તવ્યના ભાર વિનાનો, યથાર્થ સમજાવીએ તો પણ ન સમજનારો અને ન સમજવાની જ વૃત્તિવાળો, અને તેથી જ સ્વમતકદાગ્રહી -આગ્રહશીલ આ જીવ હોય છે. (૮) નિષ્ફળારંભસંગત- માખણનો અર્થી જેમ પાણી વલોવે તો તે પ્રયત્નનો આરંભ નિષ્ફળ જ છે. કારણ કે પાણીમાં માખણ છે જ નહી, તો વલોવવાથી ક્યાંથી મળવાનું હતું ? તેવી રીતે ભૌતિક સુખો અસાર-નાશવંત-ચંચલ-અનેક ઉપાધિઓથી વ્યાપ્ત હોવાથી સુખ જ નથી, સુખાભાસ માત્ર જ છે. તો તેને મેળવવાથી નિર્દોષ (અવ્યાબાધ) સુખ ક્યાંથી આવવાનું હતું ? માટે આ સઘળો પ્રયત્ન પાણી વલોવવા જેવો નિષ્ફળ જ છે. આ જીવ કદાગ્રહી અને અવળી બુદ્ધિવાળો હોવાથી સર્વત્ર અતત્ત્વનો જ (મિથ્યાતત્ત્વનો જ) અભિનિવેશ તેને ઘણો હોય છે. પોતે ખોટું કરતો હોય પરંતુ અજ્ઞાન અને મિથ્યાત્વના ઉદયથી તેને જ સાચું માની (અતત્ત્વને તત્ત્વ માની) રાચનારો અને અભિનિવેશ (આગ્રહ) રાખનારો હોય છે. પરંતુ મિથ્યા કાર્ય ગ્રહણ કરેલું હોવાથી તેનું ફળ કંઈ આવતું નથી. એટલે નિષ્ફળ કાર્યનો આરંભ કરનાર આ જીવ જાણવો. આવા પ્રકારના ૮ વિશેષણોવાળા જીવો ભવાભિનંદી કહેવાય છે. તેઓ મોહોદયથી સદા સંસારરસિક, વિષયસુખમાં જ આનંદિત, વિષ્ટાના કીડા જેવા હોય છે. કોઈ કોઈ વખત તેઓ ધર્મકરણી પણ કરે છે. પરંતુ તે ધર્મકરણીની પાછળ પણ કેવળ વિષયસુખની રસિકતા જ કામ કરતી હોય છે તેથી મોહગર્ભિત વૈરાગ્યથી આ જીવ ધર્મકરણી કરે છે. આ પ્રમાણે મન-વચન-કાયાની ધર્મકાર્યમાં યોગ પ્રવૃત્તિ જે આચરે છે તે શુભ હોવાથી પુણ્યબંધ માત્ર જ કરાવનારી બને છે. પરંતુ ઉપયોગ શુદ્ધિ ન હોવાથી નિર્જરા કરાવનારી બનતી નથી. અને બંધાયેલું આ પુણ્ય પણ ઉદયકાળ ભોગસુખ જરૂર આપે છે, પરંતુ તે ભોગ-સુખોને ભોગવતી વખતે અતિશય આસક્તિ કરાવવા દ્વારા તીવ્ર કર્મબંધ કરાવવા વડે અપાયની (દુઃખોની) પરંપરાને જ વધારનાર બને છે. આ અવેદ્યસંવેદ્યપદમાં વર્તનારા મિથ્યાદષ્ટિ ભવાભિનંદી જીવો ધર્મવ્યાપાર રૂપ શુભયોગ Page #312 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૭ પ્રવૃત્તિથી ભલે પુણ્યબંધ કરે છે પરંતુ ભોગની જ રસિકતા વધારે હોવાથી આ પુણ્ય ભોગસુખ આપવા દ્વારા અને તેના મોહથી પાપ કર્મ બંધાવવા દ્વારા જ સમાપ્ત થઇ જાય છે. તેનો અનુબંધ (પરંપરા) આગળ વધે નહી, તેથી તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાતું નથી. પરંતુ પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. તથા જે પાપ બંધાય છે તેમાં તે જીવની પોતાની રસિકતા હોવાથી અનુબંધવાળું પાપ બંધાય છે. જે અનંત અપાયને આપનાર બને છે. પુણ્યની પરંપરા ચાલુ રહેતી નથી અને પાપની પરંપરા ચાલુ રહે છે. તેમાં તે જીવનો પ્રબળ મોહ-મિથ્યાત્વ-અજ્ઞાન-રાગ-દ્વેષ એ જ કારણ છે. કહ્યું છે કે ગાથા : ૭૭ (પૂ. ઉ. શ્રી યશોવિજયજી કૃત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા.) યર્િ નામનું તત: જિમિત્યાહ- જો ખરેખર આમ જ છે. તો તેથી શું થાય છે! તે કહે છેइत्यसत्परिणामानुविद्धो बोधो न सुन्दरः । तत्सङ्गादेव नियमाद्, विषसम्पृक्तकान्नवत् ॥७७॥ प्रवृत्तिरपि योगस्य, वैराग्यान्मोहगर्भतः । प्रसूतेऽपायजननीमुत्तरां मोहवासनाम् ॥ अवेद्यसंवेद्यपदे, पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां पापं स्यात्सानुबन्धकम् ॥ ગાથાર્થ વિષથી મિશ્રિત અન્નની જેવો ભવાભિનંદી જીવનો આ પ્રમાણે અશુભ પરિણામથી યુક્ત એવો આ બોધ તે અશુભ પરિણામના સંગવાળો હોવાથી જ નિયમા સુંદર નથી જ. || ૭૭॥ = "" ટીકા - ‘ત્યે'વું – મવામિનપિરિમે સતિ, અભ્યાસપરિનામાત, "असत्परिणामानुविद्धो बोधः " सामान्येन "न सुन्दरः । कुत इत्याह " तत्सङ्गादेव" विवक्षितासत्परिणामसम्बन्धादेव, ‘‘નિયમાવ્’’- નિમિત્યાદ ‘‘વિષસવૃતાન્નવત્'' કૃતિ નિવર્શનમાત્રમ્ ॥ ૭૭॥ ટીકાનુવાદ :- ઉપરની ૭૬મી ગાથામાં ભવાભિનંદી જીવનાં આઠ લક્ષણો સમજાવ્યાં છે આવા પ્રકારના લક્ષણોવાળો આ જીવ ભવસુખમાં જ ઘણો આનંદ માનનાર હોવાથી આ જીવના પરિણામ (અધ્યવસાય) સારા નથી અને આવા પ્રકારના અસત્ (અશુભ) પરિણામથી અનુવિદ્ધ એવો તેનો શાસ્ત્રીય બોધ પણ (શાસ્ત્રજ્ઞાન પણ) Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૭ સામાન્યથી સુંદર નથી. આગમનો શાસ્ત્રીય બોધ હોવા છતાં પણ તે બોધ અસત્પરિણામના સંગના કારણથી જ સુંદર નથી અર્થાત્ નિયમાં સુંદર નથી જ. પ્રશ્ન : આ ભવાભિનંદી જીવનો જે બોધ છે તે અસત્પરિણામના સંગવાળો હોવાથી સુંદર નથી એમ કહો છો ત્યાં “સામાન્યથી સુંદર નથી” એમ કેમ કહ્યું છે? ઉત્તર :- ભવાભિનંદી જીવનો આ બોધ અસત્પરિણામથી યુક્ત છે, એટલે સામાન્યથી સારો નથી. પરંતુ વિશેષથી કયારેક સારો પણ બને છે. જેમ કે મિથ્યાષ્ટિ જીવો ભવાભિનંદી કહેવાય છે. અને મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી અસત્પરિણામથી યુક્ત છે. તેથી તેનો બોધ સુંદર કહેવાય નહીં, પરંતુ આ મિથ્યાત્વગુણઠાણે વર્તતા જીવો ઓઘદૃષ્ટિવાળા પણ હોય છે અને મિત્રા-તારા-બલા-દીપ્રા દૃષ્ટિરૂપ યોગની દૃષ્ટિવાળા પણ હોય છે. જે ઓઘદૃષ્ટિવાળા છે તેનો બોધ સુંદર નથી. પરંતુ મિત્રાદિ યોગની દૃષ્ટિવાળા જીવોનો એટલે ચરમયથાપ્રવૃત્તાદિ કરણમાં વર્તતા જીવોનો બોધ મિથ્યાત્વયુક્ત હોવા છતાં પણ મિથ્યાત્વની વિશેષ મંદતા હોવાથી અને ભાવિમાં સમ્યગ્દર્શન આવતાં સુંદર બોધ બનવાનો હોવાથી તેના કારણરૂપ એવા આ બોધને કંઇક સુંદર પણ કહેવાય છે. માટે “સામાન્યથી” સુંદર નથી એમ કહેલ છે. સારાંશ કે સમ્યક્ત્વાભિમુખ એવા મિથ્યાત્વીનો બોધ અપેક્ષાવિશેષે સુંદર છે. અને ગાઢ મિથ્યાત્વાભિમુખ એવા મિથ્યાત્વીનો બોધ સુંદર નથી. એમ સમજાવવા “સામાન્યથી” શબ્દનો પ્રયોગ છે. ભાવાર્થ એવો છે કે- જમણવારમાં સુંદર પકવાન્ન બનાવ્યું હોય, તેમાં ઘણા મેવા, મીઠાઈ અને સારા મસાલા નાખી રસદાર અને ચટાકેદાર ભોજન બનાવ્યું હોય, અધિક ઘી-ગોળ-સાકર આદિ નાખીને અતિશય સ્વાદિષ્ટ બનાવ્યું હોય, પરંતુ જો તેમાં વિષની મિશ્રતા કરવામાં આવી હોય અથવા થઈ ગઈ હોય, વિષનો રંગ તેમાં જો લાગી ગયો હોય તો તે તમામ ભોજન પ્રાણનાશક બની જાય છે. ખાવાને માટે યોગ્ય રહેતું નથી, ફેંકી જ દેવું પડે છે. પશુઓને પણ આરોગવા યોગ્ય રહેતું નથી. કારણ કે પ્રાણઘાતક છે. તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોમાં ગમે તેટલો આગમશાસ્ત્રોનો અભ્યાસ હોય, વિશિષ્ટ બોધ હોય, વાકપટુતા હોય, સમજવા- સમજાવવાની ચતુરાઈ હોય, પંડિતાઇ અને ઘણી વિદ્વત્તા હોય, કદાચ લોકોમાં આગમધર-આગમવેત્તાઆગમવિશારદ ઈત્યાદિ બિસદાવલિઓથી બિરદાવાતો હોય તો પણ સંસારસુખની રસિકતા રૂપ જે અશુભ પરિણામ છે. તે વિષતુલ્ય છે. તેનો જો સંગ થયો હોય તો તે તમામ બોધ ભાવપ્રાણ-ઘાતક હોવાથી સુંદર નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૭૯ ગાથા : ૭૮ જેમ સર્પ સાકરમિશ્રિત દૂધનું પાન કરે તો પણ તે સર્પની અંદર વિષ હોવાથી દૂધ પણ વિષપણે જ પરિણામ પામે છે. તેવી રીતે આવા ભવાભિનંદી જીવોમાં આવેલું શાસ્ત્રીયજ્ઞાન-આગમબોધ પણ અસત્પરિણામોની વાસનાથી વાસિત થવાના કારણે અજ્ઞાન રૂપે જ બને છે. વિષતુલ્ય જ બને છે. અહંકાર અને મમકારનું જ કારણ બને છે. તેથી જ મિથ્યાત્વી જીવો નવ પૂર્વાદિનો શાસ્ત્રાભ્યાસ કરે, માખીની પાંખ પણ ન દુભાય તેવું ચારિત્ર પાળે તો પણ હૃદયમાં ભોગસુખની પ્રીતિ વિશેષ જ હોવાથી શરીર અને આત્માનું પારમાર્થિક ભેદજ્ઞાન ન થવાથી શરીરની જ સુખશીલવૃત્તિને પોષનારૂં આ જ્ઞાન તે અજ્ઞાન ગણાય છે. અને વિરતિ હોવા છતાં અવિરત જ ગણાય છે. શુભ યોગ માત્ર હોવાથી તજન્યપુણ્યના ઉદયથી નવ ત્રૈવેયક સુધી જઇ શકે છે. પરંતુ ભવભ્રમણ અટકતું નથી. જ્યાં સુધી ભવાભિનંદીપણું અટકતું નથી. ત્યાં સુધી જન્મ-મરણના ફેરામાંથી નીકળવાનું બનતું નથી. પરદ્રવ્ય-પ્રત્યેની પ્રીતિ જ સ્વભાવદશાથી વિમુખ કરાવનારી છે. તેથી એ જ મહાવિષ છે. મહામિથ્યાત્વ છે. તેનો સંગ જ જ્ઞાનાદિ ગુણોને પણ મિથ્યા કરે છે દૂષિત કરે છે. માટે આવા અશુભ પરિણામ યુક્ત બોધને નિયમા સુંદર કહેવાતો નથી. II૭૭ फलत एतदेवाह - આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાનું ફળ શું આવ્યું? તે કહે છે. एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः । हिताहितविवेकान्धाः खिद्यन्ते साम्प्रतेक्षिणः ॥ ७८ ॥ ગાથાર્થ = આ કારણથી જ અહીં સંસારમાં આ અવેધસંવેદ્યપદવાળા જીવો વિપર્યાસ પરાયણ હોય છે હિતાહિતના વિવેકથી અંધ હોય છે. અને માત્ર વર્તમાનકાળને જ જોનારા તેઓ દુ:ખી થાય છે. ॥ ૭૮ ॥ – ?? 44 ટીકા - “તત્વનો’’- અવેદ્યસંવેદ્યપવન્ત: “અત ” ારાત્, ‘‘રૂઠ્ઠું'' लोके, “विपर्यासपराः ** વિપર્યાપ્તપ્રથાના ‘ના: ‘વિમિત્યાદ ’' ‘‘હિતાહિતविवेकान्धाः " एतद्रहिता इत्यर्थः । अत एवाह " खिद्यन्ते साम्प्रतेक्षिणः " वर्तमानશિન: મન્ત કૃતિ ॥ ૭૮ ।। વિવેચન :-“અવેધસંવેદ્યપદ' મિથ્યાત્વ અવસ્થામાં હોય છે. ભવાભિનંદી જીવોને હોય છે. ભવનો જ રાગ હોવાથી દેહ અને દેહનાં સુખોની જ બુદ્ધિ હોય છે. અને તે સુખોના અતિશય રાગને લીધે “શુદ્ધ આત્મતત્ત્વ”નું લક્ષ્ય આવતું જ નથી. પરમાર્થ રુચતો નથી. આ કારણથી જ આવા મનુષ્યો વિપરીત બુદ્ધિવાળા કહેવાય છે. શરીરસુખના કારણે જ અભક્ષ્ય-અનંતકાયાદિને પણ ભક્ષ્ય માને છે. પરસ્ત્રી આદિને પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૮ ૨૮૦ y ભોગ્ય માની તે તરફ પ્રવૃત્તિ કરે છે. પરધનનું અપહરણ પણ કરે છે. ચોરી-જુગારશિકા૨-માંસાહાર-આદિ સમસ્ત હેય એવાં પાપોને પણ રાચી-મચીને કરે છે. જે હેય છે તેને ઉપાદેય માન્યું છે. તથા આત્માને જે અહિતકારી છે તેને હિતકારી માન્યું છે. જે અભક્ષ્ય અને અભોગ્ય છે તેને ભક્ષ્ય અને ભોગ્ય માન્યું છે એ જ “વિપર્યાસબુદ્ધિ કહેવાય છે. આવા પ્રકારના મોહના ઉદયના લીધે જ નિત્યાનિત્ય પદાર્થોને કાં તો નિત્ય જ અથવા કાં તો અનિત્ય જ માની લે છે. ભિન્ના-ભિન્ન પદાર્થોને કાં તો ભિન્ન જ, અથવા કાં તો અભિન્ન જ માની લે છે. અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરે છે. હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય સમજે છે. એમ અવેદ્યસંવેદ્યપદકાળે જીવો “વિપર્યાસબુદ્ધિ” વાળ થાય છે. આ વિપર્યાસબુદ્ધિના કારણે જ જીવો હિતાહિતના વિવેકમાં અંધ થાય છે. દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી દેહને જે હિતકારી હોય તે આત્માને (અહિતકારી હોય તો પણ) હિતકારી છે એમ માનીને તેમાં પ્રવૃત્તિ કરે છે. દેહાશ્રિત બુદ્ધિ હોવાથી ભક્ષાભક્ષ્ય, પેયાપેય, ભોગ્યાભોગ્ય, કર્તવ્યાર્તવ્યનો વિવેક હોતો નથી. “આ ભવ મીઠા પરભવ કોણે દીઠા” એમ માનીને સાંપ્રતેક્ષી થઇને ફક્ત વર્તમાન કાળના સુખનો જ વિચારક બને છે. પૂર્વભવ કે ભાવિ-ભવ સર્વથા ભૂલી જાય છે. પાપ-પુણ્યનો વિવેક ચૂકી જાય છે. વર્તમાન કાળનો સંસાર લીલોછમ કેમ રહે ? તેની જ માત્ર અપેક્ષા રહે છે. કદાચ ધર્મકાર્ય કરે છે તો પણ સંસારસુખની બુદ્ધિએ જ તે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. સંસારનું સુખ પત્તાંના મહેલ જેવું ક્ષણભંગુર છે. અનેક વિડંબનાઓવાળું છે. કલેશ-કંકાસ અને કડવાશને જ આપનારૂં છે. છતાં આ જીવ પાણીમાં દેખાતા ઉડતા પક્ષિના પડછાયાને પક્ષી માની પકડવા દોડનારા જલચ૨ જીવની જેમ સંસારસુખ પાછળ દોડે છે. પરંતુ વાસ્તવિક સુખ ન મળતાં ખેદ પામે છે. દુ:ખી દુ:ખી થાય છે. આ રીતે અવેદ્યસંવેદ્યપદના કારણથી (મિથ્યાત્વ મોહની તીવ્રતાથી જ) જીવો વિપર્યાસબુદ્ધિવાળા બને છે. અને વિપર્યાસબુદ્ધિના કારણથી જ હિતાહિતના વિવેકમાં અંધ બને છે તથા હિતાહિતના વિવેકમાં અંધ બનવાથી જ માત્ર સાંપ્રતેક્ષી થયા છતા દુઃખી થાય છે. વિપર્યાસબુદ્ધિ જ આ સર્વ દુઃખનું મૂલકારણ છે. જ્યાં દુ:ખમાત્ર જ છે. ત્યાં આ જીવ મિથ્યાત્વ મોહના ઉદયથી વિપર્યાસબુદ્ધિના કારણે સુખબુદ્ધિ કરે છે. એટલે જ સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય હાથમાંથી છૂટી જાય છે. અને સુખાભાસ રૂપ દુ:ખની જ પ્રાપ્તિ થાય તેવી પ્રવૃત્તિ આદરે છે. સંસારમાં ગમે તેટલું પાંચ ઇંદ્રિયજન્ય સુખ હોય તો પણ જન્મ-જરા-મરણાદિનાં દુઃખો પ્રત્યેકને છે જ, અને તે અતિશય દારુણવિપાકવાળાં છે. માટે જ સંસાર દુઃખોની ખાણ જ્ઞાનીઓએ કહ્યો છે પરંતુ વિપર્યાસબુદ્ધિને લીધે અવેદ્યસંવેદ્યપદવાળા જીવો હિતાહિતના વિવેકમાં અંધ બન્યા હોવાથી તેમાં સુખબુદ્ધિ કરે છે અને તેની પાછળ Page #316 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૧ દોડધામ કરે છે રચ્યા-પચ્યા રહે છે. આ જ અવેદ્યસંવેદ્યપદનો પ્રભાવ છે. આ પ્રમાણે અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી વિપરીત બુદ્ધિ થાય છે વિપરીત બુદ્ધિથી વિવેકાન્ધ બને છે. અને વિવેકાન્ય બનવાથી માત્ર (સામ્પ્રતેક્ષી) વર્તમાનને જ જોનારા થાય છે. અને તેથી જ સંસારમાં ખેદ પામે છે. એમ પરસ્પર કાર્ય-કારણભાવ છે. (૭૮ તથા ચ= તે જ વાત વધારે સ્પષ્ટ કરે છે. બન્મ-મૃત્યુ-ગર-વ્યાધિ-રો શોપિકૃતમ્ | वीक्षमाणा अपि भवं, नोदविजन्तेऽतिमोहतः ॥ ७९॥ ગાથાર્થ = જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-રોગ અને શોક વગેરે દુ:ખોથી ઉપદ્રવવાળા એવા આ સંસારને સાક્ષાત્ દેખવા છતાં પણ જીવો અતિશય મોહને લીધે ઉદ્વેગ પામતા નથી. તે ૭૯ો ટીકા -“મન” પ્રાદુર્ભાવનક્ષvi, “y:' - પ્રાચિા દ્વિપ , “ગર'' વયોહાત્મિળા, ધષ્ઠાત્નિક્ષ: “m'વિશ્વશાંતિ,શો: ફવિયોતિનો મનોવિજે, “મતિ” શત્ પ્રણાિિરપ્રદઃ I fમ “કુત'' થત “લક્ષમાT '' પત્તોડ સત્તઃ “અવં' સંસાર, નવિનત્તેિિત પ્રમ:, “તિમોહતો” તોરિત્તિ | ૭૧ વિવેચન :-અવેદ્યસંવેદ્યપદના પ્રભાવથી (મિથ્યાત્વમોહની તીવ્રતાથી) જ આ સંસાર અનેકવિધ દુઃખોથી ભરેલો છે છતાં જીવને ત્યાં વિપર્યાય બુદ્ધિ થાય છે. અને જન્મમરણ આદિ દુઃખોથી ભરેલો સંસાર દેખવા છતાં પણ દુઃખમાં સુખબુદ્ધિ થવા રૂપ વિપરીત બુદ્ધિના કારણે ઉદ્ગ પામતો નથી. ઉલટું મધુબિન્દુના દૃષ્ટાન્તથી સુખ માનીને હોંશે હોંશે પ્રવર્તે છે. અને કાળાન્તરે મહાદુઃખી થાય છે. પ્રશ્ન :- સંસારમાં ધનનું સુખ, સ્ત્રીનું સુખ, ભોજનનું સુખ, નાટક-સીનેમા જોવાનું સુખ, પરિવારનું સુખ, એમ પૌદ્ગલિક સુખ હોવા છતાં સુખ નથી અને દુઃખોની જ ખાણ છે એમ કેમ કહો છો ? ઉત્તર :- ઉપરોક્ત ઇન્દ્રિયજન્ય સુખો (૧) ક્ષણભંગુર છે. (૨) વિકાર-વાસના ઉત્પન્ન કરનારાં છે. (૩) અને ઉપાધિઓથી ભરેલાં છે. (૪) નિયમા વિયોગવાળાં છે. (૫) વિયોગકાળે દુઃખ જ સરજનારાં છે. (૬) તેમના તરફથી પ્રતિકૂળતા ન આવી હોય ત્યાં સુધી જ મધ જેવાં લાગનારાં છે. (૭) પ્રાપ્તિમાં-ભોગમાં અને વિયોગમાં અપાર દુઃખ આપનાર છે. આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખો એ પારમાર્થિક સુખ નથી. છતાં ધારો કે તે ઇન્દ્રિયજન્ય સુખો એ સુખો છે. તો પણ જન્મ-મૃત્યુજરા-વ્યાધિ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૯ રોગ-શોક અને ભયનાં દુઃખોથી ભરેલાં તે સુખો છે. માટે આ સંસાર દુઃખોથી ભરેલો છે. તે વિસ્તારથી કંઈક આપણે જોઇએ. (૧) ધનસુખ-સ્ત્રીસુખ-ભોજનનું સુખ વગેરે ગમે તેટલું સુખ મળ્યું હોય તો પણ પત્તાંના મહેલની જેમ, વીજળીના ચમકારાની જેમ ક્ષણભંગુર છે. એકાદ દશકામાં જ પરિસ્થિતિ પલટો ખાતી દેખાય છે. કરોડપતિ માણસ પણ રોડપતિ થતા અને પરિણીત જીવો વિધુર કે વિધવા રૂપે થતા નજરે દેખાય છે. લક્ષ્મી તો નાતરું કરનારી નાર જેવી છે. જ્યારે ચાલી જાય તે કંઈ કહેવાય નહીં. વાંકું પડતાં સ્ત્રી પણ વિમુખ થતી, રિસાતી, પિયર ચાલી જતી સંસારમાં જણાય છે. અકાળે મૃત્યુ પામતી પણ જણાય છે. માટે સંસારનું સર્વસુખ ક્ષણભંગુર છે નાશવંત છે. અને નાશકાલે પણ વધારે દુઃખ આપનાર છે. (૨) ધનાદિનાં સુખો વધારેને વધારે વિકાર-વાસના કરનારાં છે. અગ્નિમાં જેમ જેમ ઇંધણ નાખો તેમ તેમ અગ્નિની ભૂખ વધે છે. કદાપિ તે અગ્નિ તૃપ્ત થતો નથી. તેમ આ સુખો ગમે તેટલાં ભોગવીએ તો પણ તેની વાસના વધતી જ જાય છે. કદાપિ આ જીવ તેનાથી તૃપ્ત થતો નથી. હજાર રૂપિયાનો માલિક હોય ત્યારે લખપતિપણું, લખપતિ થાય ત્યારે કરોડપતિપણું એમ અનુક્રમે રાજાપણું-ચક્રવર્તીપણું-ઇન્દ્રપણું માગ્યા જ કરે છે. લાભ થાય તેમ લોભ વધે છે. સદા અતૃપ્ત થયો છતો દુઃખી જ થાય છે. (૩) ધનનાં સુખો પ્રાપ્ત કરવામાં અતિશય પરવશતા-મેણાં-ટોણાં-ઠપકા સહન કરવા જ પડે છે. ધંધામાં હોડ કરવી પડે છે. સાહસ કરવું જ પડે છે. જો નિષ્ફળ જાય તો પ્રાપ્તધન પણ ચાલ્યું જતાં વાર લાગતી નથી. સ્ત્રીસુખ પણ સ્વભાવનો મેળ આવવો, વફાદારપણે વર્તવું. ઘરની જવાબદારીઓ સમજવી, સંતાનોનું સંસ્કારપૂર્વક ઉશ્કેરણ કરવું. વગેરે અતિશય ઉપાધિઓથી ભરપૂર ભરેલું છે. એટલે જ કોઈ કોઈ વખત આ સુખ વિફરેલી વાઘણ જેવું દુઃખરૂપ પણ બને છે. માટે વાસ્તવિક સુખ નથી. (૪) ઘણી ઘણી મુશ્કેલીઓ વેઠીને મેળવેલું ધનસુખ કે સ્ત્રીસુખ અકાળે-અનવસરે ચાલ્યું જતું જોવાય છે. અને અવશ્ય વિયોગ પામનારૂં જ છે. જ્યારે વિયોગ થાય છે ત્યારે અસહ્ય દુઃખદાયી થાય છે. ધનવાનું દશામાં જે રીતની રહેણી-કરણી ગોઠવાઈ હોય તે રહેણી-કરણી ધન ચાલ્યું જતાં ચલાવવી ભારે પડી જાય છે. સ્ત્રીનો વિયોગ થતાં સંતાનોની સાચવણી અને ઘરમાં એકલવાયું જીવન મહાદુઃખદાયી બની જાય છે. (૫) ઉપરોક્ત સુખમાં વિયોગકાળે જીવ ગાંડો-પરવશ-લાચાર અને દીન થતો નજરે દેખાય છે. વિયોગના દુઃખથી આકુળ-વ્યાકુળ થતા જીવો આપઘાત સુધીના પણ પગલાં ભરે છે. અને તે વખતે સંસાર ખારો ઝેર જેવો અને અસાર-તુચ્છ દેખાય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૭૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૩ (૬) ધન-સ્ત્રી-પરિવારાદિ તરફથી જ્યાં સુધી પ્રતિકૂળતાઓ ન આવી હોય ત્યાં સુધી જ તે સુખદાયી લાગે છે. ધીરેલું ધન પાછું ન આવે ત્યારે તથા ધનની ખાતર ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે જ્યારે કલેશ-કંકાસ-કડવાસ અને મોટો કજીયો થાય ત્યારે જ ખ્યાલ આવે છે કે ધનસુખ પણ દુઃખદાયી છે. સ્ત્રી તરફથી પણ જ્યાં સુધી તેને વાકું ન પડ્યું હોય ત્યાં સુધી જ સુખ લાગે છે. જ્યારે મન રિસાયું હોય, સામાબોલું પાત્ર હોય, પરપુરુષના પ્રેમવાળું પાત્ર હોય, પિયરપક્ષના પક્ષપાતવાળું પાત્ર હોય, જુઠા બોલું, કજીયાખોર પાત્ર હોય ત્યારે તે સુખ પણ દુઃખમય જ ભાસે છે. એ જ પ્રમાણે સ્ત્રી જીવને આશ્રયી પુરુષનું સુખ પણ દુઃખદાયી જ છે. () ધન અને સ્ત્રી આદિની પ્રાપ્તિમાં પણ ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તે પણ સફળ થાય અથવા ન પણ થાય, તથા મળવા છતાં કયારે ચાલી જશે તેનો સતત ભય રહે છે. રાજુપુરુષો, લુંટારાઓ, સ્નેહીઓ માગશે, તેનો ભય સતત રહ્યા કરે છે. સ્ત્રીભોગથી શક્તિની હાનિ અને નિર્માલ્યતા આદિ દુઃખો પણ થાય છે. તથા અંતે વિયોગકાલે ઝૂરી ઝૂરીને મરવાનું દુઃખ પણ આવે છે. એમ સંસાર દુઃખોની ખાણમાત્ર જ છે. છતાં માની લો કે ધનસુખ-સ્ત્રીસુખ-પરિવારસુખ આદિ સુખો મધુબિન્દુની જેમ ક્ષણમાત્ર સુખ આપનાર બને તો પણ જન્મ-મૃત્યુ-જરાનાં દુઃખો તો ઉભાં જ છે. આ દુઃખોથી કોઈ બચી શકતું જ નથી. ગમે તેટલું ધન હોય કે આજ્ઞાંકિત-રૂપવતી ભાર્યા આદિ પરિવાર હોય પણ જન્મ-મરણાદિના દુઃખોમાંથી કોઈ બચાવી શકતું નથી. કોઇ રોકી શકતું નથી. માટે પણ આ સંસાર દુઃખોની જ ખાણ છે. જન્મ-મરણાદિનું દુઃખ આ પ્રમાણે છે (૧) ન્મ-એટલે પ્રાદુર્ભાવ થવો, પ્રગટ થવું, પૂર્વભવથી નવા ભવરૂપે રૂપાન્તર માત્ર થવું તે જન્મ, નવ માસ આદિ કાળ પ્રમાણ મળ-મૂત્ર આદિ દુગંધમય પદાર્થોની વચ્ચે શરીરને સંકોચીને, અણબોલ્યા, ઉંધા મસ્તકે લપાઈ રહેવું. તે કેટલું દુઃખ? તથા જન્મ્યા એટલે મરણ-જરા-રોગ-: નક્કી આવે જ, એટલે તે જન્મ અનેક દુઃખોનો ભાર પણ સાથે લેતો જ આવે કે બાલ્યાવસ્થામાં સ્પષ્ટ સમજવાની શક્તિનો અભાવ ભૂખ-તૃષાનું વેદન, રોગાદિ થયા હોય તો પણ વ્યક્ત ન કરી શકાય તેવી કારમી પરિસ્થિતિ. આ રીતે જન્મ એ પણ દુઃખદાયી જ છે. (૨) મૃત્યુ- એટલે ઇન્દ્રિય-શ્વાસ-આયુષ્ય આદિ પ્રાપ્ત થયેલા દ્રવ્ય-પ્રાણોનો વિયોગ શરીરના એકે એક પ્રદેશની સાથે આત્માના એકે એક પ્રદેશો જે ઓતપ્રોત-તન્મયએકાંગીભાવપણે વ્યાપ્યા છે તે સર્વનો તેનાથી વિયોગ થતાં તેમાંથી નિકળતાં જે વેદના થાય છે, તે તો જે સહે તેને જ ખબર પડે. અસહ્યવેદના હોય છે. તથા બહુ જ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૯ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરેલી ધન-ઘર-અને રાચરચીલાની સામગ્રીને તથા પ્રેમના પરમપાત્ર તુલ્ય સ્ત્રી આદિ પરિવારને સદાને માટે ત્યજીને જતા જીવને જે વિયોગની વેદના થાય છે. તે શબ્દોથી અવર્ણનીય છે. સામાન્યથી બે-ચાર માસ કે વર્ષ માટે પરદેશ જતા લોકો પણ સ્ત્રી આદિ પરિવારનો વિયોગ સહી શકતા નથી, તો આ તો સદા કાળ માટેનો વિયોગ, તે વખતે કેટલું દુઃખ ? જે દુઃખ શબ્દોથી અવાચ્ય હોય છે. (૩) જરા- એટલે વયોહાનિ-ઉંમર ઓછી થતી જવી, તે સાંસારિક દૃષ્ટિએ જેમ વય વધતી જાય છે તેમ સત્તાગત આયુ ઘટતું જાય છે તેથી પારમાર્થિક દૃષ્ટિએ ઉંમર ઓછી થતાં જ્યારે જ્યારે ઘડપણ આવે છે ત્યારે ત્યારે આંખ-કાન-પગ વગેરે શરીરના ભાગો થાકે છતે સાંભળવામાં પરવશતા, જોવામાં પરવશતા, ચાલવામાં પરવશતા, દીન અને લાચાર પરિસ્થિતિ થઈ જાય છે. શરીર પણ કરચલીઓવાળું નિસ્તેજ-નિર્માલ્ય અને શોભા વિનાનું થઈ જાય છે મળ-મૂત્ર-લીંટ-ધૂક-ગળફા આદિ પણ વધે છે. અન્યને પણ સૂગ ચડે તેવી પરિસ્થિતિ થાય છે. મેણાં-ટોણાં સાંભળવાં પડે તેવી પણ શરીરની પરિસ્થિતિ થઈ જાય છે. માટે આ અવસ્થા પણ દુઃખોથી જ ભરેલી છે અને દરેકને જરા નક્કી આવે છે. (૪) વ્યાધિ- કુષ્ટ=કોઢ વગેરે મહાભયંકર દર્દી. કોઢ-ટીબી-કેન્સર, લકવા, હેમરેજ, હાર્ટફેલ, કીડનીનું ફેલ થવું, જલોદર રોગ થવો. આ બધા રાજરોગો સંસારમાં જીવોને આવે જ છે. નજરોનજર દેખાય છે. તેનાથી જીવનભર પીડા પામતા, મરવાને જ ઇચ્છતા, દેહ એ જ જેને દુઃખ રૂપ લાગે એવા જીવો દીનમય દશાવાળા દેખાય છે. (પ) રોગ- એટલે વિશૂચિકા આદિ આતંક, અજીરણ થવું. મલ જામી જવા, પેટમાં ગાંઠ થવી, લોહીનું જામ થવું. થંભી જવું. શ્વાસ- કફનું દર્દ થવું. ઇત્યાદિ વિશુચિકા=એટલે રાજરોગની અપેક્ષાએ લઘુરોગો કે જેનાથી શરીરની અપવિત્રતા થાય તેનો જે આતંક (એટલે પીડા). તે પણ દુઃખમય જ છે. શરીરમાં આ રોગો જયાં સુધી આવ્યા નથી ત્યાં સુધી જ સંસાર મીઠો મધ જેવો લાગે છે. જ્યારે શરીરમાં ઉપરના રાજરોગો કે લઘુરોગો વ્યાપે છે ત્યારે આ સંસાર દુ:ખમય છે એમ અવશ્ય ભાન થાય છે. જો દરરોજ બે-ચાર કલાક પણ દવાખાનામાં દર્દીઓને જોવામાં આવે તો પણ સંસારની અસારતા આત્માર્થી જીવને જરૂર સમજાય. (૬) શોક - મનગમતી ઇષ્ટવસ્તુના વિયોગથી થયેલો મનનો જે વિકાર, તથા અણગમતી અનિષ્ટ વસ્તુના સંયોગથી થયેલો જે મનનો વિકાર તે શોક. જેમ યુવાવસ્થામાં જ પતીનો વિયોગ, પુત્રનો વિયોગ, ધનનો વિયોગ, કીર્તિનો વિયોગ, કુટુંબનો વિયોગ, આ સર્વ શોક ઉપજાવનારાં છે. તેવી જ રીતે અનિષ્ટનો સંયોગ, કલંકની પ્રાપ્તિ, શત્રુનું આગમન, ચોર-લૂંટારાનું આગમન, સર્પ-સિંહાદિનો સંયોગ આ પણ વેદના આપવા દ્વારા Page #320 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૦ યોગદષ્ટિ સમુચ્ચય ૨૮૫ શોક ઉત્પન્ન કરનાર છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ એ શોકજનક છે. તથા આદિ શબ્દથી પ્રહાદિભૂત –પ્રેત - વળગે, બીવરાવે તેનું દુઃખ અથવા ગ્રહદશા વિપરીત ચાલતી હોય તેનું દુઃખ, એમ આ સંસાર અનેક પ્રકારના દુઃખોથી જ ભરેલો છે. આ રીતે આવા પ્રકારનાં અસહ્ય-અપરિમિત-અપાર દુઃખોથી ઉપદ્રવ પામતા –કદર્થના પામતાપીડાતા એવા આ સંસારને (ભવને) નજરોનજર સાક્ષાત્ દેખવા છતાં પણ અને ઘરેઘરે, જુદા-જુદા પ્રકારની દુઃખોની આગ લાગેલી નજરોનજર દેખાવા છતાં પણ જીવો (મમ્મા શબ્દ અહીં પૂર્વાપરના પ્રસંગથી જાણી લેવો) મા આ સંસારથી ઉદ્વેગ પામતા નથી. તેનું કારણ એ જ છે કે તેઓને આ સંસારનો (સંસારસુખનો) અતિશય મોહ છે. મોહના કારણે જ (અવેદ્યસંવેદ્યપદના પ્રભાવે જ) આ વિપર્યાયબુદ્ધિ થઈ છે. નજર સન્મુખ દુઃખોનો ભાર દેખાવા છતાં પણ સુખનો ભ્રમ થાય છે. આ જ ભવાભિનંદી જીવનું લક્ષણ છે. દુઃખમાં સુખબુદ્ધિ કરવી, હેયને ઉપાદેય માનવું. અને તેમાં જ જીવન હોંશે હોંશે સમાપ્ત કરવું. તેની પાછળ જ દોડવું. ભૂતકાળ અને ભાવિકાળના ભવોથી જન્ય દુઃખને સર્વથા ભૂલી જવું, માત્ર વર્તમાનકાળના જ સુખના (સુખાભાસના) જ અર્થી થવું. આ ભવાભિનંદી જીવનું સ્વરૂપ છે. અતિશય તીવ્રમોહના કારણે જે વિવેકાધતા છે તે જ અવેદ્યસંવેદ્યપદ છે. / ૭૯ો. તથા વાપીણાં વિમિત્યદ- તેથી આ ભવાભિનંદી જીવોને શું હોય છે! તે કહે છે. कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत्सदा । दुःखे सुखधियाकृष्टाः, कच्छूकण्डूयकादिवत् ॥ ८०॥ ગાથાર્થ = અદ્યસંવેદ્યપદમાં વર્તતા ભવાભિનંદી એવા આ જીવોને સદા કુકૃત્ય એ કૃત્ય લાગે છે. અને કૃત્ય એ અકૃત્ય જેવું લાગે છે. તથા ખસના રોગવાળાને ખણજની બુદ્ધિની જેમ હંમેશાં દુઃખમાં સુખ બુદ્ધિ વડે આકર્ષાયેલા હોય છે. || ૮૦I. ટીકા - “ ''પ્રતિપાતામહિ કૃત્યમામતિ” મોહિત, કૃત્ય વાર્દિસાડનારબ્બારિ a “સત્યવત્સા''sમતિ મોદાવ !” દુ:'' સમારભાતી “સુઊંધિયા'. સુઉવુત્યિ-“18 : માર્ષિતા વિલિત્યાર "कच्छू-कण्डूयकादिवत्" कच्छू-पामा तस्याः कण्डूयका:-कण्डूयन्त इति कण्डूयकाः, आदिशब्दात्कृमिप्रतुद्यमानाग्निसेवककुष्ठिपरिग्रहः ॥ ८०॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૦ ટીકાનુવાદ - અવેદ્યસંવેદ્યપદ કાલે અતિશય ગાઢ તીવ્ર મોહના ઉદયના કારણે ભવાભિનંદી જીવોની પરિસ્થિતિ કેવી હોય છે? તે સમજાવે છે કે પ્રાણાતિપાત અને આરંભ-સમારંભ વગેરે જે જે દુષ્કૃત્ય છે તે તે આ જીવોને કૃત્ય લાગે છે. અને અહિંસા તથા અનારંભાદિ જે કૃત્ય છે. તે આ જીવોને અકૃત્ય લાગે છે. બન્ને સ્થાને મોહ એ જ પ્રબળ કારણ છે. પ્રાણાતિપાત એટલે હિંસા અને આદિ શબ્દથી મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢારે પાપસ્થાનકો જે કર્મ બંધાવનાર હોવાથી દુષ્કૃત્ય તરીકે પ્રસિદ્ધ છે. તે આ જીવને કૃત્ય તરીકે લાગે છે. આવી અવળી બુદ્ધિ હોવાથી વિપર્યાસને લીધે જ તેમાં યથાયોગ્ય તર્ક લગાવે છે. હિંસા વિનાનું તો સંસારમાં જીવન જ નથી, હિંસા તો આચરવી જ પડે છે. પછી એકેન્દ્રિયની હિંસા કરો કે પંચેન્દ્રિયની હિંસા કરો, બન્નેમાં જીવદ્રવ્ય સમાન જ છે. હાથી આદિની હત્યામાં એક જ જીવ મરે છે. વનસ્પતિની હત્યામાં અગણિત જીવો મરે છે. આવા ખોટા તર્ક લગાવે છે. જુઠું ન બોલીએ તો જીવન જ ન જીવાય, લુચ્ચાની સામે લુચ્ચાઈ ન કરીએ તો માર જ ખાવો પડે, પ્રાણસંકટ કે સર્વધનાપહરણકાલે બોલાયેલું અસત્ય તે અસત્ય નથી, સ્ત્રીસેવન જો કરવામાં ન આવે તો સંતાનોત્પત્તિ જ ન થાય, જો એમ થાય તો સંસાર જ સમાપ્ત થઈ જાય, શરીરમાં જાગેલી વાસનાને જો તે કાલે ભોગવવાને બદલે દબાવવામાં આવે તો આકુળ-વ્યાકુળતા-દુઃખ-અરતિ ઉદ્વેગ અને શારીરિક રોગોની ઉત્પત્તિ થાય. આવા આવા અનેક કુતર્કો લગાવીને અકૃત્યને કૃત્ય સમજે છે અને લોકોમાં સમજાવે છે. તેવી જ રીતે અહિંસા- અને અનારંભાદિ કૃત્યને અકૃત્ય જેવું સમજે છે. જો સર્વત્ર અહિંસા જ રાખીએ તો નિર્માલ્ય જ થઈ જવાય, લોકો પણ આપણને દુર્બલ જ માને, શત્રુ લોકો ચડી બેસે, સર્વત્ર નુકશાન જ વેઠવું પડે. અહિંસા એ તો નિર્માલ્ય માણસોનો ધર્મ છે. ઇત્યાદિ યથાયોગ્ય કુતર્કો લગાવીને કૃત્યને અકૃત્યની જેવું સમજે છે અને સમજાવે છે. કચ્છ એટલે પામાનો (ખસનો) રોગ, તેને જે ખણનારા તે કછૂકંડૂયક, તેની જેમ અને આદિ શબ્દથી કીડાથી પીડાતા અને તેના નિવારણ માટે અગ્નિના તાપને સેવનારા કોઢ રોગવાળા પુરુષની જેમ સંરંભ-સમારંભ અને આરંભાદિ રૂપ દુઃખમાં સુખ બુદ્ધિ થવા દ્વારા આકર્ષાયેલા જીવો દુ:ખમાં જ પ્રવૃત્તિ કરે છે. અને દુઃખ જ પામે છે. સારાંશ કે પામાના (ખસના) રોગવાળો પુરુષ ખસના રોગની ખણજ જ્યારે ઉપડે છે. ત્યારે અતિશય ખણતો છતો પોતાને તે વખતે સુખી માને છે. પરંતુ ખણજ ખણવાથી ખસ મટતી નથી પણ વધે જ છે. અને કાળાન્તરે પુનઃ પણ ખણજ આવે Page #322 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૦-૮૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૭ જ છે. લોહી નીકળે છે. ચાંદાં પડે છે. પીડા પણ થાય છે. પરંતુ આવા પ્રકારના દુઃખમાં પણ મોહથી તે જીવને સુખબુદ્ધિ થાય છે. તથા કોઢના રોગીને રોગના અતિશયથી શરીરમાં કીડા પડે છે. તે કીડાથી પીડાતો રોગી અગ્નિનો તાપ લેવા ઇચ્છે છે પરંતુ તેનાથી તેનો રોગ કે રોગની પીડા ઘટતી નથી કે જતી રહેતી નથી. બલ્ક વધે છે. તેવી રીતે સભારંભાદિમાં હિંસા-જુઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિમાં સુખબુદ્ધિથી આકર્ષાયેલો આ જીવ પ્રવૃત્તિ કરે છે. પરંતુ દુઃખ જ પામે છે. પાપ કરવાની ઇચ્છા થવી તે સંરંભ, પાપકર્મ કરવાનાં સાધનો ભેગાં કરી પાપકર્મ કરવાની તૈયારી કરવી તે સમારંભ અને પાપકર્મનું કાર્ય કરવું તે આરંભ જાણવો. આકુળ-વ્યાકુળતા-અશાન્તિ-ભયભીતતા-એ દુઃખ છે. હિંસાદિમાં વર્તનારો જીવ અપરાધી છે. ગુનેગાર છે તેથી સદા આકુળ-વ્યાકુળ જ રહે છે. ચિત્તની અશાન્તિ જ વર્તે છે. અને અન્ય તરફથી સદા ભયાકુલ હોય છે. છતાં સુખબુદ્ધિ કરીને પ્રવર્તે છે. પરંતુ રસ્તો ખોટો હોવાથી અંતે દુઃખ જ પામે છે. વિષને અમૃતની બુદ્ધિએ પીવામાં આવે તો મૃત્યુનું દુઃખ ન આવે એમ નહીં, પણ આવે જ છે. કારણ કે વિષ એ અત્તે વિષ સ્વરૂપ જ છે સર્પને રજુ માનીને પકડવામાં આવે તો પણ (મનમાં રાખેલી રજુપણાની મિથ્થાબુદ્ધિ ત્યાં કામ આવતી નથી પરંતુ) મૃત્યુ થાય જ છે. કારણ કે સર્પ એ સર્પ સ્વરૂપ જ છે. એમ સુખબુદ્ધિ રાખીને દુ:ખજનક પાપકાર્યમાં પ્રવૃત્તિ કરીએ તો પણ પાપજનક પ્રવૃત્તિ તે પાપસ્વરૂપ હોવાથી જીવને દુઃખ આપે જ છે. ખોટા રસ્તામાં સાચા રસ્તાની બુદ્ધિ કરીએ તેથી કંઈ સાચા રસ્તાનું ફળ પ્રાપ્ત થતું નથી. ખોટા રૂપીયામાં સાચા રૂપીયાની બુદ્ધિ કરીને બજારમાં ખરીદી કરવા જઇએ તો કંઈ ફળ મળે નહીં. પીત્તળના ટૂકડામાં સુવર્ણની બુદ્ધિ કરીને સુવર્ણપણે વેચવા જઇએ તો તેમાં સુવર્ણબુદ્ધિ હોવા છતાં સુવર્ણપણાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમ અહીં આ જીવ ખોટે રસ્તે વર્તે છે તેથી નિયમા ભવાન્તરમાં નરક-નિગોદનાં દુઃખો જ પામે છે અને ખેદ જ પામે છે. ૮૦ અમુવાર્થ સ્પષ્ટયન્નાદ-આ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે यथा कण्डूयनेष्वेषां, धीर्न कच्छूनिवर्तने । भोगाङ्गेषु तथैतेषां, न तदिच्छापरिक्षये ॥ ८१॥ ગાથાર્થ = ખસના રોગવાળા આ જીવોને જેમ ખણવાના સાધનોમાં અને તેના દ્વારા ખણવામાં બુદ્ધિ વર્તે છે પરંતુ ખસનો રોગ દૂર કરવામાં તેવી ઇચ્છા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૧ વર્તતી નથી, તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોને પણ ભોગના સાધનભૂત (વિષયો)માં જ ઇચ્છા વર્તે છે. પરંતુ તે ભોગોની ઇચ્છાના નાશમાં બુદ્ધિ થતી નથી. (હોતી નથી.) | ૮૧/ ટીકા-વવિધતૂરો હૂયનાતિરિક્ષનરસ્થિ સિતાक्षितिनिवासात्कथञ्चिदनवाप्ततृणकण्डूविनोदकस्य भिक्षापुटिकाद्यैर्गृहीततृणपूलकेन वैद्यपथिकेन दर्शनं बभूव । स तेन तृणमेकं याचितो, दत्तं चानेन तत्तस्मै । परितुष्टौऽसौ हृदयेन, चिन्तितं च ससन्तोषं "अहो धन्यः खल्ययं यस्यैतावन्ति कण्डूयनानि" पुष्टश्च स क्व खल्वेतान्येवमतिप्रभूतान्यवाप्यन्ते ! तेनोक्तम्लाटदेशादौ, प्रयोजनं किञ्च तवैभिः ! तेनोक्तं कच्छूकण्डूविनोदनम् । पथिक आह-यद्येवं, ततः किमेभिः! कच्छूमेव ते सप्तरात्रेणापनयामि "कुरूपयोगं त्रिफलायाः" स पुनराह-कच्छ्वपगमे कण्डूविनोदाभावे किं फलं जीवितस्य तदलं त्रिफलया, क्वैतान्यवाप्यन्त इत्येतदेव कथय इति श्लोकगर्भार्थः । વિવેચન :- આ શ્લોકમાં કહેલા અર્થને સમજાવવા ગ્રંથકાર મહર્ષિ ટીકામાં પ્રથમ એક ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ સમજાવ્યા પછી તેના પ્રમાણે ઉપમેયને સમજાવવા અક્ષરગમનિકા (શ્લોકમાં કહેલા અક્ષરોનો-પદોનો ભાવાર્થ) સમજાવાશે. પ્રથમ ઉદાહરણ આ પ્રમાણે છે. રેતી ઘણી છે જે દેશમાં એવા કોઈ દેશમાં એક પુરુષ વસે છે. તેને બન્ને હાથે-પગે અથવા આખા શરીરે ખસનો રોગ થયો છે. આ રોગના કારણે શરીરમાં વારંવાર ખંજવાળ-ખણવાની ચળ ઉપડે છે. રેતીબહુલ દેશમાં આ પુરુષ વસતો હોવાથી ખણવા માટેના સાધન રૂપે તણખલાં (એટલે કે તેવા પ્રકારના નાના નાના કાષ્ઠના ટુકડા અર્થાત્ તૃણ) તેને પોતાના દેશમાં બહુ મળતાં નથી. કદાચ કોઈક વખત બેચાર તણખલાં (કાષ્ઠખંડ) પોતાના દેશમાં કયાંયથી મળી જાય તો તે તેનાથી ઘણું ખરું ખણવાનું કામ કરી લે છે. તેથી તેને ખબર છે કે તણખલાથી ખણવાનું કામ સુલભ થાય છે. આવાં તણખલાં ન મળવાથી પોતાના હાથમાં વૃદ્ધિ પામેલા નખથી જ શરીરમાં યથાસ્થાને વારંવાર ખણ્યા જ કરે છે. નખ સદા પોતાની પાસે હોવાથી અને ખંજવાળનો અતિરેક હોવાથી વારંવાર ખણ્યા કરે છે. જેથી નખો પણ ઘસાઈ ગયા છે. બુઢા થઈ ગયા છે. રહ્યા નથી. આવા પ્રકારના ( વદ્) કોઇક (વહૂચિ ) ખસના રોગવાળા પુરુષને (વહૂનિતિરે ) ખંજવાળ-ચળના અતિરેકથી (વારંવાર સતત ખણવા વડે) (પરિક્ષીનાથ) ઘસાઈ ગયા છે નખો Page #324 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૮૯ જેના એવા અને (સિતાનિવાસી) રેતીવાળા દેશમાં રહેતો હોવાથી (નવાહ) નથી પ્રાપ્ત થયો (તૃM) તણખલા દ્વારા (ઇન્દુ) ખણવાનો (વિનોહ્ય) વિનોદ-આનંદ જેને એવા પુરુષને (મિક્ષાપુટિવ) ભિક્ષા માંગવા માટેના પોટલા આદિની સાથે (ગૃહીતતુપૂત્રન) ગ્રહણ કર્યો છે તૃણનો મોટો પૂળો જેણે એવા (લૈદાથ) રોગને મટાડનારા એવા વૈદ્યરાજ પથિકની સાથે (વર્ણન વમૂવ) દર્શન થયું. ભિક્ષા માંગવા માટેના પોતાના પોટલાની સાથે તૃણનો પૂળો જેણે બાંધેલો છે એવા દૂરથી આવતા કોઈ વૈદ્યમુસાફરનું ખસના રોગીને દર્શન થયું. અહીં દિર્ઘઃ પદમાં જે તૃતીયાવિભક્તિ છે તે સદ ના અર્થમાં જો લઇએ તો ખેતરમાં ગયેલ ખેડૂત ભાતું રાખવાનાં વાસણો સાથે તૃણના પૂળા ખેતરમાંથી બાંધીને લાવે છે. તેનું દર્શન થયું. એવો અર્થ નીકળે છે અને પુટિarદ: પદમાં જો કરણમાં તૃતીયા લઈએ તો ભોજન માટેનાં જે જે માટીના બનાવેલાં વાસણો હોય છે તે બનાવી બજારમાં વેચીને તેના આવેલા પૈસા દ્વારા બજારમાંથી જેણે તૃણપુંજ ગ્રહણ કર્યો છે. એવા મુસાફરનું દર્શન થયું. એમ પણ અર્થ થાય છે. () તે વૈદ્યપથિક પાસે (તેને) તે ખસના રોગવાળા રોગી પુરુષ વડે (તુર્વિ) એક તૃણ-તણખલું (યાવિતઃ) મંગાયું (વાન) અને આ વૈદ્ય પથિક વડે (તત) તે એક તૃણ (ત) તે રોગીને (વાં) અપાયું (સૌ) આ રોગી પુરુષ (ઢન) હૃદયથી (પરિતુ ) ઘણો જ ઘણો ખુશ થયો, કારણ કે રેતીવાળો દેશ હોવાથી પોતાના દેશમાં તૃણની અપ્રાપ્તિ હતી અને નખો ઘસાઈ ગયા હતા, ખસના રોગની ખંજવાળ વારંવાર આવતી હતી, તેથી ખણવાનું જો કોઈ સાધન મળી જાય તો તેનો વિનોદ (આનંદ) અનુભવી શકાય. એટલે સાધનની પ્રાપ્તિની તે રોગી રાહ જ જોતો હતો. એવામાં વૈદ્યપથિક પાસેથી એક તૃણ માગવાથી પ્રાપ્ત થવાના કારણે ખણવાનો આનંદ અનુભવાશે એમ સમજીને તે હૃદયથી ઘણો જ ખુશ ખુશ થયો. (ત્રિન્તિ સન્તોષ) પોતાના હૃદયમાં ઘણા સંતોષની સાથે તેણે વિચાર્યું કે (કહો થ: રાત્ત્વ) અહો- આનંદની વાત છે કે આ વૈદ્યપથિક ખરેખર ધન્ય છે. (વસ્થતાત્તિ વાહૂનાન) કે જે આ વૈદ્યપથિકની પાસે આટલાં બધાં કંડ્રયન (ખણવાના સાધનભૂત તણખલાં) છે. (પૃ :) તે રોગીવડે તે વૈદ્યપથિકને પૂછાયું કે (ાવમતિપૂતન તિતિ) હે વૈદ્યપથિક ! આવા પ્રકારનાં અતિશય બહુ આ કંપ્નયન (ખણવાના સાધનભૂત તણખલાં) (વવ હતુ કવાથને) ખરેખર ક્યાં મળતાં હશે? કયા દેશમાં આ તૃણ મળતાં હશે? તે મને જણાવો. (તેનોવતમ્) તે વૈદ્યપથિક વડે કહેવાયું કે (દિવેલી) લાટ દેશ આદિ દેશોમાં આ તૃણ ઘણાં મળે છે. પરંતુ યો. ૧૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૧ (તવ) તારે (મિ) આ તૃણ વડે (યોગને %િ ) પ્રયોજન શું છે? તું શા માટે અતિશય તૃણની ઇચ્છા રાખે છે? (તેનોવત) તે રોગી પુરુષ વડે કહેવાયું કે ( છૂ) પામા-બસના રોગને (auq) ખણવાનો (વિનોદ્દન) આનંદ માણવો એ જ મારે પ્રયોજન છે. આ તૃણથી ખણજ ખણવાનો આનંદ માણી શકાય છે. (પથવી બાદ) વૈદ્યપથિકે કહ્યું કે (ચોવં) જો એમ છે અર્થાત્ ખસના રોગના કારણે ઘણી ખંજવાળ જ જો આવે છે. અને તેના માટે તારે તૃણનું પ્રયોજન હોય (તત: કિમિ) તો આ તૃણસમૂહવડે તારે શું કામ છે? (વછૂમેવ તે) તારી ખંજવાળ જ (સસરાત્રે ) સાત રાત્રિ માત્રમાં જ (અનિયમિ) દૂર કરી આપું. (ત્રિપટનાયા: ઉપયોr ) તું ત્રિફળાનો ઉપયોગ કર, તેનાથી તારી આ ખંજવાળ મૂળથી જ મટી જશે. જેથી તૃણની આવશ્યક્તા જ નહી રહે. ( પુનરાદ) તે રોગી પુરુષ ફરીથી વૈદ્યપથિકને કહે છે કે ( દ્વપમે) જો આ રીતે ખસનો રોગ દૂર થઈ જાય તો ( વુવિનોતામવે) ખણવાનો જે વિનોદ-આનંદ છે તેનો અભાવ થયે છતે (હિં પર્ત ગાવિત) મારી જંદગીનો અર્થ શું? મારું જીવન જ નિષ્ફળ છે. જો આ રીતે ખણવાનો આનંદ ન મળે તો, (ત) વિનોદના અભાવના તે કારણથી (સ્નિયા અત્ન) ત્રિફળા વડે મારે સર્યું. મારે ત્રિફળા લઈને આ ખસનો રોગ સર્વથા મટાડવો નથી. કારણ કે જો તે રોગ મટી જાય તો ખંજવાળ આવે નહીં, અને જો ખંજવાળ આવે નહીં તો તેને ખણવાનો વિનોદ મળે નહીં. અને ખણવાના વિનોદ વિનાનું મારું જીવન અને નિષ્ફળ લાગે છે. માટે તે વૈદ્યપથિક ! (તાનિ વવ વાણને) આ તૃણો કયાં મળે છે? (રૂદ્દેવ થય) આટલી જ વાત તમે મને જણાવો. મારે રોગ દૂર કરવાની કળા જાણવામાં રસ નથી પરંતુ ખણજ ખણવાના વિનોદમાં જ રસ છે. એમ આ શ્લોકનો ભાવાર્થ છે. હવે શબ્દાર્થ જોઈએ. अक्षरगमनिका तु-"यथा कण्डूयनेष्वेषां तथैतेषां भवाभिनन्दिना "धीन तदिच्छापरिक्षये," न भोगेच्छानिवृत्तौ, तत्त्वानभिज्ञतयैव वयःपरिपाकेऽपि वाजीकरणादरात् । इच्छाग्रहणमिह भोगक्रियोपलक्षणम् ॥ ८१॥ શ્લોકગત શબ્દોના અર્થો આ પ્રમાણે છે. જેમ ખસના રોગવાળા આ જીવોને કંયનો (ખણવાના સાધનો)ને વિષે બુદ્ધિ-પ્રીતિ છે. પરતું મૂલથી ખસના રોગના નાશની ઇચ્છા નથી. તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોની બુદ્ધિ પણ ભોગના સાધનોમાં જ હોય છે. પરંતુ તે ભોગની ઇચ્છાના નાશમાં, કે ભોગની ઇચ્છાની નિવૃત્તિમાં બુદ્ધિ હોતી નથી. યથાર્થ તત્ત્વનો બોધ ન હોવાથી (વયનો ઉંમરનો) પરિપાક થવા છતાં પણ વાજીકરણમાં જ એટલે કે વીર્યની અને કામવાસનાની વૃદ્ધિ કરે તેવા ઔષધો સેવવામાં જ આદરમાન હોય છે. અહીં Page #326 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૯૧ ગાથા : ૮૧ મૂલશ્લોકમાં ભોગની ઇચ્છાના પરિક્ષયમાં બુદ્ધિ થતી નથી એમ જે કહ્યું છે. તેનો અર્થ ભોગની પ્રવૃત્તિના પરિક્ષયની કે નિવૃત્તિની પણ બુદ્ધિ થતી નથી એમ પણ સમજવો. ભોગેચ્છાના ઉપલક્ષણથી ભોગપ્રવૃત્તિ પણ સમજી લેવી. ભાવાર્થ આ પ્રમાણે છે. ખસનો રોગી ખંજવાળની મીઠાશ માત્રનો વિનોદ માણનારો (મારે રોગ વધે છે. ખંજવાળ વધશે પણ ઘટશે નહી એમ) તત્ત્વને ન જાણતો મૂર્ખ પુરુષ જેમ કંડ્યન અને તેના દ્વારા ખણવાનું જ માત્ર ઇચ્છે છે. અને તેમાં થતા અલ્પકાલીન આનંદને જ (સુખને જ)સુખ માની રાચે-નાચે છે. પરંતુ ખણવાથી ખંજવાળ મટતી નથી પણ વધે છે. રોગ પણ વધે છે. બળતરા-પીડા પણ વધે છે. તત્ત્વનો અનભિજ્ઞ મૂર્ખ પુરુષ આ બધુ સમજી શકતો નથી. તેવી જ રીતે ભવાભિનંદી જીવોને પણ “ભવરોગ” રૂપી ખસનો રોગ લાગુ પડ્યો છે. તેથી આ જીવને વિષયભોગની ઇચ્છારૂપ ખંજવાળ ઉત્પન્ન થાય છે. અને વિષયભોગનાં સાધનોરૂપી કંડ્યનોની શોધમાં જીવન પસાર કરે છે. જે કંઇ વિષયભોગનાં સાધનો મળે છે, તેનાથી વિષયસેવન કરવા રૂપી ખણવાનું કાર્ય કરી ખંજવાળ મટાડવા ઇચ્છે છે. વિષયસેવનનું કાર્ય કરી વિષયભોગની ઇચ્છાને સંતુષ્ટ કરવા ઇચ્છે છે. પરંતુ તેનાથી વિષયભોગની ઇચ્છા સમાપ્ત થતી નથી, બલ્કે વૃદ્ધિ પામે છે. અગ્નિમાં ઇંધન જેમ જેમ નાખવામાં આવે છે તેમ તેમ અગ્નિ વૃદ્ધિ પામે છે. પરંતુ કદાપિ અગ્નિ સમાપ્ત થતો નથી. તેવી જ રીતે વિષયભોગની પ્રવૃત્તિથી કદાપિ વિષયસેવનની ઇચ્છાની તૃપ્તિ થતી નથી, અંતરમાં ભોગની ભાવના વધે જ છે. ભવરોગ રૂપી ખસનો રોગ વધે જ છે. રોગનાં મૂળ ઘણાં ઊંડાં જાય છે. તીવ્ર રાગ અને ભોગની આસક્તિથી બંધાતાં ચીકણાં કર્મોથી ભવભ્રમણ સદા વધે છે. વિષયોની તૃપ્તિ થવાને બદલે વિષયતૃષ્ણા વધે જ છે. વિષયસેવનથી કામવાસના સમાપ્ત થતી નથી, બલ્કે બળવાન્ થઇને વિશેષ વધે છે. પરંતુ તત્ત્વના અનભિજ્ઞ એવા આ ભવરોગી જીવને આ સમજાતું નથી, વિષયસેવનથી વિષયેચ્છાની તૃપ્તિ ઇચ્છે છે. પરંતુ પૂર્વભવમાં બાંધેલી પુણ્યાઇ સમાપ્ત થતાં વિષયસેવનથી નીચકુલ-નિર્ધનદશામાં આ ભવરોગીનો જન્મ થાય છે. કે જ્યાં વિષયસેવનનાં સાધનો રૂપી કંડૂયનો મળવાં દુર્લભ બની જાય છે. વિષયસેવનની ઇચ્છા રૂપી ખંજવાળ ઘણી જ ઉઠે છે પરંતુ પુણ્યાઇ ન હોવાથી સાધનો રૂપી કંડ્યનો મળવાં તેને દુર્લભ બને છે. સાધનોની શોધમાં નીકળેલા આ ભવરોગી ભવાભિનંદી જીવને એક પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા કોઇ ધર્મગુરુરૂપી વૈદ્યપથિકનો ભેટો થઇ જાય છે. જે ધર્મગુરુ પુણ્યોદયવાળા હોવાથી અનેકવિધ ભોગસુખોને પામ્યા છે. તે ભોગવી વૈરાગ્ય-પામીને દીક્ષિત બની ઉચ્ચ કક્ષાની આરાધના કરી મંત્ર-તંત્રાદિ વિવિધ શક્તિઓ અને લબ્ધિઓ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૧ પામ્યા છે. જેમનું માન-પાન પ્રતિષ્ઠા-ઐશ્ચર્ય અતિશય ઘણું જ છે. તેવા ધર્મગુરુરૂપી વૈદ્યપથિકનો આ ભવરોગી જીવને આકસ્મિક ભેટો થઈ જાય છે. તેમની આબાદી અને નામના સાંભળી આ ભવરોગી જીવ તે ધર્મગુરુ પાસે જાય છે. અને વિષયસુખનાં સાધનો મળી જાય એવા કોઈ મંત્ર-તંત્ર કે જડીબુષ્ટિની યાચના કરે છે. કારણ કે ભોગાભિલાષી જીવ સાધુ પાસે પણ ભોગસાધનની પ્રાપ્તિના ઉપાય જ માંગતા જોવાય છે. આ ધર્મગુરુ જ્ઞાની હોવાથી તેની ઇચ્છા પ્રમાણે એકાદ ભોગસાધન તેને અમારા દ્વારા જો મળી જાય તો અમારા પ્રત્યે વધુ વિશ્વાસ પેદા થવાથી કાળાન્તરે ઉપદેશ આપીને ભોગોની ઇચ્છાથી નિવૃત્ત કરી સાચા આત્મતત્ત્વના ઉત્તમ ધર્મમાર્ગે તેને ચડાવી શકાશે અને સદાને માટે તેને આ રોગથી મુક્ત કરી શકાશે. એમ સમજીને સાધુના રાગી બનાવવાના આશયમાત્રથી એકાદ ભોગના ઉપાય રૂપ એક કંપ્નયન આપે છે. તેઓના કહ્યા મુજબ તે ઉપાય અપનાવતાં પ્રાપ્ત થયેલા ભોગથી તે ધર્મગુરુ તરફ આ જીવ અતિશય વિશ્વાસુ બને છે. અને તે ભવરોગી જીવ સાધુનો પરમરાગી શિષ્ય જેવો બની જાય છે. ત્યારબાદ જેમ ખસના રોગી પુરુષે વૈદ્યપથિકને પૂછેલું કે આવાં કંડૂયનો (gણ સમૂહ) કયા દેશમાં મળે છે? તેવી જ રીતે આ ભવાભિનંદી ભવરોગી જીવ આ ધર્મગુરુને પૂછે છે કે ભોગસુખના ઉપાયો કેવી રીતે મળે? કઈ ગતિમાં જવાથી મળે? ત્યારે ધર્મગુરુ કહે છે કે ભવસુખોને ભોગવવાની ભાવના રૂપી ખસની ખંજવાળ તું કેમ ઇચ્છે છે? તેને મેળવીને પણ તું શું કરીશ? ભોગનાં સાધનો મેળવવાથી અને તેના દ્વારા વિષયસેવનથી તારો વિરોગ રૂપી ખસનો રોગ જશે નહી પણ વૃદ્ધિ પામશે, તેને બદલે તારો આ ભવરોગ રૂપી ખસનો રોગ જ મૂળથી નાબૂદ થઈ જાય એવી દવા તને આપું. ચાલ મારી સાથે, અને સાંભળ. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ આત્માના મૂળભૂત ગુણો છે. તેની આરાધના કરવા રૂપ “નત્રયી સ્વરૂપ ત્રિફળાનો ઉપયોગ” તું કર. જેનાથી તારી ભોગ-સુખ ભોગવવાની ઇચ્છા રૂપી ખંજવાળવાળો આ તારો ભવરોગ રૂપી ખસનો રોગ પ્રાયઃ સાત ભવમાં જ મૂળમાંથી નાબૂદ થઈ જશે અને તું સર્વથા નિરોગી બની જઇશ. કોઈપણ જાતની વ્યાબાધ (પીડા) જ ન થાય તેવું પીડા વિનાનું તને અવ્યાબાધ સુખ આ રત્નત્રયી રૂપી ત્રિફળાના ઉપયોગથી મળશે. ત્યારે ભવરોગી ભવાભિનંદી તે જીવ વળતું તેના ઉત્તરમાં ધર્મગુરુને કહે છે કે રત્નત્રયી રૂપ ત્રિફળાના સેવનથી ભવરોગ રૂપી ખસનો મારો રોગ મટી જાય અને હું અવ્યાબાધ સુખ પામું એ તમારી વાત સાચી છે. પરંતુ ત્યાં ખણવાના વિનોદરૂપ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ ગાથા : ૮૧-૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ભોગસુખોનો આનંદ મને મળે જ નહીં. માટે મારે તેવા અવ્યાબાધ સુખવાળી મુક્તિ કે તેના ઉપાયભૂત રત્નત્રયી સ્વરૂપ જ ત્રિફળાનો ઉપયોગ જોઇતો નથી. ખસના રોગીને જેમ ખંજવાળને ખણવામાં જે આનંદ આવે છે તે આનંદ જ જોઈએ. પછી ભલે તેનાથી ખસનો રોગ વધે. તે ખણવાનો વિનોદ જ તેને સુખકારક છે. તેવી જ રીતે ભોગસુખનો વિનોદ જેમાં અનુભવાય એવા ભોગસુખનાં સાધનો મળવાનો ઉપાય તમારી પાસે હોય તો તે જ ઉપાય મને જણાવો. મારે તો તે ઉપાયની જ જરૂર છે. પછી ભલેને મારો ભવરોગ-ભવભ્રમણા વધે. પરંતુ ભોગસુખ ભોગવામાં જે આનંદ આવે છે. તે કોઈ અદ્વિતીય છે. આવું આ ભવરોગી મૂર્ણ જીવનું કહેવું છે. તત્ત્વનો અનભિન્ન હોવાથી આ મૂર્ખ જીવ જ્ઞાની મળવા છતાં ભવરોગ દૂર કરવાને બદલે ભવરોગ ભલે વધે, પણ મારે તો ભોગસાધન જ જોઇએ કે જેનાથી વિષયસેવનના આનંદનો અનુભવ કરી શકાય. આવા પ્રકારની મૂર્ખતાના કારણે જ આ જીવ વયનો પરિપાક થવા છતાં= વયોવૃદ્ધ થવા છતાં સુવર્ણભસ્મ આદિ શક્તિવર્ધક ઔષધોનો ઉપયોગ કરીને પણ શારીરિક કામ-વીર્ય વધે અને ભોગની ઇચ્છા સંતોષાય એવા પ્રયત્નો કરવામાં જ આદર રાખે છે. જે જોઈને ખરેખર તેના ઉપર ધર્મગુરુને ભાવથી દયા ઉપજે છે. અહીં મૂળશ્લોકમાં ભોગેચ્છા રૂપી ખંજવાળના પરિક્ષયમાં કે નિવૃત્તિમાં જેમ આ ભવાભિનંદી જીવને ઇચ્છા થતી નથી તેવી જ રીતે આ ભવાભિનંદી જીવને ભોગપ્રવૃત્તિના પરિક્ષયમાં કે નિવૃત્તિમાં પણ ઇચ્છા થતી નથી. તેમ ઉપલક્ષણથી સમજી લેવું. શરીર જીર્ણ-શીર્ણ-પરવશ થવા છતાં પણ મહામોહના ઉદયથી આ ભવરોગી જીવની ભોગેચ્છા અને ભોગપ્રવૃત્તિ એમ બન્ને કદાપિ અટકતાં નથી. આ જ મહામોહ રૂપી જાદુગરનો આશ્ચર્યજનક ખેલ છે. યશૈવમત: = જે કારણથી સંસારની આવી સ્થિતિ છે. તેથી ભવાભિનંદી આ જીવો શું કામ કરે છે ? તે ગ્રંથકારશ્રી જણાવે છે आत्मानं पाशयन्त्येते, सदाऽसच्चेष्टया भृशम् । पापधूल्या जडाः कार्यमविचार्यैव तत्त्वतः ॥ ८२॥ ગાથાર્થ = જડ એવા આ ભવાભિનંદી જીવો તત્ત્વથી (પરમાર્થથી) કાર્યનો વિચાર કર્યા વિના જ હંમેશાં અસત્ ચેષ્ટા કરવા દ્વારા મોહનીયાદિ કર્મમય પાપ રૂપી ધૂળ વડે પોતાના આત્માને અતિશય મલીન કરે છે. ૮૨ ટીકા “મા” નીવું, પત્તિ'' ઉત્તિ, “તે ધાત્ત્વિા: “ના” સર્વા, “કચેષ્ટા' પ્રપતિપતાશ્વરૂપ દેતુભૂતી, “મૃા. Page #329 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૨ ૨૯૪ મત્યર્થમ્। વવા પાશયનીષાદ- ‘“પાપથૂલ્યા'' -જ્ઞાનાવરળીયાવિક્ષળયા ‘‘નડા’' મા, " कार्यमविचार्यैव तत्त्वतः " परमार्थेन क्षणिककुसुखसक्तयाऽऽत्मानं पाशयन्तीति ॥८२॥ વિવેચન :- ઉપ૨ સમજાવ્યા મુજબ આ પ્રસ્તુત ભવરોગી એવા ભવાભિનંદી જીવો પાંચ ઇન્દ્રિયોના ભોગસુખોમાં જ કે જે સુખ ક્ષણિક છે નાશવંત છે. અસાર છે. તુચ્છ છે. મોહની તીવ્રતા કરાવનાર છે. હિંસાદિ પાપકાર્યોનાં સર્જનહાર છે. વાસ્તવિક અસુખરૂપ છે. અર્થાત્ કુત્સિત સુખ સ્વરૂપ છે. સુખાભાસ માત્ર જ છે તેવા પ્રકારનાં કુસુખોમાં સુખબુદ્ધિ થવાથી તેની પ્રાપ્તિ માટે સદા કાળ નાના-મોટા જીવોની હિંસા કરે છે. સ્વાર્થ સાધવા અસત્ય પણ બોલે છે. સુખની આસક્તિથી ચોરી પણ કરે છે. પરસ્ત્રીસેવન, વ્યભિચાર પણ સેવે છે. પરિગ્રહ પણ વધારે છે તેના માટે આરંભ-સમારંભ પણ ઘણા કરે છે. આવા પ્રકારની આ અસત્-અશુભ ચેષ્ટાઓ રૂપી હેતુઓ (પાપબંધનાં કારણો) સેવવા દ્વારા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય એમ મુખ્યત્વે ચાર ઘાતિકર્મ મય પાપકર્મ રૂપી ધૂળ આ આત્મામાં નાખે છે. આ આત્મા અનંતજ્ઞાનાદિ ગુણોથી નિર્મળ સ્ફટિક જેવો શુદ્ધ છે. પરંતુ જડ એવા આ જીવો આવા પ્રકારની સદા અશુભ ચેષ્ટાઓ કરવા દ્વારા પાપકર્મ રૂપી ધૂળ વડે પોતાના આત્માને મલીન કરે છે. પાપકર્મના બંધન રૂપી પાશ વડે આ આત્માને બાંધે છે. પોતે જ પોતાની કુચેષ્ટાઓ દ્વારા પાપકર્મરૂપી ધૂળ વડે આત્માને મલીન-ગંદો-કુત્સિત કરે છે. પોતે જ પોતાનો વૈરી બને છે. પોતેજ પોતાના આત્મા (ના સ્વરૂપ)નો ઘાતક બને છે. અને આ સંસારમાં જે પોતે જ પોતાના ગળામાં ફાંસો નાખે, અથવા પોતે જ પોતાના માથામાં ધૂળ નાંખે, શરીર મેલુ-ગંદું કરે તેને મૂર્ખ કહેવાય છે. જડ જેવો છે અર્થાત્ જડ જ છે એમ પણ કહેવાય છે. એવી જ રીતે મોહાંધતાના કારણે જડમૂર્ખ એવા આ ભવાભિનંદી જીવો પોતે જ પોતાની અશુભ ચેષ્ટાઓ દ્વારા પાપકર્મ રૂપી ધૂલ વડે પોતાના જ આત્માને મલીન કરે છે અશુદ્ધ કરે છે. તત્ત્વથી એટલે કે પરમાર્થથી મારૂં સત્ય કર્તવ્ય શું છે? તેનો વિચાર કર્યા વિના જ આત્માને બંધનગત કરે છે. મોહરૂપી જાદુગરના આવા ખેલ છે. એટલે જ શાસ્ત્રોમાં “મોહ’ને મદિરાની ઉપમા આપવામાં આવી છે કે જેમ મદિરામાં આસક્ત પુરુષ વિવેકશૂન્ય બની જાય છે. પહેરેલાં વસ્ત્રો કાઢી નાંખે, ફાડી નાંખે, ધૂળમાં આળોટે, બેફામ બોલે, પોતે જ પોતાનું શરીર ધૂલીયું કરે. એ જ પ્રમાણે મોહાંધ પુરુષ પણ અસત્પ્રવૃત્તિઓ વડે પાપ મય ધૂળ દ્વારા પોતાના આત્માને પોતે જ મલીન કરે છે. અનંત જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણવાળો બનાવે છે. ૮૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૩ યોગદષ્ટિ સમુચ્ચય ૨૯૫ તથાદિ તે કારણથી આ જીવો પ્રાપ્ત થયેલી દુર્લભ વસ્તુ હારી જાય છે. તે સમજાવે છે. धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य, प्रयतन्तेऽल्पमेधसः ॥ ८३॥ ગાથાર્થ = ધર્મપ્રાપ્તિના પરમબીજભૂત એવો કર્મભૂમિસંબંધી માનવ ભવ પામીને પણ અલ્પબુદ્ધિવાળા આ જીવો સત્કાર્ય કરવા રૂપી ખેતીમાં આ (ધર્મબીજ)નું વાવેતર કરવા રૂપ પ્રયત્ન કરતા નથી. I૮૩ ટીકા-“ધર્મનીન થર્મલાRU, “ઘ' પ્રથાને “પ્રણાgિ'' વિ તરિત્યાદિમનુષ્ય'-મનુષત્વ, વક્વેત્યE-“ ભૂમિપુ' ભરતદાસ | નિત્ય-“ર સર્ન' થવી નાથાનાથિયાં “મ' થવાની “પ્રતિજોર-જેથ:”. માન્યતઃ કૃત્યર્થ. | ૮રૂ I વિવેચન :- ધર્મની પ્રાપ્તિમાં “મનુષ્યપણું” એ પરમ “બીજભૂત” (અર્થાત્ પ્રધાનકારણો છે. જેમ બીજ હોય તો તેને વાવવાથી અંકુરા ફૂટે-શાખા-પ્રશાખા-ફૂલ અને ફળ થવા દ્વારા અનેક બીજો પુનઃ થાય છે. અને તે અનેક બીજ ફરીથી વાવવાથી અગણિત-અપાર દાણા થાય છે. તેમ આ મનુષ્યભવ મળવાથી અનેક પ્રકારનાં ધર્મકાર્યો કરી શકાય છે. કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરી શકાય છે. અનેક કલ્યાણ સુખ મેળવવું સુલભ થાય છે. કારણ કે આ મનુષ્યભવ વિના બીજા કોઈ પણ ભવમાં “સાચો વિવેક” પ્રગટ થતો નથી, હેય-ઉપાદેયપણાની સબુદ્ધિ જ આવતી નથી તો તેવા સારા આચરણની વાત તો કરવાની જ કયાં રહી ? તેથી “માનવભવ”ની પ્રાપ્તિ થવી એ ધર્મપ્રાપ્તિ માટે પરમબીજ સમાન છે. પશુ-પક્ષી-વિકલેન્દ્રિય-એકેન્દ્રિય અને નારકોના ભવો પરવશતાના અને ચૈતન્યની હાનિના દુઃખથી ભરેલા છે. દેવનો ભવ ભોગની પરવશતાથી ભરપૂર છે. માનવનો ભવ જ મુક્તિની પ્રાપ્તિ માટે મુખ્ય રાજમાર્ગ તુલ્ય અસાધારણ અપેક્ષા કારણરૂપ છે માટે ધર્મના બીજ તુલ્ય છે. મનુષ્યભવ મળ્યો, પરંતુ જો અનાર્ય ભૂમિમાં જન્મ થયો હોય, અકર્મ ભૂમિમાં જન્મ થયો હોય તો પણ શું કામ આવે? જે ધર્મકાર્ય કરવા-કરાવવામાં અને મુક્તિ આપવામાં અસમર્થ છે. અનાર્ય એટલે અસંસ્કારી, ભક્ષ્યાભઢ્ય, પેયાપેય, હેયઉપાદેયના જ્યાં સંસ્કાર નથી, પૂર્વભવ-પરભવ-આત્મદ્રવ્યાદિની જ્યાં ઓળખાણ નથી કે જેથી તેના કલ્યાણ-અકલ્યાણની વિચારણા પણ આવે, આવો જે દેશ, આવું જે ક્ષેત્ર, Page #331 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૩ તે અનાર્યદેશ અને અનાર્યક્ષેત્ર કહેવાય છે. તથા જ્યાં ‘‘અસિ” (છેદનનાં સાધન), “મિસ” (લેખનનાં સાધન) અને “કૃષિ” (ખેતીનાં સાધન), નો ઉપયોગ નથી, જ્યાં માત્ર કલ્પવૃક્ષોથી જ જીવન જીવાય છે. જ્યાં તીર્થંકર પ્રભુ તેમનું શાસન ચલાવનાર આચાર્યદિ સાધુ સંતો નથી. ધર્મમાર્ગ નથી, આત્મહિતની કે આત્માના સુખની વાત માત્ર પણ જ્યાં નથી એવી જે ભૂમિ તે અકર્મભૂમિ કહેવાય છે. આવી ભૂમિમાં માનવદેહ મળે છે પણ આત્માને આત્મિક લાભ શું થાય? પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને દેવકુરુ-ઉત્તરકુરુવિનાના પાંચ મહાવિદેહ ક્ષેત્ર આ પંદર કર્મભૂમિ જ મુક્તિની પ્રાપ્તિ માટેનાં યોગ્ય ક્ષેત્રો છે. કારણ કે તે પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો જ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. તે પંદર કર્મભૂમિમાં પણ આર્યદેશ-આર્યકુલ આદિ મળ્યાં હોય તો જ ધર્મની પ્રાપ્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે પારાવાર એવા આ સંસારમાં ચોર્યાશી લાખ યોનિસ્થાનોમાં જન્મ-મરણ પામતાં પામતાં અનંતી ભવભ્રમણામાં રખડતાં-રખડતાં, અસહ્ય અને અપાર દુ:ખોને અનુભવતાં અનુભવતાં ક્યારેક જ દશ દૃષ્ટાન્તે દુર્લભ એવો આ માનવદેહ મળે છે. અને તેમાં પણ મહાપુણ્યોદયે મુક્તિની પ્રાપ્તિને યોગ્ય એવી કર્મભૂમિમાં જન્મ મળે છે. તેમાં પણ અતિશય અધિક પુણ્યોદયે જ આ જીવને આર્યદેશમાં અને આર્યકુલમાં જન્મ પ્રાપ્ત થાય છે. દુર્લભથી પણ અતિશય દુર્લભ એવી આ સામગ્રી મળવા છતાં જો તેમાં ધર્મબીજની વાવણી કરવામાં ન આવે, સત્કાર્યો કરવા રૂપી ખેતી કરવામાં ન આવે, અને પ્રાપ્ત થયેલી આ સામગ્રીની સફળતા મેળવવામાં ન આવે તો તે માનવદેહ હારી જવાય, આવા જીવો ખરેખર અલ્પમાં અલ્પ બુદ્ધિવાળા જ કહેવાય છે. લગ્નમાં જાય અને ભૂખ્યા આવે, તળાવે જાય અને તરસ્યા આવે, તેની જેમ યોગ્ય અને દુર્લભ સામગ્રી મળ્યા પછી તેનો સદુપયોગ કરી ફળ મેળવી લેવું જોઇએ તેને બદલે આ ભવાભિનંદી જીવો અવેદ્યસંવેદ્યપદના પ્રતાપે આવી ધર્મબીજની વાવણી માટે બધી રીતે સાનુકુળ એવી ધર્મસામગ્રી મળવા છતાં પણ ભોગવિલાસમાં= ઇન્દ્રિયજન્ય વિષયસુખમાં જ અને તેના જ સાધનભૂત અર્થોપાસનાદિ કાર્યો કરવામાં જ પોતાનું જીવન વીતાવે છે. જ મોહરૂપી જાદુગરનો મોટો ખેલ છે. આ ૨૯૬ કર્મભૂમિમાં જન્મ એ ધર્મપ્રાપ્તિનું “પરમબીજ” છે. ત્યાં જ “સદ્વિવેક” પ્રગટે છે. આર્યદેશ અને આર્યકુલ એમાં સહાયકારી નિમિત્તકારણ વિશેષ છે. ત્યાં જન્મીને ‘‘સત્કાર્યો” કરવાં, આત્મકલ્યાણ સાધવું, આત્મકલ્યાણકારક રત્નત્રયીની ઉપાસના કરવી એ ખેતી છે, વાવણી છે. વાવણી કરવાથી બીજની વૃદ્ધિ થાય છે. અને અપારફલની Page #332 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૩-૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૯૭ પ્રાપ્તિ થાય છે. અન્યથા બીજ નાશ પામી જાય છે. અને સડી જાય છે. તેમ સત્કાર્યો કરવાથી અનંતકલ્યાણની પ્રાપ્તિ થાય છે. અલ્પકાળમાં જ મુક્તિપદ સાંપડે છે, અન્યથા આ માનવભવ હારી જવાય છે. આ મળેલો માનવભવ કાગડાને ઉડાડવામાં ફેંકાતા ચિંતામણિરત્નની તુલ્ય એળે જાય છે. નિષ્ફળ જાય છે. રત્નાકરપચ્ચીશીમાં કહ્યું છે કે મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં. એ ચાર ભેદ ધર્મમાંથી કંઈ પણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ મેં પરભવે કે આ ભવે પણ હિત કંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં, જન્મો અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. ૬ તેથી આવા પ્રકારનો કર્મભૂમિ સંબંધી ધર્મના પરમબીજ ભૂત મનુષ્યભવ પામીને જે જીવો સત્કર્મ કરવા રૂપી વાવણી કરતા નથી અને પ્રાપ્ત થયેલ આ ભવમાં ધર્મનાં બીજ વાવતા નથી તે ખરેખર અલ્પ મતિવાળા છે, મૂર્ખ છે. જડ છે. આ સર્વ મોહના ઉદયનો પ્રતાપ છે. I૮all વિન્તર્દિ-આ ભવાભિનંદી જીવો ધર્મબીજની વાવણી કરતા નથી તો શું કરે છે? बडिशामिषवत्तुच्छे, कुसुखे दारुणोदये । सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो दारुणं तमः ॥ ८४॥ ગાથાર્થ = જેમ કાંટાળી જાળમાં ભરાયેલા માંસને ખાવા જતાં માછલું તેમાં ફસાય છે. તેમ તુચ્છ અને રૌદ્રવિપાકવાળા એવા આ કુત્સિત ભોગસુખોમાં આસક્ત એવા આ ભવાભિનંદી જીવો સચ્ચેષ્ટા-સત્કર્મ-સત્કાર્યો (કરવા રૂપી ધર્મ બીજની વાવણી)ને ત્યજી દે છે. ખરેખર આ અજ્ઞાન અને મોહ રૂપી દારુણ અંધકારને ધિક્કાર હો. ૮૪ ટીકા “વહfમપરિતિ” નિદર્શન માત્રમાંસવ, “તુચ્છ' અરે, “સુલે સુકમોને, “તાળો રવિપા, સપિરિમાણે, “વિક્તા:”. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૪ गृद्धाः किमित्याह "त्यजन्ति-सच्चेष्टां"-धर्मसाधनम्, कर्मदोषोऽयमित्याह "धिगहो दारुणं तमः" कष्टमज्ञानमिति योऽर्थः ॥ ८४॥ વિવેચન - આ ભવાભિનંદી જીવો મોહને પરવશ થયા છતા દારૂડીયાની જેમ માનવજીવનની સાર્થકતા તો કરતા નથી, પરંતુ અમૂલ્ય ચિંતામણિરત્ન તુલ્ય નરદેહને વેડફી નાખે છે. માનવ અવતાર પામી સત્કર્મો કરવા રૂપી વાવણી દ્વારા ધર્મબીજનું વાવેતર તો કરતા નથી, પરંતુ તે બીજને સડી જાય તેવું કરી નાંખે છે. નવી કમાણી તો કરતા નથી, પરંતુ પ્રાપ્ત થયેલી મૂડી પણ ગુમાવી નાખે છે. આવા મોહાંધ અને અજ્ઞાની જીવો “બડિશામિષની” જેમ કુત્સિત સુખોમાં લલચાઈ જાય છે. માછલાને પકડવા જાલમાં કાંટા ઉપર જે માંસ રાખવામાં આવે છે તેને “બડિશામિષ” કહેવાય છે. મચ્છીમારો માછલાને પકડવા કાંટાળી જાલમાં માંસ ગોઠવે છે. અને તેની લાલચથી માછલું રસનેન્દ્રિયની આસક્તિના કારણે તે માંસને લેવા જાય છે. તે જ વખતે કાંટાળી જાળ ગળામાં ભરાઈ જતાં તે મત્સ્યના જેવા બૂરા હાલ થાય છે. એવી જ રીતે આ ભવાભિનંદી જીવો તુચ્છ અને રૌદ્રવિપાકયુક્ત સાંસારિક ભોગોથી પ્રાપ્ત થયેલાં કુત્સિત ભોગસુખોમાં આસક્ત થયા છતા રાગાંધ થવાથી સમ્યગૂ ચેષ્ટાને-સત્કાર્યો કરવા રૂપી વાવણીને ત્યજી દે છે. રત્નત્રયીનું આરાધન કરવા રૂપ ધર્મકાર્યને ત્યજી દે છે. મોહરાજા રૂપી કર્મનો આ મોટો દોષ છે. આ ગાથામાં સંસાર સંબંધી ભોગસુખોનાં (૧) તુચ્છ અને (૨) રૌદ્ર વિપાકવાળા એમ બે વિશેષણો ગ્રંથકારમહર્ષિએ ઘણાં મહત્ત્વપૂર્ણ આપેલાં છે. (૧) સાંસારિક આ ભોગસુખો તુચ્છ છે એટલે કે તેમાં સુખની માત્રા અલ્પ છે. અપાર સુખ નથી, પરંતુ અપાર દુઃખ છે. મધુબિન્દુના ઉદાહરણની જેમ સુખ અલ્પ અને આધિ-વ્યાધિ તથા ઉપાધિઓ ઝાઝી છે. તેથી તુચ્છ છે. કારણ કે જે ખાદ્યફળોમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઘણું હોય છે. તે ફળોને (જેમ કે શેરડી અને સીતાફળ વગેરેને) તુચ્છફળ કહેવાય છે. તેવી જ રીતે જે ભોગસુખોમાં સુખ અલ્પ અને ઉપાધિઓ ઝાઝી હોય તે સુખોને પણ તુચ્છ સુખ કહેવાય છે. વળી આ સુખ અલ્પકાળ જ રહે છે. પાછળ દુઃખની પરંપરા જ સર્જાય છે. ખસના રોગીને ખંજવાળની જેમ અલ્પકાલીન છે માટે પણ આ ભોગજન્ય સુખ તુચ્છ-અને અસાર છે. ખોટના ધંધા જેવું છે. અને અલ્પ એવુ પણ તે સુખ ફોતરા જેવું કસ વગરનું નિસ્સાર છે. વાસ્તવિક સુખ આપવાની તેનામાં કોઈ જ તાકાત નથી. (૨) તથા જે સુખો ભોગવવાથી રાગાદિના કારણે અને તજ્જન્ય હિંસા, જુઠ, આદિ અઢાર પાપસ્થાનકો સેવવાના કારણે Page #334 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૪-૮૫ યોગદષ્ટિ સમુચ્ચય ૨૯૯ બંધાયેલાં એવાં તીવ્ર અશુભ કર્મોનો જ્યારે ઉદયકાળ આવે છે ત્યારે અસહ્ય એવાં તથા શબ્દોથી અવાઓ અને અપાર એવાં નરક-નિગોદનાં ભયંકર દુઃખો આવે છે. તેવાં દુ:ખોને જ આપનારાં આ સુખો છે. તેથી જ આ ઇન્દ્રિયજન્ય ભોગસુખો રૌદ્રપરિણામવાળાં એટલે કે દારુણોદય (દારુણ છે ઉદય-વિપાક જેનો એવાં) કહેવાય છે. ભયંકર દુઃખોનો વિપાક આપનારાં કુત્સિત સુખોને અહીં જે “દારુણોદય” કહેવામાં આવ્યો છે તે જૈનશાસ્ત્રોની આ પરિભાષા છે. એટલે કે શાસ્ત્ર સંબંધી ભાષાનો આ સાંકેતિક શબ્દ છે. તથા મત્સ્યનું જે ઉદાહરણ આપવામાં આવ્યું છે તે પણ એક રસનેન્દ્રિયના સુખનું ઉદાહરણ છે. એ પ્રમાણે શેષ ઈન્દ્રિયોના સુખનાં ઉદાહરણો પણ ઉપલક્ષણથી પૂર્વે કહ્યા પ્રમાણે સમજી લેવાં. આ પ્રમાણે તુચ્છ (સાર વિનાનાં અને અલ્પમાત્રાવાળા) તથા દારુણવિપાકવાળાં આ કુત્સિત સુખોમાં આસક્ત થયેલા એવા આ ભવાભિનંદી જીવો તે સુખોને મેળવવામાં જ દોડતા સમ્પ્રવૃત્તિઓનો (ધર્મકાર્યની પ્રવૃત્તિઓનો) ત્યાગ કરે છે જે જે પ્રવૃત્તિઓથી આત્માનું હિત થાય છે તે પ્રવૃત્તિઓ આ જીવને રુચતી નથી અને તેને છોડીને આત્મ-અહિતકર પ્રવૃત્તિમાં જોડાય છે. પ્રશ્ન :- સત્ પ્રવૃત્તિઓનો આ જીવ ત્યાગ કરે અને અસત્યવૃત્તિઓમાં જોડાય છે. તેમાં આ જીવનો શું દોષ? મેતોપોથમ્ તિ=આ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી અવળું સૂઝે છે. માટે આ કર્મનો દોષ છે. ઉત્તર - મદનગ્રંથકાર કહે છે કે થિદો તાપ તમ =જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીય આ બન્ને કર્મોના ઉદયજન્ય જે આ દારુણ અજ્ઞાનતા છે તેજ દોષરૂપ છે. તેથી દારુણ એવી અજ્ઞાનદશા સ્વરૂપ અંધકારને ધિક્કાર હોજો. સારાંશ કે કષ્ટકારી (મહાદુઃખદાયી) એવી આ અજ્ઞાનતાને અહો! ધિક્કાર થાઓ. ૮૪ll ૩૫સંદરનાદ- હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે अवेद्यसंवेद्यपदमान्ध्यं दुर्गतिपातकृत् । सत्सङ्गागमयोगेन, जेयमेतन्महात्मभिः ॥८५॥ ગાથાર્થ = તે કારણથી આ અવેધસંવેદ્યપદ એ અંધાપા તુલ્ય છે દુર્ગતિમાં પતન કરાવનાર છે. માટે મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમશ્રવણ-સ્વાધ્યાય દ્વારા આ પદને જીતવું જોઈએ. ૫૮૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૫ ટીકા-“મવેદ્યવેદ્યપદ” મુવતિનક્ષvi, “માä'શ્વભાવરૂપ, મત વાદ-“કુતિપતિન''-કુતિપાતરાણત્રમ, “ઊંગમયોગેન' વિશિષ્ટસામન્થનેત્યર્થ - માવઃ પુરુષપ્રાધાજસ્થાપનપર: | “નયમ'वेद्यसंवेद्यपदं, "महात्मभिः''-पुम्भिः अस्यामेव भूमिकायामन्यदा जेतुमशक्यत्वात् । अत एवानुवादपरोऽप्यागम इति योगाचार्याः अयोग्यनियोगाऽसिद्धेरिति ॥ ८५॥ વિવેચન :- આ અવેદ્યસંવેદ્યપદ એ આભ્ય એટલે “અંધાપા” રૂપ છે. અને દુર્ગતિમાં પાડનાર છે. વેદ્ય એટલે વેદવા યોગ્ય, જે વસ્તુ જેવી છે (હય અથવા ઉપાદેયસર્પ-રજુની જેમ) તે વસ્તુનું તેવું સંવેદન થવું તે વેદ્યસંવેદ્યપદ. અને તેનાથી ઉલટસુલટ સંવેદન થવું. અર્થાત્ યથાર્થ સંવેદન ન થવું. અયથાર્થ સંવેદન થવું. હેય એવાં ભોગસુખોને ઉપાદેય સમજવાં, અને ઉપાદેય એવાં સત્કર્મોને હેય સમજવાં, તે જ અવેદ્યસંવેદ્યપદ છે. એટલે કે મિથ્યાત્વમોહનો ઉદય કહેવાય છે. અંધાપાવાળો માણસ અંધાપાના કારણે સાચો માર્ગ ન દેખતો હોઈ ખોટા રસ્તાને સાચો રસ્તો માની લઈ ખોટે રસ્તે દૂર-દૂર નીકળી જાય છે કે જેથી સાચો રસ્તો બહુ દૂર થઈ જાય છે. રખડપટ્ટી વધી જાય છે. અથવા સાચો રસ્તો ન દેખવાથી આડા-અવળા રસ્તે ચાલતાં આગળ આવતા મોટા ખાડામાં પડી જાય છે. હાડકાં ભાગી જાય છે અને મહાદુઃખ પામે છે. તેવી જ રીતે આ અવેદ્યસંવેદ્યપદ રૂપી મહાઅંધાપાના કારણે સંસાર કરવાનો સાચો માર્ગ ન સૂઝતો હોઈ કાં તો ખોટે રસ્તે ચડી દૂર-દૂર નીકળી જાય છે એટલે કે અનંત ભવભ્રમણની રખડપટ્ટી વધી જાય છે અથવા આડા-અવળા ઉન્માર્ગના રસ્તે ચાલતાં નરકગતિ આદિ દુર્ગતિ પામવા સ્વરૂપ મોટા ખાડામાં પડી જાય છે. કે જેથી આત્માની દૃષ્ટિ આવવાના તમામ માર્ગો તે ગુમાવી બેસે છે. માટે આ પદ અંધાપા તુલ્ય” અને દુર્ગતિપાત કરાવનારું છે. પરંતુ આંધળા માણસને સાચા માર્ગના અનુભવી અને દેખતા પુરુષનો યોગ જો થઈ જાય, અને તે અંધ પુરુષ દેખતાની આંગળીએ વળગી જાય, દેખતો માણસ જેમ ચાલે અને જેમ બતાવે તેમ જો તે ચાલે તો અવશ્ય નિર્ભય થયો છતો તે અન્ય મનુષ્ય પણ સાચા માર્ગને પામે છે. અને ખાડામાં પડતો બચી જાય છે. એ જ રીતે અંધાપાતુલ્ય આ અવેદ્યસંવેદ્યપદવાળા પુરુષને જો સપુરુષનો (સંસાર તરવાના યથાર્થ માર્ગના અનુભવી પુરુષનો) સમાગમ થઈ જાય, તે તેને યથાર્થ રીતે અનુસરે, સપુરુષ પાસે આગમશ્રવણ કરી તેમના પ્રત્યે પરમવિશ્વાસુ બની બરાબર તે માર્ગે જો ચાલે તો અવશ્ય આ સંસાર અટવી ઓળંગી જાય છે. અને દુર્ગતિ રૂપી ખાડામાં પડતો બચી જાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૦૧ અહીં “સત્સંગ” એટલે વિશિષ્ટ પુરુષનો જે સમાગમ તે સત્સંગ. જે મહાપુ આગમશાસ્ત્રો ભણેલા છે. સંસારથી તરવાની અને તારવાની રીતભાતને જે પોતે જાણે છે અને પોતાની જાતને તારવા માટે તેનો યથાર્થ રીતે અનુભવ કરી રહ્યા છે. દેશવિરતિ અથવા સર્વવિરતિ ધર્મનું પાલન કરતા હતા તે માર્ગના જ જે ઉપદેશક છે. એવા ગીતાર્થ-અનુભવી-સદૃષ્ટિપ્રેરક વિશિષ્ટ જે પુરુષો છે. તેઓનો સમાગમ થવો તે “સત્સંગ” કહેવાય છે. તેમની પાસેથી આગમશાસ્ત્રોના અભ્યાસનું સતત-વારંવાર શ્રવણ-વાંચન મનન અને નિદિધ્યાસન કરવા દ્વારા આગમનો બોધ થવા સ્વરૂપ જે સંબંધ થાય છે. તે બન્ન વડે આ અવેદ્યસંવેદ્યપદ જીતવા યોગ્ય છે. મિથ્યાત્વ દૂર કરવા યોગ્ય છે. અહીં “સં"- અને મામિ એમ બન્નેના યોગની વાત હોવાથી દ્વિવચન સત્યમોનાખ્યાં એમ મહર્ષિએ લખવું જોઇએ. તો પણ યોર કહીને જે એકવચન કહ્યું છે. તે પણ “સહેતુક” છે. સત્પરુપના હૈયામાં રહેલું જે આગમ, અને તેનાથી થતો જે બોધ તે તારક છે. એમ સપુરુષ અને “આગમ” આ બન્ને એકવભાવનેએકમેકપણાને પામ્યા હતા જ તારક બને છે. સત્પષ પોતે મોહને જિતનાર-અધ્યાત્મી હોય, પરંતુ આગમજ્ઞ ન હોય તો તે લાગણીશીલ હોવા છતાં યથાર્થમાર્ગ બતાવી શકતા નથી અને પુરુષ વિના માત્ર પુસ્તક રૂપે રહેલું આગમ શાસ્ત્ર સ્વયં વાંચવાથી શાસ્ત્રોનાં સાચાં રહસ્યો બરાબર ન સમજાય, વિપરીત અર્થો પણ થઈ જાય, માટે એકલું આગમ પણ ઉપકારી નથી, પરંતુ પુરુષ અને સદાગમ આ બન્ને એકાંગી ભાવને પામ્યા છતા ઉપકારક છે. તે જણાવવા સમાહાર બંધ સમાસ કરી એકવભાવ કર્યો છે. તથા તે બેમાં પણ આગમના અર્થો સમજાવવાનું મુખ્ય સામર્થ્ય સત્પષમાં છે. તથી જ્ઞાની-ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ આગમ-શ્રવણ કરવું જોઈએ. સ્વયં આગમો અને ગંભીરશાસ્ત્રો વાંચવાનો જે પ્રવાહ ચાલ્યો છે તે ઉત્સર્ગ-અપવાદ ન જાણી શકવાના કારણે ઉન્માર્ગ જ સમજવો. તથી આગમત એવા મહાપુરુષો જ અનાદિ મિથ્યાત્વી એવા આ જીવના અવદ્યસંવદ્યપદને મંદ કરી શકે છે. વારંવાર સારણા, વારણા આદિ વડે આ જીવને તીવ્ર મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વમાં લાવી શકે છે. તેથી આવા સજ્જન-ઉપકારીપરોપકારપરાયણ એવા પુરુષની પ્રધાનતા જણાવવા માટે પણ આ એકવચન છે. તેથી આવા ગુણીયલ અને જ્ઞાની સદ્ગુરુને પરવશ જીવ જ વર્તે, તેમની પાસે વિનયાદિ ગુણયુક્ત આગમ-શ્રવણ જો કરે. તેનું મનન-ચિંતન કરે તો જ અનાદિની “સ્વચ્છંદતા” આદિ દોષો જાય છે કષાયો મોળા પડી જાય છે. મિથ્યાત્વની તીવ્રતા દૂર થઈ જાય છે. અને ઝટપટ સન્માર્ગે ચડી જાય છે. આવો “સત્સંગ” જ આ જીવને પરમ આધાર Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૫ રૂપ, પરમ અવલંબન રૂપ છે. મજબૂત આ આધાર જો મળી જાય તો સંસાર એ સાગર હોવા છતાં પણ ખાબોચિયા જેવો થઈ જાય છે. જેમ ઇન્દ્રભૂતિજીને ઇન્દ્રભૂતિપણાના કષાયો અને મિથ્યાત્વને દૂર કરવામાં મહાવીર પ્રભુનો યોગ આધારરૂપ બનતાં, સન્માર્ગે આવતાં વાર લાગી નહીં અને તે જ ભવમાં સંસારસાગર તરી ગયા. નેતિસંવેદવિદ્ આ રીતે મહાત્મા પુરુષો વડે અનાદિકાળથી રૂઢ અને ગૂઢ બનેલું તથા દુર્ભેદ્ય એવું આ અદ્યસંવેદ્યપદ “સત્સંગ” અને “આગમશ્રવણ” દ્વારા આ જ ભૂમિકામાં (ચોથી દીપ્રાદષ્ટિમાં આવે ત્યારે) જીતવા યોગ્ય છે. કારણ કે આ ભૂમિકામાં જ તેનો વિજય કરી શકાય છે. તેનું બલ મંદ પડે છે. ત્રણ દૃષ્ટિ પસાર કરેલી હોવાથી તેની તીવ્રતા એકદમ ઘટી ગઈ છે. માટે અહીં જ જીતવાની પાત્રતા યોગ્યતા છે. મચા તુમવાવા=અન્યકાળે આ પદ જીતવું અશક્ય છે. કારણ કે મિત્રાદિ પ્રથમની ત્રણ દૃષ્ટિમાં આ દૃષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વની તીવ્રતા હોવાથી આ અવેદ્યસંવેદ્યપદ બળવાન હોય છે. તોફાની અવસ્થાવાળું સંભવે છે, તેથી જીતવું દુષ્કર છે. અને આ અવેદ્યસંવેદ્યપદને જીત્યા વિના સ્થિરાદિ ઉપરની દૃષ્ટિઓમાં જઈ શકાતું નથી તેથી તેને આ તબક્કે જ જીતવું આવશ્યક છે. વળી સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં આ અવેદ્યસંવેદ્યપદ જીતાઈ જ ગયું હોય છે. એટલે જીતવાનું રહેતું નથી. તે કારણથી આ ચોથી દષ્ટિની ભૂમિકામાં આવેલા જીવો જ આ પદને જીતવા સમર્થ છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક આ ભૂમિકામાં જ વાસ્તવિક “ગુણરૂપ” બનતું હોવાથી “ગુણસ્થાનક” કહેવાને યોગ્ય છે. આ ભૂમિકાથી પૂર્વે પ્રથમની ત્રણ દૃષ્ટિમાં મિથ્યાત્વ અતિગાઢ અને કિલષ્ટ પરિણામવાળું હોય છે. તે કાળે સંસારી ભાવોની આસક્તિ મંદ પડી હોતી નથી. મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ શુદ્ધભાવ આ જીવને પ્રથમ ત્રણ દૃષ્ટિકાળે આવતો નથી. કંઈક કંઈક શુભભાવ આવે છે. પરંતુ સંસારસુખનો રાગ હોવાથી ધર્મસાધના કરે તો પણ આ પદ જીતી શકાતું નથી પ્રથમની ત્રણ દૃષ્ટિમાં જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ મિથ્યાત્વ મંદ થતું જાય છે. અવિવેક ઘટતો જાય છે. વિવેકની માત્રા વધતી જાય છે. સંસારસુખનો રસ ઘટતો જાય છે. આત્માના ગુણોની રુચિ અને દોષોની અરુચિ વધતી જાય છે. પૌદ્ગલિક સુખ અસાર - તુચ્છ અને દારુણ વિપાક આપનાર છે. અને આત્માના ગુણો જ વાસ્તવિક સુખ આપનાર છે એમ સમજાતું જાય છે. આ રીતે શુદ્ધ ભાવ તરફ વિકાસ કરતો કરતો ક્રમશઃ યોગની દૃષ્ટિમાં આગળ વધતો આ જીવ ચોથી દીપ્રા દૃષ્ટિમાં જ્યારે આવે છે. ત્યારે મિથ્યાત્વ એટલું બધું મંદ થઈ જાય છે કે તેને આ અવેદ્યસંવેદ્યપદ જીતવું સહેલું બની જાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૫ યોગદષ્ટિ સમુચ્ચય ૩૦૩ પ્રશ્ન :- પ્રથમની ત્રણ દષ્ટિમાં મિથ્યાત્વની તીવ્રતા હોવાથી અને સ્થિરાદિ દષ્ટિમાં આ પદ જીતાઇ ચૂકયું હોવાથી આ ચોથી દીપ્રા દૃષ્ટિમાં જીવ આ અવેદ્યસંવેદ્યપદને અવશ્ય જીતે જ છે. તો પછી “આ જીતવા યોગ્ય છે” એમ ઉપદેશ આપવાની જરૂર શું ? ઉત્તર - આગમશાસ્ત્રો કોઈ કોઇવાર નવા નવા વિષયોને સમજાવનાર જેમ . હોય છે એટલે “વિધાયક” જેમ હોય છે. તેવી જ રીતે કોઇ કોઇવાર નિશ્ચિતવાતને (પ્રસિદ્ધ વાતને) જણાવનાર પણ હોય છે. એટલે કે “અનુવાદક” પણ હોય છે. જે વાત નિશ્ચિત છે તે જણાવી છે. એમ યોગાચાર્ય પુરુષો કહે છે. તથા જીવ ચોથી દૃષ્ટિમાં આવે ત્યારે જ આ પદ જીતી શકાય છે. પૂર્વની દૃષ્ટિઓવાળો કાળ અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે અયોગ્યકાળ છે. અને અયોગ્યમાં નિયોગ થઈ શકતો નથી (એટલે કે બીજાધાન સિદ્ધ થતું નથી.) તે આ પ્રમાણે (૧) કાળ અયોગ્ય હોય (૨) પાત્ર અયોગ્ય હોય અને (૩) ભૂમિ અયોગ્ય હોય તો તેમાં બીજાધાન થતું નથી, તેથી ફળપ્રાપ્તિ પણ થતી નથી. જેમ કે (૧) ચોમાસાના કાળને બદલે ગ્રીષ્મઋતુમાં ખેતી કરીએ તો કાળ અયોગ્ય હોવાથી ફળપ્રાપ્તિ ન થાય (૨) સડી ગયેલું કે નિબજ થયેલું ધાન્ય વાવીએ તો ચોમાસાનો કાળ હોવા છતાં પણ ફળપ્રાપ્તિ ન થાય તે પાત્ર અયોગ્ય કહેવાય. અને (૩) ઉખરભૂમિમાં વાવીએ તો ચોમાસાનો કાળ અને યોગ્ય ધાન્ય હોવા છતાં પણ ફળપ્રાપ્તિ ન થાય. તે ભૂમિ અયોગ્ય કહેવાય છે. તેવી જ રીતે ઓઘદૃષ્ટિમાં નિયોગ માટેનો એટલે યોગ્ય બીજનું આધાન કરવા માટેનો કાળ અયોગ્ય છે. અભવ્ય કે દુર્ભવ્ય જુવો આ નિયોગ = બીજાધાન માટે પાત્ર અયોગ્ય છે. અને પ્રથમની ત્રણ દષ્ટિમાં વર્તતા જીવો નિયોગ માટે એટલે બીજાધાન માટે ઉખર ભૂમિ તુલ્ય અયોગ્ય ભૂમિ છે. તેથી આ ચોથી ભૂમિકામાં આવેલા જીવો જ આ પદને જીતવા અને નિયોગને = બીજાધાનને સિદ્ધ કરવા સમર્થ છે. અયોગ્ય કાલ-અપોગ્ય પાત્ર-અને અયોગ્ય ભૂમિકામાં નિશ્ચિતપણે યોગદશાનાં બીજાધાનની સિદ્ધિ થતી નથી. માટે આ ચોથી દૃષ્ટિવાળી ભૂમિકામાં આવેલા જીવોએ સત્સંગ અને આગમશ્રવણ અવશ્ય કરવું અને તેના દ્વારા આ પદને અવશ્ય જીતવું. અહીં અવેદ્યસંવેદ્યપદ અને વેદ્યસંવેદ્યપદનો અધિકાર સમાપ્ત થાય છે. આ અધિકાર વધારે સ્પષ્ટ સમજાવવા માટે સંક્ષિપ્ત ચિત્ર આલેખવામાં આવે છે. તે ઘણા જ ધ્યાનથી વિચારવા યોગ્ય છે. }} ૮પા Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩O૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૫ કમ નામ વેધ ગાથાનું અવેધસંવેધપદ સંવેપદ પ્રમાણ ૭૪ ها به ૭૫ | કઈ દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિમાં પાછળની ચારદૃષ્ટિમાં આવે. તે પણ ક્રમશઃ મંદ થતું. તે પણ ક્રમશઃ વધતું ૨ | તેનું કારણ ગ્રંથિ ભેદનો અભાવ. | ગ્રંથિ ભેદનો સદ્ભાવ ૩ | પાત્ર જીવ | ભવાભિનંદી વર્તમાનદર્શી મુમુક્ષુ-સમ્યગ્દષ્ટિ, ભોગસુખરસિક મિથ્યાદૃષ્ટિ ભોગસુખથી વિરક્ત વ્યાખ્યા | વેદ્યનું યથાર્થસંવેદન જ્યાં જ્યાં વેદ્યનું યથાર્થ= ૭૨/૭૩ ન થાય, ઉલટું સંવેદન થાય. જેમ છે તેમ સંવેદન થાય ૫ | બોધ કેવો? અપાયશક્તિની મલિનતાવાળો અપાયશક્તિની મલિનતા ૬૮/૬૯ અને સૂક્ષ્મબોધના પ્રતિબંધ વિનાનો અને પારમાર્થિક વાળો સ્કૂલબોધ. | સૂમબોધ પાપપ્રવૃત્તિ | પાપપ્રવૃત્તિ જ સવિશેષ પાપપ્રવૃત્તિ ન હોય, અને હોય, પરતું ક્રમશઃ ઘટતી હોય તો તલોહપદન્યાસ જેવી પરિણામ | ભોગાસક્તિ-કૃત્યાકૃત્યની સંવેગની અતિશયતા ૭૧ ભ્રાન્તિ-સંસારસુખની રસિક્તા. અનાસક્તિ-અભ્રાંતિ | સ્વરૂપ અવાસ્તવિક પદ,અપદ પગ વાસ્તવિક પદ.જ્યાં પગ મૂકી | ૭૨ નમૂકવા જેવું સ્થાન. શકાય તેવું. ઉભું રહેવાય તેવું પદ.| ૯ | પ્રવૃત્તિ, અસચ્ચેષ્ટાપ્રવૃત્તિ, સચ્ચેષ્ટાપ્રવૃત્તિ, ૭૩ | નિવૃત્તિ -સચ્ચેષ્ટાનિવૃત્તિ. અસએશનિવૃત્તિ | લક્ષણ વિપર્યાસબુદ્ધિ, વિવેકાંધતા હિતા- અવિપર્યાસ-સવિવેકતા, હિતા-| ૭૬/૮૧ હિતવિવેકશૂન્યતા, અતિમોહ |હિતવિકતા, મોહરહિતતા ૧૧ | કાર્ય અસચ્ચેષ્ટા વડે આત્મબંધન | સચ્ચેષ્ટા વડે આત્મમુક્તિ ૮૨/૮૩ અને આત્મમલિનતા અને આત્મશુદ્ધિ. ૮૪ ૧૨ | ફળ | અંધાપાપણું, દુર્ગતિપતન | સમ્યગ્દર્શનપણું અને સદ્ગતિગામિતા તથા મુક્તિ. ૧૩ | ગુણસ્થાનક પ્રથમ ૪ થી ૧૪ Page #340 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૦૫ અત વ નભિજ્ઞાન્યાદ-મહાત્મા પુરુષોએ સત્સંગ અને આગમ શ્રવણવડે આ પદ જીતવું જોઇએ. આ પ્રમાણે ઉપર કહેવામાં આવ્યું છે તેથી જ હવે જયનાં લિંગો કહે છે ગાથા : ૮૬ ગાથાર્થ = આ અવેધસંવેદ્યપદ જીતાયે છતે મનુષ્યોનો કુતર્ક રૂપી વિષમ એવો ગ્રહ પોતાની મેળે જ નક્કી (નિયમા) અત્યન્તપણે નિવૃત્તિ પામે છે. ૮૬॥ ટીકા -‘નવમાને નિયમાટેતસ્મિન્નવેદ્યસંવેદ્યપ?' મહામિથ્યાત્વનિવન્યને પશુવાવિશવાવ્યું ‘‘તત્ત્વત: ''-પરમાર્થેન, ‘‘તૃળાં’’-પુંમાં ‘‘નિવર્તતે, સ્વત: आत्मनैवाऽपरोपदेशेन, निमित्ताभावे नैमित्तिकाभावात् 'અત્યન્ત' नितरां - सम्यग्ज्ञानयोगात्, आगमप्रामाण्यावगमात्, हेतुत्वेन ग्रह इव ग्रहः ॥ ८६ ॥ ‘‘તવિષમપ્રશ્નો’’-દૃષ્ટાપાય "" जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ ટીકાનુવાદ :- તીવ્ર મિથ્યાત્વમોહનો ઉદય છે કારણ જેમાં એવું અને “પશુતા” આદિ અસાર-તુચ્છ શબ્દોથી વાચ્ય એવું આ અવેદ્યસંવેદ્યપદ જિતાતે છતે તાત્ત્વિકપણે અર્થાત્ પારમાર્થિક રીતે પુરુષોમાં રહેલો “કુતર્ક” રૂપી ભયંકર ગ્રહ (ભૂત) સ્વયં પોતાની મેળે જ અત્યન્તપણે નિયમા નીકળી જ જાય છે. અવેધસંવેદ્યપદનાં બે વિશેષણો ટીકામાં આપ્યાં છે. પહેલું વિશેષણ એ છે કે તીવ્ર મિથ્યાત્વમોહનીય કર્મ જ્યારે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેનો પ્રતાપ જ એવો હોય છે. કે આ જીવને હેયમાં ઉપાદેયબુદ્ધિ કરાવે અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવે. અર્થાત્ ઉલટી બુદ્ધિ કરાવે, શરીરાદિ જે પદાર્થો અનાત્મસ્વરૂપ છે તેમાં જ આત્મબુદ્ધિ કરાવે, તેનાં જ સુખોને સુખ અને તે શરીરનાં દુ:ખોને જ દુઃખ માનીને વર્તે આવી ઉલટી બુદ્ધિ એ જ અવેદ્યસંવેદ્યપદ છે. "" આ પદ મિથ્યાત્વના ઉદયના કારણે આવે છે. તથા ઉલટી બુદ્ધિ રૂપ હોવાથી આ પદ જીવને વિવેકશૂન્ય બનાવે છે. તેથી જ “પશુતા”- જડતા-મૂર્ખતા-અજ્ઞાનદશા જ જાણે હોય એવા તુચ્છ શબ્દોથી બોલાવવા યોગ્ય આ પદ કહેવાય છે. આવા પ્રકારના આ પદકાલે જીવ સત્ત્ને અસત્, અસત્ત્ને સત્, ભિન્ના-ભિન્નને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન, આત્મામાં અનાત્મબુદ્ધિ અને અનાત્મામાં આત્મબુદ્ધિ ઇત્યાદિ ચો. ૨૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૬ કરે છે. તેથી જ તેનું નામ વેદસંવેદા=જે વસ્તુ જેમ છે તેમ જેમાં સંવેદિત ન કરાય, પણ વિપરીત સંવેદિત કરાય એવું નામ પાડવામાં આવ્યું છે. જે વાસ્તવિકપણે પ જ નથી મપ જ છે. પગ મૂકવા જેવું કે ઉભા રહેવા જેવું જે સ્થાન નથી. આવા પ્રકારના બે વિશેષણવાળા આ અવેદ્યસંવેદ્યપદને સત્સંગ અને આગમતત્ત્વના શ્રવણ વડે વાસ્તવિક વસ્તુસ્થિતિ સમજવા દ્વારા મહાત્મા પુરુષોએ જીતવું જોઈએ. તેનો આત્માર્થી આત્માઓએ પરાભવ કરવો જ જોઈએ. જેમ જેમ તે પદ જીતાતું જાય છે. તેમ તેમ આત્મામાં અનાદિકાળથી રહેલો “કુતર્ક” રૂપી વિષમગ્રહ આપોઆપ જ નીકળી જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વના ઉદયથી આ પદનો પ્રભાવ ચાલુ હોય છે ત્યાં સુધી તે જીવને “કુર્તકો” ઉઠ્યા કરે છે. “પોતે જે માન્યું છે તે જ સાચું છે” એવો કદાગ્રહ હોવાના કારણે પોતાની માન્યતાને સત્ય સિદ્ધ કરવા તે અનેક પ્રકારના કુત કરે છે. આ સંસારમાં કોઇપણ વાત, પછી તે ભલે સાચી હોય કે ખોટી હોય પરંતુ તેના અંગેની યુક્તિઓ અને ઉદાહરણો મળી જ આવે છે. તેથી આવા પ્રકારના કુતર્કોનો ઓથ (સાથ) મળી જતાં તે જીવ પોતાની મિથ્યા માન્યતાને સત્ય માની લેવાની મહા ભયંકર ભૂલ કરી બેસે છે. અને ઉંધે રસ્તે ચડી જાય છે કે જ્યાંથી સત્યમાર્ગે આવવું અતિશય દુષ્કર બની જાય છે. માટે જ આ “કુતક”એ આત્માનો આન્તરિક મહાન “ભાવશત્રુ” છે. આ “કુતર્ક” આત્માનું પારમાર્થિક અહિત કરનાર હોવાથી દ્રવ્યથી અહિત કરનારાની સાથે તેને ઘટાવીને ગ્રંથકારમહર્ષિએ વિષાદની ઉપમા આપી છે. પ્રદ એટલે ભૂત-પ્રેત, અને વિષમ ભયંકર-બળવાન્ જેમ કોઈ વ્યક્તિને બળવાનું ભૂત-પ્રેત, વળગેલ હોય તો તેની પકડમાંથી તે વ્યક્તિને છોડાવવો અતિશય મુશ્કેલ છે. તેમ આ કુતર્ક પણ જીવને ફસાવનાર હોવાથી ભૂતની જેમ વળગેલો છે તેથી તે કુતર્ક મહા વિષમ ગ્રહ (ભૂત-પ્રેત) જેવો છે. તથા પ્રદશબ્દનો અર્થ આકાશમાં ફરતા ચંદ્રાદિ પાંચ જ્યોતિષમાં જે રાહુ-કેતુશનિ વગેરે ગ્રહો આવે છે તે પણ થાય છે. જેમ કોઈ વ્યક્તિની જન્માદિની કુંડલીમાં વિષમ-ગ્રહ આવ્યો હોય તો તેને ઘણો જ પીડાકારી બને છે યત્ર-તત્ર પડતી જ કરાવે છે તેમ આ કુતર્ક પણ અતિશય કદાગ્રહ કરાવનાર હોવાથી આત્મિક દૃષ્ટિએ પીડાકારી છે અને આત્મપતન કરાવનાર છે. તથા આ પ્રદને વિષમ કહેવાનું કારણ એ છે કે તે ભયંકર છે. બળવાનું છે. વાંકોચૂંકો ચાલનાર છે. પોતાની માનેલી માન્યતા ખોટી હોય, શાસ્ત્રથી વિરુદ્ધ હોય, તો પણ તે જે રીતે સિદ્ધ થાય, તે રીતે યુક્તિ અને Page #342 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૦૭ દૃષ્ટાન્ત જોડનાર છે. તેનું કોઈ નિશ્ચિતસ્થિર સ્થાન નથી. તેથી જ “વિષમ” કહ્યો છે. મિથ્યાત્વમોહના ઉદયનો જ પ્રભાવ છે કે આ જીવને આવા ઉલટા તર્કોવાળી જ બુદ્ધિ કરાવે. ભવોભવમાં આ જીવે આ જ કામ કર્યું છે. તેમાં પણ તેને કુત્સિત પુરુષોનો સંગ અને કુઆગમનો સાથ-સહકાર મળેલો છે. તેથી જ આ કુતર્કનું જોર વધ્યું છે. તેને દબાવવો મુશ્કેલ બન્યો છે. સત્સંગ અને આગમતત્ત્વના શ્રવણથી જ તથા- ભવ્યતા પાકતાં અવેદ્યસંવેદ્યપદ જીતાતાં આ કુતર્ક રૂપી વિષમગ્રહ આપોઆપ આ આત્મામાંથી નીકળી જાય છે. જેમ વળગેલું ભૂત મંત્ર-તંત્રથી નીકળી જાય, વિશિષ્ટ શાન્તિ પાઠથી ગ્રહોની પીડાકારિતા દૂર થાય. તેમ સત્સંગ અને શાસ્ત્રાભ્યાસથી આ કુતર્ક રૂપી ગ્રહ પણ કાળ પાકતાં આપોઆપ નીકળી જાય છે. સ્વયં પોતાને સમજણ આવતાં પરોપદેશ વિના જ કુતર્કવાળી બુદ્ધિ દૂર થાય છે. તે કુતર્કને દૂર કરવો પડતો નથી. દૂર થઈ જ જાય છે. કારણકે નિમિત્ત દૂર થયે છતે નૈમિત્તિક (નિમિત્તજન્યકાર્ય)નો સ્વયં અભાવ થાય જ છે. જેમ અપથ્યનો ત્યાગ કરાય છતે અપથ્યજન્ય રોગ અલ્પકાળમાં જ દૂર થાય છે. સર્પ દૂર ગયે છતે સર્પત ભય દૂર થાય છે. ગ્રીષ્મઋતુ દૂર થયે છતે તજજન્ય ઉષ્ણતા આપોઆપ દૂર થાય છે. અર્થાત્ કારણ દૂર થાય તો તજજન્ય કાર્ય આપોઆપ દૂર થાય છે આવો સામાન્ય નિયમ છે. તેમાં બીજા નિમિત્તોની જરૂર રહેતી નથી. તેમ મિથ્યાત્વના ઉદયજન્ય આ અવેદ્યસંવેદ્યપદ દૂર થયે છતે તજજન્ય કુતર્ક રૂપી વિષમગ્રહ પણ આપોઆપ દૂર થાય છે. અહીં અવેદ્યસંવેદ્યપદ એ કારણ છે. અને કુતર્ક એ કાર્ય છે. આ પ્રમાણે તે બન્નેનો કાર્ય-કારણભાવ છે. આત્મામાંથી આ કુતર્ક જે દૂર થાય છે તે નિતરાં અત્યન્તપણે દૂર થાય છે. ફરીથી કદાપિ ન આવે તેવો દૂર થાય છે, કારણ કે હવે તે જીવને સમ્યજ્ઞાનનો યોગ થાય છે. સાચું બરાબર સમજાઈ જાય છે. સત્પરુષો પાસેથી વિશિષ્ટ શ્રદ્ધાપૂર્વક સતત-વારંવાર આગમતત્ત્વો સાંભળવાથી તે આગમતત્ત્વની જ પ્રમાણતાને યથાર્થપણે હૈયાથી સ્વીકારી લે છે. એટલે અતીન્દ્રિયભાવો જાણવાની બાબતમાં શ્રદ્ધાપૂર્વક આગમપ્રમાણતા સ્વીકારી હોવાથી હવે કદાપિ કુતર્ક થતો જ નથી. માટે નિતરઅત્યન્તપણે ચાલ્યો જાય છે. આ કુતર્કરૂપી વિષમગ્રહ દુષ્ટ (અતિશય ભયંકર-દુઃખદાયીપીડાકારી એવા) અપાયોનો (દુ:ખોનો) હેતુ હોવાથી ગ્રહ જેવો જ છે ભૂત-પ્રેત જેવો છે અથવા આકાશમાં ફરનારા રાહુ-કેતુ-શનિ ઇત્યાદિ ગ્રહ જેવો જ છે. તેથી સાચે જ ગ્રહ કહેલો છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૬ કુતર્કના કેટલાક નમુના (ઉત્તરો નીચે આપ્યા છે.) (૧) મુક્તિમાં ગાડી-વાડી-લાડીનાં સુખો જ નથી. તો ત્યાં જઈને શું કરવાનું ? (૨) મુક્તિમાં એકલવાયું રહેવું. તેના કરતાં સંસારમાં અનેકની સાથે રહેવું શું ખોટું? દુઃખ-સુખની વાત તો થાય. હળવા-મળવાનો વિનોદ તો માણી શકાય? (૩) મુક્તિમાં અદ્ધર આકાશમાં લટકી રહેવું તેનો શું અર્થ? થાક ન લાગે? જ્યાં આરામથી બેસવા-સુવા ન મળે, જેમ હોય તેમજ રહેવું પડે તેનો શું અર્થ? (૪) ભગવાન્ મહાવીરસ્વામીએ ગોશાળાને શીતલેશ્યા મૂકીને બચાવ્યો, તેથી દયાળુ હતા, તો ગોશાળાએ મૂકેલી તેજોલેક્ષા વખતે બળતા બે સાધુને કેમ ન બચાવ્યા ? આવું મહાવીર પ્રભુનું વિરોધાભાસી જીવન હોવાથી આ પ્રસંગ બરાબર નથી. (૫) દેહ એ પણ ધર્મનું સાધન છે તો ઉપવાસ કરીને દમન કરવાની શું જરૂર ? સારી રીતે તેને ભોજનાદિ આપીને “અધ્યાત્મશાસ્ત્રો વાંચવાં.” અધ્યાત્મશાસ્ત્રોનું વાંચન એ પણ તપ જ છે બલ્ક ભાવ તપ છે. માટે ઉપવાસ આદિ કરવાની કંઈ જરૂર નથી. (૬) સંસાર ત્યજી સાધુ થવા કરતાં સંસારમાં રહીને શાસ્ત્રો ભણી મનને વૈરાગી રાખવાથી પણ ભરતમહારાજા-મરુદેવા માતા આદિની જેમ કલ્યાણ કરી શકાય છે. તેથી સાધુ થવું એ મૂર્ખતા છે. (૭) દ્રવ્યલિંગ ન લઈએ અને ભાવલિંગી થઈને રહીએ તો પણ કલ્યાણ સાધી શકાય છે. જેમ ઇલાચી અને ચિલાતી. સાધુ થઈને માથું મુંડાવે પણ મન ન મુંડાવે તો તે શું કામનું ? તેના કરતાં તો “અમે ભાવલિંગી થઇને વૈરાગી થઈને રહીએ” તે વધારે સારું છે. (૮) જ્ઞાન એ આત્માનો ગુણ છે એમ કહો છો, પરંતુ જ્ઞાન જ વધારે પીડાકારી છે. જ્ઞાન ન હોય તો ખોટું લાગતું નથી. સમજણ ન પડે એટલે દુઃખ થાય નહીં, ઑપરેશન કરે તો પણ વેદના ન થાય, જ્ઞાન ભણે તો લોકો પૂછ-પૂછ કરે, માથું ખાય, ઉંઘ પૂરી આવે નહીં. તેથી શરીર પણ રોગી બને. માટે જ્ઞાન તો વધારે પીડાકારી જ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૬ યોગદષ્ટિ સમુચ્ચય ૩/૯ (૯) દયા એ જ ધર્મનું મૂલ છે. માટે દીન-અનાથ-પશુ-પક્ષીઓની દયા જ કરવી જોઈએ તે દયા કરવા અર્થોપાર્જન અને ગૃહસ્થપણે એ જરૂરી છે. સાધુ થવાની શી જરૂર? (૧૦) હાથીને હણીને માંસભક્ષણમાં ૧ જીવની હિંસા અને બટાકાદિના ભક્ષણમાં અનંત જીવની હિંસા હોય છે. તો હાથીને હણીને માંસભોજન કરવું શું ખોટું? જો એમ ઉત્તર કહો કે હાથીમાં ૧ જીવ હોવા છતાં અધિક ચેતના છે. માટે હિંસા મોટી છે તો પ્રત્યેક વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ કરતાં અધિકચેતના છે. તો તેને બદલે સાધારણનું ભોજન કરવું શું ખોટું? મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉલટી બુદ્ધિના કારણે, સત્સંગ અને સદાગમનો અભ્યાસ ન હોવાના કારણે આ જીવને આવા આવા અનેક કુતર્કો સૂઝે છે. પોતાની મેળે જ પોતાની વાતને સત્ય કરવા યુક્તિ-પ્રયુક્તિ અને ઉત્તર ગોઠવે છે. તેથી આ અવેદ્યસંવેદ્યપદ જિતવું અત્યન્ત આવશ્યક છે. ઉપરના કુતર્કો કોઈ અલ્પજ્ઞ જીવ સાચા ન સમજી લે તે કારણથી તેના ઉત્તરો પણ અહીં આપીએ છીએ. પરંતુ વિશેષ ઉત્તરો તો સત્સંગથી જ સમજાય છે. (૧) ગાડી-વાડી અને લાડીનાં સુખો ખસના રોગીને ખંજવાળ તુલ્ય માત્ર-પ્રતિકાર રૂપ જ છે. વાસ્તવિક સુખ નથી. કારણ કે બુભક્ષા વધારનાર જ છે. ગમે તેટલી ગાડી-વાડી મળે તો પણ ઇચ્છાઓ આકાશની જેમ અનંતી છે કદાપિ તૃપ્ત થતી જ નથી. બલ્લે એક સુખ સામગ્રી અનેક ઉપાધિઓને લાવે છે. (૨) મુક્તિમાં એકલવાયું જીવન નથી. અનંત જીવો ત્યાં છે. કેવળજ્ઞાનથી બધા જ જીવો દેખાય છે. હળવું-મળવું અને તેનો વિનોદ એ મોહ છે. પરભાવદશા છે. તેનાથી અનેક કષાયો-રાગ-દ્વેષ જન્મે છે. એકને રાજી રાખતાં બીજાને દુઃખ થાય છે અને બીજાને રાજી રાખતાં ત્રીજાને દુઃખ થાય છે. સંસાર સ્વાર્થથી જ ભરપૂર છે. થાક લાગવો. આરામથી બેસવું-સુવું આ પ્રમાદ છે અને શારીરિક ધર્મ છે. જ્યાં શરીરનું બંધન જ ચાલ્યું જાય છે ત્યાં આવા વિકલ્પો હોતા જ નથી. ગાંડો માણસ ડાહ્યાને જેમ ગાંડો સમજ, તેમ મોહાધીન જીવ પોતાની મોહદશાથી જ મોહરહિત સિદ્ધાત્માને દુઃખી સમજે છે. અશરીરિતા એ જ સાચી બંધનમુક્ત અવસ્થા છે. શરીરના સાધર્મથી અશરીરીન માપવા એ જ અજ્ઞાનદશા છે. (૪) ગોશાળાને બચાવતી વખતે પ્રભુ છદ્મસ્થ હતા. તે કાળે પરદયા કર્તવ્ય બને છે અને જ્યારે સાધુ બળે છે ત્યારે પ્રભુ કેવલી છે. પરભાવદશાથી સર્વથા મુક્ત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૬ છે. તેથી આ વ્યવહાર તે કાળે હોતો નથી. જેમ ગૃહસ્થાવસ્થામાં અન્ય ગૃહસ્થને ભક્તિથી જમાડાય, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે સાધુ બને ત્યારે પોતાને પણ ઉદરપૂર્તિ જેટલો જ આહાર યાચીને લાવવાનો છે ત્યાં અન્ય ગૃહસ્થને જમાડવાનો વ્યવહાર ન થાય. (૫) દેહ એ ધર્મનું સાધન અવશ્ય છે. માટે જ તપમાં “યથાશક્તિ” લખ્યું છે. પરંતુ તેને સારૂં ભોજન આપવાની બુદ્ધિ એ શરીરની મૂર્છા-મમતા છે. શરીરના જ લાલન-પાલનની બુદ્ધિ છે. ત્યાં અધ્યાત્મશાસ્ત્રનું વાંચન એ અધ્યાત્મ લાવનાર નથી. પરંતુ સંગીતના રસની જેમ આ પણ ‘શ્રવણેન્દ્રિયનો” વિષયરસ માત્ર જ છે. અધ્યાત્મ શાસ્ત્રોના વાંચનને જે જીવ ભાવતપ સમજે તે જીવ તો ભાવતપના સાધનભૂત-સહાયકારી બાહ્યતપ છે એમ પણ સમજે જ છે. માટે તપને વખોડનારા અને અવિવેકથી વર્તી અધ્યાત્મશાસ્ત્રોનાં પદો ગાનારા શ્રવણેન્દ્રિયના રસમાત્રમાં જ લુબ્ધ છે. એમ જાણવું. (૬) લોટરીની ટીકીટથી પણ કોઇ ધનવાન્ થાય છે પરંતુ તેનાથી સર્વલોકોએ ધંધાનોકરી છોડી દેવાનાં હોતાં નથી. ભરતમહારાજા અને મરુદેવા માતાનાં માત્ર દૃષ્ટાંત જ રજુ કરાય છે. વાસ્તવિકપણે તેઓ જેવા વૈરાગી હતા તેવો વૈરાગ તો આવતો જ નથી. જો આવતો હોત તો સાધુ થવા કરતાં ઘરમાં રહેવું શું ખોટું ? એ શબ્દ મુખમાંથી નીકળત જ નહીં. વૈરાગીને સંસારનો રાગ ન હોવાથી સાધુતા જ ગમે. કદાચ પ્રતિબંધોથી સાધુ થઇ ન શકે એમ બને, પરંતુ સાધુતા એ જ કલ્યાણનું પરમ અંગ છે એમ હૈયે વસ્યું હોય છે. (૭) દ્રવ્યલિંગ ન લેનારા ‘સાચા ભાવલિંગી'' છે તેની ખાત્રી શું? માથું મુંડાવનારાઓએ મન નથી જ મુંડાવ્યું, તેની શું ખાત્રી ? પોતાને ભાવલિંગી માનનાર મન મુંડાવનાર જ છે તેની શું ખાત્રી ? માથું મુંડાવનાર મન ન મુંડાવે' એમ જો લાગતું. હોય તો તેઓએ બન્ને મુંડાવવું જોઇએ, જેથી તેઓનું જરૂર કલ્યાણ થાય. પરંતુ મન ન મુંડાયાની વાત આગળ કરીને માથું મુંડાવવાની વાતને તોડી પાડવાની શું જરૂર? બન્નેમાંથી એક હશે તો બીજું આવશે. પરંતુ બન્ને નહી હોય તો એકે નહી આવે. (૮) જ્ઞાન હોય તે સર્વેને દુઃખ થતું નથી. પરંતુ માનકષાય હોય તેને દુ:ખ થાય છે. જ્ઞાન હોય તેને માથાના દુઃખાવાની, નિદ્રા-હાનિની કે શરીરના આરોગ્યની Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ ગાથા : ૮૬-૮૭ યોગદૃષ્ટિ સમુચ્ચય અપેક્ષા એટલી હોતી નથી કે જેટલી પરોપકાર કરવાની રસિકતા હોય છે. જ્ઞાન હોય તો જ વિચાર-વાણી અને વર્તનમાં વિવેકબુદ્ધિ આવે છે. “દયા” બે પ્રકારની છે. દ્રવ્યદયા અને ભાવદયા, ગૃહસ્થ જીવ પૂર્ણ સ્વદશાની પ્રગટતાવાળો ન હોવાથી તેને દ્રવ્યદયા ઉપકારી છે. જેમ રોગીને ઔષધ, પરંતુ જ્યારે આ આત્મા સાધુ અને કેવલી ઈત્યાદિ થાય છે ત્યારે પરભાવદશાથી જ મુક્ત બને છે માટે તે જીવો ધર્મોપદેશ દ્વારા જીવોને સંસારથી તારવાનું અને તે જીવ કદાપિ દુઃખ ન પામે તેવું કામ કરનારા છે. માટે ત્યાં ભાવદયા મુખ્યપણે કર્તવ્ય બને છે. જેમ નિરોગીને ઔષધત્યાગ. દ્રવ્યદયા પરિમિત સુખદાયી છે. ભાવ દયા અપરિમિત સુખદાયી છે. (૧૦) હાથીની ચેતના બટાકાના અનંતજીવોની ચેતના કરતાં પણ અનંતગુણી છે. કારણકે તે પંચેન્દ્રિય છે. તથા તેની હિંસા વખતે હિંસકના હૃદયમાં ક્રૂર-હિંસકભાવ-નિર્ધ્વસ પરિણામ આવે છે. તે જ કર્મબંધનો મુખ્ય હેતુ છે તથા માંસમાં તત્તવર્ણવાળા સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. તેની પણ હિંસા થાય છે. તેથી બટાકાના ભક્ષણ કરતાં હાથીના માંસનું ભક્ષણ પ્રથમ વર્ષ છે. જેમ એક-એક રૂપીયાની સીત્તેર નોટોના ત્યાગ કરતાં સો રૂપીયાની એક નોટનો ત્યાગ પ્રથમ વજર્ય છે. તથા બટાકાં અને પ્રત્યેક વનસ્પતિ બન્ને એકેન્દ્રિય જ માત્ર હોવા છતાં સાધારણ વનસ્પતિના એક જીવ કરતાં પ્રત્યેકના એક જીવની ચેતના અવશ્ય વધારે છે. તો પણ તે સાધારણના અને પ્રત્યેકના એમ બન્ને જીવો એકેન્દ્રિય જ હોવાથી એટલી બધી ચેતના પ્રત્યેકમાં અધિક નથી કે તે અનંત સાધારણની તોલે આવે. કારણ કે બન્ને એકેન્દ્રિય જ છે. માત્ર એક સાધારણ કરતાં એક પ્રત્યેકમાં યત્કિંચિત ચેતના અધિક છે. માટે ત્યાં “સંખ્યા નિયમ” લાગુ પડે છે. જ્યાં અધિક જીવસંખ્યા છે તે પ્રથમ વર્ય બને છે. આ પ્રમાણે જો સત્સંગ અને આગમશાસ્ત્રોનો ગુરુગમથી અભ્યાસ કરવામાં આવે તો મિથ્યાત્વમોહ મંદ થતાં અવેદ્યસંવેદ્યપદ જીતાતાં ઉપર કહ્યા મુજબના અનેક કુતર્કરૂપી વિષમગ્રહો આપોઆપ નિવૃત્તિ પામે છે. ll૮૬) વિવિશિષ્ટોકિલ્યાદ- આ કુતર્કગ્રહ કેવો છે તે સમજાવે છે. बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૭ ગાથાર્થ - આ કુતર્ક બોધ માટે એટલે કે જ્ઞાન માટે રોગરૂપ છે. સમતા માટે અપાય રૂપ છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે. અને અભિમાન કરાવનાર છે. માટે આ રીતે અનેકપ્રકારે ચિત્તનો તે સ્પષ્ટ ભાવશત્રુ છે. ૮૭ ટીકા -“જોધા'તથાસ્થિતોપત્તિમવાર, ““માડપાયોઃમિનિવેશનીત,” “શ્રદ્ધામ” માથપ્રતિપઃ, “મિના#'' મિથ્યાભિમાનનવત, અવં “ફ્ર” મા મનિરપેક્ષ ચર્થ, શિમિયાદ“ત:” મન જરાય “માવશz''–પરમાર્થરિપુ, “મા ” બાપવારિન છે. ૮૭૫ વિવેચન - તર્કરૂપી આ વિષમગ્રહ કેટલો ભયંકર છે? આત્માને આત્માર્થતા સાધવામાં કેટલો હાનિકારક છે? અને તેથી ખરેખર પારમાર્થિક રીતે તો આ કુતર્કરૂપી વિષમગ્રહ આ આત્માનો “ભાવશત્રુ” જ છે. અને તેનામાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું ઘાતકપણે અનેકરીતે રહેલું છે. છતાં અહીં મુખ્યત્વે ચાર પ્રકારે તેની ભાવશત્રુતા ગ્રંથકાર સમજાવે છે. (૧) વાદરો :-આ કુતર્ક રૂપી વિષમગ્રહ બોધ માટે (સમ્યગ જ્ઞાન મેળવવામાં) રોગ સમાન છે. કારણ કે જે વસ્તુનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે, તેવો યથાવસ્થિત બોધ કરવામાં તે ઉપઘાત કરનારો છે. જેમ શરીરે રોગ થવાથી શરીર દુર્બળ બને છે. ક્ષીણશક્તિવાળું થાય છે. અંગ-ઉપાંગો શિથિલ થાય છે. કામકાજ કરવામાં હતોત્સાહ બને છે. શરીર કૃશ થાય છે. તેમ કુતર્ક એ સાચું જ્ઞાન મેળવવામાં મનને દુર્બળ બનાવે છે. મનને ક્ષીણશક્તિવાળું કરે છે. ચિંતન-મનનની શક્તિમાં મન શિથિલ થાય છે. યથાવસ્થિત વસ્તુતત્ત્વ વિચારવામાં મન હતોત્સાહ બને છે. સાનુકુળ તર્ક વિચારવામાં મન કૃશ બની જાય છે. સૂક્ષ્મ વિચારોનાં દ્વાર બંધ થઇ જાય છે. રોગી માણસને શ્રીખંડ-દૂધપાક કે ઘેબર જેવાં ઉત્તમ-ભોજન રુચતાં નથી. અને છતાં કંઈક અંશે ખાય, તો તે પચાવી શકતો નથી. તેમ કુતર્કના રોગવાળાને ઉત્તમ શ્રુતજ્ઞાનરૂપી પરમાન્ન રુચતું નથી. કોઈ જ્ઞાની મહાત્મા કદાચ આગ્રહથી આપે તો પચતું નથી. અજીરણ થઈ જ જાય છે. પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં પણ કુતર્ક જ લગાવે છે અને મિથ્યા છિદ્રો જ કાઢે છે. જેમ શારીરિક અંગ-હીનતાવાળાને રાજ્યલક્ષ્મી અપાય નહીં, જેમ કાચા માટીના ઘડામાં પાણી ભરાય નહીં, તેમ જેનો અસદાગ્રહ ટળ્યો નથી તેને પરમાન જેવું શ્રુત અપાય નહીં. જો આપવામાં આવે તો કાચા ઘડામાં ભરાયેલું પાણી જેમ ઘડાનો અને પાણીનો એમ બન્નેનો નાશ કરે છે. તેમ કુતર્કવાળા જીવને અપાયેલું શ્રત કુતર્કના કારણે Page #348 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૧૩ ગાથા : ૮૭ જીવને દુર્ગતિમાં પાડવાથી જીવનો પણ નાશ કરે છે. અને મિથ્યાભાવે પરિણામ પામવાથી શ્રુતજ્ઞાનનો પણ નાશ કરે છે. અપાત્રને વિદ્યા આપવાથી તે જીવ વિદ્યાનો દુરુપયોગ કરે, વિદ્યાનું અભિમાન કરે, પોતાને ગીતાર્થ સમજી મન ફાવે તેવા ઉત્તર આપે. વિદ્યાભ્યાસ પણ માત્ર વિનોદ માટે જ થાય. અથવા વાદવિવાદ માટે જ થાય, છેતરપિંડી અને માયામાં જ તેનો ઉપયોગ કરે. ઉખરભૂમિમાં બીજ વાવેલું હોય તો બીજ તો નાશ પામે, પરંતુ ફળ ન આવવાથી બીજ વાવનારને પણ ખેદ ઉત્પન્ન કરે, તેમ કુતર્કવાદીને શાસ્ત્રાધ્યયન કરાવવાથી કંઇ સમ્યગ્ ફળ તો ન જ આવે, પરંતુ મિથ્યાફળ આવવાથી શ્વેત આપનારને પણ દુ:ખહેતુ બને. તેથી મનમાં રહેલો કુતર્કગ્રહ બોધપ્રપ્તિમાં શરીરના રોગની જેમ ઉપઘાતક છે. આ જ વાતની પુષ્ટિ કરતા પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ.ના બનાવેલા અધ્યાત્મસારના શ્લોકો આ પ્રમાણે છે असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ १४- १३ ॥ आमे घटे वारि धृतं यथा सद् विनाशयेत् स्वं च घटं च सद्यः । असद्ग्रहग्रस्तमतेस्तथैव, श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १४-१४ ॥ (૧) શમાપાય:=આ કુતર્ક એ સમતાભાવની પ્રાપ્તિનો (વિનાશ) કરનાર છે. ક્લેશ રૂપ છે. કારણ કે મનમાં અસદ્ એટલે ખોટો અભિનિવેશ (આગ્રહ) ઉત્પન્ન કરે છે. ખોટા આગ્રહથી મન ડોળાયેલું રહે છે. સાચી વસ્તુને પણ ઉડાવવા મનમાં વિવિધ વિકલ્પો રૂપી તરંગો ઉછળે છે. ગમે તેની સાથે વાદવિવાદ જ વધારે કરે છે. તેના કારણે ક્યારેક ક્યારેક આવેશયુક્ત પણ બને છે. મનમાં અશાન્તિ-ક્લેશ અને કષાય જ વર્તે છે. ખોટા ખોટા અભિનિવેશના કારણે અનેકની સાથે લડાઇ-ઝઘડા થાય છે. તેથી સમતારૂપી રત્ન ગુમાવી દેવાય છે. તેથી સમતારૂપી રત્નપ્રાપ્તિમાં આ કુતર્ક અપાયરૂપક્લેશરૂપ (વિનાશક) બને છે. પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ.શ્રીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે असद्ग्रहाग्निज्वलितं यदन्तः क्व तत्र तत्त्वव्यवसायवल्लिः । प्रशान्तपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु ॥ १४-२ ॥ कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्लीं रसात्सिञ्चति दोषवृक्षम् । क्षिपत्यधः स्वादुफलं शमाख्यमसद्ग्रहच्छन्नमतिर्मनुष्यः ॥ १४-६ ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૭ જ્યાં અસદાગ્રહ કદાગ્રહ” રૂપી અગ્નિથી અંત:કરણ બની રહ્યું છે ત્યાં સાચા તત્ત્વના નિર્ણય રૂપી વેલડી કયાંથી ઉગે? અર્થાત્ ન જ ઉગે. (તેવી વેલડી વિના) પ્રશાન્તભાવરૂપી પુષ્પો, અને હિતોપદેશરૂપી ફળો તો (ત્યાં આવે જ ક્યાંથી? એટલે) અન્યત્ર જ શોધવાનાં રહે. આવા પ્રકારના કદાગ્રહ વડે ઢંકાઈ છે મતિ જેની એવો મનુષ્ય કુતર્કરૂપી દાતરડા વડે તત્ત્વબોધરૂપી વેલડીને કાપે છે. કુતર્કના રસરૂપી પાણીથી દોષો રૂપી વૃક્ષને સિંચે છે. અને સમતા નામના સ્વાદિષ્ટફળને નીચે નાખે છે. (નાશ કરે છે.) (૩) શ્રદ્ધામક =શાસ્ત્રવચનો ઉપર થતી શ્રદ્ધાનો આ કુતર્ક ભંગ કરનાર છે. કેટલીક વસ્તુ જ એવી હોય છે કે, ત્યાં શ્રદ્ધા જ આવશ્યક છે. તર્ક લગાડાતો નથી. હવે જો ત્યાં તર્ક લગાડાય તો તે વસ્તુ સમજાય તેવી જ ન હોય, એટલે આગમમાં કહેલા અર્થોની અપ્રતિપત્તિ થવાથી આવા પ્રકારના કુતર્કો લગાડવાથી શાસ્ત્રીય શ્રદ્ધાનો ભંગ થાય છે. જેમકે, (૧) જીવોના ભવ્ય-અભવ્ય એમ બે ભેદ કહ્યા છે. (૨) ચૌદે રાજલોકમાં સૂક્ષ્મનિગોદના જીવો ભર્યા છે. (૩) મુક્તિના જીવો લોકના અંતે જઈને વસે છે. (૪) લોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. (૫) અસંખ્ય લીપસમુદ્ર છે. ઈત્યાદિ ઘણા પદાર્થો તર્કગમ્ય નથી, પણ માત્ર શ્રદ્ધાગમ્ય છે. તેથી તેવા ભાવોમાં તર્ક લગાવવાથી સમજાય જ નહીં, અને ન સમજાય એટલે યથાર્થ શ્રદ્ધા થાય નહીં. અને કદાચ ઉપર છલ્લી શ્રદ્ધા થાય તો દીર્ઘકાળ ટકે નહીં અને વળી કુતર્ક કરે કે જો કંઈ સમજાતું જ નથી તો શ્રદ્ધા કરીને પણ શું લાભ ? એમ કહીને શ્રદ્ધાગુણનો આ જીવ ભંગ કરે છે. પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ “સન્મતિ પ્રકરણ”માં સ્પષ્ટ કહ્યું છે કે दुविहो धम्मावाओ अहेउवाओ य हेउवाओ य ।। तत्थ उ अहेउवाओ भवियाऽभवियादओ भावा ॥ ३-४३ ॥ जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥ ३-४५ ॥ ધર્મવાદ બે પ્રકારનો છે અહેતુવાદ (શ્રદ્ધાગમ્ય) અને હેતુવાદ. ત્યાં ભવ્ય-અભવ્ય વગેરે ભાવો અહેતુવાદ રૂપ છે. જે વ્યક્તિ હેતુવાદના પક્ષમાં હેતુથી અને આગમવાદના પક્ષમાં આગમથી વાત કરે છે તે સ્વ સમયનો (સ્વશાસ્ત્રનો) પ્રજ્ઞાપક છે. તેનાથી અન્ય વક્તા સિદ્ધાન્તનો વિરાધક છે. તે ૩-૪૩-૪૫ / Page #350 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૭. યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૧૫ પૂ. . શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ અધ્યાત્મસારમાં કહ્યું છે કે असद्ग्रहग्रावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः । इहाङ्करश्चित्तविशुद्धबोधः सिद्धान्तवाचां बत कोऽपराधः ॥ १४-७ ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली । असद्ग्रहः कोऽपि गले ग्रहीता, तथापि भोक्तुं न ददाति दुष्टः ॥ १४-९ ॥ જેમ પત્થરમય પૃથ્વીમાં જલપ્રવેશ થતો નથી અને તેથી અંકુરા ઉગતા નથી તેમાં વાવનારનો શું દોષ? તેવી જ રીતે અસદાગ્રહ રૂપી પત્થરના બનેલા ચિત્તમાં “સદ્ભાવ” રૂપી જલનો કયાંય પ્રવેશ થતો નથી. તેથી ચિત્તમાં નિર્મળ બોધરૂપી અંકુરા પણ કયાંય ઉગતા નથી. તેમાં સિદ્ધાન્તરૂપી વાણીનો શો અપરાધ છે? પોતાની બુદ્ધિ રૂપી સુંદર થાળી છે. ઉત્તમ ગુરુ રૂપી પીરસનાર ઉપસ્થિત છે. અને અપૂર્વ મોદકોની શ્રેણી છે. પરંતુ દુર એવો “કદાગ્રહ” રૂપી કોઇક વ્યક્તિ (કે જે શબ્દથી અવાચ્ય છે) ગળામાં દબાવનાર હોય, અર્થાત્ ગળું દબાવનાર હોય તો પુરુષ ભોજન કરી શકતો નથી તેથી “કદાગ્રહ” એ જ મિથ્યાત્વ છે. નવ નિહ્નવો વ્રત કરે, તપ કરે, સંયમી જીવન જીવે પરંતુ કદાગ્રહના લીધે જ વીતરાગ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાના ભંગવાળા બને છે. જેથી યથાર્થ સફળતા મળતી નથી. (૪) મિનિ= તથા આ કુતર્ક જીવમાં અભિમાન કરાવનારો છે. કુતર્કોથી પોતાની જાતને પોતે હોંશિયાર માને છે. પોતાની વાત સત્ય ન હોવા છતાં કુતર્કના બલના કારણે તેને સત્ય માની મિથ્યા-અભિમાન આ જીવ કરે છે. કુતર્કના કારણે જીવ અપાત્ર થવાથી જ્ઞાની ગુરુ પણ તેમને સમજાવતા નથી. ઉખરભૂમિ તુલ્ય હોવાથી તેને સમજાવવાની મહેનત નિષ્ફળ જ જવાની છે. આ પ્રમાણે સદ્ગથી વિમુખ થયેલો તે કુતર્કવાદી પુરુષ પોતે પોતાની માન્યતામાં અદ્ધર ઉછળે છે અને આત્માનું પતન કરે છે. આ રીતે આ કુતર્ક મિથ્યા-અભિમાનનો જનક છે. શાસ્ત્રમાં કહેલી વાતને સમજવા શાસ્ત્રને (આગમને) અનુસાર જે તર્ક કરાય તેને સુતર્ક કહેવાય છે. અને આગમથી નિરપેક્ષપણે પોતાની મતિ પ્રમાણે કપોલકલ્પિત કલ્પના જે કરાય છે. તેને કુતર્ક કહેવાય છે. આ પ્રમાણે ઉપરોક્ત ચાર કારણોથી આ કુતર્ક અંતઃકરણનો ભાવશત્રુ છે. પરમાર્થથી રિપુ (દુશ્મન) છે. જેમ બાહ્ય શત્રુ આપણી સંપત્તિ લૂંટી લે, ઘર ભાંગી નાખે, શરીરે ઘા મારે, શસ્ત્રોના ઘા મારે, ઈત્યાદિ રીતે સાંસારિક અહિત કરે, નુકશાન Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૮ કરે, દુઃખી કરે, તેવી જ રીતે આ કુતર્ક પણ આત્માનું અહિત કરનાર છે. અકલ્યાણ કરનાર છે. કારણ કે મારો તર્ક જ બરાબર છે એમ પોતાની જાતને જ ડાહી માનવાથી જે જે આર્ય પુરુષો છે. સત્પરુષો છે જ્ઞાની-ગીતાર્થ-ત્યાગી-વૈરાગી સંત પુરુષો છે. તેમના પ્રત્યે પ્રીતિ ન થાય, સદ્ભાવ ન થાય, બહુમાન ન થાય, બલ્ક તેઓને કંઈ જ આવડતું નથી. મારા એક પણ પ્રશ્નનો બરાબર ઉત્તર આપી શકતા નથી. આ આર્યપુરુષો તો અજ્ઞાની અને કદાગ્રહી છે દેશ-કાલ પ્રમાણે ફેરફાર કરીને ચાલવું જોઈએ. એમ આર્યપુરુષોનો અપવાદ (અપયશ-નિંદા-ટીકા) કરે છે અને મારિ શબ્દથી કોઈ વખત આર્ય પુરુષ ઉપર અછતાં કલંક અને તેમને શારીરિક પીડા પણ આપે છે. આ પ્રમાણે આ કુતર્કથી આત્માનું અહિત જ થાય છે. તેથી આ કુતર્ક એ આત્માનો આન્તરિક (પારમાર્થિક) મહાશત્રુ છે. આત્માના જ્ઞાન-વિનય-વિવેક-ગંભીરતા આદિ અનેક ગુણોનો નાશ કરનાર છે. જો અવેદ્યસંવેદ્યપદ જીતાય તો આ કુતર્કરૂપી વિષમગ્રહ આપોઆપ દૂર થાય છે. ૮૭ના પતશૈવમતઃ શિમિત્યદિ-આ કુતર્ક એ કારણથી આવા પ્રકારનો છે તે કારણથી હવે શું કરવા જેવું છે? તે કહે છે कुतर्केऽभिनिवेशस्तन्न, युक्तो मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले, समाधौ च महात्मनाम् ॥ ८८॥ ગાથાર્થ = તેથી મુક્તિવાદી (મુમુક્ષુ) આત્માઓએ આવા પ્રકારના કુતર્કમાં અભિનિવેશ (આગ્રહ) કરવો યોગ્ય નથી. પરંતુ શ્રુતજ્ઞાન, શીયળ, અને સમાધિમાં જ મહાત્માઓએ અભિનિવેશ કરવો યોગ્ય છે. મેં ૮૮ | ટીકા “સૂત-૩વતો , “મનિવે'તથતિહા , નિત્યાદિ ર યુવતઃ” | વેવામિત્યદું-“પુસ્તિવનિ' સિનાહિત્યર્થ ! “યુક્તઃ પુન: શ્ર” મને “ ”ક્ટ્રિોવિરતિનક્ષ, “માઘ ૪''. ધ્યાનનમૂતે "महात्मनां"-मुक्तिवादिनां-अभिनिवेशो युक्त इति ॥ ८८॥ વિવેચન - બોધને માટે રોગસમાન, સમતાને માટે અપાયરૂપ, શ્રદ્ધાનો વિનાશ કરનાર અને અભિમાનનો જનક આવા પ્રકારનાં પૂર્વની ગાથામાં કહેવાયેલાં લક્ષણોવાળા કુતર્કમાં મુક્તિવાદી (મુમુક્ષુ) એવા સંન્યાસી આત્માઓએ અભિનિવેશ (આગ્રહ) કરવો તે ઉચિત નથી. આત્માનું અકલ્યાણ જ કરનારો છે. અહીં “અભિનિવેશ” એટલે (તથાતાહ :) તે વસ્તુ તેમજ છે એવો કુત્સિત આગ્રહ અને મુક્તિવાદી એટલે Page #352 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૮ યોગદષ્ટિ સમુચ્ચય ૩૧૭. આત્માને કર્મ અને શરીરાદિના બંધનોમાંથી મુક્ત કરવાથી નિર્મળ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થાય તેને મોક્ષ કહેવાય. એવા મોક્ષતત્ત્વને માનનારા જે પુરુષો તે. અર્થાત્ મુક્તિ છે એવું માનનારા અને તેની પ્રાપ્તિ માટે સંસાર ત્યજી ચારિત્ર ગ્રહણ કરનારા એવા સન્યાસી પુરુષો અહીં મુક્તિવાદી સમજવા. આગમમાં કહેલા ભાવો સમજવા તર્ક ન કરવા. અને જેમાં લખ્યું છે તેમ માની લેવું. એવું કહેવાનો આશય નથી. પરંતુ જે જે ભાવો તર્કગમ્ય છે તેને તર્કથી જાણવા જોઇએ. તર્કગમ્યભાવોને તર્કથી જાણવાથી શ્રદ્ધા વધારે મજબૂત બને છે. સમજાવનાર ગુરુએ પણ તર્કગમ્ય ભાવોને તર્કથી તથા તેને અનુકૂલ ઉદાહરણથી શિષ્યોને બરાબર સમજાવવા જોઈએ. પોતાની અજ્ઞાનતાથી કે પ્રમાદથી તર્કગમ્ય ભાવોમાં તર્કને ન સમજાવતાં અને માત્ર શ્રદ્ધાને પ્રધાન કરતાં ગુરુ પણ આરાધક થતા નથી પરંતુ વિરાધક બને છે. (જુઓ-સમ્મતિ. ગાથા ૩-૪૫) તેથી આગમકથિત તર્કગમ્ય ભાવોને આગમને અનુસરનારા સુયોગ્ય તર્ક વડે સમજાવવા તે સુતર્ક છે. શાસ્ત્રમાં સુતર્કનો કદાપિ નિષેધ કરેલ નથી. પ્રતિવાદીઓ સામે જુદા-જુદા વિષયો ઉપર આપણા અનેક આચાર્યોએ સુયોગ્ય તર્ક વડે તેઓને પ્રત્યુત્તર આપવા રૂપે અનેક મહાનું ખંડનમંડનના ગ્રંથો સજર્યા છે. સમ્મતિ પ્રકરણ, સ્યાદ્વાદ રત્નાકર, રત્નાકરાવતારિકા, અનેકાન્તજયપતાકા, સ્યાવાદમંજરી ખંડનખાદ્ય ઇત્યાદિ મહા તર્કગ્રંથો જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે તર્કગમ્ય ભાવોમાં આગમાનુસારી તર્કો જોડવા એ જ્ઞાન આપવાની સુયોગ્ય રીત છે. પરંતુ જે ભાવો તર્કથી અગમ્ય છે. અતીન્દ્રિય છે અને શ્રદ્ધાથી જ માત્ર ગ્રાહ્ય છે ત્યાં પોતાની મતિમાં આવે તેવા આગમથી નિરપેક્ષ કુતર્કો લગાવવા. અને તેને તેમ માની લેવું એ કુતર્ક છે. શ્રદ્ધગમ્ય ભાવોને સદા શ્રદ્ધાથી જ સમજવા પ્રયત્ન કરવો જોઇએ. આ જ વાત પૂ. શ્રી સિદ્ધસેનજીએ સમ્મતિ તર્કના ત્રીજા કાંડમાં ગાથા ૪૩-૪પમાં કહી છે. જે પહેલાં સમજાવી છે. તેથી મુમુક્ષુ આત્માઓએ આવા કુતર્કમાં અભિનિવેશ (આગ્રહ) કદાપિ રાખવો નહીં. મહાપુરુષોએ આગમોમાં જે ભાવો જેમ કહ્યા છે. તેને તેમ સમજવા સુયોગ્ય તર્ક લગાડી શકાય. પરંતુ ખોટી રીતે તર્ક લગાડીને તર્કના અનુસાર વસ્તુતત્ત્વનો અપલાપ કરવો કે વસ્તુતત્ત્વને અન્યથા કરવા પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. અજ્ઞાન છે. ન્યાયશાસ્ત્રોમાં વાદિ-પ્રતિવાદિને જીતવા માટે આવા કુતર્કોનું (જાતિ-નિગ્રહસ્થાન અને હેત્વાભાસ)નું પ્રકરણ આવે છે. તેવા કુતર્કોનો ઉપયોગ ન કરવો. તેના થોડાક ઉદાહરણો જણાવાય છે. (૧) “શબ્દ એ કતક હોવાથી ઘટની જેમ અનિત્ય છે.” આવું કહેવાય છતે જો એવો તર્ક કરવામાં આવે કે કૃત્રિમ હોવાથી જો શબ્દ ઘટની સમાન હોય તો Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૮ Sછે. નથી ઘટ જલાધાર પણ છે તેવી રીતે શબ્દ જલાધાર પણ હો. અને જો શબ્દ જલાધાર નથી તો ઘટની સમાન તો ન જ રહ્યો. માટે ઘટ ભલે અનિત્ય હોય પરંતુ તેથી શબ્દ અનિત્ય છે એવું સિદ્ધ થતું નથી. આ કુતર્ક છે. કૃતકત્વને અનિત્યની સાથે વ્યાપ્તિ છે. તેવી વ્યાપ્તિ જલાધાર સાથે નથી. (૨) “શબ્દ એ કૃતક હોવાથી ઘટની જેમ અનિત્ય છે” આવું કહેવાય છતે જો એવો તર્ક કરવામાં આવે કે કૃતકત્વ ધર્મથી શબ્દ ઘટની સાથે સમાન છે. તેમ શબ્દ શ્રોત્રગ્રાહ્ય હોવાથી અને તે ધર્મ ઘટમાં ન હોવાથી શબ્દ એ ઘટથી વૈધર્મ યુક્ત ધર્મવાળો પણ છે, તો ઘટની જેમ અનિત્ય જ હોય એવું કેમ કહી શકાય? ઘટથી વૈધર્મ ધર્મયુક્ત હોવાથી નિત્ય પણ કેમ ન હોઈ શકે ? આ કુતર્ક કહેવાય. કારણ કે કૃતત્વ અને અનિત્યત્વને જેવી વ્યાપ્તિ છે તેવી શ્રોત્રગ્રાહ્યત્વ અને નિત્યત્વની વ્યાપ્તિ હોતી નથી ઇત્યાદિ. આ રીતે અનુભવ અને આગમ વિરુદ્ધ જે તર્ક તે કુતર્ક છે. જેમણે “તત્ત્વની પ્રાપ્તિ કરવી છે” તેમણે જીવનમાં આવા કુતર્ક કરવા નહી. લોકોના અનુભવ અને આગમની સાથે બાધક બને એવી વાત ગમે તેટલી યુક્તિથી સિદ્ધ થતી હોય તો પણ તે ખોટી જ છે. અસાર જ છે. તર્કમાં કંઈક ભૂલ અવશ્ય છે જ, માટે મુક્તિવાદીત્યાગી-વૈરાગી સન્યાસી આત્માઓએ આવા કુતર્કોનો ત્યાગ કરી શ્રુત-શીલ અને સમાધિ આ ત્રણ આત્મગુણની પ્રાપ્તિમાં જ સદા અભિનિવેશ કરવો ઉચિત છે. કુતર્ક માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે मनोवत्सो युक्तिगवी, मध्यस्थस्यानुधावति । તામાર્ષતિ પુચ્છેન, તુચ્છપ્રદમન:ઋષિ ૨૬-રા પૂ. . શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસારપ્રકરણ आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । પક્ષપાતદિતાથ તુ યુવિતિયંત્ર તત્ર તિતિ નિવેશમ્ | શ્રીહરિભદ્રીયાષ્ટક | वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥५-४॥ પૂ. . શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર પ્રકરણ તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે રે કોય ! અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય પંથડો નિહાળું રે II પૂ. આનંદઘનજી મ. કૃત શ્રી અજિતનાથનું સ્તવન વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું / રત્નાકરપચ્ચીશી | Page #354 -------------------------------------------------------------------------- ________________ - ગાથા : ૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૧૯ આ કુતર્કનો અભિનિવેશ મુક્તિમાર્ગમાં વિઘ્નકર્તા છે. અભિમાન કરાવનાર છે. આત્માને અજ્ઞાનતામાં જ રાખનાર છે. માટે તેનો અભિનિવેશ કરવો નહીં. પરંતુ આત્માનું કલ્યાણ સાધનાર, મુક્તિની અતિશય નિકટ લાવનાર, કર્મક્ષયના પરમપ્રધાન સાધનભૂત એવા ઉપરોક્ત ત્રણ ગુણોની પ્રાપ્તિમાં અભિનિવેશ કરવો. જો કે પરમાર્થથી “અભિનિવેશ”=આગ્રહ કયાંય પણ કરવા જેવો જ નથી. કોઈપણ એક વસ્તુનો આગ્રહ એ આપણને તત્ત્વ સમજવામાં અંધ બનાવે છે. આગ્રહી પુરુષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની સાનુકૂળતા-પ્રતિકૂળતા જોઈ શકતો નથી. ઉત્સર્ગઅપવાદ સમજી શકતો નથી. શ્રુતનો અતિશય આગ્રહ એ સંયમમાં ઘણા અપવાદ સેવનાર પણ બનાવી દે છે. તેથી પરમાર્થે તો અભિનિવેશ એ ક્યાંય પણ ઉપકારી નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે જ્યાં જે આત્મહિતકર હોય ત્યાં તે કરવું. અને જ્યાં આત્મ હિતકર ન હોય તે ત્યાં ન કરવું, આટલો જ માર્ગ બરાબર છે. છતાં આ ગાથામાં ગ્રંથકાર મહર્ષિએ શ્રુતાદિમાં અભિનિવેશ કરવાનું જે કહ્યું તે કુતર્કના અભિનિવેશના ત્યાગ માટે કહ્યું છે. એમ સમજવું. શ્રુત એટલે આગમાભ્યાસ, સતત આગમના અર્થોનું ગુરુજીની પાસે શ્રવણ કરવું. ચિંતન-મનન કરવું. મુખપાઠ કરવો, પૂર્વાપર સંકલના કરવી. શ્રુતમાં યથાશક્તિ પારંગત થયા હોઇએ તો અન્ય પાત્ર જીવોને આગમ ભણાવવાં. જ્ઞાનદશા એ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર છે. પરમ ઉપકારી જ્ઞાનગુણ, જ્ઞાની ગુરુભગવન્તો, અને જ્ઞાનનાં સાધનો આ ત્રણે તત્ત્વોની ભક્તિ-બહુમાન પ્રેમ-અને સતત તેનો ઉપયોગ કરવાનો અભિનિવેશ કરવો. કે જેથી કર્મોની નિર્જરા થતાં મુક્તિ નિકટ થાય. શીલ એટલે સંસ્કાર, પરના દ્રોહનો ત્યાગ, અન્ય જીવોમાં જે જે ગુણસંપત્તિ ખીલી હોય તેનો શ્રેષ-ઈર્ષ્યા-દાઝ કે અસૂયા કરવી નહીં. તેમને જોઈ પ્રસન્ન થવું. બહુમાનવાળા થવું. તેમની પાસે પણ ગુણગ્રાહી થવું. તેમની સેવા-ભક્તિ કરવી. સમાધિ એટલે સમતાભાવ, કે જે ધ્યાન કરવાથી આવે છે. ધ્યાનના ફળસ્વરૂપ છે. ચિત્તની મલીનતાને સંપૂર્ણપણે ટાળનાર છે. આ ત્રણે ગુણો આત્મહિત કરનારા છે. કલ્યાણની વૃદ્ધિ કરનારા છે. શ્રુતથી શીલ ગુણ આવે અને શીલગુણથી સમાધિ આવે છે. માટે આત્માર્થી મહાત્મા પુરુષોએ કુતર્કનો ત્યાગ કરી ઉપરોક્ત ત્રણે ગુણોની પ્રાપ્તિમાં જ લીન થવું. | ૮૮ll Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૯ શ્રુતાદિ ત્રણ ગુણની સાથે તેના બીજભૂત પરોપકારનો પણ અભિનિવેશ રાખવો તે ગ્રંથકાર સમજાવે છે. बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन, परिशुद्धमतोऽत्र च ॥ ८९॥ ગાથાર્થ = આ શ્રુતાદિ ગુણત્રયની પ્રાપ્તિનું પરમબીજ, સર્વયોગી મહાત્માઓને સિદ્ધ અને અવધ્ય ફલનિષ્પાદક એવું પરિશુદ્ધ પરોપકારકરણ શાસ્ત્રોમાં જે કારણથી કહેલું છે. એ કારણથી અહીં (પરોપકારમાં) પણ અભિનિવેશ રાખવો. તે ૮૯ ટીકા “નં રહ્ય' શ્રત “પરં સિદ્ધ' પ્રથાનું પ્રતિતિમ “મવ'' નિયતિનિધિ “સર્વના '-નશિપ્રકૃતીનામ | વિ તરિત્યાહ-““પાર્થશ્નર' પરપ્રયોગનનિષ્પવિનં, “” વાર “પરિશુદ્ધ''કન્યાનુપાન | અત:'' શરત્ “મત્ર " પરાઈવરને યુવતોડમિનિવેશ કૃતિ ૮૨ | વિવેચન :-શ્રુતજ્ઞાન એટલે આગમશાસ્ત્રોનો ગુરુગમથી અભ્યાસ કરવો, શીલ એટલે પર પ્રત્યે દ્વેષ ન કરવો અને સમાધિ એટલે ધ્યાનથી પ્રાપ્ત થતી સમતા-સમભાવ, આ ત્રણે ગુણો મુક્તિપ્રાપ્તિનું પરમપ્રધાન કારણ છે. એમ પૂર્વની ગાથામાં કહ્યું છે. ત્યાં એવો પ્રશ્ન થાય છે કે મુક્તિના પરમપ્રધાન કારણભૂત એવા શ્રુતજ્ઞાનાદિ આ ત્રણ ગુણો મેળવવા કેમ? આ ત્રણ ગુણોની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું ? તેનો ઉત્તર આ ગાથામાં આપે છે કે-મસ્થ આ ત્રણ ગુણોનું વર્ષ = કારણ પરાર્થvi = “પરોપકાર” છે. પોતાની શક્તિને અનુસારે તન-મન-ધન અને વચનથી પરનો ઉપકાર કરવો. પરનું હિત થાય એવી પ્રવૃત્તિ કરવી. એ પરોપકાર જ કૃતાદિ ત્રણ ગુણોનું કારણ છે. પરોપકાર કરવાથી વિનય-વિવેકાદિ ગુણો આવે છે. અને તેનાથી શ્રુતજ્ઞાનાદિ આવે છે અને શ્રુતજ્ઞાનાદિથી મુક્તિ થાય છે. માટે યોગી મહાત્માઓએ સ્વકલ્યાણ અર્થે શક્તિ ગોપવ્યા વિના પરકલ્યાણની પ્રવૃત્તિમાં પરાયણ થવું. પ્રશ્ન : “પરોપકાર” કેવો છે? તેનું કંઈક સ્વરૂપ જણાય તો જ કર્તવ્યતા બુદ્ધિ આવે. માટે પરોપકારનું સ્વરૂપ સમજાવો. ઉત્તર : “પરોપકાર” સમજાવવા માટે આ ગાથામાં ચાર વિશેષણો કહ્યાં છે. (૧) પરમબીજ, (૨) સર્વયોગીઓને સિદ્ધ, (૩) અવધ્ય, અને (૪) પરિશુદ્ધ. આ ચારે પદોનો ભાવાર્થ આ પ્રમાણે છે Page #356 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૨૧ (૧) પરોપકાર એ શ્રુતાદિ ગુણત્રયનું પરમબીજ છે. જેમ એક બીજમાંથી ઉપયોગપૂર્વક તેની વાવણી અને માવજત કરતાં પુષ્કળ ધાન્યરાશિ પ્રાપ્ત થાય છે. કારણકે બીજનો આવો સ્વભાવ જ છે. પોતે દાણો એક છતાં અનેક દાણાનો પ્રસવ કરે, તેમાં પણ જે પરમબીજ હોય, શ્રેષ્ઠ હોય, અમૂલ્ય બીજ હોય તેનું તો પૂછવું જ શું? ધાન્યના ઢગલેઢગલાનો ફાળ લાવે. તેવી રીતે પર આત્માનું જે રીતે હિત થાય. કલ્યાણ થાય, તેવું કામ ઉપયોગપૂર્વક કરવાથી નમ્રતા-વિનય-વિવેક-ગંભીરતા-પ્રશાન્તવાહિતા આદિ ગુણો આવવાથી ગુરુજીની કૃપા- દૃષ્ટિ વધતાં તેઓશ્રીની પ્રસન્નતાથી અપૂર્વ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય. શ્રુત અનાયાસે કંઠસ્થ થવા લાગે છે. આ ગુણોનો એવો સ્વભાવ જ છે. કે ગુરુની કૃપા વરસાવે. જેથી દુષ્કર અને અગમ્ય એવા પણ શ્રુતપાઠો ચિત્તમાં અંતઃપ્રવેશ કરે. પરનો દ્રોહ, ઈર્ષ્યા આદિ દુર્ગુણો તો મનમાં હુરે જ નહીં. પરંતુ પરની સેવાબુદ્ધિ કરવાના ભાવ જન્મે, સેવા પરાયણ ચિત્ત થવાથી કદાપિ મનમાં કલેશ-કંકાસ જન્મે જ નહીં. સદા પ્રસન્ન જ પ્રસન્ન મુખમુદ્રા રહેતાં સમાધિ પણ અપૂર્વ જ પ્રાપ્ત થાય. (૨) પરોપકાર એ સર્વયોગીઓને માન્ય છે. સિદ્ધ છે. પ્રતિષ્ઠિત છે. કુલયોગીપ્રવૃત્તચક્રયોગી આ બન્ને પ્રકારના યોગી મહાત્માઓને પરોપકાર એ શ્રુતજ્ઞાનાદિનું કારણ છે એમ અનુભવ– સિદ્ધ છે. કારણ કે તેઓ પોતે તે રીતે પ્રવૃત્તિ કરતા છતા ગુણવિકાસ સાધી રહ્યા છે. હાલ પોતે સાધકદશામાં હોવાથી પોતાને અનુભવ-સિદ્ધઅનુભવથી જ પ્રતિષ્ઠિત આ વાત છે. તથા નિષ્પન્નયોગી મહાત્માઓ પણ આ જ માર્ગ, પરોપકાર કરવા દ્વારા જ ગુણો પ્રાપ્ત કરનારા બન્યા છે. જો કે તેઓ અત્યારે સાધકદશામાં નથી, સિદ્ધ દશામાં છે. તો પણ ભૂતકાળના અનુભવથી આ વાત તેઓને પણ માન્ય છે. પ્રતિષ્ઠિત છે. નિર્દોષ છે. પ્રસિદ્ધ છે. | (૩) “પરોપકાર” એ ગુણત્રયની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. એટલે કે નિયત ફળદાયિ છે. નિયમ ફળ આપનારું છે. જે બીજમાંથી અંકુરાદિ ઉગે નહીં અને અંતે ફળ આવે નહીં તે વત્સ્યબીજ કહેવાય છે. વર્ષો પૂર્વેનું ધાન્યબીજ વબ્ધ હોય છે. આ પરોપકાર તેવો નથી. પરંતુ પરનો ઉપકાર કરવો તે શ્રુતજ્ઞાન-શીલ-અને સમાધિફળને અવશ્ય આપનાર જ છે. કદાપિ નિષ્ફળ જનાર નથી. અને આ માર્ગે જ અનંત જીવો કલ્યાણ પામ્યા છે અને ભાવિમાં પણ પામશે. માટે પરોપકાર એ અવસ્થબીજતુલ્ય છે. (૪) “પરોપકાર” એ પરિશુદ્ધ કાર્ય છે. એટલે પરનાં જે જે પ્રયોજનો (કાર્યો-કલ્યાણ) હોય, તેનું નિષ્પાદન કરવું તે પરોપકાર કહેવાય છે. તે પણ પરિશુદ્ધ યો. ૨૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૮૯ ૩૨૨ કરવો જોઇએ. કોઇપણ અન્ય જીવને ઉપઘાત=અપકાર પીડા- નુકશાન-દુઃખ ન થાય તે રીતે કરવો જોઇએ, એક જીવને દુ:ખ આપીને અથવા તેનો નાશ કરીને બીજાનો પરોપકાર કરવો તેવો પરોપકાર અહીં ન સમજવો. પરંતુ જે પરોપકાર કરવામાં અન્ય કોઇ બીજા જીવોનો ઉપઘાત (અપકાર) ન થાય, કોઇને પણ દુ:ખ ન થાય, કોઇને પણ સંતાપનું=પીડાનું કારણ ન બને એવો પરોપકાર તે પરિશુદ્ધ પરોપકાર કહેવાય છે. તેવો પરોપકાર સદા કરવો. આવા પ્રકારનો પરોપકાર કરવાનો યોગી મહાત્માઓએ અભિનિવેશ રાખવો. કારણ કે આ પરોપકાર જ શ્રુતાદિ ત્રણ ગુણોની પ્રાપ્તિનું કારણ છે અને શ્રુતાદિ ત્રણ ગુણો તે મુક્તિનું કારણ છે. માટે રાત-દિવસ પરકલ્યાણની લગની રાખવી. તે પરોપકાર તન-મન-ધન અને વચનથી કરવા સદા સજાગ બનવું. પોતાના તનને (શરીરને) યથાશક્તિ પરની સેવા-વૈયાવચ્ચ-ભક્તિ આદિ કરવામાં પરાયણ રાખવું. માંદાની માવજત કરવી. દુઃખી જીવોની દુઃખનિવારક સેવા કરવી. વડીલો અને ઉપકારીઓની બહુમાનપૂર્વક વૈયાવચ્ચ કરવી. તથા મનને સદા પરના હિત-ચિંતનમાં વ્યાવૃત રાખવું. રાત-દિવસ બીજાના કલ્યાણ-સુખના વિચારો કરવા. જેથી વિચાર કરવાથી તેનું કલ્યાણ કરવાનો નિર્દોષ માર્ગ હાથ લાગે. વિચાર વિના પ્રવૃત્તિ કરતાં ઉ૫૨થી હિતકારક દેખાતો માર્ગ કદાચ અહિતકારક પણ નીવડે. તેથી ઉપયોગપૂર્વક શુદ્ધ બુદ્ધિથી સદા પરના હિતનો દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ યોગે વિચાર કરવો. તથા દીનદુઃખી-અનાથ-અને અપંગ આદિ જીવોના કલ્યાણમાં પોતાના ધનનો ઉપયોગ કરવો. તેઓના દુઃખદલનમાં કામ લાગે તે રીતે ધનનો વપરાશ કરવો. જનકલ્યાણ-સામાન્ય સર્વ પ્રજાનું હિત થાય, કલ્યાણ થાય, તેવા કામોમાં યથાશક્તિ ધનનો ફાળો આપવો. સદા ઉદાર ચિરતવાળા બનવું. તથા પરનું ભલું થાય, હિત થાય, પર જીવ સન્માર્ગે આવે તેવાં પ્રિય, પથ્ય, તથ્ય અને પરિમિત વચનો બોલવાં, કોઇપણ પ૨ જીવનું અલ્પ પણ મન દુ:ખાય તેવાં વ્યંગવચનો, મેણાં-ટોણાં-કટાક્ષ વચનો ન બોલવાં. પોતાની મન-વચન-કાયા અને ધનની સંપત્તિ યથાશક્તિ પરોપકાર માટે ખર્ચવી. કહ્યું છે કે" परोपकाराय सतां विभूतयः " આ પ્રમાણે મુક્તિનું કારણ શ્રુતાદિ છે. અને શ્રુતાદિનું કારણ પરોપકાર છે. અત: અત્ર આ કારણથી આ પરોપકાર કરવામાં પણ મુમુક્ષુ યોગી મહાપુરુષોએ અવશ્ય અભિનિવેશ-આગ્રહ રાખવો તે જ સ્વ-કલ્યાણનું કારણ છે. || ૮૯ ॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ ગાથા : ૯૦ યોગદૃષ્ટિ સમુચ્ચય યુ સરતાવાપથાતુમા-હજુ પણ કુતર્કની અસારતાને જ કહે છે अविद्यासङ्गताः प्रायो, विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष, कुतर्कः किमनेन तत् ॥ ९०॥ ગાથાર્થ = મનમાં ઉઠતા સર્વે પણ (વિકલ્પોકકલ્પનાઓ) (જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મ રૂપી) અવિદ્યાના સંગથી પ્રાય: હોય છે. અને તે વિકલ્પોની યોજના રૂપ આ કુતર્ક છે. તેથી પંડિત પુરુષોને આવા કુતર્ક વડે શું? અર્થાત્ તેવા કુતર્કોથી કંઈ પણ સિદ્ધ થતું નથી. ૯oll ટીકા -“વિદ્યાસ: નવિરતિસમૃવતા: પ્રા" નીચેન “વિન્યા: સર્વ ''-શવિન્યા અવિન્યાશ્ચ ““ઉત્તદોનનક્રિો''વિવોન્યથોનના:-“રંજ''જોમયપરસવિવિપેન ઋત.” ૩વતન, મિનેન તત્'- ૨ િિહિત્યર્થ | ૨૦ | વિવેચન :-મનમાં ઉઠતા સર્વે પણ વિકલ્પો (કલ્પનાઓ) પછી ભલે તે શબ્દ સંબંધી વિકલ્પ હોય કે અર્થ સંબંધી વિકલ્પ હોય, પરંતુ બધા જ વિકલ્પો-મનના તરંગો જ્ઞાનાવરણીય કર્મ અને મોહનીય કર્મના ઉદય રૂપ અવિદ્યાથી સંગત હોય છે. જ્ઞાનાવરણીયાદિમાં આદિ શબ્દથી મોહનીયકર્મ પણ સમજી લેવું. કારણ કે એકલા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તો જ્ઞાન અવરાય, અજ્ઞાનતા-મૂર્ખતા પ્રાપ્ત થાય. પરંતુ અનેક પ્રકારના મનગમતા વિકલ્પો ઘડવાનું અને ઉલટા વિકલ્પો કરવાનું કામ મોહનીય કર્મ કરે છે. એટલે અનેક તર્ક કરવાની પ્રાપ્ત થયેલી જે જ્ઞાનશક્તિ છે તે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, પરંતુ તે મોહનીયકર્મના ઉદયથી વ્યાપ્ત છે. તેથી જેમ સ્વચ્છ પાણી વસ્ત્રને મેલ રહિત કરે, પરંતુ તે જ પાણી કચરાથી ભરપૂર હોય તો વસ્ત્રને વધારે મલીન કરે. તેમ જ્ઞાન આત્માને તારે, પરંતુ તે જ જ્ઞાન જો મોહના ઉદયથી વ્યાપ્ત હોય તો આ જ્ઞાન કુવિકલ્પો જ કરાવે, તેથી તે જ્ઞાનને અજ્ઞાન-અવિદ્યા કહેવાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ સારો, પરંતુ મોહનીયકર્મના ઉદયથી યુક્ત એવો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ વધારે ભયંકર છે. કેમકે જે ક્ષયોપશમ આત્માને પ્રાયઃ કુવિકલ્પો કરાવીને અનંત સંસારમાં રખડાવે છે. તેથી તે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોવા છતાં પણ મોહના ઉદયથી વ્યાપ્ત હોવાથી સમ્યજ્ઞાન ઉપરના આવરણીયકર્મનો ઉદય જ કહેવાય છે. તેથી આ સર્વે વિકલ્પો=મનના ખોટા તરંગો મોહયુક્ત જ્ઞાન દ્વારા એટલે અજ્ઞાન-અવિદ્યા દ્વારા જ થાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૦ મોહના ઉદયયુક્ત જ્ઞાન એ અવિદ્યા છે. તે ખોટો શિલ્પી છે. તેમાંથી ખોટું ઘડતર થવા રૂપી અનેક વિકલ્પો ઉઠે છે. અને તે ખોટા ઘડાયેલા અંગોને ગોઠવવા રૂપઃખોટા વિકલ્પોને જોડવા સ્વરૂપ પુષ્ટિ કરનારો આ કુતર્ક છે. અવિદ્યાના કારણે મનમાં વિકલ્પો ઉઠે છે. અને કુતર્ક તે વિકલ્પને સચોટ કરવા રૂપે મદદ કરે છે. આત્માને ખોટે રસ્તે લઈ જાય છે. જેમ કે-ગોમય એટલે છાણ, અને પાયસ એટલે દૂધ, ગોમય એ પણ ગાયનો અંશ છે અને દૂધ એ પણ ગાયનો જ અંશ છે. તો બન્ને એક જ વ્યક્તિના અંશ હોવાથી દૂધ જો પીવા લાયક છે તો ગોમય પણ ભક્ષ્ય (ખાવા લાયક) કેમ ન બને ? અને ગોમય જો ખાવા લાયક નથી તો દૂધ પીવા લાયક કેમ બને? આવો જ તર્ક આજે વિદેશના લોકો કરતા હોય છે કે જો ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ કેમ પીવાય? આવા તર્કો એ કુતર્ક છે. મનમાં માંસભોજનનો વિકલ્પ ઉક્યો છે. તેની આ કુતર્ક બરાબર યોજના કરી આપી. આવા કુતર્કથી આત્મા ખોટે રસ્તે દોરવાઈ જાય છે. જો કે આવા કુતર્કનો ઉત્તર પણ હોય જ છે. પરંતુ આવા કુતર્કોના ઉત્તર આપે એવા વિશિષ્ટ જ્ઞાની ગુરુનો જો સમાગમ તાત્કાલિક ન થાય અને દુષ્ટ માણસોની સંગતિથી કુતર્કોનો પ્રભાવ વધતો જાય તો આ આત્માનું ઘણું જ અહિત-અકલ્યાણ થાય. તેથી આવા કુતર્કો વડે સર્યું. જે કુતર્ક અનંત સંસાર વધારે છે તેવા કુતર્કની મોક્ષાર્થી મહાત્માને શું જરૂર ? ઉપરના કુતર્કનો ઉત્તર આ પ્રમાણે છે કે હાથ અને પગ બન્ને એક જ માણસનાં અંગ હોવા છતાં પણ કોઈના મસ્તક ઉપર બીજો પુરુષ હાથ મૂકે તો તે પ્રથમ પુરુષ રાજી થાય છે અને તે જ મસ્તક ઉપર પગ મૂકે તો નારાજ થાય છે. આમ કેમ બને છે ? બન્ને અંગો છે તો એક જ માણસનાં, છતાં બન્નેના સંયોગકાળે અનુક્રમે સુખ અને દુઃખ કેમ થાય છે? તેથી મોહના ઉદયને દૂર કરીને સમજવું જોઇએ કે “એક જ પ્રાણીના અંગ રૂપે હાથ અને પગ સમાન હોવા છતાં પણ પોતાના ગુણ- ધર્મથી “અસમાન” પણ છે. હાથ શુભ નામકર્મના ઉદયવાળો હોવાથી તથા ઉપરનું અંગ હોવાથી તેનો સંયોગ સુખદાયી તથા શુભ છે અને પગ અશુભ નામકર્મના ઉદયવાળો અને નીચેનું અંગ હોવાથી તેનો સંયોગ દુઃખદાયી તથા અશુભ છે. તેવી જ રીતે ગોમય અને દૂધ, તથા માંસ અને દૂધ, પણ એક જ ગાયના અંશ હોવાથી અનુક્રમે ગાયના અંશ પણે તથા ગોરસપણે સમાન પણ છે પરંતુ ગોમય અશુચિ ભાવવાળું છે. દૂધ ગાયની હત્યા વિના પ્રાપ્ય છે. માંસમાં ગાયના જીવનો સર્વથા નાશ થાય છે. તથા તે માંસમાં તેના જેવા વર્ણવાળા અસંખ્ય અન્ય જીવોનો ઉત્પાદ અને નાશ થાય છે. દૂધમાં ગાયના જીવનો પણ નાશ થતો નથી અને અન્ય જીવોનો પણ નાશ નથી. માટે માંસ અને દૂધ તથા ગોમય અને દુધ “અસમાન” પણ છે. સર્વે વસ્તુઓ Page #360 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૦ યોગદષ્ટિ સમુચ્ચય ૩૨૫ સર્વની સાથે સમાન-અસમાન એમ બે ભાવવાળી જ હોય છે. એકલી સમાન કદાપિ હોતી નથી. પરંતુ માત્ર સમાન ધર્મને આગળ કરીને આવા કુતર્કના કારણે જ આ જીવ મનમાં ઉઠેલા વિકલ્પને સાચો માની લે છે. મનમાં પ્રથમ વિકલ્પ ઉઠે છે. પછી તેને સત્ય બનાવવા તેવા પ્રકારનો તર્ક ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે આ કુતર્ક વિકલ્પોની યોજના રૂપ છે. “તરસ્યા માણસને પાણી પાઈએ તો અધર્મ થાય, કારણ કે તરસ્યો માણસ જે છે તે એક બચે, પરંતુ પાણીના અસંખ્ય જીવો મરે” આ પણ કુતર્ક જ છે. બધા જ જીવો સમાન છે. આવા પ્રકારનો મનમાં ઉઠેલો જે વિકલ્પ છે તેને આ કુતર્ક સચોટ કર્યો છે. પરંતુ આ કુતર્ક બરાબર નથી. કારણ કે બધા જ જીવો જીવદ્રવ્યપણે સમાન હોવા છતાં પણ તેમાં થયેલા ગુણવિકાસથી અસમાન પણ અવશ્ય છે જ. અપ્લાયના અસંખ્ય જીવોની ચેતના (આવિર્ભત થયેલી જ્ઞાન સંજ્ઞા) એકઠી કરો તો પણ એક પંચેન્દ્રિયથી પણ અસંખ્યાતમા ભાગે હીન છે. માટે તમામ જીવદ્રવ્યો સમાન જ છે એમ નહીં, પરંતુ સમાન પણ છે. અને અસમાન પણ છે. કોઈ માણસ પાસે સો રૂપીયાની એક જ નોટ છે. અને તેની જ પાસે રૂપીયા-રૂપીયાની પચ્ચીસ નોટો છે. તો બધી નોટો નોટપણે (સરકારી ચલણપણે) સમાન હોવા છતાં લૂંટારો મળે અને બેમાંથી એક આપી દેવાનું કહે તો તે માણસ બન્ને નોટોને શું સમાન માનશે? પચ્ચીસ નોટોને રાખીને શું ૧00ની એક નોટ જવા દેશે? અર્થાત્ સોની જે એક નોટ છે તે એક હોવા છતાં રાખશે. અને એક એકની પચ્ચીસ નોટ જવા દેશે. તેમ અહીં પણ પંચેન્દ્રિયની ચેતના એક હોવા છતાં સોની નોટ તુલ્ય અધિક છે અને અપ્લાયની ચેતના એક એક રૂપીયાની નોટ તુલ્ય હીન છે. આવા ઉત્તમ વિચારો સ્યાવાદ શૈલીથી જ આવે છે. માટે સ્યાદ્વાદ દૃષ્ટિ એ જ આવા કુતર્કોના પ્રત્યુત્તર રૂપ છે. સ્યાદ્વાદ શૈલી જ કુતર્કોનો વિનાશ કરવા સમર્થ છે. બધા જ માનવ સરખા, માનવ-માનવમાં તે કંઈ ભેદભાવ કરાતો હશે? ઉચ્ચ-નીચના ભેદો ટૂંકી બુદ્ધિવાળાએ ઉભા કર્યા છે” આ પણ એકાન્તદષ્ટિ હોવાથી કુતર્ક છે. પ્રત્યેક માનવી માનવપણે અવશ્ય સમાન છે. પરંતુ વિકસિત ગુણધર્મથી અસમાન પણ છે. જો સમાન જ હોય તો ઓપરેશન ડૉકટર પાસે અને કોર્ટનો કેશ વકીલ પાસે જ કેમ ચલાવાય ? ઉલટસુલટ કેમ ન કરાય? સામાન્ય દર્દ ફેમીલી ડૉકટર પાસે અને ભારે ઓપરેશન સર્જન પાસે જ કેમ કરાવાય? સામાન્ય દર્દ સર્જન પાસે અને ભારે ઓપરેશન ફેમીલી ડોકટર પાસે કેમ કરાવાતું નથી? માટે માનવપણે જેમ સમાન છે. તેમ આવિર્ભત ગુણધર્મથી અસમાન પણ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૧ અવશ્ય છે જ. પરંતુ કુતર્કવાળી બુદ્ધિ આ સમજવા દેતી નથી. મોહ યુક્ત જ્ઞાન એ જ અવિદ્યા છે તેનાથી જ આવા વિકલ્પો-તરંગો પ્રથમ મનમાં ઉઠે છે. અને આવા પ્રકારના કુતર્કો તે વિકલ્પને પુષ્ટ કરે છે. મજબૂત કરે છે. જેથી આ જીવ મિથ્યાત્વ તરફ અને પાપસ્થાનકો આચરવા તરફ ખેંચાઈ જાય છે. જેનાથી અનંત જન્મ-મરણની પરંપરા વધે છે. તેથી આત્માનું કલ્યાણ જ કરવાની ઇચ્છાવાળા અધ્યાત્મી પુરુષોને આવા કુતર્કનું શું પ્રયોજન છે? વિઝિઅર્થાત્ કંઈ પણ પ્રયોજન નથી. તેવા કુતર્કોનો અને કુતર્કવાળા દુષ્ટપુરુષોની સંગતિનો દૂરથી જ ત્યાગ કરવો એમાં જ આત્મહિત સમાયેલું છે. || ૯૦ जातिप्रायश्च सर्वोऽयं, प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ, प्राप्ताप्राप्तविकल्पवत् ॥ ९१॥ ગાથાર્થ = “હાથી મારી નાંખે છે” એમ કહેવાય છતે પ્રાપ્તને મારે છે કે અપ્રાપ્તને મારે છે ઈત્યાદિ વિકલ્પની જેમ ઉપર સમજાવેલ સર્વે પણ આ કુતર્ક અનુભવથી અને ફળથી બાધિત છે માટે જાતિપ્રાય છે. દૂષણાભાસ રૂપ છે. તે ૯૧ ટીકા-“ગતિપ્રાયશ્ચ-” તૂવામાપ્રાયશ “ વ” તઃ ““uતતિ નાથિત '' કૃતિ ત્યા, કતવાહિં-“દસ્ત વ્યાપવિત્યુક્ત*-ઇઝેર, લિમિવેત્યાદ-“પ્રાસાવિન્યવત્ કૃતિ / શનૈયાયછાત્રઃ શ્ચિगच्छन् अवशीभूतमत्तहस्त्यारूढेन'' केनचिदुक्तः, भो! भो! त्वरितमपसर, हस्ती व्यापादयति च । तथाऽपरिणतन्यायशास्त्र आह "रे रे बठर! किमेवं युक्तिबाह्य प्रलपसि ? तथाहि-"किमयं प्राप्तं व्यापादयति, किं वाप्राप्तमिति ? आद्यपक्षे भवत एव व्यापत्तिप्रसङ्गः, प्राप्तिभावात्, (द्वितीये च त्रिभुवनस्य, अप्राप्त्यविशेषात्)" एवं यावदाह-तावद्धस्तिना गृहीतः स, कथमपि मेण्ठेन मोचित इति । जातिप्रायता सर्वत्र भिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदने तद्गताकरविकल्पनस्यैवम्प्रायत्वादिति चर्चितमन्यत्र ॥११॥ વિવેચન :- અવિદ્યાથી ઉત્પન્ન થયેલા ખોટા વિકલ્પને મજબૂત કરનારા એવા આ સર્વે કુતર્કો “જાતિપ્રાય” છે. એટલે કે દૂષણાભાસ છે. ન્યાયશાસ્ત્રમાં ખોટા દૂષણને “જાતિ” કહેવાય છે. વકતાની (વાદીની) કહેવાયેલી વાતમાં કોઈપણ દૂષણ નથી, છતાં મન ફાવે તેવા શબ્દના અર્થાન્તરો કલ્પીને તેમાં ખોટાં દૂષણ કહેવાં તેને દૂષણાભાસજાતિસ્થાન કહેવાય છે. આ કુતર્કો સઘળાય તેવા જ છે. કારણ કે આ જે કુતર્ક કરવામાં Page #362 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૧ યોગદષ્ટિ સમુચ્ચય ૩૨૭ આવે છે તે પ્રત્યક્ષ થતા અનુભવથી પણ બાધિત છે. એટલે કે અનુભવથી વિરુદ્ધ છે. તથા તેવા કુતર્કોનું કંઈ જ ફળ નથી, માટે તેવા કુતર્કો ફળથી પણ બાધિત છે. નાહક માથાકુટ માત્ર જ છે. મનને અપવિત્ર કરવા રૂપ છે. અને દુઃખદાયી છે. જે તર્ક અનુભવથી અને હિતકારી ફળથી બાધિત હોય તે તર્ક શું કામનો? દુઃખ આપનાર જ બને, માટે સત્યાર્થીએ કુતર્ક કરવા કરતાં અનુભવને જ વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. આ જ વાત સમજાવવા ગ્રંથકારશ્રી એક સુંદર ઉદાહરણ કહે છે. કોઈ એક નગરના મુખ્ય રાજમાર્ગ ઉપર એક હાથી ગાંડો થયેલો આમ તેમ દોડી રહ્યો છે. હાથી ગાંડો થયેલ હોવાથી નિરંકુશ છે. તેથી તેના ઉપર બેઠેલા (મેe=) મહાવત વડે “આ હાથી ગાંડો હોવાથી મારે છે માટે તમે ખસી જાઓ, ખસી જાઓ,” એમ કહેતે છતે કોઈ શિષ્ય એવો તર્ક કરે કે ગાંડો એવો આ હાથી શું પ્રાપ્તને મારે છે કે અપ્રાપને મારે છે? ઇત્યાદિ વિકલ્પોની જેમ આ તર્ક અનુભવબાધિત છે. તથા હિતકારી ફળથી પણ બાધિત છે. માટે દૂષણાભાસ છે. જાતિસ્થાન છે. આ દૃષ્ટાન્ત વિસ્તારથી આ પ્રમાણે છે- ન્યાયશાસ્ત્રને ભણેલો કોઈ એક વિદ્યાર્થી કયાંકથી રાજમાર્ગ ઉપર આવતો હતો, તેની સામે તે જ રાજમાર્ગ ઉપર ગાંડો હાથી આમ તેમ દોડતો દોડતો આવતો હતો. ત્યારે અવશીભૂત = વશમાં નહી રહેલા-નિરંકુશ અને મત્તા = તોફાને ચડેલા એવા હાથી ઉપર બેઠેલા કોઈ પુરુષવડે (મહાવતવડે) તે વિદ્યાર્થીને કહેવાયું કે અરે! અરે! તું જલ્દી-જલ્દી આ રાજમાર્ગ ઉપરથી ખસી જા, ખસી જા, નહી તો ગાંડો થયેલો અને નિરંકુશ એવો આ હાથી તને મારી નાખશે. તે વખતે તેવા પ્રકારનું પરિણામ નથી પામ્યું ન્યાયશાસ્ત્ર જેને એવા અર્થાત્ ભણ્યા પણ ગણ્યા નહી એવા તે વિદ્યાર્થીએ હાથી ઉપર બેઠેલા તે મહાવતને મૂર્ખ સમજીને સામેથી પ્રશ્ન કર્યો-તર્ક કર્યો કે અરે અરે ! વર= મૂર્ણ મહાવત! તું આવા પ્રકારનું યુક્તિ વિનાનું હાથી ઉપર બેઠો બેઠો કેમ બોલે છે ? “આ હાથી મારી નાખે છે” આવું તારું બોલવું સર્વથા યુક્તિ રહિત છે. તે આ પ્રમાણે-હે મૂર્ખ મહાવત! બોલ કે આ તારો હાથી પ્રાપ્તને (હાથીને અડેલાને) મારે છે કે અપ્રામને (હાથીને ન અડેલાને) મારે છે? બન્ને રીતે હે મૂર્ણ મહાવત! તારી વાત ખોટી છે. બત્ર વાતમાં દોષ છે. વ્યાપ્તિ ઘટતી નથી. તે આ પ્રમાણે-આદ્યપક્ષ જો લેવામાં આવે એટલે કે આ હાથી પ્રામને (અડલાને) મારે છે એમ જો તારો કહેવાનો આશય હોય તો તારો જ વિનાશ થવો જોઇએ. આ હાથીએ તને જ મારી નાખવો જોઈએ એવો દોષ આવે, કારણકે તારો Page #363 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૧ ૩૨૮ અને હાથીનો પ્રાપ્તિભાવ છે. તું હાથીને અડેલો છે તેથી. છતાં હાથી તને મારતો નથી માટે “હાથી પ્રાપ્તને મારે છે” આ વાત યુક્તિબાહ્ય છે. તેથી તું હાથી મારે છે આવું કેમ બોલે છે! હવે જો બીજો પક્ષ લેવામાં આવે એટલે કે આ હાથી અપ્રાપ્તને (ન અડેલાને) મારે છે. એમ જો તારો કહેવાનો આશય હોય તો તે હાથી ત્રણે ભુવનનો (ત્રણ ભુવનવર્તી સર્વ પદાર્થોનો) નાશક બનવો જોઇએ, કારણ કે દૂર દૂર અને અન્તરિત પદાર્થો પણ તેનાથી અપ્રાપ્ત જ છે. અપ્રાપ્તિ તો સર્વ પદાર્થોની સાથે અવિશેષ (એક સરખી) જ છે. અને સર્વ પદાર્થોનો નાશ કરતો આ હાથી દેખાતો નથી તેથી હાથી અપ્રાસને મારે છે' આ વાત પણ યુક્તિબાહ્ય જ છે. તેથી હે મૂર્ખ મહાવત! તું આવું કેમ બોલે છે ? આવા પ્રકારના પ્રાપ્તાપ્રાપ્તના વિકલ્પો કરીને હાથી કોઇને મારતો નથી એમ આ વિદ્યાર્થી જેટલામાં બોલી રહ્યો છે. તેટલામાં તો આ હાથી વડે તે પડકાયો. ઉપર બેઠેલા મહાવતને દયા આવી, કેમે કરીને મહાવતવડે તે વિદ્યાર્થી છોડાવાયો. વાર્તાનો સાર એ છે કે આવા વિકલ્પો ઉભા કરવા તે કુતર્ક છે. અનુભવથી વિરુદ્ધ છે. હિત-કલ્યાણ કરનારા નથી. વક્તાના કહેવાના આશયથી શબ્દના ભિન્ન જ અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સંવેદનાત્મક જ્ઞાનમાં સર્વ સ્થાને આવા પ્રકારની જાતિપ્રાયતા-ખોટાં દૂષણ માત્ર જ હોય છે દૂષણ હોતાં નથી, પરંતુ અર્થાન્તર કરીને દૂષણરૂપે વક્તાનું વચન કલ્પવામાં આવે છે. કારણ કે તે સંબંધી ઉઠતા, તેવા પ્રકારના આકારવાળા આ તમામ વિકલ્પો પણ આવા જ હોય છે. ઉંધો જ અર્થ પકડવો, ઉલટો જ અર્થ કરવો અને વક્તાનું વચન તોડી પાડવું, એ જ કુતર્કવાદીનું કામ છે. માટે આત્માર્થી પુરુષોએ આવા કુતર્કોથી દૂર રહેવું. ટીકાની સંસ્કૃત પંકિતનો શબ્દાર્થ આ પ્રમાણે છે. વાદીએ કહેલો જે અર્થ છે તેનાથી મિન્નાર્થગ્રહ=જુદા જ અર્થને ગ્રહણ કરવાના સ્વભાવ-સ્વભાવનું મનમાં સંવેદ્રનવેને=જે સંવેદન (જ્ઞાન) થઇ રહ્યું છે. તેનો અનુભવ ક૨વામાં (પ્રયોગાત્મકભાવે બહાર કહેવામાં) તર્ાત-તે પ્રતિવાદીના મનમાં રહેલા આજર=વાદીની વાતને મિથ્યા કરવાના- ઉડાડવાના પરિણામથી થનારા વિપક્ષ્ય-વિકલ્પો (કલ્પનાઓ-મનના તરંગો) તવપ્રાયત્ત્તાત્=અસત્યદૂષણ સમાન છે. સારાંશ કે વાદીના પક્ષને કોઇપણ રીતે ખોટો કરવો છે તે પક્ષને ખોટો કરવાની ધૂનથી તેમાં દૂષણો પ્રતિવાદી શોધે છે. પરંતુ પક્ષ સાચો (યથાર્થ) હોવાથી કોઇ સાચાં દૂષણો મળતાં નથી. તેથી વાદીએ કરેલા અર્થને બદલે શબ્દનો બીજો અર્થ કલ્પીને પણ પ્રતિવાદી વ્યક્તિ વાદીના પક્ષને ખોટાં દૂષણો દ્વારા ખોટો પાડવા પ્રયત્ન કરે છે. આ કલ્પાયેલાં ખોટાં દૂષણો જે છે તેને કુતર્કજાતિ-અથવા દૂષણાભાસ કહેવાય છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે- આ વિષય અમે અન્યગ્રંથોમાં .................... ચર્ચેલો છે. ત્યાંથી જોઇ લેવા ભલામણ છે. ગાથા : ૯૨ વિશ્વ !—તથા વળી स्वभावोत्तरपर्यन्त, एषोऽसावपि तत्त्वतः 1 नार्वाग्ग्गोचरो न्यायादन्यथाऽन्येन कल्पितः ॥ ९२ ॥ ગાથાર્થ = ષ:=“સ્વભાવ જ છે અન્ત” ઉત્તર જેનો એવો આ “કુતર્ક” છે. અસાપિઆ સ્વભાવ પણ પરમાર્થથી છદ્મસ્થજીવોની દૃષ્ટિનો વિષય નથી, કારણ કે વાદી વડે કહેવાયેલા આ સ્વભાવને પણ અન્ય (કુતર્કવાદી) વડે યુક્તિના બળે અન્યથા કલ્પાયો છે. | ૯૨ ॥ ૩૨૯ ટીકા -‘સ્વભાવોત્તરપર્યન્ત '' ત:, અત્ર = વસ્તુસ્વભાવૈરું સ્તર वाच्यमिति वचनात् एवमग्निर्दहत्यापः क्लेदयन्तीति स्वभाव एषामिति । ‘‘અસાવિ’” સ્વમાવ: ‘‘તત્ત્વત: ’-પરમાર્થન‘નાદિયોરો, '' ન છદ્મસ્થવિષય: ‘‘ચાયાત્’’ ન્યાયેન પપ્રસિદ્રેન, ભૂિત: સન્નિત્યાહ-‘અન્યથા'' પ્રારંાન્તરેળ, ‘‘ઝચેન’’-પ્રતિવાહિના, ‘લ્પિતઃ' સન્નિતિ। તથાહિ ટીકાનુવાદ :- સમન્વયાત્મક દૃષ્ટિથી આગમશાસ્ત્રોના આધારે પૂર્વાપર અવિરુદ્ધ બને તે રીતે સુતર્કો કરવાનો જૈનશાસ્ત્રોમાં અલ્પ પણ નિષેધ નથી, કારણ કે તે સુતર્કકાળે પ્રશ્ન કરનારની દૃષ્ટિ પ્રશ્ન ઉપર કે તર્ક ઉપર આગ્રહવાળી હોતી નથી, પરંતુ તર્કના મળતા પ્રત્યુત્તરને સાંભળવામાં અને તેના દ્વારા નિર્મળ જ્ઞાન પ્રાપ્તિ માત્ર કરવાનો જ પ્રબળ આશયવિશેષ હોય છે. પોતાના પ્રશ્ન અને તર્ક કરતાં વક્તા તરફથી મળતા પ્રત્યુત્તરમાં અતિશય બહુમાન અને સદ્ભાવ હોય છે. આવા સુતર્કો કરવાનો શાસ્ત્રોમાં અલ્પ પણ નિષેધ નથી. પરંતુ કુતર્કનો નિષેધ છે. કારણકે કુતર્ક-કાળે કુતર્કમાં જ વિશેષ આગ્રહ હોવાથી વક્તા તરફથી મળતા પ્રત્યુત્તરમાં ધ્યાનવિશેષ કે બહુમાન વિશેષ હોતું નથી. પરંતુ પ્રત્યુત્તર સાંભળતી વખતે પણ મિથ્યાત્વમોહના ઉદયની તીવ્રતાના કારણે પ્રત્યુત્તરને પૂર્ણ બહુમાનથી સ્વીકારવાને બદલે પ્રત્યુત્તરને તોડવાની જ મથામણ (ઘાટ ઘડવાની પેરવાઇ) મનમાં ચાલતી હોય છે. મનમાં ઉઠતા આ વિકલ્પો જ પ્રત્યુત્તર પ્રત્યે રુચિ થવા દેતા નથી અને પ્રત્યુત્તરના પરિહાર માટે જ મનમાં તૈયારી કરતા હોય છે કુતર્કનો આવો સ્વભાવ છે. વાદી કોઇપણ પક્ષ રજુ કરે ત્યારે પોતાના ઇષ્ટ સાધ્યને સાધવા તર્ક અને Page #365 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૨ ૩૩૦ 44 ઉદાહરણ જ આપે, અને પ્રતિવાદી તેમના સાધ્યને તોડવા માટે પણ તર્ક અને ઉદાહરણ જ આપે. ફરીથી વાદી તેના પ્રત્યુત્તર રૂપે અન્ય તર્ક અને ઉદાહરણ જ આપે. આમ પરંપરા ચાલે. એટલે છદ્મસ્થ જીવોને આ બન્નેના તર્કમાં ક્યો સુતર્ક છે? અને યો કુતર્ક છે? તે કેવી રીતે સમજાય? આ બન્નેના વિવાદમાં અન્તે તો વસ્તુનો આવો સ્વભાવ જ છે એમ જ ઉત્તર આપવામાં આવે. શાસ્ત્રોમાં કહ્યું છે કે 'अत्र च વસ્તુસ્વભાવૈત્તાં વાધ્યમિતિ વત્તાત્''- જ્યારે ઘણા કુતર્કો જ સામે આવતા હોય ત્યારે આ બાબતમાં “વસ્તુનો સ્વભાવ જ આવો છે” એમ સ્વભાવ વડે જ ઉત્તર કહેવો. કારણ કે તેના વિના કુતર્કોની સામે બીજો કોઇ ઉત્તર ઉપયોગી થતો નથી. અને સ્વભાવ એ પ્રશ્નને યોગ્ય રહેતો નથી. જેથી ત્યાં જ વાદ સમાપ્ત થાય છે. વમાં નહત્યાપ: નેદ્યનીતિ-આ પ્રમાણે સ્વભાવ જ ઉત્તરરૂપે જ્યાં અપાય છે. ત્યાં ઉદાહરણરૂપે “અગ્નિ બાળે છે અને પાણી ભીંજવે છે'' એમ કહી શકાય છે. અગ્નિ અને પાણીનો અનુક્રમે દાહ આપવાનો અને ભીંજવવાનો સ્વભાવ જ છે. દાહ અને ભીંજવવાનું કાર્ય કરવામાં બન્ને દ્રવ્યોમાં સ્વભાવ જ કારણ છે. આવો ઉત્તર અપાય તો પછી કંઇ પૂછવાનું રહેતું નથી. સારાંશ એ છે કે કોઇપણ વસ્તુની સિદ્ધિ શકય હોય ત્યાં સુધી સુયોગ્ય તર્ક અને ઉચિત ઉદાહરણથી કરાય છે. પરંતુ પ્રતિવાદીના કુતર્કો જ જ્યારે સામે આવે છે ત્યારે અત્તે દ્રવ્યનો આવો સ્વભાવ જ છે એવો જ ઉત્તર અપાય છે. અગ્નિ અને પાણીમાં અનુક્રમે જેમ દાહનો અને ભીંજવવાનો સ્વભાવ છે. તેમ તે તે દ્રવ્યોમાં તે તે કાર્ય કરવાનો સ્વભાવ છે. એમ કહેવાથી અને ઉત્તરરૂપે આપેલો સ્વભાવ એ પ્રશ્નને માટે અયોગ્ય હોવાથી સામે આવતા કુતર્કો પૂર્ણ થાય છે. અને વાત સમાપ્ત થાય છે. કુતર્કોની સામે વાદી દ્વારા “વસ્તુનો તેવો સ્વભાવ જ છે” એમ ઉત્તર આપીને જો કે વાર્તાલાપ સમાપ્ત કરાય છે. પરંતુ તે તે દ્રવ્યોમાં તે તે કહેલો સ્વભાવ પણ પરમાર્થથી તે દ્રવ્યોમાં છે? કે નહીં? એ છદ્મસ્થનો (અર્વાગ્દષ્ટિવાળાનો) વિષય નથી. કારણ કે પરદર્શનમાં પ્રસિદ્ધ એવી ન્યાયની નીતિ-રીતિ મુજબ દ્રવ્યમાં તે આ સ્વભાવ છે કે નહીં ? તે જાણી શકાતું નથી. ભૂિત: સન્નિત્યાનૢ-વાદી વડે કહેવાયેલો દ્રવ્યગત તે તે સ્વભાવ જો છદ્મસ્થ વડે જાણી શકાતો જ હોત તો પ્રતિવાદી વડે તે સ્વભાવ અન્યથા કલ્પી શકાત નહીં. પરંતુ અર્ચન પ્રતિવાનિા=અન્ય એવા પ્રતિવાદી વડે તે જ વિવક્ષિત દ્રવ્યમાં (વાદી વડે જે સ્વભાવ કહેવાયો છે) તે જ સ્વભાવ અન્યથા-પ્રાન્તરે=જુદી રીતે (વાદી Page #366 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૩૧ ગાથા : ૯૨ કહે છે તેનાથી વિપરીતપણે) જલ્પિતઃ સન્નિત્તિ-કલ્પાયો છતો તે સ્વભાવ તેમજ છે એમ છદ્મસ્થવડે ૫૨માર્થથી ન્યાયયુક્ત રીતિથી જાણી શકાતું નથી કહેવાનો આશય એ છે કે કુતર્કો એ વસ્તુતત્ત્વ સિદ્ધ થવા દેતા જ નથી, તેથી તેની સામે “સ્વભાવ” ઉત્તર આપી પ્રતિવાદીને શાન્ત કરવામાં આવે છે પરંતુ વાદી વડે કહેવાયેલો તે સ્વભાવ છદ્મસ્થથી જાણી શકાતો નથી. આ દ્રવ્ય આવા જ સ્વભાવવાળું છે એમ નિર્ણયાત્મકભાવે કહી શકાતું નથી. જો સાચું જ હોત અને જાણી જ શકાતું હોત તો પ્રતિવાદીવડે તે દ્રવ્યમાં તે જ સ્વભાવ અન્યથા પણ કલ્પાય છે. અને તે સિદ્ધ કરાય છે. તે સિદ્ધ ન થઇ શકવું જોઇએ. પરંતુ તેનાથી વિપરીત સ્વભાવ પ્રતિવાદી સિદ્ધ કરે છે એટલે સ્વભાવ ઉત્તર પણ બધે કામ આવતો નથી તેનાથી અતત્ત્વપણ સિદ્ધ થઇ જાય છે. તે ઉદાહરણથી સમજાવે છે. तथाहि - अथ वस्तुस्वभावैरुत्तरं वाच्यमिति सर्वत्रैव तथा तत्तत्सिद्धौ वक्तुं पार्यते । कथम्, येन तदर्थकरणस्वभावस्तेन तां करोति, न पुनः क्षणिकतया, तस्याः सर्वभावेष्वेवाभ्युपगमात्, यतः कुतश्चित्तदर्थक्रियाभावप्रसङ्गात्, तन्निबन्धनाविशेषात् इति । एवमग्निः क्लेदयत्यप्सन्निधौ, तथाऽऽपो दहन्त्यग्निसन्निधौ तथास्वभावत्वादेव । स्वभाववैचित्र्यान्नात्रापि लोकबाधामन्तरेणापरो वा स्वभावो दृष्टान्तमात्रस्य सर्वत्र सुलभत्वात् । तदेवमसमञ्जसकारी कुतर्क इत्यैदम्पर्यम् ॥ ९२॥ ન્યાય, વૈશેષિક અને સાંખ્ય દર્શનકારો સર્વે પદાર્થોને સામાન્યથી નિત્ય માને છે. નિત્ય હોય તો દીર્ઘકાળ રહે અને દીર્ઘકાળ રહે તો અર્થક્રિયા થઇ શકે. જેમ કે માટીમાંથી ઘટ, તન્તુમાંથી પટ અને બીજમાંથી અંકુરાદિ થવા રૂપ અર્થક્રિયા તો થઇ શકે છે કે જો માટી, તન્તુ અને બીજ દીર્ઘકાળસ્થાયી (નિત્ય) હોય તો. તેની સામે ક્ષણિકવાદી બૌદ્ધ એમ કહે છે. જો વસ્તુ નિત્ય જ હોય તો જે નિત્ય હોય તે અપરાવર્તનીય (સદા એક સ્વભાવવાળી) જ હોય છે. નિત્ય હોવાથી તેનું રૂપાન્તર થાય જ નહીં. તેથી માટી એ માટી જ રહેશે, ઘટ બનશે જ નહીં. તન્તુ એ તન્તુ જ રહેશે, પટ બનશે જ નહીં. એમ બીજ પણ બીજ જ રહેશે, અંકુરા કરશે જ નહીં. માટે સર્વે વસ્તુઓ નિત્ય નથી પરંતુ ક્ષણિક છે. અને જો ક્ષણિક હોય તો જ તેમાં અર્થક્રિયા સંભવે છે. નિત્યતા એ અર્થક્રિયાની બાધક છે. કારણ કે નિત્ય પદાર્થ સદા એક રૂપવાળો જ હોવાથી તેમાં કાર્ય થવા રૂપે પરિવર્તન થતું જ નથી. એટલે ક્ષણિકતા એ અર્થક્રિયાની સાધક છે. અર્થાત્ સર્વે વસ્તુઓ ક્ષણિક Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૨ હોવાથી અર્થક્રિયાયુક્ત છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે બૌદ્ધ સિદ્ધ કરે છે. તેની સામે ફરીથી તૈયાયિકાદિ નિત્યવાદી લોકો તે બૌદ્ધને દોષ આપે છે કે જો વસ્તુ ક્ષણિક હોય તો તો તે વસ્તુ એક ક્ષણમાત્ર જ રહેશે બીજા ક્ષણે તે વસ્તુ પોતે જ ન રહે તો તે અર્થક્રિયા કેમ કરી શકે? અને પદાર્થોમાં અર્થક્રિયા તો થાય જ છે. માટે વસ્તુ ક્ષણિક હોય તો અર્થક્રિયા સંભવતી નથી. તેથી ક્ષણિક્તાની વાત તે બરાબર નથી. ત્યારે તેની સામે બૌદ્ધ આ રીતે બચાવ કરે છે કે ૩થ સ્વમવૈરુત્તર વાળ્યોતિ સર્વરૈવ તથા તત્સિદ્દી વવતું પર્વતે = હવે જો “સ્વભાવ” દ્વારા જ ઉત્તર આપી શકાય તો સર્વસ્થાને તે તે પ્રકારનો સ્વભાવ જ તે તે ભાવની સિદ્ધિમાં કહેવાને શકય થવાય છે. અર્થાત્ જે જે સિદ્ધ ન થતું હોય અને દોષો જ આવતા હોય તો ત્યાં ત્યાં સર્વસ્થાને તે તે ભાવ સિદ્ધ કરવામાં તેવો તેવો સ્વભાવ કહીને સિદ્ધ કરી શકાય છે. (દોષમાંથી છટકી શકાય છે) મથકેવી રીતે દોષમાંથી છટકીને વસ્તુસ્થિતિ સિદ્ધ કરાય છે? તે જણાવે છે કે-વેન તર્થર સ્વભાવ =બૌદ્ધ હવે એવો બચાવ કરી શકે છે કે જે કારણથી ક્ષણિક એવા પદાર્થમાં તે તે અર્થક્રિયા કરણ (કરવાનો) સ્વભાવ વર્તે છે. તેના તાં રોતિ તેવો સ્વભાવ હોવાના કારણથી પદાર્થ તે તે અર્થક્રિયાને કરે છે. એમ અમે કહીશું ? પુનઃ ક્ષતિયા =પરંતુ ક્ષણિક હોવાથી અર્થક્રિયા કરે છે એમ નહીં કહીએ. જેથી ક્ષણિકવસ્તુ ક્ષણમાત્ર હોવાથી અર્થક્રિયા ઘટશે નહીં, એવો તમે આપેલો દોષ અમને લાગશે નહીં. કારણ કે અર્થક્રિયા કરવાનું કારણ અમે વસ્તુસ્વભાવ કહીએ છીએ. પરંતુ ક્ષણિકતા કહેતા નથી. કારણ કે તા: સર્વમવેબ્લેવાયુપામતે ક્ષણિક્તા તો સર્વપદાર્થોમાં પણ અમારા વડે સ્વીકારાઈ છે. યતઃ pdfશ્ચત્તથમિાવપ્રસા=જો ક્ષણિક્તા એ અર્થક્રિયાનું કારણ માનીએ તો જે તે કોઇપણ પદાર્થમાંથી તે તે અર્થક્રિયા થવાનો પ્રસંગ આવે. માટીમાં જેવી ક્ષણિક્તા છે, તેવી જ ક્ષણિક્તા તન્ત અને બીજમાં પણ છે. તેથી જેમ માટીમાંથી ઘટ બનવાની અર્થક્રિયા થાય છે, તેમ તનુ અને બીજમાંથી પણ ઘટ બનવાની અર્થક્રિયા થવા લાગશે. તથા તખ્તમાંથી પટ બનવાને બદલે માટી તેનું અને બીજ એમ સર્વ પદાર્થોથી પટ બનવા લાગશે તથા બીજમાંથી જ અંકુરા ફૂટવાને બદલે માટી, તન્તુ અને બીજ એમ સર્વ પદાર્થોમાંથી અંકુરા ફૂટવા લાગશે. કારણ કે તન્નાલન્થનાવિશેષ- તે તે અર્થક્રિયા થવામાં કારણભૂત માનેલી એવી જે ક્ષણિક્તા છે એ તો સર્વ પદાર્થોમાં અવિશેષ જ છે. તેથી અર્થક્રિયાનું કારણ ક્ષણિક્તા નથી, પરંતુ વસ્તુગત તેવો તેવો સ્વભાવ જ કારણ છે. આમ બૌદ્ધ પોતાની ક્ષણિક્તાની માન્યતા Page #368 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૨ યોગદષ્ટિ સમુચ્ચય ૩૩૩ સિદ્ધ કરવા માટે અર્થક્રિયા ઘટાવવા સારુ ક્ષણિક્તાને બદલે સ્વભાવને જ કારણ તરીકે કહે છે. જો કે તે કલ્પના મિથ્યા છે તો પણ સ્વભાવ હેતુના બહાના નીચે એકવાર સિદ્ધ કરશે. એવી જ રીતે તૈયાયિકાદિ પણ અર્થક્રિયા સિદ્ધ કરવામાં નિત્યતાને કારણ ન સ્વીકારતાં તેવા પ્રકારનો “વસ્તુસ્વભાવ” જ કારણ છે. એમ કહેશે અને સ્વભાવના બહાના નીચે અર્થક્રિયા સિદ્ધ કરશે. આ પ્રમાણે સ્વભાવથી ઉત્તર આપવો એ તો ઇષ્ટસાધ્યને બદલે વિપરીત સાધ્ય પણ સિદ્ધ કરી આપે છે. જેથી પ્રતિવાદીનો કુતર્ક શાન્ત થતો નથી. બલ્ક વધે છે. બીજું ઉદાહરણ સમજાવે છે કે- વનિઃ વન્ને તત્વત્તિથી ફત્યાવિ અગ્નિ બાળે છે અને પાણી ભીંજવે છે આ વાત જગત્મસિદ્ધ છે. પરંતુ સ્વભાવથી જ સર્વત્ર ઉત્તર આપી શકાતો હોય તો અહીં પણ પ્રતિવાદી આવો કુતર્ક કરીને અસમંજસ સિદ્ધ કરી શકે છે કે “અગ્નિ ભજવે છે. અને પાણી બાળે છે.” આ વચનમાં જે લોકબાધા આવે છે તે અટકાવવા માટે બન્નેમાં એક એક વિશેષણ મૂકે છે. અગ્નિ ત્યારે ભીંજવે છે કે જ્યારે પાણીની નિકટતા હોય ત્યારે, અને પાણી ત્યારે બાળે છે જ્યારે અગ્નિની નિકટતા હોય ત્યારે, આ બન્નેમાં ઉઠતા વિવાદો શાન્ત કરવા માટે હેતુ રૂપે તથાસ્વભાવંતે અગ્નિમાં પાણીની નિકટતાના કાળે ભીંજવવાનો અને પાણીમાં અગ્નિની નિકટતાના કાળે દાહનો તેવા પ્રકારનો સ્વભાવ જ હોવાથી આમ બને છે. અને તથાસ્વભાવ એવો જે ઉત્તર આપ્યો છે તે “સ્વભાવ રૂપ” હોવાથી પ્રશ્નને યોગ્ય રહેતો નથી. તેથી પ્રતિવાદી આવા કુતર્કોથી તથાસ્વભાવ હેતુ કહીને અસમંજસ સિદ્ધ કરી શકે છે. સ્વભાવવૈવિચાત્રીત્રાપિ નોવેવથાન્તિUT=ઉપરની કહેલી આવી આ બાબતમાં પણ સ્વભાવની જ વિચિત્રતા માનવાથી લોકબાધા (અનુભવવિરોધ) વિના બીજો કોઈ દોષ આવતો નથી. એટલે કુતર્કોના પ્રભાવથી અસંમજસ (ગમે તેમ કરીને આડી અવળી) રીતે સ્વભાવના બહાના નીચે લોકો વસ્તુને સિદ્ધ કરશે અને લોકબાધાનો જે દોષ આવે છે. તે રોકવા પાણીની નિકટતા અને અગ્નિની નિકટતા એવાં વિશેષણો મૂકી દેશે. જેથી મન ફાવે તેમ વસ્તુ સિદ્ધ કરી શકે, પછી તેને કોણ રોકી શકે? મારો વા સ્વભાવો દૃષ્ટોત્તમાં સર્વત્ર સુમવા=અથવા અગ્નિકાળે અગ્નિમાં દાહકસ્વભાવ છે અને પાણીની નિકટતાના કાળે તે જ અગ્નિમાં અપર (બીજો-જુદો) જ ભીંજવવાનો સ્વભાવ આવે છે. તેવી જ રીતે પાણીમાં ભીંજવવાનો સ્વભાવ છે. પરંતુ અગ્નિની નિકટતાના કાળે અપર જ ( દાક્તાનો) સ્વભાવ આવે છે. એમ પણ કુતર્કવાદી માની શકે છે અને તે સિદ્ધ કરવા માટે દૃષ્ટાન્તો પણ મળી શકે છે કારણ કે પોતાને અનુકુળ Page #369 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૨ ૩૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય દૃષ્ટાન્તો મળવાં એ સર્વઠેકાણે સુલભ છે. જેમ કે દૂધ દ્રવ્યમાં બુદ્ધિની વર્ધકતાનો સ્વભાવ છે. પરંતુ ખાટા દ્રવ્યના સંયોગે દહીં રૂપે રૂપાન્તર થયેલા તે જ દ્રવ્યમાં બુદ્ધિની નાશકતાનો અપર સ્વભાવ જોવાય જ છે. આવાં દૃષ્ટાન્તો આપીને અગ્નિમાં ભીંજવવાનો અને પાણીમાં દાહકતાનો સ્વભાવ કુતર્કવાદી સિદ્ધ કરશે જ. માટે આ કુતર્ક અસમંજસકારી છે. તત્ત્વના પરમાર્થ સ્વરૂપને સમજવા સમજાવવામાં બાધાકારી જ છે. તેથી અર્વાગ્દષ્ટિવાળા જીવોને અગોચર એવો સ્વભાવ હેતુ છેવટે ઉત્તર રૂપે જે અપાય છે તે કુતર્ક છે. સર્વસ્થાને પરમાર્થથી સ્વભાવહેતુ કામ આવતો નથી. કારણકે વાદીની જેમ પ્રતિવાદી પણ તે જ સ્વભાવને અન્ય સ્વભાવાત્તર રૂપે (બીજા સ્વભાવ રૂપે) કલ્પીને આવા કુતર્કો દ્વારા વાદીની વાતનું ખંડન કરીને એકવાર શ્રોતાવર્ગમાં અસમંજસતા (દ્વિધા) પેદા કરે છે. જેથી તત્ત્વજ્ઞાન થતું નથી પણ શ્રોતાવર્ગ મુંઝવણમાં મૂકાય છે. માટે મુક્તિવાદી મહાત્માઓને આવા કુતર્ક વડે સર્યું. પ્રશ્ન - અગ્નિ બાળે જ છે. અને પાણી ભીંજવે જ છે આ વાત લોકમાત્રમાં પ્રસિદ્ધ છે. તેને બદલે તે બન્નેમાં ઉલટા સ્વભાવો કેવી રીતે સમજાય? ઉત્તર :- જો કે અગ્નિ બાળે છે. તો પણ પાણીની નિકટતાથી ભીંજવે પણ છે. કારણ કે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરાય છે. ત્યારે શરીર ઉપર નખાતા પાણીની સાથે અગ્નિકણ પણ શરીર ઉપર પડે જ છે, તેથી તે અગ્નિકણ પણ શરીરને ભીંજવે જ છે. તેવી જ રીતે પાણી જેમ ભીંજવી શકે છે. તેવી જ રીતે તે જ પાણી અગ્નિની નિકટતાથી બાળે પણ છે જ. શરીર ઉપર જ્યારે ગરમ પાણીથી સ્નાન કરાય છે ત્યારે તે જ પાણી જેમ શરીરને ભીંજવે છે, તેમ ગરમ હોવાથી દાહ પણ કરે જ છે. આ પ્રમાણે જે દ્રવ્યમાં જે સ્વભાવ છે તે જ દ્રવ્યમાં વિપરીત સ્વભાવ પણ કુતર્કથી પ્રતિવાદી સિદ્ધ કરે છે. માટે “સ્વભાવ” હેતુ જેમ વાદી કહી શકે છે. તેમ પ્રતિવાદી પણ કહી શકે છે, તેથી સાચું જ્ઞાન થતું નથી, અર્થાત્ તેનાથી લોકો જ્ઞાન પામતા નથી. પરંતુ સંદેહમાં જ પડે છે. કુતર્કવાદીની દૃષ્ટિ હંમેશાં એવી હોય છે. કે મારી માન્યતા સિદ્ધ થાય, અથવા ભલે સિદ્ધ ન થાય પરંતુ વાદીની વાત સિદ્ધ ન થવી જોઈએ, આવો સ્વભાવ હોય છે. આવા પ્રકારના અસમંજસકારી વિતંડાવાદ રૂપી આ કુતર્કો છે. શુષ્ક તર્કવાદ સ્વરૂપ હોવાથી વાદ-વિવાદમાં જ સમય જાય છે. ઉપકાર કરે તેવું કંઈ પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. વાસ્તવિકપણે તો અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન આગમથી જ ગમ્ય છે. માટે પ્રધાનતાએ આગમનું જ શરણ સ્વીકારવું, કુતર્કોથી દૂર રહેવું, એવો ઔદંપર્યાર્થ(સાર) છે. ૯૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ था:८३-८४ યોગદષ્ટિ સમુચ્ચય अमुमेवार्थं विशेषेणाभिधातुमाहઉપરોક્ત અર્થને જ વિશેષથી સમજાવતાં કહે છે કે अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । अम्ब्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ॥१३॥ कोशपानाहते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकृद् दृश्यते यतः ॥१४॥ ગાથાર્થ =આ કારણથી (એટલે વસ્તુગત સ્વભાવ છઘસ્થ વડે અગોચર હોવાથી) અગ્નિ પણ જલની નિકટતામાં ભીંજવે છે. અને જલપણ અગ્નિની નિકટતામાં દાહક બને છે. કારણ કે તે બન્ને દ્રવ્યોનો તેવો તેવો સ્વભાવ હોવાથી मेम प्रतिवादी 43 उपाये छते. ॥ 3 ॥ આ બાબતમાં “સોગન” આપવા વિના યુક્તિપૂર્વકની જ્ઞાનપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે દૂર એવો પણ લોહચુંબક પોતાનું કાર્ય કરનારો દેખાય ४ छ. ॥ ८४ ॥ टी-यतो नार्वाग्दृग्गोचरोऽधिकृतस्वभावः, “अतोऽस्मात्कारणान् “अग्निः क्लेदयति," अध्यक्षविरोधपरिहारायाह “अम्बुसन्निधौ" इति, "दहति" चाम्बु । न प्रतीतिबाधेत्याह (अग्निसन्निधौ इति।) "तत्स्वाभाव्यात्तयोः" अग्न्यम्बुनोरिति "उदिते" सत्यपि परवादिना-किमित्याह ___ "कोशपानादृते"कोशपानं विना, "ज्ञानोपायो नास्त्यत्र-" स्वभावव्यतिकरे, "युक्तितः" शुष्कतर्कयुक्त्या, कश्चिदपरो दृष्टान्तोऽप्यस्यार्थस्य उपोद्वलको विद्यते न वेत्याह "विप्रकृष्टोऽप्ययस्कान्तः"-लोहाकर्ष-उपलविशेषः, “स्वार्थकृत्"लोहाकर्षादिस्वकार्यकरणशील: "दृश्यते यतः," लोके स हि विप्रकृष्ट एव, न सनिकृष्टः, लोहमेव न ताम्रादि, आकर्षत्येव न कर्तयति, तदित्थमस्येवाग्न्यादीनां तथास्वभावकल्पनं केन बाध्यते ! न केनचिदिति भावनीयम् ॥ ९३-९४॥ विवेयन :-"अग्नि साणे छ भने पानी भी छ." ॥ पात मालाગોપાલ સુપ્રસિદ્ધ છે. એટલે વાદી વડે કહેવાયેલો અને તેમાં રહેલો એવો અનુક્રમે દાહક અને કલેદક એવો અધિકૃત (પ્રસ્તુત) સ્વભાવ અર્વાગ્દષ્ટિવાળા જીવો (છજસ્થ જીવો) Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ - કે - યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૩-૯૪ વડે પ્રત્યક્ષ ગોચર નથી. તે =કારણ કે આ દાહક અને કલેક એવા તર્ગત અધિકૃત સ્વભાવો અતીન્દ્રિય હોવાથી છદ્મસ્થ વડે અગોચર હોવાના કારણે જ કોઈ પ્રતિવાદી તેનાથી વિરુદ્ધ પોતાને મન ફાવતો વિકલ્પ કરીને તે સર્વલોકપ્રસિદ્ધ વાતની સામે આવો કુતર્ક કરે છે કે “અગ્નિ ભીંજવે (પણ) છે” જ્યારે પ્રતિવાદી કુતર્ક કરીને આવું બોલે છે ત્યારે લોકો તુરત જ તેનો સખત વિરોધ કરે છે કે અગ્નિ તો બાળે જ છે. કદાપિ ભીંજવે જ નહીં. ભીંજવવાપણું તેમાં માનવું એ પ્રત્યક્ષવિરુદ્ધ વાત છે. ત્યારે તુરત જ તે પ્રતિવાદી આવા પ્રકારના અધ્યક્ષવિરોધપરિહારયાઈ પ્રત્યક્ષના વિરોધના પરિહાર માટે પોતાના કપોલકલ્પિત વિકલ્પના અનુસારે ઉઠેલા કુતર્કથી બોલી ઉઠે છે કે “અમ્યુન્નિધી" પાણીની નિકટતા હોય ત્યારે, એટલે આ સાંભળીને એકવાર લોકો ઠરી જાય છે. દબાઈ જાય છે. તેવી જ રીતે પાણી ભીંજવે છે. આ વાત લોક પ્રસિદ્ધ હોવા છતાં જ્યારે પ્રતિવાદી “રતિ ''પાણી બાળે છે, એમ કુતર્ક કરીને બોલે છે. ત્યારે પ્રથમ તો જન-સમૂહ તેનો ઘણો જ વિરોધ કરે છે. પરંતુ તેનો ઉત્તર આપતાં પ્રતિવાદી કહે છે કે મારી કહેલી વાતમાં “ પ્રતીતિ વીઘા'' કોઈપણ પ્રકારની પ્રતીતિમાં (અનુભવમાં) બાધા આવતી નથી, વિરોધ આવતો નથી. કારણકે “નિધિ '' પાણી બાળે છે એમ હું જે કહું છું તે અગ્નિની નિકટતા હોય ત્યારે, એટલે લોકવિરોધ એકવાર શાન્ત થઈ જાય છે. તો તે અગ્નિ અને પાણીનો તલ્લીમાવ્યો તેવો તેવો સ્વભાવ હોવાથી લોકપ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ વાત અગ્નિ ભીંજવે પણ છે અને પાણી બાળે પણ છે, તે મનફાવતા વિકલ્પો કરીને કુતર્કોના બળે પ્રતિવાદી વડે આવા પ્રકારનું કહેવાય છતે શું થાય છે ? તે ૯૪મી ગાથામાં જણાવે છે કે અત્ર-સ્વભાવવ્યતિરે અગ્નિ અને પાણીમાં આવા જે સ્વભાવ છે. તેમાં વાદી દ્વારા કહેવાયેલા અનુક્રમે દાહક અને કલેદક સ્વભાવો તે બેમાં છે કે પ્રતિવાદી દ્વારા કુતર્ક વડે કહેવાયેલા ઉપરોક્તથી વિરુદ્ધ અનુક્રમે કલેદક અને દાહક સ્વભાવ તે બેમાં છે? તેવા પ્રકારની સ્વભાવવાદની આ ચર્ચામાં યુવતતિ =આવા પ્રકારની મનગમતી ગોઠવેલી શુષ્ક તર્કવાદવાળી યુક્તિઓ માત્રથી શાપનાદિને કોશપાન વિના એટલે માતાપિતા-પ્રભુ કે ધર્મના સોગન આપીને દબાણથી મનાવવાની પ્રક્રિયા વિના જ્ઞાનોપાયો નાસ્તિયથાર્થ તત્ત્વજ્ઞાનનો આ કોઈ ઉપાય નથી, આવી વાજાળ માત્રથી કદાચ લોકવિરોધ શાન્ત કરી શકાય છે. સ્વભાવ ઇન્દ્રિયગોચર ન હોવાથી મન માનતું ન હોય તો પણ શુષ્કતર્કથી એકવાર લોક શાન્ત થઈ જાય છે. પરંતુ વસ્તુતત્વના પરમાર્થને જાણવાનો તે ઉપાય નથી. આ રીતે “સ્વભાવ એ જ છે ઉત્તર અન્ત જેને” તેને કુતર્ક કહેવાય છે. એ વાત ઉપરોક્ત અગ્નિ અને પાણીના ઉદાહરણથી સમજાવી. Page #372 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૪-૯૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૩૭. આ બાબતમાં કોઈક પ્રશ્ન કરે છે કે સ્વભાવ જ કાર્ય કરનાર છે. આવા કુતર્કના વિષયને સમજાવનારું બીજુ કોઈ દૃષ્ટાન્ત શું છે કે નહીં? તો તે વિષયમાં બીજું દૃષ્ટાન્ત પણ ગ્રંથકારશ્રી આપે છે કે દૂર રહેલો એવો પણ લોહચુંબક (અયસ્કાન્ત એટલે લોઢાને ખેંચનાર પત્થર વિશેષ) પોતાના કાર્યને કરનારો (લોઢાને ખેંચવા આદિ રૂપ પોતાના કાર્યને કરવાના સ્વભાવવાળો) જે દેખાય છે. તે પણ સ્વભાવની સિદ્ધિનું અન્ય ઉદાહરણ જ છે. કારણ કે – સતે લોહચુંબક વિપ્રણ પર્વ દૂર હોય તો જ લોહને ખેંચે છે. નજીકમાં હોય તો નહીં એમાં પણ સ્વભાવ જ કારણ છે. તથા નોમેવ ર તા પ્રાદિ લોહને જ ખેંચે છે પરંતુ તાંબુ આદિ અન્ય ધાતુઓને તે ખેંચતું નથી તેમાં પણ સ્વભાવ જ કારણ છે. તથા સર્પિત્યેવ ન વર્તથતિ =લોહને ખેંચે છે પરંતુ લોહને કાપી શકતું નથી. તેમાં પણ સ્વભાવ જ કારણ છે. તહિત્યમય રૂવ =તેથી જેમ આ લોહચુંબકનો આવી રીતે સર્વત્ર સ્વભાવ જ કારણ જણાય છે. તેની જેમ મચાવી નાં તથા સ્વમાવાને વેન વાધ્યતે ? અગ્નિ અને આદિ શબ્દથી પાણી આદિ દ્રવ્યોમાં પણ તેવા તેવા પ્રકારનો મૂલ રીતે અનુક્રમે દાહક અને કલેદક, પરંતુ જલ અને અગ્નિની સમીપતામાં તેનાથી વિપરીત અર્થાત્ અનુક્રમે કુલેદક તથા દાહક સ્વભાવોની કલ્પના કોઈ વાદી તથા પ્રતિવાદી દ્વારા કરાય તો તે કલ્પનાઓ કોના વડે રોકી શકાય છે? અર્થાત્ કોઈ વડે રોકી શકાતી નથી. એમ અહીં સમજવું. જ્યારે હૈયામાં મિથ્યાત્વના ઉદયની તીવ્રતા હોય અને તેના કારણે દૃષ્ટિ અવળી હોય ત્યારે પોતાની માનેલી વાતને યેન કેન પ્રકારેણ સિદ્ધ કરવા મનમાં આવા-આવા અનેક શાબ્દિક અને આર્થિક વિકલ્પો ઉઠે છે. આમ માનીએ તો શું વાંધો? આમ માનીએ તેમાં શું ફરક થઈ જાય છે? ઈત્યાદિ રીતે મનફાવતા વિકલ્પો થાય છે અને તેને સિદ્ધ કરવા આવા આવા કુતર્કોનો સહયોગ પણ મળી જાય છે. પૃથ્વી ઉપર દૃષ્ટાન્તોની કંઈ ઉણપ છે જ નહીં. મનની કલ્પના પ્રમાણે દૃષ્ટાન્ત જોડાવામાં આવે છે. તેથી પૃથ્વી ઉપર દૃષ્ટાન્ત પણ સુલભ થઈ જાય છે. દૃષ્ટાન્ત મળતાં કુતર્ક પોતાનો વિજય માની ઉન્માદમાં આવે છે. આ રીતે આ કુતર્ક આ જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આ જ વાત ગ્રંથકારશ્રી ૯૫મી ગાથામાં જણાવે છે. / ૯૩-૯૪ છે ૩૫સંદરન્નાદ-હવે આ વાતનો ઉપસંહાર કરતાં કહે છે કે दृष्टान्तमात्रं सर्वत्र, यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन, स्वनीत्यापोद्यते ह्ययम् ॥१५॥ ચો. ૨૨ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૫ ગાથાર્થ = જે કારણથી આ પૃથ્વી ઉપર સર્વ સ્થાને (ખંડનમાં કે મંડનમાં) આ રીતે દૃષ્ટાન્ત માત્રની પ્રાપ્તિ બહુ સુલભ છે. તેથી આ દૃષ્ટાન્નની “પ્રધાનતાવાળો” એવો આ કુતર્ક પોતાના ન્યાયથી કોના વડે રોકી શકાય? | ૯૫ | ટીકા -“EBત્તમત્ર' સાળે વસ્તુનિ ની પ્રતીતિવાધિ સર્વ'વિશUT “'-૩વતનીત્યા “સુત્રમ ક્ષિત' થિવ્યામ્ ! “તિwથાનોડ્ય'-ત, “નાપદ્યતે વાધ્યતે, ન નવિ, “વનતિવિત્યિર્થ.” III વિવેચન - વાદી અથવા પ્રતિવાદીને પોતાના હૃદયગત વિચારોને અનુસાર જે વસ્તુ જેમ સાધવી હોય તેને તેવું દૃષ્ટાન્તમાત્ર આ પૃથ્વી ઉપર પૂર્વે કહેલી રીતિનીતિ મુજબ સર્વસ્થાને સામાન્યપણે સુલભ છે. પછી ભલે તે લોક અને અનુભવથી વિરુદ્ધ હોય, પણ એકવાર પોતાના કદાગ્રહને પોષનારા અને કુતર્કને સિદ્ધ કરે એવાં દૃષ્ટાન્તોનો આ સંસારમાં કોઈ તોટો નથી. અર્થાત્ મનઃકલ્પિત અર્થને સાધે એવાં દૃષ્ટાન્તો આ સંસારમાં અવશ્ય મળી આવે જ છે. અને આ જીવ શોધી પણ લાવે જ છે. તેનાં થોડાક ઉદાહરણો ઉપર આપ્યાં જ છે અને હજુ ૯૬મી ગાથામાં પણ આવાં કુતર્કસાધક ઉદાહરણ ગ્રંથકાર આપે જ છે. તેથી આવા દૃષ્ટાન્તમાત્રની પ્રધાનતાવાળો, તેના ઉપર જ મહાન્ આધાર રાખનારો આ કુતર્ક કોના વડે જીતાય? અર્થાત્ કોઈ વડે ન જીતી શકાય તેવો આ કુતર્ક હોય છે. કારણ કે આ કુતર્કથી સિદ્ધ થતી વાત ભલે લોકદષ્ટિએ સર્વથા વિરુદ્ધ હોય, તથા પ્રત્યક્ષ જણાતા અનુભવથી (પ્રતીતિથી) પણ ભલે વિરુદ્ધ હોય તો પણ તાર્કિક રીતે રજુ કરાતી અને તેને સાધક દૃષ્ટાન્ત આપનારી પ્રતિવાદીની વાતને ગમે તેવો તર્કશિરોમણિ એવો વિદ્વાન્ વાદી પણ કેમ હુકરાવી શકે? કારણ કે વિદ્વાન એવા વાદીને પણ પોતાની માનેલી વાત (સુયોગ્ય એવા) તર્કથી અને દષ્ટાન્તથી જ સાધવાની હોય છે. એવી જ રીતે આ પ્રતિવાદીએ પણ તર્ક અને દૃષ્ટાન્તનો જ ઉપયોગ કર્યો છે. તેથી તેની સિદ્ધ થતી વાતને જો વાદી અસ્વીકાર્ય કરે તો તે જ રીતે પોતાની સાધ્ય-સાધવાની નીતિ-રીતિ પણ તેવી જ છે. તેની સાથે પણ વિરોધ આવે. તેથી આંખ સામે વિરોધ દેખાવા છતાં ચૂપ થયે જ છુટકો. કારણ કે વાદી હોય કે પ્રતિવાદી હોય, સુયોગ્ય તર્ક તથા સુયોગ્ય ઉદાહરણ આપનાર હોય કે કુતર્ક અને અનુચિત ઉદાહરણ આપનાર હોય, પરંતુ ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ જ એવી છે કે તર્ક અને ઉદાહરણથી જ સાધ્યસિદ્ધિ થાય. વાદીને પણ સ્વસાધ્ય સાધવાની નીતિ તર્ક અને ઉદાહરણ ઉપર જ નિર્ભર છે. તેથી જો તે Page #374 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૬ યોગદષ્ટિ સમુચ્ચય ૩૩૯ પ્રતિવાદીની તર્ક અને ઉદાહરણથી સિદ્ધ થતી વાતનો વિરોધ કરે તો તે જ રીતે પોતાના સાથને સાધતી વખતે ઉપયોગ કરાતા તર્ક અને ઉદાહરણવાળી નીતિનો પણ વિરોધ થવાનો પ્રસંગ આવે. માટે કેવળ તર્ક અને દષ્ટાન્તથી સાધ્ય સિદ્ધ થતું નથી પરંતુ લોકના અનુભવની અને આગમની પ્રમાણતા પણ માનવી જોઇએ. તેથી આવા કુતર્કોના પનારે કોઈ દિવસ પડવું નહીં. કુતર્ક એ મગજને ડોળનાર મલીનતા માત્ર જ છે. કુતર્કવાળા પ્રતિવાદીને કેવા કેવા કુત્સિત તર્કો મગજમાં સૂઝે છે? અને તેને સાધવા પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ કેવાં કેવાં દૃષ્ટાન્તો તે શોધી લાવે છે. તેના એક-બે નમુના ગ્રંથકારશ્રી આગળની ગાથામાં જણાવે છે. | ૯૫ll દૈવ દષ્ટાન્તમાદઃ અહીં કુતર્કનાં જ બીજાં દષ્ટાન્ત કહે છે. द्विचन्द्रस्वप्नविज्ञान-निदर्शनबलोत्थितः ।। निरालम्बनतां सर्वज्ञानानां साधयन् यथा ॥९६॥ ગાથાર્થ = બે ચંદ્રનું જ્ઞાન, અને સ્વપ્ન સંબંધી જ્ઞાન, ઇત્યાદિ દૃષ્ટાન્તના બળથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક સર્વ જ્ઞાન માત્રની નિરાલંબનતાને જે સાધે છે તે (કોના વડે) રોકાય? અર્થાત્ કોઇવડે રોકી શકાતો નથી. / ૯૬ ટીકા - ‘રિઝર્વનવિજ્ઞાનનિવસ્થિત” રૂત્તિ નિતનવાહર ખેતસામેથ્યપાત: “નિરાનિષ્ણતામાનqનશ્ચત” સર્વજ્ઞાનના''-મૃષિાનलादिगोचराणाम् अविशेषेण-सामान्येन "साधयन् यथा" केनापोद्यते ? ॥ ९६॥ વિવેચન -શુષ્ક તર્કવાદી બૌદ્ધનું કુતર્કના વિષયમાં અર્થક્રિયાકારિત્વની બાબતમાં એક દષ્ટાન્ત પહેલાં જણાવ્યું છે. હવે તેનું જ બીજું દૃષ્ટાન્ત ગ્રંથકારશ્રી સમજાવે છે. બૌદ્ધદર્શનના ચાર ભેદ છે. (૧) સૌત્રાન્તિક, (૨) વૈભાષિક, (૩) યોગાચાર અને (૪) માધ્યમિક. આ ચાર ભેદમાંથી ત્રીજા યોગાચારવાદીને જ્ઞાનવાદી પણ કહેવાય છે. તે ત્રીજા યોગાચારવાદી અર્થાત્ જ્ઞાનવાદીનું જ આ દષ્ટાન્ત છે. જ્ઞાનવાદીનું બીજું નામ જ્ઞાનાદ્વૈતવાદી પણ છે. તેમનો મત એવો છે કે આ સંસારમાં જ્ઞાન એ જ એક વાસ્તવિક વસ્તુ છે. પારમાર્થિક છે. સત્ય છે. જ્ઞાન વિના બીજા પ્રત્યક્ષ દેખાતા બધા જ પદાર્થો-ઘટ-પટ-પુરુષ-સ્ત્રી-ઘર-સુવર્ણ-રૂપું વગેરે પદાર્થો મિથ્યા છે. માત્ર આભાસ રૂપ છે. નજર સમક્ષ દેખાતી સર્વ વસ્તુઓ એ વસ્તુઓ જ નથી. અવાસ્તવિક છે. ભ્રમ માત્ર છે. તેમાં વસ્તુની કલ્પનામાત્ર છે. પરંતુ ઘટ-પટ જેવો પદાર્થ તે ભૂમિ ઉપર કંઈ Page #375 -------------------------------------------------------------------------- ________________ उ४० યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૬ છે જ નહીં. ઝાંઝવાના જળમાં જળ પદાર્થ વિના જેમ જળ જ્ઞાન માત્ર થાય છે. તેમ શેય વિના આત્મામાં પ્રગટ થતું જ્ઞાન-માત્ર જ પારમાર્થિક વસ્તુ છે. આવા પ્રકારનું જ્ઞાનાતવાદી બૌદ્ધનું માનવું છે. તેની સામે કોઈ વાદી કદાચ એવો પ્રશ્ન કરે છે કે અરે ભાઈ બૌદ્ધ ! ઘટ-પટાદિ પદાર્થો આંખ સામે પ્રત્યક્ષ સર્વ લોકોને અનુભવ સિદ્ધ છે. જલાધારાદિ અર્થક્રિયા પણ કરે છે. અને તેવા તેવા તે તે પદાર્થો માન્યા વિના તેઓનું જ્ઞાન થાય જ કેવી રીતે? શેય વિના જ્ઞાન કદાપિ ન થાય. કારણ કે આત્મામાં ઉત્પન્ન થતું જ્ઞાન શેયપદાર્થના આલંબનથી જ ઉત્પન્ન થાય છે. માટે આ સંસારમાં શેય હોય તો જ જ્ઞાન થતું જણાય છે. તેથી શેય કોઈ છે જ નહીં અને શેય વિના જ્ઞાનમાત્ર જ થાય છે. આ વાત યુક્તિસંગત કેમ કહેવાય? ત્યારે આ બૌદ્ધ કુતર્કના સહયોગથી આવો ઉત્તર આપે છે કે હે ભાઈ ! પદાર્થ ન હોવા છતાં પણ જ્ઞાન થઈ શકે છે. જ્ઞાન ઉત્પન્ન થવામાં શેય હોવું એ કંઇ જરૂરી નથી. જુઓ આંખના રોગીને એક ચંદ્રના સ્થાને બે ચંદ્ર દેખાય છે. હકીકતથી બે ચંદ્ર ન હોવા છતાં બે ચંદ્ર દેખાયાને ! તથા સ્વપ્નમાં માણસ જે વસ્તુ દેખે છે તે વસ્તુ ત્યાં નથી તો પણ દેખે છે ને! તથા ઝાંઝવાના જળમાં પાણી ન હોવા છતાં પાણી દેખાય છે ને! આ પ્રમાણે આ સંસારમાં જે કંઈ દેખાય છે. જણાય છે તે જ્ઞાનમાત્ર જ છે. ત્યાં તે પદાર્થ છે જ નહીં. શેયના આલંબન વિના જ્ઞાનમાત્ર જ થાય છે. (તેને જ નિરાલંબન જ્ઞાન કહેવાય છે.) આ પ્રમાણે દ્વિચંદ્રજ્ઞાન, સ્વપ્નજ્ઞાન અને મૃગતૃણિકા-જલજ્ઞાનનાં દૃષ્ટાન્તો રજુ કરીને તેના સહયોગથી સર્વે પણ જ્ઞાન આવાં જ હોય છે. અર્થાત્ નિરાલંબન જ હોય છે, એવું સિદ્ધ કરે છે કે જે પ્રત્યક્ષ-અનુભવ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ છે. આવું અસમંજસ બોલતો હોવા છતાં પણ તર્ક અને દૃષ્ટાન્તના સહયોગવાળો હોવાથી તે કુતર્કવાદી કોના વડે જીતાય? અર્થાત્ કોઈનાથી ન જીતાય, જ્યારે તેનું પોતાનું મિથ્યાત્વ મંદ પડે અને કુદષ્ટિને બદલે સુદૃષ્ટિ થાય ત્યારે તેને પોતાને પોતાની સદૃષ્ટિથી જ સમજાય કે પ્રથમ દૃષ્ટાન્તમાં આંખની અંદર રોગ છે માટે બે ચંદ્ર દેખાય છે. તેથી નિરોગીને થતું એક ચંદ્રનું જ્ઞાન કંઈ શેય વિનાનું ન કહેવાય. એવી જ રીતે સ્વપ્નજ્ઞાન-કે ઝાંઝવાના જલનું જ્ઞાન એ જમાત્મક જ્ઞાન છે. ભ્રમાત્મક જ્ઞાન મિથ્યા હોવાથી શેય વિના થાય, પરંતુ તેથી સર્વે યથાર્થજ્ઞાન પણ શેય વિનાનું જ છે એમ ન કહેવાય. તથા એક ચંદ્રનું કે બે ચંદ્રનું જ્ઞાન પણ જો સંસારમાં ચંદ્ર જ ન હોત તો તેના ઉલ્લેખવાળું જ્ઞાન જ કેમ થાત? તેવી જ રીતે સ્વપ્નમાં થતું જ્ઞાન કે ઝાંઝવાના જલમાં થતું જલજ્ઞાન પણ ત્યાં તે તે પદાર્થ અને Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૬-૯૭ જલ ન હોવાથી અવશ્ય ભ્રમાત્મક છે. પરંતુ સંસારમાં તે તે પદાર્થ કે જળ જો હોત જ નહીં તો તે પદાર્થના વિષયવાળું અને જળના વિષયવાળું ભ્રમાત્મક જ્ઞાન પણ કેમ થાત ? આકાશપુષ્પ કે રાસભશૃંગના ભ્રમવાળું જ્ઞાન કોઇને કેમ થતું નથી ? ઇત્યાદિ સુયોગ્ય તર્ક ત્યારે જ બેસે અને સમજાય કે જ્યારે પોતાની મિથ્યામતિ મંદ થઇ હોય તો. અન્યથા આવા કુતર્કવાળા વાદીઓ વાદમાત્ર વડે કોનાથી જીતી શકાય? અર્થાત્ કોઇ વ્યક્તિથી જીતી શકાતા નથી. સારાંશ કે દ્વિચંદ્રજ્ઞાન અને સ્વપ્નજ્ઞાનના દૃષ્ટાન્તના બળથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક (અહીં નિદર્શન એટલે ઉદાહરણ, એ ઉદાહરણના સામર્થ્યથી ઉત્પન્ન થયેલો આ કુતર્ક) સર્વ પ્રકારનાં જ્ઞાનોની નિરાલંબનતાને (આલંબન રહિતતા-જ્ઞેય વિના જ્ઞાનમાત્ર જ છે એમ) સાધતો, સર્વે પણ જ્ઞાનો ઝાંઝવાના જલજ્ઞાનની જેમ મિથ્યાવિષયવાળાં અર્થાત્ વિષય વિનાનાં જ છે એમ અવિશેષપણે સાધતો આ વાદી ખરેખર (પોતાના મિથ્યાત્વની મંદતા વિના) કોના વડે જીતી શકાય? કોઇ વડે જીતી શકાતો નથી. માટે આવા કુતર્કોથી ઘણા જ દૂર રહેવું. કુતર્કોથી તત્ત્વની સિદ્ધિ થતી નથી. ઉલટો ભ્રમમાત્ર જ થાય છે. કદાગ્રહી અને કુતર્કી જીવો પોતાની માનેલી વાતને જેમ તેમ કરીને મારી મચડીને ખોટાં દૃષ્ટાન્તો રજુ કરીને તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ ભદ્રિક ભાવવાળા જીવોની વચ્ચે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તેવા જીવો કદાગ્રહી, કુતર્કી અને મદાંધ હોવાથી કોઇનાથી ભલે જીતી શકાતા નથી. પરંતુ તેવા કુતર્કોથી સાચું તત્ત્વજ્ઞાન થતું નથી. વાદવિવાદમાં સમય માત્ર જ જાય છે. અને સામાન્ય જીવો સંદેહમાં પડે છે. એ જ વાત ગ્રંથકારશ્રી પોતે હવે કહે છે. ॥ ૯૬।। न चैवं तत्त्वसिद्धिरित्याह-—આવા પ્રકારના કુતર્કોથી વાસ્તવિક=પારમાર્થિક તત્ત્વની સિદ્ધિ થતી નથી. એમ ગ્રંથકારશ્રી જણાવે છે. सर्वं सर्वत्र चाप्नोति, यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके, तदनेन न किञ्चन ॥ ९७॥ = ગાથાર્થ જે કારણથી આવા કુતર્કથી સર્વ ઠેકાણે સર્વ વસ્તુ અસમંજસ (અતત્ત્વરૂપ) પણાને પામે છે અને લોકમાં પણ અનુભવની સાથે બાધા આવે છે. તે કારણથી આવા પ્રકારના આ કુતર્ક વડે કંઇ પ્રયોજન નથી. ॥ ૯૭॥ ટીકા -‘સ’-નિરવશેષ સાધ્યમિતિ પ્રમઃ, ‘‘સર્વત્ર -’’-સર્વત્રવ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૭ વનિ, “Iનતિ યWાવતર” “મHTT'પ્રિવેન, ““pdaસાયિત નો” તથાવિદિષ્ટમારસાર, “તન જ ફ્રિઝન' વતર્કંપ ૨૭ વિવેચન - આવા પ્રકારના આ કુતર્કથી સાચી પારમાર્થિક કોઇપણ જાતની તત્ત્વની સિદ્ધિ થતી નથી. અહીં સર્વ શબ્દથી સઘળું સાધ્ય એમ પ્રસંગ ઉપરથી અર્થ કરવો. તથા સર્વત્ર શબ્દનો “સર્વ પ્રકારની વસ્તુમાં” એવો અર્થ કરવો. જેથી આવા આવા કુતર્કોથી સર્વ પ્રકારની વસ્તુઓમાં સર્વ સાધ્ય સિદ્ધ થવાની આપત્તિ આવે તેવા પ્રકારના દૃષ્ટાન્ત માત્રનો આધાર છે જેને એવું અને સમસ્ત લોકમાં પ્રતીતિથી બાધિત (અર્થાત્ અનુભવથી સર્વથા વિરુદ્ધ) એવું અસમંજસ (અસ્તવ્યસ્ત) અતિવ્યાપ્તિ દોષવાળું ગમે તે સાધ્ય ગમે તે વસ્તુમાં સિદ્ધ થઈ જાય, જે લોકવિરુદ્ધ અને અનુભવવિરુદ્ધ હોવાથી આદરણીય નથી. જેમાં જે સ્વભાવ ન હોય તેમાં તે સ્વભાવ દૃષ્ટાન્તમાત્રના આધારે જો સિદ્ધ-કરાય તો ગમે ત્યાં ગમે તે સિદ્ધ થવાથી અતિવ્યાપ્તિ કહેવાય છે. આવું જે સિદ્ધ કરવું તે અનુચિત (અયોગ્ય) સિદ્ધ કર્યું કહેવાય છે. કુતર્ક અને દૃષ્ટાન્ત માત્રના બળથી લોકમાં જેનો પ્રત્યક્ષ બાધ હોય તેવું પણ સિદ્ધ કરી શકાય છે. તેથી આવા પ્રકારના અસમંજસકારી પ્રતીતિ વિરુદ્ધ એવા કુતર્ક વડે સર્યું. આવા કુતર્કો એ જ ન્યાયશાસ્ત્રમાં ૨૪ જાતિ રર નિગ્રહસ્થાન અને પાંચ હેત્વાભાસ આદિ કહેવાય છે. કુતર્કથી ખોટી રીતે સાધ્ય સિદ્ધ કરાય છે તેનાં કેટલાંક દષ્ટાન્તો. (૧) આત્મા તો શુદ્ધ-બુદ્ધ-કંચન અને સ્ફટિક જેવો નિર્મળ છે. તે તો કંઈ કરતો જ નથી. માત્ર જ્ઞાતા-દષ્ટા જ છે. શરીર જ કર્મ કરે છે. તેથી આત્માને શુદ્ધ કરવા ધર્મ કરવાની જરૂર શું છે? આત્મા મલીન જ નથી. (આ કુતર્ક છે) સિદ્ધ પરમાત્માનો જ આત્મા શુદ્ધ-બુદ્ધ-કંચન અને સ્ફટિક જેવો નિર્મળ છે. પણ સંસારી જીવ શુદ્ધ-બુદ્ધ નથી. સંસારી જીવ કર્મોની સાથે લોહાગ્નિની જેમ વ્યાપ્ત હોવાથી કષાયાદિનો કર્તા-ભોક્તા છે. તેથી કષાયાદિના કારણે કર્મોનો પણ કર્તા-ભોક્તા છે. શરીર એ કંઈ કર્મનું કર્તા નથી. જો શરીર કર્મનું કર્તા હોય તો મૃતકશરીરને પણ કર્મ લાગે, તેથી શરીર સાધન માત્ર છે. જીવ જ કર્મનો કર્તા-ભોક્તા છે. તેથી રાગાદિવાળો હોવાથી મલીન છે. પણ શુદ્ધ-બુદ્ધ નથી. (આ ઉત્તર છે.) (૨) સંયમ એટલે સર્વત્યાગ, તેનું જ નામ સર્વવિરતિ, તેથી સાધુને વસ્ત્ર-પાત્રઆદિ ઉપધિ કેમ રાખી શકાય? અને જો રાખે તો પરિગ્રહ કહેવાય અને સાધુતા નિષ્પરિગ્રહીને જ હોય. (આ કુતર્ક છે.) Page #378 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૭ યોગદષ્ટિ સમુચ્ચય ૩૪૩ (મૂછના ત્યાગને નિષ્પરિગ્રહતા કહેવાય છે. વસ્તુના ત્યાગને નિષ્પરિગ્રહતા કહેવાતી નથી. જો વસ્તુના ત્યાગને જ નિષ્પરિગ્રહતા કહીએ તો સાધુને આહાર અને પુસ્તકનો પણ સંપૂર્ણ ત્યાગ કરવો જ રહ્યો, શરીરશુદ્ધિ માટે રખાતું કમંડળ અને જયણા માટે રખાતી મોરપિંછીનો પણ ત્યાગ કરવો જ રહ્યો. જો ત્યાં અનિવાર્યતા હોવાથી રાખી શકાય એમ કહો તો વાસનાને રોકવા અને આહારાદિમાં જીવહિંસાને રોકવા વસ્ત્રપાત્ર પણ તેટલાં જ અનિવાર્ય છે.) (આ ઉત્તર છે.) (૩) તરસ્યા માણસને પાણી પાવાથી એક જીવ બચે, પરંતુ અસંખ્યની હિંસા થાય. તેથી જલદાન કરવું તે ધર્મનું કાર્ય નથી, પરંતુ પાપનું કાર્ય છે. પાણી પીને જીવેલો મનુષ્ય ભાવિમાં જે જે પાપ કરે તેમાં પણ આપણને અનુમતિનો દોષ લાગે, માટે આહાર અને જલદાન ન કરવું તે જ ઉચિત છે. (આ કુતર્ક છે.) (માણસ પંચેન્દ્રિય છે, અપ્લાય એકેન્દ્રિય છે. અસંખ્ય અપ્લાયની ચેતના કરતાં એક માણસની ચેતના અસંખ્યગણી અધિક છે. તથા જલદાન કરતાં હૃદયમાં કરુણા અને જલદાન ન કરતાં કઠોરતા હોય છે, જે અનુક્રમે ભાવાહિંસા અને ભાવહિંસા રૂપ છે. જલદાનથી જીવેલા મનુષ્યો જે પાપ કરે છે. તેમાં જો અનુમતિ લાગે તો સાધુને આહારદાન કરતાં, તેમના વડે પળાયેલી સાધુતાથી તેઓ ભાવિમાં દેવલોકમાં જાય, દેવાંગનાઓ સાથે વિષયસુખ ભોગવે તેથી સાધુને કરાયેલા આહારદાનમાં પણ પાપની અનુમતિનો દોષ લાગશે. માટે જલદાન ન કરવું એવો જે તર્ક છે તે કુતર્ક માત્ર જ છે) (આ ઉત્તર છે.) (૪) મરીચિના ભવમાં ઋષભદેવ પ્રભુએ કહેલું કે આ જીવ મહાવીર થશે. માટે જે કાળે જે થવાનું હોય છે તે બધું નક્કી જ છે. ધર્મ માટે પણ પુરુષાર્થ કરવાની કંઈ જરૂર જ નથી. ક્રમબદ્ધ પર્યાયો નિયત જ છે. ક્રમસર આવવાના જ છે. (આ કુતર્ક છે.) (કુતર્કવાદીનાં પત્ની કે પુત્રને એક્સીડટ થાય તો તેનો જીવવાનો કે મરવાનો જે પર્યાય નિયત હશે તે જ થશે, તેને દવાખાને લઈ જવાની કે સારવાર કરવાકરાવવાની શું જરૂર ? તેથી કેવલિની દૃષ્ટિએ પર્યાય જેમ નિયત છે તેમ પર્યાયનો ઉત્પાદક પુરુષાર્થ પણ અંદર છે જ, અને તે તે પુરુષાર્થ વડે જ તે તે પર્યાયની નિયતિ છે. વિના પુરુષાર્થ પર્યાયની નિયતિ પણ નથી.) (આ ઉત્તર છે.) આ પ્રમાણે કુતર્કવાદી પોતાના મનફાવતા અર્થને સાધવા ઉપરછલ્લી સમાનતાથી દૃષ્ટાન્ત લઈ આવે છે. અને તે તે દૃષ્ટાન્તના આધારે અનેક જાતના કુતર્કો કરે છે. તેનાથી વાસ્તવિક તત્ત્વ પ્રાપ્તિ થતી નથી. માત્ર વાદવિવાદમાં જ સમય જાય છે. તેથી Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૮ આત્માર્થી આત્માઓએ આવા પ્રકારના કુતર્કોથી અતિશય દૂર રહેવું. તેના પનારે પડવું નહીં. || ૯૭ | ત મિત્યદ–આવા પ્રકારના કુતર્કથી આવી દુર્બુદ્ધિ થાય છે, એટલે તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. તેથી પંડિત પુરુષોએ શું કરવું જોઇએ? તે સમજાવે છે. अतीन्द्रियार्थसिद्ध्यर्थं, यथाऽऽलोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य, न चासौ गोचरः क्वचित् ॥ ९८॥ ગાથાર્થ = યથાયોગ્ય રીતે વિચાર કરીને જ કાર્ય કરનારાઓનો પ્રયાસ હંમેશાં અતીન્દ્રિય અર્થો (ના જ્ઞાન)ની સિદ્ધિ માટે જ હોય છે. અને આ (અતીન્દ્રિય અર્થ) કદાપિ શુષ્ક તર્કનો વિષય બનતો નથી. || ૯૮ ટીકા -“મતક્રિયાસિદ્ધયર્થ'થિિસદ્ધયર્થનિત્ય ‘અથાત્રવિતરિક્ષાવતાં, “પ્રયા:પ્રવૃન્ફર્ષક, “શ્નતાધિતી,” ર રાસવિતક્રિોડ ” “જોવ” વિષય: “સ્વતિ '' | ૨૮ વિવેચન :- જે જ્ઞાની પુરુષો છે. પૂર્વાપર વિચાર કરીને કાર્ય કરનારા છે. પોતાના અને પરના આત્માનું કલ્યાણ કેમ થાય? અને અકલ્યાણ કેમ ટળે? તે માટે તત્ત્વજ્ઞાનના પૂર્ણ અર્થી છે. તેવા પ્રેક્ષવાનું પુરુષો ધર્માસ્તિકાયાદિ (ધર્મ-અધર્મ-આકાશકાલ અને જીવ આદિ) અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે, તથા તેના પારમાર્થિક સાચા સ્વરૂપને જાણવા માટે સદા પ્રયત્નશીલ હોય છે. દિન-પ્રતિદિન જ્યાં જ્યાં જે જે સાધન સામગ્રી મળે તેનાથી તેવા અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ અને તેના સ્વરૂપની જાણકારી માટે અતિશયપણે પ્રવૃત્તિનો ઉત્કર્ષ કરનારા જ હોય છે. પરંતુ આ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિય હોવાથી જ પૂર્વે સમજાવ્યા મુજબના શુષ્ક તર્કનો વિષય કદાપિ બનતા નથી. અતીન્દ્રિય પદાર્થો તે ઈન્દ્રિયગોચર થવાને યોગ્ય ન હોવાથી શુષ્ક તર્કોથી જાણી શકાતા નથી, પરંતુ “આગમ” શાસ્ત્રોથી જ જાણી શકાય છે. દેવ-નારકી-મહાવિદેહક્ષેત્ર અને મેરુપર્વત આદિ પદાર્થો દૂર ક્ષેત્રવર્તી હોવાથી આપણી ઇન્દ્રિયોથી અગોચર છે તો પણ “આગમવચનોથી” જાણી શકાય છે. તેવી જ રીતે ધર્મ-અધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થો અને તે પદાર્થોનું ગતિસહાયક આદિ લક્ષણ સ્વરૂપ અને સમસ્ત લોકવ્યાપિત્વ તથા વર્ણ-ગંધાદિથી રહિતપણું ઇત્યાદિ સાચું વાસ્તવિક સ્વરૂપ પણ શુષ્ક તર્કોથી જાણી શકાતું નથી પરંતુ સર્વદોષ રહિત, ત્રિકાલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા કથિત એવા “આગમવચનોથી” જ જાણી શકાય છે. માટે ઉત્તમ આત્માઓએ Page #380 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૯૯. યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૪૫ આવા શુષ્ક તર્કોને તિલાંજલિ જ આપવી જોઈએ. કારણ કે શુષ્ક તર્કો આત્માનું અહિત જ કરનારા છે. સંમોહ ઉત્પન્ન કરનારા છે. વ્યામૂઢ કરનારા છે. માટે પ્રાણઘાતક સર્પસિંહ અને વ્યાઘાદિથી જેમ દૂર જ રહેવાય છે. તેમ ભાવપ્રાણઘાતક એવા આવા પ્રકારના કુતર્કોથી આત્મ-હિતેચ્છુ જીવોએ દૂર રહેવું એ જ કલ્યાણ-કારક છે. આગમવચનોથી અતીન્દ્રિય પદાર્થો જણાય છે. જેણે પૂર્ણજ્ઞાન દ્વારા જે પદાર્થો યથાતથ્યપણે બરાબર જોયા છે, જાણ્યા છે. પ્રકાશ્યા છે. અને વાચાથી સમજાવી શકાય તેટલી રીતે સમજાવ્યા છે તેવા સર્વજ્ઞ, વીતરાગ, પૂર્ણનિર્દોષ, સુરાસુરસેવિત તીર્થંકર પરમાત્માની વાણી જ (તેમાંથી રચાયેલાં આગમ જ) અતીન્દ્રિય અર્થોને સમજાવવામાં ઉપકારી છે. આ જ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ૯૯મી ગાથામાં વધારે સ્પષ્ટપણે જણાવે છે. | ૯૮. गोचरस्त्वागमस्यैव, ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादि-संवाद्यागमदर्शनात् ॥ ९९॥ ગાથાર્થ = આ અતીન્દ્રિય પદાર્થો આગમનો જ વિષય છે. કારણ કે આગમથી જ તે અતીન્દ્રિય વિષયની ઉપલબ્ધિ થાય છે. ચંદ્ર-સૂર્યનાં ગ્રહણ આદિ અતીન્દ્રિય અર્થોને સંવાદન કરનાર (યથાર્થપણે કહેનાર લૌકિક) આગમ (આ કાળે પણ) દેખાય જ છે. | ૯૯I ટીકા -“વરસ્તુ,” જોવર: પુન:, “મમર્ચનતિકિયોડર્થ” | કૃત રૂાદ-‘તતસ્તદુપત્નશ્વિતઃ'. મામતિક્રિયાપત્નશ્વિતઃ | તિવાદ"चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात्", लौकिकोऽयमर्थ इति भावनीयम् ॥१९॥ વિવેચન -ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, આત્મા અને કાળ ઇત્યાદિ અતીન્દ્રિય પદાર્થો એ આગમમાત્રનો જ વિષય છે. કારણ કે તતડકતે આગમવચનોથી જ તદુપત્નશ્ચિત:= તે અતીન્દ્રિય પદાર્થોની ઉપલબ્ધિ થાય છે. જે પુરુષ જે વિષયમાં નિષ્ણાત હોય, પૂર્ણ અનુભવી હોય, પૂર્વાપર સંકલનાયુક્ત જ્ઞાન જેણે મેળવ્યું હોય, તે જ પુરુષ તે વિષયમાં વિશ્વસનીય ગણાય છે. વગર વિચાર કરે તેની વાત માની લેવામાં જ આવે છે. જાપાન-અમેરિકા કે યુરોપ દેશમાં જઈને આવેલા નજરોનજરે નિહાળીને આવેલા પુરુષો તે દેશનું જે વર્ણન કરે છે. તે વર્ણન બુદ્ધિથી કદાચ ન બેસે તેવું હોય તો પણ માની લેવામાં જ આવે છે. કોઈપણ જાતનો તર્ક ત્યાં કરવામાં આવતો નથી. જેમ કે આ દેશોમાં જોઇને Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૯૯ આવેલો પુરુષ કહે છે કે “તે દેશોમાં પચ્ચીસ માઈલ લાંબી એવી દરિયાના પાણીની નીચે મોટર અને ટ્રેન ચાલે તેવી સળંગ કેનાલ બનાવી છે.” સામાન્યથી આ વાત બુદ્ધિમાં ઉતરે તેવી નથી. કારણ કે ઉપર દરિયાનું અપાર પાણી ઉછળ્યા જ કરતું હોય, અગાધ ઊંડાણ હોય, તેની નીચે આટલી લાંબી અને ટ્રેન-મોટર આવન-જાવન કરી શકે તેવી ચાર-ચાર લાઈનવાળી કેનાલ નદી અને સમુદ્ર નીચે બનાવવી એ મનુષ્યમાત્રથી શકય જ નથી એમ બુદ્ધિમાં થયા જ કરે, પરંતુ પ્રત્યક્ષ જેણે નિહાળી છે, તેમાંથી પસાર થઈને જેણે આ કેનાલ માણી છે. તેની વાત કેમ હુકરાવી શકાય? અલ્પ પણ તર્ક કર્યા વિના માની જ લેવામાં આવે છે. એવી જ રીતે ત્રણે જગતના ત્રણે કાલના સર્વદ્રવ્યોના સર્વે પર્યાયો જેણે સાક્ષાત્કાર કર્યા છે. અને અસત્યભાષણનાં કારણો ભય-રાગ-દ્વેષ-અજ્ઞાન આદિ જેમનાં સર્વથા નષ્ટ થયાં છે તેથી જે નિયમો યથાર્થવાદી જ છે. તેવા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચનથી જ અતીન્દ્રિય પદાર્થો જણાય છે. કારણ કે તેમણે તે પદાર્થો સાક્ષાત્ દેખ્યા છે. તથા જે યથાર્થ જાણે છે. અને યથાર્થ જ કહે છે તે જ આમ કહેવાય છે. તેવા આપ્તપુરુષનું વચન અને તેવા આતવચનોથી થયેલો જે અર્થબોધ તેને આગમ પ્રમાણ કહેવાય છે. પૂ. વાદિદેવસૂરિજી મહારાજે “પ્રમાણનયતત્તાલોક”માં કહ્યું છે કે आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥४-१॥ उपचारादाप्तवचनं च | ૪-૨ अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते ॥ यथाज्ञातं चाभिधत्ते स आप्तः ॥४-४॥ જે જે પદાર્થો ઇન્દ્રિયોથી અગોચર હોય છે તે તે પદાર્થોના જ્ઞાનમાં “આતાવાણી જ ઉપકારી” છે. તે વિષય ઉપર સુપ્રસિદ્ધ એવું એક લૌકિક ઉદાહરણ ગ્રંથકારશ્રી સમજાવે છે કે ભાવિમાં આવનારું ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણ કોઈપણ વર્તમાન પુરુષને ઇન્દ્રિયગોચર નથી. છતાં જ્યોતિષના વિષયને કહેનારા લૌકિક આત પુરુષોના વચનરૂપ આગમથી આ કાળે પણ આ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કઈ તિથિએ થશે? કયા સમયે ૧. બે પ્રકારના રાહુ હોય છે. નિત્યરાહુ અને પર્વરાહુ. તેમાંથી પર્વરાહુ ચંદ્રની નીચે આવે તે ચંદ્રગ્રહણ અને તે જ પર્વરાહુ સૂર્યની નીચે આવે તે સૂર્યગ્રહણ. શાસ્ત્રમાં તે બન્નેને અનુક્રમે ચંદ્રોપરાગ અને સૂર્યોપરાગ કહેવાય છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૪૭ થશે? કેટલો સમય ચાલશે? અર્ધગ્રહણ થશે કે ચોથા ભાગનું ગ્રહણ થશે? ઇત્યાદિ અબાધિતપણે કહેવાય જ છે. અને ભાવિમાં તે જ પ્રમાણે ગ્રહણ દેખાય પણ છે. હવે જો છદ્મસ્થ અને લૌકિક આપ્તપુરુષના શ્રુતજ્ઞાનમાત્રથી થનારું આગમવચન પણ જો આટલું બધું સત્ય હોઈ શકે છે તો સર્વદોષરહિત, વીતરાગ, ત્રિકાલજ્ઞાની, પરમાત્મા તીર્થકરદેવનું આગમવચન સર્વથા અબાધિત સંપૂર્ણ સત્ય કેમ ન હોઈ શકે? માટે આગમવચનથી જ અતીન્દ્રિય પદાર્થો જણાય છે. શુષ્ક તર્કો કરવાથી નહીં. માટે આત્માર્થી મુમુક્ષુ જીવોએ પરમકલ્યાણકારી સર્વહિતકારક એવું સર્વજ્ઞ પરમાત્માનું “આગમવચન” જ શ્રદ્ધેય માનવું. તેનાથી જ અતીન્દ્રિય પદાર્થોની યથાર્થ રુચિ-જ્ઞપ્તિ કરવી. આડા-અવળા ડાફોળીયાં મારવાં નહીં. || ૯૯ || ૩૫સંદરન્નાઈ-હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે एतत्प्रधानः सच्छाद्धः, शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानांस्तथा चाह महामतिः ॥ १००॥ ગાથાર્થ = આ આગમની પ્રધાનતાવાળો બોધ છે જેને એવો ઉત્તમ શ્રદ્ધાયુક્ત શીલગુણસહિત અને યોગદશામાં તત્પર એવો જે પુરુષ હોય છે તે અતીન્દ્રિય અર્થોને પણ જાણે છે. મહામતિવાળા (પતંજલી આદિ) અન્ય દર્શનકારો પણ આ પ્રમાણે જ કહે છે. ૧૦૦ || ટીકા “તિપ્રથાન:”ત્યામપ્રથા, “સંસ્કૃદ્ધિ પ્રાજ્ઞ, નવનિ'' પરોવિતિમાનું, “રોતર'સતા તમયુવત:, વિમૂત: સત્ “નાનાત્રિતક્રિયાનથન'થલીન્ ! “તથા રહિ મઠ્ઠામતિ ” પતતિઃ ૨૦૦ | વિવેચન :- અતીન્દ્રિય અર્થોને જાણવામાં “આગમવચન જ” અત્યન્ત ઉપકારી છે. એમ ઉપરની ગાથામાં કહેવામાં આવ્યું. તે આગમવચન જ છે પ્રધાન જેને એવો જીવ અતીન્દ્રિય અર્થોને જાણે છે. કારણ કે આગમ એ “આતવચન” છે. “સર્વજ્ઞવચન” છે. નિર્દોષપુરુષથી પ્રણીત વચન છે. તેથી જ પૂર્વાપર અવિરુદ્ધ વચન છે. જે જીવના મનમાં આવા પ્રકારના નિર્દોષ પુરુષ પ્રણીત આગમવચનની પ્રધાનતા છે તેવો તથા સમ્યમ્ શ્રદ્ધાવાળો, શીલગુણવાળો અને યોગદશામાં તત્પર ઇત્યાદિ ગુણોવાળો જીવ જ અતીન્દ્રિય અર્થોને જાણી શકે છે. સંસ્કૃદ્ધિ એટલે કે સત્ શ્રાદ્ધ સમ્યગૂ શ્રદ્ધાવાળો એટલે કે જે વીતરાગ અને સર્વજ્ઞ ભગવાન છે. તેમનું જ વચન નિર્દોષ હોય છે. તથા જે વીતરાગ સર્વજ્ઞ Page #383 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૪૮ હોય છે. તેમનું વચન નિર્દોષ જ હોય છે. એમ બન્ને પ્રકારની નિશ્ચિત શ્રદ્ધાયુક્ત જે પુરુષ તે સન્ધ્રાદ્ધઃ કહેવાય છે. કારણ કે અસત્યભાષણનાં જે જે કારણો હાસ્યભય-અજ્ઞાન આદિ છે તે તે કારણો વીતરાગ સર્વજ્ઞ પરમાત્મામાં અંશતઃ પણ હોતાં નથી. આવી પરમ શ્રદ્ધાવાળો જે પુરુષ તે સમ્યગ્ શ્રાદ્ધ કહેવાય છે. મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષયોપશમાદિ થવાથી જ આવી સમ્યગ્ શ્રદ્ધા આ જીવને પ્રગટ થાય છે. સમ્યગ્ શ્રદ્ધાના કારણે સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે અતિશય વિશ્વાસ-પ્રેમ અને હાર્દિક સાવ તથા બહુમાન પ્રગટે છે. તેને જ પ્રજ્ઞ કહેવાય છે. પ્રજ્ઞાવાળો, બુદ્ધિવાળો, સાચો પુરુષ તે જ છે. કારણ કે જે પુરુષ પોતાના કદાગ્રહથી અતીન્દ્રિય ભાવોને ઇન્દ્રિયગોચર કરવા જાય છે. અને આડા અવળા મન ફાવતા તર્કો લગાવે છે તે પુરુષ “ખાડા ટેકરાવાળા રસ્તાને પણ ભ્રમથી રોડ રસ્તો માની દોડે છે. અને પડે છે. તથા હાડકાં ભાંગે છે” તેની જેમ બહુ બુદ્ધિ હોય તો પણ તે વિપરીત હોવાથી બુદ્ધ વિનાનો-અપ્રાજ્ઞ જ કહેવાય છે. તેથી જ ગ્રંથકારે અતીન્દ્રિય પદાર્થોને અતીન્દ્રિય જ છે એમ સમજી સર્વજ્ઞ ઉપર પરમ શ્રદ્ધાવાળાને જ ‘પ્રાપ્ત'' કહ્યો છે. શીલવા=શીયલ ગુણવાળો, અહીં શીલગુણનો અર્થ “પરદ્રોહરહિત” એવો જાણવો. પરની દ્રવ્ય અને ભાવ સંપત્તિ જોઇને જે બળતો નથી. ઇર્ષ્યા કરતો નથી. અદેખાઇ કે દાઝ જેના હૃદયમાં સ્ફુરાયમાન થતી નથી. પરંતુ પરની સંપત્તિ જોઇને જેને પ્રમોદભાવ પ્રગટે છે. તેવા જીવને જ અતીન્દ્રિય પદાર્થો આગમથી સમજાય છે. કારણ કે આગમને કહેનારા તીર્થંકર દેવો પ્રત્યે અને આગમને રચનાર ગણધર ભગવંતો પ્રત્યે તથા આગમના આધારે ભવ્યજીવોના હિત માટે અંગબાહ્ય શ્રુત રચનારા આચાર્યાદિ ગુરુ ભગવંતો પ્રત્યે આ જીવોને અમાપ પ્રમોદભાવ હોય છે આ તીર્થંકરાદિ જ દિવ્યજ્ઞાનવાળા અને સંપૂર્ણ યથાર્થવાદવાળા છે. એવો હૃદયમાં ઉછળતો અપરિમિત પ્રમોદ જેને છે. તેવા, તથા ૫૨ પ્રત્યેના અલ્પ પણ દ્રોહ વિનાના પુરુષો જ તેમના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાવાળા થઇ શકે છે અને તેનાથી જ અતીન્દ્રિય અર્થોને જાણી શકે છે. ગાથા : ૧૦૦ યોગતત્વર:=આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, મોક્ષનું યુંજન જ્યાં થાય તે યોગ, તેવા પ્રકારની ઉંચી ઉંચી યોગદશામાં તત્પર, હંમેશાં યોગમાં જ અભિયુક્ત થયેલા એવા આત્માઓ આગમવચનના આધારે અતીન્દ્રિય અર્થોને જાણે છે. અહીં યોગ એટલે મોહનીય કર્મનો અધિક અધિક ક્ષયોપશમભાવ સમજવો, જેનો મોહ મંદ થયો છે. વિપરીત બુદ્ધિ અને સંસારસુખની રસિકતા જેની અતિશય મંદ થઇ ગઇ છે અને જેનો વૈરાગ્યભાવ તીવ્રાતિતીવ્ર બન્યો છે તે જ આત્મા યોગતત્પર” કહેવાય છે અને તેને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે અદ્વિતીય પરમ રુચિ થાય છે. તેથી તેમનાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૦-૧૦૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૪૯ આગમવચનો દ્વારા અતીન્દ્રિય અર્થને તેઓ જાણે છે. તથા આવા પ્રકારના મહાત્માઓમાં યોગદશાના પ્રભાવથી જ એવું દિવ્યજ્ઞાન (જેની સામાન્ય માણસથી કલ્પના પણ કરી ન શકાય તેવું જ્ઞાન) પ્રગટ થાય છે. અને તેનાથી અતીન્દ્રિય ભાવોને પણ તે જાણી શકે છે. આગમની જેના મનમાં પ્રધાનતા છે, તે જ સાચો શ્રદ્ધાવાળો પુરુષ કહેવાય છે. આપમતિવાળો પુરુષ સભ્યશ્રદ્ધાયુક્ત કહેવાતો નથી. તથા સભ્યશ્રદ્ધાવાળાને જ પરદ્રોહરહિતતા આવે છે. વીતરાગ પરમાત્મામાં અપાર શ્રદ્ધાના કારણે તેઓની ગુણસંપત્તિ પ્રત્યે બહુમાન અને સદ્ભાવ જ ઉપજે છે કદાપિ હૃદયમાં દ્રોહ થતો નથી, તથા આવી શ્રદ્ધા અને શીલગુણના કારણે જ દિન-પ્રતિદિન મોહનીયકર્મનો ક્ષયોપશમ વધતો જ જાય છે. એ જ યોગતત્પરતા કહેવાય છે. આમ આ ચારે ગુણોનો પરસ્પર કારણ-કાર્ય ભાવ છે. આવા ચાર ગુણોવાળો આત્મા અતીન્દ્રિય અર્થોને પણ જાણે છે. ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય પદાર્થો આ પ્રમાણે આગમવચનથી જ જણાય છે. અમે (જૈનદર્શનના અનુયાયી) મુનિઓ જ આ પ્રમાણે કહીએ છીએ એમ નહીં. પરંતુ જૈનેતર દર્શનમાં થયેલા સાચા યોગી મહાત્માઓ પણ આ જ પ્રમાણે જણાવે છે. તેની સાક્ષી આપતાં (જેમના હૃદયમાં પરદર્શનગત યોગીપુરુષો પ્રત્યે પણ યોગદશાના પ્રેમને લીધે અતિશય બહુમાન છે તેવા) ગ્રંથકાર મહર્ષિ પતંજલિ ઋષિની - સાક્ષી આપે છે. અને તે પણ “મહામતિ” શબ્દ વિશેષણ રૂપે લખીને જણાવે છે. જેમ ધનનો પ્રેમ ધનવાન્ ઉપર બહુમાન કરાવે, રૂપનો પ્રેમ રૂપવાનું પ્રત્યે બહુમાન કરાવે, જ્ઞાનનો પ્રેમ જ્ઞાની પ્રત્યે બહુમાન કરાવે, ચારિત્રનો પ્રેમ ચારિત્રવાનું પ્રત્યે બહુમાન કરાવે. એ જ ન્યાયે ગ્રંથકાર પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિજી મ.ના હૃદયમાં રહેલો યોગનો અતિશય પ્રેમ અન્ય દર્શનકારના યોગીઓ પ્રત્યે પણ અતિશય બહુમાન કરાવે છે આ પરદ્રોહરહિત શીલગુણ સૂચવે છે. ./૧૦૦ની વિમિત્યદિપતંજલિ ઋષિએ શું કહ્યું છે તે જણાવે છે आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ॥ १०१॥ ગાથાર્થ = આગમ, અનુમાન, અને યોગદશાના અભ્યાસની રસિકતા એમ ત્રણ પ્રકારે બુદ્ધિને મુંજતો પુરુષ ઉત્તમ (અવર્ણનીય) તત્ત્વને પામે છે. તે ૧૦૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૧ ટકા -“મામૈનાતવરને’ નક્ષત્ર, “અનુમાન” ત્રિન્જિલિજ્ઞાનરૂપે, “જાણ્યાન ” વિદિતાનુષ્ઠાનાત્મન, “રિયા પ્રમ્પયન પ્રજ્ઞાमुक्तक्रमेणैव," अन्यथा हि प्रवृत्त्यसिद्धेः, किमित्याह-“लभते तत्त्वमुत्तमं" पापसम्मोहनिवृत्त्या श्रुतादिभेदेन ॥ १०१॥ વિવેચન - શ્રી પતંજલિ ઋષિ તેમના શાસ્ત્રમાં આ પ્રમાણે કહે છે કે-“આગમ દ્વારા, અનુમાનદ્વારા અને યોગાભ્યાસના રસ દ્વારા પોતાની બુદ્ધિનું મુંજન કરનારા આત્માઓને પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. પરમતત્ત્વની પ્રાપ્તિના આ જ ત્રણ ઉપાયો છે.” (૧) આગમ એટલે આપ્તવચન, જેઓએ ઉત્તમ તત્ત્વ સાક્ષાત્ જોયું છે. જે વસ્તુ જેમ છે તેમ સંપૂર્ણપણે યથાતથ્યપણે જેણે તે વસ્તુ જાણી છે, માણી છે, અનુભવી છે, એવા સાક્ષાદ્રષ્ટા સર્વથા નિર્દોષ અને સર્વજ્ઞ, એવા વીતરાગ પરમાત્માના મુખારવિંદમાંથી ઉદ્ભવેલી જે વાણી તે “આગમવચન” છે. છદ્મસ્થ આત્માઓ સાવરણ હોવાથી આવા અતીન્દ્રિય પદાર્થોને જોઈ-જાણી શકતા નથી. તેથી તેઓએ આવા પ્રકારના ઉત્તમોત્તમ રસાયણ સમાન ભગવંતના વચનામૃતમાં જ પોતાની બુદ્ધિને જોડવી જોઇએ, બુદ્ધિનું નિયોજન આપવચનમાં જ કરવું જોઇએ. જ્યાં જ્યાં આપણી દૃષ્ટિ ન પહોંચે ત્યાં ત્યાં જેની દૃષ્ટિ પહોંચી છે તેની આંગળીએ ચાલવું એ જ હિતકારી પરમ શ્રેષ્ઠ માર્ગ છે. માટે પોતાની બુદ્ધિને કુતર્કમાં-કદાગ્રહમાં કે કુત્સિતપુરુષોના સંગમાં, ન જોડતાં સર્વજ્ઞ પરમાત્માના આગમવચનની સાથે જ સંસ્કારિત કરવી. ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિનો આ સૌથી “પ્રથમ ઉપાય” છે. (૨) ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિનો બીજો ઉપાય “અનુમાન” છે. લિંગ અને લિંગી રૂપે થતું જે જ્ઞાન તે અનુમાન કહેવાય છે. લિંગ એટલે કેતુ-સાધન અને લિંગી એટલે સાધ્ય, એમ અવ્યભિચારી સાધ્ય-સાધનદાવથી પણ ઉત્તમ તત્ત્વ જણાય છે. કોઈ પણ જાતના પક્ષપાત વિના અને કદાગ્રહ વિના ઈષ્ટ સાધ્યને સાધક એવા અવ્યભિચારી નિર્દોષ હેતુની સાથે બુદ્ધિ જોડવી. તેને અનુમાન કહેવાય છે. આગમશાસ્ત્રને શ્રદ્ધાપૂર્વક બુદ્ધિમાં સ્થાપીને તત્કથિત ભાવોને યથાતથ્યપણે જાણવા. સુયુક્તિઓમાં બુદ્ધિનો પ્રયોગ કરવો. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અંતરંગ હૈયાનો દ્વેષ-દુર્ભાવ કે અપ્રીતિ રાખ્યા વિના તથા ખોટો પક્ષ કે આગ્રહ રાખ્યા વિના શુદ્ધ હૃદયથી નિષ્કપટભાવે સાધ્યને સમજવા અને સમજાવવા સારી સારી નિર્દોષ યુક્તિઓ જોડવી. અને ઉત્તમ તત્સાધક ઉદાહરણો પ્રાપ્ત કરવાં. તેમાં સમ્યક્ પ્રકારે મતિને પ્રયુંજવી (સંસ્કારિત કરવી) તે અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો અને ઉત્તમ રસાયણતુલ્ય તત્ત્વપ્રાપ્તિનો “બીજો ઉપાય” છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ગાથા : ૧૦૧ યોગદૃષ્ટિ સમુચ્ચય (૩) અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનો અને ઉત્તમતત્ત્વની પ્રાપ્તિનો ત્રીજો ઉપાય “યોગાભ્યાસરસ” છે. મોહનીયકર્મની મંદતા કેમ થાય? અને તેનો ક્ષયોપશમ કેમ વધે? તે માટે શાસ્ત્રોમાં કહેલ જે યોગ-ધાર્મિક અનુષ્ઠાનો (દશવિધ યતિધર્માદિ), તેનો ગ્યા =વારંવાર સેવન, તે અનુષ્ઠાનોનું વારંવાર સેવન કરવાથી જીવનમાં તેને સાક્ષાત્કાર કરવાનો જે રસ આનંદ, તેના વડે પણ આ ઉત્તમ તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. સતત યોગનાં અનુષ્ઠાનોના સેવનથી દિન-પ્રતિદિન જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મ અધિક અધિક ક્ષયોપશમભાવને પામે છે. પ્રાપ્ત થયેલી વીર્યશક્તિનો આ ધર્માચરણમાં જ વધુ પ્રયોગ કરવાથી વીર્યાન્તરાય પણ ક્ષણપ્રાય: થતું જાય છે. એમ થતાં જ્ઞાનપ્રાપ્તિમાં ઇન્દ્રિયો અધિક શક્તિમાન્ બને છે. દિવ્ય એવી ૨૮ લબ્ધિઓ આદિ પણ પ્રાપ્ત થાય છે. યોગના પ્રભાવથી જીવનમાં અનેક ચમત્કારો સર્જાય છે. તેનાથી જ્ઞાનધ્યાન-સંયમ અને તપનું બળ વધતાં અતીન્દ્રિયભાવો પણ દેખાય છે. અને પારમાર્થિક તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આગમ, અનુમાન, અને યોગાભ્યાસ આ ત્રણેમાં ઉપરોક્ત ક્રમ પ્રમાણે બુદ્ધિને સંસ્કારિત કરતો જીવ જ આ તત્ત્વ પામી શકે છે. સૌથી પ્રથમ “આપવચન” પૂર્ણતયા માન્ય અને શ્રદ્ધેય જોઇએ. તેને અનુસારે જ અનુમાનની પ્રવૃત્તિ થવી જોઇએ, કપોલકલ્પિત કલ્પનાના અનુસારે બુદ્ધિના ઘોડા દોડાવાય નહીં. આગમાનુસારી સુયોગ્ય તર્ક યુક્ત અનુમાન સમ્યગૂ જ્ઞાનપ્રાપ્તિનું કારણ બને છે. આગમ અને અનુમાનથી જાણેલું અને માનેલું અને તેથી જ પૂર્ણ શ્રદ્ધાપૂર્વક હૈયામાં સ્થાપિત કરેલું આ તત્ત્વ જ્યારે અનુષ્ઠાનો દ્વારા આચરણારૂપ બને છે. અનુભવાત્મક બને છે. આ આત્મા તે અનુષ્ઠાનને આચરતો છતો તદ્દરૂપ જ્યારે બની જાય છે ત્યારે તો તે તત્ત્વ આત્મ-અનુભવથી જ સાક્ષાત્કાર થાય છે. એમ ક્રમ પ્રમાણે આ ત્રણ ઉપાયો તત્ત્વપ્રાપ્તિના છે. અન્યથા તત્ત્વની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિ સંભવી શક્તી નથી. લોકોને પ્રવૃત્તિ મનમાની કરવી હોય તો થઈ શકે છે પરંતુ તેવી પ્રવૃત્તિથી “આત્મહિત” થવા રૂપ ફળપ્રાપ્તિ થતી નથી. જો આગમ-અનુમાન અને યોગાભ્યાસ પૂર્વક બુદ્ધિને સંસ્કારિત કરવામાં આવે તો પાપિષ્ઠ (મહાપાપી-ભયંકર) એવો જે સમ્મોહ (મૂઢતા-અજ્ઞાનતા) છે તેની નિવૃત્તિ થવા દ્વારા અપૂર્વ એવા શ્રુતજ્ઞાન અને આદિ શબ્દથી ચિંતાજ્ઞાન તથા ભાવનાજ્ઞાન રૂપ ત્રણ ભેદો વડે આ જીવ પરમ તત્ત્વને પામે છે. અહીં મોદ શબ્દ ન લખતાં સમ્પોદ શબ્દ લખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે તીવ્રમોહ-ગાઢમોહ સમજવો કે જે મુંઝવવા તરીકેનું કામ કરવામાં સભ્ય શ્રેષ્ઠ જરા પણ પાછો ન પડે તેવો જે મોહ તે તીવ્રમોહને સમ્મોહ કહેવાય છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૧-૧૦૨ આત્માની સમ્યમ્ બુદ્ધિને તે વિપરીત કરવાના વિશિષ્ઠ બળવાળો હોવાથી પાપિષ્ટ છે. દુર્જય છે. આત્માના અકલ્યાણ કરનાર છે. તેવા પ્રકારના પાપિષ્ઠ એવા સમ્મોહની (તીવ્રમોહની) નિવૃત્તિ થવા વડે આત્મામાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનાદિ ત્રિવિધ જ્ઞાન વડે આ ઉત્તમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. મોહ મંદ થવાથી વીતરાગ પરમાત્માની વાણીમય દ્વાદશાંગીનું તથા તેના ઉપર રચાયેલા અનેક સૂત્રો-ચૂર્ણિ-ભાષ્યો અને ટીકાગ્રંથોનું સૂક્ષ્માતિસૂક્ષ્મ આગમજ્ઞાન આ જીવને પ્રાપ્ત થાય છે. તથા આવા પ્રકારની શ્રુતજ્ઞાનની પરમ આરાધના કરતાં યથાતથ્યપણે સમ્યક્ પ્રકારે તત્ત્વબોધ થાય છે. આ જ અતિશય ઉત્તમ તત્ત્વ છે. માટે કુતર્ક-અભિમાન અને કદાગ્રહનો ત્યાગ કરીને સર્વજ્ઞ પરમાત્મા વડે ભાષિત એવા આગમવચન ઉપર અત્યન્ત શ્રદ્ધા કરવી. માનવ જીવનની તેમાં જ સાચી સાર્થક્તા છે. સર્વજ્ઞ પરમાત્માનું વચન કદાપિ દ્વિધા (પરસ્પર વિરોધી) કે અસંગત હોતું જ નથી. નામ માત્રથી ઋષભદેવ-અજિતનાથ સંભવનાથ આદિ ભલે ભિન્ન-ભિન્ન વ્યક્તિ હોય. તથાપિ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાલ, અને સર્વ ભાવના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થપણે જાણવામાં સદા સર્વજ્ઞપરમાત્મા એક જ (એક રૂપ જ) હોય છે. એટલે કે વ્યક્તિ ભેદ હોવા છતાં પણ સર્વજ્ઞમાં અર્થ ભેદ કદાપિ હોતો નથી માટે સર્વજ્ઞ ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી જોઇએ. + ૧૦૧ કમુખેવાઈમાદક પતંજલિ ઋષિએ પોતાના શાસ્ત્રમાં જે અર્થ ઉપર મુજબ કહ્યો. તે જ આ અર્થને (ભાવાર્થને) ગ્રંથકારશ્રી હવે જણાવે છે न तत्त्वतो भिन्नमताः, सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां, तभेदाश्रयणं ततः ॥ १०२ ॥ ગાથાર્થ = આ જગતમાં સર્વજ્ઞ પુરુષો ઘણા છે. પરંતુ તે સર્વે તાત્વિક રીતે ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા નથી. તેથી તે સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો (એટલે કે સર્વશમાં પરસ્પર ભિન્નમત છે એમ માનવું) એ તેઓના ભક્તોનો મોહમાત્ર (અજ્ઞાનમાત્ર) જ છે. || ૧૦૨ | ટીકા “ર તા:” પરમાર્થન, “fમમતા” મિમિકા | ‘સર્વજ્ઞા વજો અતઃ' યમરિ ! “નોદ તથ57''-સર્વાતિયશ્રદ્ધાનાં, તમેાશ્રય” સર્વમેતાવાર “તતસ્તસ્માવિતિ” in૨૦૨ વિવેચન - અતીન્દ્રિય પદાર્થોનો પારમાર્થિક બોધ કુતર્ક કે કદાગ્રહથી થતો નથી, Page #388 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૫૩ પરંતુ આગમ, અનુમાન અને યોગાભ્યાસથી ગુરુગમ દ્વારા થાય છે. અતીન્દ્રિય અર્થોને જાણનારા અને કહેનારા સર્વજ્ઞોમાં કદાપિ અર્થભેદ હોતો નથી. ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, ઇત્યાદિ વ્યક્તિ રૂપે આ સંસારમાં બહુ સર્વજ્ઞો થયા છે, થાય છે અને થશે, પરંતુ તે સર્વે પારમાર્થિકપણે ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા હોતા નથી. જે શાસ્ત્રના શાસ્તા (કહેનારા) સર્વજ્ઞ હોય છે તે શાસ્તા વીતરાગ, સર્વદોષ રહિત, અને પૂર્ણ જ્ઞાનકલાયુક્ત હોવાથી તેમનું જ શાસ્ત્ર માનનીય, અને સ્વીકાર યોગ્ય બને છે. તેવા સર્વજ્ઞો વ્યક્તિ રૂપે ભલે બહુ હોય, તથાપિ પૂર્ણ હોવાથી ભિન્ન-ભિન્ન મતવાળા-કે અભિપ્રાયવાળા સંભવતા નથી. બુદ્ધ, કપિલ, અક્ષપાદ, કણાદ, કૃષ્ણ, રામ, કે અરિહંત એમ વ્યક્તિ રૂપે ભલે અનેક હોય, પરંતુ તેમાં જે સર્વજ્ઞ છે તે સર્વે સમાન જ છે. પરંતુ પરસ્પર ભિન્ન અભિપ્રાયવાળા નથી. અને જેનો પરસ્પર ભિન્ન-ભિન્ન અભિપ્રાય છે તે અપૂર્ણ જ્ઞાની હોવાથી સર્વજ્ઞ નથી. તેથી સર્વજ્ઞની ભક્તિ કરનારો આત્મા નામ માત્રથી ગમે તે દેવને ઉપાસે, પરંતુ “સર્વજ્ઞતાના” ઉપાસકને સર્વજ્ઞતા એક સરખી સમાન હોવાથી ભેદ જણાતો નથી. કદાગ્રહ કે કુતર્ક સુઝતો જ નથી. સર્વજ્ઞતા એટલે ત્રિકાલાબાધિત જ્ઞાનવત્તા, આ સર્વજ્ઞતા અનેક વ્યક્તિઓમાં પણ ત્રણે કાળે એક સરખી સમાન જ હોવાથી પરમાર્થથી સર્વજ્ઞતાની અપેક્ષાએ સર્વે સર્વજ્ઞા એક જ છે. પ્રશ્ન :- જો સર્વજ્ઞમાં “સર્વજ્ઞતા” સમાન જ છે તો તેના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ પ્રત્યેની માન્યતામાં પરસ્પર તફાવત કેમ દેખાય છે? અને સ્વમાન્ય વ્યક્તિને સર્વજ્ઞ સિદ્ધ કરવા તથા ઇતરવ્યક્તિને અસર્વજ્ઞ સિદ્ધ કરવા યુક્તિ અને ઉદાહરણોનો ઢગ કેમ ખડકે છે? ઉત્તર :- સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો, અર્થાત્ સર્વજ્ઞોમાં ભેદ માનવો તે તેમના પ્રત્યેની અતિશય શ્રદ્ધાવાળા જીવોનો મોહ (અજ્ઞાન) માત્ર જ છે. તેથી જ તેમને ભેદ જણાય છે. સર્વજ્ઞ વ્યક્તિઓ ભલે અનંત હોય પરંતુ તે પરિપૂર્ણતાવાળી અને નિર્દોષ હોવાથી તેમનામાં મતભેદ કે ભિન્નભિપ્રાય કદાપિ નથી. તથા ભિન્ન અભિપ્રાયવાળી દેશના પણ કદાપિ સંભવતી નથી. તેથી જ તેમના પ્રત્યેની ભક્તિવાળા જીવોને કે તેમના ઉપરની શ્રદ્ધાવાળા જીવોને કદાપિ ભેદ હોતો નથી. ભક્તિ કરનારો શ્રદ્ધાળુ વર્ગ સર્વ સર્વજ્ઞોમાં સમાન એવી સર્વજ્ઞતાનો જ ઉપાસક છે. આ કારણે ઉપાસકોમાં પણ કોઈ જાતનો વિવાદ કે ઝઘડો સંભવતો નથી. પરંતુ સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધાને બદલે અતિશ્રદ્ધાવાળા તથા ભક્તિને બદલે અતિભક્તિવાળા જ જીવો અર્થાત્ વ્યક્તિ પ્રત્યેના પક્ષપાતી જીવો યો. ૨૩ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૨-૧૦૩ જ સર્વજ્ઞમાં ભેદની કલ્પના કરે છે. પોતાના મનમાન્યા દેવને સર્વજ્ઞ માનવા પ્રેરાય છે. તેમાં જ અંજાઈ જઈ તેમના પ્રત્યેના માત્ર દૃષ્ટિરાગથી અંધ બની સર્વજ્ઞમાં પણ ભેદ સ્થાપન કરે છે. તેવા જીવોનો આ મોહમાત્ર જ (અજ્ઞાનતા જ) છે. કેવળ ભ્રાન્તિ જ માત્ર છે. ઉપાસ્ય વ્યક્તિમાં દોષ કે ભેદ હોતો નથી, પરંતુ તેના ઉપાસકો જ કોઈ એક વ્યક્તિ રૂપ દેવ પ્રત્યે અતિશય ભક્તિ અને અતિશય શ્રદ્ધાના મદમાં અહંકારી બની મિથ્યા શ્રદ્ધાના અતિરેકમાં અંધ બની પક્ષપાતી થઈને આવી ભેદની કલ્પના કરી બેસે છે. અને તેનાથી ધર્મઝનુની બની પરસ્પર ઝઘડે છે. પ્રશ્નઃ- જો સર્વ સર્વજ્ઞ સમાન જ હોય, અને તેમની ધર્મદેશના પણ અભિન્ન અભિપ્રાયવાળી જ હોય તો અજિતનાથથી પાર્શ્વનાથ સુધીના તીર્થકરોની ધર્મદેશના ચાર મહાવ્રતવાળી અને અમુક જ સામાચારીવાળી તથા ઋષભદેવ અને મહાવીર પ્રભુની ધર્મદેશના પાંચ મહાવ્રતવાળી અને દશવિધ સામાચારીવાળી. આ પ્રમાણે ભેદ કેમ? ઉત્તર :- આ ધર્મદેશના ભિન્ન અભિપ્રાયવાળી નથી. પરંતુ શ્રોતાવર્ગની યોગ્યતાના ભેદને લીધે ભિન્ન લાગે છે. બાવીસ તીર્થંકર પ્રભુના કાળે જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી થોડામાં ઘણું સમજે તેવા છે. તેથી ચોથા-પાંચમા મહાવ્રતને એક કરીને ચાર કરવામાં આવ્યાં છે. તથા તે કાળે વધારે સામાચારીની આવશ્યકતા નથી. જ્યારે ઋષભદેવ અને મહાવીર પ્રભુના કાળે ઋજુ-પ્રાજ્ઞને બદલે ઋજુ-જડ અથવા વક્ર- જડ શિષ્યો છે. ત્યારે તે જીવોની યોગ્યતા ન્યૂન હોવાથી તેના કલ્યાણ માટે જ તેની યોગ્યતા પ્રમાણે ભેદ કર્યો છે. પરંતુ તે પારમાર્થિક ભેદ નથી. તાત્ત્વિક ભેદ નથી. તેથી સર્વજ્ઞમાં પરસ્પર ભેદ કદાપિ સંભવતો નથી. તેમના પ્રત્યેના પક્ષપાત યુક્ત વલણથી જ તેમની “અતિશય ભક્તિ” અને અતિશય શ્રદ્ધા યુક્ત જીવોનો જ તેમનામાં ભેદ માનવાનો આ મોહ માત્ર જ છે. ઘોર અજ્ઞાન માત્ર જ છે. ભેદની કલ્પના જ સર્વ અનિષ્ટ પરંપરાનું મૂલ છે. I/૧૦૨ા થઈત્યાદિ સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચેનો ભેદ અતિશય ભક્તિવાળા લોકો જ માને છે - તેને મોહ છે એમ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કરે છે सर्वज्ञो नाम यः कश्चित्पारमार्थिक एव हि । स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥ १०३॥ ગાથાર્થ = જે કોઈ પારમાર્થિક (સાચે સાચ) સર્વજ્ઞ છે તે વ્યક્તિભેદ હોવા છતાં પણ તત્ત્વથી સર્વ ઠેકાણે એક જ છે. ૧૦૩ | Page #390 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૩ ટીકા ‘સર્વજ્ઞો નામ ય: ચિર્દવાવિઃ, निरुपचरितः स एक एव सर्वत्र सर्वज्ञत्वेन " ऋषभादिलक्षणे सति ॥ १०३ ॥ વિવેચન :- સર્વશ સર્વજ્ઞ વચ્ચે ભેદ માનવો, એકથી બીજાને ચડતાઉતરતા માનવા તે મોહમાત્ર જ છે કારણ કે અર્ધવા=િજે કોઇ અરિહંત આદિ (અરિહંત-બુદ્ધ-શિવ-શંકર-કણાદ-અક્ષપાદ ઇત્યાદિ) ભિન્ન ભિન્ન નામધારી સર્વજ્ઞ છે. તેમાં જે કોઇ “પારમાર્થિક”=(સાચે સાચ-વાસ્તવિક= ઉપચાર વિનાના) નિરુપચરિતપણે સર્વજ્ઞ છે. ત્રિકાલજ્ઞાની છે. સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના યથાર્થ જ્ઞાતા છે. તે ઋષભદેવઅજિતનાથ-સંભવનાથ ઇત્યાદિ રૂપે વ્યક્તિભેદ ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ “સર્વજ્ઞતા’ રૂપ સામાન્ય લક્ષણ વડે સર્વ સ્થાને એક જ છે. એક રૂપ છે. સમાન જ છે. પરસ્પર અલ્પ પણ તફાવત કે ચડતા-ઉતરતાપણું નથી. સાચા સર્વજ્ઞમાં પરસ્પર ભેદ માનવાનો જરા પણ અવકાશ નથી. સાચા સર્વજ્ઞ વ્યક્તિને અરિહંત-શિવ-બુદ્ધ-શંકરમહાદેવ ઇત્યાદિ જુદા જુદા નામોથી કહેવામાં કંઇ જ દોષ નથી. સાચી સર્વજ્ઞ વ્યક્તિ નીચે મુજબ અર્થયુક્ત હોવાથી બધા જ શુભનામોને યોગ્ય છે. ૩૫૫ " पारमार्थिक एव हि "" "व्यक्तिभेदेऽपि तत्त्वतः (૧) બાહ્ય અને અત્યંતર શત્રુને જિતનાર હોવાથી અરિહંત છે. (૨) તે જ વ્યક્તિ સદા કલ્યાણમય હોવાથી શિવ છે. मुक्तो बुद्धोऽर्हन्वापि यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् ॥ धाताऽसि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥ 11 (૩) તે જ વ્યક્તિ સંપૂર્ણ બોધ (જ્ઞાન)વાળી હોવાથી બુદ્ધ છે. (૪) તે જ વ્યક્તિ સર્વજીવોને આત્મિક શાન્તિ = સુખ કરનાર હોવાથી શંકર છે. (૫) તે જ વ્યક્તિ સૌથી મોટા દેવ (સર્વને પૂજ્ય) હોવાથી મહાદેવ છે. આ રીતે સાચેસાચ પારમાર્થિક જે સર્વજ્ઞ છે તે નામ માત્રથી ભિન્ન હોવા છતાં તથા વ્યક્તિભેદ હોવા છતાં પણ સર્વે “સર્વજ્ઞતા' રૂપ સામાન્યલક્ષણ વડે અવશ્ય સમાન છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ॥ શ્રી યોગબિન્દુ-૩૦૨॥ || ભક્તામરસ્તોત્ર ગાથા-૨૫ ॥ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૩-૧૦૪ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના, જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. ૩ અલખ નિરંજન વચ્છલ, સક્લ જંતુ વિશરામ લલના, અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. ૪ વિતરાગ મદ કલ્પના, રતિ-અરતિ ભય શોક, લલના, નિદ્રા-તન્દ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના. ૫ પરમ પુરુષ, પરમાત્મા, પરમેશ્વર પરધાન લલના, પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના. ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ, હૃષિકેશ જગનાથ લલના, અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જે જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના. ૮ (શ્રી આનંદઘનજી મ. કૃત શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન) આ પ્રમાણે જે પારમાર્થિક યથાર્થ સર્વજ્ઞ છે તે અનેક વ્યક્તિ હોય તો પણ અને અનેક નામધારી હોય તો પણ “સર્વજ્ઞપણા વડે” એક જ છે. (એક રૂપ જ છે.) ll૧૦૩ પ્રશ્ન :- જે જિનેશ્વર તીર્થંકર ભગવાન્ ઋષભદેવાદિ છે તે તો સાચેસાચ સર્વજ્ઞ જ છે તેથી તેમની સેવા કરનારા તો સર્વજ્ઞના ઉપાસક કહેવાય, તથા તે ઋષભદેવાદિમાં શિવ-શંકરાદિ ઇતરશબ્દોના અર્થો સંભવતા હોવાથી ઋષભદેવાદિના ઉપાસક જે હોય તે ઇતરશબ્દો વડે પણ સર્વજ્ઞની ઉપાસના કરી શકે છે. પરંતુ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-શંકર આદિ તન્ત્રાન્તરીયના જે જે નાયકો છે કે જે પારમાર્થિક રીતે વીતરાગ અને સર્વજ્ઞ નથી, તેવા અન્યદર્શનના નાયકોને “સર્વજ્ઞ” માનીને સેવા-ભક્તિ કરનારને સર્વજ્ઞના ઉપાસક કહેવાય કે નહી? અને જો કહેવાય તો કેવી રીતે કહેવાય? તે જણાવે છે. प्रतिपत्तिस्ततस्तस्य, सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापना इति न्यायगतिः परा ॥ १०४॥ ગાથાર્થ = તેથી તે સર્વજ્ઞની પ્રતિપત્તિ (સ્વીકૃતિ) “સામાન્યપણે જ” જેટલાઓને થઈ છે તે સર્વે પણ ઉપાસકો તે સર્વજ્ઞને આશ્રિત થયેલા કહેવાય છે. આવી શ્રેષ્ઠ ન્યાયપદ્ધતિ છે. || ૧૦૪ | Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ ગાથા : ૧૦૪ યોગદષ્ટિ સમુચ્ચય ટીકા -“પ્રતિપત્તિસ્તતાજી'' સર્વય “સામાન્યર્ન વિતા'-તન્નાતરીયા,પિ, “તે સર્વેના તાપન્ના” સર્વ અમેતિ “ચાયતિઃ પર.” तमन्तरेण तत्प्रतिपत्तेरसिद्धेः ॥ १०४॥ - વિવેચન :- “જે સર્વ દોષ રહિત છે. અને સર્વગુણસંપન્ન છે તથા ત્રિકાળજ્ઞાની છે. સર્વ દ્રવ્યાદિ ભાવોના પૂર્ણ જ્ઞાતા છે તે જ સાચા સર્વજ્ઞ છે. વીતરાગ છે. ભગવાન છે. એવા જે હોય તે અમારા ભગવાન્ હો એમ મનમાં માનીને બુદ્ધ-શંકરબ્રહ્મા-વિષ્ણુ-મહેશ કે અરિહંત ઇત્યાદિ ભિન્ન-ભિન્ન નામે (ભિન્ન-ભિન્ન નામવાળી વ્યક્તિમાં) જે ભક્તિ કરે છે, જે સેવા-પૂજા કરે છે. તે સર્વે ઉપાસકો પણ સામાન્યથી સર્વજ્ઞના આશ્રિત જાણવા. એ જ સાચી ન્યાયની રીતિ છે. કારણ કે તે મુખ્ય સર્વજ્ઞ વિના સર્વજ્ઞની પ્રતિપત્તિ ઘટી શકે નહીં. ભાવાર્થ આ પ્રમાણે છે કે-પાણીથી ભરપૂર ભરેલું અને ક્ષેત્રથી મોટી લંબાઈપહોળાઈવાળું હોય તેને વાસ્તવિક ‘તળાવ” કહેવાય છે. આવું તળાવનું સામાન્ય લક્ષણ જેણે સ્વીકાર્યું છે તે ભ્રમથી કદાચ પાણીથી ભરાયેલા મોટા ખાબોચીયાને પણ “તળાવ” માની લે એમ બને, પરંતુ ખાબોચીયાને તળાવ માનનારાએ વાસ્તવિક સાચા તળાવનો સ્વીકાર કર્યો જ છે. કારણ કે જો વાસ્તવિક તળાવ ન સ્વીકાર્યું હોત તો તેના વિના ખાબોચીયાને તળાવ તરીકે ઉપચાર કરવાની કલ્પના સિદ્ધ થઈ શકી ન હોત. કોઇએ ઉંચા પર્વતને દેખીને આ તો મેરૂપર્વત છે એમ માની લીધું. તેનો અર્થ એ કે આ સંસારમાં કયાંક પણ મેરુપર્વત છે એમ તેણે માની લીધું કહેવાય, કારણ કે જો તેણે મેરુપર્વત જ ન સ્વીકાર્યો હોત તો તેના વિના આ વિવક્ષિત પર્વતમાં પણ મેરુપર્વતની જે કલ્પના તેણે કરી તે કરી શક્યો ન હોત. કોઇએ દોરડામાં સર્પની બુદ્ધિ કરી, તેનો અર્થ એ કે તેણે સંસારમાં સર્પ હોય છે. એમ તો સ્વીકારી જ લીધું. અન્યથા પારમાર્થિક સર્પ વિના દોરડામાં સર્પની પ્રતિપત્તિ કેમ ઘટે? ઝાંઝવાના જલમાં જલબુદ્ધિ જેને થઈ તેણે આ સંસારમાં પારમાર્થિક જલ હોય છે એમ તો સ્વીકારી જ લીધું. તેના વિના ઝાંઝવાના જલમાં જલબુદ્ધિ ઘટી શકે નહીં. આ બધાં દૃષ્ટાન્નોની જેમ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિમાં જેણે ભગવાનપણાની કે સર્વજ્ઞપણાની બુદ્ધિ કરી છે તેણે પણ સાચા સર્વજ્ઞ જગતમાં હોય છે એમ સામાન્યપણે સર્વજ્ઞનો સ્વીકાર કર્યો જ છે. સર્વજ્ઞનું જે લક્ષણ ઉપર બાંધવામાં આવ્યું છે, તે Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૪ લક્ષણ તેને માન્ય છે. તે મુખ્ય સર્વજ્ઞ માન્યા વિના આ દેવોમાં પણ સર્વજ્ઞપણાની બુદ્ધિ ન કરત. માટે આ રીતે તે અન્ય દેવના ઉપાસકો પણ પારમાર્થિકપણે તો મુખ્ય (સાચા) સર્વજ્ઞના જ ઉપાસક છે. તેની જ સેવા કરે છે. તે પદને જ ઈચ્છે છે. તેના જ શરણે ગયેલા છે. માત્ર તફાવત એટલો જ છે કે જે સમ્યગ્દષ્ટિ છે. તેમણે વીતરાગ-સર્વજ્ઞમાં સર્વજ્ઞબુદ્ધિ કરેલી છે. સાચા સર્વજ્ઞ પરમાત્માના તે નિકટવર્તી સેવક છે અને જે મિથ્યાદૃષ્ટિ છે તે તન્ત્રાન્તરીયો પણ “સર્વજ્ઞત્વના” જ અને “વીતરાગતાના” જ ઉપાસક છે પરંતુ મિથ્યાત્વનો ઉદય હોવાથી અસર્વજ્ઞમાં સર્વજ્ઞતા અને અવીતરાગમાં વીતરાગતા સ્થાપીને સર્વજ્ઞતા અને વીતરાગતાના ઉપાસક બન્યા છે તેથી સાચા વીતરાગ-પરમાત્માના તે દૂર-દૂરતરવર્તી પણ અવશ્ય ઉપાસક છે. એક નિકટવર્તી ઉપાસક છે. બીજા દૂર-દૂરતરવર્તી ઉપાસક છે. આટલો જ આ બન્નેમાં તફાવત છે. બન્ને મુખ્ય “સર્વજ્ઞતા” ગુણના જ ઉપાસક છે. આ જ સાચી ન્યાયની નીતિ-રીતિ છે. કારણ કે તન્ત્રાન્તરીયોને પણ સર્વજ્ઞની સેવા-પૂજા કરીને સર્વજ્ઞ થવાનો ભાવ છે. ભગવાનની સેવા-પૂજા કરીને પણ પોતાને ભગવાન્ થવાનો જ ભાવ છે. માટે તેઓ પણ અન્ય દેવોના આશ્રયે મુખ્ય “સર્વજ્ઞતાના” જ બધા ઉપાસક છે. “મુખ્ય સર્વજ્ઞતા” સર્વત્ર એક જ છે. સર્વજ્ઞતા રૂપ આ સામાન્ય લક્ષણ જેણે સ્વીકાર્યું છે તે ભલે મંદમિથ્યાત્વના ઉદયથી તન્ત્રાન્તરીય હોય, અનુચિત સ્થાને સર્વજ્ઞતા કલ્પી લીધી હોય તો પણ સર્વજ્ઞતા સ્વીકારેલી હોવાથી કાળ પાકતાં અને મિથ્યાત્વ દૂર થતાં સર્વજ્ઞતાની માન્યતા યથાસ્થાને આવતાં વાર લાગશે નહીં. માટે આવા જીવો પણ અન્ય-અન્ય દેવના નામે પણ સર્વજ્ઞની જ ભક્તિ-સેવા-પૂજા કરનારા છે. માત્ર સર્વજ્ઞતાની કલ્પના અન્યત્ર હોવાથી મુખ્ય સર્વજ્ઞથી તે કંઈક દૂર-દૂરતરવર્તી સર્વજ્ઞના સેવક છે. છતાં તેઓ પણ મુખ્ય સર્વજ્ઞના સેવક તો અવશ્ય છે જ. આવા અર્થો સમજાવવામાં ગ્રંથકારશ્રીની કેટલી ઉદારતા છે અને કેટલી વિશાળ ગંભીરતા છે. તે તરી આવે છે અને યથાર્થ નિષ્પક્ષપાતી જીવોને જ આ વાત સમજાય છે. || ૧૦૪ | પ્રશ્ન :- આ પ્રમાણે “સર્વજ્ઞ”નું સામાન્ય લક્ષણ જેઓએ જાણ્યું છે પરંતુ તેઓએ સર્વજ્ઞ સર્વજ્ઞ વચ્ચેના ભેદને જણાવનારું એવું વિશેષ લક્ષણ ન જાણ્યું હોવાથી સર્વજ્ઞની વિશેષપણે પ્રતીતિ કેવી રીતે થાય? અને વિશેષપણે પ્રતીતિ અને પ્રતિપત્તિ (ભિન્ન-ભિન્નપણે ઓળખાણ અને સ્વીકાર) થયા વિના સાચી સેવા અને સાચી ફળપ્રાપ્તિ પણ કેવી રીતે થાય? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે Page #394 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય विशेषस्तु पुनस्तस्य, कात्स्र्त्स्न्येनासर्वदर्शिभिः । = सर्वैर्न ज्ञायते तेन, तमापन्नो न कश्चन ॥ १०५ ॥ ગાથાર્થ વળી તે સર્વજ્ઞનું વિશેષસ્વરૂપ (ભેદાત્મક સ્વરૂપ) સંપૂર્ણપણે અસર્વદર્શી એવા સર્વે વડે જાણી શકાતું નથી. તેથી કોઇ (અસર્વદર્શી) તે સર્વજ્ઞને (વિશેષપણે-ભેદસ્વરૂપે જાણવા રૂપે) આશ્રિત થઇ શકતો નથી. ॥ ૧૦૫॥ 4. ટીકા -‘‘વિશેષસ્તુ’-મેવવ, ‘“પુનસ્તસ્ય’’ સર્વજ્ઞસ્ય, ‘‘જાન’’ ‘ઞસર્વિિમિ: ’’- પ્રમાતૃમિ: સર્વે મૈં વિજ્ઞાયતે, '' તદ્દવર્ણનાત, વર્શનેऽपि तज्ज्ञानागतेः, "तेन" कारणेन "तं" सर्वज्ञं आपन्नः ** પ્રતિપત્રો ‘‘7 44 જીના સર્વવર્શી'' | ૨૦ ્॥ ગાથા : ૧૦૫ :: વિવેચન :-તે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ અર્થાત્ પરસ્પર જે ભેદ છે તે સ્વરૂપ અસર્વદર્શી (છદ્મસ્થ) એવા સર્વે પ્રમાતાઓ વડે સંપૂર્ણપણે જાણી શકાતું નથી. કારણ કે જાણનાર પ્રમાતા અસર્વદર્શી (છદ્મસ્થ) હોવાથી પૂર્ણપણે વિશેષ સ્વરૂપ તેને દેખાતું નથી કારણ કે આ અનેક સર્વજ્ઞોમાં કોણ વાસ્તવિક સર્વજ્ઞ છે? અને કોણ વાસ્તવિક સર્વજ્ઞ નથી? કોણ અનાદિકાળથી સર્વજ્ઞ છે? અને કોણ સાદિકાળથી સર્વજ્ઞ છે? કોણ સર્વવ્યાપી છે? અને કોણ શ૨ી૨વ્યાપી છે? કોણ પુનર્જન્મ પામનાર છે? અને કોણ પુનર્જન્મ પામનાર નથી ? ઇત્યાદિ વિશેષસ્વરૂપ”વાર્થેનાસર્વપ્રમાતૃમિ: સર્વેન વિજ્ઞાયતે-અસર્વદર્શી એવા સર્વે પ્રમાતાઓ વડે સંપૂર્ણપણે જાણી શકાતું નથી. કારણ કે આ જાણનાર સર્વે પ્રમાતા પોતે “અસર્વદર્શી હોવાથી'' સર્વજ્ઞોનું આ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે ઇત્યાદિ વિશેષ સ્વરૂપ જાણી શકતા નથી. કદાચ જાણે તો પણ ઇન્દ્રિયગોચર ભાવો જ જાણે છે. એટલે કોનું શરીર કેવું? કેટલી ઉંચાઇવાળું? કેવા રૂપવાળું? ઇત્યાદિ ઇન્દ્રિયગોચર ભાવમાત્ર જાણે, પરંતુ કયા આત્માનું જ્ઞાન કેટલું? શું પૂર્ણ જ્ઞાન છે ? કે અપૂર્ણ જ્ઞાન છે? ઇત્યાદિ તો ન જ જાણે. તદ્દનપિતાના તેઃ- કદાચ કોઇ બાહ્ય લિંગોથી (અષ્ટ મહાપ્રતિહાર્યાદિ અથવા દેવો વડે કરાતી સેવા પૂજા આદિ હિંગોથી) તેઓની વિશેષતાનું દર્શન થાય છે. પણ તા=તેઓના જાણપણાનો (તેઓના જ્ઞાનનો) બોધ તો અનાતેઃ-આવતો જ નથી. આ મહાત્માઓનું જ્ઞાન કેટલું છે? શું પૂર્ણ છે? કે શું અપૂર્ણ છે? એમ તેઓના જ્ઞાનનું જ્ઞાન થતું નથી. (અહીં ‘તત્ત્ત+ઞના તેઃ '' એમ જાણવું.) આ પ્રમાણે સર્વજ્ઞ મહાત્માની “સર્વજ્ઞતાનું” વિશેષ સ્વરૂપ જાણવાની ઇચ્છા હોવા ૩૫૯ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૫ છતાં પણ અસર્વદર્શી (છદ્મસ્થ-અકેવલી) એવા સર્વ પ્રમાતાઓ વડે તેમના સર્વજ્ઞાણાના વિશેષ સ્વરૂપનું જ્ઞાન કરી શકાતું નથી. જેમ મહાવિદ્વાન્ પુરુષની જ્ઞાનની માત્રાને તેના સરખા મહાવિદ્વાન્ જ સમજી શકે. અલ્પજ્ઞ-અબુધ જીવો કંઈ પણ ન સમજી શકે. તેમ સર્વજ્ઞ મહાત્માઓની અતીન્દ્રિય એવી સર્વજ્ઞતા વિશેષે વિશેષે તો તેઓની સમાન એવા પારમાર્થિક સર્વજ્ઞ જ જાણી શકે. અસર્વદર્શી ન જાણી શકે. તેથી જે અપૂર્ણજ્ઞાની છે. તે પૂર્ણ જ્ઞાનીના વિશેષ સ્વરૂપને પ્રત્યક્ષ જોઈ-જાણી શકતો નથી. કલ્પનાઓ દ્વારા, પ્રાપ્ત થયેલાં આગમો દ્વારા અને પ્રાપ્ત થયેલા ગુરુ ગમ દ્વારા જ સર્વજ્ઞતાનું વિશેષ સ્વરૂપ કહ્યું છે. જાણે છે. તેથી અપૂર્ણ જ્ઞાનીના જ્ઞાનમાં સર્વજ્ઞોના સ્વરૂપને જાણવાનો ભેદ અવશ્ય રહેવાનો જ છે. જાણનારા આ જીવો પોતે અસર્વદર્શી હોવાથી વસ્તુના સ્વરૂપના કોઈ એક અંશને પકડે, તો કોઈ તે જ વસ્તુના બીજા અંશને પકડે. કોઈ ત્રીજા અંશને પકડે, એટલે છ અંધ પુરુષો હાથીને એક એક અંશ ગ્રાહીપણે ભિન્ન-ભિન્ન રીતે વર્ણવે છે. એ જ રીતે અસર્વદર્શી સર્વે તન્ત્રાન્તરીયો સર્વજ્ઞના વિશેષવર્ણનમાં અપૂર્ણ હોઈ ભિન્નભિન્ન અભિપ્રાય ધરાવે છે. જેમ કે (૧) શૈવદર્શનકારો તે સર્વજ્ઞને અનાદિ શુદ્ધ અને સર્વગત કહે છે. (૨) બૌદ્ધ તે સર્વજ્ઞને સાદિ-પ્રતિક્ષણ વિનાશી અને અસર્વવ્યાપી માને છે. (૩) જૈનો તે સર્વજ્ઞને સાદિ-અનંત અને અસર્વવ્યાપી માને છે. (૪) નૈયાયિક-વૈશેષિકો-ગુણરહિત, નિત્ય અને સર્વવ્યાપી માને છે. આ પ્રમાણે સર્વજ્ઞના વિશેષવર્ણનને આશ્રયી અસર્વદર્શી જ્ઞાતાઓમાં પરસ્પર ભેદ છે. આ પ્રમાણે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ અસર્વદર્શી આત્માઓ વડે જાણી શકાતું ન હોવાથી “આ ભગવાન્ સર્વજ્ઞ છે” એટલી જ માત્ર સર્વજ્ઞતા સ્વીકારવા રૂપ “સામાન્ય લક્ષણ વડે” જ સર્વે પ્રમાતાઓ સર્વજ્ઞને માનનારા છે. એટલે કે સર્વજ્ઞને આશ્રયે આશ્રિત થયેલા છે. સર્વજ્ઞને આશ્રિત થયેલા તે કહેવાય કે જેઓ “સર્વજ્ઞની આજ્ઞાને નિષ્કપટભાવે ઔચિત્યયોગે પાલન કરતા હોય. આ પ્રમાણે સર્વજ્ઞપણા રૂપ સામાન્ય માત્રથી સર્વે પ્રમાતાઓ સર્વજ્ઞને સ્વીકારવામાં એક છે. પરસ્પર કોઈ ભેદ નથી. માત્ર કોઈક પ્રમાતાઓએ સર્વજ્ઞતાની સ્થાપના યોગ્યમાં જ કરેલી છે અને કોઇએ અન્યત્ર કરેલી છે. તેથી જૈન, બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક આદિએ માનેલા સર્વજ્ઞ એક છે. સમાન છે. સર્વજ્ઞની માન્યતા યોગ્યમાં અને અન્યત્ર હોવાથી તત્કથિત આચારોની આચરણા ભિન્નભિન્ન હોવા છતાં પણ, ક્રિયા વ્યવહાર જુદો હોવા છતાં પણ “જે સર્વજ્ઞ હોય તે જ ભગવાન છે” એવી સર્વજ્ઞપણા માત્રની માન્યતા સમાન હોવાથી સર્વે પ્રમાતાઓ એક Page #396 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૬૧ સર્વજ્ઞને આશ્રિત છે સર્વજ્ઞતા માત્ર ગુણવડે એક સરખા સમાન સર્વજ્ઞને અનુસરનારા છે. આ જ વાત ગ્રંથકાર હજુ ૧૦૬ થી ૧૦૯માં વધુ સ્પષ્ટ સમજાવે છે. तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६॥ ગાથાર્થ = તે કારણથી જે મનુષ્ય આ સર્વજ્ઞને નિષ્કપટભાવે “સર્વશપણારૂપ સામાન્ય માત્રથી પણ સ્વીકારે છે. એ મનુષ્ય તેટલા અંશમાત્રની અપેક્ષાએ બુદ્ધિમંત પુરુષોને (અન્યની સાથે) તે તુલ્ય જ જણાય છે. તે ૧૦૬ || ટીકા - “તમસ્જિમીચતોડગ્રેન'' સર્વજ્ઞ, “૩ામ્યુતિ pવ હિ” સર્વજ્ઞ, “નિર્ચાનવિયોગેન' તકુવતિપાલનપુર: | “તુત્ય तेनांशेन" सर्वज्ञप्रतिपत्तिलक्षणेन “धीमतामनुपहतबुद्धीनामित्यर्थः" ॥ १०६॥ વિવેચન - ઉપર સમજાવ્યા મુજબ જે જે આત્માઓ સામાન્યથી સર્વજ્ઞતાના ગુણ દ્વારા પણ નિષ્કપટભાવે આ સર્વજ્ઞને સ્વીકારે છે તે તે આત્માઓ તેટલા તેટલા અંશે “સર્વજ્ઞત્વરૂપ અંશને સ્વીકારવા વડે” સમાન છે. એકરૂપ છે. અર્થાત્ એક છે. એમ બુદ્ધિમત્ત પુરુષોને લાગે છે. અહીં “નિર્ચાનમ્'' શબ્દ લખીને ગ્રંથકારશ્રી જણાવે છે કે સર્વજ્ઞત્વના સ્વીકારમાં હૃદય સ્વચ્છ હોવું આવશ્યક છે. દંભ-માયા કે બનાવટ ઉચિત નથી. તથા માત્ર નિષ્કપટતા જ હોવી જોઈએ એટલું જ નહીં પરંતુ શવિત્યોન-મન-વચન અને કાયાથી જેટલું ઉચિત- શકય હોય તેટલું “આજ્ઞાપાલન” કરવામાં આચરણા દ્વારા તત્પર હોય તો જ સર્વજ્ઞને સ્વીકાર્યા કહેવાય છે. “જગતમાં કોઈક સર્વજ્ઞ છે” આટલું જ માત્ર માનવું કે શબ્દથી બોલવું તે સર્વજ્ઞને માન્યા કહેવાય નહીં. પરંતુ શક્તિને અનુસાર તેમની આજ્ઞાનું કપટ વિનાના હાર્દિકભાવથી પાલન કરવું એટલે કે હેય ભાવોમાં નિવૃત્તિરૂપે અને ઉપાદેય ભાવોમાં પ્રવૃત્તિ કરવી તે અર્થાત્ આજ્ઞાપાલનની તત્પરતા તે જ “સર્વજ્ઞની પ્રતિપત્તિ” કહેવાય છે. સારાંશ કે કોઇપણ દર્શનાનુયાયી “સર્વજ્ઞતત્ત્વમાત્રને” સ્વીકારીને નિર્દભપણે તેમની આજ્ઞાની આરાધનામાં ઔચિત્યપણે તત્પર રહે છે તે સર્વે આત્માઓ તેટલા અંશની અપેક્ષાએ બુદ્ધિશાળી મહાત્માઓને સમાન લાગે છે. એક સરખા સમાન જણાય છે. ભલે તે જૈન હોય, બૌદ્ધ હોય, સાંખ્ય હોય, નૈયાયિક હોય, વૈશેષિક હોય કે વૈદાન્તિક હોય. પરંતુ “સર્વજ્ઞતા”રૂપ સામાન્ય અંશ સ્વીકારવા વડે અને તત્કથિત માર્ગ એ જ આરાધવા યોગ્ય છે. એમ માનવા વડે સર્વે સમાન છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૬-૧૦૭ અને સર્વજ્ઞના “વિશેષસ્વરૂપને” જાણવાપણાને આશ્રયી અસર્વદર્શી (છદ્મસ્થ) આત્માઓ સર્વજ્ઞનું પૂર્ણ વિશેષ લક્ષણ જોવા, જાણવા અને પાળવા અસમર્થ જ છે. તેથી તેની વાત બાજુ ઉપર રાખીને આટલી સમાનતા સ્વીકારવી એ જ ન્યાયની નીતિરીતિ છે. અને એ જ પરમ શ્રેષ્ઠ માર્ગ છે. | ૧૦૬ / | મુખેવાઈ નિતનમાર્ગમદિ ઉપર સમજાવેલી વાત જ સુંદર ઉદાહરણ આપવા વડે ગ્રંથકારશ્રી સમજાવે છે. यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तभृत्याः सर्व एव ते ॥ १०७॥ ગાથાર્થ =જેમ ઘણા પુરુષોએ એક રાજાનો આશ્રય કર્યો હોય તે બધા જ દૂર અને આસન્ન વગેરે ભેટવાળા હોવા છતાં પણ તે એક રાજાના જ સેવક કહેવાય છે. || ૧૦૭ ૫ ટીકા રઘેર્વચ 7” ત્રિદિવક્ષિતી “વવોપ સમશ્રિતા:” પુમાં, “દૂર/જ્ઞાવિમેઘ' સતિ તથા નિયાવિમેન , “તકૃત્ય” વિક્ષતનૃપત્તિમૃત્ય, સર્વ વ તે” સમઢિતા કૃતિ ૨૦૭ વિવેચન :- જેમ કોઈ એક વિવક્ષિત રાજાને ત્યાં બહુ પુરુષોએ આશ્રય સ્વીકાર્યો. અર્થાત્ ઘણા પુરુષોએ કોઈ એક રાજાની નોકરી સ્વીકારી. તે બધા પુરુષોને રાજાએ પોતાના રાજ્યનો જુદો જુદો એક એક ખંડ રૂપ દેશ સંભાળવા માટે આપ્યો. કોઇને નજીકનો દેશ સોંપ્યો. બીજાને દૂરનો દેશ આપ્યો. ત્રીજાને અતિદૂરનો દેશ સંભાળવા માટે આપ્યો. જેમ કે દિલ્હીમાં રહેતા રાજાએ કોઇને જયપુરને, કોઈને અમદાવાદનો, કોઈને મુંબઇનો, કોઈને બેંગ્લોરનો અને કોઈને મદ્રાસનો દેશ સંભાળવા માટે આપ્યો. અને આ હવાલો સંભાળનારા સર્વે ઉપર પોત-પોતાની જાત દેખરેખ રાજા રાખે છે. અહીં જયપુરનો વહીવટ સંભાળનાર સેવક રાજાને નજીક કહેવાય છે. તેના કરતાં અમદાવાદનો વહીવટ સંભાળનાર કંઈક દૂર કહેવાય છે. તેના કરતાં અનુક્રમે મુંબઈ-બેંગ્લોર અને મદ્રાસનો વહીવટ સંભાળનાર વધારે દૂર દૂર કહેવાય છે. પરંતુ બધા જ સેવકો દિલ્હીના એક રાજાના સેવકો જ કહેવાય છે. સારાંશ તથા તેવા તેવા પ્રકારના નિયાવિમેન અને વહીવટ સંભાળવાના હવાલામાં નિમણુંક વગેરે કરવાના ભેદવડે જુદા જુદા સેવકોમાં દૂર અને આસન્ન આદિ (આદિ શબ્દથી દૂરતમ દૂરતર, આસન્નતર, આસન્નતમ વગેરે)ના ભેદો કરાવે છતે પણ Page #398 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૭-૧૦૮ યોગદષ્ટિ સમુચ્ચય ૩૬૩ વિવક્ષિત એવા એક રાજાના સર્વે પણ તે નોકરો (સેવકો) તે રાજાના જ આશ્રિત કહેવાય છે. નજીક અને દૂર હોવા છતાં તે સર્વે સેવકો વિરક્ષિત રાજાના જ સેવકો કહેવાય છે. અને તે નજીક તથા દૂર રહેલા સર્વે સેવકોનું મન વિચલિત એક જ રાજામાં આશ્રિત થયેલું જેમ કહેવાય છે. તેમ અહીં સમજવું. (આ દૃષ્ટાન્તની યોજના હવે પછીની ગાથામાં કરે છે.) | ૧૦૭ | दान्तिकयोजनमाहઉપરોક્ત દૃષ્ટાન્તની દાન્તિકમાં યોજના કરતાં જણાવે છે. सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया, भिन्नाचारस्थिता अपि ॥ १०८॥ ગાથાર્થ =“સર્વજ્ઞ ભગવાન છે” તેવા પ્રકારનું માનનારા સર્વે વાદીઓ ભિન્નભિન્ન આચારમાં હોવા છતાં પણ દરેકમાં સર્વજ્ઞતત્ત્વનો ભેદ ન હોવાથી તે સર્વે વાદીઓ સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જાણવા. / ૧૦૮ || ટીકા -“સર્વજ્ઞdલ્લામેન'' યથોહિતનીત્યા હેતુભૂતન ! “તથા” નૃપતિતિવિહિપુષવા, “સર્વજ્ઞાતિન: સર્વ” વિનતિમતવિશ્વિનઃ | “તત્તત્ત્વI:” સર્વજ્ઞતા : “યા:”! “મિત્તાવાસ્થિત ર” તથાથિવારમેનેતિ | ૨૦૮ વિવેચન :- વસ્તુસ્થિતિ સમજાવવા માટે જે ઉપમા આપવામાં આવે તે દૃષ્ટાંત કહેવાય. અને તે દૃષ્ટાન્તને અનુસાર વસ્તુસ્થિતિ જેમાં સમજાવાય તે રાષ્ટ્રત્તિક કહેવાય છે. ઉપમા તે દૃષ્ટાન્ત અને ઉપમેય તે દાર્રાન્તિક. વિવલિત એવા કોઈ પણ એક રાજાના આશ્રયે દૂર-આસન્ન આદિ ભેદે રહેલા બહુ પુરુષો જેમ એક જ રાજાના સેવકો કહેવાય છે. તથા તેની જેમ સર્વે સર્વજ્ઞાતિ =“સર્વજ્ઞ જગતમાં છે જ” એવા પ્રકારના “સર્વજ્ઞત્વ” નામના સામાન્ય લક્ષણ વડે સર્વજ્ઞને સ્વીકારનારા જૈન, બૌદ્ધ, શિવ, શંકર, મહાદેવ આદિ ભિન્ન-ભિન્ન મતાવલંબી પુરુષો પોતપોતાના દર્શનને અનુસરતા છતા મિન્નવાસ્થિતા કપિ જુદા જુદા આચારવાળા (ભિન્ન-ભિન્ન ક્રિયા કરનારા) હોવા છતાં પણ ઉપરની ગાથાઓમાં જે રીતે સમજાવવામાં આવ્યું છે તે નીતિ દ્વારા સર્વજ્ઞત્તત્ત્વમેવ સર્વજ્ઞતત્ત્વ અભિન્ન હોવાના કારણે તે તત્ત સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જ જાણવા. એક જ રાજાના બહુ સેવકો હોવા છતાં રાજાએ જે સેવકને જે અધિકાર આપેલો હોય તે સેવક તે અધિકાર જ બજાવે. બીજા સેવકને બીજો અધિકાર આપેલ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૮ હોય તો તે બીજો અધિકાર જ બજાવે. પહેલા સેવકનો અધિકાર તે ન બજાવે. તે રીતે અધિકારાદિના ભેદે જુદા જુદા સેવકો દૂર-નજીક રહ્યા છતા અંતે એક જ રાજાની આજ્ઞાને અનુસરનારા છે. એવી જ રીતે જે આત્માઓને સમ્યકત્વ-સંયમાદિ ગુણો પ્રાપ્ત થાય છે. તેવા ચોથાથી બારમાં ગુણસ્થાનક સુધીના જીવો સર્વજ્ઞની અતિનિકટ રહ્યા છતા તે તે ગુણસ્થાનકોમાં પાળવા યોગ્ય સર્વજ્ઞ પરમાત્માએ કહેલા અધિકારો તેઓ પાળે છે. ચોથા ગુણસ્થાનકે જે જીવો છે તે ચોથા ગુણસ્થાનકને યોગ્ય ભક્તિ આદિ આચારો (આજ્ઞા) પાળે છે પાંચમા ગુણસ્થાનકે વર્તનારા જીવો પાંચમા ગુણસ્થાનકને યોગ્ય વ્રત-નિયમ આદિ આચારો (આજ્ઞા) પાળે છે અને સાધુ જીવનમાં છઠ્ઠા-સાતમે ગુણસ્થાનકે વર્તનારા જીવો તે ગુણસ્થાનકને ઉચિત સર્વત્યાગપૂર્વક જ્ઞાન-ધ્યાન-વિહારાદિ આચારો પાળે છે. એમ ભિન્ન-ભિન્ન આચારવાળા હોવા છતાં દરેકના મનમાં સર્વજ્ઞ પ્રત્યે સર્વજ્ઞપણાનો અભેદ વર્તે છે. તથા જેઓ સમ્યકત્વાદિ ગુણ પામ્યા નથી, પરંતુ કોઈ ગ્રંથિદેશ પાસે આવ્યા છે. કોઈ અપુનર્બન્ધક બન્યા છે. કોઈ સકૃબંધક બન્યા છે. કોઈ દ્વિબંધક બન્યા છે. આ પ્રમાણે માર્ગાનુસારી-માર્ગપતિત અને માર્ગાભિમુખ આત્માઓ સમ્યકત્વ ન પામ્યા હોવાથી જિનેશ્વરનું શાસન પામ્યા નથી અને આ જ કારણથી મિથ્યાત્વનો ઉદય હોવાથી મિથ્યાષ્ટિ ગુણસ્થાનક વર્તે છે. તેથી જ બૌદ્ધ-શિવ-શંકર-મહાદેવ આદિ અન્ય દેવોમાં “સર્વજ્ઞતા”ની બુદ્ધિ થઈ છે. અને તેના જ કારણે તે તે દર્શનને અનુસાર ધર્માનુષ્ઠાનો આચરે છે. આ પ્રમાણે વિપરીત બુદ્ધિ હોવાથી મિથ્યાત્વ હોવા છતાં પણ “કોઈક સર્વજ્ઞ છે” અથવા “કોઈક ભગવાન અવશ્ય છે જ” આવી માન્યતા સામાન્યપણે સ્વીકારી હોવાથી મિથ્યાત્વ-મંદ-મંદતર-મંદતમ થતું આવે છે. આ કારણે ભિન્ન ભિન્ન ધર્મને અનુસાર ભિન્ન ભિન્ન આચારો હોવા છતાં પણ અને અસર્વજ્ઞમાં સર્વજ્ઞબુદ્ધિ કરવા સ્વરૂપ મિથ્યાત્વ હોવા છતાં પણ “સર્વજ્ઞતા” સ્વીકારી હોવાથી સમ્યકત્વી આદિ જીવો કરતાં આ જીવો દૂર-દૂરતર અને પૂરતમ ભાવે પણ સર્વજ્ઞને અનુસરનારા જ કહેવાય છે. જયપુરવાળા સેવકો ૪-૫ કલાકમાં દિલ્હીના રાજાને મળી શકે છે. તેવા ચારપાંચ કલાકમાં અમદાવાદ-મુંબઈ બેંગ્લોર અને મદ્રાસવાળા સેવકો સામાન્યથી દિલ્હીના રાજાને મળી શકતા નથી. તેવી રીતે સમ્યગ્દષ્ટિ આદિ જીવો ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તમાં જિનપણાને પામી શકે છે. તેવી રીતે ગ્રંથિભેદની નિકટતાવાળા અપુનબંધકસકૃબંધક કે કિર્બન્ધક જીવો તેટલા કાળમાં જિનપણાને પામી શકતા નથી. પરંતુ Page #400 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૬૫ ગાથા : ૧૦૮-૧૦૯ “ભગવાન અવશ્ય છે” “સર્વજ્ઞ અવશ્ય છે” એવી માન્યતા થઇ હોવાથી ગાઢ મિથ્યાત્વમાંથી મંદતમ-મંદતર અને મંદ મિથ્યાત્વ થતું જતું હોવાથી કંઇક અધિક કાળે પણ જિનપણાને પામનાર છે. આ દરેક મતાવલંબી પુરુષો પણ “સર્વજ્ઞતત્ત્વ” છે. એવું માનનારા થયા હોવાથી અને એવા પ્રકારની માન્યતામાં અભેદ બુદ્ધિવાળા-સમાન બુદ્ધિવાળા હોવાથી ૫૨માર્થથી તે સર્વે તે તત્ત્વને (સર્વજ્ઞતત્ત્વને) નજીક-દૂર-દૂરત૨ આદિ ભાવે અનુસરનારા જ કહેવાય છે. તફાવત માત્ર એટલો જ છે કે રાજમાર્ગે ચાલનારા જીવો જેટલા જલ્દી ઇષ્ટનગરે પહોંચે છે. તેટલા કેડી રસ્તે ખેતરોને ખુંદવા રૂપ ઉન્માર્ગે ચાલનારા ઇષ્ટનગરે જલ્દી પહોંચી શકતા નથી, પરંતુ અધિક-અધિક કાળે પણ ઇષ્ટનગરે અવશ્ય પહોંચે જ છે. તેવી જ રીતે સમ્યક્ત્વાદિ ગુણવાળા જીવો તુરત જિનપણાને પામે છે. અને અસર્વજ્ઞમાં સર્વજ્ઞ બુદ્ધિ કરનારા પણ સર્વજ્ઞતાની માન્યતાવાળા કાળાન્તરે પણ જિનપણાને પામનારા બને છે. માત્ર તેમાં કાળવિલંબ અવશ્ય થાય છે. ।।૧૦૮ || ૩૫સંદરન્નાદ—આ ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવે છે કે न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९॥ ગાથાર્થ તેવા પ્રકારનો નામાદિ ભેદ હોવા છતાં પણ સર્વજ્ઞ મહાત્મા પુરુષોમાં પરમાર્થથી ભેદ જ નથી આ તત્ત્વ મહાત્માઓએ વિચારવું. ॥ ૧૦૯ | ટીકા -‘7 શેવ વ તત્ત્વના પરમાર્થેન, સર્વજ્ઞાનાં મહાત્મનાં भावसर्वज्ञानामित्यर्थः। "तथेष्टानिष्टनामादिभेदेऽपि" सति, “भाव्यमेतन्महात्मभिः " श्रुतमेधाऽसम्मोहसारया प्रज्ञया ॥ १०९ ॥ = 44 વિવેચન :- જે મહાત્માઓ ભાવથી (પરમાર્થથી-યથાર્થપણે) સર્વજ્ઞ છે. તે મહાત્માઓનાં તેવા પ્રકારનાં ઇષ્ટ અથવા અનિષ્ટ નામ વગેરેનો (નામ-આકાર-વર્ણશરીરની ઉંચાઇ આદિનો) ભેદ હોવા છતાં પણ પરમાર્થે કોઇ ભેદ નથી જ. આ વાત મહાત્મા પુરુષોએ ગાથા ૧૨૦-૧૨૧માં હવે કહેવાશે તેવા પ્રકારની શ્રુત-બુદ્ધિ અને અસંમોહના સારવાળી પ્રજ્ઞા દ્વારા ગંભીરતાપૂર્વક વિચારવી. 11 જે પરમાત્માઓ સાચેસાચ ત્રિકાળજ્ઞાની છે. પરિપૂર્ણ યથાર્થ જ્ઞાનવાળા સર્વજ્ઞ છે. તેવા ભાવસર્વજ્ઞ” મહાત્માઓને આપણને ઇષ્ટ એવા નામથી કોઇ બોલાવે કે * Page #401 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૯ આપણને ઈષ્ટ ન હોય એવા નામથી કોઈ બોલાવે તો પણ પરમાર્થથી તે સર્વજ્ઞમાં ભેદ પડતો નથી. જેમ કે “મહાવીર પ્રભુ” પરમાર્થથી વીતરાગ-સર્વજ્ઞ ભગવાન છે. હવે તે મહાવીર પ્રભુને કોઈ લોકો આપણને (જૈન સમાજને) ઇષ્ટ એવા “જિન” નામથી બોલાવે અને બીજા કોઈ લોકો આપણને (જૈન સમાજને) અનિષ્ટ એવા શિવ-શંકરમહાદેવ-બુદ્ધ એવા નામથી બોલાવે તો તેવા તેવા નામભેદથી તેમની “સર્વજ્ઞતા” જે યથાર્થ છે તેમાં કંઈ ભેદ પડતો નથી. બલ્ક યથાર્થ સર્વજ્ઞ હોવાથી કલ્યાણ સ્વરૂપ છે માટે શિવ, સુખને કરનારા છે માટે શંકર, સર્વથી મોટા દેવ છે. માટે મહાદેવ, અપરિમિત જ્ઞાનરૂપી બુદ્ધિવાળા છે માટે બૌદ્ધ એમ સર્વે નામોના અર્થો તેઓમાં સારી રીતે ઘટે છે. તેથી ઈષ્ટનામથી જેમ તેઓ વાચ્ય છે. તેમ આપણને અનિષ્ટ અને ઇતરદર્શનકારોને ઇષ્ટ એવા નામોથી પણ જો તે વાચ્ય કરાય તો તેઓની સર્વજ્ઞતામાં કંઈ જ ભેદ પડતો નથી. માત્ર પરમાર્થથી (ભાવથી) “સર્વજ્ઞતા” હોવી જોઇએ, જો સર્વજ્ઞતા હોય તો નામાદિ માત્ર ભેદથી તત્ત્વભેદ થતો નથી. તેવી રીતે ઋષભદેવથી મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થંકર ભગવંતોમાં શરીરનો આકાર તથા વર્ણાદિ (૫૦૦-૪૫૦-૪૦૦ ધનુષ્ય પ્રમાણ ઇત્યાદિ રૂપે) ભિન્નભિન્ન હોવા છતાં પણ સર્વજ્ઞ સ્વરૂપે કંઈ ભેદ નથી. તથા પદ્મપ્રભપ્રભુ અને વાસુપૂજ્ય સ્વામિ બે રક્તરંગવાળા, ચંદ્રપ્રભપ્રભુ અને સુવિધિનાથ બે શ્વેતવર્ણવાળા, મલ્લિનાથ અને પાર્શ્વનાથ બે નીલવર્ણવાળા, મુનિસુવ્રતસ્વામી અને નેમિનાથ બે કૃષ્ણવર્ણવાળા અને શેષ સોળ તીર્થકર ભગવંતો પીતવર્ણવાળા એમ વર્ણભેદ હોવા છતાં તેમની સર્વજ્ઞતામાં કંઈ ભેદ નથી. તેથી જો પરમાર્થથી સર્વજ્ઞતા” છે. તો નામભેદ, આકારભેદ કે વર્ણભેદ વગેરેથી ભેદ થતો નથી. પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ આઠદૃષ્ટિની સક્ઝાયમાં કહ્યું છે કેશબ્દભેદ ઝઘડો કિસ્સોજી, પરમારથ જો એક | કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક છે ને મનમોહન જિનજીell આવી જ રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર-મહાદેવ આદિ વ્યક્તિમાં પણ નામશરીર અને વર્ણાદિનો ભેદ હોવા છતાં પણ તેના ઉપાસકોમાં “સર્વશપણાની” જે બુદ્ધિ છે તે એક=સમાન જ છે. માત્ર મિથ્યાત્વના ઉદયથી અયોગ્ય સ્થાને તે કલ્પના થઈ છે. તેથી નામ-આકાર આદિનો ભેદ હોવા છતાં તથા યોગ્ય-અયોગ્ય સ્થાને માન્યતા હોવા છતાં ઇષ્ટ-અનિષ્ટ નામાદિ વડે વ્યવહાર હોવા છતાં “સર્વજ્ઞતાપણે” સર્વે સર્વજ્ઞ સમાન Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૦૯-૧૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૬૭ છે. એક છે. તત્ત્વથી કોઈપણ જાતના ભેદ નથી. કારણ કે જો “સર્વજ્ઞપણામાં” ભેદ હોય તો તે વાસ્તવિક સર્વજ્ઞ જ ન હોઈ શકે. મહાત્મા પુરુષોને આ પ્રમાણે સર્વજ્ઞામાં તત્ત્વથી ભેદ જણાતો નથી. બાહ્યસ્વરૂપ ભિન્ન હોવા છતાં આન્તરિક સ્વરૂપમાં ભેદ નથી જ એમ મહાત્મા પુરુષોએ આ તત્ત્વ જાણવું. / ૧૦૯ || शास्त्रगर्भमेवोपपत्त्यन्तरमाह નામભેદ હોવા છતાં અર્થભેદ ન હોવાથી સર્વજ્ઞ એક જ છે. એ વિષયની સિદ્ધિ માટે શાસ્ત્રથી ગર્ભિત (શાસ્ત્રોક્ત) એવી બીજી યુક્તિ જણાવે છે चित्राचित्रविभागेन, यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु, ततोऽप्येवमिदं स्थितम् ॥ ११०॥ ગાથાર્થ = અતિશય શ્રેષ્ઠ એવા યોગના શાસ્ત્રોમાં દેવોને ઉદેશીને ચિત્ર (ભિન્ન-ભિન્ન) અને અચિત્ર (સમાન) એમ બે પ્રકારના વિભાગ દ્વારા ભક્તિ જે કારણથી વર્ણવેલી છે તે કારણથી પણ આ તત્ત્વ આમ જ છે. ૧૧૦ | ટીકા -“વિત્રવિત્રવમન” વયનાન્નિક્ષોન, “વેષ વર્જાિતા'' लोकपालमुक्तादिषु, “भक्तिः: सद्योगशास्त्रेषु" सौवाध्यात्मचिन्ताशास्त्रेषु । તપ” વારંપતિ, “વમ સ્થિત'' પ્રસ્તુતિ ૨૦ | વિવેચન - ઉત્તમ એવાં જે જે યોગધર્મને સમજવાનારાં શાસ્ત્રો છે. એટલે કે “અધ્યાત્મ માર્ગનું વિશેષ વિશેષ ચિંતન-મનન પોતપોતાના દર્શનોની અંદર જે જે શાસ્ત્રોમાં છે. તે તે શાસ્ત્રોમાં દેવોને ઉદેશીને કરાતી ભક્તિ બે પ્રકારની સમજાવી છે કારણ કે દેવો બે પ્રકારના છે. તેથી તેઓની આરાધના માટે ભક્તિ પણ બે પ્રકારની છે. ભક્તિના બે ભેદ- (૧) ચિત્ર (ભિન્ન-ભિન્ન) (૨) અચિત્ર (સમાન.) દેવોના બે ભેદ- (૧) લોકપાલાદિ (સંસારી દેવો) (૨) મુક્ત (સંસારાતીત દેવ) લોકપાલ આદિ (ઈન્દ્ર-સામાનિક-ત્રાયન્ટિંશ ઇત્યાદિ અથવા ભવનપતિ- વ્યંતરજ્યોતિષ્ક-વૈમાનિક ઇત્યાદિ) દેવોને ઉદ્ઘી કરાતી ભક્તિ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની છે. કારણ કે આ દેવો સંસારી હોવાથી રાગ-દ્વેષ અને અજ્ઞાનતાના દોષથી યુક્ત છે. કોઈ દેવ કોઈ વસ્તુનો અર્થી હોય અને કોઈ દેવ બીજી જ વસ્તુનો અર્થી હોય. તથા Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧0-૧૧૧ તેઓની ભક્તિ કરનારા પુરુષો પણ કોઈ એક દેવના રાગી હોય અને બીજા દેવના દ્વેષી હોય, અને કોઈ પુરુષ બીજા દેવના રાગી હોય અને અન્ય કોઈ દેવના દ્વેષી હોય. જેમ કે લક્ષ્મીદેવી ધનના સંબંધવાળી છે અને સરસ્વતી દેવી જ્ઞાનના સંબંધવાળી છે. તેને પૂજનારાઓમાં પણ ધનના અર્થી જીવો જેવી લક્ષ્મીદેવીની ઉપાસના કરે છે, તેવી સરસ્વતી દેવીની ઉપાસના કરતા નથી. અને જે જીવો જ્ઞાનના અર્થી છે. તેઓ સરસ્વતી દેવીની જેવી ઉપાસના કરે છે, તેવી લક્ષ્મીદેવીની ઉપાસના કરતા નથી. આ રીતે સંસારી દેવોને ઉદેશીને કરાતી ભક્તિ ચિત્ર (અનેક પ્રકારની) ભિન્ન-ભિન્ન હોય છે. પરંતુ સંસારાતીત જે મુક્તદેવો છે. એટલે કે સંસાર ત્યજીને મોક્ષે ગયેલા દેવો છે. તેઓની ભક્તિ (તેઓને ઉદેશીને કરાતી ભક્તિ) અચિત્ર એક જ પ્રકારની છે. કારણ કે મુક્ત દેવો પણ એક જ પ્રકારના છે. મુક્તદેવોની ઉપાસના કરનારા યોગી મહાત્માઓનો ભક્તિ કરવાનો આશય પણ મુક્તિપ્રાપ્તિ રૂપ એક જ પ્રકારનો હોય છે. આ પ્રમાણે યોગસંબંધી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં સંસારાતીત એવા મુકત દેવોની ભક્તિ અચિત્ર (સમાન) વર્ણવેલી હોવાથી પણ સમજાય છે કે મુક્ત-ગત સર્વે સર્વદેવો સર્વશતાના ગુણથી” એક જ છે. એક સરખા=સમાન જ છે. હીનાધિક નથી. જો હીનાધિકપણે અસમાન હોત તો તેઓની ભક્તિ પણ સંસારી દેવોની જેમ જ ચિત્ર જણાવી હોત. આ યુક્તિ સર્વજ્ઞની એકતા (સમાનતા) માટે જણાવાઈ છે. (અીં સૌવાધ્યાત્મવિક્તાપુ પદમાં “ અધ્યાત્મ''પદ છુટું પાડીને સ્વાધ્યાત્મચિન્તાશાસ્ત્ર શબ્દથી તદ્ધિતનો મ પ્રત્યય તચેતમ્ થી કરવો અને સિદ્ધ હેમવ્યાકરણ ૭-૪-૫ થી +ની વચ્ચે સૌનો આગમ થયેલો જાણવો. તૈયાયિકવૈયાકરણિક આદિ શબ્દોની જેમ) / ૧૧૦ | अमुमेवार्थं स्पष्टयनाहઆ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे, तदतीतार्थयायिनाम् ॥ १११ ॥ ગાથાર્થ = સંસારવાસી દેવોની નિકાયમાં જવાની અભિલાષાવાળા જીવોની ભક્તિ સંસારી દેવોને વિષે હોય છે. અને સંસારથી અતીતાર્થ (એટલે મુક્તિ)માં જવાની અભિલાષાવાળા જીવોની ભક્તિ સંસારથી અતીત એવા (મુક્ત જીવો સ્વરૂપ) તત્ત્વને વિષે હોય છે. તે ૧૧૧ છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ ગાથા : ૧૧૧-૧૧૨ યોગદષ્ટિ સમુચ્ચય ટીકા-“સંરિપુ દિ પુ” નોાિનાવિન્યુ “મવિક્તઃ” સેવા, “તારમિન” સંપારિવામિનાં, “તવતતે પુનઃ” સંતરાતીને તુ “તત્તે તત્તરतार्थयायिनां" संसारातीतमार्गयायिनां योगिनां भक्तिः ॥ १११॥ વિવેચન :- ઉપર ૧૧૦મી ગાથામાં જે કહેવામાં આવ્યું છે, તે જ વાત વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે. દેવો બે પ્રકારના છે. સંસારમાં રહેલા જન્મ-મરણ પર્યાયવાળા (કર્મવાળા) સાંસારિક ભોગ વિલાસ યુક્ત એવા જે દેવો તે, લોકપાલાદિ તથા સંસારથી મુક્ત=જન્મમરણ વિનાના (કર્મ વિનાના), ભોગ વિલાસથી રહિત, પોતાના ગુણોમાં જ રમણતા કરનારા એવા જે દેવો (એટલે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માઓ) તે મુક્તદેવો. આ બન્ને પ્રકારના દેવોમાં જવાની રુચિવાળા સંસારીજીવો પણ બે પ્રકારના છે. કોઈ જીવો સંસારી (ભોગ વિલાસવાળા) દેવોમાં ઉત્પન્ન થવાની રુચિવાળા હોય છે. અને કોઈ જીવો (સંસારથી વૈરાગી બનેલા યોગી મહાત્માઓ) મુક્તગત દેવોમાં જવાની રુચિવાળા હોય છે. આ પ્રમાણે જે જીવો લોકપાલાદિ સંસારી દેવોમાં ઉત્પન્ન થવાની રુચિવાળા છે, તે જીવો તે દેવોની ભક્તિ કરે છે. અને તે દેવો લોકપાલ-ઈન્દ્ર-સામાનિક આદિ ભેદે તથા ભવનપતિ- વ્યંતર-જ્યોતિષ્ક આદિ ભેદે ચિત્ર-વિચિત્ર હોવાથી અને તે તે દેવોની ઇચ્છા પણ ભિન્ન-ભિન્ન હોવાથી તેઓની ભક્તિ કરનારા જીવોની ભક્તિ પણ ચિત્રવિચિત્ર હોય છે. (આજે સંસારમાં આ વાત અનુભવસિદ્ધ છે કે લોકો કોઈ દેવની સામે શ્રીફળ મૂકે છે. કોઈ દેવની સામે સુખડી મૂકે છે. કોઈ દેવની સામે તેલ-સિંદુર ચઢાવે છે. કોઈ દેવોને ભિન્ન-ભિન્ન રંગોની ધ્વજા મૂકે છે ઇત્યાદિ.) પરંતુ સંસારાતીત (એવા મુક્તિસ્થાન)માં જવાના અર્થી જીવોની ભક્તિ સંસારાતીત (સર્વકર્મોથી રહિત થઈ શુદ્ધ-બુદ્ધ થયેલા) એવા સિદ્ધ પરમાત્મા રૂપ તત્ત્વને વિષે જ હોય છે. અને તે સિદ્ધ પરમાત્મા રૂપ “સંસારાતીત તત્ત્વ” એક જ પ્રકારનું હોવાથી તેઓને ઉદેશીને કરાતી ભક્તિ સર્વકાલે અચિત્ર (એક પ્રકારની) જ હોય છે. સિદ્ધ પરમાત્માને ઉદેશીને કરાતી અચિત્ર એવી એક ભક્તિ શું હોય છે? તે હવે પછીની ગાથામાં કહેવાય જ છે. આ પ્રમાણે ભક્તિ એક પ્રકારની હોવાથી “સર્વે સર્વજ્ઞા આત્માઓ સર્વજ્ઞતાથી એક છે.” I૧૧૧|| अनयोर्विशेषमाह આ બન્ને પ્રકારની ભક્તિમાં વિશેષતા જણાવે છેचित्रा चाद्येषु तद्राग-तदन्यद्वेषसङ्गता । अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥ ११२॥ ચો. ૨૪ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૨ ગાથાર્થ = પ્રથમ પ્રકારના દેવોને વિષે કરાતી ભક્તિ તે તે દેવના રાગવાળી અને અન્ય અન્ય દેવના દ્રષવાળી હોય છે. જ્યારે ચરમદેવોને ઉદેશીને કરાતી આ ભક્તિ સંપૂર્ણપણે સમતા સારવાળી જ હોય છે. મેં ૧૧૨ ટીકા ‘વિત્ર ર” નાનાપ્રારા ૪, “મા” સાંસારિપુ રે, "तद्रागतदन्यद्वेषसङ्गता'' स्वाभीष्टदेवतारागानभीष्टदेवद्वेषयुक्ता, मोहगर्भत्वात् । “વિત્રા'' વિIRT, ” તતd, તુ તત્ત્વ, “પુષ' પવિતા, સા ર “ામHIRT'' શHપ્રધાના, “મલ્લિનૈવ દિ''તથાસમ્મોહામત્રાલિતિ | ૨૨૨ વિવેચન :- સંસારી દેવોને ઉદેશીને કરાતી ભક્તિ ચિત્ર-વિચિત્ર એટલે ભિન્નભિન્ન પ્રકારવાળી હોય છે. ભક્તિ કરનારા પુરુષો પોતાના ઈષ્ટ દેવની જે ભક્તિ કરતા હોય છે તે ભક્તિ પોતાના ઈષ્ટ દેવ ઉપર રાગવાળી અને તેનાથી અન્ય દેવ ઉપર ઠેષ (અણગમા)વાળી હોય છે. તેનું કારણ એ છે કે ભક્ત પુરુષો વડે કરાતી આ ભક્તિ “મોહગર્ભિત” છે. ભક્તિ કરનારા તે તે પુરુષો તેવા તેવા પ્રકારના સંસારસુખના અર્થી છે. (આ મોહ છે.) તે કારણથી જે જે ભોગસુખની વાંછા જે જે દેવથી પોષાય એમ લાગે છે તે તે ભોગસુખની વાંછાના કારણે તે તે દેવ ઉપર રાગ થાય છે અને અન્ય દેવ ઉપર અપ્રીતિભાવ થાય છે. આ રીતે આ ભક્તિ સંસારસુખની ઇચ્છાના કારણે (મોહના કારણે) ઈષ્ટદેવ ઉપર રાગવાળી અને અન્ય દેવ ઉપર અપ્રીતિવાળી હોય છે. આ જ વાત ગ્રંથકાર પોતે જ આગળ ૧૧૩ થી ૧૨૪ ગાથામાં વધુ સ્પષ્ટ સમજાવે છે. તથા સંસારાતીત એવા તત્ત્વને વિષે (મુક્તિમાં રહેલા સિદ્ધ પરમાત્મા સ્વરૂપ વીતરાગ દેવને વિષે) કરાતી ભક્તિ સર્વકાળે એક પ્રકારની જ હોય છે. કારણ કે આરાધ્ય એવા તે દેવ વીતરાગ-સર્વજ્ઞતાના ગુણવડે એક જ પ્રકારના છે. તેથી તેઓની ભક્તિ કરનારા યોગી મહાત્માઓની ભક્તિ “સમતાસાર”વાળી એક પ્રકારની જ હોય છે. જેમ બને તેમ રાગ-દ્વેષની કલુષિતતાને દૂર કરનારી અને સમભાવની જ પ્રધાનતાવાળી આ ભક્તિ હોય છે. તેનું કારણ એ છે કે યોગી મહાત્માઓ વડે કરાતી આ સર્વ ભક્તિમાં સમ્મોહનો (રાગાદિ મોહ સ્વરૂપ અજ્ઞાનતાનો) સર્વથા અભાવ છે. એટલે કે વીતરાગની આ ભક્તિ વીતરાગ થવા માટે જ કરાય છે. પરંતુ કોઇ પણ પ્રકારના સંસારસુખની પ્રાપ્તિની વાંછા રૂપ રાગયુક્ત કે કોઇપણ પ્રકારના સંસારના દુ:ખના દ્વેષયુક્ત કરાતી નથી. સમતાભાવની પ્રધાનતાવાળી સમ્યજ્ઞાનપૂર્વક આ ભક્તિ કરાય છે. તેથી તે ભક્તિ એક પ્રકારની હોય છે. આ જ વાત વધુ સ્પષ્ટપણે ગ્રંથકાર આગળ ગાથા ૧૨૫ થી ૧૩૩માં સમજાવે જ છે. | ૧૧૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ ગાથા : ૧૧૩ યોગદૃષ્ટિ સમુચ્ચય अत्रैव हेतुमाहઆ બાબતમાં સુંદર યુક્તિ જણાવે છે. संसारिणां हि देवानां, यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः, स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥ ગાથાર્થ = જે કારણથી સ્થિતિ, ઐશ્વર્ય અને પ્રભાવ આદિ દ્વારા સંસારી દેવોનાં સ્થાનો દરેક શાસનમાં અનેકપ્રકારનાં ચિત્ર-વિચિત્ર છે. / ૧૧૩ | ટીકા “સરિ દિ તેલન'' નોટિીનાં, “અમfaam' નેશRIળ, “મનેથને?” પ્રઃિ | દ વાનીત્યાદ- ત્રેિશ્વpભવાઈ.” માહિત્યિંદનરૂપવિપરિગ્રહ, “સ્થાનાનિ' વિનાનાનિ | તિશાસન'' શાસને પ્રતિ વરાઇવિધ્યાનમેલાત્ + ૨૩ II વિવેચન :- લોકપાલ આદિ સંસારી દેવોને રહેવાનાં સ્થાન સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ અને આદિ શબ્દથી સહજ રૂપ વડે ભિન્ન-ભિન્ન અનેક પ્રકારનાં હોય છે. વળી તે બ્રહ્માણ્ડના (લોકના) ઊર્ધ્વ-અધો અને મધ્ય લોક રૂપ ત્રણ ભેદથી જે લોકમાં જે દેવનું શાસન હોય છે. તે શાસને શાસને સ્થાનો અનેક પ્રકારનાં હોય છે. આ વાત વધુ સ્પષ્ટતાથી વિચારીએ - સ્થિતિ- આયુષ્યનું માપ તે સ્થિતિ. વ્યંતરોના આયુષ્યથી જ્યોતિષ્કનું આયુષ્ય સામાન્યપણે અધિક હોય છે. તેના કરતાં ભવનપતિનું આયુષ્ય અને તેના કરતાં પણ વૈમાનિકનું આયુષ્ય વધુ અધિક હોય છે. એટલે હીનાધિક આયુષ્યના કારણે દેવોનાં તે તે રહેઠાણો (વસવાટ) હીનાધિક પુણ્યાઇવાળાં કહેવાય છે. અને તેવી હીનાધિક પુણ્યાઇ પ્રાપ્ત કરવા તેને અનુકૂળ ભક્તિ પણ વિવિધ જ હોય છે. ઐશ્વર્ય= સંપત્તિ અર્થાત્ વૈભવ પણ દેવોમાં હીનાધિક હોય છે. પ્રભાવ= પ્રભાવ, (માન, બહુમાન) કોઈ દેવનો ઓછો તો કોઈ દેવનો અધિક હોય છે. અને માત્ર શબ્દથી. સહજરૂપ= શરીર સંબંધી રૂપ પણ દેવોમાં ભિન્ન-ભિન્ન હોય છે. સ્થાનો= દેવોને રહેવાનાં રહેઠાણો. કોઇનાં ભવન જેવાં હોય છે. કોઈના આવાસો હોય છે અને કોઇનાં વિમાનના આકારે હોય છે. અને તે પણ વિવિધ આકારે હોય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૩-૧૧૪ આ પ્રમાણે ઊર્ધ્વલોક અધોલોક અને તિર્જીલોક એમ બ્રહ્માણ્ડના ત્રણ સ્થાનોમાં જ્યાં જ્યાં જે જે દેવોનું શાસન છે ત્યાં ત્યાં તે તે દેવો સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ, અને સહજરૂપ આદિની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન સ્થાનવાળા છે. ભિન્ન-ભિન્ન મોભાવાળા અને ભિન્ન-ભિન્ન પ્રભાવવાળા છે. આ પ્રમાણે પ્રત્યેક દર્શનોમાં સંસારી દેવોના અનેક ભેદો બ્રહ્માંડવર્તી ત્રણે લોકને આશ્રયી કહ્યા છે. || ૧૧૩ || यस्मादेवम्જે કારણથી દેવોમાં આ પ્રમાણે ભેદ છે. તેથી શું સિદ્ધ થાય છે ? તે જણાવે છે. तस्मात्तत्साधनोपायो, नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ ગાથાર્થ = તે કારણથી તે તે સ્થાનોની સાધનાના ઉપાયો પણ નિયમો ભિન્નભિન્ન જ છે. કારણ કે ભિન્ન-ભિન્ન નગરોનો એક માર્ગ કદાપિ હોતો નથી. I૧૧૪ - ટીકા -“તમારVI7” તત્સાયનોપાય” સંપારિવસ્થાનHTધનોपायो “नियमाच्चित्र एव हि" भवति । इदमेव वस्तु लोकप्रसिद्धोदाहरणદ્વાદિ-ર મિનાર ય” , “ વર્લ વાન' તથા तभेदानुपपत्तेरिति ॥११४॥ - વિવેચન :- સંસારી દેવોનાં સ્થાનો અનેક ભેદવાળાં અને અનેક આકારવાળાં હોય છે. હીનાધિક પુણ્યાઇવાળા હોય છે. આ કારણથી તે તે દેવોને ઉદેશીને કરાતી ભક્તિ પણ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારની હોય છે. દેવોમાં હીન-અને અધિક આયુષ્ય, પ્રભુત્વ, પ્રભાવ અને શારીરિક સંપત્તિને આશ્રયી અનેક જાતની ચડતા-ઉતરતા દરજ્જારૂપે ભિન્નતા હોય છે તેથી તેના ઉપાસકોમાં તેના ઉપાયરૂપે ભક્તિમાં પણ નિયમા ભેદ હોય જ છે. જેટલા પ્રમાણની બાહ્યધર્મ આરાધનાથી સૌધર્મ દેવલોકનું સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. તેટલા જ પ્રમાણની દ્રવ્ય ધર્મ આરાધનાથી અશ્રુત દેવલોક આદિનું સ્થાન પ્રાપ્ત કરી શકાતું નથી. દેવભવની જેટલી ઉંચી સ્થિતિ હોય છે. તેટલી તેના ઉપાયરૂપે ભક્તિ પણ ઉંચી હોવી જરૂરી છે. - આ જ વાત લોકમાં પ્રસિદ્ધ એવા એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. જુદા જુદા નગરોનો એક જ માર્ગ કોઈ પણ દિવસ હોતો નથી. જો જુદા જુદા નગરોનો પણ માર્ગ એક જ હોય તો તે તે નગરોનો જે ભેદ છે. તે ભેદ ઘટી શકતો નથી. દાખલા Page #408 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૧૪-૧૧૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૭૩ તરીકે અમદાવાદથી સુરતનો જે માર્ગ છે અને અમદાવાદથી રાજકોટનો જે માર્ગ છે તે બન્ને માર્ગો કદાપિ એક હોઈ શકતા નથી. જો તે બન્ને માર્ગો એક જ હોત તો તે બન્ને માર્ગોના અંતે સુરત અથવા રાજકોટ એમ જે ભિન્ન-ભિન્ન શહેર આવે છે તે આવત નહીં. નગરભેદ હોઈ શકે નહીં. તેવી રીતે ભવનપતિ દેવમાં જવાના માર્ગરૂપે, વૈમાનિક દેવમાં જવાના અને માર્ગરૂપે જ્યોતિષ્ક દેવમાં જવાના માર્ગરૂપે, જે ભક્તિ કરાય છે તે ભિન્ન-ભિન્ન હોય છે. જૈનેતર દર્શનોમાં પણ દેવો અનેક પ્રકારના છે તેથી તે તે દેવોને ઉદેશીને ઇતરદર્શનોને અનુસારે કરાતી સેવા-પૂજા પણ વિવિધ પ્રકારની હોય છે. રાધા-કૃષ્ણની, રામ-સીતા-લક્ષ્મણની, શંકર-પાર્વતીની, હનુમાનજીની, ઇત્યાદિ દેવોની ભિન્નતાના કારણે તેઓની સેવાપૂજા રૂપ ભક્તિ પણ વિવિધ જ હોય છે. સમાન હોતી નથી. ૧૧૪ તથા इष्टापूर्तानि कर्माणि, लोके चित्राभिसन्धितः । नानाफलानि सर्वाणि, द्रष्टव्यानि विचक्षणैः ॥ ११५॥ ગાથાર્થ =આ લોકમાં ભિન્ન-ભિન્ન આશયથી કરાતાં ઈષ્ટ-પૂર્તિ કાર્યો પણ વિવિધ ફળવાળાં છે એમ વિચક્ષણ પુરુષોએ જાણવું. / ૧૧૫ II ટીકા -‘છાપૂર્વાનિ મffજ” વક્ષ્યાત્મિક્ષ નિ, “નો.” પ્રળિon, "चित्राभिसन्धितः" कारणात् । किमित्याह-"नानाफलानि" चित्रफलानीति, योऽर्थः સવ કર્ણવ્યાનિ''તુમેરાન્ ા વૈરિત્યાદિ-વિવક્ષ: "વિિિતિ વિવેચન :- જૈન દર્શનમાં સંસારી દેવો જેમ અનેક પ્રકારના છે. તેમ ઇતર દર્શનોમાં પણ સંસારી દેવો અનેક પ્રકારના છે. તેઓને ઉદેશીને કરાતાં ઈષ્ટાપૂર્ત વગેરે ભક્તિરૂપ કાર્યો આ લોકમાં “વિત્ર+મિશ્વિતઃ” વિવિધ પ્રકારના આશયભેદ સ્વરૂપ કારણથી કરાય છે. તેથી તે સર્વે ભિન્ન-ભિન્ન ફળવાળાં છે. એમ વિચક્ષણ (વિદ્વાન) પુરુષોએ સમજવું જોઇએ. ઇચ્છાપૂર્તિ આદિ ભક્તિકાર્યો સર્વે ભિન્ન-ભિન્ન ફળવાળાં છે એવો વોડર્થ. જે અર્થ ઉપર કહ્યો () તે તમેતો ભક્તિ કાર્ય કરતી વખતે હૃદયગત આશયભેદ રૂપ કારણભેદથી જાણવા યોગ્ય છે. ઇચ્છાપૂર્તિ આદિ સમાનપણે કરનારા ભક્તલોકોના હૃદયમાં જે જે ભિન્ન-ભિન્ન આશય હોય છે તેથી તેનું ફળ પણ ભિન્ન-ભિન્ન હોય છે. આ વાત Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૫-૧૧૬ આગળ ગાથા-૧૧૮માં ગ્રંથકારશ્રી સમજાવે જ છે. જેમ એક જ સિંહ પોતાના બચ્ચાને મુખથી પકડે અને સસલાના બચ્ચાને મુખથી પકડે તે બન્નેમાં પકડવાની ક્રિયા સમાન હોવા છતાં સિંહના હૃદયમાં આશયભેદ હોવાથી એકમાં શરીરની પુષ્ટિનું કારણ બને છે અને બીજામાં શરીરના વિનાશનું કારણ બને છે. પ્રશ્ન:-ઇષ્ટાપૂર્ત શું છે? તે ભક્તિરૂપ કાર્યો કોને કહેવાય? ઉત્તર :- ગ્રંથકાર પોતે જ હવે પછીની ૧૧૬-૧૧૭મી ગાથામાં આ ઈચ્છાપૂર્તિને અર્થ સમજાવે જ છે. ૧૧૫ इष्टापूर्तस्वरूपमाहઈષ્ટાપૂર્તનું સ્વરૂપ સમજાવે છે ऋत्विग्भिर्मन्त्रसंस्कारै-ाह्मणानां समक्षतः । अन्तर्वेद्यां यद्दत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ ગાથાર્થ = યજ્ઞમાં અધિકૃત યાજ્ઞિક ગોરો વડે બ્રાહ્મણોની સમક્ષ યજ્ઞસંબંધી વેદીની અંદર મન્તાક્ષરો બોલવાના સંસ્કારોપૂર્વક જે (અલંકારાદિ) અપાય તે “ઇષ્ટ” કહેવાય છે. | ૧૧૬ . ટીકા - “ત્વિર્થિથતૈઃ” મન્નતંડ” રમૂર્તિઃ “બ્રહ્માનાં સમક્ષતઃ” તળેષાં, “કૉર્વેદ્યાં દિ યત્તિ” દિરથાદ્ધિ, “કૃષ્ટ તમથીયો,” विशेषलक्षणयोगात् ॥ ११६॥ વિવેચન - ઈચ્છાપૂર્તિમાં પ્રથમ “ઇષ્ટનો” અર્થ સમજાવે છે. જ્યારે જ્યારે યજ્ઞવિધિ કરવામાં આવે, ત્યારે ત્યારે યજ્ઞની ક્રિયા કરાવવામાં મુખ્ય અધિકાર પદે નિયુક્ત કરાયેલા યાજ્ઞિક ગોરો (પુરોહિતો) વડે તે પુરોહિતીથી અન્ય એવા બીજા બ્રાહ્મણોની હાજરીમાં મંત્ર વાંચી અનેક સંસ્કૃત શ્લોકોના ઉચ્ચારણ કરવા પૂર્વક સંસ્કારો કરવા દ્વારા યજ્ઞની વેદીમાં જે સુવર્ણમુદ્રાદિ મૂકવામાં આવે તે મૂકાયેલા સુવર્ણમુદ્રાદિને “ઈષ્ટ” કહેવાય છે. પ્રશ્ન- આવા પ્રકારનું જે હિરણ્યાદિ હોય તેને જ “ઇષ્ટ” શા માટે કહેવાય છે. ઉત્તર : ઇષ્ટ”નું જે વિશેષલક્ષણ છે તે આ દાનમાં સંભવે છે. રાજા વગેરે કોઈ ધનવાન પુરુષો યાચકો ઉપર પ્રસન્ન થાય અને તે વાચકોને અન્ન અને હિરણ્યાદિ Page #410 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૧૬-૧૧૭ યોગદષ્ટિ સમુચ્ચય ૩૭૫ જે કંઈ આપે તે “દાન” કહેવાય. પરંતુ તે જ રાજા આદિ ધનવાન પુરુષોએ યજ્ઞ પ્રારંભ્યો હોય અને યજ્ઞમાં ઉપરોક્ત વિધિએ મૂકાયેલું એવું જે હિરણ્યાદિ યાચકોને અપાય તે ઇષ્ટ કહેવાય છે. કારણ કે તેમાં વિશેષ લક્ષણનો યોગ છે. (૧) પદાધિકારી એવા પુરોહિતો વડે મત્રના સંસ્કારો વડે સંસ્કારિત થયેલું આ હિરણ્યાદિ છે. (૨) બ્રાહ્મણોની સમક્ષ અપાય છે. એટલે અન્ય બ્રાહ્મણોના પણ તેમાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. (૩) વેદિકામાં મૂકાયેલું છે. એટલે યજ્ઞના અધિષ્ઠિત તે તે દેવને ભેટ ધરાયેલું છે. આવા પ્રકારના ત્રણ વિશેષ લક્ષણોવાળું આ હિરણ્યાદિ છે. તેથી તેને માત્ર “દાન” ન કહેતાં “ઇષ્ટ” કહેવાય છે. તથા યાચક લોકો પણ આવા પ્રકારનું વિધિયુક્ત સંસ્કારિત થયેલ હિરણ્યાદિ પોતાને મળે એમ વિશેષ “ઇચ્છે છે” તેથી તેને “ઇષ્ટ” કહેવાય છે. ઉદાહરણ તરીકે જૈનદર્શનમાં સિદ્ધચક્ર પૂજન આદિમાં અપાતી રાખડી તે મન્નોથી મંત્રિત હોવાથી, પૂજનમાં મૂકાયેલી હોવાથી સામાન્ય રાખડી કરતાં વિશેષ લક્ષણોવાળી બનવાથી અને તેના અર્થી જીવો તેવી રાખડીને વિશેષ ઇચ્છતા હોવાથી અપેક્ષાએ ઈષ્ટ” કહેવાય છે. તથા ઇતર દર્શનોમાં પ્રભુના મંદિરોમાં અપાતો “પ્રસાદ” પ્રભુને ધરાયેલો હોવાથી અને તેવા પ્રકારના મંત્રાક્ષરો વડે મંત્રિત હોવાથી સામાન્ય સર્વે પ્રજા તેને ઇચ્છે છે એટલે “ઈષ્ટ” કહેવાય છે. તેમ અહીં પણ જાણવું. સારાંશ કે યજ્ઞમાં મન્ચાક્ષરો વડે મત્રિત અને વેદીમાં મૂકાયેલું એવું જે હિરણ્યાદિ અપાય તે “ઈષ્ટ” કહેવાય છે. તે ૧૧દ તથા-હવે પૂર્તનો અર્થ જણાવે છે. वापीकूपतडागानि देवतायतनानि च । अन्नप्रदानमेतत्तु, पूर्तं तत्त्वविदो विदुः ॥ ११७॥ ગાથાર્થ = વાવડી, કૂવા, તળાવ આદિ બંધાવવાં, દેવમંદિરો કરાવવા અને વાચકોને અન્નનું દાન કરવું આ સર્વે “પૂર્તિ” કહેવાય છે. એમ વિદ્વાન પુરુષો કહે છે. તે ૧૧૭ | ટીકા -“વાવ તાનિ'' નો સિદ્ધાચેવ, “તેવતાવતના ત્ર” વતિવિનિ = તથા “અન્નકલાન'' વિશ્વમેવ, “તત્ત્વવધૂત,શિમિયાદ“પૂર્વ વિો વિ” રૂતિ પૂર્તપરિભાષા તત્ત્વવિદો વિન્તિ ૨૨૭ Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૭ વિવેચન :- વાવડી, કૂવા અને તળાવ બંધાવવાં, દેવમંદિરો બનાવવાં તથા અન્નદાન કરવું. તથા ઉપલક્ષણથી વસ્ત્રદાન કરવું, યાચકોને અથવા દીન-અનાથોને વસતિ (વસવાટ) આદિનું દાન કરવું આ સર્વ લૌકિક પરોપકારનાં કાર્યોને “પૂર્ત” કહેવાય છે. એમ તત્ત્વવિદ્ પુરુષો જાણે છે. વાવડી, કૂવો અને તળાવ કોને કહેવાય? તે સમજાવવું પડે તેમ નથી. કારણ કે લોકમાં પ્રસિદ્ધ જ છે. જે ઉંડી અને વધુ પહોળી ખોદેલી હોય. જેમાં ઉતરવા માટે પગથીયાંની વ્યવસ્થા હોય. તથા જેનું પાણી અંદર ઉતરીને લોકો લઈ શકતા હેય તે “વાવડી” કહેવાય છે. જે ગોળ ગોળ હોય, વધારે ઉંડો હોય. જેમાં ઉતરવા માટે પગથીયાંની વ્યવસ્થા ન હોય. અંદર ઉતરીને પાણી ન ભરી શકાય, પરંતુ ઘટના રેંટ દ્વારા અથવા કોશ દ્વારા પાણી કાઢી શકાય તે “કૂવો” કહેવાય છે. જે વધારે લાંબુ-પહોળું અને ખુલ્લું હોય, જેનું પાણી ઘણું ઊંડું ન હોય. જેમાં બેસીને લોકો સ્નાન-વસ્ત્રધાવણ આદિ કાર્ય કરી શકે તે “તળાવ” કહેવાય છે. આવા પ્રકારનાં જળાશયો બંધાવવાં કે જે લૌકિક પરોપકાર કરનારાં છે. દેવમંદિરો બનાવવા તથા યતિઓને, યાચકોને અને દીન-અનાથ આદિને ઉતરવા યોગ્ય વસવાટ (આશ્રમ) આદિ બંધાવવા તથા અન્નદાનાદિ કાર્ય કરવું. અહીં અન્નદાન વાચકોને, દીનને અને અનાથોને અનુકંપા બુદ્ધિથી જે અપાય તે “લૌકિક જ” અન્નદાન જાણવું. આ સર્વે “પૂર્ત” કહેવાય છે. સાધુસંતો જેવા સુપાત્ર આત્માઓને પૂજ્યભાવ અને ભક્તિ-બહુમાનના ભાવથી જે અન્નદાન કરાય છે. તે “લોકોત્તર અન્નદાન” કહેવાય છે તે અહીં ન સમજવું. તત્ તુ=આવા પ્રકારનાં લોકોને સંસારની સાનુકૂળતા આપનારાં, લૌકિક પરોપકાર કરનારાં આવા આવા પ્રકારનાં જે જે કોઈ કાર્યો કરાય (જેમ કે સ્કુલો બાંધવી, દવાખાના કરાવવાં, ધર્મશાળા કરાવવી, ભોજનાલય કરાવવું) તે સર્વે લૌકિક પરોપકારવાળાં કાર્યોને તત્ત્વજ્ઞ પુરુષો “પૂર્ત” કહે છે. પ્રશ્નઃ- આ કાર્યોને “પૂર્ત” કહેવાનું કારણ શું? ત્યાં “પૂર્ત”નો અર્થ શું? ઉત્તરઃ- આવા કાર્યોને જે “પૂર્ત” કહેવાય છે. તે પૂર્વપુરુષોએ કરેલી પરિભાષાથી કહેવાય છે. પરિભાષા એટલે તેવા પ્રકારનો સંકેત, તેથી આ સાંકેતિક શબ્દ છે. એમ જાણવું. આ પ્રમાણે સાંસારિક દેવો અને મુક્તદેવો એમ બે પ્રકારના દેવો હોય છે. તે બન્નેમાં જે સાંસારિક દેવો છે તેના અનેક ભેદો છે. તેથી તેઓની ઇચ્છાપૂર્યાદિ લૌકિક Page #412 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૭૭ પરોપકારનાં કાર્યો કરવા રૂપ ભક્તિ ચિત્રા=અનેકવિધ છે. અને મુક્તદેવો એક પ્રકારના છે. તેથી તેઓની શમસારવાળી ભક્તિ એક જ પ્રકારની છે. એમ સમજાવ્યું. હવે સાંસારિક દેવોની ભક્તિરૂપે કરાતાં આ ઈચ્છાપૂર્નાદિ કાર્યોમાં સમાન કાર્ય કરનારાઓ પણ આન્તરિક (હૃદયગત) આશયભેદથી ભિન્ન-ભિન્ન ફલ પામે છે. તે પણ જણાવે છે. आन्तरं हेतुमधिकृत्याह હૃદયમાં રહેલા આન્તરિક કારણને લઈને પણ આ ઇષ્ટાપૂર્યાદિ કાર્યો ભિન્ન-ભિન્ન ફળવાળાં બને છે. તે જણાવે છે. अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह, वारीव कृषिकर्मणि ॥ ११८ ॥ ગાથાર્થ = સમાન પણ અનુષ્ઠાનમાં તેવા પ્રકારના આશયથી ફળ ભિન્નભિન્ન થાય છે. આ કારણથી ખેતીની ક્રિયામાં પાણીની જેમ ફળસિદ્ધિમાં તે આશય જ પ્રધાન કારણ છે. || ૧૧૮ | ટીકા-“મfમજેતથવિથાશયનક્ષત્” | વિદિત્ય- fમન્ન'' સંસારિવસ્થાનાદ્ધિ, “મનુષાનેવિ દિ" રૂછાતી, “પરમ:' પ્રથાન:, મતિઃ IRUI[ “સ વિમન્જિરેવ,” “” પત્નસિદ્ધી, લિંવહિત્ય€િ=વારીવ ઋષિમm” કૃતિ દાતા, પરમો નોવેરૂઢથી ૫ ૨૨૮ વિવેચન - બાહ્ય આચરણ રૂપે કરાતાં ઈષ્ટાપૂર્યાદિ કોઈપણ ધાર્મિક અનુષ્ઠાનો જુદા-જુદા જીવો વડે એક સરખી રીતે સમાનપણે જ કરાતાં હોય તો પણ તે અનુષ્ઠાનો આચરતી વખતે સૌ સૌના હૃદયમાં તેવા તેવા પ્રકારના જુદા જુદા આશયો સ્વરૂપ અભિસન્ધિથી સંસારી દેવોના સ્થાનાદિની પ્રાપ્તિરૂપ ફળ ભિન્ન-ભિન્ન પ્રાપ્ત થાય છે. જેમ ખેતી કરનારા સર્વે ખેડૂતો ખેતી કરવાની ક્રિયા (ખેતર ચોકખું કરવું. બીજ વાવવું. ખાતર નાખવું. પાણી પાવું) ઈત્યાદિ સરખી (સમાન) રીતે કરે તો પણ જે ખેડૂતો મીઠું પાણી ખેતીમાં પાય તો તેને વિશેષ ફળસિદ્ધિ થાય, મોળું પાણી પાય તો સામાન્ય ફળસિદ્ધિ થાય. અને ખારું પાણી પાય તો તદન અલ્પફળસિદ્ધિ થાય અથવા કદાચ ફળસિદ્ધિ ન પણ થાય. તેવી રીતે ઈષ્ટાપૂર્નાદિ અનુષ્ઠાન સમાન આચરવા છતાં પણ કોઈ મરણના ભયથી, કોઈ યશકીર્તિની ઇચ્છાથી, કોઈ સ્વર્ગના સુખની ઇચ્છાથી Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૮-૧૧૯ અને કોઈ પરોપકાર કરવાનું પોતાનું કર્તવ્ય સમજીને કરતા હોય છે. તેથી તે ઇષ્ટાપૂર્વ આદિ અનુષ્ઠાનો સમાન આચરવા છતાં મૃત્યુ પામી કોઈ ભૂત-પ્રેતાદિ તુચ્છ વ્યંતરદેવમાં કોઈ ભવનપતિ જેવા વિશિષ્ટ દેવસ્થાનમાં, કોઈ જ્યોતિષ્ક જેવા વિશિષ્ટતર દેવસ્થાનમાં, અને કોઇ વૈમાનિક જેવા સર્વોત્તમ દેવસ્થાનમાં જન્મ પામવા સ્વરૂપ ફળભેદ પામે છે. તે જ પ્રમાણે હીનાધિક આયુષ્ય પ્રમાણ, હીનાધિકપણે ઐશ્વર્ય, હીનાવિકપણે જૈન-સમાજમાં પ્રભાવ અને હીનાધિકપણે શારીરિક રૂપ પ્રાપ્તિ આદિ ફળભેદને પણ પામે છે. આ કારણથી હૃદયગત તે અભિસન્ધિ (આશય) જ ફળસિદ્ધિમાં પ્રધાન કારણ છે. અહીં ખેતીમાં “બીજ, પાણી, ખાતર, હવા” અને “પ્રકાશ” એમ અનેક કારણો છે. તે સર્વે કારણો સાનુકુળ મળે તો જ ફલસિદ્ધિ થાય છે. તેથી પાંચ કારણો પોતપોતાના તરફનો સહકાર આપવામાં પ્રધાન જ છે. એકલું પાણી માત્ર પ્રધાન નથી. બીજ, ખાતર આદિ પણ પ્રધાનકારણ છે. છતાં “ખેતીકાર્યમાં જેમ પાણી” આવું જે આ દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. તે લોકરૂઢિની અપેક્ષાએ જે પરમ છે. તે અપેક્ષાએ આ દૃષ્ટાન્ત છે એમ સમજવું. સંસારમાં કોઈ એક પુરુષને બીજો પુરુષ શાબાશી આપવાના આશયથી કમ્મરમાં ધબ્બો મારે છે ત્યારે પ્રથમ પુરુષને આનંદનું કારણ બને છે અને તે જ બીજો પુરુષ ક્રોધયુક્ત આવેશથી ધબ્બો મારે છે ત્યારે પ્રથમ પુરુષને રોષ-રીસ અને શોકનું કારણ બને છે. માટે “આશયભેદ” એ જ ફળભેદનું પ્રધાનતર કારણ છે. ૧૧૮ // अभिसन्धिभेदनिबन्धनान्याहઆશયભેદ થવાનાં કારણો જણાવે છે. रागादिभिरयं चेह, भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां, तथा बुद्ध्यादिभेदतः ॥ ११९॥ ગાથાર્થ = નાનાવિધ ફળને ભોગવનારા મનુષ્યોનો આ આશયભેદ રાગાદિના કારણે તથા બુદ્ધિ આદિના ભેદથી અનેકપ્રકારનો હોય છે. / ૧૧૯ ટીકા -“રામિ. ” “ afમ”િ “દ નોલે, “મિત્તऽनेकधा नृणां" तन्मृदुमध्याधिमात्रभेदेन । किंविशिष्टानामित्याह "नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः" वक्ष्यमाणाद्भिद्यतेऽभिसन्धिरिति ॥ ११९॥ Page #414 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચનઃ- સમાન એવાં ધર્મ-અનુષ્ઠાનો આચરવા છતાં ભવાન્તરમાં હીનાધિકપણે દેવસ્થાનની પ્રાપ્તિ થવા સ્વરૂપ ફળભેદમાં જો કોઇ કારણ હોય તો અનુષ્ઠાનો આચરતી વેળાનો આશયભેદ કારણ છે. એમ ઉપરની ગાથામાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે બાહ્ય અનુષ્ઠાન સમાન આચરવા છતાં આવા પ્રકારનો આશયભેદ કેમ થાય છે? આશયભેદ થવાનું કારણ શું? તે આ ગાથામાં સમજાવે છે કે ગાથા : ૧૧૯ આ લોકમાં વિવિધ દેવસ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ ફળને પામનારા મનુષ્યોનો સમાન અનુષ્ઠાન આચરણ કાલે જે અનેકપ્રકારનો “આશયભેદ” છે તે રાગાદિ વડે થાય છે. તથા બુદ્ધિ આદિના ભેદથી થાય છે. આશયભેદ થવામાં મુખ્યત્વે બે કારણો ગ્રંથકારે બતાવ્યાં છે. (૧) રાગાદિ વડે અને (૨) બુદ્ધિ-આદિના ભેદ વડે આશયભેદ થાય છે. ૩૭૯ ધર્મ અનુષ્ઠાનો આચરતી વખતે હૃદયમાં રહેલા આશયો” (ભાવો, માનસિક વિચારો) વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન-ભિન્ન હોય છે. તેથી અગણિત અને અપાર હોય છે. તો પણ તે સર્વે આશયભેદનો મૃદુ-જન્ય, મધ્ય-મધ્યમ અને અધિમાત્ર=અધિકમાત્રા એટલે ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ભેદમાં સમાવેશ કરાયો છે. આ પ્રમાણે અનેકપ્રકારનો જે આશયભેદ છે તે ત્રણ પ્રકારનો કલ્પાય છે. તેથી તેના કારણ રૂપે રાગાદિ (રાગદ્વેષ અને અજ્ઞાનાદિ) દોષો પણ ત્રણ પ્રકારના કલ્પાય છે. જે જીવના રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો મંદ બન્યા છે. અને વિશિષ્ટ દશાને પામ્યા છે તેવા જીવો તીવ્ર આશયથી (બહુ જ ઉંચા ભાવથી) ધર્મ-અનુષ્ઠાનો આચરે છે. એટલે ઉચ્ચકોટિના વૈમાનિકાદિ દેવસ્થાનની પ્રાપ્તિરૂપ પુણ્યફળ ભોગવનારા બને છે. જે જીવોના રાગાદિ આ ત્રણે દોષો મધ્યમ બન્યા છે તે જીવો મધ્યમભાવથી ધર્મ અનુષ્ઠાન આચરે છે. તેથી જ્યોતિષ્ક અથવા ભવનપતિ જેવા મધ્યમ દેવસ્થાનની પ્રાપ્તિ રૂપ મધ્યમ ફળને ભોગવનારા બને છે. અને જે જીવોમાં આ રાગાદિ દોષો તીવ્ર છે. તે જીવો જે ધર્માનુષ્ઠાન આચરે છે. તે અનુષ્ઠાનોમાં મંદ પરિણામ (આશય) હોય છે. એટલે વ્યંતર અથવા પરમાધામી જેવા કનિષ્ઠ દેવસ્થાનની પ્રાપ્તિ રૂપ જઘન્ય ફળને ભોગવનારા બને છે. દેવસ્થાનની પ્રાપ્તિરૂપ ફળભેદનું કારણ આશયભેદ છે. અને આશયભેદનું એક કારણ રાગાદિ દોષોની મંદતા-મધ્યમતા અને અધિક્તા છે. હવે આશયભેદનું બીજું કારણ બુદ્ધિ આદિ છે. તે ગ્રંથકારશ્રી પોતે જ આગળની ૧૨૦મી ગાથામાં સમજાવે જ છે. || ૧૧૯ || Page #415 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય આ બુદ્ધિ આદિના ભેદને જ સમજાવે છે. बुद्धिर्ज्ञानमसम्मोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि, भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ ગાથાર્થ = બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એમ ત્રણ પ્રકારનો “બોધ” શાસ્ત્રોમાં મનાયો છે. બોધના તે ત્રણ ભેદથી સર્વ પ્રાણીઓનાં સર્વ કાર્યો ભિન્ન (ફળ આપનારાં) બને છે. || ૧૨૦ ॥ ૩૮૦ एनमेवाह ટીકા -‘બુદ્ધિવંયમાાનક્ષા, ’’ ‘‘જ્ઞાનમપ્લેવમેવ, ‘‘અસમ્મો શૈવ, ’ “ત્રિવિધો બોધ કૃતે શાસ્ત્રપુ।'' “તમેતાવ્ બુદ્ધામિવાત્, ’’ ‘“સર્વવામાંળીાવીનિ, ’’ ‘“મિદ્યન્ત સર્વવહિનાં, ” હેતુભેવાત્ તમેત કૃતિ વૃત્તા ॥ ૧૨૦॥ વિવેચન :- “બુદ્ધિ, જ્ઞાન” અને “અસંમોહ” આ ત્રણેનાં લક્ષણો આગળ આવનારી ૧૨૧મી ગાથામાં કહે જ છે. તેથી બુદ્ધિ કોને કહેવાય? એવા પ્રશ્નનો ઉત્તર છે કે વક્ષ્યમાળનક્ષા-હવે કહેવાતા લક્ષણવાળી બુદ્ધિ છે. જ્ઞાન પણ એમ જ વક્ષમાણ લક્ષણવાળું સમજવું તથા અસમ્મોહ પણ એમ જ વક્ષ્યમાણ લક્ષણવાળો જાણવો. અર્થાત્ આ ત્રણેનાં લક્ષણો હવે પછીની ગાથામાં આગળ કહેવાય જ છે. ગાથા : ૧૨૦ ધર્મ અનુષ્ઠાન આચરતી વખતે જે બોધ (અનુભવ) હોય છે તે બુદ્ધિ રૂપ, જ્ઞાન રૂપ, અને અસંમોહ રૂપ ત્રણ પ્રકારનો હોય છે. આ પ્રમાણે યોગસંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે. બોધના ભેદથી અનુષ્ઠાનનો ભેદ થાય છે. અને અનુષ્ઠાનના ભેદથી ફળનો ભેદ થાય છે. કારણ કે હેતુભેદ (કારણભેદ) જ્યાં હોય ત્યાં અવશ્ય કાર્યભેદ થાય છે. જેમ કે ત્રણ વ્યક્તિઓ દાન, શીયળ, તપ આદિ ધર્મ અનુષ્ઠાન સમાન કરે છે. પરંતુ એક વ્યક્તિ આ ભવ-પરભવ સંબંધી સંસારનાં સુખો આ ધર્મથી મળે એવી બુદ્ધિપૂર્વક તે અનુષ્ઠાનો આચરે છે. બીજી વ્યક્તિ આગમશાસ્ત્રોના જ્ઞાન વડે વિવેકપૂર્વક તે અનુષ્ઠાનો આચરે છે. અને ત્રીજી વ્યક્તિ આવી મોહદશા અને અજ્ઞાનદશા ત્યજીને કર્મોની નિર્જરાના અર્થે આ જ અનુષ્ઠાનો આચરે છે. અહીં ત્રણે વ્યક્તિ વડે આચરણ કરાતું દાનાદિ રૂપ ધર્માનુષ્ઠાન ભલે સમાન હોય તો પણ બોધના ભેદથી એટલે હૃદયમાં રહેલા આશય ભેદરૂપ અનુભવના ભેદથી ત્રણ પ્રકારનું થાય છે. એક અનુષ્ઠાન સંસારહેતુ, બીજું અનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિહેતુ અને ત્રીજું અનુષ્ઠાન અલ્પકાળે મુક્તિહેતુ બને છે. બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહનો અર્થ હવે પછીની ગાથામાં આવે જ છે. તે સમજવાથી આ અર્થ વધારે સ્પષ્ટ થશે. ॥ ૧૨૦ ॥ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ગાથા : ૧૨૧ યોગદૃષ્ટિ સમુચ્ચય તત્ર ત્યાં બુદ્ધિ, જ્ઞાન, અસમ્મોહના અર્થ આ પ્રમાણે છે. इन्द्रियार्थाश्रया बुद्धि-निं त्वागमपूर्वकम् । सदनुष्ठानवच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१॥ ગાથાર્થ = ઈન્દ્રિયોના વિષયોના આશ્રયવાળો જે બોધ તે “બુદ્ધિ” કહેવાય છે. આગમપૂર્વક જે બોધ તે “જ્ઞાન” કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળું એવું જે આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે. / ૧૨૧ ટીકા “ક્રિયાથી શુદ્ધતીર્થયાને” “તમનવૃદ્ધિવ” | “જ્ઞાનં ત્યાનપૂર્વ” તીર્થયાત્રા વિવિજ્ઞાનવત્, “અનુષ્ઠાનવચૈતન્નાન” | મિત્કાદ-“મોહોમથીયતે'' વોયરાન રૂતિ ૫ ૨૨૧ વિવેચન - પૂર્વેની ૧૧૯મી ગાથામાં મંદ, મધ્યમ અને તીવ્ર એવા રાગાદિ દોષો વડે આશયભેદ વિવિધ છે એમ સમજાવવામાં આવ્યું. આ ૧૨૦-૧૨૧મી ગાથામાં બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહના કારણે બોધભેદ (આશયભેદ) ત્રણ પ્રકારનો છે તે સમજાવે છે. - પાંચ ઇન્દ્રિયોના વિષયોના આશ્રયે અનુષ્ઠાન આચરવાની ભાવના થવી તે બુદ્ધિ રૂપ બોધ કહેવાય છે. જેમ કે કોઈ સ્ત્રી-પુરુષો તીર્થયાત્રા કરવા જતા હોય તેઓના રૂપ-રંગને, વેશભૂષાને અને હાવભાવને ચક્ષુથી દેખીને ચાક્ષુષ રસથી પ્રેરાઈને મનમાં એવી બુદ્ધિ થાય કે હું પણ તીર્થયાત્રા કરવા જાઉં. આ બુદ્ધિ કહેવાય છે. એવી રીતે લોકમુખે તીર્થનું વર્ણન કર્ણ દ્વારા સાંભળીને શ્રોત્રેન્દ્રિયના વિષયના રસથી તીર્થયાત્રા કરવા જવાની ભાવના થાય તે પણ બુદ્ધિરૂપ બોધ છે. તથા છ'રી પાળતા સંઘમાં તીર્થયાત્રાએ જઈએ તો ત્યાં ખાવા-પીવાની સાનુકુળતા વધારે સારી રહે છે એમ સમજીને તીર્થયાત્રાએ જવાની ભાવના થાય તે પણ બુદ્ધિરૂપ બોધ છે. આ પ્રમાણે ઈન્દ્રિયોના સુખની પ્રધાનતાએ ધર્માનુષ્ઠાન કરવાની જે ભાવના થવી તે બુદ્ધિરૂપ બોધ છે. સારાંશ કે જે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઇન્દ્રિયોના સુખોનો સવિશેષ આશય હોય તે બુદ્ધિરૂપ બોધ કહેવાય છે. “આગમપૂર્વક જ્ઞાન રૂપ બોધ” = ઇન્દ્રિયોના સુખ માત્રની અપેક્ષા જેમાં નથી. પરંતુ વારંવાર આગમશાસ્ત્રોનું વાંચન અને શ્રવણ કરતાં કરતાં તે તે ધર્માનુષ્ઠાનોની વિધિનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે. અને વિધિ તથા વિવેકની જાગૃતિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવાની ભાવના થવી તે જ્ઞાનરૂપ બોધ કહેવાય છે. આ અનુષ્ઠાનો આચરવામાં ઇન્દ્રિયોના સુખની પ્રધાનતા નથી, પરંતુ આગમજ્ઞાનના અનુસાર વિધિની જાણકારી અને Page #417 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૧-૧૨૨ ૩૮૨ વિધિ તથા વિવેકપૂર્વક અનુષ્ઠાન આચરવાની ભાવના છે. જેમ કે કોઇ લોકો તીર્થ યાત્રાએ જતા હોય તે જોઇને અથવા જવાના છે તે સાંભળીને આગમશાસ્ત્રના આધારે ગુરુ આદિ પાસે તીર્થની યાત્રાની વિધિ યથાર્થપણે જાણીને તેનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તીર્થયાત્રા કરવાની ભાવના થાય તે. “સદનુષ્ઠાનવાળું જ્ઞાન તે અસમ્મોહ"= ધાર્મિક અનુષ્ઠાન આચરવાની ભાવના થવી તે અસમ્મોહ. આગમશાસ્ત્રોના સતત મનન, શ્રવણ દ્વારા વિધિનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું. તથા તેવા પ્રકારની વિધિના જ્ઞાનપૂર્વક સદનુષ્ઠાન આચરવું. સારાંશ કે સદનુષ્ઠાન આચરવાની માત્ર ભાવના જ થવી એમ નહીં પરંતુ સદનુષ્ઠાન કોને કહેવાય ? તે આગમથી યથાર્થપણે જાણીને તેવા સદનુષ્ઠાનનું આચરણ કરવું તે અસમ્મોહ કહેવાય છે. સદનુષ્ઠાનના આચરણવાળું જે જ્ઞાન તે અસમ્મોહ જાણવો. અહીં “સદનુષ્ઠાન” કોને કહેવાય? તે વાત ૧૨૩મી ગાથામાં આવે જ છે. ૧ વિષય સુખોના આશ્રયે ધર્મ અનુષ્ઠાન આચરવાની ભાવના તે બુદ્ધિરૂપ બોધ. (૨) આગમશાસ્ત્રોના જ્ઞાનપૂર્વક વિધિ અને વિવેક સાથે ધર્માનુષ્ઠાન આચરવાની જે ભાવના તે જ્ઞાનરૂપ બોધ. અને (૩) સદનુષ્ઠાનના જ્ઞાનપૂર્વક તેનું જીવનમાં આચરવું તે અસમ્મોહ કહેવાય છે. પ્રથમાનુષ્ઠાન સંસાર ફળહેતુ છે. બીજું અનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિહેતુ છે. અને ત્રીજું અનુષ્ઠાન અલ્પકાળે મુક્તિફળ હેતુ છે. ॥ ૧૨૧૫ एवमेतेषां लक्षणे व्यवस्थिते सति लोकसिद्धमुदाहरणमाह આ પ્રમાણે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ આ ત્રણનાં લક્ષણ સિદ્ધ થયે છતે તે ત્રણેને યથાર્થ સમજાવવા માટે લોકમાં પ્રસિદ્ધ એવું એક ઉત્તમ ઉદાહરણ જણાવે છેरत्नोपलम्भतज्ज्ञान-तत्प्राप्त्यादि यथाक्रमम् । इहोदाहरणं साधु, ज्ञेयं बुद्ध्यादिसिद्धये ॥ १२२॥ ગાથાર્થ અહીં (૧) રત્નદર્શન, (૨) રત્નનું જ્ઞાન અને રત્નની પ્રાપ્તિ આદિ અનુક્રમે બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના બોધની સિદ્ધિ માટે સારૂં ઉદાહરણ જાણવું. ॥ ૧૨૨ ॥ = ટીકા -‘રત્નોપતમ્ભ: '' સામાન્યનેન્દ્રિયાર્થાંશ્રયા બુદ્ધિઃ, “તજ્ઞાનેં’’ ત્યામપૂર્વ રત્નજ્ઞાનં, ‘‘તત્પ્રાપ્ત્યાવિ’’ વસમ્મોહ, લોધર્માત્ત્વ ‘યથા મમ્’। ‘‘કૃ ’’- બુચાૌ । ‘‘ડાહરળ સાધુ, ’’ અભિપ્રેતાર્થસાધવાત્। અત વાહज्ञेयं बुद्ध्यादिसिद्धये बुद्धिज्ञानासम्मोहसिद्ध्यर्थमिति ॥ १२२ ॥ Page #418 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૮૩ વિવેચન :- ઉપરની ગાથા ૧૨૧માં બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહનાં લક્ષણો જણાવ્યાં છે. તે બરાબર સમજાવવા માટે આ ગાથામાં સુંદર લોકપ્રસિદ્ધ એવું એક ઉદાહરણ આપે છે. રત્નનો બીન-અનુભવી કોઇપણ પુરુષ ઝવેરીની દુકાને અથવા રત્ન-કલાકારને ત્યાં જાય અને જ્યારે ચક્ષુરિન્દ્રિયથી પ્રથમ રત્નને દેખે ત્યારે તે રત્નની ચમક, કાન્તિ, આકાર અને ઉપર-નીચેના ઘાટોનું ચક્ષુ દ્વારા જે દર્શન થાય તે ઇન્દ્રિયાર્થાશ્રયવાળો બોધ હોવાથી તે રત્નોપતંભ=રત્નદર્શનને બુદ્ધિ કહેવાય છે. આ રત્નનું દેખવું, દેખવાથી ગમી જવું, લેવાની ઇચ્છા થવી, કિંમત પૂછવી, પૂરી જાણકારી વિના ચમક અને કાન્તિ માત્રથી લેવું. અને પહેરવું આ સર્વેમાં પંચેન્દ્રિય-જન્ય સુખનો આશય હોવાથી બુદ્ધિ કહેવાય છે. તેવી રીતે ઇન્દ્રિયોના વિષયવાળી ભાવનાપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય છે તે બુદ્ધિસ્વરૂપ બોધ (આશય)વાળું હોવાથી સંસારફળનો હેતુ છે. રત્નોના વિષયને સમજાવનારાં શાસ્ત્રોથી અથવા રત્નોના અનુભવી પુરુષો પાસે ૨-૩ વર્ષ રહીને તે રત્નો સંબંધી પૂરેપૂરી જાણકારી મેળવવી. આ પ્રમાણે આગમપૂર્વક (રત્નનાં શાસ્ત્ર અથવા અનુભવી પુરુષ પાસેથી મળેલા જ્ઞાનપૂર્વક) રત્નનો યથાર્થ બોધ થવો. રત્નોના વિષયનું વિશિષ્ટ જ્ઞાન થવું તે તા=રત્નજ્ઞાન. તેવી રીતે આગમ શાસ્ત્રોના અભ્યાસના આધારે ધાર્મિક અનુષ્ઠાનોની વિધિનું જ્ઞાન થવું. વિવેક જાગવો તે જ્ઞાન કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાનવાળા આશયથી કરાયેલ ધર્માનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિફળ આપે છે. તાયાદ્રિ રત્નોનો બરાબર અનુભવ મેળવ્યા પછી જે રત્નોની પ્રાપ્તિ થાય અને માહિ-શબ્દથી તે રત્નોથી વીંટી, હાર, કુંડલ આદિ અલંકારો બનાવવા. તે અલ્પકાળમાં જ શરીરને શોભાવવા રૂપ અથવા તજન્ય આનંદ રૂપ સુખને આપનાર છે. તેવી જ રીતે આગમના જ્ઞાનપૂર્વક સદનુષ્ઠાન આચરવું તે અલ્પકાળમાં જ મુક્તિ ફળ આપનાર છે. આ પ્રમાણે રત્નોપતંભ (રત્નદર્શન), રત્નજ્ઞાન અને રત્નની પ્રાપ્તિની સમાન અનુક્રમે બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક અને અસમ્મોહપૂર્વક અનુષ્ઠાન જાણવું. બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહને સમજાવવામાં આ ઉદાહરણ એ સુંદર ઉદાહરણ જાણવું. પ્રશ્નઃ- આ ઉદાહરણને સુંદર ઉદાહરણ કેમ કહ્યું છે ? ઉત્તર - બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહ આ ત્રણનું સ્વરૂપ જે સમજાવવું છે. તેની સિદ્ધિ માટે આ ઉદાહરણ બરાબર છે. આ ઉદાહરણ આ સ્વરૂપ સમજાવવા Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૩ અભિપ્રેત (ઈસ્ટ) અર્થનું સાધન છે. માટે સુંદર છે. જે ઉદાહરણ જે તત્ત્વ સમજાવવા માટે આપ્યું હોય તે ઉદાહરણ જો તે તત્ત્વ બરાબર સમજાવી શકતું હોય તો તે સુંદર ઉદાહરણ કહેવાય છે. | ૧૨૨ सदनुष्ठानलक्षणमाहઅસંમોહ સમજાવવામાં ગાથા ૧૨૧માં “સદનુષ્ઠાન” શબ્દ આવ્યો છે તે સમજાવે છે. आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च, सदनुष्ठानलक्षणम् ॥ १२३॥ ગાથાર્થ =આદર, કરવામાં પ્રીતિ, નિર્વિદનતા, સમ્પત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા, તે અનુષ્ઠાનોના જાણકારોની સેવા, અને તેના જાણકારોની કૃપાદૃષ્ટિ આ સર્વે સદનુષ્ઠાનનું લક્ષણ છે. • ૧૨૩| ટીકા -“મા” યત્નાતિશય રૂછો, “ર પ્રતિfમષ્યત્મિ ” | “ '' gવાદBસામથ્થત ! “સમ્પતા:” તત વ શુભમાવપુષ્યસિદ્ધ, ““fજજ્ઞાષ્ટવિ ,” , “ તવ ચેષ્ઠાવિજ્ઞાડવા,” चशब्दात्तदनुग्रहग्रहः । एतत्सदनुष्ठानलक्षणं, अनुबन्धसारत्वादस्य ॥ १२३॥ વિવેચન :- જે અનુષ્ઠાનો પ્રત્યે આદર, પ્રીતિ વગેરે ઉપરોક્ત સાત ભાવો સંભવતા હોય તે અનુષ્ઠાનને “સદનુષ્ઠાન” કહેવાય છે. તે સાતભાવોનું કંઈક વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આદર- અતિશય પ્રયત્નવિશેષ તે આદર કહેવાય છે. ઈષ્ટાપૂર્ત વગેરે અનુષ્ઠાનોની જીવનમાં પ્રાપ્તિ કેમ થાય? તે માટે તેને સાનુકુળ પ્રયત્નવિશેષ કરવો. પુરોહિતોને આમંત્રણ આપવું. તેને અનુકુળ યજ્ઞ ગોઠવવો. બ્રાહ્મણોને બોલાવવા. યાચકોને આપવા યોગ્ય હિરણ્યાદિ લાવવું વગેરે ઇષ્ટકાર્ય કરવા માટેનો પ્રયત્ન કરવો તે આદર કહેવાય છે. હૃદયમાં જે જે અનુષ્ઠાન પ્રત્યે આદર (હાર્દિક બહુમાન-સદ્ભાવ) હોય છે. તે તે અનુષ્ઠાનો સેવવા પ્રયત્નવિશેષ સહેજે સહેજે થાય છે. સારાંશ કે ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે હાર્દિક બહુમાન-પ્રેમ તે આદર કહેવાય છે. (૨) કરવામાં પ્રીતિ- જે જે અનુષ્ઠાન કરવાનો યોગ મળે તે તે અનુષ્ઠાનને આચરવામાં અતિશય પ્રીતિ (રાગ) હોય. જે વસ્તુ ઓછા પ્રયત્ન મળી જતી હોય સહેજે સહેજે થઈ જતી હોય તેમાં જેટલી પ્રીતિ હોય તેના કરતાં જે વસ્તુ અતિશય Page #420 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૮૫ ઘણા પ્રયત્નથી લભ્ય હોય, તેના ઉપર અતિશય પ્રીતિ હોય છે. જેમ કે, મનુષ્યોને વસ્ત્રોની પ્રાપ્તિ ઓછા પ્રયત્ન થાય છે. પરંતુ હીરા, માણેક, મોતી અને સોનાના અલંકારોની પ્રાપ્તિ ઘણા પ્રયત્ન થાય છે. તેથી વસ્ત્રભૂષા ઉપર જેટલી પ્રીતિ હોય છે. તેના કરતાં અલંકારાદિ ઉપર વિશેષ પ્રીતિ હોય છે. તેમ જે તીર્થયાત્રા અથવા ઈષ્ટાપૂર્યાદિ અનુષ્ઠાન આચરવામાં પ્રયત્નાતિશય કર્યો હોય છે. ત્યાં પ્રીતિ પણ સવિશેષ જ હોય છે. ધાર્મિક જે અનુષ્ઠાન કરવા માટે બહુમાનપૂર્વક પ્રયત્નાતિશય કર્યો હોય તે અનુષ્ઠાનની દુર્લભતા અને દુષ્કરતા મનમાં સમજાઈ હોય છે. તેના કારણે તે આચરતી વખતે તેના પ્રત્યે સવિશેષ રાગ થવાથી ઉત્તમ-ઉત્તમ ભાવો જીવને આવે છે. ઉત્તમભાવ આવવા એ જ શુભ અનુષ્ઠાનનું અનંતર ફળ છે. કે જેનાથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થતાં વિપ્નાભાવ અને પુણ્યનો ઉદય થતાં સંપત્તિનું આગમન આદિ ફળ પ્રાપ્તિ થાય છે. રાગ અને આદર વિના કરાયેલું અનુષ્ઠાન વેઠ ઉતારવાની જેમ કરાતાં ઉપરોક્ત ફળ આપનાર બનતું નથી. માટે આદર સાથે રાગપૂર્વક કરાયેલું જ ધર્માનુષ્ઠાન સદનુષ્ઠાન કહેવાય છે. આ સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે. સારાંશ કે હાર્દિક બહુમાન તે પ્રથમ લક્ષણ અને પ્રેમપૂર્વક આચરણ કરવું તે બીજું લક્ષણ જાણવું. (૩) વિનાભાવઃ જે અનુષ્ઠાન અતિશય પ્રયત્નપૂર્વક અને ઘણી જ પ્રીતિપૂર્વક કરાય છે. તેવા વિવેકપૂર્વક કરતા તે તે અનુષ્ઠાનથી આ જીવમાં આપોઆપ શુભભાવો પ્રગટે છે. અને તેવા ઉત્તમ શુભ ભાવોથી પૂર્વબદ્ધ પાપકર્મોનો નાશ થાય છે. અને પાપકર્મોનો નાશ થવાથી જે વિઘ્નો આવવાનાં હતાં તે અથવા વિપ્નો આવવાનો જે સંભવ હતો તે તદન દૂર થઈ જાય છે. અનુષ્ઠાનોમાં આવેલા શુભભાવોના પ્રતાપે જ વિપ્નાભાવ થાય છે. આ પણ સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ છે. (૪) સમ્પ્રદાગમ=ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યે અતિશય રાગયુક્તભાવપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી જે જે શુભભાવો પ્રગટે છે તેનાથી જેમ પૂર્વબદ્ધ પાપકર્મોનો નાશ થાય છે અને તેનાથી તે તે પાપકર્મજન્ય વિઘ્નો આવતાં નથી. તેવી જ રીતે આ જ શુભભાવોથી અદ્ભુત પુણ્યબંધ થાય છે. અને તે પુણ્યાઈના બળે સંપત્તિની આ જીવને પ્રાપ્તિ થાય છે. સંપત્તિ બે પ્રકારની હોય છે બાહ્ય અને અભ્યત્તર, અનુષ્ઠાનોના આચરણ કાલે સેવાયેલા શુભયોગ અને પ્રશસ્ત રાગાદિથી બંધાયેલા દ્રવ્ય પુણ્યથી બાહ્યલક્ષ્મી રૂપ સંપત્તિ મળે છે. અને સાંસારિક ભાવોનો રાગ ઘટવા રૂપ મોહનીયકર્મના ક્ષયોપશમ સ્વરૂપ ભાવપુણ્યથી ભવભય, પાપભય, કરૂણા, વિનય, દાક્ષિણ્યતા અને ઉદારતા આદિ ગુણોની પ્રાપ્તિરૂપ અભ્યત્તર સંપત્તિ મળે છે. આ પણ સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે. યો. ૨૫ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૩ (૫) જિજ્ઞાસા= અનુષ્ઠાન કરવા માટેની વિધિની તથા તેના દ્વારા પ્રાપ્ત થતા ફળોને જાણવાની જે તમન્ના તે જિજ્ઞાસા કહેવાય છે જ્યારે કોઇપણ વિવલિત ઇષ્ટાપૂર્વાદિ અનુષ્ઠાન આદરવા માટે પ્રયત્ન વિશેષ જીવ કરે છે. પ્રીતિવિશેષ ધરાવે છે. ત્યારે અનુષ્ઠાન બહુ જ સારી રીતે કેમ થાય ? કંઈ પણ અવિધિ ન થઇ જાય અને પાપ ન લાગી જાય તેની સાવચેતી રૂપે તે અનુષ્ઠાનની વિધિ જાણવાની અને તેના દ્વારા મળતાં બાહ્ય-અત્યંતર ફળો જાણવાની જિજ્ઞાસા થાય છે. જેને વેઠ ઉતારવી નથી. પરંતુ યથાર્થ ફળ મેળવવું જ છે તેને તેની વિધિની જિજ્ઞાસા થાય જ છે. તેથી જ તે અનુષ્ઠાન સદનુષ્ઠાન બને છે. જિજ્ઞાસા વિના લાભોનું જ્ઞાન ન થાય, ફળપ્રાપ્તિના જ્ઞાન વિના તે તે અનુષ્ઠાનોમાં ઉપાદેયતા બુદ્ધિ ન આવે. ઉપાદેયતા બુદ્ધિ વિના સાચો આદરભાવ ન પ્રગટે અને સાચા આદરભાવ વિના અનુષ્ઠાનમાં રાગ ન થાય તેથી આ બધા ભાવોની પ્રાપ્તિનું મૂળકારણ જિજ્ઞાસા છે. જે જિજ્ઞાસા થતાં વિધિ અને ફળપ્રાપ્તિ જાણવા દ્વારા ઉપાદેયતા, આદર અને રાગ આવે જ છે. અને તેથી તે અનુષ્ઠાન વેઠરૂપ ન બનતાં સદનુષ્ઠાન બની જાય છે. (૬) તજ્ઞસેવા = ઇષ્ટાપૂર્યાદિ જે જે ધર્મ અનુષ્ઠાન કરવાં છે તેની વિધિ જાણવી છે, તો તેની વિધિના જાણકાર પુરુષોનો સમાગમ તથા તેઓની સેવા આ કાર્યમાં અતિશય આવશ્યક છે. કારણ કે જાણકારોની સેવાથી (ભક્તિ-બહુમાનથી) જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ થતાં બોધ પ્રગટે છે. બોધ થાય તો જ વિધિનું જ્ઞાન તથા અનુષ્ઠાન પ્રત્યે આદરબુદ્ધિ, ઉપાદેયબુદ્ધિ અને રાગ પ્રગટે છે. તેથી તે તે ધર્મકાર્યને જાણનારા મહાત્માઓની સેવા જો અંદર હોય તો જ તે સદનુષ્ઠાન બને છે. તે તે ધર્મ અનુષ્ઠાનોની વિધિના જાણનારા (ગુરુઓ-વડીલો આદિ)ની ઉપેક્ષા કરીને અહીં-તહીનાં શાસ્ત્રો વાંચીને ઘણા જીવો જ્ઞાન મેળવે છે. અને કદાચ જ્ઞાન મળી પણ જાય છે. પરંતુ તે જ્ઞાન આત્મવિકાસનું કારણ બનતું નથી. કારણ કે સ્વયં મેળવેલા જ્ઞાનથી ગુરુઓ પ્રત્યે અને તે તે અનુષ્ઠાનો પ્રત્યે હાર્દિક પૂજ્ય-ભાવ અને બહુમાનનો ભાવ પ્રગટ થતો નથી. બલ્ક તેવા પ્રકારનું જ્ઞાન બહારથી જ મળી જવાથી મોટાઈ બતાવવાનો અને અહંકાર પોષવાનો ભાવ જાગે છે. તથા સ્વચ્છંદતા વધતાં આત્માના અકલ્યાણનું પણ કારણ બને છે. માટે જ્ઞાનીઓની સેવા જો હોય તો જ તે સદનુષ્ઠાન કહેવાય છે. () શબ્દથી તેના જ્ઞાનીઓનો અનુગ્રહ= આવા પ્રકારનાં અનુષ્ઠાનોનું જ્ઞાન જેઓને છે તેઓની કૃપાદૃષ્ટિ પણ જરૂરી છે. કારણ કે જ્ઞાની મહાપુરુષોની Page #422 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૩-૧૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૮૭ કૃપાદૃષ્ટિ હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવી કૃપાદૃષ્ટિ વિનય, વૈયાવચ્ચ આદિ ગુણવાળા જીવો ઉપર જ વરસે છે. જો કૃપાદૃષ્ટિ હોય તો અલ્પપ્રયત્ન પણ ઘણું જ્ઞાન મળે છે. અને વિશેષ વિશેષ યોગ્યતા જીવમાં આવતી જ જાય છે. માટે કૃપાદૃષ્ટિ પણ અતિ જરૂરી છે. આ પ્રમાણે એક જ ધર્માનુષ્ઠાન જો (૧) આદરભાવપૂર્વક (પ્રયત્ન વિશેષથી કરાયેલું) હોય, (૨) તે કરવામાં આન્તરિક પ્રીતિવિશેષ હોય, (૩) તેમાં આવતાં વિનોના વિજય માટેનો વર્ષોલ્લાસ હોય, (૪) તેના દ્વારા બાહ્ય સંપત્તિ (સાનુકૂળતા) અને આન્તરિક સંપત્તિ (ગુણપ્રાપ્તિ) થતી હોય. (૫) તથા તે તે અનુષ્ઠાનની વિધિ આદિ જાણવાની જિજ્ઞાસા હોય અને (૬) તેના માટે તેના જ્ઞાતાઓ પ્રત્યે ભક્તિભાવપૂર્વક સેવા કરવાનો પરિણામ હોય અને (૭) તે સેવા દ્વારા ગુરુઓની પ્રસન્નતા મેળવી હોય તો જ આ કરાતું અનુષ્ઠાન “સદનુષ્ઠાન” કહેવાય છે. પ્રશ્ન- આવા સાત લક્ષણોવાળા અનુષ્ઠાનને જ સદનુષ્ઠાન કેમ કહેવાય છે ? ઉત્તર- મનુબંન્યારત્વવિચ=આવા પ્રકારના સાત લક્ષણોવાળું જે આ અનુષ્ઠાન કરાય છે. તેનો શ્રેષ્ઠ અનુબંધ થતો હોવાથી તે સદનુષ્ઠાન કહેવાય છે. અનુબંધ એટલે ગાઠ સંબંધવાળું, આગળ-આગળ જેની પરંપરા ચાલે તે, જો આવા પ્રકારના સાત લક્ષણોવાળું અનુષ્ઠાન કરાય તો આત્માને તે અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ અને આદર વૃદ્ધિ પામતાં આત્માની સાથે ગાઢ સંબંધવાળું થઈ જાય છે. દિન-પ્રતિદિન વધારેને વધારે કરવાનું જીવને મન થાય છે. તેના ગાઢ સંસ્કારો જામી જાય છે. જેથી ભવાન્તરમાં પણ બાલ્યવયથી જ તે તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ સદનુષ્ઠાન આ રીતે ગાઢ સંસ્કારવાળું બનતાં અલ્પભવમાં જ મુક્તિ પદ આપનાર બને છે. તે ૧૨૩ || તત્ર ત્યાં આ ત્રણે પ્રકારનાં અનુષ્ઠાનો કેવાં ફળદાયી છે. તે સમજાવતાં પ્રથમ બુદ્ધિ રૂપ બોધયુક્ત અનુષ્ઠાન કેવું ફળ આપે? તે કહે છે. बुद्धिपूर्वाणि कर्माणि, सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव, विपाकविरसत्वतः ॥ १२४॥ ગાથાર્થ = બુદ્ધિરૂપ બોધ યુક્ત કરાતાં સર્વે પણ અનુષ્ઠાનો આ લોકમાં સંસારરૂપ જ ફળ આપનારાં બને છે. કારણ કે તે અનુષ્ઠાનો વિપાકમાં કડવા ફળવાળાં હોય છે. તે ૧૨૪ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૪ ટીકા - “બુદ્ધિપૂarm iffm.” યથોહિતબુદ્ધિનિબન્ધનાનિ, “સર્વીષ્યવ” સામાન્ચન, “” નો, “દિન' પ્રળિનામ્ ! ક્ષિત્યિE “સંસારચેવ” अशास्त्रपूर्वकत्वात् । तथा चाह-“विपाकविरसत्वतः" इति, तेषां नियोगत एव विपाकविरसत्वादिति ॥१२४॥ વિવેચન :- બુદ્ધિપૂર્વકના બોધથી કરાયેલાં સર્વ પણ ધર્મ અનુષ્ઠાનો આ લોકમાં સામાન્યથી પ્રાણીઓને સંસારરૂપ ફળ આપનારાં જ છે. અહીં બુદ્ધિ શબ્દનો અર્થ ગાથા-૧૨૧માં કહેલો ઇન્દ્રિયાર્થવિષયક કરવો. એટલે પાંચ ઇન્દ્રિયજન્ય સુખો મળે એવા આશયવાળી યથોદિત જે બુદ્ધિ તેવી બુદ્ધિ જ છે કારણ જેમાં એવાં ધર્માનુષ્ઠાનો સામાન્યથી સંસારફળહેતુ જાણવાં. પ્રશ્ન- આવાં પણ છે તો ધર્મ અનુષ્ઠાનો, તો પછી સંસારહેતુ કેમ બને છે ? ઉત્તર :- અન્નપૂર્વવત્વ શાસ્ત્રપૂર્વક ન હોવાથી તે સંસારહેતુ બને છે. અથવા મિથ્યાશાસ્ત્રો અનુસાર કરાતાં હોવાથી વિપરીત બુદ્ધિજનક છે. માટે પણ સંસારહેતુ બને છે. જે અનુષ્ઠાનો વીતરાગ પરમાત્માના શાસ્ત્રને અનુસાર થતાં નથી. જેમાં શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરવામાં આવી હોય છે. અને ઇન્દ્રિયસુખની અપેક્ષાપૂર્વક પોતાની ઇચ્છાનુસાર બુદ્ધિ દ્વારા જે જે ધર્મ અનુષ્ઠાનો મનમાની કલ્પનાથી કરાય છે. તે પણ દેવભવ આદિ આપવા દ્વારા સંસારફળ (જન્મ-મરણની પરંપરા વધારવા રૂપ ફળ)ને આપનારાં બને છે. જો પાપકારી અનુષ્ઠાનો કરાયાં હોત તો નરક-નિગોદના ભવ આપત. આ ધર્માનુષ્ઠાનો કરાયાં છે એટલે દેવભવો આપે, નરક-નિગોદના ભવો ન આપે. પરંતુ ઇન્દ્રિયસુખોની વાસના યુક્ત હોવાથી મોહગર્ભિત છે. તેથી શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન છે માટે ભવોભવમાં રખડાવનારાં-ભવોભવની પરંપરા વધારનારાં બને છે. જ્યાં શાસ્ત્રમાર્ગની અપેક્ષા હોય છે. ત્યાં જ મુક્તિની કારણતા હોય છે. અહીં શાસ્ત્રપૂર્વક્તા ન હોવાથી સંસારફળ હેતુ થાય છે. પ્રમ- સામાન્ચન આ પદ ટીકામાં લખીને સામાન્યથી સર્વ પણ અનુષ્ઠાનો સંસાર ફળહેતુ છે. એમ કેમ કહ્યું ? એમ કહેવાનો આશય શું? ઉત્તર - સળેવ આ શબ્દની સાથે સંબંધવાળો એવો આ સામાન્ય શબ્દ ટીકામાં કહ્યો છે. તેથી સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો સંસાર ફળ હેતુ થાય છે આ વાત સામાન્યથી જાણવી. એટલે કે કોઈક અનુષ્ઠાન ઇન્દ્રિયજન્ય સુખની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક જ પ્રારંભ કરાયું હોય, પરંતુ કાળાન્તરે સત્-ગુરુનો અથવા સશાસ્ત્રનો યોગ થતાં Page #424 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૪-૧૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૮૯ પોતાને જ્યારે સત્ય સમજાય કે સંસારસુખની અપેક્ષાએ કરાતાં ધર્માનુષ્ઠાનો સંસારફળ જ આપનારાં બને છે. પરંતુ શાસ્ત્રાનુસારે ન હોવાથી મુક્તિદાયી થતાં નથી. મારા મનની આજ સુધી જે સમજ હતી તે ખોટી હતી. મારા વડે કરાતું આ અનુષ્ઠાન મારે સુધારવું જોઈએ. આવી સબુદ્ધિ આવતાં દૃષ્ટિ બદલાતાં ઇન્દ્રિયજન્યસુખની અપેક્ષા હૃદયમાંથી નીકળી જતાં અને શાસ્ત્રાજ્ઞા અંદર પ્રવેશ પામતાં આ જ અનુષ્ઠાન દીર્ઘકાળે અથવા અલ્પકાળે મુક્તિદાયી પણ બને છે. આ અર્થ સમજાવવા ગ્રંથકારે સામાન્ચન શબ્દ કહ્યો છે. સામાન્યથી સર્વે અનુષ્ઠાનો સંસારહેતુ છે. પરંતુ વિશેષે નહીં. કારણ કે વિશેષે જો જોઇએ તો કોઇક અનુષ્ઠાન કાળાન્તરે સદબુદ્ધિ આવતાં મુક્તિદાયી પણ થાય છે. પરંતુ આ મુક્તિદાયિતા તો સદ્ગુરુ અથવા સન્શાસ્ત્રનો યોગ થાય અને તેમના દ્વારા પણ સદ્ગદ્ધિ આવે તો જ થાય છે. પરંતુ આ રાજમાર્ગ નથી. તેથી રાજમાર્ગે તો તે સંસારહેતુ જ છે. પ્રશ્નઃ- શાસ્ત્રાનુસરણ વિના ઇન્દ્રિયજન્યસુખની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કરાયેલાં આ અનુષ્ઠાનો સંસાર ફળહેતુ (જન્મ-મરણની પરંપરા વધારવા રૂપ ફળને જ આપનારાં) કેમ બને છે? પહેલાં સંસાર ફળ આપે અને સંસારસુખ ભોગવતાં ભોગવતાં અન્ને મુક્તિફળ આપે એવું કેમ ન બને? સંસારફળ અને મુક્તિફળ એમ ઉભયફળ આપે એમ બનવું જોઈએ કારણ કે ઇન્દ્રિયજન્ય સુખની ઇચ્છા રૂપ બુદ્ધિ છે માટે સંસારફળ અને ધર્માનુષ્ઠાન છે માટે મુક્તિફળ એમ બન્ને થવાં જોઇએ તેને બદલે સંસારનવાચેવ = પદમાં વાર લખીને કેવળ સંસારફળ માત્ર જ આપનારાં છે એમ કેમ કહ્યું છે ? ઉત્તર :- વિપાકમાં વિરસ હોવાથી સંસારફળ જ આપે છે. જેમ કિંપાકનું ફળ ખાતી વખતે મીઠું લાગે છે. પરંતુ વિપાકે (ફળ આપવામાં) તે ભયંકર છે. તેવી જ રીતે આ સર્વે અનુષ્ઠાનો સંસારસુખની અપેક્ષાવાળી બુદ્ધિપૂર્વક કરાયાં છે. તેથી તેષાં નિયોતિ પર્વ=તે તે ધર્મ અનુષ્ઠાનો પણ નક્કી (અવશ્ય=નિયમા) વિપાક આપવામાં | વિરસ (ભયંકર દુઃખદાયી) જ છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક કરાતાં ધર્માનુષ્ઠાનો અશાસ્ત્રપૂર્વક હોવાથી અથવા મિથ્યાશાસ્ત્રપૂર્વક હોવાથી વિપાકે વિરસ છે તેથી સંસારફળહેતુ જ બને છે તે સમજાવ્યું. હવે જ્ઞાનપૂર્વક કરાતાં અનુષ્ઠાનો કેવાં ફળ આપે છે તે સમજાવે છે. તે ૧૨૪ો. ज्ञानपूर्वाणि तान्येव, मुक्त्यङ्ग कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५॥ Page #425 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૫ ગાથાર્થ જ્ઞાનપૂર્વક કરાયેલાં તે જ સર્વે અનુષ્ઠાનો શ્રુતશક્તિનો સમાવેશ થવાના કારણે અનુબંધફળવાળાં બનવાથી ફુલયોગી મહાત્માઓને (કાળાન્તરે) મુક્તિનું અંગ બને છે. ॥ ૧૨૫|| ૩૯૦ = ટીકા “જ્ઞાનપૂર્વાનિ યથોતિજ્ઞાનનિવશ્વનાનિ, તાન્યેવ મં।િ વિમિત્યાદ-‘‘મુખ્યદ્ગ' મતિ, ‘“નયોગિનાં વક્ષ્યમાળનક્ષળાનાં । લયોશિग्रहणमन्यासम्भवज्ञापनार्थम् । कुत इत्याह - "श्रुतशक्तिसमावेशात्" हेतोः । अमृतशक्तिकल्पेयं, नैतदभावे मुख्यं कुलयोगित्वम् । अत एवाह - " अनुबन्धफलत्वत:' मुक्त्यङ्गत्वसिद्धेः तात्त्विकानुबन्धस्यैवम्भूतत्वादिति ॥ १२५ ॥ 4. " વિવેચન :- જ્ઞાનપૂર્વક કરાતાં આ જ ધર્માનુષ્ઠાનો કુલયોગી આત્માઓને મુક્તિનું અંગ (કારણ) બને છે. જ્ઞાનપૂર્વક એટલે આગમશાસ્ત્રને અનુસારે, જે અનુષ્ઠાનોના આચરણકાલે આગમશાસ્ત્રોના જ્ઞાનનું અનુસરણ પરંતુ સ્વયં પોતાની ઇચ્છાનુસાર બુદ્ધિમાત્રની કલ્પના નથી. તેથી જ યથોદિત (પૂર્વે ૧૨૧મી ગાથામાં કહ્યા મુજબના) આગમજ્ઞાન છે પ્રધાન નિબંધન (કારણ) જેમાં એવાં સર્વે અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે. કારણ કે આ અનુષ્ઠાનો હવે મોહગર્ભિત નથી પરંતુ જ્ઞાનગર્ભિત છે. જ્ઞાન ગર્ભિતતા એ જ વૈરાગ્યહેતુ છે. વૈરાગ્ય એ વીતરાગતાનો હેતુ છે અને વીતરાગતા એ મુક્તિહેતુ છે. તેથી આગમજ્ઞાનપૂર્વકનાં અનુષ્ઠાનો મુક્તિનું અંગ બને છે. "" જે જે અનુષ્ઠાનોમાં આગમજ્ઞાનનું અનુસરણ હોય છે. તે તે અનુષ્ઠાનોમાં આગમજ્ઞાનના પ્રભાવથી શ્રુતશક્તિનો સમાવેશ (પ્રવેશ) થાય છે. શ્રુતશક્તિ એટલે વિધિ-અવિધિનો વિવેક. કર્તવ્યાર્તવ્યનું ભાન. હેયોપાદેયભાવની જાગૃતિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવનો વિવેક આ બધી શ્રુતશક્તિ કહેવાય છે. આગમશાસ્ત્રોના અભ્યાસ-શ્રવણ આદિના અનુસરણથી ઉપરોક્ત વિવેક રૂપ શ્રુતશક્તિ પ્રગટે છે. તે શ્રુતશક્તિના પ્રવેશથી ઉંચી કોટિના ભાવપૂર્વક અનુષ્ઠાનો થાય છે. જેથી તેનો અનુબંધ થાય છે. વારંવાર ભાવપૂર્વક અનુષ્ઠાનોનું સેવન કરવાથી તેના પ્રત્યે દઢ પ્રીતિબંધ થવાથી જીવનમાં તે તે અનુષ્ઠાનોના ગાઢ સંસ્કારો જામી જવાથી કાળાન્તરે અને ભવાન્તરે પણ તે અનુષ્ઠાનોનું આચરણ વેગે વેગે વધુ ભાવથી પ્રાપ્ત થાય છે. અને એ પરંપરાએ મુક્તિનું અંગ બને છે. જ્ઞાનપૂર્વક કરાતાં આ અનુષ્ઠાનો કુલયોગીને મુક્તિનું અંગ બને છે. અહીં “ફુલયોગી” Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ ગાથા : ૧૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય શબ્દ જે લખ્યો છે તે અન્ય યોગીઓમાં આ અનુષ્ઠાનનો અસંભવ છે એમ જણાવવા માટે છે. આ જ ગ્રંથની ૨૦૯ આદિ ગાથાઓમાં યોગીઓના ચાર ભેદ જણાવ્યા છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્ત ચયોગી અને (૪) નિષ્પન્નયોગી. (૧) જે યોગીઓના કુલમાં માત્ર જન્મ જ પામ્યા હોય, એટલે યોગી કહેવાતા હોય, એટલે કે જેમના પૂર્વજોએ યોગની સાધના કરી હોય, એટલે એ ગોત્રનું નામ યોગી પડ્યું હોય અને તેમાં જેઓ જન્મ્યા છે. પરંતુ યોગદશાના કોઈ જ સંસ્કારો નથી. તે નામમાત્રથી જ યોગી હોવાથી ગોત્રયોગી કહેવાય છે. જેમ કે, શેઠ કુટુંબમાં જન્મ પામ્યા હોય, પરંતુ નિર્ધન દશા હોય તો પણ શેઠ કહેવાય છે. તથા ઝવેરીના કુટુંબમાં જન્મ્યા હોય પરંતુ ઝવેરાતનો બીલકુલ અનુભવ ન હોય છતાં જેમ ઝવેરી કહેવાય છે તેમ યોગીના ઘરોમાં જન્મ્યા છતાં યોગસંસ્કાર વિનાના જે જીવો તે “ગોત્રયોગી” કહેવાય છે. (૨) જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે. અને યત્કિંચિત્ પણ યોગના સંસ્કારો છે. અને યોગદશાના વધુ સંસ્કારો મેળવવા જેઓ ઇચ્છે છે. આર્ય ભૂમિમાં જન્મ પામવાથી જેઓમાં યોગદશાની યોગ્યતા અને અલ્પગુણો છે. તે “કુલયોગી” કહેવાય છે. (૩) જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગના અલ્પ-સંસ્કારો તો જન્મથી છે જ. અને વધુ સંસ્કારો પ્રાપ્ત કરવા માટે જેઓએ યોગના અન્ય અંગસમૂહમાં પૂરેપૂરો પ્રયત્ન (સાધના) ચાલુ કરેલ છે. પોતે વિશેષે વિશેષે યોગ(ના ઉપાયોના) ચક્રમાં પ્રવર્યા છે તે પ્રવૃત્ત “ચક્રયોગી” કહેવાય છે. (૪) જેઓને યથાર્થ પૂરેપૂરી યોગદશા પ્રાપ્ત થઈ ચૂકી છે. જેઓએ યોગદશા સાધી લીધી છે પ્રાપ્ત કરી લીધી છે તે “નિષ્પન્નયોગી” કહેવાય છે. આ ચારમાંથી ગોત્રયોગી જીવો યોગદશા માટે અયોગ્ય હોવાથી અને નિષ્પન્નયોગી જીવો યોગદશા પામી ચુક્યા હોવાથી તે બન્ને માટે આ અનુષ્ઠાનો ઉપયોગી નથી. તેથી તેઓના વ્યવરચ્છેદ માટે જ અહીં કુલયોગી પદનો ઉલ્લેખ કર્યો છે તથા પ્રવૃત્તચયોગી નામના જે ત્રીજા નંબરના યોગી જીવો છે. તેઓ કુલયોગી જીવો કરતાં કંઈક વિશેષ યોગદશામાં આગળ વધેલા છે. તેથી તેઓમાં જ્ઞાનપૂર્વકનું આ અનુષ્ઠાન આવ્યું છે. પરંતુ અસંમોહવાળું ત્રીજું અનુષ્ઠાન તેઓ સાધી રહ્યા છે. તેથી નિષ્પન્નયોગીથી નીચી કક્ષાના છે. પરંતુ જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પ્રાપ્ત કરી લીધેલું હોવાથી કુલયોગી કરતાં કંઇક વિકસિત છે. આ અનુષ્ઠાન પ્રાપ્ત થઈ ચુકયું હોવાથી આ અનુષ્ઠાનનો તેઓમાં પણ Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૫ સંભવ નથી. આ પ્રમાણે અન્ય એવા શેષ ત્રણ પ્રકારના યોગીઓમાં આ અનુષ્ઠાનનો અસંભવ છે. તે જણાવવા માટે “કુલયોગી” શબ્દનું ગ્રહણ કર્યું છે. આગમશાસ્ત્રોના જ્ઞાન દ્વારા જે શ્રુતશક્તિ પ્રગટ થાય છે. તે “શ્રુતશક્તિ” એટલે વિધિ-અવિધિનો વિવેક, કર્તવ્યાકર્તવ્યતાની સમજણપૂર્વકની સદ્બુદ્ધિ એ “પ્રકૃતિ રૂ” શ્રુતશક્તિ અમૃતતુલ્ય છે. જેમ અમૃતનું પાન જીવને અમર બનાવે છે. પ્રારંભમાં પણ મીઠું અને અંતે પણ દીર્ઘજીવન આપવા રૂ૫ ઉત્તમ ફળ આપનાર જ હોય છે. પરંતુ કિંપાકના ફલની જેમ વિપાકે વિરસ હોતું નથી. તેવી જ રીતે આ શ્રુતશક્તિ પણ જીવને મુક્તિ અપાવવા દ્વારા “અમર” બનાવે છે. અને આવી ઉત્તમ વિવેકબુદ્ધિ આવવાથી પ્રાંરભમાં પણ આનંદદાયી અને અંતે પણ જીવના ગુણોનો વિકાસ કરાવનાર હોવાથી આનંદદાયી જ બને છે. તેથી અમૃતતુલ્ય છે. અમૃતતુલ્ય એવી આ શ્રુતશક્તિ એટલે વિવેકબુદ્ધિ અર્થાત્ સદ્બુદ્ધિ જો ન આવી હોય તો આગમશાસ્ત્રોનું અધ્યયન હોવા છતાં અને તે જ્ઞાનપૂર્વક અનુષ્ઠાન આચરવા છતાં નવપૂર્વી અભવ્ય અને મિથ્યાદૃષ્ટિ જીવોની જેમ તે આરાધક જીવોમાં મુખ્ય એવું કુલયોગિત્વ પણ સંભવતું નથી. ભાવથી કુલયોગિત્વ આવતું નથી. દ્રવ્યથી કુલયોગિત્વ કહેવાય છે, પરંતુ યોગ તરફની અપેક્ષાબુદ્ધિ ન હોવાથી અધ્યયન અને આચરણ હોવા છતાં પણ ગુણવિકાસ થતો નથી. મત વદિ આ કારણથી ગ્રંથકાર આ વાત વધારે સ્પષ્ટ કરે છે કે આ શ્રુતશક્તિ અમૃતતુલ્ય છે. જો આ શ્રુતશક્તિ (વિવેકબુદ્ધિ) ન આવી હોય તો ભાવથી કુલ યોગીપણું પણ આવતું નથી. કારણ કે આવી શ્રુતશક્તિના સમાવેશ (પ્રવેશ)વાળાં જ ધર્મ અનુષ્ઠાન આચરવાથી “અનુબંધફળની” પ્રાપ્તિ થાય છે. આવાં જ અનુષ્ઠાનો ચડતા પરિણામે કરાતાં કરાતાં ગાઢ સંસ્કારવાળાં થઈ જાય છે. તેથી આ ભવમાં પણ અન્તિમકાળમાં અને ભવાન્તરમાં બાલ્યવયથી આવાં અનુષ્ઠાનો આત્મામાં જામી જાય છે. આત્મા તેવાં તેવાં તે અનુષ્ઠાનોમાં ઓતપ્રોત થઇ રમી જાય છે. અને તેથી જ તે અનુષ્ઠાનોમાં મુક્તિની અંગતાની (કારણતાની) સિદ્ધિ થાય છે. જે સાચો યથાર્થ અનુષ્ઠાનોનો તાત્વિક અનુબંધ થાય છે. તે સદા આવો જ હોય છે. આ ભવમાં અને પરભવમાં બાલ્યકાળથી જ તે તે અનુષ્ઠાનો આચરવા તરફ વિશેષ વિશેષ ઉપાદેય બુદ્ધિ કરાવનારો હોય છે. શ્રુતભક્તિ વિનાનું દ્રવ્યમાત્રથી આવેલું અનુષ્ઠાનોનું આચરણ એ કદાચ માન-યશ પ્રતિષ્ઠા આદિ માટે વધારે ગાઢ Page #428 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૫-૧૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૯૩. પણ બને. માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવું ઉત્કટાચરણ પણ પાળે, પરંતુ તે તાત્ત્વિક અનુબંધ રૂપ બનતું નથી. માન-યશ અને પ્રતિષ્ઠા આદિ પ્રાપ્ત થયે છતે મંદ બની જાય છે. કાળાન્તરે છૂટી પણ જાય છે. માટે આવું શ્રુતભક્તિના પ્રવેશવાળું જ અનુષ્ઠાન અમૃતતુલ્ય અને તાત્ત્વિક અનુબંધ કરાવનારું છે. જેથી દીર્ધકાળે પણ મુક્તિહેતુ બને છે. પરંતુ સંસારહેતુ થતું નથી / ૧૨૫ll असम्मोहसमुत्थानि, त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु, भवातीतार्थयायिनाम् ॥ १२६॥ ગાથાર્થ = અસમ્મોહપૂર્વક કરાયેલાં આ જ અનુષ્ઠાનો એકાને પરિશુદ્ધ હોવાથી મોક્ષમાર્ગે ચાલનારા યોગી મહાત્માઓને તુરત નિર્વાણ ફળ આપનારાં બને છે. તે ૧૨૬ / ટીકા - “મમોહસમુસ્થાનિ” પુનર્થથવિતાસોનવશ્વનારિ તુ ! “ uત્તપરિદ્ધિાઃ ” વારત રિપવિન | ઋમિત્યદિ-“નિર્વાનफलदान्याशु" शीघ्रं तान्येव कर्माणि । केषामित्याह-"भवातीतार्थयायिनां" सम्यक्परतत्त्ववेदिनामित्यर्थः ॥ १२६॥ વિવેચન :- ગાથા-૧૨૩માં સદનુષ્ઠાનનું લક્ષણ જણાવ્યું છે. તે લક્ષણયુક્ત એવા સદનુષ્ઠાનવાળું જે જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. તેવા પ્રકારનાં અસંમોહ પૂર્વક કરાયેલાં તે જ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિપદ આપનારાં બને છે. અનુષ્ઠાનો પ્રત્યે યથાર્થ આદર, આચરણ કરવામાં પ્રીતિ, વિજ્ઞાભાવ, સંપત્તિની પ્રાપ્તિ, વિધિ જાણવાની જિજ્ઞાસા, અને અનુષ્ઠાનોની વિધિ આદિના જાણકાર પુરુષોની સેવા તથા તેઓની કૃપાદૃષ્ટિપૂર્વક કરાયેલાં આ અનુષ્ઠાનો પૂર્વે કહેલા અસંમોહભાવ રૂપ કારણ યુક્ત છે. તેથી શીધ્ર મુક્તિફળદાયી બને છે. પ્રશ્નઃ- આ અનુષ્ઠાનો અસંમોહભાવપૂર્વક છે એટલે શીધ્ર મુક્તિદાયી કેમ બને છે? ઉત્તર - એકાન્ત વિશુદ્ધિવાળાં હોવાના કારણથી “શીઘ્ર” મુક્તિદાયી બને છે. ઉપરોક્ત ગુણોવાળાં અનુષ્ઠાનો વારંવાર સેવવાથી ભવોનો પરિપાક થઈ જાય છે. ભવો પાકી જાય છે. પાકી ગયેલું ફળ જેમ વૃક્ષ ઉપરથી શીઘ્ર પતન પામવાની તૈયારીવાળું હોય છે. એવી જ રીતે સંસારમાં રખડપટ્ટી કરવા રૂપ ભવો પાકી જવાના વશથી ભવો શીધ્ર છૂટી જવાની તૈયારીવાળા થવાથી આ અનુષ્ઠાનો એકાન્તવિશુદ્ધિવાળાં બને Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૬ છે. અનુષ્ઠાનોના આચરણનું અનંતર (શીધ્ર) ફળ આત્માની એકાન્ત પરિશુદ્ધિ જ છે. અને એકાન્ત પરિશુદ્ધિ થવા દ્વારા શીઘ્ર ફળ મુક્તિ છે. આ પ્રશ્ન - આ અનુષ્ઠાનોમાં “એકાન્ત પરિશુદ્ધિ” કહો છો તો પૂર્વે કહેલા બે પ્રકારનો અનુષ્ઠાનોમાં શું એકાન્ત પરિશુદ્ધિ હોતી નથી? ઉત્તર - પૂર્વે કહેલા બે પ્રકારના અનુષ્ઠાનોમાં એકાન્ત વિશુદ્ધિ હોતી નથી, તે આ પ્રમાણે બુદ્ધિપૂર્વક કરાયેલાં પ્રથમવર્ગનાં અનુષ્ઠાનો ઇન્દ્રિયાર્થવિષયક હોવાથી મોહયુક્ત દ્રવ્ય પુણ્યબંધ (પાપાનુબંધી પુણ્યબંધ) કરાવનારાં છે માટે અશુદ્ધ અનુષ્ઠાનો છે. તેથી એકાન્ત પરિશુદ્ધ નથી. અને જ્ઞાનાત્મક બોધપૂર્વક કરાયેલાં બીજા વર્ગનાં અનુષ્ઠાનો આગમયુક્ત બોધવાળાં હોવાથી શુદ્ધ પણ છે અને મોહરહિત એવો દ્રવ્ય પુણ્યબંધ (પુણ્યાનુબંધી પુણ્યબંધ) કરાવનારાં પણ છે. એટલે વિશુદ્ધિવાળાં અને બંધરૂપ આશ્રવવાળાં પણ છે. આ પ્રમાણે આશ્રવ પણ હોવાથી એકાન્ત પરિશુદ્ધિ નથી. જ્યારે આ અસંમોહભાવવાળાં ત્રીજા નંબરનાં અનુષ્ઠાનો કેવળ વિશેષ નિર્જરા કરાવનારાં હોવાથી અને પૂર્વ બદ્ધ પુણ્યપ્રકૃતિઓનો પણ ક્ષય કરાવનાર હોવાથી “એકાન્ત પરિશુદ્ધિવાળાં કહેવાય છે. આશ્રવરહિત કેવળ નિર્જરા કરાવનારાં જ છે. પ્રશ્નઃ- આવાં અનુષ્ઠાનોને માશુ શીધ્ર મુક્તિફળ આપનારાં કેમ કહો છો? ઉત્તરઃ- પ્રથમ વર્ગનાં અનુષ્ઠાનો સંસાર-ફળહેતુ છે. એટલે મુક્તિ હેતુ તો છે જ નહીં અને બીજા વર્ગનાં અનુષ્ઠાનો મુક્તિ-ફળ હેતુ છે, પરંતુ તેમાં પુણ્યબંધ રૂપ આશ્રવ હોવાથી મુક્તિફળ આપતાં પહેલાં વચ્ચે દેવભવો કરાવનારાં છે. એટલે પરંપરાએ અર્થાત્ દીર્ઘકાળે મુક્તિ-ફળહેતુ છે. જ્યારે ત્રીજા વર્ગનાં આ અનુષ્ઠાનો આશ્રવમુક્ત અને એકાન્તપરિશુદ્ધ હોવાથી પૂર્વબદ્ધ પુણ્ય પ્રકૃતિઓની પણ ગુણશ્રેણીઓ દ્વારા નિર્જરા કરાવનારાં હોવાથી તે જ ભવે મુક્તિફળ આપનારાં છે. વચ્ચે દેવાદિ ભવ આપવા રૂપ પણ વિલંબ કરનારાં નથી. તેથી માશુ શીઘ મુક્તિદાયી કહ્યાં છે. પ્રશ્ન :- આ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિફળ ક્યા જીવોને આપે છે? ઉત્તર :- મુક્તિના માર્ગે ચાલનારા આત્માઓને આ અનુષ્ઠાન શીધ્ર મુક્તિફળ આપે છે. તથા મુક્તિના માર્ગે ચાલનારા જીવો એટલું જ નહીં પરંતુ સમ્યક્ પ્રકારે જાયું છે પરતત્ત્વ (મુક્તિતત્ત્વ-આત્માનું શુદ્ધ-બુદ્ધ એવું ઉત્તમોત્તમતત્ત્વ) જેઓએ એવા અને મુક્તિ માર્ગે ચાલનારા જીવોને આ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિપદદાયી થાય છે. સારાંશ કે ગુરુગમથી અને સતત આગમશ્રવણ તથા આગમાભ્યાસથી આવું પરમતત્ત્વ સમ્યપ્રકારે જેઓએ જાણ્યું છે. શ્રદ્ધા કરી છે. આત્મા બરાબર તેમાં લયલીન Page #430 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૫ કર્યો છે અને પૂરેપૂરા ઉત્તમોત્તમ ભાવથી આવા પરમ તત્ત્વના (મુક્તિના) માર્ગે જેઓએ પ્રયાણ આદર્યું છે. પરમાર્થ તત્ત્વની પ્રાપ્તિનું સંપૂર્ણપણે જેને ભાન છે. તેવા મહાયોગી પુરુષોને આ અનુષ્ઠાનો એકાન્તવિશુદ્ધિવાળાં હોવાથી શીઘ મુક્તિફળ આપનારાં બને છે. પ્રાયઃ તે જ ભવે આ યોગીઓની મુક્તિ થાય છે. વાવ નક્ષમાદ–ભવાતીત (મુક્તિ) માટેનો જે માર્ગ છે. તેમાં ગમન કરનારા આ યોગીઓનું જ હવે લક્ષણ જણાવે છે. प्राकृतेष्विह भावेषु, येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते, भवातीतार्थयायिनः ॥ १२७॥ ગાથાર્થ = આ લોકમાં જે મહાત્માઓનું ચિત્ત પ્રાકૃતભાવોમાં (પ્રકૃતિજન્ય ભાવોમાં) નિરુત્સુક (નિરસ) છે. અને સંસારના ભોગોથી જેઓ વિરક્ત છે. તે મહાત્માઓ ભવાતીતાર્થયાયી (મુક્તિમાર્ગગામી) કહેવાય છે. | ૧૨૭ | ટીકા - “ પ્રષિદ મy” શાતિપુ બુદ્ધિપર્યવસાનેવું, “શેષાં ચેતો निरुत्सुकं" निःसंगतासमावेशात् । “भवभोगविरक्तास्ते" एवम्भूता जीवा मुक्तकल्पा, "भवातीतार्थयायिन" उच्यन्ते भवचित्तासंस्पर्शादिति ॥ १२७॥ વિવેચન - પ્રકૃતિમાંથી થયેલા જે ભાવો તે પ્રાકૃતિક ભાવો કહેવાય છે. સાંખ્યદર્શનના મતે આ જગતમાં પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વ છે. પુરુષ એટલે આત્મા. તેઓના મતે તે આત્મા શુદ્ધ, બુદ્ધ, અકર્તા અને અભોક્તા છે પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ્ અને તમ એ ત્રણે ગુણોની સામ્યવસ્થા. આ પ્રકૃતિનું બીજું નામ મહત્તત્ત્વ પણ કહેવાય છે. સત્ત્વ, રજસ્ અને તમસૂની હીનાધિક અવસ્થાના કારણે તેમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. આ અહંકારમાંથી ૧૧ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર એમ (તે પાંચ દ્વારા જ્ઞાન થાય છે. માટે) પાંચ જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. તથા હાથ, પગ, લિંગ, ગુદા અને વાણી આ પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે. (કારણ કે તેનાથી અનુક્રમે (૧) ગ્રહણમોચન (૨) ગતિ (૩) સંભોગ (૪) મલોત્સર્ગ અને (૫) ઉપદેશ આદિ રૂપ કાર્યો થાય છે. માટે કર્મેન્દ્રિય) અને મન એમ ૧૧ ઇન્દ્રિયો જાણવી. આ ૧૧ ઇન્દ્રિયોમાંથી સ્પર્શન-રસના આદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી અનુક્રમે વાયુ, પાણી, પૃથ્વી, તેજ અને આકાશ એ પાંચ ભૂતતત્ત્વો ઉત્પન્ન થાય છે. અને તે પાંચ ભૂતોમાંથી ક્રમસર સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ એમ પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. જેથી કુલ ૨૫ તત્ત્વો થાય છે એમ સાંખ્યો માને છે. તેનું ચિત્ર આ પ્રમાણે Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૭ પુરુષ-૧ ૧ પ્રકૃતિ બુદ્ધિ (મહત્તત્ત્વ) અહંકાર સ્પર્શન રસના ઘાણ ચક્ષુ શ્રોત્ર હાથ પગ લિંગ ગુદા વાણી મન = I ! ! ! ! વાયુ જલ પૃથ્વી તેજ આકાશ | | | | | સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ તન્માત્રા તન્માત્રા તન્માત્રા તન્માત્રા તન્માત્રા “પ્રકૃતિ” તત્ત્વ એ આત્માનું સ્વરૂપ નથી. તે પ્રકૃતિ આત્મતત્ત્વથી સર્વથા ભિન્ન પદાર્થ છે. આ કારણથી અસંમોહ અનુષ્ઠાનને પામેલા જીવોનું મન પ્રકૃતિથી બનેલા તે પ્રાકૃતભાવોમાં (આત્મતત્ત્વથી ભિન્ન એવા પૌગલિક ભાવોમાં) ઉત્સુક હોતું નથી. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ભાવોમાં ઉપર બતાવેલા ચિત્ર પ્રમાણે નીચેથી શબ્દતન્માત્રાથી આરંભીને બુદ્ધિતત્ત્વ સુધીના પ+૫+૧૧+૧+૧=૨૩ પૌદ્ગલિક ભાવોમાં જે જે અનુકૂળ ભાવો છે. તેમાં રાગને વશ અને જે જે પ્રતિકુળ ભાવો છે. તેમાં અપ્રીતિને વશ આ મુનિઓનું મન થતું નથી. આત્મતત્ત્વમાં લીન રહેનારા આ મુનિઓ પ્રકૃતિજન્ય અનુકૂળ-પ્રતિકૂળ ભાવમાં ઉત્સુક્તા રહિત હોય છે. આકુળ-વ્યાકુળતા રહિત હોય છે. પ્રીતિ-અપ્રીતિ રહિત હોય છે. જે કાળે જે પ્રસંગે ઉપસ્થિત થાય તે કાળે તે પ્રસંગમાં મધ્યસ્થવૃત્તિ વડે વર્તનારા હોય છે આ કારણે તેઓનું મન “ઉત્સુક્તા વિનાનું” હોય છે. પ્રશ્ન- નિત્સુક એટલે શું? ઉત્તરઃ- પ્રાકૃતભાવો મેળવવાની અને ભોગવવાની તીવ્ર ઉત્કંઠા તે ઉત્સુક્તા કહેવાય છે. તેનાથી રહિત અર્થાત્ મધ્યસ્થ વૃત્તિવાળું. પ્રશ્નઃ- આ યોગીઓનું ચિત્ત કયા કારણે નિરુત્સુક હોય છે ? ઉત્તર - પ્રાકૃતભાવો પ્રત્યે નિસંગતા (અનાસક્તિ)નો સમાવેશ થયેલ હોવાથી તેઓનું ચિત્ત નિરુત્સુક હોય છે. અર્થાત્ પ્રકૃતિજન્ય સાંસારિક સર્વે અનુકૂળ-પ્રતિકૂળ એવા પૌદ્ગલિક ભાવોમાંથી આસક્તિ દૂર થઈ ગઈ છે. તેથી તેનું ચિત્ત પ્રકૃતિજન્ય ભાવોમાં નિરુત્સુક બનેલ છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૩૯૭ જેઓનું ચિત્ત પ્રાકૃતભાવોમાં નિરુત્સુક બનેલ છે. અને ભવસંબંધી (સાંસારિક) ભોગોથી જેઓ વિરક્ત બનેલા છે. તે આવા પ્રકારના યોગી મહાત્માઓ “મુક્ત જીવોની તુલ્ય” કહેવાય છે. જાણે મુક્ત જ હોય શું? એવા હોય છે. અને આ મહાત્માઓ જ ભવાતીતાર્થયાયી (મુક્તિના યથાર્થ માર્ગ ઉપર ચાલનારા) કહેવાય છે. પ્રશ્ન- આવા યોગીઓને જ ભવાતીતાર્થયાયી કેમ કહેવાય છે ? ઉત્તરઃ- વત્તાસંહિતિ જે ચિત્ત ભવનું કારણ બને, સંસારની રખડપટ્ટીનું કારણ બને તે “ભવચિત્ત” કહેવાય છે. જ્યારે ચિત્ત રાગ-દ્વેષ-અજ્ઞાનતા અને કષાયાદિ કલુષિત ભાવોથી વ્યાપ્ત હોય છે. ત્યારે તે ચિત્ત ભવહેતુ (જન્મ-મરણની વૃદ્ધિ રૂપ સંસારહેતુ) બને છે. આ મુનિઓ અસંમોહ યુક્ત અનુષ્ઠાનવાળા હોવાથી તેનું ચિત્ત પ્રાકૃતભાવોમાં નિરુત્સુક થયેલ છે. અને તેઓ ભવભોગોથી વિરક્ત થયેલા હોવાથી ભવનો હેતુ બને તેવા ચિત્તનો સ્પર્શ તેઓને થતો નથી. તે કારણથી આ મુનિઓ મુક્તિમાર્ગે ચાલનારા કહેવાય છે. જે ૧૨૭ || एक एव तु मार्गोऽपि, तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि, जलधौ तीरमार्गवत् ॥ १२८॥ ગાથાર્થ =સમુદ્રમાં જેમ અવસ્થા ભેદનો ભેદ હોવા છતાં પણ કિનારે પહોંચવાનો માર્ગ એક જ હોય છે તેમ તે યોગી મહાત્માઓનો (ગુણસ્થાનકની અપેક્ષાએ) અવસ્થાભેદનો ભેદ હોવા છતાં પણ મુક્તિમાર્ગ પણ એક જ છે અને તે “શમપરાયણ” છે. | ૧૨૮ / ટીકા “ તુ માન' રિવિણનિક્ષT | “તેરા'' ભવાતીતાર્થ વિનાં “રામપરાયT:” શનિષ્ઠ | ‘‘અવસ્થાનેરમે '' गुणस्थानकभेदापेक्षया । "जलधौ तीरमार्गवदिति" निदर्शनम् । अवस्थाभेदश्छेह तद्रासन्नतादिभेदेन ॥ १२८॥ વિવેચન - ભવાતીતાર્થયાયી (મોક્ષના માર્ગે ચાલનારા) એવા તે યોગી મહાત્માઓના ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેર સ્વરૂપ ભેદ હોવા છતાં પણ “ચિત્તવિશુદ્ધિ લક્ષણવાળો” મુક્તિનો માર્ગ તો એક જ હોય છે અર્થાત્ સર્વજ્ઞ તો એક છે જ. પરંતુ મુક્તિ માર્ગ પણ એક છે. અહીં મુક્તિનો માર્ગ એટલે મુક્તિનો ઉપાય, મુક્તિની સાધના. ત્યાં “ચિત્તની વિશુદ્ધિ” ચિત્તની નિર્મળતા, ચિત્તમાંથી રાગ-દ્વેષ આદિ રૂપ કલુષિતતાનો અભાવ તે Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૮ જ મુક્તિનો માર્ગ સમજવો. આ માર્ગ શમપરાયણ એટલે પ્રધાનતાએ શમભાવ રહેલો છે જેમાં એવો એવો જે પરિણામ તે મુક્તિનો માર્ગ જાણવો. ચિત્તમાંથી રાગાદિ કલુષિતતા દૂર કરીને અતિશય નિર્મળતા યુક્ત સમતાપરાયણ એવો જે ચિત્તપરિણામ તે જ વાસ્તવિક મુક્તિમાર્ગ છે. જે કોઈ અનુષ્ઠાનો આચરવામાં આવે છે તે સર્વે અનુષ્ઠાનો દ્વારા ચિત્તની વિશુદ્ધિ જ કરવાની હોય છે. જેટલા અંશે રાગાદિનો વિજય કરીને ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. તેટલો તેટલો મુક્તિમા ચાલનારો જીવ કહેવાય છે. ક્ષીણ થયો છે બહુ ભાવમલ જેઓનો એવા મંદમિથ્યાત્વગુણસ્થાનક વર્તી જીવોથી પ્રારંભીને બારમા ગુણસ્થાનક સુધીના જીવોમાં ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેદ છે તે આ પ્રમાણે-કોઈ હજી અપુનબંધકદશામાં છે. કોઈ ચરમયથાપ્રવૃત્તકરણવર્તી છે. કોઈ ગ્રંથિદેશવર્તી છે. કોઈ પ્રાપ્ત સમ્યકત્વી છે. કોઈ દેશવિરતિધર છે. કોઈ પ્રમત્તસંયત છે. કોઈ અપ્રમત્ત સંયત છે. અને કોઈ ક્ષપકશ્રેણીવર્તી છે. આ સર્વે ક્ષીણ બહુ ભાવમલવાળા યોગી જીવોમાં ગુણસ્થાનકની અપેક્ષાએ અવસ્થાભેદ જરૂર છે. તો પણ આ સર્વે મોક્ષમાર્ગ ઉપર ચાલનારા કહેવાય છે. અને આ સર્વેમાં “ચિત્તવિશુદ્ધિ” રૂપ મોક્ષમાર્ગ પણ એક જ છે. એમ જાણવું. - પ્રશ્ન - ચડતા-ઉતરતા દરજ્જાનાં ગુણસ્થાનકો હોવા છતાં આ સર્વેનો એક જ મુક્તિમાર્ગ છે. એમ કેમ કહેવાય? ઉત્તર:- તે દરેકમાં રાગાદિ કષાયોની તીવ્રતાના અભાવથી તથા સર્વથા રાગાદિ દોષોના અભાવવાળી ભાવિમાં આવનારી “ચિત્તવિશુદ્ધિ” રૂપ માર્ગ એકજ છે. માત્ર તફાવત એટલો જ છે કે અપુનબંધકાવસ્થાવાળી યોગી સાધ્યથી દૂરતમવર્તી છે. ચરમયથાપ્રવૃત્તકરણવર્તી યોગી દૂરતરવર્તી છે. ગ્રંથિભેદવાળા દૂરવર્તી છે. સમ્યકત્વગુણવાળા આસન્ન છે. દેશવિરતિધર અને સર્વવિરતિધર આસન્નતર છે તથા ક્ષપકશ્રેણી વર્તી જીવો આસન્નતમ છે. એમ તે કિનારાથી દૂર-આસન્નતા આદિના ભેદથી માત્ર અવસ્થાભેદ છે પરંતુ સર્વે જીવો કાલક્રમે મુક્તિરૂપી કિનારાને પામવાના એક માર્ગ ઉપર ચાલી રહ્યા છે. પ્રશ્ન- આ પદાર્થ સમજવા માટે શું કોઈ ઉદાહરણ છે? ઉત્તરઃ- હા, સમુદ્રમાં જેમ તરનારા સર્વેનો કિનારે પહોંચવાનો માર્ગ એક જ હોય છે તેમ અહીં જાણવું. એટલે કે ધારો કે આઠ દસ તારુ લોકો દરિયામાં એક કિનારેથી Page #434 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૮-૧૨૯ બીજા કિનારે તરીને પહોંચવા માટે પડ્યા અને તરવાનું કામ શરૂ કર્યું. હવે જેની તરવાની ક્રિયા વેગવાળી છે. અને જે તે સંબંધી સારૂં જ્ઞાન ધરાવે છે. અને સારી રીતે તરવાની ક્રિયા કરે છે. તે સૌથી પહેલો કિનારાની આસન્ન બને છે. તેનાથી ઉતરતા ઉતરતા દરજ્જાવાળી જેઓની તરવાની ક્રિયા અને તે સંબંધી જ્ઞાન છે. તેઓ તેટલા જ કાળમાં તે જ કિનારાથી દૂર, દૂરતર અને દૂરતમ છે પરંતુ સર્વે તારુ લોકોનો કિનારા તરફ જવાનો માર્ગ એક જ હોય છે. તેમ અહીં શ્રેણીમાં હોય કે અપ્રમત્ત હોય, પ્રમત્તે હોય કે સમ્યક્ત્વગુણઠાણે હોય પરંતુ સંસારરૂપી સમુદ્ર તરનારા તે સર્વે જીવોનો મુક્તિએ પહોંચવા તરફનો “ચિત્તવિશુદ્ધિ” રૂપી માર્ગ એક જ હોય છે. પ્રશ્ન- માનીેપ-અવસ્થા ભેદ હોવા છતાં “માર્ગ પણ” એક છે એમ કહીને પિ શબ્દથી (બીજું પણ કંઇક એક છે તે) શું કહેવા માગે છે? ઉત્તર:- સંસારરૂપી સમુદ્ર તરનારા સર્વે આ અપુનબંધકથી શ્રેણી સુધીના યોગીઓના “સર્વજ્ઞ” તો એક છે જ. પરંતુ સર્વજ્ઞ થવાનો માર્ગ પણ એક જ છે. એમ અપિ શબ્દનો અર્થ જાણવો. કારણ કે આ પ્રકરણ સર્વજ્ઞના વિષયમાં ચાલે છે. તેથી સર્વજ્ઞ અને (સર્વજ્ઞતા પૂર્વક પ્રાપ્ત થનારી) મુક્તિ (પરતત્ત્વ) તો સર્વે તારુની એક છે પરંતુ તેને તરવા માટેનો “ચિત્તવિશુદ્ધિ” રૂપ માર્ગ પણ એક જ છે. જેમ દરિયાના કિનારે આવવાનો સર્વે તારુનો માર્ગ એક છે તેમ. પ્રશ્ન :- અવસ્થામેભેàપિ આ શબ્દમાં પિ શબ્દનો અર્થ શું? ઉત્તર :- જેઓની અવસ્થા એક (અભિન્ન) છે. તેઓનો તો માર્ગ એક છે જ એટલે કે જેઓ શ્રેણીમાં પહોંચ્યા છે તે સર્વેનો તો ચિત્તવિશુદ્ધિ રૂપ માર્ગ એક છે જ. કારણ કે સમાન ગુણસ્થાનકવર્તી છે. તથા જેઓ અપ્રમત્ત છે તથા જેઓ પ્રમત્ત છે ઇત્યાદિ તે તે ગુણસ્થાનકવર્તી જીવો તો સમાન ગુણસ્થાનકવર્તી હોવાથી એક માર્ગે છે જ. પરંતુ ગુણસ્થાનક ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ ‘ચિત્તવિશુદ્ધિથી મુક્તિ પ્રાપ્ત થાય છે.” એવું જ્ઞાન અને એવું આચરણ કરવા વડે સર્વે તારુઓ એક રસ્તે ચાલી રહ્યા છે. એમ જાણવું. ॥ ૧૨૮॥ परतत्त्वाभिधित्सयाऽऽह ૩૯૯ “હવે પરતત્ત્વ” એટલે શું? તે સમજાવવાના આશયથી જણાવે છે. संसारातीततत्त्वं तु, परं निर्वाणसंज्ञितम् । तद्भयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ ૧૨૧૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪00 યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૨૯ ગાથાર્થ = સંસારના પારને પામવો એ તત્ત્વ છે. તે સૌથી શ્રેષ્ઠતત્ત્વ છે તેનું “નિર્વાણ” એવું નામ છે. તે પરતત્ત્વ (નિર્વાણ) પણ જુદા જુદા દર્શનકારોની અપેક્ષાએ શબ્દભેદ હોવા છતાં પણ તત્ત્વથી નિયમા એક જ છે. તે ૧૨૯ છે ટીકા -“સંસારતતતવં તુ” રૂતિ સંરતીત પુનતત્ત્વમ્ મિયાદ ” પ્રથાનં “નિવાસંતિ'' નિસંજ્ઞા સન્નતાતિ જ્યા ““તગ્રેવ'' સામચેિન, ‘‘નિયમન્નમેન,” ““ એ” વમા નિક્ષ સતિ, “તત્વત:' પરમાર્થેન ૨૨૧ વિવેચન સંસારાતતતત્ત્વ (ભવાતીતતત્ત્વ-મુક્તિતત્ત્વ)ના માર્ગે ચાલનારાનું અનુષ્ઠાન એકાન્તપરિશુદ્ધિવાળું હોવાથી શીઘ મુક્તિફળદાયી થાય છે એ પ્રમાણે ૧૨૬મી ગાથામાં પૂર્વે કહ્યું છે. અને સંસારાતીતતત્ત્વ એટલે “પરતત્ત્વ” એ પણ તે જ ગાથાની ટીકામાં કહ્યું છે. તથા ૧૨૭મી ગાથામાં ભવાતીતતત્ત્વના માર્ગે ચાલનારા જીવોનું વર્ણન આવ્યું છે. તેથી “ભવાતીતતત્ત્વ” કેવું છે? તે આ ગાળામાં સમજાવે છે સંસારનો પાર પામવો” એ સાચોસાચ તત્ત્વ (સાર) છે કારણ કે આ સંસાર જ જન્મ, મરણ, રોગ, શોક આદિ અનેક દુઃખોની ખાણ છે. જે કંઈ ઇન્દ્રિયજન્ય સુખ છે. તે પણ બુભક્ષા વધારનાર હોવાથી અને બીજાં અનેક દુઃખો આપનાર હોવાથી સુખ રૂપ નથી. પરંતુ ઝાંઝવાના જળની જેમ ભ્રમ માત્ર છે. વધારે ને વધારે દુઃખ જ આપનાર છે. તેથી “તેનો પાર પામવો” એ જ સર્વે યોગી મહાત્માઓને પોતાના જીવનનો સાર (તત્ત્વ) લાગે છે. એટલું જ નહીં પરંતુ તે “સંસારાતીતપણું” એ “પરમતત્ત્વ” છે, પરમસાર છે, પ્રધાનપણે એ જ સાર છે. સ્વર્ગાદિ ભવો મળે તો અલ્પકાળ નરકાદિનાં દુઃખો કદાચ ન આવે, પરંતુ અંતે તો આવે જ. તેથી સ્વર્ગાદિનાં સુખો એ કંઈ તત્ત્વ નથી. છતાં વ્યવહારથી અન્યભવો કરતાં ત્યાં તેટલુ દુઃખ ન હોવાથી સામાન્ય લોકો તેને કદાચ તત્ત્વ(સાર) માને તો પણ જન્મ-મરણાદિ દુઃખોની ખાણમાંથી મૂકાવાપણું ત્યાં દિવાદિના ભવોમાં પણ) ન હોવાથી તે “પરતત્ત્વ” કહેવાતું નથી જ. જ્યાં અલ્પ પણ દુઃખ નથી, પરદ્રવ્યની પરાધીનતા નથી. સ્વગુણોની રમણતાનું અનંત સુખ છે. જન્મ-મરણાદિનાં દુઃખો ભાવિમાં પણ કદાપિ જ્યાં આવતાં નથી. તે જ યથાર્થ “પરતત્ત્વ”-સંસારતતતત્ત્વ-ભવાતીતતત્ત્વ કહેવાય છે. તે જ સૌથી પ્રધાન તત્ત્વ છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ગાથા : ૧૨૯-૧૩૦ યોગદૃષ્ટિ સમુચ્ચય તે પરતત્ત્વનું “નિર્વાણ” એવું બીજું નામ છે. પ્રશ્નઃ- આ પરતત્ત્વનું “નિર્વાણ”નામ કેમ કહેવામાં આવે છે? ઉત્તર:- નિર્વાણ થવું એટલે બુઝાઈ જવું. સમાપ્ત થઈ જવું. ફરીથી તે અવસ્થા ન આવવી તે નિર્વાણ કહેવાય છે. આ કારણથી આ સંસારમાં ચારગતિમાં જ્યારે જ્યારે કોઇપણ જીવ મરે છે ત્યારે તેને “મૃત્યુ” કહેવાય છે. પરંતુ નિર્વાણ કહેવાતું નથી. કારણ કે તે મૃત્યુની પછી પુનઃ જન્મ-મરણાદિ આવે જ છે. જ્યારે આ પરતત્ત્વમાં (સંસારાતતતત્ત્વમાં) પુનઃ જન્મ-મરણાદિ આવતાં નથી તેથી સર્વથા બુઝાઈ જવું જન્મ-મરણ રહિત થવું. એવી “નિર્વાણ સંજ્ઞા થઈ છે જેની-એથી કરીને તે તત્ત્વને “નિર્વાણતત્ત્વ” કહેવાય છે. આ પરતત્ત્વને (નિર્વાણતત્ત્વને) જુદા જુદા દર્શનકારો (હવે પછીની ગાથામાં કહેશે તે પ્રમાણે) સદાશિવ, પરબ્રહ્મ ઇત્યાદિ નામે ભિન્ન-ભિન્ન શબ્દથી કહેવા છતાં પણ પરમાર્થથી તો તે “પરતત્ત્વ” સામાન્યપણે એક જ છે. પરંતુ ભિન્ન-ભિન્ન નથી. સારાંશ કે પરતત્ત્વના તે તે નામભેદ માત્ર છે. પરંતુ વસ્તુભેદ નથી જ. પ્રશ્ન - આ “પરતત્ત્વ સામાન્યથી એક છે, એટલે શું? અર્થાત્ વિશેષથી શું ભિન્ન છે? ઉત્તર - સંસારની સમાપ્તિ થવી. ભવનો અંત થવો. જન્મ-મરણાદિ બંધ થઈ જવા, એ રૂપે આ “પરતત્ત્વ” (મુક્તિ) સર્વદર્શનકારોમાં સમાન છે. એટલે “સામાન્યથી” ભવાતીત સ્વરૂપે સમાન છે. પરંતુ સદાશિવ, પરબ્રહ્મ ઇત્યાદિ સ્વરૂપે “શબ્દભેદ”થી ભિન્ન પણ છે. તથા જૈનદર્શનમાં જેમ ચૌદરજ્જુ લોકમાં ઉપર લોકાન્ત તે જીવોનું સ્થાન માનવામાં આવે છે. તેમ અન્યદર્શનોમાં પોતપોતાની માન્યતા પ્રમાણે સ્થાનભેદ પણ હોય. જૈનદર્શનમાં મુક્તિગત જીવની અવગાહના ઉત્કૃષ્ટથી ૩૩૩ ધનુષ અને જઘન્યથી ૩ર અંગુલ માનવામાં આવી છે અન્યદર્શનોમાં કોઈમાં સર્વવ્યાપી અને કોઈમાં વળી કંઈક બીજું જ ઇત્યાદિ પણ માનવામાં આવ્યું છે. એમ શબ્દભેદ સ્થાનભેદ વગેરે વિશેષતાઓથી દર્શને દર્શને મુક્તિગત જીવનું સ્વરૂપ જુદું જુદું પણ છે. પરંતુ સામાન્યથી જન્મ-મરણાદિની સમાપ્તિ રૂપે ભવાતીતપણે આ મુક્તિ સર્વદર્શનોને સમાન છે. એક જ છે. આ પ્રમાણે પરતત્ત્વ (મુક્તિ) અને તેના ઉપાય રૂપે એટલે મુક્તિના માર્ગ રૂપે અનંતરપણે સર્વજ્ઞતા અને પરંપરા રૂપે ચિત્તવિશુદ્ધિ સર્વદર્શનકારોને એક જ છે. સમાન જ છે. માત્ર તેના શબ્દભેદ તથા સ્થાનભેદ આદિથી જ ભેદ છે. પરમાર્થથી તત્ત્વસ્વરૂપે ભેદ નથી. || ૧૨૯ યો. ર૬ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૦ પતવાહિં એ શબ્દભેદ જ જણાવે છે. सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥ १३०॥ ગાથાર્થ = તે નિર્વાણ એક જ છે. છતાં અન્વર્થના યોગથી “સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા” અને “તથાતા” એ વગેરે ભિન્ન-ભિન્ન શબ્દોવડે કહેવાય છે. તે ૧૩૦ll ટીકાશિવ” રૂત્તિ સર્વાનં શિવો ન વારિતશિવ ! “રિજાનપરિશુદ્ધઃ સર્વશિવાભાવાત્ ! “ઘર'' પ્રથાને “બ્રા” તથા વૃહત્ત્વવૃંદસ્વાગ્યાં सद्भावालम्बनत्वात् । “सिद्धात्मा" कृतकृत्यात्मा निष्ठितार्थ इत्यर्थः । तथातेति च- आकालं तथाभावात् । यथोक्तम् उपादाननिमित्ताभ्यामधिकारित्वतो ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥१॥ विसंयोगात्मिका चेयं, त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं, भूतार्थफलदेति च ॥ २॥ इत्यादिशब्दैस्तन्निवार्णमुच्यते । अन्वर्थादन्वर्थेनोक्तनीत्या । pવ' , gવમમિતિ | શરૂ | વિવેચન - તે “નિર્વાણ” (મુક્તિ-પરતત્ત્વ) એક જ છે. સર્વદર્શનોને સમાન છે. તો પણ “સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા” અને “તથાતા” આવા પ્રકારના જુદા જુદા શબ્દોથી દર્શનાન્તરોમાં પણ આ જ નિર્વાણ જણાવેલું છે. પ્રશ્નઃ- જો દર્શનાન્સરોમાં પણ નિર્વાણ એક જ છે, તો ત્યાં નામભેદ (શબ્દભેદ) કેમ છે? ઉત્તરઃ- સદાશિવ વગેરે શબ્દોનો જે અન્વર્થ છે તે અન્વર્થ આ નિર્વાણમાં સંભવે છે. તેથી અવર્થ ઘટતો હોવાથી એક જ વસ્તુ જુદા જુદા નામે વ્યવહાર પામે છે. પ્રશ્ન :- અન્તર્થ એટલે શું? ઉત્તરઃ- સંસ્કૃત ભાષાના વ્યાકરણ દ્વારા ધાતુ અને પ્રત્યયાદિ વડે બનેલા શબ્દથી સિદ્ધ થતો અર્થ તે “અવર્થ” કહેવાય છે. અન્યદર્શનોમાં “નિર્વાણ” માટે “સદાશિવ” આદિ જે જે જુદા જુદા શબ્દો કહેવાયા છે. તે સર્વે શબ્દોનો અન્વર્થ (વ્યુત્પત્તિસિદ્ધ અર્થ) ત્યાં ઘટે છે માટે જુદા જુદા નામથી બોલાવે તો પણ પરમાર્થથી કોઈ અર્થ ભેદ (તત્ત્વભેદો થતો નથી. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ ગાથા : ૧૩૦ યોગદષ્ટિ સમુચ્ચય સદાશિવ વગેરે શબ્દોના વ્યુત્પત્તિસિદ્ધ અર્થો આ પ્રમાણે છે (૧) સદાશિવ-નિર્વાણ પામેલા આત્માઓને સાહંમેશાં શિવ કલ્યાણ જ હોય છે. સાદિ-અનંત કાળ સુધી કલ્યાણવાળા જ હોય છે. કયારે પણ અકલ્યાણ હોતું નથી. (મુક્તિગત જીવો સર્વ કર્મરહિત હોવાથી આ અર્થ ઘટી શકે છે.) (૨) પરબ્રહ્મ- અહીં પરં-પ્રધાન શ્રેષ્ઠ અને બ્રહ-આત્મા. પ્રધાન એવો આત્મા તે પરબ્રહ્મ. આત્માના બે ભેદ છે. મુક્ત અને સંસારી. રાગ-દ્વેષ આદિ દોષોથી રહિત અત્યન્ત શુદ્ધ આત્મા તે પરબ્રહ્મ અર્થાત્ મુક્ત કહેવાય છે. અને રાગાદિ દોષોવાળો જે આત્મા તે અપરબ્રહ્મ (એટલે સંસારી) કહેવાય છે. નિર્વાણાવસ્થા એ આત્માની રાગાદિ દોષરહિત શુદ્ધ અવસ્થા છે, તેથી પરબ્રહ્મ શબ્દનો અર્થ ત્યાં ઘટે છે. તથા આ નિર્વાણાવસ્થામાં રહેલો આત્મા વૃહત્ત્વ સ્વયં પોતે મહાનું છે. નિર્દોષ છે. અને છંદગાંબીજાને મહાન બનાવનાર છે. અન્યને દોષરહિત કરે છે. કારણ કે સદ્ભાવસારા (ઉત્તમ-શ્રેષ્ઠ) ભાવોનું માનવુનત્વીત્ =આલંબન હોવાથી બીજાને મહાનું બનાવે છે, તેથી પરંબ્રહ્મ કહી શકાય છે. જે જે આત્માઓ આ નિર્વાણપદનું આલંબન લે છે. તે તે આત્માઓ રાગ-દ્વેષ આદિ દોષો વિનાના થઇને શુદ્ધભાવોને પામે છે. અને તેવા શુદ્ધભાવોના આલંબનથી મહાનું બને છે. નિર્દોષ શુદ્ધતત્ત્વપણાને પામે છે. સ્વયં પોતે મહાન હોવા વડે અને પરને મહાન બનાવનાર હોવા વડે ઉચ્ચ કોટિના ભાવોનું આલંબન બનનાર હોવાથી પરબ્રહ્મ સ્વરૂપ છે. (૩) સિદ્ધાત્મા-સિદ્ધ થયેલ. અર્થાત્ કૃતકૃત્ય થયેલ આત્મા. જે આત્માનાં સર્વે કાર્યો કરાઈ ચૂક્યાં છે. જેને હવે કરવાનું કંઈ બાકી નથી તે. નિષ્કિતાર્થ એટલે સમાપ્ત પ્રયોજનવાળો આત્મા. આ અર્થ પણ મુક્તમાં સંભવે છે. (૪) તથાતા- તથા એટલે તેવા પ્રકારનો અને તા પ્રત્યય છે. તેવા પ્રકારપણું એટલે કે નિર્વાણ પામે ત્યારે આ આત્મા જેવો શુદ્ધબુદ્ધ-નિરંજન નિર્દોષ બને છે તેવા જ પ્રકારવાળાપણું સદા રહે છે માટે તથાતા કહેવાય છે. મુક્તિગત જીવ સદા એટલે થાવત્કાલ સુધી તેવો તેવો જ રહે છે. તેમાં કોઈપણ જાતનો વિકાર થતો નથી. માટે તથાતા કહી શકાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમાં કાર્ય નીપજે તે ઉપાદાન, અને જેનાથી કાર્ય નીપજે તે નિમિત્ત. ઉપાદાનમાં કાર્ય થવાની યોગ્યતા હોય છે. અને નિમિત્તમાં કાર્યોત્પત્તિનું નિમિત્ત બનવાની યોગ્યતા Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૦-૧૩૧ હોય છે. માટી અને દંડ. અહીં માટીમાં ઘટ બનવાની અને દંડમાં ઘટ બનાવવાની યોગ્યતા રહેલી છે. તો જ ઘટકાર્ય થાય છે. મુક્તિગત આત્મામાં અલ્પ પણ વિકાર ન થાય તેવી અવિકારભાવની યોગ્યતા છે. એમ ઉપાદાન અને નિમિત્ત વડે અલ્પ પણ વિકાર ન થાય તેવી અવિકારીભાવવાળી અવસ્થાનું અધિકારપણું હોવાથી તેઓની ધ્રુવસ્થિર અવસ્થા છે. સર્વકાલ સુધી એટલે કે અનંત કાલ સુધી તેવાને તેવા જ રહેવાના હેવાથી તથાતા કહેવાય છે. ૧ રૂ આ ધ્રુવ અવસ્થા વિસંવાભિ-પ્રકૃતિ અને તજજન્ય એવા સર્વ વિકારોના વિયોગાત્મક છે. તેઓને પ્રકૃતિના કોઈ વિકારો હોતા નથી. તથા આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એમ ત્રણ પ્રકારના દુઃખોથી વર્જિત આ અવસ્થા છે. અત્યન્ત પર ભૂતટિ =જીવની સૌથી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ અવસ્થા સ્વરૂપ છે. અને મૂતાર્થપાયથાર્થ ફળને આપનારી આ અવસ્થા છે. ' આ પ્રમાણે સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા અને તથાતા વગેરે ભિન્ન-ભિન્ન શબ્દો વડે તે નિર્વાણપદ વાચ્ય બને છે. કારણ કે ઉપર કહેલી નીતિ પ્રમાણે અન્વર્થનો યોગ તેમાં સંભવે છે તેથી નિર્વાણ એક હોવા છતાં પણ આવા આવા બીજા અનેક શબ્દોથી ઉદ્ઘોષિત થઈ શકે છે. વમવિધિ = પદમાં જે આદિ શબ્દ છે તેનાથી આ ચાર નામો જે મૂળ ગાથામાં કહ્યાં છે તેવાં બીજો નામો પણ છે જે દર્શનાન્તરોમાં પ્રસિદ્ધ હોય તે જાણી લેવાં. - ભૂત-પ્રેત, પિશાચ આદિ દેવો તરફથી જે દુઃખ તે આધિદૈવિક. સર્પ, સિંહ, ચોર, લુંટારા આદિ સંબંધી અને શારીરિક રોગો સંબંધી જે દુઃખ તે આધિભૌતિક. અને માનસિક ઉપાધિઓ સ્વરૂપ જે દુઃખ તે આધ્યાત્મિક દુઃખ. એમ દુઃખના ત્રણ પ્રકાર સમજવા. // ૧૩૦ થશમેત્રેત્યાદિ- નામભેદ હોવા છતાં નિર્વાણ એક જ છે એમ કેમ ? तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं, यतो जन्माद्ययोगतः ॥ १३१॥ ગાથાર્થ = ઉપરોક્ત સર્વેમાં નિર્વાણના લક્ષણનો વિસંવાદ ન હોવાથી નિરાબાધ છે, અનામય છે, નિષ્ક્રિય છે અને પરતત્ત્વસ્વરૂપ છે. કારણ કે ત્યાં જન્માદિનો અભાવ છે. | ૧૩૧ | ટા ! “ તક્ષmવિસંવાિિત્ત” નિનક્ષવિસંવાલાન્ ! નખેવાદનિરાશાય'' નિતમીવાથથ્ય, “મનામ'' વિદ્યમાનકવ્યમાવો” ! “જિર્ચિ Page #440 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૧ યોગદષ્ટિ સમુચ્ચય ૪૦૫ ૪” વર્તધ્યામાવાદિ વચનામાવેન , રં તરખેવભૂતમ” “તો'યમાત, નાઇયોગો'' નન્ન-નર-મ૨UTયોન છે રૂ . વિવેચન-સર્વે દર્શનોમાં “પરતત્ત્વ” (મુક્તિતત્ત્વ) એક જ છે. તેનું કારણ એ છે કે નિર્વાણનું જે લક્ષણ છે તેમાં અવિસંવાદ છે. અર્થાત્ સર્વે દર્શન મુક્તિનું સ્વરૂપ એકસરખું સમાન માનતા હોવાથી મુક્તિના સ્વરૂપમાં કોઈ દર્શનોને કોઇ દર્શનોની સાથે વિસંવાદ નથી (મતભેદ નથી). મુક્તિનું (નિર્વાણનું) સ્વરૂપ બધા જ દર્શનો સમાન માને છે. પ્રશ્ન- સર્વે દર્શન મુક્તિના સ્વરૂપને સમાન જે માને છે તે સમાન સ્વરૂપે કેવું છે? અર્થાત્ નામભેદ-સ્થાનભેદ આદિ હોવા છતાં જે “સમાન સ્વરૂપ” છે. તે કેવું છે? અને કયું છે? ઉત્તર :- આ નિર્વાણ “નિરાબાધ” છે “અનામય” છે અને “નિષ્ક્રિય” છે. ત્યાં નિરાબાધ છે એટલે સર્વે પ્રકારની બાધાઓથી (પીડાઓથી) રહિત છે. શારીરિક કે માનસિક અથવા આધિદૈવિકાદિ ત્રિવિધ એમ સર્વ પ્રકારની પીડા વિનાનું નિર્વાણ છે. અર્થાત્ સર્વ પ્રકારના દુઃખો વિનાનું આ નિર્વાણ છે. તથા અનામય છે. એટલે જે શારીરિક રોગો છે તે દ્રવ્ય રોગો અને રાગ-દ્વેષાદિ કષાયજન્ય આત્મ-પરિણામો તે ભાવરોગો. નથી વિદ્યમાન દ્રવ્યરોગ અને ભાવરોગ જ્યાં તે અનામય કહેવાય છે. વેદનીયકર્મનો ક્ષય હોવાથી દ્રવ્યરોગ નથી અને મોહનીયકર્મનો ક્ષય હોવાથી ભાવરોગ નથી. આ પ્રમાણે નિર્વાણ તે નિરામય કહેવાય છે. તથા નિર્વાણનું સ્થાન નિષ્ક્રિય છે એટલે સંસારસંબંધી કોઈપણ પ્રકારનું પ્રયોજન શેષ ન હોવાથી હવે કંઈ પણ કર્તવ્ય (કરવા લાયક કાર્ય) તેઓને બાકી નથી માટે નિષ્ક્રિય છે. જો કે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગમાં વર્તવા રૂપે સક્રિય છે તો પણ મન-વચન અને કાયાના યોગસંબંધી કોઈ કાર્ય ન હોવાથી નિષ્ક્રિય છે. આ પ્રમાણે “પર તત્ત્વ” એટલે મુક્તિતત્ત્વ આવા પ્રકારનું “નિરાબાધ, અનામય” અને “નિષ્ક્રિય” છે. આ બાબતમાં કોઈ દર્શનકારોને વિવાદ ન હોવાથી સર્વે દર્શનોમાં નિર્વાણપદ સમાન છે. પ્રશ્ન :- આ નિર્વાણપદ (પરતત્ત્વ) કયા કારણથી નિરાબાધાદિ સ્વરૂપ છે. ઉત્તર - જે કારણથી ત્યાં જન્માદિનો અભાવ છે. જન્મ, જરા, મરણ, રોગ અને શોક અને ભય આદિનો અભાવ છે તેથી નિરાબાધાદિ સ્વરૂપ છે. જ્યાં જન્મ-જરામરણ-રોગ-શોક અને ભય આદિ હોય છે. ત્યાં જ દુઃખ-રોગ અને ગમનાગમનાદિ ક્રિયા હોય છે. નિર્વાણમાં જન્માદિ નથી તે કારણથી ત્યાં દુઃખ, રોગ અને ક્રિયા નથી. માટે પરતત્ત્વ આવા પ્રકારના નિરાબાધાદિ સ્વરૂપ છે. | ૧૩૧ | Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૨ પર્થમાદ– પૂર્વોક્ત ચર્ચાનું રહસ્ય (સાર) કહે છે. ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसम्मोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ, विवाद उपपद्यते ॥ १३२॥ ગાથાર્થ =અસંમોહયુક્ત બોધથી આ નિર્વાણતત્ત્વ જણાયે છતે વિદ્વાન પુરુષોને તે નિર્વાણપદની ભક્તિ (આરાધના) કરવામાં તાત્વિક રીતે કોઈ વિવાદ હોઈ શક્તો નથી. / ૧૩૨ || ટીકા - “જ્ઞાત'' છિન્ને, “નિર્વાગતત્તેજિન્નેવભૂતે,” “મમ્મદેન' વાઘેન ““તત્ત્વતઃ' પરમાર્થતઃ | વિદિત્ય-“ક્ષતિ” ગુદ્ધિમત્ત “ तद्भक्तौ" न निर्वाणसेवायाम् । किमित्याह-"विवाद उपपद्यते" तत्तत्त्वज्ञानभेदाभावात् (तत्तत्त्वज्ञानाभेदात्) अन्यथा प्रेक्षावत्त्वविरोधादिति ॥१३२॥ વિવેચન - અસમ્મોહ યુક્ત જે બોધ છે. તે એકાન્ત પરિશુદ્ધ છે. (જુઓ ગાથા૧૨૬) તેના દ્વારા પૂર્વબદ્ધકર્મોની વિશેષે નિર્જરા જ થાય છે જે શીઘકાળે મોક્ષફળહેતુ બને છે. તેથી આવા પ્રકારના અસમ્મોહ યુક્ત બોધ દ્વારા જ્યારે આ નિર્વાણતત્ત્વ જણાય છે. બરાબર સમજાય છે. ત્યારે સદાશિવ, પરંબ્રહ્મ ઇત્યાદિ રૂપે માત્ર નામભેદ જ હોય છે. પરંતુ તત્ત્વભેદ હોતો નથી. તેથી સર્વે આરાધક આત્માઓનું સાધ્ય (લક્ષ્ય) નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ માત્ર જ હોય છે. અને તે સાધ્ય તત્ત્વમાં ભેદ ન હોવાથી તેની ઉપાસના (આરાધના) કરવામાં પણ પંડિત પુરુષોને વિવાદ સંભવતો નથી. નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ એ સાધ્ય છે. તેની પ્રાપ્તિ માટેની ઉપાસના-આરાધના એ સાધન છે. એક જ સાધ્ય ભિન્ન-ભિન્ન સાધનથી સાધી શકાય છે. સાધ્યના સ્વરૂપમાં જો ભેદ હોય તો જ કરેલો વિવાદ શોભાસ્પદ થાય. જો સાધ્યના સ્વરૂપમાં કોઈ ભેદ ન હોય તો ત્યાં પહોંચવાના સાધનભૂત ક્રિયામાર્ગમાં ભેદ હોય તો તેનો વિવાદ કરવો તે વિદ્વાન પુરુષોને શોભાસ્પદ નથી. જેમ કોઈ આઠ-દસ પુરુષો સુરતથી અમદાવાદ જવા નીકળ્યા. આ દરેક પુરુષોએ હાઇવે ધોરી રસ્તો (એક જ રસ્તો) લીધો. પરંતુ કોઈ ટ્રેન દ્વારા જાય છે. કોઈ પ્લેન દ્વારા જાય છે. કોઈ કાર દ્વારા જાય છે અને કોઈ પાદવિહાર દ્વારા જાય છે. તો સાધ્ય એક અમદાવાદ જ છે. સાધ્યનો માર્ગ પણ એક હાઇવે ધોરીમાર્ગ જ છે. તો ટ્રેન, પ્લેન, કાર અને પાદવિહાર સ્વરૂપ સાધનભેદનો વિવાદ વિદ્વાન પુરુષોએ Page #442 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૨-૧૩૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૦૭ કરવો જોઈએ નહીં. સાધનભેદ હોવાથી કોઈ શીધ્ર અમદાવાદ પહોંચે, કોઇ વિલંબે પહોંચે, પરંતુ પહોંચે અવશ્ય. માટે વિવાદ કરવો ઉચિત નથી અને જો વિવાદ કરે તો તે સાચા પંડિત કહેવાય નહીં. તેવી રીતે આરાધક આત્માઓનું સાધ્ય નિર્વાણતત્ત્વ એક (એક સરખા સ્વરૂપવાળું સમાન) છે. તેને સાધવાનો ચિત્તવિશુદ્ધિ અને તેના દ્વારા સર્વજ્ઞતા મેળવવા વડે મુક્તિ મેળવવાનો હાઇવે ધોરીમાર્ગ પણ એક જ છે. તો પછી કોઈ જ્ઞાન આરાધના દ્વારા, કોઇ તપ આરાધના દ્વારા, કોઈ કાયોત્સર્ગાદિ આરાધવા દ્વારા, કોઈ ધ્યાનવિશેષ આરાધવા દ્વારા, અને કોઈ વૈયાવચ્ચાદિ રૂપ ક્રિયાનુષ્ઠાન આરાધવા દ્વારા (અન્ય અનુષ્ઠાનોનો અપલાપ કર્યા વિના) જો નિર્વાણમાર્ગ આરાધે તો તેમાં વિવાદ શું? આવા પ્રકારનો ઉત્તમોત્તમ અસંમોહ જ્ઞાનપૂર્વક પરમાર્થથી નિર્વાણતત્ત્વની સેવા (આરાધના-ઉપાસના) કરવામાં પ્રેક્ષાવાનું પુરુષોને વિવાદ સંભવતો નથી. કારણ કે સાધ્યભૂત એવા તે નિર્વાણતત્ત્વના જ્ઞાનમાં કોઈપણ પ્રકારનો ભેદ નથી. તેના માર્ગમાં પણ ભેદ નથી અને જે આરાધના ભેદ છે તે પણ પોતાનાથી જે શકય છે અને જે અશક્ય છે ઇત્યાદિ શક્યાશક્યતાના ભેદથી છે, પરંતુ સ્વમતાગ્રહથી નથી. માટે વિદ્વાન પુરુષોએ વિવાદ કરવો જોઈએ નહીં. અન્યથા-એટલે કે જો વિવાદ ચાલુ રાખે, તો તેઓમાં રહેલા પ્રેક્ષાવત્ત્વનો વિરોધ આવે. અર્થાત્ સાપેક્ષવાદ ન સમજવાના કારણે અને એકાન્તાગ્રહી બનવાના કારણે તેઓ સાચા વિદ્વાન કહેવાય નહીં (ભણ્યા પણ ગણ્યા નહી એવી યુક્તિ અહીં લાગુ પડે.) | ૧૩ર | सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्त दस्तत्कथं भवेत् ॥ १३३॥ ગાથાર્થ = આ નિર્વાણતત્ત્વ જે કારણથી અવશ્ય સર્વજ્ઞતાપૂર્વક જ પ્રાપ્ત થાય છે. “સર્વજ્ઞ સ્વરૂપ” આ માર્ગ મુક્તિની અતિશય નિકટનો છે અને અવક્રસ્વરૂપ છે. તેથી તે સર્વજ્ઞમાં ભેદ કેમ હોઈ શકે? | ૧૩૩ | ટીકા -“પૂર્વૐ વૈતતિતત્ત્વ” નિર્વાધ્યમ્ | ‘‘નિયમાવ પસ્થિત સર્વજ્ઞ” નિર્વાનુપપઃ | “માસનોર્થ” નિસ્વાર્થ સર્વાન્નક્ષUT:, ગુરવ મા.” પ્રસ્થા. “તમેઃ ” સર્વજ્ઞમેવો મત મેહત્નક્ષUT: | તત્તમાત્ વર્થ “મવેત'નૈવ ભવતિ | ૨રૂર છે વિવેચન :- આ નિર્વાણતત્ત્વની પ્રાપ્તિ નિયમો સર્વજ્ઞ થવા પૂર્વક જ થાય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૩ એટલે કે પ્રથમ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય, ત્યારપછી જ નિર્વાણતત્ત્વ પ્રાપ્ત થાય. સર્વજ્ઞ બન્યા વિના નિર્વાણતત્ત્વ કોઈને પણ કદાપિ ન આવે. આવો અવિચલ દઢ નિયમ છે. પ્રસ્તુત એવું નિર્વાણ નામનું આ તત્ત્વ સર્વશતા પૂર્વક જ પ્રાપ્ત થાય છે. આ કરણથી સર્વશ થવું એ નિર્વાણ તત્ત્વની પ્રાપ્તિનો અતિશય નિકટનો અને અત્યન્ત સરળ-સીધો (અવક્ર) એવો આ માર્ગ છે. આસન્ન (એટલે) નિકટનો આ માર્ગ એટલા માટે છે કે- સર્વજ્ઞ બનેલો તે આત્મા તે જ ભવે નિયમો નિર્વાણપદ પામે જ છે. ભવાન્સર પણ કરતો નથી. અને દીર્ઘકાળ જેટલો વિલંબ પણ કરતો નથી. માટે આસન્ન છે. તથા હવે તે જીવને બીજી કોઈ સાધના-કે ઉપાસના અથવા કંઈપણ કર્તવ્ય શેષ નથી કે જેથી તેને આડા-અવળા જવું પડે. જો કોઈ કર્તવ્ય બાકી હોત તો તે કર્તવ્ય બજાવવા આડા-અવળા ગુણસ્થાનકે કે આડા-અવળા ક્ષેત્રે જવું પડે પરંતુ કર્તવ્ય કંઈપણ બાકી ન હોવાથી આ જ ભવે સીધો જ મોક્ષે જાય છે. માટે “સર્વજ્ઞતા” લક્ષણવાળો નિર્વાણપદનો આ માર્ગ નિકટ પણ અને છે અવક્ર (સીધો) પણ છે. ત મે તે કારણથી સર્વજ્ઞભેદ એટલે કે સર્વે સર્વજ્ઞ પુરુષોમાં મતભેદ રૂપ ભેદ કેમ હોઈ શકે? અર્થાત્ ન જ હોય. નિર્વાણમાર્ગની પૂર્વે બહુ નિકટમાં “સર્વજ્ઞતા” આવે છે. અને તે સર્વજ્ઞતા મિથ્યાત્વ, રાગ-દ્વેષ અને અજ્ઞાનતા આદિ દોષોથી સર્વથા મુક્ત જ છે. માટે તે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા થતો “મતભેદ” સર્વજ્ઞ પુરુષોમાં કેમ હોઈ શકે? કારણ કે આ જીવો પરિપૂર્ણ જ્ઞાની હોવાથી, અજ્ઞાનતા આંશિક પણ ન હોવાથી, તથા મિથ્યા બોલવામાં કોઈ (રાગાદિ) કારણો આ વીતરાગમાં ન હોવાથી તેઓના મતમાં કોઈપણ જાતનો ભેદ હોતો નથી. પાર્શ્વનાથપ્રભુ હોય કે મહાવીરપ્રભુ હોય, નેમિનાથપ્રભુ હોય કે ઋષભદેવપ્રભુ હોય. આ ચોવિશીના તીર્થંકરપ્રભુ હોય કે અતીત-અનાગત ચોવિશીના તીર્થંકરપ્રભુ હોય. ભરતક્ષેત્રના હોય કે મહાવિદેહાદિ ક્ષેત્રના હોય, પરંતુ સર્વે સર્વજ્ઞોની વાણીમાં (સર્વજ્ઞોના સિદ્ધાન્તમાં) , કોઇપણ જાતનો કંઈપણ (આંશિકપણ) મતભેદ હોતો નથી. નિર્વાણતત્ત્વ એક છે. તેના નિકટ કારણવર્તી સર્વજ્ઞદશા એક છે અને તેના નિકટવર્તી વીતરાગ દશા પણ એક છે. માટે કોઈપણ જાતનો મતભેદ સંભવતો જ નથી. આ પ્રમાણે ગાથા-૧૦૩માં કહેલી સર્વજ્ઞની એકતા સિદ્ધ થઈ. | ૧૩૩ છે देशनाभेदः कथमित्याशङ्क्याह જો સર્વે સર્વજ્ઞો એક છે. સિદ્ધાન્તમાં કોઇપણ જાતનો મતભેદ નથી. તો પાર્શ્વનાથ પ્રભુની દેશના ચાર મહાવ્રતવાળી અને મહાવીર પ્રભુની દેશના પાંચ મહાવ્રતવાળી Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ ગાથા : ૧૩૪ યોગદષ્ટિ સમુચ્ચય તથા સ્થિતકલ્પ, અસ્થિતકલ્પ આદિ સામાચારીના ભેદવાળી દેશના શા માટે? આવો દેશના ભેદ કેમ છે? એવી કોઈ શંકા કરે તો તે શંકા ઉઠાવીને ઉત્તર આપે છે. चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४॥ ગાથાર્થ = આ સર્વજ્ઞપુરુષોની દેશના શિષ્યોના હિતને ઉદેશીને ચિત્ર-વિચિત્ર (ભિન્ન-ભિન્ન) હોય છે. કારણ કે આ મહાત્માઓ (સંસારી જીવોનો) ભવ રોગ દૂર કરવામાં શ્રેષ્ઠવૈદ્ય જેવા છે. || ૧૩૪ | ટીકા -“જિત્રા તુ” નાનાપ્રવIT પુનઃ, “રેરાના'' “રિત્ર આત્મા નિત્ય રુતિ =” રૂલ્યાણિ | “ તેમાં” સર્વજ્ઞાન પત્નસુરા તાલીનાં “ચ” ભવેત્ | "विनेयानुगुण्यतस्तथाविधशिष्यानुगुण्येन" कालान्तरापायभीरुमधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगास्थावतस्त्वधिकृत्योपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना, । न तु तेऽन्वयव्यतिरेकवद् वस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुपपत्तेः । एवं देशना तु तथागुणदर्शनेनादुष्टैवेत्याह યારે-તે ભિાન:” સર્વજ્ઞાઃ | વિક્રમત્યાદ-““મવવ્યffમકવ7:”” સંસાર વ્યાધિદાપ્રથાનાઃ || ૬૩૪ | વિવેચન - જે કોઈ સર્વજ્ઞ હોય છે. તેઓ જ્ઞાનમાત્રાની અપેક્ષાએ સમાન હોય છે. અને તેથી એક છે. એમ પૂર્વે સમજાવવામાં આવ્યું. તથા તેઓ પરિપૂર્ણ જ્ઞાની હોવાથી તેઓમાં મતભેદ (તેઓના મતમાં ભેદો હોતો નથી. અર્થાત્ સિદ્ધાન્ત સમાન હોય છે. એમ પણ ઉપર કહેવામાં આવ્યું, છતાં તેઓ જ્યારે જ્યારે ધર્મ દેશના આપે છે, ત્યારે ત્યારે તેઓની તે ધર્મદેશના સમાન હોતી નથી. પરંતુ ચિત્રા-નાના પ્રકારવાળી હોય છે. ભિન્ન-ભિન્ન પ્રકારવાળી હોય છે. તે દેશનાભેદ મતભેદના કારણે નથી. પરંતુ શિષ્યોના કલ્યાણની અપેક્ષાના કારણે છે. જે ક્ષેત્ર અને કાળે જેવા શિષ્યો હોય અને તેઓનું કલ્યાણ જેવી દેશનાથી થાય તેમ હોય તે ક્ષેત્ર અને તે કાળે તે સર્વજ્ઞો તેવી દેશના આપે છે. એટલે કે સર્વજ્ઞતાની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ શિષ્યવર્ગનું હિત કરવાની અપેક્ષાએ ભિન્ન દેશનાવાળા હોય છે. કારણ કે આ સર્વજ્ઞ મહાત્મા પુરુષો ભવ-વ્યાધિ દૂર કરવા માટે શ્રેષ્ઠ વૈદ્ય તુલ્ય હોય છે. જેમ વૈદ્યો સર્વ રોગનાં ઔષધ જાણતા હોવા છતાં સર્વે રોગીને સર્વ ઔષધ કે સમાન ઔષધ આપતા નથી. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૪ પરંતુ જે રોગીને જેવો રોગ હોય તે રોગીને તે રોગનું નાશક જ ઔષધ આપે છે. તથા જે રોગી આત્માઓને “સમાન રોગ” હોય તે રોગી આત્માઓને પણ તે રોગનું નાશક ઔષધ સમાનપણે આપતા નથી, પરંતુ તે વ્યક્તિની પ્રકૃતિ, બાલ્ય-યૌવનાદિ વય, શીત, ગ્રીષ્મ આદિ ઋતુ તથા સાનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર જોઇને ઔષધ આપે છે એટલે કે તે રોગી આત્માઓ રોગમુક્ત કેમ થાય? તેવી દૃષ્ટિ રાખીને તેઓના હિતને અનુસારે ભિન્ન-ભિન્ન ઔષધ તથા ભિન્ન-ભિન્ન માત્રાએ ઔષધ આપે છે. એવી જ રીતે સર્વે સર્વજ્ઞા પણ પોતાના શિષ્યવર્ગનો “ભવરોગ” દૂર કરવા માટે “ભિષશ્વર” એટલે શ્રેષ્ઠ વૈદ્યસમાન છે. તેથી જેવી જેવી ધર્મદેશનાથી તે તે જીવોનું કલ્યાણ થાય તેમ હોય તે તે જીવોની સામે તેવી તેવી ધર્મદેશના આપે છે. અર્થાત્ વિથ શિષ્યવર્ગની સાનુકુળથતિ: કલ્યાણ કરવા માટેની અનુકુળતાના અનુસાર દેશના આપે છે. અજિતનાથપ્રભુથી પાર્શ્વનાથપ્રભુ સુધીના તીર્થંકર પરમાત્માઓના કાળે શિષ્યવર્ગ ઋજુ અને પ્રાણ હોય છે. થોડામાં ઘણું સમજે છે, સરળ અર્થ કરે છે. તેથી ચાર મહાવ્રતવાળી અને અમુક જ સામાચારીવાળી ધર્મદેશના હોય છે. જ્યારે ઋષભદેવપ્રભુના શાસનમાં શિષ્યવર્ગ ઋજુ અને જડ હોય છે. તથા મહાવીરપ્રભુના શાસનમાં શિષ્યવર્ગ વક્ર અને જડ હોય છે. કાળપ્રભાવથી જ શિષ્યવર્ગમાં આવો ભેદ હોય છે. વારંવાર સમજાવવા છતાં ન સમજે તેવા અને વધારે પ્રમાણમાં કુતર્ક કરે તેવા હોય છે. તેથી તે કાળે ચારને બદલે પાંચ મહાવ્રતવાળી અને દશવિધ સામાચારીવાળી ધર્મદેશના હોય છે આ દેશનાના ભેદની પાછળ શિષ્યવર્ગના કલ્યાણની અપેક્ષા માત્ર જ કારણ છે. પરંતુ સૈદ્ધાન્તિક મતભેદ તેઓમાં હોતો નથી. આ જ પ્રમાણે દર્શનાત્તરોના શાસનમાં પણ તેઓની માન્યતાનુસાર સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ એવા કપિલ ઋષિ અને સુગત (બુદ્ધ) ભગવાન આદિમાં પણ શિષ્યોના હિતની અનુગુણતાના કારણથી જ ધર્મદેશનાનો ભેદ છે. પરંતુ પારમાર્થિક સૈદ્ધાત્તિક મતભેદ નથી. સાંભળનારા શિષ્યવર્ગને જોઈને તે સર્વજ્ઞોમાંના કોઈક વક્તા “ઝાત્મા નિત્ય:"=આત્મા નિત્ય છે એવી દેશના આપે છે અને કોઈક વક્તા “માત્મા નિત્ય રૂતિ ='' આત્મા અનિત્ય છે એવી દેશના આપે છે. સારાંશ કે તેઓ પણ સર્વજ્ઞ (લોકમાં તથા તેઓના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ) હોવાથી આત્મા નિત્ય અને અનિત્ય ઉભય સ્વરૂપવાળો છે. એમ જાણે Page #446 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૧૧ છે. અન્યથા તેઓની સર્વજ્ઞતાનો વિરોધ આવે. તેથી તેઓ આત્માના બન્ને સ્વરૂપ જાણતા હોવા છતાં પણ શિષ્યવર્ગનો જે બાજુ વધારે ઝોક હોય છે તેઓને ઉભય સ્વરૂપ સમજાવીને લાઈનમાં લાવવા માટે સામેની બાજુની બીજી લાઈન બતાવનારી દેશના આપે છે. આ પ્રમાણે વિધાનપુત =તેવા પ્રકારના શિષ્યોના કલ્યાણની અનુકૂળતાના અનુસાર તેઓ આવી આવી ભિન્ન-ભિન્ન પ્રકારની દેશના આપે છે આ વાત ઉદાહરણ સાથે સમજાવે છે. Iનાત્તાપામીમધત્ય સંસારમાં પ્રત્યેક પદાર્થો બે ભાવવાળા છે. દ્રવ્યાંશ અને પર્યાયાંશ. મૂળભૂત પદાર્થ તે દ્રવ્યાંશ. અને તેનું પ્રતિસમયે બદલાવાપણું તે પર્યાયાંશ. જેમ કે, સુવર્ણમાં થતા કડુ, કુંડલ, કેયૂર, અને કંકણ આદિ ભાવો તે પર્યાયાંશ અને સુવર્ણપણે તે દ્રવ્યાંશ. આમ બન્ને અંશ અંદર હોવા છતાં પોતપોતાના (મિથ્યાત્વ) મોહ આદિ દોષોના કારણે તેવા તેવા જીવોને આ બેમાંના કોઇપણ એક અંશ ઉપર ઝોક વધુ હોય છે. તેથી વસ્તુમાં દ્રવ્યાંશ અને પર્યાયાંશ એમ બે અંશ હોવા છતાં તેવા જીવોને વસ્તુનું એક અંશવાળું જ સ્વરૂપ જણાય છે. બીજી બાજુનું સ્વરૂપ તુચ્છ અસાર લાગે છે. તેથી તે બીજી બાજુનું સ્વરૂપ તેઓને સમજાવવા માટે સર્વજ્ઞ એવા કપિલની દેશના આત્મા નિત્ય જ છે એવી અને બુદ્ધ આદિની દેશના આત્મા અનિત્ય જ છે. એવી વસ્તુના બીજી બાજુના એકાંશને સમજાવનારી કહેલી છે. (૧) જેમ કે-જે કેટલાક શિષ્યોના હૃદયમાં આત્મા આદિ પદાર્થો અનિત્ય જ છે એમ બેઠેલું છે. તેઓ આત્મા આદિ સર્વ પદાર્થો નાન્તર કાળાન્તરે એટલે કે બીજા જ ક્ષણે મપાયે નાશ પામનાર છે. સુકૃત કરીશું તો પણ સમયાન્તરે નાશ પામનાર છે. અને પાપ કરીશું તો પણ સમયાન્તરે નાશ જ પામશે. મૂલ આત્મદ્રવ્ય પણ સમયાન્તરે અપાય (નાશ) જ પામનાર છે. સર્વે વસ્તુઓ સમયાન્તરે અપાય (નાશ)વાળી જ છે. અમે જે સુકૃત (પુણ્ય અથવા ધર્મ) કરીશું તે પણ સમયાન્તરે નાશ જ પામનાર છે. તો તેવું સમયાન્તરે નાશ જ પામનારૂં સુકૃત કરીને શું લાભ? એમ સમજે છે. તેથી “શું કરવું” ? એમ મ=ભયભીત બનેલા જીવોને ધિર્યઆશ્રયી ૩૫ની તપાસમયાન્તરે સમયાન્તરે થતા પર્યાયો ગૌણ કરાયા છે જે દેશનામાં એવી દેશના તથા દ્રવ્યપ્રધાન દ્રવ્યતત્ત્વ (નિત્યાંશ) છે પ્રધાન જેમાં એવી “આત્મા નિત્ય છે.” ઇત્યાદિ રૂપ નિત્યદેશના કપિલાદિ કેટલાક સર્વજ્ઞોની છે. (૨) તથા જે જીવો મોબસ્થાવતઃ તુકભોગોની જ આસ્થા (આસક્તિ-રુચિ)વાળા છે, ભોગોથી જ હું સદા સુખી છું અને મારા આ ભોગો મને સદા સુખી રાખે છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૪ મારા આ ભોગો અને હું આ રીતે જ સદા રહેવાના છીએ. ઇત્યાદિ પ્રકારની આસ્થાવાળા જીવોને ધન્ય આશ્રયીને ૩૫નીકળ ગૌણ કર્યો છે દ્રવ્યાંશ (નિત્યાંશ) જેમાં એવી અને પર્યાયપ્રથાના પર્યાય કર્યો છે. મુખ્ય જેમાં એવી નિત્યશા =બુદ્ધ આદિ સર્વજ્ઞ મુનિઓની અનિત્યદેશના છે. પરંતુ સર્વજ્ઞ ગણાતા તે કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓ ન તુ તેડન્વયેવ્યતિરે વેવસ્તુતિનો જ મર્યાન્તિ અન્વય (ધ્રુવાંશ-દ્રવ્યાંશ) અને વ્યતિરેક (અનિત્યાંશપર્યાયાંશ)વાળી સર્વે વસ્તુઓ છે એમ જાણનારા નથી એમ નહીં. અર્થાત્ પોતે જાણે છે કે સર્વ વસ્તુઓ નિત્ય-અનિત્ય બે ભાવવાળી છે. કારણ કે સર્વે પદાર્થોમાં આ બન્ને ભાવો આ-બાલ-ગોપાલ અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષ સિદ્ધ છે. જે અનુભવસિદ્ધ અને પ્રત્યક્ષસિદ્ધ હોય તે જો ન માને તો તેઓમાં “સર્વજ્ઞાનુપત્તેિ '=સર્વશપણું જ ઘટી શકે નહીં. જે પ્રત્યક્ષ જણાતું જ હોય, તેને જે ન સમજે અને ન માને તેને સર્વજ્ઞ કેમ કહેવાય? માટે તેઓ પણ પ્રતિવસ્તુએ આ બે અંશ છે એમ માનનારા અને જાણનારા જ છે. પરંતુ શિષ્યોના હિતની અનુકૂળતાને અનુસાર નિત્યાંશવાળી કપિલાદિની અને અનિત્યાંશવાળી બુદ્ધાદિની દેશના છે. પર્વ તેના તુ તથાણુનેન અતુષ્ટ પત્ર રૂાદ આ પ્રમાણે “શિષ્યોનું હિત (કલ્યાણ) કેમ થાય? એવો ગુણ આ દેશનામાં દેખાતો હોવાથી એકની પ્રધાનતાવાળી આ દેશના પણ નિર્દોષ જ છે. કારણ કે તે આ કપિલાદિ અને બુદ્ધાદિ સર્વજ્ઞ મહાત્માઓ પણ સંસારી જીવોના સંસાર-વ્યાધિ (જન્મ, જરા, મરણાદિ રૂપ ભવરોગ)ને દૂર કરવા માટે “ભિષશ્વર” (ઉત્તમવૈદ્ય) સમાન છે. સારાંશ એ છે કે સાધ્ય એવું “પરમતત્ત્વ” (મુક્તિ) એક છે. સર્વજ્ઞ (જ્ઞાનની અપેક્ષાએ) એક છે. પરમતત્ત્વનો માર્ગ ચિત્તવિશુદ્ધિ રૂપ એક છે. છતાં દેશના સાંભળનારા શિષ્યવર્ગોના કલ્યાણની અનુકૂળતાના આધારે સર્વજ્ઞોની દેશનાનો ભેદ હોય છે. પરંતુ તેઓમાં હીનાધિક જ્ઞાન કે મતભેદ હોતો નથી. અહીં એક વાત સ્પષ્ટ કરવાની ખાસ આવશ્યક્તા છે કે ઋષભદેવાદિ તીર્થંકર પ્રભુઓ ક્ષપકશ્રેણિ પામીને વીતરાગ થયેલા હોવાથી “સર્વજ્ઞ” છે તે વાત યથાર્થ છે. પરંતુ કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓ તો જૈનધર્મ પામેલા ન હોવાથી અને અન્યત્ર આવા પ્રકારનો મોહનો ત્યાગ અસંભવિત હોવાથી તેઓમાં વીતરાગદશા આવતી નથી. અને તેથી સર્વજ્ઞ બનાતું નથી. તો અહીં ગ્રંથકારે આ મુનિઓને “સર્વશ” કેમ કહ્યા Page #448 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૧૩ છે? આ કથનથી અભ્યાસકવર્ગને મુંઝવણ ઉભી થાય છે કે આ મુનિઓ શું સાચે જ સર્વજ્ઞ હતા કે ન હતા? ઉત્તર- ચાર ઘાતકર્મોના સર્વથા નાશથી જેઓને અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન આદિ ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેવા આત્માને જે સર્વજ્ઞ કહેવાય છે. તે “પારમાર્થિક સર્વજ્ઞ-સર્વદર્શી છે” એવા ઋષભદેવ, મહાવીર પ્રભુ આદિ તીર્થકરો પારમાર્થિક સર્વજ્ઞ સર્વદર્શી છે એમ જાણવું. પરંતુ જેઓ આવી ક્ષપકશ્રેણિ અને વીતરાગદશા પ્રાપ્ત કરવા પૂર્વક પારમાર્થિક સર્વજ્ઞ બન્યા નથી. છતાં તે કાળના પ્રસંગમાં આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોને વિષે અતિશય વધુ જ્ઞાન ધરાવતા હતા. અને શિષ્યવર્ગના પરોપકાર માટે ધર્મદેશના આપતા હતા અને તેથી જ શિષ્યવર્ગમાં તથા શિષ્ટપુરુષોમાં જાણે સર્વજ્ઞ હોય શું? એમ સર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલા છે. તેવા “ઔપચારિક સર્વજ્ઞ” આ કપિલ, બુદ્ધાદિ સમજવા. છદ્મસ્થ આત્માઓમાં પણ જ્યારે ઘણું વિશાળ જ્ઞાન હોય છે અને સર્વજ્ઞના જેવી ધર્મદેશના તથા પ્રશ્નોના ઉત્તરો આપે છે ત્યારે તે વ્યક્તિ લોકસમાજમાં આ સર્વજ્ઞ છે એવી પ્રસિદ્ધિ પામે છે. જેમ જૈનસમાજમાં શ્રીભદ્રબાહુસ્વામીજી છદ્મસ્થ હોવા છતાં પણ “શ્રુતકેવલી”, કહેવાતા હતા. તથા પૂ. શ્રીહેમચંદ્રાચાર્યજી “કલિકાલ સર્વજ્ઞ” કહેવાતા હતા. તેમ આ મુનિઓ પણ વિશાળ જ્ઞાનવાળા હોવાથી તથા પોતાના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ હોવાથી. તથા છપ્રસ્થમાં પણ આવો ઉપચાર થવાનું શકય હોવાથી ગ્રંથકારે તેઓને સર્વજ્ઞ કહ્યા છે. તેથી તે ઔપચારિક સર્વજ્ઞ સમજવા. પ્રશ્નઃ- જો કપિલાદિ અને બુદ્ધાદિ દ્રવ્યોના અન્વય-વ્યતિરેક બન્ને સ્વરૂપને સમજનારા હોય અને પ્રયોજનના વશથી એક નયની દેશના આપી હોય તો આ જ ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજીએ, અનેકાન્તજયપતાકા અને ધર્મસંગ્રહણી જેવા ગ્રંથોમાં તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યાદિ આચાર્યોએ પોતપોતાના રચિત ગ્રંથોમાં આ દર્શનોનું બહુ જોરદાર ખંડન કેમ કર્યું છે? વસ્તુનું બન્ને સ્વરૂપ સમજનારા જૈનાચાર્યો પણ પ્રયોજનવશથી જેમ એકનયની દેશના આપે છે. તેમ તેઓએ પણ જો આ રીતે પ્રયોજનવશથી એકનયની દેશના આપી હોય તો તેમાં તેઓએ કંઈ ખોટું કર્યું નથી તો ખંડન શા માટે કર્યું? ઉત્તરઃ- આ ખંડન કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓનું નથી. પરંતુ મિથ્યાત્વ મોહાદિ કર્મજનિત દોષોને લીધે જે જીવો વસ્તુના નિત્યાંશને જ અથવા અનિત્યાંશને Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૪ જ માનનારા હોય છે. તેવી એકાન્ત માન્યતાનું ખંડન છે. તથા તેઓની દેશના ભલે કદાચ સાપેક્ષપણે હોય છતાં તે દેશના સાંભળીને જે જીવોની પોતાની પણ તે બાજુની જ વધુ દૃઢ માન્યતા હોય તેવા જીવો પોતાની માનેલી એકાન્ત માન્યતામાં વધારે આગ્રહી બન્યા હોય. તેઓને એકાન્ત માન્યતામાં દોષો બતાવવાથી આ જીવો પણ સાપેક્ષવાદી બને તે માટે એકાન્ત નિત્યદૃષ્ટિ અથવા એકાન્ત અનિત્યદૃષ્ટિનું ખંડન છે. પરંતુ તે તે વ્યક્તિનું ખંડન નથી. તથા સામાન્યથી જૈન ગ્રંથકારો સર્વે જીવોને સાપેક્ષવાદ સમજાવવાના આશયવાળા હોય છે. તેથી તેમાં એકાન્ત દૃષ્ટિઓનું ખંડન આવે જ. ત્યાં નિત્યદૃષ્ટિ ભલે પ્રયોજન વશથી કપિલાદિ મુનિઓએ સમજાવી હોય તો પણ તેવી એકાન્તદષ્ટિનું ખંડન ચાલતું હોય ત્યારે જાણે કપિલાદિ મુનિઓની માન્યતાનું ખંડન ચાલે છે એમ લાગે. અને તેઓની આ દૃષ્ટિ સવિશેષ હોવાથી કોઈ કોઈ સ્થાને તેઓના નામોનો પણ ઉલ્લેખ જોવામાં આવે છે. તેવી જ રીતે બુદ્ધાદિ મુનિઓએ ભલે પ્રયોજનવશથી અનિત્યદષ્ટિ સમજાવી હોય તો પણ તેવી એકાન્ત અનિત્યદષ્ટિનું ખંડન જ્યારે ચાલતું હોય ત્યારે જાણે બુદ્ધાદિ મુનિઓની માન્યતાનું ખંડન ચાલે છે એમ લાગે. તથા તે બુદ્ધાદિની આ દૃષ્ટિ સવિશેષ હોવાથી કોઈ કોઈ સ્થાને તેઓના નામોનો પણ ઉલ્લેખ ગ્રંથકારો કરે છે. પરંતુ વાસ્તવિકપણે આ બધું ખંડન આવી એકાન્તદષ્ટિઓનું છે. એમ જાણવું. સાપેક્ષભાવ હૃદયમાં રાખીને બોલતા કોઈપણ વક્તાનું આ ખંડન નથી. સમ્મતિ પ્રકરણમાં કહ્યું છે કે जं काविलं दरिसणं, एवं दव्वट्ठियस्य वत्तव्वं । सुद्धोअणतणअस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ३-४८॥ दोहिं वि णएहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसअप्पहाणतणेण अण्णोण्णणिरवेक्खा ॥ ३-४९॥ दव्वं खित्तं कालं भावं पज्जायदेससंजोगे । भेदं च पडुच्च समा भावाणं पण्णवणपजा ॥ ३-६०॥ અર્થ:- જે કપિલષિનું દર્શન છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે અને જે શુદ્ધોદનતનયનું (બૌદ્ધનું) વક્તવ્ય છે તે પરિશુદ્ધ એવા પર્યાયાસ્તિક નયનું વક્તવ્ય છે. ૩-૪૮ ઉલૂકઋષિવડે (વૈશેષિક દર્શનકારવડે) જો કે બન્ને નયોથી શાસ્ત્ર રચાયું છે. તો પણ તે મિથ્યાત્વ છે. કારણકે પોતપોતાના વિષયની એકાન્ત પ્રધાનતા દ્વારા પરસ્પર બન્ને નયો નિરપેક્ષ છે. તે ૩-૪૯ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ ગાથા : ૧૩૫ યોગદૃષ્ટિ સમુચ્ચય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંયોગ અને ભેદને આશ્રયીને પદાર્થોની પ્રરૂપણા કરવાનો માર્ગ છે. તે ૩-૬૦ + ૧૩૪ / अतः किमित्याह સર્વજ્ઞો ભવ વ્યાધિ દૂર કરવામાં ઉત્તમ વૈદ્યતુલ્ય છે. તેથી શું? તે કહે છે. यस्य येन प्रकारेण, बीजाधानादिसम्भवः । सानुबन्धो भवत्येते, तथा तस्य जगुस्ततः ॥ १३५॥ ગાથાર્થ = જે જીવને જેવા પ્રકારે બીજાધાનાદિ થાય. અને તે બીજાપાન વધુ સાનુબંધ બને તે રીતે તે જીવને આ મહાત્માઓ તેવી ધર્મદેશના આપે છે. તે ૧૩૫ | ટકા -“ચ” ળિનો, “ચેર પ્રારેT” નિત્યશનાન્નિક્ષ, “નાથાનાલિસમવતથમવો વિમાન ” “સાનુજન્યો ભવતિ” તથાતથ - તરવૃત્યિા | “ક્ત” સર્વજ્ઞા:, “તા” તેને પ્ર,િ “તારા'' “નતવાદ,” “તતઃ” રૂતિ છે રૂડા વિવેચન :- સર્વે પણ પારમાર્થિક સર્વજ્ઞ મહાત્માઓ કે ઔપચારિક સર્વજ્ઞ મહાત્માઓ સંસારી જીવોનો ભવરોગ દૂર કરવા માટે ભિષશ્વર છે. ઉત્તમ વૈદ્યતુલ્ય છે. તત: તે કારણથી જે જે જીવોને જે જે પ્રકારે જેવી દેશનાથી બીજાધાનાદિ થાય તથા તે બીજાધાનાદિ સાનુબંધ થાય તે તે પ્રકારે તેવી તેવી દેશના તે તે જીવોની સામે આ મહાત્માઓ આપે છે. બીજાધાનાદિ- એટલે આ આત્મામાં ધર્મબીજની અર્થાત્ યોગબીજની વાવણી થવી. તે પૂર્વે આ જ ગ્રંથમાં ગાથા-૨૩માં જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્ત આદિ કહ્યાં છે. તથા ગાથા-૨૭માં તેવા પ્રકારનો “ભવોઢેગ” વગેરે કહેલ છે. તે યોગબીજની વાવણી થાય તેવી દેશના આપે છે. અહીં કહેલા ત્રિ શબ્દથી સમ્યક્ત, દેશયાગ અને સર્વત્યાગ વગેરે સમજવા. એટલે આદિ ધાર્મિક જીવમાં યોગબીજોની વાવણી તથા કંઈક યોગબીજ પામેલા જીવોમાં દેશયાગ અને સર્વત્યાગની ભાવના જે રીતે આવે તે રીતે દેશના આપે છે. - સાનુબંધ- આ યોગબીજની વાવણી રૂપ બીજાધાનાદિ દિન પ્રતિદિન તેવા તેવા પ્રકારના ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ દ્વારા ગાઢ બને તેવી દેશના આપે છે. સાનુબંધ એટલે તેવા તેવા પ્રકારે ઉત્તરોત્તર ગુણો વૃદ્ધિ વડે ગાઢ બને. સંસ્કારિત બને. જેની પરંપરા ચાલે, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૫-૧૩૬ ભવાન્તરમાં પણ બાલ્યવયથી જ જે ખીલી ઉઠે તેને “સાનુબંધ” કહેવાય છે. પ્રાપ્ત થયેલાં ધર્મબીજ ક્ષણ માત્ર જ રહે. પછી તુરત જ ચાલ્યાં જાય એવાં નહીં. પરંતુ અતિશય ગાઢ બને ભવોભવમાં સાથે આવે તેવાં થાય. તેવા પ્રકારની દેશના આપે છે. આ પ્રમાણે નિત્યાનિત્યની દેશના શ્રોતાના ભેદથી જેમ ભિન્ન-ભિન્ન હોય છે. તેમ બીજી ભિન્નતા પણ સમજી લેવી. જેમ કોઈ શ્રોતાવર્ગ વ્યવહારના જ આગ્રહી હોય ત્યાં નિશ્ચયનયની દેશના અને જ્યાં શ્રોતાવર્ગ નિશ્ચયના જ આગ્રહી હોય ત્યાં વ્યવહારનયની દેશના એમ દેશના ભેદ પણ હોય છે. તેવી જ રીતે ક્રિયાનયની પ્રધાનતાવાળી અથવા જ્ઞાનનયની પ્રધાનતાવાળી, તથા સામાન્યનયની પ્રધાનતાવાળી અથવા વિશેષનયની પ્રધાનતાવાળી ધર્મદેશના પણ હોય છે. કારણ કે વૈદ્યોની દૃષ્ટિ રોગીના રોગને દૂર કરવા માત્રની જ હોય છે. જે રીતે રોગ જાય તેવું ઔષધ આપે. એવી રીતે આ સર્વજ્ઞ મહાત્માઓ આ શિષ્યવર્ગ યથાર્થ તત્ત્વ પામે. તેનામાં બીજાધાનાદિ થાય અને તે પણ સાનુબન્ધ બને અને ભવ-રોગ મટે તેવા પ્રકારે કલ્યાણની અનુગુણતાને અનુસાર ધર્મદેશના આપે છે. મહાવીરસ્વામી પ્રભુના જીવનમાં જમાલી આદિએ “કવિ વલ"નો આગ્રહ કર્યો તેથી પ્રભુએ તેવા જીવોને બન્ને નયો સમજાવવા માટે તેની સામેનો “હેમાળે રે"નો ઉપદેશ આપતી દેશના કરી. આ પ્રમાણે સર્વત્ર સમજવું. | ૧૩૫ | परिहारान्तरमाह“દેશનાભેદનો એક ઉત્તર આપી હવે તેનો જ બીજો ઉત્તર આપે છે. एकापि देशनैतेषां, यद् वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते ॥ १३६ ॥ ગાથાર્થ = અથવા શ્રોતાઓનો વિશેષ ભેદ હોવાથી આ સર્વજ્ઞોની એક એવી પણ દેશના તેઓના અચિજ્યપુયસામર્થ્યથી તેવી તેવી ચિત્ર જણાય છે. જે ૧૩૬I ટીકા -“pfજ તેના” તનુણવિનિધિ ! તૈિયા” સર્વજ્ઞાન, "यद्वा श्रोतविभेदतस्तथाभव्यत्वभेदेन ।" "अचिन्त्यपुण्यसामर्थ्यात्परबोधाયોપાત્તવિવાહિત્યર્થ ” “તથા નિત્યવિકારે, “વિત્ર શ્વમાતા'' ત્તિ રૂદ છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ ગાથા : ૧૩૬ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન :- સર્વજ્ઞામાં “દેશનાભેદ હોવાનું એક કારણ “વિનેયાનુગુણ્ય” (શિષ્યોનું હિત કેમ થાય?) તે પૂર્વે ગાથા-૧૩૪-૧૩૫માં જણાવ્યું. હવે આ ગાથામાં બીજું કારણ જણાવે છે કે જ્યારે જ્યારે સર્વજ્ઞ ભગવંતો ધર્મદેશના આપે છે. ત્યારે ત્યારે તે ધર્મદેશના તેમના મુખથી નિકળવાને આશ્રયી એક જ પ્રકારની હોય છે. સર્વજ્ઞોના મુખથી નિકળતી દેશના નિર્ગમનકાળે એક જ પ્રકારની હોય છે. પરંતુ શ્રોતાઓ ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા હોવાથી તેઓનું કલ્યાણ થાય તે રીતે તે તે શ્રોતાઓને સર્વજ્ઞની દેશના જુદી જુદી સંભળાય છે. અને તેમાં સર્વજ્ઞ આત્માઓનો “અચિજ્ય પુણ્યપ્રભાવ” જ કારણ છે. બધા શ્રોતાઓ સમાન હોતા નથી. કારણ કે તે સર્વેનું “તથાભવ્યત્વ” ભિન્નભિન્ન હોય છે. કોઈ જીવ આસન્ન-ભવ્ય હોય છે. કોઈ જીવ કંઈક દૂર કાળે મુક્તિગામી હોય છે. કોઈક જીવ વધુ દૂર કાલે મુક્તિગામી હોય છે. આ પ્રમાણે જીવે જીવે તથાભવ્યત્વનો પરિપાક ભિન્ન-ભિન્ન હોય છે. તે કારણથી શ્રોતાઓનો વિશેષ ભેદ અવશ્ય હોય જ છે. તે સર્વે શ્રોતાઓનું કલ્યાણ કરવાની ભાવનાવાળા આ સર્વજ્ઞો હોય છે. પરંતુ બોલવા માટેની “જિહા” ક્રમસર જ શબ્દપ્રયોગ છોડી શકે છે. એકી સાથે ભિન્નભિન્ન શબ્દો છોડી શકતી નથી. તેથી સર્વજ્ઞ ભગવન્તો જ્યારે જ્યારે બોલે છે. ત્યારે ત્યારે તેમના મુખથી નિકળતી ધર્મદેશના (શબ્દપ્રયોગ) એક જ જાતનો હોય છે. તો પણ તે મહાત્માઓના (પૂર્વે બાંધેલા અને અત્યારે ઉદયમાં આવેલા) અચિન્ય પુણ્યપ્રભાવથી (તીર્થકર નામકર્મના વિપાકોદયથી) સર્વે શ્રોતાઓને પોતાનું હિત થાય તે રીતે ભિન્ન-ભિન્નપણે સંભળાય છે. તીર્થંકર થનારા આ સર્વે મહાત્માઓ પૂર્વે ત્રીજા ભવમાં એવી ઉચ્ચકોટિની ભાવકરુણા ભાવે છે કે “જો મારી શક્તિ પ્રગટે તો હું સર્વે જીવોને શાસનના રસિક કરું = ધર્મબીજ પમાડું” આવી ભાવનાના બળે જે ઉત્તમકોટિનું પુણ્યકર્મ બાંધે છે.તે કર્મ અન્તિમ ભવમાં સર્વજ્ઞ થયા પછી ઉદયમાં આવે છે. તેથી તેઓનો “અચિન્ય પુણ્યપ્રભાવ” પ્રગટે છે. જેથી જિલ્લા દ્વારા બોલાતી એક જ જાતની દેશના શ્રોતાઓની યોગ્યતા પ્રમાણે વિભિન્ન રીતે પરિણામ પામે છે. એટલું જ નહીં, પરંતુ પ્રત્યેક શ્રોતાને એમ જ લાગે છે કે ભગવાન મને જ ઉદેશીને કહે છે. આ મારા પ્રતિબોધ માટે જ આમ કહે છે. વળી પ્રત્યેક શ્રોતાને પોતપોતાની ભાષામાં સંભળાય છે. પશુઓને પશુઓની ભાષામાં, મનુષ્યોને મનુષ્યોની દેશ-વિશેષવાળી ભાષામાં અને દેવોને દેવોની ભાષામાં સંભળાય છે આવો તે સર્વજ્ઞ તીર્થકરોનો “પુણ્યપ્રભાવ” હોય છે. યો. ર૦ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૬-૧૩૭ તથા આ પુણ્ય પ્રભાવ “અચિન્ત” છે. એટલે બુદ્ધિનો વિષય નથી તેથી “આવું તે કંઈ હોતું હશે” એવો તર્ક ન કરવો. મહાપુરુષોનો મહિમા જ મહાનું હોય છે. તે બુદ્ધિથી ગમ્ય નથી. આ પ્રમાણે “અચિજ્ય પુણ્યપ્રભાવ” એ દેશનાભેદનું બીજું કારણ જાણવું. અહીં “સર્વજ્ઞ” શબ્દ તીર્થંકર પરમાત્માના અર્થમાં જે પારમાર્થિક સર્વજ્ઞ છે. અને તેમાં પણ જે તીર્થંકર પ્રભુ છે. તેઓને આશ્રયી જાણવો. કારણ કે તેઓ જ તીર્થંકર નામકર્મના ઉદયથી “અચિજ્યપુણ્ય પ્રભાવવાળા” જાણવા. છતાં કપિલ, બુદ્ધ આદિ જે ઔપચારિક સર્વજ્ઞા છે. તેઓ જો કે આવા ઉત્કટ “અચિત્ય પુણ્યપ્રભાવવાળા” હોતા નથી, તો પણ તેઓ સામાન્યકોટિના માનવીઓ કરતાં વધુ જ્ઞાની અને યોગાભ્યાસવાળા હોવાથી કંઈક વિશિષ્ટ પુણ્યોદયવાળા જાણવા. જેથી તેઓની દેશના પણ પ્રત્યેક શ્રોતાને પોતપોતાને ઉપકારકભાવે પરિણામ પામનારી પુણ્યોદયના કારણે ભિન્ન-ભિન્ન હોઈ શકે છે. માટે તેઓના દેશનાદમાં પણ યથાયોગ્ય રીતે આ બીજું કારણ જોડવું. કારણ કે ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજી મ. અત્યારે આવા પ્રકારનો સર્વજ્ઞભેદ વિવક્ષતા નથી. ૧૩૬ll न च नैवमपि गुण इत्याह આ પ્રમાણે મુખનિર્ગમનને આશ્રયી દેશનાભેદ ન હોવા છતાં પણ સર્વે શ્રોતાઓને હીનાધિકપણે ગુણ (લાભ) થતો નથી એમ નહીં, અર્થાત્ લાભ થાય જ છે, તે જણાવે છે यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७॥ ગાથાર્થ = સર્વે શ્રોતાઓને પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે દેશના વડે કરાયેલો ઉપકાર (લાભ) પણ અવશ્ય થાય જ છે. આ પ્રમાણે પણ આ દેશનાની સર્વ સ્થાને અવધ્યતા જ સારી રીતે રહેલી છે. તે ૧૩૭ // ટીકા -“કથામચં ' ભવ્યસંદi a, ““સર્વેમાં” શ્રોતUITYપલ્સારા ગુfu “તો ' રેશનાનિષ્પન્ન:, “ના” પ્રકુિર્મવતિ | “ મતાપિ'' નિષ્ણનતાપિ, વિમુકત નીત્યા, “મા”શનાયા: “સર્વત્ર સ્થિતિ'' શરૂછા વિવેચન - સર્વજ્ઞ પરમાત્માની દેશનાથી સર્વે શ્રોતાઓને પોતપોતાની જેવી અને જેટલી ભવ્યતા (યોગ્યતા) હોય તેવો અને તેટલો અર્થાત્ ભવ્યતાને અનુસારે ઉપકાર (લાભ-ગુણપ્રાપ્તિ) અવશ્ય થાય છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૭ ૪૧૯ યોગદૃષ્ટિ સમુચ્ચય જેમ એક જ ગુરુ પાસે ભણતા પચાસ વિદ્યાર્થીઓને ગુરુજી કોઇપણ એક વિષય એક સરખી રીતે એક સાથે સમજાવે છે. તો પણ જે વિદ્યાર્થીને ક્ષયોપશમ (પોતાની ભવ્યતા-યોગ્યતા-સમજવાની શક્તિ) વધારે તીવ્ર હોય તેને વધારે જ્ઞાનપ્રાપ્તિ થાય અને જેની પોતાની યોગ્યતા ન્યૂન હોય તેને ઓછી જ્ઞાનપ્રાપ્તિ થાય, તેમ અહીં સમજવું. અથવા જેમ કોઈ એક વેપારીને ત્યાં પાંચ, દસ વ્યક્તિઓ એક સરખો સામાન (માલ) લેવા જાય તો પણ જેની પાસે પોતાના વધુ પૈસા હોય તેને વધુ માલ મળે અને જેની પાસે પોતાના ઓછા પૈસા હોય તેને ઓછો માલ મળે. ઇત્યાદિ ઉદાહરણો અહીં સ્વયં જોડવાં. પ્રશ્નઃ સર્વ સર્વજ્ઞોની દેશનાથી સર્વે શ્રોતાઓને હીનાધિકપણે પણ શું અવશ્ય લાભ થાય જ? કે કોઇને લાભ થાય અને કોઇને લાભ ન થાય? એવું પણ બને. ઉત્તર - જે યોગ્ય શ્રોતા હોય (જેનું તથાભવ્યત્વ પાકવાથી મિથ્યાત્વ કંઈક મંદ થયું છે, તેવા સર્વેને હીનાધિકપણે પણ અવશ્ય લાભ થાય જ. પરંતુ જે અયોગ્ય છે. અભવ્ય છે. અથવા યોગ્યતા જેની પાકી નથી તેવાઓને લાભ થતો નથી. પ્રશ્ન - જો અયોગ્ય અને અભવ્યાદિ જીવોને લાભ થતો નથી. તો મૂલગાથામાં સર્વેષ શબ્દ લખીને સર્વજીવોને ઉપકાર થાય છે. એમ કેમ કહ્યું છે ? ઉત્તર :- અહીં સર્વ લખવાનો આશય એ છે કે જે “યોગ્ય ભવ્ય” જીવ હોય છે તે સર્વને હીનાધિકપણે અવશ્ય લાભ થાય છે. યોગ્ય ભવ્ય જીવમાં કોઇપણ જીવ એવો હોતો નથી. કે જેને આ દેશનાથી લાભ ન થાય. સર્વશની દેશના અવધ્ય હોય છે= સર્વજ્ઞ પરમાત્માની દેશના હંમેશાં ફળવાળી જ હોય છે. ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. તેઓની દેશનાથી શ્રોતાવર્ગમાં કોઈક જીવો સર્વવિરતિ ધર્મ પામે, કોઈક જીવો દેશવિરતિ ધર્મ પામે. કોઈક જીવો સમ્યકત્વ પામે, અને કોઈક જીવો છેવટે બોધિબીજ (પ્રાથમિક યોગબીજ) પણ પામે જ. આ રીતે તેઓની દેશના “અવલ્થ” (નિયમા ફળવાળી) જ હોય છે. અથવા તેઓની સભામાં કદાચ યોગ્ય જીવો ઘણા ન હોય અને તેથી ઘણા જીવોને સમ્યકત્વ આદિ ગુણોની પ્રાપ્તિ ન થાય તો પણ કોઈ એક-બે-ત્રણ આદિ જીવોને તો અવશ્ય સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ થાય જ છે. પરંતુ દેશના નિષ્ફળ જતી નથી. (મહાવીર પ્રભુની પ્રથમ દેશના યોગ્ય જીવોનો સર્વથા અભાવ હોવાથી જે નિષ્ફળ ગઈ તે એક આશ્ચર્ય (અચ્છ૩) સમજવું.) આ પ્રમાણે સર્વજ્ઞપરમાત્માની આ દેશનાની સર્વત્ર અવસ્થતા જ સુસ્થિત (સારી રીતે હોય) છે. એમ જાણવું. ૫૧૩૭ll. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૮ प्रकारान्तरमाह સર્વજ્ઞની દેશનામાં દેશનાભેદ હોતો નથી. તેનું હવે ત્રીજું કારણ જણાવે છે. यद्वा तत्तन्नयापेक्षा तत्तत्कालादियोगतः । ऋषिभ्यो देशना चित्रा, तन्मूलैषापि तत्त्वतः ॥ १३८॥ ગાથાર્થ = અથવા તેવા તેવા પ્રકારના કાલાદિના યોગથી ઋષિ-મુનિઓ થકી તે તે નયની પ્રધાનતાની અપેક્ષાએ પ્રવર્તેલી ચિત્ર-વિચિત્ર એવી પણ આ દેશના તાત્ત્વિક રીતે અનેકાન્ત દૃષ્ટિયુક્ત એવી સર્વજ્ઞ પરમાત્માની દેશનાના મૂલવાળી જ છે. // ૧૩૮ ટીકા-‘જ્ઞ તત્તાપેક્ષા" વ્યક્તિનધિત્વ, “તdજાનાયિોાતો” તુઃષત્યિોત ! “જિ” પિન્નાવિષ્ય પુત્ર “તેના રિતિ" | ન વેગમપ નિમૂનેત્યાદિ-“મૂનૈષા” સર્વનામૂલૈલાપિ, “તત્વતઃ” પરમાર્થન, तत्प्रवचनानुसारतस्तथाप्रवृत्तेरिति ॥ १३८॥ વિવેચન :- સર્વજ્ઞ પરમાત્માની દેશના મૂલથી એક જ હોવા છતાં જે વચનપ્રયોગકાલે દેશનાભેદ જણાય છે. તેનું હવે ત્રીજું કારણ જણાવે છે કે સામાન્યપણે સાંખ્યદર્શનના કર્તા કપિલઋષિએ દ્રવ્યાસ્તિકનયની પ્રધાનતાવાળી આત્માદિ પદાર્થો નિત્ય છે. એવી જે દેશના આપી અને બૌદ્ધદર્શનના કર્તા બુદ્ધ ભગવાને પર્યાયાસ્તિકનયની પ્રધાનતાવાળી આત્માદિ પદાર્થો અનિત્ય છે, એવી જે દેશના આપી. એ જ રીતે ન્યાયદર્શનના કર્તા અક્ષપાદ ઋષિએ અને વૈશેષિકદર્શનના કર્તા કણાદ ઋષિએ વ્યવહારનયની પ્રધાનતાવાળી જે દેશના આપી આ પ્રમાણે જે જે ઋષિઓએ જે જે નયની પ્રધાનતાવાળી જે જે દેશના આપી છે તે તેવા પ્રકારના કાલાદિના યોગથી=પ્રભાવથી આપી છે. એટલે દુઃષમા નામનો જે આ પાંચમો આરો. છે. તેના પ્રભાવથો તથા તેવા પ્રકારના શ્રોતા જીવદ્રવ્યો વગેરેના યોગથી અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના તેવા પ્રકારના યોગથી જીવોને જે રીતે ધર્મબીજનો લાભ થાય તે રીતે તે તે નયની પ્રધાનતાવળી ભિન્ન-ભિન્ન દેશના આપી છે. પરંતુ તે સર્વે ભિન્ન-ભિન્ન નયોની પ્રધાનતાવાળી ભિન્ન-ભિન્ન દેશના પણ તાત્ત્વિકપણે સર્વનયોના સમૂહાત્મક એવી જિનેશ્વરપ્રભુની દેશના મૂળ કારણ છે જેમાં એવી આ દેશના છે. અર્થાત્ સર્વનયાના સમૂહાત્મક જૈન દેશનાના એક એક અંશ રૂપ છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૨૧ સારાંશ કે તીર્થંકર પ્રભુની મૂલદેશના સર્વ નયના સમૂહાત્મક હોવાથી એક છે. તેમાં આવેલા અનેકનયોમાંથી આ સર્વે ઋષિઓએ તેવા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિના યોગથી જીવોને જે રીતે ધર્મબોધ થાય તે રીતે આવશ્યક એવા એક એક નયની પ્રધાનતાવાળી આ જુદી જુદી દેશના આપી છે. આ રીતે ઋષિઓની દેશના જુદા જુદા અવયવ રૂપ છે અને સર્વજ્ઞ તીર્થંકરપ્રભુની દેશના અવયવી રૂપ એક છે. જેમ શરીર એ અવયવી રૂપે એક છે. અને હાથ, પગ, મસ્તક, ઉદર આદિ અવયવ રૂપે અનેક છે. તેમ અહીં પણ સમજવું. સમ્મતિતર્કમાં પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.શ્રીએ કહ્યું છે કે पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज अण्णयरं । परिकम्मणानिमित्तं, दाएही सो विसेसं पि ॥ १-५४॥ અર્થ - વિદ્વાન વક્તા પુરુષસમૂહને આશ્રયીને કોઇપણ એક નયની દેશના આપે છે. પછી તે વક્તા શ્રોતાવર્ગની બુદ્ધિના સંસ્કાર માટે વિશેષ પણ બીજો નય પણ) આપે છે. ૧-૫૪ો. ભાવાર્થ એવો છે કે-જૈનદર્શનની દૃષ્ટિએ સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક જ છે. અને તેથી બન્ને નયોની પ્રરૂપણા સાપેક્ષ ભાવે કરવી જોઈએ. છતાં પણ શ્રોતાઓની યોગ્યતા જોઈને કોઈપણ એક નયની દેશના પણ સાપેક્ષભાવે આપી શકાય છે. અનેકાન્તદષ્ટિમાં કુશળ પુરુષ જ્યારે એમ જુએ છે કે અમુક શ્રોતાઓ દ્રવ્યવાદને તો અમુક શ્રોતાઓ પર્યાયવાદને જ સ્વીકારે છે. ત્યારે તે વક્તા તેવા પ્રકારના શ્રોતા સમક્ષ અસ્વીકૃત અંશનું જ પ્રતિપાદન કરે છે. તેથી તે વક્તા દ્રવ્યવાદને સ્વીકારનારા શ્રોતાઓ સમક્ષ પર્યાયવાદનું અને પર્યાયવાદને સ્વીકારનારા શ્રોતાઓ સમક્ષ દ્રવ્યવાદનું સ્થાપન કરે છે આ પ્રમાણે કરવાનું કારણ તે વક્તા એમ સમજે છે કે આ રીતે કરવાથી શ્રોતાની એક બાજુ ઢળેલી બુદ્ધિ બીજી બાજુના જ્ઞાનથી સંસ્કારિત બને. અને પરિણામે તે અનેકાન્તદષ્ટિયુક્ત બને. આવા આશયથી કરાયેલી એક નયની દેશનાને પણ જૈનદર્શનમાં સ્થાન છે જ. તથા दव्वं खित्तं कालं, भावं पज्जायदेससंजोगे । भेदं च पडुच्च समा, भावाणं पण्णवणपज्जा ॥ ३-६०॥ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંયોગ અને ભેદ આ આઠ ભાવોને ધ્યાનમાં રાખીને જ પદાર્થોની પ્રરૂપણા કરવી જોઇએ. (સમ્મતિ તર્ક કાંડ ત્રીજો ગાથા-૬૦) For Private & Personal use only. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૩૮૧૩૯ આ પ્રમાણે શ્રોતાના બોધવિશેષના સંસ્કાર માટે એક નયની કરાતી દેશના પણ સર્વજ્ઞ તીર્થંકરપ્રભુની વાણીનો એક નયવાળી દેશનાનો એક અંશ જ છે. માટે કપિલબુદ્ધ આદિ ઋષિ-મુનિઓ વડે કરાયેલી એકનયની પ્રધાનતાવાળી ધર્મદેશના સર્વજ્ઞા તીર્થંકરપ્રભુની દેશનામૂલક જ છે. પ્રભુની દેશના સર્વનયોના સમૂહાત્મક છે. આ પ્રમાણે એક એક નયની પ્રધાનતાથી દેશના ભેદ છે. પરંતુ સર્વનયોને સાપેક્ષપણે જોડતાં દેશના ભેદ રહેતો નથી. આ ત્રીજું કારણ જાણવું. ll૧૩૮. प्रकृतयोजनामाहઉપરોક્ત ચર્ચાને પ્રસ્તુત વિષયમાં જોડતાં જણાવે છે કે तदभिप्रायमज्ञात्वा, न ततोऽर्वाग्दृशां मतम् । યુ તે તત્પત્તિક્ષેપો, મહાનર્થર: પર: છે રૂ ગાથાર્થ = તેથી તે સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તે સર્વશનો વિરોધ કરવો એ અર્વાગ્દષ્ટિ (છઘ0) એવા પ્રમાતાઓને માટે ઉચિત નથી. કારણ કે સર્વશનો વિરોધ પ્રધાનતાએ મહા-અનર્થકારી છે. || ૧૩૯ | ટીકા “તમિપ્ર” સર્વજ્ઞામિwાથે, “મજ્ઞાવિ, ન તt:” રિપત્ | મદ સતi'' પ્રમાણમ્ IT શિમિયા-પુજાતે તાતિ :” સર્વજ્ઞપ્રતિક્ષેપ: किंविशिष्ट इत्याह-महानर्थकरः परः महानर्थकरणशीलः प्रधान इति ॥ १३९॥ વિવેચન :-સર્વજ્ઞ પુરુષોનું જ્ઞાન પરિપૂર્ણ હોવાથી જ્ઞાનમાત્રાની અપેક્ષાએ એક છે. છતાં દેશનાભેદ કેમ છે? તેનાં ત્રણ કારણો અનુક્રમે ૧૩૪-૧૩૬-૧૩૮ ગાથામાં જણાવ્યાં (૧) વિનેયાનુગુણ્યતા, (૨) અચિન્હ પુણ્યપ્રભાવ, અને (૩) તે તે નયોની પ્રધાનતા. સમાન એવા પણ સર્વજ્ઞોની દેશના આ ત્રણ કારણોથી ભિન્ન-ભિન્ન હોય છે. તે કારણથી સર્વજ્ઞ એવા વક્તાના અભિપ્રાયને (આશયને) જાણ્યા વિના એટલે કે અહીં વક્તાએ દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક એવા એકનયની દેશના કયા આશયથી આપી છે? તે આશય જાણ્યા વિના પ્રમાતા એવા છબસ્થ આત્માઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે મહા-અનર્થકારી છે. મહા-અનર્થકારી ભાવોમાં તે પ્રધાન છે. અહીં પ્રમાતા એટલે અર્વાગ્દષ્ટિવાળા પુરુષો, અર્થાત્ ઇન્દ્રિય પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આદિ પ્રમાણો દ્વારા વસ્તુતત્ત્વને જાણનારા પુરુષો સમજવા. અર્થાત્ છદ્મસ્થ પુરુષો કે જે સાક્ષાજ્ઞાની-દિવ્યદૃષ્ટિવાળા નથી તે લેવા. સર્વજ્ઞનો વિરોધ કરવો Page #458 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૩૯-૧૯૪૦ યોગદષ્ટિ સમુચ્ચય ૪૨૩ એટલે સંસારમાં કોઈ સર્વજ્ઞ હોઇ જ ન શકે. ત્રણે કાળના સર્વભાવો જાણવા એ મનુષ્ય માટે શક્ય જ નથી. જો કોઈ સર્વજ્ઞ હોત તો આવા મતભેદો કેમ હોત? જો વક્તા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ હોય તો તે સર્વેની દેશના ભિન્ન-ભિન્ન કેમ? આવા પ્રકારના કુતર્કો કરીને લોકસમૂહને ભ્રમમાં નાખીને સર્વજ્ઞ કોઈ નથી એમ વિરોધ કરવો તે મહા-અનર્થકારી છે. આ સંસારમાં વિષપાન, અગ્નિસ્નાન, સર્પદંશ વગેરે જે જે ભાવો અનર્થકારી છે. તેમાં “સર્વજ્ઞનો વિરોધ કરવો” તે મહા-અનર્થકારી છે. એટલું જ નહીં, પરંતુ મહા-અનર્થકારી જે જે ભાવો છે તેમાં પણ “સર્વજ્ઞનો વિરોધ કરવો” એ અધિકપણે મહા-અનર્થકારી છે. કારણ કે તેમ કરવાથી સર્વજ્ઞકથિત શાસનનો જ ઘાત થતાં માર્ગનો જ વિચ્છેદ કરવાનું મહાનમાં મહાન્ પાપ લાગે કે જે પાપ અનંતાનંત ભવભ્રમણનું કારણ બને. માટે અભિપ્રાય જાણ્યા વિના છદ્મસ્થ જીવોએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે ઉચિત નથી. II૧૩૯ इहैव निदर्शनमाह આ જ બાબતમાં એક સુંદર ઉદાહરણ જણાવે છે. निशानाथप्रतिक्षेपो, यथाऽन्धानामसङ्गतः । तभेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥ १४०॥ ગાથાર્થ = જેવી રીતે ચંદ્રનો નિષેધ કરવો કે ચંદ્રના ભેદની કલ્પના કરવી એ જન્મથી અંધ માણસો માટે નીતિથી અસંગત છે. તેવી જ રીતે અર્વાગ્દષ્ટિવાળા પુરુષોને માટે આ (સર્વજ્ઞનો વિરોધી પણ તેવો જ જાણવો. | ૧૪all ટીકા “નિશાનાથપ્રતિપશ્ચન્નતિક્ષેપ” | “ થઇન્યાન'' વર્વિનાનાં, “મા” નીત્યા, “તમે રિન્ય” નિશાનાથમેરિન્ય વૃક્ષચતુર ત્રત્વાતિ, “તર્થવાદ'' છતાસ્થાનાં, “'' સર્વજ્ઞપ્રતિક્ષેપ: તમેપરવપશાસકૃત કૃતિ | ૨૪૦ || વિવેચન :- જન્મથી અંધ પુરુષો કે જેઓએ ચંદ્ર પોતાની નજરે કદાપિ જોયો જ નથી, તે પુરુષો ચંદ્રનો વિરોધ કરે. કે ચંદ્રના ભેદની કલ્પના કરે, તો તે જેમ નીતિથી અસંગત છે. અર્થાત્ ન્યાયયુક્ત નથી. તેવી રીતે છપસ્થ પુરુષો કે જેઓ પોતે સર્વજ્ઞ ન હોવાથી સર્વજ્ઞને જાણવામાં જન્માંધ તુલ્ય છે તેઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વજ્ઞના ભેદની કલ્પના કરવી એ પણ તેટલું જ અનુચિત છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ચંદ્રનો વિરોધ કરવો, એટલે આકાશમાં ચંદ્ર નથી જ એમ કહેવું, અથવા ચંદ્ર પ્રકાશરહિત છે. એમ કહેવું, તે ચંદ્રનો વિરોધ કહેવાય છે. ચંદ્રના ભેદની કલ્પના કરવી એટલે કે તે ચંદ્ર વાંકો છે. ચાર ખુણાવાળો છે. અથવા ત્રિકોણ છે. લંબગોળ છે. ઇત્યાદિ કહેવું તે ભેદની કલ્પના જાણવી. સર્વજ્ઞનો વિરોધ કરવો એટલે કોઈ સર્વજ્ઞ જ નથી એમ કહેવું, અથવા સર્વજ્ઞની પ્રરૂપણાનો વિરોધ કરવો. તેમની દેશનાનો નિષેધ કરવો તે. સર્વજ્ઞના ભેદની કલ્પના કરવી એટલે કે સર્વજ્ઞના મતમાં ભેદ છે- એમ કહેવું. સર્વજ્ઞના મતો ભિન્ન-ભિન્ન છે- એમ કલ્પના કરવી તે. ઋષભદેવ પ્રભુથી મહાવીરપ્રભુ સુધીના તીર્થકર દેવો પારમાર્થિક સર્વજ્ઞ પ્રભુ છે. અને ગાથા ૧૩૪ની ટીકામાં કહેલા કપિલ-બુદ્ધ વગેરે ઋષિઓ ઔપચારિક સર્વજ્ઞ છે. તેથી તે બન્ને પ્રકારના સર્વજ્ઞોનો વિરોધ કરવો કે તેમની પ્રરૂપણાનો વિરોધ કરવો તે અતિશય મહા-અનર્થકારી છે. તથા ગાથા ૧૩૮માં જણાવ્યા મુજબ કપિલ-બુદ્ધાદિ ઋષિઓની સાપેક્ષપણે એકનયવાળી ધર્મદેશના પણ સર્વનયવાળી વીતરાગની દેશનાના અંગરૂપ હોવાથી તેમની પ્રરૂપણાનો વિરોધ કરવો, તે પણ સર્વજ્ઞના વિરોધતુલ્ય મહાઅનર્થકારી જ છે. ઉપદેશપદમાં પણ કહ્યું છે કે सव्वपवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणागरतुल्लं खलु, तो सव्वं सुंदरं तम्मि ॥ ६९४॥ અર્થ - કપિલ-બુદ્ધ-અક્ષપાદ આદિ ઋષિ મુનિઓના સર્વે પ્રવાદો (પ્રરૂપણા)નું મૂલ જે કારણથી “દ્વાદશાંગી” જ છે. કારણ કે તે દ્વાદશાંગી સમુદ્ર સમાન છે. તેથી તે અન્યદર્શનોમાં પણ જે કંઈ યથાર્થ પ્રરૂપણા છે તે દ્વાદશાંગીનું એક અંગ હોવાથી સર્વે સુંદર છે. આ ગાથાની ટીકામાં કહ્યું છે કે “કપિલ” વગેરેનાં વચનોની અવજ્ઞા કરવામાં સમગ્ર દુઃખના મૂળભૂત એવી જિનવચનની અવજ્ઞાન પ્રસંગ ઉત્પન્ન થાય છે. સારાંશ કે કપિલાદિ ઋષિઓનાં વચનોની અવજ્ઞા એટલે જિનવચનની અવજ્ઞા જાણવી. તેથી આ ઋષિઓનાં વચનોની અવજ્ઞા કરવાથી કલ્યાણની કોઈ સિદ્ધિ થતી નથી. તે ૬૯૪. સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે जं काविलं दरिसणं, एयं दव्वट्ठियस्स वत्तव्वं । सुद्धोअणतणयस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ३-४८॥ Page #460 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૦-૧૪૧ યોગદષ્ટિ સમુચ્ચય ૪૨૫ અર્થ - જે કપિલઋષિનું દર્શન છે તે દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે. અને જે શુદ્ધોદનતનય (બુદ્ધ)નું દર્શન છે તે પરિશુદ્ધ એવા પર્યાયાર્થિકનયનો વિકલ્પ છે. ૩૪૮ આ પ્રમાણે અન્ય સર્વે દર્શનોની પ્રરૂપણા એ જૈનદર્શન રૂપી મહાસાગરમાંથી નીકળેલાં ખાબોચીયાં (ખાડીમાત્ર) જ છે. તેથી તેનો વિરોધ એ પણ જૈનદર્શનનો જ વિરોધ જાણવો. તેથી તે સર્વજ્ઞનો વિરોધ મહાઅનર્થકારી છે. તે ૧૪ll તિથી વળી. न युज्यते प्रतिक्षेपः, सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनर्जिह्वाच्छेदाधिको मतः ॥ १४१॥ ગાથાર્થ = કોઈપણ સામાન્ય માણસની પણ અવજ્ઞા કરવી તે ઉચિત નથી તો સર્વજ્ઞ એવા આર્યપુરુષોનો અવર્ણવાદ બોલવો તે સજજન પુરુષો જિદ્વાચ્છેદથી પણ અધિક માને છે. તે ૧૪૧ | ટીકા - ‘‘ર પુતે તિ ” નિરાવરપારૂપ, ‘‘સામાન્યરાજ'' વિપુષા ! “તું” તસ્માત્ “Hai” મુનીનાન્ ! “માવદ્વિતું પુનઃ” સર્વજ્ઞામિત્ર રૂત્યર્થઃ છિમિયાહ-““નિહ/છેતયો મતઃ' તથા વિથપ્રત્યપાયમાન ૨૪૨ | વિવેચન :- જૈનશાસનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એવી ચાર ભાવનાઓ બતાવી છે. દુઃખી ઉપર કરુણા અને પાપી જીવો ઉપર માધ્યસ્થ ભાવ રાખવાનું કહ્યું છે. તેથી સામાન્ય એવા કોઈ પાપી, અધર્મી, દુઃખી કે દુષ્ટ પુરુષાદિની પણ અવજ્ઞા-અપમાન કે તિરસ્કાર કરવો એ યોગ્ય નથી. કારણ કે સર્વે જીવો પોતપોતાના કર્મને વશ સંસારમાં પ્રવર્તતા હોય છે. એટલે કોઈ જીવોમાં કદાચ દોષો હોય તો પણ તે જીવોના કર્મોના ઉદયને કારણે છે. તેમાં બીચારા તે જીવોનો શું દોષ? એમ સમજી ત્યાં પણ (સામાન્ય માણસ પ્રત્યે પણ) સમભાવ રાખવાનો છે. પરંતુ તેની અવજ્ઞા કરવી ઉચિત નથી. તો પછી આર્યપુરુષોનો અપવાદ બોલવો, એટલે સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વશની પ્રરૂપણાનો વિરોધ કરવો તે કેમ ઉચિત કહેવાય? તેથી સર્વજ્ઞનું કંઇપણ અપયશવાળું વાકય બોલવું તે મુનિમહાત્માઓને જિલ્લાચ્છેદથી પણ અધિક દુઃખદાયી છે. જિદ્વાચ્છેદથી જે અનર્થ થાય છે, તેના કરતાં પણ સર્વજ્ઞનો પરિભવ-પરાભવ કરવો એટલે આર્યપુરુષોનો અપવાદ ગાવો એ મુનિઓને અધિક દુઃખદાયી થાય છે. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૨ જિહાચ્છેદમાં જે દુઃખ છે તેના કરતાં પણ સર્વજ્ઞનો વિરોધ કરવામાં તેવા પ્રકારનું અધિક પ્રત્યપાય (દુઃખ જ દુ:ખ અર્થાત્ મહાનું અનર્થ) ભાવેન હોવાથી અધિક દુઃખદાયી મનાયું છે. / ૧૪૧/ શ્ચિકતથા વળી. कदष्टादि च नो सन्तो, भाषन्ते प्रायशः क्वचित् । निश्चितं सारवच्चैव, किन्तु सत्त्वार्थकृत्सदा ॥ १४२॥ ગાથાર્થ = મુનિ પુરુષો પ્રાયઃ કરીને કુદૃષ્ટાદિ વચન કયારેય બોલતા નથી. પરંતુ સંદેહ વિનાનું અને સારવાળું તથા પ્રાણીઓના (ઉપકાર રૂ૫) પ્રયોજનને કરનારું વચન સદા બોલે છે. જે ૧૪૨ / ટીકા-“રારિ ૪” ૩ શ્રત વૃજ્ઞાનમિત્કારિ, “ો સ” મુનયો, બાપત્તે પ્રાયઃ” પ્રાયે વરિત” | ઋથ તર્દ માણજો રૂત્યાદ-“નિશ્ચિત'' મહ્યુિં , “સારવવ' નાપાર્થમ્ ! “જિતુ સાર્થન'' પાર્થ રાશીનં, ના” માને છે ૨૪ર ! વિવેચન - સંત પુરુષોનો આવા પ્રકારનો “સહજ સ્વભાવ જ” હોય છે કે જે બરાબર પોતે જોયેલું ન હોય તે કુદષ્ટ, આદિ શબ્દથી જે પોતે બરાબર સાંભળેલું ન હોય, લોકપરંપરાથી સંભળાયું હોય તે કુશ્રુત, અને જે પોતે યથાર્થપણે જાણેલું ન હોય, લોકોએ કહ્યું એટલે માની લીધું હોય તે કુજ્ઞાત. આવાં વચનો ઘણું કરીને કયારેય બોલતા નથી. જોયું હોય, સાંભળ્યું હોય અને જાણ્યું હોય, તો પણ ઉત્તમપુરુષોની પ્રકૃતિનો મહિમા જ એવો હોય છે કે તે બોલે નહીં. બીજાને કલંક કે દોષ આવે તેવા વચનો ઉચ્ચારે નહીં. તો પછી યથાર્થપણે ન જોયેલું, ન સાંભળેલું કે ન જાણેલું વચન મહાપુરુષો (સંત-મુનિ પુરુષો) બોલે જ કેમ? તેથી પણ સર્વજ્ઞનો વિરોધ કરવો કે સર્વશની પ્રરૂપણાનો વિરોધ કરવો અર્થાત્ આર્યપુરુષોનો અપવાદ બોલવો, એ સંતપુરુષો કદાપિ કરે જ નહીં. અને જો આવું બોલે તો તે સંતપુરુષ (મહાપુરુષ) કહેવાય જ નહીં. જો સંતપુરુષો કુદષ્ટ, કુશ્રુત અને કુશાત બોલતા નથી, તો તે મહાત્માઓ કેવું વચન બોલે છે? તે વાત હવે અન્વયથી જણાવે છે કે- (૧) નિશ્ચયવાળું. એટલે કે પોતે પોતાના જ્ઞાનથી જોઈને અથવા જાણીને બરાબર અનુભવ કર્યો હોય અને તેના Page #462 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૨-૧૪૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૨૭ દ્વારા સંદેહ ચાલ્યો ગયો હોય તેવું, સંદેહ વિનાનું જ વાકય બોલે છે. (૨) સારવાળું. જે વચનો પોતે બોલે તેમાં કંઈને કંઈ સાર હોય, તત્ત્વ હોય, સૂક્ષ્મબોધાદિ થાય તેવું વચન બોલે છે. પરંતુ અપાર્થક (નિરર્થક) વચનો બોલતા નથી. જે વચનોનો કંઈ અર્થ ન હોય, કંઈ સાર ન હોય, તેવું વાયડા માણસની જેમ બોલ બોલ કરતા નથી. (૩) પરંતુ સત્ત્વાર્થકૃત્ય વચન બોલે છે. એટલે પોતાના બોલાયેલા વચનોથી અન્ય જીવોનો દ્રવ્ય ઉપકાર અથવા ભાવ ઉપકાર થાય તેવું પરાર્થકરણશીલ=પરોપકાર કરવાના સ્વભાવવાળું જ વચન બોલે છે. આ પ્રમાણે સંતુપુરુષ કુદૃષ્ટાદિ ભાષા પ્રાયઃ બોલતા નથી અને સંદેહવિનાનું, સારવાળું અને પરોપકાર કરનારું વચન બોલે છે. માટે પણ ઉત્તમ પુરુષોએ “આર્યાપવાદ.” (સર્વજ્ઞવિરોધાદિ) ગાવો જોઈએ નહીં | ૧૪૨ ૩૫સંહસ્ત્રદ હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતાં જણાવે છે કે निश्चयोऽतीन्द्रियार्थस्य, योगिज्ञानादृते न च । अतोऽप्यत्रान्धकल्पानां, विवादेन न किञ्चन ॥ १४३॥ ગાથાર્થ = યોગીઓના જ્ઞાન વિના અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થઈ શકતો નથી. આ કારણથી પણ આ વિષયમાં જાત્યન્ધતુલ્ય એવા છઘસ્થોને વિવાદ વડે કંઈ પણ સાર નથી. + ૧૪૩ / ટીકા-“નિશ્ચયોતિક્રિયાઈશ'' સર્વજ્ઞા, “ જ્ઞાનદિને 7 ” તત વિ તઃિ | “તપ” શRI, “મત્ર'' સર્વજ્ઞાથરે, “ક ન્યાન'' વિશેષતતત્ત્વર્ણિનાં, “વિવાર ન ઝિનસચિનાપAજોન ૨૪રૂ વિવેચન - યોગની સાધના કરતાં કરતાં યોગી થયેલા મહાત્મા પુરુષોને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે યોગિજ્ઞાન કહેવાય છે કે જે પ્રત્યક્ષજ્ઞાન હોવાથી અને ઇન્દ્રિય નિરપેક્ષ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને જાણી શકે છે. તથા યોગ પ્રભાવથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ શ્રુતજ્ઞાન, જાતિસ્મરણજ્ઞાન વગેરે પણ અહીં સમજી લેવાં. આવા પ્રકારનાં વિશિષ્ટ એવાં યોગી મહાપુરુષોના જ્ઞાન વિના અતીન્દ્રિય પદાર્થો આ આત્મા સર્વજ્ઞ હશે? કે અસર્વજ્ઞ હશે? જગત આખામાં કોઈ સર્વજ્ઞ હશે કે કોઈ સર્વજ્ઞ નહી હોય? ઇત્યાદિ સર્વજ્ઞાદિ સંબંધી અતીન્દ્રિય ભાવો જાણી શકાતા નથી. કારણ કે તે અતીન્દ્રિય ભાવોની સિદ્ધિ તાત વ=તેવા પ્રકારના યોગિજ્ઞાનથી જ થાય છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૩ મતોડપિ આ કારણથી પણ આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે કે નહીં? આ આત્મા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે? ઈત્યાદિ સર્વજ્ઞની બાબત જાણવામાં (ઉપલક્ષણથી સર્વે અતીન્દ્રિયભાવોની બાબત જાણવામાં) અન્ધતુલ્ય એવા છદ્મસ્થોને આ વિવાદ વડે કંઈ લાભ નથી. અહીં અતીન્દ્રિય પદાર્થોને જોવામાં છમસ્થોને જે અન્યતુલ્ય કહ્યા છે. તે વિશેષ કરીને (અતિશય સ્પષ્ટપણે) તે (અતીન્દ્રિયભાવો)નું તત્ત્વ (યથાર્થ સ્વરૂપ) ન જોઈ શકનારા છબસ્થો છે તેથી અન્ધતુલ્ય કહ્યા છે. સામાન્યથી અનુમાન અથવા આગમ દ્વારા છદ્મસ્થો પણ અતીન્દ્રિય પદાર્થ જાણી શકે છે. અને તો જ તેઓ આવા અતીન્દ્રિય ગૂઢ પદાર્થો પણ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે સમજે છે અને સમજાવે છે. માટે સામાન્યથી જાણવામાં તે અન્ધતુલ્ય નથી. પરંતુ વિશેષે જાણવામાં અન્ધતુલ્ય છે. અર્થાત્ અનુમાનાદિ દ્વારા પરોક્ષપણે જાણવામાં અન્ધતુલ્ય નથી. પરંતુ સાક્ષાત્ આત્મ-પ્રત્યક્ષપણે જાણવામાં અન્ધતુલ્ય છે એમ જાણવું. અહીં તત્ત્વર્ણિનાં પદમાં તત્ત્વ પત્તિ રૂતિ તત્ત્વર્શિન, ર તત્ત્વર્શિનઃ રતિ અતિત્ત્વર્શિનઃ એવો સમાસ કરવો. પરંતુ ન તત્ત્વતિ મતત્ત્વ, તત્ પથતિ એવો વિગ્રહ ન કરવો. પ્રશ્ન :- અતીન્દ્રિય પદાર્થોની ચર્ચા કરવામાં “વિવાદ” ચાલુ રાખીએ તો શું દોષ? શબ્દ :- વિવાદ જે છે તે સબ્રિત્તિસમ્યગૂ ચિત્તનો નાશ કરવા રૂપ ફળને આપનારો છે. “ચિત્તવિશુદ્ધિ” રૂપ જે મુક્તિમાર્ગ હાથમાં આવ્યો છે, તેનો આ વિવાદ નાશક છે. માટે ઉત્તમ પુરુષોને વિવાદ કરવા વડે સયું. પ્રશ્ન - વિવાદ કરવાથી કેવી રીતે સમ્યક્ ચિત્તનો નાશ થાય છે? ઉત્તર : “વિવાદ” કરવાથી ચિત્ત નિરંતર કલુષિત રહે છે. કારણ કે જ્યારે જીવ વિવાદમાં ઉતરે છે ત્યારે પ્રતિવાદીને જુદો કેમ પાડવો? એ જ મુખ્ય લક્ષ્ય હોય છે. તેથી પ્રતિવાદીની વાત સાચી હોય તો પણ તેની સામે મનકલ્પિત યુક્તિઓ દ્વારા તેની વાતને ખોટી ઠરાવવાનો જીવ પ્રયત્ન કરે છે. આ કારણથી જીવને પ્રતિવાદી પ્રત્યે દ્વેષ પણ થાય છે. દ્વેષ થવાથી ચિત્ત સદા કષાય અને કલેશવાળું બને છે. પ્રતિવાદીને હરાવવાની બુદ્ધિ હોવાથી આવેશયુક્ત પણ વચનપ્રયોગ કરે છે. છતાં વિવાદમાં જો પોતે હારી જાય તો પોતાની થયેલી માનહાનિથી શોક-અરતિ અને આર્તધ્યાન પણ થાય છે. અને જો પ્રતિવાદી હારી જાય તો પ્રતિવાદીને શોક, અરતિ અને આર્તધ્યાન થાય છે. વળી વાદીને અભિમાન અને અતિશય રતિ અને હર્ષાદિ થાય છે. આ રીતે વિવાદ કરવામાં “જિગીષ” ભાવ હોવાથી હાર થાય તો પણ Page #464 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૩-૧૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૨૯ અને જીત થાય તો પણ ચિત્તના શુભભાવોનો નાશ થતો હોવાથી અને કેવળ ક્રોધફલેશ-કંકાસ અને કડવાશ જ વધતી હોવાથી સમ્યગુ એવા ચિત્ત-ચિત્તનો નાશ કરવા રૂપી ફળ આપનાર હોવાથી ઉત્તમ પુરુષોને આવો વિવાદ કરવા વડે સર્યું. પ્રશ્ન - વિવાદ કરવા જેવો નથી તો શું વાદ કરવા જેવો છે? અર્થાત્ વાદ અને વિવાદમાં તફાવત શું? અને વાદ કર્તવ્ય છે કે અકર્તવ્ય છે? ઉત્તર- વાદ એટલે “તત્વ જાણવા માટે” કરાતી ધર્મચર્ચા, વાદ કરાય ત્યારે “જિજ્ઞાસુભાવ” હોય છે. અને વિવાદ કરાય ત્યારે “જિગીષભાવ” હોય છે. જિજ્ઞાસુભાવ એટલે તત્ત્વ જાણવા માટેની તમન્ના, જ્યારે આ જિજ્ઞાસુભાવ હોય છે, ત્યારે સમજાવનાર ગુરુ હોય છે. અને સમજનાર શિષ્ય હોય છે. એટલે તે બન્ને વચ્ચે ગુરુશિષ્યભાવ હોય છે. શિષ્ય વિનય-વિવેકપૂર્વક પ્રશ્ન કરે છે અને ગુરુ તેને લાગણીપૂર્વક તત્ત્વ સમજાવે છે. શિષ્ય પણ બહુમાનપૂર્વક ગુરુએ આપેલો ઉત્તર સ્વીકારે છે. માટે વાદ એ ધર્મહતુ પરંતુ જિગીષભાવ એટલે જીતવાની ઇચ્છા. જયારે હૈયામાં આ જિગીષભાવ હોય છે. ત્યારે એકને વાદી અને બીજાને પ્રતિવાદી કહેવાય છે. તે બન્નેમાં પોતાના જયની અને સામેની વ્યક્તિનો પરાભવ કરવાની જ ઇચ્છા હોય છે. તેથી ત્યાં તત્ત્વજિજ્ઞાસા ન હોવાથી તત્ત્વપ્રાપ્તિ થતી નથી. પરંતુ સાચી-ખોટી દલીલો જ કરવામાં આવે છે. અને એક બીજાની વાતને તોડી પાડવામાં આવે છે. આ પ્રમાણે વાદ એટલે ગુરુ-શિષ્યભાવે તત્ત્વ જાણવા-જણાવવાની તમન્ના, તે કરવાથી ચિત્ત વિશુદ્ધ બને છે માટે કર્તવ્ય છે. પરંતુ વિવાદમાં વાદી-પ્રતિવાદીભાવ હોય છે. તત્ત્વ જાણવાને બદલે હાર-જિતની બુદ્ધિ હોય છે તેથી ચિત્ત કલુષિત થાય છે માટે આ વિવાદ સમ્યક્ ચિત્તનો નાશક હોવાથી અકર્તવ્ય છે. તેથી મહાત્માઓને તેના વડે સર્યું. ૧૪૩ | _न चानुमानविषय, एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४॥ ગાથાર્થ = “સર્વજ્ઞ છે કે નહીં” આ અર્થ તાત્વિક રીતિએ અનુમાનનો વિષય મનાયો નથી. માટે આ અનુમાનથી તે અર્થનો સમ્યમ્ (સાચો) નિર્ણય થઈ શકતો નથી. બુદ્ધિ છે ધન જેનું એવા ભર્તુહરિએ પણ અન્યદર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે- / ૧૪૪ ટીકા-“1 વાગુમાનવિષય” = ૨ યુક્તિવર, “Tષોર્થ ” સર્વજ્ઞવિશેષ Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૪ નક્ષ:, “તત્ત્વો મત:” પરમાર્થનેછઃ (પરમાર્ગે દg) | “ વાતોનુમાન,” નિશ્ચય: સ ન્યત્રપિ” સામાન્યર્થે . “અહિં થય:”સઃ મદરઃ ૨૪૪ વિવેચન :- આત્મામાં રહેલો “જ્ઞાનગુણ” અરૂપી હોવાથી ઇન્દ્રિયનો વિષય નથી. આત્મા પણ અરૂપી હોવાથી ઇન્દ્રિયનો વિષય નથી. તેથી આત્મા કે આત્માનો જ્ઞાનગુણ આ બન્ને ઇન્દ્રિયથી જાણી શકાતા નથી. માટે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય તો નથી જ. પરંતુ પરમાર્થથી- તાત્ત્વિક રીતિએ આ અર્થ અનુમાનનો વિષય પણ નથી. કારણ કે જ્યારે આત્મા દેખાતો નથી. તેનો જ્ઞાનગુણ દેખાતો નથી. તેથી “આ આત્મા સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે” એ અર્થ પણ પરમાર્થ રીતિએ અનુમાનથી એટલે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા પણ જાણી શકાતો નથી. અહીં “તત્ત્વતઃ '—લખવાનો આશય” એ છે કે ઉપલકદ્રષ્ટિએ આ અર્થ અનુમાનથી કદાચ જાણી શકાય છે. અર્થ, સર્વજ્ઞ, વિવિવસ્વાત, સર્વ: चतुस्त्रिंशद-तिशयवत्त्वात्, अयं सर्वज्ञः देवेन्द्रपूज्यत्वात् परंतु सामे समर्थ वही डोय તો આ બધાં જ અનુમાનોના હેતુને હેત્વાભાસ બનાવી અનુમાન તોડી શકે છે. જે જીવો માયાવી હોય અને અસર્વજ્ઞ હોય છતાં માયાથી સર્વજ્ઞપણું વિકુવ્યું હોય તેવા જીવોમાં પણ અંબડશ્રાવકની જેમ ઉપરોક્ત હેતુઓ જાય છે. તેથી વ્યભિચારી હેત્વાભાસ થાય છે. માટે પારમાર્થિક દૃષ્ટિએ આ સર્વજ્ઞ-અસર્વજ્ઞ અર્થ યુક્તિનો વિષય નથી. એમ જાણવું. અનુમાનનો વિષય ન હોવાથી અનુમાન દ્વારા તે બાબતનો સાચો નિર્ણય થઈ શકતો નથી. આ વિષય એકલા અમે જૈનો જ આમ માનીએ છીએ એમ નહીં, પરંતુ અન્ય દર્શનશાસ્ત્રોમાં પણ આ વિષય અનુમાનનો નથી. એમ કહ્યું છે. તે બાબતની સાક્ષી પુરતો પાઠ બુદ્ધિધન એવા ભર્તુહરિએ કહેલો હવે પછીની ગાથામાં જણાવે છે. જૈનશાત્રોમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે કેટલાક ભાવો હેતુગમ્ય હોય છે. અને કેટલાક ભાવો અહેસુગમ્ય (શ્રદ્ધાગમ્યો હોય છે. હેતુગમ્ય-ભાવોને હેતુથી જાણવા જોઈએ અને અહેસુગમ્ય-ભાવોને અહેતુથી (શ્રદ્ધાથી) જાણવા જોઇએ. તે જ સાચો સ્વ-સમયનો (જૈનશાસ્ત્રનો) આરાધક છે. અને તેનાથી વિરુદ્ધ વર્તે તો જૈનશાસ્ત્રનો વિરાધક જાણવો. આ વાત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સમ્મતિ પ્રકરણ કાંડ ત્રીજામાં જણાવી છે. તે આ પ્રમાણે दुविहो धम्मावाओ, अहेउवाओ य हेउवाओ य । तत्थ उ अहेउवासो, भवियाऽभवियादओ भावा ॥ ३-४३॥ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ ગાથા : ૧૪૪–૧૪૫ યોગદૃષ્ટિ સમુચ્ચય भणिओ सम्मइंसण-णाण-चरित्तपडिवत्तिसंपन्नो । णियमा दुक्खंतकडो त्ति लक्खणं हेउवायस्य ॥ ३-४४॥ जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ । सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अन्नो ॥ ३-४५॥ અર્થ :- ધર્મવાદ-વસ્તુતત્ત્વ સમજાવનારાં આગમો બે પ્રકારનાં હોય છે. એક અહેતુવાદ અને બીજા હેતુવાદ, તે બેમાં “આ ભવ્ય છે અને આ અભવ્ય છે” આવા પદાર્થો અહેતુવાદનો વિષય છે. || ૩-૪૩ || ભવ્યાત્મા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિવાળો થઈ અવશ્ય દુઃખનો અંત કરનાર થાય છે. તે હેતુવાદનું લક્ષણ (દષ્ટાન્ત) છે. || ૩-૪૪ / જે મનુષ્ય હેતુવાદના વિષયમાં હેતુથી અને આગમવાદના વિષયમાં માત્ર આગમથી પ્રવર્તે છે તે જ મનુષ્ય સ્વસમયનો (એટલે જૈન સિદ્ધાન્તનો) આરાધક છે. અને બીજો પુરુષ જૈન સિદ્ધાન્તો વિરાધક છે. I ૩-૪૫ / આ પ્રમાણે સર્વજ્ઞ-અસર્વજ્ઞ વિષય શ્રદ્ધાનો છે. આગમનો છે. પરંતુ અનુમાનનો નથી. માટે પણ મહાત્માઓએ આ બાબતમાં વિવાદ કરવો જોઈએ નહીં. || ૧૪૪ll વિહેચાઈ શ્રી ભર્તુહરિએ શું કહ્યું છે? તે જણાવે છે. यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपद्यते ॥ १४५॥ ગાથાર્થ =કુશલ (અનુભવી) એવા અનુમાનકારો વડે ઘણી જ સાવધાની (યત્ન)પૂર્વક અનુમાન કરાયેલો પદાર્થ પણ તેમના કરતાં અધિક શક્તિશાળી એવા અન્ય વિદ્વાનો વડે અન્યથા જ સિદ્ધ કરાય છે. જે ૧૪૫ / ટીકા-“નાનુમિતોથથ વાઘનુરેન,” “નૈનનુમારિચયલિ,” “મયુત્તરવયવિરેa” / “ચર્થવોપધ” તથાઇसिद्धयादिप्रकारेण ॥ १४५ ॥ વિવેચન - ન્યાયશાસ્ત્રમાં જે વસ્તુ આપણને ઇન્દ્રિયગોચર નથી અને તે વસ્તુ જાણવી હોય તો તેને જાણવા માટેનું જે પ્રમાણ તેને “અનુમાન” કહેવાય છે. તે અનુમાનમાં પક્ષ, સાધ્ય, હેતુ, અન્વયવ્યાપ્તિ, વ્યતિરેકવ્યાતિનું જ્ઞાન હોવું આવશ્યક છે. આખા અનુમાનનો મુખ્ય આધાર “હેતુ” ઉપર હોય છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૪ ૪૩૨ યોગદૃષ્ટિ સમુચ્ચય પક્ષઃ- જેમાં સાધ્ય સાધવું હોય તે. અર્થાત્ સાધ્યનો આધાર. સાધ્યઃ- પક્ષમાં જે સાધવું હોય તે. દેખાતું નથી માટે જેને સાધવું છે તે. હેતુ- પક્ષમાં સાધ્યને સાધી આપનારી યુક્તિ-દલીલ-પુરાવો. અન્વયવ્યાપ્તિ - હેતુ અને સાધ્યનું સાથે રહેવું (સાહચર્યો. જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય અવશ્ય હોય જ, તે અન્વયવ્યાપ્તિ. જેમ કે, વત્ર યત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિ =જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહિ. અવશ્ય હોય જ. જેમ કે રસોડું. વ્યતિરેકવ્યાપ્તિ - સાધ્યના અભાવમાં હેતુનો અભાવ નિયમ હોવો તે. જેમકે, યત્ર યત્ર વચમાવ: તત્ર તત્ર ધૂમ માવ: જ્યાં જ્યાં વહિં ન હોય, ત્યાં ત્યાં ધૂમ ન જ હોય તે વ્યતિરેકવ્યાપ્તિ. અર્થાત્ વહ્નિ વિના ધૂમ ન જ હોય તે. આવા પ્રકારના અનુમાન વિષયક જ્ઞાનમાં અતિશયકુશળ (પાવરધા) બનેલા પંડિત પુરુષોએ પોતાની શકય હોય તેટલી બુદ્ધિ વાપરીને પૂરેપૂરા પ્રયત્નપૂર્વક કોઇપણ વિષયનું અનુમાન કર્યું હોય અને અનુમાન દ્વારા વિવક્ષિત અર્થ સિદ્ધ કર્યો હોય તો પણ વાદીપ્રતિવાદી ભાવ જેમના હૈયામાં હોય છે એવા જિગીષુવૃત્તિવાળા બીજા પંડિતો વડે તે જ અર્થ અન્યથા જ-તેમના કરતાં ભિન્ન રીતે જ સિદ્ધ કરાય છે અને પૂર્વવાદીએ સિદ્ધ કરેલા અર્થને તોડી પડાય છે. આ વાત જગતમાં પ્રસિદ્ધ છે. હવે જો પ્રથમવાદીએ અનુમાનથી સિદ્ધ કરેલો અર્થ બરાબર યથાર્થ જ હોત તો પ્રતિવાદી વડે તે કેમ તોડી શકાત? માટે અનુમાન દ્વારા પણ બધો અર્થ સિદ્ધ થતો નથી. જેમકે, કોઇ વાદીએ પ્રથમ આ પ્રમાણે અનુમાન કર્યું કે પર્વતો વદ્વિમાન ઘૂમર્ મહાન સંવત્ છે રસોડાની જેમ છે ધૂમ હોય ત્યાં અવશ્ય વહ્નિ હોય જ છે. જેમ કે, મહાનસ. આ અન્વય વ્યાપ્તિ પણ છે. તથા જ્યાં વદ્ધિ ન હોય ત્યાં ધૂમ પણ ન જ હોય જેમ કે સમુદ્ર. આ વ્યતિરેક વ્યાપ્તિ પણ છે જ. પોતાની શકય તેટલી બુદ્ધિનો પ્રયત્ન કરીને જ આ અનુમાન કરવામાં આવ્યું છે. અને સાચું પણ છે. છતાં અન્ય પંડિતો તેની સામે તર્કકુતર્ક લગાવીને આ અનુમાનને જુઠું પાડી શકે છે. તેઓ કહે છે કે- યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વહ્નિ - આ અન્વયવ્યાપ્તિ આ અનુમાનમાં દેખાતી નથી. કારણકે જે ધૂમ છે, તે ભૂમિથી અદ્ધર આકાશમાં વર્તે છે. ત્યાં વદ્ધિ નથી. અને જ્યાં વહ્નિ ભૂમિતલમાં છે ત્યાં ધૂમ નથી. માટે ધૂમ-વહ્નિનું સાહચર્ય નથી. તેથી આ હેતુ “વ્યભિચારી” નામનો હેત્વાભાસ છે. આમ કરીને પૂર્વના Page #468 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૫-૧૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૩૩ અનુમાનને તોડી નાખવામાં આવે છે. આ રીતે તર્ક અને કુતર્કોવાળા અનુમાનોથી સાધ્યસિદ્ધિ થતી નથી, તો પછી સર્વજ્ઞ-અસર્વજ્ઞ જેવી અતીન્દ્રિય વસ્તુઓ તો અનુમાનથી કેવી રીતે સિદ્ધ થાય? કારણ કે ગમે તેવો સમર્થ હેતુ પણ કુતર્કથી હેત્વાભાસ બનાવી શકાય છે. માટે મહાત્મા-પુરુષોને આવા પ્રકારનો વિવાદ કરવા વડે સર્યું. ન્યાયશાસ્ત્રમાં હેતુને ખોટો હેતુ સાબિત કરે તે હેત્વાભાસ કહેવાય છે. તેના પાંચ ભેદ છે. (જૈનદર્શનમાં હેત્વાભાસના ત્રણ ભેદ છે.) (૧) વ્યભિચાર = સાધ્યના અભાવમાં પણ જે હેતુ રહે છે. તેને અનૈકાન્તિક પણ કહેવાય છે. (૨) વિરુદ્ધ = જે હેતુ સાધ્યના અભાવમાં જ વર્તે છે. (૩) સત્પતિપક્ષ= વિવક્ષિત પક્ષમાં જ સાધાભાવને સાધનાર બીજો હેતુ જેને હોય તે. આ હેત્વાભાસને “પ્રકરણસમ” પણ કહેવાય છે. (૪) અસિદ્ધ = જે હેતુ પક્ષમાં જ ન હોય તે. તેના ત્રણ ભેદ પણ છે. આશ્રયાસિદ્ધ સ્વરૂપાસિદ્ધ અને વ્યાપ્યત્વાસિદ્ધ. (૫) બાધિત = પક્ષમાં સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ અન્ય પ્રમાણોથી સિદ્ધ થતો હોય તે. આ સંબંધી વિશેષ અધિકાર ન્યાયશાસ્ત્રોથી જાણવો. જૈનદર્શનમાં અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક એમ ત્રણ પ્રકારના હેત્વાભાસ જણાવ્યા છે. આ ત્રણમાં યથાયોગ્ય રીતે ઉપરોક્ત પાંચનો સમાવેશ કરેલ છે. તે ત્રણના પ્રતિભેદો અપાર છે. પૂજ્યપાદ વાદિદેવસૂરિજી મ.શ્રીએ “પ્રમાણનયતત્તાલોક”માં છઠ્ઠા પરિચ્છેદમાં આ હકીકત સૂત્ર ૪૬થી ૫૭માં વર્ણવેલી છે. સિદ્ધિવિરુદ્ધાર્નાન્તિાત્રયો હેત્વીમા : છે ૬-૪૬ વિશેષ વર્ણન ત્યાંથી જાણી લેવું. ૧૪૫ II ગમ્યુચ્ચયમ–ભર્તુહરિએ કહેલી વાતને તથા ગ્રંથકારે કરેલી વાતને પુષ્ટિ કરતાં બીજી રીતે પણ જણાવે છે. ज्ञायेरन्हेतुवादेन, पदार्था यद्यतीद्रियाः । વાનેનૈતાવિત પ્રા., તા. ચારેષ નિશ્ચય: મે ૨૪૬ ગાથાર્થ = જો માત્ર હેતુવાદ વડે જ (યુક્તિ દ્વારા જ) અતીન્દ્રિય પદાર્થો યો. ૨૮ Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૬ જણાતા હોય તો આટલા બધા કાળે પણ પંડિત પુરુષો વડે તે પદાર્થોના વિષયમાં નિશ્ચય કરાયો જ હોત (વિવાદ હોત જ નહીં). I ૧૪૬ ટીકા -“ જ્ઞાતુવાનનુમાનવાન,” “વાથf યદ્યતિક્રિયા:” સર્વજ્ઞાતિય , નૈતાવતા પ્રા” તાર્વિનૈઃ ત: ચાપુ નિશ્ચયોડવામ” કૃતિ ૧૪૬ વિવેચન - જો વાદ અને વિવાદ માત્રથી, તથા યુક્તિ અને પ્રતિયુક્તિઓના સહારાથી તર્કવાદ વડે જ અતીન્દ્રિય ભાવો જાણી શકાતા હોત તો આજ સુધી અનંતો કાળ ગયો છે. જેમાં અનેક વિદ્વાન-પ્રખરવિદ્વાન પુરુષો થયા છે. તેઓએ યથામતિ અનેક પ્રકારે તર્કવાદનો પ્રયોગ પણ કર્યો છે. તો પછી આટલા મોટા કાળ નિર્ગમન દ્વારા આવા પ્રકારના મહાવિદ્વાનો વડે તે અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં યથાર્થ નિર્ણય સિદ્ધ કરાયો હોત પરંતુ આજ સુધી તે નિર્ણય સિદ્ધ થયો નથી. વાદ-વિવાદ શમ્યો નથી. માટે પણ જણાય છે કે આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થો હેતુવાદથી ગમ્ય નથી પરંતુ અહેતુવાદ (શ્રદ્ધામાત્ર)થી ગમ્ય છે. તેથી પણ વિવાદ કરવા વડે સર્યું. આ જ વાતને મહાપુરુષોએ જ્ઞાનસાર, યોગબિન્દુ આદિ અન્ય ગ્રંથોમાં પણ સમજાવી છે. वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ ५-४॥ પૂજય ઉપાધ્યાયજી કૃત જ્ઞાનસારાષ્ટકઅર્થ:- અનિશ્ચિત એવા પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને કરતાં કરતાં ગમે તેટલો કાળ જાય તો પણ ગતિ કરવામાં ઘાંચીની ઘાણીના બળદની જેમ તત્ત્વના સારને જીવો પામતા નથી જ. (માત્ર કંઠશોષ જ કરે છે.) આ પ્રમાણે મહાપુરુષોએ અનેક શાસ્ત્રોમાં કહ્યું છે કે વાદ-પ્રતિવાદથી તત્ત્વનિર્ણય થઈ શકતો નથી. માત્ર કંઠ-શોષ જ થાય છે અને નિરર્થક કાળ નિર્ગમન જ થાય છે તો અહીં એક પ્રશ્ન થાય છે કે તો પછી “તત્ત્વ જાણવાનો સાચો ઉપાય શું? આ પ્રશ્નનો ઉત્તર પૂ. ગ્રંથકારશ્રી યોગબિન્દુમાં જણાવે છે કે अध्यात्ममत्र परम उपायः परिकीर्तितः । गतौ सन्मार्गगमनं, यथैव ह्यप्रमादिनः ॥ ६८॥ જેમ એક નગરથી બીજા ઇષ્ટ નગરે પહોંચવા માટે ગતિ કરતા પુરુષને Page #470 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૬૧૪૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૩૫ “અપ્રમાદીપણે સાચામાર્ગનું ગમન” એ જ એક પરમ ઉપાય છે. જો અપ્રમાદી ન હોય અને પ્રમાદી હોય તો સાચો માર્ગ હાથમાં હોવા છતાં ગતિ-અભાવના કારણે ઈષ્ટનગરે પહોંચે નહીં. અને અપ્રમાદી હોય, નિરંતર ગતિ કરતો હોય પરંતુ સાચો માર્ગ જ હાથમાં ન હોય તો પણ ઇષ્ટનગરે પહોંચે નહીં. તેવી રીતે અતીન્દ્રિય પદાર્થોને જાણવાનો પરમ ઉપાય જ્ઞાની મહાત્માઓએ “અધ્યાત્મ” માત્ર જ બતાવેલ છે. જેમ માણસ ઈષ્ટનગરના રસ્તાની ચર્ચા ઘણી કરે, વાદ-વિવાદ બહુ કરે, પણ ચાલે નહીં તો ઇષ્ટનગરે ન પહોંચે. તેવી રીતે અતીન્દ્રિય પદાર્થો સંબંધી જ્ઞાન મેળવવું હોય તો વાદ-વિવાદ રૂપ લાંબી ચર્ચા છોડી દઈને “અધ્યાત્મ માર્ગમાં” ગતિ કરવી જોઈએ. અધ્યાત્મમાં જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ અનુભવબળે જ અતીન્દ્રિય તત્ત્વોની પ્રતીતિ થઈ જાય છે. માટે વાદ-વિવાદ એ તત્ત્વપ્રાપ્તિનો ઉપાય નથી પરંતુ અધ્યાત્મમાર્ગે ચાલવું એ જ અતીન્દ્રિય તત્ત્વો જાણવાનો અને તેવા પ્રકારના તત્ત્વોની પ્રાપ્તિનો પરમ ઉપાય છે. मुक्त्वाऽतो वादसङ्घट्ट-मध्यात्ममनुचिन्त्यताम् । નાવિધૂને તમ: જે, સેવે જ્ઞાનં પ્રવર્તતે I . અધ્યાત્મમાર્ગ ગમન એ જ તત્ત્વપ્રાપ્તિનો ઉપાય હોવાથી વાદ-વિવાદના સંઘર્ષને છોડી દઈને માત્ર “અધ્યાત્મ માર્ગ”નું જ ચિંતન (ગમન) કરો. કારણ કે મિથ્યાત્વાભિનિવેશ રૂપ અંધકારના સમૂહનો જ્યાં સુધી અધ્યાત્મમાર્ગના ચિંતન રૂપ દીપક વડે નાશ ન થાય ત્યાં સુધી શેય પદાર્થોમાં યથાર્થ જ્ઞાન પ્રવર્તતું નથી. ઉપરોક્ત મહાત્મા પુરુષોના કથનથી અને પોતપોતાના અનુભવથી પણ આ વાત અવશ્ય સમજાય તેવી છે કે કોઈ પણ દર્શનમાં વર્તતો મનુષ્ય જો તપેલા ડેમની જેમ સરળ બની અધ્યાત્મ-માર્ગનું ચિંતન કરે તો તે માર્ગના પ્રભાવથી અનાદિના ગાઢ સંસ્કારવાળી મિથ્યાત્વની પકડ ઢીલી પડતી જ જાય છે. મિથ્યાત્વ ઓગળતું જ જાય છે અને અતીન્દ્રિય તત્ત્વોનું પણ યથાર્થ સ્વરૂપ સમજાતું જ જાય છે. માટે કદાગ્રહનો ત્યાગ કરી, સરળ સ્વભાવી બની, અધ્યાત્મમાર્ગનું ચિંતન-મનન કરવું એ જ સાચો પરમ ઉપાય છે. / ૧૪૬ / न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । मिथ्याऽभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૭-૧૪૮ ગાથાર્થ = જે કારણથી આ પ્રમાણે વાદ-વિવાદમાત્રથી આ અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થતું નથી તે કારણથી ખોટા શુષ્કતર્કોનો મોટો આગ્રહ મિથ્યાભિમાનનું કારણ હોવાથી મુમુક્ષુ આત્માઓએ ત્યજી દેવો જોઇએ. ॥ ૧૪૭।। ૪૩૬ ,, ટીકા-‘ન ચૈતòવું યત્ વેન વારોના, “તસ્માષ્કૃત પ્રશ્નો મહાન।‘‘મિથ્યામિમાનહેતુત્વાર્ળાત્ ’’ તિરૌદ્ર र्मोक्तुमिच्छुभि: ॥ ૧૪૭૫ 11 વિવેચન :- ય-જે કારણથી ઉપર કરેલી લાંબી ચર્ચાના અનુસારેત-આ ō=આ પ્રમાણે વાદ-વિવાદ માત્ર કરવાથી અતીન્દ્રિયપદાર્થોનું એટલે કે = આ સર્વજ્ઞ છે કે અસર્વજ્ઞ છે ? ઇત્યાદિ પદાર્થોનું જ્ઞાન ન ==થતું નથી જ. તસ્માત્= તે કારણથી મહાન્=અતિભયંક૨ એવો શુધ્ધત ગ્રહો- ખોટા ખોટા કુતર્કોનો આગ્રહ (કદાગ્રહ) એ મિથ્યાભિમાનહેતુત્વા=મિથ્યા એવા અહંકાર માત્રનું જ કારણ હોવાથીખોટા અભિમાનને જ પુષ્ટ કરનાર હોવાથી મુમુક્ષુમિ:=મુક્તિએ જવાની ઇચ્છાવાળા એટલે સંસારના બંધનમાંથી છૂટવાની મનોવૃત્તિવાળા મહાત્માઓએ તો ત્યાખ્ય વ=ત્યજી જ દેવો જોઇએ. ' શુષ્કતર્કનો આગ્રહ અનંત સંસારનો હેતુ હોવાથી તથા મિથ્યાભિમાનનું કારણ હોવાથી શેષ કષાયોને પણ લાવનાર હોવાથી આત્માર્થી જીવોએ તેને દૂરથી જ ત્યજી દેવો. અધ્યાત્મસારમાં પૂ. ઉ. શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે व्रतानि चीर्णानि तपोऽपि तप्तं, कृता प्रयत्नेन च पिण्डशुद्धिः । अभूत्फलं यत्तु न निह्नवानामसद्ग्रहस्यैव हि सोऽपराधः ॥ વ્રતો પાળ્યાં, તપ તપ્યું, પ્રયત્નપૂર્વક આહાર-વિશુદ્ધિ સાચવી. છતાં નિહ્નવોને જે આ ત્યાગનું ફળ ન મળ્યું તે “કદાગ્રહનો જ દોષ” જાણવો. વિશેષાર્થીએ અધ્યાત્મસારમાંથી કદાગ્રહત્યાગાધિકાર વાંચવા યોગ્ય છે. ૧૪૭૫ વિશ્વ—તથા વળી. "" ' त्याज्य एव मुमुक्षुभि ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः । ગાથાર્થ मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥ १४८॥ પારમાર્થિક રીતે કોઇપણ વસ્તુનો આગ્રહ રાખવો એ મુમુક્ષુ આત્માઓ માટે અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયઃ ધર્મો પણ ત્યજવાના હોય છે. તો પછી આ કદાગ્રહનું તો શું પ્રયોજન છે? ॥ ૧૪૮॥ = Page #472 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૪૮ યોગદષ્ટિ સમુચ્ચય ૪૩૭ ટીકા-“ સર્વત્ર વસ્તુનિ, “તત્ત્વન'' પરમર્થન, “મુમુક્લામतोऽयुक्तः" । कुत इत्याह- "मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः" प्रायोग्रहणं ક્ષાવિ-થર્મવ્યવચ્છતાર્થમ્ ! “જૈિમને'' , “તત્વ'' 7 વિિિહત્યર્થ ૨૪૮ - વિવેચન :-પારમાર્થિકપણે મુમુક્ષુ આત્માઓએ સર્વવસ્તુઓ પ્રત્યેનો આગ્રહ ત્યજવા યોગ્ય છે. તો પછી “સર્વજ્ઞ છે કે સર્વજ્ઞ નથી” ? આવા પ્રકારના વિવાદનો આગ્રહ પણ ત્યજવા યોગ્ય છે. “આગ્રહ” એ જ કલેશ-કંકાસને લાવનાર છે. કષાયોને ઉત્તેજિત કરનાર છે અને તેનાથી પરસ્પર કડવાશ-વૈરવૃત્તિ અને દ્વેષ જ વધે છે. માટે મુમુક્ષુ આત્માઓએ કોઇપણ બાબતનો “આગ્રહ” રાખવો જોઈએ નહીં. પ્રશ્ન- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ જે દશ પ્રકારના યતિધર્મો” છે. તે ધર્મો તો ઉપાદેય કહ્યા છે. તેથી તેનો તો આગ્રહ રાખવો જોઇએ ને? તો સર્વત્ર આગ્રહ ત્યાજ્ય છે એમ કેમ કહો છો? ઉત્તર :- આ ધર્મો પણ ત્યજવાના છે. મુક્તિ પ્રત્યેનો રાગ અને સંસાર પ્રત્યેનો દ્વેષ પણ ઉપર ચઢતાં ત્યજવાનો છે જ્યાં સુધી ઉપાદેયનો પણ રાગ અને હેયનો પણ દ્વેષ હશે ત્યાં સુધી રાગ-દ્વેષ હોવાથી વીતરાગતા આવતી નથી. માટે ક્ષમા આદિ ધર્મો પણ ત્યજવાના છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના જે યોગ કહ્યા છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ. તે ત્રણમાં ત્રીજા સામર્થ્યયોગના બે ભેદ છે. એક ધર્મસયાસયોગ અને બીજો યોગસયાસયોગ. તેમાં ક્ષપકશ્રેણીમાં ચડતાં આઠમા ગુણસ્થાનકથી જ મોહનીયકર્મના લાયોપથમિકભાવના જે ક્ષમા આદિ ધર્મો છે. તેનો સન્યાસ (ત્યાગ) કરવા રૂપ સામર્થ્યયોગ હોય છે. કે જેને તાત્ત્વિક ધર્મસત્યાસયોગ નામનો પ્રથમ સામર્થ્યયોગ કહેવાય છે. અને તેમાં ગુણસ્થાનકના અંતે મન-વચન અને કાયાના યોગોનો સભ્યાસ (ત્યાગ) કરવા રૂપ યોગ સભ્યાસ નામનો બીજો સામર્થ્યયોગ પ્રગટે છે. આ પ્રમાણે ક્ષાયોપથમિક ભાવના ક્ષમા આદિ ધર્મો પણ જો ત્યાજ્ય છે. તો પછી આવા પ્રકારના કુત્સિત-નિંદનીય આગ્રહો તો ત્યાજ્ય જ હોય છે. પ્રશ્ન - ક્ષમા આદિ ધર્મો પણ “પ્રાયઃ” ત્યાજ્ય છે. એમાં પ્રાયઃ શબ્દ કેમ કહ્યો છે. ઉત્તર :-ક્ષાયિકભાવના ક્ષમા આદિ ધર્મોના વ્યવચ્છેદ માટે આ પ્રાયઃ શબ્દ છે. એટલે કે ક્ષમા આદિ ધર્મો બે પ્રકારના છે ક્ષાયોપથમિકભાવના અને ક્ષાયિકભાવના. તે બેમાંથી ક્ષાયોપથમિકભાવના જે ક્ષમા આદિ ધર્મો છે તે મંદ એવા પણ મોહનીયકર્મના ઉદયયુક્ત હોય છે. તેથી કંઈક મલીન હોવાથી ત્યાજ્ય છે. મતિ-શ્રુતાદિ ચાર જ્ઞાનો Page #473 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૪૮-૧૪૯ ૪૩૮ એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જન્ય છે. છતાં તે કાલે જ્ઞાનાવરણીયકર્મનો કંઇક ઉદય પણ ચાલુ છે. માટે અપરિપૂર્ણ છે. એમ ક્ષયોપશમભાવવાળા સર્વે ભાવો પોતપોતાના કર્મના ઉદયયુક્ત હોવાથી મલીન છે. માટે શ્રેણિકાલે ત્યાજ્ય છે. પરંતુ ચારે ઘાતીકર્મોના ક્ષયથી ઉત્પન્ન થનારા ક્ષાયિકભાવના જે જે ક્ષમાદિ અને કેવલજ્ઞાનાદિ ધર્મો છે તે કર્મોદય સાપેક્ષ ન હોવાથી અત્યન્ત નિર્મળ અને શુદ્ધ ગુણો હોવાથી તે ત્યાજ્ય નથી. તેથી મૂલ ગાથામાં “મુતૌ ધર્માં પિ ત્યાખ્યાઃ''=એ પદમાં ક્ષાયિકભાવના ધર્મો ત્યાજ્ય તરીકે તેમાં ન ગણાઇ જાય. તેથી તે ક્ષાયિકભાવના ધર્મોના વ્યવચ્છેદ માટે (તે ક્ષાયિકભાવના ધર્મોને ત્યાજ્યમાંથી બાદ કરવા માટે) પ્રાયઃ શબ્દ કહેલો છે. આ પ્રમાણે ઉપકારક ગણાતા ક્ષાયોપમિક ભાવના ધર્મો પણ ક્ષાયિકભાવની પ્રાપ્તિના કાળે જો ત્યાજ્ય હોય તો અપકારક ગણાતા એવા આ “આગ્રહો” વડે શું? અર્થાત્ આગ્રહ રાખવાનો કંઇ જ અર્થ નથી. આ જ વાત જ્ઞાનસાર અષ્ટકમાં પૂ. ઉ. શ્રીયશોવિજયજીમ.શ્રી એ પણ કહી છે. धर्मास्त्याज्याः सुसङ्गोत्थाः क्षायोपशमिका अपि । प्राप्य चन्दनगन्धाभं धर्मसन्यासमुत्तमम् ॥ ८-४॥ શ્રેષ્ઠ ચંદનની ગન્ધ તુલ્ય એવા ઉત્તમ ધર્મસભ્યાસયોગને પ્રાપ્ત કરીને સત્સંગથી પ્રગટ થયેલા ક્ષાયોપમિક ભાવના પણ ધર્મો ( કે જે પહેલાં આદરવા જેવા હતા. તે પણ) ત્યજવા યોગ્ય છે. || ૧૪૮॥ યત વ=જે કારણથી આમ છે. તેથી શું કરવું? તે કહે છે. तदत्र महतां वर्त्म, समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथा न्याय्यं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ ગાથાર્થ તેથી આ પ્રસંગમાં મહાત્મા પુરુષોના માર્ગને ભાવપૂર્વક સ્વીકાર કરીને તે માર્ગનું ઉલ્લંઘન કરવા રૂપ અતિચાર દોષને વર્જીને વિચક્ષણ પુરુષોએ મહાત્માઓની નીતિ મુજબ વર્તવું જોઇએ. ॥ ૧૪૯૫ = ટીકા - ‘“તત્ત્વ’ વ્યતિ, ‘“મહેતાં વર્લ્ડ સમાશ્રિત્યાઽીનૃત્ય, વિક્ષૌ: ' પતિ:, તિતવ્યં યશાયાવ્યું' ન્યાયસંદર્શ, " ‘‘તિમવનિત’-મહદાંતિ ચારહિતઃ ॥ ૪૬॥ વિવેચન :- જો ઉપર કરેલી ચર્ચા-વિચારણા જોતાં કદાગ્રહથી કંઇ પણ લાભ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ ગાથા : ૧૪૯-૧૫૦. યોગદૃષ્ટિ સમુચ્ચય થતો નથી તો પછી વિચક્ષણ પુરુષોએ શું કરવું જોઇએ? તે જણાવે છે કે મહાત્મા પુરુષોનો આત્મકલ્યાણ કરવાનો જે માર્ગ છે. તે માર્ગ જ સ્વીકારીને તેઓએ જણાવેલી નીતિ-રીતિ મુજબ ચાલવું જોઇએ. તેમાં મનમાન્યા તરંગો-વિકલ્પો કે કુતર્કો ઉપસ્થિત કરવા જોઈએ નહીં. કારણકે એમ કરવાથી તેઓના માર્ગને ઉલ્લંઘન કરવાના અનેક દોષો લાગે. તેથી તેવા દોષોથી રહિત થઈને મહાત્માઓના માર્ગમાં શુદ્ધ બુદ્ધિથી ચિત્તની વિશુદ્ધિપૂર્વક ચાલવું જોઇએ. એ જ શ્રેયસ્કર માર્ગ છે. ૧૪૯ તિવાદ આ માર્ગ જ હવે જણાવે છે. परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि, यतितव्यं सदैव हि ॥ १५०॥ ગાથાર્થ = ઉપયોગપૂર્વક સૂક્ષ્મ એવી પણ પર-પીડા વર્જવી જોઇએ. તથા તેની જેમ ઉપયોગ પૂર્વક પરોપકાર કરવામાં હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઇએ. ૧૫૦ || ટીકા -“પીડr” પરવાળા, “દ” નોવે, “ફૂક્ષ્મણાતા” મહતતિ વિમિત્રાદ- “વર્ણનીયા” પરિત્યવતથા, “vard:” બૂમોમેન ! “તત્વ7प्रयत्नत" एव, “तदुपकारेऽपि" परोपकारेऽपि, “यतितव्यमनुष्ठानद्वारेण सदैव હતિ” ૨૧૦ | વિવેચન - પૂર્વેની ગાથા-૧૪૯માં એમ કહેવામાં આવ્યું કે દોષો ત્યજીને “મહાત્માઓના માર્ગને અનુસરવું” પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે મહાત્માઓનો માર્ગ શું? તે તો કંઈક સમજાવો. કે જે માર્ગ સમજીને અમે તેઓના માર્ગે ચાલીએ. આ કારણથી આ ગાથામાં મહાત્મા પુરુષોનો પતવ વર્ત-આ માર્ગ જ મદનજણાવે છે કે આ લોકમાં સૂક્ષ્મ એવી પણ પર-પીડા ત્યાગ કરવી જોઈએ. આપણાથી બીજા જીવને અલ્પ પણ પીડા એટલે થોડી પણ બાધા-દુ:ખ થાય તેવું કાર્ય ન કરવું જોઇએ. અહીં સૂક્ષ્મપિમાં જે પિ શબ્દ છે તેનો અર્થ એવો છે કે જો સૂક્ષ્મ પણ પરપીડાનો ત્યાગ કરવો જોઇએ તો પછી મોટી (સ્થૂલ) પર-પીડાનો ત્યાગ તો કરવો જ જોઇએ એમાં શું કહેવું? મોટી (સ્થૂલ) પર-પીડાનો ત્યાગ તો હોવો જ જોઇએ તથા સૂક્ષ્મ પર-પીડા પણ ત્યજવી જોઇએ, સૂક્ષ્મ પર-પીડા પ્રયત્નપૂર્વક ત્યજવી જોઇએ ત્યાં પ્રયત્ન પૂર્વક એટલે બહુ જ ઉપયોગ રાખીને-કાળજી રાખીને એટલે કે જયણા પાળીને પર-પીડા વર્જવી જોઈએ. મહાત્માઓનો સાચો આ એક માર્ગ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ४४० યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૦-૧૫૧ તથા જેમ પર-પીડા વર્જવી જોઈએ તેની જેમ પરોપકાર કરવામાં પણ ઉપયોગપૂર્વક પ્રવર્તવું જોઈએ. ત્યાં પ્રથમ પર-પીડા-વર્જન જે કહ્યું તે નિષેધાત્મક કથન છે. અને પરોપકાર કરવાનું જે કથન છે તે વિધાનાત્મક કથન છે. બીજાને પીડા ન કરવી તથા પરોપકાર પણ કરવો. સૂક્ષ્મપિ પદમાં જે પ શબ્દ છે, તેનો અર્થ સૂક્ષ્મ એવી પણ પર-પીડા ત્યાજ્ય છે. તો મહાતી-મોટી પર-પીડા તો ત્યાજ્ય જ હોય. તેમાં પૂછવાનું શું? એમ પ શબ્દનો અર્થ ત્યાં જેમ થાય છે. તેમ અહીં તવકુપક્ષાપકપદમાં જે પિશબ્દ છે તેનો અર્થ શું કરવો? તે જણાવે છે કે માત્ર સૂક્ષ્મ-પીડાનો ત્યાગ જ કરવો એટલું જ નહીં, પરંતુ સાથે સાથે પરોપકાર પણ કરવો. એવો પિ શબ્દનો અર્થ કરવો. અન્યજીવને દુઃખ ન આપવું. આપણા તરફથી પીડા ન થવા દેવી, તે જેમ પ્રથમ માર્ગ છે. તેવી જ રીતે તે અન્ય જીવોને આવી પડેલું કોઈ પણ દ્રવ્ય અને ભાવ દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો તે પરોપકાર કહેવાય છે. તે પણ કર્તવ્ય છે. આ પ્રમાણે બીજા જીવને સૂક્ષ્મ પણ પીડા ન કરવી એ પ્રથમ માર્ગ છે. અને તે જીવોને આવી પડેલાં દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરવા રૂપ પરોપકાર કરવો એ મહાત્માઓનો બીજો માર્ગ છે. ટીકામાં “મનુષ્ઠાન ' શબ્દ લખીને ગ્રંથકાર ટકોર કરે છે કે હિંસાના ત્યાગની અને પરોપકાર કરવાની માત્ર મોટી મોટી (અને ડાહી ડાહી) વાતો જ કરવાની નથી. પરંતુ આચરણ દ્વારા તે બન્ને કાર્યો કરવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. એ જ મહાત્મા પુરુષોનો માર્ગ છે. સારાંશ કે સૂક્ષ્મ પણ પર-પીડાનું વર્જન, અને પરોપકાર-પરાયણપ્રવૃત્તિ આચરણ દ્વારા કરવી એ મહાત્મા પુરુષોનો માર્ગ છે. ૧૫૦/ તથા વળી મહાત્માઓનો માર્ગ શું છે? તે જણાવે છે. गुरवो देवता विप्रा, यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥ १५१॥ ગાથાર્થ = ગુરુઓ, દેવો, બ્રાહ્મણો, યતિઓ અને તપોધનવાળા મુનિઓ આ બધા મહાત્માઓ છે. તેઓની સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજા કરવી. / ૧૫૧ ટીકા “નુર” માતા-પિતૃકપુf, “રેવતા” સામાન્ચનૈવ, “fam” દિના: “અતયશ્ર” પ્રનતાર્શ, તપોવના:” તત્ત: | “ખૂનનીય મહત્મિાન:” સર્વ एवैते यथार्हम् । कथमित्याह-"सुप्रयलेन चेतसा" आज्ञाप्रधानेनेत्यर्थः ॥ १५१॥ Page #476 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૧ યોગદષ્ટિ સમુચ્ચય ૪૪૧ વિવેચનઃ (૧) ગુરુઓ, (૨) દેવો, (૩) વિપ્રો, (૪) યતિઓ, અને (૫) તપોધન મુનિઓ આ પાંચ પ્રકારના આત્માઓ મહાત્મા છે. અને પૂજનીય છે. માટે નિર્મળ ચિત્તથી તે દરેકની યથાયોગ્ય રીતે પૂજા કરવી. હૃદયમાં અતિશય પૂજ્યભાવ-બહુમાનભાવ રાખીને તેઓની પૂજા કરવી. તે દરેક વ્યક્તિઓનું વિશેષ વર્ણન આ પ્રમાણે (૧) ગુરવ સંસારમાં જન્માદિ આપવા દ્વારા જે ઉપકારી વ્યક્તિઓ છે તે. આ બાબતમાં યોગબિંદુમાં ગ્રંથકારે જ કહ્યું છે કે माता पिता, कलाचार्य एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધી થર્મોપવેષ્ટા, ગુરુવઃ સતાં મત: ૨૨૦ | યોગબિન્દુ માતા, પિતા, કલાચાર્ય તથા આ ત્રણેની જ્ઞાતિઓ અને ધર્મનો ઉપદેશ આપનાર વૃદ્ધો આ સર્વે ગુરુવર્ગ છે એમ શિષ્ટપુરુષોને માન્ય છે. અહીં કલાચાર્ય એટલે લિપિ આદિ અક્ષરજ્ઞાનનું શિક્ષણ આપનારો શિક્ષકવર્ગ. આ ત્રણની જ્ઞાતિઓ એટલે માતા| પિતા અને કલાચાર્ય આ ત્રણેના ભાઇઓ, બહેનો, માતા-પિતા તે ત્રણેના ભાઇઓની પત્નીઓ, બહેનના પતિ ઈત્યાદિ કૌટુમ્બિક વર્ગ તે “જ્ઞાતિવર્ગ” તથા ધર્મોપદેશ આપનારા જે વૃદ્ધો તે શ્રુતમાં વૃદ્ધ હોય અથવા વયમાં વૃદ્ધ હોય તેમ બે પ્રકારના વૃદ્ધો જાણવા. આ સર્વે “ગુરુવર્ગ” કહેવાય છે. ગૌરવને યોગ્ય, માન આપવાને યોગ્ય પુરુષોનો સમુદાય તે ગુરુવર્ગ જાણવો. (૨) રેવતા એટલે દેવો. અહીં વૈમાનિક દેવ કે જ્યોતિષ્કદેવ એમ વિશેષપણે વિવક્ષિત નથી. તથા શાસનરક્ષક દેવ કે બીજા દેવ એમ પણ વિવક્ષિત નથી. તથા સીમાચિવ સામાન્યથી કોઇપણ પ્રકારના દેવો હોય તો પણ તે દેવો “દૈવિક શક્તિયુક્ત” હોવાથી સુખપ્રાપ્તિ માટે અથવા દુઃખનિવારણ અર્થે અથવા વિધ્વનિવારણ અર્થે પણ પૂજનીય છે. (૩) વિપ્ર એટલે બ્રાહ્મણો-અહીં માત્ર બ્રાહ્મણકુળમાં જન્મ્યા જ હોય તે વિવક્ષિત નથી. પરંતુ બ્રાહ્મણપણાના સંસ્કારોથી જે સંસ્કારિત હોય તે વિવક્ષિત છે. એટલા માટે જ તેના પર્યાયવાચી શબ્દ રૂપે દિના: લખ્યું છે. કિંગ શબ્દનો અર્થ બે જન્મવાળા અર્થાત્ જનોઈ આદિ સંસ્કારની ક્રિયાથી સંસ્કારિત થયેલા. એક ગજન્મ અને બીજો સંસ્કારજન્મ. આવા પ્રકારના સંસ્કારવાળા જે હોય તે અહીં લેવા. जात्या कूलेन वृत्तेन स्वाध्यायेन श्रुतेन च । एभियुक्तो यस्तिष्ठेन्नित्यं स द्विज उच्यते ॥ Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૧-૧૫ર જે જાતિથી કુલથી આચારથી સ્વાધ્યાયથી અને શાસ્ત્રજ્ઞાનથી એમ આ પંચવિધ સંસ્કારોથી હંમેશાં યુક્ત રહે છે તે જ “જિ” કહેવાય છે. (૪) યતય =જેઓ સંસાર ત્યજીને દીક્ષિત બન્યા છે. તે અર્થાત્ પ્રવ્રજિત થયેલા મુનિઓ. સંસારના ત્યાગી. તથા બાવા જતિ. જોગી સંન્યાસી વગેરે અન્યધર્મના પણ સંસારત્યાગી સંતો. (૫) તપોથના એટલે બાહ્ય અભ્યત્તર તપપ્રધાન મુનિઓ એટલે જૈન મુનિઓ. જેઓ કોઇપણ પ્રકારના પણ તપોધનવાળા છે તે. આ સર્વેની યથાયોગ્ય પૂજા કરવી જોઇએ. અહીં ટીકામાં યથાર્મ શબ્દ છે. તેથી જેની સાથે જેવી પૂજા ઉપકારી થાય તેની તેવી પૂજા કરવી. વળી તે પૂજા કેવી રીતે કરવી? તે માટે પણ લખે છે. કે સુપ્રયત્નન વેતસા=સારા પ્રયત્નવાળું ચિત્ત એટલે આજ્ઞા પ્રધાન ચિત્તથી પૂજા કરવી. શાસ્ત્રોમાં જે ઉપકારીઓનું જે રીતે પૂજા-બહુમાન કરવાનું જણાવ્યું છે તે ઉપકારીઓનું તે રીતે હાર્દિક પૂજ્યભાવ સાથે પૂજન કરવું. પરંતુ આજ્ઞાને ત્યજીને નહીં. આ પ્રમાણે પૂજનીય વ્યક્તિઓની શાસ્ત્ર આજ્ઞામુજબ યથાયોગ્ય પૂજા કરવી એ મહાત્માઓનો “ત્રીજો માર્ગ” જાણવો. | ૧૫૧ | ઝુિં –વળી. पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकम्पैव सत्त्वेषु, न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२॥ ગાથાર્થ = પોતપોતાના કર્મોના ઉદયથી તેવા પ્રકારની પરિણતિને પરાધીન બનેલા એવા અતિશય પાપવાળા શિકારી આદિ જીવો ઉપર પણ અનુકંપા કરવી એ જ ન્યાયયુક્ત છે. (પરંતુ ઠેષ કરવો યોગ્ય નથી) આ જ ઉત્તમ ધર્મ છે. // ૧૫૨ / ટીકા-“પાઘવસ્વ રચિત્ત” નુણ્યવાહિક “ નિહતેશ્વ-તત્ત્વર્થ” “અનુવ સર્વેકુ ચાવ્યા,” જ પત્યો ! ““ થપુરમ:' ારો પવારાવિતિ ૨૨ વિવેચન - આ સંસારમાં કેટલાક ભારે કમ જીવો પોતાનાં પૂર્વભવોમાં બાંધેલા તેવા પ્રકારના કર્મોના ઉદયથી એટલે કર્મોની પરવશતાથી કોઈ શિકારી, કોઈ કષાયી, કોઈ માંસાહારી, કોઈ વ્યભિચારી અને કોઈ ચૌર્યાદિ વૃત્તિવાળા જીવો થાય છે. તે જીવો ઉપર પણ અનુકંપા જ વિચારવી. મનમાં દયા જ લાવવી. પરંતુ અલ્પમાત્રાએ પણ દ્વેષ, ઇર્ષ્યા કે દાઝ ન થવા દેવી-એ જ મહાત્માઓનો ચોથો માર્ગ છે. ગમે તેટલો Page #478 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૪૩ પાપી જીવો ઉપર દ્વેષ કરીએ, તો પણ તે પાપી જીવો પોતાનું આચરેલું પાપ પૂર્વબદ્ધ કર્મોદયની પરાધીનતાજન્ય હોવાથી તજવાના તો નથી, પરંતુ આપણો જીવ ષ માત્રથી નિરર્થક બીજા પણ અનેક કષાયો કરવા દ્વારા કર્મો જ બાંધે છે. માટે આવા જીવો ઉપર કરુણા કરવી એ જ ન્યાયયુક્ત છે. અને તે જ સાચો મહાત્માઓનો માર્ગ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર અને ષોડશક આદિમાં પણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આદિ ભાવનાઓ જે બતાવી છે. તેનો સાર પણ આ જ છે. मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि ।। સત્ત્વગુirfધવિત્રથમ નાવિનેષુ છે || તત્ત્વાર્થસૂત્ર ૭-૬/ तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ॥ તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ અહીં પારમાર્થિક તો કહેવાય કે જે ગુણોમાં જે અધિક હોય તેના પ્રત્યે વિનયાદિ ભાવવાળી ધર્મપ્રાપ્તિ હોય અને આપણાથી ગુણોમાં જે હીન હોય તેના પ્રત્યે દયા આદિ ગુણો છે સારભૂત જેમાં એવી ધર્મપ્રાપ્તિ હોય તો તે પારમાર્થિક ધર્મપ્રાપ્તિ કહેવાય છે. આ પ્રમાણે ગાથા ૧૫૦-૧૫૧ અને ૧૫૨માં જે ચાર પ્રકારનો મહાપુરુષોનો માર્ગ જણાવ્યો એ જ ઉત્તમ ધર્મ જાણવો. (૧) સૂક્ષ્મ પણ પરપીડાનું વર્જન. (૩) ગુરુ વર્ગની પૂજા-બહમાન. (૨) પરોપકાર કરવાપણું. (૪) પાપી જીવો ઉપર કરુણા. પ્રશ્ન :-ઉત્તમ ધર્મ તો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની ઉપાસના છે. સમ્યક્ત્વ દેશયાગ અને સર્વત્યાગ વગેરે આત્માના ગુણો હોવાથી તે ગુણો, તથા ક્ષમા. માદવ આર્જવ, આદિ જે ધર્મો છે તે ઉત્તમ ધર્મો કહેવાય છે. ઉપર કહેલા આ ચાર તો બાહ્ય શુભ વ્યવહાર માત્ર છે. તેને ઉત્તમ ધર્મ કેવી રીતે કહેવાય ? ઉત્તર : વાર જાપાનિતિકરત્નત્રયી, સમ્યકત્વાદિ અને ક્ષમાદિ જે આત્મગુણો છે. તે કાર્ય છે. કારણ કે અંતે તે જ મેળવવાના છે. સ્વગુણરમણતા એ નિશ્ચયધર્મ છે અને તે સાધ્ય હોવાથી કાર્ય છે. જયારે પરપીડા-પરિહારાદિ શુભ વ્યવહાર છે. તે કારણ છે. આવા પ્રકારના શુભ વ્યવહારથી નિશ્ચયધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી તાત્વિકપણે રત્નત્રયી આદિ નિશ્ચયધર્મ એ જ ઉત્તમધર્મ હોવા છતાં પણ તેના જ કારણભૂત એવા પરપીડા-પરિહારાદિ આ શુભ વ્યવહારને પણ કારણમાં કાર્યનો Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૩ ઉપચાર કરીને ધર્મ કહેવાય છે. માટે આ શુભ વ્યવહાર પણ ઉત્તમ ધર્મ છે. એમ જાણવું. l/૧પરા ૩૫સંહબ્રાહ–હવે આ ચર્ચાનો ઉપસંહાર કરતાં કહે છે કે कृतमत्र प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद् योगदृष्टिमहोदया ॥ १५३॥ ગાથાર્થ = આ વિષયમાં આટલું પ્રાસંગિક વર્ણન કરવું એ પુરતું છે. હવે મૂલ પ્રસ્તુત વિષય અને સમજાવીશું. તે વળી પ્રસ્તુત વિષય “સ્થિરા”નામની પાંચમી યોગદષ્ટિ છે કે જે મહોદયવાળી છે. તે ૧૫૩ | ટીકાpd” i “a” તિરે “કસન તં પ્રસ્ત થના' સામ્રતિ | “તપુન:” પ્રકૃd “પૐ તાવત્ ચોદષ્ટિઃ ” સ્થિરિયા | किंविशिष्टेत्याह "महोदया" निर्वाणपरमफलेत्यर्थः ॥ १५३॥ વિવેચન :-મિત્રા આદિ પ્રથમની ચાર દૃષ્ટિઓના વર્ણનનો અધિકાર ચાલુ હતો. તેમાં દીપ્રા નામની ચોથી દૃષ્ટિનું વર્ણન શ્લોક ૫૭થી શરૂ કરેલું હતું. દીપ્રાદષ્ટિ આવવાથી મિથ્યાત મંદ થવાથી અવેદ્યસંવેદ્યપદ આતાવાથી “કુતર્ક રૂપી ગ્રહ” નિવર્તન પામે છે. એ વિષયના વર્ણન પ્રસંગે આ સઘળી ચર્ચા જાણવા જેવી હતી તે ગ્રંથકારે જણાવી. હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે આ વિષયમાં આટલી ચર્ચા કરવા વડે સર્યું. અધિક જાણવું હોય તો ગ્રંથાન્તરોથી જાણી લેવું. હવે પ્રસંગ પ્રમાણે જે વસ્તુ પ્રસ્તુત છે=ચાલુ છે. તે હવે અમે કહીએ છીએ. અહીં પ્રસ્તુત એવી તે વસ્તુ વળી શું છે? એ વાત આટલી લાંબી ચર્ચાના કારણે શિષ્યો જાણે ભૂલી ગયા હોય તેમ યાદ કરાવે છે કે પાંચમી “સ્થિરા” છે નામ જેનું એવી યોગની દૃષ્ટિ પ્રસ્તુત છે. તે પાંચમી સ્થિરા દૃષ્ટિનું વર્ણન હવે અમે કરીશું. તે સ્થિરા દૃષ્ટિ કેવી છે? તેનું એક વિશેષણ લખીને મહત્ત્વ સમજાવે છે કે મહોય આત્માના મહાન ઉદયને કરનારી છે. આ દૃષ્ટિમાં એક વાર પણ જે જીવ આવે છે તે જીવ કાલાન્તરે પણ અવશ્ય નિર્વાણ રૂપ (મુક્તિ સ્વરૂપ) પરમ ફળને પામે જ છે. અર્થાત્ નિર્વાણ રૂપ પરમફળને નિયમો આપનારી છે. એટલે જ આત્માના સાચા મહોદયને કરવાવાળી છે. વિશેષ વર્ણન આગળ આવે જ છે. I૧૫૩ દીપ્રા દૃષ્ટિનું વર્ણન સમાપ્ત થયું.D Page #480 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૪૫ દીપ્રા દષ્ટિનો સાર આ દૃષ્ટિમાં આવેલા આત્માનું મિથ્યાત્વ અતિશય વધારે મંદ થયેલ છે. તેથી અપુનબંધક આદિ અવસ્થાઓ પસાર કરી ગ્રંથિદેશ પાસે આવી ગ્રંથિભેદ કરી સમ્યકત્વાભિમુખ થાય છે. રેચક, પૂરક અને કુંભક એવા ત્રણ પ્રકારના બાહ્ય-અભ્યત્તર પ્રાણાયામ નામનું યોગદગ આવે છે. તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રગટે છે. ઉત્થાન દોષનો ત્યાગ થાય છે. સૂક્ષ્મબોધ રહિત આ દૃષ્ટિ હોય છે. ધર્મ માટે પ્રાણોનો ત્યાગ કરે છે, પરંતુ પ્રાણી માટે ધર્મનો ત્યાગ કરતો નથી. જેમ ખારા પાણીના ત્યાગથી અને મધુર પાણીના સિંચનથી બીજ અંકુરાને પ્રગટ કરે છે. તેમ ખારા પાણીની જેમ ભવયોગનો ત્યાગ કરી મધુરોદકની જેમ તત્ત્વશ્રુતિ દ્વારા આ દૃષ્ટિયુક્ત જીવ કલ્યાણ સાધે છે. શ્રેષ્ઠ તત્ત્વશ્રુતિ દ્વારા ગુરુની સેવાભક્તિ કરવાના ભાવ યુક્ત આ ભવ અને પરભવમાં હિત કરનારું કલ્યાણ જ થાય છે. ઇયળ જેમ ભમરી બને તેમ શ્રેષ્ઠ એવી ગુરુભક્તિ દ્વારા સમાપત્તિયોગના પ્રભાવે મુક્તિના એક પ્રધાન કારણભૂત એવું અંતર્મુખપણે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે. આ દૃષ્ટિમાં હજુ વેદ્યસંવેદ્ય પદ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. ભવ સમુદ્રથી જે તારે, કર્મરૂપી વજૂને જે ભેદે અને યથાર્થપણે શેયનો બોધ કરાવે તે સૂક્ષ્મબોધ કહેવાય છે. પરંતુ અહીં અવેદ્યસંવેદ્ય પદનું મંદ પણ બળ હોવાથી તથા અપાય શક્તિની મલીનતા હોવાથી આવો સૂક્ષ્મબોધ હોતો નથી. અને વેદ્યસંવેદ્યપદ પણ પાણીમાં પડતી પક્ષિની છાયાને અનુસરનારા જલચર જીવની પ્રવૃત્તિ તુલ્ય ભ્રમાત્મક જ હોય છે. અપાયશક્તિની મલીનતા હોવાથી શ્રતરૂપી દીપકથી યથાર્થ પોતાના દોષો જણાતા નથી. અને તેથી પાપમાં પ્રવૃત્તિ કરનાર આ જીવ હોય છે. આ આત્મા જ્યારે ઉપરની સ્થિરાદિ દૃષ્ટિમાં જાય છે. ત્યારે વેદ્યસંવેદ્યપદ આવે છે. તેના પ્રભાવથી પાપમાં પ્રવૃત્તિ કરતો નથી. અને કદાચ કોઇ પાપપ્રવૃત્તિ કરવી પડે તો પણ તે તHલોહપદન્યાસ જેવી હોય છે. તે કાળે વિશિષ્ટ કોટિનો સંવેગપરિણામ હોવાથી ભવભય અને પાપભય વિશેષતર હોય છે પાપની પ્રવૃત્તિ કદાચ કરવી પડે તો પણ તે અન્તિમ પ્રવૃત્તિ રૂપ જ હોય છે. તેથી ભાવપૂર્વક પાપપ્રવૃત્તિ ન હોવાથી દુર્ગતિમાં જવાનો યોગ સંભવતો નથી. સ્ત્રી-ધન આદિ પદાર્થો હોય છે. અનર્થકારી છે. તેમાં પ્રવૃત્તિ કરવા જેવી નથી. દુ:ખ, કલેશ અને કર્મબંધાદિ અપાયોનું જ કારણ છે. એવું જ્યાં જણાય તે વેદ્યસંવેદ્યપદ. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૩ અને એવું જ્યાં ન જણાય તે અવેદ્યસંવેદ્યપદ. આ અવેદ્યસંવેદ્યપદ એ તો વાસ્તવિક પદ જ નથી. કારણ કે દોષમાત્રકારી જ છે, ગુણકારી નથી. તેથી ત્યાં ઉભા રહેવા જેવું જ નથી. અને આ અવેદ્યસંવેદ્યપદ ભવાભિનંદી જીવોમાં જ હોય છે. દુઃખમાં જ સુખબુદ્ધિ આદિ ભ્રમોથી ભરેલું હોય છે. આ ભવાભિનંદી જીવો સુદ્રતા-આદિ દોષોથી ભરેલા તથા વિષથી મિશ્ર કરાયેલા અન્નની જેમ અશુભ પરિણામોથી યુક્ત, અસુંદર બોધવાળા, હિતાહિતના વિવેકમાં અન્ય, માત્ર વર્તમાનકાળના સુખને જ જોનારા હોય છે. જન્મ-જરા-મૃત્યુ-વ્યાધિ-રોગ અને શોકાદિ દુ:ખોથી ભરેલા આ સંસારને સાક્ષાત્ દેખવા છતાં તેના પ્રત્યે ઉગ વિનાના હોય છે. ખસના રોગીને ખણ આવે તેમ અકૃત્યને કૃત્ય અને કૃત્યને અકૃત્ય માનનારા હોય છે. તથા ખસનો રોગી જેમ ખણવાનાં સાધનો મેળવવા ઇચ્છે છે. પરંતુ ખસનો રોગ મટાડવા ઇચ્છતો નથી. તેમ આ જીવો ભોગનાં સાધનો મેળવવા ઇચ્છે છે. પરંતુ ભોગતૃષ્ણાનો પરિક્ષય કરવા માટે ઇચ્છતા નથી. અલ્પબુદ્ધિવાળા આ જીવો અશુભચેષ્ટા વડે પોતાના આત્માને કર્મોની જાળથી બાંધે છે. કર્મભૂમિમાં મનુષ્યજન્મ પામવા છતાં સત્કાર્ય કરવા રૂપી ખેતીમાં ધર્મબીજ વાવતા નથી. આવું મોહબ્ધ અને અજ્ઞાનાન્ધ કરનારું એવું આ અદ્યસંવેદ્યપદ છે તે મહાત્માઓએ સત્સંગ અને આગમ-શાસ્ત્રોના અભ્યાસથી જીતવા યોગ્ય છે. આ અવેદ્યસંવેદ્યપદ આતાવાણી મિથ્યાત્વ દૂર થવાથી “કુતર્કો” કરવા રૂપી મહાભૂત ચાલ્યું જાય છે. કુતર્ક એ બોધ થવામાં રોગ સમાન છે. સમતાભાવનો નાશ કરનાર છે. શ્રદ્ધાનો ભંગ કરનાર છે અને અભિમાન વધારનારો છે. માટે પારમાર્થિક રીતે તે “ભાવશત્રુ” છે. તેથી મુક્તિના અર્થી જીવોએ આવા કુતર્કમાં આગ્રહ રાખવો તે યોગ્ય નથી. પરંતુ શ્રુતજ્ઞાન, શીલગુણ અને સમતાનો આગ્રહ રાખવો એ યોગ્ય છે. સર્વે પણ કુતર્કો મિથ્યાત્વના ઉદયથી (અવિદ્યાથી) સંગત હોય છે. (૧) ગાંડો હાથી શું પ્રાપ્તને હણે છે કે અપ્રાપ્તને હણે છે? પ્રાપ્તને હણતો હોય તો મહાવતને હણવો જોઇએ અને જો અખાતને હણતો હોય તો દૂર રહેલા માનવોને પણ હણવો જોઇએ. (૨) ગાયનું દૂધ પીવાય તો માંસ કેમ ન ખવાય? અને જો માંસ ન ખવાય તો દૂધ કેમ પીવાય ? (૩) અગ્નિ જેમ બાળે છે. તેમ પાણીના સંયોગે ઠારે પણ છે અને પાણી જેમ ઠારે છે તેમ અગ્નિના સંયોગે બાળે પણ છે આવા કુતર્કોથી બધુ અસમંજસ સિદ્ધ થાય છે. તેથી પદાર્થોમાં રહેલી અતીન્દ્રિયશક્તિને તથા અતીન્દ્રિય પદાર્થોને જાણવા શુષ્ક તર્કો કરવા વડે સર્યું. ત્યાં આગમને જ પ્રમાણ માની ચાલવું જોઈએ. વર્તમાનકાળના છદ્મસ્થો વડે કરાયેલાં આગમો પણ ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ આદિને Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ ગાથા : ૧૫૩ યોગદૃષ્ટિ સમુચ્ચય અબાધિત કહેનારાં છે તો સર્વજ્ઞકથિત આગમોની તો વાત જ શું કહેવી? તેથી આગમોની શ્રદ્ધાવાળો, શીયળવાળો અને યોગમાં તત્પર આત્મા અતીન્દ્રિય ભાવોને પણ જાણે છે. આગમો દ્વારા અતીન્દ્રિય વસ્તુ જણાય છે. અને આગમશાસ્ત્રો “સર્વજ્ઞકથિત” હોવાથી પ્રમાણ છે. સર્વજ્ઞા ત્રિકાળજ્ઞાની હોવાથી અને વીતરાગ હોવાથી કદાપિ પરસ્પર “ભિન્નમતવાળા” હોતા નથી. તેમાં ભેદની કલ્પના કરવી તે મોહ છે. ઋષભદેવાદિ જે કોઈ સર્વજ્ઞ છે તે વ્યક્તિભેદે ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ વીતરાગ અને ત્રિકાળજ્ઞાની હોવાથી એક સરખા સમાન છે અર્થાત્ “એક (રૂ૫)” છે. સર્વજ્ઞામાં રહેલું “વિશેષ સ્વરૂપ” અસર્વજ્ઞો વડે જાણી શકાતું નથી. તેથી સામાન્યપણે “સર્વજ્ઞ” છે. એટલું જ માનીને તેઓએ કહેલી વાણીનો સ્વીકાર કરવો એ જ કલ્યાણકારી છે. છપસ્થતાના કારણે વિશેષ સ્વરૂપ ન સમજાવાથી જુદા જુદા આચારો પાળવા છતાં પણ મનથી સર્વજ્ઞ પ્રત્યે પ્રતિભાવ હોવાથી દૂર કે નજીક રહેલા રાજસેવકો જેમ રાજાના સેવક જ કહેવાય છે, તેમ આ પણ આરાધક જ કહેવાય છે. તેથી સર્વજ્ઞનું જ્ઞાન અને સંસારથી તારવાનો ઉપદેશ એક સરખો સમાન હોવાથી નામ અને સ્વરૂપાદિનો ભેદ મહાત્માઓને હોતો નથી. તથા શાસ્ત્રોમાં દેવોની ભક્તિ બે પ્રકારની જણાવી છે. (૧) ચિત્ર (૨) અચિત્ર. ભવનપતિ આદિ તથા કુલદેવ-ગોત્રદેવો ચિત્ર=ભિન્ન-ભિન્ન પ્રકારના હોય છે. તેથી તેઓ પ્રત્યે કરાતી ભક્તિ પણ ચિત્ર=ભિન્ન-ભિન્ન પ્રકારની છે. અને સર્વજ્ઞ દેવો એકસરખા સમાન છે. તેથી તેઓને વિષે કરાતી ભક્તિ એકસરખી સમાન છે. સંસારી દેવાની ભક્તિ-પૂજા “ઈચ્છાપૂર્તિ” આદિ કાર્યોથી થાય છે. અને સર્વજ્ઞોની ભક્તિ-સેવા-પૂજા “શમપ્રધાન” હોય છે. બ્રાહ્મણો સમક્ષ વેદીની અંદર પુરોહિતો વડે મંત્રાક્ષરોથી મંત્રિત કરીને જે હિરણ્યાદિ અપાય તે ઇષ્ટ કહેવાય છે અને વાવડી, કૂવા, તળાવ, દેવમંદિર અને ધર્મશાળા તથા અન્નદાનાદિ જે કરાય તે પૂર્ત કહેવાય છે. એકસરખું સમાન અનુષ્ઠાન આચરવા છતાં હૃદયગત આશયભેદ હોવાથી ફળભેદ થાય છે. જેમ સિંહ સસલાને અને પોતાના બચ્ચાને એમ બન્નેને મુખથી જ પકડે છે. તો પણ એક પ્રત્યે ક્રૂરતા અને બીજા પ્રત્યે મમતા હોવાથી એકનો નાશ અને બીજાને શરીરની પુષ્ટિ એમ ફળભેદ થાય છે. તે જ રીતે સમાનપણે કરાતાં ધર્માનુષ્ઠાનોમાં પણ બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહના કારણે ફળભેદ થાય છે. સંસાર સુખોની લાલસાથી મનની ઈચ્છા પ્રમાણે જે અનુષ્ઠાનો કરાય તે બુદ્ધિપૂર્વક કહેવાય છે. આગમોમાં કહેલી વિધિ મુજબ જ્ઞાનપૂર્વક જે અનુષ્ઠાનો કરાય તે જ્ઞાનપૂર્વક કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળું જે ધર્મકાર્ય તે અસમ્મોહાનુષ્ઠાન કહેવાય છે. રત્નને Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૩ માત્ર દેખવું, રત્નોનું જ્ઞાન મેળવવું અને રત્નોની પ્રાપ્તિ થવી એ ત્રણની જેમ આ ત્રિવિધ અનુષ્ઠાન જાણવું. પ્રથમનું અનુષ્ઠાન પાપબંધ કરાવનારું અને સંસારમાં રખડાવનાર છે. બીજું પુણ્યબંધ કરાવનારૂં અને દીર્ઘકાળે મુક્તિ આપનારું છે. તથા ત્રીજું નિર્જરા કરાવનારૂં અને અલ્પકાળે મુક્તિ આપનારૂં છે. ભવાતીતાર્થાયી જીવોનું મન ઇન્દ્રિયજન્ય ભાવોમાં નિરુત્સુક હોય છે. ભવ સંબંધી ભોગોથી વિરક્ત હોય છે. તેઓમાં ગુણસ્થાનકની અવસ્થા પ્રમાણે ભેદ હોવા છતાં પણ “શમપરાયણ” એવો એક જ માર્ગ નિર્વાણપદનો હોય છે. અન્યદર્શનકારો આ નિર્વાણપદને સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા ઈત્યાદિ ભિન્ન-ભિન્ન નામે બોલાવતા હોવા છતાં પણ તત્ત્વથી નિયમાં એક જ છે. કારણ કે નિર્વાણના લક્ષણમાં સર્વે વાદીને અવિવાદ છે તથા તે નિર્વાણ નિરાબાધ છે, અનામય છે, નિષ્ક્રિય છે અને જન્મ-મરણાદિ દુઃખોથી રહિત હોવાથી પરમતત્ત્વ” છે. નિર્વાણ રૂપ આ પરમતત્ત્વ યથાર્થ જણાયે છતે તેની પ્રાપ્તિ માટેની ભક્તિમાં પ્રેક્ષાવાન પુરુષોને વિવાદ સંભવતો નથી. આ નિર્વાણપદ નિયમા “સર્વજ્ઞતા” પૂર્વક જ પ્રાપ્ત થાય છે. “સર્વજ્ઞતાની પ્રાપ્તિ” એ જ નિર્વાણપદનો સરળ અને અત્યન્ત આસન્ન માર્ગ છે. તેથી સર્વજ્ઞોમાં તત્ત્વથી ભેદ નથી. સર્વજ્ઞ એક સમાન છે. સર્વજ્ઞો ત્રિકાળજ્ઞાની અને વીતરાગ હોવાથી સમાન છે એક છે, તો પણ કયા જીવનો ભવરોગ કેમ ટળે? તેના ઉપાય રૂપે તે તે જીવની યોગ્યતા પ્રમાણે ભિન્ન-ભિન્ન દેશના આપનારા ઉત્તમ વૈદ્યસમાન છે. જે જીવને જેવી દેશનાથી બીજાધાનાદિ થાય તથા ધર્મના સંસ્કારો સાનુબંધ (ગાઢ) થાય, તે રીતે તેઓ ધર્મદેશના આપે છે. એકકાળે એકજ પર્ષદામાં એક સરખી રીતે અપાતી ભગવાનની દેશના તેઓના અચિન્ય પુણ્યપ્રભાવથી જીવોને પોતપોતાની તથાભવ્યતાના પરિપાકને અનુસારું પરિણામ પામે છે. અને સર્વે શ્રોતાઓને પોતપોતાની ભાષામાં સંભળાય છે તથા ભગવાન જાણે મને જ કહેતા હોય તેમ લાગે છે. તથા ભગવાન પણ પુરુષની એક બાજુ ઢળેલી દૃષ્ટિને જોઈને તે દૃષ્ટિને બન્ને બાજુની કરવા માટે બીજી બાજુવાળી ધર્મદેશના પણ આપે છે. પરંતુ તત્ત્વથી તે એક જ હોય છે. સર્વજ્ઞોનું આવું સ્વરૂપ છે. તે જાણ્યા વિના તેઓનો નિષેધ કરવો કે તેઓની વાણીનો પ્રતિકાર કરવો તે મહા-અનર્થકારી છે. જેમ જન્માંધ પુરુષો ચંદ્રનો નિષેધ કે ચંદ્રની ચાંદનીનું વર્ણન કરી શકે નહી, તેમ અર્વાગ્દષ્ટિવાળા જીવો સર્વજ્ઞનો નિષેધ કે તેના સ્વરૂપનો પ્રતિકાર કરે તે ઉચિત નથી. સજ્જન પુરુષો કોઈની નિંદા કે ખંડન સ્વભાવે જ કરતા નથી તો પછી આર્યપુરુષોની (એટલે કે સર્વજ્ઞ પુરુષોની) નિંદા કે ખંજન તો કરાય જ કેમ ? તેથી સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો તે પુરુષોને જિલ્લાચ્છેદથી પણ અધિક દુઃખદાયી લાગે છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૩ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૪૯ બરાબર ન જોયેલું, બરાબર ન સાંભળેલું અને બરાબર ન જાણેલું સજ્જન પુરુષો કદાપિ બોલતા નથી. તેઓ તો સારવાળું અને પરોપકારી જ વચન બોલે છે. તેથી પણ સર્વજ્ઞોની નિંદા, ટીકા કે પ્રતિક્ષેપ કરાય નહીં. તથા યોગીઓના જ્ઞાનનો (આગમનો) આધાર લીધા વિના અતીન્દ્રિયાર્થ જણાતો નથી, તેથી અતીન્દ્રિયાર્થો જાણવામાં અન્યતુલ્ય પુરુષોને આવા વિવાદ વડે સર્યું. અતીન્દ્રિયાર્થ (આત્માદિ પદાર્થો) એકલા અનુમાન માત્ર વડે જાણી શકાતા નથી. કારણ કે સાવધાની પૂર્વક કરાયેલા અનુમાનથી સિદ્ધ થયેલો પણ અર્થ પ્રતિવાદીઓ દ્વારા જાતિ, નિગ્રહસ્થાન અને હેત્વાભાસ વડે અન્યથા જ સિદ્ધ કરાય છે. હવે જો વાદી વડે સિદ્ધ કરાયેલ અર્થ બરાબર જ હોત તો પ્રતિવાદી તેને અન્યથા કેમ કરી શકત? માટે એકલા અનુમાનથી અતીન્દ્રિયાર્થો જાણી શકાતા નથી. પરંતુ આગમજ્ઞાનથી અને તે પણ સર્વજ્ઞમૂલક આગમથી જણાય છે. - જો એકલા હેતુવાદથી અતીન્દ્રિયાર્થી જણાતા હોત તો આટલો બધો કાળ ગયો, તેમાં પ્રાજ્ઞપુરુષો વડે નિર્ણય કરાયો જ હોત. પરંતુ નિર્ણય કરાયો નથી. વિવાદ ચાલુ જ છે. તેથી આવા પ્રકારના આ શુષ્ક તર્કો વડે સર્યું. તે કુતર્કો મિથ્યાભિમાન કરાવનારા હોવાથી મુમુક્ષુ આત્માઓએ ત્યજવા જ જોઈએ. જો કે મુમુક્ષુ આત્માઓએ તો કોઇ પણ જગ્યાએ આગ્રહ (કદાગ્રહ) રાખવો ઉચિત નથી. તો કુતર્કોનો આગ્રહ રાખવાથી શું લાભ? જે (ક્ષયોપશમ ભાવના) ધર્મોથી આ આત્માઓ ઉપરની શ્રેણીમાં ચડે છે. કેવળજ્ઞાન પામે છે. તેવા પ્રકારના સાધનભૂત ધર્મો પણ મુક્તિ-પ્રાતિકાળે તજવાના હોય છે. તો પછી આવા કુતર્કોનો તો આગ્રહ રખાય જ કેમ? તેથી કદાગ્રહ અને કુતર્કને ત્યજીને મુમુક્ષુ જીવોએ અતિચાર રહિતપણે મહાત્મા પુરુષોના માર્ગને જ અનુસરવું જોઇએ. મહાત્મા પુરુષોનો માર્ગ આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ પણ પરપીડા કરવી નહી. (૨) યથાશક્તિ પણ પરોપકાર કરવો. (૩) માત-પિતા-કલાચાર્યાદિ ગુરુવર્ગ, દેવતાઓ, વિપ્રો (બ્રાહ્મણો) જતિ-યોગીઓ અને સંસારના ત્યાગી સન્તપુરુષોની સેવા-ભક્તિ-બહુમાન કરવું. | (૪) પોતાના કર્મોની પરવશતાથી પાપકર્મો કરવામાં જ ઓતપ્રોત એવા પાપી જીવો ઉપર ભાવથી કરુણા કરવી પરંતુ દ્વેષ ન કરવો. આવા પ્રકારના મહાત્મા પુરુષોના માર્ગને અનુસરવું એ જ ઉદેશ (આશય) આ ચોથી દૃષ્ટિમાં આવેલા જીવોનો હોય છે. પ્રાદષ્ટિ સમાપ્ત યો. ૨૯ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૪ एवं सप्रपञ्चं चतुर्थी दृष्टिमभिधाय पञ्चमीमभिधातुमाह આ પ્રમાણે ચોથી દીપ્રાદેષ્ટિને સવિસ્તરપણે કહીને હવે પાંચમી સ્થિરા દૃષ્ટિ કહેવાનો પ્રારંભ કરે છે. (સપ્રપૐ શબ્દ પથાયનું ક્રિયા વિશેષણ કરવું, પરંતુ ચતુર્થી દઈનું વિશેષણ ન કરવું.) स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४॥ ગાથાર્થ =સ્થિર દૃષ્ટિમાં બોધ નિત્ય (સ્થિર રહેનારો) હોય છે. વળી તે બોધ પ્રત્યાહાર એવા અંગવાળો હોય છે. વંદનાદિ ક્રિયા શ્રમ વિનાની અને અતિચાર વિનાની હોય છે. તથા આ બોધ સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. // ૧૫૪ || ટીકા-“fસ્થા” , ‘ ’ વોન્નક્ષ, “નિત્યપત્તિપતિ' निरतिचारायाम् । सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमनित्यमपि भवति, तथातिचारभावात् । रत्नप्रभायामिव धूल्यादेरूपદ્રવ: | “પ્રત્યાહારવફ્લેવ ર'' વિષયાસપ્રય સ્વરિત્તસ્વરૂપાનુળા વેન્દ્રિયા પ્રત્યાહાર: તવેતનમ્ | “કૃત્ય” વનતિ, “મષ્ઠાન્ત'' ધિकृत्य । अत एव "अनघमनतिचारत्वात् " एतदेव विशेष्यते- "सूक्ष्मबोधसमन्वितं" ग्रन्थिभेदावेद्यसंवेद्यपदोपपत्तेरित्ति ॥ १५४॥ વિવેચન :- કોઇપણ દૃષ્ટિઓના વર્ણનમાં ગ્રંથકાર બોધ, યોગનું અંગ, દોષત્યાગ અને ગુણ-પ્રાપ્તિ આ ચાર વસ્તુ બરાબર સમજાવે છે. એ પ્રમાણે આ ગાથામાં સ્થિર દૃષ્ટિ આબે છતે આ ચારે ભાવો જણાવ્યા છે. (૧) રત્નની પ્રભા જેવો નિત્ય બોધ, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું યોગનું અંગ, (૩) ભ્રમદોષનો ત્યાગ. અને (૪) સૂક્ષ્મબોધ રૂપ ગુણની પ્રાપ્તિ. હવે આપણે આ ચારે ભાવો કંઈક વિસ્તારથી સમજીએ. પ્રન્થિભેદ થયા પછી મિથ્યાત્વનો ઉદય અટકવાના કારણે આ સ્થિર દૃષ્ટિ જીવને આવે છે. આ દૃષ્ટિકાળે જીવને સમ્યકત્વ અવશ્ય હોય છે. તે સમ્યકત્વ ત્રણ જાતનાં છે. ઔપથમિક, લાયોપથમિક અને ક્ષાયિક. તે ત્રણમાંથી ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં સમ્યકત્વમોહનીયનો ઉદય નથી. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયના કારણે આવનારા શંકાકાંક્ષા-વિચિકિત્સા આદિ અતિચારો (દોષો) ત્યાં સંભવતા નથી. તેથી ક્ષાયિકાદિ બે Page #486 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૫૧ સમ્યકત્વકાળે આવેલી સ્થિરા દષ્ટિ નિરતિચાર હોય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે સમ્યકત્વમોહનીયનો ઉદય અવશ્ય હોય જ છે. તેથી તજ્જન્ય અતિચારો પણ હોય જ છે. તેથી ક્ષાયોપથમિક સમ્યકત્વકાળે આવનારી સ્થિરા દૃષ્ટિ સાતિચાર હોય છે. આ પ્રમાણે સ્થિરા દષ્ટિ સાતિચાર અને નિરતિચાર એમ બે જાતની હોય છે. સમ્યકત્વમોહનીયનો ઉદય એ મિથ્યાત્વમોહનીયમાંથી અતિશય રસઘાત થયેલ હોવાથી સમ્યકત્વનો ઘાત કરી શકતો નથી. પણ પ્રાપ્ત થયેલા સમ્યકત્વમાં અતિચારો (દોષો) અવશ્ય લાવે જ છે. કારણ કે તેમાં હજુ મંદ દ્રિસ્થાનિક અને એક સ્થાનિક રસોઇયનું વેદન છે. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયવાળા કાળે સાતિચાર અને શેષકાલે નિરતિચાર આ દષ્ટિ કહેવાય છે. આ સ્થિરાદષ્ટિમાં બોધ (જ્ઞાનમાત્રા) નિત્ય હોય છે. એટલે અપ્રતિપાતી હોય છે. મૂલશ્લોકમાં તથા ટીકામાં જે નિત્યનું વિધાન છે. તે નિરતિચાર એવી ક્ષાયિકાદિ સમ્યકત્વકાળભાવિની સ્થિરાદષ્ટિમાં જાણવું. કારણ કે તેમાં અતિચારોનો અભાવ હોવાથી જે બોધ થયેલ છે. તે બોધ મલીન થતો નથી. એટલે જેવો છે તેવો જ નિર્મળ સદા રહે છે. માટે નિત્ય કહેલ છે. પરંતુ ક્ષાયોપથમિક કાળે આ બોધ અનિત્ય જાણવો. કારણ કે ત્યાં અતિચારોનો યોગ હોવાથી અતિચાર લાગવાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ બોધ ચાલ્યો પણ જાય છે. માટે સાતિચાર સ્થિરાદષ્ટિમાં આ બોધ અનિત્ય છે. આ વાત ચક્ષુના ઉદાહરણથી ગ્રંથકાર ટીકામાં સમજાવે છે કે બે પુરુષો છે. બન્નેને આંખોના પડલમાં ઉપદ્રવ (દુઃખાવો) થાય તેવો ચક્ષુરોગ થયો. બન્ને પુરુષોએ વૈદ્ય પાસે દવા લીધી. બન્નેની આંખોમાંથી આ ચક્ષુરોગ ક્ષીણ થઈ ગયો. પરંતુ તેમાંના પ્રથમ રોગીએ ફરીથી આ આંખોમાં આવા રોગો ન થાય તેના ઉપાયો (ઔષધો) પૂછી લીધા અને જાણી લીધાં. અને પ્રતિદિન તે ઉપાયોનું સેવન ચાલુ જ રાખ્યું. જેથી ક્ષીણ થયો છે નયનના પડલનો ઉપદ્રવ જેને એવો આ પ્રથમ રોગી પુરુષ તે વૈદ્ય કહેલા ઉપાયોનો (ઔષધોનો) જાણકાર હોવાથી અને નિત્ય તેનું સેવન કરનાર હોવાથી હવે તેને ચક્ષુરોગ થવાનો જ નથી. તેના જેવી સ્થિરાદષ્ટિ નિરતિચાર ક્ષાયિકાદિને હોય છે. તેથી તેનો બોધ નિત્ય=અપ્રતિપાતી હોય છે. પરંતુ પક્ષીણ થયો છે નયન પટલનો ચક્ષુરોગ જેને એવો બીજો જે રોગી પુરુષ છે. તેણે આંખમાં ફરીથી આવો ચક્ષુરોગ ન થાય એવા તેના ઉપાયો (ઔષધો) બરાબર પૂક્યાં નહીં. અથવા પૂક્યાં હોય તો વૈદ્ય કહેલા તે ઉપાયો (ઔષધો) બરાબર સમજ્યો નહીં. તેથી ફરીથી આવો ચક્ષુરોગ ન થાય તેવા ઉપાયો તે સેવતો નથી. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૪ તે જ રીતે ક્ષાયોપથમિક સભ્યત્વવાળા જીવને સાતિચાર સ્થિરાદષ્ટિમાં પ્રક્ષણ થયો છે નયન પડલનો ઉપદ્રવ જેને એવો બોધ હોય છે. પરંતુ તે વૈદ્ય કહેલા ઉપાયોને ન જાણવા તુલ્ય બોધ હોય છે. તેથી આ પુરુષને ઉપાયોના અનવબોધથી જેમ ભાવિમાં ચક્ષુરોગ આવવાનો સંભવ છે. તેમ આ જીવને ભાવિમાં અતિચારો આવે છતે આ શુદ્ધ બોધ મલીન થવાથી ચાલ્યો પણ જાય છે. એટલે અનિત્ય થાય છે તેવા તેવા અતિચારોનો સદ્ભાવ થવાથી શુદ્ધ બોધ ચાલ્યો પણ જાય છે. માટે અનિત્ય પણ છે. અહીં નિત્યનો અર્થ નિરતિચાર અને અનિત્યનો અર્થ સાતિચાર જાણવો. જેમ રત્નોની પ્રભા કદાપિ નાશ પામતી નથી. પરંતુ ધૂળ આદિના ઉપદ્રવવાળી બને છે. એટલે ધૂળ લાગવાથી ઝાંખી થઈ હોય, મલીન થઈ હોય તો પણ રત્નનું તે જ નાશ પામી ગયું છે એમ વ્યવહાર થાય છે. નિરતિચાર સ્થિરાદષ્ટિમાં ધૂળના ઉપદ્રવ વિનાની રત્નપ્રભા જેવો બોધ છે. અને સાતિચાર સ્થિર દૃષ્ટિમાં ધૂળના ઉપદ્રવવાળી રત્નપ્રભા જેવો બોધ છે. એમ સમજવું. યોગનું અંગ પ્રત્યાહાર = યોગનાં આઠ અંગોની વ્યાખ્યા પાતંજલ ઋષિના બનાવેલા “યોગસૂત્ર”માં છે. તેમાંથી પ્રત્યાહાર નામના પાંચમા આ યોગાશની વ્યાખ્યાવાળું સૂત્ર જ ટાંકે છે કે- “વિષયાસક્યોને સ્વરિત્તસ્વરૂપનુવારી ક્રિયા પ્રત્યાહાર:"=(૨-૫૪) પોતપોતાના વિષયોના સંયોગનો ત્યાગ કરીને સ્વચિત્તના (આત્માના) સ્વરૂપમાં અનુકરણ કરવાવાળી (રમણતા કરવાવાળી) ઇન્દ્રિયોની જે સ્થિતિ તે પ્રત્યાહાર કહેવાય છે. એટલે કે ઈન્દ્રિયો પોતપોતાના ભોગને યોગ્ય રૂપ-રસ ગંધ સ્પર્શ આદિ વિષયોની સાથે ન જોડાય અને જોડાઈ હોય તો આસક્તિ ન પામે તે પણ ન જોડાયેલી જ કહેવાય છે. અને આત્માના સ્વરૂપમાં રમણતાનું અનુકરણ કરવાવાળી બને તે પ્રત્યાહાર કહેવાય છે. જૈનશાસનમાં ઇન્દ્રિયજયના બે ઉપાયો જણાવ્યા છે. (૧) ઇન્દ્રિયો સાથે વિષયો ન જોડવા. ચક્ષુથી રાગાદિ થાય તેવાં રૂપો જોવાં નહીં. જિલ્લાથી રસાદિનો ઉપભોગ કરવો નહીં. ધ્રાણથી ગંધાદિ સુંઘવાં નહી, ઇત્યાદિ પાંચ ઇન્દ્રિયોને અને મનને પોતપોતાના વિષયોનો અસંપ્રયોગ કરવો-કરાવવો તે પ્રથમ ઉપાય છે. કારણ કે ઇન્દ્રિયો વિષયો સાથે જોડાય જ નહીં તો પ્રાયઃ આસક્તિ થાય જ નહીં માટે આ પ્રથમ ઉપાય છે. પરંતુ જ્યાં આ શક્ય ન હોય અને ઇન્દ્રિયો વિષયો સાથે જોડવી જ પડે તેમ હોય ત્યાં રાગ-દ્વેષાદિ વિકારો ન કરવા તે બીજો ઉપાય જાણવો. જેમ કે ભોજન કરવું Page #488 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૫૩ જ પડે ત્યાં રસનેન્દ્રિય અને રસનો સંયોગ થાય જ, વિહાર કરતાં રસ્તામાં બગીચા આવે તો ધ્રાણેન્દ્રિય અને ગંધનો સંયોગ થાય જ. નજર નાખતાં જ મનુષ્યનાં રૂપાદિ અને શ્રોત્રથી શબ્દાદિ જણાય જ. તેવા પ્રસંગે રાગાદિ ન કરવા તે બીજો ઉપાય. આ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયો સાથે ન જોડવી તે, અથવા જ્યાં જોડવી જ પડે તેમ હોય ત્યાં વિકારો ન કરવા તે ઇન્દ્રિયજયના બે ઉપાયો છે. આ કારણથી જ ઈન્દ્રિયો પોતાના આત્મતત્ત્વના ચિંતન – મનનમાં જ લીન થાય છે તેને જ પ્રત્યાહાર એવું યોગાંગ કહેવાય છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પણ યોગદષ્ટિની સજઝાયમાં કહ્યું છે કે વિષય વિકારે ન ઈન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. (એ ગુણ-પ-૪) ભ્રમદોષત્યાગ = આ દૃષ્ટિમાં વંદનાદિ ક્રિયા કરતી વખતે ભ્રમદોષ હોતો નથી. ભ્રમ એટલે ક્રમનું ઉલ્લંઘન. ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પૂજા આદિ સર્વે પણ ધર્મનાં કાર્યો આચરતી વખતે જૈનશાસ્ત્રોના અનુસાર જે ક્રમ જણાવવામાં આવ્યો છે, તે ક્રમ પ્રમાણે જ કરે. એટલે કે વિધિપૂર્વક કરે અને કયાંય પણ ક્રમનું (આજ્ઞાનું) ઉલ્લંઘન ન થઈ જાય તેની પૂરેપૂરી કાળજી રાખે. એટલે ઉપયોગપૂર્વક કરે. આ રીતે વિધિપૂર્વક અને ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ હોવાથી ક્રિયામાં કોઈ દોષો ન લાગવા દે. અતિચારો ન આવવા દે. તેથી આ વંદનાદિ કૃત્ય “અનઘ” (દોષ વિનાનું) કરે. કારણ કે તેમાં અતિચારો ન લાગે તેનો ઉપયોગ હોવાથી આ સર્વે કૃત્ય નિષ્પાપ કરે છે. સૂક્ષ્મબોધ રૂપ ગુણપ્રાણિક ગાથા ૬૫માં સૂક્ષ્મબોધનું લક્ષણ પૂર્વે જણાવ્યું છે. અવિપરીત વિધિ વડે એટલે જે વસ્તુનું સ્વરૂપ જેમ છે તે જ રીતે હેતુ, સ્વરૂપ અને ફળ એમ ત્રણ પ્રકારે વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી જે પારમાર્થિક બોધ થાય તે સૂક્ષ્મબોધ કહેવાય છે. આ દૃષ્ટિ આવે ત્યારે તેના પૂર્વકાલમાં ગ્રન્થિભેદ પણ થયો છે. અને તેના દ્વારા સમ્યકત્વગુણ પણ પ્રાપ્ત થયો છે. અને તે કારણથી વેદ્યસંવેદ્યપદની પણ ઉપપત્તિ (પ્રાપ્તિ) થઈ છે. તે બન્ને કારણોથી હવે આ જીવને ઉપરોક્ત સૂક્ષ્મબોધ (જીવ-અજીવઅને સંસાર-મુક્તિ આદિ પદાર્થોનો પારમાર્થિક બોધ) પ્રવર્તે છે. અહીં વેદ્યસંવેદ્યપદનો અર્થ તથા ભાવાર્થ ગાથા ૭૩માં આવેલો છે. આ પ્રમાણે ચોથા ગુણઠાણેથી શરૂ થતી આ સ્થિરાદષ્ટિ ક્ષાયિકાદિને નિરતિચાર અને નિત્ય બોધવાળી હોય છે. અને ક્ષાયોપથમિક સમ્યકત્વવાળાને સાતિચાર અને અનિત્ય Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૪-૧૫૫ બોધવાળી હોય છે. તથા ત્યાં પ્રત્યાહાર નામનું યોગનું અંગ, ભ્રમ દોષનો ત્યાગ, અને સૂક્ષ્મતત્ત્વ બોધરૂપ ગુણ પ્રાપ્તિ થાય છે. ઉપાધ્યાયજી મહારાજે સઝાયમાં જણાવ્યું છે કે દૃષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય, રત્ન પ્રભા સમ જાણો રે છે. ભ્રાન્તિ નહીં વળી બોધ તે સૂમ, પ્રત્યાહાર વખાણોજી / પ-૧ / ૧૫જા बालधूलीगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम् ।। तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥ १५५॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં અજ્ઞાનતા રૂપી અંધકારની ગ્રન્થિનો ભેદ થઈ જવાના કારણે બુદ્ધિમાન પુરુષોને સંસારની સઘળીએ ચેષ્ટા બાળકો રમવા માટે ધૂળનાં ઘર બનાવે તેની ક્રીડા તુલ્ય લાગે છે. જે ૧૫૫ / ટીકા-“વાયૂનદીતિ'' પ્રભુત્વ સ્થિરવાળ્યાં, ““માં” સ્થિર છી, “મતિ થીમત' , “તમોિિવમેન' દેતના, “મવાણાखिलैव हि" चक्रवर्त्यादिचेष्टारूपाऽपि प्रकृत्यसुन्दरत्वादस्थिरत्वाच्च ॥ १५५॥ વિવેચન - જ્યારે આ દૃષ્ટિ આવે છે ત્યારે રાગ-દ્વેષરૂપ મોહનો ગ્રન્થિ ભેદ પણ થયો છે. તથા સમયકત્વ પ્રાપ્તિના કારણે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થવાથી અનાદિકાળની અજ્ઞાનતા રૂપી (મિથ્યાજ્ઞાન રૂપી) જે ગ્રન્થિ હતી તે પણ તૂટી ગઈ છે. તેના જ કારણથી સૂક્ષ્મબોધ (પારમાર્થિક તત્ત્વબોધ) પ્રગટ્યો છે. તેથી સંસાર સંબંધી સર્વે પણ ભોગવિલાસની ક્રીડા સર્વે બાળકો સાથે મળીને રમવા માટે ધૂળનાં ઘર બનાવે તેના જેવી લાગે છે. પ્રશ્ન :- બાળ ધૂલીગૃહની ક્રીડા સાથે સરખાવવાનું કારણ શું? ઉત્તર :- (૨) પ્રકૃતિથી અસુંદર, અને (૨) અસ્થિરત્વ, આ બે કારણોથી તેની સાથે તુલ્યતા કહી છે. જેમ બાળકોએ બનાવેલાં ધૂળનાં ઘરો સ્વભાવે જ અસુંદર છે. કારણ કે ધૂળ જ અસુંદર છે. વળી એક બાજુ રચના કરે અને બીજી બાજુ નમી જાય, પવનથી ઉડી જાય, પાણીનો વેગ આવે તો ખેંચાઈ જાય. પ્રતિક્ષણે તેની મરામત ચાલુ જ રાખવી પડે, તેથી તુચ્છ અને અસાર જ ગણાય. તેવી રીતે ભોગવિલાસની સર્વે સંસાર ક્રીડા પણ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હોય છે. પુણ્યોદય પૂરો થાય, પાપોદય શરૂ થાય એટલે ઉડી જાય. દરરોજ ઘર વગેરે સાચવવાની મરામત કરવી જ Page #490 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૫-૧૫૬ પડે. છતાં ભાંગે, તૂટે અને પડે તેથી તુચ્છ અને અસાર છે. વળી બાળકોનાં ધૂલીગૃહો નાશવંત જ છે. તેવી જ રીતે સંસારના સર્વે પણ ભોગવિલાસના ભાવો નાશવંત જ છે. માટે અસ્થિર છે. આપણા જીવતાં જીવતાં પણ ક્રોડપતિ મનુષ્યોને રોડપતિ થઇ જતા દેખીએ છીએ. આ પ્રમાણે પ્રકૃતિએ અસુંદર અને અસ્થિર (નાશવંત) હોવાથી સંસારની સર્વે પણ ક્રીડાઓ બાળકોના ધૂલીગૃહની ક્રીડાતુલ્ય છે. પ્રશ્ન :- ચક્રવર્તીની ભોગ ક્રીડા જેવી શ્રેષ્ઠ ભોગક્રીડા તો ધૂલીગૃહતુલ્ય નથી ને ? ઉત્તર :- સંસારમાં પ્રત્યેક જીવોને પોતપોતાના પુણ્યકર્મ પ્રમાણે ભોગવિલાસની પ્રાપ્તિ થાય છે. તે સર્વ માનવીઓમાં ચક્રવર્તીનું પુણ્ય સર્વથી શ્રેષ્ઠ છે. તેના કારણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોગ-વિલાસની પ્રાપ્તિ (છખંડના રાજ્યની પ્રાપ્તિ, અનેક સ્ત્રી-પુત્રરત્નોની પ્રાપ્તિ, ચૌદ રત્ન, નવ નિધાન આદિની પ્રાપ્તિ) ચક્રવર્તી રાજાઓને હોય છે. અહીં ગ્રંથકાર આ ચક્રવર્તીનો ઉલ્લેખ કરીને જણાવે છે કે ચક્રવર્તી રાજા જેવા મહારાજાની પણ રાજ્યઋદ્ધિ અને ભોગવિલાસ રૂપ આ સંસારક્રીડા બાળકોના ધૂલીગૃહની ક્રીડાતુલ્ય છે. કારણ કે તે પણ પ્રકૃતિએ અસુંદર અને અસ્થિર અવશ્ય છે જ. પુણ્યકર્મ સમાપ્ત થતાં આ સંપત્તિ પણ ચાલી જ જાય છે. તો પછી સામાન્ય માનવીની ભોગવિલાસની સંપત્તિની વાત તો કરવી જ શું? પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી યશોવિજયજીએ જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥ આવો વૈરાગ્ય આ દૃષ્ટિમાં આવવાનું કારણ સમ્યક્ત્વ, ગ્રન્થિભેદ, અને વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ આદિ છે. ॥ ૧૫૫ || " “સ્વન: ૪૫૫ ગાથાર્થ =આ દૃષ્ટિમાં આવેલા જીવો ગૃહ અને ધનાદિ સંસારસુખના હેતુભૂત બાહ્યભાવોને શ્રુતજ્ઞાનના પ્રભાવે પરમાર્થથી મૃગતૃષ્ણિકા, ગાન્ધર્વનગર અને સ્વપ્ન સદંશ છે એમ જાણે છે. || ૧૫૬ मायामरीचिगन्धर्व-नगरस्वप्नसन्निभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥ ટીકા -‘માયામરીથયો'' મૃતૃધ્ધિા, ‘“ન્થવનગર’’હરિશ્ચન્દ્રપુરાતિ, '' પ્રતીત વ, તત્સમિાતાારાનું, “વાહ્યાન’વેહાહારીન, ‘‘પતિ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૬ तत्त्वेन" परमार्थेन "भावान्" पदार्थान् । कुत इत्याह-"श्रुतविवेकतः सम्यक्પરિન, શ્રુતજ્ઞાન | Bદ્દા વિવેચન - માયામરીચિ, ગન્ધર્વનગર, અને સ્વપ્ન આ ત્રણના અર્થ પ્રથમ વિચારીએ. આ ત્રણે દેખાય છે સુંદર, પરંતુ બ્રમાત્મક હોવાથી છે અસુંદર. માયામરીચિ -એટલે મૃગતૃષ્ણિકા-ઝાંઝવાનું જળ. સડક ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જળ જેવું દેખાય છે. જીવોને આવા પ્રસંગે જળ દેખાય છે. પરંતુ જળ હોતું નથી. જળનો ભ્રમ જ થાય છે. જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તે જળ આગળ આગળ જ (બ્રમાત્મકપણે) દેખાય છે. ત્યાં કદાપિ પાણી હોતું નથી. ગાન્ધર્વનગર - એટલે હરિશ્ચંદ્રપુરાદિ અર્થાત્ આકાશમાં ઉત્પન્ન થતું વાદળોનું નગર, આ નગર પણ સાચું હોતું નથી અને ક્ષણવારમાં જ નાશ પામે છે. હતું ન હતું થઇ જાય છે. અને આકાશ ખુલ્લું બની જાય છે. સ્વપ્ન - તો પ્રસિદ્ધ જ છે. નિદ્રાકાલ સેવકોએ મારો રાજ્યાભિષેક કર્યો એવું સ્વપ્ન આવે પરંતુ નિદ્રા દૂર થયે છતે જુએ તો કંઈ દેખાય નહીં, એટલે આ પણ ભ્રમ જ છે. મનની મિથ્યા કલ્પના માત્ર છે. જ્યારે જીવ સ્થિરા દૃષ્ટિમાં આવે છે ત્યારે સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તે જીવને શ્રુતજ્ઞાન સમ્યગ્માવે પરિણામ પામે છે. તેથી શ્રુતજ્ઞાનના ભાવપરિણામના કારણે આ બધા સંસારસુખના સાધનભૂત શરીર, ઘર, ધન વગેરે બાહ્ય (પૌદ્ગલિક) ભાવો આ જીવને પારમાર્થિકપણે ઉપર આપેલા ત્રણે ઉદાહરણો જેવા લાગે છે. ઝાંઝવાના જળમાં જેમ જળ નથી પણ જળનો ભ્રમમાત્ર થાય છે. ગન્ધર્વ નગર એ નગર નથી. પરંતુ નગરપણાનો ભ્રમ માત્ર છે. તથા સ્વપ્નમાં જણાતા રાજ્યાભિષેકાદિ ભાવો તે યથાર્થ નથી પરંતુ ભ્રમમાત્ર છે. તે પ્રમાણે આ સંસારમાં પ્રાપ્ત થયેલાં શરીર, ઘર, ધન અને પરિવારાદિ સર્વે પણ અન્ય દ્રવ્યના સંયોગો રૂપ બાહ્ય ભાવો આ ત્રણના સમાન, અર્થાત્ એના જેવા જ ભ્રમાત્મક માત્ર જ છે. સુખ નથી પરંતુ સુખનો ભ્રમ માત્ર છે. પૂર્વકૃત કર્મજનિત હોવાથી કર્મ વિફરે ત્યારે વિફરનારા હોવાથી પ્રકૃતિએ અસુંદર પણ છે. અને પુણ્યકર્મ પૂર્ણ થયે છતે નાશ પામવાના સ્વભાવવાળા હોવાથી અસ્થિર પણ છે. આ દૃષ્ટિમાં આવેલા જીવને ભોગો અને બાહ્યભાવો આવા લાગે છે. ll૧૫૬ Page #492 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૭ ૪૫૭ યોગદષ્ટિ સમુચ્ચય अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । અત્ર તત્પર તત્ત્વ, શેષ: પુનરુપનવઃ |૧૭ ગાથાર્થ = આ દૃષ્ટિમાં આવેલા જીવને નિરાબાધ અને અનામય એવું આત્મામાં રહેલું એટલે અબાહ્ય જે જ્ઞાન માત્ર છે. તે જ સાચું “પરમતત્ત્વ” છે. બાકીના બધા જ પદાર્થો ઉપદ્રવ રૂપ (પીડાકારી) જ છે. જે ૧૫૭ll ટીકા-“ શું”ન્તિઃ વન''મે, જ્ઞિાન” “સનબાથમૂર્તતા” પીડારહિત, “મનામયો ” | ત વ “યત્ર” તત્પરં તત્ત્વ'' વર્તતે સદ્દા તથા માવાન્ ! “ષ: પુનરુપમતથાસ્વરૂપે ” ભાવારિતિ છે ૧૭ વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને આત્મામાં રહેલું આન્તરિક ફક્ત એક “કેવલજ્ઞાન” કે જે આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. તે જ “પરમતત્ત્વ” ભાસે છે. આ જ સાચું સુખ છે આ જ પરમ પારમાર્થિક સાર છે એમ લાગે છે. બાકી બધા જ ભાવો ઉપદ્રવ રૂપ છે. જીવને પીડાકારી જ છે. આમ લાગે છે. પ્રશ્ન :- ફક્ત એક કેવળજ્ઞાન ગુણ જ શા માટે પરમ તત્ત્વ લાગે છે? ઉત્તર :- તે ગુણ અનાબાધ, નિરામય અને અબાહ્ય છે માટે, તેનો અર્થ આ પ્રમાણે-કેવલજ્ઞાન એ આત્માનો ગુણ છે પરંતુ કોઈ અન્ય દ્રવ્યરૂપ પદાર્થ નથી. અને ગુણ હોવાથી ગુણીની અંદર જ રહેનાર છે. બાહ્ય થતો જ નથી. માટે સદા આત્મામાં જ રહેનારો આન્તરિક ગુણ હોવાથી તે જ “પરમતત્ત્વ છે. તથા અમૂર્ત હોવાના કારણે પીડા રહિત છે. આ આત્માના પ્રદેશ-પ્રદેશે જેમ અનંત કેવળજ્ઞાન ગુણ છે. તેમ પ્રત્યેક આત્મપ્રદેશો અત્યારે દારિકાદિ શરીરોની સાથે પણ વ્યાપ્ત જ છે. છતાં શરીર મૂર્તિ હોવાથી પીડા યુક્ત છે. શરીર દ્વારા આત્માને પીડા થાય છે. કારણ કે તે મૂર્તિ છે. અને કેવળજ્ઞાન અમૂર્ત હોવાથી આત્માના પ્રદેશ-પ્રદેશે અનંતું અનતું હોવા છતાં પીડાકારી નથી. બલ્ક જગતના શેયભાવોને પ્રકાશિત કરનારું છે. તથા પ્રદેશ-પ્રદેશે રહેલું આ શરીર રોગોથી ભરપૂર છે પરંતુ આ જ આત્માના પ્રદેશ-પ્રદેશ રહેલું અનંત કેવળજ્ઞાન કોઈપણ પ્રકારના રોગોથી મુક્ત છે. ગત વ આ કારણથી જ આ લોકમાં જે આ જ્ઞાનતત્ત્વ છે. તે જ સાચું સુખદાયી “પરમતત્ત્વ” છે. જ્યારે આ જીવને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે આ જીવ દુઃખોથી અને રોગોથી સર્વથા મુક્ત બને છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૭-૧૫૮ પ્રશ્ન :- આ કેવલજ્ઞાનને પરમતત્ત્વ કેમ કહો છો. ઉત્તર :- સદ્દા તથા માવા-જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થયું છે તેથી ક્ષાયિકભાવવાળું હોવાથી હંમેશાં તેવું ને તેવું જ રહે છે. કદાપિ વધ-ઘટ થતું નથી. કરમાતું નથી. પ્લાન થતું નથી ઝાંખુ પણ પડતું નથી, સદાકાળ એકસરખી જ્યોતિર્મય હોવાથી આ જ સાચું “પરમતત્વ” છે. સંસારના બાકીના શેષ સમસ્તભાવો પૌદ્ગલિક હોવાથી કર્મની પરાધીનતાવાળા હોવાથી ઉપદ્રવ રૂપ છે. દુઃખદાયી છે. પીડાકારી છે. કારણ કે તથાસ્વરૂપે માવાહિતિ=સદાકાળ આ પૌગલિક શેષભાવો તેવા સ્વરૂપે જ એટલે ઉપદ્રવકારી સ્વરૂપે જ રહે છે. તે ભાવોમાંથી કોઈપણ દિવસ સુખની અપેક્ષા રાખવી નહી. જેમ વિષ સદા મારક જ હોય છે તેમ સાંસારિક શેષ સર્વભાવો સદાકાળ તથા સ્વરૂપે જ (પીડાકારી સ્વરૂપે) જ હોય છે. આ દૃષ્ટિમાં આ જીવને જ્ઞાનગુણ એ જ સાર અને શેષ સર્વભાવો અસાર છે. એમ સમજાય છે. તે ૧૫૭ / एवं विवेकिनो धीराः, प्रत्याहारपरास्तथा । धर्मबाधापरित्याग-यत्नवन्तश्च तत्त्वतः ॥ १५८॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં આવેલા જીવો આ પ્રમાણે વિવેકી, ધીર, પ્રત્યાહાર નામના યોગાંગમાં તત્પર, તથા પારમાર્થિક રીતે ધર્મની બાધા કરે તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવાના પ્રયત્નવાળા હોય છે. જે ૧૫૮ || ટીકા-““pવધુવતિનીત્યા, “વિનિ ' તે, “ધી” અપના:, “પ્રત્યાહરપા'' વતન્નક્ષUHપ્રત્યાહારપ્રથાના | ‘‘તથા'' તે પ્રશ્નારે, “થનાથપરિત્યાયનવન્ત'' તથાસ્ત:પરિશુદ્ધ, “તત્વતઃ' પરમાર્થોર | દિ भिन्नग्रन्थित्वादुत्तमश्रुतप्रधाना इत्येवमालोचयन्ति ॥ १५८॥ વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવો આ પ્રમાણે એટલે શ્લોક ૧૫૫ થી જે કહ્યું તે પ્રમાણેની નીતિને અનુસારે નીચે મુજબ ગુણોવાળા હોય છે. વિવેકી - વિવેકવાળા હોય છે. આત્માનું હિતાહિત શામાં છે તેનો વિવેક કરીને હિતમાં વર્તનારા અને અહિતથી નિવર્તનારા હોય છે. તે જ રીતે ભક્ષ્યાભઢ્ય, પેથાપેય, કર્તવ્યાકર્તવ્ય વગેરે સર્વકાર્યોમાં બહુ જ વિવેક-બુદ્ધિ વાપરનારા અને આત્માનું હિત (કલ્યાણ) થાય તેમ વર્તનારા હોય છે. શરીરાદિ સર્વે ભાવો આત્માથી ભિન્ન છે, દુઃખનું જ કારણ છે એમ સમજીને શરીરની ટાપટીપ અને શોભા-સુંદરતાથી દૂર રહેનારા હોય છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૫૯ ધીર :- ધર્યગુણવાળા, ઉતાવળીયા સ્વભાવ વિનાના, દીર્ઘદૃષ્ટિથી લાભા-લાભનો વિચાર કરીને કાર્ય કરનારા હોય છે પરંતુ ચાલતાવાળા હોતા નથી. પ્રત્યાહારપરા :- શ્લોક ૧૬ અને ૧૫૪માં જેનું લક્ષણ પહેલાં કહેવાઈ ગયું છે એવા પ્રત્યાહાર નામના યોગાંગની પ્રધાનતાવાળા આ જીવો હોય છે. એટલે આ જીવો ઘણું કરીને તો ઇન્દ્રિયોના વિષયોથી દૂર જ રહે છે. વિકારો ઉત્પન્ન થાય તેવા વિષયોનો તો વ્યવહાર પ્રાયઃ કરતા જ નથી. છતાં પણ તેવા પ્રકારના પૂર્વબદ્ધ કર્મોદયની પ્રધાનતાથી કોઈ કોઈ ભોગોમાં જોડાવું પણ પડે અને વિષયસુખો ભોગવવાં પણ પડે. તો પણ તેમાં અંજાતા નથી. વિરાગભાવથી ભોગવે છે. તેથી ભારે કર્મો તે જીવો બાંધતા નથી. તેના કારણે દુર્ગતિમાં જતા નથી. આ રીતે શક્ય હોય તેટલા વિષયોને ત્યજનારા અને શક્ય ન હોય ત્યાં વિષયો ભોગવે, પરંતુ વિકારોને ત્યજનારા હોય છે. તથા ધર્મબાધા-પરિત્યાગ પ્રયત્નવાળા - સમ્યકત્વના અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તથાડા:પરિશુદ્ધે તેવા પ્રકારનું આ જીવોનું અંતઃકરણ શુદ્ધ-વિશુદ્ધ બનેલું હોવાથી ધર્મકાર્યમાં બાધા આવે તેવી સાંસારિક પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવામાં જ દિનપ્રતિદિન વધારે પ્રયત્ન કરનારા આ જીવો હોય છે. હજુ સંસારવાસી હોવાથી સંસારની સર્વ પ્રવૃત્તિઓના ત્યાગી નથી. પરંતુ ધર્મમાં બાધાજનક પ્રવૃત્તિઓનો તો પરિત્યાગ કરવાના જ પ્રયત્નયુક્ત હોય છે. આધ્યાત્મિક ગુણોનો આનંદ જ એટલો બધો હોય છે કે તેની બાહ્ય પ્રવૃત્તિ ઘણી ઓછી જ થઈ જાય છે. તત્ત્વતઃ=બાહ્ય એવી સંસારની પ્રવૃત્તિઓનો જે જે પરિત્યાગ કર્યો હોય અને દિન-પ્રતિદિન વધારે ને વધારે બાહ્યપ્રવૃત્તિઓનો પરિત્યાગ આ જીવ જે કરે છે તે બધું તત્ત્વ સમજીને અન્તઃકરણની શુદ્ધિપૂર્વક પારમાર્થિકપણે કરે, પરંતુ લોકોમાં મોટા દેખાવા માટે કે ત્યાગી દેખાવા માટે અથવા પ્રતિષ્ઠા આદિના પ્રયોજનથી કરતા નથી. કારણ કે તે દિ આ સર્વે જીવો (સ્થિરા દૃષ્ટિમાં આવેલા હોય તે) અજ્ઞાનની પ્રન્થિનો ભેદ કર્યો હોવાથી ઉત્તમ પ્રકારના (સમ્યપરિણામપૂર્વકના) શ્રુતજ્ઞાનની પ્રધાનતાવાળા હોય છે. ક્ષણે ક્ષણે શાસ્ત્રાજ્ઞાની પ્રધાનતા રાખે છે. જેથી મોટાઈ આદિ મોહજન્ય વિકારી ભાવો આવતા નથી. આ પ્રમાણે પાંચમી દૃષ્ટિવાળા ધીર, વિવેકી, પ્રત્યાહારપરાયણ, ધર્મબાધાવાળી પ્રવૃત્તિનો પરિત્યાગ કરવાના પ્રયત્નવાળા પુરુષો પૂર્વે ૧૫૫માં શ્લોકથી જે કહ્યું છે અને હવે ૧૫૯ શ્લોકથી જે કહેવાશે તે ભાવોનો વિમાનોવાક્નીતિ આ પ્રમાણે ઉત્તમ વિચારો કરનારા આ જીવો હોય છે. | ૧૫૮ છે. Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૫૯ न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् । तथा पापसखा लोके, देहिनां भोगविस्तरः ॥ १५९॥ ગીતાર્થ = અલક્ષ્મી (દરિદ્રતા) છે સખી જેની એવી લક્ષ્મી આ લોકમાં બુદ્ધિમાનોને આનંદ માટે જેમ થતી નથી. તેવી જ રીતે પાપ છે. મિત્ર જેનો એવો સંસારસુખના ભોગોનો વિસ્તાર આ દૃષ્ટિમાં આવેલા જીવોને આનંદ માટે થતો નથી. || ૧૫૯ // ટીકા-“”િ નૈવ, “ ” “નક્ષ્મતમ પરિબોળેન,” “યથાન ” માનન્દાર્થ, “થીમત” વૃદ્ધિમતાં , “તથા પીપલ નો” તવિનામાવેન, “દિનાં મોવત” નાનાથ, “નાનુદિત્ય ભૂતાનિ મો: સમવતિ ભૂતોથાતી પાપતિ ભાવના' ! ૨૧૬ વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને સાંસારિક ભોગોનો વિસ્તાર કેવો લાગે? તે વાત એક ઉપમા આપવા દ્વારા ગ્રન્થકાર સમજાવે છે કે “અલક્ષ્મી” અર્થાત્ દરિદ્રતા છે સખી જેની એવી લક્ષ્મી કોઈ પુરુષને મળી હોય તો તે લક્ષ્મી બુદ્ધિશાળી પુરુષને આનન્દ માટે થતી નથી. સારાંશ કે કોઈ એક પુરુષને ધારો કે લક્ષ્મી મળી છે. પરંતુ અમુક વર્ષો પછી તે નિયમાં ચાલી જ જવાની છે, એવી હોય. તો તુચ્છબુદ્ધિવાળાને લક્ષ્મી દેખીને કદાચ આનંદ થાય. પરંતુ વિશિષ્ટિબુદ્ધિવાળા પુરુષને તેવી લક્ષ્મી જોઈને આનંદ થતો નથી. કારણ કે જ્યારે લક્ષ્મી મળી ત્યારે લક્ષ્મી હોવાના કારણે જીવન જીવવાની પદ્ધતિ તે રીતે ગોઠવાઈ જાય. બહુ પૈસો થાય એટલે માણસ બંગલા જેવું મોટું ઘર લે, સારી કાર લે, સોના-રૂપાના ઘણા દાગીના બનાવે, વિશિષ્ટ વસ્ત્રો અને ભોજન કરે. ઘરમાં નોકરો અને વિશિષ્ટ ફરનીચર બનાવે. આ રીતે સુખ-ભોગવાળું જીવન જીવવાની પદ્ધતિ જ પડી જાય. ત્યારબાદ તે જ બધી લક્ષ્મી ચાલી જાય ત્યારે બંગલો, કાર, દાગીના અને નોકરી છોડીને જે જીવન જીવવું પડે તે અતિશય ત્રાસદાયી થાય. પ્રથમથી જો લક્ષ્મી હોય જ નહી તો મજુરી કરનારા લોકો જે રીતે આનંદથી પોતાનું જીવન જીવે છે. તે રીતે દરિદ્રતામાં પણ તે આનંદિત જીવન જીવત. પરંતુ ધનવાન થયા પછી-ઉપરોક્ત રીતિ મુજબ જીવન જીવવાને ટેવાયા પછી દરિદ્રતા આવે ત્યારે દુઃખમય જીવન જીવવામાં ઘણું જ દુઃખ લાગે. તેથી જેની પાછળ તુરત દરિદ્રતા આવવાની છે. એવી લક્ષ્મી બુદ્ધિમંતોને જેમ આનંદ માટે થતી નથી. તેવી જ રીતે આ સંસારનો ભોગવિસ્તાર પાપસખાવાળો છે માટે આ દૃષ્ટિવાળાને ગમતો નથી. Page #496 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૫૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૬૧ ચોરાયેલો માલ બજારમાં વેચાવા આવે તો ઓછા ભાવે મળતો હોવા છતાં ઉત્તમપુરુષોને (બુદ્ધિમંતોને) તે લેવો ગમતો નથી. કારણ કે જે ચોરાયેલો માલ લે, તે ચોરી કરતા પકડાતાં જ્યાંથી મુદામાલ નીકળે તે પણ ગુન્હેગાર ગણાય અને દંડ, કારાવાસ અને અપયશ આવે. તેથી જેની પાછળ ભાવિમાં આવાં દુઃખો હોય તે સુખી બુદ્ધિમંતોને આનંદ માટે થતાં નથી. તેવી જ રીતે પાપસખાવાળો ભોગવિસ્તાર આ દૃષ્ટિવાળાને આનન્દકારી થતો નથી. પ્રશ્ન :- સંસારનો ભોગવિસ્તાર પાપસખાવાળો કેવી રીતે છે? ઉત્તર :-સંસારનાં કોઇપણ ભોગસુખો હિંસા, જુઠ આદિ પાપો કરવા વડે જ મળે છે. ધન મેળવવામાં પણ માયા, જુઠ, જીવહિંસા આચરવી જ પડે છે. તથા મળેલા ભોગો ભોગવતી વખતે હિંસાદિ પાપ કરવાં જ પડે છે. મૈથુનાદિમાં ભોગકાળે પણ દ્રવ્યહિંસા અને આસક્તિ રૂ૫ ભાવહિંસા પણ છે. વિશિષ્ટ ખાદ્યભોજન બનાવવામાં પણ જીવહિંસા અને ભોજન કરવામાં પણ આસક્તિરૂપ ભાવહિંસા આદિ છે જ. એટલે અઢારે પાપસ્થાનકો છે મિત્ર જેનો એવો આ સુખભોગ બુદ્ધિમાનોને આનંદ માટે કેમ થાય? સર્પની ફણા ઉપરનો મણિ લેવો કોને ગમે? જે મણિના લાભના સુખની પાછળ સર્પદંશનું અને તેના દ્વારા મૃત્યુનું દુઃખ છે જ. તેથી ચતુર પુરુષો આ મણિ લેવા સર્પની નજીક જતા નથી. તેવી રીતે જે ભોગસુખોની પાછળ ભોગ મેળવવા માટે કરેલાં અને ભોગોનો આનંદ માણતાં કરેલાં પાપોના ઉદયથી દુઃખ જ દુઃખ આવે છે તે ભોગવિસ્તાર ધમન્તોને આનંદદાયક કેમ થાય? સંસારનાં ભોગસુખો તે પાપની સાથે આ અવિનાભાવ સંબંધવાળાં છે. માટે પાપસખા કહ્યું છે. ભૂતોને (જીવોને હણ્યા વિના ભોગસુખો પ્રાપ્ત થતાં નથી. અને ભૂતોના (જીવોના) ઉપઘાતથી (હણવાથી) અવશ્ય પાપ થાય છે. એવી ભાવના આ દૃષ્ટિવાળા જીવોને આવે છે. મેં ૧૫૯ | धर्मभोग सुन्दर इत्यप्याशङ्कापोहायाह પાપસખાવાળો ભોગવિસ્તર દુઃખદાયી હોવાથી ભલે સુંદર નથી. પરંતુ ધર્મથી મળેલો ભોગ તો સુંદર કહેવાય જ ને? એવી કોઈ શંકા કરે તો તે દૂર કરવા માટે કહે છે કે Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય धर्मादपि भवन् भोगः, प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥ १६०॥ ગાથાર્થ = ધર્મથી પ્રાપ્ત થતા ભોગો પણ ઘણું કરીને જીવોને અનર્થને માટે જ થાય છે. જેમ કે ચંદનથી પ્રગટ થયેલો અગ્નિ પણ બાળે જ છે. || ૧૬oll ટીકા-“થમ િમલન મm' તેવોજી, “Hો'' વાહન, "अनर्थाय देहिनां," तथाप्रमादविधानात् । प्रायोग्रहणं शुद्धधर्माक्षेपिभोगनिरासार्थं, तस्य प्रमादबीजवत्त्वायोगात्, अत्यन्तानवद्यतीर्थङ्करादिफलशुद्धेः, पुण्यशुद्धयादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । सामान्यतो दृष्टान्तમારં-વારિ સપૂતઃ” તથાત્યપ્રવૃત્તિ | વિમિત્યાદ-“હવે હુતાણી:” तथास्वभावत्वात् । प्राय एतदेव न दहत्यपि कश्चित् (क्वचित् ) सत्यमन्त्राभिसंस्कृताद् दाहासिद्धेः सकललोकसिद्धमेतदिति ॥ १६०॥ - વિવેચન -આ દૃષ્ટિમાં આવેલા જીવોને સાંસારિક ભોગોના વિલાસની કોઇપણ ચેષ્ટા બાલધૂલીગૃહતુલ્ય, માયામરીચિતુલ્ય ઇત્યાદિ તુલ્ય લાગે અને સર્વે ભોગવિસ્તાર પાપનો મિત્ર હોવાથી પ્રાણીઓને આનંદ માટે થતો નથી. એમ ઉપર સમજાવવામાં આવ્યું છે ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે પ્રશ્ન :- ધર્મ કરવા દ્વારા બંધાયેલા પુણ્યથી જે ભોગસમૂહ પ્રાપ્ત થાય. તે તો અનર્થ માટે ન થાય ને ? અર્થાત્ પાપકર્મ કરવા દ્વારા જે ભોગસમૂહ પ્રાપ્ત થાય તે તો અનર્થ માટે થાય, એ સમજી શકાય છે. પરંતુ ધર્મ કરવા દ્વારા જે ભોગસમૂહ પ્રાપ્ત થાય તે તો પૂર્વોક્તથી વિપરીત છે માટે તે તો અનર્થ માટે ન થાય ને? અનર્થ માટે ન થવો જોઇએ. ઉત્તર - ધર્મ કરવા દ્વારા પણ પ્રાપ્ત થયેલો ભોગસમૂહ પ્રાણીઓને ઘણું કરીને બહુલતાએ અનર્થ માટે જ થાય છે. અહીં મૂળમાં લખેલ સપિ શબ્દનો અર્થ એવો કરવો કે પાપકર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ તો અનર્થને માટે છે જ. પરંતુ ધર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ પણ અનર્થ માટે પ્રાય થાય છે. પ્રશ્નઃ- ધર્મ કરવા દ્વારા પ્રાપ્ત થયેલો ભોગસમૂહ “કયા કારણે” અનર્થ માટે થાય છે? ઉત્તર- તેમાં તેવા પ્રકારના “પ્રમાદનું સેવન” કરાય છે. માટે તે અનર્થ માટે Page #498 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૬૩ થાય છે. અનર્થ માટે થવાનું કારણ “તથાવિધ પ્રમાદ આચરણ” તેમાં છે તે છે. “પ્રમાદ આચરણ” હોવાથી અશુભ કર્મબંધ થાય છે. અને તેવા અશુભ કર્મબંધનો જ્યારે ઉદય થાય ત્યારે નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થવા રૂપી અનર્થ થાય જ છે. પ્રશ્ન : ધર્મ દ્વારા પ્રાપ્ત થયેલા ભોગસુખમાં “પ્રમાદાચરણ” કેવી રીતે છે? ઉત્તર :- ભોગસુખોની પ્રાપ્તિ અને તેના માટે ધનની પ્રાપ્તિ, આ બન્ને પ્રાપ્ત કરવામાં હિંસા, અસત્ય, ચૌર્ય આદિ પાપો કરવાં જ પડે છે અને હિંસાદિ પાપો કરવાં તે “પ્રમાદાચરણ” છે. તથા તે મેળવવામાં અને મળેલાને ભોગવવામાં આસક્તિ-પ્રેમ-રતિ-પ્રીતિ થાય છે. તથા રતિજન્ય આનંદ થાય છે. તથા ભોગો ન મળે તો અથવા મળેલા ભોગો ભોગવવા ન મળે તો વૈષ, અપ્રીતિ અને શોકાદિ થાય છે. આ આસક્તિ-રાગ-દ્વેષ અને શોકાદિ એ સર્વે મોહના વિકારો હોવાથી “પ્રમાદાચરણ” છે. તથા ક્રોધાદિ કષાયો પણ વેગથી થાય છે. ભોગકાલે ધર્મતત્ત્વ ભૂલી જવાય છે, તેની ઉપેક્ષા કરાય છે. આ કષાયો અને ધર્મનો અનાદર એ પણ “પ્રમાદાચરણ” છે. આ પ્રમાણે ભોગ સુખો મેળવવામાં અને ભોગવવામાં જીવો પ્રમાદ સેવે જ છે. તથા તેના વિયોગ કાળે તો રડી રડીને અતિશય આર્ત-રૌદ્રધ્યાન કરે છે. તે પણ સર્વે “પ્રમાદાચરણ” છે. આ વિષય સમજાવવા એક સુંદર ઉદાહરણ ગ્રંથકાર કહે છે કે ચંદન પોતે શીતળ છે. પરંતુ તેનાથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે. કારણ કે અગ્નિ એ તો આખર અગ્નિ જ છે. બાળવાનો તો તેનો સહજ સ્વભાવ જ છે. આ પ્રમાણે ધર્મથી પ્રાપ્ત થયેલા ભોગો પણ કારણ-સ્વરૂપ અને ફળ રૂપે પ્રમાદાત્મક જ હોવાથી પ્રાણીઓને અવશ્ય અનર્થ માટે જ થાય છે. પ્રશ્ન :- જો ધર્મજન્ય ભોગસુખો પણ “પ્રમાદાત્મક” જ હોય અને અનર્થને માટે જ થતાં હોય તો પછી તેમાં “પ્રાયઃ” શબ્દ શા માટે કહો છો ? તેમાં શું કંઈ અપવાદ છે? ઉત્તર :- હે, શુદ્ધક્ષેમિોનિકાસાર્થ શુદ્ધ ધર્મને ખેંચી લાવે તેવા ભોગોના વ્યવચ્છેદ માટે આ પ્રાયઃ શબ્દ છે. આ સંસારમાં પ્રાપ્ત થનારા “ભોગો” બે જાતના હોય છે. એક પાપકર્મોનો આક્ષેપ (આકર્ષી લાવવાનું-ખેંચી લાવવાનું કામ) કરનારા ભોગો, અર્થાત્ પાપ કર્મ બંધાવનારા ભોગો, અને બીજા શુદ્ધ ધર્મનો આક્ષેપ (આકર્ષણખેંચાણ) કરનારા ભોગો, અર્થાત્ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવનારા ભોગો. આ બેમાંથી Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૦ પ્રથમ નંબરવાળા ભોગો જ અનર્થ માટે થાય છે. બીજા નંબરવાળા ભોગો અનર્થ માટે થતા નથી. તેથી “પ્રાયઃ” શબ્દ લખ્યો છે. આ વાત કંઈક વિસ્તારથી સમજીએ. પૂર્વભવોમાં બાંધેલા પુણ્યના ઉદયથી સંસારના કોઈ ભોગો એવા પ્રાપ્ત થાય છે કે જે ભોગો પાપ કર્મ બંધાવે છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી અને સુભૂમ ચક્રવર્તી જેવા રાજાઓને છ ખંડના રાજ્યના ભોગો મળ્યા. તથા ચક્રવર્તીપણાની બધી ઠકુરાઈ મળી. મહાવીર પ્રભુના જીવને અઢારમા ભવમાં વાસુદેવપણાની ઋદ્ધિ, સિદ્ધિ મળી. પરંતુ આ એવી ઋદ્ધિ-સિદ્ધિ મળી કે જે ભોગોએ પાપકર્મો જ કરાવ્યાં, પાપકર્મો જ બંધાવ્યાં, તેનાથી તેઓ નરકગતિમાં ગયા. માટે આવાં પાપકર્મોને બંધાવનારી ભોગસામગ્રી અનર્થ માટે થાય છે.' તથા પુણ્યના ઉદયથી કોઈ ભોગો એવા મળે છે કે જે શુદ્ધધર્મનું આક્ષેપ (આકર્ષણ-ખેંચાણ) કરે છે. શુદ્ધ ધર્મ કરાવનારા બને છે. જેમ કે, ભરત મહારાજાને મળેલી છ ખંડની સંપત્તિ, શાલિભદ્રને મળેલી અઢળક સંપત્તિ, મહાવીર પ્રભુને અંતિમ ભવમાં પ્રાપ્ત થયેલું રાજપુત્રપણું અને તેની સંપત્તિ. આ બધાને પણ પુણ્યોદયથી જ સંપત્તિ પ્રાપ્ત થયેલી છે. પરંતુ તે ભોગસુખની સંપત્તિ ધર્મ તરફ લઈ જનારી બની અને આ જીવો સુખભોગવાળા છતાં આસક્તિ વિનાના હોવાથી કર્મ ખપાવી મુક્તિગામી બન્યા. આ રીતે પૂર્વબદ્ધ પુણ્યકર્મનો “ઉદય” બે પ્રકારનો હોય છે. એક આસક્તિ વડે પાપબંધ કરાવવા દ્વારા નરકાદિ અનર્થ આપનારા ભોગોને અપાવનારૂં પાપાનુબંધી પુણ્ય, કે જે અનર્થ માટે છે અને બીજુ પુણ્ય અનાસક્તભાવે ભોગવાતા ભોગો શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરાવવા દ્વારા મુક્તિ તરફ લઈ જનારું હોય છે તે પુણ્યાનુબંધી પુણ્ય અનર્થ માટે થતું નથી. પ્રશ્ન - જે ભોગો પાપકર્મ બંધાવે તેને, અને જે ભોગો શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરાવે તેને જૈનશાસ્ત્રોમાં શું કહેવાય છે ? ઉત્તર :- જે ભોગો ભોગવતાં ભોગવતાં જીવો આસક્તિ-કષાય-રાગ-દ્વેષ-હિંસાદિ અને ધર્મનો અનાદર આદિ પ્રમાદ સેવે અને તેના દ્વારા પાપકર્મ બાંધી નરકાદિ દુર્ગતિમાં જાય તેને “પાપાનુબંધી પુણ્ય” કહેવાય છે. ભોગો પ્રાપ્ત થયા તે પુણ્યોદય છે. પરંતુ ઉપરોક્ત પ્રમાદ દ્વારા પાપકર્મોનો જ અનુબંધ કરાવનારો તે પુણ્યોદય છે. માટે પાપનો અનુબંધ કરાવનારૂં એવું પુણ્ય તે કહેવાય છે. તથા જે ભોગો નિસ્પૃહભાવે ભોગવાય છે. ભોગવવાની ઈચ્છા બીલકુલ ન હોવા છતાં ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે વિપરીત સંજોગોની પરાધીનતાના કારણે જ ભોગવવા પડતા હોય છે. તે ભોગોમાં આસક્તિ-કષાય-રાગ-દ્વેષ અને ધર્મના અનાદર રૂપ પ્રમાદ ન હોવાથી Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય પાપબંધના હેતુ બનતા નથી. બલ્બ અનાસક્તિભાવના કારણે શુદ્ધ ધર્મ તરફ લઇ જનારા હોય છે. તેથી તેને “પુણ્યાનુબંધી પુણ્ય” કહેવાય છે. સારાંશ કે જે પુણ્ય ભોગવતાં આસક્તિ અને રાગાદિ હોય તે પાપાનુબંધી પુણ્ય, અને જે પુણ્ય ભોગવતાં અનાસક્તિ અને વૈરાગ હોય તે “પુણ્યાનુબંધી પુણ્ય” કહેવાય છે. કસાઇ, શિકારી, માંસાહારી આદિ થાય તેવો મનુષ્યનો ભવ મળે તે પાપાનુબંધી પુણ્ય, અને સાધુ-સંત થવાના ભાવ જાગે તેવો મનુષ્યનો ભવ મળે તે પુણ્યાનુબંધી પુણ્ય. પ્રશ્ન :-પુણ્યાનુબંધી પુણ્યોદયજન્ય ભોગો શુદ્ધ ધર્મના જ આક્ષેપક થાય છે. પરંતુ પાપકર્મોનો બંધ કરાવનારા થતા નથી તેનું કારણ શું? ઉત્તર :- તેનાં ચાર કારણો છે. (૧) તી પ્રતિવીખવક્વાયોગા=પ્રથમ કારણ એવું છે કે પુણ્યાનુબંધી પુણ્યોદય જન્ય ભોગકાળે આસક્તિ, કષાય, રાગ-દ્વેષ અને ધર્મતત્ત્વનો અનાદર ઇત્યાદિ જે જે પ્રમાદો છે. તે તે પ્રમાદનાં કારણોવાળાપણું ત્યાં નથી. તથા જયણાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી હિંસાદિ સ્વરૂપ જે જે “પ્રમાદનાં કારણો” છે. તે કારણોવાળાપણું પણ તે ભોગમાં નથી. તે ભોગોમાં ઉપયોગની શુદ્ધિ હોવાથી પ્રમાદના કારણોવાળાપણાનો અભાવ છે. માટે અનર્થ માટે થતાં નથી. (આ પ્રથમ કારણ). (૨) પ્રત્યક્તા નવઘતીર્થાનિશુદ્ધ =અતિશય નિર્દોષ (કેવળ પરોપકાર માત્ર કરનારું) એવું તીર્થંકરપણું અને આદિ શબ્દથી ગણધરપણું, આચાર્યપણું ઇત્યાદિ વિશિષ્ટફળશુદ્ધિવાળું આ પુણ્ય છે. જેમ કે મહાવીરપ્રભુ પચ્ચીસમા ભવમાં મનુષ્યનો ભવ, પંચેન્દ્રિયપણું ઇત્યાદિ પુણ્યોદયવાળા ભાવો પામ્યા. પરંતુ તે ભાવોથી તો વીશસ્થાનકનો તપ, સંયમી જીવન આદિ પ્રાપ્ત કરવા દ્વારા તીર્થંકરપણાનું ફળ આપે તેવી શુદ્ધિ પામ્યા. નરક-નિગોદના ભવ હોત તો આ ફળ આપે તેવી શુદ્ધિ ન આવત. માટે પુણ્યાનુબંધી પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ નરભવ, ઔદારિકશરીર, પંચેન્દ્રિય જાતિ, પ્રથમ સંઘયણ આદિ ભોગો વિશિષ્ટ આરાધના કરાવવા દ્વારા તીર્થંકરાદિપણાનું ફળ આપી શકે તેવી વિશુદ્ધિવાળા હોય છે. (આ બીજું કારણ) (૩) પુણયલાવી મિનિ–આવા પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યોદય દ્વારા પ્રાપ્ત થયેલી માનસિક શુદ્ધિમાં તથા ગાદ્રિ શબ્દથી પવિત્ર વાણીમાં અને પવિત્ર વર્તનમાં માત્ર આગમનો જ આગ્રહ હોવાથી આ ભોગ અનર્થ માટે થતા નથી. મન, વચન અને કાયાની બરાબર શુદ્ધિ જાળવવામાં શાસ્ત્રાજ્ઞાનું જ અનુસરણ કરે છે. ક્યાંય યો. ૩૦ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૦ પોતાની કલ્પના પ્રમાણે તર્ક-કુતર્કો આ જીવ કરતો નથી. આગમશાસ્ત્રોની આજ્ઞા મુજબ પોતાના ત્રણે યોગીની શુદ્ધિ જાળવવાનો આગ્રહ રાખે છે. (આ ત્રીજું કારણ) (૪) ધર્મસાત્તોપ =ધર્મ જ છે સારરૂપે જેમાં એવા પ્રકારના ચિત્તની પ્રાપ્તિ થઈ હોવાથી આ ભોગ અનર્થ માટે થતા નથી. પૂર્વબદ્ધ ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી કદાચ કોઈ કોઈ ભોગી કાયાથી છોડી શકાતા નથી. કર્મજન્ય બંધનોના કારણે શરીરથી ભોગો ભોગવવા પડતા હોય છે. પરંતુ તેનું મન તે ભોગોમાં હોતું નથી. તેનું મન તો ધર્મના જ સાર (બળ)વાળું હોય છે. આ જીવો કાયપાતી માત્ર હોય છે. પરંતુ ચિત્તપાતી હોતા નથી. (આ ચોથું કારણ છે.) આ પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યોદયજન્ય સાંસારિક ભોગો પ્રમાદબીજવાળા ન હોવાથી, તીર્થકરાદિ જેવી ઉત્તમફળયુક્ત શુદ્ધિવાળા હોવાથી, પુણ્યોદયજન્ય શુદ્ધિ અને પ્રવૃત્તિમાં આગમમાત્રના અનુસરણનો જ આગ્રહ હોવાના કારણે તથા ધર્મપરિણામમય ચિત્તવિશેષ હોવાના કારણે અનર્થને માટે થતા નથી. તેથી તેના નિરાસ (વ્યવચ્છેદ) સારું મૂળ ગાથામાં પ્રાય: શબ્દ કહ્યો છે. પુષશદ્ધસાલાવામfમનિવેશ આ પદમાં બદ્રિ શબ્દથી વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયજન્ય શુદ્ધિ અમે જેમ ઉપર સમજાવી તેમ પુણ્યાનુબંધી પાપના ઉદયકાળે દુઃખની પરિસ્થિતિ હોવા છતાં પણ આગમશાસ્ત્રની આજ્ઞાનું જ મુખ્યત્વે આલંબન હોય છે. તેથી તે પાપોદયજન્ય દુઃખની પરિસ્થિતિ પણ અનર્થ માટે થતી નથી. તે સ્વયં સમજી લેવું. તેથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભોગસામગ્રીને ભોગવવાના કાળે તથા પુણ્યાનુબંધી પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી દુઃખસામગ્રી ભોગવવાના કાળે પણ આગમશાસ્ત્રનું અનુસરણ હોવાથી વિવેકબુદ્ધિ જાગ્રત હોવાના કારણે તે અનર્થ માટે થતી નથી. પાપાનુબંધી પુણ્યોદયજન્ય ભોગસામગ્રી અનર્થ માટે થાય છે તે સમજાવવા માટે સામાન્યથી એક ઉદાહરણ કહે છે ચંદનથી પણ પ્રગટ થયેલો અગ્નિ શું બાળતો નથી? અર્થાત્ બાળે જ છે. તેમ અહીં જાણવું. ચંદનનું કાષ્ઠ ઉત્પત્તિમાત્રથી જ તેવા પ્રકારની શૈત્યપ્રકૃતિવાળું જ છે. છતાં તેમાંથી પ્રગટ થયેલ અગ્નિ બાળે જ છે. કારણ કે અગ્નિ તેવા પ્રકારના (બાળવાના જ) સ્વભાવવાળો છે. અહીં કારણ શીતળ પ્રકૃતિવાળું છે છતાં તેનું કાર્ય દાહજનક હોવાથી અનર્થકારી જ છે. તેવી રીતે કારણભૂત એવો ધર્મ કે ધર્મનું આચરણ Page #502 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૬૭ શીતળતાની જેમ હિતકારી છે. પરંતુ તેનાથી બંધાયેલા પુણ્યના ઉદયજન્ય ભોગવિસ્તાર હિંસાદિ પ્રમાદબીજ હોવાથી અનર્થ માટે જ થાય છે. એમ ઉદાહરણ અહીં સમજવું. પુણ્યોદયજન્ય ભોગવિસ્તાર અનર્થ માટે થાય છે. તેનું કારણ તે ભોગવિસ્તાર આસક્તિ પૂર્વક એટલે રાગાદિ અને હિંસાદિ દ્વારા ભોગવાય છે. પ્રમાદબીજ છે તેથી અનર્થ માટે થાય છે. છતાં જે ભોગવિસ્તાર અનાસક્તિથી રાગાદિ-રહિતપણે ભોગવાય, જેમાં પ્રમાદ બીજ ન હોય, તે ભોગો અનર્થ માટે થતા નથી. તેવી રીતે અગ્નિના ઉદાહરણમાં પણ ચંદનથી પ્રગટેલો અગ્નિ બાળે જ છે. ત્યાં પણ પ્રાયઃ બાળે છે એ પદ જોડવું. અર્થાત્ આ અગ્નિ (બાળવાના સ્વભાવવાળો) હોવા છતાં પણ હવે તે હત્યપ શત્ (કવિ) કોઈક અગ્નિ કોઇકસ્થાને બાળવાનું કામકાજ નથી પણ કરતો. માટે પ્રાયઃ બાળે છે એમ જાણવું. સત્યમંત્ર (પ્રભાવકમંત્ર)થી સંસ્કાર કરાયેલો એવો અગ્નિ બાળતો નથી. સત્યમંત્રથી મંત્રિત થયેલા અગ્નિથી દાહની અસિદ્ધિ છે. તથા જે સ્થાને સત્યમંત્રથી મંત્રિત અગ્નિ નથી છતાં પણ જો ચંદ્રકાન્ત મણિનું સાન્નિધ્ય હોય તો પણ તે સ્થાને તે અગ્નિથી દાહની અસિદ્ધિ છે. આ વાત સકલલોકમાં પ્રસિદ્ધ જ છે. એટલે અગ્નિમાં જેમ પ્રાય: “દાહકતા” છે. તેમ પુણ્યોદયજન્ય ભોગવિસ્તારમાં પણ પ્રાયઃ “અનર્થકારિતા” છે. પ્રશ્નઃ- પાપકર્મ બંધાવવા દ્વારા અનર્થકારી બને એવા ભોગો, અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે એવો ભોગો, આ બન્નેની પ્રાપ્તિ તો પુણ્યોદય રૂપ એક જ કારણથી થાય છે. તો પછી ભોગજન્ય કાર્યમાં ભેદ શા માટે છે? ઉત્તર - અનર્થકારી ભોગો અપાવે એવું પુણ્ય જ્યારે અતીત ભવોમાં બાંધ્યું હોય છે. ત્યારે સાંસારિક સુખોની વાસનાઓ પૂર્વક બાંધ્યું હોય છે. તેને જૈનશાસ્ત્રોમાં અશુદ્ધભાવ” કહેવાય છે. આવા પ્રકારના અશુદ્ધભાવોથી બંધાયેલું પુણ્ય તેના ઉદયકાળ ભોગો આપે છે પરંતુ જીવને પ્રમાદમાં જોડવા દ્વારા અનર્થકારી બને છે. પરંતુ શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવે એવું પુણ્ય જ્યારે અતીત ભવોમાં બાંધ્યું હોય ત્યારે સાંસારિક સુખોની વાસનાઓ વિના અર્થાત્ સાંસારિક સુખો એ મહા અનર્થકારી અને બંધનરૂપ છે એમ સમજી તેમાંથી મુક્ત થવાના આશયથી બંધાયેલું હોય છે તેને જૈનશાસ્ત્રોમાં “શુદ્ધભાવ” કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધભાવોથી બંધાયેલું પુણ્ય તેના ઉદયકાળ ભોગો અવશ્ય આપે જ છે. પરંતુ તે ભોગો જીવને પ્રમાદમાં નાખી શકતા નથી. તેથી તે ભોગો અનર્થકારી બનતા નથી. મોહની વાસનાઓ પૂર્વક બંધાયેલું પુણ્ય તે પાપાનુબંધી પુણ્ય અને મોહની વાસનાઓથી નિરપેક્ષપણે બંધાયેલું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૦-૧૬૧ આ પ્રમાણે મોહની વાસનાઓ રહિત કેવળ આત્મહિત અને મુક્તિપ્રાપ્તિના આશયવાળા શુદ્ધભાવથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. તેના ઉદયકાળે જીવ વિવેકી રહે છે. ભોગોમાં આસક્ત અને રાગી બનતો નથી. ના છૂટકે જ ભોગો ભોગવે છે. તેનું ચિત્ત ધર્મપરાયણ જ હોય છે. માટે તે અનર્થનું કારણ બનતું નથી. પરંતુ મોહની વાસનાઓ પૂર્વક કેવળ સાંસારિક ભોગસુખો મેળવવા માટે જ જે ધર્મનું આલંબન સ્વીકારે. તેનાથી બંધાયેલું પુણ્ય તે અશુદ્ધ ભાવોથી બંધાયું છે માટે પાપાનુબંધી પુણ્ય છે. તેના ઉદયકાળે જીવ અવિવેકી બને છે. મોહાંધ થાય છે. ભોગોમાં આસક્ત અને અતિશય રાગી બને છે. તેનું ચિત્ત ધર્મના અનાદરવાળું હોય છે. તેથી તે ભોગો અનર્થનું કારણ બને છે. / ૧૬૦ भोगात्तदिच्छाविरतिः, स्कन्धभारापनुत्तये । स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥ १६१॥ ગાથાર્થ = ભોગો ભોગવી લેવાથી તાત્કાલિક તે ભોગની ઇચ્છાની જે નિવૃત્તિ થાય છે. તે તેવા પ્રકારના ભોગો ભોગવવાના સંસ્કારોને (તીવ્રતર) કરનાર હોવાથી આ નિવૃત્તિ એક ખભાના ભારને દૂર કરવા માટે બીજા ખભા ઉપર ભાર ઉચકવા તુલ્ય છે. જે ૧૬૧ || ટીકા-“મોત્” સવાશાત્ “ચ્છિાવિરતિષ્ઠાવિરતિસ્તાાત્નિ” ! ક્રિમિત્યદિ-“ચૂમરાપનુ” ચમારપનુક્યર્થ, “ન્યાન્તરસમો : ” वर्तते । कुत इत्याह-"तत्संस्कारविधानतः" तथाकर्मबन्धेनानिष्टभोगसंस्कारविधानात्तत्त्वतस्तदिच्छाऽनिवृत्तेरिति । उक्ता पञ्चमी दृष्टिः । सत्यामस्यामपरैरपि योगाचार्यैरलौल्यादयो गुणा: प्रोच्यन्ते । यथोक्तम् - - વિવેચન :- જયારે જ્યારે સાંસારિક ભોગ સુખો ભોગવવાની ઇચ્છા થાય છે. ત્યારે ત્યારે તે ભોગસુખો (ઇચ્છાનુસાર) ભોગવી લેવાથી આ જીવની ભોગતૃષ્ણા નાશ પામી જાય છે, એમ કોઈ માને છે. પરંતુ તે ભ્રમમાત્ર જ છે. એમ જણાવતાં કહે છે કે ભોગસુખો પોતાની ઈચ્છાનુસાર ભોગવવાથી તાત્કાલિક ભોગ-સુખોની ઇચ્છાની નિવૃત્તિ થાય છે. પરંતુ વાસ્તવિકપણે ભોગસુખો ભોગવવાની જે તૃષ્ણા છે, તેનો નાશ થતો નથી. કારણ કે જ્યારે આ જીવ ભોગસુખોમાં જોડાય છે, ત્યારે તેની આસક્તિ અતિશય હોવાથી જીવ અશુભ કર્મબંધ કરે છે. અને તે અશુભ કર્મબંધના કારણે અનિષ્ટ એવા ભોગોના સંસ્કારોનું જ બીજાધાન થતું હોવાથી તાત્ત્વિકપણે તે ભોગેચ્છાની નિવૃત્તિ થઈ જ નથી. આ વાત સુંદર એવા એક દષ્ટાન્તથી સમજાવે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૬૯ ગાથા : ૧૬ ૧ યોગદષ્ટિ સમુચ્ચય કોઈ એક માનવ પોતાના એક સ્કન્ધ (ખભા) ઉપર બહુ મોટો ભાર ઉપાડે. અને રસ્તે આગળ આગળ ચાલે, પરંતુ થોડોક રસ્તો કાપતાં તે ખભા ઉપર ઘણો ભાર લાગવાથી આ ભાર સ્કન્ધાન્તર (બીજા ખભા) ઉપર ઉચકે તો તાત્કાલિક તેનો પ્રથમ ખભો શાન્તિ અનુભવે. પરંતુ તેના શરીર ઉપરથી ભાર નાશ પામતો નથી. જે ભાર પ્રથમ ખભા ઉપર હતો તે જ ભાર હવે બીજા ખભા ઉપર લાગે, તાત્કાલિક થોડી શાન્તિ લાગે, પરંતુ કાલાન્તરે ભાર તો લાગવા જ માંડે, ભારનો બોજો નાશ પામતો નથી. તે જ પ્રમાણે ભોગસુખોને ભોગવી લેવાથી તાત્કાલિક રાહત લાગે પરંતુ ભોગની ઇચ્છા સર્વથા નાશ પામતી નથી, બલ્ક વધે છે. કારણ કે ભોગોના વારંવાર આવા સંસ્કારો પડવાથી ભોગસુખોની ઇચ્છા તીવ્ર બનવાથી ભોગતૃષ્ણા વૃદ્ધિ પામે છે. માટે ભોગો ભોગવવાથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. પરંતુ સમ્યજ્ઞાન અને વૈરાગ્યપૂર્વક વિવેકદૃષ્ટિ વિકસાવવા દ્વારા ભોગોના ત્યાગથી ભોગતૃષ્ણા નાશ પામે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.શ્રીએ અધ્યાત્મસારમાં કહ્યું છે કે अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६॥ જે આત્મા ભોગોના ત્યાગ વિના વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે તે અપથ્થભોજનને છોડ્યા વિના જ રોગના વિનાશને ઇચ્છે છે. આ પ્રમાણે ભોગો ભોગવવાથી ભોગતૃષ્ણા નાશ પામતી નથી. પરંતુ તે ભોગોને ભોગવવાના જ વારંવાર સંસ્કારો થવાથી ભોગતૃષ્ણા વધે છે. એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર લઇ જવા જેવી કાલ્પનિક શાન્તિ થાય છે. પરંતુ પારમાર્થિક શાન્તિ થતી નથી. આ કારણથી જ આ દૃષ્ટિવાળાને સંસાર સંબંધી ભોગોની બધી “ભવચેષ્ટા” બાળકોના ધૂલીગૃહ જેવી નિરસ-અસાર અને તુચ્છ લાગે છે. આ પ્રમાણે અહીં પાંચમી સ્થિરા દૃષ્ટિ સમાપ્ત થાય છે. આ પાંચમી સ્થિર દૃષ્ટિ આબે છત લોલુપતા આદિ દોષોનો નાશ થવા દ્વારા “અલૌલ્ય” વગેરે ૨૧ ગુણો પ્રગટ થાય છે એમ અન્યદર્શનના યોગાચાર્યોએ પણ કહ્યું છે. તે ૨૧ ગુણો આ પ્રમાણે છે. अलौल्यमारोग्यमनिष्ठुरत्वं, गन्धः शुभो मूत्रपूरीषमल्यम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ १॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ॥ २॥ Page #505 -------------------------------------------------------------------------- ________________ ४७० યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬ ૧ दोषव्यपायः परमा च तृप्ति,-रौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भराधी-निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३॥ इत्यादि । इहाप्येतदकृत्रिमं गुणजातम् । अत एवारभ्य विज्ञेयम् ॥ १६१।। (૧) મનત્યમ અલોલુપતા અર્થાત લોલુપતાનો અભાવ, ઇન્દ્રિયોના વિષયભોગો ભોગવવામાં આસક્તિ-તૃષ્ણા-લોલુપતા હોતી નથી. (૨) આ અપથ્યના ત્યાગથી, પથ્યના જ સેવનથી, અને યોગસાધનાના પ્રભાવથી - શારીરિક રોગો ન થાય. આરોગ્ય સારું રહે. (૩) મનડુત્વ હૃદયમાં નિષ્ફરતા ન હોય, નિર્ધ્વસ પરિણામ ન હોય. (૪) જન્ય: જુમો શરીરમાંથી યોગપ્રભાવે સુગંધ જ (સારી જ ગંધ) નીકળે. (૫) મૂત્રપુરીષમજ્યમ્ યોગસાધનાના બળે આહાર-પાણીનું યથાયોગ્ય રીતે સુંદર પાચન થવાથી સ્વાભાવિકપણે જ મળ અને મૂત્રની અલ્પતા હોય. (૬) ક્રાન્તિઃ શારીરિક તેજની વૃદ્ધિ થાય. શરીરની ચમક સારી હોય. (૭) પ્રઃિ =ચિત્તની (માનસિક) પ્રસન્નતા સર્વકાળે હોય. (૮) સ્વ સ્થતા =કંઠ અત્યન્ત સૌમ્ય (મધુર-કર્ણપ્રિય) બને છે. આ આઠગુણો એ યોગસાધનાનાં પ્રાથમિક ચિહ્નો છે. (૯) મૈચાવિયુવત્તિયોગીઓનું ચિત્ત મૈત્રી-પ્રમોદ-કરુણા અને મધ્યસ્થતા આદિ ભાવનાઓથી વાસિત બને છે. ભાવનાઓથી ભાવિત મન હોય છે. (૧૦) વિષષ્યત: ચિત્ત વિષયભોગો તરફ આકર્ષાતું નથી. (૧૧) પ્રમાવવયોગીઓનું ચિત્ત પ્રભાવવાળું બને છે. માનસિક શક્તિ વધે છે. (૧૨) ધૈર્યસમન્વિત ચિત્ત ધીરતાનુણવાળું બને છે. આકુળ-વ્યાકુળતા થતી નથી. (૧૩) ભૈરવૃષ્યત્વ દુઃખ અને સુખમાં, જય અને પરાજ્યમાં, માન અને અપમાનમાં, લાભ-નુકશાનમાં, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં એમ સર્વ દ્વન્દ્રોમાં હાર ન પામે તેવું મન હોય છે અર્થાત્ સમભાવયુક્ત મન હોય છે. (૧૪) કમષ્ટતામ: મનના ઇષ્ટભાવોની યોગના પ્રભાવે અવશ્ય સિદ્ધિ થાય. (૧૫) નનયિત્વે ૨ પરં ચા–ઉચ્ચકોટિનું જનપ્રિયત્વ પ્રાપ્ત થાય છે. (૧૬) રોષવ્યપ: રાગ-દ્વેષ-હર્ષ-શોકાદિ મોહજન્ય દોષોનો નાશ થાય છે. (૧૭) પરમાર તૃમિ =આત્માને પરમ શાન્તિનો અનુભવ થાય. Page #506 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૭૧ (૧૮) ગૌરિયો: સર્વ સ્થાને ઉચિત આચરણ આચરવામાં જ વર્તે છે. (૧૯) સમતા ૪ ગુર્થી અતિશય મોટો એવો સમતાગુણ હોય છે. (૨૦) વૈરાતિના =વૈર, વૈમનસ્ય, ક્રોધ, અહંકાર, કપટી સ્વભાવ આદિ દોષોનો નાશ થાય છે. (૨૧) ત્રઢતા ૨ થી સાચી વિવેકયુક્ત બુદ્ધિ પ્રગટ થાય છે. | નિષ્પન્નયોગવાળા યોગી મહાત્માનાં આ સર્વે ચિહ્નો છે. અન્ય દર્શનકારના યોગાચાર્યોએ જે આ ૨૧ ગુણો કહ્યા છે. તે ગુણો રૂદાપિ આ પાંચમી દૃષ્ટિમાં પણ તદ્ રિય્ પુનાત=સ્વાભાવિકપણે જ આ ગુણ સમૂહ હોય છે. એટલે કે ગત મારગ વિયઆ પાંચમી દૃષ્ટિમાં સ્વાભાવિકપણે આ ગુણો પ્રગટેલા હોય છે. આ દૃષ્ટિથી જ આ ગુણો વાસ્તવિક રૂપે પ્રગટે છે. અને હવે પછીની શેષ દૃષ્ટિઓમાં તો આ ગુણો અધિક અધિક વિકસે છે. ૧૬૧// Fસ્થિરા દેષ્ટિનો સાર સ્થિરા દૃષ્ટિમાં આવેલો આત્મા પ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામેલો હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. અસાર વસ્તુને અસાર અને સાર વસ્તુને સાર રૂપે સમજે છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી સાતિચાર (પ્રતિપાતી-અનિત્ય) એવો બોધ અને ક્ષાયિક-પથમિક સમ્યકત્વમાં સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી નિરતિચાર (અપ્રતિપાતી-નિત્ય) એવો બાધ હોય છે. ઇન્દ્રિયોને વિષય વિકારોમાંથી જીતીને આત્માના સ્વરૂપની રમણતામાં જાડનારું “પ્રત્યાહાર” નામનું યોગાંગ” હોય છે. કરાતા અનુષ્ઠાનોમાં સમ્યકત્વ પૂર્વક પ્રવૃત્તિ હોવાથી ભ્રમ (અહીંતહીં ભટકવાપણાના) દોષનો ત્યાગ હોય છે. તથા વસંવેદ્યપદ પ્રાપ્તિના પ્રભાવે સૂક્ષ્મબોધ” નામના ગુણની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે. આ દૃષ્ટિમાં આવેલા જીવો અજ્ઞાન અને મોહરૂપી ગ્રન્થિનો ભેદ થયેલ હોવાથી તથા સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયેલ હોવાથી સંસારી ઘરનાં જે સર્વે કાર્યો (પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો, અર્થોપાર્જન, પરિવારાદિની પ્રાપ્તિ, માન-પ્રતિષ્ઠા અને સાંસારિક યશ આદિની પ્રાપ્તિ) તે બાળકોને રમવા માટેનાં ધૂળમાં કરાયેલાં ગૃહ (ઘર) સમાન અસાર, તુચ્છ અને નાશવંત લાગે છે. તેથી તેમાં આસક્તિ થતી નથી. તથા ઝાંઝવાનું જળ, આકાશમાં થતાં વાદળોનાં નગરો અને સ્વપ્નો જેમ ભ્રમસ્વરૂપ છે. તેમ પૌગલિક બધા જ બાહ્યભાવોને Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૧-૧૬ ૨ આગમજ્ઞાનથી પ્રગટેલા વિવેક દ્વારા બ્રમાત્મક સમજે છે. અને માને છે. આત્માની અંદર રહેલી એક જ્ઞાન રૂપ જ્યોતિ એ જ નિરાબાધ, નિરામય અને પરમતત્ત્વ છે એ જ વાસ્તવિકપણે ઉપાદેય છે. બાકીની સઘળી વસ્તુઓ માત્ર ઉપાધિરૂપ જ છે. આ દૃષ્ટિવાળા જીવો જ્ઞાનપૂર્વકના વિવેકવાળા, ધીરસ્વભાવવાળા, પ્રત્યાહારની પ્રધાનતાવાળા અને ધર્મકાર્યો કરવામાં બાધા ઉપજાવે તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરનાર હોય છે. જે લક્ષ્મી અનિત્ય હોવાથી કાળાન્તરે ચાલી જવાની હોવાથી દરિદ્રતાની સખી છે. તે લક્ષ્મી બુદ્ધિમાન પુરુષોને જેમ આનંદ માટે થતી નથી. તેવી રીતે આ દૃષ્ટિવાળા જીવોને ભોગવિલાસ પણ પાછળ અવશ્ય પાપ અને તદુદયજન્ય દુઃખ આવવાનું જ હોવાથી આનન્દ માટે થતો નથી. જેમ ચંદન શીતળ હોવા છતાં પણ તેનાથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે જ છે એટલે અનર્થકારી જ છે. તેવી રીતે (સંસારસુખ મેળવવાની વાસનાપૂર્વક કરાયેલા) ધર્મથી બંધાયેલ પુણ્યના ઉદયથી ઉદયકાળે મળેલો ભોગવિસ્તાર પણ તે જીવોને અનર્થ માટે જ થાય છે. ભોગો ભોગવી લેવાથી જે તૃપ્તિ થાય છે તે ઔપચારિક શાન્તિ છે. પરંતુ વાસ્તવિક શાન્તિ નથી. જેમ એક ખભા ઉપર ઉચકેલા ભારનું વજન લાગવાથી તે ભાર બીજા ખભા ઉપર લઈ લેવામાં આવે તો જે શાન્તિ થાય છે તે ઔપચારિક છે. કારણ કે વાસ્તવિક ભાર તો ગયો જ નથી. એટલે થોડા કાળ પછી પાછું વજન લાગવાનું જ છે. તેમ ભોગો ભોગવવાથી ક્ષણિક તૃપ્તિ થાય છે. પરંતુ ભોગોની વાસના નાશ પામેલી નથી, તેથી થોડા જ કાળમાં પુનઃ ભોગોની વાસના વધે છે. માટે ભોગ વિસ્તાર સારો નથી, એમ સમજી મન સંસારી ભાવોથી અલિપ્ત હોય છે. ની સ્થિરા દૃષ્ટિ સમાય છે तथा च षष्ठी दृष्टिमभिधातुमाहપાંચમી દષ્ટિ સમજાવીને હવે છઠ્ઠી દષ્ટિ સમજાવવા માટે કહે છે कान्तायामेतदन्येषां, प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं, मीमांसाऽस्ति हितोदया ॥ १६२॥ ગાથાર્થ = કાન્તા દૃષ્ટિમાં આ દર્શન (સૂક્ષ્મબોધ) અન્યજીવોની પ્રીતિ માટે થાય છે. (પરંતુ ષ માટે થતો નથી.) શ્રેષ્ઠ એવી ધારણા નામનું યોગનું અંગ Page #508 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૭૩ હોય છે. આ કારણથી જ આ દૃષ્ટિમાં સદાકાળ અચુમદ્ દોષ હોતો નથી. અને હિતોદય કરાવે તેવી મીમાંસા (ગુણ) હોય છે. તે ૧૬૨ | ટીકા “ક્રાન્તાથ” દષ્ટી, “તત્તરવિત” નિત્યનાદ્ધિ, ““માં प्रीतये" भवति, न तु द्वेषाय । तथा "धारणा परा" प्रधाना चित्तस्य તેશવચહ્નક્ષUT | યથાવત–શવત્તિી થારVIT રૂ-૨ પતંગ્યો “મતો” થાRUતઃ | “અત્ર” દો, “નાચમુન્નચિત્ર :” | તલા તત્તપ્રતિમાસાયોર્ તથા “નિત્ય'' સર્વાનું, “મીમાંસતિ' કવિરારંભિક્ષા | મત વાદ-હિતા '' સથ જ્ઞાનપત્રનર્વેિન છે દ્રા વિવેચન - કાન્તા દૃષ્ટિ આબે છતે પૂર્વે ૧૫૪ ગાથામાં સ્થિરાદષ્ટિમાં આવેલ નિત્યબોધ વગેરે ગુણો વિશેષ સ્વરૂપે ચાલુ જ રહે છે. દષ્ટિની નિર્મળતા વધવાના કારણે જ્ઞાનગુણ પણ વધારે નિર્મળ બને છે. આ સૂક્ષ્મબોધ વિશિષ્ટ તર્કયુક્ત થવાથી બીજાને સમજાવવામાં અત્યન્ત પ્રભાવશાળી થાય છે. તેથી આ બોધ દ્વારા પરજીવોને તત્ત્વ સમજાવવામાં ઘણી જ સફળતા મળે છે તે કારણથી પરજીવોને પણ યોગીઓના આ બોધ પ્રત્યે પ્રીતિ અને બહુમાન ઉપજે છે. પરંતુ દ્રષ, અદેખાઈ કે નારાજગી પેદા થતી નથી. બોધ નિર્મળ અને સારો હોવાથી મુખથી એવી સુંદર વાણી નિકળે છે કે જે વાણી પર પ્રીતિનું જ કારણ બને. તથા યોગ સાધના માટેની આ દૃષ્ટિ અતિશય નિર્મળ બનવાથી શ્રેષ્ઠ એવું ધારણા નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. જે ધ્યેય સિદ્ધ કરવું છે. તે ધ્યેયવાળા સ્થાનમાં ચિત્તનું ચોટી જવું, તેમાં ચિત્તનું તન્મય થઈ જવું, તેને ધારણા કહેવાય છે. પાંતજલ ઋષિના યોગસૂત્રમાં કહ્યું છે કે-શવશ્વશિત્તર્ણ ઘારરૂ-૨ દેશમાં (ધ્યેયવાળા સ્થાનમાં) ચિત્તનું બંધાઈ જવું-ચોટી જવું. ઇષ્ટસાધ્યની સાધનામાં મનની લીનતા થવી તે ધારણા કહેવાય છે. યોગસાધનાની ઈષ્ટ ક્રિયામાં ચિત્તની ધારણા (સ્થિરતા) પ્રાપ્ત થઈ છે. આ કારણથી જ આ દૃષ્ટિમાં “અજમુ” દોષ હોતો નથી. એટલે કે યોગસાધના માટેની આ ઇષ્ટ ક્રિયા વિના અન્યત્ર (અન્ય કોઈપણ ક્રિયામાં) તે કાળે હર્ષ થતો નથી. કારણ કે આ યોગસાધના માટે કરાતી જે ક્રિયા છે. તેમાં જ ચિત્ત અત્યન્ત સ્થિર બન્યું હેવાથી તદ્દા તે કાળે તો તે અન્ય ક્રિયાઓ કરવાની ઉત્સુકતાની પ્રતિમાસ ફુરણા થવાનો જ અભાવ છે. અન્ય ક્રિયાની ફુરણા થતી જ નથી. માટે અન્યમુદ્ દોષ નથી. Page #509 -------------------------------------------------------------------------- ________________ ४७४ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૨-૧૬૩ સુંદર તત્ત્વબોધ થયેલ હોવાથી અને દૃષ્ટિ આત્મતત્ત્વ ભણી વધુ ઢળી હોવાથી તે તત્ત્વો સંબંધી તર્ક-વિતર્ક અને દાખલા-દલીલપૂર્વક સૂક્ષ્મ-સૂક્ષ્મ ઉત્તમોત્તમ વિચારાત્મક એવી મીમાંસા પ્રગટે છે. ચિંતન-મનન કરવાની સ્કૂરણા જાગે છે. જ્યારે જ્યારે શેષકામોમાંથી નિવૃત્તિ મળે ત્યારે ત્યારે તત્ત્વોની સુંદર વિચારણા જ કરે છે. અને આ વિચારણા અવશ્ય હિતોદય કરનારી જ થાય છે. કારણ કે તેવી ઉત્તમોત્તમ સૂક્ષ્મ વિચારણાઓ દ્વારા સમ્યજ્ઞાન રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અને દિન-પ્રતિદિન વધારેમાં વધારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી એ જ સાચું આત્માનું હિત છે. એટલે હિતોદયવાળી આ મીમાંસા બને છે. || ૧૬૨ / अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે अस्यां तु धर्ममाहाम्यात्समाचारविशुद्धितः । प्रियो भवति भूतानां, धर्मैकाग्रमनास्तथा ॥ १६३॥ ગાથાર્થ = વળી આ દૃષ્ટિમાં આવેલો જીવ સમ્યક્ (સુંદર) આચારોની વિશુદ્ધિના કારણથી અને ધર્મના પ્રભાવથી પ્રાણીઓને પ્રિય બને છે. તથા ધર્મમાં જ એકાગ્ર ચિત્તવાળો હોય છે. એ ૧૬૩ // ટીકા - “મામેવ” દી વત્તા નિયોન, “થfમહિભ્યિRUI[,” મારાવિશુદ્ધિ” તઃ | વિનિત્ય-“ મવતિ ભૂતાન'' પ્રળિનાં, થÁામનાસ્તા'' વતીતિ છે દારૂા. | વિવેચન :- આ દૃષ્ટિ એટલે કાન્તાદૃષ્ટિ આવે છતે હૃદયમાં પ્રગટ થયેલો સમભાવ-નિઃસ્પૃહતા” અને “વૈરાગ્યાદિ” ગુણાત્મક જે ઉત્તમ ધર્મ છે. તે ધર્મના પ્રભાવથી જ આ દૃષ્ટિવાળા મહાત્માઓનો આચાર સમ્યગૂ હોય છે. જેનું હૃદય શુદ્ધ છે તેના વિચાર, વાણી અને વર્તન સદાકાળ સહજભાવે જ સુંદર હોય છે. અને જેનું હૃદય અશુદ્ધ હોય છે તેનાં વિચાર-વાણી અને વર્તન સહજભાવે જ અસુંદર હોય છે. કદાચ બહારથી સુંદર હોય તો પણ તે માયારૂપ અને કપટભાવ યુક્ત હોવાથી અસુંદર જ છે. આ કારણથી પ્રાપ્ત થયેલી સમ્યક્ એવા આચારોની વિશુદ્ધિથી જ આ યોગી મહાત્મા સર્વ પ્રાણીઓને પ્રિય થઈ પડે છે. પારમાર્થિક શુદ્ધ આચરણ આ સંસારમાં કોને ન આકર્ષે? અર્થાત્ સર્વને આકર્ષે જ. સર્વને પ્રિય થાય જ. એકલો પરને પ્રિય જ થાય છે એટલું જ નહીં, પરંતુ પોતે પણ વધુને વધુ ધર્મભાવનામાં જ દત્તચિત્ત બને છે. ધર્મમાં જ એકાગ્રમનવાળો આ મહાયોગી બને છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫ ગાથા : ૧૬૪ યોગદૃષ્ટિ સમુચ્ચય આવી દૃષ્ટિ જયારે આવે છે, વૈરાગ્ય વૃદ્ધિ પામે છે, સંસાર તુચ્છ, અસાર અને ભવભ્રમણાનો જ હેતુ દેખાય છે, ત્યારે આ જીવમાં કયા કયા ગુણો નથી આવતા? અર્થાત્ આવા ઘણા ગુણો સહજભાવે જ પ્રગટે છે. અને આત્માનું કલ્યાણ વધતું જાય છે. દૃષ્ટિ અતિશય વિશુદ્ધ-વિશુદ્ધતર બની હોવાથી બાહ્ય આચરણ પણ નિષ્કપટભાવે કેવળ આત્માના ઉપકારની બુદ્ધિએ જ એવું સુંદર પ્રવર્તે છે કે તેના પ્રતાપે આ જીવ સર્વને પ્રિય પણ થાય છે. ધર્મના કાર્યોમાં સ્થિર મનવાળો પણ બને છે અને આત્મકલ્યાણ સાધનાર બને છે. પતવાદ-આ જ વાત વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે श्रुतधर्मे मनो नित्यं, कायस्त्वस्यान्यचेष्टिते । अतस्त्वाक्षेपकज्ञानान भोगा भवहेतवः ॥ १६४ ॥ ગાથાર્થ = આ જીવનું મન હંમેશાં મૃતધર્મમાં જ હોય છે. માત્ર કાયા જ અન્ય ક્રિયાઓમાં હોય છે. આ કારણથી “આક્ષેપક” જ્ઞાનના પ્રભાવથી તે જીવને ભોગો ભવ-હેતુ થતા નથી. / ૧૬૪ | ટીકા-“શ્રતય” માણે, નો નિર્ચ” તાવનોપપ . “વસ્તુ” काय एव, अस्याधिकृतदृष्टिमतो, “अन्यचेष्टिते" सामान्ये “अतस्त्वत" एव વIRUIત્ “માપજ્ઞાનત' સાક્ષેપક્ષજ્ઞાન મૂર્તિન, “મોm'' ક્રિયાર્થસવન્યા, “મવાવ:” સંસારહેતો “ર” કૃતિ ૬૪ વિવેચન :- મર્યાપ્રસ્તુત એવી આ કાન્તા નામની છઠ્ઠી દૃષ્ટિમાં વર્તતા જીવનું મન હંમેશાં મૃતધર્મમાં જ લાગેલું હોય છે. અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની સૂક્ષ્મ વિચારણાઓમાં અને તે શાસ્ત્રોની જ વિશેષ વિશેષ ભાવનાઓમાં લયલીન હોય છે. વેરાવતું આ પદમાં કહેલો 1 શબ્દ એવકાર અર્થમાં છે. એટલે માત્ર કાયા જ અન્ય એવાં સાંસારિક સામાન્ય કાર્યોમાં હોય છે. અર્થાત્ આહાર-વિહાર આદિ રૂપ સામાન્ય સંસારી કાર્યોમાં માત્ર (મન વિનાની) એકલી કાયા જ પ્રવર્તતી હોય છે. આ યોગીનું મન શાસ્ત્રજ્ઞાનમાં અને કાયામાત્ર જીવન ટકાવવાના આધાર ભૂત એવા આહાર-નિહારાદિ રૂપ સામાન્ય કાર્યમાં પ્રવર્તે છે. આટલા બધા નિર્લેપ દશાવાળા આ યોગી મહાત્માઓ હોય છે. તતુ આ કારણથી આ મહાત્માઓ જે આહાર-વિહાર અને વિહારાદિ કાર્યો કરે તે સર્વે-પાંચ ઇન્દ્રિયોના ભોગો આવા પ્રકારના “આક્ષેપક જ્ઞાનના” પ્રભાવથી તેઓને ભવહેતુ (સંસારની પરિભ્રમણા)નું કારણ બનતા નથી. Page #511 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય પ્રશ્ન :- “આક્ષેપકશાન” એટલે શું? આક્ષેપક કોને કહેવાય? ઉત્તર ઃ- આક્ષેપક એટલે આકર્ષણ કરનારૂં, ખેંચનારૂં, પોતાના તરફ લાવનારૂં એવું જ્ઞાન, સારાંશ કે અનાદિકાળથી મોહસંજ્ઞાના બળે આ જીવનું મન પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ અને તેના દ્વારા મળતાં ભોગ-સુખો તરફ ખેંચાયેલું છે જ. સતત તેમાં લીન જ છે. તેમાંથી મન ઉઠાવીને શાસ્ત્રજ્ઞાનમાં જોડનારૂં, મનને આત્મા તરફના ભાવોમાં ખેંચનારૂં જ્ઞાન, અર્થાત્ શાસ્ત્રોના અનુભવોમાં આકર્ષણ કરનારૂં એવું જે જ્ઞાન આક્ષેપકજ્ઞાન અર્થાત્ વિશિષ્ટકોટિના વૈરાગ્યવાળું જે જ્ઞાન તે આક્ષેપકજ્ઞાન કહેવાય છે. છઠ્ઠી સૃષ્ટિમાં વર્તતા જીવનું મન સદા શ્રુતશાસ્ત્રોના અનુભવમાં જ લીન હોવાથી શરીરમાત્ર દ્વારા ભોગવાતા આહારાદિના ભોગો તે જીવને ભવભ્રમણનો હેતુ બનતા નથી. ૪૭૬ પૂજ્ય આનંદઘનજી મ.શ્રીએ પણ કહ્યું છે કે જિનચરણે ચિત્ત લાવ, વૈસે જિનચરણે ચિત્ત લાવ, ચારો ચરણ કે કારણે રે, ગૌઆ વનમેં જાય. ચારો ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર વરિઆ. માંહ્ય ચાર પાંચ સાહેલીયાં મિલી, હિલમીલ પાની જાય, તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ. માંહ્ય વૈસે જિન૦ વૈસે૦ જિન ગાય વનમાં ચારો ચરવા જાય, ચારે દિશામાં ફરે, પણ તેનું મન તો પોતાના વાછરડામાં જ હોય, તથા ચાર-પાંચ સખીઓ હળી મળીને પાણી ભરવા માટે સાથે જાય, તે પાણીનું ભરેલું બેડું માથા ઉપર મૂકીને ઝપાટા ભેર-રૂવાબ ભેર ચાલે, વાતો કરતી જાય, તાળીઓ દેતી જાય અને ખડખડ હસતી જાય પણ તેની નજર તો ગગુરિઆમાં (ઘડામાં) જ હોય. તેમ પરભાવ દશા રૂપ પૌદ્ગલિક ભાવનાઓથી રહિત એવા આક્ષેપક જ્ઞાનના પ્રભાવથી જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્યકાર્ય કરવા છતાં પણ સદા શ્રુતશાસ્ત્રોના ધ્યાનમાં અને તેના જ સૂક્ષ્મ-સૂક્ષ્મ ચિંતન-મનનમાં જ લીન હોય છે. ।। ૧૬૪ || अमुमेवार्थं दृष्टान्तमधिकृत्याह ગાથા : ૧૬૪ આ જ અર્થ ઉદાહરણ આપીને સમજાવે છે. मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव, यथा व्याघातवर्जितः ॥ १६५ ॥ Page #512 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૬૫-૧૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૭૭ ગાથાર્થ = ઝાંઝવાના જળને તત્ત્વથી આ માયમય જ પાણી છે એમ જાણતો પુરુષ તેનાથી અલ્પ પણ ઉગ (ગભરામણ) પામ્યા વિના તે પાણીના મધ્યમાંથી જેમ કોઈ પણ જાતની પીડારહિતપણે જાય જ છે. ૧૬પો ટીકા-“મયાન્મતત્વતઃ ફર” મીયાશ્મન્વેનૈવ, “મનકિર્તાતો'' માથાક્યો “ક” શીધ્ર “તન્મન' માયાભોમળે, “ક્ષત્રેિવ.” ન પ્રથતિ ! “રા' રૂત્યુલહરણોપચાઈ વ્યાયાતવર્નત' માથાતत्त्वेन व्याघातासमर्थत्वादिति ॥ १६५॥ भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥ १६६॥ ગાથાર્થ = તેવી જ રીતે સંસારનાં ભોગસુખોને સ્વરૂપથી માયાજલની ઉપમાવાળાં જોતો (જાણતો) આ પુરુષ ભોગવવા છતાં પણ અસંગ રહ્યો છતો પરમપદ તરફ જાય જ છે. | ૧૬૬ | ટીકા “મોગાન” કઈસક્કાનું, “સ્વત: પન્” સમારોપમારેUT, તથા” તેનૈવ પ્રવરે, “મયોપમાન મસાન, મુન્નાનો પિ દિ कर्माक्षिप्तान्, “असङ्गः सन् प्रयात्येव परं पदं," तथाऽनभिष्वङ्गतया परवशाभावात् | ૨૬૬ . વિવેચન :- જે જીવ મૃગજળને (ઝાંઝવાના જળને) તત્ત્વથી એટલે પારમાર્થિકપણે આ મૃગજળ (ઝાંઝવાનું જળ) જ છે, પણ સાચું પાણી નથી. એમ મૃગજળપણીવડે જાણે છે. સમજે છે. તે જીવ તે મૃગજળથી ગભરાતો નથી. ડરતો નથી. જેમ સમુદ્રનાં પાણી એ સાચાં પાણી હોવાથી તેના તરંગો વડે, તે પાણીની ઊંડાઈ વડે, તે પાણીના સુસવાટા વડે, અને તે પાણીના પૂર (વેગ) વડે માણસ જોઇને જ ગભરાઈ જાય છે. તેથી તેમાંથી ચાલવાની હિંમત કરતો નથી. તેની જેમ આ મૃગજળ એ મિથ્યાપાણી છે એમ જાણવાથી તે જીવ ગભરાતો નથી. પરંતુ જલ્દી-જલ્દી તે મૃગજળના મધ્યભાગમાંથી ઝપાટાબંધ ચાલ્યો જ જાય છે. પરંતુ નથી ચાલતો એમ નહીં. કારણ કે તે જાણે છે કે આ માત્ર મૃગજળ જ છે. તેથી તે પાણીમાં ચાલવામાં તેને કોઇપણ જાતનું વિપ્ન (વ્યાઘાત) થતું નથી. કારણ કે મૃગજળ એ વાસ્તવિક જળ જ ન હોવાથી તેનામાં વ્યાઘાત કરવાની તાકાત જ નથી. આ મૃગજળનું જળ પણે કોઇ વાસ્તવિક અસ્તિત્વ જ નથી. તે મિથ્યા આભાસમાત્ર રૂપે હોઈ ભ્રમ માત્ર જ છે. આ પ્રમાણે જે જાણે છે તે પુરુષ આવા પાણીથી ઉદ્વેગ પામતો નથી અર્થાત્ ડરતો નથી. Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७८ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૫-૧૬૬ તેવી રીતે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધાત્મક ભોગોને સ્વરૂપથી જ જાણતો એટલે કે સમારોપ (બ્રમ) વિના તે જેવા છે તેવા જ જાણતો અર્થાત્ મૃગજળની ઉપમાવાળા આ ભોગો અસાર જ છે. એમ સમજતો પુરુષ પૂર્વબદ્ધકર્મોના ઉદયથી આવેલા આ ભોગોને ભોગવતો હોવા છતાં પણ તેમાંથી અલ્પ પણ ગભરાટ વિના તે ચાલ્યો જાય છે. આ ભોગો તેને ડરાવી કે ડૂબાડી શકતા નથી. કારણ કે તેવા પ્રકારની આસક્તિ ન હોવાથી આ પુરુષ તે ભોગોને પરવશ થતો નથી કે ભોગોથી ડરતો નથી. પ્રશ્ન :- સ્વરૂપ: પન =એ મૂલશ્લોકના પદનો અર્થ ટીકામાં ટીકાકારે સમારોપમન્તરે=જે કર્યો છે તેનો અર્થ શું? અને સમારોપ એટલે શું? ઉત્તર :- જે વસ્તુમાં જે ગુણ કે દોષ રૂપ ધર્મ ન હોય છતાં તેમાં કોઇપણ પ્રયોજનથી તે ગુણ કે દોષ રૂપ ધર્મનો આરોપ કરવો. ઉપચાર કરવો, તેને “સમારોપ” (બ્રમ-આરોપ-ઉપચાર) કહેવાય છે. જેમ કે ખેતીના કામમાં જ્યારે વરસાદની બહુ જ જરૂરિયાત હોય, તે વખતે બરાબર સમયસર વરસાદ વરસતો હોય, ત્યારે તે વરસાદ પાણી વરસાવતો હોવા છતાં પણ લોકો તેને “સોનું વરસે છે.” એમ જે કહે છે. તે પાણી વાસ્તવિક પાણી છે પરંતુ તેને જે સોનું કહ્યું તે “સમારોપ” સમજવો. તથા સ્ફટિક પત્થર શ્વેત (સફેદ) છે, પરંતુ તેની સામે લાલ, લીલું કે કાળું વસ્ત્ર રાખીએ તો શ્વેત એવો પણ તે સ્ફટિક જે લાલ, લીલો કે કાળો દેખાય તે “સમારોપ” કહેવાય છે. તથા પીત્તળના ટુકડાને “આ સુવર્ણ છે” એમ માનવું તે “સમારોપ” છે. આ રીતે સમારોપ એટલે ભ્રમ-આરોપ અથવા ઉપચાર અર્થ કરવો. અહીં મૃગજળને જે મિથ્યા જળ કહ્યું છે તે સમારોપથી (બ્રમથી કે ઉપચારથી) કહ્યું નથી. પરંતુ સમજી શોચીને બરાબર યથાર્થપણે જાણીને જ તે મૃગજળ એ વાસ્તવિકપણે મૃગજળ જ છે. મિથ્યા જળ છે અને મિથ્યા જળ કહ્યું છે. પરંતુ ભ્રમ કે આરોપ કર્યો નથી. માટે તેને સમારોપ કહેવાતો નથી. એટલે મૂલ શ્લોકમાં જે સ્વરૂપત = શબ્દ છે તેનો અર્થ ટીકામાં સ્પષ્ટ કર્યો છે કે આ મૃગજળ જેમ વાસ્તવિકપણે મૃગજળ જ છે. પરંતુ સમારોપથી એટલે ઉપચારથી મૃગજળ નથી. તેવી જ રીતે ઇન્દ્રિયોના વિષયોનાં સુખોને સ્વરૂપથી જ વાસ્તવિકપણે જ મૃગજળતુલ્ય કહ્યાં છે તે સુખો મૃગજળતુલ્ય છે. અને મૃગજળતુલ્ય કહ્યાં છે. પરંતુ સમારોપ કરીને કહ્યાં નથી. એટલે સમારોપ વિના પરમાર્થથી વાસ્તવિક સ્વરૂપે આ સુખો મૃગજળતુલ્ય જ છે. એવો ભાવાર્થ છે. || ૧૬૫-૧૬૬ll Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૭૯ ગાથા : ૧૬-૧૬૮ યોગદષ્ટિ સમુચ્ચય भोगतत्त्वस्य तु पुनर्न, भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥ १६७॥ ગાથાર્થ = ભોગને જ પરમાર્થથી તત્ત્વ માનનારા પુરુષને સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન શક્ય નથી. કારણ કે મૃગજળમાં જ જળપણાના દૃઢાગ્રહવાળો કયો પુરુષ - માર્ગે આગળ ચાલવા પ્રયત્ન કરે ? અર્થાત્ આગળ ચાલે જ નહીં, એટલે પાર તમે નહીં ૧૬૭ || ટીક - “મોતિસ્વસ્થ ” ભોજપરમર્થસ્થ “પુન, ન કવોધિન'' थाबुद्धेस्तदुपायेऽप्रवृतेः । आह च “मायोदकदृढावेशः" तथा-विपर्यासात् । तेन યાદ :પથા'' યત્ર માયાયામુવવૃદ્ધિઃ | ૨૬૭ स तत्रैव भयोद्विग्नो, यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६८॥ ગાથાર્થ =(જે પુરુષ મૃગજળને પરમાર્થથી તત્ત્વ-સાર=સાચું પાણી માને છે) તે પુરુષ પાણીના ભયથી ગભરાયેલો જેમ ત્યાં જ ઉભો રહે છે, તેમાં કોઈ સંશય નથી. તેવી જ રીતે ભોગ રૂપી કાદવમાં મોહિત થયેલો પુરુષ મોક્ષમાર્ગમાં પણ ત્યાં જ ઉભો રહે છે. વિકાસ કરી આગળ વધતો નથી. તે ૧૬૮ / ટીકા-“'' માયામુદતીવેશ:, “તર્ગવ'' પણ “મોનિ:” સન “યથા” રૂત્યુતર પાર્થ ! “તિષ્ઠત્યવંશ'' તિષ્ઠત્યેવ નદ્ધિસમાવેશાત્ | મોક્ષમાર્ગેપ દિ" જ્ઞાનાહિત્નક્ષણે, “તથા” તિષ્ઠસંશર્થ મોનિમ્બાનમોહિત.” भोगनिबन्धनदेहादि प्रपञ्चमोहित इत्यर्थः ॥ १६८॥ વિવેચન :- ભોગને જ જેણે તત્ત્વ (પરમાર્થ) માન્યું છે. એવો પુરુષ અર્થાત્ સંસારભોગો એ જ સાચા છે. સુખકારી છે, ઉપાદેય છે. ભોગો એ જ સાચું તત્ત્વ છે. સાચો સાર છે. આવું જેણે જાણ્યું છે તે ભોગતત્ત્વજ્ઞ પુરુષ સંસાર રૂપી સમુદ્રનું ઉલ્લંઘન કરી શકતો નથી. કારણ કે તેવા પ્રકારની મિથ્યાભાસવાળી બુદ્ધિ હોવાથી ભવોદધિના ઉલ્લંઘનના જે જે ઉપાયો છે તેમાં તેની અપ્રવૃત્તિ થવાથી તે જીવ ભવોદધિલંઘન કરી શકતો નથી. આ વાત ઉદાહરણથી સમજાવે છે કે તેવા પ્રકારના વિપર્યાસથી (એટલે કે ભ્રમ થવાથી) માયામય જળને (મૃગજળને) Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૭-૧૬૮ “આ સાચું જળ જ છે” એવો દઢ આગ્રહ જેને થયો છે. તેવો કયો પુરુષ મૃગજળવાળા માર્ગ વડે આગળ ચાલવા પ્રયત્ન કરે? સારાંશ કે મૃગજળમાં જે પુરુષને “આ સાચું પાણી જ છે” એવી ઉદકબુદ્ધિ જેને થઇ છે. તે પુરુષ મૃગજળ જોઇને જ ગભરાઈ જાય છે. રખે, આ પાણીમાં હું ડૂબી જઈશ, આ પાણીનું પૂર મને ખેંચી જશે, ડૂબાડી દેશે, આ પાણીનાં મોજાં મને તાણી જશે. ઇત્યાદિ સમજીને જ્યાં ઉભો છે ત્યાં જ ઉભો રહે છે. પરંતુ પાણીના ડરના કારણે આગળ એક પગલું પણ ચાલતો નથી. તેવી જ રીતે ઇન્દ્રિયજન્ય સુખ એ મૃગજળતુલ્ય આભાસ માત્ર હોવા છતાં પણ જે પુરુષે તે સુખને જ સાચું સુખ માન્યું છે. તે પુરુષને આવી વિપરીત બુદ્ધિ થઈ હોવાથી મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો નથી. પરંતુ ઇન્દ્રિયજન્ય સુખોમાં જ સ્થિર રહે છે. મુક્તિના ઉપાયોમાં આગળ વિકાસ કરતો નથી. ભાવાર્થ આ પ્રમાણે છે કે જે પુરુષે મૃગજળને જ સાચું જળ માની લીધું છે. અને આ સાચું જળ જ છે એવો દઢ આગ્રહ જેને વર્તે છે તે પુરુષ જે માર્ગે ઉભો છે. ત્યાં જ પાણીના ભયથી ગભરાયો છતો નક્કી ઉભો જ રહે છે. કારણ કે આ મૃગજળ એ જળ ન હોવા છતાં તે પુરુષને તેમાં જળબુદ્ધિનો પ્રવેશ થયો છે. આ સાચું જળ જ છે. એમ માની લીધું છે. તેથી તે પાણી મને ડૂબાડશે, હું તેમાં ડૂબી જઇશ. ઘણું ઊંડું હશે તો તરી શકીશ નહી. તેનાં મોજાંઓમાં હું ખેંચાઈ જઈશ. ઇત્યાદિ ભયોથી ગભરાયેલો તે પુરુષ જેમ ત્યાં જ રહે છે, એક પગલું પણ આગળ ચાલતો નથી. એવી જ રીતે ભોગના કારણભૂત એવા શરીર, ઇન્દ્રિયો, વિષયો અને તજન્યસુખો ઇત્યાદિ જંબાલ (કાદવ) તુલ્ય પ્રપંચમાં મોહિત થયેલો આ પુરુષ ત્યાં જ અવશ્ય ખેંચાયેલો જ રહે છે. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ મુક્તિમાર્ગની આરાધના કરવામાં એક પગલું પણ આગળ ચાલતો નથી. આ ઇન્દ્રિયજન્ય સુખોમાં જ રચ્યો પચ્યો રહે છે. આ “વિપર્યાસબુદ્ધિ” જ સર્વ દુઃખનું મૂળ કારણ છે. તે વિપરીત બુદ્ધિ જ આ જીવને ઉંધા પાટા બંધાવે છે. શરીરાદિ અનાત્મભાવોમાં આત્મબુદ્ધિ કરાવે છે. પદ્રવ્યમાં આત્મદ્રવ્યની બુદ્ધિ કરાવે છે અનાદિકાલીન એવી અવિદ્યા રૂપ વિપર્યાસથી ભોગના સાધનભૂત એવા દેહાદિમાં જ આત્મબુદ્ધિ કરાવે છે. તેના કારણે જ પોતાના આત્મસ્વરૂપને છોડીને પરપુદ્ગલ દ્રવ્યમાં આ જીવ રમે છે અને મનમાં ઉમંગ લાવીને વિષયોની તૃષ્ણારૂપી જળમાં જ ડૂબેલો રહે છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ગાથા : ૧૬૯ યોગદષ્ટિ સમુચ્ચય પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ કહ્યું છે કે “હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુગલે | ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાજલે કે ૧૬૭-૧૬૮ | मीमांसाभावतो नित्यं, न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्, सदैव हि हितोदयः ॥ १६९ ॥ ગાથાર્થ = નિત્ય મીમાંસા ભાવ હોવાના કારણે આ દૃષ્ટિમાં મોહ થતો નથી. આ કારણથી તત્ત્વપ્રાપ્તિના કારણે હંમેશાં હિતોદય જ થાય છે. || ૧૬૯ | ટીકા-“નૌમાંસમાવત” ત્રિીરમાન, “નિત્ય સર્વાનં, “ મોદો'' છો “યતો ભવેત" | મતતસમાવેલિ {િUI,” “વૈવ હિતોત્યો” રણવિતિ | ૨૬૬ | વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તતો જીવ સમર્થ એવો તત્ત્વચિંતક બને છે. તત્ત્વોની મીમાંસા કરનારો બને છે. સતત સદ્વિચાર રૂપ મીમાંસા (સૂક્ષ્મ તત્ત્વગવેષણા) હોવાના કારણે આ જીવને રાગ-દ્વેષ આદિ મોહ થતો નથી. મૃગજળને સાચુ જળ માની લેવાનો ભ્રમ થતો નથી. જે જીવ તત્ત્વ જાણે છે, તત્ત્વની મીમાંસા કરે છે તેનો મોહ (વિકાર, ભ્રમ કે રાગાદિ) ક્ષીણ પ્રાયઃ થઈ જાય છે. આત્મા છે. તે નિત્ય છે. કર્મોનો કર્તા છે. કર્મોનો ભોક્તા છે. મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. ઇત્યાદિ આત્માનાં છ સ્થાનો સંબંધી સૂક્ષ્મ સૂક્ષ્મ તત્ત્વગવેષણામાં ઊંડો ઉતરતો જાય છે. તેના કારણે અન્યદર્શનકારોએ માનેલા ભ્રમો તૂટી જાય છે. અન્યદર્શનકારોએ પોતપોતાના પક્ષની સિદ્ધિ માટે કરેલી દલીલો નિર્મળ અને નિસ્તેજ છે એવું તેને સમજાય છે. આ કારણથી જ અનાદિની મિથ્યાત્વની વાસનાથી અન્ય અન્ય દર્શનોની માન્યતાઓ પ્રત્યે જે જે પ્રીતિ થઈ હતી તે તૂટતી જ જાય છે અને યથાર્થ સાચું શ્રુત પામતો જાય છે. જેથી નિર્મળ આત્મશુદ્ધિ થાય છે. સંસાર પ્રત્યેના ભાવો ક્ષીણપ્રાયઃ થાય છે. સંસાર ઉપરનો રાગ જ ઉડી જાય છે. આ પ્રમાણે આત્માની બુદ્ધિ નિર્મળ થાય છે અને તેમાં યથાર્થ તત્ત્વનો સમાવેશ થવાથી દિન-પ્રતિદિન મોહનીયકર્મ ક્ષીયમાણ દશાવાળું બનવાથી સદા કલ્યાણનો ઉદય જ થાય છે. ગુણસ્થાનકોમાં ઊર્ધ્વરોહણ ચાલુ જ રહે છે. ૧૬૯ || યો. ૩૧ Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૬૯ કાનાદષ્ટિનો સાર આ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં વર્તતા આત્માનું જ્ઞાન સૂક્ષ્મબોધવાળું અને તર્કવિતર્ક પૂર્વક મનન-ચિંતનવાળું વ્યવસ્થિત થવાથી અને અન્ય લોકોને આ પરમતત્ત્વ સમજાવવાની કલા અતિશય સારી વિકસેલી હોવાથી અન્ય સર્વ લોકને આ જીવ પ્રિય થાય છે. પોતે કરવા ધારેલાં ધાર્મિક અનુષ્ઠાનોમાં મન અતિશય જામેલું હોવાથી “ધારણા” અંગની પ્રાપ્તિ થાય છે. તે તે અનુષ્ઠાનોમાં મન અતિશય જામેલું હોવાથી અન્ય કાર્યોમાં રસ થતો જ નથી તેથી “અન્યમુદ્ર” દોષ હોતો જ નથી. દિન-પ્રતિદિન તત્ત્વોની સૂક્ષ્મસૂક્ષ્મ વિચારણા પ્રવર્તતી હોવાથી હિતોદયને કરનારી “મીમાંસા” પ્રવર્તે છે. આ દૃષ્ટિમાં આવેલો જીવ સાંસારિક ભાવોથી એટલો બધો અલિપ્ત બની જાય છે કે તેની કાયા” જ માત્ર ભોગકાર્યોમાં હોય છે. પરંતુ મન તો સદા શ્રુતજ્ઞાનમાં જ તલ્લીન હોય છે. તેથી એટલું પ્રભાવશાળી જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે કે મન અનાદિકાળથી ભોગસુખોમાં જ લીન હતું તેને ત્યાંથી ખેંચીને (આક્ષેપ કરીને) શ્રુતધર્મમાં જ ઓતપ્રોત કરે છે. આવા પ્રકારના આક્ષેપકજ્ઞાનના પ્રભાવથી કાયા દ્વારા ભોગવેલા ભોગો પણ તે જીવને ભવ-હેતુ બનતા નથી. જેમ ઝાંઝવાના જળને આ માયાવી જ જળ છે. વાસ્તવિક જળ નથી. એમ સમજનારો પુરુષ તે પાણીને દેખીને ગભરાતો નથી, પરંતુ તેની મધ્યમાં થઈને નિર્ભયપણે ચાલી જાય છે. તેવી જ રીતે સાંસારિક ભોગો એ મૃગજળ સમાન અસાર, તુચ્છ અને નાશવંત છે એમ જાણતો પુરુષ તે ભોગોને કાયાથી ભોગવતો છતો મનથી તેમાં નહી અંજાતો છતો ચાલ્યો જાય છે. સંસારની અસારતા, પુદ્ગલસુખની અનિત્યતા, સર્વસંયોગો જે છે તે વિયોગવાળા છે ઇત્યાદિ સૂક્ષ્મ મીમાંસા પ્રતિદિન કરવાથી આ જીવને કોઈપણ ભાવોમાં મોહ થતો નથી. અને આવી ઉમદા મીમાંસાના બળે “તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ” (તત્ત્વસમાવેશ) થવાથી દિન-પ્રતિદિન સદા હિતોદય જ થાય છે. આ દૃષ્ટિમાં વિકાસ કરતો આ જીવ ૪ થી ૭ ગુણસ્થાનકોમાં આગળ વિકાસ સાધે છે. કાન્તા દષ્ટિ સમાપ્ત Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ ગાથા : ૧૭૦ યોગદષ્ટિ સમુચ્ચય प्रतिपादिता षष्ठी दृष्टिः, साम्प्रतं सप्तम्युच्यतेછઠ્ઠી દષ્ટિ સમજાવી. હવે સાતમી પ્રભાષ્ટિ કહેવાય છે. ध्यानप्रिया प्रभा प्रायो, नास्यां रुगत एव हि । તપ્રતિપત્તિયુતા, સપ્રવૃત્તિપતાવE || ૨૭૦ | ગાથાર્થ =સાતમી પ્રભા દષ્ટિ ઘણું કરીને ધ્યાનપ્રિય હોય છે. અને આ જ કારણથી આ દૃષ્ટિમાં રોગદોષ હોતો નથી. તથા આ દૃષ્ટિ તત્ત્વપ્રતિપત્તિથી યુક્ત હોય છે. અને સત્યવૃત્તિપદને આપનારી હોય છે. જે ૧૭ll ટીકા-“ધ્યાનપ્રિયા થાનવત્નમાં વિક્ષેપોન “મા” દૃષ્ટિઃ “” બરિન્ટેન “ર થાં” દઈ ““'' વેના “મત પુલ દિ'' તથા “તત્વપિત્તિયુતા'' વિશેષેણ, પર્વ “પ્રવૃત્તિપવિત્તિ'' પિfuતાર્થ ૨૭૦ || વિવેચન - આ સાતમી પ્રભા દૃષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો છે “ધ્યાન” નામનું યોગનું સાતમું અંગ, “રોગ” દોષનો અભાવ, અને “તત્ત્વપ્રતિપત્તિ” નામના ગુણની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારની આ દૃષ્ટિ ધ્યાનપ્રિય, વિશેષે શમસંયુક્ત અને સત્યવૃત્તિપદને આપનારી હોય છે. બોધ સૂર્યની પ્રભા તુલ્યઃ- આ દૃષ્ટિમાં જ્ઞાન ગુણ સૂર્યની પ્રભા જેવો તેજસ્વી અને બળવાન હોય છે. છઠ્ઠી દૃષ્ટિમાં જ્ઞાન તારાની પ્રભા જેવું હતું. તેના કરતાં અહીં અનેકગણો તેજસ્વી અને પ્રભાવશાળી બોધ હોય છે. “પ્રભા” એવું તેનું નામ પણ અહીં પ્રભા પ્રકૃષ્ટ પ્રકાશ, ઘણી જ પ્રકાશ એવો અર્થ હોવાથી સફળ છે. સૂર્ય જગતના સર્વે પદાર્થોને જેમ પ્રકાશિત કરે છે. તેવી જ રીતે આ દૃષ્ટિમાં સર્વે પદાર્થોનું શાસ્ત્રને અનુસાર વિશેષ અને યથાર્થ દર્શન થાય છે. આત્માનુભવ પણ વધુ બળવાન અને ક્ષયોપશમના અનુસાર વિશિષ્ટ હોય છે. યોગનું સાતમું અંગ ધ્યાન- અહીં સૂર્યની પ્રભા જેવો પ્રકૃષ્ટ બોધ થયેલ હોવાથી તે બોધ નિરંતર ધ્યાનનો જ મુખ્યત્વે હેતુ બને છે. કારણ કે જો જ્ઞાન બળવાન હોય તો ધ્યાન પણ બળવાન બને છે. જ્ઞાનમાં જાણેલા ભાવોનું એકાગ્રચિત્તે મનન કરવા ૧. આ છેલ્લું પદ પ્રવૃત્તિપરાવાને બદલે કોઈ કોઈ પુસ્તકોમાં વિશેષે માચિતા આ પ્રમાણે પણ આવે છે. તેનો અર્થ વિવેચનમાં આપેલી છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૦ રૂપ ધ્યાન પ્રવર્તે છે. આ જ કારણથી આ દૃષ્ટિ “ધ્યાનપ્રિયા” કહેવાય છે. ધ્યાન છે વલ્લભ (પ્રિય) જેને એવી આ દૃષ્ટિ જાણવી. આ કારણથી ધ્યાનદશામાં જો અલ્પ પણ વિક્ષેપ (અંતરાય-વિઘ્ન) પડે તો ઉગ આવે, મનમાં ખેદ જાગે. મનમાં એવો ખેદ થઇ જાય કે સુંદર ધ્યાન કરવાના અવસરે આ વિધ્ધ કયાં આવ્યું? સંસારમાં જે પુરુષને જે વસ્તુ પ્રિય હોય તેને આચરવામાં જો કંઈ પણ વિક્ષેપ આવે તો મનમાં દુઃખદુઃખ થઈ જાય છે તેમ અહીં જાણવું. આર્ત અને રૌદ્ર એમ બે ધ્યાનો સંસારહેતુ હોવાથી ત્યજવા યોગ્ય છે. અને ધર્મ તથા શુકલ એમ બે ધ્યાનો મુક્તિહેતુ હોવાથી આત્માર્થી આત્માએ આદરવા યોગ્ય છે. અહીં બોધ ઘણો વિશેષ હોવાથી આત્મતત્ત્વની વિશિષ્ટ વિચારણા રૂપ ધર્મ ધ્યાન પ્રવર્તે છે. આ જીવ તેમાં જ રચ્યો પચ્યો વર્તે છે. રોગ દોષનો નાશ - આ દૃષ્ટિમાં વર્તતા મહાત્મા પુરુષોનો આહાર હિતકારી, પરિમિત અને અલ્પમાત્રાયુક્ત હોવાથી શારીરિક રોગો થતા નથી. અને સ્વાધ્યાય તથા ધ્યાનાદિના પ્રયોગો વડે આહારાદિની શારીરિક પાચનક્રિયા પણ યથોચિત વિશિષ્ટ જ થવાના કારણે પણ શારીરિક રોગો થતા નથી. તેથી શારીરિક રોગજન્ય જે વેદના (પીડા) તે સંભવતી નથી. આ પ્રમાણે દ્રવ્યરોગ થતા નથી તથા સાચી યથાર્થ સમજણ વિશેષ વિશેષ વૃદ્ધિ પામી હોવાથી રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ પ્રકારના દોષો રૂપી મહારોગ (ભાવરોગ) પણ આ જીવને સંભવતો નથી. જ્ઞાનદશામાં સ્થિરતા અને લીનતાના કારણે આત્મસ્વરૂપની રમણતાના ભંગ રૂપ અને પરપરિણતિમાં ગમન સ્વરૂપ “ભાવરોગ” પણ આ જીવને હોતો નથી. સહજાનંદી આ આત્મા આત્મપરિણતિમાં જ મશગુલ રહે છે. એટલે દ્રવ્યરોગ અને ભાવરોગ સ્વરૂપ વેદના (પીડા) સંભવતી નથી. અર્થાત્ રોગ-દોષ નથી. તત્ત્વમતિપત્તિ - આ દૃષ્ટિની પૂર્વે કાન્તાદૃષ્ટિમાં મીમાંસા ગુણ (તત્ત્વોની સૂક્ષ્મ વિચારણા ગુણો વિકસેલ હોવાથી તે તત્ત્વોની વિચારણા કરવા દ્વારા, ચિંતન-મનન કરવા દ્વારા જીવ આ દૃષ્ટિમાં આવે ત્યારે “આ તત્ત્વ એમ જ છે જેમ ભગવાને કહ્યું છે” તેવી તત્ત્વોની સાક્ષાત્ અનુભૂતિ અત્યન્ત વિશેષ કરીને થાય છે. શાસ્ત્રો તો માત્ર દિશાસૂચક જ રહે છે. હવે તો શાસ્ત્રોના આલંબન વિના આત્માના અનુભવમાત્રથી જ વિશેષ વિશેષ તત્ત્વોની સ્વીકૃતિ થઈ જાય છે. શાસ્ત્રયોગને બદલે સામર્થ્યયોગ પ્રગટે છે. શાસ્ત્રોનું હવે બહુ પ્રયોજન રહેતું નથી. મોહના વિકલ્પોને બદલે નિર્વિકલ્પ દશા જ આવી જાય છે. વચનોથી અગોચર અને અતીન્દ્રિય એવો આત્મતત્ત્વનો અનુભવ અહીં થાય છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ ગાથા : ૧૭૦-૧૭૧ યોગદૃષ્ટિ સમુચ્ચય શ્રી આનંદઘનજી મ.શ્રીએ કહ્યું છે કેઅગમ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ. વીર જિનેશ્વર૦ જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫. અનભવ મિત્તે રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ. વીર જિનેશ્વર સત્યવૃત્તિપદને આપનારી :- આ દૃષ્ટિ આવવાથી આત્મસ્વભાવની રમણતા રૂપ સત્યવૃત્તિમાં જ આ જીવ રાચે-માગે છે. અન્ય પ્રવૃત્તિ તેને રુચતી જ નથી. તેથી અલ્પકાળમાં જ વિશિષ્ટ સાચી પ્રવૃત્તિવાળું સ્થાન આ જીવ પામે છે. આ સત્યવૃત્તિપદનો અર્થ ૧૭૫મી ગાથામાં આવે જ છે. કોઈ કોઈ પુસ્તકોમાં વિશેષેT મિન્વિતા=પદ પણ છે. તેનો અર્થ એવો છે કે આ દૃષ્ટિ વિશેષ વિશેષ સમતાભાવથી યુક્ત હોય છે. અહીં આવેલ જીવને મુક્તિનો રાગ અને સંસારનો દ્વેષ પણ ટળી જાય છે. એટલી ઉચ્ચકોટિની સમતા (શમગુણ) હોય છે. શમસાર એ પદનો અર્થ ૧૭૧મી ગાથામાં આવે જ છે. આ દૃષ્ટિ અલ્પકાળમાં જ “સમ્રવૃત્તિઓના સ્થાનને આપનાર બને છે. I/૧૭ ध्यानजं सखमस्यां त, जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं, शमसारं सदैव हि ॥ १७१॥ ગાથાર્થ = જિત્યાં છે કામવાસનાનાં સાધનો જેણે એવું, વિવેકના બળથી પ્રગટ થયેલું, સમતા છે સારભૂત જેમાં એવું ધ્યાનજન્ય સુખ આ દૃષ્ટિમાં હંમેશાં જ હોય છે. || ૧૭૧ | ટીકા-““ધ્યાનનું નઉમાં '' મધdદgવેવ | વિ વિશિષ્ટરિત્યાદિ"जितमन्मथसाधनं" व्युदस्तशब्दादिविषयम् । एतदेव विशेष्यते "विवेकबलनिर्जातं" ज्ञानसामोत्पन्नम् । अत एव "शमसारं सदैव हि" विवेकस्य शमफलत्वादिति ॥ १७१॥ વિવેચન :- આ દૃષ્ટિમાં આવેલા જીવને ધ્યાનજન્ય પરમ સુખ હોય છે. તે સુખ કેવું હોય છે? તે સમજાવવા માટે આ ગાથામાં ત્રણ વિશેષણો કહે છે. (૧) નાતમન્મથસાધન=કામના સાધનોને જિતનારું, ધ્યાનદશામાં સાચે સાચા સુખનો એવો અનુભવ થાય છે. નિષ્કપટ આત્મગુણોના પરમ આનંદનો અનુભવ થાય છે. આ સુખ વિષયસુખ કરતાં ઉલટા સ્વભાવનું હોય છે. ધ્યાનજન્ય સુખે એ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૧-૧૭૨ સહજસુખ છે. અર્થાત્ સ્વવશ છે. ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારું સુખ પરવશ છે. તથા ખરેખર તે સુખ નથી, સુખાભાસ માત્ર જ છે. એટલું જ નહીં દુઃખ જ આપનારું છે. એટલે જ શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આ પાંચ કામના સુખનાં જે સાધનો છે. તેના ઉપર વિજય મેળવનારું આ ધ્યાનજન્ય સુખ છે. વિષયોના અનુભવો એ આસક્તિ કરાવનારા, પાપકર્મ બંધાવનારા અને સ્વરમણતામાં પ્રતિબંધ કરાવનારા લાગે છે. તેથી તે પાંચ સાધનોની (આસક્તિ)નો ત્યાગ કરાવનારું આ સુખ છે. વિવેકવનિર્વાતં સ્વદ્રવ્ય શું? આત્મદ્રવ્ય. પરદ્રવ્ય શું? શરીરાદિ પુદ્ગલદ્રવ્ય. એમ સ્વ-પરવસ્તુના ભેદવિજ્ઞાન દ્વારા જે વિવેક પ્રગટે છે. તે વિવેકના બળથી આ ધ્યાનજન્ય સુખ જીવને પ્રાપ્ત થાય છે. મિશ્ર થયેલા દૂધ-પાણીને જેમ હંસ છૂટા પાડે છે. પછી દૂધ-દૂધ પી જાય છે. પાણી-પાણી રહેવા દે છે. તેવી રીતે આ દૃષ્ટિવાળા મુનિરૂપી પરમહંસ આત્મીય-અનાત્મીયભાવોને ભેદજ્ઞાનથી જાણીને વિવેકવાળા બને છે. પછી આત્મીયભાવો જ આદેય માની સ્વીકારે છે અને અનાત્મભાવો બંધનકર્તા સમજી તેનો ત્યાગ કરે છે. જેથી પરદ્રવ્યોની બંધનતાથી મુક્ત થયેલા આ જીવને આત્મગુણોના અનુભવરૂપ સહજસુખનો આનંદ પ્રાપ્ત થાય છે. શમણા મોહના વિકલ્પો બળી ગયા હોવાથી ચિત્તનો પ્રવાહ સમતાભાવની પ્રધાનતાવાળો વહ્યા જ કરે છે. જેમ તરંગો રહિત શાન્ત એવી સરિતાના જળનો પ્રવાહ વહે, તેમ આ યોગી મહાત્માનો ચિત્તપ્રવાહ શાન્તભાવે નિર્મળ ધ્યાનદશામાં વહ્યા જ કરે છે. કોઈ પ્રકારના વિકલ્પો ઉઠતા જ નથી. વિવેક બુદ્ધિ જાગવી એ જ આ શમભાવનું ફળ છે. તેથી હંમેશાં વિવેક યુક્ત આ જીવમાં સમતા સારવાળું સુખ હોય છે. તેના એવા સંસ્કાર જામી જાય છે કે સંસ્કારના બળથી જ તેમની પ્રશાન્તવાહિતાવાળું શ્રેષ્ઠ ધ્યાનદશાનું પરમસુખ આ યોગી મહાત્માને હોય છે. | ૧૭૧ सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखं । પતતુત સમાસેન, નક્ષ સુq-gયોઃ ૨૭ર | ગાથાર્થ = જે પરવશતા છે તે બધું દુઃખ છે અને જે વવશતા છે તે સર્વે સુખ છે સંક્ષેપમાં સુખ અને દુઃખનું આ લક્ષણ કહ્યું છે. તે ૧૭૨ / ટીકા-“સર્વ પરવશ દુરd'' તત્તક્ષયોનું “સર્વાત્મવાં સુd” ગત વ તો ! “તિલુક્ત' મુનિના, “સમાસેન” સંક્ષેપે, “ન્નક્ષન'' સ્વરૂપ કુઉ-કુવયિિત” ૨૭૨ Page #522 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૮૭ ગાથા : ૧૭૨ વિવેચન :- સામાન્ય લોકવ્યવહારમાં પણ પરાધીનતા એ દુઃખ કહેવાય છે. “પારકી આશા સદા નિરાશા' આવી કહેવત પણ છે. પરાધીન માણસ સદા ઓશિયાળો-ઉદાસ થઇને જ રહે છે. પરાધીન માણસને સદા અપમાન, પરાભવ, શારીરિક અને માનસિક ત્રાસ વગેરેનાં દુઃખો જગત પ્રસિદ્ધ છે. તેથી “પરવશતા” એ દુઃખ છે. પ્રશ્ન :- “પરવશતા”ને શા માટે દુઃખ કહેવાય છે? ઉત્તર ઃ- શાસ્ત્રોમાં દુ:ખનાં જે જે લક્ષણો કહ્યાં છે. તે તે લક્ષણોનો પરવશતામાં યોગ હોવાથી પરવશતા એ દુઃખ છે. (૧) આકુલ-વ્યાકુળતા એ દુઃખનું પ્રથમ લક્ષણ છે. (૨) શારીરિક કે માનસિક પીડા થવી એ બીજું લક્ષણ છે. (૩) માનસિક ત્રાસ થવો એ ત્રીજું લક્ષણ છે. આ સર્વે દુઃખનાં લક્ષણો “પરવશતા”માં હોય છે. આ જીવ કર્મનામના પરદ્રવ્યને વશ થયેલો છે. તેથી કર્યોદય જે પરિસ્થિતમાં રાખે તેમાં રહેવું જ પડે છે. તેવા પ્રકારની કર્મોની પરાધીનતાના કારણે પુણ્યોદય કાળે રાગજન્ય વ્યાકુળતા આવે છે અને પાપના ઉદયકાળે દ્વેષજન્ય વ્યાકુળતા આવે છે. આ રીતે કર્મોની પરાધીનતા અને પુદ્ગલદ્રવ્યની પરાધીનતાના કારણે આ જીવ સદા આકુળ-વ્યાકુળતાવાળો રહે છે. તે જ દુઃખ છે. કર્મોની અને પુદ્ગલદ્રવ્યોની પરાધીનતાના કારણે જ શારીરિક અને માનસિક પીડા અને ત્રાસ સદા ચાલુ જ હોય છે આ પ્રમાણે દુઃખનાં ત્રણે લક્ષણોનો યોગ હોવાથી પરાધીનતા એ દુઃખ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સાપેક્ષ અસમર્થ નિરપેક્ષ સમર્થ''=જે બીજા દ્રવ્યોની અપેક્ષા રાખે છે તે દ્રવ્ય પોતે અસમર્થ છે અર્થાત્ પરાધીન હોવાથી દુ:ખયુક્ત છે. જે અન્યની અપેક્ષા વિનાનું છે તે જ સમથ-સુખી છે. ઉપા. શ્રી યશોવિજયજી મ.શ્રીએ જ્ઞાનસાર અષ્ટમાં પણ આ જ વાત કહી છે. परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ તથા જે જે આત્મવશ છે તે તે જ સાચું સુખ છે. જેમાં જેમાં સ્વતંત્રતા છે. અન્યદ્રવ્યોની અપેક્ષા હોતી નથી. પરાધીનતા નથી. તેમાં તેમાં જ સાચું સુખ છે. અત વ દેતો:=આ જ કારણથી એટલે કે સુખનું લક્ષણ તેમાં ઘટતું હોવાથી તે જ સાચું સુખ છે. દેહ અને ઇન્દ્રિયોનો સંબંધ હોવા છતાં દેહાતીત ભાવે અને ઇન્દ્રિયજન્યસુખોથી નિર્લેપભાવે રહેનારા આત્માઓ જ સહજાનંદી અને આત્મગુણોના અનુભવોમાં જ આનંદ માનનારા હોય છે. સંપેક્ષમાં સુખ અને દુઃખનું આ જ લક્ષણ પૂર્વના મુનિપુરુષોએ શાસ્ત્રોમાં કહ્યું છે. II૧૭૨ Page #523 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् । તતક્ષ દુઃલમેવૈતત્તત્ત્તક્ષળનિયોતઃ ॥ ૨૭રૂ ગાથાર્થ = પુણ્યોદયની અપેક્ષાવાળું સુખ પણ આ રીતે (કર્મોની) પરાધીનતાપણે રહેલું છે. તેથી આ (સુખ) પણ દુઃખ જ છે. કારણ કે તેમાં દુઃખના લક્ષણોનો અવશ્ય યોગ છે. ॥ ૧૭૩ || ૪૮૮ ટીકા-‘“પુછ્યાપેક્ષપિવમ્'’ વતનીત્યા, ‘“સુદ્ધ પરવળ સ્થિત’” પુખ્તસ્ય परत्वात् । " ततश्च दुःखमेवैतत् तल्लक्षणनियोगतः । इत्थं ध्यानजं तात्त्विकं सुखमपरायत्तत्वात्कर्मवियोगमात्रजत्वादिति ॥ १७३॥ 11 વિવેચન :- આ પ્રમાણે પરાધીન હોય તે દુઃખ અને આત્મવશ હોય તે સુખ એવા પ્રકારનાં દુઃખ અને સુખનાં લક્ષણો હોવાથી પૂર્વે બાંધેલા પુણ્યોદયથી પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખઇન્દ્ર- નરેન્દ્રાદિનાં સુખો પણ ઉપરોક્ત નીતિને અનુસારે “પરવશપણે” રહેલાં છે કારણ કે પૂર્વે બાંધેલું જે પુણ્ય, તે પણ કર્મ-પરમાણુઓ હોવાથી પરદ્રવ્ય જ છે. તેથી કર્મની મહેરબાની હોય ત્યાં સુધી જ રહેવાવાળું હોવાથી આ સુખ પણ દુ:ખ જ છે. કારણ કે “પરાધીનતા” એવું દુઃખનું જે લક્ષણ છે. તેનો તેમાં યોગ છે. રાજા-મહારાજાનાં સુખો પણ પુણ્યકર્મ સમાપ્ત થયા પછી ઘડીવાર પણ ટકતાં નથી. જ્ઞાનસારમાં જ કહ્યું છે કે ગાથા : ૧૭૩ येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षाऽपि नाप्यते ॥ આ પ્રમાણે હોવાથી આ પ્રભા દૃષ્ટિમાં આવેલા મુનિઓનો બોધ અતિશય નિર્મળ હોવાથી આત્મારામી એવા આ જ્ઞાની પુરુષોને ધ્યાન દ્વારા આત્મગુણોની રમણતાના આનંદાત્મક જે સુખ હોય છે. તે જ સાચું સુખ છે. કારણ કે આ સુખ પૂર્વબદ્ધ કર્મોના વિયોગ માત્રથી એટલે કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી તે સુખ અ+પર+ આયત્તાત્= ૫રને આધીન નથી. અપરાધીન છે. અર્થાત્ પરાધીન નથી એટલે કે આત્મવશ છે. માટે તે સુખ આત્મવશ હોવાથી કોઈ છીનવી શકતું નથી. તે સુખમાં કોઇ પરદ્રવ્યોની અપેક્ષા રહેતી નથી. તથા આ સુખ અનુભવ માત્રથી જ ગમ્ય છે. શબ્દોથી સમજાવી શકાતું નથી આઠદૃષ્ટિની સજ્ઝાયમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.શ્રીએ કહ્યું છે કે સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ । એ દૃષ્ટ આત્મગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે ।। Page #524 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭૩-૧૭૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૮૯ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભસુખ ન કુમારી | અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી રે ! શહેરમાં વસનારા ધનવાન પુરુષનું સુખ પામર (નિર્ધન) માણસ જાણી શકતો નથી. પતિની સાથેના સંભોગનું સુખ કુમારિકા જાણી શકતી નથી. તેવી રીતે ધ્યાનનું સુખ અનુભવ વિનાના નર-નારી જાણી શકતા નથી ll૧૭૩ ध्यानं च निर्मले बोधे, सदैव हि महात्मनाम् । क्षीणप्रायमलं हेम, सदा कल्याणमेव हि ॥ १७४॥ ગાથાર્થ = મહાત્મા પુરુષોને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી નિર્મળ બોધ ઉત્પન્ન થયે છતે હંમેશાં ધ્યાનદશા જ હોય છે. કારણ કે ક્ષીણ થયો છે. પ્રાયઃ મલ જેમાંથી એવું હેમ સદા કલ્યાણરૂપ જ હોય છે. મેં ૧૭૪ ટીકા-“ધ્યાને ર નિર્ત વોયે અષ્ટયોપશમસમુળે સતિ | મિત્યાદિ“áવ દિ મહભિન” મુનીનામ્ પતવ પ્રતિવનૂપમથાદ-“ક્ષપ્રાયમ7 હે'' સ્વળ “સ ચાાવ દિ' તથાવસ્થાપત્તે / ૨૭૪ વિવેચન - પૂર્વબદ્ધ એવા જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ કર્મોનો સ્પષ્ટ એવો નિર્મળ થયોપશમ થવાથી ઉત્પન્ન થયેલો સુંદરતમ બોધ આ જીવમાં આવે છતે તે મહાત્મા પુરુષોને સદા ધ્યાનદશા જ હોય છે. નિર્મળ જ્ઞાનયોગના બળે અને નિર્મોહદશાના બળે આ યોગી પુરુષો પોતાના મનમંદિરમાં પોતાના આત્માની પરમાત્મદશાનું જ સતત ધ્યાન કરે છે. અહીં એવી શ્રેષ્ઠ જ્ઞાનદશા વર્તે છે. તેથી જ ધ્યાન દશાનું પરમસુખ અનુભવાય છે. આત્માના ગુણોનું ચિંતવન એવું ઉત્કટ બને છે. કે જેના પ્રતાપે પુગલોના સુખ-દુ:ખનો યોગ થવા છતાં પણ તેના સુખ-દુઃખનો અનુભવ જીવને વર્તાતો નથી. આ વાત તેની સમાન એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવે છે કે ખાણમાંથી નીકળેલું સોનું માટી સાથે હોવાથી સમલ છે. પરંતુ અગ્નિમાં તપાવવા આદિ પ્રક્રિયા કરવા દ્વારા ક્ષીણ થયો છે. પ્રાયઃ (માટી રૂ૫) મલ જેમાંથી એવું તે સુવર્ણ હવે સદાને માટે કલ્યાણરૂપ સુવર્ણ જ રહે છે. અર્થાત્ હવે તે કદાપિ અસુવર્ણ (માટી કે એવી તુચ્છ વસ્તુરૂપ) બનતું જ નથી. એકવાર શુદ્ધ થયેલું તે સોનું સદાને માટે શુદ્ધ સુવર્ણભાવ રૂપ જ બને છે. તેવી રીતે એકવાર જે જીવ ક્ષીણપ્રાયકર્મ મલવાળો થાય છે. તે સદા તેવો શુદ્ધ જ રહે છે. || ૧૭૪ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૫ सत्प्रवृत्तिपदं, चेहासङ्गानुष्ठानसंज्ञितम् ।। महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५॥ ગાથાર્થ = અહીં તત્ત્વમાર્ગમાં “અસંગ અનુષ્ઠાન” છે નામ જેનું એવું અનુષ્ઠાન તે સત્યવૃત્તિપદ કહેવાય છે. અને તે અનુષ્ઠાન મહામાર્ગના પ્રયાણ સ્વરૂપ છે. તથા જે આ અનુષ્ઠાન અનાગામિ (જ્યાંથી ફરીથી પાછા ન આવવું પડે તેવા) પદને પમાડનારૂં છે. | ૧૭૫ | ટીકા-“પ્રવૃત્તિપર્વ વેદ” તત્ત્વમા ! મિત્કાદ-“માનુષ્ઠાનરિત” વર્તતે તથા સ્વરસપ્રવૃત્તેિ ! “પાપથપ્રયા ” મ નુષ્ઠાનમ્” | મનામપદ્વવિહેં'' નિત્યપDાપમિત્યર્થ. | ૨૭૬ - વિવેચન :- પૂર્વે ૧૭૦મા શ્લોકમાં ધ્યાનપ્રિય એવી આ પ્રભાષ્ટિ સત્યવૃત્તિપદને આપનારી છે એવું કહેવામાં આવ્યું છે. ત્યાં પ્રશ્ન થાય છે કે “સત્યવૃત્તિપદ” કોને કહેવાય? તેનો અર્થ શું? તે વાત આ શ્લોકમાં જણાવે છે. અહીં તાવિકમાર્ગમાં જે “અસંગ'નામનું અનુષ્ઠાન છે. તેને યોગી પુરુષો “સત્યવૃત્તિપદ” કહે છે. સામાન્યથી શાસ્ત્રોમાં અનુષ્ઠાનો ચાર પ્રકારનાં કહ્યાં છે. પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ.” બીજાં કાર્યો છોડીને જે ધર્મ અનુષ્ઠાન અતિશય પ્રીતિથી કરાય. પ્રેમવિશેષ જ્યાં હેય તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ જે ધર્માનુષ્ઠાનો આચરવામાં પ્રેમ હોય. તેની ઉપર પ્રીતિવિશેષ હોય તે પ્રીતિ અનુષ્ઠાન અને જે ધર્મ અનુષ્ઠાન બહુમાનપૂર્વક =પૂજ્યભાવપૂર્વક કરાય તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. જેમ પત્ની અને માતાની ભોજનાદિ દ્વારા પાલન-પોષણની ક્રિયા એક સરખી સમાન હોવા છતાં પણ બન્ને પ્રત્યે ભાવમાં તફાવત હોય છે. પત્નીના પાલન-પોષણમાં પ્રેમ હોય છે. અને માતાના પાલન-પોષણમાં ભક્તિ હોય છે. તેમ અહીં પ્રીત્યનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાનમાં તફાવત જાણવો. પ્રીત્યનુષ્ઠાન કરતાં ભક્તિ અનુષ્ઠાનમાં ભાવનાની અને વિધિની વિશેષ કાળજી હોવાથી તે વિશુદ્ધાનુષ્ઠાન કહેવાય છે. પોડશકમાં કહ્યું છે કે यत्रादरोऽस्ति परमः, प्रीतिश्च हितोदया भवति कर्तुः । शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥ १०-३ ॥ Page #526 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૯૧ જ્યાં ઘણો આદર હોય અને અનુષ્ઠાન આચરનારને શેષ કાર્યો છોડીને પણ હિતોદયવાળી જયાં પ્રીતિ હોય તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥ १०-४ ॥ ક્રિયા દ્વારા જે અનુષ્ઠાન બીજા અનુષ્ઠાનની સાથે તુલ્ય હોવા છતાં પણ હાર્દિક ગૌરવ વિશેષ (બહુમાન વિશેષ)નો યોગ થવાથી બુદ્ધિમાન આત્માનું જે વધારે વિશુદ્ધતર યોગવાળું અનુષ્ઠાન છે. તે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે. अत्यन्तवल्लभा खलु पत्नी तद्वहिता च जननीति । तुल्यमपि कृत्यमनयो-तिं स्यात्प्रीतिभक्तिगतम् ॥ १०-५ ॥ પત્ની અત્યન્ત વહાલી હોય છે. અને માતા પણ તેની જેમ વહાલી હોય છે. અને હિત કરનારી પણ હોય છે. આ બન્ને પ્રત્યે કાર્ય સરખું હોવા છતાં પણ જેવો ભાવમાં તફાવત છે. તેવો પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભાવનો ભેદ જાણવો. શાસ્ત્રવચનોને અનુસાર તેના અનુસંધાન પૂર્વકનું જે અનુષ્ઠાન તે વચનાનુષ્ઠાન કહેવાય છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય પ્રવૃત્તિ કહી છે. ત્યાં ત્યાં તે તે શાસ્ત્રાનુસારે જે પ્રવૃત્તિ કરવી તેને વચનાનુષ્ઠાન કહેવાય છે. જેમ ચંદન સહજ સુગંધી છે તેમ શાસ્ત્રવચનોના વારંવાર અભ્યાસથી શાસ્ત્રવચનોના આલંબન વિના જ સહજપણે થતી જે ધર્મ પ્રવૃત્તિ આત્મ-અનુભવના બળે થતી ધર્મપ્રવૃત્તિ તે “અસંગ અનુષ્ઠાન” કહેવાય છે. જે અનુષ્ઠાન આત્માનુભવ સ્વરૂપ થઈ ચૂક્યું હોય. સર્વથા બાહ્ય આલંબન વિનાનું શુદ્ધ એવું જે અનુષ્ઠાન તે આ અસંગાનુષ્ઠાન કહેવાય છે. ઘટ બનાવતાં દંડ વડે પ્રથમ ચક્ર-બ્રમણ થાય છે. ત્યાર પછી દંડને ફેરવવાનું બંધ કરીએ તો પણ પૂર્વના અભ્યાસને લીધે ચક્રબ્રમણ ચાલુ જ રહે છે. તેવી રીતે વારંવાર વચનાનુષ્ઠાનના આલંબને કરાયેલી ધર્મકરણી દ્વારા થયેલા અભ્યાસના અતિશયને લીધે જે અનુષ્ઠાન સહજસ્વરૂપ બની જાય તે અસંગાનુષ્ઠાન. આ અસંગાનુષ્ઠાનને જ અનાલંબન-યોગ, નિરાલંબનાનુષ્ઠાન વગેરે પણ કહેવાય છે. જ્યાં શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી આત્મામાં એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ્યું હોય કે કોઈ આલંબનની (શાસ્ત્રાલંબનની પણ) જરૂર રહે નહી તેવી દશા. તેને સામર્થ્યયોગ પણ કહેવાય છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૫-૧૭૬ આ અનાલંબનયોગ. (અસંગાનુષ્ઠાન) ક્ષપકશ્રેણીકાલે દ્વિતીય અપૂર્વકરણથી વાસ્તવિકપણે આવે છે અહીં પરતત્ત્વદર્શનની ઇચ્છા અખંડપણે વર્તે છે. આવા પ્રકારના અસંગાનુષ્ઠાનને જ “સત્યવૃત્તિપદ” કહેવાય છે. અને આ સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિના પૂર્વકાલે છઠ્ઠા-સાતમા ગુણઠાણે પણ ઉપચારથી હોય છે. પ્રાયઃ જિનકલ્પી જેવા મહાત્માઓને છઠ્ઠા-સાતમા ગુણઠાણે આ અસંગાનુષ્ઠાન પ્રવર્તે છે. તે જ “સત્યવૃત્તિપદ” કહેવાય છે. અને ઉપચારથી સામર્થ્યયોગ પણ કહેવાય છે. પ્રશ્ન - જો આ ઉપચરિત સામર્મયોગ છે. તો પારમાર્થિક સામર્થ્યયોગ કોને કહેવાય છે? તેના કેટલા ભેદ છે? અને કયા ગુણઠાણે આવે છે? ઉત્તર :- ક્ષપકશ્રેણિમાં આવતા અપૂર્વકરણથી જે સામર્થ્યયોગ પ્રગટે છે, તે પારમાર્થિક સામર્થ્યયોગ છે. ત્યાં આત્માનું સહજ સામર્થ્ય વધુ પ્રગટ થાય છે. તેના બે ભેદ છે (૧) ધર્મસન્યાસયોગ અને (૨) યોગસન્યાસયોગ. ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમ દ્વારા ચોથા ગુણઠાણાથી આઠમા ગુણઠાણા સુધીમાં ક્ષમા-નમ્રતા-આર્જવતા-સંતોષ આદિ જે જે ગુણો (ધર્મો) આ આત્મામાં પ્રગટ થયા છે. તેનો આઠમાં ગુણસ્થાનકથી “સન્યાસ” એટલે ત્યાગ થાય છે. અને ચારિત્રમોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિકભાવના ધર્મો અહીં પ્રગટ થાય છે. તેથી ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગવાળો આ સામર્થ્યયોગ આઠમાથી શરૂ થાય છે. તથા મન-વચન અને કાયાના યોગોનો ત્યાગ એટલે (યોગ નિરોધ) કરવા રૂપ જે સામર્થ્ય યોગ તે યોગસન્યાસયોગ કહેવાય છે. તેની પ્રાપ્તિ તેરમા ગુણઠાણાના અંતે થાય છે. ક્ષપકશ્રેણીકાળે આવનારું આ અસંગાનુષ્ઠાન મહાપથના પ્રયાણ સ્વરૂપ છે ક્ષપકશ્રેણિનું આરોહણ એ મહાપથપ્રયાણ છે. જ્યાં ગયા પછી ત્યાંથી પાછા ફરવાનું નથી. તેવું અપ્રતિપાતી જે પ્રયાણ તે મહાપથપ્રયાણ કહેવાય છે. તથા અનાગામિકપદ એટલે મુક્તિપદને આપનારું આ સત્યવૃત્તિપદ છે. આવા પ્રકારના સત્યવૃત્તિના પદને લાવનારી આ પ્રભા દષ્ટિ છે. અર્થાત્ આ પ્રભાષ્ટિના પ્રતાપે અલ્પકાળમાં આ મહાત્માને “સત્મવૃત્તિપદ”ની પ્રાપ્તિ થાય છે. ll૧૭૫TI असङ्गानुष्ठाननामान्याह प्रशान्तवाहितासंगं, विसभागपरिक्षयः ।। शिववर्त्म ध्रुवाध्वेति, योगिभिर्गीयते ह्यदः ॥ १७६ ॥ ગાથાર્થ = આ અસંગ અનુષ્ઠાનને અન્યદર્શનના યોગીઓ વડે પ્રશાન્તવાહિતા, વિસભાગપરિક્ષય, શિવવર્લ્સ, અને ધ્રુવાધ્યા એવા એવા નામો દ્વારા જણાવાય છે. ૧૭૬ / Page #528 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૯૩ ટીકા-“પ્રાન્તવાહિત સંજ્ઞ'' સાંધ્યાનાં, “વિમાનપરિક્ષ" વૌદ્ધાનાં, શિવવત્ન'' શૈલાનાં, “યુવાધ્યા” મહાવ્રતિનાં “ત્યવં” “ મffજતે હોનુષ્ઠાતિ” | ૨૭૬ વિવેચન - પૂર્વના શ્લોકમાં જે અસંગાનુષ્ઠાન કહેવામાં આવ્યું છે. તથા પ્રીતિભક્તિ-વચન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનોમાં જે સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન છે. જેને નિરાલંબન અથવા અનાલંબ અનુષ્ઠાન કહેવામાં આવે છે. તે અનુષ્ઠાનને અન્ય અન્ય દર્શનના યોગી મહાત્માઓ પણ તેના અર્થને અનુસરતા નામોથી જ સંબોધે છે. અર્થાત્ નામો જ માત્ર ભિન્ન છે. પરંતુ અર્થ અભિન્ન સરખો જ છે. તે નામો તથા તેના અર્થો આ પ્રમાણે છે. (૧) પ્રશાન્તવાહિતા - આવું નામ સાંખ્યદર્શનાનુયાયી યોગી મહાત્માઓ કહે છે. અતિશય પણે શાન્તરસનો (સમતા રસનો) પ્રવાહ જેમાં વહ્યા જ કરે છે. તે પ્રશાન્તવાહિતા. ૨) વિસભાગપરિક્ષય - આવું નામ બૌદ્ધદર્શનાનુયાયી યોગી મહાત્માઓ કહે છે. બૌદ્ધદર્શનના મતે આત્માના પરિણામની ધારા બે પ્રકારની છે (૧) સભાગસંતતિ. જ્યારે સદા કાળ એક સરખા સમાનપણે સમતાભાવવાળા પરિણામની ધારા વહેતી હોય તેને સભાગસંતતિ કહેવાય છે. અને ક્ષણમાં ક્રોધ, ક્ષણમાં ક્ષમા, ક્ષણમાં રાગ, ક્ષણમાં વૈરાગ, ક્ષણમાં દ્વેષ, ક્ષણમાં મૈત્રી, ક્ષણમાં શોક, ઇત્યાદિરૂપે વિજાતીય ભાવોથી (અર્થાત્ વિપરીતભાવોથી) મિશ્રપણે વહેતી પરિણામની જે ધારા તે વિભાગસંતતિ કહેવાય છે. આવા પ્રકારની વિસભાગસંતતિનો (એટલે કે વિપરીત પરિણામોથી મિશ્ર એવા ભાવોનો) જ્યાં પરિક્ષય (નાશ) થઈ ચૂક્યો છે. એવી જે અવસ્થા તે વિભાગપરિક્ષય કહેવાય છે. ઉપરોક્ત અસંગાનુષ્ઠાનકાળે વિજાતીય ભાવોથી મિશ્ર એવી પરિણામોની ધારાનો પરિક્ષય થયેલો છે. અને માત્ર સજાતીય સમતાભાવયુક્ત પરિણામોની ધારા વહ્યા કરે છે. તેથી અસંગાનુષ્ઠાનનું આ નામ પણ ઉચિત જ છે. (૩) શિવવિર્ભ- આવું નામ શૈવદર્શનાનુયાયી મહાત્માઓ માને છે. શિવ એટલે મુક્તિ, વર્ભ એટલે માર્ગ, અર્થાત્ મુક્તિનો જે માર્ગ તે શિવવત્યે. આ પ્રાપ્ત થયેલું અસંગ અનુષ્ઠાન અલ્પકાળમાં જ આ જીવને મુક્તિપદનું પ્રદાન કરનાર હોવાથી મુક્તિના સરળ માર્ગસ્વરૂપ છે. તેથી શિવવત્ન એવું નામ પણ યથાર્થ જ છે. () ધ્રુવાધ્યા - આવું નામ મહાવ્રતિકદર્શનાનુયાયી યોગીઓ કહે છે ધ્રુવ એટલે ત્રિકાળવર્તી સ્થિર પદ અર્થાત્ મુક્તિપદ, તેનો જે અપ્પા એટલે માર્ગ. સારાંશ કે સદા Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૬-૧૭૭ સ્થિર રહેનારા એવા ત્રિકાળવર્તી મુક્તિપદનો જે ઉત્તમોત્તમ માર્ગ તે દુવાધ્વા. આ અસંગાનુષ્ઠાન મુક્તિપદ સ્વરૂપ સ્થિરસ્થાનનો રાજમાર્ગ હોવાથી ધ્રુવાધ્વા એવું આ નામ પણ યથાર્થ જ છે. મુક્તિપદ વિના સંસારના સર્વે પણ શુભ-અશુભભાવો કર્મસાપેક્ષ હોવાથી નાશવંત અસ્થિર-અધુવ છે. આ પ્રમાણે અન્ય અન્ય દર્શનશાસ્ત્રોમાં પણ તે તે યોગી મહાત્માઓ વડે આવા આવા પ્રકારનાં જે જે નામો કહેવાયાં છે. તે તે સર્વે નામો આ અસંગાનુષ્ઠાનની સાથે અર્થની સમાનતા હોવાના કારણે તે તે નામવાળું જે પદ તે અસંગાનુષ્ઠાન જ જાણવું. જો અર્થભેદ ન હોય તો શબ્દભેદનો ઝઘડો કરવો- એ મહાત્માઓને માટે શોભાસ્પદ નથી. [ ૧૭૬ || एतत्प्रसाधयत्याश, यद्योग्यस्यां व्यवस्थितः । પતાવ, તત્તàતિ મતા / ૨૭છા ગાથાર્થ = આ પ્રભાષ્ટિમાં રહેલા યોગી જે કારણથી આ અસંગાનુષ્ઠાનને જલ્દી-જલ્દી સાધે છે. તથા આ પ્રભા દૃષ્ટિ જ આ સત્યવૃત્તિપદને આપનારી છે. તે કારણથી આ સત્યવૃત્તિપદના ઇચ્છુકોને તે પદ પ્રાપ્ત કરવા માટે આ પ્રભાષ્ટિ જ ઈષ્ટપણે મનાયેલી છે. તે ૧૭૭ | ટીકા-“ સફનુષ્ઠાન” “સાથ ત્યા!” શીર્ષ, “વોયચ્ચ” દ ““વ્યવસ્થિતઃ' સન “તત્વવર્સિવ'' દૃષ્ટિ, ‘‘તત્તર્ગતદિતાં Hd fu '' | ૨૭૭ | વિવેચન - આ સાતમી પ્રભાષ્ટિ આવે છતે તેમાં વર્તતા યોગિરાજ ઉપરોક્ત અર્થવાળા અને દર્શનાત્તરકારો વડે કથિત એવા ભિન્ન-ભિન્ન યથાર્થ નામવાળા એવા આ અસંગાનુષ્ઠાનને જલ્દી-જલ્દી સાધે છે. તથા આ પ્રભાદષ્ટિ જ (અલ્પકાળમાં) (જેનો અર્થ ૧૭પમા શ્લોકમાં આવી ગયો છે તેવા પદને) સત્યવૃત્તિપદને પ્રાપ્ત કરાવનાર છે આ બે કારણોને લીધે સત્યવૃત્તિપદના જાણકાર (ઇચ્છુક) મહાત્માઓને તે પદ મેળવવા માટે આ પ્રભાષ્ટિ જ અત્યન્ત પ્રિય છે. પ્ર :- યોગી મહાત્માઓને આ પ્રભાદષ્ટિ શા માટે અતિશય માનનીય છે? ઉત્તર :- તેનાં બે કારણો છે. (૧) આ દષ્ટિ અસંગાનુષ્ઠાનને તુરત સાધી આપે છે તથા (૨) સત્યવૃત્તિ પદને પણ આ જ દષ્ટિ (સુરત) પ્રાપ્ત કરાવનાર છે. માટે યોગી મહાત્માઓને તે સત્યવૃત્તિપદ મેળવવા માટે આ દૃષ્ટિ અતિશય માન્ય છે. Page #530 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૯૫ આ શ્લોકમાં પૂર્વાધમાં યત અને ઉત્તરાર્ધમાં તત્ એવાં જે બે પદો છે. તે પૂર્વાપર સંબંધ સૂચક છે એટલે કે જે કારણથી આ દૃષ્ટિ બે કાર્ય કરનારી છે. તે કારણથી યોગીઓને આ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે. તથા ઉત્તરાર્ધમાં જે તત્ર શબ્દ છે. ત્યાં અધિકરણ અર્થમાં સપ્તમી નથી. પરંતુ હેતુ અર્થમાં સપ્તમી છે. જુઓ સિદ્ધહૈમ વ્યાકરણ સૂત્ર ૨-૨-૩૦ અધિકરણ છ જાતનું હોય છે. (૧) વૈષયિક, (૨) ઔપશ્લેષિક, (૩) અભિવ્યાપક, (૪) સામીપ્ય, (૫) નૈમિત્તિક, અને (૬) ઔપચારિક. અહીં નૈમિત્તિક અધિકરણ અર્થમાં સપ્તમી થઈ છે. જેમ કે, યુદ્ધ સદાતે તે યુદ્ધના નિમિત્તે તૈયાર થાય છે. તેવી રીતે અહીં પણ તત્ર એટલે તે સત્યવૃત્તિ પદ પ્રાપ્ત કરવા માટે વિદ્વાનોને આ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે યોગિરાજ મહાત્માઓ આ દૃષ્ટિ પ્રાપ્ત કરવા સારું અતિશય પ્રયત્નશીલ હોય છે. અહીં સાતમી પ્રભાષ્ટિ સમાપ્ત થાય છે. તે ૧૭૭ છે. (પ્રભા દષ્ટિનો સાર) આ સાતમી પ્રભાષ્ટિ ક્ષપકશ્રેણિકાળે આઠમાં ગુણસ્થાનકથી આવનાર છે. તે કાળે યોગના અંગ તરીકે “ધ્યાન” અંગ આવે છે. આત્મા વધારે ધ્યાનપ્રિય હોય છે. આત્મચિંતન રૂપ ધ્યાનમાં રત હોય છે. પરિમિત અને હિતકારી આહારના કારણે દ્રવ્યરોગ થતા નથી. અને મોહના ક્ષયના કારણે રાગ-દ્વેષાદિ ભાવરોગ થતા નથી. આ દષ્ટિ યથાર્થ તત્ત્વોના સ્વીકાર સ્વરૂપ હોય છે. અને સમતાગુણથી યુક્ત હોય છે. આ આત્માઓને કામવાસનાનાં સાધનોને જિતનારું, વિવેકના બળથી યુક્ત અને સમતાસારવાળું ધ્યાનજન્ય સુખ હોય છે. આ ધ્યાનકાળે કોઈની પણ પરવશતા ન હોવાથી પરમસુખ હોય છે. કારણ કે પરવશતા એ દુઃખનું અને સ્વવશતા એ સુખનું લક્ષણ મહાત્માઓએ કહ્યું છે. સંસારનું તમામ સુખ અને દુઃખ ઇન્દ્રિયોને પરવશ, વિષયોને પરવશ, કર્મોને પરવશ. અને સંજોગોને પરવશ હોવાથી દુઃખ જ છે. પુણ્યોદયથી મળેલું સુખ પણ પુણ્યકર્મને પરવશ હોવાથી દુઃખ જ છે. દુઃખનાં જે ત્રણ લક્ષણો છે. (૧) આકુળવ્યાકુળતા લાવવી, (૨) શારીરિક અને માનસિક પીડા ઉપજાવવી અને (૩) ત્રાસ આપવા એ ત્રણે લક્ષણો પુણ્યોદયજન્ય સુખમાં પણ ઘટે છે માટે તે પારમાર્થિકપણે દુ:ખ જ છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૭-૧૭૮ આ દૃષ્ટિવાળા મહાત્માઓને નિર્મળ જ્ઞાનબોધ થયેલ હોવાથી ધ્યાનજન્ય સુખ સદા હોય છે. અને તે ક્ષીણમલવાળા સુવર્ણની જેમ સદા કલ્યાણ કરનારું જ બને છે. અહીં આવેલા મહાત્માઓને અસંગાનુષ્ઠાન સંજ્ઞાવાળું, મહાપથમાં પ્રયાણ કરાવનારું અને અનાગામિપદને (મુક્તિપદને) આપનારું એવું સત્યવૃત્તિપદ પ્રાપ્ત થાય છે. આ જ સ–વૃત્તિપદને અન્ય-અન્ય દર્શનકારો પ્રશાન્તવાહિતા, વિભાગસંતતિ, શિવવર્મ અને ધૃવાત્મા ઈત્યાદિ નામો વડે સ્વીકારે છે. પરંતુ અર્થથી એક જ છે. આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓ જલ્દી-જલ્દી આ સત્યવૃત્તિપદને સાધે છે આ દૃષ્ટિ જ સમ્પ્રવૃત્તિપદને આપનારી છે તેથી મહાત્માઓને સત્યવૃત્તિપદ પ્રાપ્ત કરવા માટે આ જ દૃષ્ટિ અત્યન્ત માન્ય છે. (પ્રભાદેષ્ટિ સમામ) उक्ता सप्तमी दृष्टिः, अधुनानन्तरोच्यते । तदाहસાતમી દષ્ટિ કહી. હવે તેના પછીની આઠમી પર દષ્ટિ કહેવાય છે. समाधिनिष्ठा तु परा, तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ॥ १७८॥ ગાથાર્થ = “પરા” નામની આઠમી દૃષ્ટિ સમાધિયુક્ત હોય છે. અને આસંગદોષ રહિત હોય છે. તથા સહજભાવે આત્મસાત્ કરાયેલી પ્રવૃત્તિયુક્ત આ દૃષ્ટિ હોય છે. પરંતુ તેવી પ્રવૃત્તિ કરવાના આશયને ઉલ્લંઘી ગયેલી આ દૃષ્ટિ હોય છે. તે ૧૭૮ || ટીકા-“સમયનિષ્ઠા 7 TRISઠ્ઠીદષ્ટિ, સમાધિનું ધ્યાનવિશેષ:, फलमित्यन्ये । यथोक्तं- देशबन्धश्चित्तस्य धारणा (३-१। पातंजलिः) तत्र प्रत्ययैकतानता ध्यानं (३-२। पातंजलिः) तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव સમાધિ: (રૂ-રા પાતનિઃ ) રૂતિ “તહાસક્કવિતા” સમાધ્યાવિવર્ધિતા “લાત્મીકતાત્તિશ'' ભૂતप्रवृत्तिश्चैषा चन्दनगन्धन्यायेन । “तदूत्तीर्णाशयेति" 'वासचित्ताभावेन ॥ १७८॥ ૨. વાવિત્તમાન ને બદલે વાન્વિત્તામાન પાઠાન્તર પણ છે. તેનો અર્થ અસત્ ચિત્તનો અભાવ હોવાથી આ દૃષ્ટિ ઉત્તીર્ણ આશયવાળી છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૭૮ યોગદષ્ટિ સમુચ્ચય ૪૯૭ વિવેચન :- “પરા” નામની આ આઠમી દૃષ્ટિ ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણથી શરૂ થાય છે. તે કાલે યોગનાં આઠ અંગમાંનું આઠમું અંગ જે “સમાધિ” છે. તે પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં વર્તતો જીવ મોહનીયકર્મનો ક્ષય કરતો જતો હોવાથી અને આગળ જતાં ક્ષીણમોહી બનવાથી રાગદ્વેષ રહિત થવાના કારણે સંપૂર્ણપણે સમાધિ (સમતાભાવ) યુક્ત બને છે. અલ્પ પણ અધીરાઇ કે ઉત્સુક્તા હવે હોતી નથી. એટલે શ્લોકના પ્રથમપદથી “સમાધિ” અંગ સૂચવ્યું છે અને બીજા પદથી “આસક્તિ” નામના દોષનો ત્યાગ સૂચવ્યો છે. સમાધિ સહજપણે વર્તે છે. પરંતુ સમાધિ પ્રાપ્ત કરવાની પણ આસક્તિ (સ્પૃહા) વર્તતી નથી. તથા ત્રીજા પદમાં “પ્રવૃત્તિ” નામના ગુણની પ્રાપ્તિ જણાવી છે. અહીં આવેલા આત્માની સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ સહજભાવે જ વર્તે છે. બુદ્ધિપૂર્વક કરવી પડતી નથી. તેથી જ આ પ્રવૃત્તિ ઉત્તીર્ણશયયુક્ત હોય છે. અર્થાત્ પ્રવૃત્તિ કરવાના આશયથી રહિત હોય છે. આઠમી આ પરાદષ્ટિ સમાધિનિષ્ઠા હોય છે. એટલે સમાધિ નામના યોગના અંગયુક્ત હોય છે. સમાધિ એટલે એક પ્રકારની ધ્યાન વિશેષવાળી અવસ્થા. આ સમાધિ એ ધ્યાનવિશેષ સ્વરૂપ છે. ચિત્તની રાગ-દ્વેષરહિત સંપૂર્ણપણે “સમતાભાવવાળી” એક અવસ્થા વિશેષ જ છે. એટલે ધ્યાનાત્મક છે. એમ ગ્રંથકારનું કહેવું છે. પરંતુ અન્ય આચાર્યોનું કહેવું એવું છે કે સમાધિ એ ધ્યાનનું ફળ છે. અર્થાત્ ધ્યાન એ કારણ છે. અને સમાધિ એ ધ્યાનથી પ્રગટ થનારું ફળવિશેષ છે. પાતંજલ ઋષિના બનાવેલા યોગસૂત્રમાં ધારણા-ધ્યાન અને સમાધિ આ ત્રણે યોગનાં અંગોની વ્યાખ્યા આ પ્રમાણે કહી છે. (૧) ચિત્તનું (મનનું) પોતાના નિયત વિષય સ્વરૂપ દેશભાગમાં બંધાઈ જવું. ચોટી જવું. મનની પોતાના વિષયભાગમાં જે સ્થિતિ તે ધારણા. || ૩-૧ (૨) તત્ર તે ધારણાના વિષયભૂત નિયતભાગમાં પ્રત્યય જ્ઞાનની=ચિત્તવૃત્તિની અવતાના લયલીનતા-એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. ધારણામાં ધારેલા વિષયમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા તે ધ્યાન ૩-રા (૩) તહેવ- તે જ ધ્યાન જ્યારે “ગઈમાત્રનિમણ' અર્થબોધ માત્ર સ્વરૂપ બની જાય છે અને જાણે આ ધ્યાન પોતાના ધ્યાનપણાના સ્વરૂપથી પણ શૂન્ય બની ચૂક્યું છે. એવું જાણે ભાસે ત્યારે તે સમાધિ કહેવાય છે. અર્થાત્ ધ્યાન જ્યારે ધ્યાનપણે મટી જઈ વ્યય-ધ્યાન અને ધ્યાતા એકસ્વરૂપ બની જાય ત્યારે તેને જ સમાધિ કહેવાય છે. એટલે ધ્યાન જ કાળાન્તરે સમાધિસ્વરૂપ બને છે તેથી ધ્યાનને કારણ અને સમાધિને ફળ એમ કહેવામાં પણ ભેદનયના આશ્રયથી કંઈ દોષ નથી. યો. ૩૨ Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૭૮-૧૭૯ આ રીતે આ દૃષ્ટિ સમાધિ નામના અંગથી યુક્ત છે. છતાં સમાધિ મેળવવાની ઉત્સુક્તા, અધીરાઈ કે તાલાવેલી હોતી નથી. તથા પ્રાપ્ત થતી જતી સમાધિથી પણ તે સમાધિની આસક્તિ કે રાગાદિભાવ હોતા નથી. તેથી “આસંગ દોષ” રહિત આ સમાધિ હોય છે. તથા ચંદન જેમ સહજપણે ચારે તરફ સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે આ દૃષ્ટિમાં આવેલા મહાત્માઓની સ્વગુણરમણતા સ્વરૂપ પ્રવૃત્તિ સહજપણે જ આત્મસાત્ થઈ જાય છે. બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવાના આશય દ્વારા પ્રવૃત્તિ થતી નથી. આવા પ્રકારનો પ્રવૃત્તિ ગુણ અહીં પ્રગટે છે. આસંગદોષવર્જિત એવી આ સમાધિ ચંદનગધના ન્યાયે ભૂતપ્રવૃત્તિ (આત્માની સહજ પ્રવૃત્તિ) સ્વરૂપ જ બની જાય છે. પરંતુ વાસના (ઇચ્છા)વાળું ચિત્ત ન હોવાના કારણે આશયથી ઉત્તીર્ણ એવી આ સમાધિ હોય છે. ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિ ન હોવાથી અને ચંદનગંધન્યાયે સહજપણે પ્રવૃત્તિ હોવાથી કોઈ પણ પ્રકારની વાસના (ઇચ્છાઓ)વાળું ચિત્ત હોતું નથી. માટે જ આશયરહિત એવી આ સમાધિ પરાષ્ટિકાલે સંભવે છે. || ૧૭૮|| निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः । आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९॥ ગાથાર્થ = આ દૃષ્ટિમાં વર્તતો આત્મા જ્ઞાનાચારાદિ આચારોના આસેવનની અપેક્ષાએ નિરાચારપદયુક્ત હોય છે. અને અતિચાર રહિત હોય છે. કારણ કે તેની સઘળી ચેષ્ટા પર્વત ઉપર ચઢેલાને ચઢવાના અભાવવાળી ગતિવત્ત જેવી હોય છે. I૧૭૯ ટીકા-“નિર/Rપ દિ' પુત્ર ! “માં” દણ યો ભવતિ પ્રતિમા -માવા | “મતિવારવિવર્જિતત્તવિચનામાવેન'' | “મારોહમાવાતિवत्त्वस्य" योगिनश्चेष्टितं भवति । आचारजेयकर्माभावात् । निराचारपद इत्यर्थः || ૨૭૬. વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા મહાત્મા યોગીને કાને વિષે વધુમાં ઇત્યાદિ ગાથામાં કહેલા આઠ પ્રકારના જ્ઞાનાચાર, આઠ દર્શનાચાર, આઠ ચારિત્રાચાર, બાર તપાચાર અને ત્રણ વર્યાચાર રૂપ ઓગણચાલીશ પ્રકારના આચારો સેવવાના હોતા નથી. કારણ કે તે આચારોના સેવનથી જ્ઞાનાદિ ગુણો જે સાધવાના હતા. તે પ્રાપ્ત થઈ ચૂકયા છે. તેથી નિરાચારપદવાળા આ યોગી હોય છે. તથા પ્રતિક્રમણ આદિ Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ગાથા : ૧૭૯-૧૮૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ક્રિયાઓનો પણ અભાવ હોય છે. કારણ કે જેને જેને અતિચારો લાગે, તેને તેને પ્રતિક્રમણાદિ ક્રિયા સંભવે છે. આ યોગીઓ અતિચારથી વર્જિત હોય છે તેથી પ્રતિક્રમણાદિ ક્રિયા નથી. અને અતિચારોના કારણભૂત પ્રમાદ, ઉપયોગ-શૂન્યતા આદિ દોષો પણ હોતા નથી. તેથી તેઓને દોષ સેવનના અભાવે અતિચારો લાગતા નથી. સારાંશ કે પ્રમાદાદિ દોષો ન હોવાથી અતિચારો નથી. અતિચારો ન હોવાથી પ્રતિક્રમણાદિ ક્રિયા નથી. અને પ્રતિક્રમણ આદિ ક્રિયા ન હોવાથી નિરાચારપદવાળા હોય ચઢેલને ચઢવાની ક્રિયાના અભાવ જેવી સ્થિતિ આ મહાત્માઓની હોય છે. એટલે કે જેમ પર્વતના અન્તિમ શિખર ઉપર ચઢેલાને હવે આરોહણની ક્રિયાનો અભાવ જ હોય છે. તેવી રીતે કૃતકૃત્ય થયા હોવાથી, પ્રાપ્ત કરવા યોગ્ય ગુણો પામી ચૂક્યા હોવાથી, આચારો પાલવા દ્વારા ખપાવવા યોગ્ય કર્મોનો ક્ષય કરેલ હોવાથી આ યોગી મહાત્માઓની ચેષ્ટા આરૂઢારોહણાભાવ (ચઢેલાને ચઢવાના અભાવ)યુક્ત ગતિવાળા જેવી હોય છે. અર્થાત્ તરંગરહિત સ્થિર જળવાળા સમુદ્રતુલ્ય સમાધિયુક્ત નિરાચારપદયુક્ત સ્થિતિ હોય છે. | ૧૭૯ कथं भिक्षाटनाद्याचारोऽस्येत्याशङ्कापनोदायाह જો આ યોગીને જ્ઞાનાચારાદિ આચારો હોતા નથી, તો ભિક્ષાટન આદિ આચારો આ યોગીને કેમ હોય છે? એવી શંકા દૂર કરવા માટે કહે છે કે रत्नादिशिक्षाहग्भ्योऽन्या, यथा दृक् तन्नियोजने । तथाऽऽचारक्रियाप्यस्य, सैवान्या फलभेदतः ॥ १८०॥ ગાથાર્થ = રત્ન વગેરેના અભ્યાસકાળની દૃષ્ટિ કરતાં તેના વેપારકાળે દૃષ્ટિ જેમ ભિન્ન હોય છે. તેવી જ રીતે આ યોગીની તે જ ભિક્ષાટન આદિ આચાર ક્રિયા પણ ફળના ભેદથી ભિન્ન જ હોય છે. ૧૮૦ ટીકા-“નાશિક્ષTETચ્છ” સવાશgિ “મા” મિલ, “કથા દર્શી તકિયોનને” રત્નવિનિયોનને ક્ષિતી સતિઃ | “તથા રઢિયાળ” યોગિન, “'' મિલાદનાન્નિક્ષUT “મા” ભવતિ | ત પ્રત્યાદિ- “નમેત ” પ્રા. साम्परायिककर्मक्षयः फलं, इदानीं तु भवोपग्राहिककर्मक्षय इति ॥ १८०॥ વિવેચન - આ આઠમી દૃષ્ટિમાં આવેલા યોગીની ભિક્ષાટન આદિ ક્રિયા Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૦ પૂર્વદૃષ્ટિમાં વર્તતા યોગીઓની ભિક્ષાટન આદિ ક્રિયાની સાથે સ્વરૂપથી સમાન જ હોય છે. અર્થાત્ પૂર્વેની દૃષ્ટિકાલે જેવી ક્રિયા પ્રવર્તતી હતી, તેવી જ ભિક્ષાટન આદિ ક્રિયા આઠમી દૃષ્ટિકાલે પણ પ્રવર્તે છે. ભિક્ષાટનાદિ ક્રિયામાં કંઈ તફાવત હોતો નથી. પરંતુ ફળના ભેદથી બન્ને દૃષ્ટિકાળની ભિક્ષાટનાદિ ક્રિયા ભિન્ન હોય છે. તે આ પ્રમાણે છે- હીરા-માણેક-મોતી આદિ રત્નોના સ્વરૂપના અજાણ પુરુષો સાચાં રત્નો કેવાં હોય? અને નકલી કેવાં હોય? તથા સાચા રત્નોમાં પણ કેવાં કેવાં રત્નોની કેવી કેવી કિંમત હોઈ શકે? ઇત્યાદિ વિષયનો જ્યારે અભ્યાસ કરતા હોય, શિક્ષણ ગ્રહણ કરતા હોય, અનુભવ મેળવતા હોય, ત્યારે તેઓની દૃષ્ટિ સાચા-ખોટા રત્નોના ભેદને જાણવાની જ હોય છે. રત્નોમાં ગુણો શું? અને નકલી રત્નોમાં દોષો શું? ઇત્યાદિ અનુભવ મેળવવા તરફ જ માત્ર દૃષ્ટિ હોય છે. પરંતુ તે વિષયમાં પારગત થયા પછી જ્યારે તે રત્નોની ખરીદી અને વેચાણ તથા લેવડ-દેવડ કરવા સ્વરૂપ તત્તયોનને તે રત્નોનો વેપાર કરે છે ત્યારે જે દૃષ્ટિ હોય છે તે વધુ નફો કેમ મળે? તે તરફ જ હોય છે. એટલે રત્નોની જોવાની ક્રિયા બન્ને કાળે સમાન હોવા છતાં પણ અનુભવ મેળવવાના કાળે અનુભવ પ્રાપ્તિની અને વેપાર કરવાના કાળે લાભ પ્રાપ્તિની એમ ફળભેદથી દષ્ટિ ભિન્ન જ હોય છે. સારાંશ કે રત્નાદિના શિક્ષણકાળની દૃષ્ટિ થકી શિક્ષિત થયે છતે તે રત્નાદિના વેપારકાળે જેમ દૃષ્ટિ અનુભવપ્રાપ્તિ અને લાભપ્રાપ્તિ રૂપ ફળભેદથી ભિન્ન-ભિન્ન છે. તેવી રીતે ભિક્ષાટનાદિ લક્ષણવાળી આચાર ક્રિયા પણ આ યોગી મહાત્માની સ્વરૂપથી સમાન હોવા છતાં પણ ફળભેદથી સાતમી દષ્ટિકાળે અને આઠમી દૃષ્ટિકાળે ભિન્ન-ભિન્ન હોય છે. સાતમી દૃષ્ટિકાળે સામ્પરાયિકકર્મોના ક્ષય માટે આ ક્રિયા છે. અને આઠમી દૃષ્ટિકાળે ભવોપગ્રાહી એવા ચાર અઘાતી કર્મોના ક્ષય માટે આ ક્રિયા છે. કારણ કે, સાતમી દૃષ્ટિ સાતમા ગુણઠાણે વર્તતા જિનકલ્પાદિ આચરતા મહામુનિઓને હોય છે. તે કાલે શ્રેણી માંડવાની બાકી હોવાથી સાપરાયિક કર્મક્ષય માટે આ ક્રિયા કરાય છે. એટલે આ ભિક્ષાટન આદિ ક્રિયાનું ફળ મોહનીયાદિ કર્મોનો ક્ષય છે. અને આઠમી દૃષ્ટિ શ્રેણિકાળે શરૂ થાય છે. અને તે ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય છે. ત્યાં મોહનીયાદિ કર્મો તો ક્ષીયમાણ હોવાથી ક્ષીણપ્રાય જ છે. તેથી આ ભિક્ષાટનાદિ ક્રિયા ભવોપગ્રાહી અઘાતી કર્મોના ક્ષય માટે જ છે. તેથી આ દૃષ્ટિકાળે કરાતી ભિક્ષાટનાદિ ક્રિયાનું ફળ ભવોપગ્રાહી કર્મોનો ક્ષય છે. આ પ્રમાણે રત્નાદિના અનુભવકાળે અને અભ્યસ્તકાળે કરાતી રત્નો જોવાની ક્રિયા સ્વરૂપથી સમાન હોવા છતાં ફળભેદથી ભિન્ન છે. તેવી રીતે સાતમી અને આઠમી દૃષ્ટિકાળે કરાતી ભિક્ષાટનાદિ ક્રિયા પણ ક્રિયાસ્વરૂપે સમાન હોવા છતાં પણ સામ્પરાયિક અને ભવોપગ્રાહી કર્મોનો ક્ષયરૂપ ફળભેદની અપેક્ષાએ ભિન્ન જ છે. તે ૧૮૦ Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૦૧ ગાથા : ૧૮૧ યોગદૃષ્ટિ સમુચ્ચય तन्नियोगान्महात्मेह, कृतकृत्यो यथा भवेत् । तथाऽयं धर्मसन्यास-विनियोगान्महामुनिः ॥ १८१॥ ગાથાર્થ = આ સંસારમાં તે રત્નોના વેપારથી મહાભાગ્યશાળી એવો તે વેપારી (ઘણું ધન મળી જવાથી) જેમ કૃતકૃત્ય થાય છે. તેવી જ રીતે આ મહામુનિ પણ ધર્મસન્યાસ યોગની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થાય છે. તે ૧૮૧ | ટીકા-“તરિયો' રત્નનિયો તું, “હાદ' નો “કૃતકૃત્યો યથા મ” વશકત્સવ | ‘‘તથાથથિતયો, થfજાવિનિયોતિ'' સાશાતું, “મુનિ:” તો ભવતીતિ | ૨૮૨ વિવેચન - ઉપરના શ્લોકમાં કહેલી હકીકત વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે આ સંસારમાં કોઇ તે રત્નોનો વેપારી મહાત્મા (મહાભાગ્યશાળી પુરુષ) જેમ તે રત્નોના વેપારથી અગણિત ધન મળી જવાથી પોતાની જાતને કૃતકૃત્ય માને છે. અતિશય આનંદમગ્ન બને છે. અને સંસારના સુખે સુખી બને છે. તેવી જ રીતે આ પ્રસ્તુત યોગી મહાત્મા એટલે કે આઠમી દૃષ્ટિમાં આવેલા યોગી મહાપુરુષ પણ ધર્મસથાસયોગની પ્રાપ્તિ થવાથી કૃતકૃત્ય થાય છે. અને અતિશય સ્વભાવાનંદરામી બની જાય છે. તથા આત્મગુણોથી સુખી થાય છે. પ્રશ્ન - ધર્મસન્યાસ યોગ એટલે શું? અને તેની પ્રાપ્તિથી આટલો આનંદ અને કૃતકૃત્યતા કેમ ? ઉત્તર - ચારથી સાત ગુણસ્થાનક સુધી હીનાધિકપણે મોહનીયકર્મનો ક્ષયોપશમ આ યોગીને વર્તે છે. અને તે કર્મના ક્ષયોપશમથી ક્ષમા, નમ્રતા, આર્જવતા આદિ જે જે (ગુણો ધર્મો) પ્રાપ્ત થયા છે તે સર્વે ક્ષાયોપથમિકભાવના છે. ક્ષાયોપથમિકભાવના ગુણો (ધર્મો) હોવાથી મોહનીયકર્મના ઉદયની અપેક્ષાવાળા છે. જેથી અતિચાર(દોષો)નો તેમાં સંભવ છે. જ્યારે આઠમી દૃષ્ટિ આવે છે ત્યારે ક્ષપકશ્રેણિનો પ્રારંભ થવાથી મોહનીયકર્મનો સર્વથા (ઉદય અને સત્તા એમ બન્ને રીતે) ક્ષય થવાથી ક્ષાયિકભાવના ગુણો (ધર્મો) પ્રગટ થાય છે. ત્યાં મોહનીયકર્મ ન હોવાથી અતિચાર(દોષો)નો સર્વથા સંભવ નથી. સંપૂર્ણ શુદ્ધ ગુણોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આ દૃષ્ટિકાળે લાયોપથમિકભાવના ધર્મોનો સન્યાસ (ત્યાગ) થવાથી અને ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ થવાથી આ મહાત્માને સહજ સ્વભાવની પ્રાપ્તિનો અત્યન્ત આનંદ પણ થાય છે. તથા તે યથાર્થપણે કૃતકૃત્ય બન્યા છે. જે સંસારસાગર તરવાનો હતો તે સંસારસાગર તર્યા છે. માટે અતિશય આનંદ હોય છે. તે ૧૮૧ | Page #537 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૨ તત્ર ત્યાં ધર્મસન્યાસયોગની પ્રાપ્તિથી શું લાભ થાય છે? તે કહે છે द्वितीयाऽपूर्वकरणे, मुख्योऽयमुपजायते । केवलश्रीस्ततश्चास्य, निःसपत्ना सदोदया ॥ १८२॥ ગાથાર્થ = મુખ્ય એવો આ ધર્મસન્યાસયોગ બીજા અપૂર્વકરણકાળે આવે છે. તેનાથી આ યોગીને કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે લક્ષ્મી અનુપમ અને સદા ઉદયવાળી જ હોય છે. || ૧૮૨ ટીકા “દ્વિતાપૂર્વશ્વર” શ્રેણિત્તિનિ, “મુક્યોર્જ થર્મસજાઃ | “૩૫નાયતે” ૩પરિતનુ પ્રમત્ત સંતવાણ્ય, “ તન્નતતશ” થર્મચારવિનિયોતિ, ‘‘'' યોશિનો, “નિ:સપના'' વનશ્રી, “ોલ્યા'' પ્રતિપાતામવેર છે ૨૮૨ વિવેચન :- ધર્મસન્યાસ યોગ બે ભેદવાળો છે. એક મુખ્ય અને બીજો ઉપચરિત. ત્યાં બીજા અપૂર્વકરણકાળે મુખ્ય એવો ધર્મસન્યાસ યોગ વર્તે છે. અપૂર્વકરણ પણ બે પ્રકારનું છે. અનાદિકાલીન મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યકત્વ પામે ત્યારે ગ્રંથિભેદ કરવાના કાળે જે અપૂર્વકરણ કરે છે તે પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. અને શ્રેણિકાળે અપૂર્વકરણગુણસ્થાનકના અવસરે જે અપૂર્વકરણ થાય છે તે બીજું અપૂર્વકરણ છે. શ્રેણિસંબંધી અપૂર્વકરણકાલે જે ધર્મસન્યાસ યોગ આવે છે તે મુખ્ય છે. અર્થાત્ અનુપચરિત છે. વાસ્તવિક છે. ઉપચરિત ધર્મસન્યાસયોગ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન :- મુખ્ય અને ઉપચરિત ધર્મસન્યાસયોગમાં ભેદ શું? ઉત્તર :- ક્ષાયોપથમિકભાવવાળા ધર્મોનો ત્યાગ જયાં હોય તે મુખ્ય ધર્મસન્યાસયોગ છે. જે શ્રેણિથી શરૂ થાય છે. અને ઔદયિકભાવવાળા ધર્મોનો ત્યાગ જ્યાં હોય તે ઉપચરિત ધર્મસળ્યાસયોગ છે. જે પ્રમત્ત ગુણસ્થાનકથી હોય છે. જ્યારે કોઈ મહાત્મા દીક્ષા સ્વીકારે ત્યારથી મોહનીયના ઉદયજન્ય ધર્મોનો ત્યાગ પ્રાપ્ત થાય છે. તે ઉપચરિત ધર્મસચ્યાયોગ છે. આવા પ્રકારના અનુપચરિત (વાસ્તવિક) ધર્મસયાસયોગની પ્રાપ્તિથી આ યોગી મહાત્માને તુરત જ (અલ્પકાળમાં જ=અન્તર્મુહૂર્ત માત્રમાં જ) કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શ્રેણિકાલ પૂર્ણ થતાં જ અવશ્ય કેવલજ્ઞાન રૂપ આત્મલક્ષ્મીની નિયમ પ્રાપ્તિ થાય જ છે. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ગાથા : ૧૮૨-૧૮૩ યોગદૃષ્ટિ સમુચ્ચય પ્રશ્ન :- આ કેવલશ્રી કેવા પ્રકારની છે? ઉત્તર :-(૧) નિ:સપના અને સંતો એવાં બે વિશેષણવાળી આ લક્ષ્મી છે. સપન્યા એટલે શોકય, જેમ કોઈ પુરુષને એક પત્ની ઉપરાંત બીજી પત્ની હોય તો તેને શોકય કહેવાય છે. તેમ જેની સમાન બીજી લક્ષ્મી સામે હોય તે સપન્યા અને નથી શોકય જેને, અર્થાત્ જેની સમાન બીજી લક્ષ્મી નથી એવી અનુપમ અસાધારણ, અજોડ, બેનમૂન જે લક્ષ્મી તે નિઃસપન્યા લક્ષ્મી છે. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી આવા પ્રકારની છે. તથા આ લક્ષ્મી હંમેશાં ઉદયવાળી છે. અર્થાત્ પ્રાપ્ત થયેલી આ લક્ષ્મી કદાપિ જતી નથી. તે લક્ષ્મીના પ્રતિપાતનો સર્વથા અભાવ છે. તેથી અનંત કાળ=સદા રહેવાવાળી એવી આ લક્ષ્મી છે આઠમી દૃષ્ટિના પ્રભાવથી ધર્મસત્યાસયોગનો લાભ થાય છે અને તેનાથી નિઃસપન્યા અને સદોદયયુક્ત એવી કેવલલક્ષ્મી આ મહાત્માને તુરત જ પ્રાપ્ત થાય છે. || ૧૮૨ા. सिंहावलोकितनीत्याधिकृतवस्तुनिर्धारणायाहસિંહાવલોકનના ન્યાયથી પ્રસ્તુત વિષયનો નિર્ણય કરવા માટે કહે છે स्थितः शीतांशुवजीवः, प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥ १८३॥ ગાથાર્થ = પારમાર્થિકપણે શુદ્ધ એવી પ્રકૃતિવડે જ (સ્વાભાવિકપણે જ) આ જીવ ચંદ્રના જેવો નિર્મળ સ્વતઃ રહેલો છે. જીવનું વિજ્ઞાન ચંદ્રની ચાંદની જેવું છે. અને તેના ઉપરનું આવરણીય કર્મ વાદળ જેવું છે. ૧૮૩ || ટીક - “સ્થિતt” = સ્થાપની:, “તાંશુવન્દ્રવતું,” “નવ” માત્મા, “ ત્યાત્નીયા,” “મવિશુદ્ધી” તત્ત્વશુદ્ધત્યર્થ. I તથા વા “કિવિત્ર” ચોત્રાવર્ચ, “વિજ્ઞાન” વત્નાલિ, ૩૧મમાત્રનેત, તાવર'' જ્ઞાનાવર, મwવનેયપદવિત્યર્થ.” ૨૮રૂ I વિવેચન - સિંહાવલોકનનીતિ એટલે જેમ સિંહ થોડું ચાલ્યા પછી ઉભો રહે, પાછું વળીને જુએ, ફરીથી થોડું આગળ ચાલે, ફરીથી પાછું વળીને જુએ. એવો સિંહનો સ્વભાવ હોય છે. તેની જેમ અહીં પ્રસ્તુતમાં જે વિષય ચાલે છે તેની પૂર્વવર્તી તથા Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫O૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૩ પશ્ચાદ્દવર્તી વિષયની સાથે સંબંધ બતાવવા માટે જે નિરૂપણ કરવામાં આવે તે સિંહાવલોકનની તુલ્ય હોવાથી તેને સિંહાવલોકન નીતિ કહેવામાં આવે છે. જીવને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યાં સુધીની વાત ૧૮૨ સુધીના શ્લોકોમાં જણાવીને હવે જીવ કેવો છે? કેવલજ્ઞાન કેવું છે? અને તેનું આવરણ કેવું છે? ઈત્યાદિ વિષય જે અહીં સમજાવાય છે તે વિષય ખરેખર પૂર્વે સમજાવવો જોઈએ. તો પણ તે અહીં પાછળથી સમજાવાય છે. તેથી આ સિંહાવલોકન ન્યાય કહેવાય છે. પ્રશ્ન :- જીવ કેવો છે? ઉત્તર :- ભાવથી શુદ્ધ એવી પ્રકૃતિવડે અર્થાત્ તત્ત્વથી શુદ્ધસ્વભાવે કરી આ આત્મા અનાદિ-અનંતકાળથી ચંદ્રની જેવો સ્વતઃ નિર્મળ છે. જેમ ચંદ્ર સ્વતઃ ઉજ્જવળ છે. તેને ઉજ્જવળ કરવો પડતો નથી. તેવી જ રીતે આ જીવ પોતાના શુદ્ધ સ્વભાવે જ સ્વતઃ નિર્મળ છે. પરંતુ કાટવાળું વાસણ જેમ પ્રથમ મલીન હોય અને તે કાટ કાઢી ઉજ્જવળ કરવું પડે તેમ આ આત્માને ઉજ્જવળ કરવો પડે તેવું નથી. મૂલટીકામાં સ્થિત:, = સ્થાપની?” આ પદનો એવો અર્થ છે કે આ આત્મા સ્વતઃ શુદ્ધપણે તો સ્થિત (રહેલો) છે જ. તેને શુદ્ધ તરીકે સ્થાપન કરવો પડતો નથી. તેથી ચંદ્રની જેમ અથવા સ્ફટિકની જેમ સ્વતઃ શુદ્ધ છે. તેમ આ આત્મા પણ સ્વતઃ પોતાની પ્રકૃતિ વડે જ શુદ્ધ છે. તેને શુદ્ધ કરવો પડતો નથી. તથા ચંદ્ર આકાશમાં કોઇપણ એકસ્થાને વિદ્યમાન હોવા છતાં પણ તેની ચાંદની આકાશમાં સર્વત્ર પ્રકાશ પાથરે છે. તેવી રીતે આ જીવ લોકાકાશમાં કોઇપણ એકસ્થાને વિદ્યમાન હોવા છતાં તેનું કેવલજ્ઞાન, કેવલદર્શન આદિ સ્વરૂપ વિજ્ઞાન લોકાલોક આદિ સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવોને જાણવાવાળું છે. તેથી તે જીવનું વિજ્ઞાન ચંદ્રની ચાંદની તુલ્ય પ્રકાશ અને શીતળતા (કષાયરહિતતા)વાળું છે. સમભાવ રૂપ શીતળતાયુક્ત છે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો વાદળ તુલ્ય છે. જેમ જગત ઉપર પ્રકાશ પાથરતી એવી ચંદ્રની ચાંદનીને વાદળ માત્ર ઢાંકી શકે છે, પરંતુ ચાંદનીના તે પ્રકાશનો નાશ કરી શકતું નથી. તેવી જ રીતે આવરણીય કર્મો પણ જીવના વિજ્ઞાનનું આચ્છાદાન કરી શકે છે. પરંતુ જીવના તે વિજ્ઞાનનો નાશ કરી શકતું નથી. તે કારણથી જ જ્યારે વાદળ ખસી જાય છે. અથવા વાદળ નાશ પામી જાય છે ત્યારે પુનઃ યથાસ્થિત ચાંદની પ્રકાશે જ છે. તેવી રીતે જીવના વિજ્ઞાન ઉપરનું Page #540 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ ગાથા : ૧૮૩-૧૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય આવરણ તૂટી જાય છે ત્યારે મૂળ સ્વરૂપે જેવું વિજ્ઞાન છે તેવું વિજ્ઞાન પ્રકાશિત થાય છે. તે વિજ્ઞાનને ક્યાંથી લાવવું પડતું નથી. આ રીતે જીવ ચંદ્રતુલ્ય, વિજ્ઞાન ચાંદનીતુલ્ય અને આવરણીયકર્મ મેઘતુલ્ય છે. આ પણ ઉપમા માત્ર સમજવી. વસ્તુસ્થિતિ સમજાવવા સારુ આ ઉદાહરણ છે. ઉપમા હંમેશાં એકદેશીય જ હોય છે, જેમ “આ પુરુષ સિંહ જેવો છે.” એમ જે કહેવાય છે ત્યાં સિંહ જેવો બહાદૂર છે એમ એક ગુણથી સામ્યતા સમજવાની છે. પરંતુ સિંહની જેમ ચાર પગ, નખ કે કેશવાળી તે વ્યક્તિને હોતી નથી. તેની જેમ આ જીવ ચંદ્રની જેમ સ્વતઃ નિર્મળ છે, એમ સ્વયં નિર્મળતાને આશ્રયી આ ઉપમા છે. પરંતુ ચંદ્ર જેમ શુક્લપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં વૃદ્ધિનહાનિ પામે છે તેમ આ જીવ વૃદ્ધિ-હાનિ પામતો નથી તથા ચંદ્ર અમુક કાલે જ ઉદય પામે છે અને અમુક કાળે ઉદય પામતો નથી. પરંતુ જીવ સદાકાળ ઉદયવંત જ રહે છે. ચંદ્ર કલંક્યુક્ત છે, જીવ તેવા પ્રકારના કલંકથી રહિત છે. ઈત્યાદિ રીતે ઘણું વૈધર્મ પણ છે. તેથી આ ઉપમામાત્ર છે અને ઉપમા સદા એકદેશથી જ હોય છે. ચંદ્રની ચાંદની જેમ બાહ્ય અંધકારનો નાશ કરે છે. અને પ્રકાશ પાથરે છે. તેમ જીવનું આ વિજ્ઞાન આંતરિક અજ્ઞાન રૂ૫ અંધકારનો નાશ કરે છે. અને સર્વ દ્રવ્યાદિ ભાવોને જોવા સ્વરૂપે પ્રકાશ આપે છે. ૧૮૩ प्रकृतयोजनामाहઉપરોક્ત ચંદ્રની ઉપમા પ્રસ્તુત જીવમાં જોડીને સમજાવે છે કે घातिकर्माभ्रकल्पं, तदुक्तयोगानिलाहतेः । यदाऽपैति तदा श्रीमान्, जायते ज्ञानकेवली ॥ १८४॥ ગાથાર્થ = ઘાતકર્મ એ અભ્ર તુલ્ય છે અને પૂર્વે ૧૮૧-૧૮૨ આદિ શ્લોકોમાં કહેલા ધર્મસચ્યાસ યોગરૂપી પવનના પ્રહારથી જ્યારે તે કર્મ રૂપી અભ્ર દૂર થાય છે. ત્યારે આ શ્રીમાનું જ્ઞાનકેવળી થાય છે. ૧૮૪ ટીકા “' જ્ઞાનાવરીયાતિ | તાથા -નાવિષે તનાवरणीयं, मोहनीयं, अन्तरायं चेति । “एतदभ्रकल्पं" वर्तते तद् घातिकर्म, “વત્તયોનિનહિ.” અનન્તલિતો વાયુપીતાવિત્યર્થ. | “તાતિ” - પરિસમાતી, “તા શ્રીમાન ” મુટ્યવિદોન, “નાયતે જ્ઞાનવન' સર્વ ફર્થ છે ૨૮૪ Page #541 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૪-૧૮૫ વિવેચન :આત્મા ચંદ્રતુલ્ય છે. આત્માનું વિજ્ઞાન ચાંદની તુલ્ય છે. અને ઘાતિકર્મ રૂપી આવરણીયકર્મ અન્નતુલ્ય છે. એમ ઉપમા જાણવી. અહીં ઘાતિકર્મો ચાર પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચારે ઘાતીકર્મો વિજ્ઞાનને આચ્છાદન કરવાનું જ કાર્ય કરે છે. તેથી અન્નતુલ્ય છે. પરંતુ ત–તે ઘાતિકર્મો કતયોમાનિતા તેઃ-પૂર્વેની ૧૮૧-૧૮૨ ગાથાઓમાં હમણાં જ કહેલા મુખ્ય (અનુપચરિત) એવા “ધર્મસશ્યાસ યોગ”રૂપી પવનના પ્રહારોથી હણાવાથી જ્યારે તે ઘાતિકર્મરૂપી અભ્ર દૂર થાય છે, ક્ષપકશ્રેણિની સમાપ્તિ થાય છે. ત્યારે શ્રીમાન્ એવો આ આત્મા “જ્ઞાનકેવલી' બને છે. ૫૦૬ જેમ બાહ્યલક્ષ્મી મળવાથી મનુષ્ય શ્રીમાન્ (ધનવાન) કહેવાય છે. તેમ અહીં કેવલજ્ઞાનાદિ ગુણ રૂપ અભ્યન્તર લક્ષ્મી સાંપડવાથી આ જીવ પણ શ્રીમાન્ કહેવાય છે. ધન-ધાન્ય રૂપ બાહ્યલક્ષ્મી પણ ઘણા પરાક્રમો કરવાથી (યથાર્થ પુરુષાર્થ કરવાથી) પ્રાપ્ત થાય છે. તેમ આ ગુણોરૂપી ભાવલક્ષ્મી પણ મુખ્ય (અનુપચરિત) એવા પરાક્રમ ફોરવવા રૂપ ધર્મસશ્યાસયોગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. જ્યારે ઘાતિકર્મરૂપી વાદળ દૂર થાય છે. શ્રેણીની સમાપ્તિ થાય છે ત્યારે આ જીવ ભાવલક્ષ્મી પામ્યો છતો “સર્વજ્ઞ” થાય છે. અહીં જ્ઞાનકેવલી એટલે કેવલજ્ઞાની બને છે એમ અર્થ કરવો. કર્મધારય સમાસમાં પ્રાયઃ વિશેષણ પૂર્વપદમાં આવે છે પરંતુ કવચિત્ વિશેષણ ઉત્તરપદમાં પણ આવે છે. જેમ કે વીરપ્રમુ. તેમ અહીં વિશેષણ ઉત્તરપદ કર્મધારય સમાસ જાણવો. ધનપ્રાપ્તિ માટે કરાતો પુરુષાર્થ એ ગૌણ છે, કારણ કે તે દ્રવ્યલક્ષ્મી છે. નાશવંત છે. વિયોગયુક્ત છે. તેથી તે પુરુષાર્થ દ્રવ્યપુરુષાર્થ છે. અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કરાતો પુરુષાર્થ એ મુખ્ય પુરુષાર્થ છે. અનુપચરિત પુરુષાર્થ છે. કારણ કે કેવલજ્ઞાન એ ભાવલક્ષ્મી છે. અવિનાશી છે. અને સદાને માટે વિયોગ રહિત છે. તેથી તેના માટે કરાતો પુરુષાર્થ પણ ભાવપુરુષાર્થ છે. ॥ ૧૮૪ ॥ अत एवाह આ કારણથી જ શાસ્ત્રોમાં કહેવાય છે કે क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । * परं परार्थं सम्पाद्य, ततो योगान्तमश्नुते ॥ १८५ ॥ ગાથાર્થ ૧. વિજ્ઞાન શબ્દથી વિજ્ઞાન, સમ્યક્ત્વ, ચરણ અને દાનાદિશક્તિ સમજવી. = ક્ષીણ થયા છે દોષો જેના એવા સર્વજ્ઞ બનેલા આ ભગવાન Page #542 -------------------------------------------------------------------------- ________________ પO૭ ગાથા : ૧૮૫ યોગદૃષ્ટિ સમુચ્ચય સર્વપ્રકારના લાભથી યુક્ત થયા છતા શ્રેષ્ઠ એવો પરોપકાર કરીને ત્યારબાદ યોગના અન્તને પામે છે. / ૧૮૫ | ટીકા -“ક્ષતિષ:” સનરામ ત્રિપરિક્ષા, “મા” તત્વ “સર્વો' निरावरणज्ञानभावेन सर्वज्ञ इत्यर्थः । “सर्वलब्धिफलान्वितः" सर्वोत्सुक्यनिवृत्त्या। “જે પાઈ પાઈ' યથાવ્યું એવáાવિત્નક્ષણમ્ | “તત ચોત્તમનુતે' યોગપર્વતમાળોતિ છે ૨૮૬ વિવેચન - ક્ષપકશ્રેણિ સમાપ્ત થતાં જ રાગ-દ્વેષ-કુલેશ અને અજ્ઞાન આદિ સકલ દોષોનો પરિક્ષય (સર્વથા ક્ષય) થવાથી હવે તે યોગી મહાત્મા તે જ કાળે સર્વથા આવરણ રહિત બનવાથી સર્વજ્ઞ થાય છે. પૂર્વકાળમાં ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં પણ આ જીવ જ્ઞાનવાળો હતો પરંતુ તે કાળે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય પણ હતો, તેથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોવાથી સાવરણ જ્ઞાનયુક્ત હતો, જ્યારે હવે તે જ આ જીવ સર્વથા આવરણનો ક્ષય થવાથી નિરાવરણજ્ઞાનયુક્ત બનવાથી ક્ષાયિકભાવના પરિપૂર્ણજ્ઞાનવાળો થતો છતો “સર્વજ્ઞ” બને છે. ચારે ઘાતિકર્મોનો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે જે જે આત્મગુણો મેળવવા યોગ્ય હતા, તે સર્વે ગુણો પ્રગટ થયા હોવાથી, જે કંઈ આત્મકાર્ય કરવાનું હતું તે સર્વે થઈ ચૂક્યું હોવાથી, સર્વ પ્રકારના લાભ રૂપ ફળથી યુક્ત થયા છતા આ મહાત્મા યોગી પુરુષ કોઇપણ મેળવવા યોગ્ય વસ્તુ શેષ ન હોવાથી તેને મેળવવાની ઉત્સુક્તા (અધીરાઈ - તાલાવેલી)ની નિવૃત્તિ થયેલી હોવાથી, અતિશય શાન્ત-સમાધિભાવવાળા થાય છે. પરિપૂર્ણ, કૃતકૃત્ય અને સર્વથા ઉત્સુક્તાની નિવૃત્તિ થવા દ્વારા સર્વલાભ યુક્ત બને છે. તેરમા ગુણસ્થાનકે આરૂઢ થયેલા આ મહાત્મા પોતાના પુણ્યોદય પ્રમાણે અને શ્રોતાવર્ગની યોગ્યતાના અનુસાર શ્રેષ્ઠ પરોપકાર કરીને યોગાન્તને પામે છે. અઘાતી કર્મો આ યોગીને હજુ બાકી છે. તેમાં કેટલીક પ્રવૃતિઓ પુણ્યરૂપ છે. અને કેટલીક પ્રકૃતિઓ પાપરૂપ પણ છે. તેમાં સર્વજ્ઞ કેવલજ્ઞાની ભગવાનને સાતા-અસાતા, છ સંસ્થાન, સુસ્વર-દુસ્વર અને શુભાશુભ વિહાયોગતિ આટલી જ પ્રકૃતિઓ પુણ્ય-પાપરૂપ યથાયોગ્ય ઉદયમાં હોય છે. બાકીની બધી માત્ર પુણ્યપ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તીર્થકર કેવલી ભગવાનને સર્વે પણ પ્રકૃતિઓ પુણ્યની જ ઉદયમાં હોય છે. માત્ર સાતા-અસાતા જ એક પ્રતિપક્ષી ઉદયમાં હોય છે. તે પુણ્યપ્રકૃતિઓ પણ સામાન્યકેવલીને અને તીર્થકર કેવલીને હીનાધિક અનુભાગે (વિપાકોદય રૂપે) ઉદયમાં આવે છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૫-૧૮૬ સર્વ કેવલીઓને સમાન અનુભાગે ઉદયમાં હોતી નથી. તેથી જેવો પોતાનો પુણ્યોદય હોય છે તેવો આ યોગીઓ શ્રેષ્ઠ પરોપકાર કરે છે. હીનાધિકપુણ્યોદયના કારણે સર્વે કેવલજ્ઞાનીઓ સમાન પરોપકાર કરી શકતા નથી. માટે જ ટીકામાં કહ્યું છે કેયથામચં યથાયોગ્ય પરોપકાર કરે છે. તથા શ્રોતાવર્ગ પણ કોઈ જીવ આસન્નભવ્ય હોય અને કોઈ જીવ આસન્નતરઆસન્તમ-દૂર-દૂરતર અને દૂરતમ ભવ્ય હોય છે. એટલે તે તે જીવોની યોગ્યતા પ્રમાણે કોઈ જીવને સમ્યકત્વ પમાડવા રૂપે, કોઈને દેશવિરતિ પમાડવા રૂપે, કોઈને સર્વવિરતિ પમાડવા રૂપે અને કોઈ જીવને અપુનર્બન્ધક આદિ બનાવવા રૂપે આ કેવલજ્ઞાની પુરૂષો યથાયોગ્ય ઉત્તમ એવો પરોપકાર કરે છે. સંસારમાં કોઈ જીવોને અન્નપાન, વસ્ત્ર-વસતિ આદિ પૌદ્ગલિક વસ્તુઓના દાનથી પણ પરોપકાર થાય છે. પરંતુ તે અલ્પકાળસ્થાયી હોવાથી અને પારદ્રવ્ય સાપેક્ષ હોવાથી તથા રાગાદિ કરનાર-કરાવનાર હોવાથી “શ્રેષ્ઠ પરોપકાર” કહેવાતો નથી. જ્યારે સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવી તે અનંતકાળસ્થાયી હોવાથી સ્વદ્રવ્યસાપેક્ષ હોવાથી અને રાગાદિ કષાયોનો નાશ કરનાર હોવાથી આ પરોપકાર તે “શ્રેષ્ઠ પરોપકાર છે” એમ જ્ઞાનીઓ કહે છે. તેરમા ગુણસ્થાનકે પોતાના આયુષ્યકાળ પ્રમાણે આવા પ્રકારનો ગુણદાન કરવા રૂપ શ્રેષ્ઠ પરોપકાર કરીને માત્ર અનંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે આ યોગી મહાત્મા યોગાન્તને (મન-વચન અને કાયાના યોગદશાના અન્તને) પામે છે. અર્થાત્ યોગનિરોધ કરે છે. અયોગી થઈ ચૌદમે જવાની તૈયારી કરે છે. / ૧૮૫ / तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ॥ १८६॥ ગાથાર્થ = ત્યાં યોગનિરોધ કર્યા પછી આ ભગવાન્ અયોગી થવાથી (મન, વચન અને કાયાના યોગ વિનાના થવાથી) શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ રૂપ ઉત્તમયોગદશાના બળથી જલ્દી-જલ્દી ભવવ્યાધિનો ક્ષય કરીને પરમ એવા નિર્વાણ પદને પામે છે. | ૧૮૬ | ટીકા “ન્ન” યોજાને પ્રીત્તેફયવસ્થા, “જ્ઞાન” શોધવ, સ્વપક્ષત્રિામાત્રા વત્રેિન, “ભવિાન,” મોનિવ્યાપારતિ,” “રામ” योगप्रधानात् शैलेशीयोगादित्यर्थः । किमित्याह-"भवव्याधिक्षयं कृत्वा" सर्वप्रकारेण "निर्वाणं लभते परं" भावनिर्वाणमित्यर्थः ॥ १८६॥ Page #544 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૦૯ વિવેચન - ત્યાં યોગના અને એટલે મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કર્યા પછી શૈલેશી અવસ્થા આવે છતે જલ્દી જલ્દી આ ભગવાન સ્વ એવા પાંચ સ્વરોના ઉચ્ચારણ (મ રૂ ૩ 7 ના ઉચ્ચારણ) કાલમાં જ આ પ્રકારના અયોગથી જ એટલે યોગવ્યાપારના અભાવથી જ ઉત્તમ અને પ્રધાન એવા શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ સ્વરૂપ યોગબળથી જ ભવ્યાધિનો ક્ષય કરીને સર્વ પ્રકારે પરમનિર્વાણ અર્થાત ભાવનિર્વાણને પામે છે. અહીં યોગશબ્દ બેવાર વપરાયો છે. તેના બે અર્થો છે. મન-વચન અને કાયાનો વ્યાપાર, આ ત્રણની જે પ્રવૃત્તિ તેને પણ “યોગ” કહેવાય છે. આ યોગ આશ્રયસ્વરૂપ છે. આ યોગથી આત્મપ્રદેશોની અસ્થિરતાના કારણે આ જીવ કાર્મણવર્ગણા ગ્રહણ કરીને કર્મો બાંધે છે. તેથી આશ્રવ રૂપ છે. તથા મોક્ષે યોગનન્ યો: આ આત્માને મોક્ષની સાથે જે જોડી આપે તે “યોગ.” આ યોગશબ્દ મોહનીયાદિ કર્મોના ક્ષયોપશમસ્વરૂપ અને લયસ્વરૂપ છે. તેથી નિર્જરારૂપ છે. તેરમા ગુણઠાણાના અને મન, વચન અને કાયાના યોગોનો વિરોધ કરાય છે. તેથી ચૌદમે ગુણઠાણે આવેલો જીવ “અયોગ” કહેવાય છે. (તે મન, વચન અને કાયાના યોગ સ્વરૂપ આઝવભૂત યોગના અભાવથી કહેવાય છે.) યો-મૂળ શ્લોકમાં જે આ પદ છે તેનો અર્થ આ ત્રિવિધ યોગનો નિરોધ થવાથી અયોગી બનેલ-શૈલેશી અવસ્થામાં આવેલો આ જીવ “યોગાસત્તમત્' પ્રધાનયોગબળથી (અહીં મોક્ષની સાથે જોડે તે યોગ એવા અર્થવાળા) સર્વશ્રેષ્ઠ એવી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ રૂપ પ્રધાન યોગબળથી તુરત જ નિર્વાણપદને પામે છે. યોગનિરોધ થવાથી પ્રધાન એવી યોગી દશા આવે છે. અને તેનાથી શીધ્ર મુક્તિ થાય છે. તેમાં પાંચ હ્રસ્વસ્વરોના ઉચ્ચારણ એટલો જ કાળ લાગે છે પૂર્વકાળમાં આવેલા ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને ધર્મસચ્યાસ નામનો પ્રથમ સામર્થ્યયોગ જો કે મુક્તિ પ્રદાન કરનાર બને છે. પરંતુ કાળાન્તરે (કંઈક કંઈક દીર્ઘ કાળે) તે મુક્તિપ્રદાન કરે છે. જ્યારે યોગસયાસ નામના આ બીજા સામાÁયોગથી શીઘ જ પાંચ હ્રસ્વસ્વરના ઉચ્ચારણ કાળમાં જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે અહીં ત્રાવ શબ્દ ટાંકવામાં આવ્યો છે. - ભવ-વ્યાધિનો ક્ષય કરીને આ જીવ નિર્વાણને પામે છે. આ ભવ (સંસાર) એ એક પ્રકારનો ભયંકર વ્યાધિ જ છે. સદાકાળ દુઃખ જ આપનારો છે. આ સંસારમાં Page #545 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૬-૧૮૭ શરીરનું દુઃખ, ધનનું દુઃખ, પરિવારનું દુઃખ, કલેશ-કંકાસનું દુઃખ, ઇષ્ટવિયોગો અને અનિષ્ટ સંજોગોનું દુઃખ એમ અનેકવિધ દુઃખોથી જ ભરેલો આ સંસાર છે. માટે તે ભવવ્યાધિરૂપ” છે. તેનો ક્ષય કરીને ફરીથી સંસારમાં જન્મવું જ ન પડે તે રીતે પરમનિર્વાણ પદને તે મહાત્મા પામે છે. નિર્વાણ એટલે શાન્તિ...સર્વથા દુઃખોનું = જન્મમરણનું બુઝાઈ જવું. સમાપ્ત થઈ જવું તે નિર્વાણ. સંસારમાં પણ કોઈ એક વિષયની સાનુકૂળતા મળતાં શાન્તિ થાય છે. પરંતુ તે શાન્તિ અલ્પકાલીન હોવાથી તથા પરદ્રવ્યની અપેક્ષાવાળી હોવાથી અને તેના સિવાયની બીજી અનેક અશાન્તિઓથી વ્યાપ્ત હોવાથી આ શાન્તિ તે “દ્રવ્યશાન્તિ” છે. વાસ્તવિક અશાન્તિ જ છે. જ્યારે ભગવાન્ નિર્વાણ પામે છે ત્યારે સંપૂર્ણપણે અને સર્વપ્રકારે સર્વકર્મોનો ક્ષય થયેલ હોવાથી અનંતકાલ સ્થાયી હોવાથી સ્વદ્રવ્ય માત્રની જ અપેક્ષાવાળી હોવાથી અને સર્વ અશાન્તિઓથી મુક્ત હોવાથી આ શાન્તિને ભાવશાન્તિ કહેવાય છે. અને તેવી “પરમ ભાવ શાન્તિ” તે મહાત્મા પામે છે. સંસારમાં કોઈ કદાચ એક વિષયમાંથી મુક્તિ પામે તો પણ તેને બીજાં ઘણાં બંધનો હોય છે. જેમ કેદી કેદખાનામાંથી છૂટે તો પણ તેને ઘર, પરિવાર અને ધનાદિનું બંધન તો હોય જ છે. જ્યારે આત્મા મોક્ષે જાય છે ત્યારે આવા પ્રકારનાં કોઇપણ બંધન રહેતાં નથી તેથી સર્વ પ્રકારે બંધનોથી મુક્તિ પ્રાપ્ત કરે છે. તેથી આ નિર્વાણપદની પ્રાપ્તિને પર = “શ્રેષ્ઠ પદપ્રાપ્તિ” કહેવાય છે. તે ૧૮૬ ! तत्रायं कीदृश इत्याह તે મુક્તદશામાં આ આત્મા કેવો હોય છે? તે સમજાવે છેव्याधिमुक्तः पुमान् लोके, यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो, व्याधिनाऽव्याधितो न च ॥ १८७॥ ગાથાર્થ = વ્યાધિથી (રોગથી) મુક્ત એવો પુરુષ આ લોકમાં જેવો (નિશ્ચિત અને સુખમય) હોય છે. તેવો મુક્તગત આ આત્મા પણ હોય છે. પરંતુ આત્માનો સર્વથા અભાવ થતો નથી. તથા વ્યાધિથી તે આત્મા મુક્ત નથી થયો એમ પણ નહીં. અને મુક્તિના પૂર્વકાલે અવ્યાધિત (રોગરહિત) હતો એમ પણ નથી. || ૧૮૭ ટીકા - “ષિમુવતો” વ્યાધિપરિક્ષી: “પુમાન તો યાદ મતિ, Page #546 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૮૭ યોગદૃષ્ટિ સમુચ્ચય પ૧૧ તાદશ ચર્થ નિવૃતો, “નામg:” પ્રહ્માંતરીપોપમો, “ ૪ નો મુક્ત વ્યાધિના'' વક્ત ભવ્યત્વપરિક્ષા , “મવ્યાયિત '' પૂર્વ તથાતદ્વીવાલિતિ ૨૮૭૫ વિવેચન :- યોગનિરોધ કરી ઉત્તમયોગસામ્રાજ્યના બળે પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારણ કાલ પ્રમાણ શૈલેશીકરણ અવસ્થા અનુભવી સર્વ પ્રકારનાં અઘાતી કર્મોનો પણ ક્ષય કરી અશરીરી બની નિર્વાણ અવસ્થા પામેલો એવો મુક્તગત આ આત્મા કેવો હોય છે? તે ઉદાહરણથી સમજાવે છે આ લોકમાં જે પુરુષ કેન્સર, ટી.બી, ડાયબીટીશ, બ્લડપ્રેશર, જલોદર આદિ રાજરોગથી અતિશય પીડાતો હોય અને તેને કોઈ સારી વૈદ્ય મળે. તે વૈદ્યના કથનાનુસાર ઔષધ લેવાથી કાળાન્તરે સંપૂર્ણપણે તે તે વ્યાધિઓથી મુક્ત થયો છતો જેમ પરમાનંદ યુક્ત બને છે. તેવી જ રીતે સંસારી એવી આ જીવ જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ અનેક વ્યાધિઓથી ભરપૂર એવા ભવ-વ્યાધિથી સદા પીડાય છે. તેમાં જિનેશ્વર પરમાત્મા અને તેમના માર્ગાનુસારી એવા સદ્ગુરુ રૂપી વૈદ્ય મળવાથી અને તેમના વચનાનુસાર ચાલવાથી ચૌદ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને સર્વકર્મક્ષય કરી સંપૂર્ણપણે ભવરોગથી મુક્ત થયેલો આ આત્મા મુક્તગત થયો છતો અતિશય પરમાનંદયુક્ત બને છે. ત્યાં વિદ્યમાન રહ્યો છતો તે આત્મા અનંતકાળ સુધી અનંત સુખવાન બને છે. જે સુખ શબ્દોથી અવાચ્ય છે. સારાંશ કે આ લોકમાં વ્યાધિમુક્ત જીવ જેવો થાય છે. તેવી રીતે ભવવ્યાધિથી મુક્ત થયેલો આ જીવ પણ તેવો થાય છે. નામાવ: પરંતુ મુક્તિકાલે તે જીવનો સર્વથા અભાવ થતો નથી. કોઈક દર્શનકારો (બૌદ્ધો) એમ માને છે કે જેમ દીપક બુઝાઈ જાય ત્યારે તે દીપક નથી સ્વર્ગમાં જતો, નથી નરકમાં જતો, કે નથી મૃત્યુલોકમાં રહેતો, પરંતુ તેનો સર્વથા અભાવ માત્ર જ થાય છે. તેવી રીતે સંસારથી નિર્વાણ પામેલ આત્મા પણ સમાપ્ત થઈ જાય છે. પરંતુ મુક્તિનામનું કોઈ સ્થાન હોય અને ત્યાં જઈને રહેતો હોય એવું બનતું નથી. આવા પ્રકારની બૌદ્ધોની માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે નિર્વાણ પછી આત્માનો અભાવ થતો નથી. બુઝાયેલા દીપકની તુલ્ય ઉપમાવાળો એવો અભાવ થતો નથી. પરંતુ મુક્તિમાં આ આત્મા અસ્તિભાવે વિદ્યમાન જ રહે છે. અને વ્યાધિમુક્ત પુરુષની જેમ પરમાનંદ અને અનંતસુખમય હોય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૭ ન = નો મુવતો વ્યાધિના-તથા નિર્વાણ પામે ત્યારે મુક્તિમાં ગયેલો તે આત્મા વ્યાધિવડે મુક્ત નથી થયો એમ નહીં પરંતુ નિયમા તે જીવ વ્યાધિમુક્ત જ બને છે. અર્થાત્ કેટલાક દર્શનકારો એમ માને છે કે મોક્ષમાં ગયેલો આત્મા ધર્મી જીવોના ઉદ્ધાર માટે અને જગતને પીડનારા રાક્ષસોના નિકંદન માટે ફરીથી સંસારમાં જન્મ લે છે. એટલે જન્મ-મરણવાળા ભગવાન છે. તેનું ખંડન કરતાં જણાવે છે કે, મુક્તિએ ગયેલો આત્મા સર્વથા ભવવ્યાધિથી અવશ્ય મુક્ત જ છે. તેથી તેને પુનઃ જન્મ-મરણ આદિ ભવદુઃખો કદાપિ આવતાં નથી. અને ફરીથી તેને મોક્ષે જવું પડે તેમ બનતું નથી. કારણ કે તેના ભવ્યત્વનો પરિક્ષય (સંપૂર્ણતયા ક્ષય) થયેલો હોવાથી તેનું પુનરાગમન અને પુનઃર્મોક્ષ થતો નથી. કારણ કે, “ભવ્યત્વ એટલે મોક્ષે જવાની યોગ્યતા” જ્યારે જીવ મોક્ષે જાય છે. ત્યારે જ તે યોગ્યતા સમાપ્ત થઇ જાય છે. વસ્તુ પ્રાપ્ત ન થઇ હોય ત્યાં સુધી જ યોગ્યતાનો વ્યવહાર થાય છે. જ્યારે તે વસ્તુ પ્રાપ્ત થઇ જાય છે ત્યારે તે વસ્તુ મેળવવાની આ જીવમાં યોગ્યતા છે એમ કહેવાતું નથી. તેવી રીતે અહીં પણ ભવ્યતાનો (મુક્તિગમનની યોગ્યતાનો) સંપૂર્ણતયા પરિક્ષય થવાથી આ આત્મા યથાર્થ (અપુનરાગમનવાળી) વ્યાધિમુક્તતા પામ્યો છે. કર્મરૂપ તથા તજ્જન્ય જન્મ, મરણાદિ રૂપ વ્યાધિથી આ જીવ મુક્ત નથી થયો એમ નહીં, પરંતુ અવશ્ય મુક્ત જ થયો છે. તેથી જ ફરીથી સંસારમાં જન્માદિ પામતો નથી. ૫૧૨ अव्याधितो न च તથા કેટલાક દર્શનકારો (સાંખ્યદર્શનકારો અને જૈનદર્શનાનુયાયી એકાન્તનિશ્ચયવાદીઓ) સંસારમાં રહેલો આ આત્મા શુદ્ધ-બુદ્ધ કર્મોનો અકર્તા અને અભોક્તા છે. એમ માને છે. તેઓની દૃષ્ટિએ આત્મા એકાન્તે નિત્ય હોવાથી જેવો મુક્તગત આત્મા વ્યાધિ રહિત તેવો જ સંસારગત આત્મા પણ વ્યાધિરહિત છે. તેઓના મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે-કે નિર્વાણપદની પ્રાપ્તિની પૂર્વે આ આત્મા અવ્યાધિત અર્થાત્ વ્યાધિરહિત શુદ્ધ-બુદ્ધ ન હતો. પરંતુ જન્મ-મરણ આદિ વ્યાધિથી યુક્ત જ હતો. તેથી જ વ્યાધિ-મુક્ત થવા માટે આ યોગધર્મની આવશ્યક્તા રહે છે. કારણ કે, નિર્વાણ પદની પ્રાપ્તિની પૂર્વે તથા-તેવા પ્રકારની ચિત્ર-વિચિત્ર એવી. તદ્દાવાસ્તે જન્મ-મરણાદિ વ્યાધિઓનું હોવાપણું છે. માટે આ આત્મા મુક્તિ પૂર્વે અવ્યાધિત હતો નહીં. અને નિર્વાણકાલે અવ્યાધિત બને છે. આ પ્રમાણે અન્યદર્શનોના મતોનો સંક્ષેપમાં પ્રત્યુત્તર પણ છે. ॥ ૧૮૭|| Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ ગાથા : ૧૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ॥ १८८॥ ગાથાર્થ = જન્મ અને મૃત્યુ સ્વરૂપ વિકારોવાળો, ચિત્ર-વિચિત્ર એવા મોહને ઉત્પન્ન કરનારો, અને તીવ્ર એવા રાગાદિની વેદનાવાળો એવો આ સંસાર એજ મહાવ્યાધિ (રૂ૫) છે. / ૧૮૮ ટીકા -“ભવ' સંસાર “વ” દવ્યિાયિ” | જિં વિશિષ્ટ રૂત્યાદિજન્મ-મૃત્યુtવારવાન'' નરઘુપત્નક્ષપાતત્ | ‘‘વિત્રમોહનનો' મિથ્યત્વોયમાવેન, “તત્તરાદ્વિવે:” શ્યામáમાવેજ | ૨૮૮ વિવેચન - આ સંસાર એ જ મહાવ્યાધિ છે. દુઃખોની ખાણ છે. આ વાત અતિશય સ્પષ્ટ કરતાં જણાવે છે કે શારીરિક રોગો એ જેમ દ્રવ્ય વ્યાધિ છે. તેવી રીતે આ સંસાર એ ભાવ વ્યાધિ છે વ્યાધિનું બધું જ સ્વરૂપ આ સંસારમાં ઘટે છે. જેમ શરીરમાં ફેલાયેલો વ્યાધિ અન્ન પ્રત્યે અરુચિ, વારંવાર ખાટા ઓડકાર, ઉધરસ, કફ, ચામડી ઉપર ખણજ આવવી ઇત્યાદિ અનેક વિકારો કરે છે. તેમ આ સંસાર આ જીવમાં વારંવાર જન્મ, મરણ આદિ (જરા રોગ-શોક વગેરે) વિકારો કરે છે. રોગની અતિશયતાથી જીવને મૂછ ઉત્પન્ન થાય છે. તેમ આ સંસાર જીવને કર્તવ્યાકર્તવ્યમાં મૂઢ બનાવવા રૂપ મૂછ લાવે છે, અને શારીરિક રોગ જેમ વેદનાપીડા ઉત્પન્ન કરે છે તેમ આ સંસાર ઈષ્ટાનિષ્ટ વસ્તુઓ પ્રત્યે તીવ્ર રાગ-દ્વેષાદિ અને તેના દ્વારા અનેક વિકલ્પો કરાવવા રૂપી વેદના-પીડા કરે છે. આ રીતે વિકારો, મૂર્છા અને પીડા કરવા દ્વારા આ સંસાર એજ મહાવ્યાધિ છે. સંસારને મહાવ્યાધિની ઉપમા બરાબર ઘટે છે. ગ્રંથકારે મૂળશ્લોકમાં આ સંસારની મહાવ્યાધિની સાથે ત્રણ પ્રકારે સામ્યતા જણાવી છે. તેને અનુસારે બીજી પણ યથાયોગ્ય અનેક પ્રકારની સંસારની અને મહાવ્યાધિની સામ્યતા હોવાથી આ ભવ એ મહાવ્યાધિ જ છે. (૧) શરીરમાં જેમ ટી.બી. કેન્સર, જલોદર જેવા મહારોગો થયા હોય ત્યારે તે રોગોના કારણે તાવ આવવો, ખાંસી થવી, વાત-પિત્ત-કફ અને વમન થવું તથા બહાર ચામડી ઉપર ચાંદાં પડવાં. ખણજ પેદા થવી, રસી નીકળવી, ચામડીનું ફીકકું પડવું ઇત્યાદિ વિકારો જગતમાં પ્રત્યક્ષ અનુભવાય છે. તેવી રીતે આ સંસારમાં જન્મ, યો. ૩૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૮ મૃત્યુ તથા ઉપલક્ષણથી ઘડપણ, રોગ, શોક, ઇષ્ટવિરહ અને અનિષ્ટ સંયોગ આદિ અનેક પ્રકારના વિકારો થાય છે. સંસાર હોય તેને જ આ વિકારો થાય છે. તેવા તેવા વિકારોવાળા કાળે આ જીવને અસહ્ય અને અપાર દુઃખ થાય છે. આ વાત સર્વે પ્રાણીઓને સાક્ષાત્ અનુભવ ગોચર છે. (૨) શારીરિક વ્યાધિકાળે વ્યાધિની તીવ્રતાથી બેચેની, મૂઢતા, વિવેકશૂન્યતા અને મૂછ આદિ થાય છે. તથા પીળીયાના રોગ કાળે ધોળામાં પીળાપણાનો ભ્રમ થાય છે. સન્નિપાતના રોગકાળે સત્યાસત્યનો વિવેક રહેતો નથી. તાવની તીવ્રતાના કાળે ન બોલવાનું બોલાઇ જાય છે. તેની જેમ આ સંસારમાં મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોવા વડે ચિત્ર, વિચિત્ર એવો મોહ (બ્રમ) થાય છે. કર્તવ્યાકર્તવ્ય, ભક્ષ્યાભઢ્ય, પયા-પેય, અને સત્યા-સત્યમાં આ જીવ યથાર્થ વિવેક ગુમાવે છે. અને ઉલટા-સુલટી રીતે પ્રવૃત્તિ કરે છે. આ બ્રમના કારણે ઝાંઝવાના જળને યથાર્થ જળ માનીને દોડતો પ્રાણી જેમ બહુ દુઃખ પામે છે. તેમ આ જીવ સંસારમાં પણ ભ્રમના કારણે દુઃખને સુખ માનીને દોડે છે તેથી ઘણું દુઃખ પામે છે. (૩) શારીરિક રોગો શરીરમાં જેમ વેદના (પીડા) ઉત્પન્ન કરે છે. પેટમાં ચૂંક આવે, માથામાં પીડા થાય, જ્યાં પાડ્યું હોય ત્યાં તથા તેની આજુબાજુ મહાવેદના થાય. તેમ આ સંસારમાં સ્ત્રી આદિ ઈષ્ટવસ્તુઓ ઉપર રાગ અને આદિ શબ્દથી અનિષ્ટવસ્તુઓ ઉપર દ્વેષ તથા તેનાં સાધનો ઉપર પણ રાગ અને દ્વેષ, તથા તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ માટે અનેકજાતના મનમાન્યા વિકલ્પો કરવા દ્વારા આ જીવને વેદના (માનસિક પીડા) થાય છે તેથી ખાનપાન તરફ અરુચિ, કોઇપણ કાર્યો કરવામાં હતોત્સાહ, અને અંતે આપઘાતાદિ કરવા દ્વારા પ્રાણત્યાગ જેવાં મહાભંયકર દુઃખો પામે છે. (૪) વ્યાધિ જેમ શારીરિક રક્ત-માંસ અને વીર્ય આદિ ધાતુઓને શોષી લે છે, તેમ આ ભવ એ આત્માની અનંતી ગુણશક્તિને શોષી લે છે. (૫) જેમ વ્યાધિ માણસને પથારીવશ કરે છે. સદાને માટે સુતેલો-પાંગળોસત્ત્વહીન કરે છે તેમ આ ભવ જીવન પર એવા પુદ્ગલ આદિ દ્રવ્યોને પરવશ કરીને સદાને માટે પરાધીન-પાંગળો કરે છે. (૬) જેમ રોગ માણસની અસલ કાન્તિ-તેજ હણી નાંખે છે. સીકલ જ બદલી નાખે છે. તેમ આ ભવ જીવની અસલ ગુણમય કાન્તિ અને તેજને હણી નાખે છે. શુદ્ધ સીકલ જ બદલી નાખે છે. અને ભોગોની પરાધીનતાના કારણે સદાકાળ ઉદાસીન અને ચિંતાતુર બનાવે છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૧૫ આ પ્રમાણે અનેક રીતે આ સંસાર જ આ જીવને મહાવ્યાધિની જેમ ભયંકર દુઃખો જ આપે છે. તેથી સંસાર એ જ મહાવ્યાધિ છે. मुख्योऽयमात्मनोऽनादि-चित्रकर्मनिदानजः । तथाऽनुभवसिद्धत्वात्, सर्वप्राणभृतामिति ॥ १८९॥ ગાથાર્થ = સર્વપ્રાણીઓને તેવા પ્રકારના અનુભવ વડે સિદ્ધ એવો, અનાદિકાલીન ચિત્ર-વિચિત્ર એવા કર્મોરૂપી કારણથી ઉત્પન્ન થયેલો આ “ભવરોગ” એ જ આ આત્માનો “મુખ્યરોગ” છે. તે ૧૮૯ ટીકા - “મુક્યો” નિરુપારિતો, “માં” ભવ્યાધિ, ‘મન’ जीवस्य । किम्भूत इत्याह-"अनादिचित्रकर्मनिदानजः" द्रव्यभावभेदभिन्नकर्मबलोत्पन्न इत्यर्थः । कुत इत्याह- "तथानुभवसिद्धत्वात्" जन्माद्यनुभवेन, “સર્વગ્રાળમૃતાતિ” તિર્યપ્રકૃતીનામ છે ૨૮૨ વિવેચન - સંસારી જીવોનો “આ ભવરૂપી મહાવ્યાધિ” તે મુખ્ય વ્યાધિ છે. અર્થાત્ ઉપચાર વિનાનો નિરુપચરિત=વાસ્તવિક સાચો મહાવ્યાધિ છે. વસ્તુ બે પ્રકારની હોય છે. (૧) વાસ્તવિક-યથાર્થ અને (૨) ઉપચરિત જેમ કે જ્યાં પાણીનો પ્રવાહ વહે છે. ત્યાં તે પાણીના વહેતા પ્રવાહને નદી કહેવી. તે વાસ્તવિક નદી છે. કારણ કે તેમાં સ્નાન, પાન, તૃષાચ્છેદ અને વસ્ત્રધોવણ આદિ જળનું સર્વકાર્ય થાય છે. અને તે જ નદીના જળશૂન્ય એવા રેતાળભાગને (કાંઠાને) શીતળતા અને પવિત્રતા હોવાથી નદી કહેવી તે ઉપચરિત નદી છે. કારણ કે ત્યાં સ્નાન-પાનાદિ જળનાં જે જે કાર્યો છે તે થતાં નથી. પરંતુ નદીનો કાંઠો હોવાથી ઉપચારે નદી કહેવાય છે. તથા નદી-તળાવ અને સમુદ્રાદિના જળને જળ કહેવું તે વાસ્તવિક જળ છે કારણ કે જળનું કાર્ય ત્યાં થાય છે. પરંતુ ઝાંઝવાના જળને જળ કહેવું તે ઉપચરિત જળ છે. હાથી નામના પ્રાણીને હાથી માનવો તે વાસ્તવિક છે અને હાથીના પુતળાને હાથી માનવો તે ઉપચરિત છે. ઇત્યાદિ ઉદાહરણોથી સમજાય છે કે વાસ્તવિક જે જે પદાર્થો હોય છે. તે તે પદાર્થો જ યથાર્થ છે અને પોતપોતાની નિયત એવી અર્થક્રિયા કરનાર છે. જે ઉપચરિત પદાર્થો હોય છે. તે અર્થ-ક્રિયાકારી નથી. તેવી જ રીતે આ ભવ વ્યાધિ તે અનુપચરિત-વાસ્તવિક-સાચો મહારોગ છે. પરંતુ ઉપચારમાત્રથી રોગ નથી. કારણ કે રોગના જે જે વિકારો-ભ્રમ અને વેદના Page #551 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૯ આદિ કાર્યો છે તે સર્વે કાર્યો ભવવ્યાધિથી પણ થાય જ છે. તેથી આ ભવ એ મુખ્ય રોગ છે. વાસ્તવિક રોગ છે. કોઇપણ પ્રકારનું કાર્ય તેના નિયતપૂર્વવર્તી એવા કારણોના સમૂહથી જ થાય છે. જેમ ઘટાત્મક કાર્ય મૃદ્-દંડ-ચક્રાદિ કારણકલાપજન્ય છે. પટાત્મક કાર્ય તત્ત્વ અને તુરીવેમાદિ-જન્ય છે. શારીરિક રોગો અપથ્થભોજન, અનુચિતપયપાન, અતિશય-પરિશ્રમ આદિ અનેકપ્રકારના કારણોના સમૂહથી જન્ય છે. તેવી રીતે આ ભવ (સંસાર) રૂપ કાર્ય પણ અનાદિકાલીન ચિત્ર-વિચિત્ર એવા પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જન્ય છે. જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક, ભય, દરિદ્રતા, કુપતા, નીચગોત્રતા, ઇષ્ટવિયોગ, અને અનિષ્ટસંયોગ આદિ સાંસારિક સુખ અને દુઃખની તમામ પરિસ્થિતિઓ અનાદિકાલીન એવા પૂર્વે બાંધેલા શુભ-અશુભ કર્મોના ઉદયરૂપ કારણથી જ જન્ય છે. કર્મો બે પ્રકારનાં છે (૧) દ્રવ્ય કર્મ અને (૨) ભાવકર્મ. આત્માની સાથે લોહાગ્નિ અને ક્ષીર-નીરની જેમ એકમેકતાને પામેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો કે જે જ્ઞાનાવરણીયાદિ મૂળકર્મરૂપે આઠ પ્રકારનાં છે અને પેટાભેદ રૂપે એકસો અઢાવન પ્રકારનાં છે તે સર્વે દ્રવ્યકર્મો છે. તેવા પ્રકારનાં કર્મો બાંધવામાં કારણભૂત એવી આત્માની શુભાશુભ જે પરિણતિ છે તે ભાવકર્મ છે. ભાવકર્મોથી દ્રવ્યકર્મો બંધાય છે અને દ્રવ્યકર્મોના ઉદયથી જીવને સુખ-દુઃખ આવે છે. અને તે સુખ-દુઃખના કાળે થતા રાગાદિથી ફરીથી પણ કર્મો બંધાય છે. એમ દ્રવ્યકર્મ અને ભાવકર્મ રૂપ બે પ્રકારના ભેદથી ભિન્ન-ભિન્ન કર્મોના બળથી ઉત્પન્ન થયેલો એવો આ સંસાર એ મહાવ્યાધિ છે. જીવ અને કર્મનો આ સંબંધ અનાદિનો છે. જેમ કનક અને પાષાણનો સંબંધ નૈસર્ગિક રીતે આદિ વિનાનો છે સાંખ્ય દર્શનના મતે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ અનાદિનો છે તેમ આ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિ છે કહ્યું છે કેકનકાપલવત્ પયડી પુરુષતણી, જોડી અનાદિ સ્વભાવ | અન્ય સંયોગી જિહાં લગે આતમા, સંસારી કહેવાય છે કે શ્રી આનંદઘનજી कम्मं च चित्तपोग्गलरूवं, जीवस्सणाइसंबद्धं । મિચ્છાનિમિત્ત, પાણUામતી નિયમ છે | યોગશતક -પ૪| જીવ અને કર્મનો આ સંબંધ અનાદિનો છે તેની આદિ જ નથી. જો આદિ Page #552 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૮૯ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૧૭ માનીએ તો પ્રથમ જીવ અને પછી કર્મનો સંબંધ થયો એમ માનવું પડે. અથવા પ્રથમ કર્મ અને પછી જીવનો સંબંધ એમ માનવું પડે. આ બન્ને માન્યતાઓમાં દોષ જ આવે છે. પ્રથમ માન્યતામાં જો એકલો જીવ જ પહેલાં હોય તો કર્મ વિનાના શુદ્ધ જીવને બંધહેતુ ન હોવાથી કર્મો લાગે જ કેમ? અને જો શુદ્ધ જીવને પણ કર્મો લાગતાં હોય તો મુક્તજીવોને પણ કર્મો લાગે અને પુનઃ સંસારમાં આવે એવું માનવું પડે, જે ઉચિત નથી. હવે જો બીજી માન્યતા લેવામાં આવે તો પણ જીવ સ્વરૂપ કર્યા વિના કર્મ બને કેવી રીતે? કર્તા વિના કાર્ય થાય જ નહીં. તેથી આ બન્નેનો સંબંધ અનાદિનો છે. જીવ પણ અનાદિ, કર્મ પણ અનાદિ, અને તે બન્નેનો સંબંધ પણ અનાદિ છે. તેવા પ્રકારના અનાદિકાળના ચિત્ર-વિચિત્ર પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી સર્વે જીવોને આ ભવવ્યાધિ થયેલો છે. સંસાર એ મહાવ્યાધિ છે આ વાત તિર્યંચ આદિ સર્વ પ્રાણીઓને અનુભવ સિદ્ધ છે. જ્યાં અનુભવ રૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે. ત્યાં અનુમાનાદિ બીજાં પ્રમાણોની કોઈ આવશ્યક્તા નથી. “અગ્નિ બાળે છે.” અને “પાણી શીતળ છે” ઇત્યાદિ વાકયોમાં સ્પર્શનેન્દ્રિયજન્ય અનુભવ જ પ્રમાણ છે. તેથી બીજાં પ્રમાણો કોઈ પૂછતું જ નથી. અને બીજાં પ્રમાણો આપવાનાં પણ હોતાં નથી. તેમ અહીં પણ જાણવું. તિર્યંચ જેવા અલ્પસંજ્ઞાવાળા જીવોને પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-રોગ-જન્મ-મરણ આદિ રૂપ દુઃખ સાક્ષાત્ અનુભવાય જ છે. આવા જીવો પણ જો તેને દુઃખમય હોવાથી પીડા રૂપે અનુભવતા હોય છે. તો વિશેષસંજ્ઞાવાળા મનુષ્યોને આ ભવ દુઃખોથી ભરપૂર હેવાથી મહાવ્યાધિ છે એ વાત સહેજે સમજાય તેમ છે. -: ઉપમા :૧ ભવ = મહાવ્યાધિ | ૭ અભવ્ય = અસાધ્યવ્યાધિયુક્ત ૨ જીવ = મહાવ્યાધિવાન્ | ૮ દુર્ભવ્ય = દીર્ઘકાળ સાધવ્યાધિયુક્ત ૩ જન્મ-મરણ = રોગના વિકારો | ૯ આસન્નભવ્ય = અલ્પકાળે સાધવ્યાધિયુક્ત ૪ મોહ = ભ્રમ-મૂછ ૧૦ સદ્ગુરુ = સુવૈદ્ય ૫ રાગ-દ્વેષાદિ = વેદના ૧૧ રત્નત્રયીની આરાધના = ઔષધ ૬ દ્રવ્યભાવકર્મ = રોગ હેતુ | ૧૨ ભવમુક્ત (સિદ્ધ) = રોગમુક્ત (નિરોગી) | ૧૮૯ો Page #553 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૦ एतन्मुक्तश्च मुक्तोऽपि, मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्, तददोषत्वसङ्गतेः ॥ १९०॥ ગાથાર્થ = આ ભવવ્યાધિથી મુક્ત થયેલ જીવ પણ મુખ્ય મુક્ત જ કહેવાય છે. કારણ કે જન્માદિ દોષોનો વિનાશ થવાથી તે જીવને નિર્દોષત્વની (યથાર્થ) પ્રાપ્તિ થાય છે. ૧૯૦ || ટીકા - “તેન” ભવ્યાધિના, “મુક્તિ” “કુત્તો” સિદ્ધઃ “મુલ્ય एवोपपद्यते" प्रवृत्तिनिमित्तभावात् । तथा चाह-"जन्मादिदोषविगमात्" कारणात्, "तददोषत्वसङ्गते" स्तस्य दोषवतोऽदोषत्वप्राप्तेरिति ॥ १९०॥ | વિવેચન - સંસારમાં રહેલા સર્વજીવો આ ભવ રૂપી મહાવ્યાધિથી ઘેરાયેલા જ છે. તેથી જ્યારે ભવનો પરિપાક થાય, સદ્ગુરુરૂપી વૈદ્ય મળે, અને રત્નત્રયીની આરાધના રૂપ ઔષધ આ જીવ સ્વીકારે, ત્યારે અનાદિકાલીન એવા ભયંકર આ મહાવ્યાધિથી સંસારી જીવ મુક્ત બને છે. ભવરૂપી મહાવ્યાધિ મુખ્ય છે. ઔપચારિક નથી પરંતુ વાસ્તવિક છે. તેથી આવા ભવરૂપી મહાવ્યાધિથી જે મુક્ત થાય છે. તે મુક્ત પણ મુખ્ય મુક્ત જ છે. વાસ્તવિક જ મુક્ત છે. ઔપચારિક નથી. રોગ સાચો હોવાથી રોગથી છૂટવાપણું પણ સાચું જ છે. જેમ રોગીને થયેલો રોગ જો સાચો છે. તો તે રોગનો નાશ થવાથી આવનારૂં નિરોગીપણું પણ સાચું જ આવે છે. ઔપચારિક આવતું નથી. તેવી જ રીતે ભવનો વ્યાધિ સાચો છે. તેથી તે વ્યાધિથી મુક્ત થનારો જીવ પણ સાચો જ મુક્ત થાય છે. “મુક્ત” શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત તે જીવમાં ઘટે છે. મુક્ત એટલે છૂટવું-છૂટકારો. જેમ પાંજરામાં પુરાયેલો વાઘ પાંજરાનું બંધન નાશ પામતાં તેમાંથી છૂટ્યો એટલે મુક્ત થયો એમ કહેવાય છે, કારાગૃહમાં બંધાયેલો પુરુષ કારગૃહનો સમય પૂરો થતાં તેમાંથી છૂટ્યો એટલે મુક્ત થયો એમ કહેવાય છે. તથા વ્યાધિથી ગ્રસ્ત એવો પુરુષ ઔષધાદિ ગ્રહણ કરતાં રોગનો નાશ થવાથી જેમ “રોગમુક્ત” કહેવાય છે. તેવી રીતે ભવરૂપી વ્યાધિથી ગ્રસ્ત એવા આ સંસારી જીવમાંથી જન્મ-મૃત્યુ આદિ દોષોનો નાશ થવાથી અર્થાત્ સર્વ દોષો ચાલ્યા જવાથી તદ્દોષવાળો એવો તે સંસારીજીવ જ અલોપર્વ-નિર્દોષપણાનું પદ અર્થાત્ દોષમુક્તતા સ =પ્રાપ્ત કરે છે. જે વ્યાધિવાનું હોય તે જ વ્યાધિ નાશ થવાથી “વ્યાધિમુક્ત” બને છે તેમ જે ભવવ્યાધિવાનું હોય તે જ જન્મ-મરણાદિ દોષો રૂપ ભવવ્યાધિનો વિગમ થવાથી ભવવ્યાધિમુક્ત કહેવાય છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૦-૧૯૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૧૯ જેમ રોગી જીવના રોગનો નાશ થાય, ત્યારે માત્ર રોગનો જ નાશ થાય છે. પરંતુ રોગના નાશની સાથે રોગી એવા જીવનો કંઈ નાશ થતો નથી. તેવી રીતે જન્મ-મરણાદિ દોષવાળા જીવના જન્માદિ દોષો નાશ થાય ત્યારે દોષોનો જ માત્ર નાશ થાય છે. પરંતુ દોષોવાળા જીવનો તેની સાથે નાશ થતો નથી. જીવ તો શુદ્ધ થયેલો રહે જ છે. સદોષ અને નિર્દોષ એવી જીવની બે અવસ્થા છે. તે ક્રમશઃ બદલાય છે. પરંતુ તે બન્ને અવસ્થામાં રહેનારો જીવ સત્ રહે છે. આકાશપુષ્યની જેમ અસત્ થતો નથી. સારાંશ કે દોષો નાશ પામે છે. પરંતુ જીવ નાશ પામતો નથી. દોષવાળી અને દોષરહિત એમ અવસ્થા બે જાતની છે. તે બદલાય છે. તેમાં અવસ્થાવાન્ જીવ દ્રવ્ય ધ્રુવ રહે છે. જીવ દ્રવ્યનો નાશ થતો નથી. કોઈપણ દ્રવ્યમાં પૂર્વાવસ્થાના સ્વભાવનો નાશ થાય એટલે ઉત્તરાવસ્થાના સ્વભાવનો ઉત્પાદ થાય. આવા પ્રકારનો પ્રત્યેક દ્રવ્યોનો સ્વતઃ સ્વભાવ જ છે. જેમ કે મૃદ્ધવ્યમાં પૂર્વાવસ્થાના સ્વભાવભૂત ઘટાકારતાનો જ્યારે નાશ થાય ત્યારે જ ઉત્તરાવસ્થાના સ્વભાવભૂત કપાલાવસ્થાને યોગ થાય છે. આવા પ્રકારનો મૃદ્રવ્યનો સ્વભાવ જ છે. તેવી જ રીતે સંસારી ભવવ્યાધિગ્રસ્ત જીવદ્રવ્યનો પૂર્વાવસ્થા સ્વરૂપ જન્માદિ દોષોનો નાશ થવાથી ઉત્તરાવસ્થા સ્વરૂપ અજન્માદિભાવનો યોગ થાય છે. એવો જ જીવદ્રવ્યનો સ્વભાવ છે. માટે જીવદ્રવ્ય પણ મુખ્ય છે. તેની જન્માદિ દોષવાળી કર્મજનિત પૂર્વાવસ્થા પણ મુખ્ય (સાચી) છે. અને તેનો નાશ થવાથી ઉત્તરકાલે આવનારી અજન્માદિ સ્વરૂપ સહજ અવસ્થા પણ મુખ્ય (સાચી) છે. તેથી જે દોષવાનું આત્મા છે તેને જ નિર્દોષતાની પ્રાપ્તિ થાય છે. આ જ વાત સારી રીતે સંગત છે. | ૧૯૦ अमुमेवार्थं स्पष्टयन्नाहઆ જ અર્થને અતિશય સ્પષ્ટ કરતાં જણાવે છે કે तत्स्वभावोपमर्देऽपि, तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्, तददोषत्वसङ्गतिः ॥ १९१॥ ગાથાર્થ = તે (પૂર્વાવસ્થાના) સ્વભાવનો નાશ થવા છતાં પણ તે તે ઉત્તર અવસ્થાના સ્વભાવોનો યોગ થતો હોવાથી અને તે મૂલદ્રવ્યનો જ તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી “દોષવાન્ એવા તે આત્માને જ નિર્દોષત્વ માનવું એ ઉચિત છે.” | ૧૯૧ી. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૧ ટીકા -“તસ્થ” માત્મ:, સ્વમાવોપમ " સતિ બન્મદ્દિમાવવિપમેન, "तत्तत्स्वाभाव्ययोगतः" तत्तत्स्वाभाव्यं तेन योगात् । तथाहि- तस्येत्थम्भूत एव स्वभावो येन स एव तथा भवतीति । ततश्च "तस्यैव हि तथाभावाद्" जन्मादित्यागतो जन्माद्यतीतत्वेन भावात् । किमित्याह-"तददोषत्वसङ्गतिः" दोषवत एवादोषत्वप्राप्तिरित्यर्थः ॥ १९१॥ વિવેચન - કોઇપણ દ્રવ્યનો તેવો સ્વભાવ જ છે કે પૂર્વાવસ્થારૂપ પર્યાયસ્વભાવનો નાશ થયે છતે ઉત્તરાવસ્થા રૂપ પર્યાયસ્વભાવને તે પામે છે. આવા પ્રકારનો દ્રવ્યનો સ્વતઃ સ્વભાવ જ છે. જે સુવર્ણ પૂર્વકાલમાં કંકણ આકારે છે. તે કંકણ આકારનો નાશ થતાં તે સુવર્ણ જ કેયૂર આકારે પરિણામ પામે છે. જે પગલદ્રવ્ય પૂર્વકાલમાં દૂધ સ્વરૂપે વર્તે છે તે પુદ્ગલમાંથી દુગ્ધત્વ નાશ થતાં તે પુદ્ગલો પોતે જ પોતાના સ્વભાવથી જ દહીં રૂપે પરિણામ પામે છે આવો તે પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ છે. જે દેવદત્તદ્રવ્ય મનુષ્યપણે વર્તે છે. તેનો મનુષ્યપર્યાય સમાપ્ત થતાં તેજ દેવદત્તનું જીવદ્રવ્ય દેવાદિ પર્યાયરૂપે પરિણામ પામે છે. ઇત્યાદિ ઉદાહરણોને અનુસારે સમજાય છે કે આત્માની કર્મજનિત જન્મ-મરણ-રોગ-શોકાદિવાળી અવસ્થા પણ છે. અને તે કર્મોનો નાશ થતાં તજ્જનિત જન્માદિ દોષોનો વિગમ થવાથી અજન્માદિ ભાવવાળી તે જ આત્માની બીજી સહજ અવસ્થા પણ છે. તેથી દોષોવાળો જે આત્મા છે તે જ આત્મા નિર્દોષ અવસ્થાને પામે છે. આ વાત જ ટીકામાં સમજાવે છે કે તર્થ તે આત્માનો સ્વભાવોમર્સે સતિ જન્મ, મરણ, જરાદિ રૂપ જે કર્મજનિત સ્વભાવ છે. તે સ્વભાવનો ઉપમર્દ (નાશ) થયે છતે એટલે કે જન્મ-મરણાદિ દોષોનો વિગમ થવાથી તત્તસ્થામાવ્યો તેવા તેવા ઉત્તરકાળમાં આવનારા જે અજન્માદિ (જન્મ, મરણ, જરાદિ દોષોથી રહિત) સ્વભાવો છે તેની સાથેનો યોગ થવાથી, તસ્થતે આત્મદ્રવ્યનો રૂભૂત: Eવ સ્વમાવો આવા પ્રકારનો જ સ્વભાવ છે કે યેન સ ાવ તથા મવતીતિ જે સ્વભાવના કારણે તે જ આત્મા હવે તેવા પ્રકારનો (અજન્માદિ રૂ૫) બને છે. તતeતેથી તચૈવ દિ તથા માવા તે આત્મદ્રવ્ય જ તેવું (અજન્માદિવાળું) થતું હોવાથી અર્થાત્ જન્માદિ દોષોનો ત્યાગ કરવાથી જન્માદિ દોષોથી રહિતપણે બનવાથી જિમિત્યદ=શું થાય છે? તો જણાવે છે કે તદ્દોષ : જે આત્મા જન્માદિ દોષવાળો હતો તે જ જન્માદિ દોષવાળા આત્માને જ અદોષત્વની Page #556 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૧-૧૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૨૧ પ્રાપ્તિ થાય છે. સારાંશ કે પ્રત્યેક દ્રવ્યો પરિણામી નિત્ય છે. પૂર્વાવસ્થામાં વર્તતું દ્રવ્ય જ પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને ઉત્તરાવસ્થા રૂપ બને છે. માટે દોષવાન્ જે આત્મા છે. તે જ આત્મા દોષોનો નાશ થતાં નિર્દોષતાને પામે છે. આ પ્રમાણે સર્વે પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે ૧૯૧ इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह આ વિષય આ પ્રમાણે અંગીકાર કરવા જેવો છે. स्वभावोऽस्य स्वभावो, यनिजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो, नान्यथाऽतिप्रसङ्गतः ॥ १९२॥ ગાથાર્થ =“પોતાનું હોવું” એ જ આ આત્માનો સ્વભાવ છે. કારણ કે તાત્વિકપણે પોતાની સત્તા એ જ સ્વભાવ છે. આ સ્વભાવ પદાર્થ ભાવાત્મકપણે હોય ત્યાં સુધી જ યોગ્ય છે. અન્યથા યોગ્ય નથી કારણ કે અતિવ્યાપ્તિ દોષ આવે છે. | ૧૯૨ || ટીકા -“સ્વમવોલ્ય” માત્મનઃ “જમવો ય” યાત્ ! વિમુક્ત ભવતિ ? “નિના સદૈવ તત્ત્વતઃ” પરમાર્થના “મવાય યુક્ત” સ્વમાવોSનન્તરોહિત “નાચથr'' યુવત: I jત રૂત્યાદ-“અતિપ્રસાઃ ”તિ I ૨૬૨૫ વિવેચન- ઉપરની ગાથામાં એમ સમજાવવામાં આવ્યું છે કે તે આત્મદ્રવ્યનો જન્માદિ દોષોનો ત્યાગ કરીને અજન્માદિ ભાવવાળા થવું (બનવું) એવો સ્વભાવ જ છે. ત્યાં પ્રશ્ન થાય છે કે સ્વભાવ એટલે શું? તેનો આ ગાથામાં ખુલાસો સમજાવે છે કે સ્વમ્ભાવ'' દ્રવ્યનું પોતાનું હોવાપણું તેને જ સ્વભાવ કહેવાય છે. અહીં સ્વએટલે દ્રવ્યનું પોતાનું માઉં એટલે હોવાપણું આ આત્માનું પોતાનાપણે (આત્મદ્રવ્યપણે) હોવાપણું તેને સ્વભાવ કહેવાય છે. જે કારણથી સ્વભાવશબ્દનો આવો અર્થ હોવાથી તાત્ત્વિકપણે દ્રવ્યની પોતાની જે સત્તા છે. તે સત્તા જ સ્વભાવ કહેવાય છે. તેથી દ્રવ્યમાં જન્માદિ દોષો નાશ થવા છતાં જન્માદિદોષવાળા આત્મદ્રવ્યનો નાશ થતો નથી. આત્મદ્રવ્યની પોતાની સત્તા રહે જ છે. બૌદ્ધાદિ કેટલાક દર્શનકારો આત્માદિ પદાર્થોને સર્વથા ક્ષણિક માને છે. તેના નિરસન માટે ગ્રંથકાર સમજાવે છે કે આત્મદ્રવ્યની સર્વથા સત્તા નાશ પામતી નથી. માત્ર જન્માદિ દોષો જ નાશ પામે છે. અને અજન્માદિ (જન્માદ્યતીતાદિ) ભાવોનો યોગ થાય છે. પરંતુ આત્મદ્રવ્યની પોતાની સત્તા અવશ્ય રહે Page #557 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૨-૧૯૩ ૫૨૨ જ છે. આત્મદ્રવ્યની જે આ સત્તા (અસ્તિત્વ) રહે છે. તે પણ પરમાર્થથી જ રહે છે ઉપચારથી કે કલ્પનાથી નહીં. કારણ કે આત્મદ્રવ્ય ઘ્રુવતત્ત્વ છે. તેથી તેની સત્તા હોવીપોતાપણે રહેવું એ જ આત્મદ્રવ્યનો સ્વભાવ છે. વળી આ સ્વભાવ નિજસત્તાસ્વરૂપ હોવાથી તે તે પદાર્થ જ્યાં સુધી ભાવાત્મકપણે (અસ્તિરૂપે) વિદ્યમાન હોય છે. ત્યાં સુધી જ વર્તે છે. કારણ કે જો પદાર્થ પોતે જ ભાવાત્મક ન રહે (એટલે કે નાસ્તિરૂપ જો બની જાય) તો તેમાં સ્વભાવ=પોતાપણે હોવાપણું કેમ ઘટે? માટે આ સ્વભાવ=પોતાપણે હોવાપણું ત્યાં સુધી જ સંભવે છે કે જ્યાં સુધી પદાર્થ પોતે ભાવાત્મકપણે છે. તેથી જન્માદિ દોષો નાશ પામવા છતાં પણ આત્મદ્રવ્યનું ભાવાત્મકપણું સ્વીકારીએ તો જ સ્વભાવ ઘટે, અન્યથા એટલે કે આત્મદ્રવ્યનું ભાવાત્મકપણું ન સ્વીકારીએ અને સર્વથા નાશ સ્વીકારીને અસત્તા” જ જો સ્વીકારીએ તો ત્યાં સ્વભાવ ઘટે નહીં. તથા આત્મદ્રવ્યની અસત્તા સ્વીકારીને અસત્તાકાળે સ્વભાવ સ્વીકારીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે છે. કે જે હવે પછીની ગાથામાં સમજાવે છે. આ પ્રમાણે સ્વ+માવ-સ્વભાવ શબ્દના અર્થ ઉપરથી પણ સમજાય છે કે આત્મદ્રવ્યનું પોતાપણે હોવું. તે સ્વભાવ છે માટે જન્માદિ દોષો નાશ પામવા છતાં પણ જન્માદિરહિતપણે (અર્થાત્ નિર્દોષપણે) આ આત્મદ્રવ્યની અવશ્ય સત્તા હોય જ છે. તેથી મુક્તાવસ્થામાં નિર્દોષપણે આત્મતત્ત્વની સત્તા છે જ. અન્યથા અતિવ્યાપ્તિ દોષ આવે છે. તે હવે પછી સમજાવે છે. || ૧૯૨ || નમેવાહ=આ અતિવ્યાપ્તિ જ સમજાવે છે अनन्तरक्षणाभूति - रात्मभूतेह यस्य तु । तयाऽविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥ १९३॥ ગાથાર્થ અનંતર ક્ષણોમાં રહેલી અભૂતિ જેને અહીં આત્મભૂત (સ્વીકૃત) છે. તેની સાથે અવિરોધ હોવાથી આ વર્તમાન કાં તો નિત્ય જ માનવો જોઇએ અથવા તેની સાથે વિરોધ હોવાથી આ વર્તમાન સદા અસત્ જ માનવો જોઇએ. ।। ૧૯૩૫ ? = ટીકા - ‘અનન્તરક્ષાભૂતિ: '' પ્રાપશ્ચાદ્ભૂળયોમૂતિરિત્યર્થ । ‘“આત્મસ્મૃતદ યસ્ય તુ”. વર્તમાનસ્ય વારિનો વા। તસ્ય ોષમાદ-“તયા” અનન્તરક્ષાભૂલ્યા, ‘“અવિરોધાત્’” ારાર્ વર્તમાનમાવેન । જિમિત્યાહ-‘નિત્યોો'' વર્તમાનઃ Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩ ગાથા : ૧૯૩ યોગદૃષ્ટિ સમુચ્ચય "स्यात्" तद्वत् सदा तद्भावादिति । पक्षान्तरमाह-“असन् वा सदैव हि" तया विरोधेन तद्ग्रस्तत्वादिति ॥ १९३॥ વિવેચન - આત્મા આદિ સમસ્ત દ્રવ્યો પ્રતિક્ષણે નવા નવા પર્યાયને પામે છે. પરંતુ દ્રવ્યરૂપે પ્રતિક્ષણોમાં ધ્રુવ રહે છે. આવું જગતનું સ્વરૂપ છે. છતાં બૌદ્ધો ક્ષણિકવાદી હોવાથી સર્વે દ્રવ્યો પ્રતિક્ષણે સર્વથા નાશ જ પામી જાય છે એમ માને છે. એટલે કે કોઇપણ દ્રવ્ય એકક્ષણ માત્ર જ વિદ્યમાન હોય છે. વર્તમાન એવા એક ક્ષણમાં વર્તનારો પદાર્થ તેના અનન્તર પૂર્વેક્ષણમાં પણ નથી અને અનન્તર એવા પશ્ચાણમાં પણ નથી જ. એમ બૌદ્ધો માને છે. તેથી તે બૌદ્ધોના ક્ષણિકવાદનું નિરસન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે બૌદ્ધનો મત આ પ્રમાણે છે કે- અનન્તર એવા પૂર્વેક્ષણ અને અનન્તર એવા પશ્ચાત્યણમાં વસ્તુની અભૂતિ (અવિદ્યમાનતા) છે. અર્થાત્ પૂર્વાપરક્ષણોમાં વસ્તુનો અભાવ જ છે. અને તે પદાર્થ માત્ર વર્તમાન ક્ષણવર્તી જ છે. તે વર્તમાનક્ષણમાં જ વસ્તુ આત્મભૂત=વિદ્યમાન છે. એવું જે વાદી (બૌદ્ધ)માને છે. તેને દોષો આવે છે. તે દોષો આ પ્રમાણે છે (૧) આગળ અને પાછળના અનન્તર ક્ષણોમાં રહેલી અભૂતિની સાથે (પૂર્વાપર ક્ષણોમાં રહેલા અભાવની સાથે) અને વર્તમાનક્ષણમાં વર્તતા વર્તમાનભાવની સાથે જો પરસ્પર અવિરોધ માનો તો તે અવિરોધના કારણથી આ વર્તમાનક્ષણ નિત્ય માનવો પડશે. (૨) અને પૂર્વાપરક્ષણવર્તી અભૂતિની સાથે તથા વર્તમાનક્ષણવર્તી ભાવની સાથે જો વિરોધ માનશો તો વિરોધના કારણથી આ વર્તમાનક્ષણ સદા (ત્રણે કાળે) અસત્ જ માનવો પડશે. આવા બન્ને બાજુ તમને દોષો આવશે. સારાંશ કે પૂર્વાપરક્ષણવર્તી અભૂતિ અને વર્તમાનક્ષણવર્તી ભૂતિ (ભાવ) આ બન્નેની સાથે જો અવિરોધ કહો તો વર્તમાનક્ષણ નિત્ય માનવો પડશે અને જો વિરોધ કહો તો વર્તમાનક્ષણ સદાને માટે અસત્ માનવો પડશે આવા દોષો બૌદ્ધને આવશે. - ભાવાર્થ આ પ્રમાણે છે કે- બૌદ્ધ દર્શનકારો સર્વવસ્તુઓ ક્ષણમાત્રસ્થિતિવાળી માને છે. તેથી કોઈ પણ પદાર્થની વર્તમાન એવા એકક્ષણ માત્રમાં જ સ્થિતિ= વિદ્યમાનતા હોય છે. એટલે તે વસ્તુ તે વર્તમાનક્ષણના આગલા ક્ષણમાં અને પાછલા ક્ષણમાં નથી જ, એમ તેઓનું માનવું છે. એટલે કે પૂર્વાપરણીમાં તે વસ્તુ Page #559 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૩ અવિદ્યમાન છે. અભાવાત્મક છે. અને વર્તમાનક્ષણમાં ભાવાત્મક છે. એમ અર્થ થાય છે. ત્યાં ગ્રંથકાર તે બૌદ્ધને દોષ આપે છે કે (૧) પૂર્વાપરક્ષણવર્તી અભાવ અને વર્તમાનક્ષણવર્તી ભાવ આ બન્નેને શું પરસ્પર અવિરોધી માનશો કે વિરોધી માનશો? જો અવિરોધી માનશો તો આ વર્તમાનક્ષણવર્તી ભાવ સદા નિત્ય જ માનવો પડશે. કારણ કે જે પૂર્વાપર ક્ષણોમાં વસ્તુનો અભાવ વર્તે છે. તે જ પૂર્વાપરક્ષણો ક્રમશઃ એક પછી એક આવતી જ હોવાથી વર્તમાન રૂપ બને જ છે. એટલે જે જે પૂર્વાપરક્ષણોમાં અભાવ વર્તે છે તે જ ક્ષણોમાં અભાવ હોવા છતાં તેની સાથે અવિરોધી હોવાથી વર્તમાનક્ષણનો ભાવ પણ ત્યાં સાથે રહેશે જ. કારણ કે દરેક પૂર્વાપરક્ષણો ક્રમશઃ વર્તમાન રૂપ બને જ છે. જ્યારે વર્તમાન રૂપે બને ત્યારે વર્તમાનક્ષણનો ભાવ પણ તે જ ક્ષણોમાં સાથે રહેશે જ. એટલે કોઇપણ વિવક્ષિત એક ક્ષણ (પદાર્થ) વર્તમાનકાલે વર્તમાન હોવાથી ત્યાં જેમ પદાર્થ ભાવરૂપે વર્તે છે. તેમ તે ક્ષણ પછી બીજી ક્ષણ જ્યારે આવે ત્યારે બીજી ક્ષણ પણ તે વખતે વર્તમાન જ બને છે. તેથી ત્યાં પણ પદાર્થ ભાવરૂપ જ બનશે. એમ જ્યારે ત્રીજો ક્ષણ આવે ત્યારે તે ત્રીજો ક્ષણ પણ વર્તમાન જ બનશે. એમ પ્રતિક્ષણો વર્તમાન રૂપ બને જ છે. અને ત્યાં વર્તમાન વિદ્યમાન હોવાથી વર્તમાન સદા વિદ્યમાન રહેવાથી નિત્ય થશે. સારાંશ કે જેમ વિવક્ષિત પ્રથમ ક્ષણ વર્તમાનરૂપે વિદ્યમાન છે. તત્વ=તેની જેમ સાહંમેશાં - સર્વ ક્ષણોમાં પણ તમાવા-ક્રમશઃ વર્તમાનરૂપે તે વર્તમાનની વિદ્યમાનતા વર્તે છે. માટે સર્વ ક્ષણોમાં વર્તમાન રૂપે વિદ્યમાનતા હોવાથી આ વર્તમાન નિત્ય થશે. એટલે બૌદ્ધ ક્ષણિકવાદી હોવા છતાં નિત્ય તરીકે વર્તમાનને સ્વીકારવારૂપે તેઓને દોષ આવશે. (૨) હવે જો પૂર્વાપરક્ષણવર્તી અભૂતિની (અભાવની) સાથે વર્તમાનક્ષણવર્તી ભાવનો વિરોધ માનશો તો વર્તમાન અસત્ થઈ જશે. એવો દોષ આવશે, તે આ પ્રમાણે-પૂર્વાપરક્ષણોમાં અભૂતિ (અભાવ) છે. તે અભાવની સાથે વર્તમાન ભાવ વિરોધી છે. એટલે જેમ ક્રમશઃ પૂર્વાપરક્ષણો પસાર થતાં વર્તમાન રૂપે બનવા જશે. પરંતુ ત્યાં અભૂતિ બેઠેલી જ હોવાથી વર્તમાન થઈ શકશે નહીં. જેમ કે પ્રથમક્ષણકાલે દ્વિતીયક્ષણાદિમાં અભૂતિ છે. હવે પ્રથમ ક્ષણ પસાર થઈ અને બીજો ક્ષણ વર્તમાન થવા જશે. પરંતુ તે ક્ષણ (પદાર્થ) વર્તમાનરૂપે બનશે નહીં, કારણ કે ત્યાં અભૂતિ વર્તે છે. તે અભૂતિ વડે બીજા ક્ષણની વર્તમાનતા વિરોધી હોવાથી ગળાઈ જશે. એટલે વર્તમાનતા ત્યાં અસત્ બનશે એવી રીતે બીજો ક્ષણ પસાર થયા પછી જેવો ત્રીજો Page #560 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૩-૧૯૪ યોગદષ્ટિ સમુચ્ચય ૫૨૫ ક્ષણ વર્તમાન થવા જશે ત્યાં પણ અભૂતિ વિદ્યમાન હોવાથી વર્તમાનતા થવા દેશે નહી. એમ સર્વેક્ષણોમાં અભૂતિ હોવાથી અને વર્તમાનતા તેની વિરોધી હોવાથી જેમ જેમ ક્ષણો પસાર થશે અને વર્તમાન રૂપે થવા જશે તેમ તેમ ત્યાં ત્યાં વર્તમાનતા ન રહેવાથી વર્તમાનતા સર્વથા અસત્ થશે. સારાંશ કે ભૂત-ભાવિની ક્ષણોમાં જે અભૂતિ છે, તેની સાથે વર્તમાનને અવિરોધી માનો તો જેમ વિવક્ષિત એક ક્ષણમાં વર્તમાન ભાવ વિદ્યમાન છે તેમ ભૂતભાવિની ક્ષણોમાં પણ ક્રમશ: વર્તમાન ભાવ વિદ્યમાન માની શકાશે, એમ સર્વ ક્ષણોમાં વર્તમાનભાવ વિદ્યમાન માનવાથી આ વર્તમાનભાવ નિત્ય થશે. અને જો ભૂત-ભાવિની ક્ષણોમાં રહેલી અભૂતિની સાથે વર્તમાનભાવ વિરોધી માનો તો ભૂત-ભાવિની સર્વેક્ષણમાં અભૂતિ અવશ્ય હોવાથી ત્યાં કયાંય વર્તમાનભાવ રહી શકશે નહી. જેથી સર્વત્ર અવિદ્યમાન વર્તમાનભાવ અવિદ્યમાન જ થવાથી વર્તમાન અસત્ થશે. આ પ્રમાણે કોઇપણ પદાર્થની ભૂત-ભાવિ ક્ષણોમાં સર્વથા અભૂતિ (અભાવ) માનવાથી ઉપરોક્ત દોષ આવે છે. ૧૯૩ | પવિતત્રપરિદારયાદ–પરવાદીનું (બૌદ્ધનું) બચાવવાનું વચન કહીને તેનો પરિહાર કરવા માટે કહે છે કે स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ।। विरुद्धं तन्नयादेव, तदुत्पत्त्यादितस्तथा ॥ १९४॥ ગાથાર્થ = “તે જ આ નથી” આ વચન “અન્યથા મવતિ"ની જેમ તેની નીતિથી જ વિરુદ્ધ છે. તથા અભાવની ઉત્પત્તિ આદિથી પણ તે વચન વિરુદ્ધ છે. / ૧૯૪ો. ટીકા “ ” ત ભાવપરામર્શ ! “ર ભવતિતિ” રમાવાઈમથાનमेतत् । किमित्याह-“अन्यथा भवतीतिवत्" इति निदर्शनम्, “विरुद्ध" व्याहतम्, "तन्त्रयादेव" स हि स एवान्यथा भवतीत्युक्ते एवमाह-यदि स एव कथमन्यथा भवति ? अन्यथा चेद्भवति कथं स इति ? एतच्च स एव न भवतीत्यत्रापि समानमेव, तथाहि-यदि स एव कथं न भवति ? अभवन् वा कथं स इति વિરુદ્ધતિન્ ! અમ્યુમનદિ-“હુલિતઃ '' રૂમાવોલ્યા “તથા" વિરુદ્ધમતિ | ૨૨૪ Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૪ વિવેચન - પૂર્વાપરક્ષણોમાં વસ્તુનો અભાવ અને વર્તમાન ક્ષણમાત્રમાં વસ્તુનો ભાવ એ અવિરોધી માનો તો વર્તમાનભાવ નિત્ય થાય છે અને વિરોધી માનો તો વર્તમાનભાવ અસત્ થાય છે. ઇત્યાદિ દોષો પૂર્વની ૧૯૩મી ગાથામાં ગ્રંથકારે બૌદ્ધને આપ્યા છે. તે દોષો સાંભળીને બૌદ્ધ પોતાનો બચાવ કરવા માટે પોતાનો સિદ્ધાન્ત રજુ કરે છે કે- “સ વ મવતિ'-તે જ આ નથી એમ અમે માનીએ છીએ. અર્થાત્ પ્રતિક્ષણે વસ્તુ વર્તમાન તો છે જ, પરંતુ જે પૂર્વેક્ષણમાં છે તે જ વસ્તુ ઉત્તર ક્ષણમાં નથી. કારણ કે સર્વે વસ્તુઓ ક્ષણિક હોવાથી એકક્ષણમાં જે વસ્તુ છે. તે જ વસ્તુ બીજીક્ષણમાં નથી અર્થાત્ સર્વથા નવી જ વસ્તુ (કે જે અસત્ જ) હતી તેની ઉત્પત્તિ થાય છે. પરંતુ પૂર્વલણવત જે વસ્તુ છે તે જ આ વસ્તુ નથી. એવું છે તેનું બચાવવચન છે. તેનો પરિહાર આ ગાથામાં છે. બૌદ્ધો ક્ષણિકવાદી છે. એટલે કોઇપણ વસ્તુ એક ક્ષણજીવી માત્ર જ છે. બીજા ક્ષણે અપૂર્વ જ વસ્તુ અર્થાત્ જે સર્વથા અસત્ જ છે તેવી સર્વથા અપૂર્વ જ વસ્તુ ઉત્પન્ન થાય છે. એમ પ્રતિક્ષણે અપૂર્વ અપૂર્વ વસ્તુ જ ઉત્પન્ન થાય છે. જે જે કાર્યો થાય છે. તે તે કાર્યો પૂર્વસમય વર્તી કારણોમાં છે જ નહી અને થાય છે. એમ માને છે તેથી તે અસત્કાર્યવાદી કહેવાય છે. જે કાર્ય પૂર્વેક્ષણમાં અતિ અવિદ્યમાન છે તે જ કાર્ય ઉત્તરક્ષણમાં થાય છે. આવી માન્યતા હોવાથી પ્રથમસમયવર્તી જે પદાર્થ છે જ પર્વતે જ પદાર્થ ઉત્તરક્ષણમાં ન મવતિ હોતો નથી એવું તે બૌદ્ધો માને છે. તેથી સ પત્ર ન મવતિ'' આ બૌદ્ધનો મુખ્ય સિદ્ધાન્ત છે. સાંખ્ય, નૈયાયિક અને વૈશેષિક આદિ દર્શનકારો સત્કાર્યવાદી છે. તેઓની માન્યતા એવી છે કે જે પૂર્વસમયવર્તી કારણ દ્રવ્ય છે. તેમાં કાર્ય સત્તાગતભાવે રહેલું જ છે. મૃપિંડમાં ઘટકાર્ય સત્ છે. તો જ થાય છે. તલમાં તેલ કાર્ય સત્ છે તો જ થાય છે. તથા ઘટકાર્યના અર્થી જીવો મૃત પિંડને જ શોધે છે. અને તેલના અર્થી જીવો તલને જ લાવે છે. કારણ કે તે તે કારણમાં તે તે કાર્ય સત્ છે. આમ સત્કાર્યવાદને માને છે. તેથી તેઓનું એમ માનવું છે કે- “સ વ મચથા મવતિ"= જે પૂર્વેક્ષણમાં મૃત્ પિંડ છે સ વ તે જ મૃત પિંડ ગાથા મવતિ= અન્યથા એટલે ઘટરૂપે બને છે એવી જ રીતે જે પદાર્થ તલ છે તે જ પદાર્થ અન્યથા એટલે તેલ રૂપે બને છે. આમ “સ પર અન્યથા મવતિ''=આ સિદ્ધાન્ત સત્કાર્યવાદી એવા સાંખ્યાદિનો છે. અને “સ વ ન મતિ" આ સિદ્ધાન્ત અસત્કાર્યવાદી એવો બૌદ્ધનો છે. Page #562 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય પર૭ બૌદ્ધ અસત્યકાર્યવાદી હોવાથી સત્કાર્યવાદી એવા સાંખ્યાદિને હંમેશાં ઠપકો (દોષ) આપે છે કે “ ઇવ ન્યથા આવતીતિ વિરુદ્ધમ' તે જ વસ્તુ અન્યથા (રૂપાન્તર) થાય છે આવી તમારી વાત વિરુદ્ધ છે અર્થાત્ ઘટતી નથી. યુક્તિસંગત નથી. કારણ કે જો વસ્તુ = તે જ છે તો પછી તેને અન્યથા મવતિ કેમ કહેવાય? અને જો વસ્તુ અન્યથા મવતિ બીજી જ થાય છે તો તે વસ્તુને પુર્વ આ તે જ વસ્તુ છે એમ કેમ કહેવાય? માટે સ દ્વ=પણ કહેવું અને અન્યથા મવતિ પણ કહેવું છે કે માતા વચ્યા ની જેમ પરસ્પર વિરુદ્ધ છે. આવો દોષ બૌદ્ધ ડાહ્યો થઈને સાંખ્યાદિને આપે છે. પરંતુ તેના પક્ષમાં પણ આવો જ દોષ આવે છે તે દોષ ડાહ્યો એવો આ બૌદ્ધ જોતો નથી. તેને આ દોષ સમજાવતાં ગ્રંથકાર કહે છે કે a gવ=તે જ પદાર્થ કે જે પદાર્થ વિવક્ષિત સમયમાં ભાવ (વિદ્યમાન-સ) સ્વરૂપે છે. (એમ તત્ શબ્દથી ભાવાત્મક પદાર્થનો પરામર્શ જાણવો.) તે જ પદાર્થ ન અવતતિ–ઉત્તર સમયમાં હોતો નથી. અર્થાત્ અભાવાત્મક બને છે. અસત્ થાય છે. એમ સ વ ર મવતિ આ પદ પ્રથમ ક્ષણે વર્તતો પદાર્થ ઉત્તર ક્ષણમાં હોતો નથી. એમ અભાવનું (અસતનું) વિધાન કરે છે. ઉપરોક્ત “ ઇવ ન મવતિ'' આવા પ્રકારનું બૌદ્ધનું માનેલું આ વચન, સાગના માનેલા “સ વ અન્યથા મવતિ' ઇત્યાદિ વચનની જેમ વિરુદ્ધ જ છે. સાંખના આ વચનનું ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ સાંખ્યનું વચન વિરુદ્ધ છે. તેમ બૌદ્ધનું વચન પણ વિરુદ્ધ જ છે. બન્નેમાં નીતિ (ન્યાય) સમાન જ છે. દોષ આવવાની રીતિ સમાન જ છે. તે આ પ્રમાણે “સ વન્યથા મવતિ''=પૂર્વેક્ષણવર્તી જે પદાર્થ છે, તે પદાર્થ જ અન્ય અન્ય ક્ષણોમાં રૂપાન્તર થવા રૂપે અન્યથા થાય છે. રૂન્યવત્તે આવા પ્રકારનું વાક્ય સાંખ્યદર્શનના અનુયાયી જ્યારે વાદીઓની પર્ષદામાં કહે છે. ત્યારે તે દિ ાવાદ તે બૌદ્ધ (ડાહ્યો થઈને) સાંખ્યને ઠપકો આપતો છતો આ પ્રમાણે કહે છે કે- ય િ વિજો તે જ આ પદાર્થ છે. તો તેને રથમથા મતિ-અન્યથા થયો છે એમ કેમ કહેવાય? અને અન્યથા ચેન્ ભવતિ જો તે પદાર્થ અન્યથા થયો છે, બદલાઈ ગયો છે, તો પછી તેને શર્થ તિ આ પદાર્થ તે જ છે એમ કેમ કહેવાય? સારાંશ તે બૌદ્ધ સાંગને એવો ઠપકો આપે છે કે “જો પદાર્થ તે જ છે. તો તે અન્યથા થયો કેમ કહેવાય”? અને “જો પદાર્થ અન્યથા થયો હોય તો આ પદાર્થ તે જ છે.” એમ કેમ કહેવાય? “મારી મા વધ્યા છે” આ વાક્યની જેમ સાંખ્યની વાત પરસ્પર વિરુદ્ધ વચનોવાળી છે. એમ બૌદ્ધનું કહેવું છે. Page #563 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૪ જણાવે છે કે તત્ત્વ-આ ગ્રંથકાર જૈનાચાર્યશ્રી હવે બૌદ્ધને ઠપકો આપતાં પરસ્પર વિરોધ આવવાવાળો દોષ અર્થાત્ વિરુદ્ધવચન સવ 7 મતિ-તે જ પદાર્થ ઉત્તરક્ષણમાં નથી આવું માનનારા હે બૌદ્ધ! તને પણ કૃત્યત્રાપિ સમાનમેવઆ માન્યતામાં પણ સમાન જ છે. તને પણ વિરુદ્ધ વચનનો આ દોષ સમાન જ આવે છે. તે તું કેમ જોતો નથી? તથાદિતારા પક્ષમાં તે દોષ આ રીતે આવે છે. યદ્િ સ વ-જો પદાર્થ તે જ છે. તો પછી થં ન મતિ= તે નથી એમ કેમ કહેવાય? અને અમવન્વા=જો ઉત્તરક્ષણમાં તે પદાર્થ ન જ રહેતો હોય. અભાવાત્મક જ બનતો હોય તો થં સ કૃતિ-તે જ આ પદાર્થ છે. એમ કેમ કહેવાય? જો તે જ પદાર્થ ઉત્તરક્ષણમાં છે. તો તે નથી” એમ કેમ કહો છો? અને જો ઉત્તરક્ષણમાં “નથી જ” તો આ પદાર્થ છો? માટે વિરુદ્ધમેતત્ =હે બૌદ્ધ! તારૂં વચન પણ સાંખ્યની જેમ પરસ્પર વિરુદ્ધ જ છે. આ પ્રમાણે બૌદ્ધની માન્યતાનું ખંડન કરવામાં ગ્રંથકારે “વિરુદ્ધ વચન”નો એક દોષ જણાવ્યો. હવે તેમાં બીજો દોષ પણ આવે છે તેનો અભ્યુચ્ચય કરતાં (સાથે જણાવતાં) કહે છે કે “તે જ” છે. એમ કેમ કહો ૫૨૮ તવ્રુત્ત્વન્ત્યાવિત: તે અભાવની ઉત્પત્તિ આદિથી પણ તારૂં આ વચન વિરુદ્ધ છે. ઉત્તરક્ષણમાં જો સર્વથા અપૂર્વ જ પદાર્થ ઉત્પન્ન થતો હોય તો તે પદાર્થ પ્રથમ અસત્=હતો અને પછી ઉત્પન્ન થાય છે. એવો જ અર્થ થયો. અર્થાત્ પ્રથમક્ષણે જેની સર્વથા અસત્તા જ છે તેવો સર્વથા અપૂર્વ જ પદાર્થ ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થાય છે. એમ અર્થ થયો. પરંતુ જે સર્વથા અસત્=અભાવાત્મક હોય તેની ઉત્પત્તિ કેમ થાય? જેમ શશશૃંગ, વન્ધ્યાપુત્ર અને આકાશપુષ્પ આદિ પદાર્થો સર્વથા અસત્=અભાવાત્મક છે તેથી તેની ઉત્પત્તિ થતી જ નથી. તેવા પદાર્થોની ઉત્પત્તિ માનવી એ વિરુદ્ધ છે. તેવી રીતે તમારા પક્ષમાં પણ ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થતો પદાર્થ પૂર્વક્ષણોમાં સર્વથા ૧. બૌદ્ધમતે-સવ 7 મતિ । તે જ નથી થતો. જે પૂર્વ ક્ષણે હતો તે પછીના ક્ષણમાં નથી થતો. હવે જો નથી થતો, તો તેને તે જ (પૂર્વક્ષણવર્તી) કેમ કહેવાય? તે તે જ એમ કહો તો નથી થતો એમ કેમ કહેવાય? આ તો દેખીતો વિરોધ ગણાય. સ એટલે પૂર્વક્ષણભાવી પદાર્થ. તે વર્તમાન ક્ષણે જો ન જ હોય તો તેને માટે એવો પ્રયોગ ન થઇ શકે. અને જો વર્તમાનક્ષણે તેના માટે સ એવો પ્રયોગ કરવો હોય તો તેવો પ્રયોગ તેનું વર્તમાનક્ષણે અસ્તિત્વ હોય તો જ થઇ શકે, માટે તેના માટે વર્તમાનક્ષણ 7 મતિ એમ ન કહી શકાય. Page #564 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૪-૧૯૫ યોગદષ્ટિ સમુચ્ચય પ૨૯ સ=જ છે. અને ઉત્તરક્ષણમાં અપૂર્વજ ઉત્પન્ન થાય છે એમ તમે માનો છો. તે પણ પરસ્પર વિરુદ્ધ જ છે. કારણ કે જે સર્વથા અસત્ પણ હોય અને ઉત્પન્ન પણ થાય એ પરસ્પર વિરોધી હોવાથી આ રીતે પણ તમને વિરુદ્ધવચનનો દોષ આવે જ છે. આ પ્રમાણે બૌદ્ધમતમાં (એકાન્તવાદ હોવાથી) ગ્રંથકાર દોષો જણાવે છે. ૧૯૪૫ तद्भावनायैवाहઉપરોક્ત દોષોની ભાવના માટે (વિસ્તારથી સમજાવવા માટે) કહે છે. सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् । तन्नष्टस्य पुनर्भावः, सदा नाशे न तत्स्थितिः ॥ १९५॥ ગાથાર્થ = સત્ વસ્તુનો બીજી ક્ષણમાં અસદ્ભાવ માન્ય છતે “તે અસનો ઉત્પાદ” થશે. ત્યારબાદ જેથી તેનો નાશ પણ થશે તેથી નષ્ટ એવા તેનો પુનર્ભાવ (ફરીથી ઉત્પત્તિ) થશે. અને જો સદા નાશ જ માનશો તો તે પદાર્થની સ્થિતિ જ રહેશે નહીં. ૧૯૫ll ટીકા -“સંત” માવી, “મારૂં” ગ્રુપમાને, સ વ ન મવતિ इति वचनात् । किमित्याह-"तदुत्पादः" इत्यसत्त्वोत्पादः कादाचित्कत्वेन । "ततः" उत्पादात्, “नाशोऽपि तस्य' असत्त्वस्य यदुत्पत्तिमत्तदनित्यं इति વર્તી | “ ” ચશ્મા “ત' તક્ષાત્ “નBચ'' સર્વથ, “પુનમવ:” तेनैव रूपेण सदसत्त्वविनाशान्यथानुपपत्तेः । अथ नाशो नाशात्मना भावात्प्राक्पश्चाच्चावस्थित एव, एतदाशङ् क्याह-"सदा नाशे" अभ्युपगम्यमाने । વિપત્યા -“ર સ્થિતિઃ 'વિવશતક્ષોઈપ તન્નતિ ૨૨ | વિવેચન :- ઉપરના શ્લોકમાં બૌદ્ધદર્શનની માન્યતાનું જે ખંડન કરવામાં આવ્યું છે, તે જ વાત યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી આ શ્લોકમાં વિસ્તારથી સમજાવે છે કે હે બૌદ્ધ ! જો તું સર્વ પદાર્થને ક્ષણિક જ (ક્ષણમાત્રસ્થિતિધર્મા) માને છે. તો તે પદાર્થ પ્રથમ ક્ષણમાં સત્ થશે અને બીજી ક્ષણમાં અસત્ થશે. કારણ કે- “સ ઇવ ન મવતિ રૂતિ વઢના'' તે જ પદાર્થ બીજી ક્ષણમાં વર્તતો નથી, એવું તમારું શાસ્ત્રવચન છે. આવી માન્યતા ધારણ કરવાથી શું દોષ આવશે? એવું હે બૌદ્ધ! જો તું પૂછે છે? તો સાંભળયો. ૩૪ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૫ તદુત્પતિ =બીજી ક્ષણમાં જે સર્વથા અસત્ છે તે અસત્નો (અભાવનો) ઉત્પાદ માનવો પડશે. કારણ કે બીજી ક્ષણમાં આવતો આ અસત્ (અભાવ) પ્રથમસમયમાં ન હતો અને બીજી ક્ષણમાં આવ્યો એટલે કાદાચિક (કયારેક આવનારો) થયો. તે અસદ્ભાવ સદાકાળ અવસ્થિત ન થયો. આ પ્રમાણે કાદાચિક થવાના કારણે બીજી ક્ષણમાં તે અસત્નો (અભાવનો) ઉત્પાદ માનવો જ પડશે. (આમ માનવામાં બે દોષો તો પૂર્વની ગાથામાં જણાવ્યા જ છે. એક વચનવિરોધ અને બીજો શશશૃંગાદિ સર્વથા અસત્ પદાર્થોનો પણ ઉત્પાદ થવાનો પ્રસંગ. આ બે દોષો ઉપરાંત અન્ય દોષો પણ આવે છે તે આ શ્લોકમાં જણાવે છે.) તતઃ =તે અસનો ઉત્પાદ માન્યો એટલે નાશોfપ ત બીજી ક્ષણમાં તે અસદુત્પાદનો નાશ પણ તમારે માનવો જ પડશે. કારણ કે કુત્તમત્તનિત્યં જે જે વસ્તુ ઉત્પત્તિવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય અનિત્ય (નાશવંત) જ હોય છે. જેમ ઘટ-પટ આદિ પદાર્થો ઉત્પત્તિવાળા છે. તે સર્વે નાશવાળા પણ છે જ. તેની જેમ બીજી ક્ષણમાં થયેલો અસત્નો ઉત્પાદ એ પણ ઉત્પાદવાળો હોવાથી અવશ્ય નાશવંત જ હોવાનો. આ પ્રમાણે યત્ર જે કારણથી અસના ઉત્પાદ થાય છે. એમ તમે માનો છો એટલે તત્તે કારણથી જ અસના ઉત્પાદનો નાશ પણ માનવો જ પડશે. કારણ કે જે ઉત્પત્તિમતું હોય તે નાશવત્ પણ હોય છે. અને અસત્નો જે ઉત્પાદ થયો છે તે નષ્ટ થાય એટલે “પુનર્ભાવ:'=મૂલ પદાર્થ પુનઃ સત્ થાય એવો જ અર્થ થાય. સર્વે ઉત્પત્તિવાળી વસ્તુ નાશવાળી હોવાથી અસદુત્પાદનો પણ નાશ થાય. અને અસના ઉત્પાદનો નાશ થાય. એટલે પુનઃ સત્ની ઉત્પાદ થાય. એટલે કે તેનૈવ રૂપે તે જ મૂલપદાર્થ રૂપે વસ્તુ પુનઃ સત્ થાય. કારણ કે મૂલવસ્તુનો પુનઃ સદ્ભાવ થયા વિના અન્યથા “અસનો વિનાશ” સંભવે જ નહીં. સારાંશ કે મૂલ પદાર્થ પુનઃ મૂલપદાર્થરૂપે પાછો સત્ થાય તો જ તેના અસત્નો વિનાશ થયો કહેવાય. અન્યથા–એટલે કે મૂલપદાર્થ મૂલરૂપે જો પુનઃ સત્ ન થાય તો અસનો વિનાશ થયો ન કહેવાય. આ રીતે થવાથી પ્રથમ સત્, પછી અસત્નો ઉત્પાદ, પછી અસત્નો વિનાશ ત્યારબાદ પુનઃ સત્, એવી જ ધારા ચાલશે. નાશ થયેલા ઘટાદિનો પુનઃ મૂલભાવે (ઘટાદિ રૂપે) સત્ થવાનો પ્રસંગ આવશે. જે વ્યવહારથી સર્વથા વિરુદ્ધ (અનુચિત) છે. હવે આ દોષમાંથી બચવા માટે તમે જો એમ કહેશો કે Page #566 -------------------------------------------------------------------------- ________________ પ૩૧ ગાથા : ૧૯૫-૧૯૬ યોગદષ્ટિ સમુચ્ચય નાશો નાણાત્મના માવા=પ્રથમક્ષણના સત્નો જે નાશ થાય છે, તે નાશાત્મક સ્વરૂપે=અભાવરૂપે જ ઉત્પન્ન થતો હોવાથી તે નાશ કાયમ રહે છે. અર્થાત્ નાશ અનિત્ય નથી. પરંતુ નિત્ય છે. તેથી જ તે નાશ આગળ-પાછળની સર્વેક્ષણોમાં અવસ્થિત જ છે. નાશ અવસ્થિત હોવાથી પુનર્ભવ થવાનો (પદાર્થનો મૂળરૂપે ફરી ભાવ થવાનો) પ્રસંગ જ આવતો નથી. આવા પ્રકારનો બૌદ્ધ બચાવ કરે તો તેની આ આશંકા દૂર કરતાં ગ્રંથકાર જણાવે છે કે “સતા નાશ"=જો નાશને સદાકાળ રહેવા વાળો એવો ધ્રુવ માનશો. અને આગળ-પાછળની ક્ષણોમાં પણ તે નાશ સર્વ કાળે છે જ. એમ જો સ્વીકારશો, તો. “ર તસ્થિતિઃ'-તે મૂલપદાર્થની સત્તા જ ઘટશે નહીં. કારણ કે નાશ નિત્ય માનવાથી જેમ પાછલી સર્વ ક્ષણોમાં તે નાશ છે તેમ આગલી ક્ષણોમાં પણ નાશ છે જ. તેથી તે વસ્તુ વિવક્ષિત ક્ષણમાં નાશ પામે છે. ત્યારે પણ સત્ રહેશે નહી, તેથી સર્વેક્ષણોમાં પદાર્થની સત્તા ઘટશે નહીં. આ પ્રમાણે બૌદ્ધમતના ક્ષણિકવાદમાં સર્વથા દોષ જ આવે છે. મે ૧૯પી स क्षणस्थितिधर्मा चेद, द्वितीयादिक्षणेऽस्थितौ । युज्यते ह्येतदप्यस्य, तथा चोक्तानतिक्रमः ॥ १९६॥ ગાથાર્થ = તે નાશ જો ક્ષણસ્થિતિ ધર્મવાળો છે તો દ્વિતીયાદિક્ષણમાં તે નાશની “અસ્થિતિ” માન્ય છતે આ સ્થિતિનું પણ આ ક્ષણસ્થિતિધર્મત જ માનવું યોગ્ય થશે. અને એમ માનવાથી ઉપર કહેલા દોષોનું ઉલ્લંઘન થતું નથી અર્થાત્ દોષો આવે જ છે. || ૧૯૬ll ટીકા- “” નાશ, “ક્ષસ્થિતિમાં ચૈ” ભાવ વ . તદ્દાશદિ‘‘તિરિક્ષ સ્થિ” સત્યામ, જિનિત્યાદિ- “ગુખ્ય હેત'' ક્ષસ્થિતિધર્મવં “જી” મધમાવી | “તથા ૪'' પર્વ તિ ૩વત્તાનતિમ: | ૨૬ / વિવેચન - ઉપરના શ્લોકમાં બૌદ્ધને એવો દોષ આપવામાં આવ્યો કે જો સત્પદાર્થના થયેલા નાશને સદાકાળ નિત્ય માનવામાં આવશે, તો કોઈપણ ક્ષણોમાં વસ્તુની સ્થિતિ ઘટશે નહીં. આ દોષમાંથી બચવા હવે જો બૌદ્ધ એમ કહે કે “નાશ” સદા કાળ સ્થિત નથી. પરંતુ તે નાશ ક્ષ સ્થિતિમાં જો ક્ષણસ્થિતિધર્મવાળો જ છે અર્થાત્ તે નાશ એક ક્ષણમાત્ર રહેનાર જ માવ Page #567 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય વ-ભાવ-પદાર્થ છે. એટલે કે વસ્તુનો થયેલો નાશ એક ક્ષણમાત્ર જ હોવા રૂપે છે. તો પછી દ્વિતીયાવિક્ષોઽસ્થતÎ= એટલે કે તે ક્ષણમાત્રસ્થિતિવાળો ભાવ હોઇને બીજી વગેરે ક્ષણોમાં તે નાશની સ્થિતિ (સત્તા) ન હોય, અને તે રીતે તેનામાં તત્=પણ ક્ષણમાત્ર હોવાપણું ઘટી શકે. પરંતુ તેમ સ્વીકારવા જતાં ઉપર કહેલા દોષો પાછા આવી જશે. તે કઇ રીતે ? તે હવે દર્શાવે છે. ૫૩૨ અન્ય-ધિષ્ઠતમાવસ્ય=આ પ્રસ્તુત ભાવનું (મૂળ પદાર્થના સત્પણાનું પણ ત=આ ક્ષણસ્થિતિધર્મકત્વ જ યુખ્યતે-ઘટશે. કારણ કે જેમ પ્રથમ સમયનું સત્પણું શ્રેણિક હોવાથી ક્ષણસ્થિતિધર્મા હતું. તેથી બીજાક્ષણમાં તેનો નાશ સ્વીકાર્યો. પરંતુ તે નાશ પણ ક્ષણસ્થિતિધર્મા જ હવે તમે સ્વીકારો છો. તેથી નાશ સદા ન રહેવાથી પુનઃ સત્પણું આવશે. પરંતુ તે સત્ પણ પ્રથમક્ષણના સત્ત્ની જેમ ક્ષણસ્થિતિધર્મક જ ઘટશે. તથા ચ-તેમ થવાથી ઉપર કહેલા દોષો પુનઃ આવશે જ. તે દોષોનું ઉલ્લંઘન થશે નહીં. कथमित्याह ઉપરોક્ત દોષોનું અનુલ્લંઘન કેવી રીતે આવે તે સમજાવે છે કેक्षणस्थितौ तदैवास्य, नास्थितिर्युक्त्यसङ्गतेः । न पश्चादपि सेत्येवं, सतोऽसत्त्वं व्यविस्थतम् ॥ १९७ ॥ ગાથાર્થ મને ક્ષણસ્થિતિવાળું માન્યે છતે તે વિક્ષિત સમયમાં આ સત્ વસ્તુની અસ્થિતિ ઘટશે નહીં. કારણ કે તેમ માનવામાં યુક્તિની સંગતિ થતી નથી. પાછળના સમયમાં પણ તે અસ્થિતિ ઘટશે નહીં. આમ થવાથી સત્ નું અસત્યણું (અપૂર્વ-નવું) ઉત્પન્ન થયું એમ સિદ્ધ થયું અને એમ થવાથી ગાથા ૧૯૫-૧૯૬માં કહેલા દોષો આવે જ છે. || ૧૯૭ | ગાથા : ૧૯૬-૧૯૭ = 11 भावस्यैव, ટીકા-‘ક્ષસ્થિતો’ માં, “તત્વ' વિક્ષિતક્ષને “સ્ય” વિક્ષિત‘નાસ્થિતિ: ' कुत इत्याह-‘“युक्त्यसङ्गतेः " तदैवास्थितिविरोधादिति युक्तिः । ‘'ન પશ્ચાપિ’’ દ્વિતીયક્ષો, ‘'મા' સ્થિતિને યુવલ્યમઙ્ગ તેવ, ''તાવસ્થિતૌ તસ્થિતિવિરોધાવિત્તિ'' યુક્તિઃ । " इत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम्" । ततश्च सतोऽसत्त्वे तदुत्पाद इत्याद्यनुवर्तत एवेति ॥ १९७॥ : વિવેચન : - ભાવાત્મક સર્વે વસ્તુઓને “ક્ષણમાત્રની સ્થિતિ વાળી માન્યે છતે એટલે કે કોઇ સત્ પદાર્થ તે વિક્ષિત એક ક્ષણ માત્ર જ સ્થિતિવાળો છે. એમ Page #568 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૭ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૩૩ માને છતે તત્વ=તે જ વિવક્ષિત ક્ષણમાં તો અર્થ આ વિવક્ષિત સત્ પદાર્થની ન સ્થિતિ =અસ્થિતિ મનાશે નહીં. કારણ કે “યુક્તિની અસંગતિ છે” સારાંશ કે જે વસ્તુ જે ક્ષણમાં સ્થિતિવાળી (સી) છે, વિદ્યમાન છે, ભાવાત્મક છે. તે જ વસ્તુ તે જ ક્ષણમાં અસ્થિતિવાળી (અસત) થતી નથી. અવિદ્યમાન થતી નથી. અર્થાત્ અભાવાત્મક બનતી નથી. કારણ કે સ્થિતિ અને અસ્થિતિ આ બન્ને ભાવો પરસ્પર વિરોધી છે. જો તે ક્ષણમાં સ્થિતિ છે તો અસ્થિતિ કેમ વર્તે ? અને જ્યાં અસ્થિતિ હોય ત્યાં સ્થિતિ કેમ વર્તે? “હોવું અને ન હોવું” આ બન્ને પરસ્પર વિરોધી છે. માટે જ્યારે સ્થિતિ છે તવાસ્થિતિવિરોધિિત વિત: તે જ ક્ષણમાં અસ્થિતિ માનવી તેમાં વિરોધ આવે છે. આ જ યુક્તિ (હેતુ) છે. સ્થિતિ અને અસ્થિતિ પરસ્પર વિરોધી હોવાથી આ બન્નેને સાથે માનવા તે યુક્તિસંગત નથી. બોદ્ધ= પ્રથમક્ષણે વિરોધના કારણે અસ્થિતિ ભલે ન સંભવે. તો પણ દ્વિતીય ક્ષણે તો તે અસ્થિતિ સંભવશે - આવી દલીલ જો બૌદ્ધ દ્વારા કરવામાં આવે તો ગ્રંથકાર તેને વળતો પ્રશ્ન કરે છે કે બીજી ક્ષણે તમે તે પદાર્થની સ્થિતિ માનો છો કે અસ્થિતિ માનો છો? ઉપરના બન્ને પક્ષોમાંનો કોઈપણ પક્ષ તમે સ્વીકારશો તો તેમાં દોષ જ આવે છે. તે કેવી રીતે ? તે ગ્રંથકાર વર્ણવે છે જો પ્રથમપક્ષ સ્વીકારશો તો એટલે કે દ્વિતીય ક્ષણમાં સ્થિતિ હોય છે એમ માનશો તો “ર પાuિ''-તે વિવક્ષિત ક્ષણ પછીના ક્ષણમાં પણ એટલે કે દ્વિતીયક્ષણમાં પણ સીંગતે અસ્થિતિ સંભવશે નહીં. કારણ કે જે પ્રથમક્ષણમાં સ્થિતિ હતી ત્યાં પરસ્પર વિરોધી હોવાથી અસ્થિતિ ન આવી તેથી સ્થિતિ જ માત્ર રહી. અને તે જ સ્થિતિ દ્વિતીયક્ષણમાં પણ છે જ. એટલે ત્યાં સ્થિતિ હોવાથી પરસ્પર વિરોધિતાના કારણે જ અસ્થિતિ કેમ વર્તે? તેથી દ્વિતીયક્ષણમાં પણ સ્થિતિ છે, માટે પરસ્પર વિરોધિ હોવાના કારણે અસ્થિતિ ત્યાં માનવી તે યુક્તિસંગત નથી. આ પ્રમાણે યુક્તિની અસંગતિ હોવાથી જ બીજી ક્ષણમાં પણ અસ્થિતિ મનાશે નહીં બતાવસ્થિત તસ્થિતિવિરોથાિિત યુવતઃ'' જ્યારે જ્યારે અવસ્થિતિ (સ્થિતિ વિદ્યમાનતા) હોય છે. ત્યારે ત્યારે અસ્થિતિ માનવી તેમાં વિરોધ છે આ જ યુક્તિ છે. તેથી પ્રથમ-દ્વિતીય-તૃતીય આદિ સર્વેક્ષણોમાં સ્થિતિ હશે ત્યાં અસ્થિતિ મનાશે-નહીં કે સંભવશે જ નહીં. હવે જો તમે ઉપર બતાવેલો બીજો પક્ષ સ્વીકારો અને દ્વિતીય ક્ષણે પદાર્થની અસ્થિતિ હોવાનું કહો તો-રૂત્યેવં તોડસર્વ વ્યવસ્થિત-પ્રથમ સમયે જે સત્ પદાર્થ Page #569 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૭-૧૯૮ ૫૩૪ હોય છે. તેને ક્ષણમાત્ર સ્થાયી માની દ્વિતીયક્ષણે અસત્ માનવાથી શ્લોક ૧૯૫-૧૯૬માં જે જે દોષો જણાવ્યા છે તે બધા દોષો નક્કી આવે જ છે. એમ સિદ્ધ થશે. ‘‘મોઽસત્ત્વ''=પાઠવાળા ૧૯૫-૧૯૬ શ્લોકમાં કહેલા દોષો બરાબર આવે જ છે. તેથી સત્ ને અસત્ માનવામાં સત્-અસદુત્પાદ, તદ્વિનાશ, પુનર્ભાવ ઇત્યાદિ દોષો અમે જે બૌદ્ધને આપ્યા હતા તે બધા બરાબર વ્યવસ્થિત થયા અર્થાત્ સિદ્ધ થયા ઉપરોક્ત ચર્ચા પ્રમાણે વસ્તુને ક્ષણસ્થિતિધર્મા માનવાથી અનેકદોષો આવે જ છે. તેથી બૌદ્ધદર્શનની માન્યતા યુક્તિસંગત નથી. આ પ્રમાણે અનિત્યેકાન્તપક્ષનું ખંડન કરીને હવે નિત્યેકાન્તપક્ષનું ખંડન સમજાવે છે. ॥ ૧૯૭|| नित्यपक्षमधिकृत्याह હવે નિત્યપક્ષને આશ્રયીને (તેનું નિરસન) સમજાવે છે भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य, न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥ ગાથાર્થ ભવભાવની અનિવૃત્તિ માન્ચે છતે પણ મુક્તિની કલ્પના અયુક્ત છે કારણ કે એકાન્તે એક સ્વભાવવાળાની બે અવસ્થા કયાંય સંભવતી નથી. ૧૯૮૫ ટીકા-‘“મવમાવાનિવૃત્તાપિ પાન્તનિત્યતાયામ્। િિમત્લાદ-‘અયુવતા मुक्तकल्पना" आत्मनः । થમયુવતેત્સાહ-‘જાનૈવમાવસ્ય” પ્રત્યુતાનુत्पन्नस्थिरैकस्वभावतायाः । “ન હિ” ચસ્માત્ “અવસ્થાર્ય સંસારિભુતાવ્યું ‘“વચિત્’જ્ઞાનૈવમાવવિરોધાત્॥ ૮॥ વિવેચન :- પૂર્વે આવેલા ૧૯૩ થી ૧૯૭ સુધીના પાંચ શ્લોકમાં એકાન્ત "" ૧. જો પદાર્થને ક્ષણમાત્ર સ્થિતિ ધરાવનાર માનીએ, તો જે ક્ષણે તેની સ્થિતિ છે. તે ક્ષણે તેની અસ્થિતિ નહીં મનાય, સ્થિતિ અને અસ્થિતિનું સાથે-એક ક્ષણે વર્તવું એ યુક્તિસંગત નથી. અને ક્ષણમાત્ર સ્થિતિ ધરાવનાર પદાર્થને જો બીજી-પશ્ચાદ્ ક્ષણમાં પણ તેની સ્થિતિ છે તેમ સ્વીકારશો, તો તે ક્ષણે પણ યુક્તિસંગત ન હોવાને કારણે જ-તેની અસ્થિતિ નહિ સ્વીકારી શકાય. (અને સ્વીકારો તો પદાર્થ દ્વિક્ષણસ્થિતિ ધરાવતો થઇ જશે, જે તમારા મત મુજબ અયોગ્ય છે.) એટલે તમારે પ્રથમ ક્ષણે વર્તતા સત્ એવા પદાર્થનું દ્વિતીય ક્ષણે અસત્ત્વ માનવું જ પડશે. અને તે માનવા જતાં ઉપરોક્ત ૧૯૫માં શ્લોકમાં કહેલા દોષો આવી જ જશે. Page #570 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૧૯૮-૧૯૯ યોગદષ્ટિ સમુચ્ચય ૫૩૫ ક્ષણિકવાદ કે જે મુખ્યત્વે બૌદ્ધનો મત છે. તેનું ખંડન કરીને હવે પછીના શ્લોક ૧૯૮ થી ૨૦૩ સુધીના શ્લોકોમાં નિયાયિક, વૈશેષિક અને સાંખ્યના માનેલા એકાન્ત નિત્યવાદનું ખંડન આ શ્લોકથી ગ્રંથકાર સમજાવે છે આ આત્માને એકાન્ત નિત્ય માનવાથી આ સંસારી જીવમાં રહેલા ભવભાવની (સંસારી જન્મ-મરણાદિ અવસ્થાની) નિવૃત્તિ જો નહી માનો તો તે આત્મા મુક્તાવસ્થાને પામે છે તે કલ્પના સર્વથા અયુક્ત જ ઠરશે. કારણ કે ભવભાવની નિવૃત્તિ થયા વિના મુક્તાવસ્થા આવી શકતી નથી. માટીના બનેલા ઘટમાંથી જ્યાં સુધી ઘટાવસ્થા નિવૃત્ત થતી નથી, ત્યાં સુધી કપાલ અવસ્થા આવતી નથી. સોનાના કંકણમાથી કંકણ અવસ્થા નિવૃત્તિ પામતી નથી ત્યાં સુધી કેયૂરાવસ્થા આવતી નથી. માટે પૂર્વાવસ્થાની નિવૃત્તિ વિના ઉત્તરાવસ્થાની કલ્પના કરવી તે અયુક્ત છે. એકાનિત્યવાદીઓના મતે એકાન્તનિત્યનું (એકાન્ત એક સ્વભાવવાળાનું) આવું જ લક્ષણ છે કે જે અપ્રશ્રુત હોય, જે અનુત્પન્ન હોય અને જે સ્થિર એકસ્વભાવાત્મક હોય તે જ નિત્ય કહેવાય છે એટલે કે જે દ્રવ્યમાં નાશ અને ઉત્પાદ ન હોય અને સ્થિર એક સ્વભાવ જ હોય તે જ એકાન્તકસ્વભાવાત્મક કહેવાય છે. જે કારણથી નિત્યનું આવું લક્ષણ છે. તેથી આ આત્માની સંસારી અને મુક્ત નામવાળી બે અવસ્થાઓ સંભવતી નથી. કારણ કે જો આવી બે અવસ્થા એક આત્માની થાય તો તેઓના માનેલા એકાન્ત એકસ્વભાવપણાનો વિરોધ જ આવે. આત્માની સંસારી અવસ્થા નાશ પામીને મુક્તાવસ્થાનો ઉત્પાદ જો થતો હોય તો એકાન્તકસ્વભાવતા રહેતી નથી. અર્થાત્ એકાન્તનિત્યતા રહેતી નથી. અને જો એકાન્તનિત્ય માનીએ તો સંસારી વની ભવભાવાવસ્થા સદા ધ્રુવ હોવાથી તેની નિવૃત્તિ થશે નહીં અને ભવભાવાવસ્થાની નિવૃત્તિ થતી ન હોય તો “તે આત્મા મુક્તિને પામ્યો” એમ બને જ નહીં. એકાન્ત એકસ્વભાવવાળા દ્રવ્યની બે અવસ્થાઓ કયાંય પણ અને કયારે પણ ન હોય. અને જે આત્મા સંસારી છે તે જ મુક્તિપદ પામે છે. માટે સંસારીભાવની નિવૃત્તિ અને મુક્તિપદની ઉત્પત્તિ અવશ્ય છે જ. તેથી દ્રવ્ય એકાન્ત એકસ્વભાવવાળું (અર્થાત્ એકાન્ત નિત્ય) નથી જ. ૧૯૮ || तदभावे च संसारी, मुक्तश्चेति निरर्थकम् । तत्स्वभावोपमर्दोऽस्य, नीत्या तात्त्विक इष्यताम् ॥ १९९॥ ગાથાર્થ = અવસ્થાયનો અભાવ માન્ય છતે “સંસારી અને મુક્તાવસ્થા” Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૯૯ માનવી એ નિરર્થક છે. તેથી આ આત્માના સ્વભાવનો (પૂર્વ એવી સંસારી અવસ્થાનો) ઉપમર્દ (નાશ) માનવો એ જ ન્યાયથી તાવિક છે. તે ૧૯૯ાા ટીકા - “તમારે ” અવસ્થામાં ૪, “સંત” તિર્થ વિભાવવાનું “મુક્ત” મવપ્રપરિમાહિત્યતત્વ, “નિરર્થ” શબ્દમાત્રમેવ ર, થયો વિતિ | ‘‘ત'' તથા, “સ્વભાવપમતદત્તા તદ્દન્તરપનયનનક્ષઃ | “અ” આત્મિનઃ | “ના” ચાર | શિમિર્યાદ-“તત્તિ इष्यतां" पारमार्थिकोऽभ्युपगम्यतामिति ॥ १९९॥ વિવેચન :- જો આત્મા એ કાન્ત એક સ્વભાવ રૂપ હોય એટલે કે અપરિણામી એકાન્ત નિત્ય હોય તો સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓનો જ અભાવ થાય. અને જો આવા પ્રકારની બે અવસ્થાઓનો અભાવ જ હોય તો આ જીવ તિર્યંચ આદિ સંસારી ભાવવાળો છે. અને પછી આત્મ-સાધના કરવાથી ભવના પ્રપંચનો ઉપ૨મ કરવા દ્વારા મુક્તભાવવાળો થાય છે. આ પ્રમાણે જે સર્વ દર્શનશાસ્ત્રોમાં કહેવાય છે. અને સંભળાય છે. તે નિરર્થક જ થાય, બોલવા પૂરતું જ માત્ર રહે. ખરેખર અવસ્થા બદલાવા રૂપ અર્થનો યોગ ન ઘટવાથી બે અવસ્થા બોલવા પૂરતી જ રહે છે. પારમાર્થિકપણે બે અવસ્થા થશે નહીં અને જો બે અવસ્થા થતી ન હોય તો સર્વદર્શનશાસ્ત્રોમાં પોતપોતાની પ્રક્રિયા પ્રમાણે આત્મસાધના કરવાનું જે વિધાન છે તે સર્વ મિથ્યા ઠરે. તેથી આત્મદ્રવ્યની અવશ્ય “અવસ્થાલય” હોય જ છે. અને તે કારણથી કથંચિત્ અનિત્ય પણ છે જ. તeતેથી આ આત્માનો સ્વભાવોપમર્દ અવશ્ય સ્વીકારવો જ જોઇએ. સ્વભાવોપમર્દ એટલે કે “તત્તરે તત્તરાનિયનનક્ષ: "તે વિવક્ષિત એવી સંસારી અવસ્થાથી અન્ય એવી (બીજ) અવસ્થા વડે તે બીજી અવસ્થાથી અન્ય એવી (પૂર્વ) અવસ્થાનું અપનયન કરવું. અર્થાત્ અન્ય એવી મુક્તાવસ્થાના ઉત્પાદ વડે અન્ય એવી પૂર્વાવસ્થાનો (સંસારી- અવસ્થાનો) નાશ કરવો તેને જ સ્વભાવોપમઈ કહેવાય છે. આ પ્રમાણે સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓ અવશ્ય સ્વીકારવી જ ' જોઈએ અને એમ સ્વીકારવાથી આ આત્મદ્રવ્યના સ્વભાવનું ઉપમર્દન ન્યાયની રીતિએ સાચું-તાત્ત્વિક-પારમાર્થિક જ માનવું જોઈએ. માટે આ આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય નથી એકાન્તકસ્વભાવવાળો આત્મા નથી. તે ૧૯૯૫ Page #572 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય दिदृक्षाद्यात्मभूतं तन्मुख्यमस्य निवर्तते ( अतिवर्तते ) । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ॥ २००॥ ગાથાર્થ “દૃિક્ષા” આદિ આ આત્માના આત્મભૂત (સહજ) સ્વભાવ છે તેથી મુખ્ય (પારમાર્થિક-સત્) છે. તે સ્વભાવ અવશ્ય નિવૃત્તિ પામે છે. કે જે સ્વભાવ પ્રધાનાદિ (પ્રકૃતિની) પરિણતિનું કારણ છે. મુક્તાત્મામાં દિગ્દક્ષા ન હોવાથી તે પ્રધાનાદિની (પ્રકૃતિની) પરિણતિ ઉત્પન્ન થતી નથી. ॥ ॥ ગાથા : ૨૦૦ = ટીકા “દિક્ષા અવિદ્યામનમવાધિારાવિ, આત્મમૂત” સનં વસ્તુ સત્। “તંત્'' તસ્માત્, ‘“મુલ્યમ્'’અનુપરિતમેવ, “અસ્ય' આત્મનો, ‘“નિવર્તત’’( અતિવર્તત) કૃતિ । મૂિત વિત્યાહ-‘‘પ્રધાનાનિતે: ' પ્રધાનનયાવિપરિતે, ‘હેતુ: ' ારામ્ ।‘‘તદ્દમાવાદ્’’- વિક્ષાદમાવાત્, તન્નતિ: न प्रधानादिपरिणतिर्मुक्तात्मन इति ॥ २००॥ ''ન " દિક્ષા અવિદ્યા વિવેચન : - ઉપરોક્ત ચર્ચાને અનુસારે “દિક્રૃક્ષા” આદિ ભાવો અન્ય અન્ય દર્શનકારોએ આ આત્મામાં જે માન્યા છે. તે વાસ્તવિક રૂપે આત્માના વૈભાવિક એવા સહજ સ્વભાવભૂત છે. પરંતુ કાલ્પનિક ઔપચારિક નથી. આ આત્મામાં રહેલી કર્મો બાંધવાની જે યોગ્યતા' છે. તેને જ અન્યદર્શનકારો “દિદૃક્ષા-અવિદ્યા-સહજમલ અને ભવાધિકાર” આદિ શબ્દોથી પ્રતિપાદ્ય માને છે. સાંખ્યદર્શનકારો કર્મબંધના હેતુભૂત આ યોગ્યતાને “દિક્રૃક્ષા” કહે છે. વેદાન્તિઓ “અવિદ્યા” કહે છે. જૈનો “સહજમલ” કહે છે. અને શૈવદર્શનકાર “ભવાધિકાર” કહે છે નામમાત્રનો ભેદ છે. તત્ત્વભેદ નથી. "1 સંસારી એવા સર્વે આત્મામાં કર્મબંધની યોગ્યતા સ્વરૂપ આ દિવૃક્ષા આદિ ભાવો સહજ છે. સ્વાભાવિક છે. સત્ય છે. પારમાર્થિક છે. પરંતુ ઝાંઝવાના જળની જેમ ઔપચારિક-અપારમાર્થિક કે અસત્ નથી. તેથી જ તે મુખ્ય છે એટલે કે યથાર્થ છે. સાચા છે. આ આત્માના તે દિવૃક્ષા આદિ ભાવો પ્રયત્નવિશેષ કરવાથી અવશ્ય નિવર્તન પામી શકે તેવા છે. સુવર્ણમાં મિશ્ર થયેલ મલ તન્મય થયેલ હોવાથી સહજ છે પરંતુ ખાર આદિ દ્વારા અગ્નિમાં તપાવવાના પ્રયત્નવિશેષથી નિવર્તનને યોગ્ય છે. વસ્ત્રાદિમાં તન્મય થયેલ મેલ સાબુ આદિના પ્રયત્ન દ્વારા નિવર્તનને યોગ્ય છે. તેવી રીતે આત્મામાં રહેલ આ દિવૃક્ષા આદિ ભાવો પણ પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય છે. = * ૫૩૭ "4 જગતને જોવાની ઇચ્છા. જગતના સ્વરૂપને અનુભવવાની ઇચ્છા. આત્મસ્વરૂપનું અજ્ઞાન, હેય-ઉપાદેયનું વિપરીત જ્ઞાન. Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૦-૨૦૧ સહજમલ = રાગ-દ્વેષ-કષાય અને હાસ્યાદિ મોહાત્મક અંતરંગ મેલ. (ભાવમલ) ભવાધિકાર = સંસારીભાવોનું પ્રાબલ્ય, સાંસારિક અવસ્થાની તીવ્રતા. આ દિદ્રક્ષા આદિ આત્મામાં આત્મભૂત સહજ સ્વભાવ રૂપ છે કાલ્પનિક નથી, તો પણ પ્રયત્નવિશેષથી તે નિવર્તન પામવાને યોગ્ય છે. આ દિક્ષા આદિ ભાવો જ (આત્મામાં રહેલી કર્મબંધની યોગ્યતા આદિ જ) પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે. પ્રધાન એ શબ્દ સાંખ્યદર્શનનો છે. અને દિક્ષા એ શબ્દ પણ સાંખ્યદર્શનનો છે. તેઓની ભાષા પ્રમાણે દિદૃક્ષા એ પ્રધાન પરિણતિનું કારણ છે. એટલે જૈન દર્શનની પરિભાષા પ્રમાણે આત્મામાં રહેલી કર્મબંધની જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગાત્મક યોગ્યતા છે. તે જ પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ-પ્રદેશબંધ તથા તેના પેટાભેદ રૂપ બંધાત્મક પરિણતિનું કારણ છે. જેટલી આ યોગ્યતા જોરમાં તેટલો બંધ જોરમાં થાય છે. જેટલી યોગ્યતા મંદ તેટલો બંધ મંદ. તથા રત્નત્રયીની આરાધનાથી (આત્મસાધનાથી) તે યોગ્યતા દૂર કરી શકાય તેવી પણ છે. અંશે અંશે દૂર કરતાં કરતાં જ્યારે તમાવત્ આ દિક્ષા આદિનો સર્વથા અભાવ થાય છે. ત્યારે આ આત્મા મુક્ત થાય છે. તેથી મુક્ત આત્માને દિદૃક્ષા આદિ સ્વરૂપ બંધની યોગ્યતાનો સર્વથા અભાવ થવાથી ન તન્નતિ =પ્રધાનાદિની એટલે પ્રકૃતિબંધની પરિણતિ અંશતઃ પણ સંભવતી નથી. (અહીં નતિઃ એટલે પરિણતિ અર્થ સમજવો) મુક્તાત્મા ભાવમલથી સર્વથા રહિત છે. માટે પ્રધાનાદિની પરિણતિ ત્યાં હોતી નથી. તેથી મુક્તાવસ્થા સર્વથા શુદ્ધ અવસ્થા છે અને સંસારી અવસ્થા એ મલીન અવસ્થા છે. આ પ્રમાણે અવસ્થાદ્વય હોવાથી આ આત્મા અવશ્ય પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય અર્થાત્ એકાન્ત એકસ્વભાવવાળો નથી. યોગબિંદુમાં પણ કહ્યું છે કે दिक्षादिनिवृत्त्यादि, पूर्वसूर्युदितं यथा । માત્મનોળિયત્વે સર્વત પાર્થમ્ II || યોગબિંદુ ૪૮૯. પૂર્વસૂરિઓ વડે (પતંજલિ આદિ ઋષિ મુનિઓ વડે) દિક્ષાની નિવૃત્તિ વગેરે શાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું છે. તે સર્વે આત્માને અપરિણામી માનો તો નિરર્થક જ થઈ જાય છે. | ૪૮૯ તેથી આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ અપરિણામી નિત્ય નથી. મેં ૨૦૦ // अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे, कथं मुक्तस्य सम्भवः ॥ २०१॥ Page #574 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૦૧ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૩૯ ગાથાર્થ = જો આ પ્રમાણે (આત્માદિ પરિણામી નિત્ય) ન માનીએ તો આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય થાય. અને આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ સંસાર કહેવાય છે. આ પ્રમાણે સંસાર નિત્ય થયે છતે આત્માની મુક્તિનો સંભવ કેવી રીતે થાય? // ૨૦૧ll ટીકા - વૈતરફીકર્તવ્ય, ‘‘અન્યથા” વમળ્યુYTMને, “સર્જિ” પ્રધાન વિનતિ , “નિત્ય” a | તત્તઃ વિનિત્યદિ-“gષા ત્ર'' प्रधानादिनतिः, "भव उच्यते" संसारोऽभिधीयते, एतन्नतौ तदात्मकमहदादिમાવાન્ ! “વુિં ૪” ૩નીત્યા, ‘‘મનિત્યત્વે” તિ, “થે મુક્તી સમwવ:' ? મૈત્યર્થ છે ૨૦૨ વિવેચન :- પૂર્વના શ્લોકમાં જે પ્રમાણે સમજાવ્યું છે. તેમ આત્માને પરિણામી માનવો જોઈએ. દિદક્ષા આદિના નિમિત્તે પ્રધાનાદિની પરિણતિ હોય છે અને દિક્ષા આદિના અભાવે પ્રધાનાદિની પરિણતિનો અભાવ થાય છે. આમ સાચું તત્ત્વ સ્વીકારવું જોઇએ. ગીથા જો એમ ન સ્વીકારવામાં આવે એટલે કે આત્માને અપરિણામી નિત્ય=એકાન્ત એકસ્વભાવવાળો જ માનવામાં આવે તો ડ્રયંકઆ પ્રધાનાદિની પરિણતિ નિત્યં સદાકાળ જ રહેનારી થશે. કારણ કે તેના મૂલકારણ ભૂત એવી દિદૃક્ષા આદિ આ જીવમાં સદાકાળ નિત્ય માની છે માટે. આમ થવાથી પણ આ પ્રધાનાદિની પરિણતિ સદા ધ્રુવ જ રહેવાથી તેને જ સંસાર કહેવાય છે કારણ કે તે જ જન્મ-મરણ-રોગ-શોક આદિ ઉપાધિ રૂપ છે. આ પ્રધાનાદિની પરિણતિ સદા હોતે છતે તેના વિકાર રૂપ બુદ્ધિ, મહત્તત્ત્વ, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, તન્માત્રાઓ વગેરે ભાવો પણ સદા વિદ્યમાન જ રહેશે. આમ થવાથી સદાકાળ સંસાર જ રહેશે. ભવભાવ જ કાયમ રહેશે. एवं च= આમ થવાથી સંસાર ધ્રુવ બનવાથી ભવભાવની નિવૃત્તિ ન થવાથી ઉપર કહેલી નીતિ-રીતિ મુજબ ભવ (સંસાર) નિત્ય થયે છતે આ આત્મામાં મુક્તાવસ્થાનો સંભવ કેમ ઘટશે? માટે સમજવું જોઇએ કે ભવભાવની નિવૃત્તિ થાય છે અને આત્મા મુક્તાવસ્થાને પામે છે. દિદક્ષા આદિનો અભાવ થાય છે અને તેનાથી પ્રધાનાદિની પરિણતિ પણ ખતમ થાય છે. આમ પરિણામી આત્મા છે. / ૨૦૧ // Page #575 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति, मानमत्र न विद्यते ॥ २०२ ॥ योगिज्ञानं तु मानं चेत्, तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥ २०३ ॥ ગાથાર્થ જો આ પૂર્વાપર આવતી અવસ્થા તત્ત્વથી ન હોય તો તેનો અનુભવ કેમ થાય? આ અનુભવ ભ્રાન્ત છે માટે તેવા આ અનુભવ વડે શું? એમ જો કહેશો તો આ બાબતમાં કોઇ પ્રમાણ નથી. ॥ ૨૦૨૫ = ૫૪૦ જો એમ કહો કે યોગીઓનું જ્ઞાન અહીં પ્રમાણ છે તો તે પણ અવસ્થાન્તર જ થયું. તેથી શું થશે? તમારા મતે તો તે પણ ભ્રાન્ત જ થશે. જો તેને ભ્રાન્ત નહી માનો તો અવસ્થાદ્રયની સિદ્ધિ થવાથી સિદ્ધ સાધ્યતા થશે. ટીકા ''અવસ્થા તત્ત્વત: परमार्थेन, “નો શ્વેત''પૂર્વાપરમાવેન । तदाशङ् क्याह - " ननु तत्प्रत्ययः अवस्थाप्रत्ययः, " कथं " निबन्धनाभावेन સ્થાòતાત્ । તત્‘“ભ્રાન્તોયમ્ ’’ અવસ્થાપ્રત્યય: તત્‘“વિક્રમનેનેતિ'' તવાક્ વાદ-‘“માનમત્ર'' પ્રનતાયાં ‘7 વિદ્યતે” ॥ ૨૦૨ ॥ ** ,, ગાથા : ૨૦૨-૨૦૩ 11 ‘‘યોશિજ્ઞાનં તુ” યોશિજ્ઞાનમેવ, “મારું, પ્રમાળ, ‘‘ચૈત્'' અત્ર ' તવાશદ્ વાદ-‘‘તવસ્થાન્તર તુ'' યોગ્યવસ્થાન્તરમેવ, ‘‘તત્’’ યોશિજ્ઞાનમ્। ‘‘તત: ક્િ’’ શ્વેતવાશક્યા.-‘‘ભ્રાન્તમતત્ત્વાર્’' યોશિજ્ઞાનં, “અન્યથા' માસત્વસ્ય । નિમિત્યાન્ન-‘‘સિદ્ધસાથ્યતા’’ અવસ્થામેોપત્તુતિ | ૨૦૩॥ વિવેચન :- આ સંસારમાં દિવૃક્ષા આદિ ભાવો એ આ આત્માના સહજ સ્વભાવો છે. અને તે હોતે છતે કર્મબંધાદિ થવા દ્વારા આત્માની આ સંસાર અવસ્થા છે. અને તે દિવૃક્ષા આદિ ભાવોની નિવૃત્તિ થવાથી આ આત્મા સર્વ કર્મ રહિત બનતાં મુક્તાવસ્થા પામે છે. આ પ્રમાણે તત્ત્વ હોવા છતાં પણ જો તમે આ “સંસાર અને મુક્ત” એવી પૂર્વાપર ભાવે આવતી અવસ્થાદ્વય પારમાર્થિક છે. એમ નહીં માનો અને કાલ્પનિક-ઔપચારિક છે. એમ જો માનશો તો તે બન્ને અવસ્થાઓનો તેવા તેવા પ્રકારનો અનુભવ કેમ થાય છે? સંસારી અવસ્થામાં જન્મમરણ-રોગ-શોક-ભય-ક્રોધ-માન-માયા અને હાસ્યાદિ વિકારોનો અનુભવ થાય છે. અને Page #576 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૪૧ ગાથા : ૨૦૨-૨૦૩ મુક્તાવસ્થામાં જન્માદિ સર્વ વિકારો રહિત શાન્ત-ગંભીર-વીતરાગતા અને કૈવલ્ય આદિનો અનુભવ કેમ થાય છે? તથા અવસ્થાદ્વય જો તાત્ત્વિક ન હોય તો સંસારમાં પણ જે હું દુ:ખી હતો તે હવે સુખી થયો, જે હું રોગી હતો તે હવે નિરોગી થયો. જે હું અવિવેકી હતો તે હું હવે વિવેકી થયો. ઇત્યાદિ અવસ્થાદ્વયનો અનુભવ થાય જ છે. તે કેમ ઘટશે? અવસ્થાય જો તાત્ત્વિક ન હોય તો અનુભવભેદ થવાનું કોઇ કારણ તો જ નહીં, પછી શા માટે ભિન્ન-ભિન્ન અનુભવ થાય? હવે જો તમે એમ કહો કે આ અવસ્થાભેદનો જે અનુભવ થાય છે તે અનુભવ ભ્રાન્ત છે. તેથી તેવા ભ્રાન્ત અનુભવ વડે શું? સારાંશ કે આ સંસારમાં જે જે ભિન્ન-ભિન્ન અવસ્થાઓનો ભિન્ન-ભિન્ન રીતે અનુભવ થાય છે. તે અનુભવ ભ્રાન્ત છે. ખોટો છે. તેવી જ રીતે સંસાર-અને મુક્ત અવસ્થાનો પણ ભિન્નપણે જે અનુભવ થાય છે. તે સર્વ અનુભવ ભ્રાન્તમાત્ર છે. તેથી તેવા ભ્રાન્ત અનુભવ વડે કંઇ સાચો-તાત્ત્વિક અવસ્થા ભેદ સિદ્ધ થઇ જતો નથી. જેમ ઝાંઝવાનું જળ એ ભ્રાન્ત જળ છે. તેથી તે જળ વડે સ્નાન-પાનાદિ કાર્યો થતાં નથી તેમ આ અનુભવ પણ ભ્રાન્ત હોવાથી તેના વડે અવસ્થાદ્રયની સિદ્ધિ થતી નથી. આવું જો તમે કહેશો તો. આ અનુભવ ભ્રાન્ત છે” એ કથનમાં પ્રમાણ શું? અનુભવની ભ્રાન્તતા માનવામાં કોઇ પ્રમાણ નથી. ઝાંઝવાના જળનું જે દૃષ્ટાન્ન આપ્યું તે પણ અહીં બરાબર નથી. કારણકે ત્યાં જળ નથી અને જળનો ભ્રમ થાય છે. તે વાત સાચી છે. કારણ કે જલનું કાર્ય સ્નાન-પાનાદિ થતું નથી. તથા સર્વે વ્યક્તિઓને પણ ભ્રાન્તપણે જ અનુભવ થાય છે. જ્યારે આ અવસ્થાદ્વયનો અનુભવ ભ્રમાત્મક નથી પરંતુ પારમાર્થિક છે. કારણ કે તે તે અવસ્થાકાળે તેનાં તેનાં કાર્યો થાય છે. અર્થક્રિયાકારિત્વ વર્તે છે. તથા આ અવસ્થાઓ અતાત્ત્વિક છે એવો ભ્રમ કોઇ વ્યક્તિઓને થતો નથી. ઉલટું તે તે અવસ્થાઓ હવે આવી છે તેવો અનુભવ સર્વ વ્યક્તિઓને થાય છે. માટે આ અનુભવ ભ્રાન્ત છે એ બાબતમાં શું પ્રમાણ? અર્થાત્ કંઇ જ પ્રમાણ નથી. તે તે અવસ્થાકાળે “આ અવસ્થા સાચી જ છે'' તેવો અનુભવ સર્વને થાય છે. ॥ ૨૦૨ || હવે કદાચ તમે એમ કહો કે આ અનુભવને ભ્રાન્ત માનવામાં ‘યોગીઓનું જ્ઞાન'' પ્રમાણ છે. યોગીઓના જ્ઞાનથી જણાય છે કે સંસારમાં અનુભવાતી અવસ્થાયનો જે જે અનુભવ થાય છે તે તે અનુભવ ભ્રાન્ત છે આ પ્રમાણે જો યોગીઓના જ્ઞાનથી આ અનુભવ ભ્રાન્ત કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે તે Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૩-૨૦૪ યોગીઓનું જ્ઞાન તમે બ્રાન્ત માનો છો કે અબ્રાન્ત માનો છો? જો યોગીઓનું જ્ઞાન બ્રાન્ત માનશો તો તે જ્ઞાન બ્રાન્ત હોવાના કારણે પ્રમાણ ગણાય નહીં. અને જો યોગીઓનું જ્ઞાન અબ્રાન્ત માનશો તો તે યોગીઓનું જ્ઞાન અબ્રાન્ત-સાચું-પથાર્થ થવાથી “અવસ્થાદ્વય” જે સિદ્ધ કરવાની હતી તે સિદ્ધ થઈ જ ગઈ. પૂર્વાવસ્થા બ્રાન્ત જ્ઞાનવાળી અને તે જ આત્મા યોગી બને ત્યારે અબ્રાન્ત જ્ઞાનવાળી અવસ્થા આવે છે એમ છેવટે અવસ્થાદ્વય તો સિદ્ધ જ થઈ. એટલે આત્માની અવસ્થાની સિદ્ધિ તમારે અનિચ્છાએ પણ માનવી જ પડશે. તેથી આત્મા અવશ્ય પરિણામી નિત્ય જ છે પરંતુ અપરિણામી, એકાન્ત એકસ્વભાવવાળો નિત્ય નથી. તેથી સંસારાવસ્થા અને દિગ્દલાનો ત્યાગ થતાં મુક્તાવસ્થા સંભવે છે. આટલી સૂક્ષ્મ નિત્ય અને અનિત્યની ચર્ચા ગ્રંથકારે એટલા માટે કરી છે કે જે વ્યાધિગ્રસ્ત આત્મા હોય છે. તે જ વ્યાધિમુક્ત બને છે. પરંતુ જે સર્વથા વ્યાધિરહિત હોય છે. તે તથા જે સદા વ્યાધિથી ગ્રસ્ત જ રહે છે તે વ્યાધિથી મુક્ત કહેવાતો નથી. તેમ જે સંસારના બંધનથી યુક્ત છે તે જ આત્મા આત્મ-સાધના દ્વારા સંસારમુક્ત બને છે. માટે આત્મા પરિણામી નિત્ય છે. પરંતુ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી જ. તે સમજાવવા માટે આટલી ચર્ચા કરેલી છે. જે ૨૦૩ | उक्तमानुषङ्गिकं प्रकृतं प्रस्तुमः । तच्च सिद्धस्वरूपं "व्याधिमुक्तः पुमान् लोके" (શ્લોક-૧૮૭) ડ્રત્યાઘુપચાપાત્ | તત્ર પ્રાસંગિક બધું કહ્યું. હવે અમે પ્રસ્તુત કહીએ છીએ પૂર્વે ૧૮૭માં શ્લોકમાં “મુક્તિદશાને પામેલો આત્મા વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય તેવો છે.” તેમ કહ્યું છે. તેથી મુક્તજીવનું સ્વરૂપ પ્રસ્તુત છે. તેમાં કંઇક ચર્ચા રજુ કરે છે. व्याधितस्तदभावो वा, तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या, कदाचिदुपपद्यते ॥ २०४॥ ગાથાર્થ = (૧) વ્યાધિયુક્ત પુરુષ, અથવા (૨) સર્વથા શૂન્યાત્મક પુરુષ, અથવા (૩) વ્યાધિગ્રસ્તથી અન્ય અર્થાત્ નિરોગી પુરુષ, આ ત્રણે પુરુષો જેમ પારમાર્થિક નીતિ-રીતિ મુજબ વ્યાધિમુક્ત કદાપિ કહેવાતા નથી. / ૨૦૪ | ટીકા “ચાયતઃ” સજ્ઞાતવ્યાધિa. “દમાવો લા.” “તો સામે व्याधितादन्यो वा तत्पुत्रादिः, “यथैव हि व्याधिमुक्तो न" त्रयाणामेकोऽपि, સન્નીત્યા'' સાથેન “વિલુપveત' તિ દષ્ટાન્ત: | ૨૦૪ Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ ગાથા : ૨૦૪-૨૦૫ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન -જે પુરુષ પ્રથમ શારીરિક રોગોથી રોગી હોય અને સુવૈદ્યની સૂચના મુજબ ઔષધ સેવે, તેનાથી કાળાન્તરે તેનો રોગ જ્યારે ચાલ્યો જાય ત્યારે તે જ પુરુષ રોગમુક્ત” કહેવાય છે. આવા પુરુષમાં જ મુક્ત શબ્દનો પ્રયોગ થાય છે. આ ઉદાહરણમાં વ્યાધિગ્રસ્ત અને વ્યાધિરહિત એમ અવસ્થાય છે જ. અને તે અવસ્થા લયમાં અન્વય ભાવે અનુસૂત પુરુષ એક પણ છે જ. તેથી આ આત્મા પરિણામી નિત્ય છે. આ વાત સમજાવવા માટે તથા જે જે અન્ય દર્શનકારો આત્માને આનાથી વિપરીત માને છે. તેના નિરસન માટે સમજાવે છે કે (૧) વ્યધિત =જે જે રોગી પુરુષ છે. અર્થાત્ જે પુરુષને રોગ ઉત્પન્ન જ માત્ર થયેલ છે. પરંતુ નષ્ટ થયો નથી એવો રોગીપુરુષ. (૨) તમવો વ =રોગી કે નિરોગી. સર્વપુરુષ માત્રનો જ અભાવ. (૩) તો વા= રોગી વ્યક્તિથી અન્ય (નિરોગી) વ્યક્તિ. આ પ્રમાણે રોગી પુરુષ, પુરુષમાત્રનો અભાવ (એટલે અભાવાત્મક પુરુષ), અને રોગીથી અન્ય (નિરોગી) પુરુષ આ ત્રણમાંથી કોઈ પણ પુરુષને (અર્થાત્ ઉપરોક્ત ત્રણમાંના એક પણ પુરુષને) ક્યારે પણ “રોગમુક્ત” કહેવાતો નથી. કારણ કે પ્રથમ નંબરના પુરુષને સદા રોગ ચાલુ જ છે. રોગિષ્ટ જ છે. એટલે તેને રોગમુક્ત કહેવાય નહીં. બીજા નંબરમાં પુરુષોનો જ અભાવ છે. કોણ રોગમુક્ત કહેવાય? પુરુષાભાવ તો આકાશપુષ્પની જેમ શૂન્યાત્મક જ છે. માટે અભાવાત્મક પુરુષ પણ રોગમુક્ત બને નહીં. અને ત્રીજા નંબરનો પુરુષ તો રોગીથી ભિન્ન છે. એટલે તેને રોગ થયો જ નથી તો તેને પણ રોગમુક્ત શી રીતે કહેવાય ? જેમ પાંજરામાં પૂરાયેલો વાઘ પણ મુક્ત ન કહેવાય. પાંજરામાં કોઈ પ્રાણી હોય જ નહી તો પણ મુક્ત ન કહેવાય. અને પાંજરામાં વાઘ પૂરેલો હોય પણ સિંહ પૂરેલો ન હોય ત્યારે પાંજરામાં ન પૂરાયેલો સિંહ મુક્ત થયો એમ ન કહેવાય. આ પ્રમાણે સાચી ન્યાયની નીતિ-રીતિ છે. આ પ્રમાણે હોવાથી જેમ રોગી પુરુષને, રોગીના સર્વથા અભાવને, અને રોગીથી અન્યને “રોગમુક્ત થયો” એમ કદાપિ કહેવાતું નથી. તેમ સંસારી જીવ, પુરુષાભાવમાત્ર અને સર્વથા સંસારરહિત જીવને પણ મુક્તત્વ ઘટતું નથી. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી પોતે જ વધારે સ્પષ્ટ કરે છે. ૨૦૪ / संसारी तदभावो वा, तदन्यो वा तथैव हि। मुक्तोऽपि हन्त नो मुक्तो, मुख्यवृत्त्येति तद्विदः ॥ २०५॥ Page #579 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૫ ગાથાર્થ તેમ સંસારી જીવ, સંસારના અભાવવાળો જીવ-અથવા સર્વથા અભાવાત્મક જીવ, તથા સંસારથી અન્ય જીવ આ ત્રણે જીવો મુક્ત કહેવાતા નથી. કોઇ દર્શનકાર મુક્ત કહે તો પણ તે મુખ્યવૃત્તિએ મુક્ત નથી. એમ મુક્તના સ્વરૂપને જાણનારા પુરુષો કહે છે. || ૨૨૫ ॥ ૫૪૪ = ટીકા-‘સંસારી પુરુષ:। ‘“તમાવો વા' પુરુષામાવમાત્રમેવ । ‘‘ચો વા” જાન્તલક્ષળ: “તથૈવ હિ” થા દૃષ્ટાન્તે । િિમવેત્યાન્ન-‘‘મુક્તોપ हन्त नो मुक्तो मुख्यवृत्त्या " त्रयाणामपि तत्प्रवृत्तिनिमित्ताभावात् " इति तद्विदः " मुक्तविद इदमभिदधतीति ॥ २०५ ॥ વિવેચન :-ઉ૫૨ સમજાવ્યું, તેમાં ત્રણ પુરુષોમાંથી કોઇ પણ પુરુષ જેમ રોગમુક્ત કહેવાતો નથી. તેમ સંન્નારી એટલે સર્વે સંસારી જીવો સંસાર વિદ્યમાન હોય ત્યારે મુક્ત કહેવાય નહીં. કારણ કે “બંધનમાંથી છુટકારો” એવું મુક્તશબ્દનું જે પ્રવૃત્તિ નિમિત્ત છે. તે સદાસંસારીમાં ઘટતું નથી. આ અર્થથી જે દર્શનકારો આત્માનું એવું સ્વરૂપ માને છે કે આત્મા મુક્તિમાં જાય તો પણ ધર્મની હાનિ થતી જોઇને પુનઃ અવતાર લે છે. અથવા અલ્પજ્ઞાન હોય, શેષજ્ઞાન ન હોય તો પણ મુક્ત થાય છે. ઇત્યાદિ મતોનું નિરસન થાય છે. જ્યાં સુધી સર્વ કર્મોથી છૂટકારો થતો નથી ત્યાં સુધી જીવ મુક્ત થતો નથી. અને મુક્ત થાય તેને બંધનો હોતાં નથી. બીજા નંબરનો જે પુરુષાભાવ માત્ર છે. ત્યાં પુરુષ રૂપ જો કોઇ ધ્રુવ આત્મદ્રવ્ય જ નથી. આત્મા જેવું કોઇ સત્ તત્ત્વ જ નથી. તો તે મુક્ત થયો કેમ કહેવાય? આકાશપુષ્પાદિની જેમ જે વસ્તુ અસત્ જ છે તેની મુક્તિ પણ ન ઘટે. અહીં સર્વથા પુરુષાભાવ શબ્દથી બૌદ્ધદર્શનાનુયાયી જીવો સમજવા. તેઓ ક્ષણિકવાદી છે. પ્રત્યેક વસ્તુઓ ક્ષણમાત્ર જીવી છે. એમ માને છે. એટલે સંસારી આત્મા પણ ક્ષણિક હોવાથી ક્ષણ પછી તે પુરુષ છે જ નહીં. સર્વથા પુરુષોનો (આત્માનો) અભાવ જ છે. તો મુક્ત કોણ કહેવાય? જો વસ્તુ જ નથી તો મુક્તત્વ ઘટે નહીં. અહીં પણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ઘટતું નથી. ત્રીજા નંબરનો જે પુરુષ છે. તે રોગીથી અન્ય છે. અર્થાત્ નિરોગી જ છે. હવે જો તે પુરુષને રોગ જ નથી. તો તેને રોગમુક્ત શી રીતે કહેવાય? કોઇપણ જાતનો રોગ થયો હોય તો તે રોગમાંથી છુટ્યો કહેવાય. તેમ અહીં આત્માને સર્વથા શુદ્ધ-અકર્તા, અભોક્તા માનનારા સાંખ્યાદિનો મત જાણવો. જો આત્મા સર્વથા શુદ્ધ જ Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ ગાથા : ૨૦૫-૨૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય છે. આ સંસાર પ્રકૃતિમાત્રનો જ છે તો આ આત્મા તો સંસારના બંધનથી બંધાયો જ નથી કે જેને છૂટવાનું આવે. અહીં પણ મુક્ત શબ્દનો “બંધનમાંથી છૂટકારો” એવો પ્રવૃત્તિનિમિત્તક અર્થ સંભવતો જ નથી. તેથી મુક્ત ન કહેવાય. આ પ્રમાણે અન્ય દર્શનકારોએ આત્માની માનેલી મુક્તિ તેઓના એકાન્તનિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષ પ્રમાણે સર્વથા ઘટતી જ નથી. તેથી “સંસારી અને મુક્ત” આવી વ્યવસ્થા તેઓના મતે કોઇપણ રીતે સુસંગત નથી. ન્યાયપૂર્ણ નથી. || ૨૦૫|| कथं तर्हि मुक्तव्यवस्थेत्याह જો ઉપરની ચર્ચા પ્રમાણે અન્યદર્શનોમાં મુક્તત્વની વ્યવસ્થા ઘટતી નથી. તો તે મુક્તવ્યવસ્થા શી રીતે સંભવે? તે સમજાવે છે. क्षीणव्याधिर्यथा लोके, व्याधिमुक्त इति स्थितः । भवरोग्येव तु तथा, मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६॥ ગાથાર્થ = લોકમાં જેનો વ્યાધિ ક્ષય પામ્યો છે તે પુરુષ જેમ વ્યાધિમુક્ત કહેવાય છે. તેવી જ રીતે ભવરોગવાળો જીવ જ ભવરોગનો ક્ષય થવાથી શાસ્ત્રોમાં મુક્ત થયેલો કહેવાય છે. | ૨૦૬I ટીકા - “ક્ષત્રિય” પુષઃ ! “થા નોવાને “વ્યાધિમુત્ત તિ” તત્તમાન, “સ્થિતો” ની સ્થાપના. | “મવરોવેવ તુ” પુતભાવેન, ‘‘તથા મુક્ત:” મવવ્યાધિમુક્ત:, “તપુ'' સ્થિતઃ | ‘તલ્સયન્'' રતિ ભવાયાવિત્યર્થ છે રદ્દો વિવેચન આ લોકમાં જે પુરુષનો રોગ ક્ષીણ થયો છે, એટલે કે પ્રથમ રોગ હતો અને પછી ઔષધોના સેવનથી રોગ નાશ પામ્યો છે. તે જ પુરુષ પોતાના તે તે રોગોનો અભાવ થવાથી કોઇપણ જાતના વાદવિવાદ વિના નિર્વિવાદપણે “આ પુરુષ કે જે રોગી હતો તે વ્યાધિમુક્ત થયો છે” એમ નિશ્ચિત થાય જ છે. આ વાત લોકમાત્રમાં સર્વત્ર સ્થિત (રહેલી) જ છે. સિદ્ધ જ છે. સ્થાપવી પડતી નથી કે કોઇને સમજાવવી પડતી નથી. અર્થાત્ આ વાત બરાબર સિદ્ધ થતી ન હોય અને તર્કથી-કે ન્યાયથી સિદ્ધ કરવી પડે એવું નથી. લોકમાં સિદ્ધ જ છે. તેવી જ રીતે સંસારના (જન્મ-મરણાદિ) વ્યાધિથી મુખ્યપણે-પારમાર્થિકપણે જે ભવરોગી છે. એટલે કે આ જીવને જન્મ-મરણાદિનો જે ભવરોગ લાગેલો છે તે સાચેસાચ વાસ્તવિક રોગ જ યો. ૩૫ Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૬-૨૦૭ છે. તેથી તેવા ભવરોગથી રોગી બનેલો જીવ રત્નત્રયીની આરાધના આદિ ઔષધથી ભવરોગનો ક્ષય થયે છતે ભવરોગથી મુક્ત કહેવાય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં કહેલું છે. અર્થાત્ ભવરોગી જીવ જ ભવરોગનો ક્ષય થવાથી ભવવ્યાધિમુક્ત કહેવાય છે. એમ શાસ્ત્રોમાં જણાવેલું છે. | ૨૦૬ / एवं प्रकृतमभिधाय सर्वोपसंहारमाहઆ પ્રમાણે પ્રસ્તુત વિષયને કહીને સંપૂર્ણ ગ્રંથનો હવે ઉપસંહાર કરે છે. अनेकयोगशास्त्रेभ्यः, संक्षेपेण समुद्धृतः ।। दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥ २०७॥ ગાથાર્થ = આઠ દૃષ્ટિઓના ભેદથી ઉત્તમ એવો આ યોગ મારી પોતાની સ્કૃતિના નિમિત્તે યોગ સંબંધી અનેક શાસ્ત્રોમાંથી સંક્ષેપ રૂપે ઉદ્ધત કરેલો છે. ૨૦૭l ટીકા - “માર્જિંગ્સ” પતિનાવિષ્ણુ, “હા” સમાસેન, સમુદ્ધતિ” તેભ્યઃ પૃથવતઃ નવનીતમિવ ક્ષીરાલિત | વેન વ રૂાદ“ષ્ટિમેન” ૩વેતન્નક્ષનેન, “રોજેક્ય'' મfધત વ | મિથfમત્યાદમાત્માનુસ્મૃતિ'' “પર:' પ્રથાનો યો તિ | ૨૦૭ વિવેચન :- “પાતંજલ” આદિ યોગ સંબંધી અનેક ગ્રંથોમાંથી પરમપ્રધાન એવો આ યોગગ્રંથ ક્ષીરમાંથી જેમ નવનીતને પૃથક્ કરવામાં આવે તેમ મારા પોતાના આત્માની સતત સ્મૃતિ નિમિત્તે સંક્ષેપીને પૃથક્ કર્યો છે. આ ગ્રંથકારની ઉપરની પંક્તિઓ આપણને ઘણું ઘણું કહી જાય છે. સરળતાની જાણે સાક્ષાત્ મૂર્તિ જ હોય શું? એવા પૂજ્ય હરિભદ્રસૂરિજી અનેક મહાનું શાસ્ત્રોના જ્ઞાતા હોવા છતાં અને રચયિતા હોવા છતાં પણ નિરભિમાનતા અને નમ્રતા પૂર્વકની કેવી ઉત્તમ અમૃત ભરેલી ઉપરોક્ત વાણી છે! પોતાની જાતને પ્રશંસામાં અલ્પમાત્રાએ પણ પ્રવેશ ન આપતા એવા તે સૂરિપુંગવને વારંવાર નતમસ્તકે લાખ્ખો-લાખો વંદન. દૂધમાંથી નવનીતની જેમ દૂધને જમાવી દહીં બનાવી તેને વલોવીને જેમ તેમાંથી “સારભૂત” એવું “નવનીત” (માખણ) કાઢવામાં આવે છે. જેનું તુરત ઘી બને છે. અને બહુ કિંમત આપે છે. તેવી રીતે પાતંજલ આદિ પૂર્વઋષિઓના બનાવેલા યોગ સંબંધી Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૪૭ ગાથા : ૨૦૭ યોગદૃષ્ટિ સમુચ્ચય અનેકગ્રંથોનું દોહન કરીને તે તે ગ્રંથનો તાગ પ્રાપ્ત કરીને સારભૂત એવો મહાનું આ યોગ-ગ્રંથ પૃથક્ કરેલો છે. અથવા દેવોએ સમુદ્રનું મંથન કરીને જેમ અમૃત કાઢ્યું એવી લોકોક્તિ છે. તેની જેમ યોગશાસ્ત્રો રૂપી સમુદ્રનું મંથન કરી ગ્રંથકારે અમૃતતુલ્ય આ યોગગ્રંથની રચના કરી છે. દૂધને જમાવવામાં અને દહીંને વલોવવામાં તથા સમુદ્રનું મંથન કરવામાં કેટલો પરિશ્રમ પડે છે. તે વાત તો તેના કરનારાઓ જ જાણે. તૈયાર નવનીત અને અમૃત જેને આપવામાં આવે છે. તેને તો તે કાઢવાના પરિશ્રમનો ખ્યાલ આવતો જ નથી. તેવી રીતે યોગના ગ્રંથોનું પૂરેપુરું ઝીણવટપૂર્વક દોહન કરીને આ ગ્રંથની રચના કરવામાં ગ્રંથકારને કેટલો પરિશ્રમ પડ્યો હશે? તે વાત તો તેઓશ્રી જ જાણે. તૈયાર શાસ્ત્ર જેમના હાથમાં આવ્યું છે. એવા આપણને આના પરિશ્રમનો ખ્યાલ આવતો નથી. પરંતુ એક વાત નિશ્ચિત છે ક આ ગ્રંથ સાક્ષાત્ નવનીત સ્વરૂપ અને અમૃતસ્વરૂપ છે.” જે પારમાર્થિક બુદ્ધિએ ભણે અને તેનું અવગાહન કરે, તેનો આત્મા આત્મભાવમાં અવશ્ય પુષ્ટિ પામે અને અમરણધર્મા પણ થાય જ. સંક્ષેપથી સમુદ્ધાર કર્યો છે. બસો અઠ્ઠાવીસ ગાથા પ્રમાણ અને ગૂઢ અર્થોથી ભરેલો આ ગ્રંથ હોવા છતાં પણ શાસ્ત્રકાર કહે છે કે “આ ગ્રંથ સંક્ષેપથી બનાવ્યો છે.” તો પૂર્વ ઋષિઓના બનાવેલા યોગસંબંધી અનેક ગ્રંથો અને ગ્રંથકારના હૃદયમાં વર્તતો વિશાળ અર્થ કેટલો મહાન્ હશે? કેટલો ઊંડો હશે? કેટલો ગંભીર હશે? તેની તો માત્ર કલ્પના જ કરવાની રહી. આપણને આ જ ગ્રંથ ઘણો મોટો અને ઊંડો લાગે છે. તો અન્યગ્રંથો કેવા હશે? તે તો માત્ર અકલ્પનીય સ્વપ્ન રૂપ જ છે. સમુદ્રને જ્યારે ઉપર ઉપરથી જોઈએ ત્યારે પાણીની બધી સપાટી સમાન જ ભાસે છે. પરંતુ તે પાણીમાં કયાં કેટલું ઉંડાણ છે? તે તો જે પુરુષો તે પાણીનું અવગાહન કરે તેને જ ખબર પડે. તેવી રીતે યોગના આ ગ્રંથો પણ ઉપર ઉપરથી જોતાં સરખા અને સામાન્ય લાગે, પરંતુ તેનો ઊંડાણપૂર્વકનો અર્થ, ઐદંપર્યાર્થ તો જે આ ગ્રંથનું દોહન કરે તેને જ ખ્યાલ આવે. અલ્પઅક્ષરી અને મહા-અર્થવાળા આ ગ્રંથની અદ્ભુતતા વિષે જેટલું કહીએ તેટલું ઓછું જ છે. વૃક્ષના બીજમાં જેમ અંકુરા-છોડશાખા-પ્રશાખા ફૂલ અને ફળના ઉત્પાદનની યોગ્યતા રહેલી છે. તેવી જ રીતે આ યોગગ્રંથ પણ ક્રમશઃ વિકાસ પામતી મહાયોગ દશાની પ્રાપ્તિ કરાવવાની યોગ્યતા ધરાવે છે. તેથી આ ગ્રંથ મહાયોગ રૂ૫ વૃક્ષના બીજતુલ્ય છે.” Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૭ ગ્રંથકારની મહત્તા અને વિશાળ ઉદારતા “પાતંજલ” આદિ અનેક યોગના શાસ્ત્રોમાંથી આ ગ્રંથ સંપે સમુદ્ધત કર્યો છે. આ વાક્યરચનાથી ગ્રંથકારશ્રીની લઘુતા, નિરભિમાનતા, કૃતજ્ઞતા, પ્રમાણિક્તા, નિર્દભતા, સરળતા, મહાનુભાવતા, ઉદારતા, અને નિરાગ્રહતા અતિશય સ્પષ્ટપણે ધ્વનિત થાય છે. સર્વ દર્શનો પ્રત્યે સમભાવની અને અન્યદર્શનકારો પ્રત્યે ગૌરવતાની પૂરી લાગણી વ્યક્ત થાય છે. કોઇપણ એક દર્શનના અનુયાયી આત્માઓ પ્રાયઃ કરીને અન્યદર્શનીઓના નામ માત્ર ઉપર પણ સુગ દાખવતા હોય છે. તેમના કહેલા ભાવોને “પરાયા” સમજીને માત્ર શેયભાવે જ જાણવા પ્રયત્ન કરતા હોય છે. અન્યદર્શનકારો પ્રત્યેની વાત તો બાજુમાં રાખીએ. પરંતુ જૈનદર્શનના જ અનુયાયી હોવા છતાં જો વિચારભેદ ધરાવતા હોય તો તે મિથ્યાત્વી છે. અજ્ઞાની છે. તેઓના ગ્રંથો તો વંચાય જ નહીં ઇત્યાદિ કહીને આપણે કેટલીક વખત ઘણો અંતર્લેષ રાખતા હોઇએ છીએ. પરંતુ આ મહાત્મા પુરુષે આ જ ગ્રંથની ૧૦૦મી ગાથાની ટીકામાં અને યોગબિંદુની 200મી ગાથાની ટીકામાં પતંજલિ ઋષિ અને ગોપેન્દ્ર મુનિ પ્રત્યે કેટલો ગૌરવવાળો ભાવ પ્રદર્શિત કર્યો છે. યોગદશામાં વિકાસ પામેલા મહાત્માઓને આવા તુચ્છ ભેદો સ્પર્શતા નથી. સર્વજીવોમાં રહેલા ઉત્તમ ગુણો પ્રત્યે જ આ મહાત્માઓની દૃષ્ટિ હોય છે. ૧૪૪૪ ગ્રંથો રચનારા, અનેક શાસ્ત્રોનું દોહન કરનારા, અને પ્રખર વિદ્વાન એવા આ સૂરિપુંગવ જૈનાચાર્ય પરદર્શનના યોગાચાર્યો પ્રત્યે કેટલો ગૌરવવાળો ભાવ હૃદયમાં રાખે છે. તે ઉપરના વાક્યથી સમજાય છે. આ મહાન ઉદારતા કહેવાય- નિષ્કપટ ભાવ કહેવાય. ખરેખર આ આચાર્ય મહારાજશ્રી સર્વદર્શનો પ્રત્યે અતિશય સમભાવવાળા છે. રાગ-દ્વેષથી પર છે. આ જ તેઓશ્રીની મહાનતા છે. વિશાળતા છે. યોગમાર્ગમાં આરૂઢ થયેલા યોગી મહાત્માઓને પોતાનો સિદ્ધાન્ત કે પારકો સિદ્ધાન્ત એવો મુદ્દભેદ હોતો નથી. મતદર્શનના આગ્રહો અને કદાગ્રહો પણ હોતા નથી. જે જે માર્ગ હિતકારી હોય છે તે તે સ્વીકારે છે અને શેષમાર્ગ છોડી દે છે. પરંતુ કોઇના પણ પ્રત્યે અંતર્વેષ રાખતા નથી. યોગબિંદુમાં કહ્યું છે. કે आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ५२५॥ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૪૯ ગાથા : ૨૦૭ યોગદષ્ટિ સમુચ્ચય દૃષ્ટિભેદથી ચોગકથના મિથ્યાત્વગુણસ્થાનકથી અયોગી કેવલી ગુણસ્થાનક પર્યન્ત જેમ આત્મિક ગુણોનો ક્રમશઃ વિકાસ દર્શાવાયો છે. તેવી જ રીતે અનાદિકાલીન મોહાધીન આત્માની ભોગસુખો તરફની જે દૃષ્ટિ છે. તે જન્મ-મરણ રૂપ સંસારને વધારનારી દૃષ્ટિ હોવાથી સર્વજીવોમાં સાધારણ રૂપ છે તેથી “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. તેમાંથી મોહની માત્રા ક્રમશઃ હીન-હીન થતાં ભોગસુખો તરફથી દૃષ્ટિ નાશ પામતી જાય છે અને આત્મગુણોના વિકાસ તરફ દષ્ટિ બંધાતી જાય છે. તેને “યોગદષ્ટિ” કહેવાય છે. તેનો ક્રમશઃ જે વિકાસ થાય છે. તે વિકાસને જ મિત્રો તારા, બલા, દીપ્રા આદિના નામથી ક્રમશઃ દૃષ્ટિભેદ રૂપે આ ગ્રન્થમાં વર્ણવેલ છે. સર્વકાર્યોમાં “દૃષ્ટિ” એ જ પ્રધાન તત્ત્વ છે. કારણ કે આ જીવની જે તરફ દૃષ્ટિ બંધાય છે. તે તરફ જ સર્વપ્રકારના પ્રયત્નપૂર્વકની પ્રવૃત્તિ પ્રવર્તે છે. આ આઠ દૃષ્ટિઓ દ્વારા ક્રમશ: યોગધર્મનો વિકાસ જ જણાવેલો છે. દૃષ્ટિની નિર્મળતા થતાં અનેક પ્રકારના દોષો જાય છે અને અનેક પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. ધીમે ધીમે વિકાસ થતાં આ આત્મા સર્વકર્મ રહિત શુદ્ધ-બુદ્ધ થઇ મુક્તિપદ પામે છે. ગ્રંથ રચનાનું પ્રયોજન ગ્રંથકારના રચાયેલા આ ગ્રંથથી અનેક ભવ્ય આત્માઓ ઉપર ઉપકાર અવશ્ય થયો છે. થાય છે. અને થશે જ. છતાં ગ્રંથકાર પોતે “માત્માનુસ્મૃતયે' કહીને જણાવે છે કે મેં આ ગ્રંથ મારા આત્માર્થની વારંવાર સ્મૃતિ માટે રચેલ છે. મારા આત્મામાં ઉપરોક્ત ભાવોની વિસ્મૃતિ ન થઈ જાય અને સદા કાળ સ્મૃતિ તાજી રહે તે માટે મેં આ ગ્રંથ બનાવ્યો છે. કેટલી ગ્રંથકારશ્રીની લઘુતા અને નિરભિમાનતા છે? પરનો ઉપકાર થતો હોવા છતાં “મેં પરના માટે આ પ્રયાસ કર્યો છે એવી મોટાઈ બતાવવાની અલ્પ પણ સ્પૃહા નથી. અથવા મેં તો આ તમારા માટે કર્યું છે. એમ કહીને પરની ઉપર એશાન રાખવાની પણ ભાવના નથી. પરના નિમિત્તે યશ ખાટવાની કે તે દ્વારા મોટા મેળવવાની સ્પૃહા વિનાના આ મહાત્મા પુરુષ છે. ધન્ય છે આવા ગુણ-ગરિષ્ઠ મહાત્મા યોગી પુરુષને. આ પ્રમાણે દૂધમાંથી જેમ નવનીત કાઢવામાં આવે તેમ પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપ કરીને આ યોગદષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ પોતાના આત્માની સ્મૃતિ માટે સમુદ્ધત કરવામાં આવ્યો છે. | ૨૦ || Page #585 -------------------------------------------------------------------------- ________________ પપ૦ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૮ प्रयोजनान्तरमप्याह આ ગ્રંથની રચનાનું બીજું પ્રયોજન પણ જણાવે છે कुलादियोगिभेदेन, चतुर्धा योगिनो यतः ।। अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥ २०८॥ ગાથાર્થ = “કુલ યોગી આદિ યોગીઓના ભેદવડે જે કારણથી ચાર પ્રકારના યોગીઓ કહેલા છે. તેથી આ ગ્રંથ દ્વારા અંશે પરોપકાર પણ થશે જ. એમ માનવામાં કંઈ વિરોધ નથી. તે ૨૦૮ | ટીકા-કૃત્યિજિમેન” ચેન્ન (ત્ર) છત્રપ્રવૃત્ત#િનિષ્પન્નયોનક્ષન “રાથf” a[MIST: “શિનો યતઃ” સમન્વેન, ‘તઃ' किमित्याह-"परोपकारोऽपि" तथाविधकुलादियोग्यपेक्षया, "लेशतो न विरुध्यते" मनागतोऽपि योगपक्षपातादिभावात् ॥ २०८॥ વિવેચન :- આ ગ્રંથની રચનાનું “આત્માનુસ્મૃતિ” એ જેમ એક પ્રયોજન છે. તેમ “અંશથી પરોપકાર” એ બીજું પ્રયોજન પણ છે. જો કે મુખ્ય પ્રયોજન તો આત્માનુસ્મૃતિ જ છે. પરંતુ સાથે સાથે ગૌણતાએ આ પ્રયોજન પણ અવશ્ય છે જ. યોગનાં શાસ્ત્રોમાં ચાર પ્રકારના યોગીઓ જણાવેલ છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્તચયોગી, અને (૪) નિષ્પન્નયોગી. આ ચારે પ્રકારના યોગીઓમાંથી પહેલા ગોત્રયોગી અને ચોથા નિષ્પન્નયોગીને ત્યજીને વચ્ચેના કુલયોગી અને પ્રવૃત્તચયોગી એમ મધ્યના બે યોગીઓને આ ગ્રંથથી પરોપકાર થવાનો સંભવ છે. આ બન્ને યોગીઓમાં “યોગાવસ્થા” પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા બીજરૂપે હોવાથી યોગપ્રાપ્તિ રૂ૫ ફળ અવશ્ય અંશથી સંભવે છે. જેમ બીજમાં અંકુરાદિની યોગ્યતા હોવાથી ઇલા, અનિલ અને જલનો યોગ પ્રાપ્ત થતાં અંકુરાદિ અવશ્ય પ્રગટે જ છે. તેમ કુલયોગી અને પ્રવૃત્તચયોગી આત્માઓમાં યોગદશાની યોગ્યતા હોવાથી આવા ગ્રંથોના પઠન-પાઠન અને સતત પરિશીલન આદિથી ક્રમશઃ અવશ્ય યોગદશા પ્રગટે જ છે. છેવટે વધારે વિકાસ થાય કે કદાચ (કાલવિલંબ હોય તો) ન પણ થાય તો પણ “યોગમાર્ગ પ્રત્યેનો પક્ષપાત” આદિ તો અવશ્ય થાય જ છે. યોગમાર્ગનો પક્ષપાત, તેનો હાર્દિક રાગ, જેનામાં યોગદશા આવી હોય તેના પ્રત્યે બહુમાન, યથાશક્તિ યોગમાર્ગનું સેવન ઈત્યાદિ લાભો તો અવશ્ય થાય જ છે. માટે આ ગ્રંથ અંશથી પરોપકાર માટે પણ અવશ્ય છે જ. Page #586 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૦૯ યોગદૃષ્ટિ સમુચ્ચય પપ૧ આઠદષ્ટિની સઝાયમાં પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીએ કહ્યું છે કે અડદિટ્ટી એ કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતે જી, કુલયોગી ને પ્રવૃત્તચક્ર છે, તેહ તણે હિત હેતે જી. ૮-૪ / ૨૦૮ તત્ર તે ચારયોગીઓમાંથી અહીં જે અધિકારી છે તે સમજાવે છે कुलप्रवृत्तचक्रा ये, त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि, तथाऽसिद्धयादिभावतः ॥ २०९ ॥ ગાથાર્થ = જે કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી પુરુષો છે. તે જ આ ગ્રંથના અધિકારી છે. પરંતુ સર્વે (ચારે પ્રકારના) યોગી પુરુષો આ ગ્રંથના અધિકારી નથી. કારણ કે તેઓમાં તેવા પ્રકારની અસિદ્ધિ આદિનો ભાવ હોવાથી. | ૨૦૯ | ટીક - “કુત્તપ્રવૃત્તિવા રે” ૩યોગિન: પ્રવૃત્તવશ ય રૂત્યર્થ. | “તે વાહ્ય” યોજાશાસ્ત્રી, “ધિારિજે” મ ! “નિનો તુ સર્વેng” સામાન્ચન . #ત રૂત્યાદ-“તથા તેના પ્રશ્નારે, “સિદ્ધચદ્વિમાવત:”ગોત્રયોनामसिद्धिभावात्, आदिशब्दात्तु निष्पन्नयोगिनां तु सिद्धिभावादिति ॥ २०९॥ વિવેચન :- જે કુલયોગી અને પ્રવૃત્તચોગી આત્માઓ છે. તે જ આ ગ્રંથના અધ્યયનના અધિકારી છે. પરંતુ ગોત્રયોગી અને નિષ્પન્નયોગી જે આત્માઓ છે. તે આ ગ્રંથ ભણવાના અધિકારી નથી. ચારે યોગીઓના અર્થ આગળ આવતા હોવા છતાં પણ આ વાત સમજવા માટે સામાન્યથી પહેલાં ચાર પ્રકારના યોગીના અર્થ સમજી લઈએ. (૧) ગોત્રયોગી = જે ભૂમિ ઉપર (આર્યભૂમિમાં) યોગીઓનો જન્મ થાય છે. તેવી ભારતભૂમિમાં જેઓ જન્મ્યા છે. તેમાં પણ જે ઘરોમાંથી યોગીઓ થયા છે. તેવા ઘરોમાં જન્મ્યા છે. પરંતુ યોગધર્મની અલ્પ પણ પ્રીતિ જેઓને નથી. અલ્પ પણ યોગધર્મ સેવન કરવાની ઇચ્છા જેઓને નથી. તથા યોગધર્મનો અલ્પ પણ પક્ષપાત નથી. નામ માત્રથી જ જેઓ આ ભૂમિમાં જન્મ્યા છે. પરંતુ યોગધર્મના અંશતઃ પણ સંસ્કાર કે પ્રેમ નથી. તે ગોત્રયોગી કહેવાય છે. (૨) કુલયોગી = જે યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગદશાનો જેઓને ઘણો જ પ્રેમ તથા પક્ષપાત છે. શકય બને તેટલું યોગધર્મનું આસેવન કરવાની તીવ્ર ઈચ્છા પણ છે. યોગી મહાત્માઓ પ્રત્યે યોગધર્મના કારણે અતિશય ભક્તિ-બહુમાન છે. તે કુલયોગી કહેવાય છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૦૯-૨૧૦ (૩) પ્રવૃત્તચકયોગી = જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગદશાનો પ્રેમ તથા પક્ષપાત પણ છે. શકય બને તેટલું યોગધર્મનું આસેવન કરવાનું કાર્ય પણ આદર્યું છે. અને આદરેલા કરતાં અધિક યોગદશા મેળવવા જેઓની તીવ્ર ભાવના છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. (૪) નિષ્પન્નયોગી=જે મહાત્માઓમાં પૂર્ણપણે યોગદશા વિકસી છે. જેઓએ પ્રયત્નવિશેષ કરીને યોગદશા સિદ્ધ કરી લીધી છે. પરમયોગી બની ચુકયા છે. તે નિષ્પન્નયોગી કહેવાય છે. ઉપરોક્ત ચાર પ્રકારના યોગીઓમાં બીજા અને ત્રીજા નંબરના કુલયોગી અને પ્રવૃત્તચક્રોગી મહાત્માઓને વાસ્તવિક યોગદશાનો પ્રેમ છે. આવા પ્રકારની યોગદશાનો સંપૂર્ણ પક્ષપાત છે. તેવી યોગદશા પોતાનામાં આવે તેવી તીવ્ર ઝંખના છે. ત્રીજા નંબરવાળાએ તો યથાશય યોગદશાની પ્રાપ્તિ માટે પ્રયત્નોનો પ્રારંભ પણ કર્યો છે. માટે આ બન્નેમાં યોગ્યતા હોવાથી ભાવિમાં યોગદશાની સિદ્ધિની સંભાવના હોવાથી આ બે પ્રકારના યોગીઓ જ આ ગ્રંથ ભણવાના અધિકારી છે. ગોયોગીને યોગધર્મની પ્રીતિ કે પક્ષપાત જ નથી. તે તરફનું લક્ષ્ય જ નથી. તેથી યોગ્યતા જ ન હોવાથી ભાવિમાં યોગદશાની સિદ્ધિનો સંભવ નથી. તેથી યોગદશાનો અસિદ્ધિભાવ હોવાથી તે ગોત્રયોગી જીવો અનધિકારી જ છે. તથા ચોથા નંબરના જે નિષ્પન્નયોગી મહાત્માઓ છે. તેઓમાં યોગદશા સિદ્ધ થઈ ચૂકી હોવાથી હવે કંઈ મેળવવાનું બાકી ન હોવાથી તે જીવો પણ અનધિકારી જ છે મૂલશ્લોકની ચોથી પંક્તિમાં “તથfસયાદિમાવત:' આ પદમાં ગોત્રયોગીની અનધિકારિતામાં અસિદ્ધિભાવ હોવાથી એ હેતુ જાણવો. અને નિષ્પન્નયોગીની અનધિકારિતામાં સિદ્ધિભાવ હોવાથી એ હેતુ જોડવો. પ્રસિદ્ધિ શબ્દનો ૩ નિષ્પન્નયોગીમાં ન લેવો. નિષ્પન્નયોગીમાં અનધિકારતા જાણવા માટે “તથા સિદ્ધચમિાવત:"= પદ લેવું. આ પ્રમાણે હોવાથી સર્વે યોગી માત્ર (ચારે પ્રકારના યોગીઓ) આ ગ્રંથના અધ્યયન માટે અધિકારી નથી. પહેલામાં યોગધર્મનો અસિદ્ધિભાવ હોવાથી અને ચોથામાં સિદ્ધિભાવ હોવાથી પહેલા અને છેલ્લાને મૂકીને વચ્ચેના બે પ્રકારના યોગી જીવો જ આ ગ્રંથ ભણવા માટે અધિકારી છે. તે ૨૦૯ / एतद्विशेषलक्षणमाह આ યોગીઓનાં જ વિશેષલક્ષણો ગ્રંથકારશ્રી જણાવે છે. ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नापरे ॥ २१०॥ Page #588 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧0 યોગદૃષ્ટિ સમુચ્ચય પપ૩ ગાથાર્થ = જે યોગિઓના કુલમાં જન્મ્યા છે. અને તેઓના ધર્મને અનુસર્યા છે. તેઓ કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રયોગી હોવા છતાં પણ તેઓને કુલયોગી કહેવાતા નથી. || ૨૧૦ | ટીકા -“જે યોનિનાં સ્રને ગતિ" નેનૈવ, “તદ્ધિનુIRIJ''જિનતા8 “” પ્રત્યડચેf “નોન ઉચ્ચત્તે” રૂતિ થ દ્રવ્યો મવતૐ | “ોત્રવત્તોપ'' સામાન્ચન ભૂમિવ્યા 1પ “નારે'' યોનિ રૂતિ છે ર૦ | વિવેચન :- જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે એટલે જન્મથી જ યોગધર્મના સંસ્કાર પામ્યા છે. બાલ્યવયથી જ સંવેગ-નિર્વેદભાવવાળા પરિણામ જેઓના છે તથા તે યોગીઓના ધર્મને જેઓ પામ્યા છે. જીવનમાં યથાયોગ્ય યોગધર્મ પ્રાપ્ત કરવા જેઓ ઉત્સુક છે. અને પ્રયત્નશીલ છે. તે સર્વે કુલયોગી કહેવાય છે. તથા જેઓ પૂર્વબદ્ધાયુષ્યના કારણે યોગીઓના કુળમાં જન્મ્યા નથી. પરંતુ પ્રકૃતિએ જ=સહજભાવે જ યોગધર્મની પ્રીતિવાળા છે. યોગધર્મના પક્ષપાતવાળા છે. અને યથાશકય યોગધર્મ આચરવા પ્રયત્નશીલ છે, તે પણ કુલયોગી કહેવાય છે. આવા પ્રકારના આ કુલયોગી મહાત્માઓ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના હોય છે. યોગીઓના કુલમાં જન્મ થયો એ દ્રવ્યથી. યોગીઓના ધર્મને અનુસરવાની ભાવના એ ભાવથી એમ બન્ને પ્રકારના લક્ષણવાળાને કુલયોગી કહેવાય છે. તથા યોગીઓના કુલમાં જન્મ થવા રૂપ દ્રવ્યલક્ષણ ન હોય પરંતુ તેઓના ધર્મને અનુસરવા સ્વરૂપ ભાવલક્ષણ હોય તો તેઓ પણ કુલયોગી કહેવાય છે. યોાિને જન્મવસ્વમૂત્રએ દ્રવ્યથી કુલયોગીનું લક્ષણ છે અને તદ્ધર્માનુરાતત્વએ ભાવથી કુલયોગીનું લક્ષણ છે. પરંતુ જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા હોય છતાં યોગીઓના ધર્મને અનુસરવાની બુદ્ધિ ન હોય તે કુલયોગી કહેવાતા નથી. પૂર્વભવોમાં સુંદર યોગસાધના કરી હોય, આત્માને સંવેગાદિ પરિણામોથી સુવાસિત બનાવ્યો હોય, આત્મા ધર્મપરિણામમય બન્યો હોય, કષાયોની ઘણી મંદતા કરી હોય પરંતુ આયુષ્ય પૂર્ણ થઈ જવાથી તે ભવોમાં યોગસાધના અધૂરી રહી હોય એટલે નવો ભવ શરૂ થતાં જ ગતભવના યોગ-અભ્યાસના સંસ્કારના પ્રભાવે યોગના સંસ્કારો જાગૃત થયા હોય. બાલ્યવયથી જ આત્મા સંસારથી નિર્વેદ પામી મોક્ષની અભિલાષાવાળો બન્યો હોય અને ત્યાગધર્મ તરફ પ્રયાણ કરવા તત્પર બન્યો હોય તે સર્વે કુલયોગી કહેવાય છે. જેમ એક ગામથી બીજે ગામ દૂર દૂર જવા નીકળેલો પુરુષ રસ્તો ઘણો લાંબો હોવાથી વચ્ચે-વચ્ચે વિશ્રામો લે છે. રાતવાસો કરે છે. પરંતુ પ્રભાત થતાં જ બધો જ થાક દૂર થવાથી તાજા-માજો થયેલો તે જ પુરુષ પુનઃ વધુ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૦ વેગથી પંથ કાપવા તત્પર બને છે. તેવી રીતે મુક્તિનગરીના પ્રવાસે નીકળેલા અને યોગમાર્ગના અખંડ અભ્યાસી એવા આ મુમુક્ષુ મહાત્માનું એકભવનું આયુષ્ય પૂર્ણ થવાથી ભવાન્તર પામવા રૂપ વિશ્રામો અને રાતવાસો કરવો પડે છે. પરંતુ તે નવા ભવાન્તરમાં પુનઃ તાજોમાજો થયેલો આ યોગી મહાત્મા બાલ્યવયથી જ વિશિષ્ટ વિશિષ્ટ યોગધર્મને આચરવા તત્પર થાય છે. યોગીઓ ઉપર પ્રીતિ-ભક્તિ અને બહુમાનવાળો થાય છે. જેમકે વજૂસ્વામીજી, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી, પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આ પ્રસિદ્ધ ઉદાહરણો છે. આવા કેટલાય મહાત્માઓ આ કલિયુગમાં પણ જન્મમાત્રથી વૈરાગી થઈ આત્મસાધના કરનારા બન્યા છે અને બને છે. આ સર્વે કુલયોગી જાણવા. જેમનામાં જન્મમાત્રથી યોગધર્મનો પ્રેમ અને પક્ષપાત આવ્યો છે. વિશિષ્ટ યોગસાધના કરવાની યોગ્યતા રહેલી છે. અને તે તરફ અનુસરવાની તીવ્ર ઝંખના છે. તે સર્વે કુલયોગી આત્મા જાણવા. નાપરે ત્રવન્તોfપ આ સિવાયના બીજા યોગસંબંધી ગોત્રવાળા હોય તો પણ તેઓ કુલયોગી કહેવાતા નથી. એટલે કે સામાન્યથી જે ભૂમિ ઉપર યોગના સંસ્કારોનો સંભવ છે. તેવી પંદર કર્મ ભૂમિ સ્વરૂપ યોગસાધનાને અનુકૂળ ભૂમિમાં જન્મ્યા છે તથા ધારે તો યોગસાધના કરી શકે તેવા યોગ્ય (સામગ્રીવાળા) છે. એટલે કે ભૂમિભવ્ય છે. અર્થાત્ યોગ્યભૂમિમાં જન્મ્યા છે. અને પોતે પણ યોગ્ય છે. યોગીઓના કુલોમાં જ જન્મ્યા છે. પરંતુ યોગધર્મ તરફ અલ્પ પણ પ્રેમ કે પક્ષપાત નથી, તેથી જ તેવો યોગધર્મ સેવવાની કે જાણવાની ઇચ્છા માત્ર પણ કરતા નથી તેવા આત્માઓ ગોત્રયોગી કહેવાય છે. પરંતુ કુલયોગી કહેવાતા નથી. જેમ કુલવધુ કહેવાતી સ્ત્રી કુલની ઇજ્જત વધે તેમ વર્તે છે. કારણ વિના પર-ઘરે ન જવું, પોતાના ઘરમાં જ રહેવું, શીયળ સાચવવું, ઉચિત મર્યાદાથી જ બોલવું, નમણો સ્વભાવ રાખવો. લાજ-મર્યાદા સાચવવી. ઘેર આવનારા મહેમાનોનું આતિથ્ય બરાબર સાચવવું. સસરા-સાસુ, જેઠ-જેઠાણી આદિની સેવા કરવી. ઈત્યાદિ કુલધર્મને સાચવે તેને જ કુલવધુ કહેવાય છે. તથા કુલપુત્ર જેમ કુલની ઉન્નતિ કરે, માતા-પિતા આદિની સેવા કરે, કુલના યશની વૃદ્ધિ થાય તેવા સંસ્કારવાળો બને, ન્યાય-નીતિથી અર્થનું સંવર્ધન કરે, ઘરનાં બધાં જ પાત્રોને ઉચિતપણે સાચવે તે કુલપુત્ર કહેવાય છે. તેવી જ રીતે યોગીઓના કુલમાં જન્મ પામી યોગદશાની પ્રાપ્તિને અનુરૂપ ઉત્તમ સંસ્કારો મેળવી કોઈ જ્ઞાની ગીતાર્થ યોગીનો યોગ થાય તો યોગધર્મની પ્રાપ્તિની તથા આસેવનની તીવ્ર ઝંખના રાખે કે જેનાથી યોગિના કુલની પ્રતિષ્ઠા વધે, તેવા ઉત્તમ સંસ્કારો યુક્ત યોગની યોગ્યતા જેનામાં હોય તે કુલયોગી કહેવાય છે. આવા કુલયોગી જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૫૫ ગાથા : ૨૧૦-૨૧૧ પરંતુ યોગિઓના કુલમાં જન્મવા છતાં જે માત્ર ગોત્રયોગી જ છે. યોગધર્મની પ્રીતિ વિનાના છે. તેવા અપર જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી નથી. ।। ૨૧૦ || एतद्विशेषलक्षणमधिकृत्याह - આ કુલયોગીના વિશેષલક્ષણને આશ્રયી કહે છે– सर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥ २१९ ॥ ગાથાર્થ = આ કુલયોગી મહાત્માઓ સર્વસ્થાને અદ્વેષવાળા હોય છે. ગુરુ, દેવ અને દ્વિજ છે પ્રિય જેને એવા હોય છે. તથા આ કુલયોગી જીવો દયાળુ, વિનીત, જ્ઞાની, તથા ઇન્દ્રિયોના નિગ્રહવાળા હોય છે. ।। ૨૧૧ ॥ ટીકા-‘‘સર્વત્રાદેષિળશ્રુતે ’તથાઽપ્રામાવેન, તથા‘ગુરુદેવદિનપ્રિયા’ધર્મપ્રભાવાત્ તથા ‘‘વાસ્તવ: ’’પ્રવૃત્યા વિષ્ટિપાપામાવેન, ‘‘વિનીતાજી’’શતાનુન્ધિમવ્યતા । તથા ‘‘નોધવન્તો’’પ્રન્થિમેવેન, ‘યતેન્દ્રિયા: ’’ચારિત્રમાવેન ॥ ૨॥ વિવેચન :આ કુલયોગી મહાત્માઓ યોગીઓના કુલમાં જન્મેલા તથા યોગ ધર્મને અનુસરનારા તો હોય જ છે. તદુપરાંત તેઓ કેવા હોય છે? તેનું વિશેષ વર્ણન આ ગાથામાં જણાવે છે. આ કુલયોગીઓ (૧) સર્વત્ર અદ્વેષી, (૨) ગુરુ, દેવ અને દ્વિજ ઉપર પ્રીતિવાળા, (૩) દયાળુ, (૪) વિનીત, (૫) જ્ઞાની, અને (૬) જિતેન્દ્રિય હોય છે. આ છ પ્રકારના લક્ષણોનું વિશેષ વર્ણન યુક્તિપૂર્વક આ પ્રમાણે છે. (૧) સર્વત્ર અદ્વેષી = આ યોગીઓ સર્વ સ્થાને અદ્વેષી હોય છે. અર્થાત્ કોઇ પણ ઉપ૨ તેઓને દ્વેષ હોતો નથી. કારણ કે દ્વેષનું પ્રધાન કારણ મિથ્યા આગ્રહ છે. તથાઽપ્રામાવેન=આ કુલયોગીઓને યોગધર્મ ઉપર અતિશય પ્રેમ હોવાથી અને યોગધર્મ સંવેગ-નિર્વેદ પરિણામ સ્વરૂપ હોવાથી તેવા પ્રકારના ખોટા-ખોટા આગ્રહોનો અભાવ હોવાના કારણે કોઇના પણ ઉપર દ્વેષ હોતો નથી. પોતાના મતનો આગ્રહ જેને હોય છે તેને જ પોતાના મતથી વિરુદ્ધ વર્તનારા ઉપર દ્વેષ થાય છે. પોતાના પક્ષનો કદાગ્રહ એ જ મુખ્યત્વે દ્વેષ કરાવે છે. આગ્રહવાળો જીવ “મારું તે જ સાચું” એવું માને છે. તેથી જ તેને યેન કેન પ્રકારેણ સત્ય સિદ્ધ કરવા યુક્તિ લગાડે છે. તેમાં કોઇ વિરોધ કરે તો વિરોધ કરનારનું આવી જ બને છે. અને આ કુલયોગી આત્માઓ તેવા પ્રકારના કદાગ્રહ રહિત હોવાથી “સાચું તે મારું” એમ માનનારા હોય છે. એટલે જ વસ્તુતત્ત્વ સિદ્ધ કરનારી યુક્તિ જે બાજુ મળે છે તે બાજુ પોતાની બુદ્ધિને દોરે છે. કહ્યું છે કે Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૧ आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । પક્ષપાતરહિતી તુ યુવતર્યત્ર તત્ર તિતિ નિવેમ્ | || શ્રી હરિભદ્રસૂરિજી | मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । તમવિતિ પુચ્છન, તુછાદન:વપ: | શ્રી ય. ઉ. કૃત અધ્યાત્મોપનિષદ્ | અર્થ = આગ્રહી મનુષ્ય યુક્તિને ત્યાં લઈ જાય છે. જ્યાં તેની પોતાની બુદ્ધિ સ્થિર થયેલ હોય છે. પરંતુ પક્ષપાત વિનાનો જીવ તો જ્યાં યુક્તિ બેસતી હોય છે. ત્યાં જ મતિને પ્રવેશ આપે છે. મધ્યસ્થ આત્માનું મન રૂપી વાછરડુ યુક્તિ રૂપી ગાયને અનુસરે છે. પરંતુ તુચ્છ (કદાગ્રહ)વાળું મન રૂપી વાંદરું તે ગાયને પૂંછડાથી ખેંચે છે. () ગુરુદેવદ્વિજપ્રિય = આ કુલયોગી આત્માઓને ધર્મતત્ત્વ પમાડનારા ગુરુ અને દેવ અતિશય પ્રિય હોય છે. કારણકે આ આત્મા અનાદિકાળથી જન્મ-મરણરોગ-શોક-ભય આદિ અનેક પ્રકારની મહા-ઉપાધિઓવાળા આ સંસારમાં ઘણો દુઃખી જ દુ:ખી થયેલો છે. તેને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા વાસ્તવિક ઉપકાર કરી દુઃખોમાંથી જો કોઈ મૂકાવનાર હોય તો આ ગુરુ અને દેવ છે. તેથી તેઓ ઉપર આ જીવને અત્યન્ત સ્નેહ ઉત્પન્ન થાય છે. જેમ કે (૧) કોઈ માણસ ભયંકર શારીરિક રોગોથી પીડાતો હોય. મૃત્યુશધ્યામાં જ પડયો હોય ત્યારે કોઈ સુવૈદ્ય ઉત્તમ ઔધષ આપી તે રોગીને જો સાજો કરે તો જીવિતદાન આપનારા એવા તે વૈદ્ય ઉપર નિરોગી થનાર પુરુષને અનહદ હાલ ઉપજે છે. તેવી રીતે કુલયોગી મહાત્માને પરમ ઉપકારી એવા ગુરુ, દેવ ઉપર અતિશય વ્હાલ ઉપજે છે. કારણ કે સાંસારિક દુઃખો અને બંધનો રૂપી રોગોથી તે છોડાવનાર છે. (૨) કોઈ અતિશય દરિદ્ર, ભિખારી હોય કે જેને રહેવા-ખાવા-પીવા-પહેરવા આદિની કોઈ પણ જાતની અલ્પ પણ સામગ્રી ન હોય. દરિદ્રતાના દુઃખથી પીડાતો હોય તેવા ભિખારીને કોઇ દયાળુ પુરુષ નોકરી-ધંધો આપી લાઈને ચડાવે અને અત્યન્ત ધનવાન બનાવે, તેના દારિત્ર્યનું દુઃખ કાપી નાખે તો તે ભિખારીને ધનવાન બનાવનારા તે દયાળુ પુરુષ ઉપર જેમ અતિશય પ્રીતિ વધે, તેમ આત્માની અનંત સંપત્તિ પમાડનારા ગુરુ અને દેવ ઉપર આ કુલયોગીને અપાર પ્રીતિ થાય છે. (૩) કોઇ મહાભયંકર અટવીમાં ભૂલા પડેલા, ચારે તરફ અહીં તહીં અથડાતા, મુંઝાયેલા અને ભયભીત થયેલા મુસાફરને કોઈ દયાળુ, રસ્તાનો જાણકાર પુરુષ મળી જાય Page #592 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨ ૧૧ યોગદૃષ્ટિ સમુચ્ચય પપ૭ અને સીધો સુંદર સડક જેવો રસ્તો બતાવી રાજમાર્ગ ઉપર ચડાવે તો તે મુસાફરને તે દયાળુ પુરુષ ઉપર અપાર પ્રીતિ ઉપજે છે. તેમ આ કુલયોગીને સંસારરૂપી અટવીમાંથી પાર પામવાનો રસ્તો બતાવનાર ગુરુ અને દેવ ગમી જાય છે. (૪) ઘણા જ ઉંચે ઉછળતા તરંગોવાળા, મગરમચ્છાદિ અનેક જળચર જીવોથી ભરપૂર, અને અતિશય ઊંડા મહાસાગરમાં પડેલા, જીવને જો કોઈ તારૂ બચાવી લે, તેનો હાથ ઝાલી દરિયાકિનારે પહોંચાડી દે, તો તે જીવને તે તારૂ ઉપર અત્યન્ત પ્રેમ અને બહુમાન ઉપજે છે. તેવી રીતે આ ભીષણ ભવસાગરમાં ડૂબેલા જીવને તરવાનો માર્ગ બતાવનાર અને તારનાર ગુરુ તથા દેવ ઉપર આ કુલયોગીને અપાર પ્રેમ અને બહુમાન ઉપજે છે. આ પ્રમાણે આ કુલયોગીને ઉત્તમ ધર્મ-માર્ગ બતાવનાર અને આત્મહિત કરાવનાર કલ્યાણ મિત્ર સમાન દેવ અને ગુરુ ઉપર અપાર પ્રીતિ જન્મે છે. દ્વિજ ઉપર પણ આ કુલયોગીને બહુ પ્રેમ હોય છે. દ્વિજ એટલે બે વાર છે જન્મ જેનો તે જિ. માતાની કુક્ષિથી જે જન્મ થાય તે ભવ સંબંધી પ્રથમ જન્મ અને સંસ્કારો યુક્ત જે જન્મ તે બીજો જન્મ. બ્રાહ્મણોમાં જનોઇના સંસ્કારો થતા હોવાથી દ્વિજ શબ્દનો અર્થ લોકમાં બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. અહીં સમ્યગ્દર્શન આદિ સંસ્કારો જેમનામાં આવ્યા છે. તેવા સંસ્કારવિશિષ્ટ જીવો પ્રધાનતાએ “દ્વિજ શબ્દથી” લેવાના છે. તેવા ગુણીયલ સંસ્કારી સાધર્મિક જીવો કે જે સંસ્કારવાળા બનવાથી દ્વિજ કહેવાય છે. તેઓ ઉપર આ કુલયોગી મહાત્માઓને ધર્મસંસ્કારના કારણે અપૂર્વ પ્રેમ હોય છે. તથા બ્રાહ્મણો પણ બીજી જાતિના જીવો કરતાં સંસ્કારી હોવાથી બ્રાહ્મણો ઉપર પણ પ્રેમ હોય છે. જો કે અહીં સામાન્ય બ્રાહ્મણ લેવાનો આશય નથી. પરંતુ સંસ્કારી બ્રાહ્મણ લેવાના છે તે કેવા હોય છે? તેના માટે કહ્યું છે કે जात्या कुलेन वृत्तेन, स्वाध्यायेन श्रुतेन च । एभिर्युक्तो यस्तिष्ठेन्नित्यं स द्विज उच्यते ॥ १॥ આ પ્રમાણે આ કુલયોગી જીવો ગુરુ, દેવ અને દ્વિજ પ્રિય હોય છે. (૩) દયાળુ = આ કુલયોગી મહાત્માઓ અતિશય દયાળુ હોય છે. દયાગુણ એમના જીવનમાં સ્વભાવભૂત થઈ ગયો હોય છે. કોઈ પણ દુઃખી-દીન અને દરિદ્રી જીવને જોઈને હૈયામાં અનુકંપા પ્રગટે છે. પારકાના દુઃખે દુઃખી દુઃખી થઈ જાય છે. તેથી જ તેઓના દુઃખ- છેદનની તીવ્ર ઇચ્છા વર્તે છે. શકય એવા સર્વ ઉપાયોથી દુ:ખીઓના દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરદુઃખછેદન રૂપ કરુણા આ મહાત્માઓને હોય છે. ભાવ કરુણા પણ વર્તે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૧ સાચા ધર્મમાર્ગે ચડાવવાની અને સાંસારિક દુઃખોથી મુક્ત કરાવવાની ભાવ કરુણા પણ આ મહાત્માઓને વર્તે છે. (૪) વિનીત = આ કુલયોગી મહાત્માઓ અતિશય વિનયવંત હોય છે વિનય ગુણથી નમ્ર સ્વભાવવાળા હોય છે. પરંતુ અભિમાનથી અક્કડ હોતા નથી. આત્મામાં યોગદશા મેળવવી હોય તો વિનયગુણ અતિશય આવશ્યક છે. એમ તેઓ સમજે છે. જ્ઞાની ગીતાર્થોની સેવા કરે છે. સામા જવું, આસન પાથરી આપવું, તેઓ બેઠા પછી બેસવું, ઉઠીને જાય ત્યારે વોળાવા જવું, બેઠા હોય ત્યારે શરીરસેવા કરવી. ઇત્યાદિ વિનય સાચવે છે. ગુણી પુરુષોને જોઇને ઘણા જ રાજી થાય છે. પરંતુ મનમાં ઈર્ષા, દ્વેષ કે અદેખાઈ કરતા નથી. સપુરુષોની અને તેઓનાં વચનામૃતોની યથાશક્તિ સેવા-ભક્તિ-બહુમાન અને સત્સાધનાનું ગૌરવ કરે છે. તેઓ જ મારા આત્માના કલ્યાણને કરનારા છે. અપાર સંસારસાગરથી તારનાર છે. તેઓનો પુનઃ મેળાપ અત્યન્ત દુર્લભ છે. ઈત્યાદિ ઉચ્ચકોટિના પરિણામ પૂર્વક વિનય ગુણ યુક્ત વર્તે છે. (૫) બોધવાળા = સન્દુરુષોના પરિચયથી સાચા બોધને ધારણ કરનારા હોય છે. યોગીઓના કુલમાં જન્મેલા હોવાથી જન્મથી જ યોગધર્મના જાણકાર છે. તથા સતત તેની આસેવના દ્વારા દેહથી હું ભિન્નતત્ત્વ છે. આ મારો આત્મા અખંડદ્રવ્ય છે અનંત જ્ઞાનાદિ ગુણસંપન્ન છે. સત્તાથી શુદ્ધ-બુદ્ધ સ્વરૂપવાળો છે. મારે તે જ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. યોગધર્મ તેનું સાધન છે. આ પ્રમાણે સાધ્ય-સાધનદારને જાણનારા આ યોગીઓ હોય છે. (૬) યતેન્દ્રિયતા = આ કુલયોગીઓ ઈન્દ્રિયોને જિતનારા હોય છે પોતે ઇન્દ્રિયોને વશ થતા નથી. પરંતુ ઇન્દ્રિયો પોતાને વશ રાખે છે. તેઓ ઇન્દ્રિયોના ગુલામ બનતા નથી. પરંતુ ઇન્દ્રિયોને પોતાની ગુલામ કરીને રાખે છે. ઇન્દ્રિયો રૂપી તોફાની ઘોડાઓને “સંયમ” રૂપી લગામ વડે બાંધીને મન રૂપી સારથી દ્વારા પોતે સ્વભાવ રમણતા રૂપ રથમાં બેસીને મુક્તિનગર તરફ પ્રયાણ કરે છે. પતંગ, માછલું, ભમરો, હરણ અને હાથી એક એક ઇન્દ્રિયના ગુલામ બન્યા તો પણ વિનાશને પામ્યા, તે જાણીને જો હું પાંચ ઇન્દ્રિયોનો ગુલામ થઇશ તો મારું શું થશે? ઇત્યાદિ વિચારો કરીને ઇન્દ્રિયોને જીતે છે. મહાપુણ્યોદયથી મળેલી આ પાંચ ઇન્દ્રિયોને ધર્મના કાર્યમાં યુજીને તેનો સદુપયોગ કરે છે. શ્રોત્રથી ભગવાનની વાણી સાંભળવા દ્વારા, ચલુથી પ્રભુપ્રતિમાનાં દર્શન કરવા દ્વારા, રસનાથી પ્રભુના ગુણ ગાવા દ્વારા, સ્પર્શનેન્દ્રિય દ્વારા પ્રભુપૂજા-ગુરુસેવા આદિ કરવા વડે ઇન્દ્રિયોનું સાફલ્ય પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો ફળ લીધો રે || દેવચંદ્ર કહે હારા મનનો, સકળ મનોરથ સીધો રે | શ્રી દેવચંદ્રજી છે Page #594 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૫૯ ગાથા : ૨૧૧-૨૧૨ આ પ્રમાણે આ કુલયોગી મહાત્માઓનાં આ છ લક્ષણો છે. આવા પ્રકારના છ લક્ષણોથી યુક્ત એવા કુલયોગી જીવો આ ગ્રંથ ભણવાના અધિકારી છે. ।। ૨૧૧ प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ॥ २१२ ॥ = ગાથાર્થ જેઓ બે યમના આશ્રયવાળા હોય છે અને બાકીના બે યમના અતિશય અર્થી હોય છે તથા શુશ્રુષા વગેરે ગુણોથી યુક્ત હોય છે. તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. ॥ ૨૧૨ ॥ ટીકા -‘“પ્રવૃત્તવાસ્તુ પુન: '' િિવશિષ્ટા મવન્તીત્યાદ-‘‘યમથક્ષમા-શ્રવાઃ '' इच्छायमप्रवृत्तियमाश्रया इत्यर्थः । “शेषद्वयार्थिनः ’- स्थिरयमसिद्धियमद्वयार्थिन ફત્તુવન્ત મતિ । ‘‘અત્યન્ત’” મનુપાયપ્રવૃત્ત્પતિ, અત વાદ-‘“શુશ્રૂષાતિ-ગુણાન્વિતા: ''शुश्रूषाश्रवणग्रहणधारणाविज्ञानोहापोहतत्त्वाभि-निवेशगुणयुक्ताः ॥ २१२॥ વિવેચન :- ગોત્રયોગી અને કુલયોગી સમજાવીને હવે આ ગાથામાં “પ્રવૃત્તચક્ર” નામના ત્રીજા યોગીનું સ્વરૂપ સમજાવે છે. જે મહાત્માઓ યોગદશા સંબંધી ચક્રોમાં પ્રવર્ત્યા છે. જેમનામાં યોગનાં ચક્રો ગતિમાન થયાં છે. તેવા આત્માઓ “પ્રવૃત્તચક્ર” કહેવાય છે. તેમનાં મુખ્યત્વે ત્રણ લક્ષણો આ ગાથામાં સમજાવ્યાં છે. (૧) ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ એમ બે યમનો આશ્રકરનારા, (૨) સ્થિરતાયમ અને સિદ્ધિયમના અત્યન્ત અર્થી, અને (૩) શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત. આવા પ્રકારનાં ત્રણ લક્ષણોવાળા “પ્રવૃત્તચક્રયોગી” કહેવાય છે તે ત્રણે લક્ષણોનો ભાવાર્થ આ પ્રમાણે છે. (૧) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે. જે મિત્રાદૃષ્ટિમાં સમજાવ્યા છે.તે પાંચેના (૧) ઇચ્છા (૨) પ્રવૃત્તિ (૩) સ્થિરતા અને (૪) સિદ્ધિ એમ ચાર-ચાર ભેદ કરતાં કુલ ૨૦ ભેદો થાય છે. ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિનું વર્ણન આ જ શાસ્ત્રમાં આગળ ગાથા ૨૧૫થી ૨૧૮માં આવે જ છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે. (૧) ઇચ્છાયમ ધર્મકરવાની ઉત્કટ ઇચ્છા. તેથી જ ધર્મી જીવોની કથા ઉપર અતિ પ્રેમ. (૨) પ્રવૃત્તિયમ ધર્મકાર્યમાં-અહિંસાદિ પાંચ યમોનું સમતાપૂર્વક પાલન. (૩) સ્થિરતાયમ= અહિંસાદિ યમોના પાલનમાં નિરતિચાર પૂર્વક સ્થિર થવું. (૪) સિદ્ધિયમ ઉત્કટપણે અહિંસાદિના પાલનથી તેના અચિન્ત્યપ્રભાવને લીધે પરોપકાર કરવાપણું. = = = Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૬O યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૨ અહિંસા આદિ યમધર્મોને પામેલા પુરુષની કથા સાંભળવામાં અતિશય રસ અને પોતાના જીવનમાં પણ આવા પ્રકારના અહિંસા આદિ યમધર્મો વધારે પ્રાપ્ત થાય તેવી ઇચ્છા સ્વરૂપ ઈચ્છાયમ આ પ્રવૃત્તચક્ર યોગીઓને હોય છે. તથા યથાશક્તિ પોતે પણ અહિંસા આદિ આ પાંચ પ્રકારના યમધર્મોને સ્વીકારનારા પણ હોય છે. પાંચે યમધર્મોમાં પ્રવર્તન કરવા સ્વરૂપ પ્રવૃત્તિયમ પણ હોય છે આ પ્રમાણે અહિંસા આદિ પાંચ પ્રકારના ધર્મોનો ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમ એમ બે પ્રકારના યમધર્મોરૂપે આશ્રય કરનારા આ આત્માઓ હોય છે. તેઓના જીવનમાં ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ વણાઈ ગયા હોય છે. (૨) જે અહિંસા આદિ પાંચ પ્રકારના યમધર્મોમાં પ્રવૃત્તિ કરી છે. તેમાં કોઇપણ પ્રકારનાં વિઘ્નો ન આવે. અને કદાચ વિઘ્નો આવે તો તેઓનો પ્રતિકાર કરી આ વ્રતો પાળવામાં અત્યન્ત સ્થિર થવા સ્વરૂપ સ્થિરતાયમ અને તે સ્થિરતા દ્વારા સફળતા મેળવવા સ્વરૂપ સિદ્ધિયમ. આ બે યમધર્મો પોતાનામાં જલ્દી પ્રાપ્ત થાય એવી તીવ્ર ઝંખનાવાળા આ આત્માઓ હોય છે. આ પ્રમાણે આ પ્રવૃત્તચક્રોગિઓ પ્રથમના બે યમના આશ્રયવાળા અને પછીના બે યમના અર્થી હોય છે. (૩) આ અહિંસા આદિ વ્રતો પાળવામાં તેના ઉપાય સ્વરૂપે પોતાની બુદ્ધિનો તેમાં સતત ઉપયોગ કરે છે. બુદ્ધિપૂર્વક આ કાર્ય કરે છે. તે બુદ્ધિના આઠગુણોનું તેમાં સતત ગુંજન કરે છે. તે આઠગુણો શુશ્રુષા આદિ આ પ્રમાણે છે. (૧) શુશ્રુષા = ધર્મતત્ત્વ સાંભળવાની તીવ્ર ઉત્કંઠા. જેમ તરૂણ, સુખી અને સ્ત્રીયુક્ત એવા પુરુષને કિન્નરગીત સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય છે. તેનાથી પણ અનેકગણા રાગે ધર્મતત્ત્વ સાંભળવાની ઉત્કંઠા-તાલાવેલી. આ શુશ્રષા બોધપ્રવાહની સરવાણીતુલ્ય છે. તેનાથી બોધ પ્રાપ્ત થાય છે. (ર) શ્રવણ = ઉપર કહેલી હાર્દિક શુશ્રુષા પૂર્વક ધર્મતત્ત્વ સાંભળવું. (૩) રાહણ = વિવેક અને એક્તાનથી જે ધર્મતત્ત્વ સાંભળ્યું. તેને હદયથી ગ્રહણ કરવું. કહેનારના ભાવને-સારને બરાબર સમજવો. (૪) ધારણ = વક્તા પાસેથી ધર્મતત્ત્વ સાંભળી તેને બરાબર સમજી લાંબા કાળ સુધી તેને સ્મૃતિગોચર રાખવું. ભૂલી ન જવું. તેના વિચારોમાંથી ચુત ન થવું. (૫) વિજ્ઞાન = વારંવાર તેને યાદ રાખવા દ્વારા તેના સંસ્કારો અતિશય દઢ કરવા. તથા તેના સંબંધી વિશેષ બોધ મેળવવો. એટલે કે આ સાંભળેલા ધર્મતત્ત્વનો સંશય, અનવ્યવસાય અને વિપર્યય આદિ દોષોથી મુક્ત બોધ કરવો. Page #596 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧૨-૨૧૩ યોગદૃષ્ટિ સમુચ્ચય પ૬૧ (૬) ઊહ = અન્વય અને વ્યતિરેક વ્યક્તિ દ્વારા વિશેષ તર્ક લગાવવા પૂર્વક જ્ઞાન મેળવવું. () અપોહ = વ્યાપ્તિ કરતાં જે જે બાધક દોષ દેખાય, તેનો ત્યાગ કરવા પૂર્વક આગમશાસ્ત્ર અને યુક્તિથી અવિરુદ્ધ અર્થ ગ્રહણ કરવા પ્રયત્ન કરવો. (૮) તત્ત્વાભિનિવેશ = વિજ્ઞાન-ઊહ અને અપોહ આ ત્રણે ગુણો પૂર્વક વસ્તુતત્ત્વ પરિપૂર્ણ વિચારીને જે યથાર્થતત્ત્વ જણાય તેનો આગ્રહ રાખવો. ગમે તેવા મિથ્યાત્વીઓનો સંપર્ક થઈ જાય તો પણ તે સત્ય અર્થનો ત્યાગ ન કરવો. આ પ્રમાણે આ યોગીઓ શુશ્રુષા આદિ બુદ્ધિના આઠ ગુણપૂર્વક ધર્મતત્ત્વ ગ્રહણ કરવા અને ઇચ્છાયમ તથા પ્રવૃત્તિયમ દ્વારા તે ધર્મતત્ત્વ આચરવા પ્રયત્નશીલ હોય છે. આવા પ્રકારના જ્ઞાન અને ક્રિયા (આચરણા)વાળા યોગીઓ તે પ્રવૃત્તચયોગી કહેવાય છે. તે ૨૧૨ || તથા જ્વળી आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः ।। एतेऽधिकारिणो योग-प्रयोगस्येति तद्विदः ॥ २१३॥ ગાથાર્થ = આદ્ય અવંચકના (યોગાવંચકપણાના) યોગની પ્રાપ્તિ થઈ હોવાથી તેનાથી અન્ય એવા ક્રિયાવંચક અને ફલાવંચકના લાભને અવશ્ય કાલાન્તરે મેળવનારા આ યોગીઓ હોય છે. તેથી આ યોગીઓ યોગધર્મસંબંધી પ્રયોગના અધિકારી છે. એમ યોગવિદ્ પુરુષો કહે છે. | ૨૧૩. ટીકા - “માધવિઝોલ્યા'' વાવઝોલ્યા હેતુભૂતી, "तदन्यद्वयलाभिनः" क्रियावञ्चकफलावञ्चकद्वयलाभिनः, तदवन्ध्यभव्यतयैवम्भूताः તે | શિમિયાહ-૩થાપિ: | ચેત્યાદિ-“વો પ્રયોગસ્થ'' થતી , “તિ” પર્વ “તકિયો વિર I મમતથતિ રતિ શેષ: | ૨૨રૂા. વિવેચન :- યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ ત્રણ પ્રકારના અવંચકભાવો છે. જેનું સ્વરૂપ હવે પછી ગાથા-૨૧૯-૨૨૦-૨૨૧માં જણાવાશે. તથા પૂર્વે આ જ ગ્રંથમાં ગાથા-૩૪માં તે ત્રણનું વર્ણન આવેલું છે. આ પ્રવૃત્તચયોગી મહાત્માઓને આ અવંચકત્રયમાંથી પ્રથમ જે અવંચક છે. તે યોગાવંચક, તેની યથાર્થ પ્રાપ્તિ થયેલી છે. પુરુષોનો યોગ થયેલ છે સન્માર્ગ બતાવનારા અને સન્માર્ગ વિકાસ કરાવનારા સંતપુરુષોની સતત વાણી સાંભળવા દ્વારા સમાગમ થયો છે. તેમના દ્વારા પ્રેરણા મળવાનો યોગ પ્રાપ્ત થઈ ચૂકયો છે. યો. ૩૬ Page #597 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૩-૨૦૧૪ હવે તે યોગાવંચક દ્વારા સત્પરુષોને વંદનાદિ ધર્મક્રિયા કરવા વડે ક્રિયાવંચકતા અને તેના દ્વારા સાનુબંધ ધર્માત્મક ફળની પ્રાપ્તિ મેળવવા રૂપ ફલાવંચકતા પ્રાપ્ત કરવાના આ જીવો અર્થી હોય છે સંવેગ અને નિર્વેદના પરિણામથી પરિણત થયેલા આ મહાત્માઓ શેષ બે અવંચકયોગની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ વર્તે છે. કારણ કે ક્રિયાવંચકના અવશ્લેકારણપણે યોગ્ય એવા યોગાવંચકતાની પ્રાપ્તિ થયેલી હોવાથી આ યોગીઓ તે બે અવંચકયોગની પ્રાપ્તિના અર્થી હોય છે. તેના માટે સતત પ્રયત્નશીલ બને છે. આવા પ્રકારના કુલયોગી અને પ્રવૃત્તચક્રાયોગી મહાત્માઓ જ આ યોગમાર્ગની પ્રાપ્તિ માટેના પ્રયોગ વાતે અધિકારી છે. લોકોત્તર માર્ગે ચઢવાનો આ અખતરો છે. યોગ્યતા આવેલી હોવાથી અવશ્ય આ અખતરો સફળ થવાનો છે. આત્મહિતની પૂરેપૂરી લગની લાગી છે. મોહના બધા ભાવો મન્દ પડ્યા છે. યોગધર્મની પરમ પ્રીતિ જન્મી છે. યથાશક્તિ યોગમાર્ગ આચરણમાં પણ લાવ્યો છે. અને અધિક-અધિક યોગમાર્ગ મેળવવા, સપુરુષોનો સહવાસ, સપુરુષોની સેવા, અને પુરુષોની વાણીનું શ્રવણ આદર્યું છે. આવા ઉત્તમ જીવો જ આવા ઉચ્ચકોટિના યોગમાર્ગની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નને યોગ્ય છે. તેથી તે મહાત્માઓ આ ગ્રંથ ભણવાના પણ અધિકારી છે. અયોગ્ય આત્માઓ આવો ઉંચો માર્ગ પામી શકતા નથી. તેમના હાથમાં આવા પ્રયોગો અપાતા નથી. જો તેઓના હાથમાં આવે તો વાંદરાને મદિરાપાનની પેઠે અને સર્પને દુગ્ધપાનની પેઠે વિષમપણે જ (વિપરીતપણે જ) પરિણામ પામે છે. ભવની પરંપરા વધે તેવા અજ્ઞાન અને અહંકારને પોષવામાં તેનો ઉપયોગ કરે છે. તેથી આવા પ્રકારના યોગમાર્ગની સાધના માટે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી આત્માઓ જ અધિકારી છે. એમ યોગવિદ્ પુરુષો કહે છે. | ૨૧૩ उपन्यस्तयमादिस्वरूपमाह ગાથા-૨૧૨માં કહેલા યમાદિ (યમ અને અવંચક) ભાવોનું વર્ણન કહે છે. इहाहिंसादयः पञ्च, सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥ २१४॥ ગાથાર્થ = અહીં સન્મુરુષોને માન્ય એવા અહિંસાથી પ્રારંભીને અપરિગ્રહ સુધીના પાંચ, તથા ઈચ્છાદિ ચાર પ્રકારના યમધર્મો સુપ્રસિદ્ધ છે. તે ૨૧૪ો. ટીકા- “દ” નો, “હિંસ '' ધર્મા, “” વંચિયા, સુપ્રસિદ્ધ” સર્વતન્નાધારત્વેન, “મા” ૩૧મઃ | “હતાં” મુનીનામિતિ ા किम्पर्यन्ता इत्याह-"अपरिग्रहपर्यन्ताः" अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः (२ Page #598 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૬૩ રૂ૦ પાડયો:સૂ૦)તિ વૈદ્યનાન્ ! “તછવિતર્ષિથn:' પ્રત્યેમિચ્છાથમાં: प्रवृत्तियमाः स्थिरयमाः सिद्धियमा इति ॥२१४॥ વિવેચન :- અહીં લોકમાં અહિંસાથી પ્રારંભીને અપરિગ્રહ સુધીના પાંચ યમ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચને સાંખ્યાદિ ઈતર દર્શનોમાં યમ કહેવાય છે. જૈનદર્શનમાં વ્રત કહેવાય છે. બૌદ્ધદર્શનમાં શીલ કહેવાય છે એમ જુદા જુદા દર્શનોમાં નામભેદ હોવા છતાં અર્થભેદ નથી. તથા બધા જ દર્શનોને જુદા જુદા નામે પણ આ પાંચ યમ માન્ય હોવાથી સર્વ શાસ્ત્રોમાં સાધારણ (સમાન રીતે સ્વીકૃત) થયેલ હોવાથી સુપ્રસિદ્ધ છે. જે સુપ્રસિદ્ધ હોય છે તેને વધારે સમજાવવાનું હોતું નથી. આ પાંચે યમો સર્વદર્શનમાન્ય, સર્વસમ્મત છે. તે પાંચે દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. (૧) કોઇપણ જીવની હિંસા ન કરવી. તે અહિંસા યમ છે. “માં હિંસ્થ7 સવ મૈતાનિ'' આવું વેદવચન છે. “પ્રમત્તયો~િાવ્યા પur હિંસા'' એવું તત્ત્વાર્થકારનું વચન છે. પ્રમાદયોગ એ મહત્ત્વનું પદ છે. પ્રમાદયોગથી (મન-વચન-કાયાના પ્રમાદથી) જે પ્રાણોનો વિનાશ કરાય તે હિંસા કહેવાય છે. પાંચ ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણોનો વિનાશ કરાય તે દ્રવ્યહિંસા અને જ્ઞાનાદિ ગુણો રૂપ ભાવ પ્રાણોનો વિનાશ કરાય તે ભાવહિંસા. બન્ને પ્રકારની હિંસાનો ત્યાગ અર્થાત્ હિંસાથી નિવૃત્તિ કરવી. હિંસાથી ઉપરમ કરવો તે અહિંસા યમ કહેવાય છે. કષાય અને વાસનાના ત્યાગવાળી આત્માની શુદ્ધ પરિણતિ તે ભાવ અહિંસા છે. (૨) જે વસ્તુ જેમ છે. તે વસ્તુ સંબંધી તેમ વર્ણન કરવું તે સત્ય, યથાર્થ બોલવું. કપટ-માયા રહિતપણે બોલવું. સને સત્ અને અસત્ને અસત્ કહેવું. પરનો ઉપકાર થાય તેવું બોલવું. હિતકારી, પરિમિત, યથાર્થ વચન બોલવું. મન-વચન-કાયામાં ભેદ રાખ્યા વિના બોલવું. આગમશાસ્ત્રોના અનુસારે બોલવું. તે સત્ય. (૩) પારકી વસ્તુ તેની સમ્મતિ વિના લેવી નહી. ચોરી કરવી નહી. પરધનહરણ કરવું નહી. કોઇની પણ અણદીધી વસ્તુ સ્વીકારવી નહી. તે અસ્તેય. (૪) મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. વિષયસેવન કરવું નહીં. પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખો કામોત્તેજક છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા કામોત્તેજક કથાઓ કરવી નહીં. વાસનાવર્ધક શાસ્ત્રો વાંચવાં નહી તથા તેવા દુષ્ટ માણસોનો સંસર્ગ-પરિચય અને સહવાસ કરવો નહી તે બ્રહ્મચર્ય. (૫) ધન-ધાન્ય, ક્ષેત્ર વાસ્તુ ઇત્યાદિ નવ પ્રકારના પૌગલિક પરિગ્રહનો ત્યાગ કરવો. તેની માલિકી રાખવી નહીં. સર્વ વસ્તુઓથી પર રહેવું નવવિધ બાહ્ય પરિગ્રહનો Page #599 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૪-૨૧૫ ૫૬૪ ત્યાગ તે દ્રવ્ય અપરિગ્રહ. તથા મમતા-મૂર્છાનો ત્યાગ કરવો. આસક્તિ ત્યજી દેવી, ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહનો ત્યાગ તે ભાવથી અપરિગ્રહ કહેવાય છે. યમ એટલે નિવૃત્તિ કરવી. ઉપ૨મ કરવો. અર્થાત્ ત્યાગ કરવો. હિંસા આદિ પાંચે પ્રકારના પાપોની નિવૃત્તિ કરવી, પાપોનો ઉપરમ ક૨વો. તે અહિંસા આદિ પાંચ યમ જાણવા. તે પાંચે યમના ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર-ચાર ભેદ ગણતાં કુલ યમના ૨૦ ભેદો થાય છે. અહિંસા આદિ પાંચ પ્રકારના વ્રતોને લેવાની-પાળવાની અને જીવનમાં આત્મસાત્ કરવાની હાર્દિક સાચી ભાવના તે ઇચ્છાયમ, (૨) અહિંસા આદિ પાંચે વ્રતો ઉચ્ચરવાં-સ્વીકારવાં-પાળવાં અને જીવનમાં આત્મસાત્ કરવાં તે પ્રવૃત્તિયમ, (૩) તે પાળતાંપાળતાં તેમાં આવતાં વિઘ્નોને જીતીને વ્રતોમાં બરાબર સ્થિર થવું તે સ્થિરતાયમ, (૪) વિધિપૂર્વક હાર્દિક ભાવનાથી પાંચે વ્રતો યથાર્થ પાળીને તેમાં સફળતા પ્રાપ્ત કરવી તે સિદ્ધિયમ છે આ ઇચ્છાયમ આદિ ચારે પ્રકારના યમનું વધારે વિશેષ વર્ણન હવે પછીની ગાથા-૨૧૫ થી ૨૧૯ ક્રમશઃ આવે જ છે. ॥ ૨૧૪ एतेषां विशेषलक्षणमाह ઇચ્છાયમ આદિ આ ચાર યમનું વિશેષ લક્ષણ જણાવે છે. तद्वत्कथाप्रीतियुता, तथाऽविपरिणामिनी । यमेष्विच्छाऽवसेयेह, प्रथमो यम एव तु ॥ २१५॥ ગાથાર્થ = યમવાળા મહાત્માઓની કથાના પ્રેમથી યુક્ત વિપરીત પરિણામ પામવાના સ્વભાવથી રહિત એવી અહિંસાદિ પાંચે પ્રકારના યધર્મોને સ્વીકારવાની જે ઇચ્છા તે પ્રથમ ઇચ્છાયમ જાણવો. ॥ ૨૧૫ | ટીકા -‘તથાપ્રીતિયુતા' યમવથાપ્રીતિયુતા । ‘“તથાવિપત્તિગામિની ’’- તમાસ્થિત્યેન । ‘‘યમેવુ’’– ૩ક્તતક્ષણેષુ, ‘કૃચ્છાવસેયેહ ’' યમદ્ભ इयं च " प्रथमो यम एव तु" अनन्तरोदितलक्षणेच्छैवेच्छायम इति कृत्वा ॥ २१५ ॥ વિવેચન :- અહિંસા આદિ પાંચ વ્રતોને સ્વીકારવાની હાર્દિક જે સાચી ઇચ્છા થવી તે જ વાસ્તવિક ઇચ્છાયમ છે. આ અહિંસાદિ વ્રતો કેવાં સુંદર છે? નરકાદિ ગતિમાં પડતા જીવને બચાવનારાં છે. જીવનને શુદ્ધ કરનારાં છે. ઘણો જ ઉપકાર કરનારાં છે. અતિશય કલ્યાણ કરનારાં છે. આ ભવ અને પરભવ સુધારનારાં છે. જીવનને પાપોમાંથી અટકાવનારાં છે આવા પ્રકારના ચડતા પરિણામે વ્રતો લેવાની તીવ્ર ઝંખના થવી તે જ ઇચ્છાયોગ જાણવો. વ્રતો સ્વીકારવાની આ ઝંખના કેવી હોય છે ? તેનાં બે વિશેષણો ગાથામાં કહ્યાં છે. (૧) તથાપ્રીતિયુતા-જેમ " Page #600 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧૫ યોગદષ્ટિ સમુચ્ચય ૫૬૫ ધનના અર્થીને ધનવાનોની કથામાં ઘણો જ રસ હોય છે. તે તે પુરુષોએ ધન કમાવવા કેવા કેવા વેપારો કર્યા ? કેવાં કેવાં સાહસ કર્યો ? કેટલાં દુઃખો વેઠ્યાં ? અત્યારે કેવા નિશ્ચિત થઈને જીંદગી જીવે છે? ઇત્યાદિ. તથા ગાયનપ્રિય જીવોને ગાયકની કથામાં રસ હોય છે. ભોજનપ્રિય જીવને ભોજનની કથામાં જ રસ હોય છે. તેવી જ રીતે આ યોગીઓને યોગદશા પામેલા મહાત્મા પુરુષની કથા સાંભળવામાં અતિશય રસ હોય છે. હૈયાના બહુમાનથી આ કથાઓ સાંભળે છે. આ યોગપ્રાપ્તિની ઇચ્છા યોગીઓની કથા શ્રવણ તરફ પ્રીતિ કરાવે છે. અને કથા-શ્રવણ દ્વારા પ્રવૃત્તિ તરફ પ્રેરાય છે. તે તે મહાત્મા પુરુષોમાં કેટલો ત્યાગ ! કેટલો વૈરાગ ! કેવું પવિત્ર જીવન! યુવાન્ હોવા છતાં કેવું નિરતિચાર ચારિત્ર! ઇત્યાદિ ભાવના ભાવતાં ભાવમાં વધારેને વધારે પ્રીતિભાવ જાગે છે. આ માટે પૂ. ઉપાધ્યાયજી કૃત સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે-“ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે ઇત્યાદિ ઢાળ ૧૫મી સંપૂર્ણ ખાસ વાંચવી તે આ પ્રમાણેધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવે | ભવ સાયર લીલાએ ઉતરે, સંયમ કિરિઆ નાવે રે , ધન્ય તે મુનિવરો રે ૧ II ભોગ પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા ! સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જગ આધારા ને ધન્ય || ૨ / જ્ઞાનવંત શાની શું મળતા, તન-મન-વચને સાચા | દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા | ધન્ય/ મૂળ ઉત્તર ગુણ સંગ્રહ-કરતા, ત્યજતા ભિક્ષા દોષો | પગ પગ વ્રત દૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો || ધન્યo || ૪|| મોહ પ્રત્યે હણતા, નિજ આગમ, ભણતા સદ્ગુરુ પાસે | દૂષમ કાળે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે || ધન્યવે | પા છ ગુણઠાણું ભવ અટવી, ઓલંઘણ જેણે લહીઓ | તસ સૌભાગ્ય સકળ મુખ એકે, જેમ કરી જાએ કહીઓ || ધન્યવો ૬ . ગુણઠાણાની પરિણતિ જે હની, ન છીપે ભવ જંજાલ | રહે શેલડી ઢાંકી રાખી, કે તો કાળ પરાળે છે ધન્ય છે ૭ // તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂવું ભાખી || જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગ પાખી ! ધન્ય ૮ સદહણા અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા | વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચિય નય દરિયા | ધન્યo | ૯ | Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨ ૧૫ દુષ્કર કારક થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહો || ધર્મદાસ ગણિ વચને લહીએ, જેહને પ્રવચન નેહો || ધન્યo | ૧૦ || સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય | એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન તે સુહાય | ધન્ય. ૧૧ / સંયમ ઠાણ વિચારી જો તાં, જો ન લહે નિજ સાખે ! તો જુઠું બોલીને દુર્મતિ, શું સાધે ગુણ પાખે છે ધન્ય || ૧૨ // નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ | ધર્મ વચન આગમમાં કહીએ, કપટ રહિત મનવૃત્તિ ધન્ય છે ૧૩ !! સંયમ વિણ સંયતતા થાપે, પાપ શ્રમણ તે ભાખ્યો ! ઉત્તરાધ્યયન સરળ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખ્યો | ધન્ય || ૧૪// એક બાળપણ કિરિયાનયે, જ્ઞાન નયે નવિ બાળા | સેવા યોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશ માળા | ધન્ય ૧૫ | કિરિયાનયે પણ એક બાળ તે, જે લિંગી મનિરાગી શાન યોગમાં જસ મન વરતે, તે કિરિઆ સૌભાગી ! ધન્ય) ૧ ૬IT બાલાદિક અનુકૂળ ક્રિયાથી, ભાવે ઈચ્છા યોગી | અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કેમ નવી કહિએ યોગી ! ધન્ય ૧૭ll ઉચિત ક્રિયા નિજ શકિત છાંડે, જે અતિવેગે ચઢતો | તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો ! ધન્ય) | ૧૮. માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાક ડમાલા | શુદ્ધ પ્રરૂપણ ગુણવિણ ન ઘટે, તસ ભવ અરઘટ્ટ માલા / ધન્યવો ૧૯ી નિજ ગુણ સંચે, મન નવિ ખંચે, ગ્રંથ ભણી જન વંચે ! લું ચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પચે છે ધન્યo | ૨૦ યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે | ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે | ધન્ય છે ૨૧ || મેલે વેશે મહીયલ માલે, બગ પરે નીચે ચાલે છે. શાન વિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ ચાલે || ધન્યવો ૨૨ પર પરિણતિ અપની કરી માને, વરતે આરત ધ્યાને / બંધ મોક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે ! ધન્ય ૨૩. કિરિયા લવ પણ જે શાનીનો, દષ્ટિ થિરાદિક લાગે | તે થી સુજસ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે || ધન્ય૨૪ Page #602 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૬૭ ૨) વિપરિમની અહિંસાદિ પાંચે યમ વિષેની જે આ ઇચ્છા છે. તે ગમે તેવા સંજોગો થાય તો પણ વિપરીત પરિણામ પામનારી બને નહીં તેવી તીવ્ર હોય છે. અર્થાત કોઈ ગમે તેવું સમજાવનારા મળી જાય, હિંસાદિ તરફ લલચાવનારા આવી જાય તો પણ અહિંસા આદિ સ્વીકારવાની તીવ્ર ઇચ્છા બદલાતી નથી. મોળી પડતી નથી કે કાચી પડતી નથી. એવી સાચી આ ઇચ્છા હોય છે. આ પ્રમાણે આ પ્રથમ ઇચ્છાયોગ સમજાવ્યો. મેં ૨૧૫ા. તથા વળી सर्वत्र शमसारं तु, यमपालनमेव यत् । प्रवृत्तिरिह विज्ञेया, द्वितीयो यम एव तत् ॥ २१६॥ ગાથાર્થ = સામાન્યથી સર્વ સ્થાને ઉપશમભાવની પ્રધાનતાવાળું એવું જે પાંચ યમધર્મનું પાલન. તે જ અહીં “પ્રવૃત્તિ” નામનો બીજો યમધર્મ જાણવો. | ૨૧૬ ટીકા-“સર્વત્ર'' સમિચેન, “મારં તુ” ૩૫મસામેવ કિયાવિશિષ્ટ “યમપાત્રનું પ્રવૃત્તિરિ લિયા'' યમેષ ‘‘તિયો ય વ તત્'' પ્રવૃત્તિમ રૂત્યર્થઃ | ૨૬ વિવેચન :- પ્રથમ ઇચ્છાયમ આવ્યા પછી હવે બીજો પ્રવૃત્તિયમ જીવનમાં આવે છે. અહિંસા આદિ પાંચે યમોમાં પ્રવર્તન કરવું. જીવનમાં ઉતારવા, જીવનની સર્વ આચરણા અહિંસા આદિમય કરવી. દેવ-ગુરુની સાષિએ વ્રતો ગ્રહણ કરવાં. યથાર્થ રીતે વ્રતો પાળવાં. તેમાં આવતાં વિદ્ગોને જીતવાં તે પ્રવૃત્તિયમ છે. જેમ વાત્સલ્ય-ભાવવાળી માતા બાળકનું સર્વ પ્રયત્નથી લાલન-પાલન કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા સ્નેહથી પ્રજાનું સંરક્ષણ કરે છે. જેમ ધનાદિનો પ્રેમી આત્મા સાવધાની પૂર્વક ધનનું સંરક્ષણ કરે છે. તેવી રીતે મુમુક્ષુ એવા આ યોગિરાજ અહિંસા આદિ પાંચ યમધર્મોની જે યથાર્થ પ્રાપ્તિ થઈ છે. તે મહામૂલ્યવાનું રત્નતુલ્ય છે. રત્ન કયાંય ખોવાઈ ન જાય. પડી ન જાય. મોહરાજાના સૈનિકો રૂપી ચોર લોકો લૂંટી ન જાય તેમ પ્રાપ્ત થયેલા આ પાંચ યમધર્મોનું આ મહાત્મા ઉપયોગ પૂર્વક જતન કરે છે. આ અહિંસાદિનું પાલન ઉપશમ પ્રધાન હોય છે. સમતાભાવ છે સાર જેનો એવું અહિંસાદિનું પાલન કરે છે. પોતાને શમભાવ રહે અને પોતાના વ્રત-પાલનથી અન્યને પણ શમભાવનું કારણ બને તેવું ઉત્તમ વ્રતપાલન કરે છે. યમપાલનનો સાર શમ જ છે. સમભાવ જ સર્વશ્રેષ્ઠ ભાવ છે. તથા યોગશાસ્ત્રોમાં જણાવેલી વિધિપૂર્વક પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન આદિ ધર્મક્રિયાઓ પણ વિશિષ્ટ રીતે કરે છે. આવા પ્રકારની વિધિપૂર્વકની ક્રિયાઓથી વિશિષ્ટ અને શમસારવાળું જે યમપાલન તે પ્રવૃત્તિયમ નામનો બીજો યમ જાણવો. | ૨૧૬ || Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૭. विपक्षचिन्तारहितं, यमपालनमेव यत् । तत्स्थैर्यमिह विज्ञेयं, तृतीयो यम एव हि ॥ २१७॥ ગાથાર્થ = અતિચારાદિ રૂપ વિપક્ષની ચિંતાથી રહિત એવું જે યમપાલન છે, તે જ અહીં સ્થિરતા નામનો ત્રીજો યમ જાણવો. ૨૧૭ll ટીકા-“વિપક્ષવિન્તાદિત'' તિવીરાન્તિાહિત્યિર્થ. | “ પાનमेव यद्" विशिष्टक्षयोपशमवृत्या, “तत्स्थैर्यमिह विज्ञेयं" यमेषु । एतच्च “pયો યમ દ્વિ' હિં સ્થિર રૂતિ યોર્ક: ભાર૭ા. વિવેચન :- અહિંસાદિ પાંચ વ્રતોનું પાલન કરતાં કરતાં આ યોગી મહાત્મા વ્રતોમાં એવા દઢ-મજબૂત અને પાવરધા બની જાય છે કે વ્રતપાલનમાં અતિચારાદિ દોષો લાગવાની ચિંતા રહેતી નથી. કોઈ પણ કાર્યમાં પ્રથમ અભ્યાસક જીવ હોય છે તો તે તે કાર્ય કરવામાં ઘણી સ્કૂલના થાય છે. પરંતુ તે વિવક્ષિત કાર્ય વારંવાર સતત કરવાથી કાર્ય-કરવાનો અનુભવ પરિપૂર્ણ રીતે એવો પ્રાપ્ત થઈ જાય છે કે તે કાર્યમાં કોઈ ભૂલ આવતી નથી. જેમ કોઈ નવા શિક્ષક વિદ્યાર્થીઓના પાઠો ચલાવે તો સ્કૂલના થાય, પરંતુ અનુભવી પ્રોઢ શિક્ષક પાઠો ચલાવે તો તેવી સ્કૂલના ન થાય. (૨) સ્કુટર કે કાર ચલાવવાનું કામકાજ શિખતો મનુષ્ય ભૂલો પણ કરે, અકસ્માત પણ કરે અને શરીરે ઈજા પણ પામે. પરંતુ વર્ષોથી ચલાવવાની કળામાં પ્રવીણ થયેલો પુરુષ સ્કુટર કે કાર ચલાવે તો તેવી કોઈ ભૂલ ન કરે. (૩) વેપાર કરવાનું નવું જ કામકાજ કરતો વેપારી તે કાર્યમાં ભૂલ પણ કરે પરંતુ વર્ષોથી વેપારકલામાં અનુભવો મેળવીને ઘડાયેલો મનુષ્ય કંઈ પણ ખોટ આવવા દેતો નથી. ઇત્યાદિ ઉદાહરણોની જેમ વ્રતપાલનમાં નક્કર-પાકા અને અનુભવી બનેલા આ યોગી મહાત્માને વિપક્ષોની - અતિચારોની ચિંતા હોતી નથી. કારણ કે અતિચારો લાગે એવી ભૂલ થવાનો તેમના જીવનમાં સંભવ જ નથી. એટલા બધા તેઓ પ્રવીણ બન્યા છે. વળી ભાવપૂર્વક વિધિ સહિત આગમાનુસારિણી ધર્મક્રિયાઓ અને આ પાંચ યમધર્મો (વ્રતોનું પાલન એવું સુંદર અને શ્રદ્ધાપૂર્વક આત્મહિતના પ્રયોજને જ કર્યું છે કે જેના પ્રતાપે જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો એવો વિશિષ્ટ ક્ષયોપશમ પ્રગટ થયો છે. તે ક્ષયોપશમની વિદ્યમાનતા વડે આત્મબળના પ્રતાપે જ આવા અતિચારોનો અયોગ છે. માટે પણ વિપક્ષોની ચિંતા રહિત આ વ્રત પાલન હોય છે. અહીં અતિચારાદિ પદમાં કહેલા આદિ શબ્દથી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચારે દોષો સમજી લેવા. અતિચારદોષની દોષ તરીકે વધુ પ્રસિદ્ધિ હોવાથી અહીં તેનો નામપૂર્વક ઉલ્લેખ કરેલો છે. (૧) અતિક્રમ= દોષ સેવવાની ઇચ્છા થવી તે. Page #604 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૧૮-૨૧૯ યોગદૃષ્ટિ સમુચ્ચય પ૬૯ ) વ્યતિક્રમ=દોષ સેવવાની તૈયારી કરવી. સાધન સામગ્રી એકઠી કરવી. (૩) અતિચાર= અજાણતાં દોષ સેવવો. અથવા પરાધીનતાના કારણે દોષ સેવવો. (૪) અનાચાર= જાણી બૂઝીને વિષયરસની આસક્તિથી દોષ સેવવો. ઉપરોક્ત અતિચારાદિ વિપક્ષોની ચિંતાથી રહિત અને વિશિષ્ટ ક્ષયોપશમભાવ યુક્ત ઉપશમસારવાળું જે વ્રતપાલન છે. તે અહીં સ્વૈર્ય નામનો ત્રીજો યમ જાણવો. ર૧૭ll परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम एव तु ॥ २१८॥ ગાથાર્થ = અચિન્ય શક્તિની પ્રાપ્તિ દ્વારા પરોપકાર કરવામાં સમર્થ એવું આ યમપાલન તે સાચે જ અત્તરાત્માની સિદ્ધિ છે. આ સિદ્ધિ એ ચોથો યમ છે. ૨૧૮ ટીકા -“પાર્થસાય વેત” યમપાત્રને દ્ધિ" fમથીયો , તંત્ર “શુદ્ધત્તિરભિન” નાચી | “વિચક્તિયોન'' તત્તિથી વૈરત્યાહૂ I રૂત તત્ “રાત યમ વ તુ' સિદ્ધિયમ રૂતિ માવ: | ૨૨૮ વિવેચન :- સ્થિરતા પૂર્વક યમનું પાલન કરતાં કરતાં મોહનીયાદિ કર્મમલનો હ્રાસ થતાં આ આત્મા શુદ્ધ બને છે જેમ જેમ કર્મમલનો વધારે વધારે ક્ષય થાય છે અને અન્તરાત્માની શુદ્ધિ વધારે વધારે થાય છે. તેમ તેમ તે આત્મામાં અચિન્ય શક્તિ પ્રગટે છે. તે અચિન્ય શક્તિથી પરને અદ્ભુત ઉપદેશ આપવાનું સામર્થ્ય આવે છે. અને તેવા ઉપદેશ દ્વારા પરનો ઘણો ઉપકાર કરી શકે છે. સ્થિરતા પૂર્વક પાળેલા યમનું આ ફળ છે. આ મહાત્માઓમાં અન્તરાત્માની એવી નિર્મળતા-શુદ્ધિ પ્રગટ થાય છે કે ઉપદેશ દ્વારા તો તેઓ પરાર્થસાધક બને જ છે. પરંતુ તેઓના સાન્નિધ્યમાત્રથી પણ જન્મજાત વૈરીઓનાં વૈર વિનાશ પામે છે. તેઓની નિકટતા માત્રથી સર્પ- નકુલ, વાઘ- બકરી, ઉંદર-બીલાડી જેવા અત્યન્ત વૈરી જીવો પણ વૈરને ત્યજી દેનારા બને છે. આવા પ્રકારની સ્થિરતા યુક્ત વ્રતપાલનથી પ્રગટ થયેલી, પરોપકાર કરવામાં સમર્થ એવી અચિન્ત શક્તિની પ્રાપ્તિવાળી અત્તરાત્મભાવની અતિશય જે નિર્મળતાશુદ્ધિ તે સિદ્ધિયમ નામનો ચોથો યમ જાણવો. | ૨૧૮ || સવજીસ્વરૂપમાં ત્રણ પ્રકારના અવંચક સમજાવે છે. सद्भिः कल्याणसम्पन्न-दर्शनादपि पावनैः । તથા વર્ણનતો યોકા, માદ્યવિઝવી તે (૩ ) મે ૨૨૧ Page #605 -------------------------------------------------------------------------- ________________ પ૭૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૧૯ ગાથાર્થ = કલ્યાણને પામેલા અને દર્શન માત્રથી પણ પાવન કરનારા એવા સપુરુષોની સાથે તેવા પ્રકારના ભાવથી (ગુણવત્પણાના ભાવથી) દર્શન થવા દ્વારા જે સંબંધ થવો તે “આદ્યાવંચક” કહેવાય છે. તે ૨૧૯ ટીકા-“દ્ધિઃ ચાઈસિસ્પે.” વિશિષ્ટપુષ્યદ્ધિઃ “ન પારૈ” ૩મવત્નોનેના પવિત્ર: “તથા તેના પ્રવાસે મુવત્તા વિપર્યયમાન ‘‘નં'' તથતિન | “તત:”તે, યો “યોm:”સમ્બન્ધઃ સદ, સ “માધાજી કૃષ્ણ" सद्योगावञ्चक इत्यर्थः ॥ २१९॥ વિવેચન :- સપુરુષોની સાથે તથારૂપે (આ સત્પષ છે. અનેક ગુણોથી ભરપૂર છે તે રૂપે) ઓળખાણપૂર્વક યોગ થવો તે ત્રણ અવંચકમાંનો પ્રથમ અવંચક = યોગાવંચક છે. રૂપિયો સાચો હોવો જોઇએ અને તે સાચા રૂપિયાને “આ સાચો રૂપિયો છે” તે ભાવે ઓળખવો પણ જોઇએ. તો જ તે રૂપિયાની પ્રાપ્તિનું ફલ મેળવી શકાય છે. તેવી રીતે જે પુરુષનો યોગ થાય છે તે પુરુષમાત્ર હોવો જોઇએ એમ નહીં, પરંતુ “સપુરુષ” હોવો જોઇએ તથા “આ પુરુષ” છે. અનેકગુણોનો ભંડાર છે. તે મહાત્મામાં અલ્પ પણ વિપર્યય (આત્મહિતને બાધા આવે તેવું કોઈ પણ સ્વરૂપ) નથી એવી ઓળખાણપૂર્વક તેની સાથે જે સંબંધ થવો, તેવા પુરુષની પ્રાપ્તિ થવી તે આદ્યાવંચક યોગ કહેવાય છે. જીવનમાં આવા પ્રકારના સત્પષનો મેળાપ થાય એ જ મહાભાગ્યની નિશાની છે. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો આ જીવ સત્પરુષના યોગથી જ સાચા માર્ગે ચઢે છે માર્ગે ચઢવું એ જ આ આત્માનો સૌથી મોટો અને પ્રથમ ઉપકાર છે. આ ઉપકાર કરનારા તે “સપુરુષો” છે. તેથી તેવા મહાત્મા પુરુષોનો યોગ થવો એ મોટો પુણ્યોદય પ્રગટ્યો જાણવો. હવે તે સપુરુષો કેવા છે? તે બે વિશેષણથી જણાવે છે. (૧) કલ્યાણસમ્પન્ન = જેઓ પોતાના આત્માનું કલ્યાણ પામી ચૂક્યા છે. “યોગદશા” રૂપી રત્નચિંતામણિની જીવનમાં સાક્ષાત્ પ્રાપ્તિ કરી હોવાથી જેઓ અત્યન્ત વિશિષ્ટ પુણ્યવાળા છે. પરમ નિર્દોષ, અતિશય નિર્વિકારી, રાગાદિ દોષો ઉપર વિશિષ્ટ વિજયવાળા છે. સાચા સંત છે. સાચા સદ્ગુરુ છે. બાહ્યજીવન અને આન્તરિક જીવન એમ બન્ને જીવન જેઓનાં નિર્મળ અને નિર્દોષ છે. નિખાલસ છે. એવા તે સપુરુષ છે. (૨) દર્શન માત્રથી લોકોને પવિત્ર કરનારા = જેઓનું જીવન એટલું બધું પવિત્ર છે કે તેઓના દર્શન માત્રથી દર્શન કરનારનું કલ્યાણ થઈ જાય છે. તેઓના સાન્નિધ્ય માત્રથી જન્મજાત વૈરિઓનાં વૈર ચાલ્યાં જાય છે. વ્યાખ્યાન દ્વારા અને ઉપદેશ દ્વારા તો કલ્યાણ કરે જ, પરંતુ કંઈ ન કહે અને કંઈ પણ ન કરે તો પણ તેવા Page #606 -------------------------------------------------------------------------- ________________ પ૭૧ ગાથા : ૨૨૦ યોગદષ્ટિ સમુચ્ચય મહાત્માઓના મુખકમલનાં દર્શન માત્ર થતાંની સાથે જ આ આત્મામાંથી રાગાદિ-કષાયો ઢીલા થઈ જાય, મોળા પડી જાય, તેવા આ સત્પક્ષ હોય છે. તેવા પ્રકારના ઉપરોક્ત બે વિશેષણોવાળા આ સપુરુષોને પણ આપણો આત્મા “આ પુરુષ છે. અનેક ગુણોના ધામ છે. દર્શનમાત્રથી પવિત્ર કરનારા છે. મહાપુણ્યદયે જ આવા પુરુષોનો યોગ થાય છે.” ઇત્યાદિ રૂપે સમજીને તેવા પ્રકારના દર્શનપૂર્વક (ઓળખાણ-પિછાણપૂર્વક) તેઓની સાથે યોગ કરે તો આ આત્માનું અવશ્ય કલ્યાણ થાય જ છે. કલ્યાણ-પ્રાપ્તિનું આ પ્રથમ પગથીયું છે. અનાદિકાળથી મહામોહને આધીન થયેલા અનેક જન્મ-મરણાદિ દુઃખોથી પીડાતા આ જીવને આવા સપુરુષોનો યોગ સાચો માર્ગ ચિંધનાર છે. સાચો માર્ગ બતાવનાર છે સાચા રસ્તે ચઢાવનાર છે. તેથી આવા સપુરુષોની સાથે સત્પરુષ તરીકે ઓળખીને જે યોગ થાય છે તે યોગને આદ્ય અવંચકયોગ અર્થાત્ યોગાવંચક કહેવાય છે. આત્મકલ્યાણની પ્રાપ્તિમાં આ આત્માને ન છેતરનાર, ન ઠગનાર એવો આ યોગ છે. માટે આ યોગને અવંચકયોગ કહેવાય છે. આ યોગાવંચકથી જીવનનો પલટો શરૂ થાય છે આત્મહિત ભણી આ જીવ વળે છે. દોષિત ભાવો ત્યજે છે. માટે આ પ્રથમ ઉપકારી છે. ૨૧૯ો. तेषामेव प्रणामादि-क्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०॥ ગાથાર્થ=તે સયુરુષોને જ પ્રણામ કરવા-સ્તુતિ કરવી વગેરે ક્રિયા કરવાનો જે નિયમ કરવો તે ક્રિયાવંચક કહેવાય છે. જે મહાપાપના ક્ષયને કરનારો છે. જે ૨૨૦ll ટીકા-‘તેષાવિત્ત, “ પ્રતિક્રિયનિયમફત્ય' “શ્ચિય- વયોગ: स्याद् 'भवेदिति।अयं च "महापापक्षयोदयो'नीचैर्गोत्रकर्मक्षयकृदिति भावः ॥२२०॥ વિવેચન - યોગાવંચક સમજાવીને હવે ક્રિયાવંચક સમજાવે છે. જે મહાત્મા પુરુષોને યોગદશા સાક્ષાત્કાર થઈ ચૂકી છે. અચિત્ત્વશક્તિનો પ્રભાવ જેઓમાં પ્રગટ્યો છે. જેઓ ધીર, વીર, શાન્ત, દાન્ત, ઇન્દ્રિયવિજેતા, પરોપકારપરાયણ, સંવેગ પરિણામી અને પરમાર્થતત્ત્વ પામેલા છે. તેવા સપુરુષોને પ્રણામ- નમસ્કાર કરવા. અને આદિ શબ્દથી તેઓની સ્તુતિ-ગુણાનુવાદ ગાવા. સેવા-વૈયાવચ્ચ કરવી. આવા પ્રકારની મનવચન અને કાયાની જે ક્રિયા તે ક્રિયાવંચક કહેવાય છે. ભાવયોગી સપુરુષોનો યોગ થયો. અને તેઓની સત્પષ તરીકે સાચી જે ઓળખાણ થઈ. સંસાર-સાગરમાં દુર્લભયોગની પ્રાપ્તિ થઈ, ત્યારથી જ આ આત્મા તે Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૦-૨૨૧ મહાત્માઓ પ્રત્યે મનથી અત્યન્ત બહુમાનભાવ, પૂજ્યભાવ અને અહોભાવવાળો થાય છે. વચનથી તેઓની સ્તુતિ, ગુણોની પ્રશંસા અને સર્વત્ર યશોવાદ ગાય છે. તથા કાયાથી પ્રણામ-નમસ્કાર- વંદના-સેવા- ભક્તિ અને વૈયાવચ્ચ કરે છે. પ્રતિદિન પ્રણામ આદિ કરવાનો નિયમ કરે છે. આવા પ્રકારનો અન્નદઢ-મજબૂત સામર્થ્યવાળો એવો આ ક્રિયાવંચક યોગ કહેવાય છે. ભાવયોગી એવા સપુરુષોને હૃદયપૂર્વક પ્રણામાદિ કરવાથી ભવોભવમાં તેનો પુનઃપુનઃ યોગ સુલભ બને છે. આવા પ્રકારનો સપુરુષોનો યોગ અને તેઓની સપુરુષ તરીકેની ઓળખાણ તથા તેઓને ભાવથી પ્રણામાદિ કરવાના પરિણામ વગેરે ઉત્તમ ભાવો પ્રાય: ઉચ્ચકુળમાં જન્મેલા આત્માઓને જ પ્રાપ્ત થાય છે. તેથી નીચગોત્ર આદિ પાપકર્મોનો ક્ષય કરાવનાર આ યોગ છે. કારણ કે જો નીચગોત્રાદિ પાપકર્મોનો ક્ષય ન થયો હોય તો ત્યાં જન્મ ધારણ કરવો જ પડે. અને ત્યાં આવા અવંચક યોગની પ્રાપ્તિ થતી નથી. તેથી નીચગોત્ર આદિ પાપકર્મોનો ક્ષય કરાવનારો અને ઉચ્ચકુલમાં જન્મપ્રાપ્તિ આદિ ઉત્તમભાવોને અપાવનારો આ અવંચક યોગ છે કે જેનાથી અલ્પકાળમાં જ અનાયાસે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તથા જે ઉત્તમ પુરુષને સેવે તે અવશ્ય ઉત્તમ થાય છે. ઉત્તમ પુરુષોની સેવા કરતાં આ આત્મા પણ ઉત્તમ બને જ છે. પૂજ્યની પૂજા કરતાં કરતાં પૂજક પણ પૂજ્ય બને જ છે. આ કારણથી પણ નીચગોત્ર આદિ પાપકર્મોનો અવશ્ય ક્ષય થાય છે. કારણ કે નીચગોત્રનો ક્ષય થાય તો જ ઉત્તમ થવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઉત્તમ ગુણ અનુરાગથી સાહેલડી) લહીએ ઉત્તમ ઠામ રે ગુણo | ઉત્તમ નિજ મહિમા વધે સાહેલડી) દીપે ઉત્તમ ધામ રે ગુણo || પૂ.ય.મ. || યોગાવંચક તે ધનુષ્યમાં બાણ ગોઠવવા સ્વરૂપ છે અને ક્રિયાવંચક તે લક્ષ્ય ભણી બાણ છોડવા રૂપ અને બાણની સડસડાટ ગતિ રૂપ છે. જેનાથી મુક્તિપ્રાપ્તિ રૂપ લક્ષ્ય પ્રાપ્તિ અવશ્ય થવાથી ફળાવંચક્તા આવે જ છે. જ્યારે બાણની ગતિ યથાર્થ લક્ષ્ય ભણી થાય છે. અલ્પ પણ આડી-અવળી ગતિ થતી નથી. ત્યારે લક્ષ્ય પ્રાપ્તિ નિયમાં થાય જ છે. તેમ અહીં પણ પુરુષોને પ્રણામાદિ કરવા રૂપ ક્રિયા યથાર્થ થાય. તો કર્મક્ષયમુક્તિ પ્રાપ્તિ રૂ૫ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. || ૨૨૦ || फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्ति-धर्मसिद्धौ सतां मता ॥ २२१॥ ગાથાર્થ = પૂર્વોક્ત પુરુષો પાસેથી જ (સદુપદેશાદિ દ્વારા) ધર્મપ્રાપ્તિની સિદ્ધિ માટે સપુરુષોને માન્ય સાનુબંધભાવ યુક્ત એવા ફળની જે અવશ્ય પ્રાપ્તિ થાય છે. તે ફલાવંચકયોગ કહેવાય છે. એ ૨૨૧ / Page #608 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૨૧ યોગદષ્ટિ સમુચ્ચય પ૭૩ ટીકા-“વર્જીયોગg" વરમો યોનોત્તમ: | વિભૂત રૂત્વીદ “સચ્ચ ga” અનન્તર ક્લેિમ્પ , “નિયોતિ:” મવથતા ! “સાનુજન્યત્રવિત્તિ.” તથા સહુશાન્નિા, “થસિદ્ધ' વિષયે, “સતાં મતા'' રૂતિ | ૨૨૨ વિવેચન :- યોગાવંચક અને ક્રિયાવંચક સમજાવીને હવે ત્રીજા ફલાવંચકનું સ્વરૂપ સમજાવે છે. ભાવયોગી એવા સપુરુષોનો યોગ થયો. સત્પરુષ તરીકે તેઓની ઓળખાણ થઇ. હૃદયના ભાવપૂર્વક તેવા સત્પષોને પ્રણામ-સ્તવના આદિ અવંચક ક્રિયા કરી. તો તેનાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ અવંચક ફળની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. આવા પ્રકારના સ્વરૂપની પ્રાપ્તિ તે ફલાવંચક કહેવાય છે. આ ફળાવંચક એ ચરમ એટલે છેલ્લો ઉત્તમ યોગ છે. સર્વોત્તમ યોગ છે. પૂર્વે ગાથા ૨૧૯માં કહેલા એવા પુરુષો પાસેથી ઉત્તમ ઉપદેશ શ્રવણ દ્વારા તથા સતત તેઓના સાન્નિધ્યથી આ આત્મામાં અવશ્ય ધર્મતત્ત્વની સિદ્ધિ થાય છે. ધર્મતત્ત્વની સિદ્ધિ થાય છે એટલું જ નહીં. પરંતુ સાનુબંધ એવા ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. એટલે કે આ ધર્મતત્ત્વની થયેલી પ્રાપ્તિ ઉત્તરોત્તર દિન-પ્રતિદિન તથા ભવોભવમાં વધારેને વધારે ગાઢપણે થતી જાય છે. તેની સાંકળ ચાલુ જ રહે છે. અખંડ ધારાવાહીપણે અને નિયમો સવિશેષપણે ધર્મતત્ત્વની વૃદ્ધિ જ થાય છે. જેથી અલ્પભવોમાં જ આ આત્મા નિયતપણે મુક્તિગામી થાય છે. અનંત ભૂતકાળમાં આ જીવે અનેકવાર ધર્મક્રિયા કરી છે. પરંતુ કાં તો સત્પષનો યોગ થયો નથી. અથવા યોગ થયો હશે તો પુરુષ તરીકે તેઓને ઓળખ્યા નથી. ઓળખ્યા હશે તો મોહની પરવશતાથી ધર્મક્રિયા આચરી નથી. અને તેઓની પ્રેરણાથી કદાચ આચરી હશે તો સંસારસુખના રાગના કારણે સંસારસુખનું લક્ષ્ય રાખીને આચરી હશે. તેથી ફળ પણ તેવું જ (દેવ-મનુષ્યાદિ ભવોનાં સુખ માત્ર જ) પ્રાપ્ત થયું છે. તેથી યોગ પણ આ આત્માને વંચક પ્રાપ્ત થયો, ક્રિયા પણ વંચક જ કરી, તેથી ફળ પણ વંચક જ મળ્યું. પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં. તેથી જ આ જીવ આજ સુધી રખડે છે. પરંતુ હવે આવી ઉંચી દશામાં આવેલા જીવને સ્વરૂપનું બરાબર લક્ષ્ય જાગ્યું છે. તે સ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે. એવો નિર્ણય કરી લીધો છે. તેથી બાણ દ્વારા કરાતા લક્ષ્યવેધની જેમ આ યોગાવંચક અને ક્રિયાવંચક દ્વારા અવશ્ય આત્માના પરમાર્થની પ્રાપ્તિ સાનુબંધ ધર્મસિદ્ધિ થવા રૂપ ફળાવંચકતા પણ આવે જ છે. આ પ્રમાણે આ સાનુબંધ (ગાઢ) એવી જે ધર્મસિદ્ધિ છે તે સક્નોને (સપુરુષોને) માન્ય છે. આ ધર્મસિદ્ધિ મુક્તિપ્રાપ્તિનું અવલ્થકારણ બને છે. પ્રશ્ન - સાનુબંધ ધર્મસિદ્ધિ જે કહી. ત્યાં ધર્મ એટલે શું? Page #609 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૨ ઉત્તર :- શાસ્ત્રોમાં ધર્મશબ્દના પ્રયોજનવશથી અનેક અર્થો જોવા મળે છે. જેમ કે, અહિંસા – સંયમ અને તપ એ ધર્મ છે. દાન, શીયળ, તપ અને ભાવ એ ધર્મ છે. આશ્રવનો ત્યાગ અને સંવર-નિર્જરાનો આદર એ ધર્મ છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞા પાળવી તે ધર્મ છે. એમ અનેક વ્યાખ્યા જોવા મળે છે. ષોડશક પ્રકરણમાં પૂ. હરિભદ્રસૂરિજી મ.શ્રીએ ધર્મશબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે” પુણ્યની વૃદ્ધિ તે પુષ્ટિ, અને પાપક્ષયજન્ય આત્મનિર્મળતા તે શુદ્ધિ. આવા પ્રકારની પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત તે જ ધર્મ છે. આ બન્ને ભાવો અનુબંધવાળા થયે છતે અનુક્રમે પરમ એવું મુક્તિપદ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે પુષ્ટિ પુષ્કોપ : શુદ્ધિ, પાપક્ષ નિર્માતા | अनुबन्धिनि द्वयेऽस्मिन्, क्रमेण मुक्तिः परा ज्ञेया ॥ ३-४॥ આ પ્રમાણે ચાર પ્રકારના યોગી અને ત્રણ પ્રકારના અવંચકભાવનું સ્વરૂપ કહ્યું ર ૨૧ एवमेषां स्वरूपमभिधाय प्रकृतयोजनमाहઆ પ્રમાણે યોગીઓનું સ્વરૂપ કહીને પ્રસ્તુત ગ્રંથમાં તેની યોજના કરતાં કહે છે કે कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् । श्रवणात्पक्षपातादे-रुपकारोऽस्ति लेशतः ॥ २२२॥ ગાથાર્થ = મારાથી પણ અલ્પ બુદ્ધિવાળા એવા કુલયોગી અને આદિ શબ્દથી પ્રવૃત્તચક્રયોગી મહાત્માઓને આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથથી શ્રવણ દ્વારા તથા યોગનો પક્ષપાત-ઇચ્છા-સ્વીકાર આદિ દ્વારા અંશથી અવશ્ય ઉપકાર થશે જ. ૨૨૨ા ટીકા-“રુત્સિંગિન' ૩તિનક્ષનાં, “મ” યોગદષ્ઠિસમુચ્ચયાત, “મોળ” સવાશાત્ નથી તા” મચેલામ્ ! નિત્યાદ-“શ્રવા, શ્રવન પક્ષપાત ” પક્ષપાતાભેછા, “૩૫જાતિ નેતિઃ' તથા बीजपुष्टया ॥ २२२॥ વિવેચન :- પૂર્વે ચાર પ્રકારના યોગી આત્માઓ સમજાવ્યા છે તેમાં સૌથી પ્રથમ જે ગોત્રયોગી છે તે નામમાત્રથી જ યોગી હોવાથી અને યોગદશા તરફના અલ્પાંશે પણ લક્ષ્યવાળા ન હોવાથી આ ગ્રંથના પઠન-પાઠન અને શ્રવણ માટે અધિકારી નથી. તથા અન્તિમ જે નિષ્પન્નયોગી છે. તેઓ પોતે યોગદશા પ્રાપ્ત કરી Page #610 -------------------------------------------------------------------------- ________________ પ૭પ ગાથા : ૨૨૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ચૂકયા હોવાથી કંઈ પણ પ્રયોજન શેષ ન હોવાથી આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ માટે અધિકારી નથી. પરંતુ બેને છોડીને વચ્ચેના જે કુલયોગી અને પ્રવૃત્તચયોગી મહાત્માઓ છે અને તેમાં પણ જેઓ મારાથી પણ જડબુદ્ધિવાળા (અલ્પબુદ્ધિવાળા) છે તેઓને આ ગ્રંથથી અવશ્ય લેશથી પણ ઉપકાર થશે. અહીં ગ્રંથકારે પોતાની કેટલી લઘુતા જણાવી છે? આટલી બધી નમ્રતા આવા મહાત્મા યોગી પુરુષોમાં જ સંભવે છે. પોતે અનેક ગ્રંથોના રચયિતા છે. મહાત્ સાહિત્યસર્જક છે. વિન્શિરોમણિ છે. છતાં પોતાને પણ જડબુદ્ધિ વાળા માને છે. કારણ કે એવો ઉલ્લેખ કરે છે કે મારાથી પણ જેઓ વધારે જડબુદ્ધિવાળા છે” તેઓને આ ગ્રંથથી અવશ્ય ઉપકાર થશે. તેનો ભાવાર્થ એવો છે કે હું પણ જો કે જડબુદ્ધિવાળો જ છું તો પણ મારી આ રચના મારાથી અધિક જડબુદ્ધિવાળાને ઉપકારક થશે. વાહ! વાહ! કેટલી અને કેવી લઘુતા! ધન્ય છે આવા ગંભીર-ધીર-ઉત્તમોત્તમ મહાપુરુષને તત્ત્વથી વિચારીએ તો બારમા ગુણસ્થાનક સુધીના આત્માઓ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવવાળા જ હોય છે. ગમે તેટલા જ્ઞાની હોય, ચૌદપૂર્વધર હોય કે ગણધર હોય કે અનેક ગ્રંથ રચયિતા હોય તો પણ ક્ષાવિકભાવના નિરાવરણ જ્ઞાનની અપેક્ષાએ તો અલ્પજ્ઞાનવાળા જ=જડબુદ્ધિવાળા જ છે. આવી દૃષ્ટિ રાખીને ગ્રંથકાર પોતાને જડબુદ્ધિવાળા કહે તે આવા મહાત્મા પુરુષોને જ ઉચિત છે. પ્રશ્ન :- આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથથી કુલયોગી વગેરે આત્માઓને કેવી રીતે ઉપકાર થશે ? ઉત્તર :- તે બન્ને યોગી મહાત્માઓ અનુક્રમે યોગદશા પ્રાપ્તિની ઇચ્છાવાળા અને પ્રવૃત્તિવાળા હોવાથી યોગદશાની કથાના અત્યન્ત પ્રેમી છે. અને આ ગ્રંથ પણ યોગના સ્વરૂપને જ સમજાવનારો છે. તેથી આ ગ્રંથનું વારંવાર પુરુષો પાસેથી શ્રવણ કરવાથી પઠન-પાઠન કરવાથી તેનું વારંવાર ચિંતન-મનન કરવાથી તેના પ્રત્યેનો અતિશય પક્ષપાત થવાથી, તેના પ્રત્યે અતિશય આદર-બહુમાનભાવ અને પૂજ્યભાવ પ્રગટ થવાથી તેવું આચરણ કરવાની શુભ ઇચ્છા પ્રગટ થવાથી તે આત્માઓમાં ધર્મબીજની વૃદ્ધિ થશે. પૂર્વે ગાથા ૨૩ આદિમાં યોગબીજોનું વર્ણન કરેલું છે. તેમાં ધર્મશાસ્ત્રનું વારંવાર શ્રવણ એ પણ ઉત્તમ યોગબીજ છે. કારણ કે તેનાથી આત્મામાં ધર્મતત્ત્વની પુષ્ટિ અને વૃદ્ધિ અવશ્ય થાય છે. તેથી આ પણ મહા ધર્મગ્રંથ છે. આત્મદષ્ટિ ખોલનારો અને ખીલવનારો આ ગ્રંથ છે. પરમાર્થતત્ત્વ સમજાવનારો આ ગ્રંથ છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨ ૨ ૨-૨૨૩ સ્વરૂપનું લક્ષ્ય કરાવનારો અને તે તરફ અધિક પ્રેરણા કરનારો આ ગ્રંથ છે. તેથી આ ગ્રંથના વારંવાર શ્રવણ-પક્ષપાત-શુભેચ્છા-મનન અને આચરણ દ્વારા અવશ્ય ઉપકાર કરનારો આ ગ્રંથ ધર્મબીજની પુષ્ટિ-વૃદ્ધિ કરવા દ્વારા અવશ્ય ઉપકારક થશે જ. (ખરેખર મારા ઉપર પણ આ ધર્મગ્રંથથી ઘણો ઘણો ઉપકાર થયો છે. આ ગ્રંથ તથા યોગશતક અને યોગબિન્દુ આદિ ગ્રંથ જ્યારે ભણાવવા દ્વારા વાંચ્યા ત્યારથી જ તેમાં આલેખિત ભાવો હૃદયસ્પર્શ થયા. વારંવાર તેનું પઠનપાઠન કરવા-કરાવવાનું જ મન થયું. અને મન તથા જીવન ઉપર ઘણા અંશે અવશ્ય ઉપકાર થયો જ છે. તેથી તેનાથી પ્રેરાઈને જ આ ગ્રંથોની ટીકાનું ગુજરાતી વિવેચન લખવા પ્રેરાયો છું. યોગવિંશિકા- અને યોગશતકનું વિવેચન લખી પ્રકાશિત કરીને આ ત્રીજા યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનું વિવેચન લખ્યું છે. આ વિવેચન લખતાં આત્મામાં જે અદ્ભુત ભાવો સ્ફર્યા છે તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. તેથી ઉપકારી એવા આ ગ્રંથને અને ગ્રંથ-રચયિતાને હૃદયના ભાવ અને બહુમાનપૂર્વક પુનઃ પુનઃ વંદના કરું છું.) ૨૨૨ कः पक्षपातमात्रादुपकार इत्याशङ्कापोहाय आहપક્ષપાતમાત્રથી શું ઉપકાર થાય ? એવી આશંકાને દૂર કરવા કહે છે. तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ २२३॥ ગાથાર્થ = તાત્વિક એવો પક્ષપાત, અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, આ બન્નેની વચ્ચે સૂર્ય અને ખદ્યોત (આગીયા) જેટલું અંતર જાણવું. ૨૨૩/ ટીકા “તાત્તિ: પક્ષપાતષ્ઠ” પરમર્થિત કૃત્યર્થ / “મવા ૪ થી ક્રિયા” તિ, “મનયોરન્તઃ '' વરિત્યાદિ-“માનુલતયરિવ'' महदन्तरमित्यर्थः ॥ २२३॥ વિવેચન :- આ યોગધર્મ પ્રત્યેનો હૃદયમાં રહેલો તાત્ત્વિક (સાચો પારમાર્થિક) એવો જે પક્ષપાત છે. અને ભાવશૂન્ય જે ધર્મની ક્રિયા છે. તે બન્નેમાં સૂર્ય અને ખજુઆ (આગીયા) સમાન અંતર છે. યોગમાર્ગ પ્રત્યેનો પારમાર્થિક જે પક્ષપાત છે. તે તેના પ્રત્યેના પ્રેમ-રુચિ- અને ઉપકારકતા બુદ્ધિ પૂર્વકનો જ હોય છે. તેથી આ યોગદશા જેનામાં પ્રગટી હોય છે તેવા મહાત્માઓ પ્રત્યે પૂજ્યભાવવાળો અને પોતાને પણ નિકટગામી Page #612 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય પ૭૭ ભવાન્તરોમાં પ્રાપ્ત થાય એવી તીવ્ર ઇચ્છાપૂર્વકનો હોય છે. જેથી બીજાધાન કરાવનારો અને કાલાન્તરે યોગપ્રાપ્તિ કરાવવા દ્વારા મુક્તિ અપાવનારો પણ બને છે. તેથી આ તાત્વિક પક્ષપાત (ધર્મક્રિયાનું વિશિષ્ટાચરણ ન આવ્યું હોય તો પણ) એ ઝળહળતા સૂર્ય સરખો અતિશય દેદીપ્યમાન છે. પરંતુ હૃદયની ભાવનાથી શૂન્ય એવી કરાતી ધર્મ ક્રિયા દંપૂર્વકની, માન વધારનારી, પોતાને વિશિષ્ટગુણવાનું મનાવનારી, અને અન્યગુણવંતા પુરુષો પ્રત્યે ક્રિયાહીનતા દેખીને હીનતાબુદ્ધિ કરાવનારી હોય છે. જેથી આગીયા સમાન અલ્પ અને તુચ્છ પ્રકાશવાળી છે. તાત્ત્વિક પક્ષપાતમાં પરિણતિની શુદ્ધિ છે, જે કાળાન્તરે પણ પ્રવૃત્તિની શુદ્ધિ લાવે જ છે. જ્યારે ભાવશૂન્ય ક્રિયા એ પ્રવૃત્તિમાત્રની જ શુદ્ધિ છે જે કાલાન્તરે પણ પરિણતિને સુધારતી નથી પરંતુ માનાદિ કષાયો લાવવા દ્વારા પરિણતિને બગાડે છે. તાત્ત્વિક પક્ષપાત એ મનશુદ્ધિ છે અને ભાવશૂન્ય ક્રિયા એ માત્ર કાય શુદ્ધિ છે. આ પ્રકારે સમજતાં પણ બન્નેની વચ્ચેનું અંતર સમજાશે. કહ્યું છે કે નાણ રહિત જે શુભક્રિયા, ક્રિયા રહિત શુભ નાણ | યોગદષ્ટિ સમુચ્ચય કહીઉં, અંતર ખજુઆ ભાણ ૧૫-૩ ! ખજુઆ સમી કિરિઆ કહી, નાણ ભાણ સમ જોય | કલિયુગ એહ પટંતરો, વિરલા બુઝે કોઈ ૧૫-૪ | ક્રિયા માત્ર કૃત કર્મક્ષય, દદદૂર ચૂર્ણ સમાન છે. જ્ઞાન કીલું ઉપદેશપદિ, તાસ છાર સમ જાણ | ૧૫-૫ | નાણ પરમ ગુણ જીવનો, નાણ ભવાર્ણવ પોત | મિથ્યામતિ તમ ભેદવા, નાણ મહા ઉદ્યોત | ૧૫-૮ | નાણ રહિત હિત પરિહરી, અજ્ઞાન જ હઠ રાતા / કપટ ક્રિયા કરતા યતિ, ન હુઈ જિનમતિ માતા / ૧૫-૧૧| (પૂ. ઉપાધ્યાયજી મ. કૃત દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ ઢાળ-૧૫) તથા વહિં સૂર્ય અને ખદ્યોતની જેમ આ વિવક્ષિતભાવોમાં મોટું અંતર કેમ છે? તે સમજાવે છે. खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४॥ ગાથાર્થ = આગીયાનું જે તેજ છે તે પ્રમાણમાં અલ્પ છે અને વિનાશી છે. સૂર્યનું તેજ તેનાથી વિપરીત છે. એમ પંડિત પુરુષોએ જાણવું. / ૨૨૪ યો. ૩૦ Page #613 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૪ ટીકા -“લઘતઋચ” સત્ત્વવિશેષી, “નઃ” પ્રવેશાત્મવત્ | તમિત્યદ-“અન્ય સ્ત્ર વિનાશિ ૪' સ્વરૂપે ! “વિપરીતનિ માનો.” વહૂવિનાશિ વાહિત્યતિ | ફત્યેવં, “ભવ્યમિ'' ધિત પક્ષપાતાફેથિવિ, “” તત્ત્વનીચેતિ | ર૨૪ વિવેચન - ઉપર કહેલ સૂર્ય અને આગીયાના દૃષ્ટાન્તને આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ખદ્યોતક તે એક પ્રકારનું નાનું જીવડું છે. કે જેને લોકો આગીઓ કહે છે. તે ખદ્યોતકનું તેજ જે પ્રકાશાત્મક છે. તે અતિશય અલ્પ છે. તેટલા ભાગમાં જ પ્રકાશ પાથરનારૂં છે અને તે પણ મન્દ મન્દ પ્રકાશ આપનાર છે. પ્રકાશ આપ્યો ન આપ્યો અને તુરત જ વિનાશ પામનારૂં, ફરી ફરી અલ્પ અલ્પ પ્રકાશપણે ચમકે છે અને ચમકતાંની સાથે જ તુરત વિલય પામી જાય છે. જ્યારે સૂર્યનો પ્રકાશ તેનાથી વિપરીત છે આખા જગતને અતિશય તીવ્ર પ્રકાશ આપે છે. જેમાં વિશ્વના સમસ્ત લોકો વસ્તુઓ જોઈ શકે છે અને પોતાના વ્યવહાર કરી શકે છે. વળી તે સૂર્યનો પ્રકાશ ઘણા લાંબા ટાઇમ સુધી રહેનાર છે એટલે સૂર્યનો પ્રકાશ બહુ છે અને અવિનાશી છે. આ પ્રમાણે તાત્વિક વિષયનો પક્ષપાત અને આવા પ્રકારની (ભાવશૂન્ય) ક્રિયા વગેરેનો ભેદ પંડિત પુરુષોએ તાત્ત્વિક નીતિથી (નિશ્ચયનયની દૃષ્ટિથી) (પારમાર્થિક દૃષ્ટિથી) વિચારવો. અહીં તાત્ત્વિકપક્ષપાત એ સૂર્યસમાન છે અને ભાવશૂન્ય ક્રિયા એ ખદ્યોતક સમાન છે. ઉપરની વાતનો સાર એ છે કે ભાવશૂન્ય જે ક્રિયા છે. તે કાયિક ક્રિયા માત્ર જ હોવાથી માન-માયા આદિ કષાયોના કારણે આત્મ-કલ્યાણની પ્રાપ્તિનું અવધ્ય કારણ બનતી નથી. તેથી ક્રિયાકાલે ક્રિયાનો રંગ આવે છે. પરંતુ શેષકાળે પુનઃ શુષ્ક બની જાય છે. તેથી તેનો રંગ અલ્પ છે અને વિનાશી છે. જ્યારે તાત્વિક પક્ષપાત જે છે. તેનાથી સદા હૃદય ભીનું ભીનું સંવેગ-વૈરાગ્યવાળું રહે છે. અને વર્ષો સુધી પણ રહે છે અને ભવાન્તરમાં પણ સાથે આવે છે તથા તેના સંસ્કાર દ્વારા ચારિત્રની પ્રાપ્તિ થતાં અલ્પકાળમાં જ મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેથી તે ભાવ બહુ કિંમતી છે અને અવિનાશી છે. આ કારણથી જ જૈનશાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ ઉચ્ચકોટિની ધર્મક્રિયા કરનાર મિથ્યાષ્ટિ જીવોની પ્રશંસા કરી નથી. તથા આરાધક પણ કહ્યા નથી. અને ચારિત્રના આચરણ વિનાના હોવા છતાં પણ ચોથા ગુણસ્થાનકવર્તી સમ્યગ્દષ્ટિજીવોની પ્રશંસા કરી છે. કારણ કે મિશ્રાદષ્ટિજીવોની ઉચ્ચકોટિની પણ ક્રિયા ભાવથી શૂન્ય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકના જીવોમાં વિરતિની ક્રિયા ન હોવા છતાં પણ તાત્ત્વિક પક્ષપાત છે. આ Page #614 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૭૯ કારણથી ઉચ્ચકોટિની મિથ્યાત્વી જીવોની ધર્મક્રિયા કરતાં પણ સમ્યગ્દષ્ટિ જીવોનો તાત્ત્વિક પક્ષપાત ઉચ્ચકોટિનો છે. તેથી જ સર્વવિરતિધર, દેશવિરતિધર અને સંવેગપાક્ષિક એમ ત્રણ પ્રકારના જીવો આરાધક કહેલા છે. કહ્યું છે કે साधुः श्राद्धश्च संविग्नपक्षी शिवपथास्त्रयः । शेषाः भवपथा गेहिद्रव्यलिङ्गिकुलिङ्गिनः ॥ गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुद्धयः ॥ પૂ. યશો. કૃત દ્વાત્રિશત્કાવિંશિકા /કારા૩li સાધુ-શ્રાવક અને સંવેગપાક્ષિક આ ત્રણ જીવો મુક્તિ માર્ગના પથિક છે બાકીના ગૃહસ્થો, માત્ર દ્રવ્ય લિંગધારી સાધુ, અને કુલિંગ સાધુ આ ત્રણ સંસારમાર્ગના પથિક છે. એમ જાણવું. સાધુઓમાં પણ ગુણવાનું પુરુષો, ગુણોના રાગી પુરુષો, અને ગુણોના હૈષી પુરુષો અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહેવાય છે. એમ શાસ્ત્રમાં સ્પષ્ટ સંભળાય છે. પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી | એ ત્રણે શિવ મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી | શેષ ત્રણે ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહ ભરીયાજી | ગૃહ યતિલિંગ કુલિંગ લખીએ, સકળ દોષના દરીયાજી | પૂ. ઉપાધ્યાયજી કૃત સવાસો ગાથાનું વતન || ઢાળ-૭-૩ /. આ પ્રમાણે તાત્ત્વિકપક્ષપાતવાળો સંવેગપાક્ષિક જીવ પણ ત્રીજા નંબરે મુક્તિમાર્ગનો પથિક કહેવાય છે. પરંતુ ભાવશૂન્ય ક્રિયામાત્રવાળો જીવ અભવ્યાદિની જેમ મુક્તિમાર્ગનો પથિક કહેવાતો નથી. / ૨૨૪ | વિશેષાદ આ યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથનું શ્રવણ કરવામાં વિશેષતા કહે છે. श्रवणे प्रार्थनीयाः स्युर्न हि योग्या: कदाचन ।। यत्नः कल्याणसत्त्वानां, महारत्ने स्थितो यतः ॥ २२५॥ ગાથાર્થ = યોગ્ય આત્માઓને યોગગ્રંથના શ્રવણ માટે પ્રાર્થના કરવાની કદાપિ હોતી નથી. કારણ કે કલ્યાણ સત્ત્વ (ભાવ પુણ્યશાલી) પુરુષોને મહારત્નની પ્રાપ્તિમાં સદા ઉદ્યમ હોય જ છે. / ૨૨પા Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૮O યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૫ ટીકા - “શ્રવજે'' શ્રવવિષયે, પ્રાર્થના” “સુ” મયુ: | “ર દિ योग्याः कदाचन"शुश्रूषाभावेन स्वतः प्रवृत्तेः । तथा चाह-"यत्नः कल्याणसत्त्वानां" પુવતાં, “મહારત્ન'' ચિન્તામવિવિષયે, “સ્થિત યતઃ” તથરત્યયોન, पक्षपातादेरपि जन्मान्तरावाप्तिश्रुतेः ॥ २२५॥ વિવેચન :- ઉપર સમજાવ્યા પ્રમાણે જે કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી મહાત્માઓ છે અર્થાત્ જે યોગવિષયક શાસ્ત્ર સમજવાને યોગ્ય છે. આત્માર્થી મુમુક્ષુ અને પરમાર્થપદના વાંછુક છે. તેવા યોગ્ય આત્માઓને આ ગ્રંથના શ્રવણ-પઠન-પાઠન વિષે પ્રાર્થના કરવાની હોતી નથી. હે કુલયોગી મહાત્માઓ “હે પ્રવૃત્તચક્ર યોગીઓ! હે મુમુક્ષુ આત્માઓ! હે યોગમાર્ગના જિજ્ઞાસુ આત્માઓ! તમે સર્વે અમારો આ ગ્રંથ બરાબર સાંભળજો. બરાબર પઠન-પાઠન કરજો. આ ગ્રંથમાં ઘણું રહસ્ય ભરેલું છે. આવા પ્રકારની વિનંતિ કરવાની હોતી નથી. તેઓને પ્રાર્થના કરવી પડતી નથી. કારણ કે તે મહાત્માઓ “શુશ્રુષા'= સાચી અંતરંગ ભાવપૂર્વકની તત્ત્વ સાંભળવાની તમન્નાવાળા જ હોય છે. એટલે સ્વતઃ પોતાની મેળે જ (પરની પ્રેરણા વિનાજ) તત્ત્વશ્રવણની જ્યાં જ્યાં પ્રાપ્તિ થાય તેવા યોગો હોય છે. ત્યાં પ્રવર્તતા જ હોય છે. સજ્જન પુરુષોની સન્શાસ્ત્રશ્રવણમાં સ્વતઃ જ પ્રવૃત્તિ હોય છે. જે કલ્યાણસર્વ જીવો છે તે કલ્યાણ સત્ત્વ જીવોનો ચિંતામણિ આદિ મહારત્નોની પ્રાપ્તિના વિષયમાં સદા પ્રયત્ન રહેલો જ હોય છે. અહીં “કલ્યાણ” કરવાના અર્થી જીવો અથવા જેઓનું નિયમાં કલ્યાણ થવાનું જ છે તેવા આત્માઓ આત્મકલ્યાણના હેતુભૂત ચિંતામણિ આદિ મહારત્નો મેળવવાનો જો કોઈ સ્થાને યોગ દેખાય તો તે વિષયમાં સદા પ્રયત્નયુક્ત જ હોય છે. તેવા વિષયમાં પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તે તેઓનો ઔચિત્યયોગ છે. તેઓનું તેમ કરવું તે ઉચિત પ્રવૃત્તિ જ છે. કારણ કે જે જેનો અતિશય અર્થી હોય છે તેને તે મળવાના પ્રસંગો જ્યારે સાંપડે છે. ત્યારે તે અલ્પ પણ પ્રમાદ કર્યા વિના પરની પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના સામેથી દોડી જઈ તે તે લભ્ય વસ્તુને પ્રાપ્ત કરી લેવા તત્પર જ હોય છે. તેથી તેઓ માટે આ ઉચિત જ કહેવાય છે. તેવી રીતે આત્માર્થી મુમુક્ષુ માટે આ ગ્રંથ પણ ચિંતામણિ રત્ન તુલ્ય છે. બલ્ક તેથી પણ અધિક છે. કારણ કે ચિંતામણિ આદિ રત્નો વર્તમાનભવના સાંસારિક દુઃખોનો જ ઉચ્છેદ કરનારાં છે. જ્યારે આ ગ્રંથનું શ્રવણ અને પઠન-પાઠન ભવોભવનાં દુઃખોનો ઉચ્છેદ કરનારું છે. સર્વથા દુઃખનો ઉચ્છેદ કરી અનંતસુખયુક્ત એવું મુક્તિપદ આપનારું છે. માટે તેઓની આવા ગ્રંથોના શ્રવણમાં સહજપણે પ્રવૃત્તિ હોય જ છે. પ્રેરણા કરવાની રહેતી જ નથી. આવા સજ્જન પુરુષોને હૈયામાં યોગવિષયક શાસ્ત્રો સાંભળવાનો, Page #616 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૨૬ યોગદષ્ટિ સમુચ્ચય ૫૮૧ પઠન-પાઠન કરવાનો તથા તદુક્તાચરણ આચરવાનો પક્ષપાતાદિ હંમેશાં હોય જ છે. પક્ષપાત-રુચિ-પ્રીતિ-હાર્દિક પૂજ્યભાવ-અને બહુમાનાદિ હોય છે. તેના કારણે જ તેવા સજ્જન પુરુષોને જન્માન્તર (બીજા ભવ)માં પણ બાલ્યવયથી સંવેગ-નિર્વેદના પરિણામપૂર્વક આ યોગધર્મની પ્રાપ્તિ થાય છે. એવું શાસ્ત્રોમાં સંભળાય છે. અનુભવ પણ એવા થાય જ છે કે જેને જેના ગાઢ સંસ્કાર હોય છે તેને ભવાન્તરમાં તે અવશ્ય મળે જ છે. જેમ બાલ્યવયના ગાઢસંસ્કારવાળા ભાવો યુવાવસ્થામાં અને યુવાવસ્થાના ગાઢ સંસ્કારવાળા ભાવો વૃદ્ધાવસ્થામાં અનુભવાય જ છે. તેવી રીતે આ ભવના ગાઢ પક્ષપાતાદિ સંસ્કારોથી ભવાન્તરમાં લઘુવયથી યોગધર્મની પ્રાપ્તિ પણ અવશ્ય થાય છે. / રર૫ / अयोग्यदानदोषपरिहारमाह જો યોગ્યને આ ગ્રંથના શ્રવણની પ્રાર્થના કરવાની આવશ્યકતા ન હોય તો અયોગ્ય આત્માઓને આ ગ્રંથના શ્રવણની પ્રાર્થના તો કરો, કે જેથી તે અયોગ્ય આત્માઓ આવા મહત્તમ ગ્રંથશ્રવણ કરીને યોગ્ય બને. જેથી સ્વ-પર ઉપકાર કરવાનો આ ગ્રંથથી લાભ થાય. તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આ ગાથામાં આપે છે કે અયોગ્ય આત્માઓને આ ગ્રંથનું દાન કરવામાં આવે તો દોષ જ લાગે. તેથી તેવો દોષ ન લાગે તે માટે અર્થાત્ દોષપરિહાર માટે જણાવે છે કે नैतद्विदस्त्वयोग्येभ्यो, ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह, नैतेभ्यो देय आदरात् ॥ २२६॥ ગાથાર્થ = યોગના ગ્રંથોને જાણનારા જ્ઞાની પુરુષો (યોગાચાર્યો) જો કે પોતે સ્વયં અયોગ્ય આત્માને આ યોગ ગ્રંથ આપતા નથી. તો પણ ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજા આદરપૂર્વક આ પ્રમાણે જણાવે છે કે આ યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથ તેવા અયોગ્ય આત્માઓને ન આપશો. ૨૨૬ | ટીક - “નૈતિકાવ:” મોઝેડજોખ્યો, “તિ'' ચંન્તિ, ન'' યોઝિસમુચારä પ્રસ્થમ્ ! “તથાપિ તુ'' વિર વ્યવસ્થિત | “રિસો' , “ફ પ્રદ” વિક્રમાદિ- તમ્યઃ” યોથે...., “ઃ' માં યોગદષ્ટિપુષ્ય, “વિત્'' મારે ઢું પ્રદ | રર૬ વિવેચન :- યોગધર્મ સમજવાને માટે યોગ્ય આત્માઓને આ ગ્રંથ લેશથી પણ ઉપકારક થશે એમ સમજી તેઓને આ ગ્રંથશ્રવણની અનુજ્ઞા ગ્રંથકારે કરી. પરંતુ તેઓ યોગ્ય હોવાથી, સ્વયં પોતે યોગધર્મના અભિલાષક હોવાથી, પરપ્રેરણા વિના જ આવા કાર્યમાં પ્રવૃત્તિ કરતા હોવાથી, તેઓને પ્રાર્થના કરવાની રહેતી નથી. તેથી Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૬ પ્રશ્ન થાય છે કે અયોગ્ય આત્માઓનું શું? તેઓને આ ગ્રંથ ભણાવવો કે ન ભણાવવો? તેઓનો ટાળો કેમ કરો છો ? તેઓએ શું અપરાધ કર્યો છે? આવા પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે આ ગાથામાં અતિશય સ્પષ્ટ આપ્યો છે કે યોગધર્મ જાણનાર જ્ઞાની ગીતાર્થ એવા યોગાચાર્યો કહે છે કે “આ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ તેવા પ્રકારના અયોગ્ય આત્માઓને આપવો નહીં.” યોગાચાર્યો સ્પષ્ટ ના કહે છે. પરંતુ ગ્રંથકર્તા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજશ્રી તો આદરપૂર્વક-નમ્રતાપૂર્વક-હૃદયની કરુણા પૂર્વક કહે છે કે “અયોગ્ય આત્માઓને આ ગ્રંથ આપવા યોગ્ય નથી” ઉપરોક્ત “આપવો નહીં” અને “આપવા જેવો નથી” આ બન્ને વાક્યોમાં બીજું વાક્ય કોમળતા, કરુણા અને મીઠાશને દર્શાવનારું છે. કારણ કે તેઓ જાણે છે કે અયોગ્ય આત્માને આપવાથી તેઓનું હિત-કલ્યાણ થવાનું નથી. પરંતુ અહિતઅકલ્યાણ જ થવાનું છે. કારણ કે જેઓનું ઉદર મંદ પાચન શક્તિ ધરાવે છે, જેઓને સાદો પૌષ્ટિક ખોરાક પણ પચતો નથી. અજીર્ણ, વમન અને વારંવાર ઝાડા- ઉલટી જ થાય છે. તેવા મંદ પાચનશક્તિવાળાને “પરમાન્ન” તો પચે જ નહીં, તેથી અપાય જ નહીં. આપવું તે આરોગ્ય વધારનાર નથી પરંતુ આરોગ્ય બગાડનાર છે. તેવી રીતે આ ગ્રંથ ભણવાને માટે અનધિકારી આત્માને આ ગ્રંથ પઠન-પાઠન કરાવવા જેવો નથી. કારણ કે અયોગ્યતા હોવાના કારણે યોગદશાની યથાર્થ સાધના જીવનમાં લાવ્યા વિના “હું તો બધાં જ યોગશાસ્ત્રો ભણ્યો છું “મને તો બધું જ આવડે છે” ઇત્યાદિ કહેતો છતો જ્યાં ત્યાં યોગની મોટી મોટી વાતો કરતો જ ફરે છે અને પોતાની પંડિતાઈ જ ગાયા કરે છે. ઇત્યાદિ રીતે જ્ઞાનનું અજીર્ણ થયાનું જણાવે છે. હૃદયની અંદર વાસ્તવિક જ્ઞાનદશા પરિણામ પામ્યા વિના જ્ઞાનીઓમાં નામ ગણાવવાની મનોવૃત્તિથી પોતે પોતાના આત્માને વંચે છે. મેં યોગના ગ્રંથો વાંચ્યા છે એમ માને છે, પરંતુ મેં મારા આત્માને વંચ્યો છે. એમ તે જાણતો નથી. આવા ગ્રંથો ઉપરછલ્લા ભણી માત્ર વાણીની મીઠાશથી જનને વેચે છે. તેથી આવા અયોગ્ય જીવો પરમાન્નતુલ્ય મહાગ્રંથના અધિકારી કેમ હોય? ઉપાધ્યાયજી મ.શ્રીએ સાડાત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે / લંચે કેશ ન મુંગે માયા, તો ન રહે વ્રત પંચે છે | | આઠ દૃષ્ટિની સઝાય | ગુહ્ય ભાવ એ તેને કહીએ, જેહશું અંતર ભાંજે જી / જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે જી ! Page #618 -------------------------------------------------------------------------- ________________ યોગદૃષ્ટિ સમુચ્ચય યોગ્ય અયોગ્ય વિભાગ અણલહતો, કરશે મોટી વાતો જી | ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતો જી ॥ ગાથા : ૨૨૭ જે અયોગ્ય શ્રોતાજનો છે. તે મૃગપરિષદ્ તુલ્ય છે. અને આ વીરવાણી સિંહનાદ જેવી છે. જેમ સિંહનાદ સાંભળીને મૃગલાઓનું ટોળું ભાગી જાય છે. ત્રાસ પામે છે તેમ તદ્દન નગ્ન સત્ય અને ચોક્ખી-સ્પષ્ટ વીરવાણી સાંભળીને આ અયોગ્ય અને અનધિકારી શ્રોતાજનોનું ટોળું તુરત જ ભાગી જાય છે. આવી આત્મસ્વભાવ સાથે યુંજન કરનારી મહાચમત્કારિક પરમાર્થસ્વરૂપને પ્રાપ્ત કરાવનારી સિંહનાદતુલ્ય વીરવાણી સાંભળવા માટે પુદ્ગલાનંદી વિષયસુખરસિક અલ્પ સત્ત્વવાળા કાયર જીવો રૂપી મૃગસમૂહ કેમ યોગ્ય ગણાય ? સુભટની જેમ વિજય પામવા માટે ખપી જવાની તૈયારીવાળાનું જ આ કામ છે. આત્માર્થ સાધવા નિકળેલા પરમસંવેગી અને તીવ્રવૈરાગી આત્માઓ જ આવા ગ્રંથના શ્રવણ માટે યોગ્ય ગણાય છે. આ કારણથી જ યોગાચાર્ય પુરુષો યોગધર્મવિષયક આ ઉત્કૃષ્ટ ગ્રંથ અયોગ્ય પુરુષોના હાથમાં આપતા નથી. તેથી જ સૂરિપુંગવ શ્રીહરિભદ્રસૂરિજી મ. સાહેબ પણ જણાવે છે કે આ ગ્રંથ અયોગ્યના હાથમાં આપવા જેવો નથી. અમે આ ગ્રંથ આપવાનો જે નિષેધ કરીએ છીએ તે પણ તેઓ તરફના દ્વેષથી નિષેધ કરતા નથી. પરંતુ તેઓ તરફના આદરભાવના કારણે, પ્રેમ-વાત્સલ્યના કારણે નિષેધ કરીએ છીએ. કારણ કે આ ગ્રંથની પ્રાપ્તિથી તેઓમાં મૂલતઃ અયોગ્યતા હોવાથી તેઓનું અહિત-અકલ્યાણ થવાનો સંભવ છે. આ ગ્રંથદાનનો નિષેધ સાંભળીને પ્રથમ તો તેઓએ વૈરાગ્યાદિ ગુણ-સંપત્તિ અને ઉપશમભાવ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ કે જેથી આ ગ્રંથ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય. સાચા વૈદ્યો પણ દરદીની બરાબર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, વય તપાસી, પાચનશક્તિ જાણી પછી જ ઉત્તમ ઔષધ આપે છે. યુવાનને આપવા જેવું ઔષધ બાળકને આપતા નથી. અને જો આપે તો નુકશાન જ થાય. તેવી જ રીતે સદ્ગુરુ રૂપી સુવૈદ્ય ભવરોગથી રોગી એવા આ જીવની યોગ્યતા જાણીને જ આ ગ્રંથ ભણાવવા રૂપી ઔષધ આપે છે. યોગ્યતા જેઓમાં નથી તેઓને આ ઔષધ આપવા જેવું નથી. આ જ વાત વધારે સ્પષ્ટતા પૂર્વક હવે પછીની ગાથામાં જણાવે છે. ॥ ૨૨૬ ।। किमेतदेवमित्याह અયોગ્યને આ ગ્રંથ કેમ ન આપવો ? તે જણાવે છે अवज्ञेह कृताल्पापि, यदनर्थाय जायते । અતસ્તરિદ્વારાર્થ, ન પુનઃર્ભાવોષતઃ ॥ ૨૨૭ ૫૮૩ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૭ ગાથાર્થ = આ ગ્રંથ પ્રત્યે કરાયેલી અલ્પ પણ “અવશા” મહા-અનર્થને માટે થાય છે. આ કારણથી તે મહા-અનર્થના પરિહાર માટે અમે નિષેધ કર્યો છે. પરંતુ અત્તરના ઢેષભાવથી નિષેધ કર્યો નથી. | ૨૨૭ll. ટીકા-“મવાદ'' યોગદષ્ટિસમુથાર્થે પળે, “ત્તપિત્તિ” સ્વરૂપેn | “ચ” – સ્મત ! “વનય નાય” મહાવિષયત્વેન ! “સતસ્તત્વરિદ્વાર न पुनर्भावदोषतः" क्षुद्रतया हरिभद्र इदं प्राहेति ॥ २२७॥ - વિવેચન :- યોગદૃષ્ટિ સમુચ્ચય નામના આ ગ્રંથને વિષે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા મહા અનર્થ માટે થાય છે. કારણ કે આ ગ્રંથનો વિષય મહાન્ (અતિશય કિંમતી) છે. આત્માની દૃષ્ટિમાત્રને બદલી નાખનાર આ ગ્રંથ છે. અને એકવાર દૃષ્ટિ જો બદલાય, સંસારસુખ તરફની દૃષ્ટિ બદલીને આત્માર્થસાધના તરફની દૃષ્ટિ થઈ જાય તો બેડો પાર થયો જ સમજો. આ કારણથી આ ગ્રંથ અતિમહાનું છે. તેથી તેની અલ્પ અવજ્ઞા પણ બહુ જ નુકશાન કરનારી છે. સામાન્ય માણસ ઘેર આવે અને અવજ્ઞા કરીએ તો એટલું નુકશાન ન થાય કે રાજા-મહારાજા-કે જમાઈ જેવા મહેમાન ઘેર આવે અને જો તેઓની અલ્પ પણ અવજ્ઞા કરીએ તો જેટલું મોટું નુકશાન થાય. તેવી રીતે આ ગ્રંથ મહાન્ કિંમતી આત્માર્થતા સાધક વિષયવાળો હોવાથી તેની અલ્પ પણ અવજ્ઞા વિષની જેમ સ્વરૂપે જ અનર્થ કરનારી છે. જેમ વિષ અલ્પ હોય તો પણ વિષનું સ્વરૂપ જ એવું હોવાથી પ્રાણહાનિ રૂપ મહા-અનર્થને કરનાર છે. તેવી રીતે આ અવજ્ઞાનું સ્વરૂપ જ એવું છે કે તે અલ્પ હોય તો પણ ભવપરંપરા વધારવા સ્વરૂપ મહા અનર્થ કરે જ છે. તેથી આ ગ્રંથનો અલ્પ પણ અનાદર, અલ્પ પણ અવજ્ઞા, અલ્પ પણ અવિનય, અલ્પ પણ આશાતના અને અલ્પ પણ અભક્તિભાવ સેવવો નહીં. જો અવજ્ઞા આદિ સેવવામાં આવે તો અનંત ભવભ્રમણની પરંપરા વધારવા સ્વરૂપ મહાદુઃખદાયી ભયંકર ફળ આપે છે. જો અલ્પ અવજ્ઞા પણ આવું જયેષ્ઠ ફળ આપનાર છે તો વિશેષ અવજ્ઞા કરવામાં આવે તો તો પૂછવું જ શું? અયોગ્ય આત્માના હાથમાં જો સન્શાસ્ત્ર આપવામાં આવે તો તેઓ પોતાની અયોગ્યતાના કારણે અવજ્ઞા-આશાતના-અનાદર આદિ કરે તેવો સંભવ છે. આમ અવજ્ઞા આદિથી તેઓને મહા અનર્થ ન થઈ જાય, તે જીવોની ભવપરંપરા ન વધી જાય, સંસારચક્રમાં રખડી ન પડે તેવી ભાવકરુણા હૃદયમાં રાખીને તે દોષના પરિવાર માટે જ પરમયોગી અને અતિશય સંવેગ પરિણામી એવા “મિદ્ર રૂર્વ પ્રતિ''=આ હરિભદ્ર આ નિષેધ (અયોગ્યને ન Page #620 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૮૫ આપવાની વાતો જણાવે છે. પરંતુ તેઓના પ્રત્યે દ્વેષથી કે મત્સરભાવથી કે ઇર્ષ્યાઅસૂયારૂપ ભાવદોષ (હૃદયની અંદર રહેલી મલીનતા) સ્વરૂપ ક્ષુદ્રતાથી એટલે કે તુચ્છતાથી આ નિષેધ કરતા નથી. આ નિષેધ પણ તેઓ પ્રત્યેની હિતબુદ્ધિથી જ કર્યો છે. એકાન્ત નિષ્કારણ કરુણાભાવથી જ આ નિષેધ કર્યો છે. ખસના દરદી હાથની બધી જ આંગળીઓમાં વારંવાર ખણવાને ઇચ્છતો જ હોય છે. જો વારંવાર ખણજ ખણે તો રોગ વધે, પણ જાય નહીં. તેથી તેના હિત માટે જ તેને ખણવાનો નિષેધ કરવામાં આવે છે. બન્ને હાથે કપડાની કોથળીઓ બાંધવામાં આવે છે. આ સર્વ નિષેધ તેઓ પ્રત્યેની કરુણાથી છે. ખણવાનો નિષેધ સાંભળીને ખસના દરદીએ ખોટું લગાડવું જોઇએ નહીં, કે નિષેધક ઉપર રીસ કરવી જોઇએ નહીં પરંતુ ખસનો રોગ ઔષધોથી મટાડીને ગમે તેટલું ખણીએ તો પણ ખસનો રોગ થાય જ નહીં, તેવી યોગ્યતા મેળવવા પ્રયાસ કરવો જોઇએ. તેવી જ રીતે પઠન-પાઠન અને શ્રવણનો નિષેધ સાંભળીને અયોગ્ય આત્માઓએ પણ ગ્રંથકાર પ્રત્યે ખોટું લગાડવાનું કે રીસ-દ્વેષ કે કષાય કરવો જોઇએ નહીં. પરંતુ પોતાની અયોગ્યતા દૂર કરી યોગ્યતા મેળવવા પ્રયત્ન કરવો જોઇએ. અને પોતાની અયોગ્યતાના કાળે આ ગ્રંથશ્રવણનો નિષેધ જાણી, અવજ્ઞા દ્વારા બંધાતા તીવ્રકર્મોમાંથી બચાવનારા એવા આ ગ્રંથકર્તા પ્રત્યે પારમાર્થિક ઉપકારનો ભાવ રાખવો જોઈએ. ર૨૭ી. इत्थं चैतदङ्गीकर्तव्यम् । यत एवाहઆ હકીકત આ પ્રમાણે અંગીકાર કરવા જેવી છે. એથી જણાવે છે કે योग्येभ्यस्तु प्रयत्नेन, देयोऽयं विधिनाऽन्वितैः । मात्सर्यविरहेणोच्चैः, श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८॥ ગાથાર્થ = માત્સર્યભાવનો અત્યન્ત ત્યાગ કરીને, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિનોની અત્યન્ત શાન્તિ માટે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવા યોગાચાર્યો વડે પ્રયત્નપૂર્વક (ઉપયોગપૂર્વક) યોગ્ય આત્માઓને આ ગ્રંથ આપવા યોગ્ય છે. ૨૨૮ ટીકા-‘સોચ્ચસ્તુ'' શ્રોતૃષ્ણ | ‘પ્રયત્નન” યોજારે, “જેવું વિધિના'' શ્રવUવિરેન ! “મનિસ્તે.” યુવતૈ:, રોષોડચથી પ્રત્યવાયસમાવિત્યાર . “પત્મિવિરામલ્સિમાવેન, “કુરૈ: શ્રેયવિઝ-પ્રશાન્ત' पुण्यान्तरायप्रशान्त्यर्थमिति ॥ २२८॥ Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૨૮ વિવેચન :- આ ગ્રંથની આ છેલ્લી ગાથા છે. ગ્રંથકારશ્રી પણ ઉત્તમ એવા યોગી મહાત્માઓને સ્વ-પર કલ્યાણકારી એવી હિતશિક્ષા જાણે જણાવતા હોય તેવા ભાવથી જણાવે છે કે અયોગ્ય આત્માઓમાં અયોગ્યતા હોવાથી અવજ્ઞા આદિ થવાનો સંભવ છે. માટે આ ગ્રંથ શ્રવણનો નિષેધ કર્યો છે. પરંતુ યોગ્ય આત્માઓને આ ગ્રંથ શ્રવણ કરાવવામાં જરા પણ કચાશ રાખશો નહીં. યોગ્ય આત્માઓને અવશ્ય આપજો. યોગ્ય આત્માઓને આ ગ્રન્થનું શ્રવણ કરવા-કરાવવામાં નીચેની હકીક્તો ધ્યાનમાં રાખજો. ૧) માત્સર્યવિરહ = આ ગ્રંથ ભવરોગ મટાડવા માટે મહાઔષધ છે દુઃખ દૂર કરવામાં મહારત્નચિંતામણિ છે. આત્માર્થ સાધનાની ઇચ્છાઓ પૂરવામાં મહાકલ્પવૃક્ષ સમાન છે. કામધેનુ ગાય સમાન છે. તેથી અધ્યયન કરનારા યોગ્ય શ્રોતાઓ પ્રત્યે હૃદયમાં અલ્પ પણ “માત્સર્યભાવ” રાખ્યા વિના આ ગ્રંથ આપજો. છૂટે હાથે આપજો. જરા પણ સંકોચ ન કરજો. આ જ્ઞાનગંગાને તન-મનથી ચોતરફ ફેલાવજો. આળસ-પરિશ્રમ-ગણશો નહીં. આના જેવું પરોપકાર કરવાનું બીજું કોઈ કાર્ય નથી. માટે હૃદયમાં અલ્પ પણ ભાવ છુપાવ્યા વિના દિલાવર દિલ રાખીને યોગ્ય શ્રોતાજનોને આપજો. આ જ્ઞાનની પ્રભાવના પરમ ઉદારતા રાખીને કરજો. પરંતુ “જો આ ગ્રંથ હું ભણાવીશ” તો તે મોટો વિદ્વાન થઈ જશે. મારાથી વધારે નામના મેળવશે. હું ઝંખવાણો પડી જઇશ. તેઓની જ બોલબાલા થઈ જશે. આવી આન્તરિક “માત્સર્યવૃત્તિ” ન રાખશો. તેવી વૃત્તિ ત્યજીને આપજો. ગુણીઓના ગુણો ઉપર દ્વેષ કરવો તે માત્સર્યભાવ છે. ચિત્તમાં તેને અલ્પ પણ પ્રવેશ ન આપશો, તેવી રીતે હે યોગાચાર્યો! તમે યોગ્ય શિષ્યોને આ ગ્રંથનું શ્રવણ કરાવજો. () કલ્યાણકારી કાર્યોમાં આવનારાં વિદનોની અત્યન્ત શાન્તિ માટે વિધિ પૂર્વક આપજો= યોગ્ય જીવોમાં પણ જ્યારે તત્ત્વ જાણવાની તમન્ના હોય ત્યારે, વિનય-વિવેકપૂર્વક સાંભળે ત્યારે, શાસ્ત્રમાં કહેલા અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ હોય ત્યારે, એમ શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા-વિજ્ઞાન-ઊહ-અપોહ-તત્ત્વાભિનિવેશ વગેરે બુદ્ધિના આઠ ગુણો યુક્ત વિધિપૂર્વક આ ગ્રંથ ભણાવવો. કારણ કે જો “અવિધિએ આપવામાં આવે તો વિનો આવવાનો સંભવ છે.” આવા ઉત્તમ મહાગ્રંથોનું અધ્યયન કરવું એ મહાકલ્યાણકારી કાર્ય છે અને મહાકલ્યાણકારી કાર્યોમાં જો અવિધિ સેવાય તો વિપ્નો આવવાનો સંભવ છે. જેમ વિદ્યાસાધના કરતાં જો અવિધિ સેવાય તો ભૂત-પ્રેત-વેતાળ આદિના ભયો આવે જ છે. આ કારણથી વિપ્નોની અત્યન્ત શાન્તિ થાય. તે માટે પૂરેપૂરી સાવધાની રખાય છે. તેવી રીતે અહીં પણ કોઇપણ પ્રકારનું નાનું-મોટું વિઘ્ન ન આવે તે માટે વિધિપૂર્વક ગ્રંથનું દાન કરજો. Page #622 -------------------------------------------------------------------------- ________________ ગાથા : ૨ ૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ૫૮૭ (૩) વિધિથી યુક્ત એવા આચાર્યો = અધ્યયન કરાવનારા સદ્ગુરુએ પણ વિધિપૂર્વક જ ગ્રંથ ભણાવવો. સાચા સદ્ગુરુ પ્રાપ્ત થવા પણ અતિદુર્લભ છે જેમ સુયોગ્ય શ્રોતા મળવા દુર્લભ છે. તેમ સુયોગ્ય ગુરુ મળવા પણ અતિશય દુર્લભ છે. યોગમાર્ગના યથાર્થ જાણ, જ્ઞાની, અનુભવી, ઉપશમ આદિ ભાવોથી અન્વિત, સમજાવવાની કળામાં કુશળ, લાગણીશીલ, સાચા હિતેચ્છુ, પરમવાત્સલ્યવારિધિ આવા સદ્ગુરુ હોવા જોઈએ. તે મળવા બહુ જ દુર્લભ છે. તેવા યોગાચાર્યોએ પણ વિધિપૂર્વક જ જ્ઞાનદાન કરવું. અન્યથા એટલે કે જો વિધિ સાચવવામાં ન આવે તો પ્રત્યપાય (વિપ્નો)નો સંભવ હોવાથી દોષ લાગે. માટે વિધિ બરાબર જાળવવી. (૪) ઉપયોગ છે સાર જેમાં એવા પ્રયત્નપૂર્વક જ્ઞાનદાન કરવું. અધ્યયન કરાવતી વેળાએ અતિશય ઉપયોગ રાખીને કામ કરવું. કારણકે યોગ્ય આત્માઓની સાથે ભેળસેળીયા વૃત્તિથી પણ આ ગ્રંથ અયોગ્ય આત્માઓના હાથમાં ન જાય તેની પૂરેપૂરી સાવધાની રાખવી. જો આવી સાવધાની રાખવામાં ન આવે અને અયોગ્યને અપાઈ જાય તો તેઓનું અહિત થવાનો મોટો ભય છે. માટે ઉપયોગ પૂર્વક જ્ઞાન-દાન કરવું. આ પ્રમાણે હૃદયમાં અલ્પમાત્રાએ પણ માત્સર્યભાવ લાવ્યા વિના, કલ્યાણકારી કાર્યોમાં આવનારા વિદ્ગોની પ્રશાન્તિ માટે વિધિ પૂર્વકતાથી યુક્ત એવા યોગાચાર્યોએ ઉપયોગપૂર્વક યોગ્ય આત્માઓને પરમ ઉદારતા સાથે મોકળા મનથી તે સર્વે આત્માઓનું હિત-કલ્યાણ થાય તે રીતે આ ગ્રંથ ભણાવવો. આ અન્તિમ ગાથામાં “પાર્થવિરા ''=પદમાં કહેલો વિરહ શબ્દ સૂરિપુરંદર, તાર્કિક-શિરોમણિ, ભાવિતયોગદશાપન્ન, પરમયોગી યાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરિજીકૃત રચનાનો સૂચક છે. આ પ્રમાણે સુગૃહીતનામય ૧૪૪૪ ગ્રન્થ રચયિતા ૫. પૂઆચાર્યદેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ટીકા યુક્ત શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય નામના આ ગ્રન્થનું CD તથા તેની ટીકાનું સરળ ગુજરાતી વિવેચન નિર્વિપ્ન પૂર્ણ થયું.) Page #623 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ યોગદૃષ્ટિ સમુચ્ચય આઠ દૃષ્ટિની સઝાય પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. વિરચિતા આઠ દૃષ્ટિની સઝાય • પ્રથમ મિત્રાદષ્ટિની સજ્જાય છે શિવસુખકારણ ઉપદિશી યોગણી અડદિઠ્ઠી રે ! તે ગુણ ગુણી જિન વીરનો કરશું ધર્મની પટ્ટી રે ! વીર જિસેસર દેશના ૧ll. સઘન અઘન દિનારયણીમાં બાળવિકલને અનેરા અર્થ જુએજિમ જુજુઆતિમઓઘ નજરનાફેરારે વીરવાર દર્શન જે હુ જુજુઆ તે ઓઘનજરને ફેરે રે ! ભેદ સ્થિરાદિક દૃષ્ટિમાં સમક્તિદૃષ્ટિને હેરે રે ! વીરાણા દર્શન સકલના નય ગ્રહે આપ રહે નિજ ભાવે રે ! હિતકારી જનને સંજીવની ચારો તેહ ચરાવે રે ! વીરોજા. દષ્ટિ થિરાદિક ચારમાં મુગતિપ્રયાણ ન ભાંજે રે રયણીશયન જિન શ્રમ હરે સુરનર સુખ તિમ છાજે રે ! વીરોપા એહ પ્રસંગથી મેં કહ્યું પ્રથમદષ્ટિ હવે કહીએ રે જિહાં મિત્રા તિહાં બોધ જે તૃણ અગ્નિશ્યો લહીએ રે ! વીરાદિ વ્રત પણ યમ ઈહાં સંપજે ખેદ નહિ શુભ કાજે રે દ્વેષ નહિ વળી અવરશું એક ગુણ અંગ વિરાજે રે જી વીરવાણી. યોગનાં બીજ ઇહાં લહે જિનવર શુદ્ધ પ્રણામો રે | ભાવાચારજ સેવના ભવ-ઉદ્વેગ સુઠામો રે વીરolle દ્રવ્ય અભિગ્રહ પાળવા ઔષધ પ્રમુખને દાને રે ! આદર આગમ આસરી લિખનાદિક બહુમાને રે ! વીરવાલા લેખન પૂજન આપવું કૃતવાચન ઉદ્માહો રે I ભાવવિસ્તાર સઝાયથી ચિંતન ભાવન ચાહો રે ! વી૨૦૧all બીજકથા ભલી સાંભળી રોમાંચિત હુએ દેહ રે ! એહ અવંચકયોગથી લહીએ ધરમ સનેહ રે | વીરવI૧૧il સદ્ગશ્યોગ-વંદનક્રિયા તેહથી ફલ હોએ જેહો રે | યોગક્રિયાફલભેદથી ત્રિવિધ અવંચક એહો રે | વીરoll૧રો. ચાહે ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે તિમ ભાવિ સહજ ગુણે હોયે ઉત્તમનિમિત્ત સંયોગી રે વીરવા૧૩. એહ અવંચક યોગ તે પ્રગટે ચરમાવે રે I સાધુને સિદ્ધ દશા સમું બીજનું ચિત્ત પ્રવર્તે રે I વીરdl૧૪ કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું રે | મુખ્યપણે તે ઈહાં હોએ સુજસ વિલાસનું ટાણું રે વીરવાલપો • બીજી-તારાદેષ્ટિની સઝાય છે દર્શન તારા દૃષ્ટિમાં મનમોહન મેરે ગોમય અગ્નિસમાન મનવા શૌચ સંતોષ ને ત૫ ભલું મન સઝાય ઈશ્વર ધ્યાન મન9 / ૧|| નિયમ પંચ ઇહાં સંપજે મનમોહન મેરે, નહિ કિરિયા ઉદ્વેગ મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની મન9, પણ નહિ નિજહઠ ટેગ મનવા રા. એહ દૃષ્ટિ હોય વરતતા મન, યોગકથા બહુ પ્રેમ મન | અનુચિત તેહ ન આચરે મન૦, વાળ્યો વળે જિમ તેમ મન, I all વિનય અધિક ગુણીનો કરે મન , દેખે નિજ ગુણ હાણ મન ! ત્રાસ ધરે ભવ ભય થકી મન , ભવ માને દુઃખખાણ મન... || સી શાસ્ત્ર ઘણાં મતિ થોડલી મન૦, શિષ્ટ કહે તે પ્રમાણ મન / સુયશ લહે એ ભાવથી મન૦, ન કરે જુઠ ડફાણ મનવા પણ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૫૮૯ આઠ દૃષ્ટિની સઝાય યોગદૃષ્ટિ સમુચ્ચય • ત્રીજી બલાદેષ્ટિની સઝાય ત્રીજી દષ્ટિ બલા કહીજી કાષ્ઠ અનિસમ બોધ | ક્ષેપ નહિ આસન સધે જ શ્રવણસીહા શોધ | રે જિનજી! ધન ધન તુજ ઉપદેશ |૧|| તરુણ સુખી સ્ત્રી પરિવજી જેમ ચાહે સુરગીત | સાંભળવા તેમ તત્ત્વજી એ દૃષ્ટિ સુવિનીતરે | જિનજી ! ધનવારા સરી એ બોધપ્રવાહનીજી એ વિણ શ્રત થેલકૂપ | શ્રવણસમીહા તે કિસીજી શયિત સુણે જિમ ભૂપરે ! જિનજી ! ધનવાસ મન રીઝે તન ઉલસેજી રીઝે બૂઝે એ કાન | તે ઈચ્છા વિણ ગુણકથાજી બહેરા આગળ ગાન રે ! જિનાજી ! ધનવાજા વિઘન ઈહાં પ્રાયે નહિજી ધર્મહેતુમાં કોય | અનાચાર પરિહારથીજી સુયશ મહોદય હોય રે | જિનાજી! ધનOllull • ચોથી દીપ્રાદેષ્ટિની સઝાય છે યોગદષ્ટિ ચોથી કહીજી દીપ્રા તિહાં ન ઉત્થાન | પ્રાણાયામ તે ભાવથીજી દીપપ્રભાસમ જ્ઞાન | મનમોહન જિનજી ! મીઠી તાહરી વાણ |૧|| બાહ્યાભાવરેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ | કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ | મનમોહન-વારા. ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી છાંડે પણ નહિ ધર્મ | પ્રાણ અર્થે સંકટ પડે છે જુઓ એ દૃષ્ટિનો મર્મ | મનમોહન તવશ્રવણ મધુરોદ કેજી ઈહાં હોયે બીજ પ્રરોહ | ખાર ઉદક સમ ભવ ત્યજેજી ગુરુ ભગતિ અદ્રોહ | મનમોહનol૪ll સૂક્ષ્મબોધ તો પણ બહાંજી, સમકિત વિણ નહિ હોય ! વેવસંવેદ્યપદે કહ્યોજી તે ન અવેધે જોય | મનમોહન પાપી વેદ્ય બંધ શિવહેતુ છે જી સંવેદન તસ નાણ | નય નિક્ષેપે અતિભલુંજી વેદ્યસંવેદ્ય પ્રમાણ | મનમોહનoll૬ તે પદ ગ્રન્થિ વિભેદથીજી છેહલી પાપપ્રવૃત્તિ | તલોહપદવૃતિસમીજી તિહાં હોય અને નિવૃત્તિ | મનમોહનIll એહ થકી વિપરીત છે જ પદ તે અવેદ્યસંવેદ્ય | ભવાભિનંદી જીવને જી તે હોય વજ અભેદ્ય | મનમોહન ll૮. Page #625 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ યોગદૃષ્ટિ સમુચ્ચય લોભી કૃપણ દયામણોજી માયી મચ્છર ઠાણ | ભવાભિનંદી ભય ભર્યોજી અફલઆરંભ અયાણ । મનમોહન૦ ||૯|| એવા અવગુણવંતનુંજી પદ છે અવેદ્ય કઠોર સાધુસંગ આગમતણોજી તે જીતે ધરી જોર | મનમોહન૦-||૧૦|| તે જીત્યે સહેજે ટળેજી વિષમ કુતર્ક પ્રચાર । દૂર નિકટ હાથી હણેજી જિમ એ બઠરવિચાર । મનમોહન૦|૧૧|| હું પામ્યો સંશય નહીંજી મૂરખ કરે એ વિચાર । આળસુઆ ગુરુ-શિષ્યનોજી તે તો વચન પ્રકાર । મનમોહન૦।।૧૨। ધી જે તે પ્રતિ આવવું જી આપમતે અનુમાન । આગમને અનુમાનથીજી સાચું લહે સુશાન । મનમોહન૦ ।।૧૩।। નહીં સર્વજ્ઞ જુજુઆજી તેહના જે વળી દાસ । ભગતિ દેવની પણ કહીજી ચિત્ર-અચિત્ર પ્રકાશ । મનમોહન૦ ।।૧૪।। દેવ સંસારી અનેક છેજી તેહની ભક્તિ-વિચિત્ર । એક રાગ પર દ્વેષથીજી એક મુગતિની અચિત્ર | મનમોહન૦ ||૧૫|| ઇન્દ્રિયાર્થગત બુદ્ધિ છેજી શાન છે આગમહેત | અસંમોહ શુભકૃતિ ગુણેજી તેણે ફળભેદ સંકેત । મનમોહન૦।।૧૬।। આદર ક્રિયા-રતિ ઘણીજી વિઘન ટળે મિલે લચ્છી । જિજ્ઞાસા બુધસેવનાજી શુભકૃતિ ચિહ્ન પ્રત્યચ્છ | મનમોહન૦૧૭।। બુદ્ધિક્રિયા ભવફળ દીએજી જ્ઞાન-ક્રિયા શિવઅંગ । અસંમોહકિરિઆદીએજી શીઘ્ર મુગતિફળ રંગ | મનર્મોહન૦।।૧૮।। પુદ્ગલરચનાકારમીજી તિહાં જસ ચિત્ત ન લીન । એક માર્ગ તે શિવ તણોજી ભેદ લહે જગ દીન । મનમોહન૦।।૧૯।। શિષ્ય ભણી જિનદેશનાજી કહે જનપરિણતિ ભિન્ન । આઠ દૃષ્ટિની સજ્ઝાય કહે મુનિની નયદેશનાજી પરમારથથી અભિન્ન । મનમોહન૦૨૦ના શબ્દભેદ ઝઘડો કિસ્સોજી પરમારથ જો એક । કહો ગંગા કહો સુરનદીજી વસ્તુ ફરે નહીં છેક | મનમોહન૦।।૨૧।। ધર્મક્ષાદિક પણ મિટેજી પ્રગટે ધર્મસંન્યાસ । તો ઝઘડા ઝોંટાતણોજી મુનિને કવણ અભ્યાસ । મનમોહન૦॥૨૨॥ અભિનિવેશ સઘળો ત્યજીજી ચાર લહી જેણે દૃષ્ટિ | તે લેશે હવે પાંચમીજી સુયશ અમૃતઘનવૃષ્ટિ । મનમોહન૦।।૨૩। ... Page #626 -------------------------------------------------------------------------- ________________ આઠ દૃષ્ટિની સઝાય યોગદષ્ટિ સમુચ્ચય પ૯૧ • પાંચમી સ્થિરાદષ્ટિની સઝાય છે દૃષ્ટિ સ્થિરામાં દર્શન નિત્યે રતનપ્રભાસમ જાણો રે | ભ્રાંતિ નહિ વળી બોધ તે સૂક્ષ્મ પ્રત્યાહાર વખાણો રે ||૧|| એ ગુણ વીર તણો ન વિસારું સંભારું દિન-રાત રે ! પશુ ટાળી સરરૂપ કરે જે સમકિતને અવદાત રે | એ ગુણoiારા બાલધૂલિઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે | રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટમહાસિદ્ધિ પાસે રે I એ ગુણoll વિષયવિકારે ન ઇન્દ્રિય જોડે, તે છતાં પ્રત્યાહાર રે | કેવળ જ્યોતિ તે તત્ત્વપ્રકાશે, શેષ ઉપાય અસારો રે | એ ગુણoll૪. શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દવે જિમ વનને રે | ધર્મજનિત પણ ભોગ ઇહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે I એ ગુણolીપી અંશે હોય ઈહાં અવિનાશી, પુદગલ જળ તમાસી રે | ચિદાનંદઘન સુયશવિલાસી, કેમ હોય જગનો આશી રે એ ગુણoll૬ છઠ્ઠી કાન્તાદષ્ટિની સક્ઝાય છે અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ | ગંધ તે સારો કાતિ પ્રસન્નતા, સુસ્વર પ્રમુખ પ્રવૃત્તિ ધન ધન શાસન શ્રી જિનવરતણું |૧| ધીર પ્રભાવી રે આગલે યોગથી મિત્રાદિક-યુત ચિત્ત | લાભ ઈષ્ટનો રે ૬-અધૃષ્યતા જનપ્રિયતા હોય નિત્ય | ધનવારા નાશ દોષનો રે ઝૂંપતિ પરમ લહે સમતા ઉચિત-સંયોગ | નાશ વયરનો રે બુદ્ધિ ઋતંભરા એ નિપહ યોગ | ધન ૩. ચિહ્ન યોગનાં રે જે પરગ્રંથમાં યોગાચારય-દિટ્ટ | પંચમદષ્ટિ થકી સવિ જોડીએ એહવા નેહ (તેહ) ગરિઢ | ધનવાઝા છઠ્ઠી દિટ્ટી રે હવે કાતા કહું તિહાં તારાભ-પ્રકાશ | તત્ત્વમીમાંસા રે દૃઢ હોયે ધારણા નહિ અન્યશ્રુતનો સંવાસી ધનવાપી મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત | તેમ શ્રતધર્મે રે એહમાં મન ધરે શાનાક્ષેપકવન્ત | ધન |૬| એહવે શાને રે વિઘન-નિવારણે ભોગ નહિ ભવહેત | નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી મન ગુણ-અવગુણ-ખેત ધનnl૭ માયાપાણી રે જાણી તેહને લંઘી જાય અડોલ | સાચું જાણી રે તે બીતો રહે ન ચળે ડામાડોળ | ધનાઢા ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે જૂઠા જાણે રે ભોગ | તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે લઈ વળી સુયશસંયોગ | ધનવાલા Page #627 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ યોગદૃષ્ટિ સમુચ્ચય સાતમી પ્રભાદૃષ્ટિની સજ્ઝાય અર્કપ્રભાસમાં બોધ પ્રભામાં ધ્યાનપ્રિયા એ ક્રિટ્ટી । તત્ત્વતણી પ્રતિપત્તિ ઇહાં વળી રોગ નહિ સુખપુટ્ટી રે । ભવિકા ! વીરવચન ચિત્ત ધરીએ ।૧। સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ । એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે । ભવિoાર। નાગરસુખ પામર વિ જાણે, વલ્લભસુખ ન કુમારી । અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી । ભવિ૦।૩। એહ દૃષ્ટિમાં નિર્મળબોધે, ધ્યાન સદા હોય સાચું । દૂષણરહિત નિરન્તર જ્યોતિ રતન તે દીપે જાચું રે । વિ૦।૪। વિસભાગક્ષય શાન્તવાહિતા, શિવમારગ ધ્રુવનામ । કહે અસંગ-ક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે । ભવિoાપ| આઠમી પરાર્દષ્ટિની સજ્ઝાય દૃષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી । આપસ્વભાવે પ્રવૃત્તિ પૂરણ શશિયમ બોધ વખાણુંજી | નિરતિચાર પદ એહમાં યોગી કહીએ નહિ અતિચારીજી । આરોહે આરૂઢે ગિરિને તેમ એહની ગતિ ન્યારીજી ।૧। ચંદન-ગંધસમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેષેજી । આસંગે વર્જિત વળી એહમાં, ક્રિયા નિજગુણ લેખેજી । શિક્ષાથી જેમ રતન-નિયોજન, દૃષ્ટિભિન્ન તેમ એહોજી । તાસ નિયોગે કરણ અપૂર્વે લહે મુનિ કેવલ ગેહોજી ।૨। ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ સર્વલબ્ધિ ફલ ભોગીજી । પર-ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી | સર્વશત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ-સમીહાજી । સર્વ-અરથયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી ।૩। એ અદિટ્ટી કહી સંક્ષેપે યોગશાસ્ત્ર સંકેતેજી । કુળયોગી ને પ્રવૃતચક્ર જે તેહ તણે હિતહેતેજી | યોગીકુળ જાયા, તસ ધર્મે અનુગત, તે કુળયોગીજી, અદ્વેષી ગુરુ-દેવ-દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગીજી (૪) શુશ્રુષાદિક અડગુણસંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએજી । યમદ્રયલાભી પર૬ગ-અર્થી, આદ્ય અવંચક લહીએજી । ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિ સ્થિર સિદ્ધિ નામેજી, શુદ્ધ રુચે, પાળે, અતિચારહ ટાળે, ફળપરિણામેજી ।૫। કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાતજી । યોગદૃષ્ટિ ગ્રન્થે હિત હોવે તેણે કહી એ વાતજી । શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી? । ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતોજી ।૬। ગુહ્યભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજેજી । જેહશું ચિત્ત પટન્તર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી । યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી । ખમશે તે પંડિત-પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી ।૭। સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દીસેજી । તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી । લોક પૂરજો નિજ નિજ ઇચ્છા, યોગભાવ ગુણરયણેજી । શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણેજી ।૮। શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથ સમાપ્ત આઠ દૃષ્ટિની સજ્ઝાય Page #628 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો ૧.યોગવિંશિકા ૨.યોગશતક ૩.શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત ૪.શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ૫.શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૬.જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ .જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૮.કર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ) ૯.કર્મસ્તવ (દ્વિતીય કર્મગ્રંથ) ૧૦.બંધસ્વામિત્વ (તૃતીય કર્મગ્રંથ) ૧૧.ષડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) ૧૨.પૂજાસંગ્રહ સાર્થ ૧૩.સ્નાત્રપૂજા સાર્થ ૧૪.સમ્યક્ત્વની સઝાય ૧૫.નવસ્મરણ - ઈંગ્લીશ સાથે ૧૬.રતાકરાવતારિકા (ભાગ-૧) ૧૭.રત્નાકરાવતારિકા (ભાગ-૨) ૧૮.શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯.આઠદૃષ્ટિની સજઝાયના અર્થ hinelibrary.org