________________
૨૪૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૫ ઉત્તરો આપી સમાધાન કરવું તે મહાવાક્ષાર્થ. જેમકે જિનમંદિર આદિની અલ્પહિંસા પરિણામે અહિંસાની જનક હોવાથી દોષ રૂપ નથી. તે મહાવાક્ષાર્થ. સારાંશ રૂપે તાત્પર્યભૂત અર્થ કરવો તે ઐદંપર્યાર્થ જેમકે હિંસા હોય કે અહિંસા પરંતુ જ્યાં ભગવાનની જે આજ્ઞા તે જ સાર છે. તે ઐદંપર્યાર્થ. સાધુસંતોને એકસ્થાને રહેવાથી રાગ-દ્વેષ રૂપ ભાવહિંસા ન થાય માટે ચાલવામાં વાયુકાય આદિની અલ્પહિંસા હોવા છતાં વિહાર કરવો એવી જે આજ્ઞા તે ઐદંપર્યાર્થ. જ્યાં જે અબાધિત અર્થ ઘટે ત્યાં તે પ્રમાણે અર્થ કરવા તે અવિપરીતવિધિ કહેવાય છે. તે અવિપરીતિવિધિ હેતુથી, સ્વરૂપથી અને ફળથી ત્રણ પ્રકારે હોય છે.
(૧) હેતુ = સાચા વિદ્વાન્ પુરુષો સૌ પ્રથમ જેમાં જે સાધ્ય સાધવું છે. તેમાં તે સાધ્યની સ્થાપના કરે છે. કારણ કે સ્થાપના કરે તો જ તેની ચર્ચા થાય છે. અને ગુણ-દોષની વિચારણા ચાલે છે. તેને ન્યાયશાસ્ત્રોમાં “પણ” કહેવાય છે. ત્યારબાદ તે પક્ષમાં તે સાધ્યને સાધનારો સમ્યગૃહેતુ રજુ કરે છે. સાચી દલીલ પ્રગટ કરે છે. હેતુમાં કોઈ દોષ ન આવે તેવા નિર્દોષ હેતુની રજુઆત કરે છે. જેમકે “પર્વતો વદ્વિમાન" પ્રથમ આ પક્ષ સ્થાપે છે. અને પછી ધૂમવન્વીત્ આવો સહેતુ આપે છે. પછી આ હેતુ સાધ્યની સાથે અવિનાભાવી જ છે. સાધ્ય હોય તો જ હેતુ હોઈ શકે છે. જો સાધ્ય ન હોત તો આ હેતુ જણાત જ નહીં. એમ અન્યથાનુપપત્તિ દ્વારા અને તેને પુષ્ટ કરનારાં અન્વય-વ્યતિરેક દૃષ્ટાંતો આપવા દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિને બરાબર મજબૂત કરે છે. માનસ અને નવિના દૃષ્ટાન્તથી વિવક્ષિત સાધ્યના નિર્ણય તરફ જાય છે. ઉપર કહેલા ઘૂમવત્તાત્ હેતુને કોઈ પ્રતિવાદી છળથી સવ્યભિચારવિરુદ્ધ-અસિદ્ધ કે બાધિત કરે તો આ વાદી તેને બરાબર ખંડન કરીને તેના આપેલા દોષોનો (હેત્વાભાસોનો) વિધ્વંસ કરીને પોતાના કહેલા હેતુની “સખ્ય હેતુતા” અબાધિતપણે સિદ્ધ કરે છે. તેવી જ રીતે તે વાદી પક્ષદોષ, દૃષ્ટાન્તદોષો આદિને પણ ખંખેરી-ખંખેરીને પોતાના સાથને સાધનારા હેતુની “સખ્ય હેતુતા-નિર્દોષતા” વિદ્વત્સભામાં ઘોષિત કરે છે.
જેમકે-પાંચ ભૂતોથી અતિરિક્ત “આત્મતત્ત્વ છે” ચૈતન્યવાનું હોવાથી, અન્વય-દષ્ટાંત ચૈત્ર, વ્યતિરેકદૃષ્ટાંત ઘટ-પટ, તથા આ જગત્ ઈશ્વરકર્તક નથી, ઇશ્વર દયાળુ હોતે છતે સુખ-દુઃખનું કર્તુત્વ ન સંભવે. ઇત્યાદિ વાસ્તવિક તત્ત્વનિર્ણય સમ્યહેતુથી કરે છે.
(ર) સ્વરૂપ- વસ્તુ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ શું ? તેનું સ્વલક્ષણ શું ? કોઇપણ પદાર્થના ગુણ-ધર્મો શું ? તેનો નય અને પ્રમાણથી સાચો નિર્ણય કરે છે. જેમ કે પર્વતમાં રહેલો તે વતિ દાહાત્મક છે. વૃક્ષાદિ વનસ્પતિજન્ય છે. અનિત્ય છે. કાલાન્તરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org