SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૪૧ ગાથા : ૬૫ વૃદ્ધ પ્રતિષિક્તસૂક્ષ્મવોધનક્ષળામિધિત્વયાડ - આ દીપ્રાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ હોતો નથી, સ્થૂલબોધ હોય છે. સૂક્ષ્મબોધ સ્થિરાદિ ઉપરની ચાર દૃષ્ટિઓમાં હોય છે. આ દીપ્રાદૃષ્ટિમાં ૫૭મા શ્લોકમાં નિષેધ કરેલા સૂક્ષ્મબોધનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી જણાવે છે કેसम्यग्धेत्वादिभेदेन, लोके यस्तत्त्वनिर्णयः । वेद्यसंवेद्यपदतः, सूक्ष्मबोधः स उच्यते ॥ ६५॥ = ગાથાર્થ = આ લોકની અંદર સભ્યપણે અવિપરીત વિધિ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળ આ ત્રણ ભેદો વડે વેધ સંવેદ્ય પદના પ્રભાવથી તત્ત્વનો જે વાસ્તવિક નિર્ણય કરાય છે તે સૂક્ષ્મબોધ કહેવાય છે. ॥ ૬૫॥ ટીકા -‘‘સમ્યગ્’’ અવિપરીતેન વિધિના, ‘“હેત્વાતિપ્રેતેનેતિ'' હેતુસ્વરૂપનમેન, ‘‘જોજે’-વિદ્વત્સમવાયે, “યસ્તત્ત્વનિય: ''પરમાર્થપરિચ્છેદ્ર: ત કૃત્યાદ ‘‘વેદ્યસંવેદ્યપવત: ’' વક્ષ્યમાળતક્ષાત્ વેદ્યસંવેદ્યપાતા, ‘સૂક્ષ્મનોધ: રૂ ૩વ્યતે' નિપુન કૃત્યર્થ ।। બ વિવેચન :- આ ચોથી દૃષ્ટિમાં “સૂક્ષ્મ બોધ' હોતો નથી. પરંતુ સ્થૂલબોધ હોય છે) એમ ૫૭મી ગાથામાં કહેવામાં આવ્યું છે. એટલે સૂક્ષ્મબોધ કોને કહેવાય ? તે આ ગાથામાં મહર્ષિ સમજાવે છે. આ લોકમાં વાસ્તવિક એટલે કે યથાર્થ જે “તત્ત્વનિર્ણય” કરાય છે તે તત્ત્વનિર્ણયને સૂક્ષ્મબોધ કહેવાય છે. આ તત્ત્વનિર્ણય સાચા વિદ્વાન્ પુરુષો જ કરે છે. જેમ સાચો ન્યાય આપવામાં જે સમર્થ હોય, નિષ્પક્ષપાતી હોય, ગુણ-દોષને બરાબર સમજી શકે તેવા હોય, કોઇ પણ બાજુના આગ્રહથી ૫૨ હોય, ન્યાયની પદ્ધતિના બરાબર જાણકાર હોય એવા ન્યાયમૂર્તિ- ન્યાયાધીશ સાચો નિર્ણય જાહેર કરે છે. તેવી જ રીતે સાચા વિદ્વાન્ પુરુષો, નિષ્પક્ષપાતી, મધ્યસ્થ હૃદયવાળા, ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિમાં પ્રવીણ એવા પંડિત પુરુષો જ સાચો તત્ત્વનિર્ણય કરી શકે છે. તે તત્ત્વનો નિર્ણય સભ્યપણેએટલે કે અવિપરીત વિધિપણે હેતુ-સ્વરૂપ-અને ફળના ભેદથી થાય છે. તે આ પ્રમાણે સમ્યગ્ એટલે અવિપરીતવિધિથી= શાસ્ત્રમાં કહેલી પદ્ધતિ પ્રમાણે પંક્તિના અર્થ ક૨વા. પદાર્થ, વાક્ચાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ ક્યાં શું ઘટે છે ? તે પ્રમાણે અર્થ કરવા. પદોનો અર્થ કરવો તે પદાર્થ કહેવાય. જેમ કે ‘સર્વાંગિ ભૂતાનિ ન હન્તવ્યનિ''= સર્વે જીવો હણવા યોગ્ય નથી તે પદાર્થ, તેમાં વિશેષ અર્થ જાણવા શંકા ઉઠાવવી તે વાચાર્થ. જેમકે જો સર્વજીવો હણવા યોગ્ય નથી તો જિનમંદિર આદિ કેમ બનાવાય ? આવા પ્રશ્નના ચો. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy