________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા ઃ ૬૪
૨૪૦
બનવું જોઇએ એકમેક થઇ ત્યાં જ (પરમાત્માના ધ્યાનમાં જ) ચોંટી જવું જોઇએ તો જ પરમાત્માના ગુણોનું પ્રતિબિંબ પડે છે. જેમ સ્ફટિક અથવા દર્પણ નિર્મળ ભલે હોય પણ અસ્થિર હોય ચંચળ હોય તો ફૂલનું યથાર્થ પ્રતિબિંબ તેમાં પડતું નથી. તરંગો વાળા પાણીમાં સૂર્યનું યથાર્થ પ્રતિબિંબ પડતું નથી તેમ પ્રભુના ગુણોનું દર્શન કરવા રૂપ ધ્યાનમાં ચિત્ત એકાકાર=સ્થિર બનવું જોઇએ.
(૩) ચિત્તમાં પરમાત્માના ગુણોનો રંગ લાગવો જોઇએ, તન્મયતા આવવી જોઇએ, એકરૂપતા થવી જોઇએ, તે ગુણોનું ચિત્ત- નેત્રમાં અંજન થવું જોઇએ, તો જ પ્રતિબિંબ પડે છે. આ પ્રમાણે ચિત્તની નિર્મળતા થવાથી સ્થિરતા આવે, અને સ્થિરતા આવવાથી તન્મયતા આવે, તેને જ સમાપત્તિ કહેવાય છે. તેનાથી પરમાત્માનું (પરમાત્માના ગુણોનું) ચિત્તમાં પ્રતિબિંબ-છાયા પડતાં પ્રભુનું દર્શન થાય છે. તેના દ્વારા ભાવાવેશ વૃદ્ધિ પામતાં તીર્થંકર નામકર્મનો બંધ, કાળ પાકે ત્યારે વિપાકોદય, અને તે દ્વારા સાક્ષાત્ તીર્થંકરપદની પ્રાપ્તિ ઇત્યાદિ ભાવો આ જીવ પ્રાપ્ત કરે છે. કહ્યું છે કેमणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥
(પૂ. ઉ. યશોવિજયજી. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા- ૨-૧૦)
દિવ્યનયનો દ્વારા તીર્થંકર પરમાત્માનું આ ભાવદર્શન એ મોક્ષનું અવન્ત્યકારણ બને છે. તેના પછી તુરત તે જ ભવમાં અથવા નજીકના ૧/૨ ભવમાં આ જીવની અવશ્ય મુક્તિ થાય છે. તે જીવ દીર્ઘકાળ સંસાર-પરિભ્રમણ કરતો નથી. આ આત્મા એ ધ્યાતા છે. પરમાત્મા એ ધ્યેય છે. તેની સાથે એકાકારતા એ ધ્યાન છે. આ ત્રણેના અભેદથી ધ્યાતા એવો આત્મા ઇયળ જેમ ભૂંગી બને તેમ પરમાત્મા બને છે. ધ્યેયરૂપ બની જાય છે. કહ્યું છે કે
પરમેશ્વર અવલંબને રે મન૦ ધ્યાતા ધ્યેય અભેદ રે ભવિ૦ ॥
ધ્યેય સમાપત્તિ હુવે રે મન૦ સાધ્યસિદ્ધિ અવિચ્છેદ રે ભવિ૰ ॥ શ્રી દેવચંદજી ॥ તારૂં ધ્યાન તે સમકિત રૂપ, તેહિ જ જ્ઞાનને ચારિત્ર તે જ છે જી
તેથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોવે પિછેજી ॥ શ્રી ઉ. યશોવિજયજી ॥
આ રીતે ધ્યાતા અને ધ્યેયના અભેદ ધ્યાનથી આત્મા પોતે જ કર્મક્ષય કરી પરમાત્મા રૂપ (ધ્યેયરૂપ) બને છે. ગુરુની ભક્તિના સામર્થ્યથી ભવોગ અને વૈરાગ્યનો રંગ વૃદ્ધિ પામતાં પરમાત્માના ધ્યાનની એકતા રૂપ સમાપત્તિ દ્વારા આ આત્મા તીર્થંકરના દર્શનને પ્રાપ્ત કરે છે જે નિકટકાળમાં મુક્તિનું અવશ્ય કારણ બને છે. ૬૪॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org