________________
૧૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૦ માટે બન્નેમાં યોગ્યતા હોય છે. તેવી રીતે અહીં કાશ્મણ વર્ગણાનાં પુગલોમાં અને શારીરિક પુદ્ગલોમાં સંબંધ પામવાની, અને જીવમાં તેઓનો સંબંધ કરવાની રાગાદિમય જે યોગ્યતા છે તે જ ભાવમલ છે. જીવ અને કર્મના સંબંધની યોગ્યતા તે અનાદિની છે. સહજ (સ્વાભાવિક) છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાત્મક કર્મબંધના હેતુભૂત આત્મપરિણતિ છે. આત્મામાં થયેલા આ દોષો એ જ ભાવમલ છે તે જ આત્માને મલીન કરે છે માટે મલ કહેવાય છે. કપડું, વાસણ, શરીર, કે ઘર મેલવાળાં થાય તો તે બાહ્ય ઉપાયોથી દૂર કરી શકાય છે માટે દ્રવ્યમલ કહેવાય છે. જ્યારે આત્મામાં આવેલી મલીનતા આંતર પ્રયત્નસાધ્ય છે માટે ભાવમલ કહેવાય છે.
આ ભાવમલ પણ પ્રભૂત (ઘણો)ક્ષય થયો હોય તો જ યોગબીજ આવે છે. અલ્પ ભાવમલ ક્ષય થયે છતે યોગબીજ આવતું નથી. પ્રભૂત-ભાવમલ કોને કહેવાય ? ઘણાં પુદ્ગલ પરાવર્તનોનો જે આક્ષેપક (ખેંચનાર=વધારનાર) હોય તે અર્થાત્ ઘણો સંસાર વધારનાર હોય તે પ્રભૂત-ભાવમલ કહેવાય છે. તેવા પ્રકારના પ્રભૂત ભાવમલનો ક્ષય થાય તો આ યોગબીજ આવે છે. સારાંશ કે આ જીવ અચરમાવર્તકાલવર્તી હોય ત્યારે ઘણો ભાવમલ હોવાથી યોગબીજનો અસંભવ છે. ચરમાવર્તકાલે જ ભાવમલ અલ્પ થવાથી યોગબીજનો સંભવ છે. (સૂક્ષ્મદષ્ટિએ તો ચરમાવર્તમાં પણ પૂર્વ અર્ધભાગનો બહુકાલ ગયે છતે ભાવમલ અલ્પ થાય છે. અને ત્યારે યોગબીજ આવે છે. ચરમાવર્તના પ્રારંભકાળમાં હજુ બહુ ભાવમલ હોવાથી તેવા પ્રકારનાં યોગબીજ આવતાં નથી, તેથી જ્યારે 7-પુરુષોને પ્રભૂતભાવમલનો ક્ષય થાય ત્યારે ચરમાવર્તકાળે (તેમાં પણ બહુકાલ ગયા પછી) આ યોગબીજ આવે છે. અહીં 7 શબ્દનું ગ્રહણ કરીને પુરુષનું (મનુષ્યનું) વિધાન કરવાનું કારણ એ છે કે પ્રાયઃ કરીને આવા પ્રકારનાં અપૂર્વ યોગબીજની પ્રાપ્તિ માટે આ મનુષ્ય જ (સ્વતંત્ર હોવાથી અને દેવ-ગુરુ-શાસ્ત્રના યોગવાળા હોવાથી) અધિકારી છે. સામાન્યપણે તો આ યોગબીજ અને તેનાથી આવનાર સમ્યકત્વ ચારે ગતિના જીવો પામી શકે છે. પરંતુ મનુષ્યોમાં તેનો સંભવ વધારે છે. 7 શબ્દથી મનુષ્યનો ઉલ્લેખ કર્યો છે. તે પણ ઘણો ભાવમલ ક્ષીણ થાય ત્યારે જ પામે છે ભાવમલ અલ્પ ક્ષીણ થાય ત્યારે આ જીવ યોગબીજ પામી શકતો નથી.
જે નાનો બાળક છે. અર્થાત્ જેનું ચૈતન્ય હજુ અવ્યક્ત છે. જે હિતાહિતના વિવેક વિનાનો છે. જેની જ્ઞાનદષ્ટિ હજુ ખીલી નથી એવો (૧ વર્ષથી ૧૮ વર્ષની ઉંમરનો) બાળક સંસારમાં જેમ અર્થ-ઉપાર્જનનું મોટું કામ-મહાસાહસ કરી શકતો નથી, એટલે કે કરોડો રૂપિયાના લેણા-દેણાવાળો વ્યપાર જેમ બાળક કરતો નથી તેમ જેનો ભાવમલ બહુક્ષીણ થયો નથી તે જીવ મોહનિદ્રામાં છે. અજ્ઞાનદશામાં છે. તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org