________________
ગાથા : ૩૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૪૫ બીચારો જીવ આ યોગબીજને પ્રાપ્ત કરી શકતો નથી. આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ સંજ્ઞામાં જ રચ્યોપચ્યો રહે છે. તેવા જીવને આ દષ્ટિ ઉઘડતી નથી. માટે વ્યક્તચૈતન્યવાળો પુરુષ જ જેમ મોટું કામકાજ કરી શકે છે. તેમ જેનો ઘણો ભારમલ ક્ષીણ થયો હોય તે જ જીવ આ યોગબીજ પામી શકે છે. કર્મોની લઘુતા થવી એ જ યોગબીજની પ્રાપ્તિનું પ્રધાનતર કારણ છે. Il3OI यदाऽस्य क्षयोऽभिमतः, तदोपदर्शयन्नाह
આ ભાવમલનો ક્ષય જે કાલે જ્ઞાની મહાપુરુષોએ માનેલો છે. તે કાલને જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
चरमे पुद्गलावर्ते, क्षयश्चास्योपपद्यते ।
जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ ગાથાર્થ = આ પ્રભૂતભાવમલનો ક્ષય ચરમ પુગલ પરાવર્તમાં જીવોને થાય છે. કારણ કે ભાવમલના ક્ષયનું આ લક્ષણ મહાયોગી પુરુષોએ તે કાલે કહ્યું છે. ૩૧
ટીકા-“વર પુત્રવર્તે યથોલિતન્નક્ષને “ક્ષો પદ્યતે”માવાની, “जीवानां लक्षणं तत्र''-चरमे पुद्गलावर्ते, “यत एतदुदाहृतम्-वक्ष्यमाणमिति ॥३१॥
વિવેચન :- બાલ્યાવસ્થા હિતાહિતના વિવેકથી શૂન્ય છે. તેને અર્થ-ઉપાર્જના માટેનાં વ્યાપારાદિ મહાકાર્ય આવડે નહીં, સૂઝે નહીં, રમકડાં સાથે રમવું, હસવું અને હરવું ફરવું જ ગમે. તેમ આ જીવ પણ અચરમાવર્તી હોય ત્યારે દુન્યવી ભોગો, ઇંદ્રિયોનાં સુખો, અને મોજ-મજા તરફ જ તેની દૃષ્ટિ હોય છે. કારણ કે તે કાળે તેનું (સમ્યમ્ એવું) ચૈતન્ય વ્યક્ત નથી, તેને પરમાત્માદિની સેવા-ઉપાસના ગમતી નથી, સૂઝતી પણ નથી, માત્ર ચરમાવર્ત કાળમાં જીવ પ્રવેશ કરે છે ત્યારે બહુકાલ ગયા પછી ભાવમલનો પ્રભૂત ક્ષય થાય છે. ત્યારે આ કારણથી કંઈક વ્યક્ત ચૈતન્યવાળો બને છે. અને તેથી જ યોગબીજનું ગ્રહણ તે કાળે આ જીવ કરે છે.
જેનું (જે પુગલ પરાવર્તનું) સ્વરૂપ પૂર્વે ગાથા ૨૧માં કહેવાઈ ગયું છે એવા પુદ્ગલપરાવર્તમાં જ્યારે ચરમ પુદ્ગલપરાવર્ત આવે છે ત્યારે જ સંસારનો અંત નજીક આવવાથી અને મુક્તિપદની પ્રાપ્તિ આસન્ન બનવાથી આ જીવના ભાવમલનો પ્રભૂત ક્ષય ઘટી શકે છે. કારણ કે તત્ર તે ચરમ પુદ્ગલપરાવર્તમાં આ જીવ જયારે આવે છે અને બહુ ભાવમલ ક્ષય થાય છે. તેનાં લક્ષણો શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યાં છે. એટલે કે ચરમ પુદ્ગલપરાવર્તવર્તી અને બહુ ભાવમલના ક્ષયવાળા જીવનાં આ લક્ષણો કહ્યાં છે યો. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org