________________
૫૩
ગાથા : ૧૮૨-૧૮૩
યોગદૃષ્ટિ સમુચ્ચય પ્રશ્ન :- આ કેવલશ્રી કેવા પ્રકારની છે?
ઉત્તર :-(૧) નિ:સપના અને સંતો એવાં બે વિશેષણવાળી આ લક્ષ્મી છે. સપન્યા એટલે શોકય, જેમ કોઈ પુરુષને એક પત્ની ઉપરાંત બીજી પત્ની હોય તો તેને શોકય કહેવાય છે. તેમ જેની સમાન બીજી લક્ષ્મી સામે હોય તે સપન્યા અને નથી શોકય જેને, અર્થાત્ જેની સમાન બીજી લક્ષ્મી નથી એવી અનુપમ અસાધારણ, અજોડ, બેનમૂન જે લક્ષ્મી તે નિઃસપન્યા લક્ષ્મી છે. કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી આવા પ્રકારની છે. તથા આ લક્ષ્મી હંમેશાં ઉદયવાળી છે. અર્થાત્ પ્રાપ્ત થયેલી આ લક્ષ્મી કદાપિ જતી નથી. તે લક્ષ્મીના પ્રતિપાતનો સર્વથા અભાવ છે. તેથી અનંત કાળ=સદા રહેવાવાળી એવી આ લક્ષ્મી છે
આઠમી દૃષ્ટિના પ્રભાવથી ધર્મસત્યાસયોગનો લાભ થાય છે અને તેનાથી નિઃસપન્યા અને સદોદયયુક્ત એવી કેવલલક્ષ્મી આ મહાત્માને તુરત જ પ્રાપ્ત થાય છે. || ૧૮૨ા. सिंहावलोकितनीत्याधिकृतवस्तुनिर्धारणायाहસિંહાવલોકનના ન્યાયથી પ્રસ્તુત વિષયનો નિર્ણય કરવા માટે કહે છે
स्थितः शीतांशुवजीवः, प्रकृत्या भावशुद्धया ।
चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥ १८३॥ ગાથાર્થ = પારમાર્થિકપણે શુદ્ધ એવી પ્રકૃતિવડે જ (સ્વાભાવિકપણે જ) આ જીવ ચંદ્રના જેવો નિર્મળ સ્વતઃ રહેલો છે. જીવનું વિજ્ઞાન ચંદ્રની ચાંદની જેવું છે. અને તેના ઉપરનું આવરણીય કર્મ વાદળ જેવું છે. ૧૮૩ ||
ટીક - “સ્થિતt” = સ્થાપની:, “તાંશુવન્દ્રવતું,” “નવ” માત્મા, “ ત્યાત્નીયા,” “મવિશુદ્ધી” તત્ત્વશુદ્ધત્યર્થ. I તથા વા “કિવિત્ર” ચોત્રાવર્ચ, “વિજ્ઞાન” વત્નાલિ, ૩૧મમાત્રનેત, તાવર'' જ્ઞાનાવર, મwવનેયપદવિત્યર્થ.” ૨૮રૂ I
વિવેચન - સિંહાવલોકનનીતિ એટલે જેમ સિંહ થોડું ચાલ્યા પછી ઉભો રહે, પાછું વળીને જુએ, ફરીથી થોડું આગળ ચાલે, ફરીથી પાછું વળીને જુએ. એવો સિંહનો સ્વભાવ હોય છે. તેની જેમ અહીં પ્રસ્તુતમાં જે વિષય ચાલે છે તેની પૂર્વવર્તી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org