SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૮૨ તત્ર ત્યાં ધર્મસન્યાસયોગની પ્રાપ્તિથી શું લાભ થાય છે? તે કહે છે द्वितीयाऽपूर्वकरणे, मुख्योऽयमुपजायते । केवलश्रीस्ततश्चास्य, निःसपत्ना सदोदया ॥ १८२॥ ગાથાર્થ = મુખ્ય એવો આ ધર્મસન્યાસયોગ બીજા અપૂર્વકરણકાળે આવે છે. તેનાથી આ યોગીને કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. જે લક્ષ્મી અનુપમ અને સદા ઉદયવાળી જ હોય છે. || ૧૮૨ ટીકા “દ્વિતાપૂર્વશ્વર” શ્રેણિત્તિનિ, “મુક્યોર્જ થર્મસજાઃ | “૩૫નાયતે” ૩પરિતનુ પ્રમત્ત સંતવાણ્ય, “ તન્નતતશ” થર્મચારવિનિયોતિ, ‘‘'' યોશિનો, “નિ:સપના'' વનશ્રી, “ોલ્યા'' પ્રતિપાતામવેર છે ૨૮૨ વિવેચન :- ધર્મસન્યાસ યોગ બે ભેદવાળો છે. એક મુખ્ય અને બીજો ઉપચરિત. ત્યાં બીજા અપૂર્વકરણકાળે મુખ્ય એવો ધર્મસન્યાસ યોગ વર્તે છે. અપૂર્વકરણ પણ બે પ્રકારનું છે. અનાદિકાલીન મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યકત્વ પામે ત્યારે ગ્રંથિભેદ કરવાના કાળે જે અપૂર્વકરણ કરે છે તે પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. અને શ્રેણિકાળે અપૂર્વકરણગુણસ્થાનકના અવસરે જે અપૂર્વકરણ થાય છે તે બીજું અપૂર્વકરણ છે. શ્રેણિસંબંધી અપૂર્વકરણકાલે જે ધર્મસન્યાસ યોગ આવે છે તે મુખ્ય છે. અર્થાત્ અનુપચરિત છે. વાસ્તવિક છે. ઉપચરિત ધર્મસન્યાસયોગ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન :- મુખ્ય અને ઉપચરિત ધર્મસન્યાસયોગમાં ભેદ શું? ઉત્તર :- ક્ષાયોપથમિકભાવવાળા ધર્મોનો ત્યાગ જયાં હોય તે મુખ્ય ધર્મસન્યાસયોગ છે. જે શ્રેણિથી શરૂ થાય છે. અને ઔદયિકભાવવાળા ધર્મોનો ત્યાગ જ્યાં હોય તે ઉપચરિત ધર્મસળ્યાસયોગ છે. જે પ્રમત્ત ગુણસ્થાનકથી હોય છે. જ્યારે કોઈ મહાત્મા દીક્ષા સ્વીકારે ત્યારથી મોહનીયના ઉદયજન્ય ધર્મોનો ત્યાગ પ્રાપ્ત થાય છે. તે ઉપચરિત ધર્મસચ્યાયોગ છે. આવા પ્રકારના અનુપચરિત (વાસ્તવિક) ધર્મસયાસયોગની પ્રાપ્તિથી આ યોગી મહાત્માને તુરત જ (અલ્પકાળમાં જ=અન્તર્મુહૂર્ત માત્રમાં જ) કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શ્રેણિકાલ પૂર્ણ થતાં જ અવશ્ય કેવલજ્ઞાન રૂપ આત્મલક્ષ્મીની નિયમ પ્રાપ્તિ થાય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy