________________
૩૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૬
છે. તેથી આ વ્યવહાર તે કાળે હોતો નથી. જેમ ગૃહસ્થાવસ્થામાં અન્ય ગૃહસ્થને ભક્તિથી જમાડાય, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે સાધુ બને ત્યારે પોતાને પણ ઉદરપૂર્તિ જેટલો જ આહાર યાચીને લાવવાનો છે ત્યાં અન્ય ગૃહસ્થને જમાડવાનો
વ્યવહાર ન થાય.
(૫) દેહ એ ધર્મનું સાધન અવશ્ય છે. માટે જ તપમાં “યથાશક્તિ” લખ્યું છે. પરંતુ તેને સારૂં ભોજન આપવાની બુદ્ધિ એ શરીરની મૂર્છા-મમતા છે. શરીરના જ લાલન-પાલનની બુદ્ધિ છે. ત્યાં અધ્યાત્મશાસ્ત્રનું વાંચન એ અધ્યાત્મ લાવનાર નથી. પરંતુ સંગીતના રસની જેમ આ પણ ‘શ્રવણેન્દ્રિયનો” વિષયરસ માત્ર જ છે. અધ્યાત્મ શાસ્ત્રોના વાંચનને જે જીવ ભાવતપ સમજે તે જીવ તો ભાવતપના સાધનભૂત-સહાયકારી બાહ્યતપ છે એમ પણ સમજે જ છે. માટે તપને વખોડનારા અને અવિવેકથી વર્તી અધ્યાત્મશાસ્ત્રોનાં પદો ગાનારા શ્રવણેન્દ્રિયના રસમાત્રમાં જ લુબ્ધ છે. એમ જાણવું.
(૬) લોટરીની ટીકીટથી પણ કોઇ ધનવાન્ થાય છે પરંતુ તેનાથી સર્વલોકોએ ધંધાનોકરી છોડી દેવાનાં હોતાં નથી. ભરતમહારાજા અને મરુદેવા માતાનાં માત્ર દૃષ્ટાંત જ રજુ કરાય છે. વાસ્તવિકપણે તેઓ જેવા વૈરાગી હતા તેવો વૈરાગ તો આવતો જ નથી. જો આવતો હોત તો સાધુ થવા કરતાં ઘરમાં રહેવું શું ખોટું ? એ શબ્દ મુખમાંથી નીકળત જ નહીં. વૈરાગીને સંસારનો રાગ ન હોવાથી સાધુતા જ ગમે. કદાચ પ્રતિબંધોથી સાધુ થઇ ન શકે એમ બને, પરંતુ સાધુતા એ જ કલ્યાણનું પરમ અંગ છે એમ હૈયે વસ્યું હોય છે.
(૭) દ્રવ્યલિંગ ન લેનારા ‘સાચા ભાવલિંગી'' છે તેની ખાત્રી શું? માથું મુંડાવનારાઓએ મન નથી જ મુંડાવ્યું, તેની શું ખાત્રી ? પોતાને ભાવલિંગી માનનાર મન મુંડાવનાર જ છે તેની શું ખાત્રી ? માથું મુંડાવનાર મન ન મુંડાવે' એમ જો લાગતું. હોય તો તેઓએ બન્ને મુંડાવવું જોઇએ, જેથી તેઓનું જરૂર કલ્યાણ થાય. પરંતુ મન ન મુંડાયાની વાત આગળ કરીને માથું મુંડાવવાની વાતને તોડી પાડવાની શું જરૂર? બન્નેમાંથી એક હશે તો બીજું આવશે. પરંતુ બન્ને નહી હોય તો એકે નહી આવે.
(૮) જ્ઞાન હોય તે સર્વેને દુઃખ થતું નથી. પરંતુ માનકષાય હોય તેને દુ:ખ થાય છે. જ્ઞાન હોય તેને માથાના દુઃખાવાની, નિદ્રા-હાનિની કે શરીરના આરોગ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org