________________
ગાથા : ૮૬
યોગદષ્ટિ સમુચ્ચય
૩/૯
(૯) દયા એ જ ધર્મનું મૂલ છે. માટે દીન-અનાથ-પશુ-પક્ષીઓની દયા જ કરવી
જોઈએ તે દયા કરવા અર્થોપાર્જન અને ગૃહસ્થપણે એ જરૂરી છે. સાધુ થવાની
શી જરૂર? (૧૦) હાથીને હણીને માંસભક્ષણમાં ૧ જીવની હિંસા અને બટાકાદિના ભક્ષણમાં અનંત
જીવની હિંસા હોય છે. તો હાથીને હણીને માંસભોજન કરવું શું ખોટું? જો એમ ઉત્તર કહો કે હાથીમાં ૧ જીવ હોવા છતાં અધિક ચેતના છે. માટે હિંસા મોટી છે તો પ્રત્યેક વનસ્પતિમાં સાધારણ વનસ્પતિ કરતાં અધિકચેતના છે. તો તેને બદલે સાધારણનું ભોજન કરવું શું ખોટું?
મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉલટી બુદ્ધિના કારણે, સત્સંગ અને સદાગમનો અભ્યાસ ન હોવાના કારણે આ જીવને આવા આવા અનેક કુતર્કો સૂઝે છે. પોતાની મેળે જ પોતાની વાતને સત્ય કરવા યુક્તિ-પ્રયુક્તિ અને ઉત્તર ગોઠવે છે. તેથી આ અવેદ્યસંવેદ્યપદ જિતવું અત્યન્ત આવશ્યક છે. ઉપરના કુતર્કો કોઈ અલ્પજ્ઞ જીવ સાચા ન સમજી લે તે કારણથી તેના ઉત્તરો પણ અહીં આપીએ છીએ. પરંતુ વિશેષ ઉત્તરો તો સત્સંગથી જ સમજાય છે. (૧) ગાડી-વાડી અને લાડીનાં સુખો ખસના રોગીને ખંજવાળ તુલ્ય માત્ર-પ્રતિકાર રૂપ
જ છે. વાસ્તવિક સુખ નથી. કારણ કે બુભક્ષા વધારનાર જ છે. ગમે તેટલી ગાડી-વાડી મળે તો પણ ઇચ્છાઓ આકાશની જેમ અનંતી છે કદાપિ તૃપ્ત થતી
જ નથી. બલ્લે એક સુખ સામગ્રી અનેક ઉપાધિઓને લાવે છે. (૨) મુક્તિમાં એકલવાયું જીવન નથી. અનંત જીવો ત્યાં છે. કેવળજ્ઞાનથી બધા જ જીવો
દેખાય છે. હળવું-મળવું અને તેનો વિનોદ એ મોહ છે. પરભાવદશા છે. તેનાથી અનેક કષાયો-રાગ-દ્વેષ જન્મે છે. એકને રાજી રાખતાં બીજાને દુઃખ થાય છે અને બીજાને રાજી રાખતાં ત્રીજાને દુઃખ થાય છે. સંસાર સ્વાર્થથી જ ભરપૂર છે. થાક લાગવો. આરામથી બેસવું-સુવું આ પ્રમાદ છે અને શારીરિક ધર્મ છે. જ્યાં શરીરનું બંધન જ ચાલ્યું જાય છે ત્યાં આવા વિકલ્પો હોતા જ નથી. ગાંડો માણસ ડાહ્યાને જેમ ગાંડો સમજ, તેમ મોહાધીન જીવ પોતાની મોહદશાથી જ મોહરહિત સિદ્ધાત્માને દુઃખી સમજે છે. અશરીરિતા એ જ સાચી બંધનમુક્ત
અવસ્થા છે. શરીરના સાધર્મથી અશરીરીન માપવા એ જ અજ્ઞાનદશા છે. (૪) ગોશાળાને બચાવતી વખતે પ્રભુ છદ્મસ્થ હતા. તે કાળે પરદયા કર્તવ્ય બને છે
અને જ્યારે સાધુ બળે છે ત્યારે પ્રભુ કેવલી છે. પરભાવદશાથી સર્વથા મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org