________________
૩૧૧
ગાથા : ૮૬-૮૭
યોગદૃષ્ટિ સમુચ્ચય અપેક્ષા એટલી હોતી નથી કે જેટલી પરોપકાર કરવાની રસિકતા હોય છે. જ્ઞાન હોય તો જ વિચાર-વાણી અને વર્તનમાં વિવેકબુદ્ધિ આવે છે. “દયા” બે પ્રકારની છે. દ્રવ્યદયા અને ભાવદયા, ગૃહસ્થ જીવ પૂર્ણ સ્વદશાની પ્રગટતાવાળો ન હોવાથી તેને દ્રવ્યદયા ઉપકારી છે. જેમ રોગીને ઔષધ, પરંતુ
જ્યારે આ આત્મા સાધુ અને કેવલી ઈત્યાદિ થાય છે ત્યારે પરભાવદશાથી જ મુક્ત બને છે માટે તે જીવો ધર્મોપદેશ દ્વારા જીવોને સંસારથી તારવાનું અને તે જીવ કદાપિ દુઃખ ન પામે તેવું કામ કરનારા છે. માટે ત્યાં ભાવદયા મુખ્યપણે કર્તવ્ય બને છે. જેમ નિરોગીને ઔષધત્યાગ. દ્રવ્યદયા પરિમિત સુખદાયી છે. ભાવ
દયા અપરિમિત સુખદાયી છે. (૧૦) હાથીની ચેતના બટાકાના અનંતજીવોની ચેતના કરતાં પણ અનંતગુણી છે. કારણકે
તે પંચેન્દ્રિય છે. તથા તેની હિંસા વખતે હિંસકના હૃદયમાં ક્રૂર-હિંસકભાવ-નિર્ધ્વસ પરિણામ આવે છે. તે જ કર્મબંધનો મુખ્ય હેતુ છે તથા માંસમાં તત્તવર્ણવાળા સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. તેની પણ હિંસા થાય છે. તેથી બટાકાના ભક્ષણ કરતાં હાથીના માંસનું ભક્ષણ પ્રથમ વર્ષ છે. જેમ એક-એક રૂપીયાની સીત્તેર નોટોના ત્યાગ કરતાં સો રૂપીયાની એક નોટનો ત્યાગ પ્રથમ વજર્ય છે. તથા બટાકાં અને પ્રત્યેક વનસ્પતિ બન્ને એકેન્દ્રિય જ માત્ર હોવા છતાં સાધારણ વનસ્પતિના એક જીવ કરતાં પ્રત્યેકના એક જીવની ચેતના અવશ્ય વધારે છે. તો પણ તે સાધારણના અને પ્રત્યેકના એમ બન્ને જીવો એકેન્દ્રિય જ હોવાથી એટલી બધી ચેતના પ્રત્યેકમાં અધિક નથી કે તે અનંત સાધારણની તોલે આવે. કારણ કે બન્ને એકેન્દ્રિય જ છે. માત્ર એક સાધારણ કરતાં એક પ્રત્યેકમાં યત્કિંચિત ચેતના અધિક છે. માટે ત્યાં “સંખ્યા નિયમ” લાગુ પડે છે. જ્યાં અધિક જીવસંખ્યા છે તે પ્રથમ વર્ય બને છે.
આ પ્રમાણે જો સત્સંગ અને આગમશાસ્ત્રોનો ગુરુગમથી અભ્યાસ કરવામાં આવે તો મિથ્યાત્વમોહ મંદ થતાં અવેદ્યસંવેદ્યપદ જીતાતાં ઉપર કહ્યા મુજબના અનેક કુતર્કરૂપી વિષમગ્રહો આપોઆપ નિવૃત્તિ પામે છે. ll૮૬) વિવિશિષ્ટોકિલ્યાદ- આ કુતર્કગ્રહ કેવો છે તે સમજાવે છે.
बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकधा ॥८७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org