________________
ગાથા : ૧૪
યોગદષ્ટિ સમુચ્ચય
ઉત્તર :- પારલૌકિક પદાર્થો અતીન્દ્રિય છે. કેવલજ્ઞાન વિના કોઇને અલ્પ પણ દેખાતા નથી. માટે અહીં દર્શનશબ્દનો અર્થ દેખવું-જોવું ન કરતાં પ્રતિપત્તિ માન્યતા-કલ્પના - સ્વીકાર એવો અર્થ કરવો. તેથી જ ગ્રંથકારે પ્રતિપત્તિમે એવો શબ્દપ્રયોગ કર્યો છે.
ઓઘદૃષ્ટિમાંથી જીવ જ્યારે બહાર આવે છે ત્યારે જ યોગની દૃષ્ટિ શરૂ થાય છે. ભવાભિનંદી જીવને જ્યારે પૌદ્ગલિક સુખમાં કંઈક અંશે દુઃખરૂપતા ભાસે છે. આ સુખ અનેક ઉપાધિઓવાળું અને પરવશ હોવાથી ખસના રોગથી ઉપડેલી ખણજને ખણવા બરાબર દુઃખના પ્રતિકાર માત્ર રૂપ છે. વાસ્તવિક સુખ આ પુલોથી પર રહેવામાં જ છે આવી દષ્ટિ જ્યારે આવે છે ત્યારે આ જીવ ચરમાવર્તિમાં પ્રવેશ કરે છે અને ક્રમશ: અપુનબંધક બને છે. તેથી તે કાલથી મોક્ષ તરફ મીટ માંડે છે. અને પરને દુઃખ ન આપવું. પાપ કરવું પડે તો પણ તીવ્રભાવે પાપ ન કરવું. ઈત્યાદિ યોગની મિત્રાદિ દૃષ્ટિઓ શરૂ થાય છે. ધર્મ-કર્મ-આત્મા-પરભવ-પૂર્વભવ-મોક્ષ ઇત્યાદિ સમજે છે. સ્વીકારે છે. પ્રતિપત્તિ કરે છે. પરંતુ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોવાથી અને સાથે દર્શનમોહના ઉદયનો સાથ હોવાથી) આ બધા પારલૌકિક પદાર્થોમાં પ્રતિપત્તિ કરવા છતાં પણ પોતાની માન્યતા (કલ્પના) પ્રમાણે સ્વીકાર કરતો હોવાથી દર્શનભેદ રહે છે. અનેક પ્રકારનાં દર્શનો બનવાનું આ જ કારણ છે. અચરમાવર્તમાં ઓઘદૃષ્ટિ હોય છે. ચરમાવર્તના પૂર્વના અર્ધભાગમાં મિત્રાદિ પ્રથમની ચારદૃષ્ટિ હોય છે. આ બન્ને કાળે (અચરમાવર્તિમાં અને ચરમાવર્તના પૂર્વાર્ધમાં) આ જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમની તરતમતાના કારણે અને મિથ્યાત્વના ઉદયના કારણે દર્શનભેદ અર્થાત્ પ્રતિપત્તિ ભેદ થાય છે.
ન ઉત્કર્થ = પરંતુ રાગ-દ્વેષની ગાંઠ જેણે ભેદી છે. અપૂર્વકરણાદિ કરીને જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે. એવા સમ્યગૃષ્ટિ જીવો કે જે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિમાં વર્તનારા છે તથા ચરમાવર્તના પાછળના અર્ધભાગમાં વર્તનારા છે. તેવા યોગી મહાત્માઓને આવો દર્શનભેદ (પ્રતિપત્તિભેદો હોતો નથી. જો કે આ જીવો પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમવાળા જ છે. ક્ષાયિકભાવવાળા નથી. તથા ક્ષયોપશમભાવ પણ તરતમતાવાળો જ છે. તથાપિ દર્શનમોહનીયના ઉદયને બદલે દર્શનમોહનીયનો પણ લયોપશમ છે. તેથી જે વિષય નયભેદથી જે રીતે સંભવે છે, તે વિષયને તે રીતે નયભેદના અવબોધ પ્રમાણે જાણે છે, યથાસંભવ સમન્વય કરે છે. કારણ કે દૃષ્ટિ સમ્યક હોવાથી નયયોજના લગાડીને વસ્તુના સ્વરૂપને યથાર્થપણે જાણે છે. દાખલા તરીકે પાંચભૂતોમાંથી ચેતન ઉત્પન્ન થાય છે એમ નહીં, પરંતુ ચેતનાત્મા સ્વતંત્ર છે અને તેના ચૈતન્યના આવિર્ભાવમાં ભૂતો નિમિત્ત માત્ર છે. સાંખ્યદર્શનમાં- આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય
યો. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org