SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય મોહનીયના ઉદયના સહારાથી જોનારામાં ભેદ પડે છે. જેને જેવું દેખાય છે તે તેવું સ્વીકારવા માંડે છે. પોતાને જે રીતે જે પદાર્થ સમજાય છે તે પદાર્થ તે રીતે જ પોતે કલ્પે છે સમજે છે અન્યને સમજાવે છે. અને તર્કથી તેમજ સિદ્ધ કરે છે તથા તેનાથી ઉલટી માન્યતાવાળાનું તે ખંડન પણ જોરદાર રીતે કરે છે. ત્રિવન્યનોથં વર્ઝનમેટ્ઃ-આ જ કારણથી દર્શનોનો આ ભેદ થાય છે એમ યોગાચાર્ય મહાત્માઓ કહે છે. ૬૪ જેમ કે- ચાર્વાક દર્શન પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને આકાશ એ પાંચ ભૂતો સાથે મળવાથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. પરંતુ ચૈતન્યગુણવાળો સ્વતંત્ર આત્મા નામનો પદાર્થ નથી, અને તેથી જ પૂર્વભવથી આવવાનું કે પરભવમાં જવાનું રહેતું જ નથી, માટે આત્મા, પૂર્વભવ, પરભવ, મુક્તિ જેવાં કોઇ તત્ત્વો છે જ નહીં, આવું તે ચાર્વાક સમજે છે. આવા પ્રકારની તેઓની સમજ પણ તેઓના તેવા પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમને લીધે અને દર્શન મોહના ઉદયને લીધે જ છે. ગાથા : ૧૪ સાંખ્યદર્શનકાર કપિલમુનિ “આત્મા અને પ્રકૃતિ” એમ મૂલભૂત બે જ તત્ત્વ છે. એમ સમજે છે અને સ્વીકારે છે. આત્મા ફૂટસ્થ નિત્ય છે અકર્તા અને અભોક્તા છે. એમ માને છે કારણ કે જો કર્તૃત્વ અને ભોક્તૃત્વ માનીએ તો પૂર્વકાલમાં અકર્તૃત્વાવસ્થામાંથી કર્તૃત્ત્વાવસ્થાવાળો બન્યો એમ અર્થ થાય, અને એમ થતાં ફૂટસ્થ નિત્યત્વ લોપાઇ જાય. તથા પ્રકૃતિ એ સત્ત્વ-૨જસ્ અને તમની બનેલી છે. તેથી પરિણામી છે અને તે જ કર્તા-ભોક્તા છે. આમ સમજે છે. તે તેઓનો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ (અને દર્શનમોહનો ઉદય) તેવા પ્રકારનો છે એમ જ સમજવું. આના કારણે જ તેઓની આવી પ્રતિપત્તિ (સ્વીકૃતિ) છે. બૌદ્ધદર્શનકારો પર્યાય તરફની વિશેષ દૃષ્ટિવાળા છે તેથી સર્વવસ્તુઓ ક્ષણિકમાત્ર છે. કોઈ પણ પદાર્થ ક્ષણદ્રયસ્થાયી નથી એમ માને છે. પછી સંસારમાં સંભવતા વ્યવહારોનું સંકલન કરવા વાસના (સંતાન)ની કલ્પના કરે છે. તેઓનો પણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તેવો છે. એમ ન્યાય– વૈશેષિક-મીમાંસક આદિ સર્વદર્શનકારો માટે સમજવું. પ્રશ્ન :- ઓઘદૃષ્ટિમાં સમેઘ-અમેઘ રાત્રિ-દિવસના કારણે તરતમતાવાળી પણ ઘટપટાદિ વસ્તુઓ સાક્ષાત્-નજરોનજર હીનાધિકપણે જેમ દેખાય છે અને તેનાથી દૃષ્ટિભેદ કહેવાય છે. તેમ આ દર્શનકારોને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે અને મોહના ઉદયના કારણે પારલૌકિક પદાર્થો હીનાધિકપણે પણ શું પ્રત્યક્ષ દેખાતા હશે ? કે જેથી તેઓમાં દર્શનભેદ તમે સમજાવો છો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy