________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૨૯
ગાથા : ૬૦
તેથી ધર્મ એ જ સાચો મિત્ર છે. તેની જ સગાઇ નિરુપાધિક છે. નિઃસ્વાર્થ છે. સાચો કલ્યાણકારી પરમમિત્ર ધર્મ જ છે. જીવ જ્યાં જ્યાં જાય છે. ત્યાં ત્યાં સર્વત્ર સાથે જાય છે. સંસારના બંધનોમાંથી મુકાવનાર આ ધર્મ એ જ સાચો હિતેચ્છુ કલ્યાણમિત્ર છે. બાકી તો અનેકવિધ કાળાં-ધોળાં કરીને પ્રાપ્ત કરેલી સંપત્તિ અહીં જ રહે છે. સગાં-વ્હાલાં પણ અહીં જ રહે છે. ભવોભવમાં એકઠી કરેલી લક્ષ્મી પણ જીવની સાથે આવી નથી તથા આવતી નથી માટે તે લક્ષ્મી અને સ્વજનાદિ અન્ય સર્વ અનુગામી ન હોવાથી સાચા મિત્ર નથી. કહ્યું છે કે
પરિગ્રહની મમતા કરીજી રે, ભવભવ મેલી રે આથ ।
જે જ્યાંની તે ત્યાં રહીજી રે, કોઇ ન આવે સાથ રે । જિનજી ॥ મિચ્છામિ દુક્કડં આજ (શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશનું સ્તવન.) પા इत्थं सदाशयोपेतस्तत्त्वश्रवणतत्परः ।
પ્રાનેભ્યઃ પરમં ધર્મ, વલાદેવ પ્રપદ્યતે॥ ૬॥
ગાથાર્થ = આ પ્રમાણે ઉત્તમ આશયથી યુક્ત એવો, અને તત્ત્વ સાંભળવામાં તત્પર એવો આ જીવ પ્રાણોથી પણ પરમશ્રેષ્ઠ એવા આ ધર્મને (આત્મ) બળથી જ સ્વીકારે છે. II ૬૦ll
ટીકા ‘‘કૃÄ 'ë
‘‘સાશયોપેત: ’’સન્, 'तत्त्वश्रवणतत्पर " एतत्प्रधानः, " प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते", तत्स्वभावत्वात् स्वत (तत ) एव न योगोत्था न मस्य ॥ ૬॥
-
Jain Education International
વિવેચન :- આ પ્રમાણે આ દીપ્રા દૃષ્ટિમાં આવેલો જીવ ધર્મને જ સાચો મિત્ર માને છે. પરભવમાં પણ સાથીદાર હોવાથી એ જ સાચો સુહૃદ્ છે. તેની સાથે જ ગાઢ મૈત્રી જામે છે. હૈયાના કણેકણમાં ધર્મનો રંગ લાગી જાય છે. ધર્મ રૂપ કલ્યાણ મિત્રના સંપર્કથી ચિત્ત (આશય) સદા નિર્મળ અને ઉજ્જ્વળ જ રહે છે. ધર્મના સંસ્કારો હાડોહાડ વ્યાપી જાય છે. ચિત્તની ભૂમિકા સ્ફટિક જેવી તદ્દન સ્વચ્છ બની જાય છે. જેમ સારા મિત્રની સોબતથી અવગુણો દૂર થાય છે અને સહજપણે ગુણો આવે છે તેવી જ રીતે ધર્મમિત્રથી ચિત્તમાં અવગુણો દૂર થાય છે અને ગુણો વ્યાપે છે. આ રીતે સદ્-આશય=ઉત્તમ આશયથી યુક્ત થતો છતો આ જીવ તત્ત્વ સાંભળવામાં અત્યન્ત એકતાન બને છે. એકવાર ચિત્તમાંથી વિષયવિકારો અને મોહમાયાના દોષો દૂર થાય
""
For Private & Personal Use Only
www.jainelibrary.org