________________
૨૩૦ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૦ છે એટલે તુરંત જ તે ચિત્ત જગતમાં ઉપકારક તત્ત્વ શું ? આત્મહિતકારી ધર્મનું સ્વરૂપ શું ? એ જાણવા ઉજમાલ થાય છે. સદ્ગુરુની શોધ કરે છે. જ્યારે જ્યારે જે જે સદ્ગુરુ મળે છે. ત્યારે ત્યારે તે તે ધર્મગુરુ પાસે ધર્મતત્ત્વનું સ્વરૂપ જાણવા તલસે છે. ઉત્કંઠિત થાય છે. ધર્મતત્ત્વ સાંભળવાનું સાચું પાત્ર બને છે. તેને તેની જ લગની લાગે છે. જીવનમાં તત્ત્વશ્રવણની પ્રધાનતાવાળો જ બની જાય છે. જ્યારે જ્યારે જે જે સદ્ગુરુ મળે છે ત્યારે ત્યારે તે જીવને તે તે ગુરુજી પણ જુદા જુદા નયથી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. તે આ પ્રમાણે- (૧) દાન-શીયળ-તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ છે. (૨) અહિંસા-સંયમ અને તપ એમ ત્રણ પ્રકારનો પણ ધર્મ છે. (૩) સંવર-તથા નિર્જરા આ બે ઉપાદેય છે અને આશ્રવ એ સર્વથા હેય છે એ પણ ધર્મ છે. (૪) જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરવું તે પણ ધર્મ છે. અહિંસા પરમો થઈ = અહિંસા એ ઉત્તમ ધર્મ છે. સાપI, થમો, (૫) વત્થલાવો થપ્પો-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. જે જે વસ્તુ હોય તે તે વસ્તુનું તે તે ભાવમાં વર્તવું તે પણ ધર્મ છે. આત્મા નામનું પોતાનું જે દ્રવ્ય છે તેનું પોતાના ભાવમાં એટલે કે સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે. અને પરભાવદશામાં વર્તવું તે અધર્મ છે. જ્ઞાનાવરણીય-મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી જ્ઞાનસહજ આનંદ અને વીર્ય ગુણની હીનાધિકપણે જે પ્રગટતા તે સાધનધર્મ, તેનાથી ગુણો સાધતાં સાધતાં ક્ષાયિકભાવે પૂર્ણપણે જે ગુણોની પ્રગટતા તે સાધ્યધર્મ છે. સાધ્યધર્મ પ્રાપ્ત કરવા માટે સાધનધર્મ પામવા જેવો છે. આદરવા જેવો છે. એમાં જ લયલીન થવા જેવું છે. આવા પ્રકારનું ભિન્ન-ભિન્ન નયોથી ધર્મનું સ્વરૂપ ગુરુજી જ્યારે કહે છે ત્યારે તે તે તત્ત્વશ્રવણની પ્રધાનતામાં આ જીવ એકતાન બની જાય છે. પુદ્ગલસુખની વાસના ત્યજીને આવા પ્રકારના ધર્મની સાથે ગાઢ પ્રેમ બાંધે છે. તેથી આત્મબળ વિશિષ્ટ વિકાસ પામે છે. તે આત્મબળના પાવરથી જ પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે. તેનું ચિત્ત-સદાશય એ ધર્મના રંગથી રંગાઈ જાય છે. તેથી તે જીવનો સ્વભાવ ધર્મમય જ બની જાય છે. ધર્મમય સ્વભાવ થવાથી જ ચિત્ત તે ધર્મમાં ચોંટેલું જ રહે છે. આ ચિત્ત ધર્મમાંથી અલ્પ પણ ઉઠતું નથી, દૂર ખસતું નથી. તેથી તેને ઉત્થાન દોષ હોતો નથી.
જે જીવને જે અતિશય ગમી જાય છે. જેને જેનો રંગ લાગી જાય છે. તેને તેના વિના ચેન પડતું નથી. એમ આ દૃષ્ટિવાળા જીવને ધર્મ ગમી ગયો હોવાથી તેના વિના મન અન્યત્ર જતું નથી. ધર્મમાંથી મન ઉઠતું નથી. આ પ્રમાણે સ્વભાવથી જ (ઉત્સર્ગ પ્રવૃત્તિથી જ) તત્ત્વશ્રવણની પ્રધાનતા અને યોગ સંબંધી ઉત્થાન દોષનો અભાવ આ દૃષ્ટિમાં હોય છે. I૬oll
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org