SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ગાથા : ૬૧ યોગદૃષ્ટિ સમુચ્ચય तत्त्वश्रवणगुणमाहતે તત્ત્વશ્રવણગુણ કેવો હોય છે ! તે સમજાવે છે. क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजप्ररोहमादत्ते, तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१॥ ગાથાર્થ = જેમ ખારા પાણીના ત્યાગથી અને મધુરપાણીના પાનથી બીજ અંકુરાને ઉત્પન્ન કરે છે. તેની જેમ તત્ત્વશ્રવણથી આ પુરુષ નિયમા આત્મકલ્યાણ કરે છે. તે ૬૧// ટીક - “ક્ષYTwત્યારે સન્મજયોતિ: તન્મથનવાડિપ स्पष्टसंवित्त्या "बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः, तत्त्वश्रुतेरचिन्त्यसामर्थ्यान्महाvમાવત્રિાહિતિ - ૬૨ વિવેચન :- આ ગાથામાં તત્ત્વશ્રવણનું માહાસ્ય સમજાવે છે. ખારું પાણી, મીઠું પાણી, ખેતરમાં વાવેલું બીજ, અને તેમાંથી થતા અંકુરા, આ ચાર વસ્તુની ઉપમા આપી તત્ત્વશ્રવણગુણ સમજાવે છે. જેમ ખેતરમાં વાવેલા બીજને ખારું પાણી પાવાનો ત્યાગ કરવામાં આવે અને મીઠું પાણી પાવામાં આવે તો તે બીજમાંથી અવશ્ય અંકુરા પ્રગટે જ છે. જો કે વાવેલા બીજને આ પાણી ખારું છે અને આ પાણી મીઠું છે એવું સ્પષ્ટ જ્ઞાન નથી, તથા એવો વિવેક નથી, તો પણ ખારાપાણીનો ખારાપણે અને મીઠાપાણીનો મીઠાપણે તે એકેન્દ્રિય જીવને પણ પોતાની ભૂમિકાને અનુસારે અનુભવ-સંવેદન અવશ્ય છે જ, તો જ તેનાથી અંકુરા ઉગી નીકળે છે. અને જલ્દી ઉગી નીકળે છે. તેમ આ જીવે મિત્રા-તારા અને બલાદષ્ટિમાં જે યોગબીજ પ્રાપ્ત કરેલાં છે. એટલે કે આ ચિત્તભૂમિમાં વાવેલાં છે. પરંતુ તે દૃષ્ટિકાલે પુદ્ગલના સુખની રુચિ વિશેષ અંશે હતી. પુદ્ગલના સુખની રુચિ એટલે કે વિષયકષાયવાળી ચિત્તપરિણતિ એ અતજ્વરૂપ છે. મોહની તીવ્રતાના કારણે તેનું જ વધારે શ્રવણ ચાલતું હતું. જે શ્રવણ ખારાપાણીતુલ્ય છે. આ ચોથી દૃષ્ટિમાં આવતાં પુદ્ગલસુખ વિષયક અતત્ત્વશ્રવણ રૂ૫ ખારા પાણીનો આ જીવ ત્યાગ કરે છે. અને ધર્મતત્ત્વને શ્રવણ રૂપ મીઠા પાણીનો સંયોગ કરે છે. તેથી તે વાવેલાં યોગબીજો હવે તુરત અંકુરાને પ્રગટ કરે છે. તે તત્ત્વશ્રવણમાંથી “બોધ” થવા રૂપ અંકુરા ઉગી નીકળી છે. તત્ત્વશ્રવણ મધુરોદકે જી, ઈહાં હોય બીજ પ્રરોહ | ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુભક્તિ અદ્રોહ રે મનમોહન) || (ઉ. શ્રી યશોવિજયજી. યોગદષ્ટિની સઝાય) અગાઉની દૃષ્ટિમાં (૧) પ્રભુભક્તિ, (૨) ગુરુભક્તિ, (૩) સત્ શાસ્ત્રભક્તિ, (૪) ભવવૈરાગ્ય, વગેરે (ગાથા, ર૩થી ૨૯માં કહેલાં) યોગબીજ આ જીવે પ્રાપ્ત કરેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy