________________
૨૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૯ ગાથાર્થ = ધર્મ એ જ એક (સાચો) મિત્ર છે કે જે મરેલાની પાછળ સાથે જાય છે. બાકીનું સઘળું શરીરની સાથે જ ચાલ્યું જાય છે. અર્થાત્ શરીરની સાથે જ નાશ પામે છે. તે પલા
ટીકા - ““u gવ સુહૃથ' ના, તન્નક્ષ યોગેન્દ્ર | તવાદ“કૃતમણનુયાતિ '' તિ, “રેન સમું ના'' વ્યર્થ “સર્વમચા છતિ' સ્વગનાદિ ૧૨
વિવેચન - આ દૃષ્ટિવાળાને ધર્મ ઉપર આટલો બધો પ્રતિબંધ (સંબંધ) કેમ છે? તેનો ઉત્તર જણાવે છે કે “ધર્મ એ જ એક સાચો મિત્ર છે” એમ તે યોગીને દેખાય છે. કારણ કે મિત્રનું જે લક્ષણ છે. તે લક્ષણ ધર્મમાં જ ઘટે છે. મિત્ર એટલે સહવર્તી, સાથીદાર, સહયોગી, અર્થાત્ સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, સબળી કે નબળી પરિસ્થિતિમાં જે સાથે રહે તે મિત્ર કહેવાય છે. સુહદ્ એટલે ઉત્તમ છે હૃદય જેનું તે, જેનું હૃદય ભિન્ન નથી પરંતુ એકમેક છે સાથે જ છે. તે સુહૃદુ, ધર્મ એ જ એક સાથે રહેનાર છે કે જે મરેલાની પાછળ પણ સાથે જાય છે. મૃત્યુ પામનારને અનુસરે છે. ધર્મ એ જ્ઞાન-દર્શન-ચારિત્રાત્મક ગુણ હોવાથી અને ગુણ ગુણીનો ભેદ ન હોવાથી ગુણ સદા ગુણીને અનુસરે છે. ભવાન્તરમાં પણ સાથે જ રહે છે માટે તે જ સાચો સુહૃદ્મિત્ર છે.
ના:-અન્ય કોઈ પણ પદાર્થ (સ્ત્રી-ધન-પુત્ર-ઘર-ગાડી-વાડી વગેરે) સાથે પરભવમાં આવતા નથી. શરીરની સાથે જ અન્ય-શેષ સ્વજનાદિ સઘળું ચાલ્યું જાય છે. શરીરનો સંબંધ પૂરો થતાં અન્યની સાથેના સંબંધો પણ પૂર્ણ થાય છે. પરભવમાં આ જીવ એકલો જ જાય છે. ધર્મ જ તેને અનુસરે છે. અન્યના સર્વપ્રકારના સંબંધો અહીં જ સમાપ્ત થાય છે. આ એકભવની જ સગાઈ છે. એક ભવ પૂરતી જ પ્રીત છે અને તે પણ અનેકવિધ સ્વાર્થપૂર્ણ છે. સ્વાર્થરૂપ ઉપાધિથી ભરપૂર છે. જીવતાં જીવતાં પણ જેનાથી જેનો સ્વાર્થ ન સધાય તે તેનો ત્યાગ કરે છે, તો તે મરેલાની પાછળ તો જાય જ શું?
સ્ત્રી પણ પતિનો, અને પતિ પણ સ્ત્રીનો સ્વાર્થ ન સધાતાં ત્યાગ કરતા હોય એવું આજે પણ આ સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. તો અન્ય પાત્રોની વાત તો કરવી જ શું? માટે આ બધી સગાઈ સોપાધિક છે. જે આત્માનું હિત કરનારી નથી. ત્યજવા યોગ્ય છે. આત્માના ગુણાત્મક ધનને ખોનારી આ સગાઈ છે. કહ્યું છે કેપ્રીતિ સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય , પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન હોય | ઋષભO || શ્રી આનંદઘનજી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org