________________
ગાથા : ૫૮-૫૯
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૨૭.
કરીને પ્રાણ બચાવવા ઇચ્છે છે તેથી સૌથી વધુ વહાલા પ્રાણ છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા યોગીજીવને ઇન્દ્રિયાદિ પ્રાણો કરતાં પણ ધર્મ એ મહત્તર-અર્થાત્ મોટો લાગે છે. એટલે કે ધર્મનું માહાત્મ પ્રાણી કરતાં અતિશય વધારે નિઃસંદેહપણે લાગે છે.
આ કારણથી જ ધર્મ માટે પ્રાણો ત્યજે છે. પરંતુ ગમે તેવું પ્રાણસંકટ આવે તો પણ આ યોગી ધર્મનો ત્યાગ કરતો નથી. જો કે પોતાને પોતાના પ્રાણ પણ વ્હાલા છે તથાપિ તથોત્સાપ્રવૃ-તેવા પ્રકારની સહજ-સ્વાભાવિક પ્રવૃત્તિ દ્વારા ધર્મ વધારે વહાલો છે. માટે ધર્મની રક્ષા માટે પ્રાણત્યાગ કરે છે. જેમ કોઈ મૃગના બચ્ચા ઉપર કોઈ સિંહે આક્રમણ કર્યું હોય તો તે મૃગને પોતાના પ્રાણ વ્હાલા હોવા છતાં પણ બચ્ચાના સ્નેહથી સિંહની સામે પણ હોડ કરે છે. અને પોતાના પ્રાણોને સંકટમાં મૂકે છે. બચ્ચા પ્રત્યેના સ્નેહથી આવી પ્રવૃત્તિ સહજ જ થાય છે, પ્રેરણા કરવી પડતી નથી. તેવી રીતે પ્રાણ અને ધર્મની રક્ષાના પ્રસંગમાં ધર્મ વધારે વ્હાલો હોવાથી સ્વાભાવિક પ્રવૃત્તિપણે જ ધર્મની તે જીવ રક્ષા કરે છે અને પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ ગમે તેવા પ્રાણસંકટમાં પણ ધર્મનો ત્યાગ આ યોગી જીવ કરતો નથી.
આ યોગી મહાત્માને એમ લાગે છે કે ધર્મ જ સંસારથી તારનાર છે. જન્મજરા અને મરણના દુઃખોથી મૂકાવનાર છે. અનંત શાશ્વત સહજ સુખ અપાવનાર છે. એ વિના સંસારની સર્વ સામગ્રી વિયોગાત્મક હોવાથી અંતે દુઃખદાયી છે. ધર્મ એ આત્માના ભાવપ્રાણ છે. તેથી ભાવ પ્રાણની રક્ષામાં દ્રવ્યપ્રાણો વ્હાલા હોવા છતાં પણ તેની સહજભાવે ઉપેક્ષા કરે છે અતિશય દઢ શ્રદ્ધાના કારણે ધર્મની રક્ષા માટે પ્રાણ આપતો હોવા છતાં તેનું સમસ્ત જીવન ધર્મમય જ હોય એવો નિયમ નથી. ધર્મની રક્ષા સિવાયના કાળમાં પ્રમાદથી કે પૂર્વબદ્ધ નિકાચિત કર્મના ઉદયથી તે જીવ વિષયવિકારમાં પ્રવૃત્તિ કરતો હોય છે. કષાયો ન ગમતા હોવા છતાં તેનાથી કષાયો થઈ જાય છે. છતાં આવા પ્રસંગોમાં ય તેનો હેય-ઉપાદેયભાવવાળો બુદ્ધિ-વિવેક જાગૃત હોય છે. આવા પ્રકારનો સહજપણે પ્રકૃતિથી જ ધર્મનો પક્ષપાત હોય છે. આવો ગુણ આ દૃષ્ટિ આવે છતે જીવને અસંશયપણે આવે છે. I૫૮. अत्र प्रतिबन्धनिबन्धनमाहઆ દૃષ્ટિમાં ધર્મ ઉપર આટલો બધો પ્રતિબંધ (પક્ષપાત) છે. તેનું કારણ સમજાવે છે
एक एव सुहृद्धर्मो, मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं, सर्वमन्यत्तु गच्छति ॥ ५९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org