________________
ગાથા : ૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૫
સાધર્મિકવાત્સલ્ય, પૌલિકદાન, દ્રવ્ય અનુકંપા આદિ ધર્મયોગોનો સંન્યાસ(ત્યાગ) પણ હોય છે. તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે પણ ધર્મસંન્યાસ નામવાળો સામર્થ્યયોગ કહેવો જોઇએ. શા માટે ક્ષપકશ્રેણિગત દ્વિતીયાપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકથી ધર્મસન્યાસયોગ જણાવો છો ?
ઉત્તર - સામર્થ્યયોગના ધર્મસંન્યાસ અને યોગ સંન્યાસ નામના બે ભેદો પૈકીનો ધર્મસંન્યાસ” નામનો જે પ્રથમ ભેદ છે. તે બે પ્રકારની હોય છે. (૧) તાત્ત્વિક અને (૨) અતાત્ત્વિક. છટ્ટા-સાતમા ગુણસ્થાનકે (અને પાંચમા ગુણસ્થાનકે અંશમાત્રથી) જો કે ધર્મ સન્યાસ યોગ અવશ્ય હોય છે. પરંતું તે અતાત્ત્વિક છે. અને ક્ષપકશ્રેણિગત દ્વિતીયાપૂર્વકરણ કાલે જે ધર્મસન્યાસ યોગ થાય છે. તે તાત્ત્વિક છે.
જેમાં તીવ્ર કે મંદ એમ બન્ને પ્રકારના કર્મોનો ઉદય અટકી ગયો છે. ક્ષાયોપથમિકભાવો નિવર્યમાન છે. જેમાં અતિચાર કે પતનના ભયો નથી. જે ક્ષાયિકભાવ રૂપે પ્રગટ થઈ રહ્યો છે. એવો ધર્મસંન્યાસ નામનો જે સામર્થ્યયોગ છે. એ જ સાચો, તાત્ત્વિક, પારમાર્થિક યથાર્થ, અનૌપચારિક, અને પ્રધાનયોગ કહેવાય છે. આવો પ્રધાન-તાત્ત્વિક સામર્થ્યયોગ અપૂર્વકરણકાલે ક્ષપકશ્રેણિમાં પ્રારંભાય છે. પરંતુ અતાત્ત્વિક (ઔપચારિક) સામર્થ્યયોગ પ્રવ્રજ્યાકાલે પણ (છટ્ટા-સાતમા ગુણસ્થાનકે પણ) હોય છે. કારણકે આરંભયુક્ત એવાં પ્રભુ પૂજાદિ શુભ ધર્માનુષ્ઠાનોમાં “પ્રવૃત્તિ” રૂપ ધર્મોના સંન્યાસાત્મક (ત્યાગમય) પ્રવ્રજ્યા છે. અને એવા પ્રકારના જ્ઞાનયોગની પ્રાપ્તિરૂપ પ્રવ્રજ્યા છે. પ્રવ્રજ્યા શબ્દમાં પ્ર ઉપસર્ગ અને ન ધાતુ છે. આરંભ-સમારંભ રૂપ પાપોમાંથી નીકળીને પ્રકૃષ્ટ રીતે જ્ઞાનયોગ અને ચરણયોગમાં જે વજન (ગમન) કરવું તે જ પ્રવ્રજ્યા કહેવાય છે. એટલે આ પ્રવ્રજ્યા આરંભ-સમારંભવાળા ધર્મકાર્યોની પ્રવૃત્તિના સન્યાસ સ્વરૂપ છે. તેથી પ્રવ્રયાકાળે પણ પ્રભુપ્રતિમાની પૂજા, સાધર્મિકવાત્સલ્ય, દ્રવ્યાનુકંપા, પુદ્ગલવિષયકદાન, ઇત્યાદિ શુભકાર્ય રૂ૫ ધર્મપ્રવૃત્તિનો સન્યાસ (ત્યાગ) હોય જ છે. તથાપિ તે ધર્મસન્યાસ ક્ષયોપશમભાવવાળો છે. ભાવિના પતનના ભયોવાળો છે. વર્તમાનકાલમાં સાતિચાર છે. મંદ કર્મોદયજન્ય છે. કર્મોના ઉદયની અપેક્ષાવાળો છે. માટે તાત્ત્વિક નથી. ઔપચારિક છે. ગૌણ છે. અપ્રધાન છે. તેના વ્યવચ્છેદ માટે જ “તાત્ત્વિ' શબ્દ મૂલગાથામાં કહેલ છે.
પ્રવ્રજ્યકાલે આરંભ-સમારંભવાળી ધર્મપ્રવૃત્તિનો ત્યાગ છે. જ્ઞાનયોગની પ્રતિપત્તિ કરવાની છે. પ્રવ્રજિત થયેલા મહાત્માઓ જેમ સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગી છે. તેમ આરંભ-સમારંભવાળી ધર્મપ્રવૃત્તિઓના પણ અવશ્ય ત્યાગી છે. પરંતુ એટલામાત્રથી અટકી જવાનું નથી. સતત જ્ઞાનમાર્ગની ઉપાસના આદરવાની છે. જૈન આગમશાસ્ત્રોનો, અધ્યાત્મશાસ્ત્રોનો, અને યોગશાસ્ત્રોનો સુંદર અને પરિપક્વ અભ્યાસ કરવો, કરાવવો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org