________________
૪૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦ વિપાકોદયને બદલે પ્રદેશોદય થાય છે. ઉપશમ સમ્યત્વકાળે ચાર અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોય છે. અને અંતર્મુહૂર્ત બાદ ક્ષયોપશમ સમ્યકાળે મિથ્યાત્વમોહનીયનો પણ ક્ષયોપશમ (પ્રદેશોદય) થાય છે. આ મંદ એવો પણ કષાયોદય હોવાથી આ સમ્યગ્દર્શન નિરતિચાર તો નથી જ. હવે આપણે બીજા અપૂર્વકરણ વિષે વિચારીએ
द्वितीये त्वस्मिंस्तथाविधकर्मस्थितेस्तथाविधसङ्ख्येयसागरोपमातिक्रमभाविनि "प्रथमस्तात्त्विको भवेत्" इति, "प्रथमः पारमार्थिको भवेत्, क्षपक श्रेणियोगिनः क्षायो-पशमिकक्षान्त्यादिधर्मनिवृत्तेः, अतोऽयमित्थमुपन्यास इति । अतात्त्विकस्तु प्रव्रज्याकालेऽपि भवति, प्रवृत्तिलक्षणधर्मसन्यासायाः प्रव्रज्याया: ज्ञानयोगप्रतिपत्तिरूपत्त्वात्। अत एवास्या भवविरक्त एवाधिकार्युक्तः, यथोक्तम्-"
પ્રથમ અપૂર્વકરણકાલે આયુષ્ય વિના શેષ ૭ કર્મોની સ્થિતિ તૂટીને અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ થયેલી જ છે. તથા વિધવસ્થિતૈઃ = તેવા પ્રકારની અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણે બનેલી તે કર્મ સ્થિતિ થકી તેવા પ્રકારનાં સંખ્યામાં સાગરોપમ જેટલી સ્થિતિનો ઘાત (અતિક્રમ) થયે છતે જ આવનારા એવા બીજા અપૂર્વકરણકાલે (ક્ષપકશ્રેણિગત આઠમા ગુણસ્થાનકાદિવાળા કાળે) સામર્થ્યયોગનો જે પ્રથમભેદ= ધર્મસંન્યાસયોગ હોય છે તે તાત્ત્વિક–પારમાર્થિક પણે પ્રાપ્ત થાય છે. કારણ કે ક્ષપકશ્રેણિગત મહાત્મા યોગી પુરુષને ક્ષાયોપથમિકભાવવાળા (મંદરસોદયવાળા) પણ કર્મોદયસાપેક્ષ એવા ક્ષમાદિ ધર્મોની પણ નિવૃત્તિ કરીને મંદ કે તીવ્ર કોઈ પણ પ્રકારના કર્મોદયની અપેક્ષા વિનાના સર્વથા મૂળમાત્રથી કર્મોના નાશથી જન્ય એવા ક્ષાયિકભાવવાળા, ભાવિમાં કદાપિ પતન પામવાના ભયથી મુક્ત અને સર્વથા નિરતિચાર એવા ક્ષમાદિ આત્મગુણોની પ્રાપ્તિ થાય છે. અત: અસ્થિકુપચાસ:- આ કારણથી જ આ રીતે આ ઉપન્યાસ (ક્રમ) જણાવ્યો છે. અર્થાત્ પ્રથમાપૂર્વકરણકાલે ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન થાય છે. પરંતુ ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી પર એવો સામધ્યયોગ તે કાળે પ્રગટ થતો નથી. માત્ર સમ્યગ્દર્શન આવવાથી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ પ્રગટી શકે છે. પરંતુ સામર્થ્યયોગ તે કાળે પ્રગટી. શકતો નથી. તેથી પ્રથમના ૪ થી ૭ ગુણસ્થાનક સુધી ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હોય છે. અને ૮ થી ૧૨માં સામર્થ્યયોગ હોય છે. માટે આ ક્રમ કહ્યો છે.
પ્રશ્ન :- ચારથી સાત ગુણસ્થાનકે જો ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ હોય છે એમ કહો છો તો છટ્ટા-સાતમે ગુણસ્થાનકે આરંભ-સમારંભવાળાં જે ધર્મકાર્યો જેવાં કે પ્રભુપૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org