________________
ગાથા : ૧૦
યોગદષ્ટિ સમુચ્ચય
૪૩
(૧) પ્રશમ = કષાયોની ઉપશાન્તિ, અપરાધી પ્રત્યે પણ અવૈરભાવ. (૨) સંવેગ = મોક્ષાભિલાષ. ભુખ્યા અને થાકેલા બ્રાહ્મણને આપેલા ઘેબરના ભોજનથી
પણ મુક્તિની અધિક અભિલાષા. (૩) નિર્વેદ = સંસારનાં સુખોને પણ બંધન સમજી તેનાથી ઉગ. (૪) અનુકંપા = સ્વદયા અને પરદયા, જીવોનાં બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારનાં
દુઃખો દૂર કરવાની મનોવૃત્તિ. (૫) આસ્તિક્તા= વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માઓએ જે કંઈ કહ્યું છે તે તેમજ છે. અલ્પ
પણ અન્યથા નથી એવો દઢ વિશ્વાસ જેમ પર્વતની ખીણમાં આગ પ્રસરી હોય તો તેને જણાવનાર તેમાંથી જ જન્મેલો ધૂમ લોકોને આકાશમાં દેખાય છે. તેથી તે તેનું લિંગ (લક્ષણ) છે. તેવી જ રીતે આત્મામાં સમ્યકત્વ પ્રગટ થયું હોય તો તેનાથી જ પ્રાપ્ત થયેલા ભાવો એ સમ્યત્વનાં લક્ષણો છે. સમ્યકત્વપ્રાપ્તિની નિશાની રૂપ છે.
યથાપ્રાધાન્યમમુપચાસ: ચાશ પશ્ચાનુપૂલૈંતિ સમવિ=પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા આ પાંચલક્ષણોનો આ ઉપન્યાસ (ક્રમસર કથન) જે રીતે પ્રધાન છે. તે રીતે કરેલ છે. એટલે કે પાંચે લક્ષણોમાં “પ્રશમ” એ સૌથી વધુ પ્રધાન છે કારણ કે અત્તે પ્રશમભાવ જ વીતરાગતા રૂપે પરિણામ પામે છે. તથા પ્રશમભાવ જ અંતે ઉપાદેય છે. તેથી સૌથી વધુ પ્રધાન હોવાથી તેનું પ્રથમ કથન છે. તેના પછી શેષ ચારમાં સંવેગ પ્રધાન છે. તેથી તેનું બીજા નંબરે કથન છે. ત્યારબાદ શેષ ત્રણમાં નિર્વેદ પ્રધાન છે. એમ અનુકંપા અને આસ્તિક્તા પણ શેષ શેષમાં પ્રધાન છે એમ સમજવું.
પરંતુ આ લક્ષણોની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વીએ થાય છે સૌથી પ્રથમ આસ્તિકતા લક્ષણ આવે છે. આસ્તિકતા આવવાથી સ્વ-પરની દ્રવ્ય-ભાવ કરુણા આવે છે. તેનાથી નિર્વેદ આવે છે. સંસાર ઉપર નિર્વેદ આવવાથી મોક્ષાભિલાષરૂપ સંવેગ પ્રગટે છે. અને નિર્વેદ તથા સંવેગ આવવાથી તત્ત્વ સમજાતાં અને કષાયો ઉપર વિજય પ્રાપ્ત થતાં પ્રશમગુણ પ્રગટે છે. આ રીતે પ્રાપ્તિક્રમને આશ્રયી પશ્ચાનુપૂર્વીએ આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા વ્યવસ્થિત હોવાથી ચારૂ (સુંદર) છે. આ પ્રમાણે શાસ્ત્રકારો જણાવે છે.
- આ પાંચ લક્ષણો વાળો આત્મપરિણામ એ જ અનુપમ મુક્તિબીજ રૂ૫ “સમ્યગ્દર્શન” છે જે ગ્રન્થિભેદજન્ય છે. અને ગ્રન્થિભેદ પ્રથમાપૂર્વકરણજન્ય છે. આવા પ્રકારના સમ્યગ્દર્શન-કાળે કષાયોના ઉદયની તીવ્રતાને બદલે મંદતા થાય છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org