________________
ગાથા : ૧૨૫-૧૨૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૯૩. પણ બને. માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવું ઉત્કટાચરણ પણ પાળે, પરંતુ તે તાત્ત્વિક અનુબંધ રૂપ બનતું નથી. માન-યશ અને પ્રતિષ્ઠા આદિ પ્રાપ્ત થયે છતે મંદ બની જાય છે. કાળાન્તરે છૂટી પણ જાય છે. માટે આવું શ્રુતભક્તિના પ્રવેશવાળું જ અનુષ્ઠાન અમૃતતુલ્ય અને તાત્ત્વિક અનુબંધ કરાવનારું છે. જેથી દીર્ધકાળે પણ મુક્તિહેતુ બને છે. પરંતુ સંસારહેતુ થતું નથી / ૧૨૫ll
असम्मोहसमुत्थानि, त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु, भवातीतार्थयायिनाम् ॥ १२६॥
ગાથાર્થ = અસમ્મોહપૂર્વક કરાયેલાં આ જ અનુષ્ઠાનો એકાને પરિશુદ્ધ હોવાથી મોક્ષમાર્ગે ચાલનારા યોગી મહાત્માઓને તુરત નિર્વાણ ફળ આપનારાં બને છે. તે ૧૨૬ /
ટીકા - “મમોહસમુસ્થાનિ” પુનર્થથવિતાસોનવશ્વનારિ તુ ! “ uત્તપરિદ્ધિાઃ ” વારત રિપવિન | ઋમિત્યદિ-“નિર્વાનफलदान्याशु" शीघ्रं तान्येव कर्माणि । केषामित्याह-"भवातीतार्थयायिनां" सम्यक्परतत्त्ववेदिनामित्यर्थः ॥ १२६॥
વિવેચન :- ગાથા-૧૨૩માં સદનુષ્ઠાનનું લક્ષણ જણાવ્યું છે. તે લક્ષણયુક્ત એવા સદનુષ્ઠાનવાળું જે જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. તેવા પ્રકારનાં અસંમોહ પૂર્વક કરાયેલાં તે જ અનુષ્ઠાનો શીધ્ર મુક્તિપદ આપનારાં બને છે.
અનુષ્ઠાનો પ્રત્યે યથાર્થ આદર, આચરણ કરવામાં પ્રીતિ, વિજ્ઞાભાવ, સંપત્તિની પ્રાપ્તિ, વિધિ જાણવાની જિજ્ઞાસા, અને અનુષ્ઠાનોની વિધિ આદિના જાણકાર પુરુષોની સેવા તથા તેઓની કૃપાદૃષ્ટિપૂર્વક કરાયેલાં આ અનુષ્ઠાનો પૂર્વે કહેલા અસંમોહભાવ રૂપ કારણ યુક્ત છે. તેથી શીધ્ર મુક્તિફળદાયી બને છે.
પ્રશ્નઃ- આ અનુષ્ઠાનો અસંમોહભાવપૂર્વક છે એટલે શીધ્ર મુક્તિદાયી કેમ બને છે?
ઉત્તર - એકાન્ત વિશુદ્ધિવાળાં હોવાના કારણથી “શીઘ્ર” મુક્તિદાયી બને છે. ઉપરોક્ત ગુણોવાળાં અનુષ્ઠાનો વારંવાર સેવવાથી ભવોનો પરિપાક થઈ જાય છે. ભવો પાકી જાય છે. પાકી ગયેલું ફળ જેમ વૃક્ષ ઉપરથી શીઘ્ર પતન પામવાની તૈયારીવાળું હોય છે. એવી જ રીતે સંસારમાં રખડપટ્ટી કરવા રૂપ ભવો પાકી જવાના વશથી ભવો શીધ્ર છૂટી જવાની તૈયારીવાળા થવાથી આ અનુષ્ઠાનો એકાન્તવિશુદ્ધિવાળાં બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org