________________
૩૯૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૨૫
સંભવ નથી. આ પ્રમાણે અન્ય એવા શેષ ત્રણ પ્રકારના યોગીઓમાં આ અનુષ્ઠાનનો અસંભવ છે. તે જણાવવા માટે “કુલયોગી” શબ્દનું ગ્રહણ કર્યું છે.
આગમશાસ્ત્રોના જ્ઞાન દ્વારા જે શ્રુતશક્તિ પ્રગટ થાય છે. તે “શ્રુતશક્તિ” એટલે વિધિ-અવિધિનો વિવેક, કર્તવ્યાકર્તવ્યતાની સમજણપૂર્વકની સદ્બુદ્ધિ એ “પ્રકૃતિ રૂ” શ્રુતશક્તિ અમૃતતુલ્ય છે. જેમ અમૃતનું પાન જીવને અમર બનાવે છે. પ્રારંભમાં પણ મીઠું અને અંતે પણ દીર્ઘજીવન આપવા રૂ૫ ઉત્તમ ફળ આપનાર જ હોય છે. પરંતુ કિંપાકના ફલની જેમ વિપાકે વિરસ હોતું નથી. તેવી જ રીતે આ શ્રુતશક્તિ પણ જીવને મુક્તિ અપાવવા દ્વારા “અમર” બનાવે છે. અને આવી ઉત્તમ વિવેકબુદ્ધિ આવવાથી પ્રાંરભમાં પણ આનંદદાયી અને અંતે પણ જીવના ગુણોનો વિકાસ કરાવનાર હોવાથી આનંદદાયી જ બને છે. તેથી અમૃતતુલ્ય છે.
અમૃતતુલ્ય એવી આ શ્રુતશક્તિ એટલે વિવેકબુદ્ધિ અર્થાત્ સદ્બુદ્ધિ જો ન આવી હોય તો આગમશાસ્ત્રોનું અધ્યયન હોવા છતાં અને તે જ્ઞાનપૂર્વક અનુષ્ઠાન આચરવા છતાં નવપૂર્વી અભવ્ય અને મિથ્યાદૃષ્ટિ જીવોની જેમ તે આરાધક જીવોમાં મુખ્ય એવું કુલયોગિત્વ પણ સંભવતું નથી. ભાવથી કુલયોગિત્વ આવતું નથી. દ્રવ્યથી કુલયોગિત્વ કહેવાય છે, પરંતુ યોગ તરફની અપેક્ષાબુદ્ધિ ન હોવાથી અધ્યયન અને આચરણ હોવા છતાં પણ ગુણવિકાસ થતો નથી.
મત વદિ આ કારણથી ગ્રંથકાર આ વાત વધારે સ્પષ્ટ કરે છે કે આ શ્રુતશક્તિ અમૃતતુલ્ય છે. જો આ શ્રુતશક્તિ (વિવેકબુદ્ધિ) ન આવી હોય તો ભાવથી કુલ યોગીપણું પણ આવતું નથી. કારણ કે આવી શ્રુતશક્તિના સમાવેશ (પ્રવેશ)વાળાં જ ધર્મ અનુષ્ઠાન આચરવાથી “અનુબંધફળની” પ્રાપ્તિ થાય છે. આવાં જ અનુષ્ઠાનો ચડતા પરિણામે કરાતાં કરાતાં ગાઢ સંસ્કારવાળાં થઈ જાય છે. તેથી આ ભવમાં પણ અન્તિમકાળમાં અને ભવાન્તરમાં બાલ્યવયથી આવાં અનુષ્ઠાનો આત્મામાં જામી જાય છે. આત્મા તેવાં તેવાં તે અનુષ્ઠાનોમાં ઓતપ્રોત થઇ રમી જાય છે. અને તેથી જ તે અનુષ્ઠાનોમાં મુક્તિની અંગતાની (કારણતાની) સિદ્ધિ થાય છે.
જે સાચો યથાર્થ અનુષ્ઠાનોનો તાત્વિક અનુબંધ થાય છે. તે સદા આવો જ હોય છે. આ ભવમાં અને પરભવમાં બાલ્યકાળથી જ તે તે અનુષ્ઠાનો આચરવા તરફ વિશેષ વિશેષ ઉપાદેય બુદ્ધિ કરાવનારો હોય છે. શ્રુતભક્તિ વિનાનું દ્રવ્યમાત્રથી આવેલું અનુષ્ઠાનોનું આચરણ એ કદાચ માન-યશ પ્રતિષ્ઠા આદિ માટે વધારે ગાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org