________________
૩૯૧
ગાથા : ૧૨૫
યોગદૃષ્ટિ સમુચ્ચય શબ્દ જે લખ્યો છે તે અન્ય યોગીઓમાં આ અનુષ્ઠાનનો અસંભવ છે એમ જણાવવા માટે છે. આ જ ગ્રંથની ૨૦૯ આદિ ગાથાઓમાં યોગીઓના ચાર ભેદ જણાવ્યા છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી, (૩) પ્રવૃત્ત ચયોગી અને (૪) નિષ્પન્નયોગી.
(૧) જે યોગીઓના કુલમાં માત્ર જન્મ જ પામ્યા હોય, એટલે યોગી કહેવાતા હોય, એટલે કે જેમના પૂર્વજોએ યોગની સાધના કરી હોય, એટલે એ ગોત્રનું નામ યોગી પડ્યું હોય અને તેમાં જેઓ જન્મ્યા છે. પરંતુ યોગદશાના કોઈ જ સંસ્કારો નથી. તે નામમાત્રથી જ યોગી હોવાથી ગોત્રયોગી કહેવાય છે. જેમ કે, શેઠ કુટુંબમાં જન્મ પામ્યા હોય, પરંતુ નિર્ધન દશા હોય તો પણ શેઠ કહેવાય છે. તથા ઝવેરીના કુટુંબમાં જન્મ્યા હોય પરંતુ ઝવેરાતનો બીલકુલ અનુભવ ન હોય છતાં જેમ ઝવેરી કહેવાય છે તેમ યોગીના ઘરોમાં જન્મ્યા છતાં યોગસંસ્કાર વિનાના જે જીવો તે “ગોત્રયોગી” કહેવાય છે.
(૨) જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે. અને યત્કિંચિત્ પણ યોગના સંસ્કારો છે. અને યોગદશાના વધુ સંસ્કારો મેળવવા જેઓ ઇચ્છે છે. આર્ય ભૂમિમાં જન્મ પામવાથી જેઓમાં યોગદશાની યોગ્યતા અને અલ્પગુણો છે. તે “કુલયોગી” કહેવાય છે.
(૩) જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. યોગના અલ્પ-સંસ્કારો તો જન્મથી છે જ. અને વધુ સંસ્કારો પ્રાપ્ત કરવા માટે જેઓએ યોગના અન્ય અંગસમૂહમાં પૂરેપૂરો પ્રયત્ન (સાધના) ચાલુ કરેલ છે. પોતે વિશેષે વિશેષે યોગ(ના ઉપાયોના) ચક્રમાં પ્રવર્યા છે તે પ્રવૃત્ત “ચક્રયોગી” કહેવાય છે.
(૪) જેઓને યથાર્થ પૂરેપૂરી યોગદશા પ્રાપ્ત થઈ ચૂકી છે. જેઓએ યોગદશા સાધી લીધી છે પ્રાપ્ત કરી લીધી છે તે “નિષ્પન્નયોગી” કહેવાય છે.
આ ચારમાંથી ગોત્રયોગી જીવો યોગદશા માટે અયોગ્ય હોવાથી અને નિષ્પન્નયોગી જીવો યોગદશા પામી ચુક્યા હોવાથી તે બન્ને માટે આ અનુષ્ઠાનો ઉપયોગી નથી. તેથી તેઓના વ્યવરચ્છેદ માટે જ અહીં કુલયોગી પદનો ઉલ્લેખ કર્યો છે તથા પ્રવૃત્તચયોગી નામના જે ત્રીજા નંબરના યોગી જીવો છે. તેઓ કુલયોગી જીવો કરતાં કંઈક વિશેષ યોગદશામાં આગળ વધેલા છે. તેથી તેઓમાં જ્ઞાનપૂર્વકનું આ અનુષ્ઠાન આવ્યું છે. પરંતુ અસંમોહવાળું ત્રીજું અનુષ્ઠાન તેઓ સાધી રહ્યા છે. તેથી નિષ્પન્નયોગીથી નીચી કક્ષાના છે. પરંતુ જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પ્રાપ્ત કરી લીધેલું હોવાથી કુલયોગી કરતાં કંઇક વિકસિત છે. આ અનુષ્ઠાન પ્રાપ્ત થઈ ચુકયું હોવાથી આ અનુષ્ઠાનનો તેઓમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org