________________
૧૫૭
ગાથા : ૩૩
યોગદષ્ટિ સમુચ્ચય તેમનો યોગ, તેમનો મિલાપ, કદાપિ વચ્છ (વંચક) બનતો નથી, તેમને ભાવથી કરાયેલી નમસ્કાર-પ્રણામાદિ સંબંધી વંદનાદિ ક્રિયા પણ સદા અવંચક જ હોય છે. જેથી કર્મનિર્જરા રૂપ ફળ પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. આવા સંતપુરુષનો પરિચય, ઓળખાણ, તેમનો સંયોગ આત્મામાં ધર્મનો લાભ કરાવીને જ રહે છે. તેમની કરેલી વૈયાવચ્ચાદિ સેવા પણ અવંચકક્રિયા જ બને છે. જેનામાં ગુણો ખીલ્યા હોય તેનો યોગ અન્ય આત્માને પણ ગુણીયલ બનાવે છે. જે ફૂલોમાં સુગંધ હોય છે. તે જ ફૂલો વાતાવરણને સુગંધવાળું બનાવે છે.
આ અવંચકત્રય બાણની લક્ષ્મ વિંધવાની ક્રિયા તુલ્ય છે. જેમ લક્ષ્યને બરાબર તાકીને છોડેલું બાણ કદાપિ નિષ્ફળ જાય નહીં. અવશ્ય લક્ષ્યને વિંધે જ, ખાલી જાય જ નહીં, તેવી જ રીતે શુદ્ધ આત્મલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેને તાકીને (તેને અનુલક્ષીને) કરવામાં આવેલો સદ્ગુરુનો યોગ અને સદ્ગુરુ પ્રત્યે વંદનાદિ ક્રિયા તે કર્મનિર્જરા રૂપ ફળને અવશ્ય આપે જ, અચૂક ફળ આપે જ છે. નિષ્ફળ જાય નહીં.
આ ઉદાહરણમાં લક્ષ્યને બરાબર તાકીને ધનુષ્ય ઉપર બાણનું યુજન કરવું તે યોગ છે. લક્ષ્મ વિંધવા તરફ બાણનું છોડવું તે ક્રિયા છે. અને તે દ્વારા લક્ષ્યનું વિંધાવું એ ફળ છે. આ ત્રણે જેમ અવંચક હોય તો જ કાર્ય સિદ્ધિ રૂપ ફળને આપે છે. એ રીતે આત્મલક્ષ્ય સાધવા માટે સદગુરુનો પરિચય-ઓળખાણ-સંબંધ-એ યોગાવંચક, તેમને ઉપકારી સદ્ગુરુ માની આત્મલક્ષ્ય સાધવા માટે કરાતી વંદન- નમસ્કાર- વૈયાવચ્ચ આદિ ધર્મક્રિયા તે ક્રિયાવંચક, અને તેનાથી થતો ભાવમલનો વધારે વધારે ક્ષય- કર્મનિર્જરાગુણવત્તાની પ્રાપ્તિ એ ફલાવંચક છે. એમ ઈર્ષાલક્ષ્યક્રિયાની ઉપમા સમજવી.
સારાંશરૂપે કેટલીક વાત સમજવા જેવી છે કે લક્ષ્યને તાકીને બાણ મારવામાં ન આવે, આડા અવળું બાણ મારવામાં આવે, તો લક્ષ્ય વિંધાતું નથી. આ યોગની વંચકતા કહેવાય છે. તે જ રીતે સાધુનો (સાચા તીવ્રવૈરાગ્યવાળા સંસારના ત્યાગી સંતનો) આશ્રય ન કરવામાં આવે તો સ્વચ્છંદતા વધતાં, અભિમાન અને અહંકાર વધતાં કાર્ય સિદ્ધ થતું નથી, માટે અવશ્ય સદ્ગુરુના ચરણોનો આશ્રય કરવો જોઈએ.
સદ્ગુની પણ સદ્ગુરુ તરીકે ઓળખાણ ન કરી હોય, પરિચય ન કર્યો હોય તથા સદ્ગુરુને કુગુરુ માની સાધુ સંતોથી દૂર જ રહ્યા હોઈએ, સુસાધુનો ત્યાગ જ કર્યો હોય અને કુગુરુને સદ્ગુરુ માની પરિચય કર્યો હોય તો પણ સાધ્યસિદ્ધિ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org