________________
૧૫૬ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૩ છે. એમ તે અવ્યક્તસમાધિના અધિકારમાં પાઠ આપેલ છે. અવ્યક્તસમાધિ એટલે શું! ભિન્ન ભિન્ન જાતનો ચિત્ર-વિચિત્ર અર્થાત્ મોહનીય-જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો હીનાધિકપણે ક્ષયોપશમ વિશેષ (વિશેષ વિશેષ મન્દતા) થવાથી પ્રગટ થયેલો તેવા પ્રકારનો આશયવિશેષ (ચિત્તનો પરિણામવિશેષ) તે અવ્યક્તસમાધિ કહેવાય છે. ઉપરોક્ત કર્મોના ક્ષયોપશમથી આવેલી અને અવંચકદશાથી યુક્ત એવી યોગ-ક્રિયા અને ફળ રૂપ જે અવસ્થા-એ અવ્યક્તસમાધિ છે. જે તેવા શુભ આત્મપરિણામસ્વરૂપ છે. અને કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થતો હોય ત્યારે આવેલી જે દશા તે વ્યક્તસમાધિ છે કે જે ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં આવે છે. અને તેના કાર્ય સ્વરૂપ વીતરાગ દશા તેરમા - ચૌદમાં ગુણસ્થાનકે પ્રગટ થાય છે.
અહીં “અવંચક” એટલે જે પરિણામ આત્માને ન છેતરે, ન ઠગે, આત્માનું અહિત ન કરે, આત્માને અહિત ભણી ન લઇ જાય, એવો અમોઘ અવસ્થ, અચૂક, અવિસંવાદી (ફળ લાવ્યા વિના ન જ રહે) એવો જે યોગ, એવી જે ક્રિયા, અને એવું જે ફળ તે અવંચકયોગાદિ ત્રિપુટી કહેવાય છે.
(૧) યોગ - સદ્ગુરુ આદિ શુભ નિમિત્તોનો મિલાપ, સમાગમ, પ્રાપ્તિ, સંયોગ. (૨) ક્રિયા - ગુરુ આદિને કરાતી નમસ્કાર અને પ્રણામાદિ ક્રિયા. (૩) ફળ - તજ્જન્ય કર્મનિર્જરા રૂપ ભાવમલક્ષય એ ફળ જાણવું.
મિથ્યાત્વ આદિ દોષો મંદ પડવાથી, ભવસ્થિતિનો પરિપાક થવાથી, કાળસ્વભાવ-નિયતિ આદિ પાંચ સમવાધિકારણો મળવાથી આ જીવ ચરમાવર્તમાં આવે છે. ત્યાં પણ બહુ કાલ ગમે છતે જીવનો ભાવમલ કંઈક વધારે પ્રમાણમાં ક્ષય થવાથી દેવ-ગુરુ પ્રત્યે કુશલચિત્ત, નમસ્કાર-પ્રણામ-દુઃખી જીવો ઉપર દયા, ભવ- ઉદ્વેગ, દ્રવ્યથી વ્રતોનું પાલન, પુસ્તકો પ્રત્યે બહુમાનભાવ, ગુણી પુરુષો ઉપર અદ્વેષ આદિ પ્રાથમિક ગુણો પ્રગટ થાય છે. આ ગુણો એ જ યોગદશાની પ્રાપ્તિનાં બીજ કહેવાય છે. આવા પ્રકારનાં યોગબીજ પ્રાપ્ત થયે છતે અવંચક ભાવ યુક્ત એવાં યોગ-ક્રિયા અને ફળની પ્રાપ્તિ થાય છે.
અહીં અવંચકતા સાધુને આશ્રયી સમજવી. એટલે કે સાચી સાધુતાના જે જે ગુણો છે તેનાથી જે યુક્ત છે. તીવ્રવૈરાગી, કંચનકામિનીથી સર્વથા પર, પંચમહાવ્રતધારી, સમિતિ-ગુપ્તિના પાલનહાર ઇત્યાદિ સાચી યથાર્થ સાધુતાવાળા જે સંતપુરુષો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org