________________
ગાથા : ૮૫ યોગદષ્ટિ સમુચ્ચય
૩૦૩ પ્રશ્ન :- પ્રથમની ત્રણ દષ્ટિમાં મિથ્યાત્વની તીવ્રતા હોવાથી અને સ્થિરાદિ દષ્ટિમાં આ પદ જીતાઇ ચૂકયું હોવાથી આ ચોથી દીપ્રા દૃષ્ટિમાં જીવ આ અવેદ્યસંવેદ્યપદને અવશ્ય જીતે જ છે. તો પછી “આ જીતવા યોગ્ય છે” એમ ઉપદેશ આપવાની જરૂર શું ?
ઉત્તર - આગમશાસ્ત્રો કોઈ કોઇવાર નવા નવા વિષયોને સમજાવનાર જેમ . હોય છે એટલે “વિધાયક” જેમ હોય છે. તેવી જ રીતે કોઇ કોઇવાર નિશ્ચિતવાતને (પ્રસિદ્ધ વાતને) જણાવનાર પણ હોય છે. એટલે કે “અનુવાદક” પણ હોય છે. જે વાત નિશ્ચિત છે તે જણાવી છે. એમ યોગાચાર્ય પુરુષો કહે છે.
તથા જીવ ચોથી દૃષ્ટિમાં આવે ત્યારે જ આ પદ જીતી શકાય છે. પૂર્વની દૃષ્ટિઓવાળો કાળ અવેદ્યસંવેદ્યપદને જીતવા માટે અયોગ્યકાળ છે. અને અયોગ્યમાં નિયોગ થઈ શકતો નથી (એટલે કે બીજાધાન સિદ્ધ થતું નથી.) તે આ પ્રમાણે
(૧) કાળ અયોગ્ય હોય (૨) પાત્ર અયોગ્ય હોય અને (૩) ભૂમિ અયોગ્ય હોય તો તેમાં બીજાધાન થતું નથી, તેથી ફળપ્રાપ્તિ પણ થતી નથી. જેમ કે (૧) ચોમાસાના કાળને બદલે ગ્રીષ્મઋતુમાં ખેતી કરીએ તો કાળ અયોગ્ય હોવાથી ફળપ્રાપ્તિ ન થાય (૨) સડી ગયેલું કે નિબજ થયેલું ધાન્ય વાવીએ તો ચોમાસાનો કાળ હોવા છતાં પણ ફળપ્રાપ્તિ ન થાય તે પાત્ર અયોગ્ય કહેવાય. અને (૩) ઉખરભૂમિમાં વાવીએ તો ચોમાસાનો કાળ અને યોગ્ય ધાન્ય હોવા છતાં પણ ફળપ્રાપ્તિ ન થાય. તે ભૂમિ અયોગ્ય કહેવાય છે.
તેવી જ રીતે ઓઘદૃષ્ટિમાં નિયોગ માટેનો એટલે યોગ્ય બીજનું આધાન કરવા માટેનો કાળ અયોગ્ય છે. અભવ્ય કે દુર્ભવ્ય જુવો આ નિયોગ = બીજાધાન માટે પાત્ર અયોગ્ય છે. અને પ્રથમની ત્રણ દષ્ટિમાં વર્તતા જીવો નિયોગ માટે એટલે બીજાધાન માટે ઉખર ભૂમિ તુલ્ય અયોગ્ય ભૂમિ છે. તેથી આ ચોથી ભૂમિકામાં આવેલા જીવો જ આ પદને જીતવા અને નિયોગને = બીજાધાનને સિદ્ધ કરવા સમર્થ છે. અયોગ્ય કાલ-અપોગ્ય પાત્ર-અને અયોગ્ય ભૂમિકામાં નિશ્ચિતપણે યોગદશાનાં બીજાધાનની સિદ્ધિ થતી નથી. માટે આ ચોથી દૃષ્ટિવાળી ભૂમિકામાં આવેલા જીવોએ સત્સંગ અને આગમશ્રવણ અવશ્ય કરવું અને તેના દ્વારા આ પદને અવશ્ય જીતવું. અહીં અવેદ્યસંવેદ્યપદ અને વેદ્યસંવેદ્યપદનો અધિકાર સમાપ્ત થાય છે. આ અધિકાર વધારે સ્પષ્ટ સમજાવવા માટે સંક્ષિપ્ત ચિત્ર આલેખવામાં આવે છે. તે ઘણા જ ધ્યાનથી વિચારવા યોગ્ય છે. }} ૮પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org