________________
૩૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૫ રૂપ, પરમ અવલંબન રૂપ છે. મજબૂત આ આધાર જો મળી જાય તો સંસાર એ સાગર હોવા છતાં પણ ખાબોચિયા જેવો થઈ જાય છે. જેમ ઇન્દ્રભૂતિજીને ઇન્દ્રભૂતિપણાના કષાયો અને મિથ્યાત્વને દૂર કરવામાં મહાવીર પ્રભુનો યોગ આધારરૂપ બનતાં, સન્માર્ગે આવતાં વાર લાગી નહીં અને તે જ ભવમાં સંસારસાગર તરી ગયા.
નેતિસંવેદવિદ્ આ રીતે મહાત્મા પુરુષો વડે અનાદિકાળથી રૂઢ અને ગૂઢ બનેલું તથા દુર્ભેદ્ય એવું આ અદ્યસંવેદ્યપદ “સત્સંગ” અને “આગમશ્રવણ” દ્વારા આ જ ભૂમિકામાં (ચોથી દીપ્રાદષ્ટિમાં આવે ત્યારે) જીતવા યોગ્ય છે. કારણ કે આ ભૂમિકામાં જ તેનો વિજય કરી શકાય છે. તેનું બલ મંદ પડે છે. ત્રણ દૃષ્ટિ પસાર કરેલી હોવાથી તેની તીવ્રતા એકદમ ઘટી ગઈ છે. માટે અહીં જ જીતવાની પાત્રતા યોગ્યતા છે. મચા
તુમવાવા=અન્યકાળે આ પદ જીતવું અશક્ય છે. કારણ કે મિત્રાદિ પ્રથમની ત્રણ દૃષ્ટિમાં આ દૃષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વની તીવ્રતા હોવાથી આ અવેદ્યસંવેદ્યપદ બળવાન હોય છે. તોફાની અવસ્થાવાળું સંભવે છે, તેથી જીતવું દુષ્કર છે. અને આ અવેદ્યસંવેદ્યપદને જીત્યા વિના સ્થિરાદિ ઉપરની દૃષ્ટિઓમાં જઈ શકાતું નથી તેથી તેને આ તબક્કે જ જીતવું આવશ્યક છે. વળી સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં આ અવેદ્યસંવેદ્યપદ જીતાઈ જ ગયું હોય છે. એટલે જીતવાનું રહેતું નથી. તે કારણથી આ ચોથી દષ્ટિની ભૂમિકામાં આવેલા જીવો જ આ પદને જીતવા સમર્થ છે. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક આ ભૂમિકામાં જ વાસ્તવિક “ગુણરૂપ” બનતું હોવાથી “ગુણસ્થાનક” કહેવાને યોગ્ય છે. આ ભૂમિકાથી પૂર્વે પ્રથમની ત્રણ દૃષ્ટિમાં મિથ્યાત્વ અતિગાઢ અને કિલષ્ટ પરિણામવાળું હોય છે. તે કાળે સંસારી ભાવોની આસક્તિ મંદ પડી હોતી નથી.
મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ શુદ્ધભાવ આ જીવને પ્રથમ ત્રણ દૃષ્ટિકાળે આવતો નથી. કંઈક કંઈક શુભભાવ આવે છે. પરંતુ સંસારસુખનો રાગ હોવાથી ધર્મસાધના કરે તો પણ આ પદ જીતી શકાતું નથી પ્રથમની ત્રણ દૃષ્ટિમાં જેમ જેમ આગળ વધે છે. તેમ તેમ મિથ્યાત્વ મંદ થતું જાય છે. અવિવેક ઘટતો જાય છે. વિવેકની માત્રા વધતી જાય છે. સંસારસુખનો રસ ઘટતો જાય છે. આત્માના ગુણોની રુચિ અને દોષોની અરુચિ વધતી જાય છે. પૌદ્ગલિક સુખ અસાર - તુચ્છ અને દારુણ વિપાક આપનાર છે. અને આત્માના ગુણો જ વાસ્તવિક સુખ આપનાર છે એમ સમજાતું જાય છે. આ રીતે શુદ્ધ ભાવ તરફ વિકાસ કરતો કરતો ક્રમશઃ યોગની દૃષ્ટિમાં આગળ વધતો આ જીવ ચોથી દીપ્રા દૃષ્ટિમાં જ્યારે આવે છે. ત્યારે મિથ્યાત્વ એટલું બધું મંદ થઈ જાય છે કે તેને આ અવેદ્યસંવેદ્યપદ જીતવું સહેલું બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org