________________
ગાથા : ૮૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૦૧ અહીં “સત્સંગ” એટલે વિશિષ્ટ પુરુષનો જે સમાગમ તે સત્સંગ. જે મહાપુ આગમશાસ્ત્રો ભણેલા છે. સંસારથી તરવાની અને તારવાની રીતભાતને જે પોતે જાણે છે અને પોતાની જાતને તારવા માટે તેનો યથાર્થ રીતે અનુભવ કરી રહ્યા છે. દેશવિરતિ અથવા સર્વવિરતિ ધર્મનું પાલન કરતા હતા તે માર્ગના જ જે ઉપદેશક છે. એવા ગીતાર્થ-અનુભવી-સદૃષ્ટિપ્રેરક વિશિષ્ટ જે પુરુષો છે. તેઓનો સમાગમ થવો તે “સત્સંગ” કહેવાય છે. તેમની પાસેથી આગમશાસ્ત્રોના અભ્યાસનું સતત-વારંવાર શ્રવણ-વાંચન મનન અને નિદિધ્યાસન કરવા દ્વારા આગમનો બોધ થવા સ્વરૂપ જે સંબંધ થાય છે. તે બન્ન વડે આ અવેદ્યસંવેદ્યપદ જીતવા યોગ્ય છે. મિથ્યાત્વ દૂર કરવા યોગ્ય છે.
અહીં “સં"- અને મામિ એમ બન્નેના યોગની વાત હોવાથી દ્વિવચન સત્યમોનાખ્યાં એમ મહર્ષિએ લખવું જોઇએ. તો પણ યોર કહીને જે એકવચન કહ્યું છે. તે પણ “સહેતુક” છે. સત્પરુપના હૈયામાં રહેલું જે આગમ, અને તેનાથી થતો જે બોધ તે તારક છે. એમ સપુરુષ અને “આગમ” આ બન્ને એકવભાવનેએકમેકપણાને પામ્યા હતા જ તારક બને છે. સત્પષ પોતે મોહને જિતનાર-અધ્યાત્મી હોય, પરંતુ આગમજ્ઞ ન હોય તો તે લાગણીશીલ હોવા છતાં યથાર્થમાર્ગ બતાવી શકતા નથી અને પુરુષ વિના માત્ર પુસ્તક રૂપે રહેલું આગમ શાસ્ત્ર સ્વયં વાંચવાથી શાસ્ત્રોનાં સાચાં રહસ્યો બરાબર ન સમજાય, વિપરીત અર્થો પણ થઈ જાય, માટે એકલું આગમ પણ ઉપકારી નથી, પરંતુ પુરુષ અને સદાગમ આ બન્ને એકાંગી ભાવને પામ્યા છતા ઉપકારક છે. તે જણાવવા સમાહાર બંધ સમાસ કરી એકવભાવ કર્યો છે. તથા તે બેમાં પણ આગમના અર્થો સમજાવવાનું મુખ્ય સામર્થ્ય સત્પષમાં છે. તથી જ્ઞાની-ગીતાર્થ ગુરુની નિશ્રામાં જ આગમ-શ્રવણ કરવું જોઈએ. સ્વયં આગમો અને ગંભીરશાસ્ત્રો વાંચવાનો જે પ્રવાહ ચાલ્યો છે તે ઉત્સર્ગ-અપવાદ ન જાણી શકવાના કારણે ઉન્માર્ગ જ સમજવો.
તથી આગમત એવા મહાપુરુષો જ અનાદિ મિથ્યાત્વી એવા આ જીવના અવદ્યસંવદ્યપદને મંદ કરી શકે છે. વારંવાર સારણા, વારણા આદિ વડે આ જીવને તીવ્ર મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વમાં લાવી શકે છે. તેથી આવા સજ્જન-ઉપકારીપરોપકારપરાયણ એવા પુરુષની પ્રધાનતા જણાવવા માટે પણ આ એકવચન છે. તેથી આવા ગુણીયલ અને જ્ઞાની સદ્ગુરુને પરવશ જીવ જ વર્તે, તેમની પાસે વિનયાદિ ગુણયુક્ત આગમ-શ્રવણ જો કરે. તેનું મનન-ચિંતન કરે તો જ અનાદિની “સ્વચ્છંદતા” આદિ દોષો જાય છે કષાયો મોળા પડી જાય છે. મિથ્યાત્વની તીવ્રતા દૂર થઈ જાય છે. અને ઝટપટ સન્માર્ગે ચડી જાય છે. આવો “સત્સંગ” જ આ જીવને પરમ આધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org