SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ગાથા : ૭૫ યોગદૃષ્ટિ સમુચ્ચય મૃગતૃષ્ણિકાના ઉદકની જેમ મનમાન્યા વિકલ્પો પ્રમાણે અયથાર્થપણે વસ્તુતત્ત્વ જે પદમાં જણાય છે તે પદ અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. વિષ મિશ્રિત અન્નને શુદ્ધભોજન સમજીને ઉપયોગ કરે તથા સર્પને રજુ માનીને ગ્રહણ કરે તો પ્રાણઘાત આદિ દુઃખોની પરંપરા જ આવે છે. તેવી રીતે મિથ્યાજ્ઞાન-વિપરીતજ્ઞાન એ અજ્ઞાન હોવાના કારણે આત્માને એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્ય, અથવા સ્ત્રી આદિ હેય ભાવોને ઉપાદેય અને દાન-પુણ્યાદિ ઉપાદેય ભાવોને હેય સમજીને જે જે પ્રવૃત્તિ કરે છે તે તે પ્રવૃત્તિ વિપરીત હોવાથી કર્મબંધ કરાવવા દ્વારા સંસાર જ વધારવા સ્વરૂપ ઉપદ્રવોની પરંપરાના જ સારવાળી છે. એવી આ વિપરીત નિર્ણય કરાવનારી બુદ્ધિ દ્વારા વસ્તુતત્ત્વ વિપરીતપણે જેમાં જણાય છે તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. મત પદ્વદિ-મવામિવિષય આવા પ્રકારનું મિથ્યાત્વયુક્ત એવા જ્ઞાનવાળું આ અવેદ્યસંવેદ્યપદ ઉપદ્રવો જ માત્ર આપનારૂ અને હેય-ઉપાદેયના વિવેકશૂન્ય હોવાથી ભવાભિનન્દી જીવને હોય છે. જે જીવો સંસારસુખના રસિક છે. જેઓની આત્મદષ્ટિ ખીલી નથી તે જીવો હેય એવા પાપકાર્યોને ઉપાદેય સમજી આચરે છે અને પરિણામે દુઃખોની પરંપરા પામે છે. ભવાભિનંદીનું લક્ષણ હવે પછીની ૭૬મી ગાથામાં આવે છે. સમાપસમમિતિ= તથા મિથ્યાત્વયુક્ત એવું વિપરીતજ્ઞાનવાળું આ અવેદ્યસંવેદ્યપદ અનેક ભ્રમોથી ભરેલું છે. અને આ જ (મિથ્યાત્વ દોષના) કારણથી દુ:ખોની પરંપરા તરફ ગમન કરાવવામાં જ આ પદ તત્પર હોય છે. ખસના રોગીને ખંજવાળ ઉપડે ત્યારે તેના પ્રતિકાર માટે તે રોગી જીવ ખણે છે. પરંતુ ખણવાથી રોગ મટવાને બદલે વધે છે. અને લોહી નીકળવાથી તેમજ ચાંદા પડવાથી સુખને બદલે દુઃખોની પરંપરા આપનાર બને છે. છતાં મોહના ઉદયથી જીવને ખણજ ખણવામાં સુખનો ભ્રમ થાય છે. મૃગતૃષ્ણિકામાં જળ માની દોડતાં જળપ્રાપ્તિ થવાને બદલે પરિશ્રમ, તૃષા અને ઉદ્વેગ વધે છે. છતાં મોહના ઉદયથી તેમાં જલબુદ્ધિ કરી દોડે છે તે ભ્રમ છે. એવી જ રીતે પાંચ ઇન્દ્રિયજન્ય સુખો રાગ-દ્વેષાદિ દ્વારા કષાયોને ઉત્તેજિત કરતાં છતાં તથા આરંભ-સમારંભ વગેરે સેવવા વડે તીવ્રકર્મબંધ કરાવનારાં અને પરિણામે દુઃખોની પરંપરા તરફ ગમન કરાવનારાં હોવા છતાં મિથ્યાત્વના ઉદયથી આ જીવ તેવા દુઃખદાયી ભાવોને પણ સુખદાયી માને છે. માટે મિથ્યાભ્રમોથી ભરેલું આ પદ . પાંચ ઇંદ્રિયોમાંના એક એક ઇંદ્રિયજન્ય વિષયને ભ્રમથી સુખ માનનારા જીવો પણ અંતે મૃત્યુ સ્વરૂપ દુ:ખ જ પામ્યા છે. તો જેને પાંચે પાંચ ઇંદ્રિયોના વિષયોમાં (સુખ ન હોવા છતાં) સુખનો ભ્રમ થયો છે. તે જીવો તો પારાવાર દુઃખને પામે જે છે તેમાં કંઈ શંકા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેયો. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy