________________
ગાથા : ૨૧
૧૦૫
યોગદૃષ્ટિ સમુચ્ચય એકેક દ્રષ્ટિવાર દૃષ્ટિઓનું વિશેષવર્ણન
(૧) મિત્રાદેષ્ટિ इदानीं प्रतिदृष्टि साकल्येनाङ्गयोजनामुपदर्शनयन्नाहહવે એકેક દૃષ્ટિવાર સંપૂર્ણપણે અંગયોજના સમજાવતાં કહે છે કે
मित्रायां दर्शनं मन्दं, यम इच्छादिकस्तथा । अखेदो देवकार्यादावद्वेषश्चापरत्र तु ॥२१॥
ગાથાર્થ = મિત્રા દૃષ્ટિમાં મંદ દર્શન, ઇચ્છાદિક યમ, દેવકાર્યાદિમાં અખેદ, અને અન્યત્ર (દેવગુરુના કાર્યાદિમાં ન વર્તનારા ઉપર) અદ્વેષ હોય છે. ર૧
ટીકા - “મિત્રાયાંછી , “તને 'સ્વ વોઇ, 7UTઈન
જ્હોનિ સદશા “'' હિંસાહિત્નક્ષ, “કુછબ્રિસ્તા' યથાવત્ત“હિંસા સત્યાર્ત-વત્રિપરિઝ યT:'' તે સ્ત્ર રૂછાઇરિદ્ધિમેT” इति वक्ष्यति । “अखेदो-देवकार्यादौ"-आदिशब्दाद् गुरुकार्यादिपरिग्रहः । तथा तथोपनत एतस्मिस्तथापरितोषान्न खेदोऽत्र अपि तु प्रवृत्तिरेव । शिरोगुरुत्वादिदोषभावेऽपि भवाभिनन्दिनो भोगकार्यवत् ।
વિવેચન :-મિત્રો નામની પ્રથમદષ્ટિનું વર્ણન હવે ગ્રંથકારશ્રી વિશેષ સમજાવે છે.
(૧) મન્દબોધ = આ દૃષ્ટિમાં થયેલો બોધ (જ્ઞાન-પ્રકાશ) અતિશય મંદ હોય છે તૃણના અગ્નિકણના પ્રકાશની સાથે સમાન હોય છે. તૃણનો અગ્નિકણ અલ્પજીવી (અલ્પકાળ રહેનાર) હોય છે. અલ્પવિર્યવાન્ (અતિશય અલ્પ બળવાળો) હોય છે. અને દઢ સંસ્કાર કરાવવામાં અપટુર (અસમર્થ) હોય છે. ચમકીને શીધ્ર ચાલ્યો જાય છે. તેવી રીતે મિત્રાદષ્ટિકાલે થયેલો પદાર્થનો બોધ અલ્પકાળ જ રહેનાર છે. અલ્પ બળવાળો છે. તેથી જ જ્ઞાનના દઢસંસ્કારોનો અનુત્પાદક છે. પ્રગટ થતાંની સાથે જ નષ્ટ થવાના સ્વભાવવાળો છે. તેથી આ બોધ વિકલ છે. પાંગળો છે. આ બોધકાલે પરમાર્થતત્ત્વની ઓળખાણ ન હોવાથી દેવ અને ગુરુને કરાતાં વંદનાદિ કાર્યો દ્રવ્યથી થાય છે. ભાવથી શૂન્ય હોય છે.
- ૧ નામની સાર્થકતા-મિત્રા દૃષ્ટિમાં વર્તતા જીવને મંદ-મંદ પણ જે જ્ઞાનપ્રકાશ થયો છે તે જ્ઞાનપ્રકાશ આ આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવામાં હિતેચ્છ મિત્રની જેવો હોવાથી આ જ્ઞાનપ્રકાશ (દષ્ટિ)ને મિત્રો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org