________________
૨૭
(૧) મિત્રા (૨) તારા. (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા (૮) પરા.
આ આઠેય દૃષ્ટિઓના શબ્દ પ્રમાણેનો અર્થ-ભાવ. કયા યોગના અંગ રૂપે છે. કયા દોષોને ત્યાગ કરાવનારી, કયા ગુણોને પ્રાપ્ત કરાવનારી છે. અને દુન્યવી કઇ ઉપમા આપી ઘટાવી શકાય. તેમજ તે કયા ગુણસ્થાને હોય આ બધી જુદી જુદી રીતે વિસ્તારથી સમજાવવાનો અને કોષ્ટક આપીને પણ ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે અતિ પ્રશંસનીય અને અતિ અનુમોદનીય છે.
આ યોગદૃષ્ટિસમુચ્ચય મહાગ્રંથનું પ્રકાશન ઘણા વર્ષો પહેલાં શાસનસમ્રાટ્નીએ કરાવેલ અને તે પ્રકાશનમાં આવતાં આ મહાગ્રંથને જાણવા ભણવા ભણાવવાને લગતી ઘણા મુમુક્ષુઓની હૃદયંગમ સુરુચિ પેદા થઇ. અને લગભગ તેજ અરસામાં ગચ્છનાયક શ્રી મૂલચંદજી (મુક્તિવિજયજી)ગણિના પરિવારના યોગનિષ્ઠ આ. શ્રી કેશરસૂરિજી મહારાજ સાહેબે અનુવાદભાવાનુવાદરૂપે બહાર પાડ્યો. આમ આ ગ્રંથના જુદી જુદી રીતે પ્રકાશનો અને વિવેચનો અનેક આત્માઓએ લખેલ સાંભળવામાં આવ્યાં છે.
વર્તમાનમાં કર્મસાહિત્યના પ્રખરજ્ઞાની પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પરિવારના ૫. પૂ. આચાર્ય શ્રીમદ્વિજય રાજશેખરસૂરિ મ. સાહેબે સંક્ષિપ્ત ભાવાનુવાદ પ્રગટ કરેલ છે. જે ગ્રંથ વાંચનાર, લખનારને સારા આધારરૂપ એટલે માર્ગે ચાલવામાં સડકરૂપ બને તેમ છે. ત્યારપછી હાલમાં આ વસ્તુને પંડિતશ્રીએ ગ્રંથમાં ઘણી રીતે ઉકેલવાપૂર્વક બાલ અને વિદ્વાન બધાને ભોગ્ય બની શકે તેવું સરળ અને સુંદર સ્વરૂપમાં લખાણ કર્યું હોઇ પંડિતજીને આવા ગ્રંથો લખવા માટે ધન્યાતિધન્ય શબ્દથી નવાજી શકાય. પંડિતવર્ય શ્રી ધીરૂભાઇ મહેતા આબાલ-વૃદ્ધ સમજી શકે તેવી સરલ તેમજ વિદ્ભોગ્ય અંતરના ઉદ્ગારવાળી-ભાષામાં વિવેચન લખી આ ગ્રંથ પ્રગટ કરી રહ્યા છે.
જેને યોગના ગ્રંથનું સામાન્ય સ્વરૂપ જાણવું હશે. તેને અને વિશિષ્ટરૂપે સૂક્ષ્મતા તરફ જવું હશે તેને એટલે બાલથી માંડીને વિદ્વાનોને પણ અતિ ઉપયોગી થઇ શકે તેમ છે.
આપણે અહિં એ વિચારવા-ચિંતન કરવા યોગ્ય છે કે આ યોગદૃષ્ટિસમુચ્ચય મહાગ્રંથનો મુખ્ય પ્રતિપાદન કરવા યોગ્ય વિષય મોક્ષપ્રાપ્તિનો છે. જેમ ભગવાન્ ઉમાસ્વાતિ રચિત તત્ત્વાર્થાધિગમ-મોક્ષશાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદન કરવા યોગ્ય વિષય મોક્ષ છે તેમ..
આ વિષય સંબંધે આપણે દરેક પ્રાણીની દૃષ્ટિએ ચિંતન કરીએ તો પ્રાણીઓ અનંત છે. અને બધા જ પ્રાણીઓ સુખને ઇચ્છે છે. પણ સુખની કલ્પના બધાની એક સરખી હોતી નથી. છતાં વિકાસના ઓછાપણા અને વધતાપણાના કારણે પ્રાણીઓના અને એમના સુખના ટૂંકાણમાં બે વિભાગમાં વહેંચણી કરી શકાય છે. એમાં પહેલા વર્ગમાં અલ્પાતિ-અલ્પ વિકાસવાળા અને અલ્પવિકાસવાળા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આવા અતિ-અલ્પ અને અલ્પ વિકાસવાળા પ્રાણીઓના સુખની કલ્પના માત્ર બાહ્ય સાધનો સુધી જ પહોંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org