________________
૪૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦
ઘાતકર્મોનો ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં વર્તતો જીવ સંપૂર્ણપણે નાશ જ કરતો જાય છે. જેથી ચારે ઘાતી કર્મોના મંદ ઉદયજન્ય પણ અતિચારયુક્ત અને ભયયુક્ત ગુણો રૂપ જે ક્ષાયોપથમિક ધર્મો હતા, તે નાશ પામી જાય છે. તેનું જ નામ ધર્મસન્યાસયોગ કહેવાય છે. અને તે ગુણો જવાથી આત્મા નિર્ગુણ-કે નિધર્મી થતો નથી. પરંતુ નિરતિચાર અને નિર્દોષ ગુણોવાળો આત્મા બને છે. જેને શાસ્ત્રોમાં ક્ષાયિકભાવ કહેવાય છે અને ક્ષયોપશમભાવ કરતાં ક્ષાયિકભાવ સદા શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કર્મ સર્વથા નષ્ટ થવાથી સંપૂર્ણતયા ભયમુક્ત ગુણો (ધર્મો)નો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં ૮-૯-૧૦ ગુણસ્થાનકમાં પ્રથમ મોહનીયકર્મનો ક્ષય કરવાથી મોહનીયના ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક (ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ રૂપ) ચારિત્ર ધર્મોનો આ યોગી આત્મા સન્યાસ (ત્યાગ) કરીને ક્ષાયિક ગુણો (ધર્મો) પ્રાપ્ત કરે છે. જે ભયમુક્ત છે અને એ જ રીતે ૧૨મા ગુણઠાણે શેષ ત્રણ ઘાતકર્મોનો ક્ષય કરવા દ્વારા મતિ આદિ ચાર જ્ઞાન, ચક્ષુ આદિ ત્રણ દર્શન અને દાનાદિ પાંચ લબ્ધિરૂપ ક્ષાયોપથમિક ભાવના ૧૨ ધર્મોનો સન્યાસ (ત્યાગ) કરવા દ્વારા ક્ષાયિક ભાવનું કેવલજ્ઞાન, કેવલદર્શન, અને ક્ષાયિકભાવની દાનાદિ પાંચ લબ્ધિ આ જીવ પ્રાપ્ત કરે છે. જેથી જીવમાં પ્રગટ થયેલા આ ગુણો ભયમુક્ત અને દોષમુક્ત બને છે.
આ પ્રમાણે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગના બળથી ઔદયિકભાવને દૂર કરી લાયોપથમિકભાવ વધારે છે અને સામર્થ્યયોગના પ્રથમભેદ દ્વારા ક્ષપકશ્રેણિમાં ૮ થી ૧૨ ગુણસ્થાનકોમાં રહેલો આ યોગી મહાત્મા ભય અને દોષથી ભરેલા ક્ષયોપશમભાવના આ ધર્મોનો ત્યાગ કરી નિર્ભય અને નિર્દોષ એવા ક્ષાયિકભાવના ગુણધર્મો પ્રાપ્ત કરે છે. આ રીતે ધર્મસન્યાસરૂપ સામર્થ્યયોગ સમજાવ્યો.
હવે તેમાં ગુણસ્થાનકે આરૂઢ થયેલા આ વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ઘાતકર્મોના ક્ષયવાળા હોવાથી આત્માના જ્ઞાનાદિ ચાર ગુણો તો ક્ષાયિકભાવના જ પામેલા છે. તેથી તે બાબતમાં તો નિર્ભય અને નિર્દોષ છે. પરંતુ અઘાતી કર્મોનો ઉદય હજુ ચાલુ જ છે. તે કર્મોનો ક્ષયોપશમભાવ હોતો જ નથી. અને ઉદય હોય ત્યાં સુધી આ આત્માની શુદ્ધાવસ્થા રૂપ મુક્તિ સંભવતી નથી. વળી તે અઘાતી કર્મોમાં પણ નામકર્મના ઉદયજન્ય મન-વચન અને કાયાની પ્રવૃત્તિ રૂપ (પછી ભલે તે શુભ પ્રવૃત્તિ હોય તો પણ તે) કર્મબંધના હેતુભૂત યોગ હોવાથી કર્મોનો બંધ-આશ્રવ કરાવે જ છે. અને જ્યાં સુધી આશ્રવ હોય ત્યાં સુધી મુક્તિ થતી નથી. તે માટે આ મહાત્મા હવે મન-વચન અને કાયાની (શુભ) પ્રવૃત્તિ રૂપ પણ જે યોગ છે તેનો સન્યાસ = નિરોધ કરે છે. એવો અપૂર્વ સામર્થ્યયોગ ફોરવે છે કે જેનાથી આહાર-નિહાર અને વિહારરૂપ કાયયોગ, ધર્મદેશના આપવા રૂ૫ વચનયોગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org