________________
ગાથા : ૧૦ યોગદષ્ટિ સમુચ્ચય
૪૧ મનથી પ્રત્યુત્તર આપવા રૂપ મનોયોગ એમ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરી અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એવા પ્રકારના આ સામર્મયોગનું નામ યોગસન્યાસયોગ છે. જેનુ ફળ અયોગી અવસ્થાની પ્રાપ્તિ છે. ત્યાં શેષ રહેલાં કર્મોને સમાપ્ત કરી આ યોગી મુક્ત થાય છે. યોગસન્યાસ નામનો સામર્થ્યયોગ આવવાથી આત્મપ્રદેશોની ચંચલતા (અસ્થિરતા) પણ અટકી જાય છે તેથી આ આત્મા સર્વથા આશ્રવ રહિત થયો છતો અત્યંત સ્થિરાવસ્થા-શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. lleો एवमेष द्विधा सामर्थ्ययोग इति यो यदा भवति तं तदाभिधातुमाह
આ પ્રમાણે આ બન્ને પ્રકારનો સામર્થ્યયોગ કહ્યો. તે બે ભેદોમાં જે યોગ જ્યારે સંભવી શકે છે. તે સમજાવતાં કહે છે કે
द्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् ।
आयोज्यकरणादूर्ध्वं, द्वितीय इति तद्विदः ॥१०॥ ગાથાર્થ - પ્રથમ ધર્મસન્યાસયોગ તાત્વિકરૂપે બીજા અપૂર્વ કરણકાળ હોય છે. અને બીજો યોગસન્યાસયોગ એ આયોજિક કરણ કર્યા પછીના કાળે સર્વજ્ઞ પરમાત્માને હોય છે. એમ યોગના સ્વરૂપને જાણનારા પુરુષો કહે છે. તે ૧oll
ટીકા “ક્રિયા પૂર્વારૂતિ, સ્થિમેનિન્યનાથમાપૂર્વવUવ્યવછેરાઈ द्वितीयग्रहणं, प्रथमेऽधिकृतसामर्थ्ययोगाऽसिद्धेः । अपूर्वकरणं त्वपूर्वपरिणामः, शुभोऽनादावपि भवे तेषु तेषु धर्मस्थानेषु वर्तमानस्य तथाऽसंजातपूर्वो ग्रन्थिभेदादिफल उच्यते । तत्र प्रथमेऽस्मिन् ग्रन्थिभेदः फलं, अयं च सम्यग्दर्शनफलः, सम्यग्दर्शनं च प्रशमादिलिङ्ग आत्मपरिणामः । यथोक्तं - "प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याfમવ્યક્તિનક્ષi તન્નાઈશ્રદ્ધાનં સયન'' (તત્ત્વાર્થ ભાષ્ય-૧-૨) રૂતિ, યથાप्राधान्यमयमुपन्यासः, चारुश्च पश्चानुपूर्धेति समयविदः ।।
વિવેચન - સામર્થ્યોગના બે ભેદ છે. (૧) ધર્મસન્યાસ અને (૨) યોગસન્યાસ. આ બન્ને પ્રકારનો સામર્થ્યયોગ જીવને કયારે ક્યારે હોય તે આ ગાળામાં સમજાવે છે કે આ બેમાં પ્રથમ સામર્થ્યયોગ ધર્મસન્યાસ નામનો છે કે જે તાત્ત્વિકપણે બીજા અપૂર્વકરણકાલે હોય છે. અપૂર્વકરણ આ સંસારમાં જીવને બે વાર આવે છે. એક તો અનાદિ મિથ્યાત્વી જીવ ત્રણ કરણ કરવા પૂર્વક સમ્યગ્દર્શન પામે તે કાલે પહેલે ગુણઠાણે પ્રન્થિભેદ થવામાં કારણભૂત એવું જે પ્રથમ અપૂર્વકરણ થાય છે, તે અહીં લેવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org