________________
ગાથા : ૨૩ યોગદષ્ટિ સમુચ્ચય
૧૦૯ નીકળે છે. તેમાંથી કાળાન્તરે અવશ્ય મોક્ષરૂપી ફળની પ્રપ્તિ થાય છે. વડના બીજમાંથી વડવૃક્ષ ઉગે, અને તેના ઉપર વડના ટેટા રૂપ ફળ આવે, ગોટલી રૂપ બીજ વાવવાથી આમ્રવૃક્ષ ઉગે, અને તેના ઉપર મધુર આમ્રફળ આવે. એવી જ રીતે હવે જણાવાતાં યોગનાં બીજ મનરૂપી ભૂમિમાં વાવવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવા રૂપ યોગાત્મક વૃક્ષ ઉગે છે કે જેમાંથી કાલાન્તરે અવશ્ય મોક્ષફળ પ્રાપ્ત થાય છે. આ રીતે આ બીજ મુક્તિનું અવધ્યકારણ બને છે.
આ યોગબીજ યોગરૂપ ફળને નથી આપતું એમ નહીં, પરંતુ આપે જ છે. અર્થાત્ ચિત્તમાં યોગબીજ વાવવાથી ફળ આપે જ છે. યોગ બીજ વાવવાથી વિશેષ વિશેષ યોગની પ્રાપ્તિ થવા રૂપ વૃક્ષ ઉગે જ છે. એ જ યોગબીજનું ફળ છે અને યોગરૂપ જે વૃક્ષ ઉગ્યું છે તે અવશ્ય મોક્ષરૂપ ફળને આપનાર જ બને છે.
સારાંશ કે યોગબીજથી યોગાત્મક વૃક્ષ થાય છે અને યોગાત્મક વૃક્ષથી મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
યોગના બીજના ઉપાદાન (ગ્રહણ)થી આ યોગીનો ઉપાદાન કારણભૂત આત્મા જ બદલાઇ જાય છે. પૃથ્વી-પાણી-અને વાયુના સંયોગથી વાવેલું બીજ અખંડિતમાંથી ખંડિત થઈ અંકુરાના ઉત્પાદન ભણી આગળ વધે છે એ જ ન્યાયે યોગબીજના ગ્રહણથી આત્મારૂપે જે ઉપાદાન કારણ છે તે બાધક ભાવોને ત્યજીને સાધકભાવ ધારણ કરે છે. આ આત્મા જે ભવાભિનન્દી હતો, તે હવે આત્માર્થના આનંદને માનનાર બને છે. પુદ્ગલસુખના આનંદને બદલે પરમાર્થતત્ત્વની પ્રાપ્તિમાં આનંદ માને છે. અત્યાર સુધી દૃષ્ટિ અંધ હતી, જન્માંધ હતો, હવે કંઈક અંશમાત્ર દૃષ્ટિ ખૂલે છે. જો કે હજુ આ દૃષ્ટિ કંઈ બહુ ખૂલી નથી. તો પણ કંઈક ખૂલી હોવાથી સર્વથા દૃષ્ટિહીન કરતાં આછુંપાતળું દેખવાથી અપાર આનંદ થાય છે તેમ આ અવસ્થામાં પરમાર્થતત્ત્વનો પ્રેમ પ્રાપ્ત કરતાં આનંદ ઉપજે છે.
આ રીતે “યોગબીજ”ના રોપણથી જન્મ જ બદલાઈ જાય છે. વિષયસુખો તરફ ઉદાસીનતા આવતી જાય છે. સમ્યગુશાસ્ત્ર, સમ્યમ્ શ્રદ્ધા, અને સદ્ગુરુના જ સંયોગોની રઢ લાગે છે. તેનાથી વારંવાર જ્ઞાનપાન કરતાં આ જીવ કાળાન્તરે સંસારસાગર તરી જાય છે. એમ વિશિષ્ટ એવા (એટલે કે જ્ઞાની એવા) યોગાચાર્ય મહાપુરુષો જાણે છે. साम्प्रतं योगबीजान्युपन्यस्यन्नाहહવે યોગનાં બીજ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે.
जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ॥२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org