________________
૧૦૮
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૨
ટીકાકારશ્રીએ “અષ”નો જે અર્થ કર્યો છે. તે આપણે ઉપર જોઈ ગયા, પરંતુ અદ્વેષનો એવો અર્થ પણ થાય છે કે આ જીવ અનાદિકાળથી ઓઘદૃષ્ટિવાળો અને ગાઢ મિથ્યાત્વના ઉદયવાળો હતો, તેથી દેવ-ગુરુની ભક્તિ આદિ કાર્યમાં તેને ઘણો જ વૈષ વર્તતો હતો. દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યનું નામ આવે તો આ જીવને ગુસ્સો આવતો હતો અને આ જીવ તે કાર્ય કરવાના અવસરમાંથી ભાગી જતો હતો, તેને બદલે યોગદષ્ટિ શરૂ થવાથી, અને મિથ્યાત્વ મંદ થવાથી હવેથી દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યમાં દ્વેષ થતો નથી. પરંતુ અષ થાય છે એમ અહીં વૈષના અભાવરૂપ ગુણ સમજવો. આ અર્થ પણ સંગત છે. ધર્મના કાર્યોમાં હવે આ જીવને અષ હોય છે. (તથા ધર્મનાં કાર્યો ન કરનારા ઉપર પણ આ જીવને અદ્દેષ હોય છે.) अस्यां दृष्टौ व्यवस्थितो योगी यत्साधयति तदभिधित्सयाऽऽहઆ દૃષ્ટિમાં રહેલો યોગી જે સાધે છે તે જણાવતાં કહે છે
करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्षहेतूनामिति योगविदो विदुः ॥२२॥
ગાથાર્થ = અહીં રહેલો (મિત્રાદષ્ટિમાં રહેલો) આત્મા મોક્ષનાં અવળે કારણ બને એવા પ્રકારનાં યોગનાં બીજો પ્રાપ્ત કરે છે એમ યોગાચાર્ય મહાત્મા પુરુષો કહે છે. ર ૨/ ટીકા-‘ત્તિ તત્ત્વોન, ‘
‘ાનાનાવક્ષ્યમUIનક્ષUIનાં, રૂપનિ -પ્રીમ્ | ‘“દ સ્થિત' મિત્રા દBી મૈત્રી યોગીચર્થ | किंविशिष्टानां योगबीजाना-मित्याह-अवन्ध्यमोक्षहेतूनां इति । न हि योगबीजं न योगफलं नाम । योगश्च मोक्षफल इति । "इति योगविदो-विशिष्टा एव योगाचार्याः विदुरिति जानते ॥२२॥
વિવેચન :- આ મિત્રા દૃષ્ટિમાં આવેલો આત્મા હવે પછીની ૨૩મી ગાથામાં કહેવાતાં યોગનાં બીજને ગ્રહણ કરે છે. પ્રાપ્ત કરે છે. જે યોગનાં બીજ મોક્ષનું અવળે (નિષ્ફળતા વિનાનું) કારણ બને છે. જેમ બીજ ભૂમિમાં વાવ્યું છતું, તેને ખાતર, પાણી અને પવન વગેરેનો સંયોગ મળતાં મોટું વૃક્ષ બને છે. જેમાંથી કાળાન્તરે અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેમ અહીં (મિત્રા દૃષ્ટિમાં) આવેલો જીવ યોગનાં સુંદર બીજ પ્રાપ્ત કરે છે. ચિત્તરૂપી ભૂમિમાં આ બીજ વવાય છે. (ઠસાવાય છે) કે જેમાંથી સલ્ફાસ્ત્ર-સદ્ગુરુ અને તેઓની શ્રદ્ધારૂપી ખાતર, પાણી, પવન વગેરે મળતાં “મોક્ષમાર્ગની પ્રાપ્તિ” થવા રૂપ યોગાત્મક મહાવૃક્ષ ઉગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org