________________
ગાથા : ૫૭ યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૨૩ (૩) કુંભમાં જલ જેમ ભરાય તેમ શરીરમાં શ્વાસને થંભાવી દેવો, સ્થિર કરવો તે. કુંભકદ્રવ્યપ્રાણાયામ. આ પ્રાણાયામ શરીર સંબંધી હોવાથી દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે. દ્રવ્યપ્રાણાયામના આ ત્રણ ભેદો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
रेचकः स्याद् बहिर्वृत्तिरन्तवृत्तिश्च पूरकः ।। कुम्भकः स्तम्भवृत्तिश्च, प्राणायामस्त्रिधेत्ययम् ॥
(પૂ. 1. યશોવિજયજી કૃત દ્વાત્રિશત્ દ્વાર્નાિશિકા.) જૈનદર્શનના યોગાચાર્યો ભાવ પ્રાણાયામને યોગનું ચોથું અંગ માને છે, પરંતુ અન્ય દર્શનોના પાતંજલ ઋષિ આદિ અન્ય યોગાચાર્યો આ દ્રવ્યપ્રાણાયામને જ યોગનું ચોથું અંગ માને છે. તેઓનું કહેવું એવું છે કે અશુભ વાયુ (ગૅસાદિ) શરીરમાંથી નીકળી જવાથી, શુભવાયું (હવા) આવવાથી અને શ્વાસને વ્યવસ્થિત ભરવાથી ચિત્તગત જે જ્ઞાનપ્રકાશ છે તેના ઉપરનાં કલેશ-કંકાસ-કડવાશ અને રાગ-દ્વેષનાં જે જે આવરણો છે તે તે આવરણોનો નાશ થાય છે. તેથી સ્થિર, નિર્દોષ અને નિર્મળ થયેલું ચિત્ત વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ અને ધારણા કરવામાં યોગ્ય બને છે. ધારણાની યોગ્યતા વધે છે. માટે વાયુની આ ત્રણ પ્રક્રિયા એ યોગનાં અંગો છે. એમ તે મહર્ષિઓનું કહેવું છે. અને યોગની સાધનામાં શારીરિક બળના સહકારની આવશ્યક્તા હોવાથી કોઈ કોઈ સ્થાને એમ બને પણ ખરું, પરંતુ શ્વાસ - ઉચ્છવાસને રોકવો એ કાયક્લેશ રૂપ છે. લાંબા સમયે અસ્થિરતા, આકુળ-વ્યાકુલતા પણ સર્જે છે. અને કાળાન્તરે પ્રાણ-નાશનું પણ કારણ બને છે. માટે જૈન યોગાચાર્યોએ શ્વાસ-ઉચ્છવાસના રૂંધન રૂપ દ્રવ્યપ્રાણાયામને અહીં સ્વીકાર્યો નથી. બહુ સ્થાન આપ્યું નથી. લઘુનીતિ, વડી નીતિ જેમ એકપ્રકારની શરીરસ્થિતિ છે તેવી જ રીતે શ્વાસ-ઉચ્છવાસનું ગ્રહણ-મોચન એ પણ એક પ્રકારની શરીરની સ્થિતિ જ છે. તેથી તેના રૂધનથી રોગોત્પત્તિ અને વ્યગ્રતા જન્મે છે. તેનું રૂંધન કરવું એ હિતકારી નથી. માટે અહીં ભાવપ્રાણાયામ લેવાનો છે. એમ જૈન યોગાચાર્યો કહે છે.
श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः । स तु बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मसंज्ञः । बाह्याभ्यंतरविषयापेक्षी चतुर्थः । ततः ક્ષયને પ્રવેશાવરમ્ | ઘારVI, ઘ યોગ્યતા મનસ: . પાતંજલ યોગસૂત્ર |
धारणायोग्यता तस्मात्, प्रकाशावरणक्षयः । અર્ચવત: વિશ્વવિદ્વૈતઘુતે યોગ્યતાનુપમ્ | (ઉ. યશો. લા. ઠા.) (૧) આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચકભાવપ્રાણાયામ. (૨) આત્મામાં અંતરાત્મભાવ પ્રગટાવવો તે પૂરકભાવપ્રાણાયામ. (૩) આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભકભાવપ્રાણાયામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org