________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૭
જેમ એરંડીયાના તેલ આદિનો રેચ (જુલાબ) આપવાથી શરીરમાંથી ખોટો વાયુ (ગેસ તથા જામેલ મલ) વગેરે નીકળી જાય છે. શરીર હળવું ફૂલ થઇ જાય છે. તેવી રીતે આ દૃષ્ટિમાં જ્ઞાન દ્વારા વિવેક જાગવાથી સ્ત્રી-પુત્ર-ધન-ઘર-હાટ-હવેલી આદિ પૌદ્ગલિક દ્રવ્યો પ્રત્યે (એટલે કે પરદ્રવ્યો પ્રત્યે) માયા-મમતા – સ્નેહ-મૂર્ચ્યા વગેરે જે દોષો આત્મામાં ભરેલ છે. તેને રેચ લગાડવો, મમતા દૂર કરવી. પરભાવદા ત્યજી દેવી કે જેનાથી નિઃસ્પૃહ થયેલો આ આત્મા ઉપાધિ વિનાનો હળવો ફૂલ થઇ જાય તે રેચકભાવપ્રાણાયામ કહેવાય છે.
૨૨૪
તથા બહિરાત્મભાવ ટાળીને અંતરાત્મભાવ પ્રગટાવવો, મોહનીયકર્મનો ક્ષયોપશમ કરી પોતાના જ્ઞાનાદિ ગુણોને જ પોતાનું સ્વરૂપ માની તેમાં જ લયલીન રહી આત્મામાં ગુણો વધારવા-પૂરવા તે પૂરકભાવપ્રાણાયામ છે. તથા પ્રાપ્ત થયેલી અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી સ્વભાવદશાને પોતાના આત્મામાં અતિશય સ્થિર કરવી. ફરીથી મોહનો ઉદય થવાથી તેનુ પતન ન થઈ જાય તેની બરાબર જાળવણી રાખવી. જેમ કુંભમાં જલ ભરાય તેમ આ પ્રાપ્ત સ્વભાવદશાને સાચવી રાખવી તે કુંભકભાવપ્રાણાયામ છે. અહીં દીપ્રા દૃષ્ટિમાં આવેલા જીવનો જ્ઞાનબોધ અધિક હોવાથી અને વિવેકબુદ્ધિ કંઇક સવિશેષ પ્રગટેલી હોવાથી તે જીવ પરભાવદશાને રેચ લગાડે છે. અંતરાત્મ દશાને પૂરે છે અને પ્રાપ્તસ્વભાવદશાનું કુંભન (સ્થંભન) કરે છે એમ ત્રિવિધ ભાવ પ્રાણાયામ નામનું ચોથું યોગાંગ પ્રગટે છે. દ્રવ્યપ્રાણાયામ અહીં અતિશય આવશ્યક નથી. તેના રૂંધનથી સ્થિરતા-એકાગ્રતા (એ રૂપ યોગદશા) આવે અથવા ન પણ આવે તથા કદાચ વ્યગ્રતા પણ થઇ જાય અને મરણ પણ પ્રાપ્ત થઇ જાય, માટે તે આવશ્યક નથી. તેથી તેનો શાસ્ત્રમાં નિષેધ છે. પરંતુ ભાવપ્રાણાયામથી અવશ્ય યોગદશા પ્રગટે જ છે. તેથી તે જ આદરણીય છે. કહ્યું છે કે
उस्सासं च निरुंभइ, आभिग्गहीओ वि किमु अट्ठा ।
પસત્ન મરાં નિરોહે, મુહુમુસ્લામં ચ નવળાર્ ॥ (શ્રી જિનભદ્રગણિ ક્ષમા૦) બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ ।
કુંભકથિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ ॥ મનol શ્રી યશોવિજયજી
આ પ્રમાણે ભાવરેચકાદિ પ્રાણાયામ રૂપ ચોથું યોગાંગ અહીં હોવાથી આ ચોથી દીપ્રા દૃષ્ટિ “પ્રાણાયામવતી” પ્રાણાયામ (ભાવ પ્રાણાયામ)વાળી સમજવી.
તથા આ દૃષ્ટિમાં “ઉત્થાન” નામનો દોષ સંભવતો નથી. ઉત્થાન એટલે ઉઠી જવું. યોગદશામાંથી મનનું ઉઠી જવું. ઉભગી જવું તે ઉત્થાનદોષ કહેવાય છે. આ દૃષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org